સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
મણિભવન

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
વિનોબા ભાવે

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
ગીતા

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી
મદુરાઈ

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
ડી.જી.બિરલા

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
ગંગાબેન મજમુદાર

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
યમુના

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
ગાંધી દર્શન ટ્રેન


💥રણધીર ખાંટ💥
*લોકપાલ/લોકાયુક્ત*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

લોકપાલ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ લક્ષ્મીમલ સિંઘવીએ કર્યો હતો.

1966માં મોરારજી દેસાઈના વડપણ હેઠળ નિમાયેલા વહીવટી સુધારણા પંચે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકનું સૂચન કર્યું હતું.

વિશ્વમાં સૌપ્રથમ સ્વીડને તેનો અમલ કર્યો હતો. (1809 માં Ombudsman તરીકે)

ભારતમાં સૌપ્રથમ 1968માં લોકપાલ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેક 2013માં પસાર થયું.

લોકપાલ/લોકયુક્તનું મુખ્ય કાર્ય સરકારના વહીવટી એકમ પર રહેલા તમામ અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસ કરવાનું છે.

લોકપાલનું પદ કેન્દ્ર સ્તરે જ્યારે લોકાયુક્તનું પદ રાજ્ય સ્તરે હોય છે.

ઘણા બધા રાજ્યોમાં લોકાયુક્તની નિમણુક થઈ ચુકી છે. સૌપ્રથમ લોકાયુક્તની સ્થાપના મહારાષ્ટ્રમાં 1971માં થઈ હતી.જો કે ઓડિશાએ 1970માં લોકાયુક્ત બિલ પસાર કર્યું હતું.પરંતુ અમલ 1983થી થયો હતો.

ગુજરાતમાં લોકાયુક્ત ધારો 1986માં પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ ડી.એચ.શુક્લ હતા.


💥રણધીર ખાંટ💥
*અર્ધ સંરક્ષણ દળો*


*સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)*

સ્થાપના : 1939
વડુમથક : નવી દિલ્હી
1949 પહેલા તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ કહેવાતું હતું.
CRPF અંતર્ગત RAF (રેપીડ એક્શન ફોર્સ) ની સ્થાપના કરાઈ (1992)


*ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)*

સ્થાપના : ચીનના આક્રમણ પછી 1962માં
મુખ્યાલય: નવી દિલ્હી



*સશસ્ત્ર સીમા બલ (SSB)*

સ્થાપના : 1963
2003 પહેલા તેનું નામ સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું.
હાલમાં તે ભારત-નેપાળ તથા ભારત-ભૂટાન સીમા પર સેવાઓ આપે છે.
જેના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ અર્ચના રામાસુંદરમ છે.



*બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)*

સ્થાપના : 1965
મુખ્યાલય : નવી દિલ્હી
મુખ્ય કાર્ય : દુશ્મન સેનાના ઘૂસણખોરોને રોકવાનું



*સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)*

સ્થાપના : 1969
મુખ્યાલય: નવી દિલ્હી
મુખ્ય કાર્ય : કેન્દ્ર સરકારના ઔધોગિક એકમો કે ઉદ્યમોમાં કર્મચારીઓ અને સંપત્તિનું રક્ષણ કરવાનું.



*નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)*

સ્થાપના : 1984માં આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે
તેમાં બે ગ્રુપ હોય છે:
1.સ્પેશિયલ એક્શન ગ્રુપ (સેનાના કર્મચારીઓ હોય છે.)
2.સ્પેશિયલ ગ્રુપ (જે તે રાજ્ય પોલીસના કર્મચારીઓ હોય છે.)
NSGને સામાન્ય રીતે બ્લેક કેટ તરીકે ઓળખવામાં આવે છે.
માનેસર (હરિયાણા) ખાતે તેનું તાલીમ કેન્દ્ર આવેલું છે.



*આસામ રાઈફલ્સ*

સ્થાપના : 1835
મુખ્યાલય: શિલોન્ગ
આ દેશનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ છે.
મ્યાનમાર અને ચીન સરહદ પર કાર્યરત છે.
તે પૂર્વોત્તર પ્રહરી તથા પહાડી લોકોના મિત્ર તરીકે પણ ઓળખાય છે.



*ગૃહ રક્ષાવાહિની*

સ્થાપના : 1962
મુખ્ય કાર્ય : હવાઈ હુમલા,આગ,રોગચાળા દરમિયાન તથા પોલીસની મદદ કરવાનું


💥રણધીર 💥
*📚ગુજરાતી સાહિત્યકારો📚*

હેમચંદ્રાચાર્યને કોને દીક્ષા આપી હતી
*દેવચંદ્રસૂરીએ*

હેમચંદ્રાચાર્યને કયા નામોથી ઓળખવામાં આવે છે
*કલિકાલસર્વજ્ઞ, જ્ઞાનસાગર, વિદ્યાચાર્ય*

હેમચંદ્રાચાર્યની સમાધિ કયા પર્વત ઉપર આવેલી છે
*શેત્રુંજય પર્વત*

ગુજરાતી ભાષાના પ્રથમ કવિ કોણ મનાય છે
*નરસિંહ મહેતા*

મીરાંબાઈના ગુરુનું નામ શું હતું
*રૈદાસ*

ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે
*ક્રાંતદ્રષ્ટા*

અખો કયા મુઘલ સામ્રાટનો સમકાલીન હતો
*જહાંગીર*

આખ્યાનને સૌપ્રથમ કડવાબદ્ધ કરનાર કવિ કોણ છે
*ભાલણ*

ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે
*કાદમ્બરી*

ગુજરાતી સાહિત્યમાં ગરબાનો પિતા કોણ કહેવાય છે
*વલ્લભ મેવાડો*

શામળ ભટ્ટના ગુરુનું નામ શું હતું
*નાના ભટ્ટ*

પાંચ કડી અથવા દસ પંક્તિના પદને શું કહેવામાં આવે છે
*કાફી*

દયારામ કઈ જાતિના બ્રાહ્મણ હતા
*સાઠોદર નાગર બ્રાહ્મણ*

ફાર્બસ સાહેબની યાદમાં ક્યાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે
*સાદરા*

દલપતરામે કયો સંપ્રદાય અપનાવ્યો હતો
*સ્વામિનારાયણ સંપ્રદાય*

અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ કઈ માનવામાં આવે છે
*બાપાની પીંપર*

દયારામને ગરબી ભટ્ટ કોને કહ્યું છે
*નર્મદે*

દયારામને સમર્થ ઉપકવિ કોને કહ્યું છે
*વિજયરાય વૈદ્ય*

ઇ.સ.1877 માં સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર' નો ખિતાબ મેળવનાર કવિ કોણ છે
*નંદશંકર મહેતા*

'ભોળા ભટ્ટ'પાત્રનું સર્જન કોને કર્યું હતું
*નવલરામ લક્ષ્મીરામ પંડ્યા*

રોજનીશી રૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય કોને જાય છે
*દુર્ગારામ મહેતા*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક 'ઇંગ્લેન્ડમાં મુસાફરી' નું શ્રેય કોને ફાળે જાય છે
*મહિપતરામ રૂપરામ નીલકંઠ*

ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાત સામાજિક નાટક ' લલિતા દુઃખદર્શક' કોને આપ્યું છે
*રણછોડભાઈ ઉદયરામ દવે*

ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તરીકે કોની ગણના થાય છે
*નરસિંહરાવ દિવેટિયા*

નરસિંહરાવ દિવેટિયાએ હરિગીત છંદમાં ફેરફાર કરી કયો છંદ ઉપજાવેલો છે
*ખંડ હરિગીત*

'ઓ હિન્દ દેવ ભૂમિ,સંતાન સૌ તમારા' દેશભક્તિ ગીતની રચના કોને કરી હતી
*મણીશંકર રત્નજી ભટ્ટ*

મણીશંકર રત્નજી ભટ્ટનું કયું નાટક રંગભૂમિ ઉપર 'જાલિમ દુનિયા' નામે ભજવાયેલું
*રોમન સ્વરાજ*

કવિ કલાપી પર કોના વિચારોની ઊંડી અસર તેમના પર પડી હતી
*સ્વીડનબોર્ગના*

કવિ નાન્હાલાલની કઈ કૃતિ ડોલનશૈલીમાં રચાયેલી પ્રથમ કૃતિ છે
*વસંતોત્સવ*

'પ્રયોગશીલ સર્જક' તરીકે કોને ઓળખવામાં આવે છે
*બળવંતરાય ક. ઠાકોર*

દામોદરદાસ બોટાદકરનો પ્રિય શબ્દ કયો છે
*પ્રણય*

કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક કઈ હતી
*રાજાધ્યક્ષ*

પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે માન્ય સાહિત્યકાર કોને ગણવામાં આવે છે
*રામનારાયણ વિ. પાઠક*

શીતળાનો રોગ થતાં 16 વર્ષની વયે કયા ગુજરાતી સાહિત્યકારને આંખો ગુમાવવી પડી હતી
*પંડિત સુખલાલજી*

'અલગારી સાહિત્યકાર' તરીકે કોને ઓળખવામાં આવે છે
*સ્વામી આનંદ*

રમણલાલ વ.દેસાઈ કયા ઉપનામથી સાપ્તાહિક ચલાવતાં હતાં
*'દેશભક્ત'*

કોણ ટૂંકી વાર્તા ને 'પ્રથમ પ્રેમ' ગણાવતાં હતાં
*ગૌરીશંકર જોશી*

ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમનો સૌપ્રથમ વખત સફળતાપૂર્વક આવિષ્કાર કોને કર્યો હતો
*ચંદ્રવદન ચી.મહેતા*


💥રણધીર ખાંટ💥
*ભારતીય રિઝર્વ બેંક (RBI)*
--------------------------------------
- ભારતની મધ્યસ્થ બેંક તથા નાણાં બજારની નિયમન તથા નિયંત્રણકર્તા

- સ્થાપના : 1 એપ્રિલ , 1935માં 5 કરોડની સત્તાવાર મૂડી બિનસરકારી રોકાણકાર દ્વારા થઈ હતી.

- 1 જાન્યુઆરી , 1949 ના રોજ RBI નું રાષ્ટ્રીયકરણ

-RBIના ચાર સ્થાનિક બોર્ડ મુંબઈ, કોલકાતા,ચેન્નાઇ,દિલ્હીમાં

-RBIનું વડું મથક મુંબઈમાં

-વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલ

- પ્રથમ ગવર્નર : સર ઓસબાર્ન સ્મિથ (1935-1937)

-પ્રથમ ભારતીય ગવર્નર : સી.ડી.દેશમુખ (1943-1949)

*RBIના મુખ્ય કાર્યો*
___________

- ચલણી નોટો છાપવી અને તેનું સંચાલન

- સરકારના બેંકર તરીકેનું કાર્ય

- બેન્કોની બેન્ક તરીકેનું કાર્ય

-શાખ નિયંત્રણ તરીકેનું કાર્ય

-વિદેશી હૂંડિયામણના વિનિમય પર નિયંત્રણ રાખવું

-RBI એ ચલણી નોટ બહાર પાડવા માટે Minimum Reserve System અપનાવેલી છે.જે અંતર્ગત કોઈપણ સમયે RBI પાસે સોનું અને વિદેશી નાણાં મળીને તેનું કુલ મૂલ્ય 200 કરોડથી ઓછું હોવું જોઈએ નહીં.ઉપરાંત તેમાં સોનાનું મૂલ્ય 115 કરોડથી ઓછું રહેવું ન જોઈએ.

- RBI બધી જ અનુસૂચિત બેંકોની રોકડ અનામત પોતાની પાસે રાખે છે, આથી તેને રિઝર્વ બેન્ક કહે છે.

-RBI 1 રૂપિયાની નોટ/સિક્કાઓ તથા નાના સિક્કાઓ છાપતી નથી પરંતુ તે નાણાં મંત્રાલય દ્વારા છપાય છે.પરંતુ તેનું દેશભરમાં વિતરણ RBI દ્વારા થાય છે.

-1 રૂપિયાની ચલણી નોટ ઉપર નાણાં સચિવની સહી હોય છે.


💥રણધીર 💥
*હરિયાળી ક્રાંતિ*
----------------------------
-તેલ છે પીળું
*પીળી ક્રાંતિ : તેલીબિયાં ઉત્પાદન*

-ટામેટાં છે લાલ
*લાલ ક્રાંતિ : ટામેટાં ઉત્પાદન*

-બટેટા છે ગોળ
*ગોળ ક્રાંતિ : બટેટા ઉત્પાદન*

-બાગમાં છે સોનું
*સોનેરી ક્રાંતિ : બાગાયતી પાકો*

-માછલી છે વાદળી
*વાદળી ક્રાંતિ : મત્સ્ય ઉત્પાદન*

-ઝીંગા છે ગુલાબી
*ગુલાબી ક્રાંતિ : ઝીંગા ઉત્પાદન*

-દૂધ છે શ્વેત(સફેદ)
*શ્વેત ક્રાંતિ : દૂધ ઉત્પાદન*

*રજત ક્રાંતિ : ઈંડા ઉત્પાદન*


💥રણધીર 💥
કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે
ગુવાહાટી (આસામ)

ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે
વિશાખપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)

ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મલ્લિકાર્જુન મંદિર ક્યાં આવેલું છે
શ્રી શૈલમ (આંધ્ર પ્રદેશ)

તેલંગણાના હનમન કોંડા ટેકરી પર આવેલું એક હજાર સ્તંભવાળું અદ્ભૂત મંદિર કઈ શૈલીનું છે
ચાલુક્ય વાસ્તુ શૈલી

ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા નેશનલ એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
વાસ્કો(ગોવા)

સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું છે
હિમેટાઈટ

લોહ અયસ્કના કયા અયસ્કને કાળું અયસ્ક(Black ore) કહે છે
મેગ્નેટાઈટ

અબરખનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ કયો છે
ભારત

ભારતનું કયું રાજ્ય સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે
રાજસ્થાન

સોનાની સૌથી જૂની ખાણ કઈ છે
કોલાર (1871)

ડોલોમાઈટ શું છે
એક પ્રકારનો ચુનાનો પથ્થર

યુરેનિયમનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે
ઝારખંડ

કોલસો કેવા ખડકોમાંથી મળે છે
જળકૃત (અવસાદી)

બોમ્બેહાઈમાં તેલ કાઢવાનું કાર્ય કયા જહાજથી કરવામાં આવે છે
સાગર સમ્રાટ

શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં કઈ નદીના કાંઠે વિકસ્યો છે
હુગલી

ઊની કાપડની સૌથી વધુ મિલો કયા રાજયમાં છે
પંજાબ

ભારતમાં કેટલા પ્રકારનું કુદરતી રેશમ પેદા કરવામાં આવે છેકયું કયું
ચાર પ્રકારનું
1.મલમલ
2.ટસર
3.ઇરી
4.મૂંગા

ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ ક્યાં સ્થાપવામાં આવી હતી
1812માં સિરામપુર (પશ્ચિમ બંગાળ)

છાપાના કાગળનું સરકારી કારખાનું ક્યાં આવેલું છે
નેપાનગર (મધ્ય પ્રદેશ)

ભારતમાં જહાજ નિર્માણ પ્લાન્ટ કોના દ્વારા સ્થાપવામાં આવ્યો
1941 માં વિશાખપટ્ટનમમાં સિંધિયા સ્ટીમ એન્ડ નેવિગેશન દ્વારા



ભારતનું માન્ચેસ્ટર
અમદાવાદ

ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
કાનપુર

દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
કોઈમ્બતુર


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*


જાહેર રસ્તા પર વૃક્ષોના વાવેતર માટે આપવામાં આવતી સહાયની યોજના કઈ
નગરનંદન વન યોજના

શાળા ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ
2009

શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને આયર્નની ગોળીઓ આપવાની યોજનાનું નામ
માતૃવંદના

સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને અપાતો પુરસ્કાર કયો
નાલંદા

અમદાવાદ - ગાંધીનગર વચ્ચે જે મેટ્રો રેલનું કાર્ય MEGA ને સોંપાયું છે તેનું પૂરું નામ આપો.
Metrolink Express For Gandhinagar and Ahmedabad

અમદાવાદ BRTSનું નામ આપો.
જનમાર્ગ

કર્મકાંડની તાલીમ આપતી યોજનાનું નામ
સ્વામી તેજાનંદ

ભારતનું પ્રથમ ટોકિંગ ATM ક્યાં સ્થાપિત થયેલું છે
અમદાવાદ

શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું કાર્ય કરતી ગ્રામ પંચાયતને પુરસ્કૃત કરતી યોજનાનું નામ
સિડમની યોજના

અત્યાચારનો ભોગ બન્યા હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિની પુનઃ સ્થાપનાની યોજનાનું નામ
વીર મેઘમાયા યોજના

આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના ક્યાંથી અને ક્યારે અમલમાં આવી
ડભોઇ તાલુકાથી 28 એપ્રિલ,2011 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે
ગાંધીનગર

પ્રથમ આધાર કાર્ડ મેળવનાર
રંજના સોનાવણે(મહારાષ્ટ્ર)

ATVTના વડા તરીકે કોણ જવાબદારી સંભળાવે છે
પ્રાંત અધિકારી

સૌપ્રથમ મોબાઈલ પોર્ટેબિલિટીનો પ્રારંભ
હરિયાણાથી

સાબરમતી રિવરફ્રન્ટની પ્રેરણા
લંડનની થેમ્સ નદી

POCSO એક્ટ,2012 નું પૂરું નામ
The Protection of Children from Sexual Offences

નવી રાષ્ટ્રીય બાળ નીતિ અમલી બની
26 એપ્રિલ,2013

જુવેનાઈલ જસ્ટિસ એક્ટ શું છે
બાળકોને લગતો કાયદો

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગંભીર ગુનાઓમાં ઉંમર નક્કી કરાઈ
18 થી ઘટાડી 16 વર્ષ


💥રણધીર ખાંટ💥

ઇન્ડોનેશિયાના પ્રમુખના નિવાસસ્થાનનું નામ મર્ડેકા પેલેસ છે.

અમેરિકન પ્રમુખના ખાનગી રહેણાકને બ્લેર હાઉસ કહેવાય છે.

રશિયાની રાજધાની મોસ્કોમાં સરકારી ઓફિસોના વિસ્તારને ક્રેમલિન કહેવામાં આવે છે.

ઝાંબેઝી નદી ઉપર વિક્ટોરિયા ધોધ આવેલો છે.

લંડનમાં ભારતના હાઇકમિશનરની ઓફિસને ઇન્ડિયા હાઉસ નામ અપાયું છે.

ઇંગ્લેન્ડના વડાપ્રધાનના નિવાસસ્થાનને 10,ડાઉનિંગ સ્ટ્રીટ કહેવાય છે.

લંડનમાં સરકારી ઓફીસ વિસ્તારને વ્હાઇટ હોલ કહેવાય છે.

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં સંરક્ષણ ઓફિસોના સ્થળને પેન્ટાગોન તરીકે ઓળખવામાં આવે છે.

વેઈલિંગ વોલ યહૂદીઓનું ધાર્મિક સ્થળ છે.

બ્રિટનની સંસદ ઉપર આવેલ ટાવરને બિગ બેન કહેવાય છે.


💥રણધીર 💥
*🏆નોબેલ પુરસ્કાર🏆*

સાહિત્યમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર:
*પુંધ્રો સલી*

ભૌતિક વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર:
*રોન્ટજન*

રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર:
*જે.એચ.વેન્ટહાફ*

તબીબી ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર:
*વોન બેકરિંગ*

શાંતિ ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર:
*જયાં હેનરી ડ્યુનેન્ટ અને ફ્રેડરીક પાસી*

અર્થશાસ્ત્ર ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર:
*રેગનર ફ્રીશ અને જ્હોન ટિનબર્ગન*



ધૂમકેતુની સપાટી પર ઉતરનાર પ્રથમ અંતરિક્ષ યાન:
*રોસેટા*

અંતરિક્ષમાં મોકલવામાં આવનાર પ્રથમ અંતરિક્ષ યાન:
*કોલંબિયા*



અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ:
*યુરી ગાગરીન (રશિયા)*

અંતરિક્ષમાં તરનાર પ્રથમ વ્યક્તિ:
*એલેક્સિ લેનોવ (રશિયા)*



વિશ્વમાં કોઈ પણ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન:
*એસ.ભંડારનાયકે (શ્રીલંકા)*

વિશ્વમાં કોઈ પણ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ:
*મારિયા એસ્ટેલા રઝાબેલ (આર્જેન્ટિના)*



ચંદ્ર પર જનાર પ્રથમ અમેરિકન અંતરિક્ષ યાન:
*એપોલો-11*

ચંદ્રની પરિક્રમા કરનાર પ્રથમ યાન:
*લુના-10*



બ્રિટનના પ્રથમ રાણી:
*ઝેન*

બ્રિટનના પ્રથમ વડાપ્રધાન:
*રોબર્ટ વાલપોલ*


💥રણધીર 💥

*🌊વિશ્વના મહાસાગર કુલ જળમંડળના 88.9% ભાગમાં વિસ્તરેલો છે.🌊*
--------------------------------------------

®Kવિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર
*પ્રશાંત મહાસાગર*

®Kપ્રશાંત મહાસાગરની આકૃતિ કેવી છે
*ત્રિકોણાકાર*

®Kએટલાન્ટિક મહાસાગરની આકૃતિ કયા આકારને મળતી આવે છે
*S*

®Kહિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે
*મોડાસ્કાર*

®Kકયા મહાસાગરને છુપાયેલો મહાસાગર પણ કહે છે
*આર્કટિક મહાસાગર*

®K1 સમુદ્રી માઈલ =
*1,852 મીટર*

®Kકયા મહાસાગરની વિશેષતા પરવાળાના ટાપુઓ છે
*પ્રશાંત મહાસાગર*

®Kએટલાન્ટિક મહાસાગરની મુખ્ય વિશેષતા શું છે
*સાગરિય પર્વતમાળા :( Mid Atlantic Ridge*)

®Kસૌથી નાનો અને છીછરો તથા મોટા ભાગ ઉપર બરફ જામેલો મહાસાગર
*આર્કટિક મહાસાગર*


💥રણધીર 💥
*●ગ્રહ(Planet)●💫*
----------------------------------------
*પ્રશ્નજવાબ*
_________________

તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે
*નિહારિકા*

ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે
*પ્રેમ અથવા સૌંદર્યની દેવી*

પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
*શુક્રને*

જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે
*પૃથ્વી*

ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે
*મંગળ*

💥Randheer Khant💥

માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે
*મંગળ*

મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે
*યુદ્ધનો દેવતા*

કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે
*ગુરુ*

શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે
*કાશીની વિભાજન રેખા*

💥Randheer Khant💥

વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
*નેપ્ચુન (વરુણ)*

પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ
*2006 થી*

મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે
*પ્લુટો*

યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી
*1781માં સર વિલિયમ હર્ષલે*

પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે
*કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.*

પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે
*શેરોન*

કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી
*બુધ અને શુક્રનો*

ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે
*સેલેનોલોજી (Selenology)*

ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે
*શાંતિસાગર*


*💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*


ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે
પાંચ

મૅહોગની કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે
વરસાદી

રબર કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે
વરસાદી

ક્યાં જંગલો નિત્ય લીલાં જંગલો કહેવાય છે
વરસાદી

વિંધ્ય અને સાતપૂડાના પર્વતોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે
ખરાઉ

ચંદનના વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે
મોસમી

ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધારે છે
ખરાઉ

ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે
કાંટાળા

હિમાલયના દક્ષિણ ઢોળાવ પર કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે
શંકુદ્રુમ

નદીઓના મુખત્રિકોણપ્રદેશમાં કયા પ્રકારના જંગલો આવેલા છે
ભરતીનાં

કયું વૃક્ષ ભરતીના જંગલોનું વૃક્ષ છે
સુંદરી

ક્યાં વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે
ચીડના

કયા વૃક્ષના લાકડામાંથી રમતગમતનાં સાધનો બનાવવામાં આવે છે
દેવદારના

ચીડના રસમાંથી શું બને છે
ટર્પેન્ટાઇન

કઈ ઔષધીનો ઉપયોગ લોહીના ઉંચા દબાણનો રોગ મટાડવા માટે થાય છે
સર્પગંધા

કઈ ઔષધિનો ઉપયોગ મધુપ્રમેહ,તાવ,સાંધાનો દુખાવો,વગેરેને મટાડવા માટે થાય છે
ગળો

કઈ ઔષધિનો ઉપયોગ ચામડીના અને દાંત-પેઢાના રોગો મટાડવા માટે થાય છે
કરંજ


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*


ભારતીય સમવાયતંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે
એકસૂત્રી

સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે
28

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે
65

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ
10

સર્વોચ્ચ અદાલના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય છે.
65 અને 62

ભારતના બંધરણનું અર્થઘટન કોણ કરે છે
સર્વોચ્ચ અદાલત

સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે
એક

મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજયમાં આવેલી છે
અસમમાં

વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલા વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ
10

ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે
અમદાવાદ

જિલ્લા અદલાતોના ન્યાયાધીશોની નિમણુક કોણ કરે છે
રાજ્યના રાજ્યપાલ

જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે.
7 વર્ષ

સંસદ તેના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદભ્રષ્ટ કરી શકે છે
2/3

ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા કોની રચના કરવામાં આવી છે
લોકઅદાલતની


💥રણધીર💥
*પ્રશ્નજવાબ*


સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે
વ્યક્તિદીઠ એક મત

લોકશાહીને જીવંત કોણ રાખે છે
ચૂંટણી

કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે
પ્રબળ અને સંગઠિત

ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે
પારાશીશી

સંસદસભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી કેવી ચૂંટણી કહેવાય છે
પેટાચૂંટણી

સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે
ધારાસભા

સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે
કારોબારી

ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે
સંસદીય પદ્ધતિની

દેશની મધ્યવર્તી,મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે
સંસદ

રાજ્યસભા કે વિધાનપરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે
6

ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડાને કોને સોંપવામાં આવે છે
પ્રવર સમિતિને

નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે
લોકસભાના અધ્યક્ષ

સંઘ સરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે
વડાપ્રધાન

સંઘનું પ્રધાનમંડળ સયુંકત રીતે કોને જવાબદાર હોય છે
લોકસભાને

રાજ્યના પ્રધાનમંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે
ચાર


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*


ભારતના પૂર્વ અનેપશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે
બે કલાકનો

સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું
7000 કિલોમીટર

ભારતનો અતિ મહત્વનો
પ્રાકૃતિક પ્રદેશ કયો છે
ઉત્તરનો પર્વતીય પ્રદેશ

હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે
મધ્ય હિમાલય

કઈ પર્વત શ્રેણી 'બાહ્ય હિમાલય' કહેવાય છે
શિવાલીક

ગારો, ખાસી અને જૈતીયા ટેકરીઓ કયા રાજયમાં આવેલી છે
મેઘાલયમાં

ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે
દિલ્લીને

સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે
દોઆબ

ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ પ્રાચીનતમ છે
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ

માળવાના ઉચ્ચભૂમિના ઉત્તર-પૂર્વ ભાગને શું કહે છે
બુદેલખંડ

કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્ન ભંડાર છે
ઉત્તરનું મેદાન

નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા કાંપની જમીનને શું કહે છે
ખદર

ભારતમાં કાળી જમીન મુખ્યત્વે કયા રાજયમાં આવેલી છે
મહારાષ્ટ્ર

નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે
ઘોડાની નાળ જેવાં

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે
ઓક્ટોબર અને નવેમ્બર

મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે
આમ્રવર્ષા

મલબાર કિનારે થતી 'આમ્રવૃષ્ટિ' થી કયા પાકને લાભ થાય છે
કેરીના

સામાન્ય રીતે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ કયા મહિનાથી થાય છે
જૂનથી


💥રણધીર 💥
પોર્ટુગીઝોએ દીવ ક્યારે જીતી લીધું
ઇ.સ.1535 માં

ઇ.સ.1510માં બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા કોને જીતી લીધું
આલ્બુકર્ક

ડચ લોકો મૂળ ક્યાંના હતા
હોલેન્ડ

ઇંગ્લેન્ડના વેપારીઓએ કેટલા પાઉન્ડની રકમથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી
72,000 પાઉન્ડ

રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કેટલા વર્ષનો પરવાનો આપ્યો હતો
15 વર્ષ

અંગ્રેજોએ દક્ષિણમાં પોતાનું પ્રથમ વેપારી મથક દક્ષિણ-પૂર્વ સમુદ્રતટ પર ક્યાં સ્થાપિત કર્યું
મસલીપટ્ટનમ

બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ-2એ પોર્ટુગીઝ રાજકુમારી કૅથરિન સાથે લગ્ન કરવાથી કયો દ્વીપ દહેહમાં મળ્યો હતો
મુંબઇ દ્વીપ

ઈ.સ. 1674માં પોન્ડીચેરીની સ્થાપના કોણે કરી
ફ્રેન્ચ ફ્રાન્સિસ માર્ટિને

ઈ.સ.1698માં કોલકાતાની સ્થાપના કોણે કરી
જોબ ચારનોક

યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સંઘર્ષ થયો જેને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે
સપ્તવાર્ષીક યુદ્ધ

ભારતમાં રહેતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કયું યુદ્ધ થયું
વાડીવંશનું યુદ્ધ

*કંપનીઓની સ્થાપના*
-------------------------------
પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની : ઈ.સ.1498

અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની: ઇ.સ.1600

ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1602

ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1616

ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1664

સ્વિડિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1731


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*


જાહેર રસ્તા પર વૃક્ષોના વાવેતર માટે આપવામાં આવતી સહાયની યોજના કઈ
નગરનંદન વન યોજના

શાળા ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ
2009

શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને આયર્નની ગોળીઓ આપવાની યોજનાનું નામ
માતૃવંદના

સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને અપાતો પુરસ્કાર કયો
નાલંદા

અમદાવાદ - ગાંધીનગર વચ્ચે જે મેટ્રો રેલનું કાર્ય MEGA ને સોંપાયું છે તેનું પૂરું નામ આપો.
Metrolink Express For Gandhinagar and Ahmedabad

અમદાવાદ BRTSનું નામ આપો.
જનમાર્ગ

કર્મકાંડની તાલીમ આપતી યોજનાનું નામ
સ્વામી તેજાનંદ

ભારતનું પ્રથમ ટોકિંગ ATM ક્યાં સ્થાપિત થયેલું છે
અમદાવાદ

શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું કાર્ય કરતી ગ્રામ પંચાયતને પુરસ્કૃત કરતી યોજનાનું નામ
સિડમની યોજના

અત્યાચારનો ભોગ બન્યા હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિની પુનઃ સ્થાપનાની યોજનાનું નામ
વીર મેઘમાયા યોજના

આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના ક્યાંથી અને ક્યારે અમલમાં આવી
ડભોઇ તાલુકાથી 28 એપ્રિલ,2011 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે
ગાંધીનગર

પ્રથમ આધાર કાર્ડ મેળવનાર
રંજના સોનાવણે(મહારાષ્ટ્ર)

ATVTના વડા તરીકે કોણ જવાબદારી સંભળાવે છે
પ્રાંત અધિકારી

સૌપ્રથમ મોબાઈલ પોર્ટેબિલિટીનો પ્રારંભ
હરિયાણાથી

સાબરમતી રિવરફ્રન્ટની પ્રેરણા
લંડનની થેમ્સ નદી

POCSO એક્ટ,2012 નું પૂરું નામ
The Protection of Children from Sexual Offences

નવી રાષ્ટ્રીય બાળ નીતિ અમલી બની
26 એપ્રિલ,2013

જુવેનાઈલ જસ્ટિસ એક્ટ શું છે
બાળકોને લગતો કાયદો

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગંભીર ગુનાઓમાં ઉંમર નક્કી કરાઈ
18 થી ઘટાડી 16 વર્ષ


💥રણધીર 💥
*પ્રશ્ન જવાબ*


કયા સુધારા અનુસાર સાયમન કમિશનની નિમણુક કરવામાં આવી
મોન્ટ-ફર્ડના સુધારા

'હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે.' આવું કોને કહ્યું હતું
હિન્દી વઝીર બર્કનહેડે

સવિનય કાનૂન ભંગની લડત દરમિયાન કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ કયા સ્થળે દારૂનું પીકેટિંગ કરવામાં આવ્યું
દિલ્હી

ગાંધી-ઇર્વિન સમજૂતી ક્યારે થઈ
માર્ચ 1931માં

બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તે બાબત શાના દ્વારા સિદ્ધ થતી હતી
ક્રિપ્સ દરખાસ્તો દ્વારા

હિંદ છોડો ચળવળ દરમિયાન ગાંધીજીએ કહેલું કે..........
આઝાદી માટે આ મારી અંતિમ લડત છે.

'હિંદ છોડો' આંદોલનમાં સૌથી વધારે નુકશાન શાને થયું
રેલવેને

'હિંદ છોડો' આંદોલન દરમિયાન કેટલીવાર ગોળીબાર કરવામાં આવ્યા
538 વાર

'હિંદ છોડો' લડત દરમિયાન કેટલા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા
70,000 થી વધારે

'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોએ જાન ગુમાવ્યા
1028

'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોને ઈજા થઈ
3200

'હિંદ છોડો' આંદોલન દરમિયાન કયા સ્થળોએ ગોળીબાર કરતાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા
અમદાવાદ અને પટણામાં

સુભાષચંદ્ર બોઝ કઈ પરીક્ષામાં ચોથા નંબરે ઉત્તીર્ણ થઈ ઇંગ્લેન્ડથી કોલકાતા પાછા ફર્યા હતા
ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)

ઇ.સ.1940માં કયા ધારા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી
હિંદ સંરક્ષણ ધારો

જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા કોણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી
મોહનસિંગ

બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને કેટલામાંથી કેટલી બેઠકો મળી
210 માંથી 201

બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગને કેટલામાંથી કેટલી બેઠકો મળી
78 માંથી 73


💥રણધીર 💥
*પારિભાષિક શબ્દો*


*એડલ્ટ ફ્રેન્ચાઇઝ*
પુખ્ત મતાધિકાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ કે મહિલાને જાતિ, ધર્મ,મિલકત કે વર્ણના ભેદભાવ વગર ચૂંટણીમાં મત આપવાનો અધિકાર.

*એકસાઇઝ ડ્યૂટી:*
દેશના આંતરિક ઉત્પાદન પર લેવાતી આબકારી જકાત

*એજન્ડા:*
સભામાં ચર્ચવાના મુદાઓની અધિકૃત નોંધ

*ઑટોક્રસી (આપખુદી):*
એક જ વ્યક્તિનો રાષ્ટ્રની બધી સત્તા પર કાબુ.

*ઓર્ડિનન્સ (વટહુકમ):*
વિધાનસભા કે લોકસભાની બેઠક ચાલુ ન હોય ત્યારે સત્તાસ્થાનેથી બહાર પાડવામાં આવતો હુકમ.(મુદત:વધુમાં વધુ છ માસ)

*એમનેસ્ટી:*
કાયદાનો ભંગ કરનાર લોકોને આપવામાં આવતી માફી.

*ક્વોરેન્ટાઇન:*
ચેપી રોગ ન ફેલાય તે માટે પરદેશથી આવતા વહાણને બંદરેથી દૂર રાખવાનો સમય.

*ક્વૉટા:*
સંસ્થા કે સરકાર તરફથી અપાતો ચોક્કસ પુરવઠો.

*કલમ 144:*
અશાંતિના સમયમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકત્ર ન થવા દેવાની સૂચના આપતો સરકારી આદેશ.

*ટ્રેડમાર્કસ:*
રજીસ્ટર કરાવેલ માલ ઉત્પન્ન કરવાનો અબાધિત હક.

*ડીકટેટરશીપ (સરમુખત્યારશાહી):**
પ્રજાની ઈચ્છા વિરુદ્ધ વ્યક્તિ કે પક્ષની એકહથ્થુ અમર્યાદિત શાસનપદ્ધતિ.

*ધીખતી ધરા:*
દુશ્મનના હાથમાં આવતા પહેલા પોતાની જમીન ઉજ્જડ કરવાની રાષ્ટ્રીય નીતિ.

*બફર સ્ટેટ:*
બે મોટી સત્તાઓ વચ્ચે આવેલું નાનું તટસ્થ રાજ્ય,રાષ્ટ્ર.

*મિસા (સલામતી ધારો):*
કોઈ પણ કારણ આપ્યા સિવાય દેશની સલામતી માટે વ્યક્તિ અવરોધક છે તેવું લાગે તો તેને પકડી શકાય તેવો કાયદો.

*મેનિફેસ્ટો (જાહેરનામું):*
દેશની સામાન્ય ચૂંટણીમાં પક્ષ તરફથી પોતાની રાજકીય નીતિનો પરિચય કરાવવા પ્રસિદ્ધ થતું નિવેદન.

*વિટો:*
રજુ થયેલા કાયદાને અથવા લેવાયેલા નિર્ણયને નકારવાનો હક.

*એસાઈલમ:*
યુદ્ધના સમયે વિદેશી નાગરિકોને અપાતું ખાસ રક્ષણ.

*અવમૂલ્યન:*
બીજા દેશોના સંદર્ભમાં દેશના નાણાંની કિંમતમાં ઘટાડો કરવો તે.

*શ્વેતપત્ર:*
વિવાદાસ્પદ મુદા અંગેના પુરાવાઓ સરકાર મૂળ સ્વરૂપમાં રજૂ કરે તેને શ્વેતપત્ર કહેવાય છે.

*નો મેન્સ લેન્ડ:*
યુદ્ધમાં બે લશ્કરો વચ્ચેની ભૂમિ.


💥રણધીર 💥
*🏏ક્રિકેટના પ્રખ્યાત મેદાન🏏*
👉🏻બેબ્રોન,વાનખેડે: મુંબઇ

👉🏻ગ્રીન પાર્ક: કાનપુર

👉🏻ફિરોઝશાહ કોટલા: દિલ્હી

👉🏻ચેપોક: ચેન્નાઇ

👉🏻રાજીવ ગાંધી: હૈદરાબાદ

👉🏻સરદાર પટેલ(મોટેરા):અમદાવાદ

👉🏻લોર્ડ્સ,ઓવલ : લંડન

👉🏻બારામતી : કટક

👉🏻ઇડન ગાર્ડન : કોલકાતા

👉🏻એમ.ચિન્નાસ્વામી : બેંગલોર

👉🏻કવીન : જમશેદપુર

👉🏻સવાઈ માનસિંહ : જયપુર

👉🏻ગદ્દાફી : લાહોર


💥રણધીર 💥
*પ્રશ્ન જવાબ*


પુરાણોમાં ભૂગોળના અધ્યનને શું કહેવાયું છે
ભૂવનકોષ

વરાહ મિહિરે પોતાના કયા પુસ્તકમાં પૃથ્વીનું વર્ણન કર્યું છે
પંચસિદ્ધાંતિકા

એશિયાનો પ્રથમ ભૂગોળ વિભાગ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયેલો
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (ઇ.સ.1927માં)

રેખાંશ વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે
ગોરે (Gore)

ભારતનો સમય ગ્રીનવિચથી કેટલો સમય આગળ છે
5 કલાક 30 મિનિટ

180° રેખાંશને આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ક્યારે નક્કી કરાઈ
1884 વોશિંગ્ટનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ મેરીડિયન કોન્ફરન્સમાં

વિશ્વને કેટલા ટાઈમ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે
24

સૌથી વધુ ટાઈમ ઝોન કયા દેશમાં છે
રશિયામાં 11
અમેરિકામાં 7
ઑસ્ટ્રેલિયામાં 3

પ્રકૃતિની સુરક્ષાનો વાલ્વ કોને કહેવામાં આવે છે
જ્વાળામુખી

જ્વાળામુખીમાં સૌથી વધુ પ્રમાણ શેનું હોય છે
વરાળનું (80-90%)

કયા વિસ્તારમાં વિશ્વના 68% ભૂકંપો આવે છે
પ્રશાંત મહાસાગર વિસ્તારમાં

ભારતના કયા ક્ષેત્રમાં સૌથી વધુ ભૂકંપ આવે છે
હિમાલય ક્ષેત્રમાં

વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા કિમી. ઊંચાઈ સુધી ફેલાયેલો છે
130 કિમી

વાતાવરણમાં ઓક્સિજન કેટલા કિમી સુધી ફેલાયેલો છે
64 કિમી.


💥રણધીર 💥