યુવા પેઢીના કે પછી મધ્યમ વર્ગના લોકોએ આ પાંચ બાબતો પર નિર્ણય લેતા પહેલાં કાળજીપુર્વક વિચાર કરવો આવશ્યક છે.
કારણ મહદઅંશે લોકો આને "ઇન્વેસ્ટમેન્ટ" તરીકે ગણતા હોય છે.
0️⃣1️⃣ ઇએમઆઇ પર લક્ઝરી કે એક્સપેન્સીવ કારની ખરીદી. જરૂરિયાત મુજબ અને લક્ઝરી વચ્ચે તફાવત છે. સનરૂફ અને એડાસ ફીચર્સ તો આજની ટેકનોલોજી છે અને હાઈ એન્ડ એસયુવી સ્ટેટસ સિમ્બોલ ગણાય. પાછું બેંકો ફટાફટ લોન આપે છે એટલે સ્ટેટસ અને લક્ઝરી માટે એક્સપેન્સીવ કાર "એસેટ" અને "કમ્ફર્ટ" માટે અનિવાર્ય બની રહે છે. થોડા વધુ નાખો એટલે ટોપ મોડેલ આવી જાય. પણ ખરેખર એ ડેપ્રીસીએટીંગ લાયેબીલીટી છે.
આ ઉપરાંત આવી કારના મેઇન્ટેનન્સ, ઇન્સ્યોરન્સ અને પેટ્રોલના ખર્ચાઓ દર મહીને ખીસ્સા નીચોવી નાખતા હોય છે.
0️⃣2️⃣ ભભકાદાર લગ્ન પ્રસંગના આયોજન - લગ્નપ્રસંગ તો જીવનમાં એક જ વાર આવે છે. એમાં કોઇ કસર જ ન કરાય. અને જે સગાઓને ઓછા પસંદ કરે છે એમને આંજી નાખવા માટે લોન લઈને કે રોકાણોને વેચીને પણ ખર્ચો તો કરશે જ. દેખાદેખીમાં ડેસ્ટીનેશન વેડીંગ અને થીમેટીક વેડીંગના આયોજન થતા હોય છે. પ્રી-વેડીંગ ફોટોશુટ અને લેવિશ રિસેપ્શન હવે સોશ્યલ સ્ટેટસનો ભાગ બનાવીએ છીએ.
10-40 લાખ રૂપીયા બે દિવસમાં ખર્ચાઇ જતા હોય છે. અને લોનના હપ્તાઓ પાંચ સાત વર્ષ સુધી ચાલતા રહે છે. આટલી રકમ જો નવદંપતીને આપશો તો એમની કરીઅર કે બિઝનેસની નવી જીંદગી શરૂ કરી શકે છે અને કોઇને ન પણ આપો તો માતા-પિતાની આર્થીક સુરક્ષા જળવાઇ રહે છે જે નિવૃત્તી સમયે કામ લાગશે.
0️⃣3️⃣કરીઅરની શરૂઆત જ થઈ હોય અને હોમલોનની જવાબદારી - આપણે મધ્યમ વર્ગના લોકો એવું દ્રઢપણે માનીએ છીએ કે ભાડું એ વેસ્ટેજ છે. પણ 25-30 વર્ષની ઉંમરે એક એફોર્ડેબલ ફ્લેટ માટે પણ 50-75 લાખની લોન એ 20 વર્ષની લાયેબીલીટી છે. કરીઅરમાં ક્યાં સેટ થવું છે, આગળ ક્યા શહેરમાં સારી તકો છે એ બધા નિર્ણયો પર આ લાયેબીલીટી અસર કરે છે. 35 વર્ષની ઉંમરે કરીઅરના મધ્યાહ્ને પહોંચી ગયા પછી આ નિર્ણય દરેક પરીબળોને ધ્યાનમાં રાખીને લઈ શકાય છે.
0️⃣4️⃣ લકઝરી વેકેશન - મધ્યમ વર્ગના પરીવારમાં આજે એક વેકેશન 1.5 લાખથી 2 લાખ મિનિમમ થાય છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ધમાકેદાર દેખાય એવા રિસોર્ટ, કૃઝ ટ્રીપ અને બિઝનેસ ક્લાસમાં ફ્લાઇટ પાછળ "આપણે કયાં વારંવાર જઈએ છીએ" અને જવું તો જલસા કરીએ કાલ જોયું જશે. પણ વાસ્તવિકતા એ છે કે પુરતા આર્થીક આયોજન વગરના પ્રવાસો બાદ પર્સનલ લોનના હપ્તાઓ અને ક્રેડીટ કાર્ડના દેવાઓ સ્ટ્રેસ વધુ આપતા હોય છે.
પ્રવાસની યાદો તો મધુર જ હોય છે અને રહેવી જોઇએ. પણ એની સાથે નાણાકીય રીતે સ્ટ્રેસ અને માનસિક અશાંતિનો અનુભવ ન થાય એ કાળજી અનિવાર્ય છે.
0️⃣5️⃣ ટ્રેન્ડી અને ફેન્સી ગેજેટ્સ અને સતત અપગ્રેડ - દર બાર મહિને મોબાઇલ ફોન અપગ્રેડ તો કરવો પડે, સ્માર્ટ વોચ, સ્માર્ટ અને મોટા સ્ક્રીનના ટીવી આ સતત ટેમ્પટેશન રહે છે. દરેક નવા અપગ્રેડથી અંજાઇને કે દેખાદેખીમાં થતા ખર્ચાઓ કારણે સમૃદ્ધ બનવાને બદલે આર્થીક રીતે સંકડામણ અનુભવતા થઈ જઈએ છીએ.
ખાસનોંધ: એ ફેન્સી શબ્દો "આ એક પ્રકારનું રોકાણ જ છે" એવા ટ્રેપમાં પડવાથી બચવું જોઇએ. સાચું ઇન્વેસ્ટમેન્ટ એ છે કે જેમાં મુલ્ય વૃદ્ધી થાય છે, ભવિષ્યમાં કેશફ્લોનું સર્જન કરી શકે છે.
ઇન્ફ્લુએન્સર અને અન્ય લોકોના સોશ્યલ મિડીયામાં શો-ઓફ્ફ પાછળની વાસ્તવિકતા આપણને ખબર નથી હોતી. આપણા નિર્ણયો આપણી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કરવા જોઇએ.
તમારો આ મુદ્દે અભિપ્રાય અને અનુભવ ચોક્કસ જ્ણાવશો.
Photo courtesy Meta Ai
#આ_તો_એક_વાત #મજ્જાની_લાઈફ #અનુભવોક્તિ #મિતેષપાઠક #miteshpathak #d202511 #FinancialLiteracy #FinancialEducation

❤10👍1