સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
તાજેતરમાં સંપૂર્ણ સાક્ષર બનનારુ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️મિઝોરમ*
*☑️PFLS સર્વેક્ષણ અનુસાર મિઝોરમનો કુલ સાક્ષરતા દર 98.20% છે*

માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પ્રથમ CISF ના મહિલા અધિકારી કોણ બન્યા
*☑️ગીતા સમોટા*

અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સૌર ઊર્જા સંચાલિત સિંચાઈ સુવિધા આપવા માટે તેલગણામાં કઈ યોજના શરૂ કરવામાં આવી
*☑️ઇન્દિરા સૌરા ગિરિ જલા વિકાસમ યોજના*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના અંતર્ગત 18 રાજ્યોમાં આવેલા 103 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવ્યુ
*☑️અમૃત ભારત સ્ટેશન યોજના*

તાજેતરમાં નૌસેનાએ નવું ઇન્ડિયન નેવલ સેઈલિંગ વેસલ સામેલ કર્યું. તેનું નામ શું છે
*☑️કૌંડિન્ય*

ચીન અને રશિયા કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર આપમેળે કામ કરતું પરમાણુ ઊર્જા સ્ટેશન તૈયાર કરશે
*☑️2035*

તાજેતરમાં ખેલાડી પેપે રીનાએ નિવૃત્તિ જાહેરાત કરી. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️ફૂટબોલ*

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના લેપરડા જિલ્લામાં તિતલીની કઈ નવી જાત મળી આવી છે
*☑️યુથાલિયા મલક્કા*

બ્રિટન 210 વર્ષ પછી કઈ બે આફ્રિકન કોલોની મોરેશિયસ પાછી આપશે
*☑️ચાગોસ દ્વિપ અને ડીએગો ગાર્સિયા*

કઈ યોજના અંતર્ગત હૈદરાબાદ અને બેન્ગલુરુંને 11 હજાર ઇલેક્ટ્રિક બસો અપાશે
*☑️પીએમ ઈ-ડ્રાઈવ યોજના*

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પર્યાવરણ દિવસ પર એક રાષ્ટ્ર્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો. તેનું નામ શું છે
*☑️એક રાષ્ટ્ર્ર, એક મિશન : પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરીએ*

રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓને AI, સાઇબર સુરક્ષા અને ડિજિટલ સલામતીમાં સશક્ત બનાવવા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો
*☑️યશોદા AI*

સૌથી સટિક હવામાનની આગાહી કરતી સિસ્ટમ કોણે લોન્ચ કરી
*☑️IITM પુણે*

ઓસ્ટ્રેલિયાની ટેક સ્ટાર્ટઅપ કોર્ટિકલ લેબ્સે માનવ મગજથી ચાલતું પ્રથમ કમ્પ્યુટર તૈયાર કર્યું છે. તેનું નામ શું છે
*☑️સીએલ 1*

એટીપી સિંગલ્સ ટાઇટલ ટેનિસ કોણે જીત્યું
*☑️સર્બીયન ખેલાડી નોવાક જોકોવિક*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોચાડનારને 25 હજાર ઇનામ આપતી કઈ યોજના લાગુ કરી
*☑️રાહવીર યોજના*

તાજેતરમાં રેલ નેટવર્કનું 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન ધરાવતું રાજ્ય કયું બન્યું
*☑️ગુજરાત*

આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવનું આયોજન ક્યાં થશે
*☑️લદાખ*

ભારતીય સૈન્યએ તેનું પહેલું એફએમ રેડિયો સ્ટેશન પંચશૂલ પલ્સ 88.4 ક્યાં શરૂ કર્યું
*☑️ઉત્તરાખંડના પીથોરાગઢમાં*

પહેલો હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ - 2025 નું આયોજન ક્યાં થશે
*☑️ચેન્નાઇ*

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો ખિતાબ કયા રાજ્યએ જીત્યો
*☑️મણિપુર*
*☑️મહારાષ્ટએ સિલ્વર મેડલ જીત્યો*

ક્રિકેટર અનિલ કુંબલે કયા રાજ્યના વન વિભાગના એમ્બેસેડર બન્યા
*☑️કર્ણાટક*

DRDO ના અધ્યક્ષ તરીકે કોનો એક વર્ષ કાર્યકાળ લંબાવવામાં આવ્યો
*☑️ડો. સમીર વી. કામત*

પોસ્ટ વિભાગે સરનામાંની ચોકસાઈ વધારવા માટે કયા બે પ્લેટફોર્મ લોન્ચ કર્યા
*☑️'નો યોર ડિજિપિન' અને 'નો યોર પિન કોડ'*

સરકાર પાઇલટ્સને તાલીમ આપવા માટે સ્વદેશી ઇલેક્ટ્રિક વિમાન બનાવવા જઈ રહી છે. આ અંતર્ગત CSIR- NAL એ કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે
*☑️e-Hansa*

શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેક્નોલોજી યુનિવર્સીટીએ ભારતનું પ્રથમ જનીન સંપાદિત કયું પ્રાણી બનાવ્યું છે
*☑️ઘેટું*

એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે
*☑️અમદાવાદ*

ભારત અને મોંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત મોંગોલિયાના ઉલાનબાતરમાં યોજાશે. આ સંયુક્ત કવાયતનું નામ શું છે
*☑️નોમેડીક એલીફન્ટ*

તાજેતરમાં માનવ ચેતના અને પર્યાવરણમાં સંરક્ષણમાં તેમના યોગદાન બદલ 'ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર' એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*☑️આધ્યાત્મિક ગુરૂ સદગુરુ*

સાત ખંડોના સૌથી ઊંચા પર્વતો પર ચઢાણ કરનાર સૌથી યુવા પર્વતારોહક કોણ બન્યા
*☑️હૈદરાબાદના 16 વર્ષીય વિશ્વનાથ કાર્તિકેય*

તાજેતરમાં ભારતના કયા ત્રણ સંરક્ષણ ઉપક્રમોને મિનરત્નનો શ્રેણી-1 નો દરજ્જો આપવામાં આવ્યો છે
*☑️MIL, AVNL અને IOL*

સ્માર્ટ નાગરિક કેન્દ્રિત શહેરો બનાવવા માટે ઓડિશાએ કઈ પહેલ શરૂ કરી
*☑️અંકુર*

પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસ યોજના - PMFME નો અમલ કરવામાં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું
*☑️બિહાર*

કઈ સંસ્થાએ વૈશ્વિક મિથેન ટ્રેકર - 2025 કાર્યરત કરાયું છે
*☑️ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી - IEA*

તાજેતરમાં 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ક્યાં આયોજિત કરાયો
*☑️નેપાળ*

સ્વયંસંચાલિત હવાઈ પ્રણાલી - UAS સોનગર ડ્રોન કયા દેશે વિકસાવ્યા છે
*☑️ટર્કી*

રશિયાના મોસ્કોમાં 80મા વિજયી દિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું
*☑️સંજય શેઠ*

ગ્લોબલ ટેક્નોલોજી સમિટ - GTS - 2025નું આયોજન ક્યાં થયું હતું
*☑️નવી દિલ્હી*
મિનરલ સેક્ટરમાં આત્મનિર્ભરતા વધારવા માટે વર્ષ 2025માં ભારત સરકાર દ્વારા શરુ કરાયેલા મિશનનું નામ શું છે
*☑️નેશનલ ક્રિ્ટિકલ મિનરલ મિશન*

કયું રાજ્ય વન નાબુદી અટકાવવા માટે રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે
*☑️મધ્યપ્રદેશ*

તાજેતરમાં સરકારે પુનર્ગઠિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે
*☑️આલોક જોશી*

'હરિત હાઇડ્રોજન પ્રમાણન યોજના' કોના દ્વારા શરૂ કરવામાં આવી છે
*☑️નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી દ્વારા*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કેટલી પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપ્યા છે
*☑️71*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-1-2/06/2025🗞️*

દેશના જાણીતા પર્યાવરણવિદ અને 'ટાઇગર મેન'ના નામે જાણીતા જેમનું હાલમાં નિધન થયું
*☑️વાલ્મિક થાપર*

સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*☑️24 મેડલ (8 ગોલ્ડ, 10 સિલ્વર, 6 બ્રોન્ઝ)*
*☑️મેડલ ટેલીમાં બીજા સ્થાને*
*☑️ચીન 32 મેડલ સાથે પ્રથમ ક્રમે (19 ગોલ્ડ, 9 સિલ્વર, 4 બ્રોન્ઝ)*

ભારતમાં હૈદરાબાદમાં આયોજિત 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં મિસ વર્લ્ડ કોણ બની
*☑️થાઈલેન્ડની સુચાતા ચુઆંગ્સરી*
*☑️ભારતનું પ્રતિનિધિત્વ નંદિની ગુપ્તાએ કર્યું હતું (8માં ક્રમે રહી)*

ઈસરોનું ગગનયાન મિશન જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર માઈક્રોગ્રેવીટી પર સંશોધન કરશે
*☑️એક્સિઓમ-4 મિશન*
*☑️આ મિશનના પાયલોટ શુભાંશુ શુક્લા છે*

95%ના રાષ્ટ્રીય સાક્ષરતા માપદંડને પાર કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું
*☑️ગોવા*

ગર્ભપાતની દવા શોધનાર પ્રખ્યાત ફ્રેન્ચ વૈજ્ઞાનિક જેમનું હાલમાં નિધન થયું
*☑️એટીન-મિલ-બોલિયો*

તાજેતરમાં કયા રાજ્યએ ધૂમ્રપાન રહિત નશીલા પદાર્થ પર પ્રતિબંધ મુક્યો
*☑️કર્ણાટક*

ચામડી અને આંખને લગતા ઓન્કોકેર્સીઆસીસ નામની બીમારીનું નિર્મૂલન કરવામાં સૌપ્રથમ કયા આફ્રિકન દેશને સફળતા મળી છે
*☑️નાઇગર*

9મી એશિયન વિન્ટર ગેમ્સનો યજમાન દેશ કયો બન્યો છે
*☑️ચીન*

ઝાંખા તપખિરીયા ચાઠા ધરાવતી બિલાડી હાલમાં કયા રાજ્યમાં જોવા મળી હતી
*☑️પશ્ચિમ બંગાળ*

ભારતીય ભાષા પુસ્તક યોજનાનો પ્રાથમિક લક્ષ્યાંક શો છે
*☑️ભારતમાં ડિજિટલ પાઠ્યપુસ્તકો પૂરા પાડવા*

હાલમાં સમાચારોમાં છવાયેલું ડિપોર બિલ લેક કયા રાજ્યમાં આવેલું છે
*☑️આસામ*

તાજેતરમાં સમાચારમાં છવાયેલા હનિપાવાયરસનો કુદરતી યજમાન કયો છે
*☑️ફળાહારી ચામાચીડિયા*

💥💥
*જૂન મહિનાના દિન વિશેષ*

▪️1 જૂન વૈશ્વિક અભિભાવક દિવસ

▪️3 જૂન વિશ્વ સાઇકલ દિવસ

▪️5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

▪️14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ

▪️21 જૂન યોગ દિવસ, સંગીત દિવસ

▪️27 જૂન MSME ડે

▪️29 જૂન રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ


💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-03/06/2025🗞️*

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે દેશનું સૌપ્રથમ મલ્ટીલિંગ્યુઅલ એઆઈનું લાર્જ લેગ્વેજ મોડલ લોન્ચ કર્યું. આ મોડલનું નામ શું છે
*☑️ભારત જેન*
*☑️22 ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ, સ્પીચ અને ઇમેજ મોડાલીટી*

અંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️લેફ્ટનન્ટ જનરલ દિનેશ સિંહ*

ભારતનો પ્રથમ AI કેન્દ્રિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં બનાવવામાં આવશે
*☑️છત્તીસગઢ*

સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોને જીતી
*☑️ભારતીય અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકી*

તાજેતરમાં ક્રિકેટર ગ્લેન મેક્સવેલે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*☑️ઓસ્ટ્રેલિયા*

તાજેતરમાં ક્રિકેટર હેનરી ક્લાસેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*☑️દક્ષિણ આફ્રિકા*

રશિયા ભારતને કયું ફાઇટર જેટ આપવા ઓફર કરી
*☑️Su-57E*

પેરાગ્વેના રાષ્ટ્રપતિ જે હાલ ભારત પ્રવાસે આવેલા છે
*☑️સેન્ટિયાગો પેના પલાસિઓસ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-4-5/06/2025🗞️*

IPL-2025ની 18મી સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરું*
*☑️IPL ની આઠમી ચેમ્પિયન ટીમ બની*
*☑️પંજાબ કિંગ્સ ટીમને હરાવ્યું*
*☑️અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાઈ*
*☑️બેંગલુરું ટીમનો કેપ્ટન રજત પાટીદાર અને પંજાબ ટીમનો કેપ્ટન શ્રેયસ ઐયર*

તાજેતરમાં કયા મુસ્લિમ દેશે બકરી ઈદે કુરબાની આપવા પર પ્રતિબંધ લગાવ્યો
*☑️મોરોક્કો*

પોલેન્ડમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કોણે જીતી
*☑️કેરોલ નોરોકી*

તાજેતરમાં પ્રદીપ નરવાલે નિવૃત્તિની જાહેરાત કરી. તે કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️કબડ્ડી*

યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ભૂતપૂર્વ જર્મન વિદેશ પ્રધાન અન્નાલેના બેરબોક*

વસ્તી ગણતરી ત્રણ વર્ષમાં બે તબક્કામાં ક્યારથી કરવામાં આવશે
*☑️પહાડી વિસ્તારમાં 1 ઓક્ટોબર, 2026થી*
*☑️દેશમાં 1 માર્ચ, 2027થી*

જાપાનને પાછળ છોડીને સૌથી મોટો ધિરાણકર્તા દેશ કયો બન્યો
*☑️જર્મની*

તેલંગણા સરકારે કવલ ટાઇગર રિઝર્વ વચ્ચેના વિસ્તારને કયા વિસ્તાર તરીકે જાહેર કર્યો
*☑️કુમરામ ભીમ સંરક્ષણ રિઝર્વ*

કયા રાજ્યની સરકારે પોલીસ અને પ્રાંતીય સશસ્ત્ર દળની ભરતીમાં અગ્નિવીરો માટે 20% અનામતને મંજૂરી આપી
*☑️ઉત્તરપ્રદેશ*

બાંગ્લાદેશે તે દેશના સંસ્થાપક અને પૂર્વ વડાપ્રધાન શેખ હશીનાના પિતા જેમને અપાયેલું રાષ્ટ્રપિતાનું બિરુદ સમાપ્ત કરી દીધું
*☑️બંગબંધુ શેખ મુજીબુર્ર રહમાન*

5 જૂન, 2025 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની થીમ શું છે
*☑️પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-06/06/2025🗞️*

ભારત સંયુક્ત રાષ્ટ્ર્રની આર્થિક અને સામાજિક પરિષદના 2026-28 કાર્યકાળ માટે ચૂંટાયું છે. A પરિષદ કયા મુદ્દાઓ પર કામ કરે છે
*☑️વિકાસ, ગરીબી નિવારણ, શિક્ષણ અને આર્થિક મુદ્દાઓ*

રામસર યાદીમાં ભારતના કયા બે નવા સ્થળોનો સમાવેશ થયો છે
*☑️રાજસ્થાનના ફાલોદીનું ખીચન અને ઉદયપુરનું મેનાર*

ગુજરાતમાં સિંદૂર ફોરેસ્ટ ક્યાં બનાવવામાં આવશે
*☑️ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ શહેર નજીક*

અર્બન અડા 2025 કોન્ફરન્સ ક્યાં શરૂ થઇ
*☑️નવી દિલ્હી*
*☑️ આ કોન્ફરન્સમાં આબોહવા, મૈત્રીપૂર્ણ શહેરો, લિંગ અને ગતિશીલતા, સ્વચ્છ હવા અને પાણી, કચરા વ્યવસ્થાપન અને સમાવિષ્ટ પરિવહન પર વિષયોનો સત્રોનો સમાવેશ થાય છે*

ભારત સરકારે ધ્રુવીય સંશોધન જહાજ બનાવવા માટે કયા દેશની કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
*☑️નોર્વે*
*☑️આ ભારતનું પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ હશે*

ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધાનું આયોજન ક્યાં થશે
*☑️બેંગલુરું*

તાજેતરમાં કયા દેશમાં જન્મદરમાં ઐતિહાસિક સ્તરે ઘટાડો નોંધાયો છે
*☑️જાપાન*
*☑️5.7%નો ઘટાડો*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-07/06/2025🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા દુનિયાની સૌથી ઊંચા 359 મીટરના રેલવે આર્ચ બ્રિજનું ઉદઘાટન કર્યું
*☑️રિયાસી જિલ્લામાં*

G-7 સમિટ ક્યાં યોજાશે
*☑️કેનેડાના કનાનાસ્કિસમાં*

ગૃહ પ્રધાનમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નવા કયા વિભાગનું ઉદઘાટન કર્યું
*☑️ભારતીય ભાષા વિભાગ*

7 જૂનવર્લ્ડ ફૂડ સેફ્ટી ડે


વોશિંગ્ટન ડી.સી. માં આયોજિત 8મી USISPF લીડરશીપ કોન્ફરન્સમાં કુમાર મંગલમ બિરલાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ગ્લોબલ લીડરશીપ એવોર્ડ*

મહિલા એશિયા કપ હોકી ક્યાં યોજાશે
*☑️ચીન*

તાજેતરમાં એક પેડ મા કે નામ 2.0 અભિયાન કોણે શરુ કર્યું
*☑️શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન*
*☑️તેનો ઉદેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે*

કયા રાજ્યની સરકારે ફેક્ટરી એક્ટ 1948માં સુધારો કરીને મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રી શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપી છે
*☑️આંધ્રપ્રદેશ*

સરકારે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરી
*☑️અર્થશાસ્ત્રી એસ. મહેન્દ્ર દેવ*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-08/06/2025🗞️*

કેન્દ્રએ લદાખમાં કઈ પાંચ સત્તાવાર ભાષાઓ સૂચિત કરી
*☑️અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ભોટી અને પુર્ગી*

ICC મહિલા વન ડે વર્લ્ડ કપનું આયોજન કયો દેશ કરશે
*☑️ભારત*

પીએમ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અશ્વિની લોહાની*

સુકા પાણીના સ્ત્રોતોને પુનર્જીવિત કરીને ભૂગર્ભજળ વધારવા રાજસ્થાન સરકારે કયું અભિયાન શરૂ કર્યું
*☑️વંદે ગંગા જળ અભિયાન*

ઉજ્જડ અને ક્ષતિગ્રસ્ત જંગલ વિસ્તારોમાં ફળના વૃક્ષો વાવવા કયા રાજ્યમાં રાજીવ ગાંધી વન સંરક્ષણ યોજના શરૂ કરી છે
*☑️હિમાચલ પ્રદેશ*

ગરીબ મુસ્લિમો માટે વકફ મિલકતોનો અસરકારક અને ન્યાયી ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સરકારે કયું પોર્ટલ શરૂ કર્યું
*☑️ઉમીદ*

ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી કયા નામે ઓળખાશે
*☑️એન્ડરસન-તેંડુલકર ટ્રોફી*
*☑️અગાઉ તેનું નામ પટોડી ટ્રોફી હતું*

દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*☑️લી જે મ્યુંગ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date :-09-10/06/2025🗞️*

કિલાઈયા જ્વાળામુખી, કે જે તાજેતરમાં સમાચારોમાં છવાયો હતો, એ કયા દેશમાં આવેલો છે
*☑️અમેરિકા*

નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કિમ -NAPS કયા મંત્રાલયનું અભિયાન છે
*☑️કૌશલ્ય વિકાસ-ઉદ્યોગ-સાહસિકતા મંત્રાલય*

નવમી મોબાઈલ કોંગ્રેસ-IMC-2025 નો હેતુ શો છે
*☑️પરિવર્તન માટે આગવું સંશોધન*

તાજેતરમાં સમાચારોમાં ચમકેલું INS- બ્રહ્મપુત્ર કેવા પ્રકારનું નૌસેના જહાજ છે
*☑️ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ*

કર્ણાટક અને ગુજરાત પછી દેશનું કયું ત્રીજું રાજ્ય છે, જેણે અવકાશ ઉદ્યોગ નીતિને માન્યતા આપી છે
*☑️તમિલનાડુ*

આંતરખાડિય બેલાસ્ટિક મિસાઈલ મિનુટેમન-3 કયા દેશે વિકસાવ્યું
*☑️અમેરિકા*

ડેમ્સફ્લાયની કેલિફિઆ સિનુઓફરકાતા નામની નવી પ્રજાતિ વૈજ્ઞાનિકોને કયા રાજ્યમાં મળી
*☑️અરુણાચલ પ્રદેશ*

નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025 કોણે જીતી
*☑️મેગ્નસ કાર્લસન*

વિશ્વ બેન્ક અનુસાર, છેલ્લા 11 વર્ષમાં ભારતમાં કેટલા લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા
*☑️27 કરોડ લોકો*

આયુષ ક્ષેત્રમાં રોકાણ વધારવાનો અને ભારતને પરંપરાગત દવાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે ભારત સરકારે કયું પોર્ટલ શરૂ કર્યું
*☑️આયુષ રોકાણ સારથી*

ફ્રેન્ચ ઓપન ટાઇટલ (ટેનિસ-પુરુષ)કોણે જીત્યું
*☑️સ્પેનના કાર્લોસ અલ્કારાઝ*

ભારતીય સેનાએ અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું
*☑️ઓપરેશન શિવા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:- 11-12-13/06/2025🗞️*

UNFPA રિપોર્ટ અનુસાર ભારતનો કુલ પ્રજનન દર ઘટીને કેટલો થયો
*☑️પ્રતિ મહિલા 1.9 જન્મ*

નૌકાદળમાં ઉપયોગમાં લેવાતી ઓટોનોમસ અંડર વોટર વ્હિકલ (એયુવી) માનવરહિત સબમરીનનું ગુજરાતમાં સૌપ્રથમ ઉત્પાદન ક્યાં કરવામાં આવશે
*☑️પંચમહાલના હાલોલમાં*

તાજેતરમાં ક્રિકેટર નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*☑️વેસ્ટ ઇન્ડિઝ*

હાલમાં રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ એવોર્ડ કઈ ગ્રામ પંચાયતને મળ્યો
*☑️મહારાષ્ટ્ર્રમાં સ્થિત રોહિણી ગ્રામ પંચાયતને*

કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને વર્ષ 2025 માટે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે
*☑️મહેન્દ્રસિંહ ધોની*

આર્મીના ડેપ્યુટી ચીફ કોણ બન્યા
*☑️લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ*

ભારતની પ્રથમ AI ઓટોનોમસ લેથલ વેપન સિસ્ટમનું પરીક્ષણ કઈ કંપનીએ કર્યું
*☑️દેહરાદૂનનું BSS મટીરીયલ કંપની*

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ -2025 અનુસાર ભારત 145 દેશોમાં કેટલામાં સ્થાને છે
*☑️131મા*

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં કયા વર્ષ દરમિયાન મુખ્યમંત્રી રહ્યા હતા
*☑️2016 થી 2021*

ટપાલ વિભાગે ડીજીપિન નામની એક નવી પહેલ શરૂ કરી. આ અંતર્ગત દેશના દરેક સ્થાને કેટલા અંકનું ડિજિટલ સરનામું મળશે
*☑️10 અંકનું*

સંયુક્ત રાષ્ટ્ર્ર સભાએ 2026ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું
*☑️આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date :-14-15/06/2025🗞️*

તાજેતરમાં હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ UAV રુદ્રાક્ષનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*☑️જેસલમેર*

ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ફ્રાન્સના લા કેલેવરીમાં યોજાશે. આ કવાયતનું નામ શું છે
*☑️શક્તિ*

કેરળના વન વિભાગે કઈ વનીકરણ યોજના શરૂ કરી
*☑️ વિથુટ*

ભારત અને અમેરિકાની સેનાએ પ્રથમ સંયુક્ત વિશેષ દળોની કવાયત પૂર્ણ કરી. આ કવાયતનું નામ શું છે
*☑️ટાઇગર ક્લો*

કયા રાજ્યની સરકારે લોક કેનાલ બેન્ક સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું
*☑️બિહાર*

હાલમાં ઈઝરાયેલે ઈરાનના અણુમથકો પર કરેલ હુમલાને કયું નામ આપ્યું
*☑️ઓપરેશન રાઈઝિંગ લાયન*

14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) કઈ ટીમે જીતી
*☑️દક્ષિણ આફ્રિકા*
*☑️ઓસ્ટ્રેલિયાને હરાવ્યું*

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્યાં યોગ કરશે
*☑️વિશાખાપટ્ટનમ*

દેશનો પ્રથમ વંદે ભારત ટ્રેન જાળવણી ડેપો ક્યાં બનાવવામાં આવશે
*☑️રાજસ્થાનના જોધપુર રેલવે વિભાગમાં*

'હમલી બુલબુલ' તરીકે જાણીતા કાશ્મીરી ગાયક જેમનું હાલમાં અવસાન થયું
*☑️ઉસ્તાદ ગુલામ નબી શાહ*

ખેડૂતો તેમની જમીન પર વીજળી ઉત્પન્ન કરવા અને તેનો ઉપયોગ પંપ સેટ માટેની યોજના કુસુમ-સી યોજનાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️કર્ણાટક*

સંશોધકોને ટેકો આપવા માટે જીવન અનુપ્રેરણા યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી
*☑️આસામ*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-16-17/06/2025🗞️*

તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલી પેરીતો મોરેનો ગ્લેશિયર કયા દેશમાં આવેલી છે
*☑️આર્જેન્ટીના*

ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ - DHRUVA નામની ડિજિટલ પોલિસી કઈ સંસ્થાએ શરૂ કરી
*☑️પોસ્ટ ખાતું*

તામિલનાડુના કયા જિલ્લામાં તાજેતરમાં ભારતીય પૂરાતત્વ ખાતાને નિઓલિથિક ખડક ખાંચ મળી આવી છે
*☑️કન્નીઆકુમારી*

કયા રાજ્યમાં કવલ ટાઇગર રિઝર્વ આવેલો છે
*☑️તેલંગણા*

કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ સ્થાપવામાં આવ્યો છે
*☑️આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું*

CAPF અને અસમ રાઇફલ્સના નિવૃત્ત થતા અધિકારીઓ માટે માનદ રેન્ક પ્રમોશન સ્કીમનો આરંભ કયા મંત્રાલયે કર્યો
*☑️ગૃહ મંત્રાલય*

ત્રાલ વન્યજીવ અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે
*☑️જમ્મુ કાશ્મીર*

16 જૂનવિશ્વ ધોધ દિવસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં સાયપ્રસ દેશના કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ-IIT*
*☑️સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલીડ્સ*

આર્ય બોર્સ અને અર્જુન બાબુતા કઈ રમત સાથે સંકળાયેલ છે જેમને તાજેતરમાં ગોલ્ડ મેડલ જીત્યો
*☑️શૂટિંગ*

ભારતના G20 શેરપા જેમને તાજેતરમાં તેમના પદ પરથી રાજીનામુ આપ્યું
*☑️અમિતાભ કાંત*

પવન ઊર્જા ક્ષમતા વૃદ્ધિમાં દેશમાં પ્રથમ સ્થાન કયા રાજ્યએ મેળવ્યું છે
*☑️કર્ણાટક*

મેટાના ભારતના વડા અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અરુણ શ્રીનિવાસ*

ભારતમાં કેટલામી વાર મહિલા વન ડે વર્લ્ડ કપ યોજાશે
*☑️ચોથીવાર*
*☑️યજમાન દેશ ભારત અને શ્રીલંકા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:- 18-19/06/2025🗞️*

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ અનુસાર 2025માં ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે
*☑️180*

સ્ટોકહોમમાં ડાયમંડ લીગ મીટના પુરુષોના પોલ વોલ્ટ ઇવેન્ટમાં આર્માન્ડ ડુપ્લાન્ટિસે કેટલા મીટર ઊંચો કૂદકો મારી વિશ્વ રેકોર્ડ બનાવ્યો
*☑️6.28 મીટર*

દેશનું ચોથું સિંહ સંવર્ધન કેન્દ્ર ક્યાં બનાવવામાં આવશે
*☑️બિહારના રાજગીરમાં*

બ્રિટને ગુપ્તચર એજન્સી MI6ના પ્રથમ મહિલા વડા તરીકે કોની નિયુક્તિ કરી
*☑️બ્લેઇસ મેટ્રેવેલી*

તાજેતરમાં બ્રિક્સમાં જોડાનાર 10મો દેશ કયો બન્યો
*☑️વિયેતનામ*

નાગરિક ચૂંટણીમાં પહેલીવાર મોબાઈલ વોટિંગ કયા રાજ્યમાં થશે
*☑️બિહાર*

કયા રાજ્યની સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે 'તલ્લિકી વંદનમ' યોજના શરૂ કરી જે અંતર્ગત ધો. 1 થી 12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે 15000 ₹ની નાણાકીય સહાય આપવામાં આવશે
*☑️આંધ્ર પ્રદેશ*

વિશ્વભરના પક્ષીઓના સંરક્ષણ અને સંશોધન માટે AviList નામની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પક્ષીઓની કેટલી પ્રજાતિ અને પેટાજાતિઓનો સમાવેશ થાય છે
*☑️11,131 જાતિઓ અને 19,879 પેટાજાતિઓ*

19 જૂનરાષ્ટ્રીય વાંચન દિવસ

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-20-21/06/2025🗞️*
આ વર્ષે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગુજરાતમાં ક્યાં ઉજવાશે
*☑️વડનગર*
*☑️ગુજરાતની થીમ :- સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત*
*☑️વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કરશે*
*☑️થીમ :- એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય*


આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના અહેવાલ મુજબ, વીજળી ઉત્પાદન ક્ષમતામાં ભારત કેટલામો દેશ બન્યો
*☑️ત્રીજો*

દિવ્યા દેશમુખ કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️ચેસ*

ભારતની પહેલી હાઇડ્રોજન બસ સેવા ક્યાં શરૂ થઈ
*☑️લદાખ*

QS વર્લ્ડ યુનિવર્સીટી રેન્કિંગ-2026 માં ભારતની કેટલી સંસ્થાનો સમાવેશ થયો
*☑️54*

વર્ષ 2025 માટે યુવા અને બાળ સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. આ પુરસ્કાર કોણે એનાયત કરવામાં આવશે
*☑️પાર્વતી કીર્તિને કાવ્યસંગ્રહ 'ફિર ઉગ્ન' માટે યુવા પુરસ્કાર મળ્યો*
*☑️સુશીલ શુક્લાને 'એક બાતે બારહ' માટે બાળ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો*

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ પારિતોષિક જાહેરાતકૃતિ અને વિજેતા 👇
*☑️બાલકાવ્ય વિમર્શહરિકૃષ્ણ પાઠક*
*☑️આદિવાસી લોકસાહિત્યભગવાનદાસ પટેલ*
*☑️આગવો કબીરસતિષચંદ્ર વ્યાસ*
*☑️ભગવાનની વાતોદિલીપ ઝવેરી*
*☑️કરિયાવરમાં કાગળપારુલ ખખ્ખર*
*☑️સાધોઅશોકપુરી ગોસ્વામી*
*☑️મૂળચંદ સાતમોનલિની ગણાત્રા*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-22-23/06/2025🗞️*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પર કયા યોગાસનનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
*☑️ભુજંગાસન*

ટેનુઘાટ ડેમ કયા રાજ્યમાં આવેલો છે
*☑️ઝારખંડ*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલીજન્સ યુનિટના ગ્લોબલ લાઈવેબિલિટી ઈન્ડેક્સમાં વિશ્વનું શ્રેષ્ઠ રહેવા યોગ્ય શહેર કયું બન્યું
*☑️ડેનમાર્કની રાજધાની કોપનહેગન*

પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️શિવસુબ્રમણ્યમ રમન*

તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ઈરાનથી 311 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા. આ ઓપરેશનનું નામ શું
*☑️ઓપરેશન સિંધુ*

આવકાશ મિશન હાકુતો-R કયા દેશનું છે
*☑️જાપાન*

તાજેતરમાં પંડ્યા સમયગાળાનું મનાતું પ્રાચીન શિવમંદિર કયા રાજ્યમાં મળ્યું
*☑️તમિલનાડુ (ઉદામપટ્ટી ખાતે)*

વર્ષ 2030 સુધીમાં સમુદ્રના 30 ટકા બચાવવા માટે કયા પ્રયાસો શરૂ થયા
*☑️થર્ટી બાય થર્ટી*

આયુષ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલું રોકાણકાર કેન્દ્રિત પોર્ટલ શું નામ ધરાવે છે
*☑️આયુષ નિવેશ સારથી*

કઈ રાજ્ય સરકારે ફ્લેમિંગો માટેની વિશાળ સેક્ચૂઅરી શરૂ કરી છે
*☑️તમિલનાડુ*

વડાપ્રધાન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે કયા છોડનું આરોપણ કરાયું હતું
*☑️સિંદુર*

કોલસા મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા C-CARES 2.0 પોર્ટલનો હેતુ કયો છે
*☑️પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફળવણીમાં પારદર્શિતા*

કયા દેશે આઈસ બ્રેકર મિસાઈલ વિકસાવી છે
*☑️ઈઝરાયલ*

વર્ષ-2025 નો વિશ્વ સમૃદ્ધિ અહેવાલ કઈ સંસ્થાએ પ્રસિદ્ધ કર્યો હતો
*☑️કેપજેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ - CRI*

તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલા મેનાર અને ખીચન વેટલેન્ડ્સ કયા રાજ્યમાં આવેલા છે
*☑️રાજસ્થાન*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-25-06-2025 થી 30-06-2025*

પોતાના નાગરિકો પર આવકવેરો (ઇન્કમટેક્સ) લાગુ કરનાર પ્રથમ ખાડી દેશ કયો બનશે
*☑️ઓમાન*

મિઝોરમ, ગોવા પછી દેશનું ત્રીજું સાક્ષર રાજ્ય કયું બન્યું
*☑️ત્રિપુરા*

તાજેતરમાં UPSC એ જેમની પસંદગી અમુક માર્જિનથી નથી થતી તેવા ઉમેદવારો માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું જેનાથી તેઓ સરકારી, ખાનગી કંપનીઓ સાથે જોડાયેલા રહેશે
*☑️પ્રતિભા સેતુ પોર્ટલ*

તાજેતરમાં કયા રાજ્યની સરકારે આવાસ યોજનાઓમાં લઘુમતીઓની અનામત 10% થી વધારી 15% કરી
*☑️કર્ણાટક*

દેશની પ્રથમ યોગ નીતિ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી જેનો ઉદેશ યોગ અને સુખાકારીના ક્ષેતરમાં વૈશ્વિક રાજધાની તરીકે સ્થાપિત કરવાનો છે
*☑️ઉત્તરાખંડ*

ભારતે 2025 વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ માટે લોગો અને માસ્કોટ લોન્ચ કર્યું. તેનું નામ શું છે
*☑️વિરાજ*

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*☑️ઝિમ્બાબ્વેના ક્રિસ્ટી કોવેન્ટ્રી*
*☑️આ પદ પર નિયુક્ત થનાર આફ્રિકાના પ્રથમ વ્યક્તિ*
*☑️જર્મનીના થોમસ બાખનું સ્થાન લીધું*

IAEA અને રોમાનિયાએ રોમાનિયાના ચેર્નાવોડા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે વિશ્વનો સૌથી મોટો પરમાણુ કટોકટી કવાયત શરૂ કર્યું. તેનું નામ શું છે
*☑️ConvEx-3*

ભારતીય અવકાશયાત્રી જેઓ ઓક્સિઓમ મિશન 4 હેઠળ ISS માં જનાર પ્રથમ ભારતીય અને અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે
*☑️શુભાંશુ શુક્લા*

ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છ
*☑️99મા*
*☑️ભારત પ્રથમ વખત ટોચના 100 દેશોમાં પ્રવેશ્યું*
*☑️પ્રથમ ફિનલેન્ડ, સ્વીડન બીજા અને ડેન્માર્ક ત્રીજા ક્રમે*

વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️115મા*
*☑️ગયા વર્ષે 116મા ક્રમે હતો*

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગુજરાતમાં ક્યાં દેશનો પ્રથમ ઓફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો
*☑️કચ્છ*

તાજેતરમાં લલિત ઉપાધ્યાયે નિવૃત્તિ લીધી. તે કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️હોકી*

ગિરનાર-4 અને ગિરનાર-5 કઈ પાકની જાત છે જે જૂનાગઢ અને હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે
*☑️મગફળી*

રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળના 51 ભાષણોનો સંગ્રહ કયા નામે પ્રકાશિત કરવામાં આવ્યો
*☑️અંગ્રેજીમાં 'વિંગ્સ ટુ અવર હોપ્સ, ભાગ-2' અને હિન્દીમાં આશાઓ કી ઉડાન, ખંડ -2*

કેન્દ્ર સરકારે વિકસિત ભારત 2047 હેઠળ કિશોરીઓ માટે, 16 થી 18 વર્ષની છોકરીઓને વ્યવસાયિક તાલીમ આપવા માટે કઈ પહેલ શરૂ કરી છે
*☑️નવ્ય*

અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી
*☑️148મી*
*☑️ડાકોરમાં 253મી રથયાત્રા નીકળી*

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક ક્યાં થઈ
*☑️ચીનના કિંગદાઓ શહેરમાં*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના 23માં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*☑️મહીસાગરના દીવડાની PM શ્રી સ્કૂલમાં*

ભારત 23મી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન ક્યારે કરશે
*☑️2029માં*

વિયેતનામના વુંગ તાઉમાં યોજાયેલી અંડર-17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે કેટલા મેડલ જીતી ચેમ્પિયન બની
*☑️10 મેડલ (5 ગોલ્ડ, 3 સિલ્વર, 2 બ્રોન્ઝ)*

ઇટાલિયન વૈજ્ઞાનિકોએ વિશ્વનો પ્રથમ ઉડતો રોબોટ બનાવ્યો. તેનું નામ શું રાખ્યું છે
*☑️iRonCub MK 3*

બાંગ્લાદેશની વચગાળાની સરકારે 'ન્યુ બાંગ્લાદેશ દિવસ' કઈ તારીખે ઉજવવાની જાહેરાત કરી છે
*☑️8 ઓગસ્ટ*

કયા આફ્રિકન પ્રથમ દેશ બન્યો જેને માતાથી બાળકમાં HIV ટ્રાન્સમિશન સમાપ્ત કરવા બદલ WHO દ્વારા 'ગોલ્ડ ટાયર' દરજ્જો આપવામાં આવ્યો
*☑️બોત્સવાના*

ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સ ક્યાં યોજાશે
*☑️જયપુર*

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કટોકટી દરમિયાન પીએમ મોદીની યાત્રાનું વર્ણન કરતું પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકનું નામ શું છે
*☑️ધ ઇમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જડ અ લીડર*

એકસ્ટેન્ડેડ ટ્રે્જેક્ટરી લોંગ ડ્યુરેશન હાયપરસોનિક ક્રૂઝ મિસાઈલ (ET - LDHCM) કઈ સંસ્થાએ વિકસાવ્યું છે
*☑️DRDO*

તાજેતરમાં સમાચારોમાં છવાયેલો રોગ વેલી ફિવર કેવા પ્રકારનો રોગ છે
*☑️ફૂગથી થતો*

કાલી ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલો છે
*☑️કર્ણાટક*

કાંચુરિયા ત્રિપુરેન્સિસ અને કાંચુરિયા પ્રિયાસંકરી નામની બે નવી અળસિયાની જાતિ હાલમાં કયા રાજ્યમાં શોધવામાં આવી
*☑️ત્રિપુરા*

વર્ષ 2025માં જળસંચય માટે જલ ગંગા સંવર્ધન અભિયાનનો આરંભ કયા રાજ્યે કર્યો છે
*☑️મધ્યપ્રદેશ*

ધ ગ્લોબલ એજ્યુકેશન મોનીટરીંગ (GEM) રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયો
*☑️સંયુક્ત રાષ્ટ્ર્રસંઘની શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક સંસ્થા (UNESCO)*

ઈઝરાયેલ સામેના વળતા આક્રમણ અભિયાનનું ઈરાને કયું નામ રાખ્યું છે
*☑️ઓપરેશન ટ્રુ પ્રોમિસ-થ્રી*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-01-02/07/2025🗞️*

17મી બ્રિક્સ સમિટ ક્યાં યોજાશે
*☑️બ્રાઝીલ*

સંશોધન અને વિશ્લેષણ વિંગ (RAW) ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️પરાગ જૈન*

ફોરેસ્ટ મેનેજમેન્ટ રેટિંગમાં ટોચ પર દેશનું એક માત્ર કયું રાજ્ય છે
*☑️કેરળ*

RBI અનુસાર, ભારતનું વિદેશી દેવું માર્ચ 2025 માં વધીને કેટલું થયું છે
*☑️$736.3 બિલિયન*

UNIGME 2024 ના અહેવાલ મુજબ ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં કેટલો ઘટાડો થયો છે
*☑️78%*
*☑️નવજાત શિશુ મૃત્યુદરમાં 70%નો ઘટાડો થયો છે*

સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2025 કોણે એનાયત કરવામાં આવ્યો
*☑️ભારતીય મૂળના ઈશાન ચટ્ટોપાધ્યાય*

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય હળદર બોર્ડ મુખ્યાલયનું ઉદઘાટન ક્યાં કર્યું
*☑️તેલંગાણાના નિઝામાબાદમાં*

પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025માં કઈ ટીમોએ ટાઇટલ જીત્યું
*☑️ઓડિશા (મહિલા) અને તમિલનાડુ (પુરુષ)*

કયા દેશના સંશોધકોએ સિલિકોન લેસ કમ્પ્યુટર 'CMOS' વિકસાવ્યું છે
*☑️યુએસ*

આયોવામાં યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*☑️આયુષ શેટ્ટી*

તાજેતરમાં ભારતે કયા દેશમાંથી આયાત થતા શણ અને ફાઈબર ઉત્પાદનો પર પ્રતિબંધ મુક્યો
*☑️બાંગ્લાદેશ*

સરકારે સત્તાવાર ડેટાની સરળ એક્સેસ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી છે
*☑️GolStats*

ભારતે પ્રથમ ASEAN - ભારત ક્રૂઝ સંવાદનું આયોજન ક્યાં કર્યું
*☑️ચેન્નાઇ*

ક્વાડ સંગઠનમાં કયા ચાર દેશોનું સંકલન છે
*☑️ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયા*

SBI એ કયા વર્ષ સુધીમાં 40 લાખ ઘરોમાં સૌર પેનલ સ્થાપિત કરવાની યોજના શરૂ કરી છે
*☑️2027*

💥💥
*જુલાઈ મહિનાના દિન વિશેષ*

1 જુલાઈડોક્ટર્સ ડે, સીએ દિવસ

11 જુલાઈવિશ્વ જનસંખ્યા દિવસ

15 જુલાઈવિશ્વ યુવા કૌશલ દિવસ

24 જુલાઈઆયકર દિવસ

26 જુલાઈકારગિલ વિજય દિવસ

🗞️🗞️
*SAARC*

તાજેતરમાં ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે મળીને SAARK (સાર્ક) સામે નવું સંગઠન સાકા રચવા જઈ રહ્યું છે.સાર્ક સંગઠન વિશે જાણવા જેવું. 👇

દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC) ની સ્થાપના 8 ડિસેમ્બર, 1985ના રોજ બાંગ્લાદેશના ઢાકામાં કરવામાં આવી હતી.

આ સંગઠન દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે સહયોગ વધારવા માટે બનાવવામાં આવ્યું હતું.

શરૂઆતમાં તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભુતાન, માલદિવનો સમાવેશ થતો હતો.

2007માં અફઘાનિસ્તાન તેમાં જોડાયું.

તેનું મુખ્ય મથક નેપાળના કાઠમંડુમાં છે.

આ દિવસોમાં પાકિસ્તાન અને ચીન SAARC નો વિકલ્પ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

💥💥