WebSankul Bhuj-Kutch
491 subscribers
654 photos
12 videos
50 files
157 links
WebSankul Bhuj - Kutch Helpline Number : 8469211212
Download Telegram
🔆 જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત

કાયદા અને ન્યાય મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે, જેઓ 65 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મંગળવારે પદ છોડશે.

જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988-બેચના IAS અધિકારી છે.

તેઓ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ભાગ હતા.
જન્મ તારીખના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો.

📌 જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો... આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.
🔸સમુદ્રમાં માનવ સંચાલિત ચોથી પેઢીની સબમરીન "મત્સ્ય-6000"નું સફળતા પુર્વક પરિક્ષણ પૂર્ણ

🔸2.1 મીટર વ્યાસ ધરાવતી અતિ-આધુનિક સબમરીન ત્રણ વ્યક્તિઓને સમાવવાની ક્ષમતા

🔸2025 ના અંત સુધીમાં 500 મીટરની ઊંડાઈએ પરીક્ષણ કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સિતારમણએ MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના કરાવી શરૂ

યોજના અંતર્ગત MSME ક્ષેત્ર હેઠળ આવતા ઉદ્યોગસાહસિકોને પ્લાન્ટ અને મશીનરી માટે 60 ટકા ગેરંટી કવરેજ સાથે 100 કરોડ રૂપિયા સુધીની મળશે લોન
ચૈતન્ય મહાપ્રભુ