GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#LRD
#Bus_Availability
#GSRTC
#Exam

📌૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન

📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા-૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી ૨.૪૮ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.

📌આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા-૧૪/૦૬/૨૦૨૫ અને તા-૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે.

📌 ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

📌સદર સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે

📌 ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.
7