GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
રેવન્યુ તલાટી ના અભ્યાસક્રમ બદલવાની ચળવળ હવે પૂર્ણ થઈ ગઈ હોય એવું લાગે છે.
લોકો એ સ્વીકારી લીધું હોય એવું દેખાઈ રહ્યું છે.
અને સાથે સાથે પ્રિલિમ પણ જુલાઈ માં લેવાઈ જશે એવા સૂત્રો દ્વારા સમાચાર મળેલ છે
પણ આના લીધે આગળ શું થશે એના પર એક ઝલક

રેવન્યુ તલાટી 1900 ગ્રેડ પે ની ક્લાસ 3 ની નોકરી છે
ક્લાસ 3 માં 1900,2400,2800,4200,4400 ગ્રેડ પે આવે છે.
જેથી 1900 ગ્રેડ પે વાળી નોકરી ને ક્લાસ 3 માં સૌથી ઓછા પગાર ની નોકરી કહી શકાય
જો આ નોકરી માં પણ 200 માર્ક્સ ની પ્રિલિમ અને 350 માર્ક્સ નું લેખિત મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તો વિચારી લેવું કે
આગળ તમામ ક્લાસ 3 ની પરીક્ષા કઈ રીતે લેવાશે ?
ભવિષ્ય માં તમામ ક્લાસ 3 ની પરીક્ષા આ રીતે લેવાતી થઈ જશે કેમકે જો 1900 ગ્રેડ પે માં આવી પરીક્ષા રાખી શકાય તો પછી ક્લાસ 3 ના અન્ય ગ્રેડ પે માં તો એમને કઈ વાંધો નહીં આવે.
રેવન્યુ તલાટી એક રીતે જોઈએ તો એક પ્રયોગ છે જેથી નક્કી કરી શકાય કે શું લોકો આનો બરોબર વિરોધ કરે છે ?
જો ના કરી શકે તો આગળ તમામ કલાસ 3 ની પરીક્ષાઓ રેવન્યુ તલાટી નું બહાનું
કાઢીને આ રીતે લઈ શકાય.
આમાં નુકશાન છેવાડા ના વિધાર્થી નું જ છે.
આમાં મોટે ભાગે GPSC, UPSC માં નિષ્ફળ નીવડેલા વિધાર્થીઓ જ પાસ થશે ( આપડે એમના થી કોઈ વિરોધ નથી પણ તેઓ આ પરીક્ષા પાસ કરીને પણ આ નોકરી માં લાંબો સમય રહેશે નહીં અને ઉપર ની નોકરી મળતા 1-2 વર્ષ માં જતા રહેશે અને જગ્યા પાછી ખાલી પડશે)
ભવિષ્ય માં જો બધી ક્લાસ 3 પરીક્ષા માં આ પેટર્ન આવી જાય તો કોઈ નવાઈ નહીં હોય !

#અંગત_અભિપ્રાય
#Revenue_Talati_Syllabus
23👌1