આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે. આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રકટીકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી, જેમ કે, પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ ? ઉત્તમ આત્માને આહ્વાન આપવા માટેની સમાગમ વિધિ કેવી હોવી જોઈએ ? પતિ-પત્નીએ આહાર-વિહારમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ ? બાળક કંસિવ થઈ જાય પછી દરેક મહિના મુજબ કેવી કેવી સંભાળ રાખવી ? ક્યારે શું ખાવું અને શું ના ખાવું ? ક્યાં આસન, પ્રાણાયામ અને યોગાસન કરવા ? અને કઈ રીતે બેસવું, ઊઠવું, સૂવું ? ગર્ભમાં ક્યાં મહિને બાળકનું ક્યું અંગ વિકસે છે અને એ મુજબ એના ઉત્તમ વિકાસ માટે શું શું કાળજી લઈ શકાય તથા કેવી કેવી એક્ટિવિટી કરવી જોઈએ ? ક્યાં પુસ્તકો વાંચવા - કઈ ફિલ્મો જોવી ? આ ઉપરાંત બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી ? પ્રસૂતાની સંભાળ કઈ રીતે રાખવી ? બાળકના ઉત્તમ ઘડતર માટે સમયાંતરે બાળકમાં ક્યાં સંસ્કારો કરવા ? નાના-મોટા રોગ માટે ઘરગથ્થુ ઉપચાર શું કરવા ? આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી. આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ.
શૈલેષ સગપરિયા એ ગુજરાતનાં ખૂબ જ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. સ્પીપા રાજકોટના ડિરેક્ટર તરીકે કાર્યરત શૈલેષ સગપરિયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર અનેક વિધાર્થીઓનાં ગુરુ છે. તેમના ઘણાં વિધાર્થી સરકારનાં વિવિધ ઉચ્ચ હોદ્દા પર પસંદગી પામ્યા છે.
શેલેશભાઈ એક ઉચ્ચા લેખક પણ છે
શેલેશભાઈ એક ઉચ્ચા લેખક પણ છે