સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-17/11/2021 થી 19/11/2021🗞️*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા 341 કિમીના પૂર્વાચલ એક્સપ્રેસ વેનુ ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં*
*✔️લખનઉ-ગાઝીપુરને જોડે*

17 નવેમ્બરરાષ્ટ્રીય આંચકી દિવસ

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લદાખમાં વિશ્વમાં સૌથી ઊંચાઈએ રોડ બનાવવાનો ગિનિસ રેકોર્ડ બનાવ્યો.આ રોડ કેટલા ફૂટ ઊંચાઈએ બનાવવામાં આવ્યો છે
*✔️લદાખના ઉમલિંગગા શિખર પર 19,024 ફૂટ ઊંચાઈ પર*

બાંગ્લાદેશના પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ જેમને મની લોન્ડરિંગ અને છેતરપિંડીના મામલામાં 11 વર્ષની સજા કરવામાં આવી
*✔️સુરેન્દ્રકુમાર સિન્હા*

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમની રાજયકક્ષાની શરૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્યાંથી કરવામાં આવી હતી
*✔️ખેડા જિલ્લામાં*

વિમેન્સ બિગ બેશ લીગ (WBBL)માં સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બની
*✔️સ્મૃતિ મંધાના*
*✔️સિડની થન્ડર તરફથી*

16 નવેમ્બરઆંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ

ઉત્તરપ્રદેશના કયા શહેરમાં પહેલીવખત રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે
*✔️વારાણસી*

ભારત અને અમેરિકાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં યોજાયો
*✔️અલાસ્કા*

ભારતમાં ફળનું સૌથી વધુ ઉત્પાદન કરનારું રાજ્ય કયું છે
*✔️આંધ્રપ્રદેશ*

કઈ કવાયમાં ભારતીય સેનાની ટીમ ગોલ્ડ મેડલ વિજેતા બની
*✔️કેમ્બ્રિયન પેટ્રોલ કવાયત*

કયા રાજયમાં મંદિરના આભૂષણોને ઓગાળવાની યોજના શરૂ કરવામાં આવી છે
*✔️તમિલનાડુ*

અમિતાભ ઘોષનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ નટગેમ્સ કર્સ : પેરેબલ્સ ફોર એ પ્લાનેટ ઈન ક્રાઇસીસ*

DRDOની કઈ લેબોરેટરીમાં એપીજે અબ્દુલ કલામ પ્રેરણા સ્થળનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️વિશાખાપટ્ટનમ*

બાળકોને રસી આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️તમિલનાડુ*

300 ટી20 મેચમાં કેપ્ટનશિપ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*✔️એમએસ ધોની*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવ્યા
*✔️અમિત ખરે*

ગ્લોબલ પીસ ફોટો એવોર્ડ વિજેતા કોણ બન્યા
*✔️બેંગ્લોરની આધ્યા અરવિંદ*

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડે 16 ઓક્ટોબરે કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી
*✔️37મો*

ઇન્ડિયા એવોર્ડ-2021 ના વિજેતા કોણ બન્યા
*✔️વીર મુનશી હાર્મની*

19 નવેમ્બરઇન્ટરનેશનલ મેન્સ ડે

મુંબઈના ટપાલ વિભાગે કઈ એપ્લિકેશન લોન્ચ કરી
*✔️નો યોર પોસ્ટમેન*

કયા દેશમાં બળાત્કારીને કેમિકલથી નપુંસક બનાવવાની સજા અપાવવાની મંજૂરી આપવામાં આવી
*✔️પાકિસ્તાન*

ગાર્બિન મુગુરુઝા ફાઇનલમાં સિંગલ્સ ટાઇટલ જીતનારી સ્પેનની સૌપ્રથમ ખેલાડી બની.

11 નવેમ્બરવિશ્વ વિરામ દિવસ, વિશ્વ ઉપયોગીતા દિવસ, વિશ્વ ગુણવત્તા દિવસ, રાષ્ટ્રીય શિક્ષા દિવસ

9 નવેમ્બરરાષ્ટ્રીય કાનૂની દિવસ, વિશ્વ દત્તક ગ્રહણ દિવસ

8 નવેમ્બરવિશ્વ શહેરીકરણ દિવસ, વિશ્વ રેડિયોગ્રાફી દિવસ

તાજેતરમાં ગુજરાતના ક્રિકેટર અવી બારોટનું હાર્ટ એટેકથી અવસાન થયું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-20/11/2021 થી 24/11/2021🗞️*

તાજેતરમાં ભારત, સિંગાપોર અને થાઈલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય સૈન્ય અભ્યાસ યોજાયો હતો. આ સંયુકત નૌસેના અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે
*✔️સીટમેક્સ-21*

ભારતનું સર્વપ્રથમ ફૂડ સિક્યોરિટી મ્યુઝિયમ ક્યાં ખોલવામાં આવ્યું છે
*✔️તમિલનાડુના તંજાવુર શહેરમાં*

ભારતે કયા દેશ સાથે મળીને સંસદીય મૈત્રી સંઘની રચના કરી છે
*✔️શ્રીલંકા*

એમ.મુકુંદનને કયા પુસ્તક માટે સાલ 2021ના જેસીબી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે
*✔️દિલ્હી : એ સોલીલોકી*

સૌથી અમીર દેશોની સૂચિમાં અમેરિકાને ઓવરટેક કરીને કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️ચીન*

ભારતે એન્ટાર્કટિકામાં કેટલામાં વૈજ્ઞાનિક અભિયાનનો પ્રારંભ કર્યો છે
*✔️11મા*

તાજેતરમાં લેખિકા મન્નુ ભંડારીનું અવસાન થયું હતું. તેમની નવલકથા મહાભોજે જબરદસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમની કઈ કૃતિ પરથી રજનીગંધા ફિલ્મ બનેલી
*✔️યહ સચ હૈ*

ભારત અને કયા દેશની સેના દ્વારા સંયુક્ત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
*✔️બાંગ્લાદેશ*

દિલ્હીમાં સંરક્ષણ અધ્યયન સંસ્થાને કોનું નામ આપવામાં આવ્યું છે
*✔️મનોહર પારિકર*

15 નવેમ્બરઝારખંડનો સ્થાપના દિન

*સ્વચ્છતા સર્વેક્ષણ 2021👇🏾*
ઇન્દોર સતત પાંચમા વર્ષે સૌથી સ્વચ્છ શહેર
સુરત બીજા ક્રમે
વડોદરા આઠમા ક્રમે
અમદાવાદ 10મા ક્રમે
રાજકોટ 11મા ક્રમે
રાજ્યોની કેટેગરીમાં છત્તીસગઢ ટોચના ક્રમે
સૌથી સ્વચ્છ જિલ્લાની કેટેગરીમાં સુરત પ્રથમ ક્રમે
મીડીયમ કેટેગરીના શહેરોમાં નોઈડા સૌથી સ્વચ્છ શહેર
10 થી 40 લાખની વસ્તીના શહેરોમાં નવી મુંબઈ સૌથી સ્વચ્છ શહેર
40 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં અમદાવાદ પ્રથમ

21 નવેમ્બરટેલિવિઝન ડે

તાજેતરમાં કઈ સ્વદેશી ગાઈડેડ મિસાઈલ નેવીમાં સામેલ કરવામાં આવી
*✔️INS વિશાખપટ્ટનમ*

નોર્વેએ દુનિયાનું પ્રથમ બેટરીથી સંચાલિત જહાજ ઉતાર્યું.તેનું નામ શું છે
*✔️યારા બિર્કલેન્ડ*

જુનિયર હોકી વર્લ્ડકપ કયા દેશમાં ચાલી રહ્યો છે
*✔️ભારત*

એરફોર્સ ગ્રુપના કેપ્ટન અભિનંદન વર્ધમાનને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️વીર ચક્ર*

સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની
*✔️તમિલનાડુ*
*✔️કર્ણાટકને હરાવ્યું*

વિશ્વની પ્રથમ બીટકોઈન સિટી કઈ બનશે
*✔️અલ સાલ્વાડોર*

કચ્છના ક્રિક સેક્ટરમાં ભારતની ત્રણેય દળ, તટરક્ષક દળ અને ગુજરાત રાજ્યની સુરક્ષા એજન્સીઓએ કવાયત હાથ ધરી હતી તેનું નામ શું છે
*✔️સાગરશક્તિ*

તાજમહેલની પહેલી તસવીર 1850ના દાયકામાં ડૉ.જોન મુરે લીધી હતી.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-25-26/11/2021🗞️*

સ્વીડનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા
*✔️મેગ્ડેલેના એન્ડરસન*

વેતનના દર માટેના ઈન્ડેક્સની નવી સિરીઝ જાહેર કરવામાં આવી. જેમાં વર્ષ 1963-65 થી બદલીને કયું બેઇઝ વર્ષ ગણાશે
*✔️2016*

અમેઠીમાં એકે 203 કાલાશ્નીકોવ રાઈફલ બનાવવા ભારતે કયા દેશ સાથે કરાર કર્યા
*✔️રશિયા*

પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️વિવેક દેવરોય*

કયા રાજ્યની સરકારે ઉત્તમ બીજ પોર્ટલ લોન્ચ કર્યું
*✔️હરિયાણા*

17 નવેમ્બરરાષ્ટ્રીય આંચકી દિવસ

19 નવેમ્બરવિશ્વ શૌચાલય દિવસ અને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ

20 નવેમ્બરવિશ્વ બાળ દિવસ

21 નવેમ્બરવિશ્વ ટેલિવિઝન દિવસ

કયા દેશના બંધારણની દુર્લભ એવી મૂળ હસ્તપ્રતની તાજેતરમાં હરાજી થઈ હતી જેના 4.3 કરોડ ડોલર ઉપજ્યા હતા
*✔️અમેરિકા*

અમેરિકી સેનાની સૌપ્રથમ મહિલા સચિવ કોણ બન્યા
*✔️ક્રિસ્ટિન વરમુથ*

અમેરિકા UAEને પાછળ છોડીને દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ખનિજ સપ્લાયર બની ગયું છે.આ સૂચિમાં કયો દેશ પહેલા નંબર પર છે
*✔️ઈરાક*

હાલમાં કયા રાજયમાં 44મા વાંગ્લા ઉત્સવની ઉજવણી થઈ હતી
*✔️મેઘાલય*

ઈઝરાયલના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️ઈશાક હરજોગ*

રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીના નવા અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા
*✔️વીવીએસ લક્ષ્મણ*

ફ્રાન્સ અને ભારત વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો હતો. જેને શું નામ આપવામાં આવ્યું હતું
*✔️એક્સશક્તિ*

તાજેતરમાં દુનિયાના 10 સૌથી પ્રદૂષિત મહાનગરોની યાદી પ્રસિદ્ધ થઈ હતી.તેમાં ભારતના કેટલા શહેરોને સામેલ કરવામાં આવ્યા છે
*✔️3 શહેરો*

આંતરરાષ્ટ્રીય કાયદા પંચના ફરીથી અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા
*✔️વિયેતનામના રાજદૂત ગુયેન હોંગથાઓ*

ઇન્સ્ટાગ્રામે બે સાઈબર સુરક્ષા અભિયાન શરૂ કર્યા છે જેને કયા નામ આપવામાં આવ્યા છે
*✔️સેફસ્ત્રી અને મે કાનુન*

કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ નાગરિકો માટે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે
*✔️ટેલિલો*

હરદીપસિંહ ઉરીએ હરિયાણાના કયા શહેરમાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું
*✔️હિસાર શહેરમાં*

5 જિલ્લામાં મેટ્રોની સુવિધા ધરાવતું દેશનું સૌપ્રથમ રાજ્ય કયું બન્યું છે
*✔️ઉત્તરપ્રદેશ*

ટી20 મેચમાં શૂન્ય રન આપનાર પહેલા બોલર કોણ બન્યા
*✔️અક્ષય કર્ણવાર*
*✔️તેમણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સતત 4 ઓવર મેઈડન ફેંકીને 2 વિકેટ ઝડપી હતી*

14 નવેમ્બરવિશ્વ મધુપ્રમેહ દિવસ

સલમાન ખુરશીદ તેમના કયા નવા પુસ્તકને લઈને વિવાદમાં ફસાયા છે
*✔️સનરાઈઝ ઓવર અયોધ્યા*

નીતિ આયોગનો પોવર્ટી ઇન્ડેક્સ મુજબ ગુજરાતમાં 18% લોકો ગરીબી સાથે દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️13મા*
*✔️ડાંગમાં સૌથી વધુ 57% ગરીબ, બીજા ક્રમે દાહોદ 55% લોકો ગરીબ*
*✔️બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય*

26 નવેમ્બરબંધારણ દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વનું ચોથું અને એશિયાનું સૌથી મોટા એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ ક્યાં કર્યો
*✔️ઉત્તરપ્રદેશના જેવરમાં*

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશમાં પહેલીવખત પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તીમાં વધારો થયો છે. દેશમાં હવે દર 1000 પુરુષોએ કેટલી મહિલાઓ છે
*✔️1020 મહિલાઓ*
*✔️ભારતનો કુલ પ્રજનન દર એટલે કે પ્રતિ મહિલા બાળકોની સરેરાશ સંખ્યા રાષ્ટ્રીય સ્તરે 2.2 થી ઘટીને 2(1.9) થયો છે.*

ઇન્ટરપોલની કાર્યકારી સમિતિમાં એશિયાના પ્રતિનિધિ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા છે
*✔️પ્રવીણ સિંહા*

જેસલમેરમાં ભારતીય સૈન્યની ત્રણેય પાંખોની લશ્કરી કવાયત યોજાઈ હતી. આ કવાયતનું નામ શું છે
*✔️દક્ષિણ શક્તિ*

ઉત્તરપ્રદેશના આગ્રામાં મુગલ રોડનું નામ બદલીને શુ કરવામાં આવ્યું
*✔️મહારાજા અગ્રસેન*
*✔️સુલતાન ગંજ પુલનું નામ વિકલ ચોક કરી દેવાયુ.*

તાજેતરમાં કરવામાં આવેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં 1 હજાર પુરુષે કેટલી મહિલાઓ છે
*✔️965 મહિલાઓ*
*✔️કેરળમાં સૌથી વધુ હજાર પુરુષે 1121 મહિલા*

ભારતીય વાયુસેનામાં ફ્રાન્સના બે મિરાજ-2000 લડાકુ વિમાન સામેલ કરવામાં આવ્યા.

લંડનની થેમ્સ નદીની આરોગ્યલક્ષી તપાસ દરમિયાન તેમાંથી સીહોર્સ, સીલ, ઇલ અને શાર્ક જેવી પ્રજાતિ મળી આવી છે.

પીનીયન 5મી રૂઝનાઝોરા ચેસ ટુર્નામેન્ટના વિજેતા બન્યા.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-27-28/11/2021🗞️*

અંગ પ્રત્યાર્પણમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે
*✔️ત્રીજા*
*✔️પહેલા ક્રમે અમેરિકા અને બીજા ક્રમે ચીન*

દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોનાનો નવો વોરિયન્ટ
*✔️ઓમિક્રોન (બી 1.1.529)*

બાંગ્લાદેશના લેખક જેમનું હાલમાં નિધન થયું
*✔️અઝીઝ ઉલ હક*

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેઘાલયમાં સૈન્ય અભ્યાસ યોજાયો હતો જેનું શીર્ષક શુ હતું
*✔️સંપ્રતિ*

બાંગ્લાદેશે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવાની ઘોષણા કરી છે જેનું શીર્ષક શું છે
*✔️જોગજોગ*

દુનિયાનું સૌથી લાંબું પ્લેટફોર્મ ક્યાં બાંધવામાં આવી રહ્યું છે
*✔️હુબલી*

કર્ણાટકના સિમોગા જિલ્લાના કયા ગામમાં આજની તારીખે પણ સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરવામાં આવે છે જે આ પ્રકારનું દુનિયાનું એકમાત્ર ગામ છે
*✔️મટુર ગામ*

કયા રાજ્યમાં ભગવાન બિરસામુંડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️ઝારખંડ*

ઝારખંડની કઈ આર્ટને GI ટેગ આપવામાં આવ્યું છે
*✔️સોહરાઈ અને કોહબર*

હિંદ મહાસાગર રિમ એસોસિએશનની મંત્રી પરિષદની બેઠક ક્યાં મળી હતી
*✔️ઢાકા*

કર્ણાટકના યક્ષગણ નૃત્ય અને ડોલુકુનીતા નૃત્ય વિશ્વભરમાં જાણીતા છે.

કર્ણાટકમાં બાંદીપુર, અન્સી, નગરહોલ, બનડકટ્ટા અને કુદ્રેમુખા નેશનલ પાર્ક આવેલા છે.

ઝારખંડના સરહોલ અને રોહિણી તહેવાર સુપ્રસિદ્ધ છે.

ઝારખંડમાં પારસનાથ, હઝારીબાગ, ડલમા, પાલકોટ, મહુઆદનર, વન્ય અભ્યારણ્યો તથા વેતલા નેશનલ પાર્ક અને પલામુ ટાઈગર રિઝર્વ આવેલા છે.

હંગેરીના ફિલ્મ ડિરેક્ટર ઈસ્તવાન ઝાબો તથા અમેરિકા ફિલ્મ ડિરેક્ટર માર્ટિન્સ કોર્સિસને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

કર્ણાટકના મુખ્યમંત્રીએ ઇન્ડિયન નેશનલ બાસ્કેટ બોલ લીગનું ઉદ્દઘાટન કર્યું હતું.

કર્ણાટકમાં સુપ્રસિદ્ધ જોગના ધોધનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે.

જમ્મુ કાશ્મીરના ખેલાડી આરીફખાન વિન્ટર ઓલિમ્પિક 2022 માટે ક્વોલિફાઈ થયા.

💥રણધીર💥
*📚જાણવા જેવું📚*

*🥇બુકર પ્રાઈઝ🥇*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●બુકર પ્રાઈઝ વિશ્વ સાહિત્યનો ઓસ્કાર માનવામાં આવે છે.*1997* માં આ પારિતોષિક *અરુંધતી રોય* ને મળ્યું હતું. તેમની નવલકથા *ધ ગોડ ઓફ સ્મોલ થીંગ્સ* એ હલચલ મચાવી દીધી હતી.તે કેરળમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા થઈ રહેલા ઝુડવા ભાઈ બહેનની વાર્તા છે.તેનો સમયગાળો 1960નો છે.એ સમયની ભારતની જાતિ વ્યવસ્થા, ધાર્મિક વૈવિધ્ય અને જટિલ વર્ગીકરણની તસવીર પણ આ કૃતિમાં આબેહૂબ ચિત્રિત કરવામાં આવી છે.

●બુકર પ્રાઈઝ વિજેતા નવલકથા *ધ ઈંગ્લીશ પેશન્ટ* માં લેખક *માઈકલ ઓન્દાત્યે* એ બીજા વિશ્વયુદ્ધના અંત સમયની કથા કહી છે. ઈટાલીના એક વીલામાં ગંભીર રીતે દાઝી ગયેલા બ્રિટિશ દર્દી, એક થાકેલી નર્સ, અપંગ ચોર અને એક મિલિટરી એન્જીનિયરના અનુભવો વાર્તાને રોમાંચક બનાવી દે છે.1996માં આ પુસ્તક પરથી ફિલ્મ પણ બનેલી.જેને એકથી વધુ ઓસ્કાર એવોર્ડ મળેલા.

● *કેનેડિયન લેખક માર્ગારેટ એટવુડે* સાલ 1985માં *ધ હેન્ડમેડઝ ટેલ* નામની કૃતિ લખી હતી.જો કે તેને બુકર પ્રાઈઝ સાલ 2000માં *બ્લાઈન્ડ અસાસીન* માટે મળેલું.આ એક વૃદ્ધ મહિલાની કથા છે જે પોતાની લેખક બહેનના નાની ઉંમરમાં થયેલા મૃત્યુ વિશે તથા ત્યારબાદ થયેલા વિવાદો વિશે વિચારતી હોય છે.

● *હેલેરી મેટેલ* ને બે વખત બુકર પ્રાઈઝ મળ્યા છે. તેઓ *બે વખત બુકર પ્રાઈઝ જીતનારા પ્રથમ મહિલા અને પ્રથમ બ્રિટિશ લેખક છે.* સૌથી પહેલા તેના પુસ્તક *વુલ્ફફોલ* અને ત્યારપછી *બ્રીન્ગ અપ ધ બોડીઝ* ને બુકર પ્રાઈઝ મળ્યો.આ કથા ઐતિહાસિક પણ છે અને બ્રિટનના શાહી પરિવાર વિશેની વાત કરે છે. હેનરી આઠમા અને તેની પત્ની એનબોલીનને પુત્ર ન થવાથી કેવી રીતે તેના રાજસિંહાસનના અધિકાર પર સંકટ ઉભું થઈ જાય છે તેની વાત કરવામાં આવી છે.

●ઓસ્ટ્રેલિયન લેખક *રિચર્ડ ફ્લેનગનના* પુસ્તક *ધ નેરો રોડ ટુ ડીપ નોર્થ* ને સાલ 2014માં બુકર પ્રાઈઝ મળ્યો હતો. તેમાં જાપાનના એક યુદ્ધ કેદીની વાર્તા કહેવામાં આવી છે તથા થાઈલેન્ડ અને બર્માની કુખ્યાત મોતની ટ્રેનનું ભયાવહ વિવરણ કરવામાં આવ્યું છે.

●અમેરિકન વાર્તાકાર *જ્યોર્જ સોન્ડર્સ* ની પ્રથમ નવલકથા *લિન્કન ઈન ધ બાર્ડો* એક પ્રયોગાત્મક કૃતિ હતી જેને 2017માં બુકર પ્રાઈઝ મળ્યો.તેની કથા એવી છે કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન સાલ 1862માં તેમના મૃત પુત્રની કબર પર જાય છે. તેમના પુત્રની આત્મા ભટકતી હોય છે.

● *બર્નાન્ડીન એવરિસ્તો* સાલ 2019માં બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ અશ્વેત લેખક બની.તેમની કૃતિ *ગર્લ વુમન અધર* માં બ્રિટનના બાર શક્તિશાળી લોકોની વાર્તા કહેવામાં આવી છે. જેમાંથી મોટા ભાગની મહિલા હતી, અશ્વેત હતી.અલગ અલગ પેઢીની હતી અને અલગ અલગ સામાજિક વર્ગમાંથી આવતી હતી.

●2020નો બુકર પ્રાઈઝ મેળવનારી *કિતાબ સુગીબેન* લખવામાં *ડગ્લસ સ્ટુઅર્ટ* ને 10 વર્ષ લાગ્યા અને આ દરમિયાન 32 વખત તેમની નવલકથા રિજેક્ટ કરી દેવામાં આવી. જો કે બુકર પ્રાઇઝની નિર્ણાયક સમિતિને આ પુસ્તક પસંદ કરવામાં જરા પણ વાર લાગી ન હતી.આ તેમની પ્રથમ નવલકથા હતી જેમાં તેમણે સમલૈંગિક તરીકે ગ્લાસગોમાં 1980માં પોતે વિતાવેલા જીવન પર આધારિત હતી.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-29-30/11/2021🗞️*

ડેબ્યુ ટેસ્ટ મેચમાં સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*✔️શ્રેયસ અય્યર*

બ્રિટનમાં આવેલ બરફનું તોફાન (વિન્ટર સ્ટોર્મ)
*✔️અર્વિન*

એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ દેશનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે
*✔️હરિયાણાનું ફરીદાબાદ*
*✔️દિલ્હી બીજું ક્રમે*
*✔️ટોચના 10 ગામમાં હરિયાણાના 5 અને ઉત્તરપ્રદેશના 3 શહેર*

કયા રાજયમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બની રહ્યો છે
*✔️મણિપુર*
*✔️141 મીટર ઊંચો*
*✔️111 કિમી. લાંબા જીરીબામ-ઈમ્ફાલ રેલવે યોજના હેઠળ*

જેક ડોર્સીએ રાજીનામું આપતા ટ્વિટરના નવા CEO કોણ બન્યા
*✔️ભારતીય મૂળના પરાગ અગ્રવાલ*

ફાનુસ ઉત્સવ ક્યાં યોજાયો
*✔️કોલકાતા*

મરિયમ વેબસ્ટરના શબ્દકોશ મુજબ 2021નો વર્ડ ઓફ ધ યર કયો શબ્દ બન્યો
*✔️વેક્સિન*
*✔️ગયા વર્ષનો શબ્દ પેન્ડેમિક એટલે કે રોગચાળો હતો*

26 નવેમ્બરરાષ્ટ્રીય દૂધ દિવસ

રાષ્ટ્રીય નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટમાં કયા રાજ્યની ટીમ વિજેતા બની
*✔️આંધ્રપ્રદેશ*

પાકિસ્તાને કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️શાહીન 1-A*

તાજેતરમાં મરુફ રઝાનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️કોન્ટેસ્ટેડ લેન્ડસ : ઇન્ડિયા ચાઇના એન્ડ ધ બાઉન્ડ્રિ ડિસ્પ્યુટસ*

દુનિયાની સૌથી વૃદ્ધ 124 વર્ષીય મહિલા જેમનું હાલમાં નિધન થયું
*✔️ફ્રાન્સિસ્કો સુશાનો*

તાજેતરના અહેવાલ પ્રમાણે કયા રાજ્યની વસ્તી એકથી વધારે માપદંડ પ્રમાણે ગરીબીની સ્થિતિમાં છે
*✔️બિહાર*

લાચિત ઉત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવે છે
*✔️આસામ*

તાજેતરમાં જનજાતિય રાષ્ટ્રોના શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી
*✔️અમેરિકા*

કયા રાજ્યની સરકારે કચરાના કલેક્શનમાં સુધારો લાવવા માટે તથા ટ્રેક કરવા માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે
*✔️કેરળ*

ભારતનું સૌપ્રથમ ડ્રોન ફોરેન્સિક સંશોધન કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું છે
*✔️કેરળ*

દરવર્ષે કલ્પથી રથ મહોત્સવ કયા રાજયમાં ઉજવવામાં આવે છે
*✔️કેરળ*

કોઝીકોડમાં ભારતીય મસાલા સંશોધન સંસ્થાન કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.

વર્લ્ડબેન્કના તાજેતરના અહેવાલ પ્રમાણે ભારત વિશ્વમાં રેમિટન્સની સૌથી વધુ આવક ધરાવતો દેશ છે.

તાજેતરમાં ગીતકાર બીચ્ચુ થીરૂમાલાનું નિધન થયું.

કેરળમાં અનાઇમૂડીસોલા,મતિકેતનસોલા,પંબડમસોલા, સાયલન્ટવેલી,એરવીકુલમ તથા પેરિયાર નેશનલ પાર્ક ખોલવામાં આવ્યા છે.

કેરળના થૈય્યમ, થ્રિસુરપુરમ, મકરવીલ્લપુ અને ઓનમ તહેવાર ફેમસ છે.

*🔥Newspaper Current🔥*

*🗞️Date :-01/12/2021 થી 03/12/2021🗞️*

1 ડિસેમ્બરવર્લ્ડ એઈડ્સ ડે

અભિનેતા સંજય દત્ત કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
*✔️અરૂણાચલ પ્રદેશ*

ફૂટબોલમાં રેકોર્ડ 7મી વખત બેલોન ડી ઓર એવોર્ડ કોણે જીત્યો
*✔️આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી*
*✔️વિમેન્સમાં સ્પેનની એલેકિસયા પુતેલાસે*

નૌકાદળના નવા વડા તરીકે કોણે ચાર્જ સંભાળ્યો
*✔️આર.હરિકુમાર*
*✔️એડમિરલ કે.બી.સિંઘની જગ્યાએ*

ત્રિપુરામાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના ભણતરમાં સુધારો કરવા માટે કયા નામે નવો પ્રયોગ શરૂ કર્યો
*✔️Mother on Campus*

તાજેતરમાં રશિયાએ કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️દાઅસત*

ભારત અને રશિયા વચ્ચે યોજાતો સંયુકત સૈન્ય અભ્યાસ કયા નામે ઓળખવામાં આવે છે
*✔️ઇન્દ્ર એક્સરસાઇઝ*

કયા રાજ્યની સરકારે UNની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે ભાગીદારી કરી
*✔️મેઘાલય*

દીપિકા પાદુકોણના પિતા તથા સુખ્યાત બેડમિન્ટન પ્લેયર જેમને BWF લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️પ્રકાશ પાદુકોણ*

IPF સ્માર્ટ પોલિસિંગ ઇન્ડેક્સ 2021માં કયા રાજયએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️આંધ્રપ્રદેશ*

કેન્દ્રીય અને પરિવાર કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રથમ નવલકથા પ્રસિદ્ધ થઈ છે તેનું શીર્ષક શું છે
*✔️લાલ સલામ*

નવલકથા માટે મણિપુર રાજ્ય પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️લેખક બેરીલઠંગા*

એશિયન તિરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ચંદ્રક મેળવ્યા
*✔️7 ચંદ્રક*

ભારતની સૌપ્રથમ થ્રિડી આઈ સર્જરી ફેસિલિટીનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️ચેન્નઈ*

14મા ICC અંડર-19 વર્લ્ડકપની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે
*✔️વેસ્ટઇન્ડિઝ*

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા હરિયાણાના કયા મોડેલ વિલેજનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️સુઈ*

ભારતની પશ્ચિમી નૌસેના કમાન દ્વારા મુંબઈ ખાતે સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો હતો જેનું શીર્ષક શું હતું
*✔️પ્રસ્થાન*

અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું ખાતમુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું
*✔️ઝાંસી*

ઉત્તરપ્રદેશ રાજ્યના કયા શહેરમાં સૌપ્રથમ વાયુ પ્રદુષણ અવરોધક ટાવરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️નોઈડા*

સો ટકા જૈવિક ખેતી કરનારો ગુજરાતનો પ્રથમ જિલ્લો કયો બન્યો
*✔️ડાંગ*

ઇન્ડિયન ફિલ્મ પર્સનાલીટી એવોર્ડ કોણે ઘોષિત કરવામાં આવ્યો
*✔️હેમા માલિની અને પ્રસૂન જોશી*

અખિલ ભારતીય ઇન્દિરા મેરેથોન ક્યાં યોજવામાં આવી હતી
*✔️પ્રયાગરાજ*

વિયેના ઓપન ટેનિસ 2021ના વિજેતા કોણ બન્યા
*✔️એલેકઝાન્ડર જવેરેવ*

લંડનના ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટની યાદી મુજબ વિશ્વનું સૌથી મોંઘુ શહેર કયું બન્યું
*✔️ઈઝરાયેલનું તેલ અવીવ*
*✔️પેરિસ અને સિંગાપુર બીજા સ્થાન પર*
*✔️સિરિયાનું દમાસ્ક સૌથી સસ્તું શહેર*
*✔️અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર*

અમદાવાદના નાગરિકો કઈ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી શકશે
*✔️તર્કશ*

2 ડિસેમ્બરનેશનલ પોલ્યુશન પ્રિવેન્શન ડે

દુનિયાની ટોચની 300 સહકારી સમિતિઓમાં નંબર વન સહકારી સમિતિનો દરજ્જો કઈ સમિતિને મળ્યો
*✔️ખાતર ક્ષેત્રની મુખ્ય કંપની ઈફકો*

વર્લ્ડ એથ્લેટિકસે કઈ ભારતીય મહિલા એથ્લિટ્ને વુમન ઓફ ધી યરનો એવોર્ડ આપ્યો
*✔️અંજુ બોબી જ્યોર્જ*

આંધ્રપ્રદેશ ઓડિશામાં કયું વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે
*✔️જવાદ*

3 ડિસેમ્બરવિશ્વ વિકલાંગતા દિવસ

ગુજરાતમાં 20 નદીઓ પ્રદુષિત સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*✔️પાંચમા*
*✔️મહારાષ્ટ્રમાં સૌથી વધુ 53 નદીઓ પ્રદુષિત*

દેશમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસ ક્યાંથી મળ્યા
*✔️કર્ણાટકના બેંગલુરુમાં*

અમદાવાદના ઓપ્થોમોલોજીસ્ટ ડૉ. અનુજા દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️આઈ હેલ્થ હીરોઝ-2021*

તાજેતરમાં લેખક પંડિત નોવી કપાડિયાનું અવસાન થયું હતું.

💥રણધીર💥
*સામાન્ય જ્ઞાન કસોટી*

*📚મેઘાણી વંદના📚*

*★સ્વ.ઝવેરચંદ મેઘાણીના જીવનકાર્યો અંતર્ગત પ્રશ્નો👇🏾*

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે થયો હતો
*✔️28 ઓગસ્ટ, 1896*

ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે
*✔️સુરેન્દ્રનગર*

ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કોણે આપ્યું હતું
*✔️મહાત્મા ગાંધીજી*

'માણસાઈના દીવા' પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ કઈ વ્યક્તિને અનુલક્ષીને તેમના સાથેના અનુભવો આલેખ્યા છે
*✔️રવિશંકર મહારાજ*

'ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર' ગુજરાત સરકાર દ્વારા કયા ક્ષેત્રે આપવામાં આવે છે
*✔️લોકકલા ક્ષેત્રે*

ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' ઝવેરચંદ મેઘાણીને કઈ સાલમાં એનાયત કરવામાં આવ્યો હતો
*✔️1928*

ઝવેરચંદ મેઘાણીએ મહાત્મા ગાંધીજીને કયું બિરૂદ આપ્યું હતું
*✔️બાપુ*

ઝવેરચંદ મેઘાણીએ કયા વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી
*✔️અંગ્રેજી-સંસ્કૃત*

ઝવેરચંદ મેઘાણીએ કયા હુલામણા નામથી સાહિત્ય સર્જન કર્યું હતું
*✔️વિલાપી*

લંડન ખાતે ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ કયા કાવ્યની રચના કરી હતી
*✔️છેલ્લો કટોરો*

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકને મહિડા પારિતોષિક એનાયત થયેલ છે
*✔️માણસાઈના દીવા*

ઝવેરચંદ મેઘાણીના 'રઢિયાળી રાત' પુસ્તકનો પ્રકાર જણાવો
*✔️લોકગીત*

ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયક કોણ છે
*✔️હેમુ ગઢવી*

ઝવેરચંદ મેઘાણીનું 'સિંધૂડો' પુસ્તકનો પ્રકાર જણાવો
*✔️લોકકથા*

ઝવેરચંદ મેઘાણીએ ઇ.સ.1922માં કયા સાપ્તાહિકના તંત્રીપદે જોડાયા હતા
*✔️સૌરાષ્ટ્ર*

ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે ઝવેરચંદ મેઘાણીની નિયુક્તિ ક્યારે થઈ હતી
*✔️1946*

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઝવેરચંદ મેઘાણીના માનમાં ક્યારે ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી
*✔️1999*

ઝવેરચંદ મેઘાણીની પ્રથમ પત્ની દમયંતીબેનનું અવસાન ક્યારે થયું હતું
*✔️1933*

રાણપુરમાં 'સૌરાષ્ટ્ર' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*✔️અમૃતલાલ શેઠ*

'સૌરાષ્ટ્રની રસધાર' કથાઓનો સંગ્રહ કેટલા ભાગમાં પ્રકાશિત થયો છે
*✔️પાંચ*

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં નારીવ્રત કથાઓ અને તહેવારોનું વર્ણન જોવા મળે છે
*✔️કંકાવટી*

'ફૂલછાબ'ને કોણે શરૂ કર્યું હતું
*✔️અમૃતલાલ શેઠ*

ઝવેરચંદ મેઘાણીનું મૂળ વતન બગસરા કયા જિલ્લામાં આવેલું છે
*✔️અમરેલી*

ઝવેરચંદ મેઘાણીએ રવીન્દ્રનાથના કાવ્યો પરથી કયા 66 કાવ્યોનો સંગ્રહ કર્યો છે
*✔️રવીન્દ્ર વીણા*

ઝવેરચંદ મેઘાણીની અપ્ટન સિંકલેટની 'સેમ્યુઅલ ધ લીકર' પરથી લખેલી વર્ગવિગ્રહની સમસ્યાને આલેખન કરતી નવલકથા કઈ છે
*✔️અપરાધી*

ઝવેરચંદ મેઘાણીએ રવીન્દ્રનાથની 'કથા કાહિની' પરથી વાર્તાઓનો કયો સંગ્રહ આપેલો છે
*✔️વસુંધરાનાં વહાલાં દવલાં*

ઝવેરચંદ મેઘાણીની મૌલિક વાર્તાઓ કયા પુસ્તકમાં સંગ્રહિત છે
*✔️સત્યની શોધ*

એશ્ટન વુલ્ફના 'ધ આઉટ લોઝ ઓફ મોર્ડન ડેઝ'ની સત્ય ઘટનાઓ પર આધારિત બહારવટિયાઓ વિશે કયો વાર્તા સંગ્રહ છે
*✔️કુરબાનીની કથાઓ*

વિદેશી સાહિત્યકારો અને સાહિત્ય કૃતિઓ પરથી રચેલાં રેખાચિત્રો મેઘાણીના કયા પુસ્તકમાં સંગ્રહિત છે
*✔️વેરાનમાં*

ઝવેરચંદ મેઘાણીએ 'સાંબેલાના સૂર'ની કટાક્ષિકાઓ કયા ઉપનામથી લખેલી છે
*✔️શાણો*

'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણીએદાંડીકૂચ સને ધોલેરા સત્યાગ્રહ નિમિત્તે દેશભક્તિના 15 ગીતોનો સંગ્રહ કયા નામે પ્રકાશિત કર્યો છે
*✔️વેણીનાં ફૂલ*

મુંબઈમાં 'જન્મભૂમિ' દૈનિકમાં ઝવેરચંદ મેઘાણી કઈ કોલમ સંભાળતા હતા
*✔️ઇંટ અને ઈમારત*

ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'નું બિરૂદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયો છે
*✔️સિંધૂડો*

1930ના સત્યાગ્રહ સંગ્રામ માટે કયા શૌર્યગીતોનો સંગ્રહ પ્રકાશિત કરવાને કારણે ઝવેરચંદ મેઘાણીને બે વર્ષ કારાવાસ થયો હતો
*✔️વેણીનાં ફૂલ*

ઝવેરચંદ મેઘાણીએ જેલવાસ દરમિયાન કયું કાવ્ય લખ્યું હતું
*✔️છેલ્લો કટોરો*

*📚ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સંચાલિત 'શિક્ષણ અને પરીક્ષણ' માંથી📚*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-04/12/2021 થી 06/12/2021🗞️*

4 ડિસેમ્બરભારતીય નૌસેના દિવસ

IMFના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ભારતીય મૂળના ગીતા ગોપીનાથ*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી
*✔️ગુજરાતના OBC સમાજના જગદીશ ઠાકોરની*

800 ગોલ પુરા કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર કોણ બન્યો
*✔️ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધીના સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવનાર જેમનું હાલમાં નિધન થયું
*✔️હસમુખ શાહ*

ગુજરાતમાં એમિક્રોનનો પ્રથમ કેસ ક્યાં નોંધાયો
*✔️જામનગર*

ન્યુઝીલેન્ડના બોલર જેને ટેસ્ટ મેચમાં ભારત સામે એક જ ઇનિંગમાં 10 વિકેટ લઈ ઇતિહાસ સર્જ્યો
*✔️એજાઝ પટેલ*
*✔️10 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો*
*✔️આ અગાઉ જિમ લેકર અને અનિલ કુંબલે 10 વિકેટ લઈ ચુક્યા છે.*
*✔️એજાઝ પટેલ મૂળ ભરૂચના ટંકારિયાનો વતની છે, તેનો જન્મ મુંબઈમાં થયો હતો*

વેકસીનેશન ફરજિયાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️પુડ્ડુચેરી*

કેન્દ્ર સરકારે પ્રત્યેક રાજ્યમાં એક શહેરને સોલાર સિટી તરીકે વિકસિત કરવા નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાંથી કયા શહેરની પસંદગી કરવામાં આવી છે
*✔️દ્વારકા*

3 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય દિવ્યાંગ જન દિવસ

દક્ષિણ સુદાને કયા વર્ષ સુધીમાં બાળવિવાહ સમાપ્ત કરવાની ઘોષણા કરી છે
*✔️સાલ 2030*

ભારત અને બાંગ્લાદેશે છઠ્ઠી ડિસેમ્બરે કયો દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે
*✔️મૈત્રી દિવસ*

કયા રાજ્યની સરકારે જર્મનીના બવેરિયન વિશ્વ વિદ્યાલય સાથે સમજૂતી કરી છે
*✔️કર્ણાટક*

ભારત સરકારે ગુણવત્તાપ્રદ શિક્ષણ માટે કઈ બેંક સાથે ૱3752 કરોડની સમજૂતી કરી છે
*✔️એશિયન ડેવલપમેન્ટ બેંક*

ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં કયું રાજ્ય ગોલ્ડ મેડલ વિજેતા બન્યું
*✔️બિહાર*

તાજેતરમાં કયા રાજયમાં હોર્નબિલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી
*✔️નાગાલેન્ડ*

અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન ક્યાં યોજાયું હતું
*✔️નાસિક*

રોપ-વે સેવા શરૂ કરનારું પ્રથમ ભારતીય શહેર કયું બન્યું
*✔️વારાણસી*

તાજેતરમાં ઇન્ડોનેશિયામાં કયો જ્વાળામુખી ફાટ્યો
*✔️સુમેરુ*

વડનગરમાં 15 × 15 મીટરનું કેપસ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવ્યું.

પેલેસ્ટાઈનમાં પહેલીવાર દિવ્યાંગોની નેશનલ ફૂટબોલ ટીમ બની.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-07/12/2021 થી 12/12/2021🗞️*

ભારતનો ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં માર્જિનની રીતે કયા દેશ સામે સૌથી મોટો વિજય મેળવ્યો
*✔️ન્યુઝીલેન્ડ સામે*
*✔️વાનખેડે ખાતે 372 રનથી જીત*

ડેવિસ કપ(ટેનિસ)માં કઈ ટીમ વિજેતા બની
*✔️રશિયા*
*✔️ક્રોએશિયાને હરાવ્યું*

શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ વડા વસીમ રિઝવીએ ઇસ્લામ ધર્મ છોડી હિંદુ ધર્મ આપનાવી શું નામ રાખ્યું
*✔️જીતેન્દ્ર નારાયણસિંહ ત્યાગી*

સ્વિડિશ થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ વિશ્વની 100 શસ્ત્ર ઉત્પાદક કંપનીઓમાં ભારતની કેટલી કંપનીઓ સમાવિષ્ટ છે
*✔️ત્રણ*
*✔️HAL 42મા, ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી 60મા અને BEL 66મા ક્રમે*

લોકોને આર્મી વિરુદ્ધ ઉશ્કેરવાના ગુનામાં મ્યાનમારના પદભ્રષ્ટ નેતા જેમને હાલમાં ચાર વર્ષ કેદની સજા થઈ
*✔️આંગ સૂ કી*

ભારતે ઓડિશા ખાતે વર્ટિકલી લોન્ચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર કઈ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
*✔️વીએલ-SRSAM*

ગુજરાત વીજ નિયમન પંચના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અનિલ મુકિમ*

હાલમાં ભારતના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટમાં શું આપ્યું
*✔️ખંભાતના અકીકથી બનેલી કલાકૃતિ*

નાસાના મૂન મિશનમાં મૂળ ભારતીય કયા વ્યક્તિને સ્થાન મળ્યું
*✔️અનિલ મેન*

ગ્રામીણ સમુદાયોને આત્મનિર્ભર બનાવવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ વચ્ચે કઈ યોજનાઓ માટે MoU થયા
*✔️દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન*

સાડા ચાર દિવસના વર્કિંગ વીકનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️UAE*

જર્મનીમાં એન્જેલા મર્કેલના સ્થાને નવા ચાન્સેલર કોણ બન્યા
*✔️એલાફ સ્કોલ્ઝ*

ફોર્બ્સ દ્વારા વિશ્વની સૌથી શક્તિશાળી 100 મહિલાઓમાં કઈ ભારતીય મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે
*✔️નિર્મલા સીતારમન*
*✔️37મા સ્થાને*

દેશના પ્રથમ ચીફ ઓફ સ્ટાફ ડિફેન્સ (CDS) જેમનું હાલમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું
*✔️બિપિન રાવત*
*✔️પત્ની મધુલિકા રાવત સહિત 13ના મૃત્યુ*
*✔️તમિલનાડુના કુન્નુર નજીક નીલગિરી પહાડો વચ્ચે દુર્ઘટના બની*
*✔️MI 17 V5 હેલિકોપ્ટર ક્રેશ થયું.*
*✔️1 જાન્યુઆરી 2020ના રોજ દેશના પ્રથમ CDS બન્યા હતા*
*✔️શૌર્યચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ઘટનામાં બચી જનારા એકમાત્ર અધિકારી*
*✔️બિપિન રાવતનું ગામ ઉત્તરાખંડનું સૈણા*

ભારતે કઈ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એર વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું
*✔️બ્રહ્મોસ*

દેશના સૌથી વધુ નિકાસ કરતા 30 જિલ્લાઓમાં સૌથી વધુ નિકાસ કરતો જિલ્લો કયો બન્યો
*✔️જામનગર*
*✔️ગુજરાતના 8 જિલ્લાનો સમાવેશ*

11 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પર્વત દિવસ

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં મતદાર જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યા
*✔️ભાવિના પટેલ*

મેગ્નસ કાર્લસન સળંગ 5મી વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો.તે કયા દેશનો છે
*✔️નોર્વે*

ન્યુઝીલેન્ડ કયા વર્ષે સ્મોકિંગ ઉપર પ્રતિબંધ મુકતો કાયદો બનાવશે
*✔️2022*

4 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને ભારતીય નૌસેના દિવસ

BWFના મેન પ્લેયર ઓફ ધ ઈયર કોણે જાહેર કરવામાં આવ્યા
*✔️વિક્ટર એક્સેલસન*
*✔️તેઓ ડેન્માર્કના બેડમિન્ટન પ્લેયર છે*
*✔️2017માં વર્લ્ડ ચેમ્પિયન અને 2020માં ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા હતા*

તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ સર્વર બનાવવામાં આવ્યું છે તેનું નામ શું છે
*✔️રુદ્ર*

કયા રાજ્યની સરકાર દ્વારા રતન ટાટાને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
*✔️આસામ*

વર્ષ 2021ની એશિયા યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા
*✔️કશીશ લાકડા*

કયા રાજ્યમાં ગુરુ ઘાંસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્ય જીવ અભયારણ્ય વાઘ અનામત ઘોષિત કરવામાં આવ્યા
*✔️છત્તીસગઢ*

આવતા વર્ષે જી-20 શિખર સંમેલનની બેઠક કયા દેશમાં મળશે
*✔️ઇન્ડોનેશિયા*

દેશના 73મા માહિતી અને જનસંપર્ક દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી
*✔️મણિપુર*

ઓક્સફર્ડ ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો
*✔️વેક્સ*

કયા રાજ્યએ બેરોજગારી ભથ્થા પાત્રતા માટે 90 દિવસની ઇન્ટર્નશિપ અનિવાર્ય બનાવી છે
*✔️રાજસ્થાન*

ફ્યુચર ઇન્ડિયાએ ભારતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે તેમાં પ્રથમ સ્થાન પર કોણ છે
*✔️નાણાંમંત્રી નિર્મલા સીતારમન*

ડિઝની બોર્ડની સૌપ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની
*✔️સુશાન આર્લોન્ડ*

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*✔️કેનિજેતી રોસૈયા*

દૂરદર્શન કેન્દ્રના અર્થસ્ટેશનનું ઉદ્દઘાટન ક્યાં થયું
*✔️ગોરખપુર*

DRDO દ્વારા પિનાકની નવી આવૃત્તિ પિનાક-ERનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*✔️પોખરણ*

કેન્દ્ર સરકારે સાલ 2025 સુધીમાં 10,500 જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે.

UAEએ ફ્રાન્સ જોડે 80 રાફેલ વિમાન માટે સોદો કર્યો.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-13/12/2021 થી 15/12/2021🗞️*

ઓસ્ટ્રેલિયાના લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવતા રિપોર્ટ અનુસાર એશિયા પાવર ઇન્ડેક્સ 2021માં 26 દેશોમાં એશિયા પર પ્રભુત્વ અંગે ભારત કેટલામાં ક્રમે છે
*✔️ચોથા*
*✔️અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે*

અબુ ધાબી ફોર્મ્યુલા વન ગ્રાં પ્રિ. માં કોણ ચેમ્પિયન બન્યા
*✔️નેધરલેન્ડનો મેક્સ વર્સ્ટપ્પન*
*✔️ઈંગ્લેન્ડના લુઈસ હેમિલ્ટનને હરાવ્યો*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બલરામપુરામાં કઈ પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું
*✔️સરયુ નહેર રાષ્ટ્રીય પરિયોજના*

ઈઝરાયેલના એલાતમાં યોજાયેલ મિસ યુનિવર્સ-2021 સ્પર્ધામાં કોણે ખિતાબ જીત્યો
*✔️ભારતની મૂળ પંજાબની હરનાઝ કૌર સંધુએ*
*✔️મેક્સિકોની પૂર્વ મિસ યુનિવર્સ એન્ડિયા મેજાએ તાજ પહેરાવ્યો*
*✔️સાલ 2000મા લારા દત્તા અને 1994માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બન્યા હતા*

ટાઈમ મેગેઝીનનો 'પર્સન ઓફ ધ યર-2021' ખિતાબ કોણ બન્યા
*✔️ટેસ્લા અને સ્પેસ એક્સ કંપનીના સ્થાપક ઈલોન મસ્ક*

ઝડપી ઔધોગિક કામગીરીના પગલે કયો જિલ્લો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે છે
*✔️વડોદરા*

DRDOએ લાંબા અંતરની સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ ટોર્પિડો (સ્માર્ટ)નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશાના બાલાસોર દરિયા કિનારે*

ઊંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં સ્થપાશે
*✔️રાજસ્થાનના પાલી જિલ્લામાં*

કયા રાજ્યની સરકારે રોજગારીની તકો ઉભી કરવા માટે UNDP સાથે હાથ મિલાવ્યા
*✔️કર્ણાટક*

ભારતનું બીજું વર્લ્ડકલાસ રેલવેસ્ટેશન કયા રાજ્યમાં બનશે
*✔️રાજસ્થાન*

યુવા ગણિતજ્ઞો માટેનો સાલ 2021નો રામાનુજન પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*✔️નિના ગુપ્તા*

કયા રાજ્યની સરકારે દૂધ મૂલ્ય પ્રોત્સાહન યોજના શરૂ કરી
*✔️ઉત્તરાખંડ*

એશિયા યુથ પેરાગેમ્સ 2021માં ભારત કેટલા મેડલ જીત્યું
*✔️41*

કલીંગ સાહિત્ય પુરસ્કાર 2021 કોણે આપવામાં આવ્યો
*✔️શ્રીનિવાસ ઉદગાતા*

વાઈટ હાઉસ ઓફિસના પ્રમુખ તરીકે કોણે પ્રમોશન આપવામાં આવ્યું
*✔️ગૌતમ રાઘવન*

ભારત કૈશલ રિપોર્ટમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️મહારાષ્ટ્ર*

10 ડિસેમ્બરમાનવ અધિકાર દિવસ

RBIએ કઈ બેંકને શેડ્યુલ બેંકનો દરજ્જો આપ્યો
*✔️પેટીએમ પેમેન્ટ બેંક*

ભારતનું સમાનવ અંતરિક્ષ મિશન ગગનયાન કયા વર્ષે લોન્ચ કરવામાં આવશે
*✔️વર્ષ 2023*

સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યની ટીમ ચેમ્પિયન બની
*✔️મણિપુર*

પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા
*✔️ભારતીય મૂળના નિલીબેંદાપુદી*

900 કિમીના ચાર ધામ પ્રોજેકટને સુપ્રિમકોર્ટે મંજૂરી આપી.આ પ્રોજેક્ટમાં કયા ચાર ધામનો સમાવેશ થાય છે
*✔️ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ*
*✔️2016માં મોદીએ આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો.*

રાષ્ટ્રીય સ્તરે રાજકારણ સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કેન્દ્રીય મહિલા આયોગ દ્વારા હાલમાં કયા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો
*✔️She is a changemaker*

વિશ્વના પ્રથમ સજીવ રોબોટ્સ ઝેનોબોટ્સ હવે પ્રજનન કરી શકશે.આ રોબોટ્સ કઈ યુનિવર્સિટીના સંશોધકોએ દેડકાના સેલમાંથી રોબોટ વિકસાવ્યા છે
*✔️ટફટ્સ યુનિવર્સિટી*

ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારની કેબિનેટે આત્મનિર્ભર કૃષક યોજનાને મંજૂરી આપી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને સુપરવાઈઝરનો દરજ્જો આપ્યો.

બેલિન્ડા બેનકીચે સ્વિસ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિર અને ગંગાના બે ઘાટને જોડતા કાશી વિશ્વનાથ કોરિડોર ડ્રિમ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16/12/2021🗞️*

નાસાનું અવકાશયાન જે સૂર્યની સૌથી નજીક પહોંચ્યું
*✔️ધ પાર્કર પ્રોબ*

યુનેસ્કોએ કયા રાજ્યની દુર્ગાપૂજાને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરી
*✔️પશ્ચિમ બંગાળ*

ફ્રેન્ચ લકઝરી ગ્રુપ શનેલે નવા CEO તરીકે કોની નિમણૂક કરી
*✔️ભારતીય મૂળની લીના નાયર*

9 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

તમિલનાડુનું કયું 16મું પક્ષી અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું
*✔️કાજુવેલી વેટલેન્ડ*

શિક્ષણ મંત્રાલયે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ શું છે
*✔️ભાષાસંગમ*

ફોર્બ્સ દ્વારા દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહીલાઓની યાદી બનાવવામાં આવી છે તેમાં ટોચનું સ્થાન કોણે આપવામાં આવ્યું છે
*✔️મેકેન્ઝીસ કોટને*

દુનિયામાં સૌથી વધુ ખનીજ તેલ કયો દેશ ઉપન્ન કરે છે
*✔️ઈરાક*
*✔️બીજા ક્રમે અમેરિકા અને ત્રીજા ક્રમે UAE*

અમેરિકા અને ભારત વચ્ચે દર વર્ષે કયા યુદ્ધ અભ્યાસ યોજાય છે
*✔️વ્રજ પ્રહાર, કોપ ઇન્ડિયા અને ટાઇગર ટ્રાયમ્ફ*

યંગ જિયો સ્પેશલ સાયન્ટિસ પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️રોપેશ ગોયલ*

બીજી વખત ગામ્બિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️અડામા બૈરો*

બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ WF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 2021માં સિલ્વર મેડલ વિજેતા બન્યા.

અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ ફેબ્રુઆરી 2022માં બીજિંગમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિક્સનો બહિષ્કાર કર્યો છે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું નિધન.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-17/12/2021 થી 20/12/2021🗞️*

16 ડિસેમ્બરવિજય દિવસ

ભારતની યુવા મહિલા શૂટર જેમને હાલમાં આત્મહત્યા કરી
*✔️કોનિકા લાયકે*

ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC) કોણે બનાવવામાં આવ્યા
*✔️આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે*

સીરમ ઇન્સ્ટિટ્યૂટની કઈ રસીને WHOએ મંજૂરી આપી
*✔️કૉવોવેક્સ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનનું કયું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે
*✔️ઓર્ડર ઓફ ધ દ્રૂક ગ્યાલપો*
*✔️ભૂતાનના વડાપ્રધાન લોતેય શેરિંગ*
*✔️નરેન્દ્ર મોદીને રશિયા અને UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચુક્યા છે*

ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું
*✔️રાય*

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1971માં પાકિસ્તાન સૈન્ય દ્વારા તોડી પડાયેલ કયા મંદિરને જીર્ણોદ્ધાર બાદ ફરી ખુલ્લું મુકાયું
*✔️ઢાકાનું રમના કાલી મંદિર*

DRDOએ રેલવે અને રોડ પરથી લોન્ચ કરી શકાય તેવી કઈ બેલેસ્ટિક ન્યૂક્લિયર મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️અગ્નિપ્રાઈમ*
*✔️2 હજાર કિમી. મારક ક્ષમતા*

24મો વિન્ટર ઓલિમ્પિક ક્યાં યોજાશે
*✔️બેઇજિંગ*

1984ના શીખ વિરોધી રમખાણ અને 2002ના ગોધરા રમખાણોના કેસની તપાસ કરનાર જસ્ટિસ જેમનું હાલમાં નિધન થયું
*✔️જસ્ટિસ ગિરીશ ઠાકોરલાલ*

પૂર્વ ચીફ જસ્ટિસ અને વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈની આત્મકથા
*✔️જસ્ટિસ ફોર ધ જજ*

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ ખેલાડી કોણ બન્યો
*✔️કિદામ્બી શ્રીકાંત*
*✔️સિંગાપુરના લોહ કીન યેવ સામે હાર્યો*

અમદાવાદ પોલીસ અધિકારી કર્મચારીઓને ગુનેગારો, વાહનોની માહિતી કઈ એક જ એપ્લિકેશન દ્વારા મળી જશે
*✔️તરકસ*

નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડથી કયા રાજ્યને સન્માનિત કરવામાં આવ્યુ
*✔️રાજસ્થાન*

કયા રાજ્યના પર્યટનના વિકાસ માટે જાપાનની એજન્સી દ્વારા ૱700 કરોડ આપવામાં આવ્યા
*✔️મેઘાલય*

સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા મેડલથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️સુનિલ ગાવસ્કર*

ચીને અંતરિક્ષ સંશોધન માટે કયો ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️સીજીયન-605*

કયા રાજ્યના મીથિલા મખાનાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*✔️બિહાર*
*✔️મખાના ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે*

જાપાનની કઈ ફિલ્મને આઇફામાં ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*✔️રીંગવાઈડિંગ*

ભારતનો સૌપ્રથમ સાઇબર તાલુકો કયા રાજયમાં બનાવવામાં આવશે
*✔️મધ્યપ્રદેશ*

ભારતીય રેલવેએ દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ ક્યાં બનાવ્યો
*✔️મણિપુર*

તાજેતરમાં સંગીતકાર સ્ટીફન સોન્ડહાઈસનું અવસાન થયું તેઓ કયા દેશના સંગીતકાર અને ગીતકાર હતા
*✔️અમેરિકા*

રામાનુજન એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️ભારતીય ગણિતશાસ્ત્રી નીના ગુપ્તા*
*✔️આ એવોર્ડ જીતનાર વિશ્વના માત્ર ત્રીજા મહિલા*
*✔️2005માં આ એવોર્ડની શરૂઆત થઈ હતી.*
*✔️વિકાસશીલ દેશોના 45 વર્ષથી ઓછી વયના ગણિતના ક્ષેત્રે કામ કરતા સંશોધકોને પ્રદાન કરાય છે.*

તાજેતરમાં કોરિયોગ્રાફર શિવશંકરનું નિધન થયું.

ઓડિશામાં સાઇબર અપરાધ અને આર્થિક અપરાધ સંબંધિત 11 નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/12/2021 થી 25/12/2021🗞️*

ચીલીના સૌથી નાની વયના પ્રમુખ કોણ બન્યા
*✔️ગ્રેબિયલ બોરિસ*

ઇન્ડિયન સ્ટેટીસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જારિસ્કી કેન્સલેશન પ્રોબ્લેમનો ઉકેલ શોધવા બદલ રામાનુજન એવોર્ડ કોણે મળ્યો
*✔️નીના ગુપ્તા*

પ્રો કબડ્ડી લીગનો કઈ સિઝનનો બેંગલુરુમાં પ્રારંભ થયો
*✔️8મી સિઝન*

કયા રાજ્યમાં સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડરોની પણ ભરતી થશે અને 1 ટકો અનામત પણ મળી
*✔️કર્ણાટક*

23 ડિસેમ્બરરાષ્ટ્રીય ખેડૂત દિવસ

DRDO દ્વારા જમીન પરથી જમીન પર પ્રહાર કરતી કઈ મિસાઈલનું ઓડિશાના ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️પ્રલય મિસાઈલ*

26 થી 31 ડિસેમ્બરસુશાસન સપ્તાહ અને નદી ઉત્સવની ઉજવણી

ફ્રાન્સમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*✔️પીટોન ડે લા ફોરનાઇસ*

એશિયા હોકી ચેમ્પિયનશિપમાં ભારતે કયા દેશને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો
*✔️પાકિસ્તાન*

ત્રણ દિવસીય ચિલા-એ-કલાન કાશ્મીર ઉત્સવનો પ્રારંભ ક્યાં થયો
*✔️શ્રીનગર*

સાબરમતી વોક-વે બ્રિજનું નામ કોના નામ પરથી રખાયું
*✔️અટલ બિહારી વાજપેયી*

ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બાદ કયા રાજયમાં ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષણ બિલ 2021 પસાર થયું
*✔️કર્ણાટક*

હાલમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
*✔️હરભજન સિંહ*
*✔️ઉપનામ ટર્બાનેટર*
*✔️હરભજને 1998માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું*
*✔️ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય*

નાસાનું કયું મહત્વાકાંક્ષી ટેલિસ્કોપ લોન્ચ થશે જે ઉપગ્રહની માફક અંતરિક્ષમાં રહીને ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે
*✔️જેમ્સ વેબ ટેલિસ્કોપ*

25 ડિસેમ્બરગુડ ગવર્નન્સ ડે (સુશાસન દિવસ)

યુરોપિયન દેશ મોન્ટેગ્રા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્કીઇંગ ચેમ્પિયનશિપમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો
*✔️મનાલીની આંચલ ઠાકુર*
*✔️સ્કીઇંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્કીઅર બની*

શ્રીલંકાના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે
*✔️મહિન્દા રાજપકસે*

ભારતીય નૌકાદળમાં 32 વર્ષ સુધી દેશની સેવા કરનાર જહાજ જે હાલમાં નિવૃત્ત થયું
*✔️INS ખુકરી*

NCRBના નવા નિર્દેશક કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️વિવેક ગોગિયા*

ઓસ્ટ્રેલિયાના ચાન્સલર કોણ નિયુક્ત થયા
*✔️કાર્લ નેહમર*
*✔️ચાન્સલર વડાપ્રધાન સમકક્ષ જ પદ હોય છે*

ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અને સમાધાન કેન્દ્ર કયા રાજયમાં ખોલવામાં આવ્યું
*✔️તેલંગણા*

ગુજરાતમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે કઈ કંપનીએ કરાર કર્યા છે
*✔️ગેઇલ*

તાજેતરમાં ડૉ.રેખા ચૌધરીનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️ઇન્ડિયાઝ એન્શિયન્ટ લીગેસી ઓફ વેલનેસ*

કોમનવેલ્થ વેઇટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપ-2021માં ભારતે કેટલા મેડલ જીત્યા
*✔️16*

વર્ષ 2021નો ગોલ્ડન પીકોક એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ કઈ કંપનીને આપવામાં આવ્યો
*✔️સેઈલ*

2021ના ITF વિશ્વ ચેમ્પિયનશિપ ખિતાબના વિજેતા કોણ બન્યા
*✔️નોવાક જોકોવિચ*

20 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય માનવીય એકતા દિવસ

ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ 52 સ્ટારલીન્ક ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાંથી કર્યું
*✔️કેલિફોર્નિયા*

વર્ષ 2021માં સ્પામ કોલનો સૌથી વધુ ત્રાસ કયા દેશમાં જોવા મળ્યો હતો
*✔️બ્રાઝીલ*

જ્યાં 100% રસીકરણ થઈ ચૂક્યું હોય એવો પહેલો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો
*✔️અંદમાન અને નિકોબાર*

ક્રિકેટર રિષભ પંતને કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા
*✔️ઉત્તરાખંડ*

શાંતનુ ગુપ્તાએ યોગી આદિત્યનાથ પર એક પુસ્તક લખ્યું છે તેનું શીર્ષક શું છે
*✔️ધ મોન્ક હુ ટ્રાન્સફોમ્ર્ડ ધ ઉત્તરપ્રદેશ*

લોકસભા અને રાજ્યસભામાં ચૂંટણી સુધારા બિલ પસાર થયું.આધાર-ચૂંટણી કાર્ડ લિંક થશે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-26/12/2021🗞️*

દક્ષિણ આફ્રિકામાં સર્વોચ્ચ ન્યાયિક પીઠ બંધારણીય અદાલતમાં કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક થઈ
*✔️નારંદ્રન જોડી કોલ્લાપન*

વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબનું સફળતાપૂર્વક લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું
*✔️દક્ષિણ અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગીઆના ખાતેથી એરિયન-5 રોકેટ દ્વારા*

ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021માં કયા રાજ્યએ પ્રથમ નંબર મેળવ્યો
*✔️ગુજરાત*
*✔️મહારાષ્ટ્ર બીજા ક્રમે*

સાયક્લોથોન - 2021નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી પ્રારંભ કરાવ્યો
*✔️સુરતના વેસુ, ભરથાણા સ્થિત શ્રી મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનથી*
*✔️સુરતથી દાંડી સાયકલ યાત્રા જશે*
*✔️સંદેશ :- સાયકલ ચાલન થકી બિનચેપી રોગોથી મુક્તિ*

26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરનદી ઉત્સવ
✔️સાબરમતી, નર્મદા અને તાપી નદીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો

*સુશાસનની દિશામાં મહેસુલ વિભાગ👇🏾*
✔️હુકમની નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની 135/ડી નોટીસની સમયમર્યાદા 30 દિવસથી ઘટાડી 10 દિવસ કરવામાં આવી.
✔️લેન્ડ રેવન્યુ કોડની કલમ-73AA ની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન થશે.
✔️ગણોતધારા કલમ-32 M અંતર્ગત ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદતમાં 3 વર્ષનો વધારો કરાયો.
✔️ગણોતધારા કલમ-43 તથા કલમ-63 ની મુદ્દત અનુક્રમે 2 વર્ષથી વધારી 5 વર્ષ તથા 5 વર્ષથી વધારી 10 વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને આપવામાં આવી.

*નાગરિક સુવિધાલક્ષી નિર્ણયોની પહેલ👇🏾*
✔️સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદઢીકરણ માટે ઈ-સરકાર પોર્ટલનો પ્રારંભ
✔️PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો 3 વર્ષ સુધી માન્ય રખાશે.
✔️જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક My Ration મોબાઈલ એપ્લિકેશનથી દરેક વ્યક્તિ પાસે પહોંચશે.
✔️સ્વાવલંબનથી સ્વરોજગારની ડિજિટલ સેવા ઈ-કુટિર પોર્ટલનો પ્રારંભ.
✔️વન વિભાગ દ્વારા ટીંબર ટ્રાન્ઝિટ પાસ મંજૂરી પોર્ટલનો પ્રારંભ.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-27/12/2021🗞️*

બ્રહ્મોસ મિસાઈલની ફેક્ટરીનો શિલાન્યાસ ક્યાં કરાયો
*✔️ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે*

23 સપ્ટેમ્બરભારતીય રાષ્ટ્રીય કિસાન દિવસ

આફસ્પાનું ફૂલ ફોર્મ શું
*✔️આર્મ્ર્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ*

નેતૃત્વ પ્રતિબદ્ધતા-2021 માટે સંયુક્ત રાષ્ટ્ર મહિલા પુરસ્કાર વિજેતા કોણ બન્યા
*✔️દિવ્યા હેગડે*

નાણાં મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો વધારો થયો
*✔️54%*

વિજય હજારે વન-ડે ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️હિમાચલ પ્રદેશ*
*✔️તમિલનાડુને હરાવ્યું*

ICC ક્રિકેટ વર્લ્ડકપ અંડર-19ની યજમાની કયો દેશ કરી રહ્યો છે
*✔️વેસ્ટઇન્ડિઝ*

તુષાર કપૂરે પોતાના પ્રથમ પુસ્તકનું અનાવરણ કર્યું.તેનું શીર્ષક શું છે
*✔️બેચલર ડેડ*

કયા રાજ્યમાં ટોળાં હિંસા અને લિંચિંગને રોકવા માટે ખરડો લાવવામાં આવ્યો છે
*✔️ઝારખંડ*

યુનિકોર્ન કંપનીઓની બાબતમાં કયો દેશ ટોચના સ્થાને છે
*✔️અમેરિકા*
*✔️યુનિકોર્ન એટલે એવી સ્ટાર્ટઅપ કંપની જેની કેપિટલ એક અબજ ડોલરને પાર થઈ જાય છે. જે સ્ટાર્ટઅપની મૂડી 10 અબજને પાર થઈ જાય તેને ડેકા કોર્ન કહે છે*

ઓડિશાના સૌથી લાંબા પૂલ ટી સેતુનું ઉદ્દઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું
*✔️કટક*

22 ડિસેમ્બરરાષ્ટ્રીય ગણિત દિવસ

વાડા (વર્લ્ડ એન્ટી ડ્રગ્સ એજન્સી)ના નિયમ પ્રમાણે વિશ્વના ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાની બાબતમાં કયો દેશ ટોચ પર છે
*✔️રશિયા*

કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર માટે પોલીસ આરક્ષણની ઘોષણા કરી છે
*✔️કર્ણાટક*

કયા રાજ્યની સરકારે ફ્રી સ્માર્ટફોન યોજના શરૂ કરી છે
*✔️ઉત્તરપ્રદેશ*

અનાહત સિંહ જુનિયર US સ્ક્વોશ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યા.

💥રણધીર💥
*🔥 Newspaper Current🔥*

*🗞️Date:-28/12/2021🗞️*

દેશના નવા ડેપ્યુટી NSO (નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી) તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️વિક્રમ મિસરી*

નીતિ આયોગના હેલ્થ ઇન્ડેક્સ અનુસાર ગુજરાત ક્રમ કેટલામો
*✔️છઠ્ઠો*
*✔️કેરળ ટોચના ક્રમે*
*✔️બીજો તમિલનાડુ, ત્રીજા ક્રમે તેલંગણા, ચોથા સ્થાને આંધ્રપ્રદેશ અને પાંચમા સ્થાને મહારાષ્ટ્ર*
*✔️ઉત્તરપ્રદેશ સૌથી ખરાબ*

ઓડિશા દ્વારા આઝાદીના પહેલા યુદ્ધ તરીકે કયા યુદ્ધને ગણવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે
*✔️પૈકા વિદ્રોહ*

23 ડિસેમ્બરે આયુષ મંત્રાલયે કયા દિવસની ઉજવણી કરી હતી
*✔️સિદ્ધ દિવસ (5મો)*
*✔️સિદ્ધ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે*
*✔️તમિલ પરંપરા અનુસાર 18 સિદ્ધાર છે.જેને સિદ્ધ ચિકિત્સાના સ્તંભ માનવામાં આવે છે.*
*✔️અગથિયાર પ્રથમ સિદ્ધાર છે.તેઓ તમિલ સાહિત્યના જનક કહેવાય છે.*
*✔️તેમને સૌપ્રથમ તમિલ વ્યાકરણ રચેલું છે.તેનું નામ છે અગથિયામ*
*✔️તેમને કલારી માર્શલ આર્ટના પણ જનક માનવામાં આવે છે.*

પંજાબ કેબિનેટે ગીતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યાં કરી
*✔️પતિયાલા*

કયા દેશની મહિલા ટીમ સેફ અંડર-19 ચેમ્પિયનશિપની વિજેતા બની
*✔️બાંગ્લાદેશ*
*✔️સેફનું ફૂલ ફોર્મ :- સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન*

તમિલનાડુ રાજ્ય સરકારે કપડાંની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી
*✔️મીનદુમ મંજપ્પઈ યોજના*

મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ વિજેતા કોણ બન્યા
*✔️અનિલ પ્રકાશ જોશી*

IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના બેટિંગ કોચ કોણે બનાવવામાં આવ્યા
*✔️બ્રાયન લારા*

સાઉથ આફ્રિકન ઓફ ધ ઈયર પુરસ્કાર કોણે આપવામાં આવશે
*✔️ડૉ.ઈમ્તિયાઝ સુલેમાન*

FIH-2021 રેન્કિંગમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️ઓસ્ટ્રેલિયા*

કયા રાજ્યની વિધાનસભાએ ધાર્મિક સંરક્ષણનો ખરડો પસાર કર્યો
*✔️કર્ણાટક*

વિપ્રોએ 23 કરોડ ડોલર ચૂકવીને અમેરિકાની સાઈબર સુરક્ષા એડવાઇઝરી કંપની એડગિલ ખરીદી લીધી.

મોસ્ટ ઈનોવેટિવ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં IIT રુડકીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું.

તાજેતરમાં ફિલ્મ નિર્માતા કે.એસ.સેતુમાધવનનું નિધન થયું હતું.

NTPCએ પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે ગ્રેટર નોઈડા ઓથોરિટી સાથે ભાગીદારી કરી.

DRDOએ હાઈસ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ (હીટ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

તાજેતરમાં લેખક જોન ડીડીઅનનું અવસાન થયું.

💥રણધીર💥