આ પુસ્તકમાં શૈલેષભાઇ એ 101 સત્યઘટનાઓ રજૂ કરી છે જે તમને એટલી મોટીવેટ કરશે કે તમને થશે LIFE કશું અશક્ય નથી ,એવા સત્ય પ્રસંગો છે જે જીવનમાં તમને પ્રેરણા આપશે.તમને મોટિવેશન સાથે જિંદગીનું ઘડતર પણ કરશે આ પુસ્તક વાંચતા તમને થશે કે હજી આવા પુસ્તક હોય તો વાંચી લઈએ.
આ પુસ્તકમાં એવી સત્ય ઘટનાઓનું સંકલન કરવું છે, જે આપણને પૂર્ણ સફળ જીવન જીવવા માટે દીવાદાંડીની જેમ માર્ગ બતાવે છે, મોટાભાગનાં પ્રસંગો તો આપણી જ આસપાસના છે. આ પ્રસંગો પૈકી કેટલાક પ્રસંગો પ્રધાનમંત્રીશ્રી , ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રિય મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો સુધી પહોંચ્યા. અમુક પ્રસંગો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ થઈ રાષ્ટ્રીય સ્તરે પણ પહોંચ્યા, તો કેટલાક લોકોને પ,પૂ. મહંતસ્વામી મહારાજ અને પ.પૂ. ડોક્ટરસ્વામી જેવા સંતોએ ફોન કરીને એમની નિઃસ્વાર્થ સેવા બદલ અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે.
દરેક વિધાર્થી મિત્ર એ ખાસ વસાવજો અને વાંચજો આવું પુસ્તક ક્યાંય નહીં મળે એ હું પોતે જવાબદારી સાથે કહું છું મિત્રો
આજે એવું પુસ્તક લાવ્યો છે જે દરેક ને ખાસ જરૂર છે
અમુક વખતે આપણે કોઈ કામ કે કોઈ બાબત માટે કોઈ વ્યક્તિ ને ના પાડવી હોય પણ આપણી શરમ,મજબૂરી કે જવાબદારી આપણે ના નથી પાડી શકતા.આ પુસ્તક એવી ટેક્નિક અને વાતો છે જે તમને સરલતાથી ના પાડી શકો છો અને સામે વાળા ને ખોટું પણ ના લાગે

આપણા રોજિંદા જીવનમાં સતત બીજાઓના અનુરોધનો સામનો કરવો પડતો હોય છે. અન્ય લોકોની મદદ કરવી ભલે સરસ આદત કહેવાતી હોય પરંતુ લગાતાર એવી પ્રવૃત્તિ કરતા રહેવાથી આપણી પાસે સમય રહેતો નથી. આ પ્રકારે સતત કાર્ય કરતાં રહેવાથી આપણી ભીતર એક પ્રકારની હતાશા જન્મે છે. “ના” એક એવો સરળ શબ્દ છે જે ફક્ત એક જ અક્ષરનો છે પરંતુ મોટા ભાગના લોકોને માટે ‘‘ના’’ શબ્દનો ઉચ્ચાર કરવો કઠીન હોય છે. જ્યારે આપણે બધા જાણીએ છીએ કે “ના” કહેવાથી આપણા જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. આ પુસ્તકમાં એવા અચૂક ઉપાય બતાવ્યા છે, જેને પોતાના રોજિંદા જીવનમાં અપનાવીને કોઈપણ વ્યક્તિ “ના” કહેવાની કળામાં પારંગત બની શકે છે અને જીવનને ખુશીઓથી ભરી શકે છે.
આ પુસ્તક શા માટે ?
જો તમને ના કહેવામાં તકલીફ પડતી હોય, તો પછી તમારો મહત્તમ સમય બીજાનાં એવાં કામો કરવામાં ખર્ચાઈ જશે જે તમે હકીકતે નથી કરવા માગતા. આ સિલસિલો જો સતત ચાલુ રહે, તો વ્યક્તિની અંદર ધૂંધવાટ અને હતાશાની ભાવના વધતી જાય છે. તેને પરિણામે મિત્રતા અને સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે. ‘ના’ નહીં કહેવાના કારણે તમને લાગે છે કે ન તો તમારું સમય પર નિયંત્રણ છે કે ન તો પોતાના જીવન પર.
જ્યારે તમે ‘ના’ કહેતાં અચકાવ છો, તો એવી સ્થિતિ ઊભી થાય છે કે ચારે તરફ પાણી પ્રસરતું જાય છે અને તમે નળ બંધ કરી નથી શકતા. તમે કોઈના અનુરોધના જવાબમાં ‘ના’ કહેવા માગો છો, પણ ‘ના’ ની જગ્યાએ તમારા મોમાંથી ‘હા’ જ નીકળે છે. તોપણ તમારી અંદર ક્ષોભ અને તાણનો ભાવ વધી જાય છે. આનો પ્રભાવ તમારી તબિયત પર પણ પડી શકે છે. તેમાં સૌથી પહેલાં માથાના દુઃખાવારૂપે પ્રતિક્રિયા આવે છે. ‘ના’ કહેવાનો મતલબ છે કે વહેતા નળને બંધ કરવો અને બહારની ધારાના દબાણને અટકાવી દેવી. આ રીતે નિર્ણય લેવાનો અધિકાર તમારા હાથમાં જ રહે છે અને સમય અને જીવન પર તમારું નિયંત્રણ રહે છે. સીધા અને ખુલ્લી રીતે ‘ના’ કહેવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે.
જે લોકો ‘ના’ કહેવાથી ખચકાય છે, તેમના મનમાં અનેક ધારણાઓ હોય છે. તેઓ માને છે કે ભલા લોકોની ફરજ છે કે બીજાઓનું કામ કરવું. ‘ના’ કહેવાનો અર્થ થાય છે સ્વાર્થી અને રૂક્ષ હોવું. બીજા લોકો વધારે મહત્ત્વ ધરાવે છે, એટલે મારે ‘ના’ ન કહેવી જોઈએ. જો હું ‘ના’ કહીશ, તો લોકો નારાજ, ગુસ્સે અથવા તો અપમાનિત થઈ જશે અને તે મને પસંદ નહીં કરે. જો તમારા મનમાં આવી ધારણાઓ હોય, તો તેને ઝડપથી બદલવાની જરૂર
છે, નહીં તો તમારું જીવવું કઠિન થઈ જશે. મોટા ભાગે વિચારના સ્તરે બે ભ્રાન્તિઓના કારણે વ્યક્તિ ‘ના’ કહેતાં અચકાય છે. પહેલી ભ્રાન્તિ છે તમને લાગે છે કે કોઈ વ્યક્તિની વિનંતિપછી 'ના' કહેવી એ તે વ્યક્તિનો તિરસ્કાર કરવા બરાબર છે. બીજ ભાન્તિ એ છે કે તમને લાગે છે કે સામી વ્યક્તિ માટે ‘ના’નો સ્વીકાર કરવો સરળ નહીં બને. પણ હકીકત એ છે કે જો સાચી રીતે અને ઈમાનદારી સાથે ‘ના’ કહેવામાં આવે, તો લોકો તેનો આનંદથી સ્વીકાર કરે છે, કેટલીય વાર તો આ રીતે ‘ના’ કહેવાથી સંબંધોમાં ઊંડાણ પણ આવે છે. જ્યારે તમે પ્રામાણિકતાથી વર્તન કરો છો, તો સામી વ્યક્તિ પણ પોતાની ભાવનાઓ ખુલ્લી રીતે વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ તે અચકાયા વિના તમારી મદદ માગે છે.
પહેલી વાર ‘ના’ કહેવી કઠિન બની શકે છે, પણ પછી અભ્યાસથી ના’ કહેવાની ટેવનો વિકાસ થાય છે. અલગ અલગ પરિસ્થિતિઓમાં ‘ના’ કહેવા માટે અલગ અલગ ટેનિકોને અપનાવાની જરૂર હોય છે. આ પુસ્તકમાં ‘ના’ કહેવાની કળાની ઝીણવટથી જાણકારી આપવામાં આવી છે. તેમાં એવા અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને દૈનિક જીવનમાં અપનાવી કોઈ પણ વ્યક્તિ ‘ના’ કહેવાની કળામાં પારંગત બની શકે છે અને પોતાનું જીવન ખુશહાલ બનાવી શકે છે.