GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.17K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
9👍6
વિનંતી......🙏❤️

🙏🏻#LRD ભરતી 2025 #OPT_OUT માટે લાગણીસભર અપીલ🙏🏻
"એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર"
"OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ"

મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.

👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.

📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.

🤝 અમારી વિનંતી –દરેક કોમન ઉમેદવારોને 🙏🏻

👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,

👆🏻🙏🏻તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના દસ્તાવેજ ચકાસણી કે વિભાગીય પસંદગી વખતે હાજર ન રહો અથવા તમને યોગ્ય કેડર ન મળે તો OPT OUT કરી દો. 🙏
---

🫂 OPT OUT કેમ જરૂરી છે ?

તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે.
તમારું એક “OPT OUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે.
એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે.
આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે.

👮🏻LRD 2025 ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવારો OPT OUT કરે,તો જ ન્યાય મળશે, પારદર્શિતા આવશે અને હજારો યુવાનોને રોજગારનો માર્ગ ખુલશે.👮🏻
7