સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની માહિતી અનુસાર 2019થી 2023 સુધીમાં દેશનું સૌથી મોટો નિકાસકાર રાજ્ય કયું બન્યું
*✔️ગુજરાત*
*✔️કેમિકલ, ફાર્મા, એન્જીનિયરિંગ પાર્ટસના નિકાસમાં સૌથી મોટું યોગદાન*
*✔️બીજા ક્રમે મહારાષ્ટ્ર*

પ્રિયાંશુ રાજાવત કઈ રમતના ખેલાડી છે
*✔️બેડમિન્ટન*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, CJI ચંદ્રચુડ અને કાયદા મંત્રી કિરણ રિજિજુએ ગુવાહાટી હાઇકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે કઈ એપ લોન્ચ કરી
*✔️ભોરોક્સા (વિશ્વાસ)*
*✔️ગુવાહાટી હાઇકોર્ટે આ એપ તૈયાર કરી છે*

કૃષિ યુનિવર્સિટી આણંદે ભીંડાના છોડ પર ભીંડા નહિ પણ ફૂલ આવશે.ભીંડાની આ જાતને શુ નામ આપ્યું
*✔️આણંદ શોભા*

જમ્મુ કાશ્મીરમાં મળેલ લિથિયમની ખાણમાંથી લિથિયમ બહાર કાઢવા માટે કયા દેશે ભારતની મદદ કરવા તૈયાર થયું છે
*✔️ચિલી*

તાજેતરમાં કયા દેશે ચેટબોટ ચેટજીપીટી પર બૅન લગાવ્યો
*✔️ઈટાલી*

NCPના વડા શરદ પવારની આત્મકથાનું નામ
*✔️લોક માઝે સાંગાતી (મરાઠી ભાષામાં)*

H3N2 (હોંગકોંગ ફલૂ)થી ગુજરાતમાં પહેલું મોત ક્યાં નોંધાયું
*✔️ભાવનગર*

તાજેતરમાં ચૂંટણી પંચે કઈ ત્રણ પાર્ટીઓનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પરત લઈ લીધો
*✔️મમતા બેનરજીની તૃણમૂલ શરદ પવારની એનસીપી અને સીપીઆઈ પક્ષનો*
*✔️આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ જાહેર કર્યો*

ગુજરાતમાં બનતા ક્યાંના માટીના વાસણોને ISI (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂશન) નો માર્કો ધરાવતા થયા છે
*✔️વાંકાનેરમાં બનતા માટીના વાસણોને*
*✔️મનસુખભાઇ પ્રજાપતિ દ્વારા આ વાસણો બનાવવામાં આવે છે*
*✔️721 જેટલી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે*

અગસ્તા માસ્ટર્સ (ગોલ્ફ)માં કોણ ચેમ્પિયન બન્યા
*✔️સ્પેનના જ્હોન રેમ*

મધ્યપ્રદેશના ઉજ્જૈનના 'મુલ્લાપુરા'નું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️મુરલીપુરા*
*✔️'કુત્તા બાવડી'ને 'લાખા બંજારા' અને 'મૈલી ગલી'ને 'સ્વર્ણ ગલી' નામ આપવામાં આવ્યું*

જમ્મુમાં પહેલો ટ્યુલીપ ગાર્ડન જનતા માટે ક્યાં ખુલ્લો મુકાયો
*✔️રામબન જિલ્લાના સનાસર ખાતે*

મૂળ ભારતીય અમેરિકન ગણિતજ્ઞ જેમને તાજેતરમાં 2023માં સ્ટેટીસ્ટિક્સ માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
*✔️સી.આર.રાવ*

11 એપ્રિલવર્લ્ડ પાર્કિસન્સ (કંપવાત) ડે
*✔️મગજમાં ડોપોમાઈના કોષમાં ઘસારાથી આ રોગ થાય છે*

મુંબઈ યુનિવર્સિટી સિડનહમ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં ભણેલા મહિલા જેઓ તાજેતરમાં 'બિગ ફોર' કંપનીમાં પહેલા મહિલા ચેરપર્સન બન્યા
*✔️શેફાલી ગોરડિયા*
*✔️'બિગ ફોર' કંપની એ વિશ્વની ચાર મોટી પ્રોફેશનલ સર્વિસીઝનું નેટવર્ક છે*

ભારતીય મૂળના શીખ મહિલા જેઓ અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના આસિસ્ટન્ટ પોલીસ ચીફમાં નિમણૂક થનારા પહેલા એશિયન મહિલા બન્યા
*✔️મનમીત કોલન*

પોલેન્ડમાં થયેલા વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપમાં ભારતની 95 વર્ષીય મહિલા જેમને ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો
*✔️ભગવાની દેવી*
*✔️60 મીટરની રેસ, શોર્ટ પુટ અને ડિસ્ક થ્રો ત્રણ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો*
*✔️ભગવાની દેવી હરિયાણાના ખેકડા ગામના વતની છે*

એલન મસ્કે ટ્વિટરનો લોગો ફરી બદલ્યો, ડોગની જગ્યાએ બ્લુ બર્ડ પાછું લાવી દીધું.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/04/2023 થી 17/04/2023🗞️*

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ દેશમાં ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ માટેનું કયું માળખું અમલી બનશે
*✔️5 + 3 + 3 + 4*
*✔️3 થી 18 વર્ષની ઉંમર સુધીના શિક્ષણ માટેનું ચાર સ્તરનું માળખું*

મહારાષ્ટ્રમાં વીર સાવરકરનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાશે
*✔️સ્વાતંત્ર્ય વીર ગૌરવ દિવસ*

7 વર્ષ બાદ UAEમાં ઇરાનના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️રેઝા અમેરી*

કયા પાંચ ભારતીય ક્રિકેટરોને પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)માં આજીવન સભ્યપદ મળ્યું
*✔️મહેન્દ્રસિંહ ધોની, યુવરાજસિંઘ, સુરેશ રૈના, મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી*

વર્ષ 2022ના ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ પ્રમાણે દેશમાં 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં કાનૂની સહાય અને ન્યાય આપવાની પ્રક્રિયામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે
*✔️કર્ણાટક*
*✔️1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોમાં સિક્કિમ ટોચ પર*

નાસાએ 'આર્ટેમિસ-2' મિશન માટે ક્રૂ લિસ્ટની જાહેરાત કરી. અવકાશયાત્રીઓ કયા રોકેટમાં ઉડાન ભરશે
*✔️Orion MPCV*

ચીનની સરહદે એટલે કે LAC સાથે જોડાયેલા ગામોને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારે કયા પ્રોગ્રામની શરૂઆત કરી
*✔️વાઈબ્રન્ટ વિલેજ*

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જૂથના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ ઉદ્યોગપતિ જેમનું હાલમાં નિધન થયું
*✔️કેશબ મહિન્દ્રા*

ભારતમાં પહેલીવાર કોલકાતા મેટ્રો કઈ નદીની નીચે ટનલમાં દોડી
*✔️હુગલી*

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી મેલેરિયાની પ્રથમ રસીને કયા દેશમાં મંજૂરી મળી
*✔️આફ્રિકાના દેશ ઘાનામાં*

ઇન્ડિયન ઓઇલ અને અમેરિકન કંપની લેન્જાજેટ ભારતમાં પહેલો ગ્રીન એવિએશન પ્લાન્ટ ક્યાં સ્થાપશે જે આલ્કોહોલ ટૂ જેટ ટેક્નોલોજી પર આધારિત છે
*✔️પાણીપત*

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિવિધ કેટેગરીમાં કુલ 42 રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત કરાઈ.જેમાં સૌથી વધુ એવોર્ડ કયા રાજ્યને મળ્યા
*✔️તેલંગણા (12 રાષ્ટ્રીય એવોર્ડ)*
*✔️ગુજરાતને એકપણ એવોર્ડ નહિ*

ડૉ.આંબેડકરની 125 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું
*✔️તેલંગણા રાજ્યના હૈદરાબાદ ખાતે*
*✔️મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું*

વિશ્વકક્ષાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરામાં લાલબાગને બદલે કઇ જગ્યાએ 100 એકરમાં નિર્માણ પામશે
*✔️વાઘોડિયા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'ના એપ્રિલના અંતમાં કેટલા એપિસોડ પૂર્ણ થશે
*✔️100 એપિસોડ*

ટ્વિટરે શબ્દ મર્યાદા 280થી વધારીને કેટલા શબ્દો કર્યા
*✔️10,000 શબ્દો*
*✔️ઉપરાંત ટ્વિટર પર બોલ્ડ અને ઇટાલીક જેવા ફોર્મેટનો ઉપયોગ કરી શકાશે*

ગુરુના ગ્રહ પર જીવન શોધવા માટે યુરોપિયન અંતરિક્ષ સંસ્થાએ કયું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું
*✔️મિશન જ્યુપિટર આઈસી મૂન એક્સપ્લોરર (જ્યૂસ)*
*✔️ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ કરવામાં આવ્યું*

IPLની સિઝન 16માં પહેલી સદી કોણે ફટકારી
*✔️હેરી બ્રુક*

આસામના ગુવાહાટી ખાતે કેટલા લોકોએ બિહુ ડાન્સ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
*✔️11,304 લોકોએ*

તાજેતરમાં કયા દેશમાં આવેલ ડેરી ફાર્મમાં આગ લાગવાથી 18,000 જેટલી ગાયોના મોત થયા
*✔️અમેરિકા (ટેક્સાસ શહેરમાં)*

14 એપ્રિલફાયર ડે

બાગડ (રથ) યાત્રાની ઉજવણી કયા રાજયમાં કરવામાં આવે છે
*✔️મહારાષ્ટ્રના સતારા જિલ્લાના સુરુર ગામે*

તાજેતરમાં કયા દેશમાં 1 વર્ષના બાળકને પણ ઈચ્છામૃત્યુનો હક આપવામાં આવ્યો
*✔️નેધરલેન્ડ*
*✔️ઈચ્છામૃત્યુને મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ નેધરલેન્ડ છે*
*✔️યૂથનેશિયા એટલે ઈચ્છામૃત્યુ*

સૂર્યની સપાટી પર સૌથી વિનાશક તોફાન જોવા મળ્યા બાદ નાસાના વૈજ્ઞાનિકોએ તેને શું નામ આપ્યું
*✔️સોલાર વોટરફોલ*

તાજેતરમાં યુજીસીએ કઈ યુનિવર્સિટીને કેટેગરી-1 યુનિવર્સિટી ગ્રેડેડ એટોનોમી (સ્વાયત્તતા)નો દરજ્જો આપ્યો
*✔️ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને*

તાજેતરમાં કઈ સંસ્થાને કેન્દ્ર સરકાર દ્વારા 'ઇનોવેશન સ્ટેટ' કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરાશે
*✔️સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન (સોટ્ટો)*

અંતરિક્ષમાં ઉગાડેલા 2 હજાર કિલો ટામેટાં ધરતી પર લવાશે.આ ટામેટા કોના દ્વારા ઉગાડાયેલા
*✔️નાસા*

મિસ ઈન્ડિયા-2023નો તાજ કોણે જીત્યો
*✔️19 વર્ષીય રાજસ્થાનની નંદિની ગુપ્તાએ*

દેશની પ્રથમ થ્રી-ડી ઓફિસ ક્યાં શરૂ થશે
*✔️બેંગલુરુ*

પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી મેટ્રો રૂટ ગંગા નદીની નીચે છે.આ રૂટ કેટલા કિમીનો છે
*✔️4.8 કિમી.*

17 એપ્રિલવિશ્વ હિમોફિલિયા દિવસ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ👇🏻
*✔️17 થી 30 એપ્રિલ, 2023*
*✔️કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહના હસ્તે ઉદ્દઘાટન*
*✔️સોમનાથ મંદિર સામે, જિલ્લો :- ગીર સોમનાથ*

પારૂબહેન જયકૃષ્ણને વર્ષ 2018-19 માટે CHEMEXCIL તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો.
પ્રયાગરાજમાં અતિક અને અશરફની ગોળી મારી હત્યા.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-18/04/2023 થી 20/04/2023🗞️*

18 એપ્રિલવર્લ્ડ લીવર ડે અને વર્લ્ડ હેરિટેજ ડે

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ડીરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️GCERTના સચિવ વી.આર.ગોસાઈ*

દુનિયાના 101 શહેરનું રિયલ ટાઈમ પ્રદૂષણ માપતું સંગઠન એર ક્વોલિટી મેજરિંગ સ્ટેશનના જણાવ્યા મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત કયું શહેર જાહેર કરવામાં આવ્યું
*✔️નેપાળનું કાઠમંડુ*
*✔️બીજા ક્રમે થાઈલેન્ડનું ચિયાંગ, ત્રીજા ક્રમે વિયેતનામનું હનોઈ, ચોથા ક્રમે થાઈલેન્ડનું બેંગકોક,પાંચમા ક્રમે ઢાકા*
*✔️ભારતનું કોલકાતા છઠ્ઠા ક્રમે અને દિલ્હી નવમા ક્રમનું સૌથી પ્રદૂષિત શહેર*

રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ ક્યાં ઉજવાયો
*✔️પાટણ*

ગુજરાતની કઈ હસ્તકળાને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*✔️માતાની પછેડી*
*✔️સાબરમતી નદીના કિનારે રહેતા દેવીપૂજક સમુદાય દ્વારા બનાવવામાં આવે છે*
*✔️સિતારા સમાજ 300 વર્ષથી આ કળા પર કામ કરી રહ્યા છે*
*✔️આ આર્ટ બનાવનારા ભાનુભાઈ ચિતારાને 2023નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે*
*✔️તેમજ ભુલાભાઈ ચિતારા શિલ્પ ગુરુ પુરસ્કાર વિજેતા છેઅને તેમના પુત્ર ચંદ્રકાન્ત ચિતારા પણ શિલ્પગુરુ પુરસ્કાર વિજેતા છે.*
*✔️ગુજરાતમાં અગાઉ સંખેડાનું ફર્નિચર, ખંભાતના અકીક, કચ્છી એમ્બ્રોઇડરી, સુરતી જરીકામ, પાટણના પટોળા, જામનગરની બાંધણી અને ટાંગલિયા શાલને જીઆઈ ટેગ મળી આવ્યા છે.*

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટ ઓફિસર્સ એન્ડ સર્વન્ટ્સ રૂલ્સ, 1961માં સુધારો કર્યો, જે મુજબ સુપ્રીમ કોર્ટના જમાદાર હવે કયા નામે ઓળખાશે
*✔️સુપર વાઇઝર*

તાજેતરમાં એપલના CEO ટિમ કુકે દેશનો પ્રથમ એપલ સ્ટોર ક્યાં ખુલ્લો મુક્યો
*✔️મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં*

સાંસ્કૃતિક કાર્યક્રમ કથક- ભરતનાટ્યન માટેનો નૃત્યરંજિની-2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*✔️મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં*

તાજેતરમાં આસામની રાજધાની ગુવાહાટીમાં બિહુ સમરાગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના વિજેતા કોણે જાહેર કરવામાં આવ્યા👇🏻
*✔️બિહુ સમરાગી-2023પ્રતીક્ષા રાની બોરગોહેન*
*✔️બિહુ રાની-2023મોરાનની બોનયાબી ગોગોઈ*
*✔️બિહુ કુવારી-2023લખીમપુરની અનન્યા ફુક*

મધ્યપ્રદેશના કયા ઐતિહાસિક નગરમાંથી બેતવા નદીના ઉત્તર કિનારે 500 વર્ષ જૂની 22 સંરચના ધરાવતું 15 એકરમાં પથરાયેલું જૂનું શહેર મળી આવ્યું
*✔️ઓરછા*
*✔️પુરાતત્વ નિષ્ણાતડૉ. રમેશકુમાર યાદવ*

તાજેતરમાં કયા દેશમાં નિવૃત્તિ વય 62 થી વધારી 64 વર્ષ કરવાના નિર્ણય મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે
*✔️ફ્રાન્સ*

દેશમાં શરૂ કરવામાં આવેલી પ્રથમ અર્ધ-હાઈ-સ્પીડ રેલસેવા કઈ છે
*✔️RAPIDX*
*✔️આ ટ્રેન દિલ્હીથી મેરઠ અથવા દિલ્હી NCR રૂટને જોડશે*

ડ્રગ્સની હેરાફેરી, લૂંટફાટ, અપહરણ, મર્ડર, જેવા ગંભીર અપરાધોમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ છે
*✔️વેનેઝુએલા*
*✔️ભારત 77મા ક્રમે*

ભારતમાં પ્રથમ વખત પાણીની અંદર મેટ્રો રેલનું સફળતાપૂર્વક સંચાલન ક્યાં કરવામાં આવ્યું
*✔️કોલકાતા*
*✔️હુગલી નદીની નીચે*
*✔️520 મીટરની ટનલ નીચે*

યુનાઇટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડના રિપોર્ટ અનુસાર ચીનને પછાડી ભારતની વસતી કેટલી થઈ જે વસતીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો
*✔️142.86 કરોડ*
*✔️ચીનની વસતી 142.57 કરોડ*
*✔️ભારતીયોની સરેરાશ વય 28 વર્ષ*
*✔️કેરળ અને પંજાબમાં વૃદ્ધોનું પ્રમાણ વધારે*
*✔️બિહાર અને ઉત્તરપ્રદેશમાં યુવાનોની સંખ્યા વધુ*
*✔️1950માં ભારતની વસતી 86.1 કરોડ હતી*
*✔️ભારતમાં પુરૂષોનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય 74 વર્ષ*

હેનલે એન્ડ પાર્ટનર ફર્મ દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી અમીર શહેર કયું બન્યું
*✔️ન્યુયોર્ક*

100% સાક્ષરતા સાથે ભારતનું સૌથી ખુશખુશાલ રાજ્ય કયું જાહેર કરવામાં આવ્યું
*✔️મિઝોરમ*
*✔️મિઝોરમ દેશનું બીજું રાજ્ય છે જેણે 100% સાક્ષરતા હાંસલ કરી*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/04/2023 થી 30/04/2023🗞️*

22 એપ્રિલવિશ્વ પૃથ્વી દિવસ

નેશનલ સેન્ટર કોસ્ટલ રિસર્ચ (NCCR) ના રિપોર્ટ અનુસાર 1990 થી 2018 દરમિયાન ગુજરાતનો દરિયાકિનારો 1945.60 કિમી.ના કિનારામાંથી કેટલા કિમીનું ધોવાણ થયું
*✔️537.5 કિમી.*

તાજેતરમાં ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સિંગાપુરના કયા બે ઉપગ્રહ PSLV-C55 દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કર્યા
*✔️ટેલીઓસ-2 અને લ્યુમલાઈટ-4*

23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ

તાજેતરમાં દેશના પહેલા કન્યા ગુરુકુળનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો
*✔️સુરતમાં*

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડૂબેલા કયા જાપાની જહાજનો કાટમાળ મળ્યો
*✔️એસએસ મોન્ટેવિડિયો*

ભારતીય અમેરિકન આંકડાશાસ્ત્રી જેમને તાજેતરમાં આંકડાશાસ્ત્રનું નોબેલ ગણાતું ઇન્ટરનેશનલ પ્રાઈઝ ઇન સ્ટેટેસ્ટીકસ- 2023 આપવામાં આવશે
*✔️કાલ્યમપુરી રાધાકૃષ્ણ રાવ (કે.આર.રાવ)*
*✔️કે.આર.રાવ આંકડાશાસ્ત્રના ભીષ્મ પિતામહ ગણાય છે*
*✔️તેમનો જન્મ કર્ણાટકમાં થયો હતો*
*✔️કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં Ph.D. થયા હતા*
*✔️1945માં રજૂ કરેલા ત્રણ સિદ્ધાંતો માટે આ પ્રાઈઝ મળશે*

કયા રાજ્યની સરકારે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે
*✔️મધ્યપ્રદેશ*
*✔️પૂજારીઓને મહિને 5000૱ ભથ્થું ચુકવવાની પણ જાહેરાત કરી છે*

સ્પેનની 50 વર્ષીય એથલીટ અને પર્વતારોહક જેમને તાજેતરમાં ગ્રાનાડામાં આવેલી 70 મીટર (230 ફૂટ) ઊંડી ગુફામાં 500 દિવસ રહી બહાર આવી
*✔️બર્ટીઝ ફલામીની*

વર્લ્ડ બેન્કનો લોજીસ્ટિક પરફોર્મન્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️38મા*
*✔️આ એક ઇન્ટરએક્ટિવ બેન્ચમાર્ક ટૂલ છે જે દેશોને વેપાર લોજીસ્ટિક પર તેમના દેખાવો આડે આવનાર પડકારો અને તકોને ઓળખી કાઢવા માટે છે*
*✔️સિંગાપોર ટોચના સ્થાને*
*✔️અંતિમ સ્થાને લિબિયા*

કયા રાજયમાં 4 દિવસ કામ અને ત્રણ દિવસ માટે વિધાનસભામાં ઠરાવ કરીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો
*✔️તમિલનાડુ*
*✔️કામદારો 8 કલાકના બદલે 12 કલાક કામ કરી શકશે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાની પ્રથમ પાણીમાં દોડતી મેટ્રો યોજનાનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️કેરળના તિરુવનંતપુરમ*

તાતા જૂથના ચેરમેન રતન તાતાને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં આવ્યા*

25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ
થીમ:- Time to Deliver Zero Malaria

આફ્રિકન દેશ સુદાનમાં સેના અને અર્ધ સૈનિક સુરક્ષા દળો વચ્ચે યુદ્ધમાં ફસાઈ ગયેલા ભારતીયોને વતન પાછા લાવવા ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું છે
*✔️ઓપરેશન કાવેરી*
*✔️ભારત સરકારના અન્ય ઓપરેશન👇🏻*
લિબિયા ગૃહયુદ્ધ વખતે ઓપરેશન સેફ હોમ કમિંગ
યમન યુદ્ધ વખતે ઓપરેશન રાહત
અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધો ત્યારે ઓપરેશન દેવીશક્તિ
રશિયા યુક્રેન યુદ્ધમાં ઓપરેશન ગંગા
કોરોના મહામારીમાં વંદે ભારત ઓપરેશન

પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક અને પત્રકાર જેમનું તાજેતરમાં નિધન થયું
*✔️તારેક ફતેહ*
*✔️તેઓ ઇસ્લામ અને આતંકવાદ વિરુદ્ધ નીડર નિવેદનો કરતા હોવાથી જાણીતા હતા*
*✔️તેઓ પોતાને 'હિન્દુસ્તાન કા બેટા' , 'પંજાબ કા શેર' , 'કેનેડા કા પ્રેમી' ગણાવતા હતા*

ઓસ્ટ્રેલિયાના કયા મેદાન પર સચિનના નામના ગેટનું અનાવરણ કરવામાં આવ્યું
*✔️સિડની મેદાન*
*✔️યયુનાઇટેડ અમીરાતના શારજાહમાં પણ સચિન તેંડુલકરનું સન્માન કરવામાં આવ્યું એક સ્ટેન્ડનું નામ આપવામાં આવ્યું*

ભારતીય સર્કસના પિતામહ ગણાતા જેમનું હાલમાં નિધન થયું
*✔️જૈમીની શંકર*
*✔️1951માં વિજયા સર્કસ કંપની ખરીદી જૈમીની નામ આપ્યું*
*✔️જમ્બો સર્કસ કંપનીની સ્થાપના કરી*
*✔️તેમનો જન્મ 13 જૂન, 1924ના રોજ કેરળના કોલાસ્સેરી થાલાસ્સેરીમાં થયો હતો*

વિઝડન ક્રિકેટરમાં પસંદ કરાયેલી 5 ક્રિકેટરોમાં સામેલ પ્રથમ ભારતીય ખેલાડી
*✔️હરમનપ્રીત કૌર*

પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહેલા અને શિરોમણી અકાલી દળના વડા જેમનું હાલમાં નિધન થયું
*✔️પ્રકાશસિંહ બાદલ*
*✔️જન્મ:- 8 ડિસેમ્બર, 1927, પંજાબના અબુલ ખુરાના ગામમાં*
*✔️1957માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા*

નેશનલ હેલ્થ એકાઉન્ટ એસ્ટીમેન્ટ ફોર ઇન્ડિયા 2019-20ના રિપોર્ટ અનુસાર ગુજરાતીઓના આરોગ્ય પાછળ રાજ્ય સરકાર વ્યક્તિદીઠ કેટલા રૂપિયા ખર્ચ કરે છે
*✔️૱1861*
*✔️ગુજરાત સાતમા ક્રમે*
*✔️પ્રથમ હિમાચલ પ્રદેશ (૱3829)*

હિન્દીમાં દેશનો પ્રથમ સમાનાર્થી શબ્દકોશ 'સમાંતર કોશ' બનાવનાર
*✔️અરવિંદકુમાર*

તાજેતરમાં ગુજરાત સરકારના કયા કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થયા
*✔️સ્વાગત કાર્યક્રમ*
*✔️ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003માં શરૂ થયેલ પ્રજાની સમસ્યાઓને સાંભળતી અનોખી સેવા*

જાપાની સ્પેસ્ક્રાફ્ટ જે તાજેતરમાં ચંદ્ર પર લેન્ડિંગ થતા જ તૂટી ગયું
*✔️હાકુતો-આર મિશન-1*

કયા અમેરિકી રાજ્યમાં દિવાળી તહેવાર નિમિત્તે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી
*✔️પેન્સિલ્વેનિયામાં*
2023માં ગુજરાત રાજ્યના 63માં સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*✔️જામનગર ખાતે*

ગુજરાત સ્થાપના દિન પહેલી મેએ શ્રમિક દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*✔️ગાંધીનગર*

ટેસ્ટ મેચ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનાર સ્પિનર કોણ બન્યો
*✔️શ્રીલંકાનો પ્રબાથ જયસુર્યા (7 ટેસ્ટ મેચમાં)*

29 એપ્રિલઆંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ કોણે સોપાયો
*✔️પ્રેમવીરસિંહ*

ગોલ્ડન ગ્લોબ રેસ પુરી કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*✔️નિવૃત્ત નેવી કમાન્ડર અભિલાશ ટોમી*
*✔️હોડીમાં વિશ્વની પરિક્રમા કરી*

છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલી હુમલો

તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાને મેગ્સેસે એવોર્ડ મળ્યો.

💥💥
*🔥મે મહિનાના વિશેષ દિવસ🔥*

1 મેમહારાષ્ટ્ર-ગુજરાત સ્થાપના દિવસ, આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ

મે માસનો પ્રથમ મંગળવારવિશ્વ અસ્થમા દિવસ

3 મેવિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

4 મેઆંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ

મે માસનો પ્રથમ રવિવારવિશ્વ હાસ્ય દિવસ

8 મેવિશ્વ રેડ ક્રોસ દિવસ

11 મેરાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ

12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

મે માસનો બીજો રવિવારમધર્સ ડે

15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

21 મેરાજીવ ગાંધી પુણ્યતિથિ

30 મેહિન્દી પત્રકારત્વ દિવસ

31 મેવિશ્વ તમાકુ અટકાયત દિવસ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/05/2023 થી 08/05/2023🗞️*

સ્પેસવોક કરનારા પ્રથમ અરબ અંતરિક્ષયાત્રી કોણ બન્યા
*☑️સંયુક્ત આરબ અમીરાત (UAE)ના સુલતાન અલનેયાદી*

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પહેલું રાજ્ય કયું બનશે
*✔️ઉત્તરાખંડ*

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ ડબલ્સમાં ભારતને ગોલ્ડ અપાવનાર જોડી
*☑️સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી*
*☑️ફાઇનલમાં મલેશિયાના વન યૂ સિન અને ટિયો ઈ યીનીને હરાવ્યા*

લાડલી લક્ષ્મી યોજના 2007થી કયા રાજ્યમાં ચાલી રહી છે
*☑️મધ્યપ્રદેશ*

હેપ્પીનેસ કન્સલ્ટિંગ હેપ્પીનેસ સરવે 2022 મુજબ ગુજરાત કમાણીમાં દેશમાં કયા ક્રમે છે
*☑️7મા*
*☑️ખુશીમાં 17મા ક્રમે*
*☑️ગોવા કમાણીમાં પ્રથમ ક્રમે અને ખુશીમાં હિમાચલ પ્રદેશ પ્રથમ*

બંધારણીય ખંડપીઠે કઈ કલમમાં સુધારો કરી નિર્ણય કર્યો કે છૂટાછેડા માટે 6 મહિના રાહ જોવાની જરૂર નથી
*☑️કલમ 142*
*☑️ન્યાયમૂર્તિ એસ.કે.કૌલ*

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વિશેષ સચિવપદે કોની નિમણૂક કરવામાં આવી
*☑️પ્રવીણ સિંહા*

તાજેતરમાં બંગાળની ખાડીમાં મોકા (મોચા) ચક્રવાતનો ઉદ્દભવ્યું, આ ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા અપાયું
*☑️યેમેન*

રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ નામની સંસ્થા દ્વારા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ અનુસાર 180 દેશોમાં પ્રેસ આઝાદી મામલે ભારત કેટલામાં ક્રમે છે
*☑️161મા*
*☑️2022માં 150મા ક્રમે હતું*

વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ કોણ બન્યા
*☑️ભારતીય મૂળના અજયસિંહ બાંગા*
*☑️વર્લ્ડ બેંકના અધ્યક્ષ બનનાર પ્રથમ ભારતીય બન્યા*
*☑️તેઓ IIM અમદાવાદમાં ભણેલા*

વિધાનસભામાં રજૂ થયેલા આંકડા 2022 અનુસાર ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનો અંદાજ છે
*☑️1395*
*☑️સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં*
*☑️2022માં 367 દીપડાના મોતનો અંદાજ*

વીરતા પદકથી સન્માનિત પ્રથમ મહિલા IAF અધિકારી કોણ બન્યા
*☑️દીપિકા મિશ્રા*
*☑️2021માં મધ્યપ્રદેશમાં પૂરમાં 47 લોકોના જીવ બચાવ્યા હતા*
*☑️દીપિકા મિશ્રા રાજસ્થાનની કોટા વિસ્તારના છે*

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને (BRO) ઉત્તરાખંડના કયા ગામને ભારતનું પ્રથમ ગામ બનાવ્યું
*☑️માણા*
*☑️પહેલા ચીન સરહદે આવેલું છેલ્લું ગામ ગણાતું હતું*
*☑️આ ગામના સ્થાનિક લોકો ભોટિયા જાતિના છે*

બેલ્જિયમની વિટો કંપની કચરામાંથી બાયોડિઝલ બનાવવાનો પ્રોજેકટ ક્યાં શરૂ કરશે
*☑️ઉત્તરપ્રદેશમાં અયોધ્યા ખાતે*

ગુમનામ મૃતદેહોની ઓળખ મળે એ માટે પ્રથમ DNA ડેટાબેઝ ક્યાં બનાવ્યો
*☑️હિમાચલ પ્રદેશ*

ગુજરાતમાં સૌપ્રથમ વર્ચ્યુઅલ ઈ-કોર્ટનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો
*☑️અમદાવાદ શહેરમાં ઘી કાંટા વિસ્તારમાં સ્થિત ફોજદારી કોર્ટ (મેટ્રોપોલિટન કોર્ટ) ખાતે*

તાજેતરમાં શાંઘાઈ કો-ઓપરેશન (SCO)ની બેઠકનું આયોજન ક્યાં થયું
*☑️ગોવા*

યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી ભારતીયોને ખસેડવા માટે શરૂ કરવામાં આવેલ ઓપરેશન કાવેરી પૂર્ણ થયું.આ ઓપરેશન અંતર્ગત કેટલા ભારતીયોને પરત લવાયા
*☑️3862*

*8 મેઆંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ

તાજેતરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
*☑️74 વર્ષીય ચાર્લ્સ બ્રિટિશ ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાજા બન્યા*

અમદાવાદનું સૌપ્રથમ 50 હજાર ચોમી.માં આરોગ્ય વન ક્યાં બનાવવામાં આવશે
*☑️શીલજ*

દેશનું પ્રથમ સોલાર સીટી કયું બનશે
*☑️સાંચી શહેર*
*☑️સાંચી શહેર કર્કરેખા પર આવેલું છે*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-09/05/2023 થી 11/05/2023🗞️*

કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના નવા પ્રમુખ તરીકે કયા ભારતીય મૂળના વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી
*☑️સચિત મહેરા*

મેડિકલ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે ગુજરાતના જાણીતા ન્યુરોલોજીસ્ટ જેમને તાજેતરમાં રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન-લંડન સંસ્થા દ્વારા ફેલોશીપ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
*☑️ડૉ.પ્રોફેસર સુધીર વી.શાહ*

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*☑️ચંડીગઢ*

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગોડફાધર ગણાતા જેમને ગૂગલની નોકરી છોડી દીધી
*☑️જ્યોફ્રી હિન્ટન*

દિલ્હીમાં 3D ગુફામાં વર્ચ્યુઅલ રીતે જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરી શકાશે.આ ગુફા કોના દ્વારા બનાવવામાં આવી છે
*☑️ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા*

રિયો 2016 ઓલિમ્પિક ગેમ્સની અમેરિકાની લોન્ગ જમ્પર અને દોડવીર સુવર્ણચંદ્રક વિજેતા મહિલા તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી
*✔️ટોરી બોવી*

તાજેતરમાં મહિલા ક્રિકેટર શબનીમ ઇસ્માઇલે ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી. તેઓ કયા દેશના છે
*☑️દક્ષિણ આફ્રિકા*

વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્ર બનાવવા માટેની ડિઝાઇન આયુષ મંત્રાલય અને WHOના સહયોગથી તૈયાર થઈ ગયું છે અને WHOએ મજૂરી આપી દીધી છે. આ કેન્દ્ર ક્યાં બનાવવામાં આવ્યું છે
*☑️જામનગરના ગોરધનપર ખાતે*

લોરીયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ👇🏻
*☑️લિયોનેલ મેસ્સી સ્પોર્ટ્સમેન ઓફ ધ યર*
*☑️આર્જેન્ટિના ટીમ ઓફ ધ યર*

અમેરિકાના અલબામાના પત્રકાર પિતા-પુત્ર જેઓ બ્રિટનમાં પત્રકારત્વ કરે છે તેમને પત્રકારત્વનું નોબેલ ગણાતું પુલીત્ઝર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️જોન આર્ચીબાલ્ડ અને તેમના પુત્ર રૈમસે આર્ચીબાલ્ડ*

11 મેનેશનલ ટેક્નોલોજી દિવસ

જ્ઞાન સાધના યોજના👇🏻
*☑️ગુજરાતમાં પ્રતિવર્ષ 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપની યોજના*
*☑️ધોરણ 9 અને 10માં વાર્ષિક 20,000 અને ધોરણ 11 અને 12માં 25,000 મળશે*
*☑️ધોરણ 8ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/05/2023 થી 15/05/2023🗞️*

જળશક્તિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશના 13 રાજ્યોમાં જળસ્ત્રોતનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય કયું છે
*☑️ગુજરાત*
*☑️ગુજરાત 99.7% જળસ્ત્રોતનો ઉપયોગ કરે છે*
*☑️ગુજરાતમાં 54,059 જળસ્ત્રોતોમાંથી હાલ 53,903થી સિંચાઈ થાય છે*
*☑️99.93% સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને*

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો
*☑️યુજવેન્દ્ર ચહલ*

IPL ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી (50 રન)કરનાર બેટ્સમેન કોણ બન્યો
*☑️યશસ્વી જયસ્વાલ*
*☑️13 બોલમાં 50 રન કર્યા*
*☑️કોલકાતા નાઈટ રાઈડર્સ સામે*
*☑️યશસ્વી જયસ્વાલ રાજસ્થાન તરફથી રમે છે*

બેન્કોમાં દાવા વગરની કરોડો રૂપિયાની થાપણોના માલિકને શોધવા માટે રિઝર્વ બેન્ક 1લી જૂનથી 100 દિવસ માટે ખાસ અભિયાન શરૂ કરશે.આ અભિયાનનું નામ શું છે
*☑️100 દિવસ 100 પેજ*

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડે કઈ સેવાનું લોકાર્પણ કર્યું જેનાથી આ સુવિધાથી 24 કલાક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કેસ દાખલ કરી શકાશે
*☑️ઈ-ફાઇલિંગ 2.0*

12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ ડે
*☑️પ્રતિ 1 હજાર લોકોએ નર્સની સૌથી વધુ સંખ્યા જર્મનીમાં (12.9)*
*☑️ભારત 10મા ક્રમે (1.5)*

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંથી કરાવ્યો
*☑️ગાંધીનગરના વલાદથી*

સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ ભારતમાં પ્રતિ 1 લાખ પ્રસૂતિએ માતા મૃત્યુદર કેટલો છે
*☑️97*
*☑️ગુજરાતમાં આ દર 57નો છે*
*☑️વિશ્વમાં આ દર 223 છે*

ગુજરાતના એકમાત્ર ગરીબી રેખા હેઠળ જીવતા પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ રાઠોડનું અવસાન થયું. તેઓ 1967માં કઈ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા
*☑️ખેડબ્રહ્મા*

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવીનું કેરળના સમુદ્ર કિનારેથી ૱ 12,000 કરોડનું 2500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું.આ ઓપરેશનનું નામ શું છે
*☑️ઓપરેશન સમુદ્રગુપ્ત*

કયા રાજ્યની સરકારે વસતી વધારવા માટે બેથી વધુ સંતાનો પર પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે તથા અન્ય ફાયદા પણ મળશે
*☑️સિક્કિમ*
*☑️1 જાન્યુઆરી 2023થી યોજના લાગુ મનાશે*

નેપાળના પર્વતારોહક જેમને તાજેતરમાં 26મી વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી
*☑️પાસંગ દાવા શેરપા*
*☑️કામી રીતાના રેકોર્ડની બરાબરી કરી*

ઇન્ડિયન નેવીમાં સમાવિષ્ટ કરાયેલુ નવું યુદ્ધ જહાજ જેના પરથી બ્રહ્મોસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું
*☑️INS મારમુગાઓ (માર્મુગોઆ)*
*☑️આ જહાજ 75% સ્વદેશી બનાવટનું છે*
*☑️P-15 બ્રાવો પ્રોજેક્ટનું બીજું જહાજ છે*

15 મેવિશ્વ પરિવાર દિવસ

નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સરવે ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️40મા*

કેન્દ્રીય તપાસ સંસ્થા CBIના નવા ડિરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️કર્ણાટકના DGP પ્રવીણ સૂદ*

ટ્વિટરના નવા સીઈઓ
*☑️લિન્ડા યાકારિનો*

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં રજીસ્ટ્રેશન ધરાવતા વેપારીઓને દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકે તેવું સોફ્ટવેર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્સીસ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું. આ સોફ્ટવેરનું નામ શું છે
*☑️અદ્વૈત*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/05/2023 થી 22/05/2023🗞️*

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા ચેરમેન કોણ બન્યા
*☑️શિક્ષણવિદ મનોજ સોની*
*☑️તેઓ અગાઉ એમ.એસ.યુનિવર્સિટી તથા ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે*

માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત દેશની પ્રથમ ઇન્ટરસિટી બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી
*☑️દિલ્હીમાં*
*☑️દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેશન પરથી લીલીઝંડી આપવામાં આવી*

17 મેહાઇપર ટેંશન ડે

સુદિરમન કપ કઈ રમત માટે રમાય છે
*☑️બેડમિન્ટન*

હિન્દુજા જૂથના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*☑️શ્રીચંદ પરમાનંદ હિન્દુજા (એસ.પી.હિન્દુજા)*

18 મેવર્લ્ડ મ્યુઝિયમ ડે

નેપાળના પર્વતારોહક જેમને તાજેતરમાં 27મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વવિક્રમ સર્જ્યો
*☑️કામી રિતા શેરપા*

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*☑️સિદ્ધારમૈયા*
*☑️ડી.કે શિવકુમાર ડેપ્યુટી સીએમ*

કિરણ રિજિજુને હટાવી નવા કાયદા મંત્રી કોણે બનાવાયા
*☑️અર્જુન રામ મેઘવાલ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા રાજયમાં પહેલી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી
*☑️ઓડિશા*
*☑️પુરી-હાવડા વચ્ચે*

માધવસિંહ સોલંકીની સરકારમાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલા જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️હસમુખ પટેલ*

તાજેતરમાં જી-7 દેશોની બેઠક ક્યાં મળી હતી
*☑️જાપાનના હિરોશિમામાં*

75 વીઘામાં દેશનો સૌથી મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ ક્યાં બનશે
*☑️રાજકોટ*

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️બ્રાયન બૂથ*
*☑️1956ની ઓલિમ્પિક હોકી ટીમમાં પણ સામેલ હતા*

ભારતે 100 કલાકમાં 100 કિમી. (112 કિમી.) રસ્તો તૈયાર કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો.આ રસ્તો ક્યાં બનાવવામાં આવ્યો
*☑️ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસ વેની નજીક હાઈ-વે 34 પર*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*☑️જાપાનના હિરોશિમામાં*

તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં કયા તળાવનું લોકાર્પણ કર્યું
*☑️છારોડી તળાવ*

22 મેઆંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ

બાર્સોલોનાની સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં મેન્સ તથા વિમેન્સ ટીમે ટાઇટલ જીત્યું.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/05/2023 થી 31/05/2023🗞️*

રાજ્ય સરકારની દીપડાની વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં દીપડાની વસતી કેટલી છે
*☑️1850 કરતા વધુ*
*☑️ગુજરાતમાં 7 વર્ષમાં 32% દીપડા વધ્યા*
*☑️દર વર્ષે 4.65% વૃદ્ધિ થઈ*
*☑️સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દીપડા*

જેવલિન થ્રોમાં વિશ્વનો નંબર વન ખેલાડી કોણ બન્યો
*☑️નીરજ ચોપરા*
*☑️આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથલીટ બન્યો*
*☑️ગ્રેનેડાના એન્ડરસન પીટર્સને પાછળ રાખ્યો*

પ્રથમવાર સાઉદી અરબની અવકાશયાત્રી જે તાજેતરમાં સ્પેસએક્સ ખાનગી રોકેટ દ્વારા સ્પેસમાં પહોંચી
*☑️રય્યાના બરનાવી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા બે દેશોના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ફીજી અને પાપુઆ ન્યુ ગિની*

ગુજરાત રાજ્યમાં ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં કયો જિલ્લો પ્રથમ આવ્યો
*☑️નવસારી*
*☑️બીજા ક્રમે રાજકોટ*
*☑️ત્રીજા ક્રમે અમદાવાદ*
*☑️10 વિવિધ કામગીરીને ધ્યાને લઇ પરિણામ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હેરિસ પાર્કનું નામ બદલીને શુ કર્યું
*☑️લિટલ ઇન્ડિયા*

સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️અભિનેતા આયુષ્યમાન ખુરાના*

રીડિંગ લાઉન્જ ધરાવતું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું
*☑️વારાણસીનું લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ*

વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ કોણે મળશે
*☑️બલ્ગેરિયન લેખક જ્યોર્જી ગોસ્પાડીનોવને તેમની નવલકથા 'ટાઈમ શેલ્ટર' માટે*
*☑️ભૂતકાળની સ્મૃતિઓને વર્તમાનમાં જીવંત કરતી બલ્ગેરિયન ભાષામાં લખાયેલી નવલકથા*
*☑️આ ભાષાના પુસ્તકને પ્રથમવાર ઇનામ મળ્યું*

વિશ્વના સૌથી કંગાળ અને દુઃખી 157 દેશોની યાદીમાં કયો દેશ પ્રથમ ક્રમે છે
*☑️ઝિમ્બાબ્વે*
*☑️ભારત 103મા ક્રમે*
*☑️હેપ્પીએસ્ટ ગણાતું ફિનલેન્ડ 109મા ક્રમે*

પ્રથમવાર 'મેંગો ડે' ક્યાં મનાવવામાં આવશે
*☑️જૂનાગઢ*

CBIના વડા તરીકે કોણે ચાર્જ સંભાળ્યો
*☑️કર્ણાટકના પૂર્વ DGP પ્રવીણ સૂદે*

સૌથી લાંબા ગીત તરીકે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કયા ગીતને સ્થાન મળ્યું
*☑️શ્રીરામચરિત માનસ*
*☑️વારાણસીના ડૉ.જગદીશ પિલ્લઈએ 138 કલાક, 41 મિનિટ, 2 સેકન્ડ ગાયું*

તાજેતરમાં વર્તમાનપત્રમાં 'ડામ' શબ્દ ચર્ચામાં હતો.તે શું છે
*☑️મોબાઈલ વાઇરસ*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો
*☑️75 રૂપિયાનો*
*☑️44 મિમી વ્યાસ, 34.65 ગ્રામ વજન*
*☑️સિક્કાની એક બાજુ અશોકસ્તંભ*
*☑️50% ચાંદી, 40% તાંબું, 5% નિકલ, 5% ઝિંક*

ગુજરાત પ્રિન્સિપાલ ઇન્કમટેક્સ ચીફ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️હરિન્દર બીર સિંઘ ગિલ*

કેન્દ્રીય તકેદારી આયુક્ત (CVC) તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️પ્રવિણકુમાર શ્રીવાસ્તવ*

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ઓડિટર જનરલ પદે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ભારતના કંપટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ગિરીશચંદ્ર મુર્મુ*

ઈસરોએ શ્રીહરિકોટાથી કયા 2232 કિલો વજનના નેવિગેશન સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું
*☑️NVS-01*

IPL સિઝન-16માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ચેન્નઈ સુપરકિંગ્સ*
*☑️CSK 5મી વખત ચેમ્પિયન બની મુંબઇ ઇન્ડિયન્સની બરાબરી કરી*
*☑️ગુજરાતને હરાવ્યું*
*☑️ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી*

ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ પદે કોની ફરીથી નિયુક્તિ કરવામાં આવી
*☑️શશીપાલ રાજપૂત*

આસામને પહેલી વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી.આ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*☑️આસામના ગુવાહાટીથી પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડી સુધી*

તુર્કીયેની પ્રમુખપદની ચૂંટણીમાં કોણ ફરીથી ચૂંટાયા
*☑️રેસેપ તૈયબ એર્દોગન*

ક્રિકેટર સચિન તેંડુલકર કયા રાજ્યના 'સ્માઈલ એમ્બેસેડર' બન્યા
*☑️મહારાષ્ટ્ર*

તાજેતરમાં UPSCના સભ્ય કોણ બન્યા
*☑️ગુજરાત કેડરના 1988ની બેચના IAS અધિકારી બી.બી.સ્વૈન*

પૃથ્વીના ઇતિહાસ અને ભવિષ્યના રોમાંચક સંશોધન માટે NASAએ કઈ કંપની સાથે હાથ મિલાવ્યા
*☑️IBM કંપની*

સ્વિસ ફર્મ IQAir એ તાજેતરમાં 'વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ-2022' બહાર પાડ્યો. તે અનુસાર વિશ્વના ટોપ 50 પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે
*☑️39 શહેરો*
*☑️ભારત 2022માં વિશ્વનો 8મો સૌથી પ્રદૂષિત દેશ, ગયા વર્ષે 5મા સ્થાને હતો*
*☑️પાકિસ્તાનનું લાહોર સૌથી પ્રદૂષિત શહેર, બીજા ક્રમે ચીનનું હોટન*
*☑️ઓસ્ટ્રેલિયાના કેનબેરાની હવા સૌથી સ્વચ્છ*

75 વર્ષ પછી પવિત્ર સેંગોલ (રાજદંડ) સંસદમાં સ્થાપિત કરાશે.
☑️ઉદ્દઘાટન વખતે લોકસભા સ્પીકરની બેઠક પાસે સ્થાપિત
☑️પવિત્ર સેંગોલ (રાજદંડ) 14 ઓગસ્ટ, 1947ની રાત્રે 10.45 વાગ્યે પં.નેહરુએ સત્તાનું હસ્તાંતરણ કરતી વેળાએ અંગ્રેજોએ સોંપ્યો હતો.
☑️1978થી અલ્હાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો.
☑️રાજદંડ ચાંદીનો છે.વજન- 800 ગ્રામ (ગોલ્ડ પ્લેટેડ), લંબાઈ- 5 ફૂટ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗒️જૂન માસના મહત્વપૂર્ણ દિવસ🗒️*

3 જૂનવિશ્વ સાઇકલ દિવસ

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

જૂન માસનો ત્રીજો રવિવારફાધર્સ ડે

21 જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ

*🗞️Date:-01/06/2023 થી 03/06/2023🗞️*

વિશ્વની સૌથી મોટા ખાદ્યાન્ન સંગ્રહ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. આ યોજના માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે
*☑️૱1 લાખ કરોડ રૂપિયા*
*☑️અનાજ સંગ્રહ વધારી 700 લાખ ટન કરવાની સરકારની યોજના*

મહારાષ્ટ્રનું અહમદનગર હવે કયા નામે ઓળખાશે
*☑️અહલ્યા નગર*
*☑️આ અગાઉ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું હતું*

તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યના 16 જિલ્લાના કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા
*☑️35 ગામો*
*☑️સરકાર દરેક ગામને 5 લાખ રૂપિયાનું ઇનામ આપશે*
*☑️સ્માર્ટ ગામોને ગ્રામીણ સંસ્કૃતિના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે*
*☑️2 થી 6 હજારની વસતી ધરાવતા ગામોની પસંદગી*

તાજેતરમાં ભારત અને નેપાળ દેશ વચ્ચે મહત્વના 7 કરાર કરવામાં આવ્યા.તેમાં કયા સેક્ટર ઉઓર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
*☑️પાવર સેકટર*
*☑️ભારત નેપાળમાં 3 હાઈડ્રો પાવર પ્રોજેકટ હાથ ધરશે*
*☑️વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે (પ્રચંડ) બિહારના બાથનાહાથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની કાર્ગો ટ્રેનને લીલી ઝંડી આપી*

અમેરિકા, ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગીગા પ્રોજેકટ કયા રાજ્યમાં સ્થપાશે
*☑️ગુજરાત*
*☑️સાણંદમાં પ્લાન્ટ શરૂ થશે*
*☑️તાતા ગ્રુપ સાથે સરકારે કરાર કર્યા*

બનાસ ડેરીના ફરીથી બિનહરીફ ચેરમેન કોણ બન્યા
*☑️શંકર ચૌધરી*

ત્રણ દિવસીય રાષ્ટ્રીય રામાયણ મહોત્સવ ક્યાં ચાલી રહ્યો છે
*☑️છત્તીસગઢના રાયપુરમાં*

ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન પોલિસી મુજબ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
*☑️45%*

ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી જુનિયર મેન્સ હોકી એશિયા કપ રેકોર્ડ કેટલામી વાર ટાઇટલ જીત્યું
*☑️ચોથી વાર*

યુરોપા લીગ ફૂટબોલ : રોમાને હરાવી સેવિલા ટીમ 7મી વખત ચેમ્પિયન.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04/06/2023 થી 09/06/2023🗞️*

તાજેતરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત કયા રાજ્યમાં થયો
*☑️ઓડિશા (બાલાશોર)*

તાજેતરમાંજાપાનમાં આવેલ ચક્રવાતી તોફાન
*☑️મવારે*

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

હિન્દી મરાઠી ફિલ્મોના પીઢ અભિનેત્રી જેમનું હાલમાં નિધન થયું
*☑️સુલોચના*
*☑️300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો*

તાજેતરમાં વન-ડે ઈતિહાસમાં 400મી મેચ જીતવાનો રેકોર્ડ કયા દેશે બનાવ્યો જે વિશ્વનો પાંચમો દેશ બન્યો
*☑️શ્રીલંકા*

સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયર્મેન્ટ 2023ના રિપોર્ટ અનુસાર દેશમાં પર્યાવરણ સુરક્ષામાં ગુજરાત કયા ક્રમે છે
*☑️બીજા*
*☑️તેલંગણા પ્રથમ*

પર્યાવરણવિદ ભૂતપૂર્વ IFS અધિકારી જેમનું તાજેતરમાં અવસાન થયું
*☑️મનોજ મિશ્રા*
*☑️યમુના નદીને પુનર્જીવિત કરવા જળ અભિયાન શરૂ કર્યું હતું*

નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2023ની યાદી મુજબ દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં મેનેજમેન્ટ શ્રેણીમાં સતત ચોથા વર્ષે કઈ સંસ્થા પહેલા ક્રમે આવી
*☑️અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A)*
*☑️ગુજરાત યુનિવર્સિટી 61મા ક્રમે*
*☑️IIT-મદ્રાસ દેશની પ્રથમ નંબરબી શૈક્ષણિક સંસ્થા, પાંચમી વખત ટોચ પર*

ધારાવાહિક 'મહાભારત'માં શકુનીનું પાત્ર ભજવનાર કલાકાર જેમનું હાલમાં નિધન થયું
*☑️ગુફી પેન્ટલ*

તાજેતરમાં ફૂટબોલર જલાટન ઇબ્રાહિમોવિચે નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ કયા દેશના છે
*☑️સ્વીડન*

તાજેતરમાં દક્ષિણ કોરિયાના યેચીનોનમાં એશિયન અંડર-20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ડેકલાથોન ઇવેન્ટમાં કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો કે જે તેઓ આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા
*☑️સુનિલ કુમાર*

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને કયા દેશ દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️સૂરીનામ*
*☑️આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા*
*☑️સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ તેમને 'ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઇન ઓફ યલો સ્ટાર' એવોર્ડ આપ્યો*

7 જૂનવર્લ્ડ ફૂડ સેફટી ડે

ઇંગ્લેન્ડના ધ ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે.જેમાં બ્રિટિશ ઇન્ડિયન એવા કઈ મહિલાએ ભારતનું રાષ્ટ્રગીત ગાયું
*☑️ગીતાબા ઝાલા*

વિશ્વના ટોચના 20 સૌથી વાયુ પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે
*☑️15*
*☑️પાકિસ્તાનનું લાહોર સૌથી વધુ પ્રદૂષિત*

કયા દેશમાં વિમાનમાં ચડતા પહેલા પેસેન્જરનું વજન કરવામાં આવશે
*☑️ન્યુઝીલેન્ડ*

ભારત તાજેતરમાં 13 દેશોનો સંગઠન ધરાવતા સેન્ટ્રલાઈઝડ લેબોરેટરી નેટવર્ક (CLN)નું સભ્ય બન્યું.તેનો હેતુ શું છે
*☑️રોગચાળા દરમિયાન રસીઓનું પરિક્ષણ કરવાનું*

અમેરિકાના નેતૃત્વ હેઠળના મેરિટાઇમ ફોર્સમાંથી કયો દેશ બહાર થયો
*☑️યુનાઇટેડ આરબ અમીરાત (UAE)*

બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર પ્રવાસીઓના રહેવા માટે દુનિયાનું સૌથી મોંઘુ શહેર કયું બન્યું
*☑️ન્યૂયોર્ક*
*☑️બીજા ક્રમે હોંગકોંગ, ત્રીજા જીનીવા, ચોથું લંડન અને પાંચમું સિંગાપોર*

દુનિયાનો પહેલો દેશ જ્યાં ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે
*☑️ઇઝરાયેલ*

દૂરદર્શનના જાણીતા ન્યુઝ એન્કર જેમનું તાજેતરમાં અવસાન થયું
*☑️ગીતાંજલિ અય્યર*
*☑️1975થી દૂરદર્શન સાથે જોડાયેલા હતા અને 2005માં નિવૃત્ત થયા હતા*

ફૂડ સેફટી ઇન્ડેક્સ 2023 અનુસાર આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️છઠ્ઠા*
*☑️કેરળ પહેલા ક્રમે*

રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*☑️સુરત*
*☑️21 જૂન - વિશ્વ યોગ દિવસની થીમ :- એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ*

મિસ વર્લ્ડ -2023 સ્પર્ધાનું આયોજન કયા દેશમાં થશે
*☑️ભારત*

તાજેતરમાં DRDO દ્વારા ઓડિશા દરિયા કિનારે ડૉ.એપીજે અબ્દુલ કલામ દ્વિપ ખાતે કઈ નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
*☑️અગ્નિ પ્રાઈમ*
*☑️2000 કિમી. રેન્જ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-10/06/2023 થી 16/06/2023🗞️*

10 જૂનવિશ્વ નેત્રદાન દિવસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️શક્તિસિંહ ગોહિલ*

જુનિયર મહિલા હોકી એશિયા કપમાં ભારતીય ટીમે કયા દેશની ટીમને હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું
*☑️દક્ષિણ કોરિયા*
*☑️દક્ષિણ કોરિયા જુનિયર મહિલા હોકી એશિયા કપ 4 વખત ચેમ્પિયન બની ચૂક્યું છે*
*☑️જાપાનના કાકામીગહારામાં ફાઈનલ રમાઈ હતી*

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં ભારતને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઓસ્ટ્રેલિયા*

સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર કયો પુરુષ ટેનિસ ખેલાડી બન્યો
*☑️સર્બિયાનો નોવાક જોકોવિચ*
*☑️તાજેતરમાં ફ્રેન્ચ ઓપનનું પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીત્યું*
*☑️23મુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ*
*☑️નોર્વેના કેસ્પર રુડને હરાવ્યો*
*☑️રાફેલ નડાલ 22 વખત, રોજર ફેડરર 20 વખત, પેટ સેમ્પ્રાસ 14 વખત ગ્રાન્ડસ્લેમ જીતી ચુક્યા છે*

12 જૂનબાળમજૂરી નિષેધ દિવસ

કર્ણાટક રાજ્યમાં કઈ યોજના હેઠળ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરવામાં આવી
*☑️શક્તિ યોજના*

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પ્રોજેકટ એપ્રોવલ બોર્ડ (PAB)ના આંકડા મુજબ 2021-22માં રાષ્ટ્રીય સરેરાશ સ્કૂલ ડ્રોપ આઉટ રેટ કેટલો છે
*☑️12.6%*
*☑️ગુજરાતમાં 17.85%*

વર્લ્ડ ઓફ સ્ટેટીસ્ટીક્સ અનુસાર વિશ્વના ટોચના 5 અર્થતંત્રમાં ભારતીય અર્થતંત્રનું કદ કેટલા ટ્રીલિયન ડોલર થયું
*☑️3.75 ટ્રીલિયન ડોલર (૱3.07 લાખ કરોડ રૂપિયા)*
*☑️1.અમેરિકા, 2.ચીન, 3.જાપાન, 4.હોંગકોંગ, 5.ભારત*

અંડર-20 ફૂટબોલ વર્લ્ડકપમાં ઇટાલીને હરાવી કઈ ટિમ ચેમ્પિયન બની
*☑️ઉરૂગ્વે*

14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

પોતાની બ્રોડબેન્ડ સેવા શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️કેરળ*
*☑️K-FON અથવા કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક*

ડચ નોબેલ ગણાતા પ્રતિષ્ઠિત સ્પીનોઝા પુરસ્કાર માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી
*☑️પ્રોફેસર જોયિતા ગુપ્તા*

ઓસ્ટ્રેલિયન કંપની કમ્પેટના અભ્યાસ અનુસાર વિશ્વમાં રોજ સરેરાશ કેટલા અકસ્માત થાય છે
*☑️13.50 લાખ*
*☑️ભારત 17માં ક્રમે*
*☑️જાપાનીઝ ડ્રાઈવરો સૌથી સુરક્ષિત*

ભારત અમેરિકા પાસેથી કયા 30 ડ્રોન ખરીદશે
*☑️પ્રિડેટર ડ્રોન MQ 9B*
*☑️25 હજાર કરોડનો ડ્રોન સોદો*

તાજેતરમાં રીંછની વસતી ગણતરી કરવામાં આવી જે મુજબ બનાસકાંઠા જિલ્લાના જેસોર અભ્યારણમાં બાલાજી અંબાજી અભ્યારણમાં રીંછોની સંખ્યા 121થી વધીને કેટલી થઈ
*☑️358*
*☑️રાજ્યના 7 જિલ્લામાં રીંછની હાજરી*

કો-ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે બિન હરીફ કોણ ચૂંટાયા
*☑️અજય પટેલ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-17/06/2023 થી 22/06/2023🗞️*

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીનું નામ બદલીને હવે શું કરવામાં આવ્યું
*☑️પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી*

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા નીકળી
*☑️146મી*
*☑️યાત્રાધામ ડાકોરમાં 251મી રથયાત્રા*

પુરુષ ડબલ્સની કઈ ભારતીય જોડીએ ઇન્ડોનેશિયન પાન સુપર 1000 બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી પ્રથમ ભારતીય બન્યા
*☑️સાત્વિક સાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટી*

વર્ષ 2021 માટેનું ગાંધી શાંતિ પુરસ્કાર કોણે આપવામાં આવશે
*☑️ગીતા પ્રેસ ગોરખપુર*
*☑️આ પુરસ્કારમાં 1 કરોડ રૂપિયા રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે*
*☑️1923માં ગીતા પ્રેસની સ્થાપના થઇ હતી*

જાસૂસ એજન્સી RAWના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️રવિ સિંહા*
*☑️છત્તીસગઢ કેડરના 1988 બેચના વરિષ્ઠ IPS અધિકારી*

ભારતે કઈ સ્વદેશી મિસાઈલ વિયેતનામને ભેટ આપી
*☑️કૃપાણ*

એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ફેન્સર કોણ બન્યા
*☑️ભવાની દેવી*

તાજેતરમાં કયા દેશમાંથી 3000 હજાર વર્ષ જૂની તલવાર મળી
*☑️જર્મની*

21મી જૂનનવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
☑️થીમ :- Yoga for Harmony and peace
☑️વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ન્યૂયોર્કમાં યોગ કરવામાં આવ્યા.

દક્ષિણ કોરિયામાં યોજવામાં આવેલ અંડર-20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં 1500 મીટર દોડમાં કઈ મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો
*☑️લક્ષિતા સંડીલા*

RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️સ્વામીનાથન જાનકીરામન*

ઝિમ્બાબ્વે માટે વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સદી કોણે ફટકારી
*☑️સિકંદર રઝા (54બોલમાં)*

કયા રાજ્યએ જાહેરાત કરી છે કે પદ્મ પુરસ્કાર વિજેતાઓને માસિક પેંશન અને વોલ્વોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે
*☑️હરિયાણા*

સુરતમાં એકસાથે કેટલા લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ રચ્યો
*☑️1.53 લાખ લોકો*

'અમૂલ ગર્લ'ના સર્જક જેમનું હાલમાં નિધન થયું
*☑️સિલ્વેસ્ટર દા કુન્હા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/06/2023 થી 30/06/2023🗞️*

અમેરિકન કંપની માઈક્રોન ગુજરાતમાં 6760 કરોડના ખર્ચે ચીપ પ્લાન્ટ ક્યાં સ્થાપશે
*☑️સાણંદ*

૱4000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ક્યાં બનશે
*☑️લોથલ*

અમદાવાદમાં એક સેકન્ડમાં એક ક્વોડ્રિલિયન (1 પાછળ પંદર મીંડા) ગણતરી કરી શકતું અને 1000 GBની રેમ ધરાવતું સુપર કમ્પ્યુટર ઈસરોના વડા પી.સોમનાથના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું.આ કમ્પ્યૂટરનું નામ શું છે
*☑️પરમ વિક્રમ*

સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષામાં 22 સર્જકોની બાળ સાહિત્ય પુરસ્કાર તથા 20 વ્યક્તિની યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી. ગુજરાતી ભાષામાં કોની પસંદગી કરવામાં આવી
*☑️રેખાબેન પ્રહલાદરાવની બાળ સાહિત્ય પુરસ્કાર માટે પસંદગી*
*☑️સાગર શાહ યુવા પુરસ્કાર માટે*
*☑️સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક*
*☑️આ પુરસ્કારમાં 50 હજાર રૂપિયા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઇજિપ્ત*
*☑️ઓર્ડર ઓફ નાઇલથી સન્માનિત કરવામાં આવ્યા*

તાજેતરમાં કયા દેશે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવ્યો
*☑️મોરોક્કો*

તાજેતરના કૅગના રિપોર્ટ અનુસાર હાલ રાજ્યમાં પ્રતિ 1000 છોકરાઓ સામે છોકરીઓનો જન્મદર કેટલો છે
*☑️918*

1977 પછી બિપરજોય વાવાઝોડું કેટલા દિવસ ચાલેલું સૌથી લાંબું વાવાઝોડું બન્યું
*☑️13 દિવસ*

લિથિયમ આયન બેટરી અને રેન્ડમ એક્સેસ મેમરી (રેમ)ના સહ સંશોધક વિજ્ઞાની જેમનું હાલમાં નિધન થયું
*☑️જ્હોન ગુડઈનફ*
*☑️2019માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું*
*☑️મોબાઈલ-લેપટોપની બેટરીના જનક*

બર્લિનમાં ચાલી રહેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*☑️202 મેડલ*
*☑️76 ગોલ્ડ, 75 સિલ્વર, 51 બ્રોન્ઝ*

26 જૂનઆંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD)ના રિપોર્ટ 2023 અનુસાર સ્પર્ધાત્મક ઇન્ડેક્સના મોરચે ભારત કેટલામાં ક્રમે છે
*☑️40મા*
*☑️પ્રથમ ક્રમે ડેન્માર્ક*

મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ બ્યુટી કોન્ટેસ્ટ કોણે જીતી
*☑️દક્ષિણ અમેરિકાના ગુયાના દેશની અરુણા સુખદેવે*

ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અજય પટેલ*

30 જૂનસોશિયલ મીડિયા ડે

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-07-2023 થી 08-07-2023🗞️*

ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ડૉ.નીરજા ગુપ્તા*

કઈ ટીમને હરાવી ભારત કબડ્ડીમાં એશિયન ચેમ્પિયનશિપમાં 8મી વખત ચેમ્પિયન બન્યું
*☑️ઈરાન*
*☑️9 સિઝનમાં 8મુ ટાઇટલ જીત્યું*
*☑️ભારતનો કેપ્ટન - પવન સહરાવત*

BCCIના એન્ટી કરપ્શન યુનિટના નવા વડા કોણ બન્યા
*☑️કે.કે.મિશ્રા*

કેન્દ્ર સરકારે સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયાના કોનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ વધાર્યો
*☑️તુષાર મહેતા*

લુસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ કેટલા મીટર જેવેલીન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો
*☑️87.66 મીટર*

ગીરની કેસર કેરી બાદ ગુજરાતની કઈ કેરીને GI ટેગ મળશે
*☑️વલસાડી આફૂસ*

ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર કોણ બન્યા
*☑️અજિત અગરકર*

ભારતે કઈ ટીમને હરાવી SAAF ચેમ્પિયનશિપમાં 9મી વખત ચેમ્પિયન બન્યું
*☑️કુવૈત*

કયા દેશે બેથી વધુ બાળકો પેદા કરનારને 5000 ૱ આપવાની જાહેરાત કરી છે
*☑️નેપાળ*

જાપાનથી આવનારી શિંકાસેન N-5 શ્રેણીની બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*☑️અમદાવાદ-મુંબઈ*

ગુજરાતના સ્વીમર જેમને નેશનલ સ્વિમિંગમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચારેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો
*☑️આર્યન નેહરા*

વિશ્વ હવામાન સંગઠનના સૂત્રો મુજબ પૃથ્વી પરનો સૌથી ગરમ દિવસ કયો રહ્યો
*☑️3 જુલાઈ,2023*
*☑️અલ-નીનોને કારણે તાપમાન 17.01 નોંધાયું*

તાજેતરમાં અમેરિકાએ એનો કેટલામો સ્વતંત્ર દિવસ ઉજવ્યો
*☑️247મો*

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક થઈ
*☑️સુશ્રી સુનિતા અગ્રવાલ*

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વર્ષ 2021-22નો PGI (પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ) 2.0 જાહેર કરવામાં આવ્યું. જેમાં ગુજરાતનો સ્કોર 1000માંથી 599 પોઇન્ટ સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*☑️5મા*

કયા રાજ્યની સરકારે 45 થી 60 વર્ષની વયના વિધુર અને પ્રૌઢ અપરણિતોને માસિક 2750 ૱ પેન્શન ચુકવવાની જાહેરાત કરી છે
*☑️હરિયાણા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-09-07-2023 થી 20-07-2023🗞️*

લોકમાન્ય ટિળક સ્મારક ટ્રસ્ટ તરફથી અપાતો 41મો લોકમાન્ય તિલક પુરસ્કાર આ વર્ષે કોને અપાશે
*☑️વડાપ્રધાન નરેન્દ્ર મોદીને*

માછલી ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️પ્રથમ ક્રમે*

અંડર-21 ફૂટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઈંગ્લેન્ડ*
*☑️સ્પેનને હરાવ્યું*

કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીએ કેનેડા ઓપન ટાઇટલ જીત્યું
*☑️લક્ષ્ય સેન*

અમદાવાદમાં યોજાયેલી 49મી નેશનલ મહિલા ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું
*☑️પદ્મિની રાઉત*

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા
*☑️ગ્રાન્ડ કોર્સ ઓફ ધ લીઝન ઓફ ઓનર*
*☑️ભારત અને ફ્રાન્સ વચ્ચે UPI સમજૂતી પણ થઈ*

ભારતનું ચંદ્રયાન-3 LMV3-M4 રોકેટ દ્વારા ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું
*☑️શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સ્ટેશનેથી*
*☑️લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન*

તાજેતરમાં ભારતે કયા દેશને 43 એમ્બ્યુલન્સ અને 50 સ્કૂલ બસ ભેટ આપી
*☑️નેપાળ*

વિમ્બલડન ચેમ્પિયન પુરુષ👇🏻
*☑️સ્પેનનો અલકારાઝે ચેમ્પિયન*
*☑️યોકોવિચને હરાવ્યો*

વિમ્બલડન ચેમ્પિયન મહિલા👇🏻
*☑️ચેક રિપબ્લિકની માર્કેટા વોંન્ડરૂસોવા પ્રથમવાર ચેમ્પિયન*
*☑️ટયુનિશિયાની જાબેરને હરાવી*

યુનિકોર્ન સ્ટાર્ટ અપ (એક અબજ ડોલર)ની ક્લબમાં પ્રવેશેલી પ્રથમ મહિલા કોણ બની
*☑️રાધિકા ધાઈ*

દુલીપ ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️સાઉથ ઝોન (12મી વખત ચેમ્પિયન બન્યું)*
*☑️વેસ્ટ ઝોનને હરાવ્યું*

ચંદ્રયાન-3 રોકેટનો મુખ્ય ભાગ ક્યાં બન્યો છે
*☑️જામનગર*

નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલા ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે
*☑️47.84 લાખ*

દેશની પ્રથમ મહિલા મસ્જિદ ક્યાં બનશે
*☑️જમશેદપુર*

તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પૂંછમાં સિંધરા વિસ્તારમાં સુરક્ષા દળોએ કયા ઓપરેશન હેઠળ 4 આતંકવાદી ઠાર કર્યા
*☑️ઓપરેશન ત્રિનેત્ર-2*

કેરળના પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️ઓમાન ચાંડી*
*☑️2004 થી 2006 અને 2011 થી 2016 દરમિયાન કેરળના મુખ્યમંત્રી પદે રહ્યા હતા*
*☑️1970થી સતત 12 વિધાનસભા ચૂંટણી જીત્યા હતા*

બોલિવૂડનો 69મો ફિલ્મફેર એવોર્ડ વિતરણ સમારોહ 2024માં કયા રાજ્યમાં યોજાશે
*☑️ગુજરાત*

તાજેતરમાં કયા દેશે ભારતને તેની 105 પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી
*☑️અમેરિકા*

રેલવે સુરક્ષા દળ(RPF)ના નવા ડિરેકટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️IPS મનોજ યાદવ*

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતનો પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*☑️80મા ક્રમે*
*☑️ભારતીયો 57 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે*
*☑️સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી*
*☑️સિંગાપોરના પાસપોર્ટથી 192 દેશમાં વિઝા વિના પ્રવેશ*

ગુજરાતમાં દેશનું પ્રથમ ખાનગી સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ ક્યાં ઉભું કરવામાં આવશે
*☑️મહેસાણા જિલ્લામાં*
*☑️વન વેબ ઇન્ડિયા કંપની અને સરકાર વચ્ચે MoU*

ભારત અને UAE પોતાની કરન્સીમાં વેપાર કરશે.

💥💥
*🔥 Newspaper Current🔥*

*🗞️Date:-21-07-2023 થી 31-07-2023🗞️*

કયા રાજ્યમાં 'રાજ્ય મેળા પ્રાધિકારણ ખરડો' પસાર કરવામાં આવ્યો જ્યાં મેળો યોજવો હશે તો વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે
*☑️રાજસ્થાન*

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા
*☑️સુનિતા અગ્રવાલ*
*☑️ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા*
*☑️આ પહેલા સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા*

તાજેતરમાં બેડમિન્ટનમાં કઈ ભારતીય જોડીએ કોરિયા ઓપનનું ટાઇટલ જીત્યું
*☑️સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી*

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ભગવાન શ્રી રામની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો
*☑️108 ફૂટ*

ટ્વિટરના લોગોમાં ચકલીને બદલે હવે કયો લોગો લોન્ચ કરવામાં આવ્યો
*☑️X (એક્સ)*

ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી
*☑️અનિતા કરવાલ*

ચીનના વિદેશમંત્રી જેઓ રહસ્યમય રીતે લાપતા છે
*☑️કિન ગૈગ*

કેન્દ્રીય રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો કેટલા ટકા છે
*☑️17.9%*

અમદાવાદના 36માં પોલીસ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️જ્ઞાનેન્દ્રસિંહ મલિક*

10 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવશે જેની થીમ શું છે
*☑️આ જ સમય છે - યોગ્ય સમય છે*

29 જુલાઈઆંતરરાષ્ટ્રીય વાઘ દિવસ

અમેરિકાની સ્વીમર જેમને હાલમાં 16મો ગોલ્ડ મેડલ જીતી માઈકલ ફેલ્પ્સને પાછળ રાખ્યો
*☑️કેટી લેડેકી*

તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાની ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું
*☑️આસામ*

તાજેતરમાં ઈસરો દ્વારા કયા રોકેટની મદદથી સિંગાપોરના સાત સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યા
*☑️PSLV-C56*
*☑️PSLV રોકેટની 58મી ઉડાન*

દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં કયું અભિયાન શરૂ કરવામાં આવશે
*☑️મેરી માટી મેરા દેશ*

500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા
*☑️વિરાટ કોહલી*

ફિફા વિમેન્સ વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે
*☑️ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં*

💥💥