WebSankul Bhuj-Kutch
491 subscribers
629 photos
12 videos
49 files
157 links
WebSankul Bhuj - Kutch Helpline Number : 8469211212
Download Telegram
નવું કૌશલ્ય બનાવવા માટે નો
30 For 30નો અભિગમ

જો તમે તમારા દિવસની માત્ર 30 મિનિટ જ કાઢો છો. તમે એવી આદત બનાવી શકો છો જે તમે હંમેશા બાંધવા માંગતા હોવ. સુસંગતતા આમાં મોટી ભૂમિકા ભજવે છે, માત્ર થોડા દિવસો માટે જ નહીં. તમારે તેને 30 દિવસ સુધી સીધું કરવું પડશે....


Good morning future officers💐💐
☀️ 4 નવી રામસર સાઇટ્સ:-

1.સક્કારકોટ્ટાઇ અભયારણ્ય, તમિલનાડુ

2.થેરથંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ

3.ખેચિયોપાલરી વેટલેન્ડ, સિક્કિમ

4.ઉધવા તળાવ, ઝારખંડ


☀️અંડર 19 મહિલા વિશ્વ કપ: ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું ચેમ્પિયન ( બીજી  વખત)

આ ટુર્નામેન્ટ ની ખાસ વાત એ હતી કે ભારતે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી અને બધી મેચ જીતીને ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની હતી.

☀️વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS) હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ


☀️ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો.  

તેંડુલકરને BCCIએ શનિવારે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરેલ છે.

2023માં આ સન્માન પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને વિકેટકીપિંગના દિગ્ગજ ફારુખ એન્જિનિયરને આપવામાં આવ્યો હતો.


☀️તાજેતરમાં, ન્યુઝીલેન્ડના માઉન્ટ તરનાકી, જેને તરનાકી મૌંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સત્તાવાર રીતે કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવી હતી.


#current
🔥🔥 IMP Points 🔥🔥

📚 સામાન્ય વિજ્ઞાન.📚

સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે
👉ફ્લોરિન

સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે
👉સિઝિયમ

સૌથી હલકું તત્વ કયું છે
👉હાઇડ્રોજન

સૌથી હલકું ધાતુ તત્વ કયું છે
👉લિથીયમ

સૌથી ભારે તત્વ કયું છે
👉કાર્બન ડાયોક્સાઇડ

સૌથી ભારે ધાતુ તત્વ કયું છે
👉ઓસ્મિયમ

🆘  વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ

╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/websankul_bhuj_kutch
●═════⊱◈✿◈⊰═══════●
Forwarded from Prashant Chauhan
👮‍♀️ PSI & CONSTABLE 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 𝐁𝐀𝐓𝐂𝐇👮‍♀️
        ─────────────────
🚨  પોલીસ ભારતીના નવા નિયમ મુજબ સંપૂર્ણ તૈયારી

⭐️ઑફલાઇન બેચની વિશેષતા  ⤵️

👉ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા ઉત્તમ શિક્ષણ
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ તૈયારી
👉GCERT-NCERT મુજબ આયોજન બદ્ધ મૂલ્યાંકન ટેસ્ટ

વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ
Forwarded from Prashant Chauhan
👮‍♀️ PSI & CONSTABLE 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 𝐁𝐀𝐓𝐂𝐇👮‍♀️
        ─────────────────
🚨  પોલીસ ભારતીના નવા નિયમ મુજબ સંપૂર્ણ તૈયારી

⭐️ઑફલાઇન બેચની વિશેષતા  ⤵️

👉ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા ઉત્તમ શિક્ષણ
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ તૈયારી
👉GCERT-NCERT મુજબ આયોજન બદ્ધ મૂલ્યાંકન ટેસ્ટ

વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ
વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day)
કેન્સર જેવા જીવલેણ રોગ અને તેના લક્ષણો વિશે જાગરૂકતા લાવવા માટે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીએ 'વિશ્વ કેન્સર દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2025 થી 2027 - સુધીના વિશ્વ કેન્સર દિવસના અભિયાનની थीम - "United by Unique"
☀️ શુભાંશુ શુક્લા - IAF અધિકારી ISS માટે ખાનગી મિશન માટે પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા.


☀️ નિયમિત સ્માર્ટફોનનો ઉપયોગ કરીને વિશ્વનો પ્રથમ સેટેલાઇટ વિડિયો કોલ કરતી કંપની બની વોડાફોન.


☀️ગ્રેમી 2025: ભારતીય મૂળની ચંદ્રિકા ટંડને 'ત્રિવેણી' આલ્બમ માટે એવોર્ડ જીત્યો.

67મા ગ્રેમી એવોર્ડ સમારોહ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરિના ખાતે યોજાયો હતો.

જ્યાં સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું..

ચંદ્રિકા ટંડન, વાઉટર કેલરમેન અને એરુ માત્સુમોતોએને ત્રિવેણી' માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો ગ્રેમી એવોર્ડ મળ્યો છે.

બિયોન્સેને તેના પ્રખ્યાત આલ્બમ 'કાઉબોય કાર્ટર' માટે સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા. તેણીએ પોતાની કારકિર્દીમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે.


☀️વડોદરાની દીકરી, નિશાકુમારીએ તાજેતરમાં વડોદરાથી લંડન(16000 કિમી) ની મહાવિકટ અને પડકારો થી ભરેલી સાયકલ યાત્રા, મુસીબતો થી હતાશ થયા વગર અને વિષમ વાતાવરણ થી ડગ્યા વગર પુરી કરી.


☀️દક્ષિણ આફ્રિકા ખાતે BAPS દ્વારા સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદઘાટન

2 ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થરાઇડિંગમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો.


#current
કુંભમેળો

કુંભ અથવા કળશ. એક માન્યતા મુજબ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયેલા 'અમૃત કળશ' સાથે સંબંધિત છે. આ કળશને દાનવોથી બચાવવા માટે ભગવાન ઈન્દ્રના પુત્ર જયંત જ્યારે કળશ લઈને ભાગી રહ્યા હતા ત્યારે અમૃતના ટીંપા પૃથ્વી ઉપર ચાર સ્થળે પડયા. આ ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, નાશિક અને ઉજ્જૈન નામે જાણીતા થયા. હિંદુઓની આસ્થાના પ્રતિક એવો કુંભ મેળો સૌથી મોટો અને પવિત્ર મેળો છે. પવિત્ર નદીઓના સંગમતીર્થ સ્થાને ભરાતો આ મેળો ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિમહત્વનો છે.

કુંભમેળા વિશેની પૌરાણિક માહિતી ભાગવતપુરાણ, વિષ્ણુપુરાણ, મહાભારત, રામાયણ જેવા ગ્રંથોમાંથી મળે છે. આ ઉપરાંત હ્યુ-એન-ત્સાંગના સી-યુ-કી પુસ્તકમાંથી કુંભમેળા વિશેની ઔતહાસિક માહિતી પ્રાપ્ત થાય છે.

કુંભમેળો અલગ અલગ સ્થળે દર ૩ વર્ષે એક વાર તથા એકના એક સ્થળે દર 12 વર્ષે ભરાય છે. હરિદ્વાર અને પ્રયાગરાજ (અલાહાબાદ)માં દર 6 વર્ષે અર્થકુંભમેળો ભરાય છે, અને એક મહાકુંભ 144 વર્ષે એક જ વાર ભરાય છે. ગુરૂ ગ્રહ સિંહ રાશિમાં સ્થિત હોય છે ત્યારે નાસિક અને ઉજજૈનમાં આ કુંભમેળો ભરાય છે તેને 'સિંહસ્થ કુંભ' પણ કહેવાય છે.

વર્ષ 2017 માં યુનેસ્કોએ કુંભમેળાને 14મા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કર્યો છે.

1. પ્રયાગરાજ (ઉતરપ્રદેશ)

નદી: ગંગા, જમુના અને પૌરાણિક સરસ્વતી નદીનો સંગમ.

મહીનો:માધ (જાન્યુઆરી-ફેબ્રુઆરી)

2. હરિદ્વાર(ઉત્તરાખંડ)

નદી: ગંગા

મહીનો: ચૈત્ર (માર્ચ-એપ્રિલ)

3.નાસિક-ત્રયંમ્બક(મહારાષ્ટ્ર)

નદી: ગોદાવરી

મહીનો: ભાદરવો (ઓગસ્ટ-સપ્ટેમ્બર)

4.ઉજ્જૈન (મધ્યપ્રદેશ)

નદી: ક્ષિપ્રા

મહીનો: વૈશાખ (એપ્રિલ-મે)
🔆 ઈતિહાસમાં પ્રથમ વખત, દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન 12 ફેબ્રુઆરીએ લગ્ન સમારોહનું આયોજન કરવા માટે તૈયાર છે.

અસાધારણ ઈશારામાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ CRPF સહાયક કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાને રાષ્ટ્રપતિ ભવનની અંદર લગ્ન કરવાની મંજૂરી આપી.

રાષ્ટ્રપતિના અસાધારણ નિર્ણય પાછળનું કારણ પૂનમ ગુપ્તાનું સારું વર્તન હતું. 

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મુ ગુપ્તાની વિશિષ્ટ સેવાથી પ્રભાવિત થયા હતા. 

આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તા, જેઓ હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) તરીકે તૈનાત છે, તેમણે 74મા ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન CRPFની તમામ મહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું.

  રાષ્ટ્રપતિ ભવન ખાતે મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં યોજાનાર લગ્ન સમારોહમાં સંબંધીઓ અને નજીકના મિત્રો સહિત પસંદગીના મહેમાનોની યાદી હશે.
🔆 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા તપાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરવાના નિર્ણયની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી...

સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે; અભ્યાસ બાદ રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવશે...

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારાનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે : મુખ્યમંત્રીશ્રી
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔆 ખીર ભવાનીનો મેળો

📍 સંદર્ભ
આ મેળો જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં સ્થિત ખીર ભવાની મંદિરમાં જ્યેષ્ઠા અષ્ટમીના દિવસે કાશ્મીરી પંડિતો દ્વારા ઉજવવામાં આવે છે.

🔆 ખીર ભવાની મેળા વિશે
અમરનાથ યાત્રા પછી કાશ્મીરમાં સૌથી મોટો હિન્દુ ધાર્મિક મેળાવડો.
આ વાર્ષિક મેળો ખીર ભવાની વોટરફોલ પાસે યોજાય છે, જે રંગ બદલવાની તેની અનન્ય ક્ષમતા માટે પ્રખ્યાત છે.
દેવી માતાને શ્રદ્ધાંજલિ તરીકે ભક્તો ધોધ પર ખીર (દૂધ અને ચોખાની ખીર) અર્પણ કરે છે.

ઐતિહાસિક ઉલ્લેખ:

રાજતરંગિની (કલ્હાના): તુલમુલા ધોધનો ઉલ્લેખ ભેજવાળી અને પૂરની સંભાવનાવાળા વિસ્તાર તરીકે થાય છે.
ભૃગુ સંહિતા અને આઈન-એ-અકબરીઃ આ ધોધ 100 વીઘા જમીનમાં ફેલાયેલો હોવાનું કહેવાય છે, જે ઉનાળામાં ભેજવાળી જમીનમાં ઢંકાઈ જતો હતો.
📍 ખીર ભવાની મંદિર, શ્રીનગર
મહારાજા પ્રતાપ સિંહે આ મંદિર 1912માં બંધાવ્યું હતું અને બાદમાં મહારાજા હરિ સિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
શ્રીનગરથી 30 કિમીના અંતરે આવેલું છે.
મંદિરની અધ્યક્ષતા દેવી: દેવી રાગ્ન્યા (રાગ્ન્યા) દેવી, જેને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે.
વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશો

1. રશિયા

(એશિયા, યુરોપ ખંડ)

વિસ્તાર ચો.કી.મી. ,70,75,200

2.કેનેડા (ઉત્તર અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 99,84,670

3.અમેરિકા (ઉત્તર અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 96,26,091.

4. ચીન (એશિયા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 95,96,960

5.બ્રાઝિલ (દક્ષિણ અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 85,11,965

6. ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલીયા)

વિસ્તાર ચો.કી.મી. 76,86,850

7.ભારત (એશિયા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 32,87,263

8. આર્જેન્ટિના (દક્ષિણ અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 27,76,654

9. કઝાકિસ્તાન (એશિયા)

વિસ્તાર ચો.કી.મી. 27,17,300

10. સુદાન (આફ્રિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી.18,86,068


આવી જ બીજી માહિતી માટે આપણી ચેનલમાં જોડાયેલા રહો અને તમારા મિત્રોને જોઈન કરો👇
https://t.me/websankul_bhuj_kutch
ભારતના અંતિમ બિંદુઓ

ઉત્તર:ઈન્દિરા કોલ (જમ્મુ કશ્મીર)

દક્ષિણ:ઈન્દિરા પોઈન્ટ (ગ્રેટ નિકોબાર ટાપુ)

જૂનું નામ : પિગમેલિયન પોઈન્ટ

મુખ્ય ભૂમિ : કેપ કેમોરિન (કન્યાકુમારી, તમિલનાડુ)

પૂર્વ:વાલોંગુ (બેન્ઝોવ જિલ્લો, અરુણાચલપ્રદેશ)


પશ્ચિમ :સરકીક (કચ્છ જિલ્લો, ગુજરાત)
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના 5 સૌથી મોટા રાજ્યો

1. રાજસ્થાન 342239 ચો કીમી

2. મધ્યપ્રદેશ 308252 ચો કીમી

3. મહારાષ્ટ્ર 307713 ચો કીમી

4.ઉત્તરપ્રદેશ 240928 ચો કીમી

5. ગુજરાત 196024 ચો કીમી
ભારત સંબંધિત કેટલાંક મહત્વના તથ્યો

ક્ષેત્રફળ: 32,87,263

અક્ષાંશ : 8° 4' ઉત્તર અક્ષાંશ થી 37° 6' ઉત્તર અક્ષાંશ

રેખાંશ: 68° 7' પૂર્વ રેખાંશ થી 97 25' પૂર્વ રેખાંશ

પ્રમાણ સમય રેખા : 82° 30' પૂર્વ રેખાંશ (ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી પસાર થાય છે.)

રાજ્યો : 28

કેન્દ્રશાસિત પ્રદેશ : 8

જમીન સરહદ : 15106.7 km

દરિયાઈ સરહદ : 6100 KM (7,516.6 કિ.મી. અંદમાન નિકોબાર તથા લક્ષદ્વીપ સાથે)

વિશ્વના કુલ ક્ષેત્રફળમાં હિસ્સો: 2.42%