સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥CURRENT🔥~*

*🗞Date:-01/02/2020🗞👇🏻*

*📝1 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*તારી આંખનો અફીણી : વેણીભાઈ પુરોહિત*
*પૂરું નામ:-* વેણીભાઈ જમનાદાસ પુરોહિત
*જન્મ:-* 1 ફેબ્રુઆરી, 1916 , જામખંભાળિયા
*નિધન:-* 3 જાન્યુઆરી, 1980
તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈ અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું.
'બે ઘડી મોજ' સામયિકથી પોતાની કારકિર્દી શરૂ કરી.
પત્રકાર તરીકે જન્મભૂમિ જેવા અનેક સામયિકોમાં પણ તેમણે કામ કર્યું.
ગોફણ ગીતા શીર્ષકથી કોલમ પણ લખતા હતા.
*મુખ્ય રચનાઓ:-*
*કવિતા:-* સિંજારવ, ગુલઝારે શાયરી, આચમન, દીપ્તિ , સહવાસ - (બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ)
*વાર્તા સંગ્રહ:-* અત્તરના દીવા, વાંસનું વન તથા સેતુ જેવા વાર્તા સંગ્રહો રચ્યા છે.
તે સિવાય વેણીભાઈનું યોગદાન છંદોબદ્ધ કવિતાઓ અને બાળ કથાકાવ્યોના ક્ષેત્રે પણ ખરું.
વેણીભાઈએ 'અખા ભગત' અને 'સંત ખુરશીદાસ' ઉપનામથી સર્જનો કર્યા હતાં.
'કંકુ' ફિલ્મના બધા ગીતો વેણીભાઈએ લખ્યા છે.
નાનકડી નારનો મેળો, ઝરમર , અમારા મનમાં , પરોઢિયાની પદમણી જેવા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.
એમના વિસામો અને કાવડિયો જેવા ભજનો ગાંધીજીને પણ પસંદ હતા.


●કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ (IBM)ના CEO તરીકે કોની નિમણૂક કરી
*અરવિંદ ક્રિષ્ના*

●ભારતની સોફ્ટવેર કંપની વિપ્રોના CEO અને એમડી જેમને હાલમાં રાજીનામું આપવાની જાહેરાત કરી
*આબિદ અલી નિમુચવાલા*

●કયા રાજયમાં ચાપચાર કૂટ મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે
*મિઝોરમ*
*દર વર્ષે મિઝોરમ વાસીઓ તેમના વનોની સાફસફાઈ કરે છે તે પણ વસંત ઋતુમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે*
*સાફસફાઈની આ પ્રક્રિયાને ઝૂમ ઓપરેશન કહેવામાં આવે છે*

●13મો ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ ક્યાં રમાઈ રહ્યો છે
*દક્ષિણ આફ્રિકા*
*દક્ષિણ આફ્રિકામાં બીજી વખત*

●ગ્લોબલ સ્પેશિયલ મોબિલિટી ઇન્ડેક્સમાં કયા દેશે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે
*નોર્વે*
*ભારતે 76મું સ્થાન મેળવ્યું છે*
*આ ઇન્ડેક્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે*

●બેડમિન્ટનના મહિલા ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2020ના વિજેતા કોણ બન્યા
*થાઈલેન્ડની મહિલા બેડમિન્ટન પ્લેયર રત્ચાનોક ઈન્તાનોન*

●યુરોપિયન યુનિયન (EU)માંથી બ્રિટનની વિદાયને યુરોપિયન સાંસદોએ કેટલા મતથી મંજૂરી આપી
*તરફેણમાં 621 અને વિરુદ્ધમાં 49 મત*
*બ્રિટન 1973માં યુરોપિયન યુનિયન સાથે જોડાયું હતું*
*બ્રિટન અલગ થયા પછી EU માં સભ્ય દેશોની સંખ્યા 27 થશે*

●વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોના વાઇરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-02/02/2020👇🏻~*

*📝2 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લોકહૃદયની રાજકુમારી : રાજકુમારી અમૃતકૌર*
*જન્મ:-* 2 ફેબ્રુઆરી, 1889, લખનૌમાં
*નિધન:-* 6 ફેબ્રુઆરી, 1964
પંજાબ પ્રદેશના રાજા હરનામસિંઘના 8 સંતાનો પૈકી એકમાત્ર દીકરી
તેઓ પ્રથમ ભારતીય મહિલા હતા કે જેમને ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું હતું.
પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ દેશમાં
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા.
તે ટેનિસના સારા ખેલાડી હતા.ટેનિસમાં તેમણે અનેક ઇનામ જીતેલા.
તેઓ કોંગ્રેસના સક્રિય સભ્ય બન્યા અને ગાંધીજીનું અનુસરણ કરી તે પ્રમાણે કાર્ય કરતા.
આઝાદી બાદ તેઓ જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં જોડાયા અને આરોગ્ય ખાતાના કેબિનેટ પ્રધાન બન્યા.
તેઓ 1950માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પ્રમુખ તરીકે ચૂંટાયા.
તેઓ રેડક્રોસ સોસાયટીના ચેરપર્સન તરીકે 14 વર્ષ રહ્યા.
1957 સુધી આરોગ્ય પ્રધાન તરીકે કામગીરી બજાવી.

આજે સ્વામી રામદાસ, રાજકોટ નરેશ લાખાજીરાવ તથા બર્ટ્રાન્ડ રસેલની પુણ્યતિથિ છે.


●મેરીટાઇમ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે
*લોથલ*

●સાંસ્કૃતિક મ્યુઝિયમ ક્યાં બનાવામાં આવશે
*ધોળાવીરા*

●નર્મદા જયંતિની ઉજવણી ક્યારે કરવામાં આવે છે
*મહા સુદ સાતમે*

●ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સનું ટાઈટલ કોણે જીત્યું
*અમેરિકાની 21 વર્ષીય સોફિયા કેનિન*
*પ્રથમવાર ચેમ્પિયન બની*
*સ્પેનની ગરબાઈન મુગુરુઝાને હરાવી*

●બલ્ગેરિયામાં આયોજિત મિસિસ ગ્રાન્ડ યુનિવર્સમાં યુરોપ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટ કોણે જીતી
*50 વર્ષીય યકોતરીના યેજીનાએ*

●નાણાંમંત્રી નિર્મલા સિતારમને અત્યાર સુધીની સૌથી લાંબી 160 મિનિટ સુધીની બજેટ સ્પીચ આપી.
2 કલાક 13 મિનિટ સાથે અગાઉનો વિક્રમ જસવંતસિંહના નામે હતો.

●નાણાંમંત્રી નિર્મલા સિતારમને 3 કલાકના ભાષણ દરમિયાન 13,275 શબ્દો બોલ્યા.
મનમોહન સિંહ 1991ના બજેટમાં 18,650 શબ્દો બોલ્યા હતા.સૌથી વધુ શબ્દો બોલવાનો વિક્રમ હજુય અતુટ



*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*🗞Date:-03/02/2020🗞👇🏻*

*📝3 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પાકિસ્તાની ચળવળ : બહાદુર યાર જંગ*
*મૂળ નામ:-* મુહમ્મદ બહાદુર ખાન
*જન્મ:-* 3 ફેબ્રુઆરી, 1905 હૈદરાબાદના જમીનદાર પરિવારમાં
*નિધન:-* 1944
હૈદરાબાદ નિઝામે તેમને નવાબ બહાદુર યાર જંગનું ઉપનામ આપ્યું હતું.
તેમનો ઉછેર તેમની દાદીએ કર્યો હતો.
યુવાવસ્થામાં બહાદુર જંગે સામાજિક સેવાઓ થકી પોતાની નેતાગીરી શરૂ કરી હતી.
તેઓ અદભુત વક્તા અને ભણેલા-અભણ શ્રોતાઓ પર જાદુઈ અસર ઉપજાવી શકતા હતા.
તેઓ કવિ, ઇસ્લામી ચિંતક ઉપરાંત કુશળ સંગઠક પણ હતા.
1938માં મજલિશ-એ-ઇત્તેહાદુલ મુસલમીન સંસ્થાના પ્રમુખ બન્યા અને જીવનપર્યંત આ હોદ્દા પર રહ્યા.
યુવાઓમાં ઇસ્લામિક ચેતનાનો સંચાર કરનાર બહાદુર યાર જંગનું હુક્કામાં ઝેર આપવાથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.


●ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) પુરુષમાં કોણ ચેમ્પિયન બન્યું
*સર્બિયાનો નોવાક જોકોવિચ (8મી વખત ચેમ્પિયન)*
*ડોમિનિક થિએમને હરાવ્યો*

●ચીને કયા શહેરમાં માત્ર 10 દિવસમાં હોસ્પિટલ તૈયાર કરી
*વુહાનમાં*
*2,69,000 ચો.ફૂટમાં*

●અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ જેમની હાલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી
*રણજીત બચ્ચન*

●ડિફેન્સ એક્સપો 2020 ક્યાં યોજવામાં આવ્યો
*ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં*

●કયા દેશે ઈઝરાયેલ-અમેરિકા સાથેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું
*પેલેસ્ટાઈન*
*પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ :- મહમૂદ અબ્બાસ*

●રાષ્ટ્રીય મતદાતા દિવસ અને રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે મનાવામાં આવે છે
*25 જાન્યુઆરી*

●કયા રાજ્યએ કૃષિ વ્યવસાયમાં રોકાણની સુવિધા આપવા માટે વિશ્વ બેંક પાસેથી 21 કરોડ ડોલરની લોન લેવા માટે સમજૂતી કરી
*મહારાષ્ટ્ર*

●પ્રથમ પશુ યુદ્ધ સ્મારક ક્યાં સ્થાપિત કરવામાં આવશે
*મેરઠમાં*

●કયા રાજ્યની સરકારે દર શનિવારે તમામ શાળાઓમાં બંધારણની પ્રસ્તાવના વાંચવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે
*મધ્યપ્રદેશ*

●તાજેતરમાં મેઘાલયે કેટલામા રાજ્ય દિવસની ઉજવણી કરી
*48મા*

●WBTI (વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ ટેન્ઝઇનીશીએટિવ)ના કુલ 97 દેશોના સર્વેક્ષણમાં કયા દેશે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે
*શ્રીલંકા*

●વિશ્વ તીરંદાજી સંઘે ભારત પર મૂકેલો પ્રતિબંધ હટાવી દીધો છે.

●ગુજરાતના હરમીત દેસાઈએ પ્રથમવાર નેશનલ ટેબલ ટેનિસ ટાઈટલ જીત્યું.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-04/02/2020🗞👇🏻~*

*📝4 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*મિલે સૂર મેરા તુમ્હારા : પંડિત ભીમસેન જોશી*
*જન્મ:-* 4 ફેબ્રુઆરી, 1922ના રોજ કર્ણાટકના ગડગ પાસેના રોણ ગામે
*નિધન:-* 24 જાન્યુઆરી, 2011
માતા પિતાના સોળ સંતાનોમાં સૌથી મોટા હતા.
પંડિતજીએ બાલ્યાવસ્થામાં કિરાના ધરાનાના ગાયક અબ્દુલ કરિમ ખાને ગાતા જોઈ ગાયકીની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
તેઓ ઘણા રાગોમાં નિપુણ હતા.
તેમનો સંબંધ કિરાના સંગીત ઘરાનાથી હતો.
તેઓ 'ખ્યાલ' ગાયિકીના નિષ્ણાત હતા.
તેમણે ગંધર્વ વિદ્યાલયમાંથી શિક્ષણ મેળવેલ તેમજ ઠુમરી તથા ભજનોમાં તેમની સારી પકડ હતી.
તેમના લોકપ્રિય ગીતોમાં 'પિયા મિલન કી આશ' અને 'મિલે સૂર મેરા તુમ્હારા' નો સમાવેશ થાય છે.
તેઓએ 'કલાશ્રી' તથા 'લલિત ભટિયાર' રાગોનું સર્જન કરેલ.
હાર્મોનિયમ અને તાનપુરા સંગત કરાતા શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી.
11 વર્ષની ઉંમરે શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે ઘર છોડી ત્રણેક વર્ષ ઉત્તર ભારતમાં ફર્યા, ખિસ્સામાં પૈસા ન હોય તો ઉછીના પૈસે પણ રેલવેમાં મુસાફરી કરતા.
આખરે ધારવાડમાં સવાઈ ગાંધર્વ મહારાજના રૂપમાં તેમને ગુરુ મળી ગયા.
1941 થી 2000 એટલે કે લગભગ 59 વર્ષ સુધી સંગીત ક્ષેત્રે સક્રિય રહેનાર પંડિત ભીમસેને પહેલો કાર્યક્રમ 19 વર્ષની વયે આપ્યો હતો.
પદ્મશ્રી, પદ્મભૂષણ, સંગીત નાટક અકાદમી, ફિલ્મ સંગીતનો રાષ્ટ્રીય પુરસ્કાર અને ભારત રત્ન જેવા એવોર્ડથી તેમનું સન્માન થયું હતું.

આજે લોક કલાકાર બાબુભાઇ રાણપરા, બીરજુ મહારાજનો પણ જન્મદિવસ છે.


●ખોડિયાર જયંતિ ક્યારે ઉજવાય છે
*મહા સુદ આઠમ*

●વહીદા રહેમાનને મધ્યપ્રદેશ સરકાર કયા સન્માનથી સન્માનિત કરશે
*કિશોર કુમાર સન્માન 2018*

●સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચેરમેન પદે કેન્દ્ર સરકારે કોની નિમણૂક કરી
*એમ.અજિતકુમાર*

●તાજેતરમાં સામાજિક કાર્યકર્તા વિદ્યા બાલનું અવસાન થયું. તેઓ કયા રાજ્યના જાણીતા નારીવાદી લેખિકા હતા
*મહારાષ્ટ્ર*

●કયા રાજ્યમાં ત્રણ દિવસીય નર્મદા મહોત્સવ મનાવવામાં આવ્યો
*મધ્યપ્રદેશ*

●ગાન્ગોમ બાલાદેવી ભારતના સર્વપ્રથમ પ્રોફેશનલ ફુટબોલર બન્યા છે. તેઓ કયા રાજ્યના છે
*મણિપુર*

●એટલાન્ટિક મહાસાગર પાર કરનારી વિશ્વની સૌપ્રથમ બધિર વ્યક્તિ કોણ બન્યા છે
*તરણવીર ઓબ્રાયન*

●ગૂગલે કોરોના વાયરસ માટે SOS (સેલ અવર સોલ) એલર્ટ લોન્ચ કર્યું છે.

●આઇમર મુન ઓસ્કર ગેસ્ટ સગ્મેન્ટમાં ઓરકેસ્ટ્રા આયોજિત કરનારી દુનિયાની પ્રથમ મહિલા બનશે.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
Photo from Mahi Arohi
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-05/02/2020🗞👇🏻~*

*📝5 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*માનવશાસ્ત્રી આર્થર કિથ*
*જન્મ:-* 5 ફેબ્રુઆરી, 1866 સ્કોટલેન્ડ
*નિધન:-* 7 જાન્યુઆરી, 1955 બ્રિટનમાં
મેડિકલની પદવી મેળવી હતી.
1888માં ખાણ કંપનીમાં મેડિકલ અધિકારી તરીકે કારકિર્દી શરૂ કરનાર આર્થર કિથ યુનિવર્સિટીઓમાં પ્રોફેસર પણ રહ્યા હતા.
મેડિકલ ક્ષેત્રમાં તેમણે હદયના પેસમેકરની શોધ કરી હતી.
માનવ અવશેષોના આધારે સંશોધન એ કિથના અભ્યાસનું વિશેષ કાર્યક્ષેત્ર રહ્યું હતું.તેના આધારે કિથે માનવવિકાસ અને આધુનિક રાષ્ટ્રવાદની થિયરી રજૂ કરી હતી.
રાષ્ટ્રવાદ વિશેની તેમની વિચારણા પછી કિથ આધુનિક રાષ્ટ્રવાદના જનક બન્યા હતા.
આર્થર કિથના સંશોધન કાર્યોનું 'નાઈટ'નો ઇલકાબ અને રોયલ એન્થોપોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનના બે વાર અધ્યક્ષ એમ સન્માન થયું હતું.


●ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ડિફેન્સ એક્સપો 2020માં કેટલા દેશની કંપની શસ્ત્ર પ્રદર્શન કરશે
*70 દેશની 165 કંપની*

●અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ સેમી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ભારત કેટલામી વાર ફાઇનલમાં પ્રવેશ્યું
*સાતમી વાર*

●ભારતીય કોસ્ટગાર્ડે કર્ણાટકના મેંગલુરુમાં કઈ હાઈસ્પીડ બોટ શરૂ કરી
*સી-448*
*સી-448 એક ઈન્ટરસેપ્ટર બોટ છે, જેનો ઉપયોગ દરિયાકાંઠે પેટ્રોલિંગ અને બચાવ કામગીરી માટે કરવામાં આવશે*

●ઈસરોએ ગ્રામ પંચાયતના સભ્યો સાથે મળીને કામ કરવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો
*ભુવન પંચાયત 3.0*

●કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાન દ્વારા કરવામાં આવેલી ઘોષણા મુજબ , એક રાષ્ટ્ર , એક રેશનકાર્ડ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. હાલમાં આ યોજના 1 જાન્યુઆરી, 2020થી દેશભરના કેટલા રાજ્યોમાં કાર્યરત છે
*12 રાજ્યોમાં*

●ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં બજેટ બનાવવાની પ્રક્રિયામાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે
*આસામ*
*ઓડિશાને બીજા અને આંધ્રપ્રદેશને ત્રીજો ક્રમ મળ્યો છે*
*ગોવા, મહારાષ્ટ્ર અને પંજાબને બજેટ બનાવવાની પ્રક્રિયાની દ્રષ્ટિએ ખૂબ જ નીચો રેન્ક મળ્યો છે*

●રણજી ટ્રોફીમાં 12 હજાર રન કરનારો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*વસીમ જાફર*

●ભારતીય થિયેટર કલાકાર સંજના કપૂરને કયા ફ્રેન્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવશે
*નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ*
*ફ્રેન્ચ સંસ્કૃતિ પ્રધાન : ફ્રેકન રાયસ્ટર*

●રિપબ્લિક ડે 2020ની પરેડમાં કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ ઈનામ મળ્યું
*આસામ*
*ઉત્તરપ્રદેશ અને ઓડિશા સંયુક્ત રીતે બીજા ક્રમે*

●ભારતીય બેકન એસોસિએશનના નવા મુખ્ય કાર્યકારી અધિકારી કોણ બન્યા
*પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ મહેતા*
*ભારતીય બેકન એસોસિએશન એક ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાઓનું જૂથ છે.તેની સ્થાપના 26 સપ્ટેમ્બર,1946ના રોજ થઈ હતી.તેનું મુખ્ય મથક મુંબઈમાં છે*

●કયા રાજ્યની વિધાનસભાએ રાજ્ય વિધાન પરિષદને રદ કરવાનો ઠરાવ પસાર કર્યો છે
*આંધ્રપ્રદેશ*

●71મા પ્રજાસત્તાક દિને મહારાષ્ટ્ર સરકારે કઈ યોજના શરૂ કરી છે
*શિવ ભોજન થાળી યોજના*
*આ યોજના અંતર્ગત ગરીબ લોકોને 10 ૱માં ભોજન આપવામાં આવશે*


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
🦠 Novel Corona 🔬
*🏹શ્રીમદ્ ભગવદ્ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ🏹*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●મહાભારતના કુલ 18 અધ્યાય છે જે પૈકી છઠ્ઠો પર્વ ભીષ્મ પર્વ છે.આ ભીષ્મ પર્વના અધ્યાય નં.૨૫ થી ૪૨ ના કુલ અઢાર અધ્યાય એ જ આપણી શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા.*

*●ગીતાના ૧૮ અધ્યાય છે.કુલ ૭૦૦ શ્લોકો છે.૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ બોલ્યા છે. ૮૫ શ્લોક શ્રી અર્જુન, સંજય ૩૯ શ્લોક અને ૧ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.*

*●ગીતાના કુલ અક્ષર ૨૪,૪૪૭ છે અને કુલ શબ્દો ૯૪૧૧ છે.*

*●શ્રીમદ્દ ભગવદગીતાનો સીધો, સાદો સરળ અર્થ થાય છે - શ્રીકૃષ્ણ ભગવાને ગાયેલું ગીત.*

*●શ્રી વેદવ્યાસે આ ભગવદગીતાને શ્લોક બદ્ધ કરી , વેદવ્યાસનું મૂળ નામ શ્રીકૃષ્ણ બાદરાયણ અથવા શ્રીકૃષ્ણ દ્વૈપાયન છે. બદરી (બોરડી) વનમાં જન્મ્યા એટલે બાદરાયણ અને બે દ્વીપ (ટાપુ) વચ્ચે જન્મ્યા એટલે દ્વૈપાયન કહેવાયા અને વેદોનો વિસ્તાર કર્યો માટે વેદવ્યાસ કહેવાયા.*

*●ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ છે પરંતુ આખી ગીતામાં એક પણ વખત 'હિન્દુ' શબ્દ વપરાયો નથી.એ જ દર્શાવે છે કે ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે.*

*● ગીતા માત્ર ચાર વ્યક્તિનો જ સંવાદ છે : શ્રીકૃષ્ણ, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર.*

*● ગીતામાં શ્રીકૃષ્ણ ઉવાચ : ૨૮ , અર્જુન ઉવાચ : ૨૧ , સંજય ઉવાચ : ૯ અને ધૃતરાષ્ટ્ર ઉવાચ : ૧ વખત આવે છે. જેથી કુલ ઉવાચ ૫૯ વખત આવે છે.*

*● શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ છે. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ છે.સંજયના પિતાજી ગવલ્ગણ પણ સારથિ હતા.યોગાનુયોગ શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદ્રષ્ટિ આપે છે તો વેદવ્યાસ સંજયને દિવ્યદ્રષ્ટિ આપે છે.*

*● ઇ.સ.પૂર્વે ૩૧૦૨માં માગશર સુદ ૧૧ અગિયારસના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ૮૯ વર્ષ ૨ માસ અને ૭ દિવસની ઉંમરે મહાભારત યુદ્ધ વખતે કુરુક્ષેત્ર મેદાનની વચ્ચોવચ આ ગીતા અર્જુનને કહી હતી.*

*●ગીતામાં શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, સખા, દાસ્ય, પાદ સેવન અને આત્મનિવેદન એમ નવેનવ નવધા ભક્તિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.*

*●સમગ્ર વિશ્વના મુખ્ય ૨૮ ધર્મો છે જેમાં એકમાત્ર ધર્મગ્રંથ શ્રીમદ ભગવદગીતાની જન્મજયંતી દર વર્ષે ૮ ડિસેમ્બર રંગેચંગે ઉજવવામાં આવે છે. જે ગૌરવ લેવા જેવી વાત છે.*

*●એકમાત્ર ગીતા જ એવો ધર્મગ્રંથ છે જેનો અનુવાદ વિશ્વની તમામ ભાષામાં થયો છે.*

*●ગીતામાં અલગ અલગ કુલ ૩૦ (ત્રીસ) યોગોનું વર્ણન છે.*

*●ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ 'ધર્મક્ષેત્ર' છે અને છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ 'મમ' છે.*

*●ગીતાને પાંચમો વેદ પણ કહેવાય છે.*

*●મહાભારતના ૧૮ પર્વ છે. ૧૮ દિવસ યુદ્ધ ચાલ્યું. ગીતાના ૧૮ અધ્યાય છે.ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાનના કુલ ૧૦૮ નામ છે. ગીતામાં સુંદર ૧૦૮ સુવાક્યો છે.શ્રીમદ ભગવદગીતા - શીર્ષકના કુલ અક્ષર ૯ છે.શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ગીતાને શ્લોકબદ્ધ કરનારનું નામ પણ ૯ અક્ષરનું છે.ગીતામાં નાના મોટા મળી કુલ ૮૦૧ વિષયોને આવરી લેવાયા છે. યોગ વિશે ગીતામાં કુલ ૫૪ શ્લોકો છે.ગીતામાં શ્રીકૃષ્ણની કુલ ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતાના કુલ ૧૮ નામ છે. આ બધા જ અંકોનો સરવાળો ૯ થાય છે.*

*●ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાન ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ શબ્દ ૩૭ વખત, બ્રહ્મ ૩૫ વખત, શાસ્ત્ર ૪ વખત, મોક્ષ ૭ વખત, ઈશ્વર શબ્દ ૬ વખત, પરમેશ્વર શબ્દ ૭ વખત અને ધર્મ ૨૯ વખત આવે છે.*

*●ગીતામાં ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદના છે.જ્યારે બાકીના ૫૫ શ્લોકો અલગ અલગ છંદોમાં આવેલા છે.*

*●ગીતામાં મુખ્ય ૩ વિષય છે - કર્મ, જ્ઞાન, ભક્તિ. ૧ થી ૬ અધ્યાય કર્મપ્રધાન, ૭ થી ૧૨ ભક્તિપ્રધાન અને ૧૩ થી ૧૮ જ્ઞાનપ્રધાન છે.*

*●ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો ૧૧મો શ્લોક છે જ્યાંથી ગીતા ઉપદેશ શરૂ થાય છે. ગીતા ઉપદેશ ૧૮માં અધ્યાયના ૬૩માં શ્લોકના 'ઇતિ' શબ્દથી પૂર્ણ થાય છે.એવો શાસ્ત્રકારોનો મત છે.*

*●ગીતાનો છેલ્લો શ્લોક જબરદસ્ત છે. જેમાં 'ર' અક્ષર તેર વખત, ય - અક્ષર ચાર વખત, ત્ર - ત્રણ વખત, ધ અક્ષર ત્રણ વખત આવે છે. તેમ છતાં અનુષ્ટુપ છંદ જળવાય છે.*

*●ગીતાનો એક શ્લોક વાંચતા માત્ર દસ સેકન્ડ થાય છે.૭૦૦ શ્લોક માટે ૭૦૦૦ સેકન્ડના હિસાબે આખી ગીતા એકી બેઠકે વાંચતા માત્ર બે કલાક જ થાય છે.*

*●ગુજરાતી ભાષામાં ગીતાના ભાષ્યના ૨૫૦ પુસ્તકો ઉપલબ્ધ છે.*

*~🙏🏽જયશ્રી કૃષ્ણ🙏🏽~*

*~ક્ષત્રિયબંધુ પાક્ષિકમાંથી~*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-06-07/02/2020📰~*

*📝6 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કવિ પ્રદીપ*
*જન્મ:-* 6 ફેબ્રુઆરી, 1915 , મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે બડનગરમાં
*નિધન:-* 11 ડિસેમ્બર, 1998
લખનૌથી સ્નાતક થયા.
5 દાયકાની કવિ કારકિર્દી દરમિયાન 70 થી વધુ ફિલ્મો અને 1700 થી વધુ ગીતો લખ્યા.
*તેમના કેટલાક યાદગાર ગીતો:-*
આજ હિમાલય કી ચોટી સે હમને લલકારા હૈ, દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ.
ચલ ચલા રે નૌજવાન
આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો એ ધરતી હૈ બલિદાન કી
દે દી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ
મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી

લતા મંગેશકર દ્વારા 'એય મેરે વતન કે લોગો' ગવાયા પછી પંડિત નહેરુની આંખમાં આવેલા આંસુ વગેરે કવિ પ્રદીપના સર્જનોનું સન્માન છે.
રાષ્ટ્રકવિ, દાદાસાહેબ ફાળકે સન્માન, સંગીત નાટક અકાદમી એવોર્ડ, સ્મૃતિ ટપાલ ટિકિટ જેવા પ્રદીપને સન્માન અપાયા છે.

*📝7 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભોજપુરીના પહેલા સુપરસ્ટાર : સુજિત કુમાર*
*જન્મ:-* 7 ફેબ્રુઆરી, 1934 , બનારસમાં
*નિધન:-* 5 ફેબ્રુઆરી, 2010
તેમને અભિનેતા બનવાની સહેજ પણ ઈચ્છા નહોતી.
તેઓ ક્રિકેટમાં રસ ધરાવતા હતા અને ઈંગ્લેન્ડમાં ભણી વકીલાત કરવા માંગતા હતા.
કોલેજમાં એક નાટ્યસ્પર્ધા દરમિયાન જાણીતા કલાકાર ફની મજુમદારે તેમનો અભિનય જોયો અને તેમનો હિન્દી ચલચિત્ર જગતનો રસ્તો પ્રશસ્ત થયો.
તેમની પહેલી ફિલ્મ હનીમૂન કરી.
40 વર્ષમાં 150થી વધુ હિન્દી ફિલ્મો અને 20 થી વધુ ભોજપુરી ફિલ્મો કરી.
તેમની જાણીતી ફિલ્મોમાં લાલ બંગલા, હમરાહી, ચરસ, દેશ-પરદેશ, બર્નિંગ ટ્રેન, કામચોર, આરાધના, ઇત્તેફાક, હાથી મેરે સાથી, અમર પ્રેમ, મેરે જીવન સાથી, રોટી, મહેબૂબા, અવતાર, આખિર ક્યો, અમૃત વગેરે.

આજે મહાન સાહિત્યકાર ચાર્લ્સ ડિકન્સ નો જન્મદિવસ અને દિનકર ભોજકની પુણ્યતિથિ છે.


●રામ મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રસ્ટની જાહેરાત કરી. 15 સભ્યોના આ ટ્રસ્ટનું નામ શું હશે
*શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર*

●પોતાનું FM રેડિયો સ્ટેશન શરૂ કરનારું દેશનું પ્રથમ કોર્પોરેશન શહેર કયું બનશે
*અમદાવાદ*

●કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટી એવોર્ડ કયા રાજ્યની એસટી બસને મળ્યો
*ગુજરાત*

●સ્પેસ સ્ટેશનમાં 328 દિવસ રહી સૌથી વધુ સમય અવકાશમાં રહેવાનો વિક્રમ કઈ અવકાશયાત્રીએ નોંધાવ્યો જે હાલમાં પૃથ્વી પર પાછી ફરી
*નાસાની અવકાશયાત્રી ક્રિસ્ટીના કોય*

●કોરોના વાઈરસ અંગે સમગ્ર વિશ્વને ચેતવનાર ડૉકટર જેમનું હાલમાં વાઈરસને કારણે જ મોત થયું
*ડૉ.લી વેનલિયાંગ*

●ડિફેન્સ એક્સપો 2020માં DRDOએ ડ્રાઈવર વગરની ઓટોમેટિક કાર રજૂ કરી તેનું નામ શું છે
*AUGV*

●હોલીવુડ અભિનેતા અને માઈકલ ડગ્લાસના પિતા કર્ક ડગ્લાસનું નિધન.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-08/02/2020🗞👇🏻~*

*📝8 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પ્રથમ મહિલા જ્ઞાનપીઠ વિજેતા : આશાપુર્ણા દેવી*
*જન્મ:-* 8 ફેબ્રુઆરી, 1909ના રોજ પશ્ચિમ બંગાળમાં કોલકાતા પાસે પોટલદંગામાં
*નિધન:-* 13 જુલાઈ, 1995
તેમણે 13 વર્ષની ઉંમરે લેખનનો પ્રારંભ કર્યો.
15 વર્ષની વયે તેમના લગ્ન થયા.
તેમની પહેલી કૃતિ 'જલ ઓર જામુન' વાર્તા સંગ્રહ હતો.
1937માં તેમની પ્રથમ બંગાળી નવલિકા 'પત્નીઓ પ્રેયસી' અમૃતબજાર પત્રિકામાં પ્રગટ થઈ.
સમગ્ર જીવન દરમિયાન 225થી વધુ કૃતિઓનું સર્જન કર્યું.જેમાં 200 જેટલી નવલિકાઓ, 25 બાળ પુસ્તકો, 24 થી વધુ નવલિકા સંપાદન ગ્રંથો પ્રકાશિત કર્યા.
1945માં 'પ્રેમ પ્રયોજન' નામની નવલકથા પ્રગટ થઈ.
ટાગોર પુરસ્કારથી સન્માનિત થયેલી પ્રથમ 'પ્રતિશ્રુતિ' નામની તેમની નવલકથામાં નિમ્ન સ્તરમાં જન્મેલી નાયિકા પર થતા માનસિક અત્યાચારોની રજૂઆત કરવામાં આવી હતી.
ભારત સરકાર તરફથી 'પદ્મશ્રી'નો ખિતાબ આપવામાં આવ્યો.
1977 માં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર હતા.
તેમના લેખનનો પ્રધાન સૂર નારી જીવન અને કુંટુંબ જીવનની સમસ્યાઓનું ચિત્રણ છે.


*ડૉ.ઝાકીર હુસૈન*
*જન્મ:-* 8 ફેબ્રુઆરી, 1897 હૈદરાબાદમાં
*નિધન:-* 3 માર્ચ, 1969
1952માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
1956 થી 1958 સુધી યુનેસ્કોની કાર્યકારિણીમાં ભારતના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું.
1962માં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને 1967માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા.
તેમણે 'કેપિટાલિઝમ' અને 'એસે ઇન અંડરસ્ટેન્ડિંગ' તેમજ હિન્દી ભાષામાં 'શિક્ષા' નામે પુસ્તકો પણ લખ્યા છે.
*ભારતના રાષ્ટ્રપતિ તરીકે👇🏻*
સમય:-1967 થી 1969
તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.
તેઓએ ઉપરાષ્ટ્રપતિ પદ પણ શોભાવેલું છે.
તેઓ રાષ્ટ્રપતિના હોદ્દા પર સૌથી ઓછો સમય પસાર કરનાર રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિના હોદ્દા પર અવસાન થયું હોય તેવા ડૉ.ઝાકીર હુસૈન પ્રથમ રાષ્ટ્રપતિ છે.
તેઓ જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના સહસ્થાપક હતા.
ઇ.સ.1948માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ પદે રહી ચૂક્યા હતા.
વર્ષ 1963માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમણે પદ્મવિભૂષણ સન્માન પણ આપવામાં આવ્યું હતું.

આજે નામી ગઝલકાર જગજિત સિંહ અને ઉસ્તાદ ફૈયાઝ ખાનનો પણ જન્મદિવસ છે તથા ગુજરાત યુનિવર્સિટીના તેજસ્વી અર્થશાસ્ત્રી પ્રોફેસર બી.આર.સિનોયની પુણ્યતિથિ છે.


●આસામમાં પહેલીવાર અલગ બોડોલેન્ડની માંગ ક્યારે ઉઠી હતી
*1966-67માં*

●'ગૂગલ મેપ્સ'ના 15 વર્ષ પુરા થયા.તેની શરૂઆત ક્યારે થઈ હતી
*8 ફેબ્રુઆરી, 2005*

●દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ કઈ તારીખે મનાવામાં આવે છે
*4 ફેબ્રુઆરી*

●ભારતનો સૌથી મોટો ગ્રામીણ ટેકનોલોજી ઉત્સવ ક્યાં યોજાયો હતો
*તેલંગણા*

●કોમન વેલ્થ રાષ્ટ્રોના સંગઠનનું 54મું સદસ્ય કયો દેશ બન્યો
*માલદીવ*

●કોના પુસ્તકને માતૃભૂમિ બુક ઓફ ધ ઈયરની ખિતાબ આપવામાં આવ્યો
*વિનોદ શુક્લ*

●કયા રાજ્યની સરકારે કોરોના વાઈરસને રાજ્ય સંકટ ઘોષિત કર્યો
*કેરળ*

●કોલકાતામાં તટીય સુરક્ષા અભ્યાસ યોજાયો હતો.તેને શું નામ આપવામાં આવ્યું
*માલ્ટા અભિયાન*

●ઈરાકના નવા વડાપ્રધાન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*મહંમદ અલ્લાવી*

●સમગ્ર એશિયામાં જાપાન પાસેથી સૌથી વધુ લોન મેળવનાર કંપની કઈ બની
*એન.ટી.પી.સી.*

●21મો કાલાઘોડા ઉત્સવ ક્યાં ઉજવાઈ રહ્યો છે
*મુંબઈ*

●દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે (વિશ્વ જલપ્લાવિત ભૂમિ દિવસ) કઈ તારીખે મનાવામાં આવે છે
*2 ફેબ્રુઆરી*

●પેન ગૌરીલંકેશ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*પત્રકાર યુસુફ જમિલ*

●એસ.ડી.જી.ઇન્ડિયા ઇન્ડેક્સ 2019માં કયા રાજ્યએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
*તેલંગણા*

●ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 9મો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે. તેને શું નામ આપવામાં આવેલ છે
*સમપ્રીતિ*

●અમદાવાદ લો ગાર્ડન ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 'હેપી સ્ટ્રીટ'નું લોકાર્પણ કર્યું. ટુ-વ્હીલરના પાર્કિંગ માટે 20 અને કાર માટે 50૱ ચૂકવવા પડશે.

●સ્માર્ટ સિટી મિશન યોજના હેઠળ અમદાવાદને ચંદીગઢ, સુરતને સહારનપુર, વડોદરાને મુરાદાબાદને સ્માર્ટ સિટી બનાવવાની જવાબદારી મળી.ભારત સરકારે આ યોજના કયા વર્ષે લોન્ચ કરી હતી
*2015માં*

●સોમાલિયામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી.

●તાજેતરમાં કવિ અજમલ સુલ્તાનપુરીનું નિધન થયું.

●તાજેતરમાં સાહિત્યકાર શશી શર્માનું નિધન થયું.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🔥ઉત્તરાર્ધ મહોત્સવ🔥*

મોઢેરાના પ્રખ્યાત સૂર્યમંદિરના પ્રાંગણમાં પ્રતિ વર્ષ જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. જે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ છે.
આ મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
મહોત્સવ દરમિયાન સમગ્ર સૂર્યમંદિરને શણગારવામાં આવે છે.
મોઢેરા સૂર્યમંદિર ભીમદેવ પહેલા દ્વારા પુષ્પાવતી નદીના કિનારે ઈરાની શૈલીમાં બનાવવામાં આવ્યું. તેના પરથી કર્કવૃત નામની રેખા પસાર થાય છે.

💥રણધીર💥