સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/03/2022 થી 20/03/2022🗞️*

દેશની સૌપ્રથમ પોસ્ટ ઓફીસ કાફેનો આરંભ ક્યાં થયો
*✔️કોલકાતા*

ભગવંત માને શહીદ ભગતસિંહના પૈતૃક ગામ ખટકડ કલામાં પંજાબના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
*✔️25મા*

કયા વર્ષથી 6 વર્ષ પુરા થયે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે
*✔️1 જૂન , 2023*

હાલમાં ચર્ચામાં રહેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના નિર્દેશક કોણ છે
*✔️વિવેક અગ્નિહોત્રી*

14 માર્ચ પાઈ ડે (π=3/14)

ઉપક્ષેત્રીય સમુહના કયા દેશો વચ્ચે વસ્તુઓ અને મુક્ત પરિવહન અને યાત્રીઓની અવરજવર માટે મોટર વ્હિકલ એગ્રીમેન્ટ (MVA) લાગુ કરવા માટેની ગતિવિધિ જોરશોરથી ચાલી રહી છે
*✔️ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન*

મિસ વર્લ્ડ 2021 કોણ બની
*✔️પોલેન્ડની કેરોલીના બિલાવસ્કા*

કયા ધોરણના કોર્સમાં ભગવદ્દ ગીતાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો
*✔️ધોરણ 6 થી 12*

હાલમાં બંગાળના અખાતમાં અસાની વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. આ વાવાઝોડાને કયા દેશે નામ આપ્યું
*✔️શ્રીલંકા*

20 માર્ચઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે

વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રીનું ઉદ્દઘાટન ક્યાં કરાયું
*✔️પંજાબના લુધિયાણામાં*

જાપાનના વડાપ્રધાન જેઓ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા છે તેમનું નામ
*✔️ફુમિયો કિશિદા*

કયો દેશ સતત પાંચમા વર્ષે સૌથી ખુશ દેશોમાં ટોચ પર રહ્યો
*✔️ફિનલેન્ડ*
*✔️2.ડેનમાર્ક, 3.આઈસલેન્ડ, 4. સ્વિત્ઝર્લેન્ડ 5.નેધરલેન્ડ*
*✔️ભારત 136મા ક્રમે*

પરિવાર દીઠ 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ , 2 કિલો ચણા અને 1 કિલો ખાદ્ય તેલ આપતી યોજના
*✔️સુપોષિત માતા-સ્વસ્થ બાળ*

આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકામાં સગર્ભાઓને પૂરક પોષણ આપતી યોજના
*✔️પોષણ સુધા યોજના*

11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ યોજના
*✔️પૂર્ણા યોજના*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️ Date:-21/03/2022 થી 26/03/2022🗞️*

21 માર્ચવિશ્વ વન દિવસ

મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં વિશ્વના 13 લોકપ્રિય નેતાઓમાં ટોચ પર કોણ રહ્યું
*✔️77% અપ્રુવલ સાથે નરેન્દ્ર મોદી*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'નિરોગી રહે નારી, એ પહેલ અમારી' મહાઅભિયાનનો આરંભ ક્યાંથી કર્યો
*✔️આણંદ જિલ્લાના પેટલાદના નારથી*

હાલમાં ભારતના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન કિશીદાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટમાં શુ આપ્યું
*✔️ચંદન કાષ્ટના કૃષ્ણ પંખા*

22 માર્ચવિશ્વ જળ દિવસ

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર 1 વર્ષમાં સૌથી વધુ વૃક્ષો કયા રાજ્યમાં કપાયા
*✔️મધ્યપ્રદેશ*

તાજેતરમાં કયા દેશે ભારતમાંથી ચોરાયેલી 29 પ્રાચીન મૂર્તિઓ ભારતને પાછી આપી
*✔️ઓસ્ટ્રેલિયા*

125 વર્ષના યોગગુરુ જેમને હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા
*✔️સ્વામી શિવાનંદ*

UNના ઉચ્ચસ્તરીય સલાહકાર બોર્ડમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીની નિમણૂક કરવામાં આવી
*✔️જયતી ઘોષ*
*✔️UNના મહા સચિવ :- એન્ટોનિયો ગુટેરેસ*

હાલમાં ચીનમાં કયું વિમાન તૂટી પડતા 132 પ્રવાસીઓના મોત થયા
*✔️બોઇંગ - 737*
*✔️કુનમિંગથી ગોન્ઝાઉ જવા ઉપડ્યું હતું*

આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના જણાવ્યા મુજબ 2014થી અત્યાર સુધીમાં કેટલી પ્રાચીન વસ્તુઓ વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવી
*✔️228*

કયા રાજ્યમાં રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તને મદદ કરનારાને ઇનામ મળશે
*✔️તમિલનાડુ*

અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ કોણ બન્યા
*✔️કેતનજી*

IQ એરની હવાની ગુણવત્તાના રિપોર્ટ અનુસાર વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે
*✔️63 શહેરો*
*✔️અમદાવાદ 76માં ક્રમે*
*✔️રાજસ્થાનનું ભિવાડી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર*
*✔️નવી દિલ્હી સૌથી પ્રદૂષિત રાજધાની*
*✔️વિશ્વના 117 દેશોના 6475 શહેરોનો રિપોર્ટ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપ્લવી ભારત ગેલેરીનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️કોલકાતા ખાતે વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં*

23 માર્ચશહીદ દિવસ

ઇન્ટરનેશનલ વુમન ઓફ ધ યર કરેજ એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*✔️નેપાળી ટ્રાન્સજેન્ડર ભૂમિકા શ્રેષ્ઠને*

ઇન્ટરનેશનલ વેલફેર મિશન દ્વારા નિર્મિત શયનમુદ્રામાં ભગવાન બુદ્ધની 100 ફૂટની વિશ્વની સૌથી લાંબી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી
*✔️બિહારના બોધિગયામાં*

દિલ્હી સરકારે કઈ પરિયોજના અંતર્ગત ખેલ, શિક્ષણને પ્રોત્સાહન આપવા બ્રિટિશ કાઉન્સિલ સાથે સમજૂતી કરી
*✔️પ્રીમિયર લીગ પ્રાઈમરી સ્ટાર્સ પરિયોજના*

વિશ્વકપ ક્રિકેટમાં વિકેટોના મામલે કઈ ભારતીય મહિલા ટોપ પર પહોંચી
*✔️ઝૂલન ગોસ્વામી*

મિશન ઈન્દ્રધનુષ યોજનામાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું
*✔️ઓરિસ્સા*

દલિત બંધુ યોજનાને આગળ ધપાવવામાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું
*✔️તેલંગણા*

આસામના કયા પાર્કમાં ગેંડા અને વાઘની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી
*✔️માનસ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં*

કયા રાજ્યમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 33% સરકારી નોકરીઓમાં મહિલાઓને આરક્ષણની ઘોષણા કરી
*✔️ત્રિપુરા*

હરિયાણા સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે કેટલું બજેટ રજૂ કર્યું
*✔️1.77 લાખ કરોડ*

ગુજરાતમાં ખેલ મહાકુંભનું ઉદ્દઘાટન કોણે કર્યું
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ*

કૌશલ્યા માતૃત્વ યોજનાની શરૂઆત કયા રાજ્યે કરી
*✔️છત્તીસગઢ*

હાલમાં ભૂતપૂર્વ જસ્ટિસ કે જેઓ વર્ષ 2004-05માં CJI રહ્યા હતા તેમનું નિધન થયું
*✔️રમેશચંદ્ર લાહોટી*

હાલમાં DRDOએ જમીનથી જમીન પર પ્રહાર કરતી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️આંદામાન-નિકોબાર*

ઓસ્ટ્રેલિયાની ટેનિસ સ્ટાર જેને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી
*✔️એશ્લે બાર્ટી*

યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં બીજીવાર કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
*✔️38મા*
*✔️રાજ્યપાલ આનંદીબેન પટેલે શપથ લેવડાવ્યા*
*✔️નાયબ મુખ્યમંત્રી તરીકે બ્રજેશ પાઠક*
*✔️મણિપુરમાં બિરેનસિંહ, ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી અને ગોવામાં પ્રમોદ સાવંત મુખ્યમંત્રી*

કયા રાજયમાં વન એમએલએ - વન પેન્શન અંતર્ગત પૂર્વ ધારાસભ્યોને ફક્ત એક કાર્યકાળ માટે પેન્શન મળશે
*✔️પંજાબ*

નીતિ આયોગના નિકાસ ઇન્ડેક્સમાં સતત બીજા વર્ષે કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું
*✔️ગુજરાત*
*✔️મહારાષ્ટ્ર બીજા અને કર્ણાટક ત્રીજા ક્રમે*

જામનગર ખાતેના INS વાલસુરાને રાષ્ટ્રપતિ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો
*✔️પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ*

મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારી ઓફિસોમાં હવે મરાઠી ફરજિયાત વિધેયક પસાર

ગુજરાત વિધાનસભામાં પહેલીવાર રાષ્ટ્રપતિનું સંબોધન

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-27/03/2022 થી 31/03/2022🗞️*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના પ્રેરક કિસ્સા modistory.in વેબ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી
*✔️મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણી*

પારસીઓની નષ્ટપ્રાય થઈ રહેલી કઈ ભાષાને બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું
*✔️અવેસ્તા પહેલવી*

મહિલા અને પુરુષ બંને ટીમમાં સતત ચાર વર્લ્ડકપમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું
*✔️ન્યુઝીલેન્ડની સૂઝી બેટ્સ*

ઉત્તરાખંડમાં પ્રથમ મહિલા સ્પીકર (વિધાનસભા અધ્યક્ષ) કોણ બન્યા
*✔️રીતુ ખંડુરી*

સોલા સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ઼ પેથોલોજીનું લોકાર્પણ કોના હસ્તે થયું
*✔️કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ*

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ભારત સરકાર વચ્ચે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સૌરાષ્ટ્રના કયા સ્થળે થશે
*✔️જામનગર પાસે*

ગુજરાત શાખાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા
*✔️અજય પટેલ*

UNના રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી બીજા નંબરનું ભારતનું ઘોંઘાટીયું શહેર કયું
*✔️ઉત્તરપ્રદેશનું મુરાદાબાદ*
*✔️બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહેલા અને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ત્રીજા ક્રમે*

ભારતે બે MRSAM જમીનથી હવામાં 70 કિમી.સુધી ત્રાટકવાની ક્ષમતા વાળી મિસાઈલનું પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશાના ચાંદીપુરમાં*

પીવી સિંધુ કોણે હરાવીને પ્રથમવાર સ્વિસ ઓપન ચેમ્પિયન બની
*✔️થાઈલેન્ડની બુસાનન આંગબામરુંગફાન*

પર્યાવરણ મંત્રાલયના નિર્ણય મુજબ દર વર્ષે 5 ઓક્ટોબરે કયા દિવસની ઉજવણી કરવામાં આવશે
*✔️રાષ્ટ્રીય ડોલ્ફીન દિવસ*

ઓસ્કાર એવોર્ડ👇🏾
*✔️વિલ સ્મિથ બેસ્ટ એક્ટર (ફિલ્મ કિંગ રિચાર્ડ)*
*✔️જેસિકા ચેસ્ટિન બેસ્ટ એક્ટ્રેસ*
*✔️કોડા બેસ્ટ ફિલ્મ*
*✔️અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં*
*✔️પ્રથમ ઓસ્કાર એવોર્ડ 1929માં યોજાયો હતો*

આ વર્ષે બીમ્સટેક સંમેલન ક્યાં યોજાશે
*✔️શ્રીલંકામાં*
*✔️બીમ્સસ્ટેકનું પૂરું નામ :- ધ બે ઓફ બેંગાલ ઈનીશિએટિવ ફોર મલ્ટી-સેકટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિકલ કો-ઓપરેશન*
*✔️7 દેશનું સંગઠન :- ભારત, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, ભૂતાન, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ*
*✔️વડુમથક :- ઢાકા (બાંગ્લાદેશ)*
*✔️સ્થાપના :- 6 જૂન, 1997*

RBIના આંકડા મુજબ દેશભરમાં બેન્કિંગ ફ્રોડના મામલે કયું રાજ્ય ટોચ પર છે
*✔️મહારાષ્ટ્ર*
*✔️ગુજરાત ચોથા ક્રમે*

દુધાળા પ્રાણીઓ મામલે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️છઠ્ઠા*
*✔️ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમે*

ભારતમાં સેલિબ્રિટી બ્રાન્ડમાં સતત પાંચમા વર્ષે કોણ ટોચ પર રહ્યું
*✔️વિરાટ કોહલી*
*✔️ફિમેલ બ્રાન્ડ તરીકે આલિયા ભટ્ટ*

હાલમાં કયા બે રાજ્યોના 50 વર્ષથી ચાલતા સરહદ જમીન વિવાદનો સમજૂતી થઈ અંત આવ્યો
*✔️આસામ અને મેઘાલય*

વર્ષ 2030 સુધીમાં ભારત કેટલો કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે
*✔️1 અરબ ટન*

હાલમાં DRDOએ જમીનથી હવામાં પ્રહાર કરતી બે મિસાઈલનું કયા સ્થળે સફળ પરીક્ષણ કર્યું
*✔️ઓડિશાના બાલાસોર ખાતે*

તાજેતરમાં કયા રાજ્યના લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું
*✔️મેઘાલય*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/04/2022 થી 03/04/2022🗞️*

*🧾એપ્રિલ મહિનાના વિશેષ દિવસ👇🏾*

◆5 એપ્રિલનેશનલ મેરીટાઇમ ડે

◆7 એપ્રિલવિશ્વ સ્વાસ્થ્ય દિવસ

◆10 એપ્રિલવિશ્વ હોમિયોપથી દિવસ

◆11 એપ્રિલનેશનલ સેફ મધરહુડ ડે

◆18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે

◆19 એપ્રિલલિવર ડે

◆21 એપ્રિલસિવિલ સર્વિસ ડે

◆22 એપ્રિલવર્લ્ડ અર્થ ડે

◆24 એપ્રિલપંચાયતી રાજ દિવસ

◆29 એપ્રિલઇન્ટરનેશનલ ડાન્સ ડે

◆30 એપ્રિલઆયુષ્યમાન ભારત દિવસ

કયા રાજયમાં વન્નીયાર સમુદાયને આપેલી 10.5% અનામત રદ કરવામાં આવી
*✔️તમિલનાડુ*

ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના સંયોજક જેમનું હાલમાં નિધન થયું
*✔️કર્નલ કિરોડીસિંહ બેંસલા*

હાલમાં આસામ,નાગાલેન્ડ અને મણિપુરના જિલ્લાઓમાંથી આફસ્પા નાબૂદ કરવામાં આવ્યું. AFSPAનું પૂરું નામ શું છે
*✔️આમ્ર્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ*

2 એપ્રિલવર્લ્ડ ઓટિઝમ-અવેરનેસ ડે

વર્ષ 2021નું રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન કયું બન્યું
*✔️સેવાલિયા પોલીસ સ્ટેશન*

હાલમાં કયા દેશમાં આર્થિક સંકટ, ઐતિહાસિક મંદી, મોંઘવારીથી કટોકટી જાહેર કરવામાં આવી
*✔️શ્રીલંકા*
*✔️શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે*

નેપાળના વડાપ્રધાન જેઓ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવેલા છે
*✔️શેર બહાદુર દેઉબા*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે સંયુક્ત રીતે નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ રૂપે લોન્ચ કર્યું.*

અમદાવાદ ઝોન-1માં પહેલી વાર DCP તરીકે મહિલા IPSની નિમણૂક કરવામાં આવી તેમનું નામ શું છે
*✔️લવીના સિંહા*

વૃક્ષારોપણમાં રાજ્યમાં છેલ્લા દાયકામાં કયો જિલ્લો અગ્રેસર છે
*✔️આણંદ જિલ્લો*

હાલમાં ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ કરાર કર્યા
*✔️ઓસ્ટ્રેલિયા*

તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોના મોત થયા છે
*✔️283*
*✔️વર્ષ 2020માં 159 અને 2021માં 124 સિંહોના મૃત્યુ થયા*

💥રણધીર💥
Forwarded from જ્ઞાન સારથિ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04/04/2022 થી 08/04/2022🗞️*

મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સાતમી વખત ચેમ્પિયન બન્યું*
*✔️ઈંગ્લેન્ડને હરાવ્યું*

મહિલા અને પુરુષ બંને વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 150+ રન કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા
*✔️ઓસ્ટ્રેલિયાની એલિસ હેલી (170 રન)*

દેશના 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતનું કયું શહેર પહેલા ક્રમે છે
*✔️સુરત*
*✔️અમદાવાદ છઠ્ઠા ક્રમે*

તાજેતરમાં કયા રાજ્યમાં 13 નવા જિલ્લાની રચના કરવામાં આવી
*✔️આંધ્રપ્રદેશ*
*✔️આંધ્રપ્રદેશના કુલ 26 જિલ્લા થયા*
*✔️મુખ્યમંત્રી :- વાય.એસ. જગનમોહન રેડ્ડી*

દેશના આગામી વિદેશ સચિવ કોણ બનશે
*✔️વિનય કવાત્રા*
*✔️હર્ષવર્ધન શ્રુન્ગલા સ્થાન લેશે*

હાલમાં ભારત અને ફ્રેન્ચ દ્વિપક્ષીય નેવલ કવાયત થઈ.તે કયા નામે ઓળખાય છે
*✔️વરૂણા-2022*

ધરતી અને સૂર્યના લગ્નના 'સરહુલ ઉત્સવ' કયા રાજયમાં ઉજવાય છે
*✔️ઝારખંડ*

ટાઈમ મેગેઝિન દ્વારા બે વખત સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યું
*✔️અભિનેત્રી દીપિકા પદુકોણ*
*✔️2018માં 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં નામ હતું*

કઈ ભારતીય મૂળની અમેરિકી ગાયિકાને ગ્રેમી પુરસ્કાર મળ્યો
*✔️ફાલ્ગુની શાહ*
*✔️બાળ આલ્બમ શ્રેણીમાં 'અ કલરફુલ વર્લ્ડ' માટે એવોર્ડ એનાયત થયો*

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*✔️પાટણ*

યુ.એસ.ની ટ્રીટોન કંપની દ્વારા ગુજરાતના કયા સ્થળે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હિકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે
*✔️કચ્છ*

7 એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ

સરકાર દ્વારા 'અગ્નિપથ ભરતી પ્રવેશ યોજના' લાગુ કરશે જે અંતર્ગત સૈન્યની ત્રણેય પાંખના યુવાનોને 3 વર્ષ માટે સૈનિક ભરતી કરશે.જેઓ કયા નામે ઓળખાશે
*✔️અગ્નિવીર*

192 દેશોની યાદીમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં સ્થાને છે
*✔️84મા*
*✔️ભારતના નાગરિકો વિઝા વગર 60 દેશોની મુસાફરી કરી શકે છે*
*✔️જાપાન અને સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી*

હાલમાં ભાજપે તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો
*✔️42મો*

સેલ્ફ વેરિફિકેશન કરનારી વિશ્વની સૌપ્રથમ એપ કઈ બની
*✔️માઈક્રો બ્લોગીંગ સાઈટની કૂ*

ફોર્બ્સની બિલિયોનર્સ લિસ્ટ 2022 યાદીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે
*✔️ટેસ્લાના માલિક એલન મસ્ક*
*✔️એમેઝોનના માલિક જેફ બેજોસ બીજા ક્રમે*
*✔️મુકેશ અંબાણી 10મા અને ગૌતમ અદાણી 11મા ક્રમે*

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેનપદે સૌપ્રથમ કયા ગુજરાતી વ્યક્તિની નિમણૂક થઈ
*✔️ડૉ.મનોજ સોની*

6 એપ્રિલવર્લ્ડ ટેબલ ટેનિસ ડે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે અસ્તિત્વમાં વિશ્વની સૌપ્રથમ રોબોટ આર્ટિસ્ટ આવી.તેનું નામ શું છે
*✔️આઈ-દા*

💥રણધીર💥
આ ચેનલ તમને કરંટ અફેર્સ કેવું લાગ્યું ?
Anonymous Poll
48%
ખૂબ સરસ,😊
20%
અદભુત
33%
આપના કાર્ય ને મારા નમન🙏🇮🇳
સામાન્ય જ્ઞાન pinned «આ ચેનલ તમને કરંટ અફેર્સ કેવું લાગ્યું ?»
*🔥સામાન્ય વિજ્ઞાન🔥*

મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય છે
*✔️મેલેટિન*

સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે
*✔️પિત્તળ(બ્રાસ)*

હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી
*✔️હેન્રી કેવેન્ડીશ*

શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે
*✔️ફેફસાં*

રસોઈના સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ............. છે.
*✔️ટેફલોન*

પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ .......... છે
*✔️6.5 m*

ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે
*✔️લૂમિંગ*

તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતા તેઓ સ્વયંપ્રકાશિત છે
*✔️ન્યુક્લિયર સંલયન*

કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે
*✔️5%*

પ્રકાશનો હવામાં વેગ ............ માઈલ્સ/સેકન્ડ
*✔️186000*

ક્ષેપકોમાંથી કર્ણકમાં રૂધીરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે
*✔️દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ*

કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે
*✔️બ્લેક બોક્ષ*

ભૂકંપની નોંધ કયું સાધન લે છે
*✔️સિસ્મોગ્રાફ*

એનિમિયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે
*✔️લોહ*

શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે
*✔️નાનું મગજ*

ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય
*✔️યુરેનિયમ*

ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે
*✔️ફેફસા*

રસીકરણ (વેક્સિનેશન)ની શોધ કોણે કરી
*✔️એડવર્ડ જેનર*

'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં અપાય છે
*✔️કેન્સર*

હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય
*✔️0.2*

એમોનિયા સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા
*✔️ફ્રેડરીક વ્હોલર*

ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા
*✔️એરિસ્ટોટલ*

બરફનું ગલનબિંદુ કેટલું છે
*✔️0° સે.*

વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે
*✔️મીમી./સેમી. ઇંચમાં*

હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે
*✔️20.96%*

પીવાલાયક પાણીનો pH આંક
*✔️તટસ્થ હોય*

💥💥
*🔥પોલીસ કોન્સ્ટેબલ માટે સામાન્ય વિજ્ઞાન🔥*

CNGમાં મોટાભાગે કયો વાયુ હોય છે
*✔️મિથેન*

ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે
*✔️સોડિયમ ક્લોરાઇડ*

સૂર્યનો પ્રકાશ .................. નું સ્ત્રોત છે.
*✔️વિટામિન D*

માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે
*✔️હાઇડ્રોક્લોરીક એસિડ*

લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે
*✔️વિટામિન K*

તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે
*✔️350 ગ્રામ*

પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે
*✔️હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ*

રેફ્રિજરેટમાં કુલન્ટરૂપે ............ ગેસનો ઉપયોગ થાય છે
*✔️એમોનિયા*

બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે
*✔️સલ્ફયુરિક એસિડ*

ચિકનગુનિયા શાનાથી થાય છે
*✔️ચેપી મચ્છર*

પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર ...............
*✔️સમાન રહેશે*

ધ્વનિની ઝડપ ............... માં સૌથી વધુ હોય છે
*✔️પિત્તળ*

પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે
*✔️4°સે.*

વિટામિન Cનું રાસાયણિક નામ ............... છે
*✔️એસ્કોર્બિક એસિડ*

ગોબર ગેસનું મુખ્ય તત્વ .............. છે
*✔️મિથેન*

એસિડિક ખોરાકની જાળવણી માટે ................ નો ઉપયોગ થાય છે
*✔️સોડિયમ બેન્ઝોનેટ*

બધાં એસીડમાં કયું તત્વ હોય છે
*✔️હાઈડ્રોજન*

હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે
*✔️કેલ્શિયમ ફોસ્ફેટ*

મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે
*✔️બરોળ*

કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે
*✔️વિટામિન A*

લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે
*✔️100-120 દિવસ*

................. ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે
*✔️ઇન્સ્યુલિન*

કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે
*✔️હાઈગ્રોમીટર*

હાઈડ્રોજનને સળગાવવાથી શું બનશે
*✔️પાણી*

કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે
*✔️સિલ્વર આયોડાઈડ*

લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે
*✔️સ્ફીગ્મોમેનોમીટર*

લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.....
*✔️નાઈટ્રસ ઓક્સાઇડ*

કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે
*✔️હિપેટાઈટીસ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-09/04/2022 થી 12/04/2022🗞️*

તાજેતરમાં DRDOએ સુપરસોનિક સ્પીડે શત્રુ મિસાઈલ કે અન્ય કોઈ પણ એરિયલ ઓબ્જેક્ટેડ તોડી પાડવા સક્ષમ સોલિડ ફ્યુઅલ ડકટેડ રેમજેટ (SFDR)નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશાના ચાંદીપુર ખાતે*

લોન પર વ્યાજ વસુલવામાં ભારત 193 દેશમાં કેટલામાં સ્થાને છે
*✔️37માં*

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અન્વયે રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ ક્યાં બનશે
*✔️દાહોદ*

અનુસૂચિત જાતિમાં આંતરજ્ઞાતિય લગ્નની કેન્દ્ર સરકારની કેટલી સહાય મળે છે
*✔️1 લાખ*

હાલમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટમાં સીમાદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું
*✔️કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ*
*✔️ઉપરાંત શહીદોની સ્મૃતિમાં અજય પ્રહરી સ્મારક બનાવાયું*

સ્પોર્ટ્સ ક્ષેત્રે કયા વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ મળ્યો કે જેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ કાશ્મીરી બન્યા
*✔️માર્શલ આર્ટ કોચ ફૈસલ અલી ડાર*

પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️શેહબાઝ શરીફ*

ગુજરાતનું સૌથી જૂનું બહેડાનું વૃક્ષ ક્યાં આવેલું છે
*✔️તાપી જિલ્લામાં ઉનાઈ પાસે ચુનાવાડી ગામમાં*

નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ (ઉર્જા-જળવાયુ) ઇન્ડેક્સમાં 6 માપદંડોમાં મોટા રાજ્યોમાં ગુજરાતે કયો રેન્ક મેળવ્યો
*✔️પ્રથમ*
*✔️કેરળ બીજા અને પંજાબ ત્રીજા ક્રમે*

હાલમાં ભારતે હેલિના ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️રાજસ્થાનના પોખરણ રેન્જમાં*

રિટાયર્ડ આઉટ થનારો IPLનો સૌપ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*✔️રવિચંદ્રન અશ્વિન*

*યોજનાઓ👇🏾*
●સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય
✔️રાજ્યમાં 10 સ્થળોએ કુલ 20 છાત્રાલયો કાર્યરત

●મેડિકલના વિદ્યાર્થીઓ માટે ૱ 10,000, ડિગ્રી એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ૱8000 અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ૱ 3000 સાધન ખરીદ સહાય

●કુંવરબાઈનું મામેરું યોજના
✔️અનુસૂચિત જાતિના એક કુંટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ ૱12,000 /- સહાય

●પ્રિ.એસ.એસ.સી. વાર્ષિક શિષ્યવૃત્તિ ; આવક મર્યાદા નથી
✔️ધોરણ:-1 થી 5ના કુમાર અને કન્યાઓને ૱750
✔️ધોરણ:-6 થી 8 ના કુમારોને 750 અને કન્યાઓને ૱1000
✔️ધોરણ:- 9 અને 10ના કુમાર અને કન્યાઓને ૱1000

●પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આપવાની થતી પૂર્વ પરીક્ષાઓની તૈયારી માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ માટે ૱20,000 સહાય

●ધોરણ :- 1 થી 10માં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે ૱250નો વધારી ૱600
✔️ગણવેશ સહાયમાં 300 વધારી ૱900 કરાઈ

●ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ૱1 લાખના બદલે સહાય વધારી ૱2.50 લાખ કરવામાં આવી.

💥રણધીર💥
*💎ગુજરાતના રતનદીવડા : વિશેષ💎*

*દયાનંદ સરસ્વતી*
✔️મૂળ નામ :- મૂળ શંકર
✔️14 વર્ષે આખો યજુર્વેદ કંઠસ્થ હતો.
✔️ચાંદોદ પાસે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંનસ્ત ગ્રહણ કરી, 'દયાનંદ સરસ્વતી' નામ રાખ્યું.
✔️10 એપ્રિલ, 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી.

શ્રીમદ્દ રાજચંદ્રનું મૂળ નામ રાયચંદભાઈ.

*પૂજ્ય મોટા*
✔️જન્મ :- સાવલી
✔️મૂળ નામ ચુનીલાલ
✔️હિસ્ટિરિયાનો રોગ લાગુ પડતા ચુનીલાલે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું, પરંતુ નીરે તેમને ઉછાળીને ફરીથી કાંઠા પર મૂકી દીધા.

*દાદા પાંડુરંગ આઠવલે*
✔️જન્મ :- રોહા (મહારાષ્ટ્ર)
✔️1956માં તેમણે મુંબઈમાં 'તત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી.
✔️તેમને મેગ્સેસે એવોર્ડ (1996) અને ટેમ્પલ્ટન એવોર્ડ (1997) મળ્યો હતો.
✔️તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ 'આંતરનાદ' બનાવવામાં આવી હતી.

શ્રી રંગ અવધૂતનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં

દાદા ભગવાનનું વતન ખેડા જિલ્લામાં આવેલું ભાદરણ. તેમનું મૂળ નામ અંબાલાલ.
✔️દાદા વાણી તથા અક્રમ વિજ્ઞાન નામના બે સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે.

*પ્રમુખ સ્વામી*
✔️જન્મ :- વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં
✔️મૂળ નામ શાંતિલાલ
✔️1939માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના શાંતિલાલને દીક્ષા આપી.

*સ્વામી સચ્ચિદાનંદજી*
✔️વતન :- મહેસાણા પાસેનું મુજપુર
✔️સદગુરુ મુક્તાનંદજી પાસે પંજાબમાં દીક્ષિત થયા.
✔️1966માં વેદાંતાચાર્યની પદવી મેળવી.
✔️ગુજરાતમાં આવી પેટલાદ (દંતાલી)માં આશ્રમ સ્થાપ્યો.

*મોરારિ બાપુ*
✔️જન્મ :- ભાવનગર જિલ્લાના તલગાજરડા
✔️નિમ્બકાચાર્યની વૈષ્ણવ પરંપરાના અનુયાયી.
✔️તેમને દર વર્ષે 1,51,000 રૂપિયાના નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે. હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે સાહિત્યકારોના સહયોગથી 'અસ્મિતાપર્વ'નું આયોજન પણ કરેલું છે.

*પ્રેમાનંદ*
✔️જન્મ વડોદરા
✔️બાળપણ વીત્યું નંદબારમાં
✔️ગુરુ રામચરણ સાથે ભેટો થયો અને તેની જીવનદિશા જ બદલાઈ ગઈ
✔️ગુજરાતના જ્યોતિર્ધરનું બિરુદ પામ્યા છે.

*દયારામ*
✔️કવિ ન્હાનાલાલે દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે.
✔️જન્મ મોસાળ ડભોઈમાં
✔️વતન ચાંદોદ
✔️કચ્છીમા 'ગિરિધર પ્રાણ' જેવી એમની રચના મળી આવે છે.
✔️તેમના અંતિમ દિવસોમાં એક વિધવા સોનારણ રતનબાઈએ સેવા કરી હતી.

*કવિ દલપતરામ*
✔️ચૌદ વર્ષની વયે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો.
✔️દેવાનંદ સ્વામી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, પિંગળ અને વ્રજભાષાની કાવ્યશક્તિનું શિક્ષણ લીધું હતું.
✔️એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતના ઈતિહાસ-સંસ્કૃતિ જાણવા તેમને ભોળાભાઈને કોઈ વ્યક્તિ શોધી આપવા વિનંતી કરી ને તેમને દલપતરામની ભલામણ કરી હતી.

*નર્મદ*
✔️તેમને 'અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા' નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી તેના પ્રમુખ નર્મદ અને મંત્રી મયારામ શંભુનાથ હતા.
✔️નર્મદે એકાદ વર્ષ 'જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું.
✔️તેમને સુરતથી દાંડિયો નામનું પખવાડિક પત્ર શરૂ કર્યું હતું.

*સ્વામી સહજાનંદ*
✔️સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી
✔️જન્મ :- અયોધ્યા પાસે છપૈયામાં
✔️બાળપણનું નામ ઘનશ્યામ
✔️પાછળથી નીલકંઠ બ્રહ્મચારી કહેતા
✔️1858માં રામાનંદસ્વામીએ તેમને જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામના આશ્રમમાં દીક્ષા આપી ત્યારથી સહજાનંદ નામે ઓળખાયા
✔️તેમનો સંપ્રદાય ઓધવ સંપ્રદાય કહેવાય છે
✔️ગુજરાતી ભાષામાં બે સુંદર ગ્રંથો રચ્યા :- 1.શિક્ષાપત્રી અને 2.વચનામૃત

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-13/04/2022 થી 18/04/2022🗞️*

ભારતમાં નિર્મિત વિમાનની પહેલી વ્યવસાયિક ઉડાન દિબ્રુગઢથી થઈ.આ વિમાનનું નામ શું છે
*✔️ડોર્નિયર-228*

કોમનવેલ્થ ગેમ્સ 2026 કયા દેશમાં યોજાશે જેમાં ટી20 ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️વિક્ટોરિયા સ્ટેટના વિવિધ શહેરોમાં*

ફોનથી ઈન્ટરનેટ વિના ઓનલાઈન પેમેન્ટ થઈ શકે તે માટે RBIના ગવર્નર શક્તિકાંત દાસે પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી તેનું નામ શું છે
*✔️UPI123PAYE*

G-7 દેશોની શિખર સંમેલન ક્યાં યોજાશે
*✔️જર્મનીના સ્કલોસ એલમાઉમાં*

શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન ક્યાં થયા હતા જ્યાં પાંચ દિવસીય ચાલે છે
*✔️માધવપુર ઘેડમાં*

હાલમાં વિશ્વના સૌથી વૃદ્ધ ગોરીલા ફટોઉનો 65મો જન્મદિવસ કયા દેશના પ્રાણી સંગ્રહાલયમાં ઉજવાયો
*✔️બર્લિન*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહેરુ સ્મારક પરિસરમાં વડાપ્રધાન સંગ્રહાલયનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️દિલ્હી*

રાજ્ય સરકારે આંબેડકર જયંતી નિમિત્તે SC, વિકસિત જાતિ, EBC, લઘુમતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત યોજના માટે આવકમર્યાદા દોઢ લાખથી વધારી કેટલી કરી
*✔️6 લાખ*

ઈ-નિર્માણ કાર્ડ હેઠળ છેલ્લા બાર માસમાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામગીરી મળશે.આ કાર્ડ મુજબ વ્યક્તિની વયમર્યાદા કેટલી છે
*✔️18 થી 60 વર્ષ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બીજી અને ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાન પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ ક્યાં કર્યું
*✔️મોરબીના ખોખરધામમાં*

જાન્યુઆરી-2023માં પુરુષ હોકી વર્લ્ડકપ ક્યાં યોજાશે
*✔️ઓડિશા*

કયા રાજ્યની સરકાર દરેક ઘરને જુલાઈ માસથી 300 યુનિટ મફત વીજળી આપશે
*✔️પંજાબ*

18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે

મોરેશિયસના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે
*✔️પ્રવિંદકુમાર જુગનાથ*

પ્રજ્ઞાચક્ષુ લોકો માટે દેશની પ્રથમ રેડિયો ચેનલ 'રેડિયો અક્ષ' ક્યાં લોન્ચ કરવામાં આવી
*✔️નાગપુરમાં*

*🔥બદલવામાં આવેલ નામ🔥*

●રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલીને
✔️મેજર ધ્યાનચંદ ખેલરત્ન

●ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના

●ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન માતૃત્વ વંદના યોજના

●રાજીવ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નામ બદલીને
✔️દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના

●રાજીવ આવાસ યોજનાનું નામ બદલીને
✔️સરદાર પટેલ રાષ્ટ્રીય શહેર આવશ મિશન

●જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીકરણ મિશનનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) કાયાકલ્પ - શહેરી બદલાવ અટલ મિશન

●રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ યોજનાનું નામ બદલીને
✔️પંચાયત સશક્તિકરણ યોજના (રાજીવ ગાંધી નામ કાઢી નાખવામાં આવ્યું)

●રાજીવ ગાંધી ફેલોશિપ યોજનાનું નામ બદલીને
✔️નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટસ વિથ ડિસેબીલીટીઝ


●૱2 લાખના મફત અકસ્માત વીમાની સુવિધા માટે *RuPay ડેબિટ કાર્ડ* જારી કરાયા.

*●પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના* હેઠળ, ૱12ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો અકસ્માત વીમો

*●પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના* હેઠળ, ૱330ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો જીવન વીમો

*●અટલ પેન્શન યોજના* માંથી 60 વર્ષની ઉંમરથી માસિક પેન્શનની સુવિધા

*●પ્રધાનમંત્રી મુદ્રા લોન* હેઠળ લાભાર્થીઓને લોન

*●સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના* હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઈઝની સ્થાપના માટે એસ.ટી./એસ.સી. અને મહિલા સાહસિકોને લોન

*●પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના* થી શેરી વિક્રેતાઓને સરળ માઈક્રો લોન સુવિધા

💥રણધીર💥
*💎ગુજરાતના રતનદીવડા : વિશેષ💎*

મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ગુજરાતી સાહિત્યને 'ઉત્તરરામચરિત' અને 'માલતીમાધવ'ની ઊંચી કક્ષાના ભાષાંતરો આપ્યા છે.
✔️'ગુલાબસિંહ' નામે લોર્ડ લિટનની નવલકથા 'ઝેનોની'નું રૂપાંતર તેમની પ્રતિભા દર્શાવે છે.

બાલાશંકર કંથારિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'કલાન્ત કવિ' નામે પ્રગટ થયો છે.

નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ'કુસુમમાળા 1887માં પ્રસિદ્ધ થયો.

મણિશંકર રતનજી ભટ્ટ 'કાન્ત' તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ' તેમના મરણના દિવસે પ્રગટ થયો હતો.
✔️તેઓ ઘોઘામાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી બની ગયા ત્યારબાદ હિન્દુ ધર્મમાં પુનઃપ્રવેશ કર્યો.

આનંદશંકર ધ્રુવના મહત્વના પુસ્તકો :- આપણો ધર્મ, હિન્દુધર્મની બાળપોથી, કાવ્યતત્વ વિચાર, સાહિત્ય વિચાર, દિગ્દર્શન અને વિચારમાધુરી.

બ.ક.ઠાકોરના 'ભણકારા' ભાગ 1 અને 2 એ બે જ તેમના કાવ્યસંગ્રહો છે.
✔️બળવંતરાયના ઘણાંખરાં સોનેટો પૃથ્વી છંદમાં લખાયેલ છે.

ભદ્રંભદ્ર પાત્ર રમણભાઈ નીલકંઠે ચિરંજીવ બનાવ્યું.
✔️સરકારે તેમને 1913માં મુંબઇ ધારાસભાના સભ્ય નિયુક્ત કર્યા હતા.

'કલાપીનો કેકારવ' ઇ.સ.1903માં કવિ કાન્તે પ્રગટ કર્યો હતો.

ન્હાનાલાલ દલપતરામનું સૌપ્રથમ કાવ્ય 'વસંતોત્સવ' 1898માં લખાયું અને 1903માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ 'કેટલાંક કાવ્યો'માં પ્રગટ થયું.

કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા 'મારી કમલા' 'ઘનશ્યામ'ના ઉપનામથી 'સ્ત્રીબોધ' માસિકમાં પ્રગટ થઈ.
✔️કનૈયાલાલે લીલાવતી શેઠ સાથે વિધવાવિવાહ કર્યા હતા.

સ્વામી આનંદે 1928માં બારડોલી લડતમાં સરદાર પટેલના મંત્રી તરીકે કામ કર્યું હતું.

ઝવેરચંદ મેઘાણીએ કલકત્તામાં એલ્યુમિનિયમના વાસણો બનાવનારી પેઢી જીવણલાલ કંપનીમાં નોકરી કરી હતી.
✔️શેઠ જીવણલાલ સાથે ઝવેરચંદ ત્રણ મહિના લંડન જઈ આવ્યા હતા.
✔️મેઘાણીએ કરેલો ટાગોરની કથાઓનો અનુવાદ 'કુરબાનીની કથાઓ' તેમનું સૌપ્રથમ પુસ્તક.
✔️રવીન્દ્રનાથના અદભુત કાવ્યોથી કાવ્યોથી આકર્ષાઈને તેમણે એમના અનેક કાવ્યો ગુજરાતી ભાષામાં ઉતાર્યા. એ કાવ્યોનો સંગ્રહ તે 'રવીન્દ્ર-વીણા'.

'કલા ખાતર કલા નહિ પણ જીવન ખાતર કલા' એવા સિદ્ધાંતનું પોતાના સર્જન દ્વારા પ્રતિપાદન કરનાર રમણલાલ વ. દેસાઈ.
✔️1952માં વિશ્વશાંતિ પરિષદમાં તેમણે વિયેનાની મુલાકાત લીધી હતી.

ચં.ચી.મહેતાને ગુજરાત સાહિત્ય સભાનો 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને 'આગગાડી' નાટક માટે અપાયેલો.

સ્નેહરશ્મિના આરંભના કાવ્યસંગ્રહો 'અર્ધ્ય' અને 'પનઘટ'.
✔️ઝીણાભાઈને 1961માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

'જયભિખ્ખુ' એ જીવનના અંત સુધી 'ગુજરાત સમાચાર'માં 'ઈંટ અને ઈમારત' નામે લોકપ્રિય કૉલમ ચલાવેલી.

ગુલાબદાસ બ્રોકરે 1933 થી '64 સુધી મુંબઈ શેરબજારમાં કામ કર્યું હતું.
✔️તેમનું પહેલું પુસ્તક 'લતા અને બીજી વાતો' 1938માં પ્રગટ થયું હતું.

જ્યોતીન્દ્ર દવેએ 'છત્રી' અને 'ખુરશી' જેવા જડ પાત્રો પર પાનાંઓ ભરી રસિક લખાણ લખ્યું છે.

પ્રહલાદ પારેખે ભાઈ બહેનના શૈશવજીવનનું નિરૂપણ કરતી 'ગુલાબ અને શિવલી' ગદ્યકથા આપી છે.

ત્રિભુવનદાસ લુહાર 'સુંદરમ'નો પ્રથમ કાવ્યસંગ્રહ 'કોયા ભગતની કડવી વાણી' અને 'ગરીબોના ગીતો' 1933માં પ્રગટ થયેલા.

જયંતિ દલાલે ટોલ્સટોયની વિશ્વવિખ્યાત નવલકથા 'યુદ્ધ અને શાંતિ'નો અનુવાદ કર્યો હતો.

ઉમાશંકર જોશીની પહેલી સોનેટ 'નખી સરોવર પર શરદપૂર્ણિમા'.
✔️ઉમાશંકર જોશીનો પહેલો કાવ્યસંગ્રહ 'ગંગોત્રી'.

રાજેન્દ્ર શાહનો 1951માં એમનો પહેલો કાવ્યસંગ્રહ 'ધ્વનિ' પ્રગટ થયો.

ઉમાશંકર જોશીએ મનુભાઈ પંચોલી 'દર્શક'ને ગ્રીક નાગરિક તરીકે ઓળખાવ્યા છે.

અમૃત ઘાયલનો પ્રથમ ગઝલ સંગ્રહ 'શૂળ અને શમણાં'

ઈશ્વર પેટલીકરની પહેલી નવલકથા 'જનમટીપ'.

સુરેશ જોશીએ 1983માં જાહેર થયેલા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડનો અસ્વીકાર કરેલો.

નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ 'છંદોલય'.

પ્રિયકાન્ત મણિયાર પોતાનો પરિચય 'ફૂલના કવિ' તરીકે આપતા.

મોહમ્મદ માંકડની પહેલી કૃતિ 'કાયર'.

તારક મહેતાએ 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં ઇ.સ.1971માં તેમની 'દુનિયાને ઊંધા ચશ્મા' હાસ્ય કોલમ શરૂ કરેલી.

લાભશંકર ઠાકરનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વહી જતી પાછળ રમ્ય ઘોષા'.

આદિલ મન્સૂરીની પહેલી ગઝલ 'ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ'.
✔️એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વળાંક'.

ચંદ્રકાન્ત ટોપીવાળાનો પહેલો કાવ્યસંગ્રહ 'મહેરામણ'.

મનહર મોદીનો પ્રથમ કાવ્યસંગ્રહ 'આકૃતિ'.

દિનકર જોશીએ મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલ ગાંધીના જીવન પર આલેખાયેલી નવલકથા 'પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યતરો થયા છે.

ચંદ્રકાન્ત શેઠનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પવન રૂપેરી'.
✔️'નંદ સામવેદી' ઉપનામથી નિબંધ લખતા.

ડૉ.રતિલાલ બોરીસાગરનો હાસ્ય રચનાઓનો પહેલો સંગ્રહ 'મરક મરક'.

રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા 'પૂર્વરાગ'.

ચિનુ મોદીની પ્રથમ નવલકથા 'શૈલા મજમુદાર'.

વર્ષા અડાલજાની પહેલી નવલકથા 'શ્રાવણ તારા સરવડાં'.
સિતાંશુ યશચંદ્રનો પહેલો કાવ્યસંગ્રહ 'ઓડિસ્યૂસનું હલેસું'

મધુ રાયનક પ્રથમ વાર્તાસંગ્રહ 'બાંશી નામની એક છોકરી'.

મનોજ ખંડેરિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'અચાનક'.

પ્રીતિ સેનગુપ્તાનો પહેલો કાવ્યસંગ્રહ 'જુઈનું ઝૂમખું'.

માધવ રામાનુજના માત્ર બે કાવ્યસંગ્રહ : 'તમે' અને 'અક્ષરનું એકાંત'.

રાજેશ વ્યાસનો પ્રથમ ગઝલ સંગ્રહ 'છોડીને આવ તું'.

💥💥
Forwarded from The UnExpected Winner..! (Pints Bharwad)
Syllabus Of Tcm

જિસને ખાયા હે બિનસચિવાલય મેં ધોકા ઉનકે પાસ હે તલાટી બંન્ને કા મોકા 😜😜😜