GCC JOB INFO
41.7K subscribers
12.8K photos
398 videos
2.12K files
6.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
20 Point For Youth & Students:
‘‘દરેક શબ્દનું એક સપનું હોય છે – કલા બનવાનું.’’ આ રીતે મોટાભાગના યુવાનોનું પણ સપનું હોય છે – #UPSC કે #GPSC પાસ કરીને ઓફિસર બનવું !! અહીંયા એ Clarity કરી લઉં કે નીંદમાં આવે તેને ‘સ્વપ્ન’ કહેવાય અને ખુલ્લી આંખે નિરખીએ તેને ‘સપનાં’ કહેવાય. કહેવાનો અર્થ એ છે કે લાખો Candidates #civilservices અર્થાત ક્લાસ-1-2ની પરીક્ષા આપતા હોય છે, એમાં આપણે કેવી રીતે સિલેક્ટ થઈએ ? આ સવાલ ખૂબ મહત્વનો છે. GPSCના ચેરમેન Dinesh Dasa sir એ ‘ક્લેરિટી ઓફ માઈન્ડ’ સાથે ખૂબ રસપ્રદ ઓબ્ઝર્વેશન રજૂ કર્યા છે, એ કદાચ સિવિલ સર્વિસની #CompetitiveExams માં સફળ થવા માટે ઉપયોગી પુરવાર થશે. Dinesh Dasa sirએ પોતાના અનુભવના આધારે રજૂ કરેલાં કેટલાક તારણો આ પ્રમાણે છેઃ

(1) સિવિલ સર્વિસ અર્થાત યુપીએસસી-જીપીએસસીની તૈયારી માટે કોઈ કોલેજ કે યુનિવર્સિટી નથી, એટલે આ પ્રકારની પરીક્ષાની તૈયારી સ્વયં પણે કરવી રહી. ટૂંકમાં સંઘર્ષની ભઠ્ઠીમાં તપીશું તો જિંદગી સાર્થક બનશે.
(2) કોલેજકાળથી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મેગેઝિન-ન્યૂઝપેપર્સ નિયમિતપણે વાંચવા રહ્યાં.
(3) ખાસ કરીને વાલીઓએ પોતાનું સંતાન સ્કૂલમાં હોય ત્યારથી જ ઇતિહાસ, ભૂગોળ, ભારતીય સંસ્કૃતિ, ભારતનું બંધારણ, ઈકોનોમિક્સ, ભાષા-સાહિત્યની ટેકસ્ટબુક વાંચે ( ગોખવા કરતા સમજે ) તે માટેની રસરુચિ કેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
(4) પરીક્ષાની તૈયારી કરતી વખતે ઓછામાં ઓછા છેલ્લા બે-ત્રણ વર્ષના ન્યૂઝ ફોલો કરવા અને તેની નોંધ નિયમિત રીતે ડાયરીમાં કરવાથી ફાયદો થશે.(નોધઃ ન્યૂઝ એટલે પોલીસે કોને પકડ્યા, કયા નેતાએ શું પહેર્યું કે નિવેદન આપ્યું એ નહીં, પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારની નીતિ આધારીત અર્થાત કરંટ અફેર્સની ઘટનાથી સતત વાકેફ રહેવું.)
(5) ટીવીમાં શું જોવું ? આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ. સોશ્યલ મીડિયામાં શું ફોલો કરવું ? આ આપણા વિવેક પર આધારીત છે. આ બંને સવાલની સમજણ વિકસે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આપોઆપ શરુ થઈ જશે.
(6) સિવિલ સર્વિસમાં જગ્યાઓ મર્યાદિત હોય છે. એટલે કદાચ, કોઈ કેન્ડીડેટ પરીક્ષામાં છેલ્લા સફળ ન રહ્યો, તો તેની ચિંતા કરવી નહીં. પરંતુ આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરનારનો સંતુલિત વિકાસ થાય છે, જે હંમેશા જીવનમાં કામ લાગશે. કેમ કે તૈયારી કરતી વખતે ઇતિહાસથી ભૂગોળ, સાહિત્યથી કલા, પોલિટિકલ સાયન્સથી ફિલોસોફી સહિતના તમામ વિષયોનું જ્ઞાન અથવા તો માહિતી એક સારા ‘સિટિજન’ બનવામાં મદદરુપ થશે. એક જાગૃત નાગરિક તરીકે સિવિક સેન્સ ડેવલપ થશે.
(7) આજે ટેકનોલોજીનો યુગ છે, ત્યારે કયાંથી વાંચવું એ મહત્વનું નથી, વાંચવું તેનો મહિમા છે. ડિઝિટલ ડિવાઈસથી સરળતાથી કેન્ટેન્ટ મેળવો તો ખોટું નથી, પરંતુ આ દરમિયાન વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રા, મેસેન્જર તમારો સમય ગળી ન જાય તેનું ધ્યાન રાખવું રહ્યું.
(8) ક્યારેક વાંચવાનો કંટાળો આવે તો હવે દરેક સબ્જેક્ટના શ્રેષ્ઠત્તમ વીડિયો યુ-ટયુબ પર ઉપલબ્ધ છે, એટલે રિલેક્સ થઈને ફક્ત સાંભળો તો પણ સિવિલ સર્વિસની પરીક્ષામાં ફાયદો થશે.
(9) ગાંધીજી પાસે ટ્વીટર, ફેસબુક કે ઈ-મેઈલની સુવિધા નથી, છતાં વિશ્વના મોટા શહેરોમાં ગાંધીજીની સ્મૃતિમાં કંઈકને કંઈક જોવા મળશે, ત્યારે આજની પેઢી તો નસીબદાર છે કે આંગળીના ટેરવે માહિતી ઉપલબ્ધ છે, બસ કઈ માહિતી પરીક્ષા માટે ઉપયોગી થશે, આ બાબતની સૂઝ હોવી જરુરી છે.( નોંધઃ ગાંધીજી બનવા માટે ‘ચરિત્ર’ જોઈએ, ટેકનોલોજીથી ગાંધીજી થવાય નહીં.’)
(10) વર્લ્ડ સ્પોર્ટસ ઈવેન્ટ્સ(ફક્ત ક્રિકેટ નહીં), એવોર્ડ, કુદરતી ઘટના(સાયક્લોન કે ખગોળીય ઘટના), કેન્દ્ર સરકારની નીતિ, બંધારણીય સુધારા, પાર્લામેન્ટની પ્રક્રિયા વગેરે ન્યૂઝને ડાયરીમાં નોંધતા રહો. જેમ કે હમણાં ગુજરાતના દરિયા કિનારે જે દરિયાઈ ચક્રવાત(સાયક્લોન) આવ્યું, તો સાયક્લોનનું નામ કેવી રીતે અપાય છે ? આ એન્ગલથી યુવાનો તૈયારી કરશે, તો જીપીએસસી-યુપીએસસીમાં સફળતા નિશ્ચિત છે.
(11) સિવિલ સર્વિસ કે પછી વર્ગ-3ની પરીક્ષાની તૈયારી કરતી વખથે ધોરણ 5 થી 12ની તમામ વિષયોની ટેક્સ્ટ બુક હાથવગી રાખવી રહી, આ જ મૂળ આધાર હોય છે.
(12) જીપીએસસી-યુપીએસસીની મેઈન્સ એક્ઝામની તૈયારી વખતે દરેક મુદ્દાને અને શબ્દને સમજવો રહ્યો. માની લો કે પરીક્ષામાં કોઈ નિબંધ પૂછાયો તો એ નિબંધના સવાલનો અર્થ બરાબર સમજો અને પછી લખવાનો આરંભ કરો. ટુ ધ પોઈન્ટ, એ પણ ક્લેરિટી ઓફ માઈન્ડ સાથે. નિબંધના પ્રશ્નમાં શબ્દવિવેક સાચવવો પડે, અન્યથા આઠ પેજના નિબંધમાં ઝીરો માર્ક પણ આવી શકે.
(13) જીપીએસસી-યુપીએસસીની મેઈન્સમાં તમામ સવાલો મહત્વના હોય છે. પરંતુ નિબંધનો સવાલ સમજીને શબ્દવિવેક સાથે લખવામાં આવે તો તમે ડેપ્યુટી કલેક્ટર બની શકો, જો શબ્દવિવેક ન જાળવી શકો તો લેબર ઓફિસરની રેન્કમાં પહોંચી જાઓ. ટૂંકમાં નિબંધમાં શક્ય બને ત્યાં સુધી કોઈ સુવિચાર-અણમોલ વાક્યો કે ક્વોટ લખવાનું ટાળો. આયોગ નિબંધમાં તમારા વિચારો જાણવા માંગે છે.