સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-19/04/2022 થી 23/04/2022🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે શિક્ષણ મૂલ્યાંકન માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટરને શું નામ આપવામાં આવ્યું
*✔️વિદ્યા સમીક્ષા કેન્દ્ર*

એમ.એમ.નરવણે નિવૃત્ત થતા નવા આર્મી ચીફ કોણ બનશે
*✔️લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે*

19 એપ્રિલવર્લ્ડ લીવર ડે

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કાર્યકારી સચિવ અને રક્ષા સલાહકાર ભારતીય મૂળના કયા વ્યક્તિ બન્યા
*✔️શાંતિ શેઠી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈસ્પીડ ઇલેક્ટ્રિક એન્જીન ફેક્ટરીની સ્થાપના માટે ખાત મુહૂર્ત ક્યાં કર્યું
*✔️દાહોદ*

પાકિસ્તાનના વિદેશપ્રધાન કોણ બન્યા
*✔️હિના રબ્બાની ખાર*

આંધ્રપ્રદેશના હૈદરાબાદની કઈ કંપનીએ હવામાંથી પાણી બનાવતું મશીન બનાવ્યું
*✔️મૈત્રી એકવાટેક કંપની*

હાલમાં આયુષ્યમાન ભારત યોજનામાં 365 પ્રકારની સારવારનો ઉમેરો કરવામાં આવ્યો. કુલ સારવારની સંખ્યા કેટલી થઈ
*✔️1949*

WHOના ડાયરેક્ટર કોણ છે
*✔️ડૉ.તેડ્રોસજ અધનોમ ઘેબ્રેયેસસ*

ભારતીય નૌસેના માટે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ -75ની છઠ્ઠી સ્કોર્પિયન શ્રેણીની સબમરીનનું મુંબઈમાં લોન્ચિંગ કરવામાં આવ્યું. તેનું નામ શું છે
*✔️INS વાગશીર*

21 એપ્રિલરાષ્ટ્રીય સનદી દિવસ

હાલમાં કયા શીખ ધર્મગુરુના 400માં પ્રકાશ પર્વની યાદગીરી રૂપે વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરાયા
*✔️તેગબહાદુર*

વિદ્યા સમીક્ષા કેન્દ્ર બદલ શિક્ષણ વિભાગને ભારત સરકારનો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોણે એનાયત કરાયો
*✔️શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવને*

એકસાથે 15 પરમાણુ બૉમ્બ ઝીંકી શકે એવી મિસાઈલનું રશિયાએ પરીક્ષણ કર્યું.આ મિસાઈલનું નામ શું છે
*✔️સરમટ*

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને જેસીબી ફેક્ટરીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️હાલોલ*

વિઝડન ક્રિકેટર ઓફ ધ યરમાં કયા બે ભારતીય ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યા
*✔️જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા*

હાલમાં ગુજરાતની કઈ ડેરીએ દુધવાણી કોમ્યુનિટી રેડીયો સ્ટેશનની શરૂઆત કરી જે ભારતમાં સૌપ્રથમ વખત દૂધ ઉત્પાદન માટે રેડિયો વગાડશે
*✔️બનાસ ડેરી*
*✔️દિયોદરના સણાદર પ્લાન્ટમાં*
*✔️દુધવાણી 90.4*

23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-24/04/2022 થી 30/04/2022🗞️*

હાલમાં બિહારમાં ભોજપુર ખાતે કોની યાદમાં લોકોએ સૌથી વધુ 78,220 તિરંગો લહેરાવીને વિશ્વવિક્રમ બનાવ્યો
*✔️1857ના લડવૈયા વીર કુંવરસિંહની 164મી પુણ્યતિથિ નિમિત્તે*

મંગોલીયામાં ચાલી રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં 57 કિગ્રા. ફ્રી સ્ટાઇલમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય રેસલર કોણ બન્યો
*✔️રવિ દહિયા*

25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

રાજ્યમાં 100 થી 500 વર્ષ વચ્ચેના વય ધરાવતા કેટલા હેરિટેજ વૃક્ષો આવેલા છે
*✔️52*

4 થી 5મી સદીના 64 પાસા ક્યાંથી મળી આવ્યા
*✔️વડનગર*

પહેલો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીને*

ખલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્દઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ક્યાં કર્યું
*✔️બેંગલુરુ*

સ્વીડનની ડિફેન્સ થિંક ટેન્ક SIPRI (સિપ્રિ)ના અહેવાલ મુજબ વિશ્વનું સંરક્ષણ બજેટ પહેલી વખત 160 લાખ કરોડ રૂપિયાને પાર થયું.જેમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️77 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*✔️ભારતના રક્ષા ખર્ચમાં 0.9%નો વધારો*
*✔️અમેરિકા 801 અબજ ડોલર સાથે પ્રથમ અને ચીન 293 અબજ ડોલર સાથે બીજા ક્રમે*

ફ્રાન્સમાં ઇમેન્યુએલ મેક્રો ફરીવાર કોણે હરાવીને 52.8% મત મેળવીને રાષ્ટ્રપતિ બન્યા
*✔️મરીન લે પેન*

પડકારોનો સામનો કરવા માટે ભારતે કોની સાથે મળીને ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની રચના કરી
*✔️યુરોપિયન યુનિયન (EU)*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશનીતિની કોન્ફરન્સને ખુલ્લી મૂકી.તે કયા નામે ઓળખાય છે
*✔️રાયસિના ડાયલોગ*

રાજ્યમાં સૌપ્રથમ સોલાર સિસ્ટમથી વીજળી મેળવવાનું બહુમાન કઈ જિલ્લા પંચાયતને મળ્યું
*✔️જૂનાગઢ જિલ્લા પંચાયત*

ગુજરાતમાં સૌપ્રથમવાર કયા તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે
*✔️શર્મિષ્ઠા તળાવ*

ભારતની મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલ્વેરા બીટ્ટોનું અવસાન થયું. તેમને કઈ સાલમાં અર્જુન એવોર્ડ મળ્યો હતો
*✔️1961*

પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી કોણ બન્યા
*✔️બિલાવલ ભુટ્ટો*

ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુ*

ટેસ્લાના CEO ઈલોન મસ્કે ટ્વીટર ખરીધ્યું.

💥રણધીર💥
1 bit = 0 અથવા 1
4 bit = 1 nibble
8 bit = 1 Byte
1 word = 2 Byte (16 bit)
1 Kilo Byte = 1024 Byte
1 Mega Byte = 1024 KB
1 Giga Byte = 1024 MB
1 Tera Byte = 1024 GB
1 Peta Byte = 1024 TB
1 Exa Byte = 1024 PB
1 Zetta Byte = 1024 EB
1 Yotta Byte = 1024 ZB
1 Bronte Byte = 1024 YB
1 Geop Byte = 1024 BB

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 01-02/05/2022🗞️*

*મે મહિનાના વિશેષ દિવસ*

●1 મેમજૂર દિવસ, વર્લ્ડ લાફટર (હાસ્ય) ડે

●3 મેપ્રેસ સ્વતંત્રતા દિવસ

●8 મેવિશ્વ રેડક્રોસ દિવસ

●11 મેરાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

●12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

●14 મેવિશ્વ પ્રવાસી દિવસ

●15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

●21 મેઆતંકવાદ વિરોધી દિવસ

●31 મેતમાકુ નિષેધ દિવસ

1 મે ગુજરાત સ્થાપના દિવસ રાજયકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી
*✔️પાટણ*

1 મેઆંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
1886માં અમેરિકાના મજૂરોએ કામના કલાકો નક્કી કરવા હડતાળ નક્કી કરી હતી ત્યારથી આ દિવસ ઉજવાય છે.

તાજેતરમાં કઈ હાઇકોર્ટે પ્રકૃતિને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો
*✔️મદ્રાસ હાઇકોર્ટે*

દેશના કેટલામાં આર્મી ચીફ તરીકે મનોજ પાંડેએ ચાર્જ સંભાળ્યો
*✔️29મા*

અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAના પહેલા ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી
*✔️નંદ મુલચંદાની*

ગુજરાત સ્થાપના દિને અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બહાર 'ધ ગીર' ગેલેરી ખુલ્લી મુકાઈ.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-03/05/2022 થી 11/05/2022🗞️*

3 મેવર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે
રિપોર્ટર સેન્સ ફ્રીડમ રેન્કિંગમાં ભારત 180 દેશોની યાદીમાં 142મા ક્રમાંકે છે.

હાલમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી કરાર કર્યા
*✔️જર્મની*

અમદાવાદ ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022 અંતર્ગત કયા સ્થળને શ્રેષ્ઠ યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું અને એવોર્ડ આપવામાં આવ્યો
*✔️અંબાજી*
*✔️મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના કલેક્ટર કમ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.*

સંતોષ ટ્રોફી (ફૂટબોલ)માં કઈ ટીમ પશ્ચિમ બંગાળને હરાવી સાતમી વાર ચેમ્પિયન બની
*✔️કેરળ*

જી-7 અધિવેશન 2022 ક્યાં યોજાયું
*✔️જર્મનીના બવેરિયન આલપ્સમાં*
*✔️જી-7 ના દેશો :- અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી અને જાપાન*
*✔️જી-7 ની સ્થાપના :- 1975*
*✔️1998માં રશિયા સામેલ થતા જી-8 બન્યું.*
*✔️2014માં રશિયાના યુક્રેનમાં ક્રિમિયા પર હુમલો કરતા રશિયાનો ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવ્યું.*

એશિયાના વિશ્વ સાથે સમન્વય માટે રાયસીના ડાયલોગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું.આ સંવાદનો આરંભ ક્યારે થયો હતો
*✔️2016*

1041 કરોડ રૂપિયાના ખર્ચે દેશની સૌથી ઊંચી અવકાશ વેધશાળા ક્યાં બનશે
*✔️વડનગર નજીક*

ગિનિઝ બુકમાં સૌથી વધુ ઉંમરના મહિલા તરીકે પ્રમાણિત જાપાનની 119 વર્ષીય મહિલા જેમનું હાલમાં નિધન થયું
*✔️કેન તાનાકા*

5 મેવિશ્વ હાથ સ્વચ્છતા દિવસ
વર્ષ 2009થી આ દિવસ ઉજવાય છે

રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કોની વરણી કરવામાં આવી
*✔️અરવિંદ કૃષ્ણ*

ઈસરો કયા વર્ષે શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે
*✔️2024*

કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર દુનિયાનું સૌથી ઊંચું હવામાન નિરીક્ષણ કેન્દ્ર બનાવ્યું
*✔️ચીન*

કોરોનાના કેસો વધતા ચીનના હોંગઝોઉ શહેરમાં યોજાનારી કેટલામી એશિયન ગેમ્સ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી
*✔️19મી*

હાલમાં નાગર અસ્મિતા ઉત્સવ ક્યાં યોજાયો
*✔️વડનગર*

દુનિયાનું સૌથી પહેલું CNG ટર્મિનલ ક્યાં બનશે
*✔️ભાવનગર નવા બંદર ખાતે*

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશમાં વસતી વધારાની ગતિ ધીમી પડી પ્રજનન દર 2.2% થી ઘટીને કેટલો થયો
*✔️2%*

સુપ્રીમ કોર્ટમાં કયા ગુજરાતીની ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી
*✔️જમશેદ બી પારડીવાલા*

ઓડિશા-આંધ્રપ્રદેશ પર કયું વાવાઝોડું ત્રાટકવાની આશંકા હતી
*✔️અસાની*
*✔️2020માં અમ્ફાન તોફાન પશ્ચિમ બંગાળ અને 2021માં યાસ તોફાન ઓડિશામાં આવ્યું હતું*

મેડ્રિડ ઓપન (ટેનિસ) જીતનાર પ્રથમ આરબ મહિલા કોણ બની
*✔️ટયુનિશિયાની ઓંન્સ જેબુરે*

હાલમાં કયા સ્થળેથી 7000 વર્ષ જુના હડપ્પાકાલીન 50 હાડપિંજર અને વિકસિત શહેરના પુરાવા મળી આવ્યા
*✔️હરિયાણાના હિસ્સાર સ્થિત રાખીગઢીમાં*

મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના નિઃશુલ્ક સારવાર કયા રાજયમાં પ્રારંભ થયો
*✔️રાજસ્થાન*

સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે
*✔️કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને યુનાઈટેડ નેશન્સ દ્વારા*

હાલમાં પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું. તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા
*✔️સંતૂર વાદક*
*✔️જન્મ:- 13/01/1938, નિધન :- 10/05/2022*

ફિલિપાઈન્સના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️ફર્ડિનાન્ડ માર્કોસના પુત્ર માર્કોસ જુનિયર*

હાલમાં ચાર ભારતીયને પુલિત્ઝર એવોર્ડ-2022 આપવામાં આવ્યો.તેમાં ગુજરાતના કયા ફોટોગ્રાફરને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો
*✔️અમિત દવે*

હાલમાં રોયલ ગોલ્ડ મેડલ 2022 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી*

હાલમાં અમિત શાહ દ્વારા કયા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*✔️આસામ*

જમૈકાના યુસેન બોલ્ટનો 200 મીટર દોડનો રેકોર્ડ કોણે તોડ્યો
*✔️ઓરિયોન નાઈટોને (19.49 સેકન્ડમાં)*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની રાજધાની કોપનહેગમાં ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો.

ચીનના હેનાન પ્રાંતમાં બર્ડફલૂના H3N8 માનવ સંક્રમણનો પ્રથમ મામલો બહાર આવ્યો છે.

💥રણધીર💥
*🔥ધોરણ :- 10 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાય તેવા શબ્દો🔥*

*સમાનાર્થી શબ્દો*
●વાચવાણી
●પ્રહરત્રણ કલાક, સાડા સાત ઘડી
●શુષ્કનીરસ
●અલિભમરો
●કૂચીમહોલ્લો
●ફડકચિંતા
●ફલકવિસ્તાર
●આયુધશસ્ત્ર, હથિયાર
●મયંકચંદ્ર
●આછેરોથોડો
●અંજલિખોબો
●છાકનશો, કેફ
●ઓથસહારો
●ગજયૂથહાથીનું ટોળું
●વેઠિયાવગર મહેનતાણાથી કામ કરનાર
●તુમુલદારુણ, ભયાનક
●ભોરપરોઢિયું
●અક્કરમીઅભાગિયું
●અવરબીજું
●ચીરવસ્ત્ર, કાપડ
●શાળશાલિ, ડાંગર, કમોદ
●સંગ્રહણીઝાડાનો રોગ
●ખોભણખો, ગુફા
●છાતીસલોહિંમતવાળો
●ઝોકનેસડાનો ઢોર બેસતાં હોય તે ભાગ, ઘેટાં બકરાંનો વાડો
●અહૂરવેળાકસમય, અસૂરવેળા
●ગજર ભાંગવોએક પ્રહર પૂરો થવો
●અનરવોમાંદો
●કાહર ફાવવીપ્રયત્ન સફળ થવો
●હરેરી જવુંનાહિંમત થવું
●ઝુરાપોકલ્પાંત, વિરહનું દુઃખ
●ધાસ્તીદહેશત, બીક, ભય
●ભળકડેવહેલી સવારે
●ધમારવુંસ્નાન કરવું
●ચાનકઉત્તેજન, ઉત્સાહ
●બઢોમોટો જાડો રોટલો


*તળપદા શબ્દો*
●હાંઉંબસ
●ફડકપહેરેલો કપડાનો ઝૂલતો છેડો
●ઢોચકીદોણી, માટીનું વાસણ
●ભારવેલોચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
●સંધેવોસંદેશો
●ઓહાણખયાલ, યાદી
●સડપઝડપથી, એકદમ
●ભરૂહોભરોસો
●સળાવોવીજળીનો ચમકારો
●મઉ થઈ જવુંભૂખથી ટળવળવું, ખૂબ ભૂખ લાગવી
●રમણાઉજવો
●ખડૂકોધોધ
●મડામડદું
●ખોલરુંઘર

*રૂઢિપ્રયોગ*
●તાળી લાગવીએકતાન થવું
●આંખ ભીની થવીલાગણીસભર થવું
●મોંમાં ઘી-સાકરસુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
●નામ ને રૂપ મિથ્યા કરવુંનિર્મોહી થઈને જીવવું
●તુરિયાનો તાર જાગી ઊઠવોસમજણશક્તિનો ઉદય થવો
●હદય છલકાઈ જવુંઆનંદિત થઈ ઊઠવું
●ફાંફાં મારવાંવ્યર્થ પ્રયત્ન કરવો
●અરેરાટી અનુભવવીત્રાસી જવું, દુઃખ અનુભવવું
●નવે નેજા પડવાંખૂબ તકલીફ પડવી
●હદય દ્રવી ઉઠવુંખૂબ જ દુઃખી થવું
●સત્તર પંચા પંચાણુંઅજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
●પગ જડાઈ જવાસ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું
●આંખો ભીની થવીલાગણીશીલ થઈ જવું
●ઘોડા ઘડવાઆયોજન કરવું, વિચારવું
●કંઠે પ્રાણ આવવાખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું
●હાંજા ગગડી જવાંખૂબ ગભરાઈ જવું
●પેટ દેવુંમનની વાત કહેવી
●એકના બે ન થવુંવાત પર મક્કમ રહેવું
●જીવતરનાં દાન દેવાંકુરબાન થઈ જવું
●મોળું ઓહાણ આપવુંમાણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું
●અર્ધા અર્ધા થવુંચિંતાતુર થવું
●ખાટુંમોળું થવુંબગડી જવું
●બાખડી બાંધવીસામનો કરવો

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/05/2022 થી 15/05/2022🗞️*

12 મેવિશ્વ નર્સ ડે

પૂર્વ ટેલિકોમ મંત્રી (1993 થી 1996)અને કોંગ્રેસ નેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️સુખરામ*

ગુજરાતના દરેક નાગરિકના માથે સરેરાશ કેટલું દેવું છે
*✔️45,948૱*

હાલમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 'મોદી@20 : ડ્રિમ્સ મિટિંગ ડિલિવરી' પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકની પ્રસ્તાવના કોણે લખી હતી
*✔️સ્વ.લતા મંગેશકર*

ટેકનોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*✔️17મા*
*✔️જાપાન ટોચ પર*

હાલમાંરાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે કેટલામી વાર શપથ લીધા
*✔️5મી વખત*

હાલમાં કયા સ્થળે ઉત્કર્ષ પહેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા
*✔️ભરૂચ*

દેશના નવા ચૂંટણી કમિશનર કોણ બનશે
*✔️રાજીવ કુમાર*

હાલમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને વિડીયોગ્રાફી કરવાની કોર્ટે આદેશ આપ્યો. આ મસ્જિદ ક્યાં આવેલી છે
*✔️વારાણસી*

એર ઇન્ડિયાના CEO અને MD તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️કેમ્પબેલ વિલ્સન*

UAEના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થતા 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો
*✔️શેખ ખલિફા બિન જાયદ અલ નાહ્યાન*

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️નિધિ છિબ્બર*

GPSCના ચેરમેનનો ચાર્જ કોણે સોંપાયો
*✔️નલિન ઉપાધ્યાય*

15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

ત્રિપુરામાં મુખ્યમંત્રી પદેથી બિપ્લવ દેબે રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️માણિક સાહા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/05/2022 થી 20/05/2022🗞️*

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેમનું હાલમાં કાર ક્રેશમાં નિધન થયું
*✔️એન્દ્રુ સાયમંડસ*

ભારતીય બેડમિન્ટન ટીમે હાલમાં પહેલીવાર કઈ ટુર્નામેન્ટ જીતી ઈતિહાસ રચ્યો
*✔️થોમસ કપ ટુર્નામેન્ટ*
*✔️ઇન્ડોનેશિયાની ટીમને હરાવી*

હાલમાં ગૌતમ અદાણીએ કયા દેશની સિમેન્ટ કંપનીનો હિસ્સો ખરીધો
*✔️સ્વિત્ઝર્લેન્ડ*

પૉપ ફ્રાન્સિસે હાલમાં કોણે સંત જાહેર કર્યા જેઓ આ ઉપાધિ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા
*✔️દેવસહાયમ પિલ્લઈ*

મુંબઈના મઝગાવ ડોકયાર્ડમાં 7400 ટન વજનના કયા યુદ્ધ જહાજનું લોન્ચિંગ કરવામાં આવ્યું જે જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ લોન્ચ કરવામાં સક્ષમ છે
*✔️INS સુરત*

હાલમાં કાંચનજંઘા સર કરી કઈ મહિલાએ ઈતિહાસ રચ્યો જે 8000 મીટરથી વધુ ઊંચાઈના 5 શિખરો સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા
*✔️મહારાષ્ટ્રના સતારાના પ્રિયંકા મોહિતે*

ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️એલિઝાબેથ બોર્ન*

17 મેવર્લ્ડ હાઇપરટેન્શન દિવસ અને વિશ્વ ટેલિકોમ એન્ડ ઇન્ફર્મેશન દિવસ

હાલમાં ભારતે કયા દેશ પાસે 695 મેગાવોટ વીજળી પ્લાન્ટ સહિત 6 કરારો કર્યા
*✔️નેપાળ*

હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કયા બે જહાજનું લોન્ચિંગ કર્યું
*✔️INS ઉદયગિરી અને INS સુરત*

હાલમાં કરવામાં આવેલ સર્વે મુજબ ગીરમાં કેટલા સિંહ છે
*✔️736*

ફ્રાન્સમાં કાન્સ ફેસ્ટિવલમાં ભારતને 'કન્ટ્રી ઓફ ઓનર'નું બહુમાન મળ્યું હોય એવો પ્રથમ દેશ બન્યો.આ કાન્સ ફેસ્ટિવલ કેટલામો છે
*✔️75મો*

રેલવેના કયા ઝોન દ્વારા કેટલીક ટ્રેનોમાં પરીક્ષણના આધાર પર 'બેબી બર્થ'ની શરૂઆત કરી
*✔️ઉત્તર રેલવે*

IPLના ઈતિહાસમાં પ્રથમ વખત કઈ ટીમે પ્રથમ ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વગર 20 ઓવર સુધી બેટિંગ કરી
*✔️લખનઉ સુપર જાયન્ટ્સ*

નાટોમાં સભ્યપદ માટે કયા બે દેશોએ અરજી કરી
*✔️ફિનલેન્ડ અને સ્વીડન*

DRDOએ સૌપ્રથમ સ્વદેશી એન્ટીશિપ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશાના બાલાસોર ખાતે*

ભારતની 25 વર્ષીય યુવા બોક્સર જે હાલમાં 52 કિ.ગ્રા.કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ભારતની 5મી મહિલા બોક્સર બની
*✔️નિખત ઝરીન*
*✔️થાઈલેન્ડની જુટેમાસ જિતપોંગને હરાવી*

દેશની પ્રથમ સરકારી હ્યુમન લાઈબ્રેરી ગુજરાતના કયા જિલ્લાની કલેક્ટર ઓફીસ ખાતે ખુલ્લી મુકવામાં આવી
*✔️જૂનાગઢ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/05/2022 થી 26/05/2022🗞️*

વિશ્વનું સૌથી મોટું ઝૂ ક્યાં બની રહ્યું છે
*✔️જામનગર*

ઓસ્ટ્રેલિયામાં નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️એન્થની આલ્બનિઝ*

IT કંપની ઇન્ફોસીસે CEO અને MD તરીકે કોની નિમણૂક કરી
*✔️સલિલ પારેખ*

400 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ ઇવેન્ટમાં 3 મિનિટ 56.40 સેકન્ડ પુરી કરી કોને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઓસ્ટ્રેલિયન સ્વિમર ટીટમસ*

દિલ્હીના નવા ઉપરાજ્યપાલ કોણે બનાવાયા
*✔️વિનયકુમાર*

વડીલો માટે રાજ્યનું પ્રથમ ડે-કેર સેન્ટર ક્યાં શરૂ થયું
*✔️સુરત*

ભારતની 10 લાખ આશાવર્કર સ્વયંસેવિકા બહેનોને WHO દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*✔️ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ*

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં વિશ્વમાં ભારત કયા સ્થાને છે
*✔️54મા*
*✔️પ્રથમ સ્થાને જાપાન, દ્વિતીય અમેરિકા અને ત્રીજા સ્થાને સ્પેન*

હાલમાં ગુજરાત-ઉત્તરપ્રદેશ મૈત્રી દિવસ ક્યાં ઉજવાયો
*✔️લખનઉ*

હાલમાં જાપાનમાં કવાડ બેઠક પૂર્ણ થઈ.ક્વાડનું ફૂલ ફોર્મ શું છે
*✔️ક્વાડ્રિરેટલ સિક્યોરિટી ડાયલોગ*

ગગનયાન મિશન માટે ઈસરોએ હ્યુમન રેટેડ રોકેટવાહકનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાંથી કર્યું
*✔️આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી*

કાશ્મીરના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણના રિપોર્ટિંગથી પુલિત્ઝર એવોર્ડ કોણે મળ્યો
*✔️સના ઈરશાદ*

યુનાનના હેરાક્લિયોનમાં IWF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*✔️હર્ષદા શરદ ગરૂડે*

સોમાલિયામાં નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️હસન શેખ મહમ્મદ*

પ્રોજેક્ટ લાયન હેઠળ કયા ડુંગર પર સિંહોના વસવાટ માટે વધારે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
*✔️પોરબંદર નજીક બરડા ડુંગર*

મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ, 8 મહત્વના નિર્ણય👇🏾
1. નોટબંધી (8 નવેમ્બર, 2016)
2. સર્જીકલ સ્ટ્રાઈક (28-29 સપ્ટેમ્બર, 2016)
3. GST (1 જુલાઈ, 2017)
4. ત્રણ તલાક (1 ઓગસ્ટ, 2019)
5. કલમ 370 (5 ઓગસ્ટ, 2019)
6. CAA (10 જાન્યુઆરી, 2020)
7. સરકારી બેંકોનું મર્જર (1 એપ્રિલ, 2020)
8. કૃષિ કાયદો પાછો ખેંચ્યો (19 નવેમ્બર, 2021)

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-27/05/2022 થી 31/05/2022🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ડ્રોન શો 'ભારત ડ્રોન મહોત્સવ' નો પ્રારંભ ક્યાંથી કર્યો
*✔️દિલ્હીના પ્રગતિ મેદાનમાં*

હાલમાં રાષ્ટ્રીય મેંગો મહોત્સવ ક્યાં યોજાયો
*✔️ગાંધીનગર*

લેખિકા ગીતાંજલી શ્રીને તેમની કઈ હિન્દી નવલકથા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બુકર ઇનામ મેળવનાર પહેલા ભારતીય બન્યા
*✔️ટોમ્બ ઓફ સેન્ડ (રેત સમાધિ)*

હાલમાં કચ્છમાં અબડાસા તાલુકામાં પહેલીવાર લઠેડીમાં પહેલીવાર કઈ દુર્લભ વનસ્પતિ જોવા મળી
*✔️સુડીયો*

હાલમાં દેશમાં કયા સ્થળે સોનાનો સૌથી મોટો ભંડાર મળ્યો
*✔️બિહારના જમુઈ જિલ્લામાં*

મહિલા ટી20 ચેલેન્જમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️સુપરનોવાઝ (કેપ્ટન :-હરમનપ્રીત)*
*✔️વેલોસિટી ટીમને હરાવી*

હાલમાં રશિયાએ અણુ શસ્ત્ર લઈ જઈ શકે તેવી કઈ હાઇપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
*✔️ઝિરકોન*

IPLની સિઝન 15 વર્ષ 2022માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ગુજરાત ટાઈટન્સ*
*✔️રાજસ્થાન રોયલ્સને હરાવ્યું*

31 મેવિશ્વ તમાકુ નિષેધ દિવસ

કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે સરકાર દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને કેટલા રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે
*✔️૱4000*
*✔️5 લાખ સુધી મફત ઈલાજ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/06/2022 થી 03/06/2022🗞️*

*🗂️જૂન મહિનાના દિન વિશેષ🗂️*

●1 જૂનવિશ્વ દૂધ દિવસ

●3 જૂનવિશ્વ સાઈકલ દિવસ

●7 જૂનવિશ્વ ખાદ્ય દિવસ

●8 જૂનવિશ્વ મહાસાગર દિવસ અને વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ

●12 જૂનવિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ

●14 જૂનવિશ્વ રક્તદાન દિવસ

●18 જૂનવિશ્વ પિકનિક દિવસ

●જૂન મહિનાનો ત્રીજો રવિવારફાધર્સ ડે

●20 જૂનવિશ્વ શરણાર્થી દિવસ

●21 જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ (વર્ષનો સૌથી મોટો દિવસ)

●23 જૂનઆંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ

નાણાકીય વર્ષ 2022માં દેશનો આર્થિક વૃદ્ધિદર કેટલા ટકા નોંધાયો
*✔️8.7%*

નાગાલેન્ડ બાદ દેશની બીજી ઈ-વિધાનસભા કયા રાજયમાં બની
*✔️ઉત્તરપ્રદેશ*

કયા દેશના રણમાંથી બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટના પુરાવા મળી આવ્યા
*✔️ઈજિપ્ત*

એશિયા હોકી કપમાં ભારતીય મેન્સ ટીમે કયા દેશની ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો
*✔️જાપાન*

હાલમાં મેક્સિકોમાં આવેલ વાવાઝોડું
*✔️અગાથા*

તાજેતરમાં સ્વદેશી બનાવટના કયા હેલિકોપ્ટરનો ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું
*✔️એએચએલ એમકે 3*

તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશને જોડતી ત્રીજી કઈ ટ્રેન શરૂ કરવામાં આવી
*✔️મિતાલી એક્સપ્રેસ*

દેશમાં હવે દરેક ધ્વજ કયા કાપડનો હશે અને મશીન દ્વારા જ તૈયાર થશે
*✔️પોલીયેસ્ટર*

હાલમાં પંડિત ભજન સોપોરીનું નિધન થયું.તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા
*✔️સંતૂરવાદક*
*✔️તેઓ સેન્ટ ઓફ સંતૂર તરીકે જાણીતા હતા*

3 જૂન વિશ્વ સાઈકલ દિવસની આ વર્ષની થીમ શું છે
*✔️પર્યાવરણ અને પ્રદુષણ ઘટાડો*

કઈ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે
*✔️પ્રધાનમંત્રી કિસાન યોજના*

માછીમારો અને મત્સ્ય પાલક ખેડૂતોના આર્થિક હિત માટે સમર્પિત કઈ યોજના છે
*✔️પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના*

કઈ યોજના હેઠળ નોંધાયેલા નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને લઘુત્તમ ૱3000 મળે છે
*✔️પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના*

💥💥
*📚ધોરણ :- 11 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક પરીક્ષાલક્ષી મહત્વના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ📚*

●પેરપેરવી, તજવીજ, વ્યવસ્થા
●થાનકસ્થાન
●કૌતુકબુદ્ધિકુતૂહલ જાગ્રત કરે એવી બુદ્ધિ
●માનિનીસ્વમાની સ્ત્રી
●પેંગડાઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં
●પલાણઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક
●અણવટસ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું
●વીંછિયાપગની આંગળીનું ઘરેણું
●આભરણઅલંકાર, આભૂષણ, શણગાર
●શ્યામાજુવાન સ્ત્રી
●અભ્રવાદળ
●બેરખાબેરખી, કાંડા ઉપર પહેરવાનું ઘરેણું
●કભાયઓઢો અંગરખા જેવું એક વસ્ત્ર
●સ્વસ્તિકલ્યાણકારી
●તકરારઝઘડો, કજિયો, ટંટો
●ઓવરોકિનારો
●ભૂરમૂર્ખ, લુચ્ચું
●પોલકુંસ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર
●પોઢણશયન
●મતીરાંચિભડાં
●ટાંપનજર
●વરાંપ્રસંગો
●વિહગયુગ્મપંખીનું જોડું
●રમણવિલાસ, ક્રીડા
●વિટપડાળી
●આવલીહાર, પંક્તિ
●શુચિશુદ્ધ, પવિત્ર
●મુદિતઆનંદિત
●પ્રદોષસંધ્યાકાળ
●જવનિકાપડદો
●યામિનીરાત્રી
●પરિરંભઆલિંગન
●ગાત્રઅંગ
●રુજપીડા, વેદના
●આત્મશ્લાઘાઆપવખાણ, પોતે જ પોતાના વખાણ કરવા
●ગમાણઢોરને નીરણ નીરવા માટે બાંધેલી જગ્યા
●સિલકબાકી વધેલી રકમ
●કૃતાંતયમ, કાળ, મૃત્યુ
●દીપ્તિપ્રકાશ
●દર્પઅભિમાન
●અસિતલવાર, ખડગ
●ભૂપરાજા
●કુઠારકુહાડો, ફરસી
●પછીતઘરની પાછલી ભીંત
●ઘરવખરીઘરને લગતો સરસામાન
●અંતરસપાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે
●મજહબધર્મ
●મતુંસહી
●શિરાવવુંસવારનો નાસ્તો કરવો


*રૂઢિપ્રયોગ*
■નસેનસમાં ઉતરી જવુંજીવનમાં વણાઈ જવું
■પુરાણ નીકળવુંએક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી
■આકુળવ્યાકુળ થવુંખૂબ ગભરાઈ જવું
■બાર વગાડી દેવાસામે વાળાનું આવી બનવું, આફતરૂપ બનવું
■વાત પકડાઈ જવીસત્યનો ખ્યાલ આવી જવો
■પોબારા ગણી જવુંનાસી જવું
■પાશેરામાં પહેલી પૂણીતદ્દન શરૂઆત
■વાત ઉડાવી દેવીનિરાંત કે શાંતિ થવી
■વગે કરવુંવ્યવસ્થિત કરવું
■મનોરથ મનમાં રહી જવોમનની ધારણા-મુરાદ પુરી ન થવી
■પ્રાણ નિચોવવાખૂબ પરિશ્રમ કરવો
■ભાજીમૂળા માનવાવાતને સરળ જાણવી
■જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવાંજીવવાની આશા ન હોવી
■ધનોત-પનોત નીકળી જવુંસર્વશ્વ નાશ પામવું
■મોઢાં ચડી જવાંરિસાઈ જવું
■હદયનો કૂચો કરી નાખવોલાગણીઓ કચડી નાખવી
■છેલ્લે પાટલે બેસવુંઆત્યંતિક નિર્ણય લેવો

💥💥
❤️❤️👌👌👌
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04/06/2022 થી 08/06/2022🗞️*

પોલેન્ડમાં જામનગરના કયા પૂર્વ રાજવીનું નામ એક ટ્રામને આપવામાં આવ્યું
*✔️જામ દિગ્વિજયસિંહ*

વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સરકારના સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ એપ મારફતે e-FIR કરવાનો નિર્ણય કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો
*✔️ગૃહ વિભાગ*

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યના બિનવન વિસ્તારમાં કરવામાં આવેલી 5મી વૃક્ષ ગણતરીના રિપોર્ટ અનુસાર કયા જિલ્લામાં પ્રતિ હેકટર સૌથી વધુ વૃક્ષો આવેલા છે
*✔️આણંદ જિલ્લામાં પ્રતિ હેક્ટર 71.44 વૃક્ષ*
*✔️સુરેન્દ્રનગર પ્રતિ હેક્ટર 4.50 વૃક્ષ સાથે સાવ નીચે*
*✔️ગુજરાતમાં ગ્રીન કવર 11.52%, દેશમાં 24.16%*
*✔️રાજ્યમાં 39.75 કરોડ વૃક્ષો*

રજીસ્ટ્રાર જનરલના રિપોર્ટ મુજબ દેશમાં દર કેટલા નવજાત શિશુ પૈકી તેના પ્રથમ જન્મ દિવસ અગાઉ મૃત્યુને ભેટે છે
*✔️36*

ભારતીય નૌકાદળે હાઈસ્પીડ મિસાઈલ કયા બે વહાણને 32 વર્ષ સેવા પછી નિવૃત્ત કર્યા
*✔️INS નિશાંક અને INS અક્ષય*

હાલમાં ફ્રેન્ચ ઓપન મેન્સ ટાઈટલ કોણે જીત્યું
*✔️સ્પેનના રાફેલ નડાલે 14મી વખત જીત્યું*
*✔️નોર્વેના કેસ્પર રુડને હરાવ્યો*

22મો આઈફા એવોર્ડ ક્યાં યોજાયો
*✔️અબુધાબી*
*✔️શ્રેષ્ઠ ફિલ્મ :- શેરશાહ*
*✔️બેસ્ટ એક્ટર :- વિકી કૌશલ (ફિલ્મ સરદાર ઉધમસિંહ માટે)*
*✔️બેસ્ટ એક્ટ્રેસ :- ક્રિતી સેનોન (ફિલ્મ મિમિ માટે)*

ઓબીસી-ઈબીસી-વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવી
*✔️યશસ્વી*
*✔️ફૂલ ફોર્મ :- યંગ એચિવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા ફોર ઓબીસી એન્ડ અધર્સ*

તાજેતરમાં ભારતે પરમાણુ હુમલો કરવા સક્ષમ કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️અગ્નિ-4*
*✔️ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર સફળ પરીક્ષણ કર્યું*
*✔️આ મિસાઈલની મારક ક્ષમતા 4000 કિમી છે*

દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય લૉ યુનિવર્સિટી ક્યાં બનાવાશે
*✔️ગોવા*

વિશ્વબેન્કના નવા માપદંડો અનુસાર હવે પ્રતિદિન કેટલા રૂપિયાથી ઓછી આવક વાળા હવે ગરીબ મનાશે
*✔️૱167*
*✔️હાલ 147 ૱ થી ઓછી આવક ધરાવનાર ગરીબ મનાય છે*

2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શરૂ કરેલી સ્માર્ટ વિલેજ યોજના પુરસ્કારની રકમ 1 કરોડથી ઘટાડીને કેટલી કરવામાં આવી
*✔️૱ 5 લાખ*

યેલ સેન્ટર ફોર એનવાયરમેન્ટલ લૉ એન્ડ પોલિસી અને કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઇન્ફોર્મેશન નેટવર્કના પ્રકાશિત 2022 પર્યાવરણ પ્રદર્શન ઇન્ડેક્સમાં 180 દેશોમાંથી કયો દેશ ટોચ પર છે
*✔️ડેન્માર્ક*

💥💥