WebSankul Bhuj-Kutch
492 subscribers
628 photos
12 videos
49 files
157 links
WebSankul Bhuj - Kutch Helpline Number : 8469211212
Download Telegram
☀️ગુજરાતની પ્રથમ 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ  જાહેર:-

- બાયોડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે
ગુજરાતની વધુ એક સિદ્ધિ

કચ્છના ગુનેરી ગામનો 32 હેક્ટરથી વધુ વિસ્તાર ગુજરાતની પ્રથમ 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુનેરી સ્થિત 'ઇનલેન્ડ મૅન્ગ્રોવ ગુનેરી" સાઈટને "બાર્યોડાયવર્સિટી ડેરિટેજ સાઈટ" તરીકે જાહેર કરાઈ

ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મૅનેજમેન્ટ પ્લાન થકી ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે.
📍પ્રધાન મંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન).

-વડા પ્રધાને પ્રધાન મંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જાનમન) હેઠળ પ્રોજેક્ટ્સનો પાયો પણ મૂક્યો.

આ પ્રોજેક્ટ્સ, ₹ 1,360 કરોડથી વધુની કિંમતના, માર્ગ  કનેક્ટિવિટીમાં સુધારો કરવા, આંગણવાડિસ અને બહુવિધ કેન્દ્રો બાંધવા અને શાળાના છાત્રાલયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આર્થિક સર્વેક્ષણ 2024-25નો સારાંશ

- નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP 6.3 થી 6.8 ટકાની વચ્ચે વધવાની અપેક્ષા.

- નાણાકીય વર્ષ 2025 દરમિયાન વાસ્તવિક GDP 6.4 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું, જે તેના દાયકાના સરેરાશની નજીક છે.

- નાણાકીય વર્ષ 2025 દરમિયાન વાસ્તવિક GVA 6.4 ટકા વધવાનું અનુમાન.

- જુલાઈથી નવેમ્બર 2024 સુધીમાં મૂડીખર્ચમાં 8.2 ટકાના દરે વધારો થયો અને હજુ પણ વધુ ગતિ પકડાશે તેવી અપેક્ષા.

- એપ્રિલથી ડિસેમ્બર 2024 સુધીમાં છૂટક ફુગાવા દર હળવો થઈને 4.9 ટકા સુધી પહોંચ્યો.

- નાણાકીય વર્ષ 2026માં ભારતનો ઉપભોક્તા ભાવ ફુગાવો લગભગ 4 ટકાના લક્ષ્ય સાથે સુસંગત રહેશે.

- એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન એકંદર નિકાસમાં 6.0 ટકા (વાર્ષિક ધોરણે) વધારો.

- નાણાકીય વર્ષ 2025ના એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતની સેવા નિકાસ વૃદ્ધિ 12.8 ટકા વધી, જે નાણાકીય વર્ષ 2024માં 5.7 ટકા રહી હતી.

- નાણાકીય વર્ષ 2024ના પ્રથમ આઠ મહિના દરમિયાન કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) 47.2 અબજ ડૉલર હતું.
જે વધીને નાણાકીય વર્ષ 2025ના સમાન સમયગાળા દરમિયાન 55.6 અબજ ડૉલર થયું, જે વાર્ષિક ધોરણે 17.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

- ડિસેમ્બર 2024ના અંત સુધીમાં વિદેશી હુંડિયામણ ભંડાર USD 640.3 અબજ હતો, જે 10.9 મહિનાની આયાત અને લગભગ 90 ટકા બાહ્ય ઋણને આવરી લેવા માટે પૂરતું ભંડોળ છે.

- ડિસેમ્બર 2024માં સૌર અને પવન ઉર્જામાં ક્ષમતાના ઉમેરામાં વાર્ષિક ધોરણે 15.8 ટકાનો વધારો થયો.

- ડિસેમ્બર 2024ના અંતમાં GDP ગુણોત્તરની સામે BSE શેરબજારનું કુલ મૂડીકરણ 136 ટકા હતું, જે ચીન (65 ટકા) અને બ્રાઝિલ (37 ટકા) કરતાં ઘણું વધારે છે.

- આર્થિક સર્વેક્ષણમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે અને તેને ટકાવી રાખવા માટે નિયમનમાંથી મુક્તિની હિમાયત કરવામાં આવી.

- ઉચ્ચ વિકાસ દર જાળવી રાખવા માટે આગામી બે દાયકામાં માળખાગત સુવિધાઓમાં રોકાણમાં સતત વધારો કરવો જરૂરી છે.

- MSMEને ઇક્વિટી ભંડોળ પૂરું પાડવા માટે રૂપિયા 50,000 કરોડના આત્મનિર્ભર ભારત ભંડોળની શરૂઆત
નાણાકીય વર્ષ 2025માં કૃષિ ક્ષેત્રમાં 3.8 ટકાના દરે વૃદ્ધિ થશે તેવી અપેક્ષા છે.

- વર્ષ 2024 માટે ખરીફ ખાદ્યાન્નનું ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાનું અનુમાન છે, જે પાછલા વર્ષની સરખામણીએ 89.37 લાખ મેટ્રિક ટનની વૃદ્ધિ દર્શાવે છે.

- કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિના મુખ્ય પ્રેરકો બાગાયત, પશુધન અને માછીમારી છે
નાણાકીય વર્ષ 2025માં ઔદ્યોગિક ક્ષેત્રમાં 6.2 ટકાના દરે વૃદ્ધિ રહેવાનું અનુમાન.

- નાણાકીય વર્ષ 2021 અને નાણાકીય વર્ષ 2025 સુધીમાં સામાજિક સેવાઓ પાછળના ખર્ચમાં 15 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો છે.

-સરકારી આરોગ્ય ખર્ચ 29.0 ટકાથી વધીને 48.0 ટકા સુધી પહોંચી ગયો; કુલ આરોગ્ય ખર્ચમાં થતા વધારાના ખર્ચનો હિસ્સો નાણાકીય વર્ષ 2015 અને નાણાકીય વર્ષ 2022 વચ્ચે 62.6 ટકાથી ઘટીને 39.4 ટકા સુધી આવી ગયો.

- 2023-24 (જુલાઈથી જૂન) દરમિયાન બેરોજગારી દર ઘટીને 3.2 ટકા થયો, જે 2017-18 (જુલાઈથી જૂન)માં 6.0 ટકા નોંધવામાં આવ્યો હતો.

AIના કારણે પ્રતિકૂળ સામાજિક અસરો ઘટાડવા માટે સરકાર, ખાનગી ક્ષેત્ર અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગપૂર્ણ પ્રયાસો જરૂરી છે.
🔆આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ-2025નો શુભારંભ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત વિષયો ઉપર સમાજના વિવિધ હોદ્દેદારો, ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના વિષય નિષ્ણાંતો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેની ભલામણો મેળવવા રાજય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું..
ગુજરાતના લાખો યુવાઓના માર્ગદર્શક, વિદ્યાર્થીઓના આદર્શ, કાર્યનિષ્ટ , વેબસંકુલના ડાયરેકટર આદરણીય શ્રી વિકાસ સરને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને ઈશ્વર આપને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન પ્રદાન કરે તેવી શુભકામનાઓ.
𝑌𝑜𝑢𝑟 𝑑𝑒𝑑𝑖𝑐𝑎𝑡𝑖𝑜𝑛 𝑎𝑛𝑑 𝑣𝑖𝑠𝑖𝑜𝑛 ℎ𝑎𝑣𝑒 𝑡𝑟𝑎𝑛𝑠𝑓𝑜𝑟𝑚𝑒𝑑 𝑜𝑢𝑟 𝑤𝑜𝑟𝑘𝑝𝑙𝑎𝑐𝑒 𝑖𝑛 𝑎 𝑝𝑜𝑠𝑖𝑡𝑖𝑣𝑒 𝑤𝑎𝑦.
𝐵𝑒𝑠𝑡 𝑤𝑖𝑠ℎ𝑒𝑠 𝑜𝑛 𝑦𝑜𝑢𝑟 𝑏𝑖𝑟𝑡ℎ𝑑𝑎𝑦, 𝐵𝑜𝑠𝑠 !
🔆 શુભાંશુ શુક્લા ISSમાં જનાર પ્રથમ ભારતીય હશે.

ભારતના અવકાશ સંશોધને એક નવા સીમાચિહ્નને સ્પર્શ કર્યો છે કારણ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના મિશન પર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનવા માટે તૈયાર છે.

તેમને Axiom મિશન 4 (Ax-4) માટે પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે 2025 ની વસંતઋતુમાં પ્રક્ષેપિત થવાના ખાનગી અવકાશ મિશન છે.

ભારતના અવકાશ ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે, જે 40 વર્ષ પહેલા રાકેશ શર્માની ઐતિહાસિક અવકાશ ઉડાનના વારસાને આગળ ધપાવે છે.

અવકાશયાત્રીઓ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરશે, જેને ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવશે.

🌐 મિશન અવધિ: મહત્તમ 14 દિવસ.

🔆 મિશન ટીમ રચના

પેગી વ્હિટસન: મિશન કમાન્ડર (ભૂતપૂર્વ NASA અવકાશયાત્રી).
શુભાંશુ શુક્લા: મિશન પાઈલટ (ભારતીય વાયુસેના પાઈલટ).
સ્લાવોશ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી: મિશન નિષ્ણાત (પોલેન્ડ)
ટિબોર કપુ: મિશન સ્પેશિયાલિસ્ટ (હંગેરી).

🔆 શુભાંશુ શુક્લની પૃષ્ઠભૂમિ -
✓ જન્મ: 10 ઓક્ટોબર 1985, લખનૌ, ઉત્તર પ્રદેશ.
✓ 2006માં ભારતીય વાયુસેનામાં કમિશન મેળવ્યું.
નવો આવકવેરા ખરડો સંસદમાં લાવવામાં આવશે.
અત્યારે આવકવેરા અધિનિયમ, 1961 લાગું પડે છે.
નવું income tax બિલ સમજવામાં સહેલું હશે & તેનાથી કરમાં નિશ્ચિતતા આવશે & કરને લગતાં કેસોમાં ઘટાડો થશે.

નવો આવકવેરા અધિનિયમ હાલના કાયદાને સુવ્યવસ્થિત કરશે. તે કર ભરનાર & કર લેનાર બંને માટે સમજવામાં સહેલો હશે & તેમાં ધારાઓ & પ્રકરણો ઘટાડવામાં આવશે. અમુક જૂની જોગવાઈઓને દૂર કરવામાં આવશે.
જળપ્લાવિત પ્રદેશની દૃષ્ટિએ ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય…
☑️બજેટ મા સરકાર નું વધુ ધ્યાન વિકાસ પર....

☑️વૈશ્વિક સ્તરે તણાવ થી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર...

☑️બજેટ મા 10 પ્રકાર ની થીમ પર વધુ ધ્યાન...

☑️ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...

☑️ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.

☑️ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...

☑️100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....

☑️તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...

☑️બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે

☑️કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:

☑️શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:

☑️મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....

☑️કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે....

☑️આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે

☑️INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...

☑️નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ....

☑️ખાદ્ય તેલ મા આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે....

☑️ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે....

☑️રમકડાં માટે ભારત ને ગ્લોબલ હબ બનાવવામાં આવશે....

☑️પછાત વર્ગ ની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે....

☑️લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે.

☑️નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન ની શરૂઆત કરવામાં આવશે....

☑️અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે

☑️IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....

☑️5 વર્ષ મા મેડિકલ ક્ષેત્રમાં 75,000 સિટો વધારવામાં આવશે....

☑️AI માટે સ્પેશિયલ સેન્ટર ની સ્થાપના કરવામાં આવશે...

☑️નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે....

☑️નાના વિક્રેતાઓ માટે UPI LINKED CARD આવશે:

☑️UPI LINKED CREDIT CARD ની LIMIT 30,000 થશે:

☑️રાજ્યો ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે વ્યાજ મુકત રકમ આપવામાં આવશે:

☑️શહેરી વિકાસ માટે 1 લાખ કરોડ ના ફંડ ની ઘોષણા...

☑️2047 સુધી વધુ મા વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા પ્રયાસ...

☑️ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ....

☑️શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના.......

☑️"ઉડાન" સ્કીમ હેઠળ વધુ મા વધુ શહેરો ને જોડવામાં આવશે....

☑️બિહાર મા નવા એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવશે....

☑️SWAMIH સ્કીમ હેઠળ વધુ 40,000 યુનિટ બનાવવામાં આવશે....

☑️રાજ્યો સાથે મળી ને 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે....

☑️માઇનીંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે...

☑️પ્રાઈવેટ સેક્ટર મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ

☑️તમામ સરકારી સેકન્ડરી શાળાઓ ને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે....

☑️એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ....

☑️ભગવાન બુદ્ધ થી જોડાયેલા સ્થળ ને વિકસાવવામાં આવશે....

☑️ભારતીય લિપિઓ ના સંરક્ષણ માટે ખાસ યોજના

☑️એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે....

☑️આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે...

☑️ઇન્સ્યોરન્સ મા 100% FDI LIMIT થશે.

☑️RE KYC ની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે....

☑️ઇન્સ્યોરન્સ સેક્ટર મા FPI LIMIT 100% કરવામાં આવશે...

☑️36 જીવન રક્ષક દવા પર થી કસ્ટમ ડયુટી હટાવવામા આવશે....

☑️ઈલેક્ટ્રિક સમાન પર કસ્ટમ ડયુટી મા બદલાવ કરવામાં આવશે...

☑️LEAD અને ZINC પર પ્રાથમિક ડયુટી નહીં લાગે....

☑️ક્રસ્ટ લેઘર પરથી ડયુટી હટાવવામાં આવશે...

☑️સહેલાઈ સાથે નું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે....

☑️નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે....

☑️TDS દરો ને સરળ બનાવવામાં આવશે

☑️સિનિયર સિટીઝન માટે ટેક્સ મા મોટી રાહત....

☑️"વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને રૂ. 1 લાખ કરવામાં આવશે"

☑️ભાડા પર TDS ની LIMIT વધારી ને 6 લાખ કરવામાં આવી..

☑️TCS ની મોડી ચુકવણી પર કોઈ કેસ નહીં થાય....

☑️સૌથી મોટી જાહેરાત.....

☑️12 લાખ ની આવક સુધી કોઈ TAX નહીં....
🔆આર્થિક સર્વેક્ષણ 2025: જીડીપી વૃદ્ધિ દર 6.4% હોવાનો અંદાજ છે.

✓ નાણાકીય વર્ષ 2025: ભારતનો વાસ્તવિક જીડીપી 6.4% હોવાનો અંદાજ છે.
✓ નાણાકીય વર્ષ 2026: જીડીપી વૃદ્ધિ 6.3% - 6.8% ની રેન્જમાં રહેવાની સંભાવના છે.

CPI આધારિત ફુગાવો: FY24 (એપ્રિલ-ડિસેમ્બર 2024) માં 5.4% થી 4.9% સુધી ઘટાડો
બેરોજગારી દર: 2017-18માં 6% → 2023-24માં 3.2% (PLFS રિપોર્ટ)
🔆 ભારતે 4 નવી રામસર સાઇટ્સ ઉમેર્યા, કુલ સંખ્યા 89 થઈ! 

  જેમ જેમ વિશ્વ વિશ્વ વેટલેન્ડ્સ દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ભારત ગર્વથી આના સમાવેશની જાહેરાત કરે છે: 

1.સક્કારકોટ્ટાઈ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ 

2.થેરથંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ 

3.ખેચિયોપાલરી વેટલેન્ડ, સિક્કિમ 

4.ઉધવા તળાવ, ઝારખંડ

ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ (20) સાથે તમિલનાડુ રાજ્ય બન્યું છે.
તાજેતરમાં WHO દ્વારા જ્યોર્જિયા ને મલેરીયા મુક્ત દેશ જાહેર કરાયો.
નમો સરસ્વતી યોજના

• સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ માટે વધુ વિકલ્પો અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24માં ધોરણ 6થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ અને ધોરણ 9થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાઓ અમલીકૃત કરવામાં આવી છે.

તેની સફળતાને ધ્યાને રાખી, વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ શરૂ કરવાની જોગવાઇ કરેલ છે.

• વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અંતર્ગત દર વર્ષે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે, જે માટે વર્ષ 2024-25 માટે રૂ. 250 કરોડની જોગવાઇ કરવામાં આવશે.

• કોઇપણ શાળામાંથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ટકા સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર સ્કોલરશીપ મળશે -

0 ધોરણ 11 માટે વાર્ષિક રૂ. 10,000/- તેમજ ધોરણ 12 માટે વાર્ષિક રૂ.15,000/-આપવામાં આવશે.

આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષીક ૨ લાખથી વધુ ૫ લાખ થવાનો અંદાજ છે.
🏆 ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન

1⃣ જવાહરલાલ નહેરુ (1955)

2⃣ લાલબહાદુર શાસ્ત્રી (1966)

3⃣ ઇન્દિરા ગાંધી (1971)

4⃣ રાજીવ ગાંધી (1991)

5⃣ મોરારજી દેસાઈ (1991)

6⃣ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)

7⃣ અટલબિહારી બાજપાઈ (2015)



🏆 ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ

1⃣ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

2⃣ ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)

3⃣ ડો. ઝાકીર હુસેન (1963)

4⃣ ડો. વી. વી. ગિરી (1975)

5⃣ ડો. અબ્દુલ કલામ (1997)

6⃣ પ્રણવ મુખર્જી (2019)
મહાનુભાવોની સમાધી સ્થળના નામ

(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,                      

(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,                 

(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
                 
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,               

(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,                                  

(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,                                     

(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,                

(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,                   

(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,                                  

(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,                                 

(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,        

(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,                  


(13) સંજય ગાંધી : શાંતિવન,                        

(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,                  

(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,       

(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.
🔶મહિલા U-19 T20 વર્લ્ડ કપ🔶

• ભારત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

• ભારતે, સાઉથ આફ્રિકાને હરાવ્યું.

• પ્લેયર ઑફ ધ મેચ - ત્રિશા

• પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ - ત્રિશા