સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
મરચું તીખું લાગવાનું કારણ શું છે
કૈપસૈઈસીનની હાજરી

ડેલહાઉસી પર્યટન સ્થળ કયા રાજયમાં છે
હિમાચલ પ્રદેશ

મહાન ધાર્મિક ઘટના મહામસ્તકાભિષેક શેની સાથે સંકળાયેલ છે
બાહુબલી- જૈન ધર્મ

સંસદમાં શૂન્યકાળની શરૂઆત કયા વર્ષથી થઈ
1962

કયો રાજકીય પક્ષ પહેલા જનસંઘ તરીકે ઓળખાતો
ભાજપ

સૌથી વધુ પાણી કયા ફળમાં હોય છે
તરબૂચ

વિવિધ મરચાંની તીખાશ જાણવા માટે કયા સ્કેલનો ઉપયોગ થાય છે
સ્કોવિલ સ્કેલ

સંથારો કયા ધર્મ સાથે સંબંધિત છે
જૈન

સીટન શેની ગુણવત્તા નીર્ધાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે
ડીઝલ

ફિલાટેલીનો સંબંધ શેની સાથે છે
ટપાલટિકિટ

1939માં કોંગ્રેસને છોડ્યા પછી સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી
ફોરવર્ડ બ્લોક

મચ્છરોના નિયંત્રણ માટે કઈ માછલીનો ઉપયોગ કરવામાં આવે છે
ગૈમ્બુસિયા

નાતાલ પછીના બીજા દિવસને કયા નામે ઓળખવામાં આવે છે
બોક્સિંગ ડે

ભારતનું રાષ્ટ્રીય વાદ્ય યંત્ર કયું છે
સિતાર

સુનિતા વિલિયમ્સ ગુજરાતના કયા ગામના વતની છે
ઝુલાસણ

કયા ઘાટમાં જવાહર સુરંગ નિર્મિત કરાઈ છે
બનિહાલ

ડેમોગ્રાફીમાં શેનો અભ્યાસ થાય છે
માનવવસ્તી

'બિટીંગ ધ રીટ્રીટ' નો સંબંધ શેની સાથે છે
પ્રજાસત્તાક દિવસ

'ઇટ વોઝ ફાઇવ પાસ્ટ મિડનાઈટ' શેની સાથે સંકળાયેલ છે
ભોપાલ ગેસ દુર્ઘટના

કઈ ક્રાંતિને ઓક્ટોબર ક્રાંતિ કહેવામાં આવે છે
રશિયન ક્રાંતિ

કયા ભારતીય ખેલાડીના નામ પર એક ગ્રહને નામ અપાયું છે
વિશ્વનાથ આનંદ

સૌથી જૂની હાઈકોર્ટ કઈ છે
કલકત્તા

ઘોડાલિયું શું છે
આદિવાસીઓનું વાદ્ય

પ્રથમ નાણાં પંચની રચના 1952માં કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ કોણ હતા
કે.સી.નિયોગી

ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસ પ્રમુખ કોણ હતા
જે.બી.કૃપલાણી

લોહીનું કેન્સર બીજા કયા નામે ઓળખાય છે
લ્યુકેમિયા

આલ્ફા કેરોટીન એક પ્રોટીન છે જે શેમાં ઉપસ્થિત છે
ત્વચા

ચેરાપુંજીનું નવું નામ શું છે
સોહરા

'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની' કાવ્યના રચયિતા કોણ છે
પ્રદીપજી

શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા-જુદા રંગની વિવિધતા આવે છે
ક્રોમોપ્લાસ્ટ

કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે
સોડિયમ

અમ્બરેલા રેવોલ્યુશન કોને કહેવામાં આવે છે
લોકશાહી માટે હોંગકોંગના વિદ્યાર્થીઓનો વિરોધ

કન્ફ્યુશિયસ કોણ હતા
ચીની તત્વજ્ઞાની

વિજયનગર રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી
તુંગભદ્રા

ગુજરાતના મોરબી જિલ્લાની મચ્છુ નદીમાં ક્યારે પૂર આવ્યું હતું
ઈ.સ.1979

ચમેલીદેવી પુરસ્કાર કયા ક્ષેત્રે યોગદાન આપનારને આપવામાં આવે છે
પત્રકારત્વ ક્ષેત્રે

ધમાલ નૃત્યમાં સીદીઓ જે ઢોલ વગાડે છે તેને શું કહે છે
મુશીરા

સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભાના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ કોણ હતા
વિજયાલક્ષ્મી પંડિત

ઓગસ્ટ માસની કઈ તારીખે 'વિશ્વ સ્તનપાન દિવસ' મનાવાય છે
1 ઓગસ્ટ


💥રણધીર 💥
કોણે જનતાને ચારસુત્રીય સંદેશ સ્વધર્મ,સ્વરાજ,સ્વદેશી અને સ્વભાષા આપેલ
આર્યસમાજ

કયા પ્રોટીનની જરૂરિયાત રક્ત જામવામાં ઉપયોગી છે
ફાઇબ્રિનોઝેન

દિવસના પ્રકાશમાં જોવાનું અને રંગ જોવાનું કાર્ય કોનું છે
શંકુકોષો

કેટલા દેશ એવા છે જે ભારત સાથે સ્થળસીમા અને સમુદ્રીસીમા બંનેથી જોડાયેલા છે
ત્રણ

થારના રણ સાથે સંકળાયેલા પાકિસ્તાની વિસ્તારના રણને કયા નામે ઓળખવામાં આવે છે
ચોલીસ્તાન

આઝાદી પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વિભાજન કયા વર્ષે થયું હતું
1969

સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કહ્યું કે આમુખ બંધારણનો ભાગ નથી
બેરુબારી કેસ

મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત કોનાથી પ્રભાવિત થઈને જૈન ધર્મના અનુયાયી બન્યા
ભદ્રબાહુ

છાપાની શાહીમાં કયું ઝેરી તત્વ હોય છે
લેડ

ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે
ચાર

ડર્મેટાઇઝ રોગ શરીરના કયા અંગને અસર કરે છે
ચામડી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે
તાડવૃક્ષ સાથે વાઘ

'તીન બીઘા' કોરિડોર કોને જોડે છે
બાંગ્લાદેશ-ભારત

'EEG' કોની પ્રવૃત્તિ નોંધે છે
મગજ

સેન્ટ્રલ લેજીસ્લેટિવ એસેમ્બલીના પ્રથમ ભારતીય અધ્યાક્ષ (સ્પીકર) કોણ હતા
વિઠ્ઠલભાઈ પટેલ

ટીબીયા હાડકું શરીરના કયા અંગમાં હોય છે
પગ

બ્લડ ગ્રુપની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી
કાર્લ લેન્ડ સ્ટીનર

ભારતમાં સૌપ્રથમ નગરપાલિકા ક્યાં સ્થાપવામાં આવી હતી
મદ્રાસ

ઓસ્કાર પુરસ્કાર માટે પસંદ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ કઈ હતી
મધર ઇન્ડિયા

કરકુમા લોંગા કયા માસાલાનું વૈજ્ઞાનિક નામ છે
હળદર

પરમાણુ વીજળી ઉત્પન્ન કરવા કાચા માલ તરીકે શેનો ઉપયોગ થાય છે
થોરિયમ

વિશ્વનો પ્રથમ અંતરિક્ષ પર્યટક (સ્પેસ ટુરિસ્ટ) કોણ છે
ડેનિસ ટી.ટો.

રાષ્ટ્રીય ચળવળમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ડો. એની બેસન્ટ મૂળ કયા દેશના મહિલા હતા
આયર્લેન્ડ

પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ લખવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરાય છે
લેટિન

કયા તત્વ સાથે પાણી આવવાથી આગ લાગી શકે છે
સોડિયમ

તાંબાનું શત્રુ તત્વ કયું છે
ગંધક

જે પ્રક્રિયાથી ઓક્સિજન આવે છે તેને શું કહે છે
ફોટોસિન્થેસિસ

કયા વૃક્ષમાંથી કાઢેલી ઔષધિ મેલેરિયાના રોગમાં ઉપયોગી બને છે
સિંકોના વૃક્ષ

પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા વડાપ્રધાનની સરકાર વખતે મળ્યો
પી.વી.નરસિંહરાવ

'કેળવે તે કેળવણી' ના લેખક કોણ છે
નરેન્દ્ર મોદી

વરઘોડામાં સામેલ લોકોને શું કહેવામાં આવે છે
સાજન

જમશેદપુર કઈ નદી પર વસેલું છે
સુવર્ણરેખા

બાળકની જાતિ કોના રંગસૂત્ર પરથી નક્કી થાય છે
પિતાના

માણસની કિડનીમાં થતી પથરીમાં કયું તત્વ હોય છે
કૅલ્શિયમ ઓક્ઝેલ્ટ

ભારત છોડો આંદોલન વખતે (1942)કોંગ્રેસ પ્રમુખ કોણ હતા
અબુલ કલામ આઝાદ

કયું એવું ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે જેનું નામ તેના ઉદ્દભવસ્થળ પરથી પડ્યું છે
કુચિપુડી

પ્રમાણસર પ્રતિનિધિત્વનો ઉપયોગ કોની ચૂંટણીમાં કરવામાં આવે છે
રાષ્ટ્રપતિ

ઓડિશાનું જૂનું નામ શું હતું
કલિંગ

ટ્રોમ્બે ખાતેની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે
અપ્સરા

ઘરમાં વૃક્ષોના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળાનું નામ શું છે
બોનસાઈ

ભારતના કયા રાજ્યને સોયાબીન સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે
મધ્ય પ્રદેશ

11 ઓક્ટોબર,2014ના લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મ દિવસે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો
સાંસદ આદર્શ ગ્રામ યોજના

અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રની કઈ શાખા માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું
કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર


💥રણધીર💥
ભારતના સૌપ્રથમ કેનાલ સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે
મહેસાણા

મહાત્મા ગાંધી1932માં આમરણ ઉપવાસ પર બેસવાનું મુખ્ય કારણ શું હતું
રામસે મેકડોનાલ્ડ દ્વારા "કોમ્યુનલ એવોર્ડ"ની જાહેરાત

હિટલરની આત્મકથા 'મીનકેમ્ફ'નો શાબ્દિક અર્થ શું છે
મારો સંઘર્ષ

એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર કઈ ખાડી છે
બેરિંગ ખાડી

બે જગ્યાઓ વચ્ચેનો તફાવત કયા કારણે હોય છે
રેખાંશ

જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય.............
કોઈ ફરક ન પડે

અલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે
નર્મદા

"ફેમા"નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે
વિદેશી હૂંડિયામણ

ઓપથેલમોલોજીસ્ટ કયા અંગના રોગના નિષ્ણાત ગણાય છે
આંખ

NID સંસ્થા ક્યાં આવેલી છે
અમદાવાદ

સિમલા કરાર કોની-કોની વચ્ચે થયા હતા
ઇન્દિરા ગાંધી અને ભુટ્ટો

ભારતીય રિસર્ચ સ્ટેશન હિમાદ્રિ ક્યાં આવેલું છે
આર્કટિક

ભારતમાં કયા રાજયમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે
કેરળ

દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે, એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

પેન ડ્રાઇવની મેમરી કયા પ્રકારની હોય છે
ફ્લેશ મેમરી

સ્ટીવ જોબ્સના અધિકૃત જીવનકથા "સ્ટીવ જોબ્સ"ના લેખક કોણ છે
વોલ્ટર આઇજેક્સન

ત્રાસવાદી ઓસામા બિન લાદેનને જે ઓપરેશનમાં મારવામાં આવ્યું તેનું નામ શું છે
ઓપરેશન નેપચ્યુન સ્પિયર

ભારતનું સૌથી મોટું વિંડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે
તમિલનાડુ

કરગમ ક્યાંનું લોક નૃત્ય છે
તમિલનાડુ

ભારતમાં સૌપ્રથમ કયું રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યું છે
જિમ કોરબેટ રાષ્ટ્રીય પાર્ક

કયા દેશમાં થયેલ વિરોધ પ્રદર્શન અને સત્તા પરિવર્તનને સામાન્ય રીતે 25 જાન્યુઆરી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે
મિસ્ર

સશસ્ત્ર સીમા બળ કયા સરહદના રક્ષણ માટે છે
ભારત-ભૂતાન અને ભારત-નેપાળ

1919માં દિલ્હીમાં મળેલ અખિલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ (પ્રમુખ) કોણ હતા
શૌકત અલી

મુસ્લિમ લીગના સ્થાપક કોણ હતા
નવાબ સલીમઉલ્લાહ

ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે
સ્વાદુપિંડ

કેનસેટ ક્યાંનું પાર્લામેન્ટ છે
ઈઝરાયલ

આયોજન પંચની રચના ક્યારે થઈ હતી
15-03-1950

ગુજરાત સરકારના"ઈ-મમતા" પ્રોગ્રામનો હેતુ શું છે
માતા અને બાળ મરણ અટકાવવું

અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે
મોરારજી દેસાઈ

ગુજરાત વિદ્યાપીઠને ડિમડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો
1963

કોણે ગાંધીજી વિશે આ કહેલું : "Half Naked Seditious Fakir"
ચર્ચિલ

WHO નું વડું મથક ક્યાં આવેલું છે
જિનીવા

"ઈરડા" (IRDA)એ કયા ક્ષેત્રનું નિયમન કરે છે
વીમા

ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે
સંદેશા વ્યવહાર

નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે
ભાવનગર


💥રણધીર💥
મૈત્રક વંશનો રાજધર્મ કયો હતો
શૈવ

ગુજરાત પ્રવાસની યાદમાં નક્ષત્રના ચિહ્નવાળા 'નક્ષત્ર સિક્કા' કયા મોગલ બાદશાહે પડાવ્યા હતા
જહાંગીરે

ડભોઈના વૈધનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો
લવણ પ્રસાદે

ગુજરાતમાં સૌપ્રથમ કઈ બેન્કની શાખા શરૂ થઈ હતી
બેન્ક ઓફ બોમ્બે

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કયા વંશના અંતિમ રાજાની વાર્તા છે
વાઘેલા

શ્રીમદ્દ રાજચંદ્રનું બાળપણનું નામ શું હતું
લક્ષ્મીનંદન

ધોળકા શહેર પહેલા કયા નામે પ્રચલિત હતું
વિરાટનગરી

સારસ્વત મંડળ ગુજરાતના કયા જિલ્લાઓનું પ્રાચીન નામ હતું
મહેસાણા , બનાસકાંઠા

1857ના સંગ્રામમાં ઓખામાં કયા લોકોએ આગેવાની લીધી હતી
વાઘેરોએ

'ડાંગ' શબ્દનો અર્થ શું થાય છે
જંગલ

શેક્સપિયર રચિત નાટક હેમલેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે
હંસા મહેતા

મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા
1200

સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે
સુંદરમ

ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે
દ્વીપકલ્પીય ગુજરાત

લોકભારતી-સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત કઈ
લોકવન

મધુવન પરિયોજના કઈ નદી પર છે
દમણગંગા


💥રણધીર 💥

*શું તમે જાણો છો*


વિશ્વની સૌથી મોટી સેના કઈ છે
ચીનની મુક્તિ સેના જેમાં 20 લાખ સૈનિકો છે.

વિશ્વમાં કયો એવો દેશ છે જ્યાં વર્તમાન પત્ર કાપડ પર છપાય છે
સ્પેન

વિશ્વમાં કયો એવો દેશ છે જ્યાં એક પણ નદી નથી
સાઉદી અરબ

વિશ્વના કયા દેશમાં ઇન્કમટેક્સ નથી
મોનકો (યુરોપ)

વિશ્વનો એવો કયો દેશ છે જેણે ક્યારેય પણ યુદ્ધમાં ભાગ નથી લીધો
સ્વિઝરલેન્ડ (સૌથી તટસ્થ દેશ)

વિશ્વમાં એવું કયું પ્રાણી છે જે આંખો બંધ કરીને પણ જોઈ શકે છે
સ્કંક (પારદર્શક પટલોના કારણે)

વિશ્વમાં એવું કયું પ્રાણી છે જે પાણી નથી પીતું
અમેરિકાનું કગારૂરેટ

એક મચ્છરના મોંમાં કેટલા દાંત હોય છે
22 દાંત

વિશ્વની સૌથી જૂની રમત કઈ છે
પોલો

વિશ્વમાં સૌથી જલ્દી પાકતું અનાજ કયું છે
મકાઈ

કઈ ફસલ તૈયાર કરવા બીજનો ઉપયોગ નથી થતો
શેરડી

વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામતું વૃક્ષ કયું છે
વાંસનું

વિશ્વમાં કયા દેશમાં નિવાસ કરતા લોકો ઝાડ પર રહે છે
કાંગો બેસીનના નિવાસી (જેયરે આફ્રિકા)

વિશ્વમાં કયા દેશના દરેક નાગરિક સૈનિક છે
ઈઝરાયેલ

વિશ્વમાં એ કયો દેશ છે જ્યાં બે રાષ્ટ્રપતિ હોય છે
સાનમારીનો

વિશ્વમાં ખૂન જેવા લાલ રંગની નદી ક્યાં આવેલી છે
સ્પેનના ટિયોટિનમાં

વિશ્વમાં સૌથી ઓછા શબ્દની કઈ ભાષા છે
ઇટાલિયા


💥રણધીર💥
રાષ્ટ્રગીતની શરૂઆત સર્વ પ્રથમ કયા દેશે કરી હતી
જાપાન

ગમે તેટલી સંખ્યાના સરવાળા, બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર કરતી 'ઍબેક્સ'ની શોધ કયા દેશમાં થઈ હતી
ચીન

કઈ રોમનદેવી ગ્રીકમાં 'એફ્રોડાઈટી' કહેવાય છે
વીનસ

રામનારાયણ વિ. પાઠકે કોને 'ટૂંકા વાક્યોના કલાકાર' તરીકે ઓળખાવ્યા છે
મહાત્મા ગાંધીજીને

'દર્દી દેવો ભવ:' સૂત્ર કયા સંતે આપ્યું છે
ડોંગરેજી મહારાજ

કયું શહેર વિશ્વના 'અપરિવર્તન શહેર' તરીકે જાણીતું છે
રોમ

પ્રાચીન સમયમાં આર્યોનું ગુજરાન ચલાવવાનું મુખ્ય સાધન શું હતું
મચ્છીમારી

'કાંગારુ' શબ્દનો સાચો અર્થ કયો છે
મને ખબર નથી.

'સંસ્કૃત દિન' ક્યારે ઉજવવામાં આવે છે
શ્રાવણી પૂનમે

ગાંધીજીના શિક્ષણવિષયક તત્વદર્શનને ક્રિયાત્મક સ્વરૂપ આપનાર કોણ હતા
વિનોબા ભાવે

અપભ્રંશ ભાષાને કોણે'પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની ભાષા' તરીકે ઓળખાવી છે
ડૉ. તેસ્સીતોરી

'વસંતવિલાસ' ચમક ચમક થતી ચાંદરણીના જેવું કાવ્ય છે. એવું કોને કહ્યું છે
કેશવ હર્ષદ ધ્રુવ

દયારામનો કયો ગ્રંથ 109 પદોમાં રચાયેલો છે
રસિકવલ્લભ

'સાદી ભાષા,સાદી કડી, સાદી વાતવિવેક,સાદામાં શિક્ષા કથે તે કવિજન એક.' - પંક્તિ કઈ કૃતિની છે
મદનમોહના

"જગતભરના સાહિત્યમાં ગુજરાતના રાસ અને ગુજરાતની ગરબીઓનું સ્થાન અને ગરબીસમ્રાટ દયારામનું સ્થાન સદા અદ્ભૂત છે." - આવું વિધાન કોણે કર્યું છે
કવી નાન્હાલાલ

'ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા'ને કયા વિવેચકે 'ઢંગધડા વિનાની વાર્તા' અને 'માલ વિનાની વાર્તા' કહી છે
નવલરામ ત્રિવેદી

કયા કવિની રચનાઓમાં પુરુષપાત્રો કરતાં સ્ત્રીપાત્રો વધુ ચાલાક ને તેજસ્વી છે
શામળ

"સમગ્ર જગત એક માળો બની રહો." આ મુદ્રાલેખ કઈ સંસ્થાનો છે
શાંતિનિકેતન

કયા ગ્રહના ચાર મોટા ઉપગ્રહો ગેલિલિઅન સેટેલાઇટ તરીકે ઓળખાય છે
ગુરૂ

કયો રંગ બધા રંગોમાં સૌથી ગરમ છે
લાલ

ગુજરાતના કલા જગતમાં કયા અલગારી ચિત્રકારની ગણના "સુદામા" તરીકે થાય છે
કનૈયાલાલ આર. યાદવ

મંગોલિયાના રાજદરબારમાં માર્કોપોલો કેટલા વર્ષ રહ્યો હતો
10

ઇ.સ.1320માં જ્યારે ગ્યાસુદીને તઘલખ સલ્તનતનો પાયો નાખ્યો હતો ત્યારે એ કઈ રાષ્ટ્રીયતા ધરાવતા હતા
તુર્કી

થાઈલેન્ડના વતનીઓ કયા દેવને રીઝવવા માટે 'ભૂત-મહોત્સવ' યોજે છે
વરસાદના દેવ

ભારતમાં શિક્ષણના માધ્યમ તરીકે 1835થી કઈ ભાષા અમલી બની હતી
સંસ્કૃત

ફિલ્મ સેન્સર બોર્ડની રચના કઈ સાલમાં થઈ હતી
1928

ભારતીય મહિલા રમતવીરોએ પહેલીવાર ઓલિમ્પિકસમાં ક્યારે ભાગ લીધો હતો
1952માં

'અવભૃથ સ્નાન' એ કયા કારણથી થતું સ્નાન છે
યજ્ઞની પૂર્ણાહુતિ પછી કરાતું સ્નાન

હિન્દૂ ધર્મમાં ભક્તિના કેટલા પ્રકાર છે
નવ

ગુજરાતના જાહેર જીવનની જાગૃતિ લાવવા માટે પ્રથમ પ્રેરણા આપનાર દાંતા રાજ્યના દીવાન કોણ હતા
ચતુર્ભુજ ભટ્ટ


💥રણધીર 💥
"રામાયણ"માં ભરતની પત્નીનું નામ શું છે
માંડવી

એકેડેમી એવોર્ડ્સ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે
એ.આર. રહેમાન

'ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર' નામની બાળકોની પ્રિય કવિતા કોણે રચી હતી
જે.ટેઈલર

ભારતમાં 'ફુટબોલના કાશી' તરીકે કયું શહેર જાણીતું છે
કોલકાતા

કોને 'સંસદની જનની' કહેવામાં આવે છે
બ્રિટનની સંસદ

મોંમાં વારંવાર ચાંદા પડતા હોય તો કયું વિટામિન લેવાની જરૂર છે
B

સિકંદરા કોની કબર છે
અકબર

માનવકાન કેટલા હર્ટઝથી વધુ આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકતો નથી
20,000 હર્ટઝ

કયા મહાન તત્વચિંતકને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા
સોક્રેટિસ

'ઈન કમરા' એટલે શું
જજના પ્રાઇવેટ રૂમમાં કોઈ અગત્યની બાબતની ચર્ચા

'મજૂર દિન' ક્યારે ઉજવવામાં આવે છે
1 મે

ભારતને આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડમાં કયો પક્ષ સત્તા પર હતો
મજૂર

'ગરીબ રથ' શું છે
રેલવે દ્વારા ગરીબો માટે શરૂ થયેલી ટ્રેન

'બ્લેક ઇકોનોમી કે પેરેલલ ઇકોનોમી' એટલે શું
કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર ગણાતી આર્થિક પ્રવૃત્તિઓ

સમાજના દરેક વ્યક્તિ પર સમાન દરે કરવેરો નાખવામાં આવે તો તેને કયો કર કહે છે
પોલ કર

કયો દિવસ 'ઝંડા દિવસ' કે 'બાળ અધિકાર દિન' તરીકે ઉજવાય છે
20મી નવેમ્બર

ભારતના કયા પાડોશી દેશમાં લાકડાના મંદિરો અને મૂર્તિઓ જોવા મળે છે
નેપાળમાં

દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે
તમિલ

કયો ધૂમકેતુ દર 33 વર્ષે પૃથ્વીની નજીક દેખાય છે
ટેમ્પલ ટટલ

'મિત્રતા એ હ્દયવૃંદાવનનું અમૃતફળ છે.'- આ ઉક્તિ કોની છે
ફાધર વાલેસ

ડોના પાવલા બીચ ક્યાં આવેલો છે
ગોવા

"આધિ રાત કા સચ" ના લેખક કોણ છે
વિજયમનોહર તિવારી

'પદાર્થનો નાનામાં નાનો એકમ અણુ'- તે શબ્દની ભેટ કયા દેશે આપી છે
ગ્રીસ

"યુદ્ધની શરૂઆત માનવીના મનમાં થાય છે."- આ શબ્દો કયા વેદના છે
અથર્વવેદ

યુ.એન.ના કયા વિભાગને 'વિશ્વની લઘુ સંસદ' કહે છે
મહાસભા

તિથિનું અડધું શું કહેવાય
કરણ

પોતાની ધરીની આસપાસ ફરતો ન્યુટ્રોન તારો જે રેડિયો તરંગોનું ઉત્સર્જન કરે છે તેને શું કહે છે
પલ્સાર

Equinox એટલે.......
રાત્રિ-દિવસ સરખા

વિષવૃત્તિય જંગલોની ઝેરી માખી કઈ છે
ત્સેત્સે

દેશમાંના ભાવો કરતાંયે ઓછા ભાવે વિદેશમાં વસ્તુનું વેચાણ કરવું પડે તેવી સ્થિતિને શું કહે છે
ડંપિંગ

'સ્વપ્ન સુંદરી' કયા નૃત્ય સાથે સંકળાયેલી છે
કુચીપુડી

'ચાંચમાં તલવાર સાથેનું કબૂતર' એ શાનું પ્રતીક છે
યુદ્ધ અને શાંતિનું જાપાનીઝ પ્રતીક

મોટી ઉંમરની વ્યક્તિ બહુ મોંઘી ભેટસોગાદો કોઈ યુવાન સ્ત્રીને આપે તેને કયા નામે ઓળખવામાં આવે છે
સુગર ડેડી

'નેફોસ્કોપ' યંત્ર શું માપવા માટે વપરાય છે
વાદળોની દિશા અને ગતિ

કયો ખંડ 'પક્ષીઓના ખંડ' તરીકે જાણીતો છે
એશિયા

'રસાયણ વિજ્ઞાનના આધુનિક પિતા' કોણ છે
લેવોજિયર

કયા રાજ્યનું જૂનું નામ 'પ્રાગ જ્યોતિષ' હતું
આસામ

સરકારી ટપાલ ઉપર જે O.I.G.S. લખેલું છે, તેનું પૂરું નામ શું છે
ઑન ઇન્ડિયન ગવર્નમેન્ટ સર્વિસ

"પ્રકૃતિ અને પુરુષ એ બંને મુખ્ય તત્વ છે." આ વિચારધારા કયા દર્શનશાસ્ત્રીની છે
સાંખ્યા

'ટુ બી ઓર નોટ ટુ બી'- આ પ્રખ્યાત ઉક્તિ કોની છે
ગોલ્ડસ્મિથની

"હું પોતે જે રાજ્ય છું."- આ વિધાન કોનું છે
લુઇ 14 માનું

"ભક્તિ એ સામાજિક શક્તિ છે."- આ વિધાન કયા મહાપુરુષનું છે
પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીનું

ગુરુ નાનકના શિષ્ય 'લહના' પાછળથી કયા નામે પ્રસિદ્ધ થયા
ગુરુ અંગદ

'શકુંતલા' નાટકનો પ્રથમ અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો
સર વિલિયમ જોન્સે

'મશવિરા' એ શું છે
દેશના ઉત્તર-પૂર્વી ક્ષેત્રમાં નશાબંધી અને એઇડ્સ જેવા રોગોના નિરાકરણ માટે ચાલતું બિનસરકારી સંગઠન

'કપિલદેવ: ધ પ્રિન્સ ઓફ ઓલરાઉન્ડર્સ' - પુસ્તકના લેખક કોણ છે
કે.આર.વાઘવાની

'વેજીટેબલ ગોલ્ડ' કોને કહેવામાં આવે છે
કેસર

વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતા સભાત્યાગને શુ કહેવામાં આવે છે
વૉક આઉટ


💥રણધીર💥
ગાંધીજી લંડનથી બેરિસ્ટર થઈ ભારત ક્યારે આવ્યા
1891માં

ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના દાદા અબ્દુલ્લાહના કેસની ઓફર મળી હતી. દાદા અબ્દુલ્લાહ મૂળ ક્યાંના હતાં
પોરબંદરના

દાદા અબ્દુલ્લાહનો કેસ લડવા ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના કયા શહેરમાં જવાનું હતું
પ્રિટોરિયા

ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગ શહેરમાં કઈ હોટેલમાં પણ રંગભેદના કારણે અપમાન સહન કરવું પડ્યું હતું
'હોટેલ ગ્રાન્ડ નેશનલ'

દાદા અબ્દુલ્લાહનો કેસ ગાંધીજીએ ક્યારે જીત્યો
1894માં

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના ક્યારે કરી
જૂન 1894

1896માં ગાંધી પરિવાર કઈ સ્ટીમરમાં સવાર થઈ આફ્રિકાના કાંઠે પહોંચ્યો
'કુરલેન્ડ'

દક્ષિણ આફ્રિકામાં ચાલતી નેધરલેન્ડ અને બુઅર લોકો વચ્ચેની લડાઈ ત્રણ વર્ષ સુધી ચાલી હતી.એ દરમિયાન ઘાયલ લોકોની સારવાર માટે ગાંધીજીએ કયા નામની સ્વયંસેવક ટુકડી તૈયાર કરી હતી
'ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર'

'સત્યાગ્રહ' શબ્દ પ્રથમ વાર ક્યારે વપરાયો હતો
આફ્રિકામાં સપ્ટેમ્બર 1906માં

1896માં ગાંધીજી આફ્રિકાના ડરબન બંદરે ઉતરીને કોના ઘરે ગયા હતા
પારસી મિત્ર રૂસ્તમજીના ઘરે

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ડરબન નજીક કયો આશ્રમ બનાવ્યો હતો અને ક્યારે
ફિનિક્સ આશ્રમ 1904માં

ગાંધીજીએ 1910માં દક્ષિણ આફ્રિકામાં જોહનીસબર્ગથી 30 કિલોમીટરના અંતરે 1100 એકર જમીનમાં બીજો કયો આશ્રમ સ્થાપ્યો હતો
ટોલસ્ટોય ફાર્મ

ટોલસ્ટોય ફાર્મ બનાવવા માટે ગાંધીજીને કોને જમીન ભેટમાં આપી હતી
હરમન કેલનબાકે

ટોલસ્ટોય આશ્રમમાં ગાંધીજીના ટાઈપીસ્ટ તરીકેની જવાબદારી કોણ નિભાવતું હતું
લેડી સોન્ઝા સ્લેઝિન

આફ્રિકામાં ગાંધીજીને મળેલા ત્રણ વિદેશી મિત્રો કોણ હતા
હરમન કેલનબાક, હેનરી પોલોક અને લેડી સોન્ઝા સ્લેઝિન

ગાંધીજીને 'અન ટુ ધીસ લાસ્ટ' પુસ્તકનો પરિચય કોણે કરાવ્યો
હેનરી પોલોક

ગાંધીજીએ 1914માં ભારત પાછા ફરતી વખતે કયા અંગ્રેજ અધિકારીને સેન્ડલ ગિફ્ટ કર્યા હતા
જનરલ સ્મટ્સને

દક્ષિણ આફ્રિકા સરકારે ગાંધીજીના આગમની શતાબ્દી નિમિત્તે ખાસ પ્રકારનો સિક્કો ક્યારે બહાર પાડ્યો હતો
1993માં

*🗞👆🏻ગુજરાત સમાચાર : રવિપૂર્તિ માંથી🗞*


💥રણધીર 💥
કયા મુકદમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે 'સંવિધાનના મૂળ સંરચના સિદ્ધાંત' નું પ્રતિપાદન કર્યું હતું
કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય

કોણે બચાવના સ્થાને પ્રહારની નીતિ અપનાવી હતી
સ્વામી દયાનંદ સરસ્વતી

પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું બિલ ક્યારે પસાર થયેલું
ઈ.સ.1992

છંદક્ષેત્રે મુક્તધારા અને મહાછંદના નવા પ્રયોગો કરનાર સર્જક કોણ હતા
કવિ ખબરદાર

ભારતમાં પંચાયતી રાજ અંગે અલગ મંત્રાલય ક્યારથી શરૂ થયો છે
27 મે, 2004

ભારત માટે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો
યુનાનીઓ

કયા રાજયમાં ગ્રામ પંચાયતને ગ્રામસભા પ્રતિ જવાબદાર બનાવવામાં આવેલ છે
પશ્ચિમ બંગાળ

ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વખત ઉલ્લેખ થયો છે
સિંધુ

ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ઘાટ છે
ખરડુંગલઘાટ

ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં કયા કરવેરા ફરજીયાત લાદવામાં આવેલ છે
ઘરવેરો અને વ્યવસાય વેરો

1857ના પ્રથમ વિપ્લવમાં બહાદુરશાહ ઝફરને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા
રંગુન (બર્મા)

'હું નગરનું સંતાન છું,એટલું જ નહીં, હું એક ઔધોગિક નગરનું સંતાન છું'- આ વિધાન કયા કવિનું છે
નિરંજન ભગત

ઈ.સ.1833માં દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ક્યાં થયું
જોધપુર

કયા સર્જકને ગાયકવાડ સરકારે 'રાજરત્ન' ઇલકાબથી નવાજ્યા હતાં
ર.વ.દેસાઈ

ગ્રામ પંચાયતના ગેરકાયદેસર ઠરાવને રદ કરવાની સત્તા કોને છે
તાલુકા વિકાસ અધિકારી

કયા સર્જકના 'વ્યાકુલ વૈષ્ણવ' સંગ્રહને 'ગુજરાતની ગીતાંજલિ' તરીકે ઓળખાવી છે
ઉશનસ્

ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ ક્યારથી થયો
15 એપ્રિલ,1994

કયા કાવ્ય સંગ્રહથી કવિ બોટાદકરને 'સૌંદર્યદર્શી કવિ' નું બિરુદ પ્રાપ્ત થયું હતું
શૈવલિની

કયાં સર્જકને ગુજરાત વિદ્યાપીઠમાં 'કાવ્યગુરુ' તરીકે ઓળખવામાં આવતા હતા
રા.વિ. પાઠક

ગ્રામ પંચાયતનું ઓડિટ કોના દ્વારા થાય છે
લોકલ ફંડ દ્વારા

'ઓ હિન્દ દેવભૂમિ ,સંતાન સૌ તમારાં' દેશભક્તિ ગીત કયા નાટકમાં સમાવિષ્ટ છે
ગુરુગોવિંદસિંહ

ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મૌલિક નાટક કોને લખ્યું હતું
નગીનદાસ મારફતિયા

બોન્ડ કંપનીનું.................છે
દેવું


💥રણધીર 💥
ગ્રામ પંચાયતે સ્થાયી સમિતિની ભલામણ વિના કોઈ રકમનો ખર્ચ કરેલ નથી તેનો અહેવાલ વિકાસ અને પ્રોગ્રામ અધિકારીને કોણ કરશે
હિસાબી મદદનીશ

ભારત જેવા વિકાસશીલ દેશમાં મુખ્યત્વે કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે
ચક્રીય

કેન્દ્રીય આંકડાકીય સંસ્થા (સેન્ટ્રલ સ્ટેટેસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન (CSO) ની સ્થાપના ક્યારે થઈ હતી
ઇ.સ.1951

'મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો' પંક્તિના કવિ કોણ છે
અનિલ જોશી

વર્ષ 1915માં ગાંધીજીનો રાજનીતિમાં પ્રવેશ થયો ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા
લોર્ડ હર્ડિંગ

ટપક સિંચાઈ પદ્ધતિનો મહત્તમ અને યોગ્ય રીતે ઉપયોગ કરનાર દેશ કયો છે
ઈઝરાયેલ

'એપોજી' એ એવી સ્થિતિ છે કે..............
કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય

હિન્દ છોડો આંદોલન સમયે બચી ગયેલા કોંગ્રેસી નેતાઓએ આંદોલનને કયા નામના એક ગુપ્ત દસ્તાવેજ દ્વારા ચલાવ્યું હતું
આંધ્ર સર્ક્યુલર

'પિંગ યોંગ' કઈ રમતનું બીજું નામ છે
ટેબલ ટેનિસ

મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે
અંતિમ અધ્યાય

ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે
મૂળભૂત સિદ્ધાંતો

વર્ષ 1902માં બંગાળમાં પ્રથમ ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિની સ્થાપના કોણે કરી હતી
મિમથ મિશ્રા

કેટલી રકમ ગ્રામ પંચાયત બિનકુશળ કામદાર માટે વાપરી શકે છે
ગ્રામ પંચાયતના કુલ ગ્રાન્ટના 50 % થઈ વધુ ન થાય

દરિયાની સપાટી પર તેલનો ઢોળાવ થવાથી દરિયાઈ જીવો શા માટે મૃત્યુ પામે છે
તેની પાંખોમાં તેલ ભરાઈ જવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે.

'હું સ્વપ્નનો સુરમો લઈ જન્મ્યો હતો,પણ હવે તો મેશ પણ મળતી નથી' - પંક્તિના કવિ કોણ છે
નિરંજન ભગત

ગ્રામસભામાં ઓછામાં ઓછા 10 વોર્ડ છે,જ્યારે વધુમાં વધુ કેટલા છે
20 વોર્ડ

કયા ગ્રહ પર સૌથી લાંબો દિવસ હોય છે
બુધ

ગ્રામ પંચાયત કક્ષાએ કેશબૂક કઈ રીતે મેઇન્ટેઇન થાય છે
ડબલ એન્ટ્રી સિસ્ટમ

ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે કયો શાસક જાણીતો છે
અલાઉદ્દીન ખલજી

નવી ગઠન થયેલી પંચાયત સામે ક્યાં સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં
અઢી વર્ષ

મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમ સંબંધના કારણે ચર્ચામાં રહેનાર બાજીરાવ પ્રથમનું મૂળ નામ શું હતું
વિસાજી

પંચાયતના સભ્યો કેટલી બેઠકોમાં ગેરહાજર રહે તો તેમને પદ પરથી હટાવી શકાય
3

હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય
2


💥રણધીર 💥
હાઈડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ ઉપર કાર્ય કરે છે
પાસ્કલના નિયમ

કઈ સમિતિએ જિલ્લા કલેક્ટરને જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી તરીકે નિમવાની ભલામણ કરેલ
પી.કે.થૂંગણ સમિતિ

પ્રથમ ક્રિકેટ વિશ્વકપની શરૂઆત ક્યારે થઈ
7 જૂન, 1975

કયો દરજ્જો પ્રાપ્ત કરનાર કંપની રૂ.1,000 કરોડ સુધીના રોકાણ સંબંધી નિર્ણયો જાતે કરી શકે છે
નવરત્ન

પંચાયતી રાજ અંગેની કઈ સમિતિ કાર્ડ સમિતિ તરીકે પણ ઓળખાય છે
જી.વી.કે.રાવ સમિતિ

ઈ.સ.1875માં દયાનંદ સરસ્વતીએ કયા શહેરમાં આર્યસમાજની સ્થાપના કરી હતી
મુંબઈ

ઓલિમ્પિક રમતોત્સવમાં સાઇટીયસ,અલ્ટીયસ અને ફોરટીયસ શબ્દ કઈ ભાષામાં લખાયેલ છે
લેટિન

'હેલોગ્રામ' એ શું છે
ત્રિપરિમાણ સ્વરૂપ

ગ્રામ પંચાયત માટે ઉપનિયમો બનાવવાની સત્તા કોણ ધરાવે છે
જિલ્લા પંચાયત

નિલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે
અંધશાળા

'ન્યાયિક સક્રિયતા' ને નીચેનામાંથી કોની સાથે સબંધ છે
જાહેર હિતની અરજીઓ

અરવિંદ ઘોષની કયા કાવતરામાં ધરપકડ થઈ હતી પરંતુ નિર્દોષ છૂટ્યા
અલીપુર કાવતરા કેસ

વાતાવરણમાં ઉપરના ભાગના અભ્યાસને વાયુવિજ્ઞાન કહેવાય તો નીચેના ભાગના અભ્યાસને શું કહેવાય
ઋતુ વિજ્ઞાન

પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય'ની પદવીથી નવાજનાર કોણ છે
નેપાળના મહારાજા

પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કયા ખાતામાં જમા થાય છે
જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ

અલાઉદ્દીન ખીલજીના મૂળ ખંભાતના હોય તેવા સેનાપતિનું નામ શું
મલિક કાફુર

પંચાયત માટેના નાણાં કમિશનમાં કેટલા સભ્યો હોય છે
અધ્યક્ષ અને ચાર સભ્યો

ગુજરાતી સાહિત્ય પરિષદનું 'પરબ' સામયિક શરૂ કરનાર કોણ હતા
કાકાસાહેબ કાલેલકર


💥રણધીર 💥
સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે
લોકસભાના સિનિયર સભ્ય

'ઓલ ઇન્ડિયા શેડયુઅલ કાસ્ટ ફેડરેશન' અને 'ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી' ની સ્થાપના કોણે કરી હતી
ડૉ. ભીમરાવ આંબેડકર

ગ્રામ્ય સ્તરે જાગૃતિ અને તકેદારી સમિતિનું કાર્યક્ષેત્ર શું છે
સમગ્ર ગ્રામ સભા

હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે
ઓક્સીજન

ગ્રામ્ય સ્તરે સતર્કતા અને મૂલ્યાંકન સમિતિના સભ્ય કોણ હોઈ શકે
સમિતિના સભ્યોમાંથી

ગ્રામ્ય સ્તરે સતર્કતા અને મૂલ્યાંકન સમિતિનો લઘુતમ કાર્યકાળ કેટલો હોય છે
2 વર્ષ

જિલ્લા ફંડમાંથી ઉપાડ અને વહેંચણી કરવાની ફરજો કોની છે
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર

LCA તેજસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે
ડૉ. કોટા હરિનારાયણ

જિલ્લા પંચાયતના પ્રમુખ સામે શિસ્ત અંગેના પગલાં લેવાની સત્તા કોને છે
વિકાસ કમિશનર

કયા વર્ષને ગ્રામ સભા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું
2009-10

રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણુક કોણ કરે છે
રાજ્યપાલ

ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ મંજુર કરે છે
પંચાયત સમિતિ

"એન્ડોસ્કોપી" કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે
પેટના રોગ

પંચાયત સમિતિના અધ્યક્ષની ચૂંટણીના વિવાદમાં નિર્ણય આપવાની સત્તા કોને સુપરત કરવામાં આવે છે
વિભાગીય આયુક્ત

કયા પુસ્તકમાં ભારતના બંદર અને વેપાર વિશેની જાણકારી મળે છે
પેરિપ્લસ ઓફ ધ ઈરિથ્રીયન સી

પંચાયત સમિતિના મુખ્ય કારોબારી અધિકારી કોણ હોય છે
તાલુકા વિકાસ અધિકારી

જિલ્લા પંચાયતને બરખાસ્ત કરવાનો અધિકાર કોને છે
રાજ્ય સરકાર

હોકી રમતની અવધિ શું હોય છે
70 મિનિટ

પશ્ચિમના વિદ્વાનો કોને 'ગૂઢ વિદ્યા' તરીકે ઓળખાવે છે
ઉપનિષદ

ગુજરાતના કયા તરણવીરે હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ્ય દાખવ્યું છે
નાથુરામ પહાડે

ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે સૌ પ્રથમ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો
દાદાભાઈ નવરોજી

હરતી-ફરતી કૉલેજ લાઈબ્રેરી તરીકે કોને ઓળખવામાં આવે છે
પ્રવીણ દરજી

ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌપ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે
પીતાંબર પટેલ


💥રણધીર 💥
*પંચાયતી રાજ*
°°°°°°°°°°°°°°°°°°°°°°
*અનુચ્છેદ બાબત*
---------------------------------
243.વ્યાખ્યા
243-A.ગ્રામ સભા
243-B.પંચાયતોની રચના
243-C.પંચાયતોની સંરચના
243-D.બેઠકો અનામત રાખવા બાબત
243-E.પંચાયતોની મુદ્દત વગેરે
243-F.સભ્યપદ માટેની ગેરલાયકાતો
243-G.પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓ
243-H.પંચાયતોની કર નાખવાની સત્તા અને ફંડ બાબત
243-I.નાણાકીય પરિસ્થિતિની પુનવિચારના કરવા નાણાં આયોગની રચના કરવા બાબત
243-J.પંચાયતોના હિસાબોનું ઓડિટ
243-K.પંચાયતોની ચૂંટણીઓ
243-L.સંઘ રાજ્યક્ષેત્રોને લાગુ પાડવા બાબત
243-M.અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહિ પાડવા બાબત
243-N.વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત
243-O.ચૂંટણીઓ સંબંધી બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો બાધ

💥રણધીર 💥
મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
મણિભવન

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
વિનોબા ભાવે

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
ગીતા

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી
મદુરાઈ

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
ડી.જી.બિરલા

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
ગંગાબેન મજમુદાર

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
યમુના

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
ગાંધી દર્શન ટ્રેન


💥રણધીર ખાંટ💥
*લોકપાલ/લોકાયુક્ત*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

લોકપાલ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ લક્ષ્મીમલ સિંઘવીએ કર્યો હતો.

1966માં મોરારજી દેસાઈના વડપણ હેઠળ નિમાયેલા વહીવટી સુધારણા પંચે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકનું સૂચન કર્યું હતું.

વિશ્વમાં સૌપ્રથમ સ્વીડને તેનો અમલ કર્યો હતો. (1809 માં Ombudsman તરીકે)

ભારતમાં સૌપ્રથમ 1968માં લોકપાલ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેક 2013માં પસાર થયું.

લોકપાલ/લોકયુક્તનું મુખ્ય કાર્ય સરકારના વહીવટી એકમ પર રહેલા તમામ અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસ કરવાનું છે.

લોકપાલનું પદ કેન્દ્ર સ્તરે જ્યારે લોકાયુક્તનું પદ રાજ્ય સ્તરે હોય છે.

ઘણા બધા રાજ્યોમાં લોકાયુક્તની નિમણુક થઈ ચુકી છે. સૌપ્રથમ લોકાયુક્તની સ્થાપના મહારાષ્ટ્રમાં 1971માં થઈ હતી.જો કે ઓડિશાએ 1970માં લોકાયુક્ત બિલ પસાર કર્યું હતું.પરંતુ અમલ 1983થી થયો હતો.

ગુજરાતમાં લોકાયુક્ત ધારો 1986માં પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ ડી.એચ.શુક્લ હતા.


💥રણધીર ખાંટ💥
*અર્ધ સંરક્ષણ દળો*


*સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)*

સ્થાપના : 1939
વડુમથક : નવી દિલ્હી
1949 પહેલા તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ કહેવાતું હતું.
CRPF અંતર્ગત RAF (રેપીડ એક્શન ફોર્સ) ની સ્થાપના કરાઈ (1992)


*ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)*

સ્થાપના : ચીનના આક્રમણ પછી 1962માં
મુખ્યાલય: નવી દિલ્હી



*સશસ્ત્ર સીમા બલ (SSB)*

સ્થાપના : 1963
2003 પહેલા તેનું નામ સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું.
હાલમાં તે ભારત-નેપાળ તથા ભારત-ભૂટાન સીમા પર સેવાઓ આપે છે.
જેના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ અર્ચના રામાસુંદરમ છે.



*બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)*

સ્થાપના : 1965
મુખ્યાલય : નવી દિલ્હી
મુખ્ય કાર્ય : દુશ્મન સેનાના ઘૂસણખોરોને રોકવાનું



*સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)*

સ્થાપના : 1969
મુખ્યાલય: નવી દિલ્હી
મુખ્ય કાર્ય : કેન્દ્ર સરકારના ઔધોગિક એકમો કે ઉદ્યમોમાં કર્મચારીઓ અને સંપત્તિનું રક્ષણ કરવાનું.



*નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)*

સ્થાપના : 1984માં આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે
તેમાં બે ગ્રુપ હોય છે:
1.સ્પેશિયલ એક્શન ગ્રુપ (સેનાના કર્મચારીઓ હોય છે.)
2.સ્પેશિયલ ગ્રુપ (જે તે રાજ્ય પોલીસના કર્મચારીઓ હોય છે.)
NSGને સામાન્ય રીતે બ્લેક કેટ તરીકે ઓળખવામાં આવે છે.
માનેસર (હરિયાણા) ખાતે તેનું તાલીમ કેન્દ્ર આવેલું છે.



*આસામ રાઈફલ્સ*

સ્થાપના : 1835
મુખ્યાલય: શિલોન્ગ
આ દેશનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ છે.
મ્યાનમાર અને ચીન સરહદ પર કાર્યરત છે.
તે પૂર્વોત્તર પ્રહરી તથા પહાડી લોકોના મિત્ર તરીકે પણ ઓળખાય છે.



*ગૃહ રક્ષાવાહિની*

સ્થાપના : 1962
મુખ્ય કાર્ય : હવાઈ હુમલા,આગ,રોગચાળા દરમિયાન તથા પોલીસની મદદ કરવાનું


💥રણધીર 💥
*📚ગુજરાતી સાહિત્યકારો📚*

હેમચંદ્રાચાર્યને કોને દીક્ષા આપી હતી
*દેવચંદ્રસૂરીએ*

હેમચંદ્રાચાર્યને કયા નામોથી ઓળખવામાં આવે છે
*કલિકાલસર્વજ્ઞ, જ્ઞાનસાગર, વિદ્યાચાર્ય*

હેમચંદ્રાચાર્યની સમાધિ કયા પર્વત ઉપર આવેલી છે
*શેત્રુંજય પર્વત*

ગુજરાતી ભાષાના પ્રથમ કવિ કોણ મનાય છે
*નરસિંહ મહેતા*

મીરાંબાઈના ગુરુનું નામ શું હતું
*રૈદાસ*

ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે
*ક્રાંતદ્રષ્ટા*

અખો કયા મુઘલ સામ્રાટનો સમકાલીન હતો
*જહાંગીર*

આખ્યાનને સૌપ્રથમ કડવાબદ્ધ કરનાર કવિ કોણ છે
*ભાલણ*

ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે
*કાદમ્બરી*

ગુજરાતી સાહિત્યમાં ગરબાનો પિતા કોણ કહેવાય છે
*વલ્લભ મેવાડો*

શામળ ભટ્ટના ગુરુનું નામ શું હતું
*નાના ભટ્ટ*

પાંચ કડી અથવા દસ પંક્તિના પદને શું કહેવામાં આવે છે
*કાફી*

દયારામ કઈ જાતિના બ્રાહ્મણ હતા
*સાઠોદર નાગર બ્રાહ્મણ*

ફાર્બસ સાહેબની યાદમાં ક્યાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે
*સાદરા*

દલપતરામે કયો સંપ્રદાય અપનાવ્યો હતો
*સ્વામિનારાયણ સંપ્રદાય*

અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ કઈ માનવામાં આવે છે
*બાપાની પીંપર*

દયારામને ગરબી ભટ્ટ કોને કહ્યું છે
*નર્મદે*

દયારામને સમર્થ ઉપકવિ કોને કહ્યું છે
*વિજયરાય વૈદ્ય*

ઇ.સ.1877 માં સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર' નો ખિતાબ મેળવનાર કવિ કોણ છે
*નંદશંકર મહેતા*

'ભોળા ભટ્ટ'પાત્રનું સર્જન કોને કર્યું હતું
*નવલરામ લક્ષ્મીરામ પંડ્યા*

રોજનીશી રૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય કોને જાય છે
*દુર્ગારામ મહેતા*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક 'ઇંગ્લેન્ડમાં મુસાફરી' નું શ્રેય કોને ફાળે જાય છે
*મહિપતરામ રૂપરામ નીલકંઠ*

ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાત સામાજિક નાટક ' લલિતા દુઃખદર્શક' કોને આપ્યું છે
*રણછોડભાઈ ઉદયરામ દવે*

ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તરીકે કોની ગણના થાય છે
*નરસિંહરાવ દિવેટિયા*

નરસિંહરાવ દિવેટિયાએ હરિગીત છંદમાં ફેરફાર કરી કયો છંદ ઉપજાવેલો છે
*ખંડ હરિગીત*

'ઓ હિન્દ દેવ ભૂમિ,સંતાન સૌ તમારા' દેશભક્તિ ગીતની રચના કોને કરી હતી
*મણીશંકર રત્નજી ભટ્ટ*

મણીશંકર રત્નજી ભટ્ટનું કયું નાટક રંગભૂમિ ઉપર 'જાલિમ દુનિયા' નામે ભજવાયેલું
*રોમન સ્વરાજ*

કવિ કલાપી પર કોના વિચારોની ઊંડી અસર તેમના પર પડી હતી
*સ્વીડનબોર્ગના*

કવિ નાન્હાલાલની કઈ કૃતિ ડોલનશૈલીમાં રચાયેલી પ્રથમ કૃતિ છે
*વસંતોત્સવ*

'પ્રયોગશીલ સર્જક' તરીકે કોને ઓળખવામાં આવે છે
*બળવંતરાય ક. ઠાકોર*

દામોદરદાસ બોટાદકરનો પ્રિય શબ્દ કયો છે
*પ્રણય*

કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક કઈ હતી
*રાજાધ્યક્ષ*

પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે માન્ય સાહિત્યકાર કોને ગણવામાં આવે છે
*રામનારાયણ વિ. પાઠક*

શીતળાનો રોગ થતાં 16 વર્ષની વયે કયા ગુજરાતી સાહિત્યકારને આંખો ગુમાવવી પડી હતી
*પંડિત સુખલાલજી*

'અલગારી સાહિત્યકાર' તરીકે કોને ઓળખવામાં આવે છે
*સ્વામી આનંદ*

રમણલાલ વ.દેસાઈ કયા ઉપનામથી સાપ્તાહિક ચલાવતાં હતાં
*'દેશભક્ત'*

કોણ ટૂંકી વાર્તા ને 'પ્રથમ પ્રેમ' ગણાવતાં હતાં
*ગૌરીશંકર જોશી*

ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમનો સૌપ્રથમ વખત સફળતાપૂર્વક આવિષ્કાર કોને કર્યો હતો
*ચંદ્રવદન ચી.મહેતા*


💥રણધીર ખાંટ💥
*ભારતીય રિઝર્વ બેંક (RBI)*
--------------------------------------
- ભારતની મધ્યસ્થ બેંક તથા નાણાં બજારની નિયમન તથા નિયંત્રણકર્તા

- સ્થાપના : 1 એપ્રિલ , 1935માં 5 કરોડની સત્તાવાર મૂડી બિનસરકારી રોકાણકાર દ્વારા થઈ હતી.

- 1 જાન્યુઆરી , 1949 ના રોજ RBI નું રાષ્ટ્રીયકરણ

-RBIના ચાર સ્થાનિક બોર્ડ મુંબઈ, કોલકાતા,ચેન્નાઇ,દિલ્હીમાં

-RBIનું વડું મથક મુંબઈમાં

-વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલ

- પ્રથમ ગવર્નર : સર ઓસબાર્ન સ્મિથ (1935-1937)

-પ્રથમ ભારતીય ગવર્નર : સી.ડી.દેશમુખ (1943-1949)

*RBIના મુખ્ય કાર્યો*
___________

- ચલણી નોટો છાપવી અને તેનું સંચાલન

- સરકારના બેંકર તરીકેનું કાર્ય

- બેન્કોની બેન્ક તરીકેનું કાર્ય

-શાખ નિયંત્રણ તરીકેનું કાર્ય

-વિદેશી હૂંડિયામણના વિનિમય પર નિયંત્રણ રાખવું

-RBI એ ચલણી નોટ બહાર પાડવા માટે Minimum Reserve System અપનાવેલી છે.જે અંતર્ગત કોઈપણ સમયે RBI પાસે સોનું અને વિદેશી નાણાં મળીને તેનું કુલ મૂલ્ય 200 કરોડથી ઓછું હોવું જોઈએ નહીં.ઉપરાંત તેમાં સોનાનું મૂલ્ય 115 કરોડથી ઓછું રહેવું ન જોઈએ.

- RBI બધી જ અનુસૂચિત બેંકોની રોકડ અનામત પોતાની પાસે રાખે છે, આથી તેને રિઝર્વ બેન્ક કહે છે.

-RBI 1 રૂપિયાની નોટ/સિક્કાઓ તથા નાના સિક્કાઓ છાપતી નથી પરંતુ તે નાણાં મંત્રાલય દ્વારા છપાય છે.પરંતુ તેનું દેશભરમાં વિતરણ RBI દ્વારા થાય છે.

-1 રૂપિયાની ચલણી નોટ ઉપર નાણાં સચિવની સહી હોય છે.


💥રણધીર 💥
*હરિયાળી ક્રાંતિ*
----------------------------
-તેલ છે પીળું
*પીળી ક્રાંતિ : તેલીબિયાં ઉત્પાદન*

-ટામેટાં છે લાલ
*લાલ ક્રાંતિ : ટામેટાં ઉત્પાદન*

-બટેટા છે ગોળ
*ગોળ ક્રાંતિ : બટેટા ઉત્પાદન*

-બાગમાં છે સોનું
*સોનેરી ક્રાંતિ : બાગાયતી પાકો*

-માછલી છે વાદળી
*વાદળી ક્રાંતિ : મત્સ્ય ઉત્પાદન*

-ઝીંગા છે ગુલાબી
*ગુલાબી ક્રાંતિ : ઝીંગા ઉત્પાદન*

-દૂધ છે શ્વેત(સફેદ)
*શ્વેત ક્રાંતિ : દૂધ ઉત્પાદન*

*રજત ક્રાંતિ : ઈંડા ઉત્પાદન*


💥રણધીર 💥
કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે
ગુવાહાટી (આસામ)

ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે
વિશાખપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)

ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મલ્લિકાર્જુન મંદિર ક્યાં આવેલું છે
શ્રી શૈલમ (આંધ્ર પ્રદેશ)

તેલંગણાના હનમન કોંડા ટેકરી પર આવેલું એક હજાર સ્તંભવાળું અદ્ભૂત મંદિર કઈ શૈલીનું છે
ચાલુક્ય વાસ્તુ શૈલી

ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા નેશનલ એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
વાસ્કો(ગોવા)

સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું છે
હિમેટાઈટ

લોહ અયસ્કના કયા અયસ્કને કાળું અયસ્ક(Black ore) કહે છે
મેગ્નેટાઈટ

અબરખનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ કયો છે
ભારત

ભારતનું કયું રાજ્ય સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે
રાજસ્થાન

સોનાની સૌથી જૂની ખાણ કઈ છે
કોલાર (1871)

ડોલોમાઈટ શું છે
એક પ્રકારનો ચુનાનો પથ્થર

યુરેનિયમનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે
ઝારખંડ

કોલસો કેવા ખડકોમાંથી મળે છે
જળકૃત (અવસાદી)

બોમ્બેહાઈમાં તેલ કાઢવાનું કાર્ય કયા જહાજથી કરવામાં આવે છે
સાગર સમ્રાટ

શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં કઈ નદીના કાંઠે વિકસ્યો છે
હુગલી

ઊની કાપડની સૌથી વધુ મિલો કયા રાજયમાં છે
પંજાબ

ભારતમાં કેટલા પ્રકારનું કુદરતી રેશમ પેદા કરવામાં આવે છેકયું કયું
ચાર પ્રકારનું
1.મલમલ
2.ટસર
3.ઇરી
4.મૂંગા

ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ ક્યાં સ્થાપવામાં આવી હતી
1812માં સિરામપુર (પશ્ચિમ બંગાળ)

છાપાના કાગળનું સરકારી કારખાનું ક્યાં આવેલું છે
નેપાનગર (મધ્ય પ્રદેશ)

ભારતમાં જહાજ નિર્માણ પ્લાન્ટ કોના દ્વારા સ્થાપવામાં આવ્યો
1941 માં વિશાખપટ્ટનમમાં સિંધિયા સ્ટીમ એન્ડ નેવિગેશન દ્વારા



ભારતનું માન્ચેસ્ટર
અમદાવાદ

ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
કાનપુર

દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
કોઈમ્બતુર


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*


જાહેર રસ્તા પર વૃક્ષોના વાવેતર માટે આપવામાં આવતી સહાયની યોજના કઈ
નગરનંદન વન યોજના

શાળા ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ
2009

શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને આયર્નની ગોળીઓ આપવાની યોજનાનું નામ
માતૃવંદના

સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને અપાતો પુરસ્કાર કયો
નાલંદા

અમદાવાદ - ગાંધીનગર વચ્ચે જે મેટ્રો રેલનું કાર્ય MEGA ને સોંપાયું છે તેનું પૂરું નામ આપો.
Metrolink Express For Gandhinagar and Ahmedabad

અમદાવાદ BRTSનું નામ આપો.
જનમાર્ગ

કર્મકાંડની તાલીમ આપતી યોજનાનું નામ
સ્વામી તેજાનંદ

ભારતનું પ્રથમ ટોકિંગ ATM ક્યાં સ્થાપિત થયેલું છે
અમદાવાદ

શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું કાર્ય કરતી ગ્રામ પંચાયતને પુરસ્કૃત કરતી યોજનાનું નામ
સિડમની યોજના

અત્યાચારનો ભોગ બન્યા હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિની પુનઃ સ્થાપનાની યોજનાનું નામ
વીર મેઘમાયા યોજના

આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના ક્યાંથી અને ક્યારે અમલમાં આવી
ડભોઇ તાલુકાથી 28 એપ્રિલ,2011 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે
ગાંધીનગર

પ્રથમ આધાર કાર્ડ મેળવનાર
રંજના સોનાવણે(મહારાષ્ટ્ર)

ATVTના વડા તરીકે કોણ જવાબદારી સંભળાવે છે
પ્રાંત અધિકારી

સૌપ્રથમ મોબાઈલ પોર્ટેબિલિટીનો પ્રારંભ
હરિયાણાથી

સાબરમતી રિવરફ્રન્ટની પ્રેરણા
લંડનની થેમ્સ નદી

POCSO એક્ટ,2012 નું પૂરું નામ
The Protection of Children from Sexual Offences

નવી રાષ્ટ્રીય બાળ નીતિ અમલી બની
26 એપ્રિલ,2013

જુવેનાઈલ જસ્ટિસ એક્ટ શું છે
બાળકોને લગતો કાયદો

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગંભીર ગુનાઓમાં ઉંમર નક્કી કરાઈ
18 થી ઘટાડી 16 વર્ષ


💥રણધીર ખાંટ💥

ઇન્ડોનેશિયાના પ્રમુખના નિવાસસ્થાનનું નામ મર્ડેકા પેલેસ છે.

અમેરિકન પ્રમુખના ખાનગી રહેણાકને બ્લેર હાઉસ કહેવાય છે.

રશિયાની રાજધાની મોસ્કોમાં સરકારી ઓફિસોના વિસ્તારને ક્રેમલિન કહેવામાં આવે છે.

ઝાંબેઝી નદી ઉપર વિક્ટોરિયા ધોધ આવેલો છે.

લંડનમાં ભારતના હાઇકમિશનરની ઓફિસને ઇન્ડિયા હાઉસ નામ અપાયું છે.

ઇંગ્લેન્ડના વડાપ્રધાનના નિવાસસ્થાનને 10,ડાઉનિંગ સ્ટ્રીટ કહેવાય છે.

લંડનમાં સરકારી ઓફીસ વિસ્તારને વ્હાઇટ હોલ કહેવાય છે.

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં સંરક્ષણ ઓફિસોના સ્થળને પેન્ટાગોન તરીકે ઓળખવામાં આવે છે.

વેઈલિંગ વોલ યહૂદીઓનું ધાર્મિક સ્થળ છે.

બ્રિટનની સંસદ ઉપર આવેલ ટાવરને બિગ બેન કહેવાય છે.


💥રણધીર 💥