WebSankul Bhuj-Kutch
516 subscribers
818 photos
12 videos
69 files
176 links
WebSankul Bhuj - Kutch Helpline Number : 8469211212
Download Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📌 નીરજ ચોપરાએ વિશ્વ રેન્કિંગમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું, પાકિસ્તાનના અરશદ નદીમ ચોથા સ્થાને.

👉 ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા ફરી એકવાર વિશ્વ રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું છે. આ અઠવાડિયે વર્લ્ડ એથ્લેટિક્સની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલ નવીનતમ રેન્કિંગમાં, નીરજ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.
#Revenue_Talati
રેવન્યુ તલાટીના 200 ગુણ ના પ્રશ્નપત્રમા 180 મિનિટ (3 કલાક ) આપવામાં આવશે.

જેથી પ્રશ્નપત્ર લેંધી (Lengthy) રાખવામાં આવી શકે છે જેથી વિધાનવાળા પ્રશ્નોનું ભારણ પણ વધુ હોઈ શકે છે.

ઉમેદવારો પરીક્ષાના સમયને ધ્યાને રાખીને તૈયારી અને સ્વમૂલ્યાંકન કરવું.
🇮🇳 વિકસિત ભારત ૨૦૪૭

📍 વિઝન અને ઉદ્દેશ્ય
વિકસિત ભારત ૨૦૪૭ એ ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલ એક દ્રષ્ટિકોણ છે, જે ભારતને ૨૦૪૭ સુધીમાં દેશની સ્વતંત્રતાની એક સદી પૂર્ણ થતી વખતે ભારતને એક વિકસિત અને આત્મનિર્ભર દેશ બનાવવા માટેની છે.

📍 વિકસિત ભારતના વિવિધ ઉદ્દેશ્યો:

આર્થિક વૃદ્ધિ અને આત્મનિર્ભરતા:
‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારત યોજનાઓને પ્રોત્સાહન આપવું.

માનવ સંસાધન વિકાસ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નું અસરકારક અમલ અને પીએમ કૌશલ વિકાસ યોજના દ્વારા કુશળતા તાલીમને પ્રોત્સાહન આપવું.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ:
સ્માર્ટ સિટી પહેલ હેઠળ ભૌતિક, સામાજિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ.

ટકાઉ વિકાસ:
વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો અપનાવીને ૨૦૭૦ સુધી કાર્બન ન્યૂટ્રલિટી હાંસલ કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવું.

સુશાસનને પ્રોત્સાહન:
મિશન કર્મયોગી અને ઈ-ગવર્નન્સ દ્વારા પ્રશાસનિક સુધારા.

સર્વસમાવેશક વિકાસ:
મહિલાઓની આર્થિક ભાગીદારી વધારવી અને પ્રદેશોમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરવો.

વૈશ્વિક નેતૃત્વ: યુએન, G20 અને બ્રિક્સ જેવી સંસ્થાઓમાં ભારતની સ્થિતિ મજબૂત કરવી
🔬 ભારત મહત્વપૂર્ણ ટેકનોલોજી ક્ષેત્રોમાં પાછળ: ગ્લોબલ ઇન્ડેક્સનો અહેવાલ

📍 હાર્વર્ડ કેનેડી સ્કૂલના અભ્યાસ મુજબ, પાંચ ઊભરતા ટેક સેક્ટરમાં દેશોની રેંકિંગ આપવામાં આવી છે:
ભારત કુલ રેંકિંગમાં 8મા સ્થાન પર છે, જ્યારે ચીન, અમેરિકા, યુરોપ, જાપાન અને દક્ષિણ કોરિયા આગળ છે.
ભારતની સૌથી નબળી કામગીરી સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રમાં (સ્થાન 12) જોવા મળી, જ્યારે કૃત્રિમ બુદ્ધિ (AI) માં સારું કર્યું છે (સ્થાન 6).
ક્ષેત્રોનું મૂલ્ય: સેમિકન્ડક્ટર્સ (35%), AI (25%), બાયોટેક (20%), અંતરિક્ષ (15%), ક્વોન્ટમ ટેકનોલોજી (5%)
રેંકિંગના 8 આધારસ્તંભો: ફંડિંગ, પ્રતિભા, આરએન્ડડી, પાયાભૂત ઢાંચો, નિયમન વગેરે.
ભારતે કમર્શિયલ સ્કેલ, આરએન્ડડી અને કેન્દ્રિત રોકાણ જેવા મહત્વના ક્ષેત્રોમાં નીચા ગુણ મેળવ્યા – ખાસ કરીને ચીપ્સ અને ક્વોન્ટમ માટે આ નિર્ણાયક છે.
અમેરિકા સર્વશ્રેષ્ઠ છે, ત્યારપછી ચીન અને યુરોપ છે.

🧠 મહત્વ શુ છે?
ભારત માટે આવનારા સમયમાં ડિજિટલ નિર્ભરતા ટાળવા માટે તેની તકનીકી વ્યૂહરચનામાં ખાસ કરીને સેમિકન્ડક્ટર ઉત્પાદન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આરએન્ડડી ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે.
રાષ્ટ્રીય આંકડા દિવસ (National Statistics Day)
🔰આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ

નોબલ પ્રાઈઝ વિજેતા ઉન સાન સૂંગ કી દ્વારા સોંપવામાં આવેલા રીપોર્ટની વર્ષગાંઠ અને 14 જૂન 2016 ના રોજ સંયુકત રાષ્ટ્રોની સામાન્ય સભામાં આપેલી દરખાસ્તને સંયુકત રાષ્ટ્રો દ્વારા માન્યતા આપી દર વર્ષે 29 જૂનના રોજ "આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ" ઉજવવામાં આવે છે.

ઉષ્ણકટિબંધીય વિસ્તારની જૈવ વિવિધતા, સાંસ્કૃતિક વિવિધતા અને તેના પડકાર સામે સ્થાયી અને પ્રગતીશીલ વિકાસ સાધવા તેમજ તેને પ્રોત્સાહન આપવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
🚩નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના🚩

‼️ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ-10000ની સહાય
‼️ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ-15000ની સહાય

‼️કુલ-250000ની સહાય આપવામાં આવશે
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
દેશમાં ઇ વોટીંગનો પ્રારંભ
જુનાગઢના ઉપરકોટ કિલ્લા પાસે લગભગ ૧૫મી સદીમાં બનેલી અડી કડી વાવ, એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવી છે. અહીંની શાંતિ અને અદ્ભુત કોતરણી ગુજરાતના ભવ્ય પ્રાચીન વારસાની ઝલક છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ (National Doctors Day)
ગુજરાતના વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયને રાજ્ય સરકારે 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું.
૪૧ વર્ષ બાદ અંતરિક્ષમાં ભારત...🇮🇳🚀

ઉત્તર પ્રદેશના લખનૌના નિવાસી ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ international Space Station(ISS) માટે પોતાની યાત્રાની શરૂઆત કરી છે.

તેઓ, અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા(1984) બાદ અંતરિક્ષમાં જનાર બીજા ભારતીય બન્યા છે.
• ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં સતત આગળ વધી રહ્યું છે આપણું ગુજરાત...!!

• રાજ્ય સરકારની માલિકીની કંપનીઓનું શેર બજારમાં મજબૂત પ્રદર્શન;

• 55.23%ના શાનદાર વધારા સાથે GMDC ટોચ પર...