સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📝ફેબ્રુઆરી : વિશેષ દિવસ📝*

●2 ફેબ્રુઆરીવિશ્વ વેટલેન્ડ દિવસ

●4 ફેબ્રુઆરીવિશ્વ કેન્સર દિવસ

●10 ફેબ્રુઆરીરાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, વિશ્વ કઠોળ દિવસ

●12 ફેબ્રુઆરીરાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ

●13 ફેબ્રુઆરીવિશ્વ રેડિયો દિવસ, રાષ્ટ્રીય મહિલા દિવસ

●15 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય ચાઈલ્ડહૂડ

●21 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

●22 ફેબ્રુઆરીવિશ્વ સ્કાઉટ દિવસ

●27 ફેબ્રુઆરીવિશ્વ એનજીઓ દિવસ

●28 ફેબ્રુઆરીરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

*💥R.K💥*
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/02/2023 થી 07/02/2023🗞️*

તાજેતરમાં કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણનું નિધન થયું. તેઓ મોરારજી દેસાઈ સરકારમાં કયા વર્ષ દરમિયાન કાયદા પ્રધાન રહ્યા હતા
*✔️1977 થી 1979*

આંધ્રની રાજધાની હવે અમરાવતીને બદલે ક્યાં થશે
*✔️વિશાખપટ્ટનમ*

પ્રજાસત્તાક દિને કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં પીપલ્સ ચોઇસ એવોર્ડની સ્પર્ધામાં કયા રાજ્યનો ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો
*✔️ગુજરાત*
*✔️'ક્લીન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત' થીમ પર આધારિત*

પ્રસાર ભારતી અને કયા દેશની નેશનલ મીડિયા ઓથોરિટી વચ્ચે સમાચાર સામગ્રી માટે એમઓયુ થયા
*✔️ઈજિપ્ત*

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ દુનિયાના 180 ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️85મા*
*✔️ડેન્માર્કમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી ઓછું*
*✔️ન્યુઝીલેન્ડ ભ્રષ્ટાચાર સામે લડવામાં આગળ*

2 ફેબ્રુઆરીવર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે આ વર્ષે ક્યાં ઉજવણી કરવામાં આવી
*✔️વડોદરાના વઢવાણ ખાતે*

ભારતનો પ્રથમ સારસ ક્રેન ફેસ્ટીવલ ક્યાં યોજાયો
*✔️ખેડા જિલ્લાના પરીએજ સરોવર ખાતે*

કારીગરી જેવા પૈતૃક વ્યવસાયોથી જોડાયેલા દેશની લગભગ 145 જાતિઓની આર્થિક મદદ માટે કઈ યોજના અમલમાં મુકવામાં આવશે
*✔️વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના*

ગ્લોબલ ડેમોક્રેસી ઇન્ડેક્સ 2022 અનુસાર 167 દેશોની લોકશાહી બાબતે ભારત કેટલામાં ક્રમે છે
*✔️46મા*

ફાળકે એવોર્ડથી સન્માનિત, 4 વખત નેશનલ એવોર્ડ વિજેતા અને કલાતપસ્વીના નામથી જાણીતા ફિલ્મ સર્જક જેમનું હાલમાં નિધન થયું
*✔️કે.વિશ્વનાથ*

જળશક્તિ મંત્રાલયના આંકડા અનુસાર દેશની 131 નદીઓ પ્રદૂષિત છે.દેશના કયા રાજ્યોમાં નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે
*✔️તમિલનાડુ અને ગુજરાત*
*✔️ગુજરાતની સાબરમતી અને ભાદર સૌથી પ્રદૂષિત નદી*

ઓબીસી કમિશનના ચેરમેનપદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️રીટાયર્ડ જસ્ટિસ આર.પી.ધોલરિયા*

4 ફેબ્રુઆરીવિશ્વ કેન્સર ડે
*✔️વર્ષ 2022-2024ની થીમ :- ' close the care gap'*

ઓસ્ટ્રેલિયામાં ચાલતી બિગ બેશ લીગમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️પર્થ સ્કોચર્સ (પાંચમી વખત)*
*✔️બ્રિસ્બેન હિટને હરાવ્યું*

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું તાજેતરમાં દુબઈ ખાતે નિધન થયું. તેઓ કયા વર્ષ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા
*✔️2001 થી 2008*

ભારતીય વાયુસેનાની તિરુવનંતપુરમના શાંગુમુગમ બીચ પર એરોબિટીક ટીમ દ્વારા હવાઈ શો કરવામાં આવ્યો. આ શો કયા નામે ઓળખાય છે
*✔️સૂર્યકિરણ*

તાજેતરમાં તૂર્કીયે-સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું
*✔️તૂર્કીયેનું ગાઝિયાટેપ શહેર*

ભારતીય સંગીતકાર જેમને તાજેતરમાં ત્રીજો ગ્રેમી એવોર્ડ મળ્યો
*✔️રિકી કોજ*
*✔️'ડિવાઇન રાઇડ્સ' માટે*
*✔️ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનારા પહેલા ભારતીય બન્યા*

ગ્રીન બોન્ડ ઈશ્યુ કરનાર દેશનું પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન કયું બન્યું
*✔️ઇન્દોર*

એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેસિલિટી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️કર્ણાટક*

દિગ્ગજ ગાયિકા વાણી જયરામનું નિધન

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-08/02/2023 થી 13/02/2023🗞️*

જામનગરમાં બની રહેલું વિશ્વનું સૌથી મોટા ઝૂનું નામ શું છે
*✔️ઝુઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેલીબીટેશન ડિડગમ*
*✔️જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.*
*✔️280 એકરમાં બનાવાશે*

માઘ સ્નાનપોષ સુદી પૂનમથી મહા સુદ પૂનમ સુધી એક મહિનાનું સ્નાન

અમદાવાદમાં બે દિવસીય અર્બન સમિટ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં કયા મહત્વના મુદા બાબતે ચર્ચા થઈ
*✔️પર્યાવરણ અને જળ સુરક્ષા મુદ્દે*
*✔️અમદાવાદના મેયર - કિરીટ પરમાર*

કયા રાજ્યની સરકારે બેરોજગારોને દર મહિને ભથ્થું આપવાની જાહેરાત કરી
*✔️છત્તીસગઢ*

દેશમાં હવે દર વર્ષે 12 ચિત્તાનો ઉમેરો થાય એ માટે કયા દેશ સાથે સરકારે સમજૂતી કરી
*✔️દક્ષિણ આફ્રિકા*

તમામ જિલ્લામાં કોર્ટમાં જીવંત પ્રસારણ શરૂ કરાવતું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું
*✔️ગુજરાત*

ઈસરો અને નાસાનો પહેલો સંયુક્ત સેટેલાઇટ
*✔️નિસાર*

દેશના મહિલા નાણાંમંત્રી તરીકે નિર્મલા સીતારમને કેટલામું બજેટ પ્રસ્તુત કર્યું
*✔️5મુ*

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી જેઓ ગુજરાતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે
*✔️સોનિયા ગોકાણી*

તાજેતરમાં કાશ્મીરના કયા વિસ્તારમાંથી 59 લાખ ટન લિથિયમનો જથ્થો મળ્યો
*✔️રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી*

ભારતના ટોપ ટેન શિક્ષિત શહેરોમાં ગુજરાતના કયા બે શહેરોનો સમાવેશ થાય છે
*✔️અમદાવાદ (8મા ક્રમે) અને સુરત (10મા ક્રમે)*
*✔️પ્રથમ બેંગલુરુ, પુણે દ્વિતીય અને હૈદરાબાદ ત્રીજા ક્રમે*

ઈસરોના સૌથી નાના રોકેટ SSLV-D2નું તાજેતરમાં ક્યાંથી સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું
*✔️આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાઉદી વ્હોરા સમાજની અલજામીયા-તુસ-સૈફિયા અરેબિક એકેડેમીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️મુંબઈ*

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ ક્યાં થયો
*✔️અંબાજી*

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસના 246 કિમી.ના પહેલા તબક્કાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંથી લોકાર્પણ કર્યું
*✔️રાજસ્થાનના દૌસા ખાતેથી*
*✔️કુલ એક્સપ્રેસ વેની લંબાઈ 1386 કિમી. છે*
*✔️આ એક્સપ્રેસ વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે*

એશિયાનો સૌથી મોટો એર શો 'એરો ઇન્ડિયા - 2023' નો પ્રારંભ ક્યાં થયો
*✔️કર્ણાટકના બેંગલુરુ નજીક યેલાહંકામાં*

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI)ના પ્રમુખપદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અનિકેત તલાટી*

UAE માં આ વર્ષે શરૂ થયેલી ઇન્ટરનેશનલ લીગ ટી20માં કઈ ટીમ વિજેતા બની
*✔️ગલ્ફ જાયન્ટ્સ*
*✔️ડેઝર્ટ વાઈપર્સને હરાવ્યું*

દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે શરૂ થયેલી SA20ની પ્રથમ સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️સનરાઈઝર્સ ઇસ્ટર્ન કેપ*
*✔️પ્રિટોરિયા કેપિટલ્સને કરાવ્યું*

ન્યુઝીલેન્ડમાં આવેલ ચક્રવાત
*✔️ગેબ્રિયલ*

13 ફેબ્રુઆરીવિશ્વ રેડિયો દિવસ , આંતરરાષ્ટ્રીય ખેંચ દિવસ

ફાઈવ આઈસ અલાયન્સ સંગઠન કયા પાંચ દેશોનું ગ્રુપ છે
*✔️અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ*
*✔️આ સંગઠનનો ઉદ્દેશ ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ અને સ્પેશિયલ મિશન પર સાથે મળીને કામ કરવાનો છે*
*✔️સ્થાપના14 ઓગસ્ટ, 1941*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 13 રાજ્યોમાં નવા રાજ્યપાલ તેમજ LGની નિમણૂક કરવામાં આવી.

1. રમેશ બૈસમહારાષ્ટ્ર
2. એલ.એ.ગણેશનનાગાલેન્ડ
3. ફાગુ ચૌહાણ મેઘાલય
4. રાજેન્દ્ર વી. અર્લેકરો બિહાર
5. બિશ્વા ભૂષણ હરિચંદનછત્તીસગઢ
6. અનુસુઇયા ઉડકેમણિપુર
7. બી.ડી. મિશ્રાL.G. લદાખ
8. એસ અબ્દુલ નઝીરઆંધ્રપ્રદેશ
9. ગુલાબચંદ કટારિયાઆસામ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-14/02/2023 થી 22/02/2023 🗞️*

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) હરાજીમાં સૌથી મોંઘી મહિલા ખેલાડી તરીકે કોની બોલી લાગી
*✔️ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના*
*✔️RCBએ 3.4 કરોડમાં ખરીદી*

વિમેન્સ પ્રીમિયર લીગ(WPL)ની 5 ટીમ કઈ કઈ
*✔️1. દિલ્હી, 2.મુંબઈ, 3.અમદાવાદ, 4.બેંગલુરુ, 5.લખનૌ*

દેશમાં કચરામાંથી હાઇડ્રોજન બનાવવાનો પ્રથમ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે
*✔️મહારાષ્ટ્રના પુણેમાં*

દેશમાં 10 હજારથી વધુ સરકારી સ્કૂલ ધરાવતા 20 મોટા રાજ્યોમાં ઈન્ટરનેટ મામલે ગુજરાત કેટલા ટકા સાથે પહેલા ક્રમે છે
*✔️94.18%*
*✔️5.85 % સાથે બિહાર સૌથી છેલ્લું*

અવકાશમાં જનારા સાઉદી અરેબિયાના પહેલા મહિલા કોણ બનશે
*✔️રેયાના બરનાવી*

12 મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*✔️ફિજીના નાંદીમાં*
*✔️ફિજીની સંસદમાં હિન્દીમાં કામકાજ થશે*

અમૂલ ડેરીના ચેરમેનપદે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા
*✔️વિપુલ પટેલ*
*✔️કાંતિ સોઢા પરમાર વાઈસ ચેરમેન*

21 ફેબ્રુઆરીએ રાજયકક્ષાના વિશ્વ માતૃભાષાની ઉજવણી ક્યાં કરવામાં આવી
*✔️અમદાવાદ*

સુરક્ષા વધારવા ક્વાડ ચેલેન્જ કયા ચાર દેશોએ શરૂ કરી
*✔️ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન*

નાસાના નવા ચીફ કોણ બન્યા
*✔️જો અકાબા*

વડોદરામાં સૂરસાગર તળાવ મધ્યે શ્રીસર્વેશ્વર મહાદેવની કેટલા ફૂટ ઊંચી સુવર્ણજડિત પ્રતિમાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્દઘાટન કર્યું
*✔️111 ફૂટ ઊંચી*
*✔️17.50 કિલો સોનુ ચઢાવાયેલું છે*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુજલામ-સુફલામ જળ અભિયાનનો છઠ્ઠા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરશે
*✔️ગાંધીનગરના ખોરજ ગામેથી*

તાજેતરમાં તુલસીદાસ બલરામનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે જોડાયેલા હતા
*✔️ફુટબોલ*
*✔️1962માં એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડનાર ટીમમાં સામેલ હતા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ ધન અભિયાન કયા રાજ્યમાં શરૂ કર્યું
*✔️રાજસ્થાન*

યુટ્યુબના નવા CEO તરીકે કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી
*✔️નીલ મોહન*

ઓક્સફર્ડ યુનિવર્સિટી હોસ્પિટલ્સ હંસ ફાઉન્ડેશન ટ્રસ્ટના CEO પદે કોની નિમણૂક કરવામાં આવી જેઓ આ ટ્રસ્ટના પહેલા મહિલા વડા અને ભારતીય મૂળના પહેલા CEO બન્યા
*✔️ડૉ.પ્રોફેસર મેઘના પંડિત*

રણજી ટ્રોફી (ટેસ્ટ ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️સૌરાષ્ટ્ર*
*✔️બીજીવાર ચેમ્પિયન*
*✔️બંગાળને હરાવ્યું*

તુર્કીયેમાં થયેલા વિનાશક ભૂકંપમાં પીડિતો માટે ભારતીય NDRF ટીમ દ્વારા થયેલ રાહત અને બચાવ કામગીરીને શુ નામ આપવામાં આવ્યું
*✔️ઓપરેશન દોસ્ત*

વેદાંતા-ફોક્સકોનના સેમિ કંડકટર પ્લાન્ટ ક્યાં સ્થપાશે
*✔️ધોલેરા*

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ જેમનું હાલમાં નોઈડામાં નિધન થયું
*✔️ઓમપ્રકાશ કોહલી*

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ભૂતપૂર્વ IAS અધિકારી બીવીઆર સુબ્રહ્મણયમ*
*✔️પરમેશ્વરન અય્યરની સ્થાન લેશે*

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) અમદાવાદ બ્રાન્ચના 62 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️ડૉ.અંજલિ ચોકસી*

તાજેતરમાં કેટલા સાંસદોને 'સંસદરત્ન એવોર્ડ' આપવામાં આવ્યો
*✔️13 સાંસદોને*
*✔️રાજ્યસભાના 5 અને લોકસભાના 8 સાંસદોને*

બેંગલુરુમાં આયોજિત એરો ઇન્ડિયા શૉમાં ભારતના ડ્રોન સ્ટાર્ટ એ ગરૂડ એરોસ્પેસ દ્વારા સૌર આધારિત ડ્રોનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ડ્રોનનું નામ શું છે
*✔️સૂરજ*

વિશ્વ બેન્કના વડા જેઓ તેમના કાર્યકાળ પહેલા રાજીનામુ આપશે
*✔️ડેવિડ માલપાસ*

ChatGPT AI આધારિત ભારતનું પ્રથમ સ્વદેશી ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું. તેનું નામ શું છે
*✔️લેક્સી*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/02/203 થી 28/02/2023🗞️*

દિલ્હીના નવા મેયર
*✔️સહેલી એબેરોય*
*✔️ડેપ્યુટી મેયર મોહંમદ ઈકબાલ*

આણંદ કૃષિ યુનિવર્સિટીએ પંજીકૃત કરેલી કઈ ગાયને માન્યતા આપવામાં આવી
*✔️ડગરી*
*✔️ NBARG કર્નાલ બ્યુરો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયું*

ભૂટાનના પ્રથમ ડિજિટલ નાગરિક કોણ બન્યા
*✔️રાજુકુમાર જીગ્મે નામગ્યાલ*

વડોદરામાં દોઢ સદીથી કાર્યરત સયાજી હોસ્પિટલને ઓળખ સમાન કયું પ્રતિક મળ્યું
*✔️લોગોમાં મેડીકલના પ્રતિક સમાન રેડ ક્રોસ*
*✔️કાલા ઘોડાની પ્રતિકૃતિ*
*✔️ગાયકવાડી સીલ્ડ*
*✔️હોસ્પિટલનું શોર્ટ ફોર્મ*

રશિયાના પ્રમુખ પુતિને 32 વર્ષથી બંધ પડેલી કઈ પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી
*✔️નોવાયા જેમલ્યા*

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં 2023-24ના નાણાકીય વર્ષ માટે કેટલા રૂપિયાનું બજેટ રજૂ કર્યું
*✔️3,01,022 કરોડ રૂપિયા*
*✔️સૌથી વધુ 43,651 કરોડ શિક્ષણ અને 21,605 કરોડ કૃષિ માટે ફાળવાયા*

ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી પછી હાઇકોર્ટના મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️જસ્ટિસ એ.જે.દેસાઈ*

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 85મુ મહા અધિવેશન ક્યાં શરૂ થયું
*✔️છત્તીસગઢના રાયપુરમાં*

કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના કયા બે શહેરોના નામ બદલવાની મંજૂરી આપી
*✔️ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવાની મંજૂરી આપી*

હાલમાં કઈ ફિલ્મને 4 કેટેગરીમાં પ્રતિષ્ઠિત હોલિવુડ ક્રિટિકલ એસોસિએશન (HCA) એવોર્ડ મળ્યો
*✔️RRR*

આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ આંકમાં 55 મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકી ભારત કેટલામાં સ્થાને છે
*✔️42મા*

તાજેતરમાં ભારત અને જર્મની ડેલીગેશન વચ્ચે કયા પાંચ મહત્વના કરાર થયા
*✔️ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ફિનટેક, આઇટી, ટેલિકોમ અને સપ્લાય ચેન*

WHOના ધારાધોરણ પ્રમાણે પ્રતિ વ્યક્તિ 424 વૃક્ષો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં પ્રતિ વ્યક્તિ કેટલા વૃક્ષો છે
*✔️28*

વૈદિક સંસ્કૃતિના પૂર્નોત્થાન માટે ભારતમાં પ્રથમ વખત ચતુર્વેદ મહા સંમેલન ક્યાં ભરાયું
*✔️વડોદરા*

મહિલા ટી20 વર્લ્ડકપ કયા દેશની ટીમે જીત્યો
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત મહિલા ટી20 વર્લ્ડકપ જીત્યો*
*✔️સાઉથ આફ્રિકાને હરાવ્યું*
*✔️ફાઇનલ કેપટાઉનના ન્યુલેન્ડમાં*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદ્દઘાટન કયા રાજયમાં કર્યું
*✔️કર્ણાટક*

14મો રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ
*✔️રાજસ્થાનના બિકાનેરમાં*

ગુજરાતની તમામ સ્કૂલોમાં ધો.1 થી ગુજરાતી ફરજિયાત

💥💥
*🔥માર્ચ મહિનાના વિશેષ દિવસ🔥*

1 માર્ચવિશ્વ નાગરિક સુરક્ષા દિવસ

3 માર્ચવિશ્વ વન્યજીવ દિવસ

4 માર્ચરાષ્ટ્રીય સુરક્ષા દિવસ

8 માર્ચઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ધુમ્રપાન નિષેધ દિવસ

16 માર્ચરાષ્ટ્રીય રસીકરણ દિવસ

20 માર્ચઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ, વિશ્વ ચકલી દિવસ

21 માર્ચવિશ્વ વન દિવસ, વિશ્વ કવિતા દિવસ

22 માર્ચવિશ્વ જળ દિવસ

23 માર્ચવિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ

24 માર્ચવિશ્વ ટીબી દિવસ

25 માર્ચઅર્થ અવર (8:30 - 9:30 PM)

💥💥
*👑ડાંગ દરબારનો પ્રારંભ👑*

1800ની આસપાસ અંગ્રેજોએ આ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સ્થાનિક રાજાઓએ અંગ્રેજોને મચક નહોતી આપી.અંતે 1842માં અંગ્રેજ શાસને ડાંગના આદિવાસી રાજાઓ સાથે સંધિ કરી હતી. એ જીતની યાદમાં ડાંગ દરબારની ઉજવણી કરાય છે. માહિતી મુજબ, 1870ની આસપાસથી દરબાર ભરાય છે.1876માં ધુલીયામાં ડાંગ દરબારની ભવ્ય ઉજવણી કરાઈ હતી. એ પછી સતત દર વર્ષે ડાંગ દરબાર યોજાય છે.1954થી ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે.

પાંચ રાજા, નાયક-ભાઉબંધોને સરકારી પેન્શન અપાય છે.
1. કિરણસિંગ યશવંતરાવ પવારગઢવી રાજ
2. છત્રસિંગ ભવરસિંગઆમાલારાજ
3. ધનરાજ ચંદ્રસિંગ સૂર્યવંશીવાસૂર્ણારાજ
4. તપનરાવ આવંદરાવ પવારદહેર રાજ
5. ત્રિકમરાવ સાહેબરાવ પવારપીંપરીરાજ

452 નાયક અને ભાઉબંધોને વાર્ષિક સાલિયાણું ચૂકવાય છે.

💥દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાંથી💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/03/2023 થી 06/03/2023🗞️*

દેશની પહેલી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન કયા સ્થળ વચ્ચે શરૂ થઈ
*✔️દિલ્હી-ગુજરાત*

ફિફા એવોર્ડ 2022-23👇🏻 ✔️શ્રેષ્ઠ પુરુષ ખેલાડી :-
આર્જેન્ટિનાનો લિયોનેલ મેસ્સી
✔️શ્રેષ્ઠ મહિલા ખેલાડી :- સ્પેનની એલેકિસયા પુટેલસ
✔️શ્રેષ્ઠ ગોલ કીપર :- આર્જેન્ટિનાનો એમિલિયો માર્ટિનેઝ

કયા સ્ટેડિયમ ખાતે સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ મુકવામાં આવશે
*✔️મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં*

ઇસરોએ ચંદ્રયાન-3ના ક્રાયોજેનિક એન્જીન CE-20નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️તમિલનાડુના મહેન્દ્રગીરીમાં*

રોમાનિયાના વડાપ્રધાન નિકોલે સિયુકાએ તેમના સલાહકાર તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત રોબોટની નિમણૂક કરી.આ રોબોટનું નામ શું છે
*✔️આયન*

તાજેતરમાં મૂળ ગુજરાતના દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અઝીઝ મુસાબ્બર અહેમદીનું નિધન થયું. તેમનો જન્મ કયાં થયો હતો
*✔️સુરત*

તાજેતરમાં થેયલ વિધાનસભા ચૂંટણીમાં કયા ત્રણ રાજ્યોમાં ભાજપની જીત થઈ
*✔️ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપની ગઠબંધન સરકાર*

નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટણી જીતનાર પહેલા મહિલા કોણ બન્યા
*✔️નેશનલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના ઉમેદવાર હેકાની જખાલુ*

એશિયન ચેસ ફેડરેશને કયા ભારતીય ચેસ ખેલાડીને પ્લેયર ઓફ ધ યરથી સન્માનિત કર્યા
*✔️ડી.ગુકેશ*

3 માર્ચવિદ્યાનગર સ્થાપના દિવસ

અરૂણાચલ પ્રદેશમાં ચીન સરહદે કઈ નદી પર દેશનો પહેલો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બનશે
*✔️દિબાંગ નદી પર*

G20 માટેની ભારતની થીમ શું છે
*✔️એક પૃથ્વી, એક કુંટુંબ, એક ભવિષ્ય*

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હવે ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરશે
*✔️વડાપ્રધાન, સીજેઆઈ અને વિપક્ષી નેતા*
*✔️અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા જ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થતી હતી.*

3 માર્ચવર્લ્ડ હિયરિંગ ડે (વિશ્વ શ્રવણ દિવસ)

તાજેતરમાં ભારતે કયા દેશ સાથેના 75 વર્ષના સંબંધોની ઉજવણી કરી
*✔️ઈટાલી*

પોસ્ટ વિભાગ દ્વારા 'સેમ ડે ડિલિવરી'ની સુવિધા કયા શહેરોમાં શરૂ કરવામાં આવી
*✔️અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતમાં*

મહારાષ્ટ્રના કયા ગામમાં 8મી માર્ચથી રોજ સાંજે 7.00 થી 8.30 સુધી ફોન-ટીવી બંધ પાડવામાં આવશે
*✔️મણગાંવ*
*✔️પુસ્તક વાંચન કે પરિવાર સાથે સમય ગાળવો, ભંગ કરશે તેનો પ્રોપર્ટી ટેક્સ વધારી દેવાશે*

વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમ અને તેની કેપ્ટન👇🏻
1. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસ્મૃતિ મંધાના
2. મુંબઈ ઇન્ડિયન્સહરમનપ્રીત કૌર
3. ગુજરાત જાયન્ટ્સબેથ મુનિ
4. યુપી વોરિયર્સએલિસા હિલી
5. દિલ્હી કેપિટલ્સમેગ લેનિંગ

4 માર્ચવર્લ્ડ ઓબેસિટી ડે (મેદસ્વિતા - જાડાપણા)

ભારતીય પુરુષ હોકી ટીમના નવા ચીફ કોચ કોણે બનાવવામાં આવ્યા
*✔️દક્ષિણ આફ્રિકાના ક્રેગ ફુલ્ટન*

ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશ સાથે કરાર કરશે
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન - એન્થની આલ્બાનિઝ*
*✔️ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી સેન્ટર સ્થાપશે*

ધોલેરામાં દેશનો પહેલો સેમિ કન્ડકટર પ્લાન્ટ કયા ગ્રુપ દ્વારા સ્થપાશે
*✔️વેદાંતા ગ્રુપ દ્વારા*
*✔️વેદાંતા ગ્રુપના ચેરમેનઅનિલ અગ્રવાલ*

સુરતના મહુવાના વાંસકુઈ ગામે હોળીના આગલા દિવસે કયો મેળો ભરાય છે
*✔️ગોળીગઢ બાપુનો*

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં કઈ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ
*✔️મુંબઈ-ગુજરાત વચ્ચે*
*✔️મુંબઈની જીત થઈ*

ઈરાનમાં રમાયેલી બીજા જુનિયર કબડ્ડી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયા દેશની ટીમ ચેમ્પિયન બની
*✔️ભારત*
*✔️ઈરાનને હરાવ્યું*

રશિયામાં સ્પુટનિક રસી તૈયાર કરનાર વિજ્ઞાનીઓમાં સામેલ વિજ્ઞાની જેમની હાલમાં હત્યા કરવામાં આવી
*✔️આન્દ્રે બોતીકોવ*

ભારતીય નૌસેના દ્વારા તાજેતરમાં કયા સમુદ્રમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️અરબી સમુદ્રમાં*

મહેસાણામાં સ્થપાયેલી દેશની પ્રથમ જૈન સંસ્કૃત પાઠશાળા જેને હાલમાં 125 વર્ષ પૂર્ણ કર્યા
*✔️શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા*

ગુજરાતની સામાજિક આર્થિક સમીક્ષાના અહેવાલ અનુસાર વર્ષ 2020-21માં ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ હતો જે વર્ષ 2021-22માં વધીને કેટલા યુનિટ થયો
*✔️2283 યુનિટ*

ઈરાની કપ (ટેસ્ટ ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️રેસ્ટ ઓફ ઇન્ડિયા 30મી વખત ચેમ્પિયન*
*✔️મધ્યપ્રદેશને હરાવ્યું*

કતાર એરવેઝે તેની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવી
*✔️અભિનેત્રી દીપિકા પદુકોણ*

કવચ શું છે
*✔️ઓટોમેટિક ટ્રેન પ્રોટેકશન સિસ્ટમ*

જુવાર, બાજરી, મકાઈ, રાગી , જવ વગેરે જેવા જાડા અને બરછટ ધાન્યોને સરકારે શું નામ આપ્યું
*✔️શ્રી અન્ન*

આખા દેશમાં ક્યાં સુધી 5G નેટવર્ક ઉપલબ્ધ થશે
*✔️ડિસેમ્બર-2024 સુધી*
*✔️પ્રથમ તબક્કામાં છેલ્લા 5 માસમાં દેશના 387 જિલ્લામાં 5G નેટવર્ક ઉપલબ્ધ કરાયું*

સંતોષ ટ્રોફી (ફૂટબોલ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️કર્ણાટક*
*✔️મેઘાલયને હરાવ્યું*
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ ધન્નીપુર મસ્જિદના નિર્માણની અંતિમ મંજૂરી આપી.

તાજેતરમાં CBSE સહિતની તમામ શાળાઓમાં ધો.1 થી 8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી પડશે. વિધાનસભામાંથી બિલ પસાર કરવામાં આવ્યું.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-07/03/2023 થી 11/03/2023🗞️*

RBIએ દરેક પેમેન્ટ ડિજિટલ મોડથી કરવા કયું અભિયાન શરૂ કર્યું
*✔️હર પેમેન્ટ ડિજિટલ*

7 માર્ચ5મો જન ઔષધિ દિવસ

ઈસરો એક દાયકાથી જૂનો હવામાન ઉપગ્રહ પ્રશાંત મહાસાગરમાં તોડી પાડશે. આ ઉપગ્રહનું નામ શું છે
*✔️મેઘા ટ્રોપિક્સ-1*
*✔️આ ઉપગ્રહ 2011માં લોન્ચ કરાયો હતો*

રાજ્યના વન વિભાગના પૂનમ અવલોકન 2020 મુજબ ગુજરાતમાં સિંહોની વસ્તી કેટલી છે
*✔️674*
*✔️206 નર, 309 માદા, 29 બચ્ચાં, 130ની ઓળખ નહિ*
*✔️બે વર્ષમાં 366ના મોત*

નાગાલેન્ડના નવા મુખ્યમંત્રીનેફ્યુ રિયો (પાંચમી વખત મુખ્યમંત્રી)
મેઘાલયના મુખ્યમંત્રીકોનરાડ સંગમા (બીજી વખત)
ત્રિપુરાના મુખ્યમંત્રીમાણિક સાહા

8 માર્ચઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
*✔️વર્ષ 2023ની થીમ DigitALL : Innovation and Technology for Gender Equality*

એરફોર્સમાં પહેલી વખત મહિલાને કોમ્બેટ યુનિટની કમાન સોંપવામાં આવી તેમનું નામ શું છે
*✔️શૈલજા ધામી*

તાજેતરમાં કયા શહેરમાં ટ્રામના 150 વર્ષ પૂર્ણ થયા
*✔️કોલકાતા*

મિઝોરમના કયા મરચાની જાત અમેરિકામાં નિકાસ કરવામાં આવશે
*✔️ઉલટા મરચું*

ભારતમાં અમેરિકાના 26માં રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️એરિક ગારસેટી*

ભારતના તાજેતરમાં કયા દેશ સાથેના 75 વર્ષના સંબંધોની ઉજવણી કરી
*✔️ઓસ્ટ્રેલિયા*

આર્મીમાં પૂર્વ લદાખમાં સ્વતંત્ર ફિલ્ડ વર્કશોપ સાંભળનારી પ્રથમ મહિલા કોણ બન્યા
*✔️ કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જીનીયરીંગ વિભાગની ગીતા રાણા*

ભારતીય નૌસેનાએ ચાર મહિનાથી ચાલતા યુદ્ધ અભ્યાસ પૂર્ણ થયો.આ અભ્યાસનું નામ શું છે
*✔️ટ્રોપેક્સ*

ઇન્ડોનેશિયાએ તેની રાજધાની જકાર્તાથી ખસેડી ક્યાં ક્યાં કરવાની જાહેરાત કરી
*✔️બોર્નીયો*

ભારત અને ઓસ્ટ્રેલિયાએ કયા ચાર ક્ષેત્રોમાં વિકાસ માટે કરાર કર્યા
*✔️સ્પોર્ટ્સ, ઈનોવેશન ઓડિયો, વિઝ્યુઅલ પ્રોડક્શન અને સોલાર પાવર*

શી જિનપિંગ ચીનના કેટલામી વખત રાષ્ટ્રપતિ બન્યા
*✔️ત્રીજી વખત*

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે BSF માં ખાલી જગ્યાઓમાં કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી
*✔️10%*

વડોદરાના નવા મેયર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️નિલેશ રાઠોડ*

અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા સતીષ કૌશિકનું નિધન

તાજેતરમાં ઉત્તરપ્રદેશે 6.90 લાખ કરોડથી વધુ સૌથી મોટું બજેટ રજૂ કર્યું.

💥💥
*🌏G-20 : 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર'🌍*

👉🏻18મા G-20 સંમેલનની અધ્યક્ષતા આ વર્ષે ભારત સંભાળી રહ્યું છે.

👉🏻G-20 સંમેલન અંતર્ગત વર્ષ દરમિયાન કુલ 249 જેટલી બેઠકો સમગ્ર દેશના વિભિન્ન શહેરો ખાતે યોજાનાર છે.જેમાંથી 16 બેઠકો ગુજરાતમાં યોજાવાની છે.

👉🏻G-20 એ વિશ્વના સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનું સંગઠન છે. જે દરેક સ્તરે વૈશ્વિક નાણાંકીય અને વેપાર ક્ષેત્રમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

👉🏻વિશ્વના કુલ જીડીપીનો 85% ટકા હિસ્સો આ દેશોમાંથી આવે છે.

👉🏻વિશ્વની વસતીની કુલ 66% વસતી આ G-20 દેશોમાં સમાયેલી છે.

👉🏻વિશ્વ વેપારનો 75% વેપાર પણ આ સંગઠનના દેશોમાંથી જ થાય છે.

👉🏻G-20ની શરૂઆત સને 1999માં એશિયામાં ઊભા થયેલા સંકટ બાદ નાણામંત્રીઓ તથા કેન્દ્રીય બેંકોના ગવર્નરોની બેઠક સાથે થઈ.

👉🏻G-20 સંગઠન ગ્રુપમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, ચીન, દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે.

👉🏻આ સંમેલનમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનનો અધ્યક્ષ ભાગ લે છે.

👉🏻ભારતમાં યોજાઈ રહેલ આ G-20 સંમેલનની મુખ્ય થીમ 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના પર આધારિત છે.

👉🏻આ વર્ષે યોજાઈ રહેલા આ સંમેલનનો મોટ્ટો - 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર' છે.

👉🏻G-20ના લોગોમાં મોર, કમળ અને તેની સાત પાંખડીઓ છે.

👉🏻ગત વર્ષે G-20 સંમેલનનું અધ્યક્ષસ્થાન ઇન્ડોનેશિયાએ સંભાળ્યું હતું.

👉🏻તાજેતરમાં કચ્છમાં ધોરડો ખાતે G-20ની ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક મળી હતી.

👉🏻અમદાવાદ ખાતે બે દિવસની U-20 અર્બન સમિટ પણ સફળતાપૂર્વક યોજાઈ હતી.

👉🏻G-20નું આગામી સંમેલન બ્રાઝિલમાં યોજાવાનું છે.

*🗞️💥💥🗞️*
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/03/2023 થી 17/03/2023🗞️*

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 17 હજાર રન પુરા કરનાર રોહિત શર્મા ભારતનો કેટલામો બેટ્સમેન બન્યો
*✔️છઠ્ઠો*

ચીનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️લી કિયાંગ*

તાજેતરમાં અમેરિકાની સિલિકોન વેલી બેંક બંધ થઈ.તે અમેરિકાની કેટલામી મોટી બેંક હતી
*✔️16મી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા કિમી. લાંબી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કર્યું
*✔️118 કિમી.*
*✔️સિદ્ધરૂધા સ્વામીજી સ્ટેશનનું પણ ઉદ્દઘાટન કર્યું જે દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ ધરાવે છે*

લોસ એન્જલસ સ્થિત ડોલ્બી થિયેટરમાં આયોજિત 95મો ઓસ્કાર એવોર્ડમાં પહેલીવાર દેશની કઈ બે ફિલ્મો માટે જુદી જુદી કેટેગરીમાં ઓસ્કારથી સન્માનિત કરવામાં આવી
*✔️1. આરઆરઆર ફિલ્મના નાટુ-નાટુ ગીત માટે બેસ્ટ ઓરીજીનલ સોન્ગ કેટેગરીમાં (સંગીતકાર :- એમ.એમ.કીરવાની)*
*✔️2.'એલિફન્ટ વ્હિસ્પરર્સ' ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં (પ્રોડ્યૂસર ગુનીત મોંગા અને ડિરેક્ટર કાર્તિકી ગોન્ઝાલવિસ)*

*🎖️અત્યાર સુધી ભારતીયોને મળેલા ઓસ્કાર એવોર્ડ🎖️*

👉🏻1983
✔️ફિલ્મ :- ગાંધી
✔️ભાનુ અથૈયાને કોસ્ચ્યુમ ડિઝાઇન માટે જૉન મોલોની સાથે

👉🏻1991
✔️ફિલ્મકાર સત્યજીત રે ને 'ઑનરેરી લાઈફટાઈમ એચિવમેન્ટ'નો એવોર્ડ અપાયો હતો.

👉🏻2008
✔️ફિલ્મ :- સ્લમડોગ મિલિયોનેર
✔️બેસ્ટ મ્યુઝિક કેટેગરીમાં એ.આર. રહેમાનને એવોર્ડ મળ્યો હતો. તેનું લોકપ્રિય ગીત 'જય હો' માટે.
✔️જય હો ગીતના ગીતકાર ગુલઝારને એવોર્ડ મળ્યો હતો.
✔️રેસુલ પોકુટ્ટીને ફિલ્મ માટે 'બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ' કેટેગરીમાં ઓસ્કાર અપાયો હતો.

👉🏻2023
✔️ફિલ્મ :- આરઆરઆર
✔️ગીત નાટુ નાટુ માટે ઓરીજીનલ સોન્ગનો એવોર્ડ

✔️ફિલ્મ :- ધ એલીફન્ટ વ્હિસ્પરર્સ
✔️બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે
✔️ડોક્યુમેન્ટરી આદિવાસી યુગલ બોમન-બેલી વિશે છે.

ગોળ ગધેડાનો મેળો :- છઠ્ઠના રોજ દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે

નાગાલેન્ડ રાજ્યના પ્રથમ મહિલા ધારાસભ્ય કોણ બન્યા
*✔️નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ પાર્ટીના (NDPP) હેકાની જાખાલુ*
*✔️દીમાપુર-3 બેઠક પરથી ચૂંટણી જીત્યા*

સ્ટોકહોમ રિસર્ચના અહેવાલ મુજબ ટોચનો શસ્ત્ર આયાતકાર દેશ કયો બન્યો
*✔️ભારત*
*✔️દુનિયામાં કુલ વિદેશી આયાતોમાં ભારતનો હિસ્સો 11% છે*
*✔️બીજા ક્રમે સાઉદી અરબ, ત્રીજા ક્રમે કતાર, ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયા અને પાંચમા ક્રમે ચીન*

દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા 75 'વોટર હેરિટેજ સાઈટ'ની ઓળખ કરાઈ.જે મુજબ ગુજરાતની કેટલી સાઈટ વોટર હેરિટેજમાં સામેલ કરવામાં આવી
*✔️5 (પાંચ)*
*✔️સૌથી વધુ સાત-સાત રાજસ્થાન અને તમિલનાડુની*
*✔️મધ્યપ્રદેશની છ*

*ગુજરાતની વોટર હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ 5 સાઈટ👇🏻*
1.અમદાવાદ સિસ્ટમ ઓફ લેક્સ
✔️કાંકરિયા તળાવ 30 હેક્ટરમાં, ચંડોળા તળાવ 67 હેક્ટરમાં અને સરખેજ રોજામાં 6 હેક્ટરમાં ટાંકીઓ સાથે બે મોટા તળાવ આવેલા છે. આ ત્રણેય તળાવમાં અમદાવાદ શહેરના કેચમેન્ટ એરિયામાંથી પાણી ભરાય છે.

2.પાટણની રાણીની વાવ
✔️પાટણમાં સરસ્વતી નદીના કિનારે રાજા ભીમદેવ સોલંકીની યાદમાં રાણી ઉદયમતીએ 11મી સદીમાં આ વાવ બંધાવી હતી.જે વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ જાહેર થયેલી છે.

3.લોથલ ડોકસ (ગોદી)
✔️અમદાવાદ જિલ્લાના સરગવાળા ગામે આવેલ લોથલ ડોક્સ (ગોદી) ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક છે.લોથલ 5000 વર્ષ જૂનું સિંધુ ખીણ સંસ્કૃતિઓનું એકમાત્ર બંદર નગર હતું.પ્રાચીન લોથલની ગોદી 200 મીટર લાંબી અને 35 મીટર પહોળી છે.

4.ભુજનું હમીરસર તળાવ
✔️ઇ.સ.1548-85 વચ્ચે કચ્છ શાસકો રાવ પ્રાગમલજી બીજા અને રાવ ખેંગારજીએ બંધાવેલું છે. 450 વર્ષ જૂનું આ તળાવ ભુજ શહેરનો પાણીનો મુખ્ય આધારસ્તંભ છે.

5.જૂનાગઢનું સુદર્શન તળાવ
✔️જૂનાગઢના ભવનાથમાં આવેલું સુદર્શન તળાવ 150 વર્ષ જૂનું મનાય છે. જૂનાગઢના શિલાલેખ મુજબ સુદર્શન તળાવ કૃત્રિમ જળાશય હતું.જે મૌર્ય સમ્રાટો દ્વારા પૂરને રોકવા બનાવવામાં આવ્યું હતું. શક શાસક રુદ્રદમણ-1ના સમયમાં તેનું સમારકામ કરાવાયું હતું.

આર્ટ ઓફ લિવિંગ, GTU અને જી20 સમિટના સંયુક્ત ઉપક્રમે 'નશાયુક્ત ભારત'નો પ્રારંભ ક્યાથી કરાયો
*✔️અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી*
*✔️2019માં પંજાબથી નશામુક્તિ અભિયાનની શરૂઆત કરાઈ હતી*

કરણી સેનાના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*✔️લોકેન્દ્રસિંહ*

સ્વિત્ઝર્લેન્ડની ફર્મ આઈકયુ એર 'વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2023' અનુસાર 131 પ્રદૂષિત દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*✔️8મો*
*✔️દુનિયાના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ભારતનાં 65 શહેર*
*✔️સૌથી પ્રદૂષિત 3 શહેર :- 1.લાહોર (પાકિસ્તાન), 2.હોતન (ચીન), 3.દિલ્હી (ભારત)*
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી એશિયાની પહેલી લોકો પાઈલટ કોણ બની
*✔️મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ*
*✔️તેમને સોલાપુર સ્ટેશનથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી ટ્રેન ચલાવી*
*✔️1988માં ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઇવર બની હતી*

તાજેતરમાંદક્ષિણ આફ્રિકા અને મલાવીમાં આવેલ વાવાઝોડું
*✔️ફ્રેડી*

અમેરિકામાં મેનહટન ડિસ્ટ્રીકટ જજ તરીકે કયા ભારતીય મૂળના વ્યક્તિ ચૂંટાયા
*✔️અરુણ સુબ્રહ્મણયમ*

માનવી અને હાથી વચ્ચે વધતા સંઘર્ષને નિવારવા કયા રાજયમાં એલિફન્ટ કન્ઝર્વેશન નેટવર્ક (ECN)ની રચના કરાઈ
*✔️આસામ*

ટેસ્ટ ક્રિકેટની સીકે નાયડુ ટ્રોફી કઈ ટીમે જીતી
*✔️ગુજરાત*
*✔️મુંબઈને હરાવ્યું*

વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ : દુનિયાનું સૌથી સારું એરપોર્ટ કયું બન્યું
*✔️સિંગાપોરનું ચાંગી*
*✔️રેકોર્ડ 12મી વખત બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ*

ફિફાના પ્રમુખ તરીકે બીજીવાર બિનહરીફ કોણ ચૂંટાઈ આવ્યા
*✔️સ્વિત્ઝર્લેન્ડના જીઆની ઇન્ફાન્ટીનો*
*✔️તેઓ 2016થી ફિફાન પ્રમુખ છે*

ભારતના ઈન્ફ્લુએન્ઝા વાઇરસના H3N2 કેસ ઝડપથી વધી રહ્યા છે.

ફાગણ વદ સાતમને 'મારવાડી સાતમ' પણ કહે છે. આ દિવસે રાજસ્થાની પરિવારો હળીમળીને 'ઘેર' નૃત્ય કરે છે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-18/03/2023 થી 22/03/2023🗞️*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કયા સાત રાજ્યોમાં પીએમ મિત્રા પાર્કને મંજૂરી આપી
*✔️ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક*
*✔️ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના વાસી-બોરસી ખાતે*
*✔️પીએમ મિત્રાનું પૂરું નામ :- પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજીયન એન્ક અપર્રેરલ*

તાજેતરમાં કયા રાજયએ નવા 19 જિલ્લા અને 3 વિભાગ બનાવવાની ઘોષણા કરી
*✔️રાજસ્થાન*
*✔️રાજસ્થાનના મુખ્યમંત્રી :- અશોક ગેહલોત*

તાજેતરમાં ક્રિકેટ ઈતિહાસની 2500મી ટેસ્ટ મેચ કયા બે દેશો વચ્ચે રમાઈ
*✔️શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ*

ટાઈમ મેગેઝીનની 2023માં દુનિયાના 50 શ્રેષ્ઠ સ્થળોની યાદી જાહેર કરવામાં આવી તેમાં ભારતના કયા બે સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે
*✔️લદાખ અને ઓડિશાના મયૂરગંજ*

નેપાળના ત્રીજા નાયબ રાષ્ટ્રપતિ કોણ ચૂંટાયા
*✔️રામસહાય યાદવ*

તાજેતરમાં ભારતે કયા પડોશી દેશ સાથે ઊર્જા પાઇપલાઇન સેવા શરૂ કરી
*✔️બાંગ્લાદેશ*
*✔️ભારતમાં 5 કિમી. અને બાંગ્લાદેશમાં 125 કિમી. લાંબી*

49મી ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રીની કોન્ફરન્સ ક્યાં યોજાઈ
*✔️ગાંધીનગર*

તાજેતરમાં કયા ગ્રહ પર હિમનદીના અવશેષ મળ્યા
*✔️મંગળ ગ્રહ પર*

SAAF (સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન)ની યજમાની કયું શહેર કરશે
*✔️બેંગલુરુ*

20 માર્ચવિશ્વ ચકલી દિવસ

ઇન્ડિયન સુપર લીગ (ISL) 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️એટીકે મોહન બાગાન*
*✔️બેંગલુરુને હરાવ્યું*

LIC (જીવન વીમા નિગમ)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️સિદ્ધાર્થ મોહંતી*

40 કરોડ ઇન્સ્ટા ફોલોઅર્સ ધરાવતી વિશ્વની પહેલી મહિલા કોણ બની
*✔️સેલેના ગોમેજ*

21 માર્ચવિશ્વ વન દિવસ, વિશ્વ કાવ્ય દિવસ

હેપીનેસ ઇન્ડેક્સમાં 137 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️125મા*
*✔️ફિનલેન્ડ પ્રથમ ક્રમે*
*✔️137મો ક્રમ અફઘાનિસ્તાન*

વન-ડે ક્રિકેટમાં બાંગ્લાદેશ તરફથી ફાસ્ટેસ્ટ સદી કોણે ફટકારી
*✔️મુશફીકુર રહીમ (આયર્લેન્ડ સામે)*

22 માર્ચવિશ્વ જળ દિવસ

હોકી સ્ટાર રાની રામપાલના નામે સ્ટેડિયમ ક્યાં બનશે
*✔️ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં*
*✔️દેશની પ્રથમ મહિલા હોકી ખેલાડી બની જેના નામ પર સ્ટેડિયમ છે*

ગાંધીજીના પૌત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️ઉષા ગોકાણી*

મિથેનોલથી ચાલતી 80 બસો કયા શહેરના રસ્તા પર દોડાવવાનું કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આયોજન કર્યું
*✔️બેંગલુરુ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/03/2023 થી 31/03/2023🗞️*

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટના છેલ્લા એક વર્ષના અહેવાલ મુજબ ધનિકોની યાદીમાં ભારત વિશ્વમાં કયા નંબરે છે
*✔️ત્રીજા*
*✔️ભારતમાં 16 નવા અબજપતિ બન્યા*
*✔️મુકેશ અંબાણી દુનિયામાં નવમા અને ભારતમાં સૌથી ધનિક*
*✔️ભારતમાં કુલ 187 અબજપતિ*

કયા દેશના સહકારથી ઈસરો ચંદ્ર પર યાન ઉતારવાની તૈયારી કરી રહ્યું છે
*✔️જાપાન*
*✔️2028 સુધીમાં શુક્ર માટે મિશન લોન્ચ કરવાની શક્યતા*
*✔️ઈસરોના ચેરમેન :- એસ.સોમનાથ*

વન-ડેની ત્રણ મેચની સિરીઝમાં સતત ત્રણ વખત પહેલા બોલે જ શૂન્યમાં આઉટ થનાર ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યું
*✔️ભારતનો સુર્યકુમાર યાદવ*

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે શારદાદેવી મંદિરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️કાશ્મીરના કૂપવાડામાં*

24 માર્ચવર્લ્ડ ટીબી ડે

WPL (વિમેન્સ પ્રીમિયર લીગ) માં પ્રથમ હેટ્રિક કઈ મહિલા ખેલાડીએ ઝડપી
*✔️ઈંગ્લેન્ડની ઈસી વોંગ*
*✔️મુંબઈ ટીમ તરફથી રમે છે, ઉત્તરપ્રદેશ વોરિયર્સ સામે હેટ્રિક ઝડપી*

આસામ અને મેઘાલય વચ્ચે કયા ગામની માલિકી માટે સીમા વિવાદ ચાલી રહ્યો છે
*✔️મુકરોહ ગામ*

તાજેતરમાં ગુજરાતમાં 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી.હવે ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટી બનશે
*✔️108*
*✔️યુનિવર્સિટીની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ*

ભારત અને ઈંગ્લેન્ડનું દ્વિપક્ષીય નૌકાદળ કવાયત
*✔️કોંકણ-23*

તાજેતરમાં ફૂટબોલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો
*✔️પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

ટેકનોલોજી કંપની ઇન્ટેલના સહ-સ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*✔️ગોર્ડન મૂર*

જમ્મુ કાશ્મીરને દેશ સાથે જોડનાર જમ્મુ-શ્રીનગર-બારામુલા રેલવે લિંક યોજના હેઠળ દેશનો પ્રથમ કેબલ રેલવે બ્રિજ અંજીબ્રિજ બની રહ્યો છે તેની લંબાઈ કેટલી છે
*✔️473.25 મીટર*

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️મુંબઈ ઇન્ડિયન્સ*
*✔️દિલ્હીને હરાવ્યું*

તાજેતરમાં ઈસરોએ કયા રોકેટ દ્વારા 36 સેટેલાઇટ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા
*✔️LVM3*
*✔️બ્રિટનની કંપની વનવેબના સેટેલાઇટ*
*✔️શ્રીહરિકોટા સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ*

27 માર્ચવિશ્વ રંગમંચ દિવસ

વર્લ્ડવાઈડ ફંડ દ્વારા માર્ચ મહિનાના છેલ્લા શનિવારને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે
*✔️અર્થઅવર*

પીએમ પોષણ અભિયાન હેઠળ શાળામાં સપ્તાહમાં કેટલા દિવસ જાડા ધાનની વાનગી અપાશે
*✔️એક દિવસ*

નેશનલ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કસ ફેડરેશન (NAFCARD)ના ચેરમેન તરીકે બિનહરીફ કોણ ચૂંટાયા
*✔️ડોલર કોટેચા*

કયા રાજ્યમાં અનામત મુદ્દે બંજારા-ભોવી સમાજના લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા
*✔️કર્ણાટક*

ભારતનું સૌપ્રથમ અંડર વોટર મ્યુઝિયમ ક્યાં તૈયાર કરવામાં આવ્યું
*✔️પુડુચેરી*

IT વિભાગે રિટર્ન ફાઇલ કરવા કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*✔️AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ)*

વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચિનાબ રેલવે બ્રિજ કાશ્મીરમાં બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ કેટલા કિમી. લાંબો છે
*✔️1.3 કિમી.*
*✔️નદીના પટથી ઊંચાઈ 359 મીટર*
*✔️જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં*

કયા રાજયમાં વિશ્વના પ્રથમ 200 મીટર બામ્બુ ક્રેશ બેરીયર 'બાહુબલી'નું હાઈવે પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️મહારાષ્ટ્ર*

ભારતીય નૌકાદળ દ્વારા ASW શેલો વોટર ક્રાફટ પ્રોજેક્ટ કોલકાતા ખાતે લોન્ચ કરવામાં આવ્યું. આ ક્રાફ્ટનું નામ શું છે
*✔️એન્દ્રોથ*
*✔️હુગલી નદીમ લોન્ચ કરવામાં આવ્યું*
*✔️નૌકાદળની પરંપરા મુજબ અથર્વવેદના મંત્રોચ્ચાર સાથે જહાજ લોન્ચ*

ભારતની પ્રસિદ્ધ અને અનોખી સ્વાદ ધતાવતી કઈ ચાને યુરોપિયન યુનિયનનું GI (જીઆઈ) ટેગ આપવામાં આવ્યું
*✔️કાંગડા ચા*
*✔️ધૌલાધારના ઢોળાવો પર તેની ખેતી થાય છે*
*✔️ભારતમાં તેને 2005માં GI ટેગ મળ્યું હતું*

દેશમાં 70 વર્ષ બાદ કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલ ચિત્તાએ 4 બચ્ચાંને જન્મ આપ્યો. આ માદા ચિત્તાનું નામ શું છે
*✔️સિયાયા*
*✔️ભારતમાં 1947માં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું ત્યારબાદ 1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું*

રશિયાની કઈ સૌથી મોટી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીએ ભારતની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે ભારતમાં સપ્લાય વધારવા કરાર કર્યા
*✔️રોસનેફ્ટ*

પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે છે
*✔️144મા*
*✔️પ્રથમ યુએઈ અને બીજા ક્રમે સ્વીડન*

વર્ષ 2023માં IPLની કેટલામી સિઝન રમાશે
*✔️16મી*
*✔️પ્રથમ મેચ અમદાવાદ ખાતે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાશે*

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️હરિદ્વાર*

ચેટ જીપીટી બનાવનાર
*✔️સેમ ઑલ્ટમેન*

💥💥

ચિત્ર-વિચિત્રનો મેળો : પોશીનાના ગુણભાખરી ગામે, ચૈત્ર સુદ એકમ
*એપ્રિલ મહિનાના મહત્વના દિવસો*

1 એપ્રિલબેંકોમાં વાર્ષિક ક્લોઝિંગ દિવસ

2 એપ્રિલવિશ્વ ઓટિઝમ દિવસ

7 એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ

13 એપ્રિલજલિયાંવાલા બાગ દિવસ

14 એપ્રિલઆંબેડકર જયંતિ

18 એપ્રિલવિશ્વ વારસા દિવસ

21 એપ્રિલભારતીય સિવિલ સેવા દિવસ

22 એપ્રિલપૃથ્વી દિવસ

23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ

25 એપ્રિલમલેરિયા દિવસ

💥💥
🙇શબ્દ –સમજૂતી🙇

ખીચડીખાઉં – હલકી કોટિનું
વૈતરું – મજૂરી
જણસ – વસ્તુ
અડવી – શણગાર વગરનું
સાબધાં – સજ્જ્ ,તૈયાર
ચેવીને – કશીને
*🔥 Newspaper Current🔥*

*🗞️Date:-01/04/2023 થી 06/04/2023🗞️*

તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલીપ બગીચો શ્રીનગરમાં ખુલ્લો મુકવામાં આવ્યો. જે કઈ પર્વતની તળેટીમાં આવેલો છે
*✔️ઝબરવાન*

તાજેતરમાં કયા દેશમાં અંગ્રેજી પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે
*✔️ઈટાલી*

ભારત અને કયા દેશ વચ્ચે અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ વેપાર થઈ શકશે
*✔️મલેશિયા*

ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર જેમનું હાલમાં નિધન થયું
*✔️સલીમ દુરાની*
*✔️29 ટેસ્ટ, 1202 રન, 75 વિકેટ*
*✔️ગુજરાતના જામનગરમાં રહેતા હતા*
*✔️છેલ્લી ટેસ્ટ 1973માં ઈંગ્લેન્ડ સામે રમ્યા હતા*

નૌસેનાના નવા વાઈસ ચીફ કોણ બન્યા
*✔️સંજય જસજીતસિંહ*

ટી20 ક્રિકેટમાં 300 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*✔️યુઝવેન્દ્ર ચહલ*

પામ સન્ડે અથવા ખજૂરી દિવસ કયા ધર્મના સમુદાય દ્વારા ઉજવણી થાય છે
*✔️ખ્રિસ્તી*

કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકલી માનવ મગજ બનાવ્યુ
*✔️ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લુમિંગટનના*

માયામી ઓપન (ટેનિસ)👇🏻
*✔️ચેક રિપબ્લિકનની ખેલાડી ક્વિટોવા ચેમ્પિયન (વિમેન્સ)*
*✔️રિબાકિનાને હરાવી*
*✔️રશિયાનો મેડવેડેવ ચેમ્પિયન (મેન્સ)*
*✔️ઈટાલીના સીનરને હરાવ્યો*

ઈસરોએ રિયુઝેબલ લોન્ચ વેહિકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું
*✔️કર્ણાટક ખાતે*

રશિયન ટીવી ન્યૂઝ ચેનલ Sovoy ટીવીએ AI વર્ચ્યુઅલ એન્કરને રજૂ કરી તેનું નામ શું છે
*✔️Snezhana Tumanova*

તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું પ્રેસિડેન્ટ દેશ કયો બન્યો
*✔️રશિયા*

તાજેતરમાં તુર્કીમાં પૂર્વીય વાન પ્રાંતમાં તળાવના પાણી નીચેથી રહસ્યમય કયા મહેલના 3000 વર્ષ પ્રાચીન સભ્યતાનું મંદિર શોધાયું
*✔️ઉરારતુ*

ચંદ્રનું ચક્કર મારનારા પહેલા મહિલા કોણ બનશે
*✔️અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટિના કોચ*
*✔️નાસાના આર્ટેમિસ-2 મિશન હેઠળ*
*✔️2024માં લોન્ચ થશે*

તાજેતરમાં નાટો (NATO)નો 31મો સભ્ય દેશ કયો બન્યો
*✔️ફિનલેન્ડ*

સાધન સહાય માટેની માનવ કલ્યાણ યોજનામાં અરજી માટે કયુ પોર્ટલ શરૂ કરાયું
*✔️ઈ-કુટિર*

હવે દર મહિને કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારને અન્ન ગ્રાહક સુરક્ષા હેઠળ સસ્તું અનાજ અપાશે
*✔️15 હજાર*
*✔️પહેલા દર મહિને 10 હજારની આવક ધરાવતા પરિવારને અનાજ મળતું*

પ્રમુખ સ્વામીના જન્મસ્થળ જ્યાં નવીનીકરણ કરાયેલા નારાયણ સરોવરને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ કરશે
*✔️ચાણસદમાં*

તાજેતરમાં કુલ રુફ પોલિસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️તેલંગાણા*
*✔️ઇમારતોની છતને ઠંડી રાખવામાં આવશે*

તાજેતરમાં બોટાદ જિલ્લાના સાળંગપુરમાં 30 હજાર કિલો વજનની કેટલા ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*✔️54 ફૂટ*

ઇલોન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યો.ચકલીને હટાવીને કયો લોગો રાખવામાં આવ્યો
*✔️ડોગ*

તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે
*✔️24%*

વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટાડીને કેટલા ટકા કર્યો
*✔️6.3%*
*✔️અગાઉ 6.6% આર્થિક વૃદ્ધિદર અંદાજ કર્યો હતો*

ICCના તમામ 11 દેશ સામે ટેસ્ટ રમનાર પ્રથમ ટીમ કઈ બની
*✔️બાંગ્લાદેશ*

દેશની પ્રથમ હ્યુમન કેપિટલ બેન્ક ક્યાં શરૂ કરવામાં આવી
*✔️મધ્યપ્રદેશના શુજાલપુરમાં*
*✔️18 થી 35ની વયના યુવાનોને તાલીમ આપશે*

સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાએ 5 એપ્રિલના રોજ કેટલા વર્ષ પૂર્ણ કર્યા
*✔️સાત વર્ષ*
*✔️5 એપ્રિલ, 2016ના રોજ યોજના શરૂ થઈ હતી*

સડક દુર્ઘટનામાં પીડિતોને સમય પર મેડિકલ સહાયતા માટે પરિવહન મંત્રાલયે પોતાના કયા હેલ્પલાઇન નંબરને દરેક નેશનલ હાઇવે સુધી વિસ્તારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
*✔️હેલ્પલાઇન નંબર 1033*

ગુજરાત હાઇકોર્ટમાં તાજેતરમાં હાઇકોર્ટ જજ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*✔️દેવન દેસાઈ અને મોક્ષા ઠક્કર*

તાજેતરમાં સુધીર નાઈકનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️ક્રિકેટ*

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની માહિતી મુજબ ગુજરાતમાં 5 વર્ષમાં (2016 થી 2021) કુપોષિત મહિલાઓમાં કેટલા ટકાનો વધારો થયો
*✔️10.10%*
*✔️ગુજરાતમાં કુપોષિત મહિલાઓની સંખ્યા 65% થઈ*

ઇન્ટરનેશનલ મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા ઓન ફિલ્ડ અમ્પાયર કોણ બન્યા
*✔️ન્યુઝીલેન્ડના કિમ કોટન*
*✔️ન્યુઝીલેન્ડ-શ્રીલંકાની ટી20 મેચમાં*

ભારતીય સેનાની ક્ષમતાને વધુ શક્તિશાળી બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) સાથે કરાર કર્યા.ઈસરો બનાવશે શક્તિશાળી સેટેલાઇટ.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-07/04/2023 થી 11/04/2023🗞️*

ગેસના ભાવને લઈને રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ કોણ છે
*✔️કિરીટ પરીખ કમિટી*

7 એપ્રિલવર્લ્ડ હેલ્થ ડે

કયા રાજ્યમાં Right To Health ચાલી રહ્યું છે
*✔️રાજસ્થાન*
*✔️રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 25 લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો*

ભાજપે (ભારતીય જનતા પાર્ટી) હાલમાં કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️44મો*

એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI)ના અહેવાલ મુજબ ભારતનું દિલ્હીનું ઈન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 2022માં વિશ્વનું કેટલામું વ્યસ્ત એરપોર્ટ
*✔️નવમું*

વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ આયરિશ (આયર્લેન્ડ) ખેલાડી કોણ બન્યો
*✔️લોર્કન ટકર*
*✔️બાંગ્લાદેશ સામે*

તાજેતરના અહેવાલ અનુસાર ગુજરાતમાં વસનારાઓનું સરેરાશ આયુષ્ય કેટલું છે
*✔️70 વર્ષ*
*✔️દેશમાં ગુજરાત 11મા સ્થાને*
*✔️બે દાયકામાં સરેરાશ આયુષ્યમાં 4 વર્ષનો વધારો થયો*
*✔️પુરુષોનું સરેરાશ આયુષ્ય 67.9 વર્ષ જ્યારે મહિલાઓનું સરેરાશ આયુષ્ય 72.8 વર્ષ*

ટાઈમ મેગેઝીનના વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદી માટે મતદાન કરવામાં આવ્યું જેમાં રીડર્સ પોલમાં ટોચનું સ્થાન પર કોણ છે
*✔️અભિનેતા શાહરૂખ ખાન*

તાજેતરમાં કોની 200મી જન્મજયંતી પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટપાલ ટીકિટનું વિમોચન કર્યું
*✔️સ્વામી દયાનંદ સરસ્વતી*

અગસ્તા માસ્ટર્સ ટુર્નામેન્ટ કઈ રમત માટે રમાય છે
*✔️ગોલ્ફ*

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ડિસેમ્બર 2022 સુધીમાં મહામારીના કારણે કેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે
*✔️66 લાખ*

ચૈત્ર માસ દરમિયાન સુલેશ્વરી માતાના સાનિધ્યમાં હાથિયા ઠાઠું ઉત્સવ ક્યાં યોજાય છે
*✔️વિસનગર તાલુકાના વાલમ ગામમાં*

ગુજરાતમાં સૌપ્રથમવાર કઈ નદીની પૂજા આરાધના થશે
*✔️સરસ્વતી નદી*
*✔️પાટણ ખાતે*
*✔️રાણકી વાવમાં વપરાયેલા ધ્રાંગધ્રા પથ્થરોમાંથી જ મંદિર અને ઘાટનું નિર્માણ થશે*

રાજા રવિવર્મા વિશે 6 ગ્રંથો પૈકી એક ગ્રંથનું લોકાર્પણ એલવીપી પરિસર ખાતે કરવામાં આવશે. આ છ ગ્રંથો કોણે લખ્યા છે
*✔️ગણેશ શિવાસ્વામી*
*✔️રાજા રવિવર્માએ 1894માં લક્ષ્મીજીનું એક પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. જેની મોડલ મુંબઈની યુવતી રાજીબાઈ મૂલગાંવકર હતી*

IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 1000 (એક હજાર)મી મેચ કઈ ટીમ વચ્ચે રમાઈ
*✔️મુંબઈ અને ચેન્નઈ*
*✔️ચેન્નઈની જીત*

તાજેતરમાં 'ગેહના ખોજ યાત્રા' પર્વ કયા દેશમાં મનાવાયો
*✔️નેપાળ (કાઠમંડુમાં પર્વ મનાવાયો)*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં હૈદરાબાદની બીજી કયા બે શહેરો વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી
*✔️સિકંદરાબાદ - તિરુપતિ*

તાજેતરમાં કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજુએ જમ્મુમાં કઈ ભાષામાં બંધારણની પહેલી આવૃત્તિ રજૂ કરી
*✔️ડોગરી ભાષામાં*
*✔️2003માં ડોગરી ભાષાને આઠમી અનુસૂચિમાં સામેલ કરાઈ હતી*

તાજેતરમાં ઉત્તર કોરિયાએ પાણીની નીચે હુમલો કરી શકે એવા ડ્રોનનું પરીક્ષણ કર્યું.આ ડ્રોનનું નામ શું છે
*✔️હેઈલ-2*
*✔️71 કલાકથી વધુ યાત્રા કરી 1000 કિમી. સુધી હુમલો કરી શકે*

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા ફાઇટર જેટ વિમાનમાં ઉડાણ ભરી
*✔️સુખોઈ-30*
*✔️ફાઇટર વિમાનમાં ઉડાન ભરનારા દ્રૌપદી મુર્મુ ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા*

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત કેસર કેરી મહોત્સવ ક્યાં શરૂ થશે
*✔️મહેસાણા, હિંમતનગરમાં*

યુક્રેનના નાયબ વિદેશ મંત્રી કેઓ ભારત પ્રવાસે આવશે
*✔️એમિન ઝાપરોવા*

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ કયા દેશમાં શરૂ થઈ
*✔️કઝાખસ્તાન*

લીગો (LIGO) ઈન્ડિયા વેધશાળા ક્યાં શરૂ થશે
*✔️મહારાષ્ટ્ર*
*✔️મહારાષ્ટ્રના મરાઠવાડાના હિંગોળી જિલ્લાના ઔધ વિસ્તારમાં 174 એકરમાં*
*✔️ગુરુત્વાકર્ષણના મોજાં વિશે અભ્યાસ કરશે*
*✔️કેન્દ્રની 2600 કરોડની આ પ્રોજેકટને મંજૂરી*
*✔️LIGO-INDIAનું ફૂલ ફોર્મ :- લેઝર ઈન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી - ઇન્ડિયા*

હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોને દુર્લભ પૃથ્વી તત્વો (રેર અર્થ એલિમેન્ટ્સ)નો ભંડાર ક્યાંથી મળી આવ્યો
*✔️આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં*
*✔️આ તત્વોનો ઉપયોગ સેલફોન, ટીવી, કોમ્પ્યુટર અને ઓટોમોબાઇલથી લઈને સ્વચ્છ ઊર્જા, એરોસ્પેસ, સંરક્ષણ, સ્થાયી ચુંબકના નિર્માણમાં થાય છે*

દેશમાં વાઘની સંખ્યા કેટલી છે જે દુનિયાની વાઘની વસતીના 75% છે
*✔️3,167*
*✔️ટાઇગર પ્રોજેક્ટના 50 વર્ષ પુરા*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘ-સિંહોના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બીગ કેટ્સ એલાયન્સ લોન્ચ કર્યું*
*✔️ટાઇગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં પહોંચ્યા હતા*