સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🌈પંચ મહોત્સવ🌈*

પંચમહાલ જિલ્લાના પાવાગઢ 52 શક્તિપીઠમાનું એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે.
ધાર્મિક આસ્થા અને પ્રકૃતિના સાનિધ્યની વચ્ચે ગુજરાત દ્વારા દર વર્ષે અહીંયા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ચાંપાનેર શહેર ચાંપાની યાદમાં વનરાજ ચાવડાએ બનાવેલું.ત્યારબાદ મહમદ બેગડાએ અહીંયા જામા મસ્જિદનું નિર્માણ કરાવેલું.
2004 માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની યાદીમાં તેને સ્થાન આપવામાં આવ્યું.

💥રણધીર💥
*🏜કચ્છ રણોત્સવ🏜*

2006થી કચ્છના ધોરડો રણ વિસ્તારમાં ડિસેમ્બર માસમાં કચ્છ રણોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
રેતી વિનાના કચ્છના રણ પ્રદેશ ચંદ્રની શીતળતામાં સફેદ ચાદર ઓઢીને સુતા હોય તેવું દ્રશ્ય નયનરમ્ય લાગે છે.
ભુજના હમીરસર તળાવના કાંઠે કચ્છ કાર્નિવલનું સમાપન થાય છે.
અમિતાભ બચ્ચન દ્વારા 'ખુશ્બૂ ગુજરાત કી'માં કચ્છની આગવી વિશેષતાને બતાવવામાં આવેલી છે.

💥રણધીર💥
*હરિયાળી ક્રાંતિ*
----------------------------
-તેલ છે પીળું
*પીળી ક્રાંતિ : તેલીબિયાં ઉત્પાદન*

-ટામેટાં છે લાલ
*લાલ ક્રાંતિ : ટામેટાં ઉત્પાદન*

-બટેટા છે ગોળ
*ગોળ ક્રાંતિ : બટેટા ઉત્પાદન*

-બાગમાં છે સોનું
*સોનેરી ક્રાંતિ : બાગાયતી પાકો*

-માછલી છે વાદળી
*વાદળી ક્રાંતિ : મત્સ્ય ઉત્પાદન*

-ઝીંગા છે ગુલાબી
*ગુલાબી ક્રાંતિ : ઝીંગા ઉત્પાદન*

-દૂધ છે શ્વેત(સફેદ)
*શ્વેત ક્રાંતિ : દૂધ ઉત્પાદન*

*રજત ક્રાંતિ : ઈંડા ઉત્પાદન*


💥રણધીર ખાંટ💥
*મુખ્ય મથક ધરાવતા ગુજરાતના જિલ્લાઓ*

કચ્છભૂજ
ગીર-સોમનાથવેરાવળ
દેવભૂમિ દ્વારકાખંભાળિયા
બનાસકાંઠાપાલનપુર
સાબરકાંઠાહિંમતનગર
અરવલ્લીમોડાસા
ખેડાનડિયાદ
પંચમહાલગોધરા
નર્મદારાજપીપળા
તાપીવ્યારા
મહીસાગરલુણાવાડા
ડાંગઆહવા


💥રણધીર ખાંટ💥

*ગુજરાતમાં સ્થાપના અને અથાપક*

કિસાન મજદૂર લોકપક્ષચીમનભાઈ પટેલ

અમૂલ ડેરી (આણંદ) અને સેવક સમાજ(આણંદ)ત્રિભોવનદાસ પટેલ

પ્રથમ ઇજનેરી કોલેજ(વલ્લભ વિદ્યાનગર)ભાઈલાલભાઈ પટેલ

નિહારિકા ક્લબબચુભાઇ રાવત

ગાંધર્વ નિકેતન (ભરૂચ)પંડિત ઓમકારનાથ ઠાકુર

કલાયતન(વલસાડ)ભીખુભાઇ ભાવસાર

સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)નંદન મહેતા

અષ્ટછાપ વિદ્યાપીઠ(અમદાવાદ)વિઠ્ઠલદાસ બપોદર

ગુજરાત કલાસંઘ(અમદાવાદ)રવિશંકર રાવળ

શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ (અમદાવાદ)રસિકલાલ પરીખ

વાસ્તુશિલ્પબાલકૃષ્ણ દોશી

ગુજરાત કલા મંદિર(ગોંડલ)મહંમદ અશરફ ખાન

ભરત નાટયપીઠ મંડળીજશવંત ઠાકર

ઈન્ડિયન નેશનલ થિયેટર (INT)દામુભાઈ ઝવેરી

નાટ્યસંપદાકાંતિ મડિયા

એલેમ્બિક કેમિકલ વર્કસત્રિભુવનદાસ ગજ્જર

હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર(પાટણ)પુણ્યવિજયજીમુનિ

આર્યોદય સ્પીનિંગ મિલ(અમદાવાદ)મંગળદાસ ગિરધરદાસ

કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ)અંબાલાલ સારાભાઈનો સંગ્રહ

💥રણધીર ખાંટ💥

એચ.એલ.કોલેજ (અમદાવાદ)અમૃતલાલ હરગોવિંદદાસ

ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)જીવરાજ શાસ્ત્રી

હડાણા લાઈબ્રેરીવાજસુરવાળા દરબાર

શેક્સપિયર સોસાયટીસંતપ્રસાદ ભટ્ટ

શ્રુતિ સંગીત સંસ્થારાસબિહારી દેસાઈ

નૃત્ય ભારતીઈલાક્ષી ઠાકોર


💥રણધીર ખાંટ💥

*ભારતમાં પ્રથમ મહિલા*


પ્રથમ મહિલા વિદેશ મંત્રીશ્રીમતી ઈન્દિરા ગાંધી

સ્વતંત્ર રૂપે પ્રથમ મહિલા વિદેશ મંત્રીશ્રીમતી સુષ્મા સ્વરાજ



પ્રથમ મહિલા IASઅન્ના જ્યોર્જ

પ્રથમ મહિલા IPSકિરણ બેદી



સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજફાતિમા બીબી

હાઈકોર્ટના પ્રથમ મહિલા જજલીલા શેઠ (હિમાચલ પ્રદેશ)



એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલાબચેન્દ્રી પાલ

એવરેસ્ટ પર બે વાર ચઢનાર પ્રથમ મહિલાસંતોષ યાદવ



ઈંગ્લીશ ખાડી પાર કરનાર પ્રથમ મહિલાઆરતી સહા

ઈંગ્લીશ ખાડી ઝડપથી તરનાર પ્રથમ મહિલાઅનિતા સૂદ



મિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલારીટા ફારિયા

મિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલાસુષ્મીતા સેન



ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલાકર્ણમ મલેશ્વરી (બ્રોન્ઝ),(વેઇટ લીફટીંગ, 2000-સિડની)

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ મહિલાકલમજીત સિદ્ધુ



વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટહરિતા કૌર દયાલ

પ્રથમ મહિલા એરલાઇન પાયલોટદુર્ગા બેનરજી

પ્રથમ મહિલા વ્યયસાયિક પાયલોટપ્રેમા માથુર



અરુંધતી ભટ્ટાચાર્યભારતીય સ્ટેટ બેન્કના પ્રથમ મહિલા અધ્યક્ષ

અરુંધતી રોયબુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા



💥રણધીર ખાંટ💥
*💃લોક નૃત્ય💃*

રૌફજમ્મુ કાશ્મીર
ગીધા અને ભાંગડાપંજાબ
કાલમેલી અને ઘુમરરાજસ્થાન
ડાંડિયાગુજરાત અને ઉત્તર પ્રદેશ
તમસામહારાષ્ટ્ર
ઠુમરીઉત્તર પ્રદેશ
ગરબો અને ભવાઈગુજરાત
યક્ષગાનકર્ણાટક
બીહુઆસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

કુચીપુડીઆંધ્રપ્રદેશ
ભરતનાટ્યમતમિલનાડુ
મણિપુરીમણિપુર
કથ્થકલીકેરળ
કથ્થકઉત્તરપ્રદેશ
ઓડિસીઓરિસ્સા
મોહિનીઅટ્ટમકેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

ખરીફ પાક (ચોમાસુ)
જૂનથી ઓક્ટોબર

રવી પાક (શિયાળુ)
નવેમ્બરથી માર્ચ

જાયદ પાક (ઉનાળુ)
માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

ગુજરાત:-
ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

રાજસ્થાન:-
મેવાતી,થરપાકર

આંધ્રપ્રદેશ:-
દેવાતી

હરિયાણા:-
હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

ગુજરાત:-
બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

હરિયાણા:-
નીલ,રાવી,મર્ગ

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
ભદવારી

મહારાષ્ટ્ર:-
નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

ગુજરાત:-
કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
જમુનાપુરી

રાજસ્થાન:-
મારવાડી

પંજાબ:-
બીટલ

હિમાચલ પ્રદેશ:-
અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
40-60% કાર્બન

(4)પીટ:-
40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICKએબીલીપી*

*ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

તાપ વિદ્યુત - 80%
જળવિદ્યુત ઊર્જા- 12-14 %
પરમાણુ ઊર્જા- 3%
અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જાતમિલનાડુ
🔹ભરતી ઊર્જાગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જાહિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જાગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
80 કિમી.

(4)આયનાવરણ
200 કિમી.

(5)બાહ્યાવરણ
400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.


💥રણધીર ખાંટ💥
*💵વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની SHORT TRICK💴*

'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો

*LESE (લેસે)*
L - લેબેનોન
E - ઈંગ્લેન્ડ
S - સિરિયા
E - ઈજિપ્ત



'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો

*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*

ઓ - ઓસ્ટ્રેલિયા
કે - કેનેડા
તા - તાઇવાન
ઉ(u) - USA
ન્યૂ - ન્યુઝીલેન્ડ
ફ્રી - ફીજી
ઝ - ઝિમ્બાબ્વે
હે - હોંગકોંગ



'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો

*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*

P - પાકિસ્તાન
M - મોરેશિયસ
શ્રી - શ્રીલંકા
N - નેપાળ
Bha - ભારત

ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.



'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો

*BIS*

B - બ્રાઝીલ
I - ઈરાન
S - સાઉદી અરેબિયા



'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો

*KFC*

K - ક્યૂબા
F - ફિલિપાઈન્સ
C - ચિલી



'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો

*K JULI (ok જુલી)*

K - કુવૈત
J - જોર્ડન
U - યુગોસ્લાવિયા
L - લિબિયા
I - ઈરાક



ગ્રીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.



નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન

સ્વીડન દેશનું ચલણી નાણું - ક્રોના



*દેશ અને ચલણી નાણું*

અફઘાનિસ્તાન અફઘાણી

ઇઝરાયેલ શેકેલ

ઇથિયોપિયા બીર

દક્ષિણ આફ્રિકારેન્ડ

નાઇજિરિયા નાઈરા

પોલેન્ડ ઝલોટી

બલગેરિયા લેવ

બાંગ્લાદેશટકા

મ્યાનમારક્યાત

કંબોડીયા રિએલ

ઘાનાસેદી

ચીન યુઆન

જાપાનયેન

તુર્કી લીરા

થાઈલેન્ડબેહટ

ભૂટાનગુલ્ટ્રમ

મલેશિયારિંગિટ

વિયેતનામડોંગ

સંયુક્ત આરબ અમિરાતદિરહામ

યુગાન્ડાશિલિંગ

રશિયારૂબલ

રોમેનિયાલેઉ

હંગેરીફોરિંટ


💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-09-10/02/2020🗞👇🏻~*

*📝9 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પ્રથમ ગુજરાતી મહિલા અનુસ્નાતક : વિનોદીની નીલકંઠ*
*જન્મ:-* 9 ફેબ્રુઆરી, 1907
*પિતા:-* રમણભાઈ નીલકંઠ
*માતા:-* વિદ્યાગૌરી નીલકંઠ
*દાદા:-* મહિપતરામ રૂપરામ
*પતિ:-* મનુભાઈ પરીખ
*નિધન:-* 29 સપ્ટેમ્બર, 1987
અમદાવાદમાં જ પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ પ્રાપ્ત કર્યું.
1930માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર સાથે અનુસ્નાતક (એમ.એ)થયા હતા.
બાળપણમાં માત્ર 12 વર્ષની ઉંમરે જ 'શિશુમંડળ' નામે એક મંડળ શરૂ કર્યું હતું અને 'મુકુલ' નામે હસ્તલિખિત માસિક પત્ર શરૂ કર્યું.
એકવીસ વર્ષની વયે 'રસદ્વાર' નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું અને એ પુસ્તક દ્વારા તેમણે સાહિત્ય જગતમાં પ્રવેશ મેળવ્યો.
1924માં અંગ્રેજી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી.
1928માં ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી વિષય તેમજ ગુજરાતી વિષય સાથે બી.એ.થયા.
તે સમયે ગુજરાતી સમાજમાં તેઓ સૌપ્રથમ મહિલા અનુસ્નાતક હતા.
તેમની વ્યવસાયી કારકિર્દી અમદાવાદ મ્યુ.હાઈસ્કૂલમાં હેડ મિસ્ટ્રેટ અને એસએનડિટી યુનિ. માં પ્રાધ્યાપિકા તરીકે રહી હતી.
1934માં ચીન, જાપાન, સિંગાપોર તથા સિલોનનો પ્રવાસ કર્યો.
ગુજરાત સમાચારમાં ઘરઘરની જ્યોત શીર્ષકથી સ્ત્રીઓના લખાણો વિશેની કોલમ વર્ષો સુધી ચલાવી.
ગુજરાત વિદ્યાસભાએ તેમનું 'ગુજરાતી અટકોનો ઇતિહાસ' નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
અનુવાદ સાહિત્યમાં તેઓએ બર્ટાન્ડ રસેલના પુસ્તક કોકેસ્ટ ઓફ હેપ્પીનેસનો ગુજરાતીમાં 'સુખની સિદ્ધિઓ' નામે અનુવાદ કર્યો.જેમ ઓસ્ટીનની નવલકથા પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસને પરાજિત પૂર્વગ્રહ નામે અનુવાદ કર્યો.
તેમની ટૂંકી વાર્તાનાં પણ ચાર પુસ્તકો પ્રસિદ્ધ થયાં. આરસીની ભીતરમાં, કાપાર્સી અને બીજી વાતો, દિલદરિયાવના મોતી અને અંગૂલીનો સ્પર્શ.
1956માં મહાગુજરાત ચળવળમાં મહત્ત્વનો ભાગ લીધો.
તેમણે સમાચારપત્રોમાં સતત ચાલીસ વર્ષ સુધી ગુણવત્તાસભર કોલમ પણ ચલાવી હતી.

આજે પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઈ પટેલનો જન્મદિવસ તથા અભિનેત્રી શોભના સમર્થ, બાબા આમ્ટે અને સાહિત્યકાર દોસ્તોયેવ્સ્કીની પુણ્યતિથિ છે.


*📝10 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*જગન્નાથ શંકરસેટ*
*જન્મ:-* 10 ફેબ્રુઆરી, 1803
*નિધન:-* 31 જાન્યુઆરી, 1865
મુંબઈ અને થાણા વચ્ચે દોડેલી પહેલવહેલી ટ્રેનમાં 45 મિનિટની મુસાફરી કરનાર
મુંબઈમાં નેટિવ એજ્યુકેશનનો પાયો નાંખનાર, સ્ત્રી શિક્ષણના હિમાયતી, મોટા સખાવતી અને મુંબઈમાં જાહેરજીવનની મોટાભાગની પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપનાર
અત્યંત ધનિક કુંટુંબમાં જન્મેલા જગન્નાથ, દાદાની ઇચ્છા વિરુદ્ધ વ્યાપારમાં ઝંપલાવી મોટા બિઝનેસમેન બન્યા, આરબો અને અફઘાનો સાથે પણ વેપાર કરતા.પુષ્કળ ધન કમાયા અને તેનો સુયોગ્ય ઉપયોગ પ્રજા કલ્યાણ અને ભાવિ સમાજના નિર્માણ માટે કર્યો.તેમાં શિક્ષણ વાહનવ્યવહારનો વિકાસ એ એક દીર્ઘદ્રષ્ટા તરીકે તેમની પ્રાથમિકતા હતી.
મુંબઈમાં રેલવે નાંખવી જોઈએ તેવો પ્રસ્તાવ મૂકનાર તેઓ શરૂના ભારતીયો પૈકી એક હતા અને રેલવે દોડતી થઈ તે પછી રચાયેલ ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા રેલવેના માત્ર બે ભારતીય ડીરેક્ટરો પૈકી એક જગન્નાથ હતા.
અંગત સખાવત દ્વારા મુંબઈમાં સ્કૂલ સોસાયટીનો પાયો નાખ્યો.


●CBIના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*મનોજ શશીધરન*

●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 અનુસાર નાગરિકોને ન્યાય આપવાની ક્ષમતામાં ભારતના 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે
*8મું*

●તાજેતરમાં બ્રિટન પર કયું વાવાઝોડું ત્રાટક્યું
*કિઆરા*

●પ્રથમ પ્લાસ્ટિક કેફે ક્યાં શરૂ કરાયું
*દાહોદમાં*
*પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ચ્હા મળશે*

●ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર આધારિત 'પહલા ગિરમિટિયા' નામની નવલકથા લખનાર પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકાર જેમનું હાલમાં અવસાન થયું
*ગિરિરાજ કિશોર*
*'ઢાઈ ઘર' નામની નવલકથા માટે 1992માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા*

●ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આખા દેશમાં ચેરના સૌથી વધુ વૃક્ષો કયા જિલ્લામાં વધ્યા છે
*જામનગર*
*45.50 ચો.કિમી.નો વધારો નોંધાયો*

●અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતને હરાવી કઈ ટીમ પહેલીવાર ચેમ્પિયન બની
*બાંગ્લાદેશ*
*અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર સાતમો દેશ બન્યો*

●ટેસ્ટ મેચમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર કોણ બન્યો
*પાકિસ્તાનનો 16 વર્ષીય ફાસ્ટ બોલર નસીમ શાહ*

●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-11/02/2020🗞👇🏻~*

*📝11 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*થોમસ આલ્વા એડિસન*
*જન્મ:-* 11 ફેબ્રુઆરી, 1847ના રોજ અમેરિકાના ઓહિયોના મિલાનમાં
*નિધન:-* 18 ઓક્ટોબર, 1931
થોમસનો પૈત્રુક પરિવાર ડચ અને પરંપરાથી તેમનું ઉપનામ એડિસન હતું.
શિક્ષણના પ્રારંભે શિક્ષકે થોમસને 'મંદબુદ્ધિના બાળક' કહ્યા હતા.
તેમની માતાને અંજલિ આપતા થોમસે કહ્યું હતું કે, એક મહાન માતાએ કમજોર બાળકને સદીનો મહાન વૈજ્ઞાનિક બનાવ્યો.
એડિસને તાર કર્મચારી તરીકે પણ કામ કર્યું હતું.
અદ્ભૂત કલ્પનાશક્તિ અને સખત પરિશ્રમના બળે અનેક શોધખોળો કરી. અનેક ભાવિ શોધ માટે પીઠીકા રચી હતી.
તેમની મુખ્ય શોધોમાં વિદ્યુત બલ્બ અને ફોનોગ્રાફનો સમાવેશ થાય છે.
તે સિવાય 1093 પેટન્ટ તેમના નામે રજીસ્ટર્ડ થઈ હતી.
"સૌથી મોટી કમજોરી હાર માની લેવામાં છે, સફળ થવાનો ઉપાય વધુ એકવાર પ્રયત્ન કરવામાં છે." *થોમસ આલ્વા એડિસન*

આજે જમનાલાલ બજાજ, ફખરુદિન અલી અહમદ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારની પુણ્યતિથિ છે.


●92મા ઓસ્કર એવોર્ડ વિતરણ સમારોહમાં ઇતિહાસમાં પહેલીવાર અંગ્રેજીમાં ન બની હોય એવી કઈ ફિલ્મને બેસ્ટ મુવીનો ઓસ્કર એવોર્ડ મળ્યો
*પેરસાઈટ*
*આ ફિલ્મને ચાર એવોર્ડ મળ્યા : બેસ્ટ મુવી, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીન પ્લે અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ*
*આ દક્ષિણ કોરિયાની ફિલ્મ છે*
*ડાયરેક્ટર : બોન્ગ જૂન હો*
*પેરસાઈટ ભારતમાં રિલીઝ થયેલી પ્રથમ કોરિયન મુવી છે*
*બેસ્ટ એક્ટર એવોર્ડ જોકિંગ ફોનિક્સને 'જોકર' ફિલ્મ માટે*
*ભારતે મોકલેલ 'ગલી બોય' નોમિનેશનમાંથી બહાર ફેંકાઈ*

●બરાક અને મિશેલ ઓબામાએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરી ઓસ્કર એવોર્ડ મળ્યો.આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નામ શું છે
*અમેરિકન ફેક્ટરી*

●ગાંધીનગરમાં CMS-COP-13ના યુએન શિખર સંમેલનનું નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે.આ કોન્ફરન્સમાં કઈ બાબત વિશે ચર્ચા કરવામાં આવશે
*વન્ય-દરિયાઈ પ્રજાતિની સુરક્ષા-સંરક્ષણ મુદ્દે*

●દેશમાં સૌથી વધુ બાળ મૃત્યુદરધરાવતા રાજ્યોમાં કયું રાજ્ય મોખરે છે
*મધ્યપ્રદેશ*
*ગુજરાત 11મા સ્થાને*
*ગુજરાતમાં 1 હજારમાંથી સરેરાશ 30 નવજાત બાળકો મૃત્યુ પામે છે*

●દુનિયાનો પ્રથમ સોલાર થર્મલ પ્લાન્ટ ક્યાં આવેલો છે જે 24 કલાક ચાલે છે
*રાજસ્થાનમાં બ્રહ્માકુમારી સંસ્થાનમાં બનેલા 'ઇન્ડિયા વન' નામનો પ્લાન્ટ*

●મિસિસ ગ્રાન્ડમા અર્થ 2020નું ટાઈટલ કોણે જીત્યું
*બેંગલુરુના 62 વર્ષીય આરતી ચટલાની*

●મહિલા અને પુરુષ બંનેમાં સતત 5 ટી-20 મેચમાં 50+નો સ્કોર કરનાર પ્રથમ ક્રિકેટર કોણ બની
*ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની કેપ્ટન સોફી ડિવાઇન*

●ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ કોણે જીત્યો
*પુરુષમાં ડેવિડ વોર્નર અને મહિલામાં એલિસ પેરીએ*
*ડેવિડ વોર્નરે ત્રીજીવાર ખિતાબ જીત્યો*


●Newspaper current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🛫રાજ્ય અને વિમાનઘર🛬*

ગુજરાતસરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

તેલંગણારાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

દિલ્હીઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

કેરળકેલિકટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

મણિપુરતુલિહાલ એરપોર્ટ

ઉત્તરપ્રદેશલાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ

બિહારગયા એરપોર્ટ

મહારાષ્ટ્રછત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

💥R. K💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-12-13/02/2020🗞👇🏻~*

*📝12 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વામી દયાનંદ સરસ્વતી*
*●જન્મ:-* 12 ફેબ્રુઆરી, 1824

*●જન્મસ્થળ:-* ગુજરાત (સૌરાષ્ટ્ર)માં મોરબી નજીક ટંકારા ગામમાં

*●નિધન:-* 30 ઓક્ટોબર, 1883 (અજમેર)
જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવીને ખવડાવતા તેમનું નિધન થયું.

*●જ્ઞાતિ:-* સનાતન બ્રાહ્મણ

*●બાળપણનું નામ:-*
મૂળશંકર

*●સૂત્રો:-*
'વેદો તરફ પાછા વળો'
'ભારત ભારતવાસીઓ માટે છે'

*●પ્રથમ ગુરુસ્વામી:-* પૂર્ણાનંદ
પૂર્ણાનંદે મૂળશંકરને દયાનંદ સરસ્વતી નામ આપ્યું હતું.

*●દ્વિતીય ગુરુસ્વામી:-* 1874માં તેમની મુલાકાત મથુરામાં વિરજાનંદ સ્વામી સાથે થઈ.

*●રચના:-*
તેમણે 1874માં હિંદી ભાષામાં સત્યાર્થ પ્રકાશની રચના કરી.
તેને 'આર્યસમાજનું બાઇબલ' માનવામાં આવે છે.
આ ગ્રંથમાં સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

*●ગૃહત્યાગ:-*
તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો.
15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો.

*●દીક્ષા:-*
સ્વામી પૂર્ણાનંદ પાસે
ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા.

*●શિક્ષણ:-*
મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે

*●મુખ્ય હકીકત:-*
દયાનંદ સરસ્વતીને "ભારતના માર્ટિન લ્યુથર" પણ કહેવામાં આવે છે.
દયાનંદ સરસ્વતીએ સૌપ્રથમવાર 'સ્વરાજ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.
દયાનંદે હિંદુ ધર્મની અંદર શુદ્ધિ આંદોલન શરૂ કર્યું હતું.

*●દયાનંદનું સામાજિકક્ષેત્રે યોગદાન:-*
સ્વામી દયાનંદે તે સમયના પ્રચલિત ધર્મોમાં પેસી ગયેલા સડાઓ, વહેમો અને અંધશ્રદ્ધાયુક્ત માન્યતાઓનું સ્પષ્ટ રીતે ખંડન કર્યું.
તેમણે વેદોમાંથી આધાર આપીને મૂર્તિપૂજાનો સખત વિરોધ કર્યો.
તેમણે બાળ વિવાહ તથા જ્ઞાતિપ્રથાનો પણ વિરોધ કર્યો.
કન્યા કેળવણી, વિધવા વિવાહ જેવા અત્યંત પ્રગતિશીલ સુધારાની તેમણે તરફેણ કરી.

*●દયાનંદ સરસ્વતીના જીવનમાં પરિવર્તન:-*
એક વખત શિવરાત્રીના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્યસામગ્રી લઈ જતા જોઈને તેમને લાગ્યું કે જો ભગવાન પોતાનું સંરક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? એ પ્રસંગથી તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા.
મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ પેદા થયો.

*●આર્યસમાજ:-*
*સ્થાપના:-* 10 એપ્રિલ, 1875ના રોજ મુંબઈની મણિચંદ વાટિકામાં
આર્યસમાજનું મુખ્યમથક 1877માં લાહોરમાં બનાવવામાં આવ્યું.

આજે નાના ફડણવીસ, અભિનેતા પ્રાણ, ચાર્લ્સ ડાર્વિન, માનવ હિતોના રખેવાળ અને અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન અને મહાન ચિંતક ઇમેન્યુઅલ કાંટનો પણ જન્મદિવસ છે.


*📝13 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભારતનાં બુલબુલ : સરોજિની નાયડુ*
*જન્મ:-* 13 ફેબ્રુઆરી, 1879 હૈદરાબાદમાં
મૂળ બાંગ્લાદેશી
*નિધન:-* 2 માર્ચ, 1949 , લખનૌમાં
તેમના માતા પિતાના આઠ સંતાનો પૈકી સૌથી મોટા હતા.
બારમાં વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હૈદરાબાદ રાજ્યની શિષ્યવૃત્તિ મેળવી તે ઈંગ્લેન્ડ અભ્યાસ કરવા ગયા, ત્યાં તેમની કવિતાનો સ્ત્રોત વહેવા લાગ્યો.
ઇ.સ.1897માં સ્વદેશ પાછા ફરી હૈદરાબાદના ડૉ.ગોવિલ રાજુલુ નાયડુ સાથે લગ્ન કર્યા.
મહર્ષિ ગોખલે દ્વારા રાજકારણમાં પ્રવેશની પ્રેરણા મળી.
1914માં મહાત્મા ગાંધીને મળ્યા પછી તેઓના પટ્ટશિષ્યા બન્યા.
ધરાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ પછી તેમણે સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું.
1942માં હિંદ છોડો આંદોલનમાં ભાગ લઈ 21 મહિનાની જેલની સજા ભોગવી હતી.
કોંગ્રેસના પહેલા મહિલા પ્રમુખ અને આઝાદી પછી ભારતના પહેલા મહિલા રાજ્યપાલ (ઉત્તરપ્રદેશ) બન્યા હતા.
*કાવ્યસંગ્રહો:-*
ગોલ્ડન થ્રેસોલ્ડ, પોએમ્સ ઓફ લાઈફ એન્ડ ડેથ, બર્ડ ઓફ ટાઈમ અને બ્રોકન વિંગ


●દુનિયા માટે ખતરો બની ચૂકેલા કોરોના વાઈરસનું નામ WHOએ શું પાડ્યું છે
*કોવિડ-19 (COVID)*
*CO નો અર્થ કોરોના , VI નો અર્થ વાઈરસ અને D નો અર્થ ડીસીઝ*

●રાષ્ટ્રીય નાણાં પ્રબંધન સંસ્થાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું
*અરુણ જેટલી*

●ઇન્ટરનેશનલ વન-ડે મેચમાં કઈ ટીમે ભારતનો વ્હાઈટવોશ કર્યો
*ન્યૂઝીલેન્ડ*

●બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સએ ભારત માટે 'ચિલ્ડ્રન પ્રોટેકશન ફંડ' શરૂ કર્યું છે. આ ભંડોળ દક્ષિણ એશિયામાં ગરીબી સામે લડવા માટે બનાવવામાં આવ્યું છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી
*2007માં*

●ભારતીય વિમેન્સ હોકી ટીમની કઈ ખેલાડીને 2019ની FIH સર્વશ્રેષ્ઠ રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*લાલરેમ્સિયામીને*

●US ચેમ્બર ઓફ કોમર્સ સેન્ટર ફોર ગ્લોબલ ઇનોવેશન પોલિસી (GIPC)એ આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સુચકાંક બહાર પાડ્યો છે.આ સુચકાંક 53 અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ભારત આ સુચકાંકમાં કેટલામાં સ્થાને છે
*40મા*
*ભારત ગયા વર્ષે 36મા ક્રમે હતું.*
*અમેરિકા 42.66ના સ્કોર સાથે પ્રથમ, તે પછી યુનાઇટેડ કિંગડમ, સ્વીડન, ફ્રાન્સ, જર્મની અને આયર્લેન્ડ*

●તાજેતરમાં ભ
ારતે કયા દેશ સાથે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના કરારો પર હસ્તાક્ષર કર્યા
*નોર્વે*
*દિલ્હી અને નોર્વેની આર્કટિક યુનિવર્સિટી વચ્ચેનો કરાર મુખ્ય છે*

●રાજસ્થાનના જયપુર શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સર્ટિફિકેટ ક્યારે આપવામાં આવ્યું
*5 ફેબ્રુઆરી, 2020*

●5 ફેબ્રુઆરી, 2020ના રોજ કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવા માટે કેટલી ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીને મંજૂરી આપી
*5*
*કેબિનેટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાયદા (સુધારા) બિલ, 2020ને મંજૂરી આપી*

●તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2018 માટે કિશોર કુમાર સન્માનથી કોણે નવાજ્યા
*અભિનેત્રી વહીદા રહેમાન*
*વર્ષ 2019 માટે ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શનને સન્માનિત કરવામાં આવ્યા*

●કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પુરસ્કારો રજૂ કર્યા. એક કરોડથી વધુ વસતી ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું
*મધ્યપ્રદેશ*
*આંધ્રપ્રદેશ બીજા અને હરિયાણા ત્રીજા નંબરે*
*એક કરોડથી ઓછી વસતીવાળા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દાદરા અને નગર હવેલી પ્રથમ, હિમાચલ પ્રદેશ બીજા અને ચંદીગઢ ત્રીજા સ્થાને*

●તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરીની જવાબદારી કોણે સંભાળી
*પ્રમોદ અગ્રવાલ*

●ભારતીય અવકાશ સંશોધન સંગઠન 'યુવા વિજ્ઞાન કાર્યક્રમ- યુવિકા' ના બીજા સત્રનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ઈસરો દ્વારા ક્યારે કરવામાં આવી હતી
*2019માં*
*તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્ર અને સંબંધિત ટેકનોલોજી વિશે જાગ્રત કરવામાં આવે છે*

●કયા રાજયમાં સરકારી કર્મચારીઓને શનિ-રવિ રજા મળશે
*મહારાષ્ટ્ર*
*29 ફેબ્રુઆરી, 2020થી લાગુ*

●મેક માય ટ્રીપના સંસ્થાપક જેમણે હાલમાં CEO પદેથી રાજીનામું આપ્યું
*દીપ કાલરા*

●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંરક્ષણ સહયોગ અંગેની પરિષદમાં ભારત-આફ્રિકા ઘોષણાને મંજૂરી આપી.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-14/02/2020🗞👇🏻~*

*📝14 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*બાબર*

*●જન્મ:-* 14 ફેબ્રુઆરી, 1483 , ફરગાના રાજ્ય ખાતે

*●સંસ્થાપક:-* મુઘલ સામ્રાજ્ય

*●મૂળ નામ:-* ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર

*●પિતા:-* ઉમર શેખ મિર્ઝા

*●માતા:-* કુતલુગ નિગારખાન બેગમ

*●પિતૃવંશ:-* તૈમુરનો વંશજ

*●માતૃવંશ:-* ચંગેઝખાંનો વંશજ

*●શાસન:-* ઇ.સ.1494માં 11 વર્ષની વયે ફરગાની ગાદી પર બેઠો હતો.

*●ઉપાધિ:-* ઇ.સ.1507માં કાબુલ જીત્યા બાદ બાદશાહની ઉપાધિ ધારણ કરી હતી.
બાબર તેની ઉદારતા માટે 'કલન્દર' તરીકે જાણીતો બન્યો.

*●આત્મકથા:-* તેણે તુર્કી ભાષામાં લખાયેલી પોતાની આત્મકથા તુજુક-એ-બાબરીની રચના કરી હતી.(જેનો ફારસી અનુવાદ 'બાબરનામા')
સર્વપ્રથમ અકબરના સમયમાં તેનો ફારસી અનુવાદ પાયંદાખાંએ કર્યો હતો.
તે બાદ અકબરે અબ્દુર્રરહિમ ખાનેખાના દ્વારા તેનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો.

*●ભારત પર પ્રથમ આક્રમણ:-*
ભારત પર સર્વપ્રથમ આક્રમણ ઇ.સ.1519માં બાજૌર પર યુસુફ જાતિ વિરુદ્ધ કર્યું હતું.
તોપોને સજાવવા માટે તેણે ઉસ્માની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
ભારત પર ચઢાઈ કરીને સિયાલકોટ, દિપાલપુર પર અધિકાર પ્રાપ્ત કર્યો.
અહીંથી બાબરને દોલતખાન લોદી (પંજાબના હાકીમ) અને આલમખાં (ઇબ્રાહિમના કાકા)એ ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

*●બાબરની પુત્રી:-*
ગુલબદન બેગમ કે જેણે હુમાયુનામાની રચના કરી હતી.

*●બાબરનો રાજ્યવિસ્તાર:-*
પશ્ચિમે કાબુલથી પૂર્વે ધામસ નદી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી ફેલાયો.

*●બાબરનું વિશેષ કાર્ય:-*
તેણે આગ્રામાં ભૂમિતિના આધારે નૂરે અફઘાન નામક બગીચો તૈયાર કરાવ્યો હતો.
જેને 'આરામબાગ' કહેવામાં આવે છે.

*●બાબરે લડેલાં મુખ્ય યુદ્ધ:-*

*●પાણિપતનું પ્રથમ યુદ્ધ*
સમય :- 21 એપ્રિલ, 1526
બાબર અને ઈબ્રાહિમ લોદી વચ્ચે
બાબરની જીત થઈ અને ઈબ્રાહિમ લોદી માર્યો ગયો.

*●ખાનવાનું યુદ્ધ:-*
સમય :- 16 માર્ચ, 1527 , ખાનવા મુકામે
બાબર અને મેવાડના રાણાસાંગા વચ્ચે
બાબરની જીત
યુદ્ધમાં વિજય બાદ બાબરે ગાઝીની ઉપાધિ ધારણ કરી હતી.

*●ચંદેરીનું યુદ્ધ:-*
સમય :- 29 જાન્યુઆરી, 1528
બાબર અને ચંદેરીના મેદનીરાય વચ્ચે
મેદનીરાયનું મૃત્યુ
અહમદશાહને ચંદેરીનો કબજો સોંપીને બાબર આગ્રા પરત ફર્યો.

*●ગોગ્રાનું યુદ્ધ*
બાબરે ગોગ્રાના યુદ્ધથી અફઘાનો પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો.

*●ઘાઘરાનું યુદ્ધ:-*
સમય :- 6 મે, 1529
બાબરે ઘાઘરા કિનારે (બિહાર) અફઘાનોને પરાજિત કર્યા હતા.
આ બાબરે લડેલું છેલ્લું યુદ્ધ હતું.

*●બાબરનું મૃત્યુ:-*
26 ડિસેમ્બર, 1530ના રોજ આગ્રા ખાતે બાબરનું મૃત્યુ થયું હતું.
પહેલા તેને આરામબાગમાં અને તે બાદ કાબુલમાં તેણે પસંદ કરેલી જગ્યાએ દફનાવાયો હતો.

*●વિશેષ:-*
બાબરે ઈબ્રાહિમ લોદીને પાણિપતના મેદાનમાં હરાવીને ભારતમાં મુઘલ શાસન સ્થાપ્યું.
દિલ્હી સલ્તનત બાદ 1526માં બાબર દ્વારા મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.
પાણિપતના પ્રથમ યુદ્ધમાં પહેલી વાર તોપનો ઉપયોગ કર્યો હતો.
હુમાયુને બાબરે કોહિનૂર હીરો આપ્યો હતો.


*સુષ્મા સ્વરાજ*

*જન્મ:-* 14 ફેબ્રુઆરી, 1952માં તત્કાલીન પંજાબના અંબાલા કેન્ટોનેમેન્ટમાં (હાલ હરિયાણા)

*પિતા:-* હરદેવ શર્મા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ કાર્યકર્તા હતા)

*પતિ:-* સ્વરાજ કૌશલ

*●શિક્ષણ:-*
પ્રારંભિક શિક્ષણ અંબાલામાંથી અને કાનૂની શિક્ષણ પંજાબ યુનિવર્સિટીમાંથી

1973માં તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી.
1970ના દશકામાં તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈને તેમની યશસ્વી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.
સુષ્મા સ્વરાજ 7 વાર સાંસદ અને 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
19 ફેબ્રુઆરી, 2019ના તેમને સ્પેન સરકાર તરફથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ ક્રોસ ઓફ ઓર્ડર ઓફ સિવિલ મેરીટ સન્માન નેપાળમાં 2015માં ત્રાટકેલા વિનાશકારી ભૂકંપમાંથી સ્પેનના નાગરિકોને સહીસલામત બહાર કાઢવા બદલ પ્રદાન કરાયું હતું.

*●સુષ્માજીનું યોગદાન:-*
વર્ષ 2017માં ચીન સાથેના દોકલામ વિવાદના ઉકેલમાં સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રી તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી.
ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભુષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે ફટકારેલી ફાંસીની સજાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારવા પાછળ સુષ્મા જવાબદાર હતા.
ટ્વિટરના વધુ પડતા ઉપયોગના કારણે તેમણે સરળતાથી મળી શકાય તેવા વિદેશ મંત્રી હોવાની કીર્તિ મળી હતી.
15 વર્ષ સુધી પાકિસ્તાનમાં ફસાઈ ગયેલી મૂકબધિર યુવતી ગીતાને ભારત પરત લાવવામાં પણ સુષ્માજીની ભૂમિકા ઉડીને આંખે વળગે તેવી હતી.
આ ઉપરાંત સરબજિત, હમિદ અન્સારી, જૈનબ બી કે અમદાવાદની નૂરજહાં બાનો સૌને મુશ્કેલીના સમયમાં સુષ્મા સ્વરાજે માતાની જેમ મદદ કરી હતી.
તેથી જ અમેરિકાના દૈનિક 'વોલ સ્ટ્રીટ જર્નલે' તેમને ભારતના 'બેસ્ટ લવ્ડ પોલિટીશિયન' અને વોશિંગ્ટન પોસ્ટે 'સુપર મોમ ઓફ ઇન્ડિયા' ગણાવ્યા હતા.

*●સુષ્મા સ્વરાજના નામે અનેક રેકોર્ડ્સ...*
1977માં માત્ર 25 વર્ષની વયે હરિયાણા સરકારમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી.
1998માં દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.
દેશમાં કોઈપણ રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રથમ મહિલા પ્રવક્તા.
ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા વિદેશ મંત્રી.
15મી લોકસભામાં લાલકૃષ્ણ અડવાણીના સ્થાને વિપક્ષના પ્રથમ મહિલા નેતા.
આઉટસ્ટેન્ડિંગ પાર્લમેન્ટિયન સન્માન પ્રાપ્ત કરનારા ભારતીય સંસદના પ્રથમ અને એકમાત્ર મહિલા સભ્ય.
ભાજપના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, પ્રથમ કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પ્રથમ મહામંત્રી, પ્રથમ પ્રવક્તા, પ્રથમ વિપક્ષી નેતા.

*●સુષ્મા સ્વરાજે સંભાળેલા મહત્વના મંત્રાલયો :-*
2014 થી 2019 વિદેશ મંત્રી
2000 થી 2003 સુધી અટલબિહારી વાજપેયીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી
જાન્યુઆરી 2003 થી મે 2004 સુધી અટલબિહારી વાજપેયીની સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી
ઓક્ટોબર 1998 થી ડિસેમ્બર 1998 સુધી દિલ્હીના 5મા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી

*●વિદેશ મંત્રી તરીકેનો કાર્યકાળ:-*
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ વિદેશ મંત્રી બનનારા સુષ્મા સ્વરાજ માત્ર બીજા ભારતીય મહિલા હતા. (અલબત્ત, ઇન્દિરા ગાંધી પાસે વિદેશ મંત્રાલયનો હવાલો પૂર્ણકાલીન ન હતો.)

*●અવસાન:-*
6 ઓગસ્ટ, 2019

આજે સ્વતંત્રતા સૈનિક મોહન ધારીયા, સિને તારિકા મધુબાલા, ચિત્રકાર સોમાલાલ શાહ અને પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનો જન્મદિવસ છે.


●કેન્દ્ર સરકારે એર ઇન્ડિયાના નવા ચેરમેન તથા એમડી તરીકે કોની નિમણૂક કરી
*રાજીવ બંસલ*

●ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને 2019ના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે કોણે પસંદ કર્યા
*ભારતીય હોકી ખેલાડી મનપ્રીતસિંહને*
*આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા*

●બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને બ્રિટનના નાણાંમંત્રી તરીકે કોની નિમણૂક કરી
*ભારતીય મૂળના ઋષિ સુનકની*
*ઋષિ સુનક નારાયણ મૂર્તિના જમાઈ છે*

●ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)ના પૂર્વ પ્રમુખ તેમજ નોબેલ પીસ પ્રાઇઝનું સન્માન મેળવનાર જેમનું હાલમાં નિધન થયું
*આર કે પચૌરી*
*ભારત સરકારે તેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા*
*ટેરીના વર્તમાન ડાયરેક્ટર અજય માથુર છે*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-15-16-17/02/2020🗞👇🏻~*

*📝15 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભારતશાસ્ત્રી : રાજેન્દ્રલાલ મિત્રા*
*જન્મ:-* 15 ફેબ્રુઆરી, 1824 કોલકાતામાં
*નિધન:-* 26 જુલાઈ, 1891
1784માં બેન્ગાલ બ્રાન્ચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના પછી ભારતના પ્રાચીન વારસાને શોધવા માટેના પ્રયાસો શરૂ થયા.જે 'ભારતશાસ્ત્ર' અને અંગ્રેજીમાં 'ઇન્ડોલોજી' તરીકે ઓળખાય છે.
તેઓ પ્રાચીન ભારતના મોટા ચાહક હતા છતાં ઇતિહાસ અને પ્રાચીન ભારતીય સાહિત્ય પરત્વે તેઓનો સંશોધનનો અભિગમ શાસ્ત્રીય અને તર્કબુદ્ધિવાદી હતો સંવેદનપૂર્ણ નહિ.
બંગાળી ઉપરાંત ફારસી, સંસ્કૃત, હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી પર હથોટી ધરાવતા હતા.
બંગાળમાં નવજાગરણ અને રાજકીય ચેતનાના સંદર્ભમાં પણ તેમનું નામ ઘણું આદરપાત્ર છે.

*📝16 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લોકસંસ્કૃતિકાર : પુષ્કર ચંદરવાકર*
*જન્મ:-* 16 ફેબ્રુઆરી, 1921ના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ચંદરવા ગામે
*નિધન:-* 16 ઓગસ્ટ, 1995
ગુજરાતી લોકસાહિત્યના સીમાચિહ્ન રૂપ સંશોધક હતા.
ગામના નામને અટક ધારણ કરી ચંદરવાકર બન્યા હતા.
બોટાદ, લીંબડી અને અમદાવાદમાં અભ્યાસ કરી તેઓ અધ્યાપક બન્યા હતા.
તેઓનું મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત અને ભારતના લોકસાહિત્યના સંશોધન અને લેખનના ક્ષેત્રે હતું.
*લખેલા પુસ્તકો:-*
રાંકના રતન, પ્રિયદર્શીની, ઘર જ્યોત, નંદવાયેલા હૈયા, બાવડાના બળે, ભવની કમાણી, માનવીનો મેળો, લીલુડા લેજો, નવા ચીલે, ધરતી ભાર શે ઝીલશે, ઝાંઝવાના નીર, બાંધણી, અંતરદીપ, શુકનવંતી, પિયરનો પડોશી, મહિના ઓવારે, ચંદર ઉગે ચાલવું, વાગે રૂડી વાંસળી, ખેતરનો ખેડુ, ઓખામંડળની લોકકથાઓ, ઓલ્યા કાંઠાના અમે પંખીડા, શ્રેયાર્થી દાદાસાહેબ માવલંકર જેવી નવલકથા, એકાંકી, વિવેચન લોકવિદ્યા અને ચરિત્ર સાહિત્યને લગતા પુસ્તકો લખ્યા છે.

આજે (16 ફેબ્રુઆરી) મરાઠી સેનાપતિ માધવરાય પહેલા, શાયર આરઝૂ લખનવીનો જન્મદિવસ અને દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ છે.

*📝17 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ગુજરાત યુનિવર્સિટીના પહેલા કુલપતિ : હરસિદ્ધ દિવેટિયા*
*જન્મ:-* 17 ફેબ્રુઆરી, 1886
*નિધન:-* 3 ઓગસ્ટ, 1968
અમદાવાદ અને મુંબઈથી બીએ., એમએ. સુધીનો અભ્યાસ
1910માં ઉત્તરપ્રદેશના બરેલીમાં તત્ત્વજ્ઞાન વિષયના પ્રાધ્યાપક બન્યા હતા.
તે પછી અંદાજે 21 વર્ષ મુંબઈમાં વકીલાત કરી.
1933માં બોમ્બે હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિમાયા, તે પછી ગુજરાતની દેશી રિયાસતોમાં પણ ન્યાયાધીશ તરીકે કામ કર્યું હતું.
23 નવેમ્બર, 1949ના રોજ સ્થપાયેલી ગુજરાત યુનિવર્સિટીના પહેલા કુલપતિ બનવાનું શ્રેય મળ્યું હતું.અહીં તેઓ બે ટર્મ એટલે કે અંદાજે આઠ વર્ષ સુધી કુલપતિપદે રહ્યા.
કુલપતિ તરીકે તેઓ યુનિવર્સિટીમાંથી તેઓ માનવધન અને ભારતનિર્માણની શક્તિઓ ઉપજાવવા અને પાશ્ચાત્ય અને ભારતીય મૂલ્યોનો સુમેળ સાધવા માંગતા હતા.

આજે (17 ફેબ્રુઆરી) નારાયણ વસનજી ઠકકુરનો જન્મદિવસ તથા પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ, ક્રાંતિકારી વાસુદેવ ફડકે અને કર્પૂરી ઠાકુરની પુણ્યતિથિ છે.


●પુલવામાં શહીદ 40 જવાનોના સ્મારક ક્યાં બનાવાયા
*લેથપોરામાં*

●અદાણી જૂથ કયા ત્રણ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે
*અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ*

●ફોર્બ્સની રિયલ ટાઈમ નેટવર્થ યાદી મુજબ દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણી પછી બીજા ક્રમના સૌથી શ્રીમંત કોણ બન્યા
*એવન્યુ સુપર માર્કેટના માલિક રાધાકૃષ્ણ દામાણી (1.27 લાખ કરોડ રૂપિયા નેટવર્થ)*
*4.13 લાખ કરોડ રૂપિયા સાથે મુકેશ અંબાણી પ્રથમ સ્થાને*
*ત્રીજા નંબરે ગૌતમ અદાણી (1.11 લાખ કરોડ રૂપિયા)*
*ચોથા સ્થાને ઉદય કોટક (1.06 લાખ કરોડ રૂપિયા)*
*પાંચમા સ્થાને શિવ નાદર (1.04 લાખ કરોડ રૂપિયા)*

●પોર્ટુગલના રાષ્ટ્રપતિ જેઓ હાલ ભારતના પ્રવાસે આવ્યા હતા
*માર્શેલો ડી સોસા*

●હાલમાં પક્ષીઓની વસતી ગણતરી પુરી થઈ.જેમાં નળ સરોવરમાં કેટલા પક્ષીઓ નોંધાયા
*131 પ્રજાતિના 3.15 લાખ*
*થોળ તળાવમાં 87 પ્રજાતિના 57 હજારથી વધુ પક્ષી નોંધાયા*

●હાલમાં પાટણનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો
*1274મો*

●યુરોપિયન યુનિયન ઓફ ફૂટબોલ એસોસિએશને (UEFA) ઈંગ્લીશ ક્લબની કઈ ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મુક્યો
*માન્ચેસ્ટર સિટી*

●અરવિંદ કેજરીવાલે દિલ્હીના કેટલામી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
*ત્રીજી વખત*

●કેરળના ભાજપ પ્રમુખ કોણ બન્યા
*કે.સુરેન્દ્રન*

●તાજેતરમાં બ્રિટન પર કયું વાવાઝોડું ત્રાટક્યું
*ડેનિસ*

●ભારતની બહાર કયા દેશમાં યોગ યુનિવર્સિટી શરૂ થઇ
*અમેરિકા*

●બિગ બોસ 13નું ટાઈટલ કોણે જીત્યું
*સિદ્ધાર્થ શુક્લા*

●કયા આફ્રિકી દેશમાંથી સામુહિક કબરોમાંથી રેકોર્ડ બ્રેક 6000 કંકાલ મળ્યા
*બુરૂંડી*

●લવ આઇલેન્ડ રિયાલિટી શો થી પ્રખ્યાત બનેલી બ્રિટનની કેરોલીન ફ્લેકનું અવસાન.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/
gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-18/02/2020🗞👇🏻~*

*📝18 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ઓજસ્વી : રસિકભાઈ આઝાદ*
*પૂરું નામ:-* રસિકભાઈ પુરુષોત્તમદાસ શાહ
*જન્મ:-* 18 ફેબ્રુઆરી, 1913, વડોદરા પાસે આવેલ સાવલીમાં
*નિધન:-* 1 નવેમ્બર, 1987
1931માં મેટ્રિક થઈ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા, વડોદરા ન્યાયમંદિરમાં અને શિક્ષક તરીકે નોકરીઓ કરી.
ગોધરામાં મામાસાહેબ ફાડકે પાસેથી કાંતણ-વણાટ-પીંજણ અને શ્રમ તથા સ્વાવલંબનના પાથ શીખ્યા.
આઝાદીના આંદોલનમાં જોડાઈને પોતાનું નામ 'આઝાદ' રાખ્યું.
તેઓએ સવિનય કાનૂન ભંગ, વ્યક્તિગત સત્યાગ્રહ અને હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ જેલની સજાઓ ભોગવી હતી.
1938માં હરિપુરા કોંગ્રેસમાં અને વડોદરા રાજ્ય પ્રજા મંડળ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા હતા.

આજે લોકહિતવાદી ગોપાલ હરિ દેશમુખ, રામકૃષ્ણ પરમહંસ, કેડીલાના ચેરમેન ઇન્દ્રવદન મોદી, સાહિત્યકાર ટોની મોરિસનનો જન્મદિવસ તથા માર્ટિન લ્યુથર કિંગની પુણ્યતિથિ છે.


●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ જ્યોતિર્લિંગને જોડતી ખાનગી ટ્રેનનું (વારાણસીથી કાશી)ઉદ્દઘાટન કર્યું.તેનું નામ શું છે
*મહાકાલ એક્સપ્રેસ*
*આ ટ્રેન ઓમકારેશ્વર (ઇન્દોર), મહાકાલેશ્વર (ઉજ્જૈન) અને વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથના દર્શન કરવામાં મદદરૂપ થશે*

●તાજેતરમાં નોબેલ પારિતોષિક વિજેતા રાજેન્દ્ર કુમાર પચૌરીનું નિધન થયું હતું. તેઓ કયા રાજ્યના હતા
*ઉત્તરાખંડ*
*તેઓ ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાયમેન્ટ ચેન્જના અધ્યક્ષ હતા.*
*2007માં તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું*

●ડેન ડેવિસ પુરસ્કારના વિજેતા કોણ બન્યા
*ગીતા સેન*
*તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વૈશ્વિક આરોગ્ય અને જનસંખ્યા વિષયના પ્રોફેસર છે.*
*ડેન ડેવિડ પુરસ્કાર દર વર્ષે કોઈ એક સ્કોલરને આપવામાં આવે છે*
*ઈઝરાયેલના આ પુરસ્કાર અંતર્ગત 10 લાખ ડોલર અર્પણ કરાય છે*

●દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવામાં આવે છે
*13 ફેબ્રુઆરી*

●હાલમાં કયા દેશમાં એરપોર્ટ પર ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
*ભારતમાં*

●મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની 7મી સિઝન ક્યાં રમાશે
*ઓસ્ટ્રેલિયા*

●તાજેતરમાં વેન્ડેલ રોડ્રિક્સનું નિધન થયું. તેઓ કોણ હતા
*ફેશન ડિઝાઇનર*
*અભિનેત્રી દીપિકા પદુકોણને સામાન્ય છોકરીમાંથી સુપર મોડેલ અને તેમાંથી અભિનેત્રી બનાવવામાં વેન્ડેલ રોડ્રિક્સનું યોગદાન સ્મરણીય છે*

●RSS સંઘના વડા મોહન ભાગવતે 'ગાંધીને સમજવાનો આ જ સમય' પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકના લેખક કોણ છે
*જે.એસ.રાજપૂત*

●ક્રેડિટ રેટિંગ એજન્સી સંસ્થા મૂડીઝે નાણાંકીય વર્ષ 2020-21 માટે ભારતનો આર્થિક વિકાસદરનો અંદાજ 6.7% થી ઘટાડીને કેટલો કર્યો
*5.8%*

*●17 ફેબ્રુઆરીએ ટી-20 ક્રિકેટના 15 વર્ષ પુરા થયા.*
17 ફેબ્રુઆરી, 2005ના રોજ પ્રથમ ટી-20 મેચ રમાઈ હતી.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ પ્રથમ મેચ રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.
ન્યૂઝીલેન્ડનો ડેરેલ ટફી બોલ નાંખનારો સૌપ્રથમ બોલર જ્યારે ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ સૌપ્રથમ બોલ રમનારો બેટ્સમેન બન્યો હતો.
આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 21 રનનો તુર્કીના નામે છે ચેક રિપબ્લિક સામે
આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર 278 રન અફઘાનિસ્તાનના નામે છે આયર્લેન્ડ સામે.

●Newspaper Current 👇🏻

*https://t.me/jnrlgk*

● For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*છત્રપતિ શિવાજી*

*●જન્મ:-* 19 એપ્રિલ, 1627

*●જન્મસ્થળ:-* પૂનાની ઉત્તરે આવેલા જુન્નાનગર સમીપ આવેલા *શિવનેરીના કિલ્લામાં*

*●ઉપાધિ:-* છત્રપતિ

*●કુટુંબ:-* ભોંસલે

*●માતા:-* જીજાબાઈ

*●પિતા:-* શાહજી ભોંસલે

*●લગ્ન:-* સયબાઈ

*●દાદા:-* માલોજી ભોંસલે

*●શિક્ષક:-* દાદા કોન્ડદેવ

*●ગુરુ:-* સમર્થ રામદાસ

*●રાજ્યાભિષેક:-*
16 જૂન, 1674ના રોજ શિવાજીએ *કાશીના પ્રખ્યાત વિદ્વાન શ્રી ગાગાભટ્ટ (કાશીના વિશ્વેશ્વર ભટ્ટ) પાસે પોતાનો રાજ્યાભિષેક* કરાવ્યો હતો.
શિવાજીનો *રાજ્યાભિષેક રાયગઢના કિલ્લામાં* કરવામાં આવ્યો હતો.
રાજ્યાભિષેકના પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ તરીકે *'ભગવો ધ્વજ'* લહેરાયો હતો.

*●રાજધાની:-* રાયગઢ

*●પ્રારંભિક જીવન ઘડતર:-*
*જીજાબાઈ, કોંડદેવ, રામદાસ* ત્રિપુટીએ ભજવ્યો હતો.
દાદાજી *કોંડદેવે તેમને યુદ્ધકળામાં નિપુણ* બનાવ્યો હતો.
શિવાજીના રાજ્યધર્મ અંગેના ખ્યાલોના ઘડતરમાં રામદાસ અને અન્ય સંતોએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
છત્રપતિ શિવાજી *ડુંગરના ઉંદર* તરીકે જાણીતા હતા.

*●રાજશક:-*
શિવાજીએ રાજ્યાભિષેકના પ્રસંગે વર્ષ ગણના માટે *'રાજ્યાભિષેક શકસંવત'* અથવા *'રાજશક'* નામે નવો સંવત શરૂ કરાવ્યો.
પોતાના નામના સોના અને ચાંદીના સિક્કાઓ પ્રચલિત કરાવ્યા.
સિક્કાની ઉપર *'શ્રી શિવ છત્રપતિ'* અંકિત કરવામાં આવ્યું હતું.

*●શિવાજીની લશ્કરી સિદ્ધિઓનો પહેલો તબક્કો:-*

*◆તોરણના કિલ્લા પર જીત:-*
તેમણે મુસ્લિમ અધિકારીના તાબા હેઠળનો *'તોરણનો કિલ્લો'* જીતી લીધો.
તેમણે અહીંથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા *'રાયગઢ'* નામના કિલ્લાનું નિર્માણ કરાવ્યું.
શિવાજીએ *સૌપ્રથમ તોરણાનો કિલ્લો જીત્યો* હતો.

*◆સિંહગઢના કિલ્લા પર જીત:-*
ઇ.સ.1644માં બીજાપુરી 'સિંહગઢનો કિલ્લો' જીત્યો.
મુસ્લિમ કિલ્લેદાર મિયાં રહીમ મુહમદને લાંચ આપીને આ કિલ્લો જીત્યો હતો.આ કિલ્લો શિવાજીએ રક્તપાત કર્યા વિના મેળવ્યો હતો.

*◆રોહિડાના કિલ્લા પર જીત:-*
તેમણે માલવ જાતિના યુવકોની સહાયથી આ કિલ્લો કબજે કર્યો.

*◆ચકના કિલ્લા પર જીત:-*
તેમણે આ કિલ્લો કબજે કરીને તેનું નામ 'સંગ્રામ' કિલ્લો રાખ્યું.

*◆અન્ય કિલ્લાઓ પર જીત:-*
શિવાજીએ ઇ.સ.1647થી 1653ના ગાળા દરમિયાન પુરંદર , ચકન (સંગ્રામ દુર્ગ), શિરવેલ, સૂપા, બારમતી, ઇન્દ્રાપુર વગેરે કિલ્લાઓ જીતી લીધા.

*●સ્વરાજની સ્થાપના:-*
તેમણે 1653 સુધીમાં મહારાષ્ટ્રમાં 'સ્વરાજ્ય'ની સ્થાપના કરી.
પોતાની જાગીરમાં પૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી.

*●લશ્કરી સિદ્ધિઓનો બીજો તબક્કો (રાજ્ય વિસ્તાર):-*

*◆જાવલીના કિલ્લા પર વિજય:-*
25 જાન્યુઆરી, 1656ના રોજ જાવલીનો કિલ્લો ત્યાંના જાગીરદાર હનુમંતરાવ મોરે પાસેથી છળકપટથી પડાવી લીધો.
આ કિલ્લાનાં વિજય પછી શિવાજીએ 'પ્રતાપ' નામે નવા કિલ્લાનું નિર્માણ કરાવ્યું.

*◆કોંકણનો વિજય:-*
અહીં શિવાજીએ મજબૂત વહીવટી વ્યવસ્થા સ્થાપી અને આબાજી સોનદેવને તેનો ગવર્નર નિયુક્ત કર્યો.

*◆બીજાપુર સાથે સંઘર્ષ:-*
બીજાપુરમાં આવેલા આ કિલ્લાઓ કબજે કરવામાં શિવાજીના સરદારો નેતાજી પાલકર અને અન્નાજી દત્તોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

*●અફઝલખાંનો વધ:-*
બંને વચ્ચે પ્રતાપગઢની તળેટી પાસે મુલાકાત યોજાઈ હતી.
એકબીજાને ભેટતી વખતે અફઝલખાંએ શિવાજીની ગર્દનને પોતાની બગલમાં દબાવીને છરી વડે હત્યા કરવાનો પ્રયાસ કર્યો.
શિવાજીએ વાઘના નખ વડે તેના પેટના આંતરડા બહાર કાઢી નાંખ્યા.

ઔરંગઝેબના સમયમાં શિવાજીએ સુરતને બે વાર લૂંટયું હતું.
શેઠ ખુશાલચંદે ઇ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી.
શિવાજીએ સુરત પર સૌપ્રથમ ઇ.સ.1664ના જાન્યુઆરીમાં આક્રમણ કર્યું.
સુરતનો ગવર્નર ઇનાયતખાં સુરત શહેરને છોડી ભાગી ગયો.
આ ધનની મદદથી શિવાજીએ માલવણમાં 'સિંધુદુર્ગ' નામે કિલ્લો બંધાવ્યો.

રાજ્યાભિષેકના ખર્ચ (1 કરોડ રૂપિયાથી અધિક)ને પહોંચી વળવા માટે શિવાજીએ સઘળા પગારદાર કર્મચારીઓ ઉપર 'સિંહાસન-કર' નામે એક નવો કર લીધો.

*●પુરંદરની સંધિ:-*
શિવાજીએ ઔરંગઝેબના સેનાપતિ જયસિંહ સાથે 15મી જૂન, 1665ના રોજ મુઘલો સાથે 'પુરંદર' મુકામે સંધિ કરી.

*●વાણી-ડિંડોરીનું યુદ્ધ:-*
ઇ.સ.1670માં વાણી અને ડિંડોરીથી થોડા કિલોમીટર દૂર 'કંચન-મંચન ઘાટી'માં મુઘલસેના અને શિવાજીની સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું.
ત્યારપછી શિવાજીએ ત્ર્યમ્બકદુર્ગ પટ્ટા, રાવલા, જાવલા વગેરે કિલ્લાઓ જીતી લીધા.

*●શિવાજીનું અષ્ટપ્રધાન મંડળ:-*
1.પેશ્વા (મુખ્યપ્રધાન)
2.અમાત્ય (મજૂમદાર)
3.મંત્રી (વાકિયાનવીસ)
4.સુમંત (દબીર)
5.સચિવ (શુરુનવીસ કે સુરનિસ)
6.સેનાપતિ (સર-એ-નૌબત)
7.પંડિતરાવ (રાજપુરોહિત)
8.કાઝી-ઉલ-કુજાત

*●બટાઈ પ્રથા:-*
શિવાજીએ રાજ્યના કેટલાક ભાગમાં 'બટાઈપ્રથા' પણ પ્રચલિત કરી હતી.
ખેડૂતો પાસેથી તેમની ઉપજનો અડધો ભાગ રાજ્યના મહેસુલી કર તરીકે વસૂલ કરવામાં આવતો હતો.

*●જમીનની માપણી:-*
કાઠી નામના માપદંડ (પાંચ હાથ અને પાંચ મુઠ્ઠી લંબાઈ ધરાવતું 'જરીબ' દોરડું)થી જમીનની માપણી થતી.

*"
ગઢ આલા પર સિંહ ગેલા"*
(ગઢ મળ્યો પણ સિંહ ગયો)
શિવાજીએ ઔરંગઝેબ પાસેથી સિંહગઢનો કિલ્લો પાછો મેળવતા સમયે તાનાજી માલસૂર સરદારના માર્યા જવાને કારણે આ ઉક્તિ પ્રયોજી હતી.

*●અવસાન:-* 4 એપ્રિલ, 1680



💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-19-20/02/2020🗞👇🏾~*

*📝19 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભૂપત વડોદરિયા*
*પૂરું નામ:-* ભૂપત છોટાલાલ વડોદરિયા
*જન્મ:-* 19 ફેબ્રુઆરી, 1929, સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા ખાતે (મૂળ પાળિયાદના)
*નિધન:-* 4 ઓક્ટોબર, 2011
1946માં વિજ્ઞાન સ્નાતક થઈ લોકશક્તિ દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા.
1955માં 26 વર્ષની વયે ફૂલછાબ દૈનિકના સૌથી યુવા તંત્રી બન્યા.
તે પછી ગુજરાતી ભાષાના વિવિધ સામયિકો અને દૈનિકોમાં તેઓએ સંપાદક તરીકે સેવાઓ આપી.
1982 થી 1986 દરમિયાન તેઓ ગુજરાતના ઇન્ફર્મેશન વિભાગના માહિતી નિયામક તરીકે રહ્યા.
*લખેલા પુસ્તકો:-* પ્રેમ એક પૂજા, કસુંબીનો રંગ, જીવન જીવવાનું બળ, પંચામૃત, અંતરના રૂપ, ઘરે બાહિરે ભાગ 1-5 અને આઝાદીની આબોહવા તેમની નવલકથા, વાર્તા અને નિબંધના પુસ્તકો છે.

આજે (19 ફેબ્રુઆરી) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, આરએસએસના સરસંઘ સંચાલક માધવ સદાશિવ ગોલવલકર, વિખ્યાત અભિનેત્રી અને ગાયિકા અમીરબાઈ કર્ણાટકી, ખગોળશાસ્ત્રી કોપરનિક્સનો જન્મદિવસ અને ગોપાલકૃષ્ણ ગોખલે, આચાર્ય નરેન્દ્રદેવ પુણ્યતિથિ છે.

*📝20 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*શ્રીકાંતાદત્તા નરસિંહરાજા*
*જન્મ:-* 20 ફેબ્રુઆરી, 19533
*નિધન:-* 10 ડિસેમ્બર, 2013
તેઓ દક્ષિણ ભારતના મૈસુર રાજ્યના 26મા શાસક હતા.
રજવાડી શાળા મૈસુર અને મહારાજા કોલેજમાં શિક્ષણ લીધું હતું.
1974માં માનસ ગંગોત્રી યુનિવર્સિટીમાં અંગ્રેજી અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયોમાં સુવર્ણચંદ્રક સાથે અનુસ્નાતકની પદવી હાંસલ કરી.
વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ સારા ક્રિકેટર હતા.ક્રિકેટના બેટ સંઘરવાનો તેમને અનહદ શોખ હતો.
ફેશન ડિઝાઈનર હોવાના નાતે તેઓ મૈસુર સિલ્ક સાડીના પ્રમોટર પણ બન્યા હતા.
1996 અમે 1999 એમ બે વખત તેઓ મૈસુરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.તો બે વાર પરાજિત પણ થયા હતા.
ક્રિકેટના શોખના કારણે તેઓ કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ બન્યા હતા.


●અમેરિકા સ્થિત થિંક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના અહેવાલ મુજબ ભારત વિશ્વનું કેટલામું મોટું અર્થતંત્ર બન્યું
*2.92 ટ્રિલિયન ડોલર ડોલર સાથે 5મું*
*ભારતની વધારે વસ્તીને કારણે ભારતનો વ્યક્તિદીઠ GDP 2170 ડોલર*

●રમતની દુનિયાના ઓસ્કાર તરીકે ઓળખાતા લોરીયસ એવોર્ડ કે જે છેલ્લા 20 વર્ષની બેસ્ટ સપોર્ટિંગ મૉમેન્ટ (રમત જગતની સૌથી યાદગાર પળ) તરીકેનો એવોર્ડ કોણે એનાયત કરવામાં આવ્યો
*સચિન તેંડુલકર*

●મોબાઈલ બેટરી માટે અનિવાર્ય લિથિયમનો 14,000 ટન જથ્થો ભારતના કયા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે
*બેગલુરું પાસે*

●દર વર્ષે એથનલોગ દ્વારા વિશ્વની વિવિધ ભાષાઓ અંગેનો આંકડાકીય રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે છે. હાલના 2019ના વર્ષ માટેનો રિપોર્ટ અનુસાર હિન્દી ભાષાને વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં કયું સ્થાન મળ્યું છે
*ત્રીજું (61.5 કરોડ લોકો હિન્દી બોલે છે)*
*અંગ્રેજી પ્રથમ (113.2 કરોડ લોકો)*
*2.મેન્ડેરિન (ચાઈનીઝ- 111.7 કરોડ લોકો)*

●કર્ણાટકમાં ભેંસોની પરંપરાગત રેસ યોજાય છે તેને શું કહેવાય છે
*કમ્બાલા*

●ઇન્સ્ટાગ્રામ પર 5 કરોડ ફોલોઅર ધરાવતો પહેલો ભારતીય કોણ બન્યો
*ક્રિકેટર વિરાટ કોહલી*

●સોશિયલ મીડિયામાં સ્ત્રી-પુરુષ સમાનતા માટે અમેરિકન કંપની ફેસબુક દ્વારા ડિજિટલ સાક્ષરતા અભિયાન શરૂ કરાયું છે. તેનું નામ શું છે
*વી થિંક ડિજિટલ*
*ઉત્તર પ્રદેશમાં નેશનલ કમિશન ફોર વુમન એન્ડ સાયબર પીસ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરાયો છે*
*આ કાર્યક્રમ અંતર્ગત ભારતના 7 રાજ્યોમાં એક લાખ મહિલાઓને ડિજિટલ સાક્ષરતા આપવામાં આવશે*

●કેન્દ્રીય સરકારે આયુષમાન ભારત અંતર્ગત એક પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત દરેક સરકારી શાળામાં બે શિક્ષકોને 'આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર' તરીકે પસંદ કરવામાં આવશે. આ પહેલનું નામ શું છે
*સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર*

●કેન્દ્રીય મંત્રી મંડળે તાજેતરમાં ત્રણ સરકારી સામાન્ય વીમા કંપનીઓમાં 2500 કરોડના મૂડીરોકાણને મંજૂરી આપી છે. કઈ ત્રણ જાહેર જાહેર ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે
*ઇનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ*

●ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*જાણીતા અવકાશ વૈજ્ઞાનિક જી.નારાયણન*
*ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એક ઈસરોનું વાણિજ્યિક એકમ છે.*

●ગૂગલ ઇન્ડિયાએ તાજેતરમાં લોકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સુરક્ષા પગલાં વિશે માહિતી આપવા માટે એક જન જાગૃતિ પહેલ શરૂ કરી છે. તેનું નામ શું છે
*સેફ્ટી ફર્સ્ટ*
*ગૂગલ ઇન્ડિયાએ 'સિક્યુરિટી ચેક અપ' અને 'પાસવર્ડ ચેક અપ' નામના શક્તિશાળી ટુલ્સ પણ લોન્ચ કર્યા છે*

●કયા રાજ્યની સરકારે રાહત દરે ભોજન પ્રદાન કરવા માટે 'કુડુમ્બશ્રી' હોટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે
*કેરળ*
*હોટલની સ્થાપના 1034 સ્થળે કરવામાં આવશે જેમાં 25 ૱માં ફૂડ મળશે*

●તેલંગણાના મુખ્ય પ્રધાને તાજેતરમાં કયા બે
સ્થળો વચ્ચે હૈદરાબાદ મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું હતું
*હૈદરાબાદ અને સિકંદરાબાદ*
*આ સાથે હૈદરાબાદ મેટ્રો દેશની બીજી સૌથી મોટી ઓપરેશન મેટ્રો બની છે.*
*ભારતનું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક દિલ્હી મેટ્રો રેલ છે*
*હૈદરાબાદ મેટ્રો પ્રોજેક્ટ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા બનાવવામાં આવી રહી છે*

●રાષ્ટ્રીય શીતકાલીન રમતોત્સવ ક્યાં યોજાશે
*જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે*

●ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ. આ કવાયતનું આયોજન કયા વર્ષથી કરવામાં આવે છે
*2005થી*

●તાજેતરમાં બનાવેલ હેલ્મેટ જે 10 મીટરના અંતરથી AK-47 બુલેટને અટકાવવા સક્ષમ છે. આ હેલ્મેટ કોણે બનાવ્યું છે
*ભારતીય સૈન્યના મેજર અનુપ મિશ્રા*
*ભારતની પ્રથમ અને વિશ્વની સૌથી સસ્તી ગનશોટ લોકેટર 'પાર્થ' પણ તેમણે બનાવી છે*

●હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે તાજેતરમાં કઈ યોજના શરૂ કરી જેમાં જરૂરિયાતમંદ પરિવારોને 6000 રૂપિયાની આર્થિક સહાય મળશે
*મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના*
*આ યોજનાનો લાભ જેની વાર્ષિક આવક ૱1.80 લાખ અને 5 એકરથી ઓછી જમીન હોય તેમને મળશે*

●ભારતની આર્થિક સહાયથી નેપાળનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બની રહ્યો છે તેનું નામ શું છે
*અરૂણ-3*

●એન્ટાર્કટિકાનો કયા બેઝ પર તાજેતરમાં 18.3 ડિગ્રી સેલ્શિયસ પર પહોંચ્યો હતો જે ત્યાંનું સૌથી ગરમ સ્થળ બન્યું છે
*એસ્પેરેન્ઝા*
*આ સ્થળ આર્જેન્ટિનાનું કાયમી સંશોધન કેન્દ્ર છે*

●તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર કોણ બન્યો
*પાકિસ્તાનનો નસીમ શાહ*
*16 વર્ષ 359 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી*
*બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ મેળવી*

●અમેરિકન અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચે અંતરિક્ષમાં સૌથી વધુ સમય ગાળવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેટલા દિવસ પસાર કર્યા
*328 દિવસ*

●ભારત-આફ્રિકન સંરક્ષણ પ્રધાનોની પહેલી બેઠક ક્યાં મળી હતી
*લખનૌમાં*

●જમ્મુ કાશ્મીર વહીવટ દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગનું નામ બદલીને શુ રાખ્યું છે
*જલશક્તિ વિભાગ*

●અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા
*મહંત નૃત્ય ગોપાલદાસ*

●1 એપ્રિલથી દેશમાં વિશ્વનું સૌથી શુદ્ધ પેટ્રોલ ડિઝલ મળશે.આ ઇંધણમાં સલ્ફરનું પ્રમાણ કેટલા PPM રહેશે
*10 PPM*

●ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઇમર્જિંગ યુનિવર્સિટી રેન્કિંગ 2020 માં વિશ્વની 100 શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કેટલી ભારતીય સંસ્થાને સ્થાન મળ્યું છે
*11*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥