સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-05/02/2020🗞👇🏻~*

*📝5 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*માનવશાસ્ત્રી આર્થર કિથ*
*જન્મ:-* 5 ફેબ્રુઆરી, 1866 સ્કોટલેન્ડ
*નિધન:-* 7 જાન્યુઆરી, 1955 બ્રિટનમાં
મેડિકલની પદવી મેળવી હતી.
1888માં ખાણ કંપનીમાં મેડિકલ અધિકારી તરીકે કારકિર્દી શરૂ કરનાર આર્થર કિથ યુનિવર્સિટીઓમાં પ્રોફેસર પણ રહ્યા હતા.
મેડિકલ ક્ષેત્રમાં તેમણે હદયના પેસમેકરની શોધ કરી હતી.
માનવ અવશેષોના આધારે સંશોધન એ કિથના અભ્યાસનું વિશેષ કાર્યક્ષેત્ર રહ્યું હતું.તેના આધારે કિથે માનવવિકાસ અને આધુનિક રાષ્ટ્રવાદની થિયરી રજૂ કરી હતી.
રાષ્ટ્રવાદ વિશેની તેમની વિચારણા પછી કિથ આધુનિક રાષ્ટ્રવાદના જનક બન્યા હતા.
આર્થર કિથના સંશોધન કાર્યોનું 'નાઈટ'નો ઇલકાબ અને રોયલ એન્થોપોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનના બે વાર અધ્યક્ષ એમ સન્માન થયું હતું.


●ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ડિફેન્સ એક્સપો 2020માં કેટલા દેશની કંપની શસ્ત્ર પ્રદર્શન કરશે
*70 દેશની 165 કંપની*

●અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ સેમી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ભારત કેટલામી વાર ફાઇનલમાં પ્રવેશ્યું
*સાતમી વાર*

●ભારતીય કોસ્ટગાર્ડે કર્ણાટકના મેંગલુરુમાં કઈ હાઈસ્પીડ બોટ શરૂ કરી
*સી-448*
*સી-448 એક ઈન્ટરસેપ્ટર બોટ છે, જેનો ઉપયોગ દરિયાકાંઠે પેટ્રોલિંગ અને બચાવ કામગીરી માટે કરવામાં આવશે*

●ઈસરોએ ગ્રામ પંચાયતના સભ્યો સાથે મળીને કામ કરવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો
*ભુવન પંચાયત 3.0*

●કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાન દ્વારા કરવામાં આવેલી ઘોષણા મુજબ , એક રાષ્ટ્ર , એક રેશનકાર્ડ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. હાલમાં આ યોજના 1 જાન્યુઆરી, 2020થી દેશભરના કેટલા રાજ્યોમાં કાર્યરત છે
*12 રાજ્યોમાં*

●ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં બજેટ બનાવવાની પ્રક્રિયામાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે
*આસામ*
*ઓડિશાને બીજા અને આંધ્રપ્રદેશને ત્રીજો ક્રમ મળ્યો છે*
*ગોવા, મહારાષ્ટ્ર અને પંજાબને બજેટ બનાવવાની પ્રક્રિયાની દ્રષ્ટિએ ખૂબ જ નીચો રેન્ક મળ્યો છે*

●રણજી ટ્રોફીમાં 12 હજાર રન કરનારો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*વસીમ જાફર*

●ભારતીય થિયેટર કલાકાર સંજના કપૂરને કયા ફ્રેન્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવશે
*નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ*
*ફ્રેન્ચ સંસ્કૃતિ પ્રધાન : ફ્રેકન રાયસ્ટર*

●રિપબ્લિક ડે 2020ની પરેડમાં કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ ઈનામ મળ્યું
*આસામ*
*ઉત્તરપ્રદેશ અને ઓડિશા સંયુક્ત રીતે બીજા ક્રમે*

●ભારતીય બેકન એસોસિએશનના નવા મુખ્ય કાર્યકારી અધિકારી કોણ બન્યા
*પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ મહેતા*
*ભારતીય બેકન એસોસિએશન એક ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાઓનું જૂથ છે.તેની સ્થાપના 26 સપ્ટેમ્બર,1946ના રોજ થઈ હતી.તેનું મુખ્ય મથક મુંબઈમાં છે*

●કયા રાજ્યની વિધાનસભાએ રાજ્ય વિધાન પરિષદને રદ કરવાનો ઠરાવ પસાર કર્યો છે
*આંધ્રપ્રદેશ*

●71મા પ્રજાસત્તાક દિને મહારાષ્ટ્ર સરકારે કઈ યોજના શરૂ કરી છે
*શિવ ભોજન થાળી યોજના*
*આ યોજના અંતર્ગત ગરીબ લોકોને 10 ૱માં ભોજન આપવામાં આવશે*


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
🦠 Novel Corona 🔬
*🏹શ્રીમદ્ ભગવદ્ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ🏹*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●મહાભારતના કુલ 18 અધ્યાય છે જે પૈકી છઠ્ઠો પર્વ ભીષ્મ પર્વ છે.આ ભીષ્મ પર્વના અધ્યાય નં.૨૫ થી ૪૨ ના કુલ અઢાર અધ્યાય એ જ આપણી શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા.*

*●ગીતાના ૧૮ અધ્યાય છે.કુલ ૭૦૦ શ્લોકો છે.૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ બોલ્યા છે. ૮૫ શ્લોક શ્રી અર્જુન, સંજય ૩૯ શ્લોક અને ૧ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.*

*●ગીતાના કુલ અક્ષર ૨૪,૪૪૭ છે અને કુલ શબ્દો ૯૪૧૧ છે.*

*●શ્રીમદ્દ ભગવદગીતાનો સીધો, સાદો સરળ અર્થ થાય છે - શ્રીકૃષ્ણ ભગવાને ગાયેલું ગીત.*

*●શ્રી વેદવ્યાસે આ ભગવદગીતાને શ્લોક બદ્ધ કરી , વેદવ્યાસનું મૂળ નામ શ્રીકૃષ્ણ બાદરાયણ અથવા શ્રીકૃષ્ણ દ્વૈપાયન છે. બદરી (બોરડી) વનમાં જન્મ્યા એટલે બાદરાયણ અને બે દ્વીપ (ટાપુ) વચ્ચે જન્મ્યા એટલે દ્વૈપાયન કહેવાયા અને વેદોનો વિસ્તાર કર્યો માટે વેદવ્યાસ કહેવાયા.*

*●ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ છે પરંતુ આખી ગીતામાં એક પણ વખત 'હિન્દુ' શબ્દ વપરાયો નથી.એ જ દર્શાવે છે કે ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે.*

*● ગીતા માત્ર ચાર વ્યક્તિનો જ સંવાદ છે : શ્રીકૃષ્ણ, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર.*

*● ગીતામાં શ્રીકૃષ્ણ ઉવાચ : ૨૮ , અર્જુન ઉવાચ : ૨૧ , સંજય ઉવાચ : ૯ અને ધૃતરાષ્ટ્ર ઉવાચ : ૧ વખત આવે છે. જેથી કુલ ઉવાચ ૫૯ વખત આવે છે.*

*● શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ છે. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ છે.સંજયના પિતાજી ગવલ્ગણ પણ સારથિ હતા.યોગાનુયોગ શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદ્રષ્ટિ આપે છે તો વેદવ્યાસ સંજયને દિવ્યદ્રષ્ટિ આપે છે.*

*● ઇ.સ.પૂર્વે ૩૧૦૨માં માગશર સુદ ૧૧ અગિયારસના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ૮૯ વર્ષ ૨ માસ અને ૭ દિવસની ઉંમરે મહાભારત યુદ્ધ વખતે કુરુક્ષેત્ર મેદાનની વચ્ચોવચ આ ગીતા અર્જુનને કહી હતી.*

*●ગીતામાં શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, સખા, દાસ્ય, પાદ સેવન અને આત્મનિવેદન એમ નવેનવ નવધા ભક્તિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.*

*●સમગ્ર વિશ્વના મુખ્ય ૨૮ ધર્મો છે જેમાં એકમાત્ર ધર્મગ્રંથ શ્રીમદ ભગવદગીતાની જન્મજયંતી દર વર્ષે ૮ ડિસેમ્બર રંગેચંગે ઉજવવામાં આવે છે. જે ગૌરવ લેવા જેવી વાત છે.*

*●એકમાત્ર ગીતા જ એવો ધર્મગ્રંથ છે જેનો અનુવાદ વિશ્વની તમામ ભાષામાં થયો છે.*

*●ગીતામાં અલગ અલગ કુલ ૩૦ (ત્રીસ) યોગોનું વર્ણન છે.*

*●ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ 'ધર્મક્ષેત્ર' છે અને છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ 'મમ' છે.*

*●ગીતાને પાંચમો વેદ પણ કહેવાય છે.*

*●મહાભારતના ૧૮ પર્વ છે. ૧૮ દિવસ યુદ્ધ ચાલ્યું. ગીતાના ૧૮ અધ્યાય છે.ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાનના કુલ ૧૦૮ નામ છે. ગીતામાં સુંદર ૧૦૮ સુવાક્યો છે.શ્રીમદ ભગવદગીતા - શીર્ષકના કુલ અક્ષર ૯ છે.શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ગીતાને શ્લોકબદ્ધ કરનારનું નામ પણ ૯ અક્ષરનું છે.ગીતામાં નાના મોટા મળી કુલ ૮૦૧ વિષયોને આવરી લેવાયા છે. યોગ વિશે ગીતામાં કુલ ૫૪ શ્લોકો છે.ગીતામાં શ્રીકૃષ્ણની કુલ ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતાના કુલ ૧૮ નામ છે. આ બધા જ અંકોનો સરવાળો ૯ થાય છે.*

*●ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાન ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ શબ્દ ૩૭ વખત, બ્રહ્મ ૩૫ વખત, શાસ્ત્ર ૪ વખત, મોક્ષ ૭ વખત, ઈશ્વર શબ્દ ૬ વખત, પરમેશ્વર શબ્દ ૭ વખત અને ધર્મ ૨૯ વખત આવે છે.*

*●ગીતામાં ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદના છે.જ્યારે બાકીના ૫૫ શ્લોકો અલગ અલગ છંદોમાં આવેલા છે.*

*●ગીતામાં મુખ્ય ૩ વિષય છે - કર્મ, જ્ઞાન, ભક્તિ. ૧ થી ૬ અધ્યાય કર્મપ્રધાન, ૭ થી ૧૨ ભક્તિપ્રધાન અને ૧૩ થી ૧૮ જ્ઞાનપ્રધાન છે.*

*●ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો ૧૧મો શ્લોક છે જ્યાંથી ગીતા ઉપદેશ શરૂ થાય છે. ગીતા ઉપદેશ ૧૮માં અધ્યાયના ૬૩માં શ્લોકના 'ઇતિ' શબ્દથી પૂર્ણ થાય છે.એવો શાસ્ત્રકારોનો મત છે.*

*●ગીતાનો છેલ્લો શ્લોક જબરદસ્ત છે. જેમાં 'ર' અક્ષર તેર વખત, ય - અક્ષર ચાર વખત, ત્ર - ત્રણ વખત, ધ અક્ષર ત્રણ વખત આવે છે. તેમ છતાં અનુષ્ટુપ છંદ જળવાય છે.*

*●ગીતાનો એક શ્લોક વાંચતા માત્ર દસ સેકન્ડ થાય છે.૭૦૦ શ્લોક માટે ૭૦૦૦ સેકન્ડના હિસાબે આખી ગીતા એકી બેઠકે વાંચતા માત્ર બે કલાક જ થાય છે.*

*●ગુજરાતી ભાષામાં ગીતાના ભાષ્યના ૨૫૦ પુસ્તકો ઉપલબ્ધ છે.*

*~🙏🏽જયશ્રી કૃષ્ણ🙏🏽~*

*~ક્ષત્રિયબંધુ પાક્ષિકમાંથી~*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-06-07/02/2020📰~*

*📝6 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કવિ પ્રદીપ*
*જન્મ:-* 6 ફેબ્રુઆરી, 1915 , મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે બડનગરમાં
*નિધન:-* 11 ડિસેમ્બર, 1998
લખનૌથી સ્નાતક થયા.
5 દાયકાની કવિ કારકિર્દી દરમિયાન 70 થી વધુ ફિલ્મો અને 1700 થી વધુ ગીતો લખ્યા.
*તેમના કેટલાક યાદગાર ગીતો:-*
આજ હિમાલય કી ચોટી સે હમને લલકારા હૈ, દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ.
ચલ ચલા રે નૌજવાન
આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો એ ધરતી હૈ બલિદાન કી
દે દી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ
મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી

લતા મંગેશકર દ્વારા 'એય મેરે વતન કે લોગો' ગવાયા પછી પંડિત નહેરુની આંખમાં આવેલા આંસુ વગેરે કવિ પ્રદીપના સર્જનોનું સન્માન છે.
રાષ્ટ્રકવિ, દાદાસાહેબ ફાળકે સન્માન, સંગીત નાટક અકાદમી એવોર્ડ, સ્મૃતિ ટપાલ ટિકિટ જેવા પ્રદીપને સન્માન અપાયા છે.

*📝7 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભોજપુરીના પહેલા સુપરસ્ટાર : સુજિત કુમાર*
*જન્મ:-* 7 ફેબ્રુઆરી, 1934 , બનારસમાં
*નિધન:-* 5 ફેબ્રુઆરી, 2010
તેમને અભિનેતા બનવાની સહેજ પણ ઈચ્છા નહોતી.
તેઓ ક્રિકેટમાં રસ ધરાવતા હતા અને ઈંગ્લેન્ડમાં ભણી વકીલાત કરવા માંગતા હતા.
કોલેજમાં એક નાટ્યસ્પર્ધા દરમિયાન જાણીતા કલાકાર ફની મજુમદારે તેમનો અભિનય જોયો અને તેમનો હિન્દી ચલચિત્ર જગતનો રસ્તો પ્રશસ્ત થયો.
તેમની પહેલી ફિલ્મ હનીમૂન કરી.
40 વર્ષમાં 150થી વધુ હિન્દી ફિલ્મો અને 20 થી વધુ ભોજપુરી ફિલ્મો કરી.
તેમની જાણીતી ફિલ્મોમાં લાલ બંગલા, હમરાહી, ચરસ, દેશ-પરદેશ, બર્નિંગ ટ્રેન, કામચોર, આરાધના, ઇત્તેફાક, હાથી મેરે સાથી, અમર પ્રેમ, મેરે જીવન સાથી, રોટી, મહેબૂબા, અવતાર, આખિર ક્યો, અમૃત વગેરે.

આજે મહાન સાહિત્યકાર ચાર્લ્સ ડિકન્સ નો જન્મદિવસ અને દિનકર ભોજકની પુણ્યતિથિ છે.


●રામ મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રસ્ટની જાહેરાત કરી. 15 સભ્યોના આ ટ્રસ્ટનું નામ શું હશે
*શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર*

●પોતાનું FM રેડિયો સ્ટેશન શરૂ કરનારું દેશનું પ્રથમ કોર્પોરેશન શહેર કયું બનશે
*અમદાવાદ*

●કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટી એવોર્ડ કયા રાજ્યની એસટી બસને મળ્યો
*ગુજરાત*

●સ્પેસ સ્ટેશનમાં 328 દિવસ રહી સૌથી વધુ સમય અવકાશમાં રહેવાનો વિક્રમ કઈ અવકાશયાત્રીએ નોંધાવ્યો જે હાલમાં પૃથ્વી પર પાછી ફરી
*નાસાની અવકાશયાત્રી ક્રિસ્ટીના કોય*

●કોરોના વાઈરસ અંગે સમગ્ર વિશ્વને ચેતવનાર ડૉકટર જેમનું હાલમાં વાઈરસને કારણે જ મોત થયું
*ડૉ.લી વેનલિયાંગ*

●ડિફેન્સ એક્સપો 2020માં DRDOએ ડ્રાઈવર વગરની ઓટોમેટિક કાર રજૂ કરી તેનું નામ શું છે
*AUGV*

●હોલીવુડ અભિનેતા અને માઈકલ ડગ્લાસના પિતા કર્ક ડગ્લાસનું નિધન.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-08/02/2020🗞👇🏻~*

*📝8 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પ્રથમ મહિલા જ્ઞાનપીઠ વિજેતા : આશાપુર્ણા દેવી*
*જન્મ:-* 8 ફેબ્રુઆરી, 1909ના રોજ પશ્ચિમ બંગાળમાં કોલકાતા પાસે પોટલદંગામાં
*નિધન:-* 13 જુલાઈ, 1995
તેમણે 13 વર્ષની ઉંમરે લેખનનો પ્રારંભ કર્યો.
15 વર્ષની વયે તેમના લગ્ન થયા.
તેમની પહેલી કૃતિ 'જલ ઓર જામુન' વાર્તા સંગ્રહ હતો.
1937માં તેમની પ્રથમ બંગાળી નવલિકા 'પત્નીઓ પ્રેયસી' અમૃતબજાર પત્રિકામાં પ્રગટ થઈ.
સમગ્ર જીવન દરમિયાન 225થી વધુ કૃતિઓનું સર્જન કર્યું.જેમાં 200 જેટલી નવલિકાઓ, 25 બાળ પુસ્તકો, 24 થી વધુ નવલિકા સંપાદન ગ્રંથો પ્રકાશિત કર્યા.
1945માં 'પ્રેમ પ્રયોજન' નામની નવલકથા પ્રગટ થઈ.
ટાગોર પુરસ્કારથી સન્માનિત થયેલી પ્રથમ 'પ્રતિશ્રુતિ' નામની તેમની નવલકથામાં નિમ્ન સ્તરમાં જન્મેલી નાયિકા પર થતા માનસિક અત્યાચારોની રજૂઆત કરવામાં આવી હતી.
ભારત સરકાર તરફથી 'પદ્મશ્રી'નો ખિતાબ આપવામાં આવ્યો.
1977 માં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર હતા.
તેમના લેખનનો પ્રધાન સૂર નારી જીવન અને કુંટુંબ જીવનની સમસ્યાઓનું ચિત્રણ છે.


*ડૉ.ઝાકીર હુસૈન*
*જન્મ:-* 8 ફેબ્રુઆરી, 1897 હૈદરાબાદમાં
*નિધન:-* 3 માર્ચ, 1969
1952માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
1956 થી 1958 સુધી યુનેસ્કોની કાર્યકારિણીમાં ભારતના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું.
1962માં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને 1967માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા.
તેમણે 'કેપિટાલિઝમ' અને 'એસે ઇન અંડરસ્ટેન્ડિંગ' તેમજ હિન્દી ભાષામાં 'શિક્ષા' નામે પુસ્તકો પણ લખ્યા છે.
*ભારતના રાષ્ટ્રપતિ તરીકે👇🏻*
સમય:-1967 થી 1969
તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.
તેઓએ ઉપરાષ્ટ્રપતિ પદ પણ શોભાવેલું છે.
તેઓ રાષ્ટ્રપતિના હોદ્દા પર સૌથી ઓછો સમય પસાર કરનાર રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિના હોદ્દા પર અવસાન થયું હોય તેવા ડૉ.ઝાકીર હુસૈન પ્રથમ રાષ્ટ્રપતિ છે.
તેઓ જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના સહસ્થાપક હતા.
ઇ.સ.1948માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ પદે રહી ચૂક્યા હતા.
વર્ષ 1963માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમણે પદ્મવિભૂષણ સન્માન પણ આપવામાં આવ્યું હતું.

આજે નામી ગઝલકાર જગજિત સિંહ અને ઉસ્તાદ ફૈયાઝ ખાનનો પણ જન્મદિવસ છે તથા ગુજરાત યુનિવર્સિટીના તેજસ્વી અર્થશાસ્ત્રી પ્રોફેસર બી.આર.સિનોયની પુણ્યતિથિ છે.


●આસામમાં પહેલીવાર અલગ બોડોલેન્ડની માંગ ક્યારે ઉઠી હતી
*1966-67માં*

●'ગૂગલ મેપ્સ'ના 15 વર્ષ પુરા થયા.તેની શરૂઆત ક્યારે થઈ હતી
*8 ફેબ્રુઆરી, 2005*

●દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ કઈ તારીખે મનાવામાં આવે છે
*4 ફેબ્રુઆરી*

●ભારતનો સૌથી મોટો ગ્રામીણ ટેકનોલોજી ઉત્સવ ક્યાં યોજાયો હતો
*તેલંગણા*

●કોમન વેલ્થ રાષ્ટ્રોના સંગઠનનું 54મું સદસ્ય કયો દેશ બન્યો
*માલદીવ*

●કોના પુસ્તકને માતૃભૂમિ બુક ઓફ ધ ઈયરની ખિતાબ આપવામાં આવ્યો
*વિનોદ શુક્લ*

●કયા રાજ્યની સરકારે કોરોના વાઈરસને રાજ્ય સંકટ ઘોષિત કર્યો
*કેરળ*

●કોલકાતામાં તટીય સુરક્ષા અભ્યાસ યોજાયો હતો.તેને શું નામ આપવામાં આવ્યું
*માલ્ટા અભિયાન*

●ઈરાકના નવા વડાપ્રધાન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*મહંમદ અલ્લાવી*

●સમગ્ર એશિયામાં જાપાન પાસેથી સૌથી વધુ લોન મેળવનાર કંપની કઈ બની
*એન.ટી.પી.સી.*

●21મો કાલાઘોડા ઉત્સવ ક્યાં ઉજવાઈ રહ્યો છે
*મુંબઈ*

●દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે (વિશ્વ જલપ્લાવિત ભૂમિ દિવસ) કઈ તારીખે મનાવામાં આવે છે
*2 ફેબ્રુઆરી*

●પેન ગૌરીલંકેશ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*પત્રકાર યુસુફ જમિલ*

●એસ.ડી.જી.ઇન્ડિયા ઇન્ડેક્સ 2019માં કયા રાજ્યએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
*તેલંગણા*

●ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 9મો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે. તેને શું નામ આપવામાં આવેલ છે
*સમપ્રીતિ*

●અમદાવાદ લો ગાર્ડન ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 'હેપી સ્ટ્રીટ'નું લોકાર્પણ કર્યું. ટુ-વ્હીલરના પાર્કિંગ માટે 20 અને કાર માટે 50૱ ચૂકવવા પડશે.

●સ્માર્ટ સિટી મિશન યોજના હેઠળ અમદાવાદને ચંદીગઢ, સુરતને સહારનપુર, વડોદરાને મુરાદાબાદને સ્માર્ટ સિટી બનાવવાની જવાબદારી મળી.ભારત સરકારે આ યોજના કયા વર્ષે લોન્ચ કરી હતી
*2015માં*

●સોમાલિયામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી.

●તાજેતરમાં કવિ અજમલ સુલ્તાનપુરીનું નિધન થયું.

●તાજેતરમાં સાહિત્યકાર શશી શર્માનું નિધન થયું.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🔥ઉત્તરાર્ધ મહોત્સવ🔥*

મોઢેરાના પ્રખ્યાત સૂર્યમંદિરના પ્રાંગણમાં પ્રતિ વર્ષ જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. જે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ છે.
આ મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
મહોત્સવ દરમિયાન સમગ્ર સૂર્યમંદિરને શણગારવામાં આવે છે.
મોઢેરા સૂર્યમંદિર ભીમદેવ પહેલા દ્વારા પુષ્પાવતી નદીના કિનારે ઈરાની શૈલીમાં બનાવવામાં આવ્યું. તેના પરથી કર્કવૃત નામની રેખા પસાર થાય છે.

💥રણધીર💥
*🌈પંચ મહોત્સવ🌈*

પંચમહાલ જિલ્લાના પાવાગઢ 52 શક્તિપીઠમાનું એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે.
ધાર્મિક આસ્થા અને પ્રકૃતિના સાનિધ્યની વચ્ચે ગુજરાત દ્વારા દર વર્ષે અહીંયા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ચાંપાનેર શહેર ચાંપાની યાદમાં વનરાજ ચાવડાએ બનાવેલું.ત્યારબાદ મહમદ બેગડાએ અહીંયા જામા મસ્જિદનું નિર્માણ કરાવેલું.
2004 માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની યાદીમાં તેને સ્થાન આપવામાં આવ્યું.

💥રણધીર💥
*🏜કચ્છ રણોત્સવ🏜*

2006થી કચ્છના ધોરડો રણ વિસ્તારમાં ડિસેમ્બર માસમાં કચ્છ રણોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
રેતી વિનાના કચ્છના રણ પ્રદેશ ચંદ્રની શીતળતામાં સફેદ ચાદર ઓઢીને સુતા હોય તેવું દ્રશ્ય નયનરમ્ય લાગે છે.
ભુજના હમીરસર તળાવના કાંઠે કચ્છ કાર્નિવલનું સમાપન થાય છે.
અમિતાભ બચ્ચન દ્વારા 'ખુશ્બૂ ગુજરાત કી'માં કચ્છની આગવી વિશેષતાને બતાવવામાં આવેલી છે.

💥રણધીર💥
*હરિયાળી ક્રાંતિ*
----------------------------
-તેલ છે પીળું
*પીળી ક્રાંતિ : તેલીબિયાં ઉત્પાદન*

-ટામેટાં છે લાલ
*લાલ ક્રાંતિ : ટામેટાં ઉત્પાદન*

-બટેટા છે ગોળ
*ગોળ ક્રાંતિ : બટેટા ઉત્પાદન*

-બાગમાં છે સોનું
*સોનેરી ક્રાંતિ : બાગાયતી પાકો*

-માછલી છે વાદળી
*વાદળી ક્રાંતિ : મત્સ્ય ઉત્પાદન*

-ઝીંગા છે ગુલાબી
*ગુલાબી ક્રાંતિ : ઝીંગા ઉત્પાદન*

-દૂધ છે શ્વેત(સફેદ)
*શ્વેત ક્રાંતિ : દૂધ ઉત્પાદન*

*રજત ક્રાંતિ : ઈંડા ઉત્પાદન*


💥રણધીર ખાંટ💥
*મુખ્ય મથક ધરાવતા ગુજરાતના જિલ્લાઓ*

કચ્છભૂજ
ગીર-સોમનાથવેરાવળ
દેવભૂમિ દ્વારકાખંભાળિયા
બનાસકાંઠાપાલનપુર
સાબરકાંઠાહિંમતનગર
અરવલ્લીમોડાસા
ખેડાનડિયાદ
પંચમહાલગોધરા
નર્મદારાજપીપળા
તાપીવ્યારા
મહીસાગરલુણાવાડા
ડાંગઆહવા


💥રણધીર ખાંટ💥

*ગુજરાતમાં સ્થાપના અને અથાપક*

કિસાન મજદૂર લોકપક્ષચીમનભાઈ પટેલ

અમૂલ ડેરી (આણંદ) અને સેવક સમાજ(આણંદ)ત્રિભોવનદાસ પટેલ

પ્રથમ ઇજનેરી કોલેજ(વલ્લભ વિદ્યાનગર)ભાઈલાલભાઈ પટેલ

નિહારિકા ક્લબબચુભાઇ રાવત

ગાંધર્વ નિકેતન (ભરૂચ)પંડિત ઓમકારનાથ ઠાકુર

કલાયતન(વલસાડ)ભીખુભાઇ ભાવસાર

સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)નંદન મહેતા

અષ્ટછાપ વિદ્યાપીઠ(અમદાવાદ)વિઠ્ઠલદાસ બપોદર

ગુજરાત કલાસંઘ(અમદાવાદ)રવિશંકર રાવળ

શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ (અમદાવાદ)રસિકલાલ પરીખ

વાસ્તુશિલ્પબાલકૃષ્ણ દોશી

ગુજરાત કલા મંદિર(ગોંડલ)મહંમદ અશરફ ખાન

ભરત નાટયપીઠ મંડળીજશવંત ઠાકર

ઈન્ડિયન નેશનલ થિયેટર (INT)દામુભાઈ ઝવેરી

નાટ્યસંપદાકાંતિ મડિયા

એલેમ્બિક કેમિકલ વર્કસત્રિભુવનદાસ ગજ્જર

હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર(પાટણ)પુણ્યવિજયજીમુનિ

આર્યોદય સ્પીનિંગ મિલ(અમદાવાદ)મંગળદાસ ગિરધરદાસ

કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ)અંબાલાલ સારાભાઈનો સંગ્રહ

💥રણધીર ખાંટ💥

એચ.એલ.કોલેજ (અમદાવાદ)અમૃતલાલ હરગોવિંદદાસ

ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)જીવરાજ શાસ્ત્રી

હડાણા લાઈબ્રેરીવાજસુરવાળા દરબાર

શેક્સપિયર સોસાયટીસંતપ્રસાદ ભટ્ટ

શ્રુતિ સંગીત સંસ્થારાસબિહારી દેસાઈ

નૃત્ય ભારતીઈલાક્ષી ઠાકોર


💥રણધીર ખાંટ💥

*ભારતમાં પ્રથમ મહિલા*


પ્રથમ મહિલા વિદેશ મંત્રીશ્રીમતી ઈન્દિરા ગાંધી

સ્વતંત્ર રૂપે પ્રથમ મહિલા વિદેશ મંત્રીશ્રીમતી સુષ્મા સ્વરાજ



પ્રથમ મહિલા IASઅન્ના જ્યોર્જ

પ્રથમ મહિલા IPSકિરણ બેદી



સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજફાતિમા બીબી

હાઈકોર્ટના પ્રથમ મહિલા જજલીલા શેઠ (હિમાચલ પ્રદેશ)



એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલાબચેન્દ્રી પાલ

એવરેસ્ટ પર બે વાર ચઢનાર પ્રથમ મહિલાસંતોષ યાદવ



ઈંગ્લીશ ખાડી પાર કરનાર પ્રથમ મહિલાઆરતી સહા

ઈંગ્લીશ ખાડી ઝડપથી તરનાર પ્રથમ મહિલાઅનિતા સૂદ



મિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલારીટા ફારિયા

મિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલાસુષ્મીતા સેન



ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલાકર્ણમ મલેશ્વરી (બ્રોન્ઝ),(વેઇટ લીફટીંગ, 2000-સિડની)

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ મહિલાકલમજીત સિદ્ધુ



વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટહરિતા કૌર દયાલ

પ્રથમ મહિલા એરલાઇન પાયલોટદુર્ગા બેનરજી

પ્રથમ મહિલા વ્યયસાયિક પાયલોટપ્રેમા માથુર



અરુંધતી ભટ્ટાચાર્યભારતીય સ્ટેટ બેન્કના પ્રથમ મહિલા અધ્યક્ષ

અરુંધતી રોયબુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા



💥રણધીર ખાંટ💥
*💃લોક નૃત્ય💃*

રૌફજમ્મુ કાશ્મીર
ગીધા અને ભાંગડાપંજાબ
કાલમેલી અને ઘુમરરાજસ્થાન
ડાંડિયાગુજરાત અને ઉત્તર પ્રદેશ
તમસામહારાષ્ટ્ર
ઠુમરીઉત્તર પ્રદેશ
ગરબો અને ભવાઈગુજરાત
યક્ષગાનકર્ણાટક
બીહુઆસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

કુચીપુડીઆંધ્રપ્રદેશ
ભરતનાટ્યમતમિલનાડુ
મણિપુરીમણિપુર
કથ્થકલીકેરળ
કથ્થકઉત્તરપ્રદેશ
ઓડિસીઓરિસ્સા
મોહિનીઅટ્ટમકેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

ખરીફ પાક (ચોમાસુ)
જૂનથી ઓક્ટોબર

રવી પાક (શિયાળુ)
નવેમ્બરથી માર્ચ

જાયદ પાક (ઉનાળુ)
માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

ગુજરાત:-
ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

રાજસ્થાન:-
મેવાતી,થરપાકર

આંધ્રપ્રદેશ:-
દેવાતી

હરિયાણા:-
હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

ગુજરાત:-
બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

હરિયાણા:-
નીલ,રાવી,મર્ગ

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
ભદવારી

મહારાષ્ટ્ર:-
નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

ગુજરાત:-
કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
જમુનાપુરી

રાજસ્થાન:-
મારવાડી

પંજાબ:-
બીટલ

હિમાચલ પ્રદેશ:-
અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
40-60% કાર્બન

(4)પીટ:-
40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICKએબીલીપી*

*ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

તાપ વિદ્યુત - 80%
જળવિદ્યુત ઊર્જા- 12-14 %
પરમાણુ ઊર્જા- 3%
અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જાતમિલનાડુ
🔹ભરતી ઊર્જાગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જાહિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જાગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
80 કિમી.

(4)આયનાવરણ
200 કિમી.

(5)બાહ્યાવરણ
400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.


💥રણધીર ખાંટ💥
*💵વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની SHORT TRICK💴*

'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો

*LESE (લેસે)*
L - લેબેનોન
E - ઈંગ્લેન્ડ
S - સિરિયા
E - ઈજિપ્ત



'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો

*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*

ઓ - ઓસ્ટ્રેલિયા
કે - કેનેડા
તા - તાઇવાન
ઉ(u) - USA
ન્યૂ - ન્યુઝીલેન્ડ
ફ્રી - ફીજી
ઝ - ઝિમ્બાબ્વે
હે - હોંગકોંગ



'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો

*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*

P - પાકિસ્તાન
M - મોરેશિયસ
શ્રી - શ્રીલંકા
N - નેપાળ
Bha - ભારત

ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.



'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો

*BIS*

B - બ્રાઝીલ
I - ઈરાન
S - સાઉદી અરેબિયા



'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો

*KFC*

K - ક્યૂબા
F - ફિલિપાઈન્સ
C - ચિલી



'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો

*K JULI (ok જુલી)*

K - કુવૈત
J - જોર્ડન
U - યુગોસ્લાવિયા
L - લિબિયા
I - ઈરાક



ગ્રીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.



નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન

સ્વીડન દેશનું ચલણી નાણું - ક્રોના



*દેશ અને ચલણી નાણું*

અફઘાનિસ્તાન અફઘાણી

ઇઝરાયેલ શેકેલ

ઇથિયોપિયા બીર

દક્ષિણ આફ્રિકારેન્ડ

નાઇજિરિયા નાઈરા

પોલેન્ડ ઝલોટી

બલગેરિયા લેવ

બાંગ્લાદેશટકા

મ્યાનમારક્યાત

કંબોડીયા રિએલ

ઘાનાસેદી

ચીન યુઆન

જાપાનયેન

તુર્કી લીરા

થાઈલેન્ડબેહટ

ભૂટાનગુલ્ટ્રમ

મલેશિયારિંગિટ

વિયેતનામડોંગ

સંયુક્ત આરબ અમિરાતદિરહામ

યુગાન્ડાશિલિંગ

રશિયારૂબલ

રોમેનિયાલેઉ

હંગેરીફોરિંટ


💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-09-10/02/2020🗞👇🏻~*

*📝9 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પ્રથમ ગુજરાતી મહિલા અનુસ્નાતક : વિનોદીની નીલકંઠ*
*જન્મ:-* 9 ફેબ્રુઆરી, 1907
*પિતા:-* રમણભાઈ નીલકંઠ
*માતા:-* વિદ્યાગૌરી નીલકંઠ
*દાદા:-* મહિપતરામ રૂપરામ
*પતિ:-* મનુભાઈ પરીખ
*નિધન:-* 29 સપ્ટેમ્બર, 1987
અમદાવાદમાં જ પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ પ્રાપ્ત કર્યું.
1930માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર સાથે અનુસ્નાતક (એમ.એ)થયા હતા.
બાળપણમાં માત્ર 12 વર્ષની ઉંમરે જ 'શિશુમંડળ' નામે એક મંડળ શરૂ કર્યું હતું અને 'મુકુલ' નામે હસ્તલિખિત માસિક પત્ર શરૂ કર્યું.
એકવીસ વર્ષની વયે 'રસદ્વાર' નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું અને એ પુસ્તક દ્વારા તેમણે સાહિત્ય જગતમાં પ્રવેશ મેળવ્યો.
1924માં અંગ્રેજી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી.
1928માં ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી વિષય તેમજ ગુજરાતી વિષય સાથે બી.એ.થયા.
તે સમયે ગુજરાતી સમાજમાં તેઓ સૌપ્રથમ મહિલા અનુસ્નાતક હતા.
તેમની વ્યવસાયી કારકિર્દી અમદાવાદ મ્યુ.હાઈસ્કૂલમાં હેડ મિસ્ટ્રેટ અને એસએનડિટી યુનિ. માં પ્રાધ્યાપિકા તરીકે રહી હતી.
1934માં ચીન, જાપાન, સિંગાપોર તથા સિલોનનો પ્રવાસ કર્યો.
ગુજરાત સમાચારમાં ઘરઘરની જ્યોત શીર્ષકથી સ્ત્રીઓના લખાણો વિશેની કોલમ વર્ષો સુધી ચલાવી.
ગુજરાત વિદ્યાસભાએ તેમનું 'ગુજરાતી અટકોનો ઇતિહાસ' નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
અનુવાદ સાહિત્યમાં તેઓએ બર્ટાન્ડ રસેલના પુસ્તક કોકેસ્ટ ઓફ હેપ્પીનેસનો ગુજરાતીમાં 'સુખની સિદ્ધિઓ' નામે અનુવાદ કર્યો.જેમ ઓસ્ટીનની નવલકથા પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસને પરાજિત પૂર્વગ્રહ નામે અનુવાદ કર્યો.
તેમની ટૂંકી વાર્તાનાં પણ ચાર પુસ્તકો પ્રસિદ્ધ થયાં. આરસીની ભીતરમાં, કાપાર્સી અને બીજી વાતો, દિલદરિયાવના મોતી અને અંગૂલીનો સ્પર્શ.
1956માં મહાગુજરાત ચળવળમાં મહત્ત્વનો ભાગ લીધો.
તેમણે સમાચારપત્રોમાં સતત ચાલીસ વર્ષ સુધી ગુણવત્તાસભર કોલમ પણ ચલાવી હતી.

આજે પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઈ પટેલનો જન્મદિવસ તથા અભિનેત્રી શોભના સમર્થ, બાબા આમ્ટે અને સાહિત્યકાર દોસ્તોયેવ્સ્કીની પુણ્યતિથિ છે.


*📝10 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*જગન્નાથ શંકરસેટ*
*જન્મ:-* 10 ફેબ્રુઆરી, 1803
*નિધન:-* 31 જાન્યુઆરી, 1865
મુંબઈ અને થાણા વચ્ચે દોડેલી પહેલવહેલી ટ્રેનમાં 45 મિનિટની મુસાફરી કરનાર
મુંબઈમાં નેટિવ એજ્યુકેશનનો પાયો નાંખનાર, સ્ત્રી શિક્ષણના હિમાયતી, મોટા સખાવતી અને મુંબઈમાં જાહેરજીવનની મોટાભાગની પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપનાર
અત્યંત ધનિક કુંટુંબમાં જન્મેલા જગન્નાથ, દાદાની ઇચ્છા વિરુદ્ધ વ્યાપારમાં ઝંપલાવી મોટા બિઝનેસમેન બન્યા, આરબો અને અફઘાનો સાથે પણ વેપાર કરતા.પુષ્કળ ધન કમાયા અને તેનો સુયોગ્ય ઉપયોગ પ્રજા કલ્યાણ અને ભાવિ સમાજના નિર્માણ માટે કર્યો.તેમાં શિક્ષણ વાહનવ્યવહારનો વિકાસ એ એક દીર્ઘદ્રષ્ટા તરીકે તેમની પ્રાથમિકતા હતી.
મુંબઈમાં રેલવે નાંખવી જોઈએ તેવો પ્રસ્તાવ મૂકનાર તેઓ શરૂના ભારતીયો પૈકી એક હતા અને રેલવે દોડતી થઈ તે પછી રચાયેલ ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા રેલવેના માત્ર બે ભારતીય ડીરેક્ટરો પૈકી એક જગન્નાથ હતા.
અંગત સખાવત દ્વારા મુંબઈમાં સ્કૂલ સોસાયટીનો પાયો નાખ્યો.


●CBIના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*મનોજ શશીધરન*

●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 અનુસાર નાગરિકોને ન્યાય આપવાની ક્ષમતામાં ભારતના 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે
*8મું*

●તાજેતરમાં બ્રિટન પર કયું વાવાઝોડું ત્રાટક્યું
*કિઆરા*

●પ્રથમ પ્લાસ્ટિક કેફે ક્યાં શરૂ કરાયું
*દાહોદમાં*
*પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ચ્હા મળશે*

●ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર આધારિત 'પહલા ગિરમિટિયા' નામની નવલકથા લખનાર પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકાર જેમનું હાલમાં અવસાન થયું
*ગિરિરાજ કિશોર*
*'ઢાઈ ઘર' નામની નવલકથા માટે 1992માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા*

●ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આખા દેશમાં ચેરના સૌથી વધુ વૃક્ષો કયા જિલ્લામાં વધ્યા છે
*જામનગર*
*45.50 ચો.કિમી.નો વધારો નોંધાયો*

●અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતને હરાવી કઈ ટીમ પહેલીવાર ચેમ્પિયન બની
*બાંગ્લાદેશ*
*અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર સાતમો દેશ બન્યો*

●ટેસ્ટ મેચમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર કોણ બન્યો
*પાકિસ્તાનનો 16 વર્ષીય ફાસ્ટ બોલર નસીમ શાહ*

●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-11/02/2020🗞👇🏻~*

*📝11 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*થોમસ આલ્વા એડિસન*
*જન્મ:-* 11 ફેબ્રુઆરી, 1847ના રોજ અમેરિકાના ઓહિયોના મિલાનમાં
*નિધન:-* 18 ઓક્ટોબર, 1931
થોમસનો પૈત્રુક પરિવાર ડચ અને પરંપરાથી તેમનું ઉપનામ એડિસન હતું.
શિક્ષણના પ્રારંભે શિક્ષકે થોમસને 'મંદબુદ્ધિના બાળક' કહ્યા હતા.
તેમની માતાને અંજલિ આપતા થોમસે કહ્યું હતું કે, એક મહાન માતાએ કમજોર બાળકને સદીનો મહાન વૈજ્ઞાનિક બનાવ્યો.
એડિસને તાર કર્મચારી તરીકે પણ કામ કર્યું હતું.
અદ્ભૂત કલ્પનાશક્તિ અને સખત પરિશ્રમના બળે અનેક શોધખોળો કરી. અનેક ભાવિ શોધ માટે પીઠીકા રચી હતી.
તેમની મુખ્ય શોધોમાં વિદ્યુત બલ્બ અને ફોનોગ્રાફનો સમાવેશ થાય છે.
તે સિવાય 1093 પેટન્ટ તેમના નામે રજીસ્ટર્ડ થઈ હતી.
"સૌથી મોટી કમજોરી હાર માની લેવામાં છે, સફળ થવાનો ઉપાય વધુ એકવાર પ્રયત્ન કરવામાં છે." *થોમસ આલ્વા એડિસન*

આજે જમનાલાલ બજાજ, ફખરુદિન અલી અહમદ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારની પુણ્યતિથિ છે.


●92મા ઓસ્કર એવોર્ડ વિતરણ સમારોહમાં ઇતિહાસમાં પહેલીવાર અંગ્રેજીમાં ન બની હોય એવી કઈ ફિલ્મને બેસ્ટ મુવીનો ઓસ્કર એવોર્ડ મળ્યો
*પેરસાઈટ*
*આ ફિલ્મને ચાર એવોર્ડ મળ્યા : બેસ્ટ મુવી, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીન પ્લે અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ*
*આ દક્ષિણ કોરિયાની ફિલ્મ છે*
*ડાયરેક્ટર : બોન્ગ જૂન હો*
*પેરસાઈટ ભારતમાં રિલીઝ થયેલી પ્રથમ કોરિયન મુવી છે*
*બેસ્ટ એક્ટર એવોર્ડ જોકિંગ ફોનિક્સને 'જોકર' ફિલ્મ માટે*
*ભારતે મોકલેલ 'ગલી બોય' નોમિનેશનમાંથી બહાર ફેંકાઈ*

●બરાક અને મિશેલ ઓબામાએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરી ઓસ્કર એવોર્ડ મળ્યો.આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નામ શું છે
*અમેરિકન ફેક્ટરી*

●ગાંધીનગરમાં CMS-COP-13ના યુએન શિખર સંમેલનનું નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે.આ કોન્ફરન્સમાં કઈ બાબત વિશે ચર્ચા કરવામાં આવશે
*વન્ય-દરિયાઈ પ્રજાતિની સુરક્ષા-સંરક્ષણ મુદ્દે*

●દેશમાં સૌથી વધુ બાળ મૃત્યુદરધરાવતા રાજ્યોમાં કયું રાજ્ય મોખરે છે
*મધ્યપ્રદેશ*
*ગુજરાત 11મા સ્થાને*
*ગુજરાતમાં 1 હજારમાંથી સરેરાશ 30 નવજાત બાળકો મૃત્યુ પામે છે*

●દુનિયાનો પ્રથમ સોલાર થર્મલ પ્લાન્ટ ક્યાં આવેલો છે જે 24 કલાક ચાલે છે
*રાજસ્થાનમાં બ્રહ્માકુમારી સંસ્થાનમાં બનેલા 'ઇન્ડિયા વન' નામનો પ્લાન્ટ*

●મિસિસ ગ્રાન્ડમા અર્થ 2020નું ટાઈટલ કોણે જીત્યું
*બેંગલુરુના 62 વર્ષીય આરતી ચટલાની*

●મહિલા અને પુરુષ બંનેમાં સતત 5 ટી-20 મેચમાં 50+નો સ્કોર કરનાર પ્રથમ ક્રિકેટર કોણ બની
*ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની કેપ્ટન સોફી ડિવાઇન*

●ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ કોણે જીત્યો
*પુરુષમાં ડેવિડ વોર્નર અને મહિલામાં એલિસ પેરીએ*
*ડેવિડ વોર્નરે ત્રીજીવાર ખિતાબ જીત્યો*


●Newspaper current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🛫રાજ્ય અને વિમાનઘર🛬*

ગુજરાતસરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

તેલંગણારાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

દિલ્હીઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

કેરળકેલિકટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

મણિપુરતુલિહાલ એરપોર્ટ

ઉત્તરપ્રદેશલાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ

બિહારગયા એરપોર્ટ

મહારાષ્ટ્રછત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

💥R. K💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-12-13/02/2020🗞👇🏻~*

*📝12 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વામી દયાનંદ સરસ્વતી*
*●જન્મ:-* 12 ફેબ્રુઆરી, 1824

*●જન્મસ્થળ:-* ગુજરાત (સૌરાષ્ટ્ર)માં મોરબી નજીક ટંકારા ગામમાં

*●નિધન:-* 30 ઓક્ટોબર, 1883 (અજમેર)
જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવીને ખવડાવતા તેમનું નિધન થયું.

*●જ્ઞાતિ:-* સનાતન બ્રાહ્મણ

*●બાળપણનું નામ:-*
મૂળશંકર

*●સૂત્રો:-*
'વેદો તરફ પાછા વળો'
'ભારત ભારતવાસીઓ માટે છે'

*●પ્રથમ ગુરુસ્વામી:-* પૂર્ણાનંદ
પૂર્ણાનંદે મૂળશંકરને દયાનંદ સરસ્વતી નામ આપ્યું હતું.

*●દ્વિતીય ગુરુસ્વામી:-* 1874માં તેમની મુલાકાત મથુરામાં વિરજાનંદ સ્વામી સાથે થઈ.

*●રચના:-*
તેમણે 1874માં હિંદી ભાષામાં સત્યાર્થ પ્રકાશની રચના કરી.
તેને 'આર્યસમાજનું બાઇબલ' માનવામાં આવે છે.
આ ગ્રંથમાં સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

*●ગૃહત્યાગ:-*
તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો.
15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો.

*●દીક્ષા:-*
સ્વામી પૂર્ણાનંદ પાસે
ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા.

*●શિક્ષણ:-*
મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે

*●મુખ્ય હકીકત:-*
દયાનંદ સરસ્વતીને "ભારતના માર્ટિન લ્યુથર" પણ કહેવામાં આવે છે.
દયાનંદ સરસ્વતીએ સૌપ્રથમવાર 'સ્વરાજ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.
દયાનંદે હિંદુ ધર્મની અંદર શુદ્ધિ આંદોલન શરૂ કર્યું હતું.

*●દયાનંદનું સામાજિકક્ષેત્રે યોગદાન:-*
સ્વામી દયાનંદે તે સમયના પ્રચલિત ધર્મોમાં પેસી ગયેલા સડાઓ, વહેમો અને અંધશ્રદ્ધાયુક્ત માન્યતાઓનું સ્પષ્ટ રીતે ખંડન કર્યું.
તેમણે વેદોમાંથી આધાર આપીને મૂર્તિપૂજાનો સખત વિરોધ કર્યો.
તેમણે બાળ વિવાહ તથા જ્ઞાતિપ્રથાનો પણ વિરોધ કર્યો.
કન્યા કેળવણી, વિધવા વિવાહ જેવા અત્યંત પ્રગતિશીલ સુધારાની તેમણે તરફેણ કરી.

*●દયાનંદ સરસ્વતીના જીવનમાં પરિવર્તન:-*
એક વખત શિવરાત્રીના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્યસામગ્રી લઈ જતા જોઈને તેમને લાગ્યું કે જો ભગવાન પોતાનું સંરક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? એ પ્રસંગથી તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા.
મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ પેદા થયો.

*●આર્યસમાજ:-*
*સ્થાપના:-* 10 એપ્રિલ, 1875ના રોજ મુંબઈની મણિચંદ વાટિકામાં
આર્યસમાજનું મુખ્યમથક 1877માં લાહોરમાં બનાવવામાં આવ્યું.

આજે નાના ફડણવીસ, અભિનેતા પ્રાણ, ચાર્લ્સ ડાર્વિન, માનવ હિતોના રખેવાળ અને અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન અને મહાન ચિંતક ઇમેન્યુઅલ કાંટનો પણ જન્મદિવસ છે.


*📝13 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભારતનાં બુલબુલ : સરોજિની નાયડુ*
*જન્મ:-* 13 ફેબ્રુઆરી, 1879 હૈદરાબાદમાં
મૂળ બાંગ્લાદેશી
*નિધન:-* 2 માર્ચ, 1949 , લખનૌમાં
તેમના માતા પિતાના આઠ સંતાનો પૈકી સૌથી મોટા હતા.
બારમાં વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હૈદરાબાદ રાજ્યની શિષ્યવૃત્તિ મેળવી તે ઈંગ્લેન્ડ અભ્યાસ કરવા ગયા, ત્યાં તેમની કવિતાનો સ્ત્રોત વહેવા લાગ્યો.
ઇ.સ.1897માં સ્વદેશ પાછા ફરી હૈદરાબાદના ડૉ.ગોવિલ રાજુલુ નાયડુ સાથે લગ્ન કર્યા.
મહર્ષિ ગોખલે દ્વારા રાજકારણમાં પ્રવેશની પ્રેરણા મળી.
1914માં મહાત્મા ગાંધીને મળ્યા પછી તેઓના પટ્ટશિષ્યા બન્યા.
ધરાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ પછી તેમણે સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું.
1942માં હિંદ છોડો આંદોલનમાં ભાગ લઈ 21 મહિનાની જેલની સજા ભોગવી હતી.
કોંગ્રેસના પહેલા મહિલા પ્રમુખ અને આઝાદી પછી ભારતના પહેલા મહિલા રાજ્યપાલ (ઉત્તરપ્રદેશ) બન્યા હતા.
*કાવ્યસંગ્રહો:-*
ગોલ્ડન થ્રેસોલ્ડ, પોએમ્સ ઓફ લાઈફ એન્ડ ડેથ, બર્ડ ઓફ ટાઈમ અને બ્રોકન વિંગ


●દુનિયા માટે ખતરો બની ચૂકેલા કોરોના વાઈરસનું નામ WHOએ શું પાડ્યું છે
*કોવિડ-19 (COVID)*
*CO નો અર્થ કોરોના , VI નો અર્થ વાઈરસ અને D નો અર્થ ડીસીઝ*

●રાષ્ટ્રીય નાણાં પ્રબંધન સંસ્થાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું
*અરુણ જેટલી*

●ઇન્ટરનેશનલ વન-ડે મેચમાં કઈ ટીમે ભારતનો વ્હાઈટવોશ કર્યો
*ન્યૂઝીલેન્ડ*

●બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સએ ભારત માટે 'ચિલ્ડ્રન પ્રોટેકશન ફંડ' શરૂ કર્યું છે. આ ભંડોળ દક્ષિણ એશિયામાં ગરીબી સામે લડવા માટે બનાવવામાં આવ્યું છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી
*2007માં*

●ભારતીય વિમેન્સ હોકી ટીમની કઈ ખેલાડીને 2019ની FIH સર્વશ્રેષ્ઠ રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*લાલરેમ્સિયામીને*

●US ચેમ્બર ઓફ કોમર્સ સેન્ટર ફોર ગ્લોબલ ઇનોવેશન પોલિસી (GIPC)એ આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સુચકાંક બહાર પાડ્યો છે.આ સુચકાંક 53 અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ભારત આ સુચકાંકમાં કેટલામાં સ્થાને છે
*40મા*
*ભારત ગયા વર્ષે 36મા ક્રમે હતું.*
*અમેરિકા 42.66ના સ્કોર સાથે પ્રથમ, તે પછી યુનાઇટેડ કિંગડમ, સ્વીડન, ફ્રાન્સ, જર્મની અને આયર્લેન્ડ*

●તાજેતરમાં ભ
ારતે કયા દેશ સાથે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના કરારો પર હસ્તાક્ષર કર્યા
*નોર્વે*
*દિલ્હી અને નોર્વેની આર્કટિક યુનિવર્સિટી વચ્ચેનો કરાર મુખ્ય છે*

●રાજસ્થાનના જયપુર શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સર્ટિફિકેટ ક્યારે આપવામાં આવ્યું
*5 ફેબ્રુઆરી, 2020*

●5 ફેબ્રુઆરી, 2020ના રોજ કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવા માટે કેટલી ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીને મંજૂરી આપી
*5*
*કેબિનેટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાયદા (સુધારા) બિલ, 2020ને મંજૂરી આપી*

●તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2018 માટે કિશોર કુમાર સન્માનથી કોણે નવાજ્યા
*અભિનેત્રી વહીદા રહેમાન*
*વર્ષ 2019 માટે ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શનને સન્માનિત કરવામાં આવ્યા*

●કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પુરસ્કારો રજૂ કર્યા. એક કરોડથી વધુ વસતી ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું
*મધ્યપ્રદેશ*
*આંધ્રપ્રદેશ બીજા અને હરિયાણા ત્રીજા નંબરે*
*એક કરોડથી ઓછી વસતીવાળા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દાદરા અને નગર હવેલી પ્રથમ, હિમાચલ પ્રદેશ બીજા અને ચંદીગઢ ત્રીજા સ્થાને*

●તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરીની જવાબદારી કોણે સંભાળી
*પ્રમોદ અગ્રવાલ*

●ભારતીય અવકાશ સંશોધન સંગઠન 'યુવા વિજ્ઞાન કાર્યક્રમ- યુવિકા' ના બીજા સત્રનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ઈસરો દ્વારા ક્યારે કરવામાં આવી હતી
*2019માં*
*તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્ર અને સંબંધિત ટેકનોલોજી વિશે જાગ્રત કરવામાં આવે છે*

●કયા રાજયમાં સરકારી કર્મચારીઓને શનિ-રવિ રજા મળશે
*મહારાષ્ટ્ર*
*29 ફેબ્રુઆરી, 2020થી લાગુ*

●મેક માય ટ્રીપના સંસ્થાપક જેમણે હાલમાં CEO પદેથી રાજીનામું આપ્યું
*દીપ કાલરા*

●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંરક્ષણ સહયોગ અંગેની પરિષદમાં ભારત-આફ્રિકા ઘોષણાને મંજૂરી આપી.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-14/02/2020🗞👇🏻~*

*📝14 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*બાબર*

*●જન્મ:-* 14 ફેબ્રુઆરી, 1483 , ફરગાના રાજ્ય ખાતે

*●સંસ્થાપક:-* મુઘલ સામ્રાજ્ય

*●મૂળ નામ:-* ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર

*●પિતા:-* ઉમર શેખ મિર્ઝા

*●માતા:-* કુતલુગ નિગારખાન બેગમ

*●પિતૃવંશ:-* તૈમુરનો વંશજ

*●માતૃવંશ:-* ચંગેઝખાંનો વંશજ

*●શાસન:-* ઇ.સ.1494માં 11 વર્ષની વયે ફરગાની ગાદી પર બેઠો હતો.

*●ઉપાધિ:-* ઇ.સ.1507માં કાબુલ જીત્યા બાદ બાદશાહની ઉપાધિ ધારણ કરી હતી.
બાબર તેની ઉદારતા માટે 'કલન્દર' તરીકે જાણીતો બન્યો.

*●આત્મકથા:-* તેણે તુર્કી ભાષામાં લખાયેલી પોતાની આત્મકથા તુજુક-એ-બાબરીની રચના કરી હતી.(જેનો ફારસી અનુવાદ 'બાબરનામા')
સર્વપ્રથમ અકબરના સમયમાં તેનો ફારસી અનુવાદ પાયંદાખાંએ કર્યો હતો.
તે બાદ અકબરે અબ્દુર્રરહિમ ખાનેખાના દ્વારા તેનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો.

*●ભારત પર પ્રથમ આક્રમણ:-*
ભારત પર સર્વપ્રથમ આક્રમણ ઇ.સ.1519માં બાજૌર પર યુસુફ જાતિ વિરુદ્ધ કર્યું હતું.
તોપોને સજાવવા માટે તેણે ઉસ્માની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
ભારત પર ચઢાઈ કરીને સિયાલકોટ, દિપાલપુર પર અધિકાર પ્રાપ્ત કર્યો.
અહીંથી બાબરને દોલતખાન લોદી (પંજાબના હાકીમ) અને આલમખાં (ઇબ્રાહિમના કાકા)એ ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

*●બાબરની પુત્રી:-*
ગુલબદન બેગમ કે જેણે હુમાયુનામાની રચના કરી હતી.

*●બાબરનો રાજ્યવિસ્તાર:-*
પશ્ચિમે કાબુલથી પૂર્વે ધામસ નદી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી ફેલાયો.

*●બાબરનું વિશેષ કાર્ય:-*
તેણે આગ્રામાં ભૂમિતિના આધારે નૂરે અફઘાન નામક બગીચો તૈયાર કરાવ્યો હતો.
જેને 'આરામબાગ' કહેવામાં આવે છે.

*●બાબરે લડેલાં મુખ્ય યુદ્ધ:-*

*●પાણિપતનું પ્રથમ યુદ્ધ*
સમય :- 21 એપ્રિલ, 1526
બાબર અને ઈબ્રાહિમ લોદી વચ્ચે
બાબરની જીત થઈ અને ઈબ્રાહિમ લોદી માર્યો ગયો.

*●ખાનવાનું યુદ્ધ:-*
સમય :- 16 માર્ચ, 1527 , ખાનવા મુકામે
બાબર અને મેવાડના રાણાસાંગા વચ્ચે
બાબરની જીત
યુદ્ધમાં વિજય બાદ બાબરે ગાઝીની ઉપાધિ ધારણ કરી હતી.

*●ચંદેરીનું યુદ્ધ:-*
સમય :- 29 જાન્યુઆરી, 1528
બાબર અને ચંદેરીના મેદનીરાય વચ્ચે
મેદનીરાયનું મૃત્યુ
અહમદશાહને ચંદેરીનો કબજો સોંપીને બાબર આગ્રા પરત ફર્યો.

*●ગોગ્રાનું યુદ્ધ*
બાબરે ગોગ્રાના યુદ્ધથી અફઘાનો પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો.

*●ઘાઘરાનું યુદ્ધ:-*
સમય :- 6 મે, 1529
બાબરે ઘાઘરા કિનારે (બિહાર) અફઘાનોને પરાજિત કર્યા હતા.
આ બાબરે લડેલું છેલ્લું યુદ્ધ હતું.

*●બાબરનું મૃત્યુ:-*
26 ડિસેમ્બર, 1530ના રોજ આગ્રા ખાતે બાબરનું મૃત્યુ થયું હતું.
પહેલા તેને આરામબાગમાં અને તે બાદ કાબુલમાં તેણે પસંદ કરેલી જગ્યાએ દફનાવાયો હતો.

*●વિશેષ:-*
બાબરે ઈબ્રાહિમ લોદીને પાણિપતના મેદાનમાં હરાવીને ભારતમાં મુઘલ શાસન સ્થાપ્યું.
દિલ્હી સલ્તનત બાદ 1526માં બાબર દ્વારા મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.
પાણિપતના પ્રથમ યુદ્ધમાં પહેલી વાર તોપનો ઉપયોગ કર્યો હતો.
હુમાયુને બાબરે કોહિનૂર હીરો આપ્યો હતો.


*સુષ્મા સ્વરાજ*

*જન્મ:-* 14 ફેબ્રુઆરી, 1952માં તત્કાલીન પંજાબના અંબાલા કેન્ટોનેમેન્ટમાં (હાલ હરિયાણા)

*પિતા:-* હરદેવ શર્મા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ કાર્યકર્તા હતા)

*પતિ:-* સ્વરાજ કૌશલ

*●શિક્ષણ:-*
પ્રારંભિક શિક્ષણ અંબાલામાંથી અને કાનૂની શિક્ષણ પંજાબ યુનિવર્સિટીમાંથી

1973માં તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી.
1970ના દશકામાં તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈને તેમની યશસ્વી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.
સુષ્મા સ્વરાજ 7 વાર સાંસદ અને 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
19 ફેબ્રુઆરી, 2019ના તેમને સ્પેન સરકાર તરફથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ ક્રોસ ઓફ ઓર્ડર ઓફ સિવિલ મેરીટ સન્માન નેપાળમાં 2015માં ત્રાટકેલા વિનાશકારી ભૂકંપમાંથી સ્પેનના નાગરિકોને સહીસલામત બહાર કાઢવા બદલ પ્રદાન કરાયું હતું.

*●સુષ્માજીનું યોગદાન:-*
વર્ષ 2017માં ચીન સાથેના દોકલામ વિવાદના ઉકેલમાં સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રી તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી.
ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભુષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે ફટકારેલી ફાંસીની સજાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારવા પાછળ સુષ્મા જવાબદાર હતા.
ટ્વિટરના વધુ પડતા ઉપયોગના કારણે તેમણે સરળતાથી મળી શકાય તેવા વિદેશ મંત્રી હોવાની કીર્તિ મળી હતી.
15 વર્ષ સુધી પાકિસ્તાનમાં ફસાઈ ગયેલી મૂકબધિર યુવતી ગીતાને ભારત પરત લાવવામાં પણ સુષ્માજીની ભૂમિકા ઉડીને આંખે વળગે તેવી હતી.
આ ઉપરાંત સરબજિત, હમિદ અન્સારી, જૈનબ બી કે અમદાવાદની નૂરજહાં બાનો સૌને મુશ્કેલીના સમયમાં સુષ્મા સ્વરાજે માતાની જેમ મદદ કરી હતી.
તેથી જ અમેરિકાના દૈનિક 'વોલ સ્ટ્રીટ જર્નલે' તેમને ભારતના 'બેસ્ટ લવ્ડ પોલિટીશિયન' અને વોશિંગ્ટન પોસ્ટે 'સુપર મોમ ઓફ ઇન્ડિયા' ગણાવ્યા હતા.

*●સુષ્મા સ્વરાજના નામે અનેક રેકોર્ડ્સ...*
1977માં માત્ર 25 વર્ષની વયે હરિયાણા સરકારમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી.
1998માં દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.
દેશમાં કોઈપણ રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રથમ મહિલા પ્રવક્તા.
ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા વિદેશ મંત્રી.
15મી લોકસભામાં લાલકૃષ્ણ અડવાણીના સ્થાને વિપક્ષના પ્રથમ મહિલા નેતા.
આઉટસ્ટેન્ડિંગ પાર્લમેન્ટિયન સન્માન પ્રાપ્ત કરનારા ભારતીય સંસદના પ્રથમ અને એકમાત્ર મહિલા સભ્ય.
ભાજપના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, પ્રથમ કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પ્રથમ મહામંત્રી, પ્રથમ પ્રવક્તા, પ્રથમ વિપક્ષી નેતા.

*●સુષ્મા સ્વરાજે સંભાળેલા મહત્વના મંત્રાલયો :-*
2014 થી 2019 વિદેશ મંત્રી
2000 થી 2003 સુધી અટલબિહારી વાજપેયીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી
જાન્યુઆરી 2003 થી મે 2004 સુધી અટલબિહારી વાજપેયીની સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી
ઓક્ટોબર 1998 થી ડિસેમ્બર 1998 સુધી દિલ્હીના 5મા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી

*●વિદેશ મંત્રી તરીકેનો કાર્યકાળ:-*
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ વિદેશ મંત્રી બનનારા સુષ્મા સ્વરાજ માત્ર બીજા ભારતીય મહિલા હતા. (અલબત્ત, ઇન્દિરા ગાંધી પાસે વિદેશ મંત્રાલયનો હવાલો પૂર્ણકાલીન ન હતો.)

*●અવસાન:-*
6 ઓગસ્ટ, 2019

આજે સ્વતંત્રતા સૈનિક મોહન ધારીયા, સિને તારિકા મધુબાલા, ચિત્રકાર સોમાલાલ શાહ અને પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનો જન્મદિવસ છે.


●કેન્દ્ર સરકારે એર ઇન્ડિયાના નવા ચેરમેન તથા એમડી તરીકે કોની નિમણૂક કરી
*રાજીવ બંસલ*

●ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને 2019ના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે કોણે પસંદ કર્યા
*ભારતીય હોકી ખેલાડી મનપ્રીતસિંહને*
*આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા*

●બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને બ્રિટનના નાણાંમંત્રી તરીકે કોની નિમણૂક કરી
*ભારતીય મૂળના ઋષિ સુનકની*
*ઋષિ સુનક નારાયણ મૂર્તિના જમાઈ છે*

●ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)ના પૂર્વ પ્રમુખ તેમજ નોબેલ પીસ પ્રાઇઝનું સન્માન મેળવનાર જેમનું હાલમાં નિધન થયું
*આર કે પચૌરી*
*ભારત સરકારે તેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા*
*ટેરીના વર્તમાન ડાયરેક્ટર અજય માથુર છે*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-15-16-17/02/2020🗞👇🏻~*

*📝15 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભારતશાસ્ત્રી : રાજેન્દ્રલાલ મિત્રા*
*જન્મ:-* 15 ફેબ્રુઆરી, 1824 કોલકાતામાં
*નિધન:-* 26 જુલાઈ, 1891
1784માં બેન્ગાલ બ્રાન્ચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના પછી ભારતના પ્રાચીન વારસાને શોધવા માટેના પ્રયાસો શરૂ થયા.જે 'ભારતશાસ્ત્ર' અને અંગ્રેજીમાં 'ઇન્ડોલોજી' તરીકે ઓળખાય છે.
તેઓ પ્રાચીન ભારતના મોટા ચાહક હતા છતાં ઇતિહાસ અને પ્રાચીન ભારતીય સાહિત્ય પરત્વે તેઓનો સંશોધનનો અભિગમ શાસ્ત્રીય અને તર્કબુદ્ધિવાદી હતો સંવેદનપૂર્ણ નહિ.
બંગાળી ઉપરાંત ફારસી, સંસ્કૃત, હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી પર હથોટી ધરાવતા હતા.
બંગાળમાં નવજાગરણ અને રાજકીય ચેતનાના સંદર્ભમાં પણ તેમનું નામ ઘણું આદરપાત્ર છે.

*📝16 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લોકસંસ્કૃતિકાર : પુષ્કર ચંદરવાકર*
*જન્મ:-* 16 ફેબ્રુઆરી, 1921ના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ચંદરવા ગામે
*નિધન:-* 16 ઓગસ્ટ, 1995
ગુજરાતી લોકસાહિત્યના સીમાચિહ્ન રૂપ સંશોધક હતા.
ગામના નામને અટક ધારણ કરી ચંદરવાકર બન્યા હતા.
બોટાદ, લીંબડી અને અમદાવાદમાં અભ્યાસ કરી તેઓ અધ્યાપક બન્યા હતા.
તેઓનું મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત અને ભારતના લોકસાહિત્યના સંશોધન અને લેખનના ક્ષેત્રે હતું.
*લખેલા પુસ્તકો:-*
રાંકના રતન, પ્રિયદર્શીની, ઘર જ્યોત, નંદવાયેલા હૈયા, બાવડાના બળે, ભવની કમાણી, માનવીનો મેળો, લીલુડા લેજો, નવા ચીલે, ધરતી ભાર શે ઝીલશે, ઝાંઝવાના નીર, બાંધણી, અંતરદીપ, શુકનવંતી, પિયરનો પડોશી, મહિના ઓવારે, ચંદર ઉગે ચાલવું, વાગે રૂડી વાંસળી, ખેતરનો ખેડુ, ઓખામંડળની લોકકથાઓ, ઓલ્યા કાંઠાના અમે પંખીડા, શ્રેયાર્થી દાદાસાહેબ માવલંકર જેવી નવલકથા, એકાંકી, વિવેચન લોકવિદ્યા અને ચરિત્ર સાહિત્યને લગતા પુસ્તકો લખ્યા છે.

આજે (16 ફેબ્રુઆરી) મરાઠી સેનાપતિ માધવરાય પહેલા, શાયર આરઝૂ લખનવીનો જન્મદિવસ અને દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ છે.

*📝17 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ગુજરાત યુનિવર્સિટીના પહેલા કુલપતિ : હરસિદ્ધ દિવેટિયા*
*જન્મ:-* 17 ફેબ્રુઆરી, 1886
*નિધન:-* 3 ઓગસ્ટ, 1968
અમદાવાદ અને મુંબઈથી બીએ., એમએ. સુધીનો અભ્યાસ
1910માં ઉત્તરપ્રદેશના બરેલીમાં તત્ત્વજ્ઞાન વિષયના પ્રાધ્યાપક બન્યા હતા.
તે પછી અંદાજે 21 વર્ષ મુંબઈમાં વકીલાત કરી.
1933માં બોમ્બે હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિમાયા, તે પછી ગુજરાતની દેશી રિયાસતોમાં પણ ન્યાયાધીશ તરીકે કામ કર્યું હતું.
23 નવેમ્બર, 1949ના રોજ સ્થપાયેલી ગુજરાત યુનિવર્સિટીના પહેલા કુલપતિ બનવાનું શ્રેય મળ્યું હતું.અહીં તેઓ બે ટર્મ એટલે કે અંદાજે આઠ વર્ષ સુધી કુલપતિપદે રહ્યા.
કુલપતિ તરીકે તેઓ યુનિવર્સિટીમાંથી તેઓ માનવધન અને ભારતનિર્માણની શક્તિઓ ઉપજાવવા અને પાશ્ચાત્ય અને ભારતીય મૂલ્યોનો સુમેળ સાધવા માંગતા હતા.

આજે (17 ફેબ્રુઆરી) નારાયણ વસનજી ઠકકુરનો જન્મદિવસ તથા પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ, ક્રાંતિકારી વાસુદેવ ફડકે અને કર્પૂરી ઠાકુરની પુણ્યતિથિ છે.


●પુલવામાં શહીદ 40 જવાનોના સ્મારક ક્યાં બનાવાયા
*લેથપોરામાં*

●અદાણી જૂથ કયા ત્રણ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે
*અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ*

●ફોર્બ્સની રિયલ ટાઈમ નેટવર્થ યાદી મુજબ દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણી પછી બીજા ક્રમના સૌથી શ્રીમંત કોણ બન્યા
*એવન્યુ સુપર માર્કેટના માલિક રાધાકૃષ્ણ દામાણી (1.27 લાખ કરોડ રૂપિયા નેટવર્થ)*
*4.13 લાખ કરોડ રૂપિયા સાથે મુકેશ અંબાણી પ્રથમ સ્થાને*
*ત્રીજા નંબરે ગૌતમ અદાણી (1.11 લાખ કરોડ રૂપિયા)*
*ચોથા સ્થાને ઉદય કોટક (1.06 લાખ કરોડ રૂપિયા)*
*પાંચમા સ્થાને શિવ નાદર (1.04 લાખ કરોડ રૂપિયા)*

●પોર્ટુગલના રાષ્ટ્રપતિ જેઓ હાલ ભારતના પ્રવાસે આવ્યા હતા
*માર્શેલો ડી સોસા*

●હાલમાં પક્ષીઓની વસતી ગણતરી પુરી થઈ.જેમાં નળ સરોવરમાં કેટલા પક્ષીઓ નોંધાયા
*131 પ્રજાતિના 3.15 લાખ*
*થોળ તળાવમાં 87 પ્રજાતિના 57 હજારથી વધુ પક્ષી નોંધાયા*

●હાલમાં પાટણનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો
*1274મો*

●યુરોપિયન યુનિયન ઓફ ફૂટબોલ એસોસિએશને (UEFA) ઈંગ્લીશ ક્લબની કઈ ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મુક્યો
*માન્ચેસ્ટર સિટી*

●અરવિંદ કેજરીવાલે દિલ્હીના કેટલામી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
*ત્રીજી વખત*

●કેરળના ભાજપ પ્રમુખ કોણ બન્યા
*કે.સુરેન્દ્રન*

●તાજેતરમાં બ્રિટન પર કયું વાવાઝોડું ત્રાટક્યું
*ડેનિસ*

●ભારતની બહાર કયા દેશમાં યોગ યુનિવર્સિટી શરૂ થઇ
*અમેરિકા*

●બિગ બોસ 13નું ટાઈટલ કોણે જીત્યું
*સિદ્ધાર્થ શુક્લા*

●કયા આફ્રિકી દેશમાંથી સામુહિક કબરોમાંથી રેકોર્ડ બ્રેક 6000 કંકાલ મળ્યા
*બુરૂંડી*

●લવ આઇલેન્ડ રિયાલિટી શો થી પ્રખ્યાત બનેલી બ્રિટનની કેરોલીન ફ્લેકનું અવસાન.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/