સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/08/2022 થી 25/08/2022🗞️*

ભારતના વિરોધ વચ્ચે ચીનનું જાસૂસી જહાજ જે શ્રીલંકાના હંબનટોટા બંદરે લાંગર્યું.આ જહાજનું નામ શું
*✔️યુઆન વાંગ*

ICC વન-ડે વર્લ્ડકપમાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવનાર આયર્લેન્ડના બેટ્સમેન જેમને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી
*✔️ કેવિન ઓબ્રાયન*

76મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કેટલામી વાર ત્રિરંગો લહેરાવ્યો
*✔️9મી વખત*

ભારત કયા બે દેશો સાથે સંયુક્ત રીતે 14000 કિમી. હાઈવેનું નિર્માણ કરી રહ્યો છે
*✔️થાઈલેન્ડ અને મ્યાનમાર*

વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ ભારતમાં ક્યાં સ્થપાશે
*✔️મધ્યપ્રદેશમાં ખંડવા નજીક નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ ખાતે*

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે કયા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું
*✔️રામવન*

ભારત અને અમેરિકા સંયુક્ત યુદ્ધ કવાયત હિમાચલના બેકલોહમાં કરવામાં આવ્યું. આ કવાયતનું નામ શું
*✔️વ્રજ પ્રહાર-2022*

મહારાષ્ટ્ર સરકારે કયા ઉત્સવને એડવેન્ચર સ્પોર્ટ્સનો દરજ્જો આપ્યો
*✔️દહીં હાંડી ઉત્સવ*

જામનગરના ધ્રોલ ખાતે ભૂચરમોરીમાં કેટલા રાજપૂત યુવાનોએ તલવારથી શૌર્યરાસ કરી વિશ્વવિક્રમ સર્જ્યો
*✔️5000*

દેશની પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ ક્યાં શરૂ કરવામાં આવી
*✔️મુંબઈ*

હાલમાં વિયેતનામ-ભારત વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ક્યાં સંપન્ન થયો
*✔️હરિયાણાના ચંડીમંદિર ખાતે*

બલ્ગેરિયામાં અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પહેલી ભારતીય પહેલવાન કોણ બની
*✔️અંતિમ પંઘાલ*

21 ઓગસ્ટવર્લ્ડ સિનિયર સિટીઝન ડે

હાલમાં સમર બદરૂ બેનરજીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️ફૂટબોલ*

યુરોપમાં આવેલ ચક્રવાતી વાવાઝોડું
*✔️હેલીસ*

હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન-2022 ક્યાં યોજાયું હતું
*✔️દિલ્હી*

20 ઓગસ્ટવિશ્વ મચ્છર દિવસ

ફરીવાર પેટીએમના એમડી અને સીઈઓ કોણ બન્યા
*✔️વિજય શેખર શર્મા*

UNનો ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર રિપોર્ટ અનુસાર ભારત ઈ-વેસ્ટ પેદા કરવામાં વિશ્વમાં કેટલામાં નંબર પર છે
*✔️ત્રીજા*
*✔️અમેરિકા પ્રથમ અને ચીન બીજા નંબર પર*

દેશની પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી ક્યાં બનશે
*✔️ઉત્તરાખંડના ગઢવાલમાં*

તાજેતરમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*✔️પેરૂગ્વે*

24 ઓગસ્ટવિશ્વ ગુજરાતી ભાષા દિવસ
કવિ નર્મદના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે.

કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️ગુસ્તાવો પેટ્રો*

સાંસ્કૃતિક મંત્રાલય અને ગૂગલના સંયુક્ત ઉપક્રમે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
*✔️ઈન્ડિયા કી ઉડાન પ્રોજેક્ટ*

થાઈલેન્ડની અદાલતે ત્યાંના વડાપ્રધાનને પદ પરથી હટાવ્યા તેમનું નામ શું
*✔️પ્રયુથ ચાન ઓચા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજયમાં ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું
*✔️પંજાબ*

સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2022 માટે ગુજરાતીમાં કયા બે વ્યક્તિઓને સાહિત્ય અકાદમી સન્માન મળશે
*✔️યુવા પુરસ્કાર ભરત ખેનીની તેમના પુસ્તક - રાજા રવિ વર્માની આત્મકથા માટે તથા બાળ પુરસ્કાર માટે કિરીટ ગોસ્વામીને તેમનું કાવ્ય - ખિસકોલીને કોમ્પ્યુટર છે લેવું માટે*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-26/08/2022 થી 31/08/2022🗞️*

DRDOના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️વિજ્ઞાની સમીર કામત*
*✔️જી.સતીષ રેડ્ડીનું સ્થાન લેશે*

તાજેતરમાં સેન્દ્રિય કૃષિ વિશ્વવિદ્યાલય ભવનનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો
*✔️હાલોલ તાલુકાના જાંબુડી ખાતે*

UAE દેશની પ્રથમ મહિલા કમર્શિયલ કેપ્ટન કોણ બની
*✔️આયેશા અલ મંસુરી*

950+ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ પેસ બોલર કોણ બન્યા
*✔️ઈંગ્લેન્ડનો એન્ડરસન*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકીના પ્રોજેક્ટનું શિલાન્યાસ ક્યાં કર્યો
*✔️ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001ના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદગીરી રૂપે કચ્છમાં કયું વન ખુલ્લું મૂક્યું
*✔️સ્મૃતિવન*

અનાજની સાર્વજનિક વિતરણ પદ્ધતિના પ્રબળ સમર્થક અને પદ્મભૂષણથી સન્માનિત અર્થશાસ્ત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️અભિજીત સેન*

અમદાવાદ ખાતે સાબરમતી નદી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયો બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો
*✔️અટલ ફૂટ ઓવર બ્રિજ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/09/2022 થી 06/09/2022🗞️*

અર્બન-20 (U-20) સમિટ હોસ્ટ કરનાર દેશનું પ્રથમ શહેર કયું બનશે
*✔️અમદાવાદ*
*✔️આ સમિટ જાન્યુઆરી-2023માં યોજાશે*
*✔️દુનિયાના 20 દેશોના મોટા શહેરના મેયર અને કમિશનર સમિટમાં હાજર રહેશે*

સોવિયેત સંઘના પૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું
*✔️મિખાઈલ ગોર્બાચે*

1 થી 7 સપ્ટેમ્બરરાષ્ટ્રીય પોષણ સપ્તાહ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં ઓબીસી અનામત અંગે કોના વડપણ હેઠળ પંચ રચાયેલ છે
*✔️નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરી*

વર્લ્ડ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*✔️અપેક્ષા ફર્નાન્ડિઝ*

ભારતે સર્વાઈકલ (ગર્ભાશયના) કેન્સરની પહેલી સ્વદેશી રસી મળી ગઈ છે. તેનું નામ શું છે
*✔️ક્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ વેક્સિન*
*✔️આ રસી 'સર્વાવેક' નામથી પણ ઓળખાશે*
*✔️પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીએ સાથે મળીને બનાવી છે*

ભારતીય નૌસેનાએ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું સમર્પણ ક્યાં કર્યું
*✔️કોચિન શિપયાર્ડ, કેરળ ખાતે*

દેશના સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ક્યાં સ્થપાશે
*✔️ભરૂચના જાંબુસરમાં*

રાજ્યના સૌપ્રથમ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ કચેરીનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️જૂનાગઢ*

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા
*✔️કલ્યાણ ચૌબે*

તાજેતરમાં તાતા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયું. તેઓ તાતા સન્સના કેટલામાં ચેરમેન હતા
*✔️છઠ્ઠા*

500 એકરમાં મિયાવાકી જંગલ અને દેશમાં પહેલી સ્ટેટ ઓફ આર્ટ એલિફન્ટ હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવી
*✔️જામનગર*

બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️લિઝ ટ્ર્સ*
*✔️બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા*
*✔️ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા*

કેરળના પૂર્વ આરોગ્ય મંત્રી જેમને રેમન મેગ્સેસ એવોર્ડ સ્વીકાર કરવાનો મના કરી
*✔️કે.કે.શૈલજા*

ગુજરાતમાં કેટલામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે
*✔️36મા*
*✔️નેશનલ ગેમ્સના મેસ્કોટ તરીકે 'સાવજ' રાખવામાં આવ્યું*
*✔️નેશનલ ગેમ્સની એન્થમ :- જીતેગા ઇન્ડિયા, જુડેગા ઇન્ડિયા*
*✔️આ ઉપરાંત નેશનલ ગેમ્સની તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તે માટે NGGujarat એપ લોન્ચ કરવામાં આવી*

તાજેતરમાં કેટલામાં ખેલ મહાકુંભનું સમાપન કરવામાં આવ્યું
*✔️11મા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 07/09/2022 થી 16/09/2022🗞️*

દેશનો પહેલો બંધારણ પાર્ક ક્યાં બનશે
*✔️મધ્યપ્રદેશના દેવાસમાં*
*✔️22 એવી મૂર્તિ લગાવાશે જેનો બંધારણમાં ઉલ્લેખ કરાયો છે*
*✔️હેતુ દેશના બંધારણની માહિતી આપવાનો*

દક્ષિણ કોરિયામાં આવેલું ચક્રવાતી વાવાઝોડું
*✔️હિન્નામનોર*

કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાજપથનું નામ બદલીને કયું નામ આપ્યું
*✔️કર્તવ્યપથ*

કોંગ્રેસે 'ભારત જોડો યાત્રા'નો આરંભ ક્યાંથી કર્યો
*✔️કન્યાકુમારી*

સ્કૂલોને આદર્શ બનાવવા કઈ યોજનાને લીલીઝંડી આપવામાં આવી
*✔️પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (પીએમ શ્રી) યોજના*
*✔️2022-2027 સુધી લાગુ કરાશે*

ઈંગ્લેન્ડ સહિત 14 દેશો પર રાજ કરનાર ક્વીન એલિઝાબેથ-2 નું કયા સ્થળે નિધન થયું
*✔️સ્કોટલેન્ડ*
*✔️સળંગ 70 વર્ષ સુધી બ્રિટનના મહારાણી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ નજીક કેટલા ફૂટ ઊંચી નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
*✔️28 ફૂટ*

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી રિપોર્ટ અનુસાર 2021ના માનવ વિકાસ સુચકાંક (હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ)માં 191 દેશમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️132મા*

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કયા રાજ્યના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી
*✔️પંજાબ*

સૌથી ઓછા 17 દિવસ માટે દેશના ચીફ જસ્ટિસ રહેલા પૂર્વ જસ્ટિસ જેમનું હાલમાં નિધન થયું
*✔️કે.એન.સિંહ*

10 સપ્ટેમ્બરવિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

રામ મંદિરનું સૌપ્રથમ પ્રમાણ આપનાર પુરાતત્વવિદ, પદ્મ વિભૂષણથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું
*✔️બ્રજબાસી લાલ (બી.બી.લાલ)*

ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યના તનોટ માતા તીર્થસ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા શિલાન્યાસ કર્યો
*✔️રાજસ્થાન*

પહેલીવાર યુએસ ઓપન (ટેનિસ) ચેમ્પિયન કોણ બની
*✔️પોલેન્ડની ઈગા સ્વાતેક*
*✔️પુરુષમાં સ્પેનનો કાર્લોસ અલ્કારેજ ચેમ્પિયન*

દ્વારકા શારદાપીઠના જગતગુરુ જેમનું હાલમાં નિધન થયું
*✔️શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી*

રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટી ક્યાં બનશે
*✔️ડભોઈ પાસે કુંઢેલામાં*

પાકિસ્તાનને હરાવી શ્રીલંકા કેટલામીવાર એશિયા કપ ચેમ્પિયન બન્યું
*✔️છઠ્ઠીવાર*

કયા દેશમાંથી 8 ચિત્તા ભારત લવાશે
*✔️નામીબિયા*

ગુજરાતમાં દેશની પ્રથમ ચિપ ફેકટરી કયા કઈ કંપની દ્વારા સ્થપાશે
*✔️તાઈવાનની ફોક્સફોન અને વેદાંતા ગ્રુપ દ્વારા*

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હવાઈ દળની કવાયત
*✔️પિચ બ્લેક-2022*

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના શિખર સંમેલન ક્યાં યોજાશે
*✔️ઉઝબેકિસ્તાનના સમરકંદમાં*

તાજેતરમાં ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ કયા દેશના છે
*✔️સ્વિત્ઝર્લેન્ડ*

કયા દેશને હરાવી ભારત અંડર-17 SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ચોથી વખત વિજેતા બન્યું
*✔️નેપાળ*

14 સપ્ટેમ્બરરાષ્ટ્રીય હિન્દી દિવસ

ક્લાયમેટ ચેન્જ સામે ટક્કર ઝીલે એવું દેશનું પ્રથમ બાયોવિલેજ ગામ કયું બનાવવામાં આવ્યું
*✔️ત્રિપુરામાં દાસપરા ગામ*

કેરળના થ્રીસુર,નિલામ્બુર અમે તેલંગણાના વારંગલને યુનેસ્કોના ગ્લોબલ લર્નિંગ સિટીમાં સમાવેશ.

ધો.9 અને 10ના એસસી વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ ગુજરાત ડિજિટલ પોર્ટલ મારફતે સર્ટી મળશે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-17/09/2022 થી 30/09/2022🗞️*

તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કયા પુસ્તકનું વિમોચન કર્યું
*✔️આંબેડકર એન્ડ મોદી : રીફોર્મ્સ આઈડિયાઝ પર્ફોર્મર્સ ઇમ્પ્લીમેન્ટેશન*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લેવાયેલા ચિત્તા કયા ઉદ્યાનમાં છોડ્યા
*✔️કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન (મધ્યપ્રદેશ)*

ઇન્ટરપોલની 90મી મહાસભાનો લોગો ભારતના કયા મંદિરથી પ્રેરિત હશે
*✔️કોણાર્ક મંદિરથી*

ભારત અને જાપાને તાજેતરમાં બંગાળના અખાતમાં સંયુક્ત નેવલ અભ્યાસ કર્યો.આ અભ્યાસનું નામ શું છે
*✔️જિમેક્સ-2022*

અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય વક્તા જેમનું હાલમાં નિધન થયું
*✔️ધર્મેન્દ્ર મહારાજ*

વર્ષ 2023ના ઓસ્કાર એવોર્ડ માટે કઈ ગુજરાતી ફિલ્મની પસંદગી કરવામાં આવી
*✔️છેલ્લો શૉ*
*✔️નિર્દેશક :- પાન નલિન*

22 સપ્ટેમ્બરવિશ્વ ગેંડા દિવસ

'ગજોધર ભૈયા' તરીકે જાણીતા મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું હાલમાં નિધન થયું. તેમનું મૂળ નામ શું હતું
*✔️સત્યપ્રકાશ શ્રીવાસ્તવ*

મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (AMI) દર વર્ષે કઈ તારીખે નેશનલ સિનેમા ડે મનાવશે
*✔️23 સપ્ટેમ્બર*
*✔️પહેલા આ દિવસ 16 સપ્ટેમ્બરે મનાવાતો હતો*

રાજ્યના વન વિભાગની માહિતી મુજબ ગુજરાતમાં ગીધની વસ્તીમાં ઘટાડો થયો છે. જે મુજબ હવે ગુજરાતમાં કેટલા ગીધ બચ્યા છે
*✔️820*

હોકી ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા
*✔️દિલીપ તિર્કી*

ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️કે.રાજા રેડ્ડી*

ભારતીય ટીમની મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીએ પોતાની કારકિર્દીની અંતિમ વન ડે કયા દેશ સામે રમી
*✔️ઈંગ્લેન્ડ*
*✔️લોર્ડ્સ મેદાનમાં*

ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામે CBIએ 21 રાજ્યોમાં દરોડા પાડ્યા. આ ઓપરેશનને શુ નામ આપવામાં આવ્યું
*✔️મેઘચક્ર*

શિક્ષણ મંત્રાલય હસ્તક પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ 2022-23ના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અહેવાલ મુજબ ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો કેટલા ટકા છે
*✔️23.3%*

ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️શહીદ ભગતસિંહ*

દુલીપ ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️વેસ્ટ ઝોન 19મી વખત ચેમ્પિયન*
*✔️સાઉથ ઝોનને હરાવ્યું*

ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ મુજબ નિવૃત્ત થયા પછી રહેવા માટે સૌથી શ્રેષ્ઠ દેશ કયો છે
*✔️નોર્વે*

યુનાઇટેડ નેશન્સની કેટલામી જનરલ એસેમ્બલીની વાર્ષિક સભા મળી
*✔️77મી*

તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું
*✔️નોરુ*

કોંગ્રેસના વરિષ્ઠ પૂર્વ નેતા ગુલામનબી આઝાદે કઈ નવું પાર્ટીની રચના કરી
*✔️ડેમોક્રેટિક આઝાદ પાર્ટી*

વર્ષ 2020નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*✔️અભિનેત્રી આશા પારેખ*

દેશના નવા એટર્ની જનરલ કોણ બન્યા
*✔️આર.વેંકટરામાણી*
*✔️કે.કે.વેણુગોપાલનું સ્થાન લેશે*

નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બન્યા
*✔️નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌધરી*
*✔️દેશના બીજા CDS*

29 સપ્ટેમ્બરવર્લ્ડ હાર્ટ ડે (વિશ્વ હદય દિવસ)

36 મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ,
✔️36 રમતો
✔️જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયા

કયા દેશમાં નવેમ્બર મહિનો 'હિન્દુ હેરિટેજ મંથ' તરીકે મનાવાશે
*✔️કેનેડા*

અમદાવાદને સતત ત્રીજા વર્ષે બેસ્ટ હેરિટેજ સિટીનો નેશનલ એવોર્ડ

ભારતે 'ઈન્ડિયા હાઇપર ટેંશન કંટ્રોલ ઇનીશીએટિવ' માટે UN એવોર્ડ જીત્યો.

💥💥
*📒ઓક્ટોબર માસના વિશેષ દિવસ📒*

*1 ઓક્ટોબર* આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ,
રાષ્ટ્રીય રક્તદાન દિવસ

*2 ઓક્ટોબર* વિશ્વ અહિંસા દિવસ,
ગાંધી જયંતી,
લાલ બહાદુર શાસ્ત્રી જયંતી

*3 ઓક્ટોબર* વિશ્વ પ્રકૃતિ દિવસ

*8 ઓક્ટોબર* વાયુસેના દિવસ

*10 ઓક્ટોબર* વિશ્વ માનસિક આરોગ્ય દિવસ,
નેશનલ પોસ્ટ ડે

*11 ઓક્ટોબર* ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે

*12 ઓક્ટોબર* વર્લ્ડ આર્થરાઇટીસ ડે

*13 ઓક્ટોબર* વિશ્વ દ્રષ્ટિ દિવસ

*14 ઓક્ટોબર* વર્લ્ડ સ્ટાન્ડડર્સ ડે

*15 ઓક્ટોબર* ડો.કલામ જન્મજયંતી

*16 ઓક્ટોબર* વર્લ્ડ ફૂડ ડે

*24 ઓક્ટોબર* વિશ્વ પોલિયો દિવસ

*29 ઓક્ટોબર* વર્લ્ડ સ્ટ્રોક ડે

*30 ઓક્ટોબર* વિશ્વ બચત દિવસ

*31 ઓક્ટોબર* સરદાર પટેલ જયંતી,
ઈન્દિરા ગાંધી પુણ્યતિથિ

💥💥
❤️👌👌👌👌
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/10/2022 થી 04/10/2022🗞️*

સુપ્રીમ કોર્ટે MTP એક્ટ હેઠળ અવિવાહિત મહિલાઓને 24 સપ્તાહ સુધીની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરાવવાનો અધિકાર આપ્યો.MTP એક્ટનું ફૂલ ફોર્મ શું છે
*✔️મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગૌમાતા પોષણ અભિયાન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાયો
*✔️અંબાજી*

ઈટાલીના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️જ્યોર્જિયા મેલોની*

સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં ઈન્દોર સતત કેટલામાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું
*✔️છઠ્ઠા*
*✔️સુરત બીજા અને નવી મુંબઈ ત્રીજા ક્રમે*
*✔️40 લાખથી વધુ વસતીવાળા શહેરોમાં અમદાવાદ સતત ચોથી વખત સૌથી સ્વચ્છ મહાનગર*

2 થી 8 ઓક્ટોબરવન્યજીવ સપ્તાહ,
✔️હેલ્પલાઇન નંબર :- 1926
*✔️ગુજરાતમાં સંખ્યા👇🏻*
✔️સિંહ674, ઘુડખર6082, દીપડા1395, કાળિયાર5066, રીંછ343, સાબર7176
✔️ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની વસતીમાં 29% વધારો

CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️સુજોય લાલ થાઉસેન*

ITBPના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અનિષ દયાલ સિંહ*

દેશમાં પવન ઊર્જાના પ્રણેતા અને 'વિન્ડ મેન' તરીકે જાણીતા જેમનું હાલમાં નિધન થયું
*✔️તુલસી તંતી*

દેશનું પ્રથમ સ્વદેશી હેલિકોપ્ટર જેને હાલમાં વાયુસેનામાં દાખલ કરાયું
*✔️પ્રચંડ*

195 દેશોના ઇન્ટરપોલ અને પોલીસ અધિકારીઓની મહાસભા ક્યાં યોજાશે
*✔️નવી દિલ્હી*

વર્ષ 2022નું મેડિસિનનું નોબેલ પારિતોષિક કોણે અપાશે
*✔️સ્વીડનના વિજ્ઞાની સ્વાંતે પાબો*
*✔️માનવ જીનોમ અને ઇમ્યુન સિસ્ટમ અંગે*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-05-06/10/2022🗞️*

વર્ષ 2022નું ફિઝિક્સ નોબેલ ત્રણ વિજ્ઞાનીઓને👇🏻
*✔️એલેન એસ્પેક્ટ (ફ્રેન્ચ)*
*✔️જોન એફ.ક્લોસર (અમેરિકા)*
*✔️એન્ટન જિલિંગર (ઓસ્ટ્રેલિયા)*
*✔️ક્વોન્ટમ ઇન્ફોર્મેશન સાયન્સ અને ફોન્ટોસ પર સંશોધન કરવા બદલ*

વર્ષ 2022નું કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર)નું નોબેલ ત્રણ વિજ્ઞાનીઓને👇🏻
*✔️કેરોલીન બર્ટોજ્જી અને બેરી શાર્પલેસ (અમેરિકા)*
*✔️મોર્ટન મેલ્ડલ (ડેન્માર્ક)*
*✔️અણુના એકસાથે વિખંડનની રીત વિકસાવવા બદલ*

હિન્દીના પ્રખ્યાત વાર્તાકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️શેખર જોશી*
*✔️તેમની 'કોસી કે ઘટવાર' લોકપ્રિય વાર્તા છે*

ઈરાની ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️રેસ્ટ ઓફ ઇન્ડિયા (29મી વખત ચેમ્પિયન)*
*✔️સૌરાષ્ટ્રને હરાવ્યું*

ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ માટે બિનગાંધી કોની પસંદગી કરવામાં આવી જે હાલમાં વિવાદમાં છે
*✔️આચાર્ય દેવવ્રત*

ઉત્તરપ્રદેશ સરકારે કયા પ્રદેશમાં ટાઇગર રિઝર્વની સ્થાપનાને મંજૂરી આપી છે
*✔️બુંદેલખંડ*

લિજેન્ડસ લીગ (ક્રિકેટ T20)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ઇન્ડિયા કેપિટલ્સ*
*✔️ભીલવાડા કિંગ્સને હરાવ્યું*

રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ભારત*
*✔️શ્રીલંકાને હરાવ્યું*

આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના બેસ્ટ ગોલકીપર એવોર્ડ કયા ભારતીયોને મળ્યો
*✔️પી આર શ્રીજેશ (પુરુષ)*
*✔️સવિતા પુનિયા (મહિલા)*
*✔️ભારતની મુમતાઝ ખાન રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 07/10/2022 થી 15/10/2022🗞️*

*વર્ષ 2022નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર👇🏻*
✔️ફ્રાન્સની લેખિકા એની એર્નોકસને
✔️સાહસ અને સમાજની વાસ્તવિકતા ઉજાગર કરતું લેખન કરવા બદલ

*વર્ષ 2022નો શાંતિનું નોબેલ પારિતોષિક👇🏻*
✔️બેલારુસના માનવાધિકારી વકીલ એલેશ બાલિયાત્સકી, રશિયન માનવાધિકારી સંગઠન 'મેમોરિયલ' અને યુક્રેનના માનવાધિકાર સંગઠન 'સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને
✔️માનવાધિકાર કાર્યકરોએ મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે કામગીરી કરી

*વર્ષ 2022નો અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક👇🏻*
✔️અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓ બેન બર્નાનકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ ડાઈબવિંગને
✔️આર્થિક કટોકટી સામે લડવાની પદ્ધતિનો અને બેન્કિંગ સિસ્ટમનો અભ્યાસ કરવા બદલ

દેશનું સર્વપ્રથમ 24 કલાક સૌરઊર્જા વાપરતું ગામ કયું બન્યું
*✔️સૂર્ય મંદિર માટે જાણીતું મોઢેરા*

તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️90મો*

37મી નેશનલ ગેમ્સ 2023માં ક્યાં યોજાશે
*✔️ગોવા*

9 ઓક્ટોબરવર્લ્ડ પોસ્ટ ડે

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું તાજેતરમાં નિધન થયું.તેમના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા
*✔️પૈતૃક ગામ સેફઈમાં*

ઉત્તર અમેરિકા, વેનેઝુએલામાં આવેલું વાવાઝોડું
*✔️જુલિયા*

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બનશે
*✔️50મા*

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષપદે કોની નિમણૂક થઈ
*✔️રોજર બિન્ની*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મહાકાલ લોક'નું અનાવરણ ક્યાં કર્યું
*✔️મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરે*

36મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવનો સમાપન સમારંભ ક્યાં થયો
*✔️સુરત*
*✔️પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે*
*✔️કેરળના સાજન પ્રકાશ શ્રેષ્ઠ પુરુષ એથ્લેટ*
*✔️કર્ણાટકની હાશિકા રામચંદ્ર શ્રેષ્ઠ મહિલા એથ્લિટ*
*✔️મહારાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ્ય*
*✔️સર્વિસીસે સતત ચોથા વર્ષે ટ્રોફી જીતી*
*✔️ગુજરાત 49 મેડલ્સ સાથે 12મા ક્રમે*
*✔️ગુજરાતના 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ = કુલ 49 મેડલ્સ*

વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બન્યો
*✔️હરિયાણામાં ગુરુગ્રામ ખાતે*

ભારતના ચૂંટણી પંચના 'નેશનલ આઈકન' તરીકે કોણે જાહેર કરવામાં આવ્યા
*✔️અભિનેતા પંકજ ત્રિપાઠી*

યુવા લેખકોને માર્ગદર્શન આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઈ યોજના 2 ઓક્ટોબર, 2022ના રોજ શિક્ષણ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*✔️YUVA 2.0*

તમિલનાડુમાં લુપ્તપ્રાય કઈ પ્રજાતિનું દેશનું પ્રથમ અભયારણ્ય બનાવવામાં આવ્યું
*✔️સ્લેન્ડર લોરિસ*

કયા રાજ્યની સરકારે ચારથી વધુ સંતાન હશે તો સરકારી સુવિધા નહિ આપવાનો નિર્ણય કર્યો છે
*✔️મણિપુર*

ભારત સહિત વિશ્વમાં કઈ તારીખે વિશ્વ રીંછ દિવસ તરીકે મનાવાશે
*✔️12 ઓક્ટોબર*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/10/2022 થી 21/10/2022🗞️*

મહિલા એશિયા કપ ટી20માં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી કેટલામી વાર ચેમ્પિયન બની
*✔️7મી વાર*

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં 121 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️107માં*
*✔️ભારતમાં બાળ મૃત્યુદર 4.6% થી ઘટી 3.3% થયો*

16 ઓક્ટોબરવિશ્વ એનેસ્થેસિયા દિવસ
✔️પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરનારા પડદા પાછળના હીરો

તાજેતરમાં કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટીનો એવોર્ડ મળ્યો
*✔️હૈદરાબાદ*

39 હજાર જેટલા જાદુના શૉ કરનાર પ્રખ્યાત જાદુગર જેમનું હાલમાં નિધન થયું
*✔️ઓ.પી.શર્મા*

માલવાહક ટ્રેનમાં પ્રથમવાર એલ્યુમિનિઅમ કોચ લાગ્યા.આ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી લીલી ઝંડી આપી
*✔️ભુવનેશ્વર*

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ કયા પુસ્તકનું વિમોચન ગાંધીનગરથી કર્યું
*✔️મોદી@20 - સપના થયા સાકાર*
*✔️આમુખ લતા મંગેશકરે લખ્યું છે*

એરબસ અને તાતા સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ક્યાં સ્થાપશે
*✔️ધોલેરા*

વિશ્વને ORSની ભેટ આપનાર બાળકોના ડોક્ટર જેમનું હાલમાં નિધન થયું
*✔️ડૉ.દિલીપ મહાલનોબિસ*

પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા
*✔️36મા*

ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટીના ગ્રીક સ્ટાન્ડર્ડ પરથી કમ્પ્યુટરના આધારે વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓની યાદી બની.જેમાં વિશ્વની ટોપ 10માં એકમાત્ર કઈ ભારતીય અભિનેત્રીની સમાવેશ થાય છે
*✔️દીપિકા પદુકોણ (9મા ક્રમે)*
*✔️જુડી કોમહ પ્રથમ ક્રમે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન, વન ફર્ટિલાઈઝર સ્કીમ લોન્ચ કરી. કિસાન સંમેલનમાં 'ભારત' નામનું ખાતર લોન્ચ કર્યું.ખાતર માટેની આ સ્કીમ કયા નામે ઓળખાશે
*✔️પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના*

ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો-2022નો પ્રારંભ થયો.તેનું ઉદ્દઘાટન કોના હસ્તે થયું
*✔️સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ*

ભારતમાં ઇન્ટરપોલની બેઠક ક્યાં યોજાઈ
*✔️દિલ્હી*

સ્વીડનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️ઉલ્ફ ક્રિસ્ટર્સન*

ફૂટબોલનો બેલોન ડીઓર એવોર્ડ
*✔️મેન્સ કેટેગરીમાં કરીમ બેન્ઝેમાએ પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો*
*✔️વિમેન્સ કેટેગરીમાં સ્પેનની એલેક્સિયા પુતેલાસે આ એવોર્ડ જીત્યો*

હાલમાં કયા દેશે 307 પ્રાચીન કલાકૃતિ ભારતને પરત કરી
*✔️અમેરિકા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન ક્યાંથી કર્યું
*✔️અડાલજ*

*📙મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ📙*

●૱૧૦,૦૦૦ કરોડનું શાળાકીય શિક્ષણ મિશન

●શાળાઓમાં વિશ્વકક્ષાની સુવિધાઓ, ધોરણદીઠ શિક્ષક, ધોરણદીઠ વર્ગખંડ

●પ્રથમ તબક્કામાં ૱૫,૫૬૭ કરોડનાં કાર્યોનો શુભારંભ

●૧.૫ લાખ સ્માર્ટ કલાસરૂમ, ૨૦,૦૦૦ કમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM લેબોરેટરી (અટલ ટીંકરિંગ લેબ્સ) બનાવાશે

●એક્સલન્સ અભ્યાસક્રમમાં ધો.૧ થી અંગ્રેજી વિષય અને ધો.૬ થી દ્વિ-ભાષીય શિક્ષણ

કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️મલ્લિકાર્જુન ખડગે*

પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેનું અભિયાન મિશન લાઈફનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્યાંથી થશે
*✔️સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે*
*✔️યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ હાજર રહેશે*

બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે કેટલા દિવસ વડાપ્રધાન પદે રહ્યા પછી રાજીનામું આપ્યું જે બ્રિટનના સૌથી ટૂંકો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન બન્યા
*✔️45 દિવસ*

નાણાંનો હિસાબ જાહેર સભા યોજીને આપનાર રાજ્યનું પ્રથમ ગામ કયું બનશે
*✔️પાટણ જિલ્લાનું અડિયા ગામ*

21 ઓક્ટોબરપોલીસ સંભારણા દિવસ

માઈક્રોસોફ્ટના સત્ય નડેલાને યુએસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં કયો ભારતીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*✔️પદ્મભૂષણ*

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ ક્યાં યોજાશે
*✔️મધ્યપ્રદેશ*

ખેડૂતોના ખેતરમાં પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માટે સોલાર આધારિત કરંટવાળી વાડ માટે રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે
*✔️15,000*

*💵આર્થિક સહાય યોજના💵*

*●સંત સુરદાસ યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને માસિક ૱1000 આપવામાં આવે છે.

*●ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા દિવ્યાંગ વ્યક્તિને ૱1000 આપવામાં આવે છે.

●બૌદ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાય યોજનામાં બૌદ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ પ્રકારની 50 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને સહાય આપવામાં આવે છે.

●દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ દિવ્યાંગ વિદ્યાર્થીને અપાતી શિષ્યવૃત્તિની રકમમાં દરેક સ્તરે ૱500 નો વધારો કરવામાં આવેલ છે.

*●ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના* હેઠળ 60 થી 79 વર્ષના લાભાર્થીઓને માસિક ૱1000 આપવામાં આવે છે.

●80 કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક ૱1250 આપવામાં આવે છે.
●નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય પેન્શન યોજના હેઠળ 60 થી 74 વર્ષના લાભાર્થીઓને માસિક ૱750 સહાય આપવામાં આવતી હતી અંત્યેષ્ઠી માટે તેઓના વારસદારોને ૱5000 ની સહાય આપવાની નવી યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-22/10/2022 થી 31/10/2022🗞️*

ગૂજરાત વિદ્યાપીઠના કેટલામાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતે પદભાર સંભાળ્યો
*✔️12મા*

ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા
*✔️જ્યોર્જિયા મેલોની*

23 ઓક્ટોબર, 20227મો આયુર્વેદ દિવસ

અયોધ્યામાં કેટલા દીવા પ્રગટાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
*✔️15.76 લાખ દીવા*

તાજેતરમાં ઇસરોએ કઈ કંપનીના 36 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરી પોતાના પ્રથમ કોમર્શિયલ મિશનને સફળતા અપાવી
*✔️યુકેની કંપની વન વેબના*
*✔️શ્રીહરિકોટાથી લોન્ચ કરાયા*

સૌરઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે આવ્યું
*✔️ત્રીજા*
*✔️ગુજરાતે 1767.58 મિલિયન યુનિટ ઉત્પાદન કર્યું*
*✔️રાજસ્થાન 5509.88 મિલિયન યુનિટ સાથે પ્રથમ*
*✔️કર્ણાટક 2551.03 યુનિટ સાથે બીજા ક્રમે*

તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું
*✔️સિતરંગ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે દિવાળી ક્યાં ઉજવી
*✔️કારગિલ*

બ્રિટનના વડાપ્રધાન કોણ બન્યા
*✔️ભારતીય મૂળના રિશી સુનક*
*✔️બ્રિટનમાં પ્રથમ હિન્દુ વડાપ્રધાન*

સ્વિત્ઝર્લેન્ડના IQ એર દ્વારા વાયુ ગુણવત્તા સુચકાંક જાહેર કરવામાં આવ્યો જેમાં દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર કયું
*✔️દિલ્હી*
*✔️વિશ્વના ટોચના 10 શહેરોમાં ભારતના 8 શહેર*

વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ગુજરાતમાં કયા બનશે.
*✔️વડોદરા*

ઇલેક્ટ્રોનિક્સ પોલિસી2022 થી 2028

આયુષમાન ભારત યોજના નોંધણીમાં કયું રાજ્ય ટોચ પર છે
*✔️મધ્યપ્રદેશ*
*✔️મફત સારવાર કરાવવામાં તમિલનાડુ ટોચે*

369 ફૂટની વિશ્વની સૌથી ઊંચી ભગવાન શિવની મૂર્તિનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું
*✔️રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં નાથદ્વારામાં*
*✔️'વિશ્વાસ સ્વરૂપમ' નામ રાખવામાં આવ્યું*

વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન ચલાવવાનો વિક્રમ કયા દેશમાં સર્જાયો
*✔️સ્વિત્ઝર્લેન્ડ*
*✔️1.9 કિમી લાંબી*

ગુજરાતનું સૌપ્રથમ ડીઝલ પંપમુક્ત ગામ કયું બન્યું
*✔️સુરતના ઓલપાડ તાલુકામાં આવેલું ભાંડુત ગામ*

26 ઓક્ટોબરથી 6 નવેમ્બરસતર્કતા જાગૃતિ સપ્તાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં)*

31 ઓક્ટોબરરાષ્ટ્રીય એકતા દિવસ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 01-02/11/2022 🗞️*

*📒નવેમ્બર માસના વિશેષ દિવસ📒*

●1 નવેમ્બરમધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સ્થાપના દિવસ

●5 નવેમ્બરવિશ્વ રેડિયોગ્રાફી દિવસ

●7 નવેમ્બરરાષ્ટ્રીય કેન્સર જાગરૂકતા દિવસ, બાળસુરક્ષા દિવસ

●9 નવેમ્બરરાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, ઉત્તરાખંડ સ્થાપના દિવસ

●10 નવેમ્બરવિશ્વ વિજ્ઞાન દિવસ

●11 નવેમ્બરરાષ્ટ્રીય શિક્ષા દિવસ

●12 નવેમ્બરવિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

●14 નવેમ્બરબાળ દિવસ, ડાયાબીટીસ દિવસ

●15 નવેમ્બરબિરસા મુંડા જયંતી

●16 નવેમ્બરરાષ્ટ્રીય પ્રેસ દિવસ

●20 નવેમ્બરઆંતરરાષ્ટ્રીય બાળ દિવસ

●24 નવેમ્બરગુરુ તેગબહાદુર શહીદી દિવસ

●26 નવેમ્બરરાષ્ટ્રીય બંધારણ દિવસ

તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વાયુસેના વચ્ચે જોધપુરમાં યોજાયેલી સંયુક્ત કવાયતની 7મી આવૃત્તિનું નામ શું
*✔️ગરૂડ*

RBIએ લોન્ચ કરેલી ડિજિટલ કરન્સીનું નામ
*✔️સીબીડીસી*

દાહોદ નજીક ગલાલિયાવાડ ગામેથી કઈ જ્ઞાતિનો 5 ઇંચનો ઝેરી કરોળિયો મળ્યો
*✔️ટેરંટુલા જ્ઞાતિનો*

મુંબઈમાં હાઈસ્પીડ પેસેન્જર શિપનું લોકાર્પણ કરાયું તેનું નામ શું
*✔️નયન-11*

વન-ડે ક્રિકેટ ઈતિહાસની સૌપ્રથમ વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમનું હાલમાં અવસાન થયું
*✔️એલન થોમ્સન*

દેશની પ્રથમ એલ્યુમિનિયમ ડબ્બાવાળી સ્વદેશી માલગાડીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી ઉદ્દઘાટન કર્યું
*✔️ઓડિશામાં ભુવનેશ્વર રેલવે સ્ટેશને*

દક્ષિણ કોરિયાના જેજુમા આયોજિત ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર્સ AIPH-2022 ખાતે 'વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ-2022' ભારતના કયા શહેરે જીત્યો
*✔️હૈદરાબાદ*

ઈબોલા વાઈરસે માથું ઉંચકતા કયા દેશમાં તાત્કાલિક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી
*✔️યુગાન્ડા*

વિશ્વના ટોચના 2 ટકા શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોમાં ભારતના કેટલા વૈજ્ઞાનિકોને સ્થાન આપવામાં આવ્યું
*✔️52 વૈજ્ઞાનિકો*
*✔️ભારત 21મા ક્રમે*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-03/11/2022 થી 07/11/2022🗞️*

વિશ્વની પહેલી મહિલા ક્વાડ્રપ્લીજિક રેસિંગ ડ્રાઈવર કોણ બની
*✔️બ્રિટનની નથાલી મેકગ્લોઈન*
*✔️ક્વાડ્રપ્લીજિક એવા લોકો હોય છે જેમને લકવાને કારણે ગરદનથી નીચેનું સમગ્ર શરીર કામ કરતું નથી.*

તાજેતરમાં સ્વદેશી ટેકનોલોજી પર આધારિત બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર એડી-1નું સફળ પરીક્ષણ ક્યાંથી કરાયું
*✔️ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી*

આઝાદ ભારતના પ્રથમ મતદાર જેમનું હાલમાં નિધન થયું
*✔️શ્યામ શરણ નેગી (હિમાચલ પ્રદેશ)*

સ્ત્રીસશક્તિકરણના વિરલ ઉદાહરણ સમા અને સેવા સંસ્થાના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*✔️ઈલાબેન ભટ્ટ*

*💥ઈલા રમેશ ભટ્ટ💥*

*●જન્મ:-* 7 સપ્ટેમ્બર,1933
*●જન્મસ્થળ:-* અમદાવાદ
*●પિતા :-* સુમંતરાય ભટ્ટ (વકીલ)
*●માતા :-* વનલીલા વ્યાસ
*●પતિ :-* રમેશ ભટ્ટ
*●અભ્યાસ :-* BA, LLB (ડિપ્લોમા ઇન લેબર એન્ડ કો-ઓપરેટિવ્સ)
*●નિધન:-* 2 નવેમ્બર, 2022
બાળપણ સુરત શહેરમાં વીત્યું.
એમ.ટી.બી. કોલેજ (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)માંથી અંગ્રેજીમાં બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી.
એક ભારતીય સહકારી સંગઠન, કાર્યકર્તા અને ગાંધીવાદી હતા.
તેમના જાણીતા વાક્યો :- "લડાઈ કરતાં વધુ સખત મહેનત જરૂરી છે."
"તે કાયર છે જે શસ્ત્રોનો ઉપયોગ કરે છે."
તેમને 1972માં સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEWA)ની સ્થાપના કરી હતી અને 1972 થી 1996 સુધી તેના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.
7 માર્ચ 2015 થી 2022 સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા.
રેમન મેગ્સેસે એવોર્ડ (1977)
1979માં વિમેન વર્લ્ડ બેન્કિંગની સ્થાપના કરી
રાઈટ લાઈવલીહુડ એવોર્ડ (1984)
પદ્મશ્રી (1985)
પદ્મભૂષણ (1986)
1986માં રાજ્યસભાના સભ્ય બન્યા
તેમને હાર્વર્ડ (2001માં)અને યેલ યુનિવર્સિટી બંને દ્વારા માનદ પદવી એનાયત કરવામાં આવી.
2010માં હિલેરી ક્લિન્ટન ગ્લોબલ ફેરનેસ એવોર્ડ અને જાપાનનું 'નિવાનો પીસ પ્રાઈઝ'
2011માં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અને રેડકલીફ મેડલ
2016માં ગાંધી આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ
વિદ્યાપીઠના કુલપતિ પદેથી મુક્ત થનારા અને રેમન મેગ્સેસે પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા ગુજરાતી મહિલા છે.

બ્રિટનની પાર્લામેન્ટમાં કયા સાહિત્યકાર અને પત્રકારને 'અહિંસા એવોર્ડ' એનાયત થશે
*✔️ડૉ.કુમારપાળ દેસાઈ*
*✔️ગુજરાતની પ્રથમ વ્યક્તિ બનશે*

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) સૂચકાંકમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️પાંચમા*

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ક્રિકેટ ટી20)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️મુંબઈ*
*✔️હિમાચલને હરાવ્યું*

વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર પર્ફોમન્સ 'ધનુ યાત્રા'ની શરૂઆત કયા રાજ્યમાં થઈ
*✔️ઓડિશા*

ગુજરાતી સાહિત્યના પીઢ સાહિત્યકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️મોહમ્મદ વલીભાઈ માંકડ*
*✔️જન્મ :-* 13 ફેબ્રુઆરી,1928, પાળીયાદમાં
✔️તેમની પ્રથમ કૃતિ અખંડઆનંદ
✔️2008માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો
✔️2018માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.
✔️ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે નિમાયા હતા.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-08/11/2022 થી 13/11/2022🗞️*

સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને (EWS)ને કેટલા ટકા અનામતનો લાભ આપવાના કેન્દ્ર સરકારના આદેશને મંજૂરી મળી
*✔️10%*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના લોગો તરીકે કયું પ્રતીક લોન્ચ કર્યું
*✔️કમળ*
*✔️થીમ :- વસુધૈવ કુટુમ્બકમ*

જોધપુરમાં ચાલી રહેલ ભારત અને ફ્રાન્સ વચ્ચેની વાયુદળની કવાયત
*✔️ગરૂડ*
*✔️આ વર્ષે 7મી આવૃત્તિ*

તાજેતરમાં RBIએ લોન્ચ કરેલી ડિજિટલ કરન્સી CBDCનું ફૂલ ફોર્મ શું થાય
*✔️સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી*

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ દેશના કુલ 163 શહેરોમાં સૌથી પ્રદૂષિત શહેર કયું છે
*✔️બિહારનું કટિહાર*

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા
*✔️50મા*
*✔️તેમના પિતા વાય.વી.ચંદ્રચુડ દેશના 16મા ચીફ જસ્ટિસ હતા*

મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 કયા દેશમાં યોજાશે
*✔️ભારત*

ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બાસમતી ચોખાની નવી જાત વિકસાવી છે જે સૂકા ખેતરોમાં પણ ઉગશે.આ નવી સુધારેલી જાતનું નામ શું
*✔️પૂસા બાસમતી 1882 (પીબી-2)*

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર કોણ બન્યા
*✔️અશોક કુમાર*

અમેરિકામાં ભારતીય મૂળના મહિલા જેઓ મેરિલેન્ડના ગવર્નર બન્યા
*✔️અરુણા મિલર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતમાં પ્રથમ અને દેશમાં 5મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે
*✔️મૈસુર અને ચેન્નઈ*

ISROએ નવા અને ભારે રોકેટ લોન્ચ વેહિકલ માર્ક-3 (LVM-3)ની ક્ષમતા વધારીને કેટલી કરી
*✔️450 કિલો*

અમેરિકાના ફ્લોરિડામાં આવેલ વાવાઝોડું
*✔️નિકોલ*

કયા રાજયમાં સરકારી નોકરીઓમાં 77% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી
*✔️ઝારખંડ*

તાજેતરમાં મહિલા રગ્બી વર્લ્ડકપ ચેમ્પિયન કઈ ટીમ બની
*✔️ન્યૂઝીલેન્ડ (છઠ્ઠી વખત)*
*✔️ઈંગ્લેન્ડને હરાવ્યું*

ICCના ચેરમેન તરીકે બિનહરીફ કોણ ચૂંટાયા
*✔️ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે*

ભારતીય મૂળના નોબેલ પારિતોષિક વિજેતા જેમને હાલમાં બ્રિટનનો પ્રતિષ્ઠિત ઓર્ડર ઓફ મેરીટ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️પ્રોફેસર વેન્કી રામકૃષ્ણન*

💥💥
*📙ધોરણ-12 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના શબ્દો📙*

*શબ્દાર્થ*
●સાંઠીકપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી
●કૂબોઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
●ટોયામણછોડને પાણી સીંચવું તે
●ગજચોવીસ તસુનું માપ
●પસાયતોગામનો ચોકિયાત, રક્ષક
●કોશલોખંડનું જમીન ખોદવાનું ઓજાર
●હાટદુકાન, બજાર
●ઇસ્કોતરોજૂની લાકડાની પેટી
●ખાંપણમૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર
●લીરોવસ્ત્રનો ટુકડો
●નિમિષઆંખનો પલકારો
●હુતાશનઅગ્નિ, વહ્ નિ
●ગાભરીભયભીત
●વિરજસ્વચ્છ
●મહિષપાડો
●સેજવાપથારી
●ધ્રુવસ્થિર
●ખડગતલવાર
●ખેપસફર
●પરિગ્રહીભેગું કરનાર
●યાચકમાગણ
●ઉલાળધરાળ ન હોવુંઆગળ-પાછળની ચિંતા ન હોવી
●કંચુકીકાંચળી, કમખો
●વંત્યાકવેંગણ, રીંગણાં
●અભિરામઆનંદરામ
●સમદરદરિયો, સમુદ્ર
●ઓબાળઉબાળો, બળતણ
●સૈયરસખી
●તાગવુંમાપવું
●શોણિતલોહી
●મહાત કરવુંહરાવવું
●કલેવરશરીર, ખોળિયું
●વડવાનલસમુદ્રમાં લાગતો અગ્નિ
●વપુશરીર
●અનુજનાનો ભાઈ
●દયિતપ્રિય,
●ધ્રુતિધીરજ
●રિપુદુશ્મન
●અનિરુદ્ધરોકેલું
●ડાંફમોટું પગલું
●દંડૂકાટૂંકી લાકડી
●કેફનશો
●તાસીરપ્રકૃતિ, સ્વભાવ
●મજૂસપેટી, પટારો
●ચાટકૂતરાને ખાવા નાખવાનું સાધન
●અછો વાનાં કરવાંઅતિશય લાડ કરવા
●કુટિરઝૂંપડી
●અહૂરસમય સંજોગ પ્રમાણે
●ફડશટુકડો
●દાખડોતકલીફ
●ઉપાલંભઠપકો
●યોજનચારગાઉ
●બિરંજગળ્યો ભાત
●ઉઘરણુંઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ
●ઉપકૃતઆભારવશ
●ભોરસવાર
●પ્રવર્તનપ્રચાર, પ્રસાર
●ઓઘપૂર


*રૂઢિપ્રયોગ*

★દેન દેવીહિમ્મત હોવી
★ખરખરો કરવોશોક વ્યક્ત કરવો
★ગળચવાં ગળવાંબોલતા અચકાવું
★કળી જવુંજાણી જવું
★મહેર ચડવુંસામસામે સ્પર્ધામાં ઉતરવું
★ભાંજગડ ચાલવીમનોમંથન અનુભવવું
★થોથવાઈ જવુંભાવાવેશમાં બોલી ન શકતું
★ગળગળા થઈ જવુંરડમસ થઈ જવું
★હાથ-વાટકો થવુંનાના મોટા કામમાં ઉપયોગી થવું
★વંઠી જવુંહાથથી જવું, બગડી જવું
★લાંઠી કરવીમજાક કરવી
★માથું ફોડીને લોહી કાઢવુંસખત મહેનત કરવી
★ઘોડા ગંઠ્યા કરવુંમનોમંથન કરવું, કલ્પના કરવી
★ચણચણાટી થવીતાલાવેલી થવી
★હાથફેરો કરવોચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી
★સોપો પડી જવોશાંતિ છવાઈ જવી
★છોભીલું પડવુંશરમ, સંકોચ થવો
★હવાઈ કિલ્લા બાંધવામોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી
★ગઈ ગુજરી ભૂલી જવીભૂતકાળ ભૂલી જવો
★લોહી ઉકળી ઊઠવુંગુસ્સે થવું
★પગ મણમણના થઇ જવામન ખિન્ન થઈ જવું

💥💥
*કતાર 22મો ફિફા વર્લ્ડકપ*

🏀વર્લ્ડકપમાં ડેબ્યુ કરનાર કતાર 80મો દેશ બનશે.80 દેશમાં યુરોપના 34, ઓસિનિયાનો એક, સાઉથ અમેરિકાના નવ, નોર્થ અમેરિકાના 11, એશિયાના 12 તથા આફ્રિકાના 13 દેશનો સમાવેશ થાય છે.
🏀વિશ્વની 32 ટીમો ભાગ લેશે, 64 મુકાબલા, આઠ સ્ટેડિયમ.
🏀ફિફા વર્લ્ડકપની શરૂઆત 1930માં થઈ હતી.
🏀ફિફા વર્લ્ડકપમાં રમનાર સૌથી ઓછી વયનો ખેલાડી નોર્મન વ્હાઇટ સાઈડ છે જેને માત્ર 17 વર્ષની વયે 1982ના વર્લ્ડકપમાં ગોલ કર્યો હતો.
🏀એન્ટોનિયો કારબાઝાલે સર્વાધિક વર્લ્ડકપમાં ભાગ લીધો છે.
🏀અત્યાર સુધી બ્રાઝિલ હાઈએસ્ટ પાંચ વખત ટ્રોફી જીતી ચૂક્યું છે.જર્મની અને ઈટાલી ચાર વખત ચેમ્પિયન બન્યા છે.આર્જેન્ટિના, ફ્રાન્સ અને ઉરુગ્વે બે બે વખત ચેમ્પિયન બન્યા હતા. ઈંગ્લેન્ડ અને સ્પેન એક એક વખત ટ્રોફી પોતાના નામે કરી છે.
🏀2018નો ફિફા વર્લ્ડકપ રશિયામાં રમાયો હતો અને ફ્રાંસે ફાઇનલ મેચમાં ક્રોએશિયાને હરાવ્યું હતું.
🏀1930માં શરૂ થેયલા ફિફા વર્લ્ડકપનો યજમાન દેશ ઉરુગ્વેએ આર્જેન્ટિનાને હરાવી ટ્રોફી જીતી હતી.
🏀એડિડાસ કંપનીએ કતાર વર્લ્ડકપ માટે નવો બોલ તૈયાર કર્યો છે અનવ તેનું નામ અલ રિહલા રાખ્યું છે. આ નામનો અરબી ભાષામાં અર્થ યાત્રા કે સફર એવો થાય છે.
🏀2026ના ફિફા વર્લ્ડકપની યજમાની કેનેડા,મેક્સિકો તથા અમેરિકા કરશે.
🏀1950માં ભારતે ફિફા વર્લ્ડકપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, કારણ કે ફિફાના નિયમો અનુસાર ભારતે શૂઝ પહેરીને રમવાનું હતું પરંતુ ભારતીય ખેલાડીઓને શૂઝ વિના રમવાની આદત હતી.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-14/11/2022 થી 20/11/2022🗞️*

14 નવેમ્બરબાળ દિવસ, વર્લ્ડ ડાયાબિટીસ ડે

ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં કઈ ટીમ વિજેતા બની
*✔️ઈંગ્લેન્ડ (ટી20માં બીજી વખત ચેમ્પિયન બની)*
*✔️પાકિસ્તાન ટીમને હરાવ્યું*
*✔️ફાઈનલ મેલબર્ન રમાઈ હતી*
*✔️ભારતીય ટીમ સેમી ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો*

રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તો તેની સામે ફરિયાદ માટે ચૂંટણી કમિશને કઈ એપ લોન્ચ કરી
*✔️cVIGIL*

પ્રસાર ભારતીના નવા CEO કોણ બનશે
*✔️ગૌરવ દ્વિવેદી*

G20નું 17મુ શિખર સંમેલન ક્યાં યોજાયું
*✔️ઇન્ડોનેશિયાના બાલી ખાતે*

ફોર્બ્સ દ્વારા ટોપ 20 એશિયાઈ મહિલા ઉદ્યોગપતિઓની યાદીમાં કઈ ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ થાય છે જેઓ કોવિડ-19 મહામારી દરમિયાન સર્જાયેલી સમસ્યાઓ વચ્ચે પોતાના કારોબારમાં વધારો કર્યો હોય
*✔️1.સોમા મંડલ (સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)ના પ્રથમ મહિલા ચેરપર્સન), 2.નમિતા થાપર (એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના CEO) અને 3.ગઝલ અલદા*

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ દુનિયાની વસતી 8 અબજની થઈ ગઈ. જે મુજબ વિશ્વની 800 કરોડમી બાળકીનો જન્મ કયા દેશમાં થયો
*✔️ફિલિપાઈન્સ*

કયા રાજ્યની સરકારે કૃષ્ણાગિરિ અને ધર્મપુરીના આરક્ષિત જંગલોના વિસ્તારને કાવેરી વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું
*✔️તમિલનાડુ*

ભારતે કયા દેશ સાથે વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે
*✔️ફીજી*

ઇન્ડોનેશિયાએ ભારતને એક G20ની અધ્યક્ષતા ભારતને સોંપી.ભારત એક વર્ષ G20નું અધ્યક્ષ રહેશે.G20 ભારતની થીમ શું છે
*✔️એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય*

IIM અમદાવાદના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️પંકજ પટેલ*
*✔️14મા ચેરપર્સન બનશે*
*✔️કુમાર મંગલમ બિરલાનું સ્થાન લેશે*
*✔️ગુજરાતી તરીકે ચોથા ચેરપર્સન બનશે*

તાજેતરમાં જાપાનના દરિયામાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ તેનું નામ શું છે
*✔️માલાબાર-22*

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૌથી ભારે અને શક્તિશાળી રોકેટનું લોન્ચિંગ કર્યું તેનું નામ શું છે
*✔️અર્ટેમીસ-1*

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️ડો.સી.વી.આનંદ બોઝ*

તાજેતરમાં દેશનું પહેલું પ્રાઈવેટ રોકેટ લોન્ચ થયું તેનું નામ શું છે
*✔️વિક્રમ-એસ*
*✔️સ્કાયરૂટ કંપની દ્વારા બનાવાયેલું*
*✔️મિશનનું નામ 'પ્રારંભ'*
*✔️શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી*
*✔️વજન-545 કિલો*
*✔️બે ઉપગ્રહ ભારતીય અને એક વિદેશી*

*'નો મની ફોર ટેરર'ની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ
*✔️દિલ્હી*

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા
*✔️ધનરાજ નથવાણી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કયા પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું
*✔️દોનીપોલો એરપોર્ટ*

તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાને હાલમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️ગાંધી મંડેલા એવોર્ડ*

ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️નિવૃત્ત IAS અરૂણ ગોયલ*

સંધ્યા દેવનાથન મેટા ઇન્ડિયાની કમાન સંભાળશે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/11/2022 થી 25/11/2022🗞️*

આંતરરાષ્ટ્રીય જળ વાયુ સંમેલન ક્યાં યોજાયું
*✔️ઈજિપ્તના શર્મ-અલ-શેખ શહેરમાં*

હાલમાં બ્રિટનના મિનિસ્ટર બેરોનેસ સ્કોટ દ્વારા અહિંસા એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️કુમારપાળ દેસાઈ*

રસના ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️અરિઝ પીરોઝ શાહ*

તાજેતરમાં ચૂંટણી કમિશનરનો ચાર્જ કોણે સંભાળ્યો
*✔️અરુણ ગોયલ*

અમદાવાદ બોપલ ખાતે 1500 કિલો વજનની 80 ફૂટ ઊંચી કોની પ્રતિમા તૈયાર કરાઈ
*✔️જૈન ધર્મના જયઘોષસૂરીશ્વરજી*

વિજય હઝારે વન ડે મેચ ટ્રોફીમાં લિસ્ટ-એમાં ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કોણે કર્યો
*✔️તમિલનાડુ ટીમના ક્રિકેટર નારાયણ જગદીશન (277 રન)*
*✔️આંધ્રપ્રદેશ ટીમ સામે*

તાજેતરમાં સાર્બિયાનો નોવાક જોકોવિચ એટીપી ફાઇનલ્સમાં કેટલામી વાર ચેમ્પિયન બન્યા
*✔️છઠ્ઠી વખત*

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 'પૂર્વોત્તર સ્વાભિમાન ઉત્સવ'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*✔️આસામની રાજધાની ગુવાહાટીમાં*

તાજેતરમાં કયા દેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપથી જાનમાલનું નુકસાન થયું છે
*✔️ઇન્ડોનેશિયા*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર સંધિ કરી
*✔️ઓસ્ટ્રેલિયા*

નાસાએ ચંદ્ર પર પ્રથમ ઉડાન માટે મેગા રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે
*✔️આર્ટેમિસ-1*

ક્લાઈમેટ પ્રોટેકશન માટે વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં ક્રમે આવ્યું
*✔️8મા*
*✔️પ્રથમ ત્રણ સ્થાન ખાલી*

અજિત મોહનના રાજીનામા બાદ મેટા ઇન્ડિયાના હેડ કોણ બન્યા
*✔️સંધ્યા દેવનાથન*

તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️અરવિંદ વિરમાણી*

મેન્સ ફિફા વર્લ્ડકપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પ્રથમ મહિલા રેફરી કોણ બન્યા
*✔️ફ્રાન્સની સ્ટેફની ફ્રેપર્ટ*

મલેશિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️અનવર ઇબ્રાહિમ*

ઈસરોના RH 200 સાઉન્ડિંગ રોકેટનું 200મુ સફળ લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું
*✔️તિરુવનંતપુરમના થુમ્બાથી*

પાકિસ્તાનના નવા આર્મી ચીફ પદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અસીમ મુનીર*

💥💥