સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ભાગમાં કયો દેશ ભારતમાં સીધા વિદેશી રોકાણનો સૌથી મોટો સ્ત્રોત છે
*8 અરબ ડોલરના રોકાણ સાથે સિંગાપોર*
*6.36 અરબના રોકાણ સાથે મોરેશિયસ બીજા સ્થાને*

●ભારતીય અવકાશ સંશોધન સંગઠને તાજેતરમાં જ દેશના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ની પુષ્ટિ કરી છે. સરકારે 'ચંદ્રયાન-3'ને મંજૂરી આપી છે.

●ઈસરોના અધ્યક્ષે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારત 17 જાન્યુઆરી, 2020ના રોજ ભારે સેટેલાઇટ જીસેટ-30 લોન્ચ કરશે.આ સેટેલાઈટ ભારત દ્વારા 2020માં લોન્ચ કરવામાં આવનાર પ્રથમ ઉપગ્રહ હશે.આ સેટેલાઈટ એરીએન 5 ઇસીએ પ્રક્ષેપણ વાહનની મદદથી ફ્રેન્ચ ગુઆનાથી લોન્ચ કરવામાં આવશે. તે એક કમ્યુનિકેશન સેટેલાઈટ છે.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🌳પર્યાવરણની ચળવળ:(આંદોલન)🌴*

19મી સદીમાં રાજસ્થાનમાં કોની આગેવાની હેઠળ 84 બિશનોઈ સમાજના ગામડાઓ વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે આંદોલને ચડ્યા હતા
અમ્રિતાદેવી

ચીપકો આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી
1970

1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ ખીણના ભાગમાં આવેલા જંગલોના કેટલાક ભાગના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી
અલકનંદા ખીણના

1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકારે રમતગમતના સાધનો બનાવતી કઈ કંપનીને લાકડા કાપવાની મંજૂરી આપી હતી
સાયમન નામની કંપનીને

ચીપકો આંદોલનમાં એપ્રિલ 1973માં કયા ગામના લોકો વૃક્ષોને વીંટળાઈને ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું
દાસોલી

ચીપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું
ચંડીપ્રસાદ ભટ્ટ

ચીપકો આંદોલનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોને અપીલ કરી હતી કે જેથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી
સુંદરલાલ બહુગુણાએ

ચીપકો આંદોલન હેઠળ ચંડીપ્રસાદ ભટ્ટે વન સંપદાની જાળવણી સાથે આર્થિક ઉપાજન થઈ શકે તેવા પ્રકારના ઉદ્યોગો કયા ગામમાં વિસાવ્યા
માંડલ

ચીપકો આંદોલને કયા વર્ષે વિજય મેળવ્યો
1980

નર્મદા બચાવ આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી
1985

નર્મદા આંદોલન કોણી આગેવાની હેઠળ થયું હતું
મેઘા પાટકર

ચિલકા બચાવ આંદોલનની શરૂઆત કોણે કરી હતી
બાંકા બહેરીદાસે

90 ના દાયકામાં કયા ગ્રુપે ચિલકા સરોવરમાં ઝીંગા ઉછેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી
ટાટા ગ્રુપે

ચિલકા સરોવર(એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર) કયા રાજ્યમાં આવેલું છે
ઓડિશા

સાઈલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે
કેરળ

સાઈલન્ટ વેલી ચળવળ શા માટે કરવામાં આવ્યું
1960માં કુંતીપ્રજા નદી પર ડેમ બાંધવાનું આયોજન

સાઈલન્ટ વેલી ચળવળની આગેવાની કોને લીધી હતી
કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ

કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ શુ છે
સ્થાનિક ગ્રામીણ શિક્ષકો અને સ્થાનિકોનું એક નેટવર્ક જે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય વિજ્ઞાનનો પ્રચાર કરે છે.

સાઈલન્ટ વેલી ચળવળ માટે કઈ કમિટીની ઉચ્ચસ્તરીય તપાસ માટે નિમણુક કરવામાં આવી હતી
સ્વામીનાથન કમિટી

સાઈલન્ટ વેલી ચળવળ માટેનો પ્રોજેકટ કયા વર્ષે પડતો મુકવાનું નક્કી કરાયું
1983


💥રણધીર ખાંટ💥
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥
*વિવિધ ઝડપ*


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



*શરીરના અવયવોનું વજન*


મૂત્રપિંડ (દરેક)150 ગ્રામ

બરોળ175 ગ્રામ

સ્ત્રીનું હદય250 ગ્રામ

પુરુષનું હદય300 ગ્રામ

ડાબું ફેફસું400 ગ્રામ

જમણું ફેફસું460 ગ્રામ

સ્ત્રીનું મગજ1275 ગ્રામ

પુરુષનું મગજ1400 ગ્રામ

યકૃત1650 ગ્રામ



*અંતઃસ્રાવ ગ્રંથિઓ *


*માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

*ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

*પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

*પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી

💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-09-10/01/2020🗞👇🏻~*

*📝9 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર*
*જન્મ:-* 9 જાન્યુઆરી, 1934 પંજાબના અમૃતસરમાં
*નિધન:-* 2008, મુંબઈમાં
1958માં નવરંગ ફિલ્મના 'આધા હૈ ચંદ્રમાં રાત આધી' ગીતથી તેમની ફિલ્મી ગાયક કારકિર્દી આરંભાઈ.
ગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેન્દ્ર કપૂરે હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી અને ભોજપુરી જેવી ભાષાઓના અઢી હજારથી વધુ ગીતો ગાયા હતા.
ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો, નીલે ગગન કે તલે, મેરે દેશ કી ધરતી જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા હતા.

આજે અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન, પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા, વૈજ્ઞાનિક ડોક્ટર હરગોવિંદ ખુરાનાનો પણ જન્મદિવસ છે.


*📝10 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ઇતિહાસકાર : લોર્ડ એક્ટન*
*પૂરું નામ:-* એડવર્ડ દલબર્ગ એક્ટન
*જન્મ:-* 10 જાન્યુઆરી, 1834, જર્મનીના નેપલ્સમાં
*નિધન:-* 19 જૂન,1902
યુરોપના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર હતા.
તેમણે 'દિ રેમ્બલર' અને દિહોમ એન્ડ ફોરેઇન રિવ્યુ' જેવા સામયિકોમાં અનેક લેખો અને નિબંધો લખ્યા છે.
'મુક્તિનો ઈતિહાસ' પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું પરંતુ પૂરું કરી શક્યા નહી.
તેઓ 1859 થી 1865 સુધી બ્રિટિશ સંસદના સભ્ય રહ્યા હતા.


●કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઈરીગેશન એન્ડ પાવર દ્વારા કઈ સિંચાઈ યોજનાને બેસ્ટ ઇમ્પીલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેકટ CBIP-2020નું સન્માન મળ્યું
*કડાણા-દાહોદ ઉદવહન સિંચાઈ યોજના*

●ઈરાનમાં યુક્રેનનું કયું વિમાન ક્રેશ થતા તમામ પ્રવાસીઓ (176 પ્રવાસીઓ)ના મોત થયા
*બોઈંગ 737*

●ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્યના મથકો પર કઈ મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે
*ફતેહ-313*

●તાજેતરમાં યોજાયેલી 63મી રાષ્ટ્રીય નિશાનબાજ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો કે જે એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે આ મેડલ પ્રાપ્ત કરનારો શૂટર છે
*સૌરભ ચૌધરી (17 વર્ષ)*

●5મું વિશ્વ ડ્રોસોફિલા સંમેલન ક્યાં યોજાશે
*પુણે*
*ડ્રોસોફિલા એટલે ફળ માખી*

●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ કોણે જીત્યો
*આયુષી ધોળકિયા*

●તાજેતરમાં ઉત્તર મેસેડોનિયાના પ્રધાનમંત્રી જેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
*જોરાન જેવે*
*ઉત્તર મેસેડોનિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં આવેલું છે*
*યુગોસ્લાવિયામાંથી સપ્ટેમ્બર 1991માં અલગ થયું હતું.*
*તેની રાજધાની છે સ્કોપજે*
*તેની કરન્સી છે મેસેડોનિયન દીનાર*

●ભારતે કયા દેશને સોલાર પાર્કની સ્થાપના માટે 7.5 કરોડ ડોલરની લોન આપી
*ક્યુબા*

●ઈસરોએ પ્રાદેશિક શિક્ષણ કેન્દ્ર ક્યાં શરૂ કર્યું
*કર્ણાટક*

●હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2020ના રિપોર્ટ મુજબ સારા પાસપોર્ટના રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે
*84મા*
*જાપાન ટોચના સ્થાને, સિંગાપોર બીજા સ્થાને*
*સૌથી ખરાબ પાસપોર્ટમાં અફઘાનિસ્તાન પહેલા સ્થાને, બીજા સ્થાને ઈરાક, ત્રીજા સ્થાને સિરીયા અને પાકિસ્તાન ચોથા સ્થાને*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:- 11/01/2020🗞👇🏻~*

*📝11 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*વી.એસ.ખાંડેકર*
*પૂરું નામ:-* વિષ્ણુ સખારામ ખાંડેકર
*જન્મ:-* 11 જાન્યુઆરી, 1898 મહારાષ્ટ્રમાં સાંગલી ખાતે
*નિધન:-* 2 સપ્ટેમ્બર, 1976
મરાઠી ભાષાના પહેલા જ્ઞાનપીઠ વિજેતા
તેમને શાળામાં શિક્ષક તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું.
સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમણે નવલકથા, નિબંધ, નાટકો, વાર્તાઓ અને વિવેચન લેખો પર પોતાની કલમ ચલાવી હતી.
*જાણીતી કૃતિઓ:-* યયાતિ, ઉલ્કા, હદયાચી હાક, કોચવધ, કંચન મૃગ, પહિલે પ્રેમ, અમૃત વેલ અશ્રુ, તીસરા પહર, જીવન શિલ્પી, મંદાકિની, વામન મલ્હાર જોશી : વ્યક્તિ વિચાર, વાયુ લહરી વગેરે.


●દેશમાં ન્યુટ્રિશિયન વિશેની માહિતી આપતો દેશનો પ્રથમ થીમ પાર્ક ક્યાં બન્યો
*સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે*
*20 હજાર સ્કેરફુટમાં વિકસાવેલો*

●ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી સિઝનનો પ્રારંભ કયા રાજયમાં થયો
*આસામ*

●રેસ એક્રોસ અમેરિકા માટે ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી સાઈકિલિસ્ટ કોણ બન્યો
*અમદાવાદનો વિવેક શાહ*

●ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ યોજાશે.તેનું નામ શું હશે
*નસીમ અલ બહ્ર*

●વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કયા રાજયમાં કરવામાં આવશે
*ગુજરાત*

●કયા રાજ્યમાં ચોથો બુક્સા બર્ડ ફેસ્ટિવલ યોજાયો હતો
*પશ્ચિમ બંગાળ*
*અલી પુરુદંર ડિસ્ટ્રીકટના બુક્સા નેશનલ પાર્ક ખાતે*
*આ અંતર્ગત ભારત અને અન્ય દેશોના 50 પક્ષીવિદો ભાગ લઈ રહ્યા છે*

●નેશનલ સ્ટેટીસ્ટિક્સ ઓફિસે જારી કરેલા અનુમાન પ્રમાણે 2019-20માં ભારતનો જીડીપી દર કેટલા ટકા રહેશે
*5%*

●કયા દેશે હાલમાં પાંચ વર્ષની સમય મર્યાદાવાળા મલ્ટી એન્ટ્રી ટુરિસ્ટ વિઝાને મંજૂરી આપી
*UAE*

●દર્દીઓની સાર-સંભાળ મામલે કયું રાજ્ય દેશના તમામ રાજ્યોમાં ટોચ પર છે
*જમ્મુ કાશ્મીર*

●ફૂટબોલર ડેનિયલ ડી.રોસીએ સંન્યાસની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે
*ઇટલી*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*🗞Date:-12/01/2020🗞👇🏻*

*📝12 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વામી વિવેકાનંદ*
*જન્મ:-* 12 જાન્યુઆરી, 1863, અંગ્રેજોની જૂની રાજધાની કલકત્તામાં
*પિતા:-* વિશ્વનાથ દત્ત (કલકત્તા હાઈકોર્ટમાં વકીલ)
*માતા:-* ભુવનેશ્વરી દેવી
*બાળપણનું નામ:-* નરેન્દ્રનાથ દત્ત
*નિધન:-* 4 જુલાઈ, 1902
નરેન્દ્રની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે કોઈ ગ્રંથ તેમને બીજીવાર વાંચવો પડતો નહિ.
તેઓ અઢાર વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસના પહેલીવાર દર્શન થયા.
1893માં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી વિશ્વના ધર્મધુરંધરોને પોતાના પ્રવચનથી પ્રભાવિત કર્યાં હતાં.
બંગાળના સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
ઇતિહાસ અને તત્ત્વદર્શન તેમનાં પ્રિય વિષયો હતા.
"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરણાદાયી અદ્ભૂત સંદેશો તેમને લોકોને આપ્યો છે.
તેમનો જન્મદિન રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે.
અમેરિકાની શિકાગો પરિષદ પછી તેમને તોફાની હિન્દુ કહેતા.


●ભારતમાં 2700 કરોડમાં પ્રથમ અંતરિક્ષ યાત્રી ટ્રેનિંગ સેન્ટર ક્યાં બની રહ્યું છે
*બેંગલુરુના ચલ્લકેરેમાં*
*3 લોકોની ક્ષમતા*
*આવું કરનાર ભારત છઠ્ઠો દેશ બનશે*

●અમિત શાહે સાઈબર ક્રાઇમને નાથવા આશ્વસ્ત અને વિડિઓ ઇન્ટિગ્રેશન આધારિત સલામતીનો વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો.વિશ્વાસનું ફૂલ ફોર્મ શું છે
*વીડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી*

●અમેરિકી વાયુસેનામાં ભારતીય મૂળના કયા વ્યક્તિ નાસાના અંતરિક્ષ યાત્રીઓમાં સામેલ થયા
*રાજા જોન વુપુતુર ચારી*

●બુક ટ્રસ્ટ (NBT)ના ડાયરેક્ટર કોણે બનાવાયા
*લેફ્ટનન્ટ જનરલ યુવરાજ મલિક*

●કયા રાજ્યની સરકાર એસિડ એટેક પીડિતાઓને 5 થી 6 હજાર રૂપિયા માસિક પેન્શન આપશે
*ઉત્તરાખંડ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો
*બાલકેશ્વર*

ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે
*દવાત*

મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે
*ચેન્નઈ*

એસ્કિમોની કામધેનુ કોણ છે
*રેન્ડિયર*

ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે
*બળદ અને ઘોડો*

મૌરી જનજાતિ કયા દેશની છે
*મલેશિયા*

રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે
*નાગાલેન્ડ*

ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો
*લક્ષદ્વીપ*

યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી
*વાસ્કો-ડી-ગામા*

બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે
*મદનમોહન માલવિયા*

આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા
*કવિવર રવીન્દ્રનાથ ટાગોર*

ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે
*લાઈન ઓફ કંટ્રોલ*

હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે
*વાંસળી*

'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે
*શ્રીલંકા*

કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું
*મહારાણા પ્રતાપ*

'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા
*ૠષિકેશ મુખર્જી*

'ઓલવી નાખવું' અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય
*Put out*

સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે
*બરોડા*

ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે
*જગન્નાથપુરી*

આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે
*પોલીસ સંસ્થા*

સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે જે હાડકાંને મજબૂત બનાવે
*વિટામિન ડી*

ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે
*ઝવેરચંદ મેઘાણી*

1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી
*અમિતાભ બચ્ચન*

બ્રિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું
*ગગનદીપ કાંગ*

જીવરામ જોશીની એક પ્રખ્યાત બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'
*007*

*Find right word*

The bus............from here is Rs.50.
*Fare*
Fair

He played the.............. Of Santa Claus in the play.
Roll
*Role*

I read a wonderful...........Of a city mouse and a country mouse.
*Tale*
Tail

Jack and Jill went to fetch a.............. Of water.
pale
*Pail*

The man was released on...............
*Bail*
bale

Our team.............the other team by 8 points.
Beet
*Beat*

Did you.............the dough well ?
*Knead*
need

The guard ............the whistle.
Blue
*Blew*

Can I come along............,please??
*Too*
Two

...........is a fruit.
Pair
*Pear*
Yuvirajsinh Jadeja:
સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે
ફ્લોરિન

સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે
સિઝિયમ



સૌથી હલકું તત્વ કયું છે
હાઇડ્રોજન

સૌથી હલકું ધાતુ તત્વ કયું છે
લિથીયમ



સૌથી ભારે તત્વ કયું છે
કાર્બન ડાયોક્સાઇડ

સૌથી ભારે ધાતુ તત્વ કયું છે
ઓસ્મિયમ



પ્રવાહી ધાતુ તત્વ કયું છે
પારો અને ગેલિયમ

પ્રવાહી અધાતુ તત્વ કયું છે
બ્રોમીન


💥રણધીર ખાંટ💥

વીનેગરમાં કયું એસિડ હોય છે
એસિટીક એસિડ

દૂધમાં કયું એસિડ હોય છે
લેક્ટિક એસિડ

લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે
સાઈટ્રિક એસિડ

આમલીમાં કયું એસિડ હોય છે
ટાર્ટરિક એસિડ

ટામેટામાં કયું એસિડ હોય છે
ઓક્ઝેલિક એસિડ


💥રણધીર ખાંટ💥

*🔎વિજ્ઞાન*🔍


ચાંદી વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુચાલક હોય છે.

પ્લેટેનિયમ 'સફેદ સોનું' કહેવામાં આવે છે.

યુરેનિયમને આશા ધાતુ કહે છે.

આયર્ન પાયરાઇટ્સને ખોટું સોનું કહે છે.

સિલ્વર ક્લોરાઈડને હોર્ન સિલ્વર કહેવામાં આવે છે.

સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે.

પોટેશિયમ કાર્બોનેટને પર્લ એશ કહે છે.

ધાતુઓનું વેલ્ડીંગ કરવા ,કાપવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે.

નિયોનનો ઉપયોગ લેમ્પ તથા ટ્યુબલાઈટોમાં થાય છે.

બોર્ટ નામક કાળા હીરાનો ઉપયોગ કાચ કાપવા માટે થાય છે.

ગ્રેફાઈટને કાળો કાચ પણ કહે છે.

મિથેનને માર્સ વાયુ કહે છે.

સેક્રીન ખાંડથી પાંચસો ગણુ ગળ્યું છે.

પૃથ્વી પર સૌથી વધુ મળતું તત્વ ઓક્સિજન છે.


💥રણધીર ખાંટ💥
કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો
*ભૂમાનંદ સ્વામીથી*

કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું
*દેવાનંદ*

અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું
*1845*

કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે
*કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*

ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે
*કવિ દલપતરામ*

'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે
*નર્મદ*

નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો
*વર્ડ્ઝવર્થની*

નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો
*1864માં*

કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા
*રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*

કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું
*1895માં*

કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું
*1903*

મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું
*રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*

કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી
*ત્રિવેદી*

કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી
*રાજકોટ*

1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી
*'ગુજરાતનો તપસ્વી'*

ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ
*'સેહેની' અને 'વલ્કલ'*


💥રણધીર ખાંટ💥
*🖌ગુજરાતના ચિત્રકલાકારો🖌*

ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો
*ઈ.સ.1892માં ભાવનગરમાં*

ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
*બિલ્વમંગલ*

રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1935માં*

રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી
*ઇ.સ.1924*

રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો
*અજંતા (ઇ.સ.1926માં)*

ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો
*કપડવંજ*

શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી
*ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*

શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો
*ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*

શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે
*રંગોના રાજા*

ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે
*શ્રી યગ્નેશ્વર શુક્લ*

શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો
*વાલિયા (ભરૂચ જિલ્લો)*

રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો
*મા અને બાળક*

ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે
*શ્રી રસિકલાલ પરીખ*

રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે
*કલાસાધના*

કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો
*ચોટીલા*

શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."
*ગાંધીજીએ*

ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી
*શ્રી બંસીલાલ વર્મા*

જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું
*જવાહરલાલ નહેરુ*

ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા
*'નગરભૂષણ'*

બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઇ.સ.1994*

ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો
*મોહનપુર ગામમાં (વલસાડ)*

ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી
*શ્રી જશુભાઈ નાયક*

શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે
*પોટ્રેટના રાજા*

શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર*

'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે
*ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*

"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે
*શ્રી નટુભાઈ પરીખ*

"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે
*શ્રી રવિશંકર રાવળ*

શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો
*બાંધણી ગામ (જી.ખેડા)*

ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે
*શ્રી કનૈયાલાલ યાદવ*

શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો
*રતલામ*

શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ
*'ચકોર'*


💥રણધીર ખાંટ💥
ભારતે બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો
*26 નવેમ્બર,1949*

સંપૂર્ણ બંધારણ ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યું
*26 જાન્યુઆરી,1950*

ભારતીય બંધારણના પિતા કોણે માનવામાં આવે છે
*ડૉ. બી.આર. આંબેડકર*

ગણરાજયનો અર્થ શું થાય
*રાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાશે તે વંશપરંપરાગત નહિ.*

જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા
*395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ*

પહેલીવાર બંધારણસભાની કલ્પના કઈ પાર્ટીએ રજૂ કરી હતી
*સ્વરાજ પાર્ટીએ ઇ.સ.1935માં*

મુસ્લિમ લીગના ખસ્યા પછી બંધારણ સભાન સભ્યોની સંખ્યા કેટલી રહી હતી
*299*

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી
*9 ડિસેમ્બર,1946*

બંધારણ ઘડવા માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી
*13*

પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા
*ડૉ. સચ્ચિદાનંદ સિન્હા*

બંધારણ સભાની રચના કઈ યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઈ હતી
*કેબિનેટ મિશન યોજના*

રચાયેલ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણી નિમણુક કરાઈ હતી
*ડો.રાજેન્દ્ર પ્રસાદ*

બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો
*2 વર્ષ,11 મહિના,18 દિવસ*

બંધારણ સભાના બંધારણ સલાહકાર પદ પર કોની નિમણુક કરવામાં આવી હતી
*શ્રી બી.એન.રાવની*

જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરી બંધારણ નિર્માણનું કાર્ય ક્યારે શરૂ થયું હતું
*13 ડિસેમ્બર,1946*

1947ના ઓગસ્ટમાં રચેલ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ કોણ હતું
*ડૉ. બી.આર. આંબેડકર*

બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ
*24 નવેમ્બર,1949*

બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ શા માટે નક્કી કરાયો
*કારણ કે આ દિવસે કોંગ્રેસે 1930માં તેને આઝાદી દિવસ તરીકે ઉજવ્યો હતો.*

ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે
*22*


💥રણધીર ખાંટ💥
શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી
*ગુરુ નાનકે*

સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું
*ગુરુ આગદ*

ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ રામદાસ*

ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી
*અકબરે*

સુવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ
*ગુરુ અર્જુનદેવ*

જુઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ હરગોવિંદ*

ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ ગોવિંદસિંહ*

ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી
*મહારાજા રણજીતસિંહ*


જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા
*ગુરુ અર્જુનદેવને*

ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી
*ગુરુ તેગ બહાદુર*


💥રણધીર ખાંટ💥

*બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ*

*●દાદની પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.

*●ત્રણ કાઠિયા પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.

*●કમિયૌટી પ્રથા:*
બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.

*●દુબલા હાલી પ્રથા:*
ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.


💥રણધીર ખાંટ💥

તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.

સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.

ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.

કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.


💥રણધીર ખાંટ💥
નર્મદને 'આજીવન યોદ્ધા' તરીકે કોને કહ્યું છે
*શ્રી વિશ્વનાથ ભટ્ટ*

નર્મદે કયા શબ્દને પોતાના જીવનમંત્ર તરીકે અપનાવ્યો હતો
*પ્રેમશૌર્ય*

ગોવર્ધનરામ ત્રિપાઠીએ કોની પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો
*તેમના કાકા પંડિત મનસુખરામ ત્રિપાઠી પાસેથી*

ગોવર્ધનરામ ત્રિપાઠીએ ક્યાંના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું
*ભાવનગરના દીવાન શામળદાસના*

'શિક્ષાશતક' અને 'આત્મનિમજજન' આ બે કાવ્યસંગ્રહ કોણે આપ્યા છે
*મણિલાલ નભુભાઈ દ્વિવેદી*

ન્હાનાલાલના ગુરુ કોણ હતા
*કાશીરામ સેવકરામ દવે*

મણીશંકર રત્નજી ભટ્ટે 'કાન્ત' કયો ધર્મ ગ્રહણ કર્યો હતો
*ખ્રિસ્તી*

કવિ કાન્તનું અવસાન કઈ રીતે થયું હતું
*કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતા ટ્રેનમાં*

મુંબઈ યુનિવર્સિટીનું ભાજી દાઉ પારિતોષિક મેળવનાર પહેલા ગુજરાતી કોણ હતા
*નરસિંહરાવ*

ન્હાનાલાલે કોણે ઉદ્દેશીને 'ગુરુદેવ' કાવ્ય લખ્યું છે
*પ્રો.કાશીરામ દવે*

ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે સેવાઓ બજાવેલ છે
* કનૈયાલાલ મુનશી*

કાકાસાહેબ કાલેલકર કોની સાથે હિમાલયના પ્રવાસે ગયા હતા
*અનંતબુવા અને સ્વામી આનંદ*

કોલકાતાના એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજરની નોકરી કોને કરી હતી
*ઝવેરચંદ મેઘાણી*

ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' કેટલા ભાગમાં વહેંચાયેલી છે
*પાંચ*

બળવંતરાય ઠાકોરે ઉપનામ 'સેહની' ધારણ કર્યું હતું. કારણ કે.....
*પિતામહની અટક સેહની હતી.*

ત્રિભોવનદાસ પુરુષોત્તમ લુહાર 'સુંદરમ'ની કયા કાવ્યસંગ્રહથી તેઓ વિદ્રોહી યુવા Angry Young Man ની મુદ્રા વર્તાય છે
*'કોયા ભગતની કડવી વાણી'*

'ભીંત ફાટીને ઊગ્યો પીંપળો' કયા ગુજરાતી સર્જક માટે વપરાય છે
*પન્નાલાલ પટેલ*

'પન્નાલાલ એ સાહિત્ય જગતનો ચમત્કાર છે' એવું કોણે કહ્યું છે
*સુંદરમ*

પન્નાલાલ પટેલની કઈ કૃતિના સાત ભાગ એમના જીવન ચરિત્ર પર આધારિત છે
*જિંદગી-સંજીવની*

રાવજી પટેલ એમના કયા ગુજરાતી શિક્ષક પાસેથી કવિતા,છંદ,અલંકાર વગેરે શીખ્યા હતા
*અમુભાઈ પંડ્યા*

રાવજી પટેલને કયો રોગ થયો હતો જે તેમના અવસાનનું કારણ બન્યું
*ક્ષય*


💥રણધીર ખાંટ💥
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*


💥રણધીર ખાંટ💥
શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે
*લખવા/બોલવામાં*

'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય
*સામાસિક*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે
*લાઘવ*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે
*સમય/શક્તિનો*

શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે
*અર્થની*

સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે
*સઘન*


💥💥
*🌈ગુજરાત🌈*

'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું
*અમદાવાદ*

અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી
*માણેક બુરજની જગ્યાએ*

મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા
*બાર*

ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો
*26 જાન્યુઆરી,1991*

ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે
*ધોળકા*

અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે
*થલતેજ ટેકરાને*

અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે
*ગળી*

રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે
*માંડલ ખાતે*

અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે
*નાનુભાઈ શાહ*

અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી
*સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*

અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું
*શાંતિદાસ ઝવેરીએ*

જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે
*ખંભાત*

આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે
*પેટલાદ (જી.આણંદ)*

ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું
*સોજીત્રા (જી.આણંદ)*

વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી
*ઈ.સ.1734માં*

વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું
*મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*

ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું
*1969માં*

ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે
*વડોદરા*

વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું
*સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*

ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા
*ત્રબકદાસ*

પતઈ રાવળનું મૂળ નામ શું હતું
*રાજા જયસિંહ ચૌહાણ*

મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો
*ઈ.સ.1618માં*

દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે
*મકાઈ*

ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી
*ચરોતર એજ્યુકેશન સોસાયટી*

પાલનપુર કોણે વસાવ્યું હતું
*આબુના શાસક પ્રહલાદદેવે*

💥રણધીર ખાંટ💥

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે
*ગોઢા*

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે
*અમીરગઢ*

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી
*ત્રિભુવનપાળને*

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી
*મૂર્તઝાખાન બુખારીએ*

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*ખેરવા*

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે
*કપિલ*

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે
*દેવમાલ*

ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે
*ગાંધીનગર*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે
*મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે
*રાજયકક્ષાના મંત્રીઓની*

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે
*ગાંધીનગર*

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે
*અરવલ્લી*

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી
*મહારાજા મહારાવે*

💥રણધીર ખાંટ💥

સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે
*કચ્છ*

કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે
*સૂરજબારી*

કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો
*રામસંગ માલમે*

દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે
*ભૂજ*

કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે
*ગઢશીશા*

ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1610માં*

વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે
*રાજકોટ*

ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે
*ધ્રાંગધ્રા*

ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*કૃષ્ણકુમારસિંહજીએ*

ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1723માં*

*👉🏻 continue..........*


💥રણધીર ખાંટ💥
*એશિયન રમતોત્સવ (એશિયાડ)*

એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે
*ભારતીય પ્રો.જી.ડી.સોંધી*

એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી
*1949માં દિલ્હીમાં*

એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે
*ચાર વર્ષે*

એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે
*ઝળહળતો સૂર્ય*

16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો
*મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*

17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો
*દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*

18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે
*ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*

17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું
*કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*

એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું
*1951માં દિલ્હી (ભારત)*

પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું
*51 મેડલ સાથે બીજા સ્થાને*

17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું
*હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*

18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે
*જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*

પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો
*11*


💥રણધીર ખાંટ💥
*ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ*

*જળમાર્ગ નંબર:1*
સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
નદી : ગંગા,હુગલી
લંબાઈ: 1620 કિમી.

*જળ માર્ગ નંબર :2*
સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
નદી : બ્રહ્મપુત્રા
લંબાઈ : 891 કિમી.

*જળ માર્ગ નંબર :3*
સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
લંબાઈ : 205 કિમી.

*જળ માર્ગ નંબર :4*
સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
નદી : કૃષ્ણા-ગોદાવરી
લંબાઈ : 1095 કિમી.

*જળ માર્ગ નંબર : 5*
સ્થાન : તલચરથી ધમરા(2008)
નદી : મહાનદી
લંબાઈ : 623 કિમી.

*જળ માર્ગ નંબર : 6*
સ્થાન : ભંગા-લખીપુર (2013)
નદી : બરાક નદી


💥રણધીર ખાંટ💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*


💥રણધીર ખાંટ💥

1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે
*33 %*

તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે
*ત્રીજા ભાગની*


ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*સામાજિક ન્યાય*

તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*કારોબારી સમિતિ*


💥💥