વડાપ્રધાનની પ્રત્યેક સભા નાગરિકો માટે ગળાનો ગાળિયો નથી?
20 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન ભાવનગર આવે છે.વડાપ્રધાનની સભામાં લોકોને એકત્ર કરવા 1300થી વધુ સરકારી બસો રોકવામાં આવી છે. 10-15 દિવસથી આખુંય સ્થાનિક વહીવટીતંત્ર વડાપ્રધાનના કાર્યક્રમમાં રોકાયેલું છે. રાજ્યની પોલીસ તથા SRP મળીને 4,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ બંદોબસ્તની તૈયારીમાં લાગેલા છે.
ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ; જનમેદનીને એકત્ર કવા માટે તલાટી-મંત્રી/ શાળાના આચાર્ય/ શિક્ષકો/ કર્મચારીઓ/ રેશનશોપ ડીલર/ મુખ્ય સેવિકા/ આંગણવાડી વર્કર/ તેડાગર/ પશુ ચિકિત્સક/ આશા વર્કર/ હેલ્થ સ્ટાફ/ ગ્રામસેવક વગેરે ભીડ-એકત્ર કરવા કામે લગાડ્યા છે.
થોડાં પ્રશ્નો :
[1] શું વિકાસના કામોની જાહેરાત કે તેનો શુભારંભ ભીડ એકત્ર કર્યા વિના ન થાય? જો ખેડૂતોને બધી કાર્યવાહી ઓનલાઈન કરવાની હોય તો વડાપ્રધાન કોઈ યોજનાનો શુભારંભ ઓનલાઈન ન કરી શકે?
[2] ભીડ એકત્ર કરવા 1300થી વંધુ સરકારી બસો દોડાવવામાં આવે છે; એનો અર્થ એ છે કે રુટિન રુટ બંધ કરેલ છે. શું આનાથી નાગરિકોને તકલીફ ન થાય? બિમાર માણસોને બસ સુવિધાથી વંચિત રહેવું ન પડે?
[3] 10-15 દિવસ આખું વહીવટીતંત્ર રોકાયેલું રહે એટલે નાગરિકોનું કોઈ કામ ન થાય. પોલીસ પણ નાગરિકોની સુરક્ષાને બદલે વડાપ્રધાનના બંદોબસ્ત/ રિહર્સલ વગેરેમાં રોકાઈ રહે એટલે ગુનાની તપાસની કામગીરી / વિલેજ વિઝિટ વગેરે કામગીરી ખોરવાઈ જાય. વડાપ્રધાનની મુલાકાત લોકો માટે અગવડભરી બની જાય. શું આ બાબતે વડાપ્રધાન ક્યારેય વિચારતા નહીં હોય?
[4] વડાપ્રધાનની એક સભા/ રેલી માટે 40-50 કરોડનો ખર્ચ થાય છે, મંચને સુશોભિત કરવા વિદેશી ફૂલોનો ઉપયોગ થાય છે. AC મંચ/ AC ટોઈલેટ/ અનેક LED સ્ક્રીન વગેરેનો ઉપયોગ થાય છે. દેશમાં 80 કરોડ લોકો સરકારી અનાજ ઉપર હોય ત્યારે આવો ખર્ચો કરવો શોભાસ્પદ છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ- 2024 મુજબ ભારત 127 દેશોમાંથી 105મા ક્રમે હતું. આટલી ભૂખમરાની સ્થિતિમાં આવા બાદશાહી ભભકા વડાપ્રધાનને શોભે?
[5] દર વર્ષે મોદીજીની રેલી પાછળ 18,000 કરોડથી વધુ ખર્ચ થાય છે ! નાગરિકો આકરો ટેક્સ ચૂકવી બેવડ વળી ગયા છે ત્યારે વડાપ્રધાનની સભાનો બાદશાહી ખર્ચ કઈ રીતે પોસાય? વળી આટલો ખર્ચ કરીને વડાપ્રધાન લોકોને આપે છે શું? સભામાં તો આત્મપ્રશંસા અને વિપક્ષનું ચરિત્રહનન જ સાંભળવાનું ને? ભ્રામક દાવાઓ અને જૂઠા વચનો સાંભળીને ધન્ય થવાનું ને? આંકડાની માળાજાળથી અભિભૂત થવાનું ને? 11 વરસમાં નથી મોંઘવારી ઘટી કે નથી બેરોજગારી ઘટી. રુપિયો સાવ ઘસાઈ ગયો છે. ખાનગી શિક્ષણ માફિયા લોકોને લૂંટે છે, ખાનગી હોસ્પિટલો દર્દીઓ સાથે માલ પ્રેક્ટિસ કરે છે, પોલીસ FIR નોંધતી નથી. સરકારી કચેરીઓમાં લાંચ આપ્યા વિના કોઈ કામ થતું નથી. શું વડાપ્રધાનના ભાષણોમાં આ બાબતે કોઈ ચિંતા જોવા મળે છે? ભલે વડાપ્રધાનમાં 75 કરતા વધુ ગુણો હોય પરંતુ લોકોની હેરાનગતિ વધતી જ જતી હોય તો એ ગુણો કામના શું? વડાપ્રધાનની પ્રત્યેક સભા નાગરિકો માટે ગળાનો ગાળિયો નથી?

❤36🔥6👏5👌4👍1
Result-of-1st-Stage-Computer-Based-test-CBT-I-CEN-05-2024.pdf
1 MB
RRB : AHMEDABAD(NTPC Graduate Level)
135-202425-SYMWE.pdf
1.5 MB
Syllabus of the Mains the Mains Written Examination, Advt. No. 135/2024-25, Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2