સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-18/02/2020🗞👇🏻~*

*📝18 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ઓજસ્વી : રસિકભાઈ આઝાદ*
*પૂરું નામ:-* રસિકભાઈ પુરુષોત્તમદાસ શાહ
*જન્મ:-* 18 ફેબ્રુઆરી, 1913, વડોદરા પાસે આવેલ સાવલીમાં
*નિધન:-* 1 નવેમ્બર, 1987
1931માં મેટ્રિક થઈ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા, વડોદરા ન્યાયમંદિરમાં અને શિક્ષક તરીકે નોકરીઓ કરી.
ગોધરામાં મામાસાહેબ ફાડકે પાસેથી કાંતણ-વણાટ-પીંજણ અને શ્રમ તથા સ્વાવલંબનના પાથ શીખ્યા.
આઝાદીના આંદોલનમાં જોડાઈને પોતાનું નામ 'આઝાદ' રાખ્યું.
તેઓએ સવિનય કાનૂન ભંગ, વ્યક્તિગત સત્યાગ્રહ અને હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ જેલની સજાઓ ભોગવી હતી.
1938માં હરિપુરા કોંગ્રેસમાં અને વડોદરા રાજ્ય પ્રજા મંડળ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા હતા.

આજે લોકહિતવાદી ગોપાલ હરિ દેશમુખ, રામકૃષ્ણ પરમહંસ, કેડીલાના ચેરમેન ઇન્દ્રવદન મોદી, સાહિત્યકાર ટોની મોરિસનનો જન્મદિવસ તથા માર્ટિન લ્યુથર કિંગની પુણ્યતિથિ છે.


●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ જ્યોતિર્લિંગને જોડતી ખાનગી ટ્રેનનું (વારાણસીથી કાશી)ઉદ્દઘાટન કર્યું.તેનું નામ શું છે
*મહાકાલ એક્સપ્રેસ*
*આ ટ્રેન ઓમકારેશ્વર (ઇન્દોર), મહાકાલેશ્વર (ઉજ્જૈન) અને વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથના દર્શન કરવામાં મદદરૂપ થશે*

●તાજેતરમાં નોબેલ પારિતોષિક વિજેતા રાજેન્દ્ર કુમાર પચૌરીનું નિધન થયું હતું. તેઓ કયા રાજ્યના હતા
*ઉત્તરાખંડ*
*તેઓ ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાયમેન્ટ ચેન્જના અધ્યક્ષ હતા.*
*2007માં તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું*

●ડેન ડેવિસ પુરસ્કારના વિજેતા કોણ બન્યા
*ગીતા સેન*
*તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વૈશ્વિક આરોગ્ય અને જનસંખ્યા વિષયના પ્રોફેસર છે.*
*ડેન ડેવિડ પુરસ્કાર દર વર્ષે કોઈ એક સ્કોલરને આપવામાં આવે છે*
*ઈઝરાયેલના આ પુરસ્કાર અંતર્ગત 10 લાખ ડોલર અર્પણ કરાય છે*

●દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવામાં આવે છે
*13 ફેબ્રુઆરી*

●હાલમાં કયા દેશમાં એરપોર્ટ પર ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
*ભારતમાં*

●મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની 7મી સિઝન ક્યાં રમાશે
*ઓસ્ટ્રેલિયા*

●તાજેતરમાં વેન્ડેલ રોડ્રિક્સનું નિધન થયું. તેઓ કોણ હતા
*ફેશન ડિઝાઇનર*
*અભિનેત્રી દીપિકા પદુકોણને સામાન્ય છોકરીમાંથી સુપર મોડેલ અને તેમાંથી અભિનેત્રી બનાવવામાં વેન્ડેલ રોડ્રિક્સનું યોગદાન સ્મરણીય છે*

●RSS સંઘના વડા મોહન ભાગવતે 'ગાંધીને સમજવાનો આ જ સમય' પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકના લેખક કોણ છે
*જે.એસ.રાજપૂત*

●ક્રેડિટ રેટિંગ એજન્સી સંસ્થા મૂડીઝે નાણાંકીય વર્ષ 2020-21 માટે ભારતનો આર્થિક વિકાસદરનો અંદાજ 6.7% થી ઘટાડીને કેટલો કર્યો
*5.8%*

*●17 ફેબ્રુઆરીએ ટી-20 ક્રિકેટના 15 વર્ષ પુરા થયા.*
17 ફેબ્રુઆરી, 2005ના રોજ પ્રથમ ટી-20 મેચ રમાઈ હતી.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ પ્રથમ મેચ રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.
ન્યૂઝીલેન્ડનો ડેરેલ ટફી બોલ નાંખનારો સૌપ્રથમ બોલર જ્યારે ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ સૌપ્રથમ બોલ રમનારો બેટ્સમેન બન્યો હતો.
આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 21 રનનો તુર્કીના નામે છે ચેક રિપબ્લિક સામે
આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર 278 રન અફઘાનિસ્તાનના નામે છે આયર્લેન્ડ સામે.

●Newspaper Current 👇🏻

*https://t.me/jnrlgk*

● For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*છત્રપતિ શિવાજી*

*●જન્મ:-* 19 એપ્રિલ, 1627

*●જન્મસ્થળ:-* પૂનાની ઉત્તરે આવેલા જુન્નાનગર સમીપ આવેલા *શિવનેરીના કિલ્લામાં*

*●ઉપાધિ:-* છત્રપતિ

*●કુટુંબ:-* ભોંસલે

*●માતા:-* જીજાબાઈ

*●પિતા:-* શાહજી ભોંસલે

*●લગ્ન:-* સયબાઈ

*●દાદા:-* માલોજી ભોંસલે

*●શિક્ષક:-* દાદા કોન્ડદેવ

*●ગુરુ:-* સમર્થ રામદાસ

*●રાજ્યાભિષેક:-*
16 જૂન, 1674ના રોજ શિવાજીએ *કાશીના પ્રખ્યાત વિદ્વાન શ્રી ગાગાભટ્ટ (કાશીના વિશ્વેશ્વર ભટ્ટ) પાસે પોતાનો રાજ્યાભિષેક* કરાવ્યો હતો.
શિવાજીનો *રાજ્યાભિષેક રાયગઢના કિલ્લામાં* કરવામાં આવ્યો હતો.
રાજ્યાભિષેકના પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ તરીકે *'ભગવો ધ્વજ'* લહેરાયો હતો.

*●રાજધાની:-* રાયગઢ

*●પ્રારંભિક જીવન ઘડતર:-*
*જીજાબાઈ, કોંડદેવ, રામદાસ* ત્રિપુટીએ ભજવ્યો હતો.
દાદાજી *કોંડદેવે તેમને યુદ્ધકળામાં નિપુણ* બનાવ્યો હતો.
શિવાજીના રાજ્યધર્મ અંગેના ખ્યાલોના ઘડતરમાં રામદાસ અને અન્ય સંતોએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
છત્રપતિ શિવાજી *ડુંગરના ઉંદર* તરીકે જાણીતા હતા.

*●રાજશક:-*
શિવાજીએ રાજ્યાભિષેકના પ્રસંગે વર્ષ ગણના માટે *'રાજ્યાભિષેક શકસંવત'* અથવા *'રાજશક'* નામે નવો સંવત શરૂ કરાવ્યો.
પોતાના નામના સોના અને ચાંદીના સિક્કાઓ પ્રચલિત કરાવ્યા.
સિક્કાની ઉપર *'શ્રી શિવ છત્રપતિ'* અંકિત કરવામાં આવ્યું હતું.

*●શિવાજીની લશ્કરી સિદ્ધિઓનો પહેલો તબક્કો:-*

*◆તોરણના કિલ્લા પર જીત:-*
તેમણે મુસ્લિમ અધિકારીના તાબા હેઠળનો *'તોરણનો કિલ્લો'* જીતી લીધો.
તેમણે અહીંથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા *'રાયગઢ'* નામના કિલ્લાનું નિર્માણ કરાવ્યું.
શિવાજીએ *સૌપ્રથમ તોરણાનો કિલ્લો જીત્યો* હતો.

*◆સિંહગઢના કિલ્લા પર જીત:-*
ઇ.સ.1644માં બીજાપુરી 'સિંહગઢનો કિલ્લો' જીત્યો.
મુસ્લિમ કિલ્લેદાર મિયાં રહીમ મુહમદને લાંચ આપીને આ કિલ્લો જીત્યો હતો.આ કિલ્લો શિવાજીએ રક્તપાત કર્યા વિના મેળવ્યો હતો.

*◆રોહિડાના કિલ્લા પર જીત:-*
તેમણે માલવ જાતિના યુવકોની સહાયથી આ કિલ્લો કબજે કર્યો.

*◆ચકના કિલ્લા પર જીત:-*
તેમણે આ કિલ્લો કબજે કરીને તેનું નામ 'સંગ્રામ' કિલ્લો રાખ્યું.

*◆અન્ય કિલ્લાઓ પર જીત:-*
શિવાજીએ ઇ.સ.1647થી 1653ના ગાળા દરમિયાન પુરંદર , ચકન (સંગ્રામ દુર્ગ), શિરવેલ, સૂપા, બારમતી, ઇન્દ્રાપુર વગેરે કિલ્લાઓ જીતી લીધા.

*●સ્વરાજની સ્થાપના:-*
તેમણે 1653 સુધીમાં મહારાષ્ટ્રમાં 'સ્વરાજ્ય'ની સ્થાપના કરી.
પોતાની જાગીરમાં પૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી.

*●લશ્કરી સિદ્ધિઓનો બીજો તબક્કો (રાજ્ય વિસ્તાર):-*

*◆જાવલીના કિલ્લા પર વિજય:-*
25 જાન્યુઆરી, 1656ના રોજ જાવલીનો કિલ્લો ત્યાંના જાગીરદાર હનુમંતરાવ મોરે પાસેથી છળકપટથી પડાવી લીધો.
આ કિલ્લાનાં વિજય પછી શિવાજીએ 'પ્રતાપ' નામે નવા કિલ્લાનું નિર્માણ કરાવ્યું.

*◆કોંકણનો વિજય:-*
અહીં શિવાજીએ મજબૂત વહીવટી વ્યવસ્થા સ્થાપી અને આબાજી સોનદેવને તેનો ગવર્નર નિયુક્ત કર્યો.

*◆બીજાપુર સાથે સંઘર્ષ:-*
બીજાપુરમાં આવેલા આ કિલ્લાઓ કબજે કરવામાં શિવાજીના સરદારો નેતાજી પાલકર અને અન્નાજી દત્તોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

*●અફઝલખાંનો વધ:-*
બંને વચ્ચે પ્રતાપગઢની તળેટી પાસે મુલાકાત યોજાઈ હતી.
એકબીજાને ભેટતી વખતે અફઝલખાંએ શિવાજીની ગર્દનને પોતાની બગલમાં દબાવીને છરી વડે હત્યા કરવાનો પ્રયાસ કર્યો.
શિવાજીએ વાઘના નખ વડે તેના પેટના આંતરડા બહાર કાઢી નાંખ્યા.

ઔરંગઝેબના સમયમાં શિવાજીએ સુરતને બે વાર લૂંટયું હતું.
શેઠ ખુશાલચંદે ઇ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી.
શિવાજીએ સુરત પર સૌપ્રથમ ઇ.સ.1664ના જાન્યુઆરીમાં આક્રમણ કર્યું.
સુરતનો ગવર્નર ઇનાયતખાં સુરત શહેરને છોડી ભાગી ગયો.
આ ધનની મદદથી શિવાજીએ માલવણમાં 'સિંધુદુર્ગ' નામે કિલ્લો બંધાવ્યો.

રાજ્યાભિષેકના ખર્ચ (1 કરોડ રૂપિયાથી અધિક)ને પહોંચી વળવા માટે શિવાજીએ સઘળા પગારદાર કર્મચારીઓ ઉપર 'સિંહાસન-કર' નામે એક નવો કર લીધો.

*●પુરંદરની સંધિ:-*
શિવાજીએ ઔરંગઝેબના સેનાપતિ જયસિંહ સાથે 15મી જૂન, 1665ના રોજ મુઘલો સાથે 'પુરંદર' મુકામે સંધિ કરી.

*●વાણી-ડિંડોરીનું યુદ્ધ:-*
ઇ.સ.1670માં વાણી અને ડિંડોરીથી થોડા કિલોમીટર દૂર 'કંચન-મંચન ઘાટી'માં મુઘલસેના અને શિવાજીની સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું.
ત્યારપછી શિવાજીએ ત્ર્યમ્બકદુર્ગ પટ્ટા, રાવલા, જાવલા વગેરે કિલ્લાઓ જીતી લીધા.

*●શિવાજીનું અષ્ટપ્રધાન મંડળ:-*
1.પેશ્વા (મુખ્યપ્રધાન)
2.અમાત્ય (મજૂમદાર)
3.મંત્રી (વાકિયાનવીસ)
4.સુમંત (દબીર)
5.સચિવ (શુરુનવીસ કે સુરનિસ)
6.સેનાપતિ (સર-એ-નૌબત)
7.પંડિતરાવ (રાજપુરોહિત)
8.કાઝી-ઉલ-કુજાત

*●બટાઈ પ્રથા:-*
શિવાજીએ રાજ્યના કેટલાક ભાગમાં 'બટાઈપ્રથા' પણ પ્રચલિત કરી હતી.
ખેડૂતો પાસેથી તેમની ઉપજનો અડધો ભાગ રાજ્યના મહેસુલી કર તરીકે વસૂલ કરવામાં આવતો હતો.

*●જમીનની માપણી:-*
કાઠી નામના માપદંડ (પાંચ હાથ અને પાંચ મુઠ્ઠી લંબાઈ ધરાવતું 'જરીબ' દોરડું)થી જમીનની માપણી થતી.

*"
ગઢ આલા પર સિંહ ગેલા"*
(ગઢ મળ્યો પણ સિંહ ગયો)
શિવાજીએ ઔરંગઝેબ પાસેથી સિંહગઢનો કિલ્લો પાછો મેળવતા સમયે તાનાજી માલસૂર સરદારના માર્યા જવાને કારણે આ ઉક્તિ પ્રયોજી હતી.

*●અવસાન:-* 4 એપ્રિલ, 1680



💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-19-20/02/2020🗞👇🏾~*

*📝19 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભૂપત વડોદરિયા*
*પૂરું નામ:-* ભૂપત છોટાલાલ વડોદરિયા
*જન્મ:-* 19 ફેબ્રુઆરી, 1929, સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા ખાતે (મૂળ પાળિયાદના)
*નિધન:-* 4 ઓક્ટોબર, 2011
1946માં વિજ્ઞાન સ્નાતક થઈ લોકશક્તિ દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા.
1955માં 26 વર્ષની વયે ફૂલછાબ દૈનિકના સૌથી યુવા તંત્રી બન્યા.
તે પછી ગુજરાતી ભાષાના વિવિધ સામયિકો અને દૈનિકોમાં તેઓએ સંપાદક તરીકે સેવાઓ આપી.
1982 થી 1986 દરમિયાન તેઓ ગુજરાતના ઇન્ફર્મેશન વિભાગના માહિતી નિયામક તરીકે રહ્યા.
*લખેલા પુસ્તકો:-* પ્રેમ એક પૂજા, કસુંબીનો રંગ, જીવન જીવવાનું બળ, પંચામૃત, અંતરના રૂપ, ઘરે બાહિરે ભાગ 1-5 અને આઝાદીની આબોહવા તેમની નવલકથા, વાર્તા અને નિબંધના પુસ્તકો છે.

આજે (19 ફેબ્રુઆરી) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, આરએસએસના સરસંઘ સંચાલક માધવ સદાશિવ ગોલવલકર, વિખ્યાત અભિનેત્રી અને ગાયિકા અમીરબાઈ કર્ણાટકી, ખગોળશાસ્ત્રી કોપરનિક્સનો જન્મદિવસ અને ગોપાલકૃષ્ણ ગોખલે, આચાર્ય નરેન્દ્રદેવ પુણ્યતિથિ છે.

*📝20 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*શ્રીકાંતાદત્તા નરસિંહરાજા*
*જન્મ:-* 20 ફેબ્રુઆરી, 19533
*નિધન:-* 10 ડિસેમ્બર, 2013
તેઓ દક્ષિણ ભારતના મૈસુર રાજ્યના 26મા શાસક હતા.
રજવાડી શાળા મૈસુર અને મહારાજા કોલેજમાં શિક્ષણ લીધું હતું.
1974માં માનસ ગંગોત્રી યુનિવર્સિટીમાં અંગ્રેજી અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયોમાં સુવર્ણચંદ્રક સાથે અનુસ્નાતકની પદવી હાંસલ કરી.
વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ સારા ક્રિકેટર હતા.ક્રિકેટના બેટ સંઘરવાનો તેમને અનહદ શોખ હતો.
ફેશન ડિઝાઈનર હોવાના નાતે તેઓ મૈસુર સિલ્ક સાડીના પ્રમોટર પણ બન્યા હતા.
1996 અમે 1999 એમ બે વખત તેઓ મૈસુરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.તો બે વાર પરાજિત પણ થયા હતા.
ક્રિકેટના શોખના કારણે તેઓ કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ બન્યા હતા.


●અમેરિકા સ્થિત થિંક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના અહેવાલ મુજબ ભારત વિશ્વનું કેટલામું મોટું અર્થતંત્ર બન્યું
*2.92 ટ્રિલિયન ડોલર ડોલર સાથે 5મું*
*ભારતની વધારે વસ્તીને કારણે ભારતનો વ્યક્તિદીઠ GDP 2170 ડોલર*

●રમતની દુનિયાના ઓસ્કાર તરીકે ઓળખાતા લોરીયસ એવોર્ડ કે જે છેલ્લા 20 વર્ષની બેસ્ટ સપોર્ટિંગ મૉમેન્ટ (રમત જગતની સૌથી યાદગાર પળ) તરીકેનો એવોર્ડ કોણે એનાયત કરવામાં આવ્યો
*સચિન તેંડુલકર*

●મોબાઈલ બેટરી માટે અનિવાર્ય લિથિયમનો 14,000 ટન જથ્થો ભારતના કયા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે
*બેગલુરું પાસે*

●દર વર્ષે એથનલોગ દ્વારા વિશ્વની વિવિધ ભાષાઓ અંગેનો આંકડાકીય રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે છે. હાલના 2019ના વર્ષ માટેનો રિપોર્ટ અનુસાર હિન્દી ભાષાને વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં કયું સ્થાન મળ્યું છે
*ત્રીજું (61.5 કરોડ લોકો હિન્દી બોલે છે)*
*અંગ્રેજી પ્રથમ (113.2 કરોડ લોકો)*
*2.મેન્ડેરિન (ચાઈનીઝ- 111.7 કરોડ લોકો)*

●કર્ણાટકમાં ભેંસોની પરંપરાગત રેસ યોજાય છે તેને શું કહેવાય છે
*કમ્બાલા*

●ઇન્સ્ટાગ્રામ પર 5 કરોડ ફોલોઅર ધરાવતો પહેલો ભારતીય કોણ બન્યો
*ક્રિકેટર વિરાટ કોહલી*

●સોશિયલ મીડિયામાં સ્ત્રી-પુરુષ સમાનતા માટે અમેરિકન કંપની ફેસબુક દ્વારા ડિજિટલ સાક્ષરતા અભિયાન શરૂ કરાયું છે. તેનું નામ શું છે
*વી થિંક ડિજિટલ*
*ઉત્તર પ્રદેશમાં નેશનલ કમિશન ફોર વુમન એન્ડ સાયબર પીસ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરાયો છે*
*આ કાર્યક્રમ અંતર્ગત ભારતના 7 રાજ્યોમાં એક લાખ મહિલાઓને ડિજિટલ સાક્ષરતા આપવામાં આવશે*

●કેન્દ્રીય સરકારે આયુષમાન ભારત અંતર્ગત એક પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત દરેક સરકારી શાળામાં બે શિક્ષકોને 'આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર' તરીકે પસંદ કરવામાં આવશે. આ પહેલનું નામ શું છે
*સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર*

●કેન્દ્રીય મંત્રી મંડળે તાજેતરમાં ત્રણ સરકારી સામાન્ય વીમા કંપનીઓમાં 2500 કરોડના મૂડીરોકાણને મંજૂરી આપી છે. કઈ ત્રણ જાહેર જાહેર ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે
*ઇનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ*

●ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*જાણીતા અવકાશ વૈજ્ઞાનિક જી.નારાયણન*
*ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એક ઈસરોનું વાણિજ્યિક એકમ છે.*

●ગૂગલ ઇન્ડિયાએ તાજેતરમાં લોકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સુરક્ષા પગલાં વિશે માહિતી આપવા માટે એક જન જાગૃતિ પહેલ શરૂ કરી છે. તેનું નામ શું છે
*સેફ્ટી ફર્સ્ટ*
*ગૂગલ ઇન્ડિયાએ 'સિક્યુરિટી ચેક અપ' અને 'પાસવર્ડ ચેક અપ' નામના શક્તિશાળી ટુલ્સ પણ લોન્ચ કર્યા છે*

●કયા રાજ્યની સરકારે રાહત દરે ભોજન પ્રદાન કરવા માટે 'કુડુમ્બશ્રી' હોટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે
*કેરળ*
*હોટલની સ્થાપના 1034 સ્થળે કરવામાં આવશે જેમાં 25 ૱માં ફૂડ મળશે*

●તેલંગણાના મુખ્ય પ્રધાને તાજેતરમાં કયા બે
સ્થળો વચ્ચે હૈદરાબાદ મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું હતું
*હૈદરાબાદ અને સિકંદરાબાદ*
*આ સાથે હૈદરાબાદ મેટ્રો દેશની બીજી સૌથી મોટી ઓપરેશન મેટ્રો બની છે.*
*ભારતનું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક દિલ્હી મેટ્રો રેલ છે*
*હૈદરાબાદ મેટ્રો પ્રોજેક્ટ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા બનાવવામાં આવી રહી છે*

●રાષ્ટ્રીય શીતકાલીન રમતોત્સવ ક્યાં યોજાશે
*જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે*

●ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ. આ કવાયતનું આયોજન કયા વર્ષથી કરવામાં આવે છે
*2005થી*

●તાજેતરમાં બનાવેલ હેલ્મેટ જે 10 મીટરના અંતરથી AK-47 બુલેટને અટકાવવા સક્ષમ છે. આ હેલ્મેટ કોણે બનાવ્યું છે
*ભારતીય સૈન્યના મેજર અનુપ મિશ્રા*
*ભારતની પ્રથમ અને વિશ્વની સૌથી સસ્તી ગનશોટ લોકેટર 'પાર્થ' પણ તેમણે બનાવી છે*

●હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે તાજેતરમાં કઈ યોજના શરૂ કરી જેમાં જરૂરિયાતમંદ પરિવારોને 6000 રૂપિયાની આર્થિક સહાય મળશે
*મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના*
*આ યોજનાનો લાભ જેની વાર્ષિક આવક ૱1.80 લાખ અને 5 એકરથી ઓછી જમીન હોય તેમને મળશે*

●ભારતની આર્થિક સહાયથી નેપાળનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બની રહ્યો છે તેનું નામ શું છે
*અરૂણ-3*

●એન્ટાર્કટિકાનો કયા બેઝ પર તાજેતરમાં 18.3 ડિગ્રી સેલ્શિયસ પર પહોંચ્યો હતો જે ત્યાંનું સૌથી ગરમ સ્થળ બન્યું છે
*એસ્પેરેન્ઝા*
*આ સ્થળ આર્જેન્ટિનાનું કાયમી સંશોધન કેન્દ્ર છે*

●તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર કોણ બન્યો
*પાકિસ્તાનનો નસીમ શાહ*
*16 વર્ષ 359 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી*
*બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ મેળવી*

●અમેરિકન અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચે અંતરિક્ષમાં સૌથી વધુ સમય ગાળવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેટલા દિવસ પસાર કર્યા
*328 દિવસ*

●ભારત-આફ્રિકન સંરક્ષણ પ્રધાનોની પહેલી બેઠક ક્યાં મળી હતી
*લખનૌમાં*

●જમ્મુ કાશ્મીર વહીવટ દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગનું નામ બદલીને શુ રાખ્યું છે
*જલશક્તિ વિભાગ*

●અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા
*મહંત નૃત્ય ગોપાલદાસ*

●1 એપ્રિલથી દેશમાં વિશ્વનું સૌથી શુદ્ધ પેટ્રોલ ડિઝલ મળશે.આ ઇંધણમાં સલ્ફરનું પ્રમાણ કેટલા PPM રહેશે
*10 PPM*

●ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઇમર્જિંગ યુનિવર્સિટી રેન્કિંગ 2020 માં વિશ્વની 100 શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કેટલી ભારતીય સંસ્થાને સ્થાન મળ્યું છે
*11*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-21-22/02/2020🗞👇🏻~*

*📝21 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સૂર્યકાન્ત ત્રિપાઠી 'નિરાલા'*
*જન્મ:-* 21 ફેબ્રુઆરી, 1896, બંગાળના મેદનીપુર જિલ્લાના મહિશાદલ નામના દેશી રજવાડામાં
*નિધન:-* 15 ઓક્ટોબર, 1961
ભણતર બંગાળ અને લખનઉમાં થયું હતું.
નિરાલાજીએ પત્નીને સહકાર આપવા હિન્દી શીખી લખવાનું શરૂ કર્યું હતું.
સાહિત્યકાર તરીકે તેમની છબી વિદ્રોહી અને ક્રાંતિકારી છે.
કવિતા, નવલકથા, વાર્તા જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે.
*હિન્દી સાહિત્યમાં સર્જન:-* પરિમલ, અર્ચના, દ્વિતીય અનામિકા, સાંધ્ય કાકલી, અપરા, ગીતિકા, નયે પત્તે, આરાધના, રાગ બિરાગ, ગીત કુંજ વગેરે.


*📝22 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ચાચા : ઇન્દુલાલ યાજ્ઞિક*
*જન્મ:-* 22 ફેબ્રુઆરી, 1892 નડિયાદમાં
*નિધન:-* 17 જુલાઈ, 1972
*ઉપનામ:-* પામદત્ત, ઈન્દુચાચા
1906માં મેટ્રિક થયા.
1910માં પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.થયા અને 1912માં એલ.એલ.બી. થયા.
1913 થી 1915 સુધી વકીલાત કરી.દરમિયાન 'હિન્દુસ્તાન' દૈનિકમાં અગ્ર લેખો લખવાની શરૂઆત કરી હતી.
'નવજીવન અને સત્ય' માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી.
1922માં 'યુગધર્મ'ની શરૂઆત કરી હતી.
'પાવાગઢનું પતન' ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું.
1930 થી 1935 સુધી વિદેશમાં વસવાટ કર્યો.1936માં ભારત પાછા આવ્યા.
1942માં 'નૂતન ગુજરાત'ના તંત્રી તરીકે જોડાયા.
1944માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી.
મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે સક્રિય ભૂમિકા ભજવી ગુજરાત રાજ્યની સ્થાપનામાં સિંહફાળો આપ્યો હતો.
ગાંધીજીનું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ઇન્દુચાચાએ લખ્યું હતું. ગાંધીજી બોલતા અને તેઓ લખતા.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં 1999માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
નર્મદ સાહિત્ય સભા દ્વારા તેમની આત્મકથા માટે 1954માં નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
*લખેલા પુસ્તકો:-*
*તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા:-* જીવનવિકાસ, ગુજરાતમાં નવજીવન, કારાવાસ, જીવનસંગ્રામ, કિસાનકથા અને છેલ્લા વહેણ (મરણોત્તર)

*નાટકો:-* આશા-નિરાશા, રણસંગ્રામ, શોભારામની સરદારી, વરઘોડો, અક્કલના દુશ્મન, ભોળાશેઠનું ભુદાન

*નવલકથા:-* માયા

*ચરિત્ર ગ્રંથ:-* શહીદનો સંદેશ

*પરિચય પુસ્તિકાઓ:-* નાગપુર મહાસભા, ગામડાનું સ્વરાજ્ય, કિસાન જાહેરનામું, સ્વદેશી શા માટે ? , સોવિયેત દેશ વગેરે.

*સંપાદિત પુસ્તકો:-* રાષ્ટ્રગીત, મુકુલ

*અંગ્રેજીમાં લખેલા પુસ્તકો:-* મિ.ગાંધી એઝ આઈ નો હિમ, શ્યામજીકૃષ્ણ વર્મા

આજે (22 ફેબ્રુઆરી) મરીઝ સાહેબની પણ જન્મજયંતી અને દુલા ભાયા કાગ અને કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ છે.


●21 ફેબ્રુઆરીમાતૃભાષા દિન
*1999, નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિન ઉજવવાનું નક્કી કર્યું, ફેબ્રુઆરી-2000થી દર વર્ષે મનાવાય છે.*

●431 ફૂટનું વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય મા ઉમિયા મંદિર ક્યાં બનશે
*અમદાવાદમાં જાસપુરમાં*

●UN, યુનિસેફ અને લેન્સેટે 'વિશ્વના બાળકોનું ભવિષ્ય' નામથી રિપોર્ટ જારી કર્યો છે. જે મુજબ બાળકોના સ્વાસ્થ્ય અને ખુશહાલીમાં ભારત 180 દેશમાં કેટલામાં ક્રમે છે
*131મા*
*સૌથી બહેતર દેશ- નોર્વે અને સૌથી ખરાબ દેશ- મધ્ય આફ્રિકા*
*ગ્લોબલ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાં ભારત 77મા ક્રમે છે*

●કમ્પ્યુટરમાં કટ-કોપી-પેસ્ટની શોધ કરનારા વિજ્ઞાની જેમનું હાલમાં નિધન થયું
*લૅરી ટેસ્લર*

●ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 117 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*102મા*

●આંતરરાષ્ટ્રીય ટી-20, વન-ડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વિશ્વનો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો
*ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર*

●2021ના જુનિયર પુરુષ હોકી વર્લ્ડકપની યજમાની કયો દેશ કરશે
*ભારત*

●એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2020 ક્યાં રમવામાં આવી રહી છે
*નવી દિલ્હી*

●તાજેતરમાં બંગાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા જેમનું નિધન થયું
*તપસ પૌલ*
*2009 થી 2019 દરમિયાન લોકસભામાં સાંસદ પણ રહ્યા હતા*

●મૂડીઝના અનુમાન મુજબ 2020માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેશે
*5.4%*

●દર વર્ષે વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવામાં આવે છે
*15 ફેબ્રુઆરી*
*એશિયા અને આફ્રિકામાં જોવા મળતું આ એક વિશિષ્ટ સ્તનધારી પ્રાણી છે*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-23-24/02/2020🗞👇🏻~*

*📝23 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ 📝*

*સમયથી પર જાદુગર : પી.સી.સરકાર*
*પૂરું નામ:-* પ્રતુલ ચંદ્ર સરકાર
*જન્મ:-* 23 ફેબ્રુઆરી, 1913 , બાંગ્લાદેશના ટન્ગીલમાં , ભારત વિભાજન પછી કોલકાતામાં સ્થાયી થયા
*નિધન:-* 6 જાન્યુઆરી, 1971
આનંદમોહન કોલેજથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.
કોલેજ શિક્ષણ પછી તરત જ જાદુગર તરીકે કારકિર્દી શરૂ કરી જાદુગરીને વ્યવસાય તરીકે સ્વીકાર્યો.
આ ક્ષેત્રમાં તેમના ગુરુ ગણપતિ ચક્રવતી હતા.
રોપ યુક્તિ, ફ્લાઈંગ કારપેટ યુક્તિ, એક્સ-રે આઈઝ અને ભારતનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગણાયેલો ઇન્દ્રજાળ વગેરે તેમના પ્રસિદ્ધ જાદુ પ્રયોગો હતા.
સરકારે દેશ-વિદેશમાં અનેક શો કર્યા હતા.
કોલકાતાની શેરીનું નામ, પદ્મશ્રી, અમેરિકન સરકાર તરફથી દિ સ્ફિન્કસ (જાદુગરી ક્ષેત્રનો ઓસ્કાર) અને ટપાલ ખાતા તરફથી બહાર પડાયેલી ટપાલ ટિકિટ વગેરે પ્રાપ્ત થયેલાં સન્માનો છે.
શો દરમિયાન જાપાનમાં હ્યદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું.


*📝24 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લવકુમાર ખાચર*
*જન્મ:-* 24 ફેબ્રુઆરી, 1931 , જસદણમાં
*નિધન:-* 2 માર્ચ, 2015
બર્ડમેન તરીકે પ્રસિદ્ધ થયેલા
શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટ અને દિલ્હી યુનિવર્સિટીમાંથી લીધું હતું.
1967થી લવકુમારે પર્યાવરણ-પ્રકૃતિવાદી પ્રવૃત્તિઓ હિંગોળગઢમાં પ્રકૃતિ શિબિરો શરૂ કરી હતી.
જીવનકાળ દરમિયાન તેઓએ 3 હજારથી વધુ પ્રકૃતિ શિબિરો કરી હતી.
કચ્છના અખાતમાં પહેલા દરિયાઈ પાર્કની સ્થાપના તેમના વિચારોનું પ્રતિબિંબ છે.
હિંગોળગઢમાં પ્રકૃતિ સંરક્ષણ શિક્ષણ કાર્યક્રમના તેઓ સ્થાપક હતા.
તેમને માનસરોવરની યાત્રા પણ કરી હતી.
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ સોસાયટી, બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી, વેનું મેનન લાઈફ ટાઈમ એચિવમેન્ટ વગેરે સંસ્થાઓ દ્વારા તેમનું બહુમાન થયું હતું.

આજે (24 ફેબ્રુઆરી) ગઝલ સમ્રાટ તલત મહેમુદ, પ્રિન્સિપાલ એસ.આર.ભટ્ટ, જયલલિતા, વિદેશી યાત્રી ઈબ્ન બતૂતા, સ્ટીવ જોબ્સનો જન્મદિવસ છે.


●દેશમાં બીડી-સિગારેટ પીવા અને તમાકુ ઉત્પાદનોના સેવનની કાનૂની વય 18 થી વધારી કેટલા વર્ષ કરાશે
*21 વર્ષ*
*તેના કાયદા અને નિયમનું ઉલ્લંઘન કરનારાને 1200 થી 2000 રૂપિયા દંડ*

●એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાતની કયા રાજ્ય સાથે ટ્વિન શેરિંગ રાજ્ય તરીકે પસંદગી કરાઈ છે
*છત્તીસગઢ*

●પુરુષ અને મહિલા બંનેમાં ટી-20માં સતત છઠ્ઠી મેચમાં 50+ નો સ્કોર કરનાર પ્રથમ ખેલાડી કોણ બની
*ન્યૂઝીલેન્ડની સોફી ડીવાઇન*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020નો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો
*ભુવનેશ્વર*

●આંતરરાષ્ટ્રીય વન-ડે મેચમાં સૌથી ઓછી ઇનિંગમાં 1000 રન પૂરા કરનાર પહેલો ખેલાડી કોણ બન્યો
*વેસ્ટઇન્ડિઝનો શાઈ હોપ*
*15 ઇનિંગમાં 1000 રન પૂરા કર્યા*

●ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર જેમનું તાજેતરમાં અવસાન થયું
*અશોક ચેટર્જી*

●મિનિસ્ટ્રી ઓફ હ્યુમન ડેવલપમેન્ટના ઇન્ડેક્સ મુજબ શિક્ષણની સ્થિતિ અંગેના પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*બીજા*
*ચંદીગઢ પહેલા ક્રમે*

●એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું
*ત્રીજા*
*ભારતના 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ = કુલ 20 મેડલ*
*જાપાન 8 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ = કુલ 16 મેડલ સાથે પહેલા સ્થાને*
*ઈરાન 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 7 બ્રોન્ઝ =કુલ 17 મેડલ સાથે બીજા સ્થાને*

●દુબઈ ઓપન (ટેનિસ)નું ટાઈટલ કોણે જીત્યું
*રોમાનિયાની સિમોના હાલેપ*

●હરિયાણાનું કયું ગામ ટ્રમ્પ વિલેજ તરીકે ઓળખાય છે
*મરોરા*

●20 ફેબ્રુઆરીવિશ્વ સામાજિક ન્યાય દિવસ , અરૂણાચલ પ્રદેશ દિવસ

●19મી ફેબ્રુઆરીએ નેપાળે તેનો કેટલામો લોકતંત્ર દિવસ મનાવ્યો
*70મો*

●સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવામાં આવે છે
*19મી ફેબ્રુઆરી*

●દેશનું સર્વપ્રથમ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કયું એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું
*દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ*

●દિલ્હી પોલીસે કેબયાત્રીઓની સુરક્ષા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી
*હિંમત પ્લસ એપ્લિકેશન*

●અફઘાનિસ્તાનના પોલીસ અધિકારીઓને ક્યાં તાલીમ આપવામાં આવી રહી છે
*ગાઝિયાબદ*

●કયા રાજ્યની સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે અઠવાડિયામાં 2 દિવસ રજા જાહેર કરી છે
*મહારાષ્ટ્ર*
*રોજિંદા કામમાં પોણા કલાકનો વધારો કરવામાં આવ્યો*

●તાજેતરમાં સુખ્યાત ગોલ્ફર મિક્કી રાઈટનું નિધન થયું.

●હાલમાં ગોલ કીપર હેરી ગ્રેગનું નિધન થયું.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-25/02/2020🗞👇🏻~*

*📝25 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક : રવિશંકર મહારાજ*
*જન્મ:-* 25 ફેબ્રુઆરી, 1884 , ખેડા જિલ્લાના રઢુ ગામમાં
*વતન:-* મહેમદાવાદ નજીક સરસવણી ગામ
*પિતા:-* પીતાંબર શિવરામ વ્યાસ
*માતા:-* નાથીબા
*ઉપનામો:-* સતત ચાલતા રહેતા સંત, મુઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે.
*નિધન:-* 1 જુલાઈ, 1984 , બોરસદ ખાતે
વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું ઉપરાંત પાટણવાડિયા, બારૈયા કોમ અને બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.
1920માં પગરખાં ચોરાયાં ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો અને તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી.
1923માં બોરસદ સત્યાગ્રહ, હૈડિયા વેરો નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી.
1955 થી 1958 ત્રણ વર્ષ દરમિયાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
ભારત સરકારે તેમના માનમાં 1984માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન-દાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે 1 લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.
રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ 'માણસાઈના દીવા' નામની નવલકથા લખી હતી.
પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર 'જેને જીવી જાણ્યું' (1984) નવલકથા લખી છે.


●ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના કયા ગામમાં મસ્જિદ માટે 5 એકર જમીન આપવાનો નિર્ણય લીધો છે
*સોહાવાલ વિસ્તારના ધન્નિપુર ગામમાં*

●આયર્લેન્ડના વડાપ્રધાન જેમને તેમના પદ પરથી રાજીનામું આપ્યું
*લિયો વરાડકર*

●ભારતના પ્રાચીન ભોજન પર પ્રદર્શન ક્યાં યોજાયું હતું
*નવી દિલ્હી*

●કાળા નાણાનું ધોળામાં થતું રૂપાંતર અટકાવવા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની રચના G-7 દેશો દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી
*1998*

●એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં સાક્ષી મલિક રજત ચંદ્રક વિજેતા જાહેર થયા છે. તે ક્યાંના છે
*રોહતક*

●બાંગ્લાદેશે કયા આંદોલનના શહીદોની યાદમાં શહીદ દિવસ મનાવ્યો
*ભાષા આંદોલન*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-26/02/2020🗞👇🏻~*

*આજે 26 ફેબ્રુઆરી, વિશ્વ વારસાના નગર અમદાવાદ શહેરનો 609મો જન્મદિવસ, અમદાવાદ મહાનગરના કેટલાક સંભારણા*
અહમદશાહે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો.
પહેલી જૂન-1950ના રોજ અમદાવાદ શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા.
અમદાવાદ શહેરના પ્રથમ મેયર ચિનુભાઈ ચીમનલાલ શેઠ હતા.
અમદાવાદ શહેરના પહેલા મ્યુનિસિપલ કમિશનર બી.પી.પટેલ(1950 થી 1954 સુધી) હતા.
વર્ષ-1951માં અમદાવાદ શહેરની કુલ વસતી 8,37,163 હતી.
વર્ષ-1951માં અમદાવાદ શહેર બાવન ચોરસ કિમી. વિસ્તારમાં વસેલું હતું.
વર્ષ-2020માં અમદાવાદ શહેર 466 ચોરસ કિમી. વિસ્તારમાં વિસ્તરેલું છે.
વર્ષ-1885માં રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા.વર્ષ-1861માં અમદાવાદમાં તેમને પ્રથમ કાપડ મિલ શરૂ કરી હતી.
અમદાવાદને વર્ષ-2017ના જુલાઈમાં વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો અપાયો હોવાની યુનેસ્કોની મળેલી બેઠકમાં જાહેરાત થઈ હતી.


*📝26 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*બાળ સાહિત્યકાર : લીલા મજુમદાર*
*જન્મ:-* 26 ફેબ્રુઆરી, 1908, કોલકાતામાં
તેમનો શૈશવકાળ શિલોંગમાં વીત્યો
*નિધન:-* 5 એપ્રિલ, 2007
કોલકાતામાં 1919માં સમગ્ર બોર્ડમાં બીજા નંબરે મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
બી.એ.અને એમ.એ.ની પરીક્ષાઓમાં કોલકાતા યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે પાસ થયા.
અભ્યાસ પછી દાર્જિલિંગમાં શિક્ષક તરીકે જોડાયા પણ કવિવર ટાગોરના નિમંત્રણથી શાંતિનિકેતન સ્કૂલમાં જોડાયા.
ઘણો સમય ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યું.
સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમનું ફોક્સ મોટેભાગે બાળ કોમેડી, જાસૂસી કથા, ભૂત કથાઓ, રસોઈ અને પુખ્ત નવલકથા પર રહ્યું છે.

આજે મજૂર નેતા શ્યામાપ્રસાદ વસાવડા, નિર્માતા મનમોહન દેસાઈ, સાહિત્યકાર વિક્ટર હ્યુગોનો જન્મદિવસ અને વિનાયક સાવરકર, દેશના પહેલા મહિલા ડોક્ટર આનંદીબાઈ જોશી અને સાહિત્યિક પત્રકારત્વના ઐરાવત ચાંપશીભાઈ ઉદેશીની પુણ્યતિથિ છે.


●વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન જેમને હાલમાં તેમના પદ પરથી રાજીનામુ આપ્યું
*મલેશિયાના મહાતિર મોહમ્મદ*

●ભારત અમેરિકા પાસેથી કયા હેલિકોપ્ટર ખરીદશે
*MH-60 રોમિયો અને E-અપાચે હેલિકોપ્ટર*

●સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા મહાનવલ 'સરસ્વતીચંદ્ર'ના પ્રથમ બે ભાગના હિન્દી અનુવાદના લેખકને પુરસ્કાર રૂપે 50 હજાર રોકડ અને તામ્રફલક એનાયત કરવામાં આવશે. આ મહાનવલનું હિન્દીમાં અનુવાદ કરનાર લેખકનું નામ શું છે
*આલોક ગુપ્તા*
*મૃણાલિની સારાભાઈની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથા 'ધ વોઇસ ઓફ ધ હાર્ટ'નો ગુજરાતીમાં 'અંતર્નાદ' નામે અનુવાદ કરનાર બકુલા ઘાસવાલાને પણ પુરસ્કૃત કરવામાં આવશે*

●ઇજિપ્તનો આપખુદ ચહેરો બની રહેલા પૂર્વ પ્રમુખ જેમનું હાલમાં નિધન થયું
*હોશ્ની મુબારક*

●નાસાના અવકાશયાત્રા માટે રસ્તો તૈયાર કરનારા ગણિતજ્ઞ મહિલા જેમનું હાલમાં નિધન થયું
*કૅથરિન જોન્સન*

●વન-ડે મેચમાં તમામ 10 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા બોલર કોણ બની
*કાશવી ગૌતમ*
*ચંદીગઢ તરફથી રમતા અંડર-19 વન-ડે ક્રિકેટમાં અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી*

●આઇક્યુ અર વિઝ્યુઅલ દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019 જાહેર કરવામાં આવ્યો. આ પૈકી વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે
*21 શહેરો*
*ઉત્તરપ્રદેશનું ગાજિયાબાદ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર*
*દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની*

●પહેલી આંતરશહેર ઇલેક્ટ્રિક બસસેવા 14 ફેબ્રુઆરી, 2020ના રોજ કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી
*મુંબઈ અને પુણે*
*43 લોકોની બેસવાની ક્ષમતા*
*એકવાર ચાર્જ કર્યા પછી આ બસ 300 કિમી. અંતર કાપી શકે*

●અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બર 2019માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોનો વિજય થયો છે
*50.64% મતો મેળવીને અશરફ ગનીનો વિજય*

●યુનાઈટેડ કિંગડમના ગૃહ સચિવ જેમને તાજેતરમાં દેશમાં પોઇન્ટ આધારિત ઈમિગ્રેશન દાખલ કરવાની જાહેરાત કરી છે તેમનું નામ શું છે
*પ્રીતિ પટેલ*

●તાજેતરમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*સૈયદ આતા હસનૈન, રાજેન્દ્રસિંહ અને કૃષ્ણ વત્સ*

●આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ તાજેતરમાં કઈ યોજના શરૂ કરી જેમાં સરકારી હોસ્પિટલોને 3 વર્ષમાં આધુનિક બનાવવામાં આવશે
*નાડુ-નેદુ યોજના*

●કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયને તાજેતરમાં ડ્રગનો દુરુપયોગ અટકાવવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*યોધવુ*

●જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપ 2021 કયા દેશમાં યોજાશે
*ભારતમાં*
*જ્યારે મહિલા જુનિયર વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકામાં યોજાશે*

●તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ એન્ડ એનાલિસિસ (IDSA)નું નામ બદલીને શું રાખવામાં આવ્યું
*મનોહર પાર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ડિફેન્સ સ્ટડીઝ*
*IDSAની સ્થાપના 1965માં થઈ હતી*
*IDSA નો હેતુ સંરક્ષણ ક્ષેત્રના વિવિધ પાસાઓને અભ્યાસ કરવાનો છે*
*મનોહર પાર્રિકર વર્ષ 2014 થી 2017 સુધી દેશના સંરક્ષણ પ્રધાન હતા*

●જમ્મુ કાશ્મીર માટે સીમાંકન પંચના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*ચૂંટણી કમિશનર સુશીલચંદ્ર*

●ભારતીય નૌકાદળ દ્વારા વિશાખપટ્ટનમમાં 'મિલન 2020' નામની નૌકાદળ કવાયત હાથ ધરાશે. મિલનનું પૂર્ણ સ્વરૂપ શું છે
*બહુપક્ષીય નેવલ વ્યાયામ*
*આ કવાયત હિંદ મહાસાગર ક્ષેત્રમાં હાથ ધરવામાં આવશે*

●17 ફેબ્રુઆરી, 2020ના રોજ વિશ્વબેંક અને ભારત સરકારે કઈ યોજના માટે લોન કરાર પર હસ્તાક્ષર કર્યા
*અટલ ગ્રાઉન્ડ જલ યોજના*

●ભારતે કયા દેશ સાથે તાજેતરમાં ગુજરાતના લોથલમાં 'નેશનલ મરીન હેરિટેજ કોમ્પ્લેક્સ'ની સ્થાપના માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા
*પોર્ટુગલ*
*પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો દ સોસા*

●ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનું નામ શું છે
*સંપ્રતિ*
*આ કવાયત મેઘાલયના ઉમરોઈમાં હાથ ધરવામાં આવ્યું હતું*

●કઈ ફિલ્મે ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં તમામ 13 કેટેગરીમાં એવોર્ડ જીત્યા
*ગલી બોય*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-27/02/2020🗞👇🏻~*

*📝27 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*બચુભાઇ રાવત*
*પૂરું નામ:-* બચુભાઈ પોપટભાઈ રાવત
*જન્મ:-* 27 ફેબ્રુઆરી, 1898 , અમદાવાદમાં
*નિધન:-* 12 જુલાઈ, 1980
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું.
તે પછી ચાર વર્ષ ગોંડલની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી અમદાવાદમાં સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થા સાથે જોડાયા.
1922-23માં નવજીવન પ્રકાશન મંદિર અને 1924માં 'કુમાર' સામયિક શરૂ થતાં કલાગુરુ રવિશંકર રાવળ સાથે સહતંત્રી સાથે સંકળાયા હતા.
1943માં કુમારના તંત્રી બન્યા.
'બુધસભા' જેવી સંસ્થાઓ દ્વારા પણ તેમણે ગુજરાતી કવિતાને સિંચવાનું કાર્ય કર્યું હતું.
તેમણે 'ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા' અને 'ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ' જેવા પુસ્તકો પણ લખ્યા છે.
1965માં સુરતમાં યોજાયેલી સાહિત્ય પરિષદમાં તેઓ પત્રકારત્વ વિભાગના પ્રમુખ રહ્યા હતા.


●નીતિન પટેલે ગુજરાતનું કેટલામી વાર બજેટ રજૂ કર્યું
*8મી વાર*
*2.17 લાખ કરોડ રૂપિયાનું રાજ્યનું બજેટ રજૂ કર્યું*

●હુરુનની ગ્લોબલ રિચ લિસ્ટ, 2020ના અહેવાલ મુજબ ભારતમાં 1 અબજ ડોલરથી વધારે સંપત્તિ ધરાવનારાની સંખ્યા વધીને કેટલી થઈ
*138*
*ભારતમાં 67 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ ક્રમે અને વિશ્વમાં નવમા ક્રમે*
*વિશ્વમાં કુલ 2817 ડોલર બિલિયોનર્સ*
*વિશ્વમાં 180 અબજ ડોલર સાથે એમેઝોનના બેઝોસ પ્રથમ*

●મંદીથી ઉગરવા કયા દેશની સરકાર ત્યાંના દરેક નાગરિકોને ૱92 હજાર આપશે
*હોંગકોંગ*

●બ્રિટનના એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના કયા વ્યક્તિની નિમણૂક થઈ
*સુએલા બ્રેવરમેન*

●આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન ક્યાં યોજાયું હતું
*દિલ્હીમાં*

●ભારતના સૌપ્રથમ તરતા ઘાટનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*ગોવામાં*
*તે મંડોવી નદીના કિનારે બનાવવામાં આવ્યું*

●ક્રિકેટના ટી-20, વન-ડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ બની
*ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટ*

●હાલમાં ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ નિવૃત્તિ લીધી.તે કયા દેશની છે
*રશિયા*

●34મી કાન ઓપન ચેસ ટુર્નામેન્ટમાં કોણ વિજેતા બન્યું
*ડી ગુકેશ*

●સેન્ટ્રલ એકસાઇઝ ડે કઈ તારીખે મનાવવામાં આવે છે
*24 ફેબ્રુઆરી*

●દાદાસાહેબ ફાળકે એવોર્ડ્સ 2020માં કઈ મુવીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો
*સુપર થર્ટી*

●કયા રાજ્યની કોલેજોમાં રેગિંગનું પ્રમાણ સૌથી વધારે છે
*ઉત્તરપ્રદેશ*

●ICCએ ઓમાનના કયા ખેલાડી પર 7 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો
*અલ બલૂશી*

●વર્લ્ડવાઈલ્ડ એજ્યુકેટિંગ ફોર ધ ફ્યુચર ઇન્ડેક્સમાં ભારતે કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*35મું*

●2022ની કોમનવેલ્થ નિશાનબાજી અને તીરંદાજી ચેમ્પિયનશિપની યજમાની કયો દેશ કરશે
*ભારત*

●મહારાષ્ટ્ર સરકારે કઈ માછલીના ઉત્પાદન કેન્દ્રો બંધ કરવાની ઝુંબેશ ચલાવવાની ઘોષણા કરી છે
*થાઈ માંગુર*

●મિસ દિવા યુનિવર્સ 2020નો તાજ કોણે જીત્યો
*એડલિન કેસ્ટેલિનો*

●AIBA વિશ્વકપની મેજબાની કયો દેશ કરશે
*રશિયા*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-28-29/02/2020🗞👇🏻~*

*📝28 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*દિવ્ય ચક્ષુ : રવિન્દ્ર જૈન*
જાણીતા ગીતકાર-સંગીતકાર
*જન્મ:-* 28 ફેબ્રુઆરી, 1944 , ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે
*નિધન:-* 9 ઓક્ટોબર, 2015
જન્મજાત નેત્રહીન હતા.
નાનપણમાં જૈન સંતોના સાનિધ્યમાં ભજન ગાતા ગાતા સંગીતનું બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત કર્યું.
'સૌદાગર' ફિલ્મથી ફિલ્મી ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી.
પછી તો નામ સાંભળવાથી જ આનંદ થાય તેવા 'ગીત ગાતા ચલ ઓ સાથી ગુનગુનાતા ચલ' , ' લે જાયેંગે લે જાયેંગે દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે' , ' ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહિયે' , ' એક રાધા એક મીરા' , ' અખિયો કે ઝરૂખે સે મેને દેખા જો સાવરે' , ' શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ' , ' સુન સાયબા સુન' જેવા ગીતો માટે સંગીત આપ્યું.
'રામ તેરી ગંગા મેલી' ફિલ્મ માટે રવિન્દ્ર જૈનને સંગીતનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
રામાનંદ સાગરની રામાયણ જેવી અને ધાર્મિક શ્રેણીઓ અને હરિયાણવી, ભોજપુરી, બંગાડીઝ મલયાલમ, તેલુગુ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું.

આજે (28 ફેબ્રુઆરી) ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્રપ્રસાદ, કવિ દયારામ, બાલમુકુંદ દવેની પુણ્યતિથિ છે.


*📝29 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*મોરારજી દેસાઈ*
*પૂરું નામ:-* મોરારજી રણછોડજી દેસાઈ
*જન્મ:-* 29 ફેબ્રુઆરી, 1896 , વલસાડ જિલ્લાના ભડેલી ગામે
*નિધન:-* 10 એપ્રિલ, 1995
તેમણે સાવરકુંડલા, વલસાડ અને મુંબઈની વિલ્સન કોલેજથી શિક્ષણ પ્રાપ્ત કર્યું.
તેઓએ 1930માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા.
સ્વતંત્ર ભારતના ચોથા અને વ્યક્તિ તરીકે પાંચમા વડાપ્રધાન બનનાર.
ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા અને જનતા સરકારની રચના કરી.
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર.
તેઓ જવાહરલાલ નહેરુની સરકારમાં નાણાંમંત્રી અને ઈન્દિરા ગાંધી સરકારમાં 1967-69 દરમિયાન નાયબ વડાપ્રધાન હતા.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇશાક ખાન દ્વારા વર્ષ 1990માં પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર નિશાન-એ-પાક પુરસ્કાર મેળવનાર.
વર્ષ 1991 ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નનું સન્માન મેળવનાર.
નિશાન-એ-પાક અને ભારત રત્ન એમ બંને પુરસ્કાર મેળવનાર એકમાત્ર વ્યક્તિ.
વડાપ્રધાન બન્યા પહેલા ગોધરામાં નાયબ કલેક્ટર અને મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવનાર.
સુવર્ણ અંકુશ ધારો પસાર કર્યો, જેથી તેઓને ચુસ્ત સિદ્ધાંતવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે.
મોરારજી દેસાઈએ મહાગુજરાત આંદોલન સામે ઉપવાસ કર્યા હતા.
તેઓનું સમાધિ સ્થળ 'અભય ઘાટ' અમદાવાદમાં આવેલું છે.
કટોકટી પછી 24 માર્ચ, 1977થી 28 જુલાઈ 1979 સુધી તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા.

આજે (29 ફેબ્રુઆરી) ભારતના પ્રથમ એડવોકેટ જનરલ જમશેદજી બહેરામજી કાંગા અને ખ્રિસ્તી વડા ધર્મગુરુ પોપ જોન પોલ ત્રીજાનો પણ જન્મદિવસ છે.


●28 ફેબ્રુઆરીરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
*1928ની 28 ફેબ્રુઆરીએ ભારતના વિજ્ઞાની સર સી.વી.રમને રમન ઇફેક્ટ નામની શોધ કરી હતી*

●જાપાને તેની નવી સુપ્રીમ ટ્રેનનું અનાવરણ કર્યું.તેનું નામ શું છે
*શિંકાનસેન*

●મોબાઈલ બ્રોડબેન્ડ ઇન્ડિયા ટ્રાફિક ઇન્ડેક્સ મુજબ ભારતના મોબાઈલ ધારકો મહિને સરેરાશ કેટલા જીબી ઈન્ટરનેટ વાપરે છે
*11 GB*

●રેલવે પોલીસ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી
*સુરક્ષિત સફર*

●મૃત્યુદંડની સજા રદ કરનારું અમેરિકાનું 22મું રાજ્ય કયું બન્યું
*કોલોરાડો*

●મ્યાનમાર (બ્રહ્મદેશ)ના વડાપ્રધાન જેઓ હક ભારત પ્રવાસે આવ્યા છે
*વિન મિન્ટ*

●સાઈબેરીયામાંથી 46,000 વર્ધ જૂના હિમ યુગના કયા પક્ષીના અવશેષ મળી આવ્યા
*હોર્ન્ડ લાર્ક*

●અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ત્રાટકેલું વિન્ટર સ્ટોર્મ
*ઓડેલ*

●ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા મામલે કયો જિલ્લો પ્રથમ આવે છે
*બનાસકાંઠા*

●દેશના પહેલા મહિલા લેફ્ટનન્ટ જનરલ કોણ બન્યા
*માધુરી કાનિટકર*

●ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન ગોલ્ડ મેડાલિસ્ટ ચીનના કયા સ્વિમર પર ડોપિંગના કારણે 8 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
*સુન યાંગ*

●તમિલનાડુના તિરુચિરાપલ્લીના 1800 વર્ષ પુરાણા જંબુકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાંથી 504 સોનાના સિક્કા મળી આવ્યા.


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-01-02/03/2020🗞👇🏻~*

*📝1 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*પંજાબી સાહિત્યકાર : કરતારસિંઘ દુગ્ગલ*
*જન્મ:-* 1 માર્ચ, 1917 , આજના પાકિસ્તાનના રાવલપિંડીના ધમલ ગામે
*નિધન:-* 26 જાન્યુઆરી, 2012
લાહોરથી અંગ્રેજી સાથે અનુસ્નાતક
ઓલ ઇન્ડિયા રેડીયોથી વ્યવસાયી કારકીર્દી શરૂ કરનાર દુગ્ગલે આકાશવાણી પર નાટકો લખવાથી લેખનકાર્ય શરૂ કર્યું.
તેમણે પંજાબી, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓમાં વાર્તા, લઘુકથા, નવલકથા, નાટક અને અનુવાદ જેવા સાહિત્ય સ્વરૂપોમાં માતબર ખેડાણ કર્યું છે.
*તેમને લખેલા કેટલાક પુસ્તકો:-* બર્થ ઓફ સોન્ગ, કમ બેક માય માસ્ટર, ડેન્જર, મત્તી મુસલમાન કી, કંધે કંધે, સોનાર બાંગ્લા, નયા ઘર, શરદ પૂનમ કી રાત, ભગવાન હૈ કી નહીં
તેમના સાહિત્ય સર્જનનું ગાલીબ પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, પદ્મભૂષણ, રાજ્યસભાના નિયુક્ત સભ્ય એમ અનેક રીતે સન્માન થયું.
તેઓ 1973-76 સુધી ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલયના સલાહકાર પણ રહ્યા હતા.
તેઓ કહેતા કે, "લેખકે હંમેશા સમાજની ભૂલો અને મર્યાદાઓને ઉજાગર કરવી જોઈએ."

આજે (1 માર્ચ) કેળવણીકાર, શારદાગ્રામ શાળા સંકુલના સ્થાપક મનસુખરામ જોબનપુત્રાનો પણ જન્મદિવસ છે.


*📝2 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ઈતિહાસ લેખનનો હિન્દુ અવાજ : પી.એન.ઓક*
*પૂરું નામ:-* પુરુષોત્તમ નાગેશ ઓક
*જન્મ:-* 2 માર્ચ, 1917, ઈન્દોરમાં
*નિધન:-* 4 ડિસેમ્બર, 2007
મુંબઇ યુનિવર્સિટીથી વિનયન અનુસ્નાતક અને એલ.એલ.બી. થયેલાં.
બીજા વિશ્વયુદ્ધમાં આઝાદ હિંદ ફૌજ વતી જાપાની સૈન્ય સામે લડ્યા હતા.
આઝાદી પછી 'હિન્દુસ્તાન ટાઈમ્સ' અને 'દિ સ્ટેટ્સમેન' જેવા પત્રોમાં રિપોર્ટર તરીકે કામ કર્યું હતું.
તેમની સેવાઓ આકાશવાણી, જન મંત્રાલય અને ભારતીય દુતાવાસમાં પણ રહી હતી.
પણ તેઓ જાણીતા બન્યા તેમના ઈતિહાસ સંશોધનના ઉગ્ર હિંદુવાદી દ્રષ્ટિકોણથી.
તેમને 'ઇતિહાસ પત્રિકા' સામાયિક અને 'ભારતીય ઇતિહાસ પુનરાવલોકન સંસ્થાન' સંસ્થા શરૂ કરી હતી.


●રાજ્યમાં પ્રથમ વખત CCTV હેઠળ ગુનેગારો પર ખાસ નજર રાખી ઝડપી લેવા એઆઈ ફેશિયલ રેક્ગનાઇઝ સોફ્ટવેરનો ઉપયોગ કયા શહેરમાં કરવામાં આવી રહ્યો છે
*વડોદરા*

●હાલમાં ગુજરાતના કઈ જાતના ગધેડાને રાષ્ટ્રીય માન્યતા અપાઈ
*કચ્છી ગધેડા*
*ગુજરાતની નારી અને ડગરી ગાયનો પણ સમાવેશ કરાયો*

●પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ ફ્રી કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*લકઝમબર્ગ*
*બસ અને ટ્રેનમાં વિના મૂલ્યે સફર*

●મલેશિયાના નવા વડાપ્રધાન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*મોહિઉદ્દીન યાસીન*

●પુરુષમાં દુબઈ ઓપન ટાઇટલ કોણે જીત્યું
*સર્બિયાના યોકોવિચે (5મી વખત)*

●44મી ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019-20 ક્યાં યોજાઈ હતી
*જયપુર*

●વિશ્વમાં સૌથી ખરાબ હવા ધરાવતા શહેરોની યાદીમાં કયું શહેર પહેલા નંબર પર રહ્યું
*થાઈલેન્ડનું ચિઆંગ માઇ*
*કોલકાતાનું ત્રીજું સ્થાન*

●ગુજરાતમાં લેપર્ડ સફારી પાર્ક કયા જિલ્લામાં બનાવવામાં આવશે
*ડાંગ*

●તાજેતરમાં બ્રિટનમાં કયું બીજું વાવાઝોડું ત્રાટક્યું
*જ્યોર્જ*

●હાલમાં બલબીર સિંઘનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*હોકી*

●ટેનિસનું મેક્સિકો ઓપન ટાઈટલ કોણે જીત્યું
*સ્પેનિશ સ્ટાર નદાલે*
*આ ટાઈટલ ત્રીજીવાર જીત્યું*
*કારકિર્દીનું 85મું ટાઈટલ મેળવ્યું*

●હાલના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના વડા કોણ છે
*આર.એસ.શર્મા*


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-03/03/2020🗞👇🏻~*

*📝3 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*જમશેદજી તાતા*
*જન્મ:-* 3 માર્ચ, 1839 , નવસારીમાં
*નિધન:-* 1904
નવસારી અને મુંબઈમાં શિક્ષણ લીધું હતું.
હોંગકોંગમાં અનુભવ પ્રાપ્ત કરી પ્રયોજકિય પ્રવૃત્તિ શરૂ કરી.
1869માં મુંબઈમાં એલેક્ઝાન્દ્રા, 1877માં એમ્પ્રેસ, 1886માં સ્વદેશી અને 1903માં અમદાવાદમાં એડવાન્સ મિલ શરૂ કરી.
તાતા લાઈન નામથી વહાણવટા કંપની ચાલુ કરી પણ જમશેદજીનું અસલ હીર તો લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં ઝળકી ઉઠ્યું હતું.
તેમની કાર્યયોજનાના ભાગરૂપે 1907માં તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (ટીસ્કો)ની સ્થાપના થઈ હતી પણ તે પહેલાં તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.

આજે (3 માર્ચ) ટેલીફોનના શોધક ગ્રેહામ બેલ, હાસ્યકાર જશપાલ ભટ્ટી, સ્વતંત્રતા સૈનિક ફુલચંદભાઈ શાહ, ક્રિકેટર એમ.એલ.જયસિન્હાનો જન્મદિવસ અને નામાંકિત સાહિત્યકાર હરિ નારાયણ આપ્ટે, શાયર ફિરાક ગોરખપુરી અને ક્વિઝ ક્રિકેટર માર્ટિન ક્રોવની પુણ્યતિથિ છે.


●3 માર્ચ, 1946 વલ્લભવિદ્યાનગરની સ્થાપના

●ભારતીય સ્પેસ એજન્સી દેશનો પ્રથમ જિયો ઇમેજિંગ સેટેલાઈટ GSLV-F10ની મદદથી લોન્ચ કરશે.આ સેટેલાઈટનું વજન કેટલું છે
*2268 કિલોગ્રામ*

●ગુજરાતમાં ઢોલ મેળો ક્યાં ભરાય છે
*દાહોદ*

●જમ્મુમાં ઐતિહાસિક સિટી ચોકને કયા નામે ઓળખવામાં આવશે
*ભારત માતા ચોક*
*જ્યારે સર્ક્યુલર રોડ ચોકનું નામ બદલીને 'અટલ ચોક' કરાયું*

●દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું ઇન્ફન્ટ્રી (પગપાળા સેના)નું મ્યુઝિયમ નિર્માણ ક્યાં થયું
*મધ્યપ્રદેશના ઇન્દોરના મહુમાં*

●ભારત ચાર 'સ્વાતિ વેપન લોકેટિંગ રડાર' કયા દેશને વેચશે
*આર્મેનિયા*

●લંડનના ગુજરાતી સાપ્તાહિક ગરવી ગુજરાતના તંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*રમણિકલાલ સોલંકી*


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For More Gk and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[02/03, 7:32 pm] Naresh Zala.: *⃣SEBI*⃣

પૂરું નામ :-સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
સ્થાપના :-12એપ્રિલ 1988
30 જાન્યુઆરી 1992 માં સેબી એક્ટ દ્વારા વૈધાનિક સત્તા આપવામાં આવી.
મુખ્ય મથક:-મુંબઈ
અધ્યક્ષ :-અજય ત્યાગી (RBI ના પ્રતિનિધિ તરીકે )
સભ્યો :-5

મુખ્ય કાર્ય:-sebi ને મૂડી બજાર પર અંકુશને તેની વૃદ્ધિને પ્રોત્સાહન તેમજ નિયંત્રણ રાખવાનું કાર્ય 1992 ના એક્ટ હેઠળ સોંપવામાં આવ્યું છે.

સત્તાઓ :-
sebi ના ધારા ની કલમ-11માં સત્તાઓ આપવામાં આવી છે.
જેમાં...
સુરક્ષા બજાર માં થતી ગેરરીતિ ઓ દૂર કરવી.
શેર બજારમાં /કોઈ બીજા જામીનગીરીઓ ના બજાર માં વ્યાપાર નું નિયમન કરવું.
શેર દલાલો, શેર ફેરબદલી દલાલો, ભરણાના બેન્કરો, વ્યાપારી બેન્કરો, રોકાણ સલાહકારો, બીજા મધ્યસ્થિઓ બજાર સાથે કોઈ પણ રીતે સંકળાયેલા હોઈ તેની નોંધ કરી ને કર્યો નું નિયમન કરવું.
સ્વ નિયંત્રણકારી સંસ્થાઓનું પ્રવર્તન અને નિયંત્રણ કરવું.

Naresh zala💐
[03/03, 1:12 am] Naresh Zala.: *⃣IRDA*⃣

પુરુનામ:-ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી
સ્થાપના :-1999
મુખ્ય મથક:-હૈદરાબાદ, તેલંગાણા
અધ્યક્ષ :-સુભાષચંદ્ર ખૂંટીયા
સભ્યો :-10

મુખ્ય કાર્ય:-વીમા ધારકોના હિત નું રક્ષણ થઈ શકે અને વીમા ઉદ્યોગ નું નિયમન અને તેની વૃદ્ધિ કરવા માટે..
👉લોકસભા માં ડિસેમ્બર 1999માં આ કાયદા ને માન્યતા મળી ને 2000 માં વીમા ઉદ્યોગ તરીકે આ કાયદો અમલ માં આવ્યો.
👉જેને "વીમા નિયમન અને વિકાસ સત્તા "તરીકે ઓળખવામાં આવે છે.

*⃣કાર્યો :-
વીમા ધારકો ના હિત નું રક્ષણ કરવું.
વીમા ઉદ્યોગ ને મજબૂત કરવો.
અર્થતંત્ર નો વિકાસ કરવો.
વીમો ઉતારનારાઓ, ઉતરાવનારાઓ અને મધ્યથી સંસ્થા ઓ નું ઓડિટ કરવું.


Naresh zala💐
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-04/03/2020🗞👇🏻~*

*📝4 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*શહેર સૂબા : જયંતી ઠાકોર*
*જન્મ:-* 4 માર્ચ, 1913 , જામનગર જિલ્લાના લાલપુર ખાતે
*નિધન:-* મે, 2004
17 વર્ષની વયે સત્યાગ્રહમાં જોડાયા હતા.
ધોલેરા સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો.
અમદાવાદમાં સરકાર સંચાલિત આર.સી.હાઈસ્કૂલના મકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સભાબંધીનું ઉલ્લંઘન પણ કર્યું હતું.
1932 થી 1942 દરમિયાન તેમણે ચાર વાર જેલની સજા પણ ભોગવી હતી.
1942ના ભારત છોડો આંદોલનમાં તેઓએ લોક સમૂહની આગેવાની લઈ કરેલા કામો બદલ અમદાવાદની જનતાએ તેમને 'શહેર સૂબા'નો ખિતાબ આપ્યો હતો.
1946માં અમદાવાદના કોમી હુલ્લડો વખતે તેમને મન મુકીને કોમી એખલાસ માટે પ્રવૃત્તિઓ કરી હતી.

આજે (4 માર્ચ) રોજ અભિનેત્રી દીના પાઠક, હિન્દી નવલકથાકાર ફનીશ્વરનાથ રેણુ, આરબ મુસાફર અને ઇતિહાસકાર તહકિક-ઇ-હિન્દ જેવા અદ્દભુત ગ્રંથના કર્તા અલ બરૂની, પોર્ટુગીઝ રાજકુમાર હેન્ની દિ નેવિગેટરનો જન્મદિવસ અને ક્રાંતિકારી લાલા હરદયાલ અને લોકસભાના પૂર્વ સ્પીકર પી.એ.સંગમાની પુણ્યતિથિ છે.


●સિદ્ધપુરમાંથી મળી આવેલી વંશાવલીમાં ઉલ્લેખ મુજબ આદ્ય કવિ નરસિંહ મહેતાના જમાઈ કુંવરબાઈના પતિનું નામ શું હતું
*વત્સલ ઓઝા*

●અમેરિકન થિંક ટેન્ક ગ્લોબલ ફાયનાન્સિયલ ઇન્ટેગ્રીટીના અહેવાલ મુજબ ભારત 83.5 અબજ ડોલર સાથે વેપાર આધારિત ગેરકાયદે નાણાં પ્રવાહમાં 135 દેશોમાં કેટલામાં ક્રમે છે
*ત્રીજા*
*ચીન પ્રથમ અને મેક્સિકો બીજા ક્રમે*

●દર વર્ષે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે ક્યારે મનાવામાં આવે છે
*3 માર્ચ*

●આયર્લેન્ડના વડાપ્રધાન જેમને હાલમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
*લીઓ વરાડકર*

●25 ફેબ્રુઆરી, 2020ના રોજ ઈજિપ્તના પૂર્વ શાસક મોહમ્મદ હોસ્ની મુબારકનું અવસાન થયું હતું. તેઓ કયા સમય સુધી ઈજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર હતા
*1981 થી 2011*

●તાજેતરમાં કયા દેશને FATF 'ગ્રે સૂચિ' પર સૂચિબદ્ધ કરવામાં આવ્યું
*મોરેશિયસ*

●ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે લશ્કરી કવાયત શરૂ થઈ હતી.તેનું નામ શું હતું
*ઈન્દ્રધનુષ*

●ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ RAISE-2020 નવી દિલ્હીમાં યોજાશે.RAISEનું ફૂલ ફોર્મ શું છે
*Responsible AI For Social Empowerment*

●કઈ યોજના દ્વારા આઠ નવા સંસદભવન બનાવવામાં આવશે
*સેન્ટ્રલ વિસ્તા*

●તાજેતરમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ-2020નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*નવી દિલ્હી*

●નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ બ્રુનેઇમાં શોધેલી ગોકળગાયની એક પ્રજાતિને કોનું નામ આપ્યું છે
*સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ*

●કયા રાજ્યની સરકાર રાજ્યના તમામ બજારો અને સુગર મિલોમાં અટલ કિસાન મજદૂર કેન્ટીન ખોલશે જેમાં કેન્ટીનમાં ખેડૂતો અને મજૂરોને પ્લેટ દીઠ 10 રૂપિયામાં સસ્તો આહાર આપવામાં આવશે
*હરિયાણા*

●ભારતના નવા આર્મી હેડક્વાર્ટરનું નામ શું રાખવામાં આવ્યું
*થલસેના ભવન*

●રામમંદિર સંકુલ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા
*નૃપેન્દ્ર મિશ્રા*

●IRCTCએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારતીય રેલવે એક વિશેષ યાત્રાધામ ટુરિસ્ટ ટ્રેન શ્રીરામાયણ એક્સપ્રેસ ચલાવશે જે ભગવાન રામ સાથે સંકળાયેલા તીર્થસ્થાનોને આવરી લેવામાં આવશે.

●ડિપાર્ટમેન્ટે ઓફ ટેલિકોમ્યુનિકેશને તાજેતરમાં 5-G હેકાથોન લોન્ચ કર્યું છે.


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-05/03/2020🗞👇🏻~*

*📝5 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કર્ણાટકના મહાન ગાયિકા : ગંગુબાઈ હંગલ*
*જન્મ:-* 5 માર્ચ, 1913, કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાના શુકવારદાપેતે ખાતે દેવદાસી પરિવારમાં
*નિધન:-* 21 જુલાઈ, 2009
ગરીબાઈ, લિંગ અને જાતીય ભેદભાવો સામે ઝઝૂમતા ગંગુબાઈએ પોતાની સંગીતકાર તરીકેની યાત્રા તય કરી હતી.
બચપણમાં ગ્રામોફોન શોખ હતો, તેના અવાજની નકલ પણ કરતા.
તેમણે ભૈરવ, તોડી, ભીમપલાસી, પૂરીયા, ધનશ્રી જેવા શાસ્ત્રીય રાગમાં કૌવત દાખવ્યું હતું.
તેમણે પદ્મશ્રી, પદ્મવિભૂષણ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, કર્ણાટક યુનિવર્સિટી ડૉક્ટરેટની પદવી એમ અનેક રીતે સન્માન થયું છે.
તેમણે 'મેરે જીવન કા સંગીત' શીર્ષકથી આત્મવૃતાંત પણ લખ્યું છે.


●ગુજરાત હાઇકોર્ટમાં 4 નવા જસ્ટિસે શપથ લીધા તેમના નામ
*ગીતા ગોપી, ઇલેશ વોરા, ડૉ.અશોકકુમાર જોશી અને રાજેન્દ્ર એમ.સરિન*

●કયા દેશમાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ માટે ટ્રેનયાત્રા મફત કરવામાં આવી
*બ્રિટન*

●ઉત્તરાખંડ સરકારે ગ્રીષ્મકાલીન પાટનગર કયા શહેરને બનાવ્યું
*ગૈરસેંણ*
*એટલે કે ઉનાળા દરમિયાન તમામ કામ દહેરાદૂનના સ્થાને ગૈરસેંણથી કરશે*

●ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE) દ્વારા તૈયાર કરાયેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ 'આદિત્ય'નું પૂરું નામ શું છે
*અકમ્પ્લિસિંગ ડ્રિમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ એડમિનિસ્ટ્રેટર્સ*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર કોણ બન્યા
*ભૂતપૂર્વ સ્પિનર સુનિલ જોશી*

●500 ટી-20 મેચ રમનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*વેસ્ટઇન્ડિઝનો કેરોન પોલાર્ડ*


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-06/03/2020🗞👇🏻~*

*📝6 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*હુમાયુ*
*મૂળ નામ:-* નસીરુદ્દીન મહંમદ હુમાયુ
*જન્મ:-* 6 માર્ચ, 1508માં કાબુલ મુકામે
*પિતા:-* બાબર
*માતા:-* માહમ સુલતાના
*હુમાયુ શબ્દનો અર્થ:-* ભાગ્યશાળી
તે તુર્કી અને ફારસી ભાષાનો સારો જાણકાર હતો.
બાબરના નિધન બાદ 30 ડિસેમ્બર, 1530ના રોજ હુમાયુ ભારતનો નવો મુઘલ શાસક બન્યો.
ઇ.સ.1541માં તેણે હિન્દાલના ગુરુ મીર અલી અકબરની પુત્રી હમીદોબા બેગમ સાથે લગ્ન કર્યા હતા.
હમીદોબાનો બેગમે અકબરને જન્મ આપ્યો.
હુમાયુની સાવકી બહેને હુમાયુનામા લખ્યું હતું.
ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના હુમાયુએ કરી હતી.
*હુમાયુ દ્વારા લડાયેલાં મુખ્ય યુદ્ધ:-*
કાલિંજર પર આક્રમણ-1531
દોહરિયાનું યુદ્ધ
ચુનારનું યુદ્ધ-1532
ગુજરાત સાથે સંઘર્ષ-1535 થી 1536
ચૌસાનું યુદ્ધ-15 જૂન, 1539
કન્નૌજ અથવા બિલગ્રામનું યુદ્ધ-17 મે, 1540
શેરશાહના મૃત્યુ બાદ જૂન, 1555માં હુમાયુએ સરહિન્દના યુદ્ધમાં શેરશાહના વંશજોને હરાવ્યા હતા.તેમ જ ફરી વાર ભારતનો સુલતાન બન્યો હતો.

*નિધન:-* હુમાયુએ દિલ્હીના જૂના કિલ્લા દીનપનાહમાં શેરમંડલ નામે પુસ્તકાલય તૈયાર કરાવ્યું હતું.
24 જાન્યુઆરી, 1556માં સાંજની પ્રાર્થનાના સમયે આ પુસ્તકાલયમાં જ પડી જવાને કારણે તેનું નિધન થયું હતું.


*દૈવી કલાકાર : માઈકલ એન્જલો*
*પૂરું નામ:-* માઈકલ એન્જલો ડી લુંડીકીવો બ્યોનેરોત્તી સીમોની
*જન્મ:-* 6 માર્ચ, 1475 , ઈટાલીના ફ્લોરેન્સના ટસ્કની ખાતે
*નિધન:-* 18 ફેબ્રુઆરી, 1564
યુરોપિયન નવજાગૃતિકાળના મહાન મૂર્તિકાર, વાસ્તુકાર, ચિત્રકાર અને કવિ હતા.
તેઓ નવજાગૃતિ સમય દરમિયાન સ્થળાંતરો કરતા આખરે રોમમાં સ્થાયી થયા હતા.
જીવનનો એકમાત્ર ધ્યેય મૂર્તિ નિર્માણ પ્રવૃત્તિઓને બનાવ્યું.
તેની ખ્યાતિ સાંભળી પોપ દ્વિતીય જુલિયસે રોમમાં પોતાના અંતિમ વિશ્રામના મકબરા માટે મૂર્તિઓ બનાવવાનું કામ તેમણે સોંપ્યું હતું.પણ વિરોધીઓની કાન ભંભેરણીને કારણે માઈકલને મહેલમાંથી કાઢી મુકાયો.

આજે (6 માર્ચ) નોબેલ વિજેતા અમેરિકી સાહિત્યકાર પર્લ બક અને રાજ્યશાસ્ત્રી કીર્તિદેવ દેસાઈનો પણ જન્મદિવસ છે.


●સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માજી મહામંત્રી અને પેરુના વડાપ્રધાન જેમનું હાલમાં અવસાન થયું
*જેવિયર પેરેઝ દ કુયાર*
*તેમણે UNના મહામંત્રી તરીકે 1982 થી 1991 સુધી સેવા આપી હતી*

●કયા પ્રોજેકટ હેઠળ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દરેક જિલ્લાના મુખ્ય મથકોને CCTV નેટવર્ક હેઠળ આવરી લેવાશે
*વિશ્વાસ પ્રોજેકટ*

●ફ્રીડમ ઇન ધ વર્લ્ડ રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે
*83મો*
*ભારતીય લોકશાહીમાં લોકોને ઓછી સ્વતંત્રતા છે*

●ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ની 2023ની બેઠક ભારતના કયા શહેરમાં થશે
*મુંબઈ*
*છેલ્લે ભારતને આ બેઠક 1983માં દિલ્હીમાં મળી હતી ત્યારબાદ 2023માં ભારતને યજમાની કરવાની તક મળી છે*


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝આણંદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●એશિયાની સૌથી મોટી અમૂલ દૂધ ડેરી આણંદમાં આવેલી છે.

●જે અમૂલ ડેરીની સ્થાપક તરીકે ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે. જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી. અમૂલ ડેરી પહેલાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલની સલાહથી થકી થઈ હતી.

●આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલનું હતું.

●અમૂલનું માર્કેટિંગ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF) સાંભળે છે.

●નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)નું મુખ્ય મથક આણંદમાં આવેલું છે.

●લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં NDDB ની સ્થાપના થઇ હતી.

●દેશમાં ખ્યાતનામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA) આણંદ ખાતે આવેલી છે.

●શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે આણંદની ગણના થાય છે.

●શ્વેત ક્રાંતિના મુખ્ય વ્યક્તિ ડો.વર્ગીસ કુરિયન અમૂલ ડેરી સાથે જોડાયેલા હતા.

●ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

●વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જાય છે.

●વલ્લભ વિદ્યાનગરમાં કાચ ઉદ્યોગ વિકસેલો છે.

●ગુજરાતમાં સૌપ્રથમ વખત ઇ.સ.1958માં આણંદના લુણેજમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા.

●આણંદ જિલ્લામાં આવેલું કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન છે.

●ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.જ્યાં તાળાં અને પતંગ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે.

●પ્રાચીન સમયથી ખંભાત એક સમૃદ્ધ બંદર છે.

●માર્કોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

●મોગલ બાદશાહ અકબર અને જહાંગીરે ખંભાતમાં દરિયા દર્શન કર્યું હતું.

●ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ધુવારણ આણંદ જિલ્લામાં આવેલું છે.

●ધુવારણ તાપ વિદ્યુત મથકની સ્થાપના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના કાર્યકાળમાં થઈ હતી.

●બહારવટિયાઓને સાથ આપવાના આરોપસર બોરસદની પ્રજા પર નખાયેલ પોલીસ ખર્ચના કારણે ઇ.સ.1923માં બોરસદ સત્યાગ્રહ થયો હતો.

*આણંદ જિલ્લાના મહત્વના સ્થળો*

●વાલ્મી સંસ્થા (WALMI- Water and Land Management Institute-આણંદ)

●પાપડ ઉદ્યોગ માટે જાણીતું સ્થળ - ઉત્તરસંડા

●અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મથક (બોચાસણ)

●ફુલમાતા મંદિર (બોરસદ)

●જુમ્મા મસ્જિદ (ખંભાત)

●તોરણ માતા મંદિર (બોરસદ)

●જ્ઞાનવાળી વાવ (ખંભાત)

●કાકાની કબર (ખંભાત)

●નારેશ્વર તળાવ (ખંભાત)

●આરોગ્ય માતાનું ધામ (પેટલાદ)

●ભારત છોડો આંદોલનમાં ગોળીબર થયો હતો તેવું સ્થળ - અડાસ

●ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન - સોજિત્રા

👉🏻 Continue.....

💥રણધીર💥