સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Current Affairs🔥*

*🗞️Date:-03-04/07/2025🗞️*

ભારત,જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ કયું મિશન શરૂ કર્યું
*☑️ક્વાડ એટ સી શિપ ઓબ્ઝર્વર મિશન*

ઇન્ડિયા એનર્જી સ્ટેક ટાસ્ક ફોર્સના મુખ્ય સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️નંદન નિલેકણી*

RBI ના નવા એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરી
*☑️કેશવન રામચંદ્રન*

તાજેતરમાં ભારતીય રેલવેએ કઈ નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*☑️રેલવન*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના ઘાના પ્રવાસ પર સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' મળ્યું. આ નરેન્દ્રભાઈ મોદીનું કેટલામું સન્માન છે જેમને સૌથી વધુ દેશો તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે
*☑️24મું*

તાજેતરમાં WHO એ કયા દક્ષિણ અમેરિકન દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યું
*☑️સુરીનામ*

પ્રથમ વર્લ્ડ સુપર કબડ્ડી લીગ 2026 ક્યાં યોજાશે
*☑️દુબઇ*

NIPCCD એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ નામ બદલીને શું રાખ્યું
*☑️સાવિત્રીબાઈ ફૂલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ*

તાજેતરમાં પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ડીઓગો જોટાનું કાર અકસ્માતમાં નિધન થયું. તે કઈ રમત સાથે સંકળાયેલ હતા
*☑️ફૂટબોલ*

💥💥
*IAEA*

☑️તાજેતરમાં ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સહયોગ સમાપ્ત કર્યો છે. તેના વિશે જાણવા જેવું👇

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી એક સ્વતંત્ર વૈશ્વિક સંસ્થા છે.

તેની સ્થાપના 29 જુલાઈ, 1957ના રોજ થઈ હતી.

તેનો ઉદેશ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને તેના લશ્કરી ઉપયોગને રોકવાનો છે.

તેનું મુખ્ય મથક વિયેના (ઓસ્ટ્રીયા) માં છે.

તેમાં 180 દેશો છે.

આ એજન્સી વિશ્વભરના પરમાણુ પ્લાન્ટની સુરક્ષા તપાસ કરે છે. તે પરમાણુ શસ્ત્રોના ફેલાવાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

💥💥
Darshan bhai

7046244191

Junagadh koibhai call kare help jrur che..👍
*🔥Current Affairs🔥*

*🗞️Date:-05-06/07/2025🗞️*

5જુલાઈવિશ્વ સહકારિતા દિવસ

તાજેતરમાં કયા શહેરે સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ ભારતની પ્રથમ QR આધારિત ડિજિટલ એડ્રેસ સિસ્ટમ શરૂ કરી
*☑️ઇન્દોર*

તાજેતરના સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ઼ે (SAIL) કયા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય શરૂ કર્યું
*☑️UAE (દુબઇ)*

ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાશે
*☑️કાશ્મીર*

હોલીવુડ વોક ઓફ ફેમ સન્માન માટે પસંદ થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*☑️દીપિકા પદુકોણ*

પુડ્ડુચેરીમાં તબીબી પરિવારો દ્વારા ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો
*☑️કુંટુંબ દત્તક કાર્યક્રમ*

ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા પાઇલટ કોણ બન્યા
*☑️આસ્થા પુનિયા*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રિનિદાદ - ટોબાગોની મુલાકાત દરમિયાન કેટલામું આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન મળ્યું
*☑️25મું*

ગુજરાત સરકારે યોજનાઓથી વંચિત લોકોને ઓળખવા માટે કયું અભિયાન શરૂ કર્યું
*☑️જન સુરક્ષા સંતોષ અભિયાન*

SEBI ના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️સુનિલ જયવંત કદમ*

વીમેન ઇન્ટરનેશનલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારી પહેલી ભારતીય કોણ બની
*☑️સ્મૃતિ માંધાના*

દેશની સૌપ્રથમ સહકારિતા યુનિવર્સીટીનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો
*☑️આણંદ*

અંડર-19 યુથ વન ડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તાજેતરમાં કયા ભારતીય બેટ્સમેને બનાવ્યો
*☑️વૈભવ સૂર્યવંશી*

ટેસ્ટ ક્રિકેટમાં શૂન્યમાં આઉટ થનાર વિશ્વનો દસ હજારમો બેટ્સમેન કોણ બન્યો
*☑️ઇંગ્લેન્ડનો બ્રાયડન કાર્સ*

💥💥
*SCO (શાંઘાઈ સહકાર સંગઠન)*

☑️સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તાજેતરમાં SCO ની બેઠકમાં હાજરી આપી હતી તેના વિશે👇

સ્થાપના 15 જૂન, 2001ના રોજ ચીન (શાંઘાઈ)માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક બેઇજિંગમાં છે.

SCO ના 10 પૂર્ણ સભ્યો ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજીકીસ્તાન, ઉઝબેકીસ્તાન અને બેલારુસ છે.

આ સંગઠન મુખ્યત્વે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને રોકવા, વેપારને પ્રોત્સાહન આપવા, પ્રાદેશિક શાંતિ જાળવવા અને સાંસ્કૃતિક અને લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-07-08-09/07/2025🗞️*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશમાં 'કી ટુ ધ સીટી' દ્વારા સન્માન કરવામાં આવ્યું
*☑️આર્જેન્ટિના*

કયા મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવા પોર્ટલ શરૂ કરવામાં આવી
*☑️વિદેશ મંત્રાલય*

કયા રાજ્યમાં કપ્પટાગુડ્ડા વન્યજીવ અભ્યારણ્ય આવેલું છે
*☑️કર્ણાટક*

AI થી સશક્ત અધ્યતન વાહનવ્યવહાર પ્રબંધન વ્યવસ્થાથી સુસજ્જ ભારતનો એક્સપ્રેસ વે કયો છે
*☑️દ્વારકા એક્સપ્રેસ વે*

તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલી તાવી નદી એ કઈ મોટી નદીની મોટી શાખા છે
*☑️ચિનાબ*

બનાકાચેર્લા જળાશય પ્રોજેક્ટના પાણી અંગેના આંતરરાજ્ય વિવાદમાં કયા બે રાજ્યો સામેલ છે
*☑️તેલંગણા અને આંધ્રપ્રદેશ*

ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલીજન્સ પ્લેટફોર્મ -DPIP - એ કઈ સંસ્થાનું અભિયાન છે
*☑️રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*

કયા રાષ્ટ્રીય નેજા હેઠળ ટ્રેઈનીંગ ઓફ ટ્રેઈનર્સ - ToT - પંચાયતી રાજ્યનું અભિયાન કયા રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત યોજાયું
*☑️આઝાદી કા અમૃત મહોત્સવ*

દેશમાં પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં કયું રાજ્ય અગ્રેસર છે
*☑️કર્ણાટક*

કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્ર્ર સુરક્ષાની સેવામા જોડાવાની તક મળે છે
*☑️સુબેદાર રામજી સકપાલ યોજના*

તાજેતરમાં ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ જોગવાઈઓ ક્યારથી લાગુ થયેલ છે
*☑️10 એપ્રિલ, 2025*

ભારતના 23માં કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️દિનેશ મહેશ્વરી*

ગુજરાત સરકાર દ્વારા સ્પેસટેક પોલિસી કયા વર્ષ દરમિયાન જાહેર કરી
*☑️2025 થી 2030*

વિશ્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારત કેટલામો સૌથી સમાનતા ધરાવતો દેશ બન્યો
*☑️ચોથો*

ભારતની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંકનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️દિલ્હી*

વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતે કેટલા મેડલ જીત્યા
*☑️11 મેડલ*

તાજેતરમાં ભારતે ઇંગ્લેન્ડના કયા સ્થળે પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી
*☑️બેર્મિંગહામ*

દક્ષિણ અમેરિકન દેશ સુરીનામમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*☑️ડૉ. જેનિફર ગેર્લિંગ્સ*

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યા
*☑️સંજોગ ગુપ્તા*

બેંગ્લોર સીટી યુનિવર્સીટીને નવું કયું નામ આપવામાં આવશે
*☑️ડો.મનમોહન સિંહ સીટી યુનિવર્સીટી*
*☑️આ દેશની પહેલી યુનિવર્સીટી છે જેનું નામ ભૂતપૂર્વ પીએમના નામ પરથી રાખવામાં આવ્યું છે*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બ્રાઝીલનું આંતરરાષ્ટ્રીય સ્તરે 26મું કયું સન્માન મળ્યું
*☑️ગ્રાન્ડ કોલર ઓફ ધ સધન ક્રોસ*

રાશન ડેપો પર ચહેરાને સ્કેન કરી રાશન આપનાર પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️હિમાચલ પ્રદેશ*

પેરુના બારાંકા પ્રાંતમાં 3500 વર્ષ જૂનું પ્રાચીન શહેર મળ્યું. આ શહેરનું નામ શું છે
*☑️પેનિકો*

રિઝર્વ બેંકના ઇનોવેશન હબના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️સાહિલ કિન્ની*

તાજેતરમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકમાં કયા બે દેશો જોડાયા
*☑️કોલંબિયા અને ઉઝબેકિસ્તાન*
*☑️NDB ના સભ્ય દેશોની સંખ્યા 11 થઈ*

💥💥
*ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)*

☑️FATF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળ અને અન્ય ખતરનાક નાણાકીય પ્રવૃત્તિઓ સામે વૈશ્વિક ધોરણો નક્કી કરે છે.

☑️તેની સ્થાપના 1989 માં G7 દેશો દ્વારા કરવામાં આવી હતી. તેમાં 39 સભ્ય દેશો અને સંગઠનોણો સમાવેશ થાય છે. ભારત 2010 માં FATF નો સંપૂર્ણ સભ્ય બન્યો.

☑️FATF દેશો પર નજર રાખે છે અને જઈ તેઓ જરૂરી નિયમોનું પાલન ન કરે તો તેમને બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં મૂકી શકે છે.

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-10-11/07/2025🗞️*

શિશુઓ માટે બનાવેલી વિશ્વની પ્રથમ મેલેરિયા દવાને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. અ દવાનું નામ શું છે
*☑️કોર્ટેમ*

કયા રાજ્યની સરકારે નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામતની જાહેરાત કરી છે

*☑️બિહાર*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નામીબિયાના 26માં કયા સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિઅન્ટ વેલ્વિત્શિયા મિરાબિલિસ*

તાજેતરમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને સૌપ્રથમવાર ટી 20 મેચમાં હરાવી શ્રેણી જીતી
*☑️ઇંગ્લેન્ડ*

સાહિત્ય અને સામાજિક વિચારસરણીમાં યોગદાન બદલ ચિંતા રવિન્દ્રન પુરસ્કાર કોણે એનાયત કરવામાં આવ્યો
*☑️મરાઠી લેખક શરણકુમાર લીંબલેને*

કયા રાજ્યની સરકારે મચ્છરોનો સામનો કરવા માટે AI સ્માર્ટ મચ્છર દેખરેખ સિસ્ટમ શરૂ કરી
*☑️આંધ્રપ્રદેશ*

ભારતીય નૌકાદળમાં સમાવિષ્ટ પ્રથમ સ્વદેશી ડાઇવિંગ જહાજ કયું
*☑️INS નિસ્તાર*

કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી છે જે નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે
*☑️પંજાબ*

કયા રાજ્યની સરકારે સહેલી સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું જેમાં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો બસોમાં મફત મુસાફરી કરી શકશે
*☑️દિલ્હી*

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ 2023-2024 નો અહેવાલ બહાર પાડ્યો જેમાં ગુજરાત શિક્ષણની ગુણવત્તા મુદ્દે દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️ચોથા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-12-13/07/2025🗞️*

દેશની પ્રથમ સરકારી સૈનિક કન્યા શાળાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️રાજસ્થાનના બિકાનેરના જયમલસરમાં*

HUL (હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ) ના પ્રથમ મહિલા CEO અને MD કોણ બન્યા
*☑️પ્રિયા નાયર*

4 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે વિશ્વની પ્રથમ કંપની કઈ બની
*☑️AI ચિપ કંપની Nvidia*

આસામ સરકારે માનવ-હાથી સંઘર્ષને રોકવા માટે કઈ યોજના શરૂ કરી
*☑️ગજ મિત્ર*

મહારાષ્ટ્રમાં આવેલ કર્ણક રોડ ઓવર બ્રિજનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*☑️સિંદૂર બ્રિજ*

12 જુલાઈવર્લ્ડ હોપ ડે

તાજેતરમાં યુનેસ્કોએ મરાઠા કાળના કેટલા કિલ્લાઓને વિશ્વ ધરોહર જાહેર કર્યા
*☑️12 કિલ્લા*
*☑️મહારાષ્ટ્રના 11 અને તમિલનાડુમાં ગિંગી કિલ્લાનો સમાવેશ થાય છે*

ઉત્તરાખંડ સરકારે નકલી સંતોનો વેશ ધારણ કરીને લોકોને છેતરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ઓપરેશન શરૂ કર્યું તેનું નામ શું છે
*☑️ઓપરેશન કલાનેમી*

💥💥
*🗞️🔥Current Affairs🔥🗞️*

બેગોનિયા નિશિઓરમ નામના નવા સપુષ્પ છોડની તાજેતરમાં કયા રાજ્યમાં શોધ કરાઈ
*☑️અરુણાચલ પ્રદેશ*

કઈ સંસ્થાએ GolStats મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે
*☑️નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (NSO)*

તાજેતરમાં સમાચારમાં ચમકેલો શબ્દ માયોજિનેસિસ શું છે
*☑️સ્નાયુ તંતુનું નિર્માણ અને વિકાસ*

કઈ સંસ્થાના સહકારમાં FIFA ફૂટબોલ ફોર સ્કૂલ એટલે કે F ફોર S કાર્યક્રમ ચલાવે છે
*☑️UNESCO*

કયા મંત્રાલય દ્વારા સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સીટી સ્ટુડન્ટસ (CSSS) નો અમલ કરવામાં આવે છે
*☑️શિક્ષણ મંત્રાલય*

હાલમાં સમાચારમાં ચમકી ગયેલો નુવુએજિટક ગ્રીનસ્ટોન બેલ્ટ કયા દેશમાં આવેલો છે
*☑️કેનેડા*

29 જૂનરાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ

કયા રાજ્યમાં મકાઉ વાનરોની વસ્તી નિયંત્રણ કરવામાં આવશે
*☑️કેરળ*

16 જુલાઈAI એપ્રિસિએશન દિવસ

16 જુલાઈવિશ્વ સાપ દિવસ

તાજેતરમાં કયા દેશમાં મતદાનની લઘુતમ વય 18 વર્ષથી ઘટાડી 16 વર્ષ કરવામાં આવી
*☑️બ્રિટન*

20 જુલાઈઆંતરરાષ્ટ્રીય ચેસ દિવસ

હોંગકોંગમાં આવેલ વાવાઝોડું
*☑️વિફા*

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (ઇગ્નુ)ના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા
*☑️પ્રો. ઉમા કાંજીલાલ*

તાજેતરમાં કયા be દેશ વચ્ચે સરહદ મુદે યુદ્ધ શરૂ થયું
*☑️થાઈલેન્ડ અને કંબોડિયા*

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️77મા*

બાર્બી ડોલના ડિઝાઇનર્સ જેમનું હાલમાં અકસ્માતમાં નિધન થયું
*☑️મારિયો પાગ્લીનો અને જિયાની ગ્રોસી*

તાજેતરના કયા દેશમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
*☑️રશિયા*

કયા દેશમાં 16 વર્ષથી નીચેની વયના યુવાનો માટે યુટ્યુબ પર એકાઉન્ટ બનાવવા પ્રતિબંધ મુક્યો
*☑️ઓસ્ટ્રેલિયા*

જાણીતા અર્થશાસ્ત્રી, લેખક અને બ્રિટનની હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મૂળ ગુજરાતી જેમનું હાલમાં નિધન થયું
*☑️લોર્ડ મેઘનાદ દેસાઈ*

તાજેતરમાં ભારતે સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી નવી વ્યુહાત્મક મિસાઈલ કે જે 150-500 કિમીની રેન્જ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તેનું નામ શું છે
*☑️પ્રલય*

ધ ટર્બન 'ટોર્નાડો' તરીકે જાણીતા વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર જેમનું હાલમાં નિધન થયું
*☑️ફૌજા સિંહ*

તાજેતરમાં અમેરિકાએ ભારતને તેજસ ફાઇટરમાં સ્થાપિત કરવા માટે કયું એન્જીન સોંપ્યું
*☑️GE-404*

કયા રાજ્યની સરકારે દરેક ગામમાં આધુનિક રમતગમતના મેદાન બનાવવાની જાહેરાત કરી છે
*☑️પંજાબ*

બિશ્કેડ અંડર-20 રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને 157 પોઇન્ટ સાથે કેટલામુ સ્થાન મેળવ્યું
*☑️બીજું*
*☑️ઈરાન પ્રથમ*

દેશનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ સિગંડુર બ્રિજ કર્ણાટકના શિવમોગામાં ખુલ્યો. તેની લંબાઈ કેટલી છે
*☑️2.44 કિમી.*

કયા રાજ્યની સરકારે દેશનો પ્રથમ એકવા ટેક પાર્ક શરૂ કર્યો
*☑️આસામ (સોનાપુરમાં)*

GIFT સિટી કંપની લિમિટેડના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️સંજય કૌલ*

ભારતીય જીવન વીમા નિગમના નવા MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️દોરાઈસ્વામી*

કેન્દ્રએ MSMEs ને ઊર્જા બચત ટેક્નોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ કરી
*☑️અદિતિ યોજના*

ટ્રાઈબલ જીનોમ સિકવન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️ગુજરાત*
*☑️આનાથી આદિવાસી સમુદાયોમાં રોગોની ઓળખ થશે અને સારવાર વિકસાવવામાં આવશે*

16મા ભારત વેપાર મેળાનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*☑️જાપાન*

ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં 900 થી વધુ પોઇન્ટ મેળવનાર ક્રિકેટર કોણ બન્યો
*☑️વિરાટ કોહલી*

તાજેતરના આદ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*☑️વેસ્ટ ઇન્ડિઝ*

તાજેતરમાં કયા દેશે મતદાનની લઘુતમ ઉંમર 18 થી ઘટાડી 16 વર્ષ કરી
*☑️બ્રિટન*

પશુપાલન અને મરઘાં ઉછેરને કૃષિને દરજ્જો આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️મહારાષ્ટ્ર*

દિલ્હી સરકારે દરેક ઝોનમાં એક રસ્તો રીપેર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ સુધારવા અને અતિક્રમણ દૂર કરવા કઈ યોજનાને મંજૂરી આપી
*☑️એક રસ્તો, એક દિવસ*

કયા રાજ્યની સરકારે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી
*☑️બિહાર*

બીજા વિશ્વયુદ્ધ પછી કયા બે દેશોએ પહેલીવાર દ્વિપક્ષીય સંધિ પર હસ્તાક્ષર કર્યા
*☑️બ્રિટન અને જર્મની*

બીજો મહિલા કબડ્ડી વર્લ્ડ કપ ક્યાં યોજાશે
*☑️હૈદરાબાદ*

ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝીને 2025 માટે વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે કઈ બેંકને જાહેર કરી

*☑️SBI*

66મા આંતરરાષ્ટ્રીય ગણિત ઓલીમ્પિયાડમાં ભારતે કેટલામુ સ્થાન મેળવ્યું
*☑️7મું*
*☑️ભારતે કુલ 6 મેડલ જીત્યા*

AI મિશન 2027 કયા રાજ્ય એ શરૂ કર્યું
*☑️ગોવા*

તાજેતરમાં WHOએ કયા દેશને ટ્રેકોમા મુક્ત દેશ જાહેર કર્યો
*☑️સેનેગલ*
*☑️વિશ્વનો 25 મો દેશ અને આફ્રિકાનો 9મો દેશ બન્યો*
કઈ સંસ્થાએ BHARAT એટલે કે, બાયોમાર્કર્સ ઓફ હેલ્થી એજીંગ, રેજીલિયન્સ, એડવર્સીટી એન્ડ ટ્રાન્ઝીસન્સનો આરંભ કર્યો
*☑️ભારતીય વિજ્ઞાન સંસ્થાન- IISc બેંગલુરું*

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ તાજેતરમાં કઈ રેડિયો સેવા થકી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
*☑️એમેચ્યોર રેડિયો (હેમ રેડિયો*

સાર્કોમા કેન્સર સામે જાગૃકતા કેળવવા કયા મહિનાની પસંદગી કરાઈ છે
*☑️જુલાઈ*

ગિરમિટિયા શબ્દ કયા જૂથના લોકોને લાગુ પડે છે
*☑️બ્રિટિશ વસાહતોમાં મોકલાયેલા ભારતીય શ્રમિકોને*

અપાચે-AH-64E જેવા આક્રમક હેલિકોપ્ટર કયા દેશે બનાવ્યા છે
*☑️અમેરિકા*

💥💥
*DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય*

આ સંસ્થા હવાઈ મુસાફરી પર નજર રાખે છે. તેની સ્થાપના 1978 માં કરવામાં આવી હતી.

DGCA ખાતરી કરે છે કે વિમાન ઉડવા માટે સલામત છે, એરલાઇન્સ નિયમોનું પાલન કરે છે, પાઇલટ્સને લાઇસન્સ આપવાની પ્રક્રિયા યોગ્ય છે.
*APEC (એશિયા-પેસિફિક ઇકોનોમિક ઓપરેશન)*

☑️APEC એક પ્રાદેશિક આર્થિક મંચ છે.

☑️APEC ની સ્થાપના 1989 માં ઓસ્ટ્રેલિયાની પહેલ પર થઈ હતી.

☑️તેનો ઉદેશ્ય એશિયા-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

☑️તેમાં અમેરિકા, ચીન, જાપાન,રશિયા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા સહિત કુલ 21 દેશોનો સમાવેશ થાય છે.

☑️APEC નું સચિવાલય સિંગાપોરમાં સ્થિત છે.

☑️ભારત APEC નું સભ્ય નથી.

💥💥
*🗞️🔥Current Affairs🔥🗞️*

દેશનું પહેલું એવુ કયું રાજ્ય બન્યું જ્યાં બધા મતદાન મથકો પર 1200 થી ઓછા મતદારો હશે
*☑️બિહાર*

કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જેઓ 2006 થી 2011 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા જેમનું હાલમાં નિધન થયું
*☑️વી.એસ. અચ્યુતાનંદન*

અટલ ઇનોવેશન મિશન (AIM) ના મિશન ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*☑️દિપક બાગલા*

સરકારે કૌશલ્ય અને રોજગાર સેવાઓ માટે AI સંચાલિત ચેટબોટ શરૂ કર્યો. તેનું નામ શું છે
*☑️સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ*

ઓડિશા સરકારે કોલેજો અને યુનિવર્સીટીઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો
*☑️શક્તિશ્રી*

તાજેતરમાં ભારતીય વાયુસેનાએ 62 વર્ષ સેવા આપનાર કયા ફાઇટર એરક્રાફ્ટને સેવા નિવૃત્ત કર્યું
*☑️MIG-21*
*☑️તેને 1963 માં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું*

ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે
*☑️હરિયાણાના પાણીપતમાં*

DRDO એ આંધ્રપ્રદેશના કુર્નુલમાં UAV લોન્ચ કરાયેલ પ્રિસીઝન ગાઈડેડ મિસાઈલ V-3 નું પરીક્ષણ કર્યું. આ મિસાઈલ ____ પર ચોકસાઈથી પ્રહાર કરી શકે છે
*☑️હવાથી સપાટી*

ફ્રાન્સે કયા દેશને સ્વતંત્ર રાષ્ટ્ર્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે
*☑️પેલેસ્ટાઇન*

નરેન્દ્રભાઈ મોદી ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. તેમણે ઇન્દિરા ગાંધીનો કેટલા દિવસનો રેકોર્ડ તોડ્યો
*☑️4077 દિવસ*
*☑️પંડિત નહેરુ સૌથી લાંબા સમય સુધી 6126 દિવસ સુધી પીએમ રહ્યા*

WWE ના દિગ્ગજ જેમનું હાલમાં નિધન થયું
*☑️હલ્ક હોગન*

ભારતના વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અજય સેઠ*

હવામાન સુધારની દિશામાં કામગીરી તેમજ ઔદ્યોગિક અને રોજગાર ક્ષેત્રે સ્પર્ધાત્મકતાને ઉત્તજન આપવા કયા મંત્રાલયે ADEETIE યોજનાને અમલમાં મૂકી છે
*☑️ઊર્જા મંત્રાલય*

તાજેતરમાં સમાચારોમાં છવાયેલી બરાક ખીણ કયા રાજ્યમાં આવેલી છે
*☑️આસામ*

કયા દેશ દ્વારા પેટ્રીઅટ હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે
*☑️અમેરિકા*

કયા દેશે વર્ષ 2025માં તલિસ્માન સબ્ર કવાયત હાથ ધરી હતી
*☑️ઓસ્ટ્રેલિયા*

નામશેષ થવાના આરે આવેલી કારાકાલ નામની જંગલી બિલાડી તાજેતરમાં મધ્યપ્રદેશના કયા જંગલ અભ્યારણ્યમાં જોવા મળી હતી
*☑️ગાંધી સાગર અભ્યારણ્ય*

રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય દાવા વિનિમય NHCX ની રચના કયા હેતુથી કરવામાં આવી છે
*☑️આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન*

ભારતીય વાયુસેનાએ અરુણાચલ પ્રદેશમાં કઈ લશ્કરી કવાયત હાથ ધરી
*☑️ડ્રોન પ્રહાર*

જર્મનીના રાઇન-રુહરમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીતી 20મું સ્થાન મેળવ્યું
*☑️12 મેડલ (2 ગોલ્ડ, 5 સિલ્વર, 5 બ્રોન્ઝ)*

970 કિલો વજનનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બૉમ્બ 'ગાઝાપ' કયા દેશે લોન્ચ કર્યો
*☑️તુર્કી*

વિશ્વમાં વાઘનો ત્રીજો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો બન્યો
*☑️આસામમાં આવેલું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન*

💥💥
*🔥Current Affairs🔥*

NASA અને ISRO દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલ સૌથી શક્તિશાળી ઉપગ્રહ NISAR. તેનું કાર્ય શું છે
*☑️પૃથ્વી નિરીક્ષણ*

તાજેતરના DRDO એ ઓડિશાના ડૉ. એ.પી. જે અબ્દુલ કલામ ટાપુ પરથી કઈ મિસાઈલના બે સફળ પરીક્ષણ કર્યા
*☑️પ્રલય*

પ્રધાનમંત્રી મોદીએ પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન માટે કયા મિશનની જાહેરાત કરી
*☑️જ્ઞાન ભારતમ મિશન*

ભારતીય કોસ્ટ ગાર્ડનું ફાસ્ટ પેટ્રોલ વેસલ જે તાજેતરમાં ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું
*☑️અટલ*

તાજેતરમાં ભગવાન બુદ્ધના પિપ્રાહવા અવશેષો 127 વર્ષ પછી ભારત કયા દેશમાંથી પાછા લાવવામાં આવ્યા
*☑️બ્રિટન*
*☑️1898 માં બ્રિટિશ અધિકારી વિલિયમ પેપ્પે શોધી કાઢ્યા હતા અને બ્રિટન લઈ ગયા હતા*

પ્રથમ AI આધારિત આંગણવાડી કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું
*☑️નાગપુર*

તાજેતરમાં ભારતીય સેનાએ સિક્કિમમાં કઈ કવાયત હાથ ધરી
*☑️દિવ્ય દ્રષ્ટિ*

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️ISRO ના વૈજ્ઞાનિક એ. રાજરાજન*

મહારાષ્ટ્ર સરકારે 7 ઓગસ્ટના રોજ ભારત રત્ન ડૉ. એમ. એસ. સ્વામીનાથનની જન્મજયંતિને કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
*☑️ટકાઉ કૃષિ દિવસ*

દિલ્હી પોલીસ કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*☑️શશી ભૂષણ કુમાર સિંહ*

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
*☑️શ્રેષ્ઠ અભિનેતા શાહરુખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી (12th fail)*
*☑️શ્રેષ્ઠ અભિનેત્રીરાની મુખર્જી (શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે)*
*☑️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ કથલ*

નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ( તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️ડૉ. મયંક શર્મા*

ભારતીય નૌકાદળના 47મા વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*☑️સંજય વાત્સાયને*

કયા મંત્રાલય દ્વારા પોષણ ટ્રેકર એપ લોન્ચ કરવામાં આવ્યું
*☑️મહિલા અને બાળ વિકાસ મંત્રાલય*

તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલો પ્રોટોસ્ટાર શું છે
*☑️વિકાસના આરંભિક તબક્કાનો તારો*

કયા મંત્રાલયે વેપારી સેતુ સાધવા ઈ-પ્લેટફોર્મનું અભિયાન આરંભ્યું
*☑️વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય*

2025ની ચોથી BIMSTEC ડિઝાસ્ટર મેનેજમેન્ટ કવાયતનું વર્ચુઅલ યજમાનપદ કયા દેશે સ્વીકાર્યું
*☑️ભારત*

☑️તાજેતરમાં સમાચારોમાં છવાયેલો માઉન્ટ કિલીમાંજરો કયા દેશમાં આવેલો છે
*☑️તાન્ઝાનિયા*

તાજેતરમાં સમાચારોમાં છવાયેલું શહેર મછલીપટ્ટનમ કયા રાજ્યમાં છે
*☑️આંધ્ર પ્રદેશ*

ભારતની સૌથી મોટી એક્ટિવ વ્હીલચેર YD One કઈ સંસ્થાએ શરૂ કરી છે
*☑️IIT મદ્રાસ*

💥💥
*🗞️🔥Current Affairs🔥🗞️*

ભારત કયા દેશ પાસેથી એરબસ C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદશે
*☑️સ્પેન*

ભારતીય રિઝર્વ બેંકે કઈ બે બેંકના મર્જરને મંજૂરી આપી છે
*☑️સારસ્વત બેંક અને ન્યુ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક*

ભારત માછલી ઉત્પાદનમાં વિશ્વમાં કયા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક બન્યું
*☑️બીજા (ચીન પ્રથમ ક્રમે)*

સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલા પ્રથમ ચેસ એસ્પોર્ટસ વર્લ્ડ કપ 2025 નું ટાઇટલ કોણે જીત્યું
*☑️મેગ્નસ કાર્લસન*

તાજેતરમાં રશિયાના કામચટકા દ્વિપકલ્પમાં કયો જવાળામુખી 600 વર્ષ પછી ફાટ્યો
*☑️ક્રેશેનિનિકોવ*

AIFF અને FIFA એ દેશની પ્રથમ ગર્લ્સ FIFA ટેલેન્ટ એકેડેમી ક્યાં શરૂ કરી
*☑️તેલંગણાના હૈદરાબાદમાં*

ભારત વિશ્વમાં કેટલામાં નંબરનું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું
*☑️પાંચમું*

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે
*☑️કઝાકિસ્તાન*

પીએમ મોદીની કઈ પહેલે ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
*☑️પરીક્ષા પે ચર્ચા*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વ્યુહાત્મક ભાગીદારી માટે 9 કરારો પર હસ્તાક્ષર કર્યા
*☑️ફિલિપાઈન્સ*

ગૃહમંત્રી અમિત શાહ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ગૃહમંત્રી બન્યા. તેમના પછી સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહેનારા ગૃહમંત્રી કોણ છે
*☑️લાલકૃષ્ણ અડવાણી*

2026માં યોજાનાર 38મા બોગોટા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મહેમાન કયો દેશ બનશે
*☑️ભારત*

ભારતીય રેલ્વેએ એશિયાની સૌથી લાંબી માલગાડીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જે 4.5 કિમી લાંબી અને 345 વેગન ધરાવે છે. તેનું નામ શું છે
*☑️રુદ્રાક્ષ*

કયા દેશે બ્લુબર્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ વિકસાવ્યો છે
*☑️અમેરિકા*

જેની હેઠળ તેલંગણા સરકારે તાજેતરમાં જ 7600થી વધુ બાળકોને બચાવી લીધા એ રાષ્ટ્ર્રવ્યાપી અભિયાનનું નામ શું છે
*☑️ઓપરેશન મુસ્કાન-XI*

તાજેતરમાં 43મા રાષ્ટ્રીય લોકમાન્ય તિલક એવોર્ડ-2025 થી કોનું સન્માન કરવામાં આવ્યું
*☑️નીતિન ગડકરી*

નીલગીરી જૂથના પ્રોજેક્ટ 17-A હેઠળ ભારતીય નૌસેનાને તાજેતરમાં સોંપાયેલા ત્રીજા જહાજનું નામ શું છે
*☑️હિમગીરી*

કયા રાજ્યે પોતાના કર્મચારીઓ માટે દેશભરમાં સૌપ્રથમવાર પોતીકી રજાની નીતિ જાહેર કરી છે
*☑️સિક્કિમ*

ભારતીય રેલ્વએ તહેવારો અને સિઝન દરમિયાન મુસાફરો માટે કઈ યોજના શરૂ કરી જે અનુસાર રિટર્ન ટિકિટ બેઝ ફેરમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
*☑️રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના*

તાજેતરમાં WHO એ કયા દેશને ઊંઘની બીમારીથી મુક્ત (ટ્રાયપેનોસોમિયાસિસ) જાહેર કર્યો
*☑️કેન્યા*

કયા રાજ્યની સરકારે 'દિશા અભિયાન' હેઠળ માનસિક રીતે વિકલાંગ બાળકો માટે સમાન શિક્ષણનો કાર્યક્રમ અમલમાં મુક્યો
*☑️મહારાષ્ટ્ર*

તાજેતરમાં કયા રાજ્યમાં 'અમ્મા સન્માન દિવસ' પર 'નારી અદાલત'ની સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી
*☑️સિક્કિમ*

એક્સિસ બેંકે ઓનલાઇન છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે કઈ પહેલ શરૂ કરી
*☑️લોક એફડી*

તાજેતરના લોકસભાએ ભારતીય બંદરો બિલ 2025 પસાર કર્યું, જે કયા વર્ષના જુના કાયદાને બદલશે
*☑️1908*

તાજેતરમાં આરોગ્ય મંત્રાલયે કયો સૂચકાંક શરૂ કર્યો જે રાજ્યોની દવા પ્રણાલીના ડેટાનું મૂલ્યાંકન કરીને દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરશે
*☑️રાજ્ય આરોગ્ય નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક*

💥💥
*સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન(SIR)*

☑️SIR એ ચૂંટણી પંચનું એક ખાસ અભિયાન છે, જેમાં મૃતકોના નામ કાઢીને, સરનામાં બદલનારાઓના રેકોર્ડ સુધારીને અને 18+ નવા મતદારોના નામ ઉમેરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવે છે.

☑️તાજેતરમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા a અભિયાન શરૂ થયું હતું. જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

☑️સુપ્રીમ કોર્ટ કમિશનને આધાર, મતદાર ID અને રેશનકાર્ડ જેવા દસ્તાવેજો સાથે મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા પર વિચાર કરવા કહ્યું હતું. મતદાર યાદી SIR સાથે અપડેટ કરવામાં આવે છે.

💥💥
*બિમ્સટેક*

☑️બિમ્સટેક બંગાળની ખાળી સાથે જોડાયેલા દેશોનું સંગઠન છે જે ટેકનિકલ અને આર્થિક સહયોગ વધારે છે.

☑️8 દેશો આ આંતરરાષ્ટ્રીય સંગઠનનો ભાગ છે.

☑️તાજેતરમાં નવી દિલ્હી ભારત મંડપમ ખાતે બિમ્સટેકનો પ્રથમ પરંપરાગત સંગીત ઉત્સવ ' સપ્તસુર : સેવન નેશન્સ, વન મેલોડી' શરૂ થયો.

☑️તેનું સચિવાલય ઢાકા (બાંગ્લાદેશ)માં છે અને સભ્ય દેશોના નામોના મુળાક્ષરોના ક્રમ અનુસાર નેતૃત્વ બદલાય છે. બિમ્સટેકને સાર્કનો અસરકારક વિકલ્પ પણ માનવામાં આવે છે.

💥💥
*OPEC+*

☑️OPEC+ (પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશોનું સંગઠન) એ મુખ્ય તેલ ઉત્પાદક દેશોનો સમૂહ છે, જેની સ્થાપના 2016માં થઈ હતી.

☑️સપ્ટેમ્બર 1960ની શરૂઆતમાં, OPEC ની શરૂઆત બગદાદમાં ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા દ્વારા કરવામાં આવી હતી.

☑️આજે OPEC માં 13 દેશો છે જ્યારે OPEC+ માં 10 વધુ દેશોનો સમાવેશ થાય છે.

☑️આનાથી બિન OPEC દેશોને વૈશ્વિક તેલ નીતિમાં ભાગ લેવાની પણ મંજૂરી મળે છે. આ જોડાણ વિશ્વના ક્રૂડ ઓઇલ ઉત્પાદનના 41% ને નિયંત્રિત કરે છે.

☑️તાજેતરમાં OPEC+ ના 8 દેશોએ સપ્ટેમ્બરથી દરરોજ 5,47,000 બેરેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.

💥💥
*સુઓ મોટો કોગ્નિઝન્સ*

☑️સુઓ મોટો એક લેટિન શબ્દ છે, જેનો અર્થ 'પોતાની રીતે પગલાં લેવા' થાય છે.

☑️ભારતીય કાયદામાં આ હેઠળ, કોર્ટ જાહેર હિત, મૂળભૂત અધિકારો અને સુરક્ષાના મામલામાં અરજી વિના પોતાની રીતે કેસ શરૂ કરી શકે છે.

☑️કલમ 32 સુપ્રીમ કોર્ટને અને કલમ 266 હાઇકોર્ટને આ અધિકાર આપે છે.

☑️તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCR માં રખડતા કૂતરાઓ દ્વારા બાળકો પર થયેલા હુમલાઓ પર સ્વતઃ સંજ્ઞાન કાર્યવાહી કરી હતી.આવું ત્યારે થાય છે જ્યારે કોઈ ગંભીર જાહેર સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, અસરગ્રસ્ત લોકો કોર્ટ સુધી પહોંચી શકતા નથી અથવા અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવે છે.

💥💥