સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*◆અર્ધ સંરક્ષણ દળોની સ્થાપના વર્ષ◆*

*●સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF):* 1939
1949 પહેલા તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ કહેવાતું.

*●RAF (રેપીડ એક્શન ફોર્સ) :* 1992

*●ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP):* 1962

*●સશસ્ત્ર સીમા બલ (SSB) :* 1963
2003 પહેલા તેનું નામ સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું.

*●બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) :* 1965

*●સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) :* 1969

*●નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) :* 1984

*●આસામ રાઈફલ્સ :* 1835
આ દેશનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ છે.

*●ગૃહ રક્ષાવાહીની :* 1962



💥રણધીર💥
*●બ્રિટનના પ્રથમ રાણી :* ઝેન

*●ઈંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન :* માર્ગારેટ થેચર

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*◆વિશ્વમાં સૌપ્રથમ નોબેલ મેળવનાર◆*

*●સાહિત્યમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* પુન્ધ્રો સલી

*●ભૌતિક વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* રોન્ટજન

*●રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* જે.એચ.વેન્ટહાફ

*●તબીબી ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* વોન બેકરિંગ

*●શાંતિ ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* જયાં હેનરી ડ્યુનેન્ટ અને ફ્રેડરિક પાસી

*●અર્થશાસ્ત્ર ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* રેગનર ફ્રીશ અને જ્હોન ટિનબર્ગન

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

💥રણધીર💥
*📻રેડિયો સેવા📻*

*●ખાનગી કંપનીઓ દ્વારા દેશમાં ઇ.સ.1927માં રેડિયો સેવાની શરૂઆત થઈ.*

*●ઇ.સ.1930માં આ પ્રસારણ સેવાને 'ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ' નામ આપવામાં આવ્યું.*

*●ઇ.સ.1936માં તેને AIR (ઓલ ઇન્ડિયા રેડીયો) નામ મળ્યું.*

*●જે AIR ઇ.સ.1957થી 'આકાશવાણી' બન્યું.*

*●'વિવિધ ભારતી' કાર્યક્રમ આકાશવાણી ઉપરથી પ્રસિદ્ધ થાય છે.*

*●વર્ષ 1967થી રેડિયો ઉપર જાહેરાત સેવાની શરૂઆત થઈ.*

*📺દૂરદર્શન સેવા📺*

*●15 સપ્ટેમ્બર, 1959ના રોજ દિલ્હી ખાતેથી ટેલિવિઝનની શરૂઆત થઈ.*

*●વર્ષ 1976માં આ ટેલિવિઝન કાર્યક્રમને 'દૂરદર્શન' નામ મળ્યું.*

*●દેશમાં વર્ષ 1982થી કલર ટેલિવિઝનની શરૂઆત થઈ.*



💥રણધીર💥
[23/05, 2:58 pm] Mahi Arohi: ●હડપ્પા હાલ ક્યાં આવેલું છે
પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં

●હડપ્પાની શોધ ક્યારે અને કોના દ્વારા થઈ
1921 (દયારામ સાહની)

●હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે
રાવી
[23/05, 3:00 pm] Mahi Arohi: ●મોહેં-જો-દડો કઈ નદી કિનારે વસેલું છે
સિંધુ

●મોહેં-જો-દડો ક્યારે અને કોના દ્વારા શોધવામાં આવ્યું હતું
1922 (રખાલદાસ બેનરજી)
[23/05, 3:02 pm] Mahi Arohi: ●કાલીબંગા ક્યાં આવેલું છે
ગંગાનગર (રાજસ્થાન)

●કાલીબંગા કઈ નદી કિનારે વસેલું છે
ધગ્ધર

●કાલીબંગાના સંશોધનકર્તાના નામ જણાવો.
બી.કે.લાલ અને બી.કે.થાપર
*~📚પ્રાચીન નામો📚~*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

●ભાવનગરગોહિલવાડ

●વડોદરાવટપદ્રક

●સુરતસૂર્યપુર

●જામનગર, દેવભૂમિ દ્વારકાહાલાર

●હિંમતનગરઅહમદનગર

●પાલનપુરપ્રહલાદનગર

●કડીકતિપુર

●વિસનગરવિસલનગર

●ખંભાતસ્તંભતીર્થ

●કપડવંજકર્પણ વાણિજ્ય

●વલસાડવલ્લરખંડ

●વડાલીવડપલી

●વાલોડવડવલ્લી

●ખેડાખેટક

●વેરાવળવેરાકુલ

●તીથલતીર્થસ્થલ

●વાત્રકવાર્ત્રઘ્ની

●ડભોઈદર્ભવતી

●વઢવાણવર્ધમાનપુર

●શંખલેશ્વરશંખપુર

●ચાંપાનેરમુહમ્મદાબાદ

●અમદાવાદકર્ણાવતી

●વડનગરઆનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર

●પોરબંદરસુદામાપુરી

●જૂનાગઢસોરઠ

●ગિરનારરૈવતક

●અમરેલીઅમરાવતી

●નવસારીનવસારિકા

●સુરેન્દ્રનગરઝાલાવાડ

●દ્વારકાદ્વારવતી

●ભરૂચભૃગુકચ્છ

●ડાકોરડંકપુર

●ભદ્રેશ્વરભદ્રાવતી

●હળવદહલભદ્ર

●દાહોદદધીપદ્ર

●નર્મદારેવા

●મોઢેરાભગવદ્દગામ

●બનાસપર્ણાશા

●અંકલેશ્વરઅંકુલેશ્વર

●સાબરમતીશ્વાભ્રમતી

●ધોળકાધવલ્લક

●ગણદેવીગુણપદિકા

●તારંગાતારણદુર્ગ

●મોડાસામહુડાસુ



💥રણધીર💥
★ગાંધીજીએ જેને પોતાની 'હિમાલય જેવડી મોટી ભૂલ' ગણાવી તે.??
*√રૉલેટ એક્ટ વિરુદ્ધનું આંદોલન*

★પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) સમયે ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા?
*√લોઈડ જ્યોર્જ*

★ખિલાફત આંદોલન શા માટે થયું હતું?
*√તુર્કીના સુલતાન અને ખલીફાના સ્થાનના રક્ષણ માટે*

★અસહકારના આંદોલનની મોકૂફી પછી ગાંધીજીના કાર્યક્રમમાં શ્રદ્ધા ન રાખનારા કયા નામે ઓળખાયા?
*√ફેરવાદીઓ*

★જાન્યુઆરી 1921માં ઈંગ્લેન્ડના રાજવી કુટુંબના કયા સભ્યના આગમનથી અસહકારના આંદોલનને વ્યાપક સ્વરૂપ મળ્યું હતું?
*√ડ્યૂક ઓફ કોનાટ*

★અસહકારના આંદોલનની બાબતે સમાધાન કરવાના નિષ્ફળ પ્રયાસો કરનાર તે સમયના ભારતના વાઇસરોય કોણ હતા?
*√લોર્ડ રેડિંગ*

★મોપલા બંડ (1921) કયા પ્રદેશના મુસ્લિમોએ કર્યું હતું?
*√મલબાર*

★અસહકારના આંદોલન દરમિયાન ડિસેમ્બર 1921નું અમદાવાદનું કોંગ્રેસ અધિવેશનના સ્વાગત પ્રમુખ કોણ હતા?
*√હકીમ અજમલખાન*

★ફેબ્રુઆરી 1922માં અસહકારનું આંદોલન મોકૂફ જાહેર થયું.આ પછી રાજદ્રોહના આરોપસર ગાંધીજીને કયા ન્યાયાધીશે 6 વર્ષની કેદની સજા જાહેર કરી હતી?
*√બ્રુમફિલ્ડ*

★1927માં નિમાયેલા સાયમન કમિશનનો મુખ્ય હેતુ?
*√ભારતને જવાબદાર રાજયતંત્ર આપવાની શક્યતાઓ તપાસવાનો*

★બારડોલી તાલુકાની ના-કરની લડત અંગેનો નિર્ણય કોંગ્રેસના કયા અધિવેશનમાં લેવાયો હતો?
*√અમદાવાદ-1921*

★બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજ સરકારે ખેડૂત સત્યાગ્રહીઓના જે પ્રાણીઓ મોટી સંખ્યામાં જપ્ત કર્યા હતા તે-?
*√ભેંસો*

★1930થી શરૂ થયેલ સવિનય કાનૂન ભંગની લડત કઈ સાલમાં સમેટી લેવાઈ હતી?
*√1935*

★સવિનય કાનૂન ભંગની લડતમાં અગત્યનો ભાગ ભજવનાર સ્વાતંત્ર્યસેનાની અરુણા અસફઅલીની મૂળ અટક કઈ હતી?
*√ગાંગુલી*

★1930માં બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરવાની લડતમાં શહીદી વહોરનાર મુંબઈનો સત્યાગ્રહી કોણ?
*√બાબુ ગન્નુ*

★કોમી ચુકાદા વિરુદ્ધ ગાંધીજીએ કુલ કેટલા દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા હતા?
*√21*

★પૂણે સમજૂતી (પૂણે કરાર) અનુસાર પ્રાંતિક ધારાસભાઓમાં પછાત વર્ગના (દલિતો) પ્રતિનિધિઓને માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી હતી?
*√148*

★કઈ સાલમાં વ્યક્તિગત સત્યાગ્રહ સમેટી લેવાયો?
*√1942*

★સિમલા પરિષદ-1945 કોણે બોલાવી હતી?
*√લોર્ડ વેવેલ*

★1946માં નાવિકોનો બળવો કયા બંદરે શરૂ થયો હતો?
*√મુંબઈ*

★કેબિનેટ મિશનના ત્રણ સભ્યો પૈકી શ્રી પેથિક લૉરેન્સ તે સમયના હિન્દી વજીર હતા, સ્ટ્રેફર્ડ ક્રિપ્સ વ્યાપાર ખાતાના અધ્યક્ષ હતા, જ્યારે શ્રી એ.વી.એલેક્ઝાન્ડર ........... ના અધ્યક્ષ હતા?
*√નૌકા વિભાગ*

★1947માં આઝાદી મળી તે સમયે ગાંધીજી કયા શહેરમાં હતા?
*√કલકત્તા*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

💥રણધીર💥
*◆19મી સદીમાં 'મુંબઈ દર્પણ' નામે પ્રથમ મરાઠી અખબાર ચલાવનાર*
〰️બાલશાસ્ત્રી જામ્ભેકર

*◆1851માં દાદાભાઈ નવરોજી દ્વારા પ્રસિદ્ધ પાક્ષિક 'રાશ્ત ગોફ્તાર' કઈ ભાષામાં પ્રસિદ્ધ થયું હતું*
〰️ગુજરાતી

*◆પ્રથમ હિન્દી અખબાર, જે 1826માં પંડિત જુગલકિશોર શુકલના તંત્રીપદે શરૂ થયું*
〰️ઉદન્ત માર્તંડ

*◆રાણી વિક્ટોરિયાને દિલ્હીમાં ભવ્ય દરબાર યોજીને 'ભારતની સામ્રાગ્યી' જાહેર કરનાર*
〰️લોર્ડ કેનિંગ

*◆1879માં ભારતના લોકો ઉપર હથિયાર ધરાવવા સામે પ્રતિબંધ મુકતો 'આર્મ્સ એક્ટ' કયા ગવર્નર જનરલના સમયમાં ઘડાયો*
〰️લોર્ડ લિટન

*◆'ઇલ્બર્ટ બિલ' કઈ બે પ્રજા વચ્ચે કાયદાની સમાનતા સ્થાપિત કરતું હતું*
〰️અંગ્રેજ-ભારતીય

*◆મદ્રાસ મહાજન સભા (1884)ના સ્થાપક કોણ હતા*
〰️વીર રાઘવાચારી

*◆1872માં 'ઇન્ડિયન સોસાયટી' નામે સંગઠનની સ્થાપના કયા મહાનુભાવે કરી હતી*
〰️આનંદ મોહન બોઝ

*◆કઈ વિશ્વક્રાંતિએ ભારતના લોકોને 'સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ'ના વિચારો આપ્યા હતા*
〰️ફ્રેન્ચ ક્રાંતિ

*◆1912માં એ.ઓ.હ્યુમ કયા દેશમાં અવસાન પામ્યા*
〰️ઈંગ્લેન્ડ

*◆1913માં 'ગદર પાર્ટી' કયા દેશમાં સ્થપાઈ હતી*
〰️યુ.એસ.

*◆બાળગંગાધર ટીળકે 'કેસરી' અને 'મરાઠા' એ બંને અખબારો કયા એક જ વર્ષમાં શરૂ કર્યા હતા*
〰️1881

*◆1908માં બાળગંગાધર ટિળક ઉપર અંગ્રેજ સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી તેમને 6 વર્ષની સજા કરી કઈ જેલમાં મોકલી અપાયા હતા*
〰️માંડલે (બર્મા)

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

💥રણધીર💥
*♨️ભારતમાં કયા યુદ્ધથી મુઘલ-અફઘાન સંઘર્ષનો આરંભ થયો*
પાણીપતનું યુદ્ધ

*♨️ભારતમાં કયા યુદ્ધથી મુઘલ-અફઘાન સંઘર્ષનો ઘણું કરીને અંત આવ્યો*
સિરહિંદનું યુદ્ધ

*♨️સૂરવંશની સ્થાપના કોણે કરી હતી*
શેરશાહ

*♨️મોંગલોએ તેમના કયા સરદારના સમયમાં પોતાને માટે મુઘલ (અથવા મોગલ કે મુગલ) શબ્દ વાપર્યો હોવાનો અભિપ્રાય છે*
ચંગીઝખાન

*♨️બાબરનો જન્મ કયા શહેરમાં થયો હતો*
અંદિજાન

*♨️બાબરની માતાનું નામ શું હતું*
કુતલૂક નિગાર

*♨️બાબર કેટલા વર્ષની ઉંમરે ફરઘાનાની ગાદીએ બેઠો હતો*
12

*♨️બાબરનું મૂળ નામ શું હતું*
ઝહીરુદ્દીન મહંમદ

*♨️બાબરે કયા યુદ્ધ દરમિયાન દારૂનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી*
કાનવા (ખાનવા)નું યુદ્ધ

*♨️બાબરની વિદૂષી પુત્રીનું નામ શું હતું*
ગુલબદન બાનુ*

*♨️હુમાયુની માતાનું નામ શું હતું*
માહમ બેગમ

*♨️હુમાયુને મેવાડની કઈ રાણીએ તેના રક્ષણાર્થે રાખડી મોકલી હતી*
કર્ણાવતી

*♨️દિલ્હીના કયા શાસકનું મૂળ નામ ફરીદ હતું*
શેરશાહ

*♨️શેરશાહને કોણે 'શેરખાં'નો ખિતાબ આપ્યો હતો*
બહારખાં લોહાની

*♨️શેરખાને ચુનારના તાજખાનની વિધવા જોડે લગ્ન કર્યા હતા, જેનું નામ શું હતું*લાડ મલિકા

*♨️શેરશાહનું મૃત્યુ કેવી રીતે થયું હતું*
દારૂગોળાના વિસ્ફોટને કારણે ઘાયલ થવાથી

*♨️શેરશાહ કઈ સાલમાં 'શેરશાહ' નામ ધારણ કરી દિલ્હીની ગાદી ઉપર બેઠો હતો*
1540

*♨️કયા વિદ્વાને શેરશાહને 'હિંદી રાષ્ટ્રીયતા'નો પાયો નાખનાર તરીકે મુલવ્યો છે*
પ્રો.કાનુંગો

*♨️અર્વાચીનકાળમાં સૌપ્રથમ ચાંદીના સિક્કાનું ચલણ શરૂ કરનાર શાસક*
શેરશાહ

*♨️ભારતમાં સૌપ્રથમ ઘોડા ઉપર ટપ્પા દ્વારા ટપાલ લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરનાર શાસક*
શેરશાહ

*♨️કયા શાસકને જમીન મહેસુલ અને અન્ય સુધારાઓના સંદર્ભમાં 'અકબરનો પુરોગામી' કહ્યો છે*
હુમાયુ

*♨️સૂરવંશનો સ્થાપક શેરશાહ હતો, જ્યારે તેનો છેલ્લો શાસક કોણ હતો*
સિકંદર સૂર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

💥રણધીર💥
*~🗞Newspaper Current🗞~*

*~Date:-22/05/2020 થી 28/05/2020~*

*●ન્યૂઝીલેન્ડમાં સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ આરામ*

*●RBIએ રેપોરેટ 4.40% થી ઘટાડી 4% અને રિવર્સ રેપોરેટ 3.75% થી ઘટાડી 3.35% કર્યો.*

*●રિલાયન્સ જિયોનો 2.32% હિસ્સો કેકેઆરએ ૱11,367 કરોડમાં ખરીદ્યો.*

*●ફોર્બ્સની યાદી મુજબ જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડી બની.*
*1 વર્ષની કમાણી ૱284 કરોડ*

*●વડનગરમાં બૌદ્ધ ભિક્ષુકના સમાધિ અવસ્થામાં હાડપિંજર મળી આવ્યું.*
*ત્રીજી-ચોથી સદીનો 2 ચોરસ મીટરનો સાંકેતિક બૌદ્ધ સ્તૂપ પણ મળ્યો.*

*●હિટલર સાથે સંકળાયેલા મનાતા મગર 'શનિ'નું મોત*

*●ખગોળશાસ્ત્રના ઇતિહાસની પ્રથમ ઘટના : ફ્રાન્સના ખગોળ વિજ્ઞાનીઓએ નવા ગ્રહના જન્મની અદભુત પ્રક્રિયા જોઈ.*

*●નાસા 'સ્પેસ એક્સ'ના ફાલ્કન-9 ને સમાનવ લોન્ચ કરશે, સરકારની જગ્યાએ ખાનગી કંપની અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલે તેવી વિશ્વની સૌપ્રથમ ઘટના*

*●61 મેચમાં 246 ગોલ કરનારા હોકી ખેલાડી બલવીરસિંઘ સિનિયરનું નિધન*

*●ઓસ્ટ્રેલિયામાં મેગા (માંગા) નામનું વાવાઝોડું ફૂંકાયું.*

*●ઘણા વર્ષોથી અન્ન-જળ વિના જીવતા ચૂંદડીવાળા માતાજી અમર થયા.તેમનું નામ પ્રહલાદ જાની હતું. ચરાડા ગામે નિધન થયું.*

*●ભારતીય આર્મીમાં મહિલા ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા શાંતિદૂત મેજર સુમન ગાવનીનું સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે, દક્ષિણ સુદાનમાં પ્રશંસનીય કામગીરી કરી.*

*●ગેમ્બલિંગના કિંગ ચીનના સ્ટેન્લે હોનું નિધન*

*●ચીને માઉન્ટ એવેરેસ્ટની ઊંચાઈ માપી, 8844.3 મીટર થઈ.*

*●40 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓના સારવાર માટે અમદાવાદમાં 84 ધનવન્તરી ર્થ સેવા શરૂ કરવામાં આવી.*

*●ટીવી અભિનેત્રી પેક્ષા મહેતાએ જીવન ટૂંકાવ્યું.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

💥રણધીર💥
*~🗞Newspaper Current🗞~*

*Date:-29/05/2020 થી 31/05/2020*

*●વિયેતનામમાં ચામ મંદિર સંકુલમાંથી 9મી સદીનું શિવલિંગ મળી આવ્યું.*

*●26 મેએ પાઇલોટ દિવસ મનાવામાં આવે છે.*

*●ચીનની સંસદમાં હોંગકોંગમાં સિક્યુરિટી લૉ લાદતું બિલ પસાર*

*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા અવસ્થામાં 'જગત જનની'ને લખેલા પત્રો પુસ્તકરૂપે આવશે.*

*●ફેસબુકે મ્યુઝિક મેકિંગ એપ કોલેબ લોન્ચ કરી.*

*●ગીતકાર યોગેશ ગૌડનું નિધન*

*●છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન*
*જન્મ:- 29 એપ્રિલ, 1946*

*●દેશના વિખ્યાત જ્યોતિષ બેજન દારૂવાલાનું નિધન*

*●ડેન્માર્કમાં કોરોના ટેસ્ટ કરતો વિશ્વનો પ્રથમ રોબોટ બન્યો.*

*●ચીને વિમાનવાહક જહાજ શાન્દોન્ગનું પરીક્ષણ શરૂ કર્યું.*

*●વાવાઝોડા નિસર્ગ અને હિકાને પગલે ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યું.*

*●31 મે- વિશ્વ તમાકુ નિષેધ દિવસ*



💥રણધીર💥
*~🗞Newspaper Current🗞~*

*~Date:-01/06/2020 થી 04/06/2020~*

*●ઇલોન મસ્કની 'સ્પેસ એક્સ' કંપનીએ નાસાના બે અવકાશયાત્રીઓ બોબ બેકનેહન અને ડગ હર્લીને સફળતાપૂર્વક સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા.*
*ખાનગી કંપનીએ અંતરિક્ષમાં યાન મોકલી કમર્શિયલ અવકાશ ક્ષેત્રનો પ્રારંભ કર્યો.*

*●પ્રસિદ્ધ સંગીતકાર વાજીદ ખાનનું નિધન*

*●બહુરાષ્ટ્રીય નેટવર્ક ડેલોઇટે તાજેતરમાં ઓનલાઈન પેનલનો ઉપયોગ કરીને 18 અને તેથી વધુ વયના લોકોમાં 'ગ્લોબલ સ્ટેટ ઓફ કન્ઝ્યુમર ટ્રેકર' સર્વેક્ષણ હાથ ધર્યું હતું.આ અધ્યયન મુજબ આ અનિશ્ચિત સમયમાં ભારતમાં ગ્રાહકો સૌથી વધુ ચિંતિત રહે છે. આ અનુક્રમણિકામાં ભારત 33ના સ્કોર સાથે ગ્લોબલ કન્સર્ન ઇન્ડેક્સમાં ટોચ પર છે. ભારત પછી મેક્સિકો અને સ્પેન છે.*

*●કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તરાખંડમાં ચંબા ટનલનું ઉદ્દઘાટન કર્યું.ૠષિકેશ-ધારસુ માર્ગ પર ચંબા શહેર હેઠળ 440 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે.*

*●છત્તીસગઢના મુખ્ય પ્રધાને તાજેતરમાં રાજ્યના વનવિભાગના 'લાખની ખેતી' કૃષિ પ્રવૃત્તિ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.*

*●ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક રાજીવ જોશીને ન્યૂયોર્ક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લૉ એસોસિએશન દ્વારા ઇવેન્ટ ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. હાલમાં તે ન્યૂયોર્કના IBM થોમ્સન વોટ્સન રિસર્ચ સેન્ટરમાં કાર્યરત છે.ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું.*

*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેરા જીવન, મેરા યોગ' પ્રતિયોગીતા વીડિયો બ્લોગ દ્વારા શરૂ કરી, જેમાં વિશ્વની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.*

*●શ્રમ અને રોજગાર મંત્રાલયે ટીસીએસ સાથે ભાગીદારીમાં રાષ્ટ્રીય કારકિર્દી સેવાઓ પ્રોજેક્ટ હેઠળ કારકિર્દી પ્રશિક્ષણ આપવાની યોજના ઘડી છે.*

*●નેશનલ જિયોગ્રાફીક ચેનલે પીવાના પાણી અને સેનિટેશન મંત્રાલયના સહયોગથી 'સ્વચ્છ ભારત : સ્વચ્છતા રિવોલ્યુશન ઓફ ઇન્ડિયા' નામની એક ફિલ્મ રજૂ કરી છે.*

*●ચીને તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ભારતમાંથી ડુક્કરનું માંસ, જંગલી ડુક્કર અને ડુક્કરના માંસ સબંધિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મુકશે.*

*●ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ટર્નલ ટ્રેડના આંકડા મુજબ 2019-20 દરમિયાન સિંગાપુર 14.67 બિલિયન અમેરિકી ડોલરના રોકાણ સાથે ભારતમાં સીધા વિદેશી રોકાણમાં સૌથી મોટો સ્ત્રોત છે.*

*●આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયની રાષ્ટ્રીય આંકડા કચેરીએ નાણાકીય વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય આવકનો કામચલાઉ અંદાજ બહાર પાડ્યો છે.આંકડા મુજબ વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.1%ની વૃદ્ધિની તુલનામાં વર્ષ 2019-20 માં 4.2%ની વૃદ્ધિ થઈ છે.*

*●3 જૂન સાઈકલ ડેના દિવસે જ દેશની નામાંકિત કંપની એટલાસ સાઈકિલ્સ (હરિયાણા) લિમિટેડ આર્થિક કટોકટીને પગલે બંધ થઈ ગઈ.*

*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુપરજેટ એર ઇન્ડિયા વન વિમાન અમેરિકામાં બનીને તૈયાર થઈ ગયું.*



💥રણધીર💥
*~🗞 Newspaper Current🗞~*

*Date:- 05/06/2020 થી 13/06/2020*

●ભારતે કયા દેશ સાથે મિલિટરી બેઝનો ઉપયોગ કરવા કરાર કર્યો
*ઓસ્ટ્રેલિયા*

●5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

● ફિલ્મ નિર્દેશક જેમનું હાલમાં નિધન થયું
*બાસુ ચેટરજી*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત માટે 14 હજાર કરોડ રાહત પેકેજની જાહેરાત કરી.

●ધોરણ 1માં છ વર્ષ પુરા થનારને જ પ્રવેશ મળશે.આ અમલ ક્યારથી શરૂ થશે
*જૂન 2023થી*

●તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ સરકારી અહેવાલ મુજબ છેલ્લા 8 વર્ષમાં કેટલા વાઘ મૃત્યુ પામ્યા
*750*
*મધ્યપ્રદેશમાં સૌથી વધુ 173 વાઘના મોત થયા હતા.*

●મેં ખિલાડી તું અનાડી, વિજયપથ, યારાના, કિતને દૂર કિતને પાસ જેવી ઘણી ફિલ્મોમાં ગીત લખનાર ગીતકાર જેમનું હાલમાં નિધન થયું
*અનવર સાગર*

●વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*વડાપ્રધાનના અંગત સચિવ રાજીવ ટોપનો*

●આ વર્ષે ઈન્સ્ટાગ્રામથી સૌથી વધુ કમાણી કરવામાં નંબર વન ભારતીય કોણ છે
*વિરાટ કોહલી*
*વિશ્વમાં છઠ્ઠા ક્રમે*

●તમિલનાડુના મદુરાઈમાં સલૂન માલિક મોહનદાસની પુત્રી જેને UNADAPની ગુડવિલ એમ્બેસેડર ટુ ધ પુઅર બનવાનું બહુમાન મળ્યું તેમનું નામ શું
*નેત્રા*

●1 બિલિયન ડોલર કમાણી કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર કોણ બન્યો
*ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

●એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC)એ 2022 મહિલા એશિયા કપની યજમાની કયા દેશને આપી
*ભારત*

●2020ની ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાણી કરતો એકમાત્ર ભારતીય એક્ટર કોણ છે
*અક્ષય કુમાર*

●મણિપુર, ઝારખંડ તથા મિઝોરમના રાજ્યપાલ રહી ચૂકેલા જેમનું હાલમાં નિધન થયું
*વેદ મારવાહ*

●હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*અનિલ સુરી*

●આર્ચ બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે
*ચિનાબ*

●અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ ક્યારે નોંધાયું હતું
*25 માર્ચ*

●ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા જે આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
*રિચર્ડ ર્ડાકિન્સ એવોર્ડ 2020*

●જાણીતા ગુજરાતી નાટ્ય લેખક જેમનું હાલમાં અમેરિકામાં નિધન થયું
*ઉત્તમ ગડ્ડા*

●લોકડાઉન ખોલનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*ન્યુઝીલેન્ડ*
*પ્રથમ કોરોના મુક્ત દેશ*

●ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા એવોર્ડ કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીને મળ્યો
*માઈકલ ક્લાર્ક*

●અમેરિકામાં અશ્વેત વ્યક્તિના મોતના વિરોધમાં દુનિયાભરમાં દેખાવ થઈ રહ્યા છે એનું નામ શું
*જ્યોર્જ ફ્લોઈડ*

●કયા દેશમાં 2015ના ભૂકંપમાં તૂટી ગયેલી 56 શાળાઓ ભારત નવી બનાવી આપશે
*નેપાળ*

●હાલમાં અમેરિકાના લ્યુસિયાનામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*ક્રિસ્ટોબલ*

●વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર અમેરિકાના પ્રથમ મેન્સ જિમ્નાસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*કર્ટ થોમસ*

●આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનું પ્રથમ મ્યુઝિક આલ્બમ બનશે તેનું નામ શું
*ઈનર વર્લ્ડ*

●વિશ્વના 180 દેશોમાં 32 માપદંડોવાળા પર્યાવરણ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે
*168*
*ડેન્માર્ક ટોપ પર*

●દુનિયાની પ્રથમ એવી મહિલા કઈ બની જેમને અંતરિક્ષમાં પણ લટાર મારી આવી અને સમુદ્રના સૌથી ઊંડા તળિયામાં પણ જઈ આવી
*અમેરિકાની 68 વર્ષીય ડૉ.કેથી સુલીવાન*

●ભારત સરકારે વિદેશથી પરત ફરનારા ભારતીયોની કુશળતાને મેપ કરવા માટે સ્વદેશ પહેલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.SWADESનું પુરુ નામ શું છે
*સ્કીલ્ડ વર્કર્સ અરાઈવલ ડેટાબેઝ ફોર એમ્પ્લોયમેન્ટ*

●ફિનલેન્ડમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*અનુભવી રાજદ્વારી અને વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ પ્રવક્તા રવીશ કુમાર*

●યુનાઇટેડ કિંગડમના ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*ગાયત્રી આઈ.કુમાર*

●ભારતીય લેખિકા કૃતિકા પાંડેએ આ વર્ષે પ્રતિષ્ઠિત કોમન વેલ્થ લઘુવાર્તા પુરસ્કાર જીત્યો છે.આ પુરસ્કાર તેમને લખેલી કઈ લઘુવાર્તા માટે જીત્યો
*ધ ગ્રેટ ઇન્ડિયન ટી એન્ડ સ્નેક્સ*

●દિલ્હી સરકારે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*દિલ્હી કોરોના*

●મહારાષ્ટ્ર સરકારે 'નિસર્ગ' વાવાઝોડાથી પ્રભાવિત કયા જિલ્લા માટે ૱100 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
*રાયગઢ*

●કયો દેશ ભારતને ડીઓસોલ્ટ એવિએશન કંપની દ્વારા બનાવવામાં આવેલા રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ડિલિવરી કરશે
*ફ્રાન્સ*

●કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાલમાં કયા અભિયાનની જાહેરાત કરી
*પ્રિવેન્શન ઓફ હ્યુમન એનિમલ મોર્ટાલિટી ઓન હાઇવેઝ*

●હાલમાં થયેલી સિંહોની વસતી ગણતરીમાં સિંહની સંખ્યા કેટલી થઈ
*674*
*161 નર સિંહ, 260 માદા, 116 પાઠડા, 137 બચ્ચાં*
*પરંપરાગત ગણતરી શક્ય ન હોવાથી પૂનમ અવલોકન પદ્ધતિનો ઉપયોગ કરાયો*
*સિંહનો વિચરણ વિસ્તાર 36% થી વધીને 30 હજાર ચો.કિમી. થયો*

●વૈશ્વિક શિક્ષણ સંસ્થાઓમાં IIT બોમ્બે કેટલામાં ક્રમે છે
*172*

●CII દ્વારા કયા રેલવે જંકશનને ગોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું
*ત્રિચી રેલવે જંકશન*

●તાજેતર
માં ભારતના પૂર્વ ફૂટબોલર જેમનું અવસાન થયું
*હમઝા કોયા*

●કયા રાજ્યની સરકારે કોલેજ શિક્ષણ 100% મફત કરી દેવાનું ક્રાંતિકારી પગલું લીધું છે
*આસામ*

●કયા રાજયમાં દેશના સૌથી મોટા બાયોડાયવર્સીટી પાર્કનું ઉદ્દઘાટન કર્યું
*ઉત્તરાખંડ*

●ફોર્બ્સ મેગેઝીને સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી છે. તેમાં ટોચનું સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે
*કાઈલી જેનર*

●માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડ્યું. ઓવરઓલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન કઈ સંસ્થાનું છે
*IIT મદ્રાસ*
*મિરીન્ડા હાઉસ શ્રેષ્ઠ કોલેજ*
*IISC બેંગલુરુ બેસ્ટ યુનિવર્સિટી*

●નેશનલ ઇન્ડિયન રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જાહેર થયેલા રેન્કિંગમાં સમગ્ર દેશની બિઝનેસ સ્કૂલોમાં કઈ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવ્યો
*IIM અમદાવાદ*

●12 જૂનબાળમજૂરી વિરોધી દિવસ



💥રણધીર💥
*~🗞️Newspaper Current🗞️~*

*Date:-14/06/2020 થી 21/06/2020*

●14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

●F-35A ફાઇટર જેટ ઉડાડનારી સૌપ્રથમ મહિલા પાઈલટ કોણ બની
*✔️અમેરિકી વાયુસેનાની પાઈલટ કેપ્ટન એમિલી થોમ્પસન*

●ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે કોસ્ટ ઈન્ફ્લેશન ઇન્ડેક્સ (CII) કેટલો જાહેર કર્યો
*✔️301*

●હાલમાં ભારતના પૂર્વ ક્રિકેટર જેમનું નિધન થયું
*✔️વસંત રાયજી*

●યુએસ મિલિટ્રી એકેડેમીની પ્રથમ ગ્રેજ્યુએટ શીખ કોણ બની
*✔️ભારતીય મૂળની અનમોલ નારંગ*

●એમ.એસ.ધોની ફિલ્મ ફેમ અભિનેતા જેમને હાલમાં ડિપ્રેશનમાં આપઘાત કર્યો
*✔️સુશાંતસિંહ રાજપૂત*

●ભારત દેશનો સૌથી ઊંચો ગુલાબનો છોડ ક્યાં નોંધાયો જે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે સર્ટી આપ્યું
*✔️ગોધરા (ગુજરાત)*

●અમેરિકામાં ભગવાન હનુમાનની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપના ક્યાં કરવામાં આવી
*✔️ડેલાવેયર રાજ્યના હોકિસનમાં*
*✔️ઊંચાઈ:-25 ફૂટ, વજન :- 30 હજાર કિલો*

●કયા રાજ્યની સરકારે કોવિડના દર્દીઓ સુધી દવા પહોંચાડવા માટે કોરોબોટ રોબોટ વિકસિત કર્યો
*✔️મહારાષ્ટ્ર*

●હાલમાં કિરણ મજુમદાર શૉને કયો ખિતાબ આપવામાં આવ્યો
*✔️ઇવાય વર્લ્ડ એન્ટરપ્રેઈન્યોર ઓફ ધ યર 2020*

●ઉત્તરાખંડે કયા શહેરને ગ્રીષ્મકાલીન રાજધાની ઘોષિત કરી
*✔️ગેરસેન્ડ*

●વર્ચ્યુઅલ અદાલતો દ્વારા સુનાવણી કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️ઉત્તરપ્રદેશ*
*✔️ઉત્તરપ્રદેશ જીઓટેગ કોમ્યુનિટી કિચન શરૂ કરનારું પણ દેશનું પ્રથમ રાજ્ય બન્યું.*

●હાલમાં કયા રાજ્યએ ઓનલાઈન કલાસરૂમ પર પ્રતિબંધ જારી કર્યો
*✔️કર્ણાટક*

●શ્રી ગણેશ અને અમીતા કા અમિતથી સિરિયલના અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️જગેશ મુકાતી*

●કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવાનોને નોકરી અપાવવા માટે નોકરી પોર્ટલ લોન્ચ કર્યું
*✔️પશ્વિમ બંગાળ*

●હિરા ઉદ્યોગમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા રોઝી બ્લ્યુ ડાયમંડ કંપનીના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*✔️અરૂણ મહેતા*

●હાલમાં લદાખની કઈ ઘાટીમાં ભારત-ચીન વચ્ચે સંઘર્ષ થયો
*✔️ગલવાન ઘાટી*

●ગુજરાત આઈટીના ચીફ કમિશનર તરીકે કોની વરણી કરાઈ
*✔️પ્રીતમસિંહ*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમે 2020 માટે 100 ટેકનોલોજી ઓફ કંપનીઓની સૂચિ બહાર પાડી જેમાં કઈ બે ભારતીય સ્ટાર્ટ અપ કંપનીઓ સામેલ થઈ છે
*✔️સ્ટેલ એપ્સ અને જેસ્ટમની*

●અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા
*✔️143મી*

●ભારત સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું કેટલામી વખત અસ્થાયી સભ્ય તરીકે પસંદગી પામ્યું
*✔️8મી વખત*
*✔️192 માંથી 184 મત મળ્યા*

●વતન પરત ફરેલા મજૂરો માટે 50,000 કરોડ રૂપિયાની કયું અભિયાન લોન્ચ કરાશે
*✔️ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન*

●છત્તીસગઢ સરકારે પોલીસ કર્મચારીઓ સંબંધિત આત્મહત્યા ઘટાડવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કર્યું
*✔️સ્પંદન*

●ગૃહ મંત્રાલયે સ્વતંત્ર સેનાનીઓના કલ્યાણ માટે એક સમિતિની ફરીથી રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા છે
*✔️ગૃહ રાજયમંત્રી જી.પી.કિશન રેડ્ડી*

●અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જેમને યુએસની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઘોષિત થયા
*✔️જો બિડેન*

●તાજેતરમાં યુરોપિયન યુનિયન સાથે મુક્ત વ્યાપાર કરારને કયા દેશે બહાલી આપી
*✔️વિયેતનામ*

●ઉત્તરપ્રદેશ કેબિનેટે તાજેતરમાં ગૌવધ નિવારણ (સુધારો) વટહુકમ, 2020ને મંજૂરી આપી. જેના માટે કયા અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે
*✔️ગાય હત્યા અધિનિયમ, 1955*

●તાજેતરમાં કયા રાજ્યમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ કૌશલ પોર્ટલ અને ઓનલાઈન મજૂર રોજગાર વિનિમયની શરૂઆત કરી
*✔️રાજસ્થાન*

●ભારતના વિદેશ પ્રધાન એસ.કે.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિર્વાચિત બેઠક મેળવવાના તેમના અભિયાન માટે 'પંચશીલ' સિદ્ધાંતોનો પ્રારંભ કર્યો હતો. આ પાંચ સિદ્ધાંતો કયા કયા છે
*✔️આદર, સંવાદ, સહકાર, શાંતિ અને સમૃદ્ધિ*

●ટ્વિટરે તાજેતરમાં ભારતમાં નવા ટેસ્ટ ફિચરની શરૂઆત કરી છે. એનું નામ શું છે
*✔️ફ્લીટ્સ*

●નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલિસીના ચેરમેન તરીકે કોની નિમણુક કરાઈ
*✔️ઉર્જિત પટેલ*

●ભારતીય કંપની ગ્લેનમાર્કની કઈ દવાને કોરોનાની સારવારમાં કામ લેવાની મંજૂરી આપવામાં આવી
*✔️ફેવિપિરાવિર*

●રાષ્ટ્રીય બાળ કલ્યાણ એવોર્ડ અને પદ્મશ્રી પ્રાપ્ત પૂર્વ વાણિજ્ય પ્રધાન મનુભાઈ શાહના પત્ની સ્વતંત્ર સેનાની જેમનું હાલમાં નિધન થયું
*✔️વિદ્યાબેન શાહ*

●રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં સાંચોર ગામમાં આકાશમાંથી કેટલા કિલોગ્રામનો ઉલ્કાપિંડ પડ્યો
*✔️2.8 kg.*

●ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સંપત્તિમાં કેટલામાં ક્રમે છે
*✔️64.6 અબજ ડોલરની સંપત્તિ સાથે નવમા ક્રમે*
*✔️જેફ બેઝોસ પહેલા નંબરે*

●21 જૂને ઉજવાતા દિવસો
*✔️વિશ્વ યોગ દિવસ2015થી વિશ્વભરમાં ઉજવાય છે*
*✔️વિશ્વ સંગીત દિવસ1981 થી ઉજવાય છે*
*✔️સેલ્ફી દિવસ*

●ફાધર્સ ડે ક્યારે ઉજવાય છે
*✔️જૂન માસનો ત્રીજો રવિવાર*



💥રણધીર💥
*~🗞️Newspaper Current🗞️~*

*Date:-22/06/2020 થી 30/06/2020*

●હાલમાં મોબાઈલ પશુ દવાખાનાનો ક્યાંથી લોકાર્પણ કરવામાં આવ્યું
*✔️ગાંધીનગર*
*✔️1962 ઇમરજન્સી કોલ*

●કયા રાજયમાં ફરજ વખતે કોરોનાથી મૃત્યુ પામનાર પોલીસોને શહીદનો દરજ્જો આપવામાં આવશે
*✔️મહારાષ્ટ્ર*

●કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020ના વિશ્વના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં કોનો સમાવેશ થયો
*✔️નીતા અંબાણી*

●રણને ફેલાતું અટકાવવા માટે દર વર્ષે કઈ તારીખે વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન એન્ડ ડ્રાટ ઉજવવામાં આવે છે
*✔️17 જૂન*

●મનરેગા અંતર્ગત સૌથી વધુ નોકરી આપનારું રાજ્ય કયું બન્યું
*✔️ઉત્તરપ્રદેશ*

●કયા રાજ્યમાં દર વર્ષે ઉજવાતો શબરીમાલા મહોત્સવ આ વર્ષે કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો
*✔️કેરળ*

●કોવિડ-19ના દર્દીઓની સેવા માટે કયા રાજ્યની સરકારે કર્મીબોટ રોબોટ બનાવ્યા છે
*✔️કેરળ*

●કિર્ગીસ્તાનના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું તેમનું નામ શું
*✔️મુખમલ્દકલી અબીલ ગાઝીઐ*

●ફેસબુકે ઓનલાઈન બાળ યૌન શોષણ રોકવા માટે કયું અભિયાન શરૂ કર્યું
*✔️પ્રોજેક્ટ પ્રોટેક્ટ અભિયાન*

●કયા રાજયમાં હાલમાં રજપર્વ મનાવવામાં આવ્યો
*✔️ઓડિશા*

●હાલમાં ખેલરત્ન પુરસ્કારથી કઈ મહિલા ખેલાડીને સન્માનિત કરવામાં આવી
*✔️આસામની ઉડણપરી હિમા દાસ*
*✔️400 મીટરની દોડમાં 50.79 સેકન્ડમાં પુરી કરવાનો નેશનલ રેકોર્ડ તેના નામે છે*
*✔️તે 2000ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે*
*✔️આ અગાઉ અર્જુન એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂકી છે*

●આયોજન પંચના પૂર્વ સદસ્ય જેમનું હાલમાં અવસાન થયું
*✔️એ.બૈદનાથ*

●કયા રાજ્યની સરકાર દ્વારા ઓપરેશન ડેઝર્ટ ચેઝનો આરંભ કરવામાં આવ્યો
*✔️રાજસ્થાન*

●નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું.

●ડૉક્ટરોનું ઓનલાઈન કન્સલ્ટેશન મેળવવા માટે કઈ એપ બનાવવામાં આવી છે
*✔️આયુ એવમ સેહત સાથી એપ*

●વિશ્વભરમાં કઈ થીમ સાથે યોગ દિવસ મનાવવામાં આવ્યો
*✔️યોગા એટ હોમ-વિથ ફેમિલી*

●ગુજરાતના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️રાજેશ એચ.શુક્લા*

●WWEના સુપરસ્ટાર કુસ્તીબાજ 'ડેડમેન' તરીકે ઓળખાતા અંડરટેકરે નિવૃત્તિ જાહેર કરી. અંડરટેકર કયા દેશનો છે
*✔️અમેરિકા*

●વિદ્યાનગરના આદ્યસ્થાપક ભીખાકાકાનું પૂરું નામ શું છે
*✔️ભીખાભાઇ કુબેરભાઈ પટેલ*

●જાપાને સેકન્ડમાં ચાર લાખ અબજ ગણતરી કરી શકતું ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર બનાવ્યું તેનું નામ શું છે
*✔️ફુગાકુ*

●કેન ફિલ્મ ફેસ્ટિવલ માટે કઈ ગુજરાતી ફિલ્મ પસંદ થઈ
*✔️હેલ્લારો*

●ઉત્તર કોરિયાની તાનાશાહી કીમ જોંગનું સ્થાન તેની નાની બહેન સંભાળશે.તેનું નામ શું છે
*✔️કીમ યો જોંગ*

●ભારતને તાજેતરમાં આયર્લેન્ડ, મેક્સિકો અને નોર્વે સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે. ભારતનો કાર્યકાળ ક્યારથી શરૂ થશે
*✔️જાન્યુઆરી-2021થી*

●ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં જ વર્લ્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. ભારત આ અનુક્રમણિકામાં કેટલામાં ક્રમે છે
*✔️43મા*

●ઓડિશા ગામના લોકો દ્વારા નિર્મિત ટૂંકી ફિલ્મને કોવિડ-19 આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ-2020માં એક વિશેષ જ્યૂરી એવોર્ડ મેળવ્યો છે.આ ફિલ્મનું નામ શું છે
*✔️મૃત્યુપુરા રે જમરાજ*

●મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા IFLOWS-Mumbai નામની પૂર ચેતવણી સિસ્ટમ શરૂ કરવામાં આવી. આ સિસ્ટમ કેટલા કલાક અગાઉથી ચેતવણી રિલે કરશે
*✔️6 થી 72 કલાક*
*✔️ચેન્નઈ પછી મુંબઇ આવી સિસ્ટમ હાંસલ કરનાર બીજું શહેર છે*

●સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ 500 થી વધુ GST અને કસ્ટમ કચેરીઓમાં 'ઈ-ઓફીસ' એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન કોના દ્વારા વિકસાવવામાં આવી છે
*✔️નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)*

●કેન્દ્ર સરકારે 'આરોગ્યપથ' નામનું એક નવું હેલ્થકેર સપ્લાય ચેઇન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે
*✔️વૈજ્ઞાનિક અને ઔધોગિક સંશોધન પરિષદ (CSIR)*

●ડિજિટલ મ્યુઝિક પ્લેટફોર્મ ક્યુકી ડિજિટલ મીડિયાના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ જેમનું હાલમાં મોટરસાયકલ અકસ્માત બાદ અવસાન થયું
*✔️સમીર બંગારા*

●પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ કૃષ્ણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

●ભારતની કેટલી સહકારી બેંકો RBIના સીધા નિયંત્રણ હેઠળ આવશે
*✔️1540*

●મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બનશે
*✔️ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન ક્લેર કોનોર*
*✔️233 વર્ષના ઈતિહાસમાં તે પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે.સંગાકારાનું સ્થાન લેશે.*

●પંજાબ રાજ્યના પ્રથમ મહિલા ચીફ સેક્રેટરી કોણ બન્યા
*✔️વીની મહાજન*

●કયા દેશમાં હાલમાં 700 કિમી.લાંબો વીજળીનો શેરડો નોંધાયો
*✔️બ્રાઝીલ*

●આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવામાં આવે છે
*✔️23 જૂન*

●અમેરિકાએ ઇથોપિયામાં રાજદૂત
તરીકે કોની નિયુક્તિ કરી
*✔️ભારતીય મૂળના ગીતા પાસી*

●કયા રાજ્યની સરકારે કોવિડ-19ના દર્દીઓની ઓળખ કરવા માટે પ્રતિજન પરીક્ષણ શરૂ કરવાની ઘોષણા કરી
*✔️ઉત્તરપ્રદેશ*

●તાજેતરમાં ચીને નવી ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે. તેનું નામ શું છે
*✔️ડીસી/ઈપી*

●શહેરી ગરીબો માટે રોજગાર ગેરંટી યોજના શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️ઝારખંડ*

●હાલમાં કયા દેશમાં કોવિડ વોર્ન એપ શરૂ કરવામાં આવી જેનો ઉદ્દેશ નાગરિકોને કોવિડના ચેપ સામે આગોતરી ચેતવણી આપવાનું છે
*✔️જર્મની*

●વિશ્વ વ્યસન મુક્તિ દિવસ ક્યારે મનાવામાં આવે છે
*✔️26 જૂન*

●નાસાના વડામથકને પ્રથમ આફ્રિકી, અમેરિકી અશ્વેત મહિલા એન્જીનિયરનું નામ આપવામાં આવ્યું.તેનું નામ શું
*✔️મેરી જેક્સન*

●ગુજરાતના 8 જિલ્લા મળી દેશના કેટલા જિલ્લાઓમાં નશામુક્ત ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી
*✔️272*

●આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️માઈકલ માર્ટિન*

●ICC ની એલિટ પેનલમાં સ્થાન મેળવનાર સૌથી યુવા અમ્પાયર કોણ બન્યા
*✔️ભારતના નીતિન મેનન (36 વર્ષ)*

●મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીના કયા સેક્શન અંતર્ગત ભારતનો 59 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ લદાયો
*✔️69-A*

●30 જૂનવર્લ્ડ સોશિયલ મીડિયા ડે અને એસ્ટેરોઈડ ડે (લઘુગ્રહ દિવસ)



💥રણધીર💥
*●ખેલાડીઓની આત્મકથા●*

◆સચિન તેંડુલકરપ્લેઈંગ ઈટ માય વે

◆ટેસ્ટ ઓફ માય લાઈફયુવરાજ સિંહ

◆ધ રેસ ઓફ માય લાઈફમિલ્ખા સિંઘ
*~🗞️Newspaper Current~🗞️*

*Date:-01/07/2020 થી 08/07/2020*

●1 જુલાઈડોક્ટર્સ ડે

●ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની પુનઃનિમણૂક કરવામાં આવી
*✔️હિમાંશુ પંડ્યા*

●દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્કની શરૂઆત ક્યાં શરૂ થઈ
*✔️અમદાવાદ સિવિલમાં*

●IIT મુંબઈના વિદ્યાર્થીઓ અને સંશોધકોએ સ્વદેશી રીસીવર ચિપનું નિર્માણ કર્યું છે તેનું નામ શું
*✔️ધ્રુવ*

●મુંબઈ સ્ટોક એક્સચેન્જ 1.7 ટ્રીલિયન ડોલર સાથે દુનિયાનું કેટલામાં ક્રમનું સૌથી મોટું એક્સચેન્જ બની ગયું છે
*✔️10મા ક્રમનું*

●ચીને બાંગ્લાદેશના ઉત્પાદનોને નિકાસશુલ્કમાં કેટલા ટકાની છૂટ જાહેર કરી છે
*✔️97%*

●પીએમ કેર્સ ફંડમાંથી દરેક રાજ્યોને પ્રવાસી મજૂરો માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે
*✔️૱1000 કરોડની*

●ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માનવ સંશાધન મંત્રાલયે yukti 2.0ના નામે વેબ પોર્ટલ શરૂ કર્યું છે. yuktiનું પૂરું નામ શું
*✔️Young India Combating Covid With Knowledge, Technology and Innovation*

●ભારત રશિયા પાસેથી કયા 12 વિમાન ખરીદશે
*✔️મિગ-29*
*✔️હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસેથી 12 એસયુ-30 એમકેઆઈ વિમાન ખરીદશે*

●દેશમાં ખાનગી રેલગાડીઓનું સંચાલન ક્યારથી થઈ શકે છે
*✔️એપ્રિલ 2023*

●પાંચ ઈંનિંગમાં સદી કરવાનો રેકોર્ડ ધરાવતા વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️એવર્ટન વિક્સ*

●મ્યાનમારમાં કયા વિસ્તારમાં ભૂસ્ખલન થવાથી ઘણા લોકોના મોત થયા
*✔️કચિન પ્રદેશના પેકાન વિસ્તારમાં*

●રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન કયા વર્ષ સુધી રશિયાના પ્રમુખ પદે રહેશે
*✔️2036*

●હાલમાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું તેઓ કયા નામે પ્રખ્યાત હતા
*✔️માસ્ટરજી*

●ફેર એન્ડ લવલીએ નામ બદલીને શુ કર્યું
*✔️ગ્લો એન્ડ લવલી*

●ભારતીય રેલવેએ 251 વેગન સાથે 2.8 કિમી. લાંબી કઈ ટ્રેન દોડાવીને વિક્રમ રચ્યો
*✔️શેષનાગ ટ્રેન*
*✔️નાગપુરથી કોરબા વચ્ચે*

●કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગ અને પૂના સ્થિત IITM વિભાગે 40 કિમી.માં વીજળી પડશે કે કેમ તે દર્શાવવા એપ બનાવી છે. આ એપનું નામ શું
*✔️દામિની*

●વેન્ડર્સની સમૃદ્ધિ માટે એક વિશેષ પહેલ
*✔️પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ)*

●બેડમિન્ટનમાં સુપર ગ્રાન્ડસ્લેમ (9 મેજર ટાઈટલ) જીતનારો એકમાત્ર ખેલાડીએ સંન્યાસ લીધો. તેનું નામ શું
*✔️ચીનનો લિન ડેન*

●ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️શ્રીકાંત માધવ વૈદ્ય*

●વિશ્વના સૌથી મોટા 10,000 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ ક્યાં થયો
*✔️દિલ્હીમાં*

●ભારત અમેરિકા પાસેથી કયા ડ્રોન વિમાનો ખરીદશે
*✔️પ્રિડેટર-બી*

●ઓસ્કર વિજેતા ઈટાલિયન સંગીતકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️એનિઓ મોરિકોન*

●ઈઝરાયેલે કયો જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️ઓફેકે-16*

●એડોર્ડ ફિલિપે ફ્રાન્સના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. તેના સ્થાને નવા વડાપ્રધાન કોણે બનાવવામાં આવ્યા
*✔️જીનકાસ્ટેક્સ*

●કોવિડને ધ્યાને લઇને કયા રાજ્યની સરકારે વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળો આ વર્ષે મોકૂફ રાખ્યો છે
*✔️ઝારખંડ*
*✔️ઝારખંડની સોહરાઈ અને કોહબર આર્ટને GI ટેગ આપવામાં આવેલો છે.*
*✔️ઝારખંડની રાજ્ય સરકારે દૂરદર્શન સાથે મળીને સ્કૂલ સ્ટાર્ટ કરી છે*

●કોરોનાનો કચરો એકત્રિત કરવા કયા શહેરની સ્થાનિક સરકારે પીળા કલરની કચરા પેટી મુકવાનો નિર્ણય કર્યો છે
*✔️ઈન્દોર*

●વર્લ્ડ બેંકે MSME માટે કેટલા મિલિયન ડોલરનો ઇમરજન્સી રિસ્પોન્સ શરૂ કર્યો છે
*✔️750 મિલિયન ડોલર*

●દિલ્હી બાદ કયા રાજ્યની સરકારે પ્લાઝમા બેંક સ્થાપવાની ઘોષણા કરી
*✔️આસામ*

●કોરોનાને કારણે અદાલતો બંધ છે ત્યારે કયા રાજ્યની સરકારે જુનિયર વકીલો માટે ૱3000નું માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે
*✔️તમિલનાડુ*

●ભારતીય રેલવેએ દેશભરના 6000થી વધુ સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સ્થાપવા માટે રેલટેલ સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે. રેલટેલ શું છે
*✔️રેલટેલ એક સાર્વજનિક ક્ષેત્રની અંડરટેકિંગ (PSU) છે જે રેલવે મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે*

●29 જૂન,2020ના રોજ ભારત સરકાર અને વર્લ્ડ બેંકે કયા રાજયમાં શહેરી ગરીબોને પોસાય તેવા મકાનો પુરા પાડવાના કરાર પર હસ્તાક્ષર કર્યા
*✔️તમિલનાડુ*

●પરપ્રાંતીય મજૂરો માટે રોજગારની તકો ઉભી કરવા સમર્પિત કમિશનની રચના કયા રાજ્યએ કરી છે
*✔️મધ્યપ્રદેશ સરકારે*

●મધ્યપ્રદેશ રાજ્ય સરકારે 1 જુલાઈથી કયું અભિયાન શરૂ કર્યું છે જેમાં ડોર ટુ ડોર સરવે કરવામાં આવશે
*✔️કિલ કોરોના*

●ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ દિલ્હીમાં કયો સરવે કરવામાં આવશે જેમાં બ્લડ સેમ્પલનો ઉપયોગ થાય છે
*✔️સેરોલોજીકલ*

●ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISC)ના એન્જીનિયરોની ટીમે કયા પ્રોજેક્ટ હેઠળ સઘન સંભાળ એકમ (ICU) ગ્રેડ વેન્ટિલેટર બનાવ્યું છે
*✔️પ્રોજેક્ટ પ્રાણ*

●સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ડ્રગમુક્ત ભારત : વાર્ષિક એક્શન પ્લાન (2020-21) સૌ
થી વધુ અસરગ્રસ્ત કેટલા જિલ્લાઓ માટે શરૂ કર્યું છે
*✔️272 જિલ્લાઓ*

●કેન્દ્ર સરકારે કરપાત્ર ફ્લોટિંગ રેટ બચત બોન્ડ, 2020 શરૂ કરવાની જાહેરાત કરી છે. જેનો પ્રારંભિક વ્યાજદર કેટલો નક્કી કરવામાં આવ્યો છે
*✔️7.15%*

●ISROને તેના લિક્વિડ કુલિંગ એન્ડ હિટ ગારમેન્ટ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં આ કપડાથી અનુકૂલન રહે છે.



💥રણધીર💥
*~🗞 Newspaper Current🗞~*

*Date:-09/07/2020 થી 13/07/2020*

●'શોલે' ફિલ્મમાં સુરમા ભોપાલીનો રોલ કરીને જાણીતા થયેલા અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*જગદીપ જાફરી*

●સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ વાર્ષિક માછલી ઉત્પાદનમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું
*7.75 લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે તમિલનાડુ*
*ગુજરાત 7.49 લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે બીજા સ્થાને*

●રેડકોરલ કુકરી નામનો દુર્લભ પ્રજાતિનો સાપ કયા રાજયમાં જોવા મળ્યો જે છેલ્લે 1936માં દૂધવા જંગલોમાં જોવા મળ્યો હતો
*ઉત્તરપ્રદેશ*

●CBSE બોર્ડે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મફત પ્રશિક્ષણ માટે કઈ સોસિયલ સાઈટ સાથે સમજૂતી કરી
*ફેસબુક*

●ધ ડાયના એવોર્ડ 2020થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ફ્રિયા ઠકરાલ*
*રાજકુમારી ડાયનાનો વારસો જીવંત રાખવા માટે બ્રિટનની સરકાર 1999થી દર વર્ષે સામાજિક અને માનવતાવાદી કાર્યો કરવા માટે આ એવોર્ડ આપી રહી છે*

●ભારતીય રિઝર્વ બેન્કના ભુતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શુ છે
*ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર*

●તાજેતરમાં કયા દેશે કોલસાનો ઉપયોગ બંધ કરવાની ઘોષણા કરી છે
*જર્મની*

●4 જુલાઈધર્મચક્ર દિવસ , ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન દ્વારા આ દિવસ મનાવામાં આવે છે.

●બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સની યાદી મુજબ મુકેશ અંબાણી વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*નેટવર્થ 5.14 લાખ કરોડ રૂપિયા સાથે આઠમા ક્રમે*

●11 જુલાઈવિશ્વ વસ્તી દિવસ

●ટોપ 100 મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડના રિપોર્ટ અનુસાર જગતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં પ્રથમ ક્રમે કઈ બ્રાન્ડ છે
*416 અબજ ડોલર સાથે એમેઝોન પ્રથમ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એશિયાના સૌથી મોટા સોલર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*મધ્યપ્રદેશના રિવા ખાતે*

●આસામના કયા અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અપગ્રેડ કરવામાં આવશે
*દેહીગ પટકાઈ અભયારણ્ય*

●ભારતનું પહેલું એવું કયું રાજ્ય છે જે મફતમાં આરોગ્ય વીમો આપી રહ્યું છે
*મહારાષ્ટ્ર*

●મહારાષ્ટ્રમાં કેટલા જમ્બો કોવિડકેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે
*ચાર*
*મહારાષ્ટ્રમાં સંજય ગાંધી, ગૂગુમલ તથા નવેગાંવ નેશનલ પાર્ક આવેલા છે*

●ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટી કોણ બન્યા
*અમેરિકન અભિનેતા ડવેન જોનસન*

●બ્રિટનમાં પડદા પર સફળતા મેળવનારા પ્રથમ અશ્વેત અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*અર્લ કેમરન*

●ગોવાના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી જેમનું હાલમાં કોરોનાના કારણે અવસાન થયું
*સુરેશ ઓમાનકર*

●ગોવાના મોલેમ નેશનલ પાર્કને કયુ નામ આપવામાં આવ્યું
*મહાવીર નેશનલ પાર્ક*
*ગોવામાં બોન્ડલા અને કોટિગાંવ અભયારણ્ય આવેલા છે*

●નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને યુવાનોને ડિજિટલ સ્કિલ પ્રદાન કરવા કોની સાથે સમજૂતી કરી
*માઈક્રોસોફ્ટ*

●CBSE બોર્ડે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કેટલા ટકાનો કાપ મુક્યો છે
*30%*

●કોવિડ-19 સ્પેશિયલ ઈન્સ્યોરન્સ મેળવનાર ભારતની પ્રથમ ફિલ્મ કઈ હશે
*તાપસી પન્નુની લૂપ લપેટા*

●દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિ 'રસરંગ'માં 'પરિક્રમા' અને બુધવારની પૂર્તિ 'કળશ'માં તડ ને ફડ'ના કોલમ્નિસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*નગીનદાસ સંઘવી*
*જન્મ:-10-03-1920, સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે*
*નિધન:-12-07-2020*
*2019માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો*

●કઈ અમેરિકન કંપનીએ જિઓમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
*ક્વોલકોમ*
*0.15% શેર ખરીદશે*

●તાજેતરમાં કયા દેશોને શીતળા મુક્ત જાહેર કરવામાં આવ્યા
*માલદીવ અને શ્રીલંકા*

●તાજેતરમાં કયા પતંગિયાને ભારતનું સૌથી મોટું પતંગિયું ઘોષિત કરવામાં આવ્યું
*ઉત્તરાખંડમાં જોવા મળતું ગોલ્ડન બર્ડવિંગ*

●કયા રાજ્યએ કોરોના વિશે સટીક માહિતી આપવા માટે દ્રષ્ટિ અને બેરોજગાર યુવાનો માટે હોપ વેબ પોર્ટલ શરૂ કર્યું
*ઉત્તરાખંડ*

●હાલમાં ભારતના કયા બોક્સર IABA રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહ્યા
*અમિત પંઘાલ*

●કયા રાજયમાં દરવર્ષે લાઈવહરોવા તહેવાર મનાવામાં આવે છે
*મણિપુર*
*મિતેઈ જાતિના લોકો ઉમંગલાઈ નામના પરંપરાગત દેવતાને પ્રસન્ન કરવા પ્રયાસ કરે છે*

●કયા દેશમાં બલિ ચડાવાતા પશુઓ માટે ડિજિટલ હાટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું
*બાંગ્લાદેશ*

●તમામ ઘરોમાં LPG કનેક્શન પહોંચાડનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*હિમાચલ પ્રદેશ*

●ભારતે કયા દેશમાં સંસ્કૃત વિદ્યાલયનું નિર્માણ કર્યું
*નેપાળ*

●કયા દેશમાં દુનિયાની સૌથી પહેલી ગોલ્ડપ્લેટેડ હોટેલ બનાવવામાં આવી
*વિયેતનામ*

●2 જુલાઈવિશ્વ ખેલ પત્રકાર દિવસ

●વિઝડન મેગેઝીને ભારતના સૌથી કિંમતી ખેલાડી કોણે ઘોષિત કર્યા
*રવિન્દ્ર જાડેજા*

●ક્રેડિટ રેટિંગ એજન્સી ફિન્ચના અનુમાન મુજબ 2022માં ભારતનો GDP ગ્રોથ કેટલા ટકા રહેશે
*8%*

●પાકિસ્તાને પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ તરીકે કોની નિમણૂક કરી
*નિગાર જૌહર*

●પાકિસ્તાની મહિલા ક્રિકેટર જેને હાલમાં સંન્યા