સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Current Affairs🔥*

*🗞️Date :-09-10/06/2025🗞️*

કિલાઈયા જ્વાળામુખી, કે જે તાજેતરમાં સમાચારોમાં છવાયો હતો, એ કયા દેશમાં આવેલો છે
*☑️અમેરિકા*

નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કિમ -NAPS કયા મંત્રાલયનું અભિયાન છે
*☑️કૌશલ્ય વિકાસ-ઉદ્યોગ-સાહસિકતા મંત્રાલય*

નવમી મોબાઈલ કોંગ્રેસ-IMC-2025 નો હેતુ શો છે
*☑️પરિવર્તન માટે આગવું સંશોધન*

તાજેતરમાં સમાચારોમાં ચમકેલું INS- બ્રહ્મપુત્ર કેવા પ્રકારનું નૌસેના જહાજ છે
*☑️ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ*

કર્ણાટક અને ગુજરાત પછી દેશનું કયું ત્રીજું રાજ્ય છે, જેણે અવકાશ ઉદ્યોગ નીતિને માન્યતા આપી છે
*☑️તમિલનાડુ*

આંતરખાડિય બેલાસ્ટિક મિસાઈલ મિનુટેમન-3 કયા દેશે વિકસાવ્યું
*☑️અમેરિકા*

ડેમ્સફ્લાયની કેલિફિઆ સિનુઓફરકાતા નામની નવી પ્રજાતિ વૈજ્ઞાનિકોને કયા રાજ્યમાં મળી
*☑️અરુણાચલ પ્રદેશ*

નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025 કોણે જીતી
*☑️મેગ્નસ કાર્લસન*

વિશ્વ બેન્ક અનુસાર, છેલ્લા 11 વર્ષમાં ભારતમાં કેટલા લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા
*☑️27 કરોડ લોકો*

આયુષ ક્ષેત્રમાં રોકાણ વધારવાનો અને ભારતને પરંપરાગત દવાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે ભારત સરકારે કયું પોર્ટલ શરૂ કર્યું
*☑️આયુષ રોકાણ સારથી*

ફ્રેન્ચ ઓપન ટાઇટલ (ટેનિસ-પુરુષ)કોણે જીત્યું
*☑️સ્પેનના કાર્લોસ અલ્કારાઝ*

ભારતીય સેનાએ અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું
*☑️ઓપરેશન શિવા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:- 11-12-13/06/2025🗞️*

UNFPA રિપોર્ટ અનુસાર ભારતનો કુલ પ્રજનન દર ઘટીને કેટલો થયો
*☑️પ્રતિ મહિલા 1.9 જન્મ*

નૌકાદળમાં ઉપયોગમાં લેવાતી ઓટોનોમસ અંડર વોટર વ્હિકલ (એયુવી) માનવરહિત સબમરીનનું ગુજરાતમાં સૌપ્રથમ ઉત્પાદન ક્યાં કરવામાં આવશે
*☑️પંચમહાલના હાલોલમાં*

તાજેતરમાં ક્રિકેટર નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*☑️વેસ્ટ ઇન્ડિઝ*

હાલમાં રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ એવોર્ડ કઈ ગ્રામ પંચાયતને મળ્યો
*☑️મહારાષ્ટ્ર્રમાં સ્થિત રોહિણી ગ્રામ પંચાયતને*

કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને વર્ષ 2025 માટે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે
*☑️મહેન્દ્રસિંહ ધોની*

આર્મીના ડેપ્યુટી ચીફ કોણ બન્યા
*☑️લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ*

ભારતની પ્રથમ AI ઓટોનોમસ લેથલ વેપન સિસ્ટમનું પરીક્ષણ કઈ કંપનીએ કર્યું
*☑️દેહરાદૂનનું BSS મટીરીયલ કંપની*

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ -2025 અનુસાર ભારત 145 દેશોમાં કેટલામાં સ્થાને છે
*☑️131મા*

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં કયા વર્ષ દરમિયાન મુખ્યમંત્રી રહ્યા હતા
*☑️2016 થી 2021*

ટપાલ વિભાગે ડીજીપિન નામની એક નવી પહેલ શરૂ કરી. આ અંતર્ગત દેશના દરેક સ્થાને કેટલા અંકનું ડિજિટલ સરનામું મળશે
*☑️10 અંકનું*

સંયુક્ત રાષ્ટ્ર્ર સભાએ 2026ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું
*☑️આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date :-14-15/06/2025🗞️*

તાજેતરમાં હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ UAV રુદ્રાક્ષનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*☑️જેસલમેર*

ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ફ્રાન્સના લા કેલેવરીમાં યોજાશે. આ કવાયતનું નામ શું છે
*☑️શક્તિ*

કેરળના વન વિભાગે કઈ વનીકરણ યોજના શરૂ કરી
*☑️ વિથુટ*

ભારત અને અમેરિકાની સેનાએ પ્રથમ સંયુક્ત વિશેષ દળોની કવાયત પૂર્ણ કરી. આ કવાયતનું નામ શું છે
*☑️ટાઇગર ક્લો*

કયા રાજ્યની સરકારે લોક કેનાલ બેન્ક સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું
*☑️બિહાર*

હાલમાં ઈઝરાયેલે ઈરાનના અણુમથકો પર કરેલ હુમલાને કયું નામ આપ્યું
*☑️ઓપરેશન રાઈઝિંગ લાયન*

14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) કઈ ટીમે જીતી
*☑️દક્ષિણ આફ્રિકા*
*☑️ઓસ્ટ્રેલિયાને હરાવ્યું*

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્યાં યોગ કરશે
*☑️વિશાખાપટ્ટનમ*

દેશનો પ્રથમ વંદે ભારત ટ્રેન જાળવણી ડેપો ક્યાં બનાવવામાં આવશે
*☑️રાજસ્થાનના જોધપુર રેલવે વિભાગમાં*

'હમલી બુલબુલ' તરીકે જાણીતા કાશ્મીરી ગાયક જેમનું હાલમાં અવસાન થયું
*☑️ઉસ્તાદ ગુલામ નબી શાહ*

ખેડૂતો તેમની જમીન પર વીજળી ઉત્પન્ન કરવા અને તેનો ઉપયોગ પંપ સેટ માટેની યોજના કુસુમ-સી યોજનાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️કર્ણાટક*

સંશોધકોને ટેકો આપવા માટે જીવન અનુપ્રેરણા યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી
*☑️આસામ*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-16-17/06/2025🗞️*

તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલી પેરીતો મોરેનો ગ્લેશિયર કયા દેશમાં આવેલી છે
*☑️આર્જેન્ટીના*

ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ - DHRUVA નામની ડિજિટલ પોલિસી કઈ સંસ્થાએ શરૂ કરી
*☑️પોસ્ટ ખાતું*

તામિલનાડુના કયા જિલ્લામાં તાજેતરમાં ભારતીય પૂરાતત્વ ખાતાને નિઓલિથિક ખડક ખાંચ મળી આવી છે
*☑️કન્નીઆકુમારી*

કયા રાજ્યમાં કવલ ટાઇગર રિઝર્વ આવેલો છે
*☑️તેલંગણા*

કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ સ્થાપવામાં આવ્યો છે
*☑️આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું*

CAPF અને અસમ રાઇફલ્સના નિવૃત્ત થતા અધિકારીઓ માટે માનદ રેન્ક પ્રમોશન સ્કીમનો આરંભ કયા મંત્રાલયે કર્યો
*☑️ગૃહ મંત્રાલય*

ત્રાલ વન્યજીવ અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે
*☑️જમ્મુ કાશ્મીર*

16 જૂનવિશ્વ ધોધ દિવસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં સાયપ્રસ દેશના કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ-IIT*
*☑️સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલીડ્સ*

આર્ય બોર્સ અને અર્જુન બાબુતા કઈ રમત સાથે સંકળાયેલ છે જેમને તાજેતરમાં ગોલ્ડ મેડલ જીત્યો
*☑️શૂટિંગ*

ભારતના G20 શેરપા જેમને તાજેતરમાં તેમના પદ પરથી રાજીનામુ આપ્યું
*☑️અમિતાભ કાંત*

પવન ઊર્જા ક્ષમતા વૃદ્ધિમાં દેશમાં પ્રથમ સ્થાન કયા રાજ્યએ મેળવ્યું છે
*☑️કર્ણાટક*

મેટાના ભારતના વડા અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અરુણ શ્રીનિવાસ*

ભારતમાં કેટલામી વાર મહિલા વન ડે વર્લ્ડ કપ યોજાશે
*☑️ચોથીવાર*
*☑️યજમાન દેશ ભારત અને શ્રીલંકા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:- 18-19/06/2025🗞️*

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ અનુસાર 2025માં ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે
*☑️180*

સ્ટોકહોમમાં ડાયમંડ લીગ મીટના પુરુષોના પોલ વોલ્ટ ઇવેન્ટમાં આર્માન્ડ ડુપ્લાન્ટિસે કેટલા મીટર ઊંચો કૂદકો મારી વિશ્વ રેકોર્ડ બનાવ્યો
*☑️6.28 મીટર*

દેશનું ચોથું સિંહ સંવર્ધન કેન્દ્ર ક્યાં બનાવવામાં આવશે
*☑️બિહારના રાજગીરમાં*

બ્રિટને ગુપ્તચર એજન્સી MI6ના પ્રથમ મહિલા વડા તરીકે કોની નિયુક્તિ કરી
*☑️બ્લેઇસ મેટ્રેવેલી*

તાજેતરમાં બ્રિક્સમાં જોડાનાર 10મો દેશ કયો બન્યો
*☑️વિયેતનામ*

નાગરિક ચૂંટણીમાં પહેલીવાર મોબાઈલ વોટિંગ કયા રાજ્યમાં થશે
*☑️બિહાર*

કયા રાજ્યની સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે 'તલ્લિકી વંદનમ' યોજના શરૂ કરી જે અંતર્ગત ધો. 1 થી 12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે 15000 ₹ની નાણાકીય સહાય આપવામાં આવશે
*☑️આંધ્ર પ્રદેશ*

વિશ્વભરના પક્ષીઓના સંરક્ષણ અને સંશોધન માટે AviList નામની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પક્ષીઓની કેટલી પ્રજાતિ અને પેટાજાતિઓનો સમાવેશ થાય છે
*☑️11,131 જાતિઓ અને 19,879 પેટાજાતિઓ*

19 જૂનરાષ્ટ્રીય વાંચન દિવસ

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-20-21/06/2025🗞️*
આ વર્ષે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગુજરાતમાં ક્યાં ઉજવાશે
*☑️વડનગર*
*☑️ગુજરાતની થીમ :- સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત*
*☑️વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કરશે*
*☑️થીમ :- એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય*


આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના અહેવાલ મુજબ, વીજળી ઉત્પાદન ક્ષમતામાં ભારત કેટલામો દેશ બન્યો
*☑️ત્રીજો*

દિવ્યા દેશમુખ કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️ચેસ*

ભારતની પહેલી હાઇડ્રોજન બસ સેવા ક્યાં શરૂ થઈ
*☑️લદાખ*

QS વર્લ્ડ યુનિવર્સીટી રેન્કિંગ-2026 માં ભારતની કેટલી સંસ્થાનો સમાવેશ થયો
*☑️54*

વર્ષ 2025 માટે યુવા અને બાળ સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. આ પુરસ્કાર કોણે એનાયત કરવામાં આવશે
*☑️પાર્વતી કીર્તિને કાવ્યસંગ્રહ 'ફિર ઉગ્ન' માટે યુવા પુરસ્કાર મળ્યો*
*☑️સુશીલ શુક્લાને 'એક બાતે બારહ' માટે બાળ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો*

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ પારિતોષિક જાહેરાતકૃતિ અને વિજેતા 👇
*☑️બાલકાવ્ય વિમર્શહરિકૃષ્ણ પાઠક*
*☑️આદિવાસી લોકસાહિત્યભગવાનદાસ પટેલ*
*☑️આગવો કબીરસતિષચંદ્ર વ્યાસ*
*☑️ભગવાનની વાતોદિલીપ ઝવેરી*
*☑️કરિયાવરમાં કાગળપારુલ ખખ્ખર*
*☑️સાધોઅશોકપુરી ગોસ્વામી*
*☑️મૂળચંદ સાતમોનલિની ગણાત્રા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-22-23/06/2025🗞️*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પર કયા યોગાસનનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
*☑️ભુજંગાસન*

ટેનુઘાટ ડેમ કયા રાજ્યમાં આવેલો છે
*☑️ઝારખંડ*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલીજન્સ યુનિટના ગ્લોબલ લાઈવેબિલિટી ઈન્ડેક્સમાં વિશ્વનું શ્રેષ્ઠ રહેવા યોગ્ય શહેર કયું બન્યું
*☑️ડેનમાર્કની રાજધાની કોપનહેગન*

પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️શિવસુબ્રમણ્યમ રમન*

તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ઈરાનથી 311 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા. આ ઓપરેશનનું નામ શું
*☑️ઓપરેશન સિંધુ*

આવકાશ મિશન હાકુતો-R કયા દેશનું છે
*☑️જાપાન*

તાજેતરમાં પંડ્યા સમયગાળાનું મનાતું પ્રાચીન શિવમંદિર કયા રાજ્યમાં મળ્યું
*☑️તમિલનાડુ (ઉદામપટ્ટી ખાતે)*

વર્ષ 2030 સુધીમાં સમુદ્રના 30 ટકા બચાવવા માટે કયા પ્રયાસો શરૂ થયા
*☑️થર્ટી બાય થર્ટી*

આયુષ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલું રોકાણકાર કેન્દ્રિત પોર્ટલ શું નામ ધરાવે છે
*☑️આયુષ નિવેશ સારથી*

કઈ રાજ્ય સરકારે ફ્લેમિંગો માટેની વિશાળ સેક્ચૂઅરી શરૂ કરી છે
*☑️તમિલનાડુ*

વડાપ્રધાન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે કયા છોડનું આરોપણ કરાયું હતું
*☑️સિંદુર*

કોલસા મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા C-CARES 2.0 પોર્ટલનો હેતુ કયો છે
*☑️પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફળવણીમાં પારદર્શિતા*

કયા દેશે આઈસ બ્રેકર મિસાઈલ વિકસાવી છે
*☑️ઈઝરાયલ*

વર્ષ-2025 નો વિશ્વ સમૃદ્ધિ અહેવાલ કઈ સંસ્થાએ પ્રસિદ્ધ કર્યો હતો
*☑️કેપજેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ - CRI*

તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલા મેનાર અને ખીચન વેટલેન્ડ્સ કયા રાજ્યમાં આવેલા છે
*☑️રાજસ્થાન*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-25-06-2025 થી 30-06-2025*

પોતાના નાગરિકો પર આવકવેરો (ઇન્કમટેક્સ) લાગુ કરનાર પ્રથમ ખાડી દેશ કયો બનશે
*☑️ઓમાન*

મિઝોરમ, ગોવા પછી દેશનું ત્રીજું સાક્ષર રાજ્ય કયું બન્યું
*☑️ત્રિપુરા*

તાજેતરમાં UPSC એ જેમની પસંદગી અમુક માર્જિનથી નથી થતી તેવા ઉમેદવારો માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું જેનાથી તેઓ સરકારી, ખાનગી કંપનીઓ સાથે જોડાયેલા રહેશે
*☑️પ્રતિભા સેતુ પોર્ટલ*

તાજેતરમાં કયા રાજ્યની સરકારે આવાસ યોજનાઓમાં લઘુમતીઓની અનામત 10% થી વધારી 15% કરી
*☑️કર્ણાટક*

દેશની પ્રથમ યોગ નીતિ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી જેનો ઉદેશ યોગ અને સુખાકારીના ક્ષેતરમાં વૈશ્વિક રાજધાની તરીકે સ્થાપિત કરવાનો છે
*☑️ઉત્તરાખંડ*

ભારતે 2025 વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ માટે લોગો અને માસ્કોટ લોન્ચ કર્યું. તેનું નામ શું છે
*☑️વિરાજ*

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*☑️ઝિમ્બાબ્વેના ક્રિસ્ટી કોવેન્ટ્રી*
*☑️આ પદ પર નિયુક્ત થનાર આફ્રિકાના પ્રથમ વ્યક્તિ*
*☑️જર્મનીના થોમસ બાખનું સ્થાન લીધું*

IAEA અને રોમાનિયાએ રોમાનિયાના ચેર્નાવોડા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે વિશ્વનો સૌથી મોટો પરમાણુ કટોકટી કવાયત શરૂ કર્યું. તેનું નામ શું છે
*☑️ConvEx-3*

ભારતીય અવકાશયાત્રી જેઓ ઓક્સિઓમ મિશન 4 હેઠળ ISS માં જનાર પ્રથમ ભારતીય અને અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે
*☑️શુભાંશુ શુક્લા*

ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છ
*☑️99મા*
*☑️ભારત પ્રથમ વખત ટોચના 100 દેશોમાં પ્રવેશ્યું*
*☑️પ્રથમ ફિનલેન્ડ, સ્વીડન બીજા અને ડેન્માર્ક ત્રીજા ક્રમે*

વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️115મા*
*☑️ગયા વર્ષે 116મા ક્રમે હતો*

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગુજરાતમાં ક્યાં દેશનો પ્રથમ ઓફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો
*☑️કચ્છ*

તાજેતરમાં લલિત ઉપાધ્યાયે નિવૃત્તિ લીધી. તે કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️હોકી*

ગિરનાર-4 અને ગિરનાર-5 કઈ પાકની જાત છે જે જૂનાગઢ અને હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે
*☑️મગફળી*

રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળના 51 ભાષણોનો સંગ્રહ કયા નામે પ્રકાશિત કરવામાં આવ્યો
*☑️અંગ્રેજીમાં 'વિંગ્સ ટુ અવર હોપ્સ, ભાગ-2' અને હિન્દીમાં આશાઓ કી ઉડાન, ખંડ -2*

કેન્દ્ર સરકારે વિકસિત ભારત 2047 હેઠળ કિશોરીઓ માટે, 16 થી 18 વર્ષની છોકરીઓને વ્યવસાયિક તાલીમ આપવા માટે કઈ પહેલ શરૂ કરી છે
*☑️નવ્ય*

અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી
*☑️148મી*
*☑️ડાકોરમાં 253મી રથયાત્રા નીકળી*

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક ક્યાં થઈ
*☑️ચીનના કિંગદાઓ શહેરમાં*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના 23માં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*☑️મહીસાગરના દીવડાની PM શ્રી સ્કૂલમાં*

ભારત 23મી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન ક્યારે કરશે
*☑️2029માં*

વિયેતનામના વુંગ તાઉમાં યોજાયેલી અંડર-17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે કેટલા મેડલ જીતી ચેમ્પિયન બની
*☑️10 મેડલ (5 ગોલ્ડ, 3 સિલ્વર, 2 બ્રોન્ઝ)*

ઇટાલિયન વૈજ્ઞાનિકોએ વિશ્વનો પ્રથમ ઉડતો રોબોટ બનાવ્યો. તેનું નામ શું રાખ્યું છે
*☑️iRonCub MK 3*

બાંગ્લાદેશની વચગાળાની સરકારે 'ન્યુ બાંગ્લાદેશ દિવસ' કઈ તારીખે ઉજવવાની જાહેરાત કરી છે
*☑️8 ઓગસ્ટ*

કયા આફ્રિકન પ્રથમ દેશ બન્યો જેને માતાથી બાળકમાં HIV ટ્રાન્સમિશન સમાપ્ત કરવા બદલ WHO દ્વારા 'ગોલ્ડ ટાયર' દરજ્જો આપવામાં આવ્યો
*☑️બોત્સવાના*

ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સ ક્યાં યોજાશે
*☑️જયપુર*

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કટોકટી દરમિયાન પીએમ મોદીની યાત્રાનું વર્ણન કરતું પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકનું નામ શું છે
*☑️ધ ઇમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જડ અ લીડર*

એકસ્ટેન્ડેડ ટ્રે્જેક્ટરી લોંગ ડ્યુરેશન હાયપરસોનિક ક્રૂઝ મિસાઈલ (ET - LDHCM) કઈ સંસ્થાએ વિકસાવ્યું છે
*☑️DRDO*

તાજેતરમાં સમાચારોમાં છવાયેલો રોગ વેલી ફિવર કેવા પ્રકારનો રોગ છે
*☑️ફૂગથી થતો*

કાલી ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલો છે
*☑️કર્ણાટક*

કાંચુરિયા ત્રિપુરેન્સિસ અને કાંચુરિયા પ્રિયાસંકરી નામની બે નવી અળસિયાની જાતિ હાલમાં કયા રાજ્યમાં શોધવામાં આવી
*☑️ત્રિપુરા*

વર્ષ 2025માં જળસંચય માટે જલ ગંગા સંવર્ધન અભિયાનનો આરંભ કયા રાજ્યે કર્યો છે
*☑️મધ્યપ્રદેશ*

ધ ગ્લોબલ એજ્યુકેશન મોનીટરીંગ (GEM) રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયો
*☑️સંયુક્ત રાષ્ટ્ર્રસંઘની શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક સંસ્થા (UNESCO)*

ઈઝરાયેલ સામેના વળતા આક્રમણ અભિયાનનું ઈરાને કયું નામ રાખ્યું છે
*☑️ઓપરેશન ટ્રુ પ્રોમિસ-થ્રી*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-01-02/07/2025🗞️*

17મી બ્રિક્સ સમિટ ક્યાં યોજાશે
*☑️બ્રાઝીલ*

સંશોધન અને વિશ્લેષણ વિંગ (RAW) ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️પરાગ જૈન*

ફોરેસ્ટ મેનેજમેન્ટ રેટિંગમાં ટોચ પર દેશનું એક માત્ર કયું રાજ્ય છે
*☑️કેરળ*

RBI અનુસાર, ભારતનું વિદેશી દેવું માર્ચ 2025 માં વધીને કેટલું થયું છે
*☑️$736.3 બિલિયન*

UNIGME 2024 ના અહેવાલ મુજબ ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં કેટલો ઘટાડો થયો છે
*☑️78%*
*☑️નવજાત શિશુ મૃત્યુદરમાં 70%નો ઘટાડો થયો છે*

સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2025 કોણે એનાયત કરવામાં આવ્યો
*☑️ભારતીય મૂળના ઈશાન ચટ્ટોપાધ્યાય*

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય હળદર બોર્ડ મુખ્યાલયનું ઉદઘાટન ક્યાં કર્યું
*☑️તેલંગાણાના નિઝામાબાદમાં*

પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025માં કઈ ટીમોએ ટાઇટલ જીત્યું
*☑️ઓડિશા (મહિલા) અને તમિલનાડુ (પુરુષ)*

કયા દેશના સંશોધકોએ સિલિકોન લેસ કમ્પ્યુટર 'CMOS' વિકસાવ્યું છે
*☑️યુએસ*

આયોવામાં યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*☑️આયુષ શેટ્ટી*

તાજેતરમાં ભારતે કયા દેશમાંથી આયાત થતા શણ અને ફાઈબર ઉત્પાદનો પર પ્રતિબંધ મુક્યો
*☑️બાંગ્લાદેશ*

સરકારે સત્તાવાર ડેટાની સરળ એક્સેસ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી છે
*☑️GolStats*

ભારતે પ્રથમ ASEAN - ભારત ક્રૂઝ સંવાદનું આયોજન ક્યાં કર્યું
*☑️ચેન્નાઇ*

ક્વાડ સંગઠનમાં કયા ચાર દેશોનું સંકલન છે
*☑️ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયા*

SBI એ કયા વર્ષ સુધીમાં 40 લાખ ઘરોમાં સૌર પેનલ સ્થાપિત કરવાની યોજના શરૂ કરી છે
*☑️2027*

💥💥
*જુલાઈ મહિનાના દિન વિશેષ*

1 જુલાઈડોક્ટર્સ ડે, સીએ દિવસ

11 જુલાઈવિશ્વ જનસંખ્યા દિવસ

15 જુલાઈવિશ્વ યુવા કૌશલ દિવસ

24 જુલાઈઆયકર દિવસ

26 જુલાઈકારગિલ વિજય દિવસ

🗞️🗞️
*SAARC*

તાજેતરમાં ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે મળીને SAARK (સાર્ક) સામે નવું સંગઠન સાકા રચવા જઈ રહ્યું છે.સાર્ક સંગઠન વિશે જાણવા જેવું. 👇

દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC) ની સ્થાપના 8 ડિસેમ્બર, 1985ના રોજ બાંગ્લાદેશના ઢાકામાં કરવામાં આવી હતી.

આ સંગઠન દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે સહયોગ વધારવા માટે બનાવવામાં આવ્યું હતું.

શરૂઆતમાં તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભુતાન, માલદિવનો સમાવેશ થતો હતો.

2007માં અફઘાનિસ્તાન તેમાં જોડાયું.

તેનું મુખ્ય મથક નેપાળના કાઠમંડુમાં છે.

આ દિવસોમાં પાકિસ્તાન અને ચીન SAARC નો વિકલ્પ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-03-04/07/2025🗞️*

ભારત,જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ કયું મિશન શરૂ કર્યું
*☑️ક્વાડ એટ સી શિપ ઓબ્ઝર્વર મિશન*

ઇન્ડિયા એનર્જી સ્ટેક ટાસ્ક ફોર્સના મુખ્ય સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️નંદન નિલેકણી*

RBI ના નવા એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરી
*☑️કેશવન રામચંદ્રન*

તાજેતરમાં ભારતીય રેલવેએ કઈ નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*☑️રેલવન*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના ઘાના પ્રવાસ પર સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' મળ્યું. આ નરેન્દ્રભાઈ મોદીનું કેટલામું સન્માન છે જેમને સૌથી વધુ દેશો તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે
*☑️24મું*

તાજેતરમાં WHO એ કયા દક્ષિણ અમેરિકન દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યું
*☑️સુરીનામ*

પ્રથમ વર્લ્ડ સુપર કબડ્ડી લીગ 2026 ક્યાં યોજાશે
*☑️દુબઇ*

NIPCCD એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ નામ બદલીને શું રાખ્યું
*☑️સાવિત્રીબાઈ ફૂલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ*

તાજેતરમાં પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ડીઓગો જોટાનું કાર અકસ્માતમાં નિધન થયું. તે કઈ રમત સાથે સંકળાયેલ હતા
*☑️ફૂટબોલ*

💥💥
*IAEA*

☑️તાજેતરમાં ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સહયોગ સમાપ્ત કર્યો છે. તેના વિશે જાણવા જેવું👇

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી એક સ્વતંત્ર વૈશ્વિક સંસ્થા છે.

તેની સ્થાપના 29 જુલાઈ, 1957ના રોજ થઈ હતી.

તેનો ઉદેશ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને તેના લશ્કરી ઉપયોગને રોકવાનો છે.

તેનું મુખ્ય મથક વિયેના (ઓસ્ટ્રીયા) માં છે.

તેમાં 180 દેશો છે.

આ એજન્સી વિશ્વભરના પરમાણુ પ્લાન્ટની સુરક્ષા તપાસ કરે છે. તે પરમાણુ શસ્ત્રોના ફેલાવાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

💥💥
Darshan bhai

7046244191

Junagadh koibhai call kare help jrur che..👍
*🔥Current Affairs🔥*

*🗞️Date:-05-06/07/2025🗞️*

5જુલાઈવિશ્વ સહકારિતા દિવસ

તાજેતરમાં કયા શહેરે સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ ભારતની પ્રથમ QR આધારિત ડિજિટલ એડ્રેસ સિસ્ટમ શરૂ કરી
*☑️ઇન્દોર*

તાજેતરના સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ઼ે (SAIL) કયા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય શરૂ કર્યું
*☑️UAE (દુબઇ)*

ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાશે
*☑️કાશ્મીર*

હોલીવુડ વોક ઓફ ફેમ સન્માન માટે પસંદ થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*☑️દીપિકા પદુકોણ*

પુડ્ડુચેરીમાં તબીબી પરિવારો દ્વારા ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો
*☑️કુંટુંબ દત્તક કાર્યક્રમ*

ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા પાઇલટ કોણ બન્યા
*☑️આસ્થા પુનિયા*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રિનિદાદ - ટોબાગોની મુલાકાત દરમિયાન કેટલામું આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન મળ્યું
*☑️25મું*

ગુજરાત સરકારે યોજનાઓથી વંચિત લોકોને ઓળખવા માટે કયું અભિયાન શરૂ કર્યું
*☑️જન સુરક્ષા સંતોષ અભિયાન*

SEBI ના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️સુનિલ જયવંત કદમ*

વીમેન ઇન્ટરનેશનલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારી પહેલી ભારતીય કોણ બની
*☑️સ્મૃતિ માંધાના*

દેશની સૌપ્રથમ સહકારિતા યુનિવર્સીટીનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો
*☑️આણંદ*

અંડર-19 યુથ વન ડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તાજેતરમાં કયા ભારતીય બેટ્સમેને બનાવ્યો
*☑️વૈભવ સૂર્યવંશી*

ટેસ્ટ ક્રિકેટમાં શૂન્યમાં આઉટ થનાર વિશ્વનો દસ હજારમો બેટ્સમેન કોણ બન્યો
*☑️ઇંગ્લેન્ડનો બ્રાયડન કાર્સ*

💥💥
*SCO (શાંઘાઈ સહકાર સંગઠન)*

☑️સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તાજેતરમાં SCO ની બેઠકમાં હાજરી આપી હતી તેના વિશે👇

સ્થાપના 15 જૂન, 2001ના રોજ ચીન (શાંઘાઈ)માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક બેઇજિંગમાં છે.

SCO ના 10 પૂર્ણ સભ્યો ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજીકીસ્તાન, ઉઝબેકીસ્તાન અને બેલારુસ છે.

આ સંગઠન મુખ્યત્વે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને રોકવા, વેપારને પ્રોત્સાહન આપવા, પ્રાદેશિક શાંતિ જાળવવા અને સાંસ્કૃતિક અને લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-07-08-09/07/2025🗞️*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશમાં 'કી ટુ ધ સીટી' દ્વારા સન્માન કરવામાં આવ્યું
*☑️આર્જેન્ટિના*

કયા મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવા પોર્ટલ શરૂ કરવામાં આવી
*☑️વિદેશ મંત્રાલય*

કયા રાજ્યમાં કપ્પટાગુડ્ડા વન્યજીવ અભ્યારણ્ય આવેલું છે
*☑️કર્ણાટક*

AI થી સશક્ત અધ્યતન વાહનવ્યવહાર પ્રબંધન વ્યવસ્થાથી સુસજ્જ ભારતનો એક્સપ્રેસ વે કયો છે
*☑️દ્વારકા એક્સપ્રેસ વે*

તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલી તાવી નદી એ કઈ મોટી નદીની મોટી શાખા છે
*☑️ચિનાબ*

બનાકાચેર્લા જળાશય પ્રોજેક્ટના પાણી અંગેના આંતરરાજ્ય વિવાદમાં કયા બે રાજ્યો સામેલ છે
*☑️તેલંગણા અને આંધ્રપ્રદેશ*

ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલીજન્સ પ્લેટફોર્મ -DPIP - એ કઈ સંસ્થાનું અભિયાન છે
*☑️રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*

કયા રાષ્ટ્રીય નેજા હેઠળ ટ્રેઈનીંગ ઓફ ટ્રેઈનર્સ - ToT - પંચાયતી રાજ્યનું અભિયાન કયા રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત યોજાયું
*☑️આઝાદી કા અમૃત મહોત્સવ*

દેશમાં પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં કયું રાજ્ય અગ્રેસર છે
*☑️કર્ણાટક*

કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્ર્ર સુરક્ષાની સેવામા જોડાવાની તક મળે છે
*☑️સુબેદાર રામજી સકપાલ યોજના*

તાજેતરમાં ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ જોગવાઈઓ ક્યારથી લાગુ થયેલ છે
*☑️10 એપ્રિલ, 2025*

ભારતના 23માં કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️દિનેશ મહેશ્વરી*

ગુજરાત સરકાર દ્વારા સ્પેસટેક પોલિસી કયા વર્ષ દરમિયાન જાહેર કરી
*☑️2025 થી 2030*

વિશ્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારત કેટલામો સૌથી સમાનતા ધરાવતો દેશ બન્યો
*☑️ચોથો*

ભારતની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંકનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️દિલ્હી*

વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતે કેટલા મેડલ જીત્યા
*☑️11 મેડલ*

તાજેતરમાં ભારતે ઇંગ્લેન્ડના કયા સ્થળે પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી
*☑️બેર્મિંગહામ*

દક્ષિણ અમેરિકન દેશ સુરીનામમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*☑️ડૉ. જેનિફર ગેર્લિંગ્સ*

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યા
*☑️સંજોગ ગુપ્તા*

બેંગ્લોર સીટી યુનિવર્સીટીને નવું કયું નામ આપવામાં આવશે
*☑️ડો.મનમોહન સિંહ સીટી યુનિવર્સીટી*
*☑️આ દેશની પહેલી યુનિવર્સીટી છે જેનું નામ ભૂતપૂર્વ પીએમના નામ પરથી રાખવામાં આવ્યું છે*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બ્રાઝીલનું આંતરરાષ્ટ્રીય સ્તરે 26મું કયું સન્માન મળ્યું
*☑️ગ્રાન્ડ કોલર ઓફ ધ સધન ક્રોસ*

રાશન ડેપો પર ચહેરાને સ્કેન કરી રાશન આપનાર પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️હિમાચલ પ્રદેશ*

પેરુના બારાંકા પ્રાંતમાં 3500 વર્ષ જૂનું પ્રાચીન શહેર મળ્યું. આ શહેરનું નામ શું છે
*☑️પેનિકો*

રિઝર્વ બેંકના ઇનોવેશન હબના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️સાહિલ કિન્ની*

તાજેતરમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકમાં કયા બે દેશો જોડાયા
*☑️કોલંબિયા અને ઉઝબેકિસ્તાન*
*☑️NDB ના સભ્ય દેશોની સંખ્યા 11 થઈ*

💥💥
*ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)*

☑️FATF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળ અને અન્ય ખતરનાક નાણાકીય પ્રવૃત્તિઓ સામે વૈશ્વિક ધોરણો નક્કી કરે છે.

☑️તેની સ્થાપના 1989 માં G7 દેશો દ્વારા કરવામાં આવી હતી. તેમાં 39 સભ્ય દેશો અને સંગઠનોણો સમાવેશ થાય છે. ભારત 2010 માં FATF નો સંપૂર્ણ સભ્ય બન્યો.

☑️FATF દેશો પર નજર રાખે છે અને જઈ તેઓ જરૂરી નિયમોનું પાલન ન કરે તો તેમને બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં મૂકી શકે છે.

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-10-11/07/2025🗞️*

શિશુઓ માટે બનાવેલી વિશ્વની પ્રથમ મેલેરિયા દવાને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. અ દવાનું નામ શું છે
*☑️કોર્ટેમ*

કયા રાજ્યની સરકારે નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામતની જાહેરાત કરી છે

*☑️બિહાર*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નામીબિયાના 26માં કયા સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિઅન્ટ વેલ્વિત્શિયા મિરાબિલિસ*

તાજેતરમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને સૌપ્રથમવાર ટી 20 મેચમાં હરાવી શ્રેણી જીતી
*☑️ઇંગ્લેન્ડ*

સાહિત્ય અને સામાજિક વિચારસરણીમાં યોગદાન બદલ ચિંતા રવિન્દ્રન પુરસ્કાર કોણે એનાયત કરવામાં આવ્યો
*☑️મરાઠી લેખક શરણકુમાર લીંબલેને*

કયા રાજ્યની સરકારે મચ્છરોનો સામનો કરવા માટે AI સ્માર્ટ મચ્છર દેખરેખ સિસ્ટમ શરૂ કરી
*☑️આંધ્રપ્રદેશ*

ભારતીય નૌકાદળમાં સમાવિષ્ટ પ્રથમ સ્વદેશી ડાઇવિંગ જહાજ કયું
*☑️INS નિસ્તાર*

કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી છે જે નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે
*☑️પંજાબ*

કયા રાજ્યની સરકારે સહેલી સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું જેમાં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો બસોમાં મફત મુસાફરી કરી શકશે
*☑️દિલ્હી*

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ 2023-2024 નો અહેવાલ બહાર પાડ્યો જેમાં ગુજરાત શિક્ષણની ગુણવત્તા મુદ્દે દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️ચોથા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-12-13/07/2025🗞️*

દેશની પ્રથમ સરકારી સૈનિક કન્યા શાળાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️રાજસ્થાનના બિકાનેરના જયમલસરમાં*

HUL (હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ) ના પ્રથમ મહિલા CEO અને MD કોણ બન્યા
*☑️પ્રિયા નાયર*

4 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે વિશ્વની પ્રથમ કંપની કઈ બની
*☑️AI ચિપ કંપની Nvidia*

આસામ સરકારે માનવ-હાથી સંઘર્ષને રોકવા માટે કઈ યોજના શરૂ કરી
*☑️ગજ મિત્ર*

મહારાષ્ટ્રમાં આવેલ કર્ણક રોડ ઓવર બ્રિજનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*☑️સિંદૂર બ્રિજ*

12 જુલાઈવર્લ્ડ હોપ ડે

તાજેતરમાં યુનેસ્કોએ મરાઠા કાળના કેટલા કિલ્લાઓને વિશ્વ ધરોહર જાહેર કર્યા
*☑️12 કિલ્લા*
*☑️મહારાષ્ટ્રના 11 અને તમિલનાડુમાં ગિંગી કિલ્લાનો સમાવેશ થાય છે*

ઉત્તરાખંડ સરકારે નકલી સંતોનો વેશ ધારણ કરીને લોકોને છેતરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ઓપરેશન શરૂ કર્યું તેનું નામ શું છે
*☑️ઓપરેશન કલાનેમી*

💥💥