સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥CURRENT🔥~*

*~🗞👇🏾Newspaper Current👇🏾🗞~*

*~🗞Date:-1 એપ્રિલથી 8 એપ્રિલ🗞~*

*●હદયમોહિનીજીને બ્રહ્માકુમારિઝના નવા મુખ્ય સંચાલિકા બનાવાયા.*

*●અમેરિકાના યુજીનમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ 2021ના સ્થાને 2022માં યોજાશે.*

*●અયોધ્યામાં આવું હશે રામમંદિર👇🏾*
*મંદિરની પહોળાઈ :- 145 ફૂટ, લંબાઈ:-270 ફૂટ, ઊંચાઈ:- 141 ફૂટ*
*દેવી-દેવતાઓથી કંડારેલા 250 પિલરો હશે, મંદિરનું પ્રાંગણ એકસાથે 5000 લોકોને સમાવી શકશે, ગૂઢ મંડપ અને નૃત્ય મંડપ એમ બે શિખર હશે.*

*●રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ દરેક લાભાર્થીને વિનામૂલ્યે અન્ન વિતરણ*

*●જમ્મુ કાશ્મીરમાં ડોમિસાઈલ (નિવાસ) નિયમોમાં ફેરફાર કર્યો*
*જમ્મુ કાશ્મીર કાયદાની કલમ 138ને બદલવામાં આવી, 15 વર્ષ સુધી નિવાસ કરનારા ડોમિસાઈલ મનાશે.*

*●કોરોનારહિત દેશ તુર્કમેનિસ્તાનમાં કોરોના વાઈરસ શબ્દ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.*

*●સ્ટાર વોર્સ ફિલ્મના અભિનેતા એન્ડ્રુ જેકનું કોરોનાના કારણે નિધન.*

*●સરકારે 'આરોગ્ય સેતુ' એપ લોન્ચ કરી છે.આ એપ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને એલર્ટ મોકલશે.*

*●ક્રિકેટને ડકવર્થ-લુઈસ નિયમ આપનાર ટોની લુઈસનું નિધન.*
*ICCએ 1999માં નિયમ લાગુ કર્યો હતો.*

*●ઈઝરાયેલના આરોગ્યમંત્રી યાકોવ વિત્ઝમેન કોરોના સંક્રમિત*

*●સુવર્ણ મંદિરના પૂર્વ હઝૂરી રાગી પદ્મશ્રી નિર્મલસિંહ ખાલસાનું કોરોનાથી નિધન*

*●વિદેશી હૂંડિયામણની બાબતમાં ભારત વિશ્વના ટોપ-10 દેશોમાં 8મા ક્રમ પર*

*●કોરોનાનો સામનો કરવા વર્લ્ડ બેંકે ભારત માટે 1 અબજ ડોલરના ફંડને મંજૂરી આપી.*

*●હલ્દીરામ ભુજીયાવાલાના માલિક મહેશ અગ્રવાલનું નિધન*

*●7 એપ્રિલવર્લ્ડ હેલ્થ ડે*

*●દેશમાં અમદાવાદ સ્માર્ટ સીટી નંબર વન બન્યું.*

*●વિશ્વના ધનિકોમાં મુકેશ અંબાણી 17મા ક્રમે*
*જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક*

*●જાપાને કટોકટી જાહેર કરી.*

*●બોન્ડ ફિલ્મ 'ગોલ્ડ ફિંગર' ના હિરોઈન હોનર બ્લેકમેનનું નિધન*

*●ચીનમાં 30 ડિસેમ્બરે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.*

*●ભારતીય વિદેશ સેવાના અધિકારી અનુરાગ શ્રીવાસ્તવ વિદેશ મંત્રાલયના પ્રવક્તા બન્યા.*

*●ઓડિશામાં માસ્ક ફરજિયાત, આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.*

*●કોરોનાની કામગીરીમાં સરકારી કર્મચારીનું ચેપથી મોત થાય તો 25 લાખની સહાય*

*●ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન છે ત્યારે ત્યાંના આરોગ્યમંત્રી ડેવિડ ક્લાર્કે સમુદ્રકાંઠાની પરિવાર સાથે મુલાકાત લેતા મંત્રી પદ પરથી હટાવીને નીચલી પાયરીએ ઉતારી દેવાયા.*

*●છેલ્લા 50 વર્ષથી યુ.એસ.માં ઇન્ડિયા એબ્રોડ અખબાર પ્રકાશિત થતું હતું. તાજેતરમાં કોરોના વાઈરસને કારણે આ અખબારનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું છે.*
*તેની સ્થાપના 1970માં ભારતીય-અમેરિકન પ્રકાશક ગોપાલ રાજુ દ્વારા કરવામાં આવી હતી.*

*●ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો વૃદ્ધિદર 2% કર્યો છે. અગાઉ ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2020-21માં 5.1% વૃદ્ધિદર થવાનો અંદાજ મુક્યો હતો.*

*●ડોમેસ્ટિક રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઇન્ડ-રા)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2020-21 માટે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) અંદાજ 3.6% છે.અગાઉ અંદાજ હતો કે ભારત 5.5% ની વૃદ્ધિ કરશે.વૃદ્ધિદરમાં આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ કોવિડ-19 છે.*

*●વર્લ્ડ બેંકે તાજેતરમાં 'ઈસ્ટ એશિયા એન્ડ પેસિફિક ઇન ટાઈમ ઓફ કોવિડ-19' નામનો એક અહેવાલ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે કોરોના વાઈરસના કારણે પૂર્વ એશિયા અને પેસિફિકના લગભગ 11 મિલિયન લોકો ગરીબીથી પ્રભાવિત થઈ શકે છે.*

*●ભારત સરકારે 2020-21ના પહેલા ક્વાર્ટરમાં વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું યોજના 8.4%થી ઘટાડી 6.6% , PPF માં 1.1% , પાંચ વર્ષના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર માટેનો વ્યાજદર 8.8% નક્કી કરવામાં આવ્યો છે.*

*●1 એપ્રિલ, 2020ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ જાહેરાત કરી હતી કે નવેમ્બર 2020માં ગ્લાસગોમાં યોજાનારી COP-26 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે.*

*●ભારત અને ચીને કોવિડ-19 રોગચાળાને કારણે તેમના રાજદ્વારી સબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી માટે નિર્ધારિત તમામ ઇવેન્ટ્સ મુલતવી રાખી છે.*

*●પુણે સ્થિત માયલાબ ડિસ્કવરીની સંશોધન અને વિકાસ ટીમે કોવિડ-19 રોગ માટે પ્રથમ વખત ભારતમાં ઉત્પાદિત એક ટેસ્ટ કીટ વિકસાવી છે.તે પહેલી સ્વદેશી કીટ છે જેને 'પેથો ડિટેકટ' નામ આપવામાં આવ્યું છે.*

*●કોવિડ-19 રોગચાળાને દૂર કરવા માટેના ઉપાય શોધવા માટે 'હેક ધ ક્રાઇસીસ- ભારત' નામે હેકથોન શરૂ કરવામાં આવ્યો છે. આ હેકાથોનનું આયોજન 'હેક એ કોઝ-ઇન્ડિયા' અને 'ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન પુણે' દ્વારા કરવામાં આવી રહ્યું છે.*

*●પર્યટન મંત્રાલયે વિદેશી પર્યટકોને સહાય આપવા માટે પોર્ટલ 'સ્ટ્રેન્ડ ઇન ઇન્ડિયા' શરૂ કર્યું છે.*

*●ભારતીય વાયુસેનાના હરક્યુલસ વિમાન દ્વારા તાજેતરમાં માલદીવને કોવિડ-19નો સામનો કરવા સહાય તરીકે આશરે 6.2 ટન આવ
શ્યક દવાઓ પુરી પાડવામાં આવી છે.*

*●તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ સંચાલિત નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે 'આરોગ્ય સેતુ' એપ્લિકેશન વિકસાવી છે.*

*●કેન્દ્રીય કૃષિમંત્રીએ લોકડાઉન વચ્ચે રાષ્ટ્રીય કૃષિ બજાર (NAM) પ્લેટફોર્મની નવી સુવિધાઓ શરૂ કરી છે.*

*●ઝારખંડ સરકારે લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ પહોંચાડવા માટે કામ કરતા લોકોને ઇ-પાસ ઇશ્યુ કરવા માટે 'pragyaam' નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે.*


💥રણધીર💥
*સામાન્ય જ્ઞાન*

ઋગ્વેદમાં એક હજારથી વધુ ઋચાઓ આવેલી છે.ઋચાઓના સમૂહને શું કહેવાય છે
*સૂકત*

યુદ્ધના દેવતા કોણ છે
*ઇન્દ્ર*

હાલના પંજાબની આજુબાજુનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતો હતો
*સપ્તસિંધુ*

ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે
*ઉષ્ણકટિબંધ*

દીવાસળીની પેટી કયા વૃક્ષના લાકડામાંથી બને છે
*શિમળાના*

કયા વૃક્ષના લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી
*સાલના*

દરિયાના પાણીના શુદ્ધિકરણમાં કયું ખનિજ વપરાય છે
*ડોલોમાઈટ*

શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં કયું ખનિજ વપરાય છે
*અકીક*

સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં કયું ખનિજ વપરાય છે
*સીસું*

ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*બનાસકાંઠા*

ટાઇલ્સનો ઉદ્યોગ ગુજરાતમાં ક્યાં વિકસ્યો છે
*મોરબી*

પહાડી વિસ્તારોમાં કયા પ્રકારના રેલમાર્ગનો ઉપયોગ વધુ થાય છે
*નૅરોગેજ*

બોધિગયા એટલે આજનું
*બિહાર*

ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે
*અખાત્રીજ*

મગધ એટલે આજનું
*બિહાર*

ઓડિશાનું પ્રાચીન નામ
*કલિંગ*

પ્રયાગ એટલે હાલનું
*અલાહાબાદ*

અયોધ્યાનું પ્રાચીન નામ
*સાકેત*

ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કોનીક સાથે થયા હતા
*લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે*

પેગ્વિન ભૂમિ તરીકે કયા ખંડને ઓળખવામાં આવે છે
*એન્ટાર્કટિકા ખંડ*

એન્ટાર્કટિકા ખંડમાં પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ
*ઇ.સ.1772માં ,કેપ્ટન જેમ્સ કૂક*

સૌપ્રથમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વ્યક્તિ
*રોનાલ્ડ એમુન્ડસન(નોર્વે)*

ઓસ્ટ્રેલિયાનો શોધક
*કેપ્ટન જેમ્સ કૂક*

ઓસ્ટ્રેલિયા તેવું નામ આપનાર
*ફ્લિન્ડર્સ*

વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ
*બ્રોકન હિલ*
*~🔥NEWSPAPER CURRENT🔥~*

*~👇🏾🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશમાંથી🗞👇🏾~*

*~Date:-9 એપ્રિલથી 15 એપ્રિલ~*

*●રામજન્મભૂમિ તીર્થક્ષેત્રનો લોગો જાહેર કરવામાં આવ્યો.*
*તેમાં રામલલ્લાને દર્શાવાયા છે અને આજુબાજુ લાલ, પીળા રંગની લહેરો દર્શાવાઇ છે.*
*તેની નીચે ~'રામો વિગ્રહવાન ધર્મ'~ એવું લખેલું છે.*

*●ટ્વિટરના ceo જેક ડોર્સી તેની સંપત્તિના 28% હિસ્સો એટલે કે 7500 કરોડ રૂપિયા કોરોના સામેના જંગમાં સ્ટાર્ટ સ્મોલ ફાઉન્ડેશનને દાન કરશે.*

*●FIH ઈન્ડોર હોકી વર્લ્ડકપના છઠ્ઠી સિઝનની યજમાની બેલ્જિયમને મળી, 2021માં રમાશે, 24 ટીમો સામેલ*

*●ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને વિઝડન લિડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડનો એવોર્ડ મળ્યો.*
*ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી બેસ્ટ મહિલા ક્રિકેટર*
*વેસ્ટઈન્ડિઝનો રસેલ બેસ્ટ ટી-20 પ્લેયર*

*●મહારાષ્ટ્રમાં સારી (સીવીયર્સી એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ) નામની બીમારી ફેલાઈ, 10 જણાનો ભોગ લીધો.*

*●કેન્દ્ર સરકારે રાજ્યો માટે 15 હજાર કરોડ રૂપિયાનું ~'કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેડનેસ પેકેજ'~ મંજુર કર્યું.*

*●રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણમાં સુગ્રીવની ભૂમિકા ભજવનારા અભિનેતા શ્યામ સુંદર કાલાનીનું નિધન.*

*●સેનેટાઈઝ ટનલ ધરાવતું દેશનું પ્રથમ રેલવે સ્ટેશન અમદાવાદમાં*

*●વર્લ્ડ બેંકના અંદાજ મુજબ ભારતનો GDP 1.5 થી 2.8% રહેવાનું અનુમાન*

*●બાંગ્લાદેશના સંસ્થાપક તેમજ સ્વતંત્રતા સેનાની શેખ મુજીબર્ર રહેમાનની હત્યાના દોષિતોમાંના એક અબ્દુલ માજિદને ફાંસી*

*●બ્રિટનના લેજન્ડરી ફોર્મ્યુલા વન કાર રેસર સ્ટર્લિંગ મોસનું અવસાન*

*●14 એપ્રિલ ડૉ.બાબાસાહેબ આંબેડકરની 129મી જન્મજયંતિ*

*●કોરોનાથી અમેરિકાના જાણીતા ગણિતશાસ્ત્રી જોન કોનવેનું નિધન*
*તેમને ગણિતશાસ્ત્રમાં 'ગેમ ઓફ લાઈફ' થિયરી પર નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.*

*●રશિયામાં એક જ દિવસમાં કોરોનાના 2558 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક છે.*

*●ચામાચીડિયામાં વધુ એક વાઈરસ દેખાયો, ICMR એ બેટ કોરોના નામ આપ્યું.*

*●ભારત અમેરિકા પાસેથી બોઈંગ હાર્પૂન મિસાઈલ અને એન્ટી સબમરીન ટોર્પિડો ખરીદશે.*

*●આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વરદકર ખુદ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરશે.*

*●છત્તીસગઢના એન્જીયરિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થી યોગેશ સાહુએ ઈન્ટરનેટથી ઓપરેટ થાય એવો રોબોટ બનાવ્યો.*

*●આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વડા ક્રિસ્ટીલીના જ્યોર્જીવાએ તાજેતરમાં જ RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને અન્ય 11 નિષ્ણાતોને તેના બાહ્ય સલાહકાર જૂથમાં ઉમેર્યા છે.આ જૂથ કોરોના વાઈરસ રોગચાળાને લીધે વિશ્વના સામે સર્જાયેલા પડકારો અંગે પણ વિશ્લેષણ કરશે.*

*●વડાપ્રધાન શિંજો આબેએ જાપાનના કોવિડ-19ને કાબુમાં લેવા કટોકટી જાહેર કરી.*

*●જો બિડેન યુએસ પ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધ સત્તાવાર ડેમોક્રેટિક ઉમેદવાર બન્યા.*

*●વ્હોટ્સએપ દ્વારા કોરોના અંગે ખોટા મેસેજ ન ફેલાય તે માટે એક મેસેજ એક જ ચેટમાં ફોરવર્ડ કરવાની સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોના વાઈરસ હેલ્થ એલર્ટ સેવા અને ભારત સરકારના સહયોગથી ~MyGov Corona Helpdesk~ ભારતમાં લોન્ચ કર્યું.*

*●કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના મુજબ ભારતે ચીન પાસેથી 1.70 લાખ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ કવચ મેળવ્યા છે.*

*●ભારતીય મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (ICMR) એ શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (SCTIMST) ને કોવિડ-19 સારવાર માટે પ્લાઝમા થેરાપીને મજૂરી આપી છે.*

*●કેન્દ્ર સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત કેન્દ્રો માટે 'ઇન્ડિયા કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ પ્રિપેડનેસ પેકેજ' માટે ૱15,000 કરોડ જાહેર કર્યા છે. આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે જે પેકેજને મંજૂરી આપવામાં આવી છે તે જાન્યુઆરી 2020 થી જૂન 2020, જુલાઈ 2020 થી માર્ચ 2021 અને એપ્રિલ 2021 થી માર્ચ 2024 - ત્રણ તબક્કામાં પુરા પાડવામાં આવશે.*

*●કેબિનેટે તાજેતરમાં 2020-21 અને 2021-22 દરમિયાન MPLADS (MP સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના)ના ભંડોળને અસ્થાયી ધોરણે સ્થગિત કરવાની મંજૂરી આપી છે. આનાથી 7900 કરોડ રૂપિયાની બચત થશે.કેબિનેટે સાંસદોના પગાર, ભથ્થા અને પેંશનને 1 વર્ષ માટે 30% ઘટાડાની પણ મંજૂરી આપી છે.*

*●તમિલનાડુ સરકાર અને IIT મદ્રાસના સહયોગથી કેન્દ્ર સરકારે 'આરોગ્ય સેતુ IVMR' નામની એક ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ શરૂ કરી છે.*

*●9 એપ્રિલ, 2020ના રોજ દિલ્હીના મુખ્ય પ્રધામ અરવિંદ કેજરીવાલે રાજધાની ક્ષેત્રના નિયંત્રણ વિસ્તારોમાં ઓપરેશન શીલ્ડની ઘોષણા કરી.શીલ્ડ એટલે સિલિંગ, હોમ ક્વોરેન્ટાઇન, આઇસોલેશન એન્ડ ટ્રેસિંગ, આવશ્યક સપ્લાય, લોકલ સેનિટેશન અને ડોર-ટુ-ડોર ચેક્સ.*

*●દિલ્હી સરકારે કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના વાઈરસના ફેલાવા સામે લડવાની 5 ટી યોજના ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટીમવર્ક, ટ્રીટમેન્ટ અને ટ્રેકિંગની ઘોષણા કરી.*

*●કેન્દ્ર સરકારે ખુલ્લી બજાર વેચાણ યોજના
માં જરૂરિયાતમંદોને રાંધેલો ખોરાક આપતી NGO અને સેવાભાવી સંસ્થાઓને અનાજ આપવા ભારતીય ફૂડ કોર્પોરેશનને નિર્દેશ આપ્યો છે. ચોખાનો અનામત ભાવ પ્રતિ ક્વિન્ટલ ૱2250 અને ઘઉંનો અનામત ભાવ પ્રતિ ક્વિન્ટલ ૱2135*

💥રણધીર💥
*•File ના કેટલાક મહત્વના Extension.*
-.ext = executable file
-.doc - word document file
-.ppt - Ms power point presentation file
-.xls - Ms excel file
-.hlp - help file
-.jpg - JPEG graphic file
-.bak - bacup data file
*~પ્રખ્યાત સમાધિ સ્થળ~*


*🔥ગાંધી રાજ*
●મહાત્મા ગાંધીરાજઘાટ

*🔥રાજેન્દ્ર મહાન*
●રાજેન્દ્ર પ્રસાદમહાપ્રયાણ ઘાટ

*🔥નહેરુની શાંતિ*
●જવાહરલાલ નહેરુશાંતિવન

*🔥શાસ્ત્રીનો વિજય*
●લાલબહાદુર શાસ્ત્રીવિજયઘાટ

*🔥મોરા અભય*
●મોરારજી દેસાઈઅભય ઘાટ

*🔥બાબા ચૈત્રા*
●બાબાસાહેબ આંબેડકરચૈત્રાભૂમિ

*🔥રામના સમ*
●જગજીવન રામસમતા સ્થળ

*🔥ચરણસિંહ કિસાન*
●ચૌધરી ચરણસિંહકિસાન ઘાટ

*🔥નંદા નારાયણ*
●ગુલઝારીલાલ નંદાનારાયણ ઘાટ

*🔥જેલ એકતા*
●જ્ઞાની ઝૈલસિંહએકતા સ્થળ

*🔥શર્મા કર્મા*
●શંકરદયાળ શર્માકર્મ ભૂમિ

*🔥નારાયણ ઉદય*
●કે.આર.નારાયણઉદય ભૂમિ

*🔥ઇન્દિરાની શક્તિ*
●ઇન્દિરા ગાંધીશક્તિ સ્થળ

*🔥રાજીવ છે વીર*
●રાજીવ ગાંધીવીર ભૂમિ



💥R. K.💥
●સૌપ્રથમ ટી-20 ક્રિકેટ વિશ્વકપનું આયોજન
*દક્ષિણ આફ્રિકા-2007*

●સૌપ્રથમ કોમનવેલ્થ રમતોત્સવ
*હેમિલ્ટન(કેનેડા-1930)*

●સૌપ્રથમ એશિયાડ રમતોત્સવ
*દિલ્હી (ભારત-1951)*

●સૌપ્રથમ શિયાળુ ઓલિમ્પિક
*1924 (ચેમોનિક્ષ-ફ્રાન્સ)*

●પ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ
*બેંગ્લોર (કર્ણાટક-1997)*

●પ્રથમ વિશ્વકપ ફૂટબોલ
*1930 (ઉરૂગ્વે)*

●સૌપ્રથમ હોકી વિશ્વકપનું આયોજન
*સ્પેન (1971)*

●પ્રથમ સાફ રમતોત્સવ
*કાઠમંડુ (નેપાળ-1984)*

💥R. K💥
*~🔥NEWSPAPER CURRENT🔥~*

*🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશમાંથી🗞*

*~Date:-16 એપ્રિલથી 22 એપ્રિલ, 2020~*

*●દુબઈની એમીરેટ્સ એરલાઈન્સ વિમાનમાં સવાર થયા પહેલા પ્રવાસીઓને કોવિડ-19 માટે રેપીડ ટેસ્ટ કરાવનારી દુનિયાની પહેલી એરલાઈન્સ બની.*

*●કોરોના વાઈરસના કેર વચ્ચે દક્ષિણ કોરિયામાં સંસદીય ચૂંટણી યોજાઈ, 62.2% વોટિંગ થયું.*

*●ભારતનું સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવવામાં અમદાવાદ ખાતે આવેલી અટીરા સફળ*

*●કેન્દ્રએ કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં સરળતા માટે કિસાન રથ મોબાઈલ એપ લોન્ચ કરી.*

*●નાસાની જેસિકા મીર, એન્ડ્રુ મોર્ગન અને રશિયન એજન્સી રોસ કોસમોસના ઓલેગ સ્ક્રીપોચકા 200 દિવસ પછી અવકાશમાંથી પાછા ફર્યા.*

*●18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે*

*●RBI એ રિવર્સ રેપોરેટ 0.25% ઘટાડી 3.75% કર્યો.*

*●જાપાન દેશના દરેક નાગરિકને 1 લાખ યેન આપશે.*

*●ઈંગ્લેન્ડના 1966ના ફુટબોલ વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય નોર્મન હંટરનું નિધન*

*●RBI ૱20નો સિક્કો બહાર પાડશે.*
*વજન:- 8.54 ગ્રામ, 12 ખૂણા હશે, સિક્કાનો બહારનો વ્યાસ 27 મિમી હશે, સિક્કાના મુખ્ય ભાગમાં કૃષિ પ્રધાન દેશ બતાવવા અનાજ દર્શાવવામાં આવ્યું છે.*

*●કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વિશ્વ વારસા દિને નેશનલ લિસ્ટ ઓફ ધ ઇન્ટેલિજન્સ કલ્ચરલ હેરિટેજ ઓફ ધ ઇન્ટેલિજન્સ 101 ની યાદી જાહેર કરાઈ. આ યાદીમાં ગુજરાતમાંથી પાટણનું પટોળુ, સંખેડાનું લાકડાનું કામ તેમજ રાઠવા ઘેરનો સમાવેશ કરાયો.*

*●ગોવા પહેલું કોરોનામુક્ત રાજ્ય બન્યું.*

*●જગવિખ્યાત કાર્ટૂન સિરીઝ ટોમ એન્ડ જેરીના ડિરેક્ટર જિન ડાઈચનું નિધન. 'મુનરો' ફિલ્મ માટે ઓસ્કર મળ્યો હતો.*

*●BMW ગ્રુપ ઇન્ડિયાના CEO રુદ્ર તેજસિંહનું નિધન*

*●ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથના પિતા આનંદ બિષ્ટનું નિધન*

*●22 એપ્રિલઅર્થ ડે, શરૂઆત કરનારડેનિસ હેસ, 22 એપ્રિલ, 1970 પ્રથમ અર્થ ડે નું આયોજન કર્યું હતું.*

*●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશને આઈ લીગની હાલની સિઝનની બાકી રહેલી મેચો કોરોના વાઈરસના કારણે રદ કરી, મોહન બાગાન ટીમને ચેમ્પિયન જાહેર કરી.*

*●ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ કોમામાં, તેમની બહેન કિમ યો જોંગ કમાન સંભાળશે.*

*●ઈવ વિકલીના પત્રકાર ગુલશન ઈવનું કોરોનાથી નિધન*

*●23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ*

*●ગૂગલે તાજેતરમાં તેની ફ્લેગશીપ એપ્લિકેશન ગૂગલ પે હેઠળ એક નવી સુવિધા શરૂ કરી છે, જેનું નામ 'નિયર બાય સ્પોટ' છે.આ સુવિધા વપરાશકર્તાઓને જરૂરી વસ્તુઓ વેચતા સ્થાનિક સ્ટોર્સ શોધવા અને લોકડાઉનમાં આ દુકાનો ક્યારે ખુલ્લી છે તે તપાસવામાં મદદ કરે છે.*

*●દુબઈની એર કેરિયર એમિરેટ્સે દુબઈથી રવાના થતા મુસાફરો માટે વિશ્વની પ્રથમ 10 મિનિટમાં પરીક્ષણ પરિણામ આપતા કોરોના વાઈરસ બ્લડ ટેસ્ટ શરૂ કર્યા.*

*●ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે તાજેતરમાં જ નાણાકીય વર્ષ 2020-21ના ભારતના વિકાસના અંદાજોની આગાહી કરી છે. જેમાં ભારતના GDP વૃદ્ધિના અંદાજને અગાઉના 3.5%ના અંદાજથી ઘટાડીને 1.8% કર્યો છે.*

*●નાણાં મંત્રાલયની સૂચના મુજબ ભારત સરકારે RBI સાથે પરામર્શ કર્યા પછી સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. બોન્ડ એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી છ સપ્તાહમાં આપવામાં આવશે. બોન્ડમાં વ્યક્તિ માટે લઘુત્તમ જથ્થો 1 ગ્રામ છે જ્યારે મહત્તમ જથ્થો 4 કિલો છે.*

*●તાજેતરમાં ગૃહ મંત્રાલય હેઠળ સંચાલિત સાયબર કો-ઓર્ડિનેશન સેન્ટર (સાયકોર્ડ)એ ઝૂમ એપ્લિકેશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.*

*●ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ પેરા સીટામોલના નિર્માણ અને સૂચિત ડોઝ સંયોજનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો.*

*●તાજેતરમાં દિલ્હી સરકારે ડોર-ટુ-ડોર સરવે કરવા માટે કોવિડ-19 નિયંત્રણ ક્ષેત્રમાં 'ઓસેસ કોરોના' એપ્લિકેશન શરૂ કરી.*

*●પંજાબ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રોપરના સંશોધનકારોએ 'વોર્ડબોટ' નામનો રોબોટ તૈયાર કર્યો છે. જે કોવિડ-19 દર્દીઓને વોર્ડમાં તબીબી સ્ટાફ વિના દવાઓ અને ખોરાક પહોંચાડી શકે છે.*

*●કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તાજેતરમાં કૃષિ ચીજવસ્તુઓની મફત આંતરરાજ્ય વેચાણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ કરવા એક કોલ સેન્ટર 'ઓલ ઇન્ડિયા એગ્રી ટ્રાન્સપોર્ટ કોલ સેન્ટર'ની સ્થાપના કરી છે.*


💥રણધીર💥
*●શોધ અને શોધક●*

●ફેસબુકમાર્ક ઝુકરબર્ગ

●વિકિપીડિયાજિમ્મી વેલ્સ

●G-mailપૌલ બુશીટ

●સ્કાઈપનિકલાસ ઝેનસ્ટ્રોમ
*◆વાવના પ્રકાર◆*

●નંદાએક બાજુથી ઉતરવા માટેના પગથિયાં

●ભદ્રાબે બાજુથી ઉતરવા માટેના પગથિયાં

●જયાત્રણ બાજુથી ઉતરવા માટેના પગથિયાં

●વિજયાચાર બાજુથી ઉતરવા માટેના પગથિયાં

💥💥
*◆રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામો:-*

તેમણે સાહિત્યસર્જન કરવાની શરૂઆત *'જાત્રાળુ'* નામથી કરી.

વાર્તા લખવા માટે *'દ્વિરેફ'* નામ ધારણ કર્યું.

કવિતા લખવા માટે *'શેષ'* નામ ધારણ કર્યું.

નિબંધ લખવા માટે *'સ્વૈર વિહારી'* નામ ધારણ કર્યું.

💥R.K💥
*●ગ્રહ●*

●એવા ગ્રહો કે જે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય તેમને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.

●જેઓ મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે.

●બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે.

●આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ હોય છે.

●આ ગ્રહોને ઓછી સંખ્યામાં કુદરતી ઉપગ્રહો હોય છે અને તેઓ પાતળું વાતાવરણ ધરાવે છે.

💥💥
*🛥️ભારતીય નેવી દ્વારા થતા સૈન્ય અભ્યાસ🛥️*

●ભારત-અમેરિકાસાલ્વેક્ષ

●ભારત-યુ.કેકોંકણ

●ભારત-રશિયાઇન્દ્ર

●ભારત-ઇન્ડોનેશિયાCORPAT

●હિંદ મહાસાગરમાં થતો બહુરાષ્ટ્રીય નૌકા સૈન્ય અભ્યાસમિલન

●ભારત-જાપાન-અમેરિકામાલાબાર

●ભારત-બ્રાઝીલ-સાઉથ આફ્રિકાIBSAMAR

●ભારત-ફ્રાન્સવરૂણ

●ભારત-સિંગાપુરSIMBEX

💥💥
*📗જાહેર વહીવટ📗*

◆જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર
*વુડ્રો વિલ્સન*

◆એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે
*લેટિન*

◆વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે
*રાજ્યના ઉત્પત્તિકાળથી*

◆"સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ છે."- આ કથન કોનું છે
*હાર્વે વૉકર*

◆જાહેર વહીવટ એ બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
*લ્યુથર ગુલીક*

◆"જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક
*વુડ્રો વિલ્સન*

◆"જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક કર્મચારી છે."- આ વિધાન કોનું છે
*ટીડ આર્ડવે*

◆જાહેર વહીવટ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
*અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનવ નૃવંશશાસ્ત્ર*

◆જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય કયું છે
*પ્રજાનું કલ્યાણ કરવાનું*

◆સંકુચિત અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે
*કારોબારી*

◆"અધિકૃત સત્તાઓ જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે
*એલ.ડી.વ્હાઇટ*

◆સંચાલકીય દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર
*લ્યુથર ગ્યુલિક*

◆પ્રો.વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા
*રાજ્યશાસ્ત્ર*

◆'જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક
*એલ.ડી.વ્હાઈટ*

◆'જાહેર વહીવટના તત્વો'- એ પુસ્તકના લેખક
*એફ.એમ.માર્ક્સ*

◆'કારોબારીના કાર્યો'- એ પુસ્તકના લેખક
*ચેસ્ટર બર્નાડ*

◆મીનોબ્રોક કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી
*અમેરિકા*

◆ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ થયો
*1991થી*

◆જાહેર વહીવટનો એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો
*રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે*

◆જાહેર વહીવટના સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા
*હર્બર્ટ સાયમન*

◆'વહીવટી રાજ્ય : અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક
*ડિવાઈટ વાલ્ડો*

◆'પોસ્ડકોર્બ' દ્રષ્ટિકોણ શેની ઉપેક્ષા કરે છે
*માનવતત્વની*

◆"નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે
*મીનોબ્રોક પરિષદ સાથે*

◆જાહેર વહીવટ એક કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય છે."
*હરમન ફાઈનર, પ્રો.મોરિસ અને પ્રોકોહન*

◆જાહેર વહીવટ પર્યાવરણથી પ્રભાવિત છે એમ કોણે કહ્યું
*ફ્રેડરીક રિગ્સ*

◆સામાન્ય અને ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે
*હેન્રી ફેયોલ*

◆પ્રો.જોસેફ સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે
*ચાર*

◆જાહેર વહીવટ આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું
*એલ.ડી.વ્હાઈટ*

◆'જાહેર વહીવટ ન હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું
*પોલ એપલીબી*

◆જાહેર વહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો
*અમેરિકા*

◆ભારતમાં કયા વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું
*લખનઉ વિશ્વ વિદ્યાલય*

◆ગુજરાતમાં કયા વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું
*દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*

◆વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે
*ફ્રેડરીક વિન્સલો ટેઈલર*

◆જાહેર વહીવટ ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે
*લાલ પટ્ટીવાદ*

◆જાહેર વહીવટ ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે
*ઈજરાશાહી*

◆જાહેર વહીવટ ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો
*1887*

◆'વહીવટી વિજ્ઞાન ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા
*લ્યુથર ગુલીક અને ઉરવીક*


💥રણધીર💥
*📝આમુખ📝*

*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*

*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*

➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*

➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*

➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*

➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*

➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*

➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*

➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*

➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.

*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*

➡️"આમુખ એ બંધારણનું હદય છે." *ઠાકુરદાસ ભાર્ગવ*

➡️"આમુખ રાજકીય કુંડળી છે." *કનૈયાલાલ મુનશી*

➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." *એન.એ.પાલકીવાલા*

➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." *ક્રિષ્નાસ્વામી ઐયર*

➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." *એમ.હિદાયતુલ્લા*

💥R.K💥
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*

◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો
*અમેરિકા*

◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા
*હેન્રી ટોવેન*

◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી
*ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું
*રોબર્ટ હોક્સલી*

◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું
*1886*

◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું
*ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ
*વૈજ્ઞાનિક સંચાલન*

◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો
*ફ્રેન્ચ*

◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો
*ગોર્ને*

◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું
*એફ.એમ.માર્ક્સ*

◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'
*આર્થિક સ્વરૂપનું હતું*

◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે
*સંગઠનના માળખાને*

◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે
*શાસ્ત્રીય*

◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે
*લ્યુથર ગુલીક*

◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો
*શ્રમવિભાજન*

◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો
*ગુલીક અને ઉર્વીક*

◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક
*સાયમન*

◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું
*ફેડરિક વિન્સલો ટેઈલર*

◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક
*જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*

◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર
*મેરીપાર્કર ફોલેટ*

◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું
*હર્બર્ટ સાયમન*

◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક
*રોથેલીસ બર્ગર અને ડિકન*

◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક
*હર્બર્ટ સાયમન*


💥રણધીર💥
*◆ગરવી ગુજરાતના કેટલાંક તળપદા શબ્દો◆*


●વેંઢારવુંઉપાડવું
●અડવાણાઉઘાડા
●ઉભયબંને પક્ષ
●અક્ષતચોખા
●ચોવટપારકી પંચાત
●કપાણમુશ્કેલી
●ચમરબંધીમોટો માણસ
●ઓશલો કુટવોછાતી કૂટવી
●કપાળે કૂવોવાતવાતમાં રડવું
●ગામડરે જવુંમૃત્યુ પામવું
●વરોપ્રસંગ
●રોંઢોબપોરનું ભોજન
●ઓળીયોલીંપણ
●થડ બાંધવુંવાતની શરૂઆત કરવી
●અંજળ પાણીલેણ-દેણ
●તરભાણુંપૂજા વિધિનું એક પાત્ર
●સોખમણસંકોચ
●મથરાવટીઆબરૂ
●ગાતડીપછેડીની ફાંટ
●લાળીશિયાળનો અવાજ
●દોકડોસિક્કો
●ઝાંઝવાખોટાં પાણી
●સાતાશાંતિ
●મલાજોમર્યાદા
●દંદુડીજીણી પાણીની ધાર
●છકેલોબહેકી ગયેલો
●ઝાડી નાખવુંઠપકો દેવો
●ફાસલોઅંતર
●ફાંસલોશિકાર માટેની જાળ
●ઈમલોતૂટેલા મકાનનો કાટમાળ
●અગન પછેડીબળીને મૃત્યુ પામવું
● દેકારોઘોંઘાટ, મોટો અવાજ
●ઘોંટાવુંસુઈ જવું
●ઈતબારભરોસો
●વાજ આવી જવુંત્રાસી જવું
●થોથાપુસ્તકો (જૂના)
●વીશીભોજનાલય
●ચિતારોચિત્રકાર
●બૂમરેંગએક હથિયાર
●ભોંઠપઝંખવાણા, શરમિંદા

💥રણધીર💥
*◆કેટલાક રૂઢિપ્રયોગો◆*


●આંતરડી કકળવીદુઃખ થવું, વેદના થવી

●આંબા-આંબલી બતાવવાખોટું પ્રલોભન આપવું

●હૈયું પીગળી જવુંદયા આવવી

●સમદરપેટ રાખવુંઉદારતા દાખવવી

●ટાંટિયા ઢીલા પડી જવાબેચેન થઈ જવું

●બલૌયા પહેરવાનામર્દાનગી બતાવવી, કાયરતા દાખવવી

●બારા હાથનું ચીભડું અને તેર હાથનું બીઅશક્ય વસ્તુ

●સવા મણ તેલ છતાં અંધારુંસાધનોની અછત કે ગેરવ્યવસ્થા

●તરણાને તોલે કરવુંગણતરીમાં ન લેવું

●સે પુરવીમુશ્કેલીમાં મદદગાર થવું

●તમાશાને તેડું ન હોયબીજાનું દુઃખ જોઈ આનંદ થવો

●છકી ગયેલોબહેકી ગયેલો

💥રણધીર💥
*●ગુજરાતમાં પાંચવાર રાષ્ટ્રપતિ શાસન અને તે સમયના રાજ્યપાલ યાદ રાખવાની શોર્ટ ટ્રીક●*

*✂️શ્રીનારાયણ વિશ્વના વિશ્વનાથને શારદાના કૃષ્ણ✂️*

*1.શ્રીનારાયણ* શ્રી ડૉ.શ્રીમન્નારાયણ

*2.વિશ્વના* શ્રી કે.કે.વિશ્વનાથન

*3.વિશ્વનાથ* શ્રી કે.કે.વિશ્વનાથન

*4.શારદા* શ્રીમતી શારદા મુખરજી

*5.કૃષ્ણ*શ્રી કૃષ્ણપાલ સિંહ

💥💥