સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📝શબ્દાર્થ📝*

*🔥પેર*પેરવી, તજવીજ, વ્યવસ્થા

*🔥ચર્ણ*ચરણ, પગ

*🔥શીમણી*કાળી, શામળી

*🔥ગીની*સોનાનો એક (બ્રિટિશ) સિક્કો

*🔥વિમાસી*વિચારી, મૂંઝવણ અનુભવી

*🔥માનિની*(માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી

*🔥મુખમોરડો*પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું

*🔥પેંગડાં*ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં

*🔥પલાણ*ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક

*🔥અણવટ*સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું

*🔥વીંછિયા*પગની આંગળીનું ઘરેણું

*🔥આભરણ*અલંકાર, આભૂષણ, શણગાર

*🔥શ્યામા*જુવાન સ્ત્રી

*🔥અભ્ર*વાદળ

*🔥અંબુજ*કમળ

*🔥ભ્રૂકુટિ*ભવું, ભમ્મર

*🔥બેરખા*કાંડા ઉપર પહેરવાનું ઘરેણું

*🔥કટિ*કેડ, કમર

*🔥ભૂરકી*જાદુમંત્ર, મોહિની

*🔥સ્વસ્તિ*કલ્યાણકારી

*🔥મદન*કામદેવ

*🔥ટંટો*તકરાર, ઝઘડો, કજિયો

*🔥સેર*જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા

*🔥ઓવરો*કિનારો

*🔥ભૂર*મૂર્ખ, લુચ્ચું

*🔥પ્રાકૃત*(સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા

*🔥હાડ*હાડકાં, અસ્થિ

*🔥પોલકું*સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર

*🔥અવાંતર*અંદરનું

*🔥પોઢણ*શયન

*🔥મતીરાં*ચીભડાં

*🔥ટાંપ*નજર

*🔥વરા*પ્રસંગો

https://t.me/jnrlgk

💥રણધીર💥
*📝શબ્દાર્થ📝*

*🔥ભીરું*ગભરું

*🔥નિભૃત*નિર્ભય

*🔥રમણ*વિલાસ, ક્રીડા

*🔥આવલી*હાર, પંક્તિ

*🔥શુચિ*શુદ્ધ, પવિત્ર

*🔥મુદિત*આનંદિત

*🔥જવનિકા*પડદો

*🔥યામિની*રાત્રી

*🔥મિથુન*જોડું, જોડ

*🔥ગાત્ર*અંગ

*🔥દૈવ*નસીબ

*🔥ફિદા થઈ જવું*અતિ આસક્ત થઈ જવું

*🔥ગંતવ્ય*નિર્ધારિત લક્ષ્ય

*🔥સિલક*બાકી વધેલી રકમ

*🔥કૃતાંત*યમ, કાળ, મૃત્યુ

*🔥દર્પ*અભિમાન

*🔥અસિ*તલવાર

*🔥કુઠાર*કુહાડો, ફરસી

*🔥સમાદર*માનપૂર્વક સ્વીકાર

*🔥વિનીત*સૌમ્ય, વિવેકી

*🔥અંતરસ*પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે

*🔥મતું*સહી (ખત, કાગળમાં નીચે પોતાનું નામ લખવું તે)

*🔥બજર ઘસવી*દાંતે છીંકણી ઘસવી

*🔥એક શેર*મણ (20 કિલો)નો ચાળીસમો ભાગ (500 ગ્રામ)

*🔥પાશેર*શેરનો ચોથો ભાગ

*🔥દોઢ પાશેર*એક આખો અને અડધો પાશેર

*🔥શિરાવવું*સવારનો નાસ્તો કરવો

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-1-2/11/2019🗞👇🏻*

●દેશમાં ટ્રેડ યુનિયન આંદોલનના પ્રણેતા ગણાતા અને CPIના દિગ્ગજ નેતા જેમનું હાલમાં નિધન થયું
*ગુરુદાસ ગુપ્તા*

●રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*31 ઓક્ટોબર*

●'ક્યાર' વાવાઝોડા બાદ કયું વાવાઝોડું સક્રિય બન્યું છે
*મહા*

●ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના કયા ગામમાં 758 વર્ષથી અશ્વદોડ યોજાય છે
*મુઠેડા*

●જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા
*ગિરિશચંદ્ર મુર્મુ*
*મૂળ ઓડિશાના નિવાસી*
*નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે મુર્મુ તેમના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી હતા*

●લદાખના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા
*રાધાકૃષ્ણ માથુર*
*દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂક્યા છે*

●ભારત તેના ટેસ્ટ ઈતિહાસની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ કયા દેશ સામે રમશે
*કોલકાતામાં બાંગ્લાદેશ સામે*

●કયા દેશના સ્પાયવેર પેગાસસ દ્વારા વોટ્સએપ પર ભારતીયોની જાસૂસીથી ખળભળાટ મચી ગયો છે
*ઈઝરાયેલ*

●ટેનિસનું સ્વિસ ઓપન ચેમ્પિયનશિપનું ટાઈટલ કોણે જીત્યું
*સ્વિટ્ઝર્લેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરર*
*સ્વિસ ઓપનનું 10મી વખત ટાઈટલ જીત્યું*
*ઓવર ઓલ 103મુ ટાઈટલ*

●પાકિસ્તાનમાં લાહોરથી કરાચી જતી કઈ એક્સપ્રેસ ટ્રેનમાં કુકિંગ સ્ટવમાં વિસ્ફોટ થતા ઘણા લોકોના મોત થયા
*તેઝગામ એક્સપ્રેસ*

●બાણેજના એકમાત્ર મતદાર જેમનું હાલમાં નિધન થયું
*ભરતદાસબાપુ*

●જર્મનીના ચાન્સેલર જેઓ હાલમાં ભારત મુલાકાતે આવેલા છે
*એન્જેલા માર્કેલ*
*108 ઉપનિષદોનું જર્મન ભાષામાં ભાષાંતર થશે*

●દેશમાં પહેલીવાર સ્માર્ટ નેમ પ્લેટ લગાવવાનું કામ ક્યાં શરૂ કરવામાં આવશે
*મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં*
*આ નેમ પ્લેટમાં નામ, સરનામું અને QR કોડ લગાવેલો હશે*

●'આપો ટુકડો તો હરિ આવે ઢૂંકડો'નો સંદેશો આપનાર જલારામ બાપાની કેટલામી જયંતિ ઉજવાશે
*220મી*

●દેવધર ટ્રોફી (ક્રિકેટ)માં સૌથી મોટી જીતનો રેકોર્ડ કઈ ટીમે નોંધાવ્યો
*ઈન્ડિયા સી*
*ઈન્ડિયા એ ને 232 રનથી હરાવ્યું*

●કઈ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષવાની નવી ટેક્નિક શોધી
*મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)*

●કયા દેશમાં કુકુર તિહાર મહોત્સવ યોજાયો હતો
*નેપાળ*
*કુકુર તિહારનો મતલબ કુતરાનો દિવસ*

●ગેરકાયદે ટિકિટ એજન્ટો સામે રેલવેએ કયું ઓપરેશન લોન્ચ કર્યું
*ઓપરેશન ધનુષ*

●પોલેન્ડમાં IITF વર્લ્ડ કેડેટ ચેલેન્જ યોજાઈ હતી. તેમાં ભારતના કયા ટેબલ ટેનિસ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો
*પાયસ જૈન*

●કેનેડાના વડાપ્રધાન તરીકે કોણ ફરીથી કોણ ચૂંટાઈ આવ્યા
*જસ્ટિન ટ્રુડો*

●27મી ઓક્ટોબરવિશ્વ શ્રાવ્ય દૃશ્ય વિરાસત દિવસ

●બેલ્જિયમના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા
*સોફી વિલ્મ*

●મેક્સિકન ગ્રાં.પ્રી. ના ચેમ્પિયન કોણ બન્યા
*અમેરિકાના ખ્યાત રેસિંગ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન*

●વર્લ્ડ ડેફ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા
*પૃથ્વી શેખર*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*
*લેખાંક-2*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●'એડવાન્સમેન્ટ ઓફ લર્નિંગ' પુસ્તકના લેખક
*અંગ્રેજી નિબંધકાર ફ્રાન્સિસ બેકન*

●ચોપની-માંડોની સાઇટ્સ ક્યાં આવેલી છે
*અલાહાબાદમાં*

●દક્ષિણ ભારતમાં મહાપાષાણ યુગનો ઉદ્યોગ કેવા રંગના ચકમક પથ્થર પર આધારિત હતો
*સફેદ*

●કયા વિસ્તારમાંથી પાષાણ આવાસોમાંથી જંગી માત્રામાં મળી આવેલા પ્રાણીઓના હાડકાં સૂચવે છે કે પ્રાણીઓને પાળવાનું શરૂ થઇ ચૂક્યું હતું
*મધ્યપ્રદેશના આદમગઢ*

●ભારતમાં સૌથી પહેલા કયું પ્રાણી પાળવામાં આવ્યું હતું
*બકરી*

●ભીમબેટકા, આદમગઢ, પ્રતાપગઢ અને મિર્ઝાપુર સાઇટ્સ પુરાતન સમયના ચિત્રો માટે વિખ્યાત છે.એ ચિત્રોનો મુખ્ય વિષય શું છે
*પ્રાણીઓ*
*મોટાભાગે હરણ કે કાળિયારના ચિત્રો બનાવાયેલા છે*

●વિશ્વમાં નૂતન પાષાણ યુગનો પ્રારંભ ક્યારથી શરૂ થાય છે
*ઇ.પૂ.9000માં*
*ભારતમાં ઇ.પૂ.7000માં*

●મેહરગઢ ક્યાં આવેલું છે
*બલુચિસ્તાન*

●નૂતન પાષાણ યુગના મનુષ્યોના મુખ્ય લક્ષણો
*ખેતી, પશુપાલન અને સ્થિર જીવન*

●'સેપિયન્સ' પુસ્તકના લેખક
*યુવાલ નોહ હરારી*

●કયા યુગના લોકોએ માટીના વાસણ બનાવવાનું આરંભ્યું
*નૂતન પાષાણ યુગ*

●મનુષ્ય દ્વારા સૌથી પહેલા કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો
*તાંબું*

●તામ્રપાષાણ યુગના મહત્વના સ્થળો
*જમ્મુ કાશ્મીરના બુર્ઝહોમ અને ગુફકરાલ*

●નૂતનપાષાણ યુગની જાણીતી સાઇટ્સ 👇🏻
*કર્ણાટકમાં માસ્કી, બ્રહ્મગિરી અને ટેક્કલકોટા*
*તમિલનાડુમાં પય્યમપટ્ટી*
*આંધ્ર પ્રદેશમાં પીક્લિહલ અને હાલુર*
*મેઘાલયમાં ગારોની ટેકરીઓ*
*બિહારમાં ચિરાન્દ અને સેનુવાર*
*બલૂચિસ્તાનમાં કિલી ગુલ મોહમ્મદ, રાણા ઘુંડાઇ, અંજિરા, શિયા દંબ અને મૂંડી ગાક*

●ઇતિહાસકારો મેહરગઢને નૂતન પાષાણ યુગનું શું કહે છે
*બ્રેડ બાસ્કેટ (અન્નનો કોઠાર)*

●બુર્ઝહોમના લોકો માણસોના શબ સાથે કયા પ્રાણીઓને દફનાવતા હતા
*વરૂ અને શ્વાન*

●માટીમાંથી બનાવેલી ઈંટના મકાનમાં રહેવાનો આરંભ કયા યુગના લોકોએ કર્યો હતો
*નૂતન પાષાણ યુગ*

https://t.me/jnrlgk

●નૂતન પાષાણ યુગના લોકો તીરનો ફણો કઈ ધાતુમાંથી બનાવતા
*તાંબું*

●જમ્મુ કાશ્મીરમાં આવેલી ગુફકરાલ સાઇટ્સ કઈ ગુફા તરીકે ઓળખાય છે
*કુંભારની ગુફા*

●બિહારની કઈ સાઇટ્સ ખાતેથી બળેલા ઘઉં તથા બીજા ધાન્યોના બળેલા દાણા મળી આવ્યા છે
*ચિરાન્દ*

●આસામની કઈ ટેકરીઓમાં લોકો ગારાના મકાન બનાવીને રહેતા
*કાછારની ટેકરીઓમાં*

●કોલ્ધીરા અને મહાગારા સાઇટ્સ ક્યાં આવેલી છે
*અલ્લાહાબાદ*
*અહીંથી ગોળાકાર ઝૂંપડી અને માટીના કાચા વાસણો મળી આવેલ છે*

●સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા ચોખા કયા સ્થળો પર વસનારા પ્રાચીન મનુષ્યો ખાતા હતા
*અલ્લાહાબાદ પાસે આવેલા સ્થળો પર*

*🔥ક્રમશઃ .............*

https://t.me/jnrlgk

*🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞*

💥રણધીર💥
*⃣ઊર્જા*⃣

પદાર્થ માં રહેલ કાર્ય કરવાની ક્ષમતા ને ઊર્જા કહેવાય છે.
ઊર્જા નો એકમ ઝૂલ છે.

*⃣ઊર્જાને રૂપાંતરિત કરતા સાધન:-

મીણબત્તી-રાસાયણિક ઊર્જા નું ઉષ્મા અને પ્રકાશ ઉર્જા માં
તબલા-યાંત્રિક ઉર્જા નું ધ્વની ઉર્જા માં
પવન ચક્કી-પવન ઉર્જા નું વિદ્યુત ઉર્જા માં
ટર્બાઇન -યાંત્રિક/ગતિ ઉર્જા નું વિદ્યુત ઉર્જા માં
સિતાર-યાંત્રિક ઉર્જા નું ધ્વનિ ઉર્જા માં
ટ્યુબલાઈટ-વિદ્યુત ઉર્જા નું પ્રકાશ ઉર્જા માં
બેટરી-રાસાયણિક ઉર્જા નું વિદ્યુત ઉર્જા માં
સ્પીકર- વિદ્યુત ઉર્જા નું ધ્વનિ ઉર્જા માં

નરેશ ઝાલા💐
*⃣ઘનતા*⃣

પદાર્થ ના દળ અને કદ ના ગુણોત્તર ને ઘનતા કહેવાય.

જે પદાર્થ ની ઘનતા પાણી ની ઘનતા કરતા ઓછી હોય તે પદાર્થ પાણી માં તરશે અને જેની ઘનતા પાણી ની ઘનતા કરતા વધારે હોય તે પદાર્થ પાણી માં ડૂબી જશે.

+4'C એ પાણી ની ઘનતા સૌથી વધારે હોય.

*⃣પદાર્થ ની ઘનતા ઓ:-

બરફ -0.92
શુદ્ધપાણી-1
લોખન્ડ-7.8
શિશુ-11.8
પારો-13.6
શુદ્ધ સોનુ 19.3 સૌથી વધારે

નરેશ ઝાલા💐
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-3*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●હડપ્પન સંસ્કૃતિમાં કઈ ધાતુનો ઉપયોગ થતો હતો
*તાંબા અને કલાઈની મિશ્રધાતુ કાંસાનો*
*એટલે જ હડપ્પન સંસ્કૃતિને બ્રોન્ઝ એઇજ સિવિલાઈઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે*

●તામ્રપાષાણ યુગમાં મધ્ય ભારત અને મેહરગઢ (હાલ પાકિસ્તાનમાં છે)ના નિવાસીઓને કયા દેશો સાથે સંબંધો હતા
*ઈરાન અને અફઘાનિસ્તાન*

●તામ્ર-પાષાણ યુગના લોકો કયા રંગના વાસણોનો ઉપયોગ કરતા હતા
*પીળા અને લાલ રંગના*
*આ યુગના લોકો પૈડું બનાવતા અને તેના પર સફેદ રંગથી ડિઝાઇન કરતા. તેઓ શેકેલી ઈંટથી પરિચિત નહોતા.છાપરા વાળા મકાનમાં રહેતા હતા. અર્થતંત્ર ગ્રામીણ હતું.લોકો દેવી અને આખલાની પૂજા કરતા*

●તામ્ર-પાષાણ યુગની સાઇટ્સ કયા રાજ્યોમાં આવેલી છે
*રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ*

●રાજસ્થાનની તામ્ર-પાષાણ યુગની સંસ્કૃતિ કયા નામે સુખ્યાત છે
*બનાસ સંસ્કૃતિ અથવા અહર સંસ્કૃતિ*

https://t.me/jnrlgk

●તામ્ર-પાષાણ યુગમાં કયા વિસ્તારમાં જમીન પર ગાર માટીનું લીપણ કરવામાં આવતું
*નાગદા, કયથા, નાવદાટોલી અને એરણ ખાતે*

●મહારાષ્ટ્રની કઈ સંસ્કૃતિના લોકો બરછટ વસ્ત્રો પહેરતા
*જોર્વે સંસ્કૃતિના*

●તામ્ર-પાષાણ યુગમાં બાલતાલની વસાહતો સૌથી સારી કિલ્લાબંધી ધરાવતી હતી. આ વસાહતો ક્યાં આવેલી છે
*જમ્મુ કાશ્મીરમાં*

●મધ્ય પ્રદેશની કઈ સંસ્કૃતિ નર્મદા અને તેની આસપાસની પેટા નદીઓના કિનારે વિકસી હતી
*માળવા સંસ્કૃતિ*

●રંગપુર સાઈટ સૌરાષ્ટ્રની કઈ નદીઓના કિનારે આવેલી છે
*ઘેલો અને કાળુભાર*

●તામ્ર-પાષાણ યુગની પ્રખ્યાત પ્રકાશ, દૈમાબાદ અને ઇનામગાંવ સાઇટ્સ કયા રાજ્યમાં આવેલી છે
*મહારાષ્ટ્ર*

●તામ્ર-પાષાણ યુગનું સૌથી મોટું ગામડું કયું હતું
*દઈમાબાદ*
*તેનું કદ 20 હેક્ટર હતું*

●તામ્ર-પાષાણ યુગમાં માટી, વાંસ અને ડાળખામાથી કેવા મકાન બાંધવામાં આવતા
*લંબચોરસ અને ગોળાકાર*

●તામ્ર-પાષાણ યુગમાં ઘઉં અને જવ ક્યાં ઉગાડાતા
*માળવા*

●તામ્ર-પાષાણ યુગમાં ચોખા ક્યાં ઉગાડાતા
*ઇનામગાંવ*

●કોઈ ચીજના ટુકડા ચોંટાડીને ચિત્ર બનાવવાની પદ્ધતિને શું કહેવાય છે
*એપિલિક પદ્ધતિ*

●તામ્ર-પાષાણ યુગમાં વાયોલિન જેવડા કદની પ્રતિમાઓ મળી છે. તે કઈ દેવીની છે
*શ્રીવત્સ નોમની દેવી*
*જેમને ધન-સંપદાની દેવી મનાતી*

●તામ્ર-પાષાણ યુગમાં એક ઘડા પર છુટ્ટા વાળવાળા દેવતાનું ચિત્ર બનાવવામાં આવેલું છે. તે દેવ કયા
*રુદ્ર*

●મહારાષ્ટ્રની કઈ સાઇટ્સ ખાતેથી મળી આવેલ એક દેવતાના ચિત્રમાં મોરથી લઈને વાઘ સુધીના પ્રાણીઓથી ઘેરાયેલા દેવતાનું ચિત્ર મળેલ છે
*દૈમાબાદ*
*કેટલાક નિષ્ણાતો આ ચિત્ર શિવ પશુપતિ હોવાનું જણાવે છે*
*આ ચિત્ર મોહેં-જો-ડેરોની છાપ પર પણ મળી આવ્યું છે*

●ભારતમાં બનેલી ગણપતિની સૌથી પ્રાચીન મૂર્તિ ક્યાંથી મળી આવેલી છે
*મહારાષ્ટ્રના ઈનામગાંવ ખાતેથી*

●ભારતમાં યજ્ઞ કરવાની શરૂઆત કયા યુગથી થઈ છે
*તામ્ર-પાષાણ યુગથી*

●મહારાષ્ટ્રના ઇનામગાંવથી કેટલીક શીશ વિનાની મૂર્તિઓ પણ મળી આવી છે. તેને કઈ દેવી સાથે સરખાવવામાં આવી છે
*મહાભારતની દેવી વિસિરા સાથે*

https://t.me/jnrlgk

●તામ્ર-પાષાણ યુગમાં કઈ ખાણમાંથી તાંબું મેળવવામાં આવતું
*રાજસ્થાનની ખેત્રી ખાણમાંથી*

●તામ્ર-પાષાણ યુગમાં કઈ સંસ્કૃતિના લોકો સોનાનાં ઘરેણાં પહેરતાં
*જોર્વે સંસ્કૃતિના લોકો*

●તામ્ર-પાષાણ યુગની કઈ સાઇટ્સ ખાતેથી ધાતુ ગાળવાની ભઠ્ઠી અને સાણસી મળી આવ્યા છે
*ઇનામગાંવ*

●તામ્ર-પાષાણ યુગમાં ખનિજના પથ્થરોમાં કાણું પાડવા શેનો ઉપયોગ થતો
*કાચમણિવાળી શારડી*

●સિંધુ ખીણની સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે આકાર પામી
*સિંધુ, ઘગ્ગર અને હાક્રા*

●હાક્રા અને ઘગ્ગર નદીઓ હાલ ક્યાં આવેલી છે
*પાકિસ્તાન*

●સિંધુ ખીણની સભ્યતાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે
*હડપ્પન સભ્યતા*

●આપણા પુરાણોમાં જે સરસ્વતી નદીની વાત કરવામાં આવી છે તે નદીઓ કઈ
*ઘગ્ગર અને હાક્રા*
*કેટલાક નિષ્ણાતો સિંધુ ખીણની સભ્યતાને સરસ્વતી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે*

●ભારતની ભૂમિ પર પહેલ-વહેલી કોઈ સભ્યતા હોય તો તે કઈ સભ્યતા છે
*સિંધુ ખીણની સભ્યતા*

●હડપ્પન સંસ્કૃતિને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે.તે કયા કયા
*1.પૂર્વ-હડપ્પન 2.આદિ હડપ્પન 3.પરિપક્વ હડપ્પન અને 4.ઉત્તર હડપ્પન*

●પૂર્વ હડપ્પન અને આદિમ હડપ્પન તબક્કાની મહત્વની સાઇટ્સ કઈ છે
*મેહરગઢ, કાલિબંગન, અમરી અને લોથલ*

*🔥ક્રમશઃ ..........*

👇🏻પ્રાચીન ભારત લેખાંક-4 Coming soon........👇🏻

*https://t.me/jnrlgk*

*🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞*

💥રણધીર💥
*⃣PH નું મૂલ્ય*⃣(પોટેશિયલ ઓફ હાઈડ્રોજન )

PH ની શોધ સોરેન પેડલ લોસીઝ નામના વૈજ્ઞાનિક કરી હતી.
PH નું મૂલ્ય હમેશા 0 થી 14 ની વચ્ચે જ આવે.
0 થી 7 ની વચ્ચે એસિડ
અને 7 થી 14 બેઇઝ
શુદ્ધ પાણી નો PH- 7
લોહી નો PH-7.4
દૂધ નો PH-6.5
પીવાલાયક પાણી નો PH-6.5 થી 8.5
જમીન ની ફળદ્રુપતા નો PH-6.5 થી 7.5

નરેશ ઝાલા💐
[04/11, 8:59 pm] Naresh Zala.: *⃣ધ્વનિ*⃣

ડેસીબલ માં માપય છે.
અવાજ જાડો અને પાતળો આવૃત્તિ પર માપય છે.
જેમ ધ્વનિ આવૃત્તિ વધારે તેમ અવાજ પાતળો,જેમ ધ્વનિ આવૃત્તિ ઓછી તેમ અવાજ જાડો જોવા મળે છે.

*⃣ધ્વનિ ની ઝડપ:-
ધ્વનિ ઝડપ સૌથી વધારે ધન માધ્યમ માં ત્યારબાદ પ્રવાહી અને સૌથી ઓછી વાયુ માધ્યમ માં જોવા મળે છે.
હવા :- 330 મી.પ્રતિ સેકન્ડ ની ઝડપે ( સૌથી ઓછી )
ભેજ :-405 મી.પ્રતિ સેકન્ડ
પાણી :-1402 મી.પ્રતિ સેકન્ડ
લોખન્ડ:-5130 મી.પ્રતિ સેકન્ડ
એલ્યુમિનિયમ :-6420મી.પ્રતિ સેકન્ડ (સૌથી વધારે )

નરેશ ઝાલા💐
[04/11, 9:08 pm] Naresh Zala.: *⃣ધ્વનિ નું વર્ગીકરણ*⃣

1)શ્રાવ્ય ધ્વનિ:-
-20HZ થી 2000HZ ની વચ્ચે આ ધ્વનિ મનુષ્ય સાંભળી શકે છે.

2)અશ્રાવ્ય ધ્વનિ:-
-20HZથી ઓછી ધ્વનિ આવૃતિ
-આ ધ્વનિ મનુષ્ય સાંભળી શકતા નથી
-હાથી અને વ્હેલ માછલી સાંભળી શકે છે.
-ભૂકંપ ના તરંગ અશ્રાવ્ય ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે.

3)પરાશ્રાવ્ય ધ્વનિ:-
-20 HZ થી વધારે ધ્વનિ આવૃત્તિ
-ચામાંચીડિયું આ ધ્વનિ નો ઉપયોગ કરે છે.
-ULTRA સોનોગ્રાફી કરવા.
-દરિયા ની ઊંડાઈ માપવા તેમજ રેલવે ના પાટા ની માહિતી મેળવવા આ ધ્વનિ નો ઉપયોગ થાય છે .

નરેશ ઝાલા💐
[04/11, 9:43 pm] Naresh Zala.: *⃣અગત્ય ના એકમો*⃣

રાશિ એકમ

વિદ્યુત પ્રવાહ-ઍમ્પિયર
તરંગ લંબાઈ-એસ્ટ્રોમેન
દબાણ-બાર પાસ્કલ
વિદ્યુત ભાર-કુલંબ
સમુદ્ર ની ઊંડાઈ-ફેધમ(1 ફેધમ =6 ફૂટ)
શક્તિ નો એકમ-હોર્ષ પાવર(1 હોર્ષ પાવર =746 વોલ્ટ)
દરિયાઈ અંતર માપવા-નોટિકલ માઇલ
પાણી ના જથ્થાનો એકમ-ક્યુસેક
કિંમતી પદાર્થ નું માપ-કેરેટ


નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🗞Date:-03/11/2019🗞👇🏻*

●સંસ્કૃતનું પ્રથમ વિશ્વ સંમેલન ક્યાં યોજાશે
*દિલ્હીમાં*

●જમ્મુ કાશ્મીર, લદાખનો નવી નકશો જાહેર કરવામાં આવ્યો. તેમાં POKના કયા બે જિલ્લા જમ્મુ કાશ્મીરનો હિસ્સો દર્શાવાયો છે
*મીરપુર અને મુજફરાબાદ*
*દેશમાં હવે 28 રાજ્ય અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ*

●જમ્મુ કાશ્મીરમાં કેટલા જિલ્લા હશે
*22*

●લદાખમાં માત્ર બે જિલ્લા કયા હશે
*લેહ અને કારગિલ*

●સરદાર પટેલનું જીવન દર્શાવતી ટ્રેન જનસાધારણ એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે દોડશે
*અમદાવાદથી દરભંગા*
*ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર ચાર રાજ્યોમાંથી પસાર થશે*

●કઈ યોજના હેઠળ દેશની તમામ RTO કચેરીને અમદાવાદના CCTV કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરી દેવામાં આવશે
*વન નેશન વન ચલણ*

●જાપાનમાં યોજાયેલ રગ્બી વર્લ્ડકપમાં કઇ ટીમ ચેમ્પિયન બની
*દક્ષિણ આફ્રિકા*
*ઈંગ્લેન્ડને હરાવ્યું*
*દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન સિયા કોલીસી*
*પ્રથમ અશ્વેત કેપ્ટન*

●35મી આસિયાન સમિટ ક્યાં યોજાશે
*થાઈલેન્ડના બેંગકોકમાં*
*'સ્વાસ્દી મોદી' કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી RCEP માં ભાગ લેશે. RCEPનું ફૂલ ફોર્મ
*રિજનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ*
*RCEPમાં 16 સભ્ય દેશ છે*

●નરેન્દ્ર મોદી 14મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.આ સમિટમાં કેટલા સભ્ય દેશ છે
*18*

●કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે કેટલા એકર જમીનમાં જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે
*375 એકર જમીનમાં*

●લુપ્ત થતી આદિવાસી કલાને ટકાવી રાખવા માટે લાભપાંચમના દિવસે બીલીમોરાના સોમનાથ મંદિરના પટાંગણમાં કઈ સ્પર્ધા યોજવામાં આવે છે
*ઘેરૈયા*

●કયા આફ્રિકન દેશમાં પુલવામા જેવો આતંકી હુમલો થયો જેમાં ઘણા સૈનિકોના મોત થયા
*માલી*

●ગોવામાં 50મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં કયા અભિનેતાનું આઇકોન ઓફ ધ જ્યુબિલી એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે
*રજનીકાંત*

●વોટ્સએપની શોધ કરનાર
*બ્રાયન એકટન અને યાન કૂમ*

●અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષા કઈ
*હિન્દી*

●હાલમાં તવાંગ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાયો
*અરુણાચલ પ્રદેશ*

●ગુરુ નાનકની કેટલામી જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કા જારી કર્યા
*550મી*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-04/11/2019🗞👇🏻*

●થાઈલેન્ડના વડાપ્રધાન
*પ્રયુત ચાન ઓચા*

●ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ
*જોકો વિડોડો*

●WTA ફાઇનલ કોણે જીતી
*ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ*
*સ્વિતોલિનાને હરાવી*

●પેરિસ માસ્ટર્સ ટાઈટલ (ટેનિસ) કોણે જીત્યું
*સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે 5મી વાર આ ટાઈટલ જીત્યું*
*કેનેડાના શાપોવાલોવને હરાવ્યો*
*યોકોવિચે કારકિર્દીનું 77મુ ટાઈટલ જીત્યું*

●જમ્મુ કાશ્મીર, લદાખનો નવો નકશો જારી કરવામાં આવ્યો. હવે કચ્છ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો કયો બન્યો
*લેહ*

●કાશ્મીરમાં સ્થાનિક કક્ષાએ આતંકવાદ ફેલાવતા ઉગ્રવાદી સંગઠનોમાં જોડાયેલા સ્થાનિક યુવાનોને ફરી પરત લાવવા માટે ભારતીય આર્મીના એક્સ-વી આર્મી કોર્પ્સ દ્વારા કયું ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું
*ઓપરેશન 'મા'*

●ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1000મી મેચ કયા બે દેશ વચ્ચે રમાઈ
*ભારત-બાંગ્લાદેશ*

●ફિફા દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં કઈ ટીમ પહેલા નંબર પર આવી છે
*બ્રાઝીલ*

●ઓલિમ્પિક-2020 માટે એશિયાની રાજદૂત કોણે ઘોષિત કરવામાં આવી
*મેરી કોમ*

●COP (કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ) ક્લાઈમેટ ચેન્જ સમિટની યજમાની કયો દેશ કરશે
*સ્પેન*
*થોડા મહિના પહેલા જ આ કોન્ફરન્સ ભારતમાં યોજાઈ હતી*

●તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેત્રી ગીતાંજલિનું અવસાન થયું

●ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ક્યાં રમાશે
*કોલકાતામાં*

●હાલમાં કયા અભિનેતાને ગોલ્ડન ડ્રેગન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો
*નવાઝુદ્દીન સિદ્દીકી*

●વૈશ્વિક આયુર્વેદ શિખર સંમેલનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*કેરળમાં*

●સૂક્ષ્મ ખાતર કેન્દ્ર (માઈક્રો ફર્ટિલાઈઝર સેન્ટર)નું ઉદ્દઘાટન કયા રાજયમાં કરવામાં આવ્યું
*તમિલનાડુ*

●જસ્ટિસ આનંદ બોબડેને ભારતના કેટલામાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
*47મા*

●28મું વ્યાસ સન્માન કોણે આપવામાં આવ્યું
*લીલાધર જાગુરી*
*તેઓ હિન્દી ભાષાના ખ્યાતનામ કવિ છે*

●શારજાહ ઇન્ટરનેશનલ બુકફેરની કેટલામી આવૃત્તિનું ઉદ્દઘાટન UAEમાં થયું
*38મી*

●ઇન્ટરનેશનલ એટમીક એનર્જી એજન્સી (IAEA)ના નવા પ્રમુખ કોણ બન્યા
*રાફેલ મારીયાનો ગ્રાસી*

●લેબેનોનના વડાપ્રધાન જેમને હાલમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
*સાદ હરીરી*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-05/11/2019🗞👇🏻*

●વડનગર ખાતે યોજાનાર તાનારીરી મહોત્સવમાં તાનારીરી એવોર્ડ-2019 કોણે આપવામાં આવશે
*અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલ*

●જાપાનના વડાપ્રધાનશિન્ઝો આબે

●ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનસ્કોટ મોરિસન

●વિયેતનામના વડાપ્રધાનગુયેન જૂઆન ફુક

●RCEP(રિજનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ)માં ભારત સામેલ નહીં થાય.RCEP શું છે
*આ એક ટ્રેડ એગ્રીમેન્ટ છે જે સભ્ય દેશોના એકબીજાના સાથે વેપારમાં સરળતા પ્રદાન કરે છે. આ સમજૂતી હેઠળ સભ્ય દેશોના આયાત-નિકાસ પર લાગતો ટેક્સ ભરવો પડતો નથી અથવા ખૂબ જ ઓછો ભરવો પડે છે*

●મર્સીડીઝના રેસર લુઈસ હેમિલ્ટન કેટલામી વાર ફોર્મ્યુલા-1 રેસનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો
*છઠ્ઠી વાર*
*સૌથી સફળ F-1 રેસર શુમાકર 7 વાર*

●દેવધર ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*ઈન્ડિયા-બી (બીજીવાર ચેમ્પિયન બની)*
*ઇન્ડિયા-સી ને હરાવ્યું*

●ભારતની મહિલા ક્રિકેટ ટીમ કેટલી વન-ડે મેચ જીતનારી વિશ્વની ચોથી ટીમ બની
*150*

●6 ઓક્ટોબર, 2017 થી શરૂ થયેલ એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર કયો છે
*1962*

●કયા દેશમાં ભારતથી મીઠાની નિકાસ શરૂ કરવામાં આવી
*બ્રિટન*
*કંડલાથી નિકાસ કરવામાં આવી*

●2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપમાં કેટલી ટીમો નક્કી કરવામાં આવી
*16 ટીમો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-4*

*📝હડપ્પા સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં સર્વપ્રથમ જો કોઈ મહાન સભ્યતા અસ્તિત્વમાં આવી હોય તો તે કઈ સભ્યતા છે
*સિંધુ ખીણની સભ્યતા*

●1921માં પશ્ચિમ પંજાબ પ્રાંતમાં (જે હવે પાકિસ્તાનમાં છે) એક પ્રાચીન શહેર મળી આવ્યું, જેનું નામ
*હડપ્પા*

●હડપ્પાની સાઈટ પશ્ચિમ પંજાબના કયા જિલ્લામાં આવેલી છે
*મોન્ટગોમરી*

●કઈ સભ્યતા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે આખી પૃથ્વી પર તેના જેવડી બીજી કોઈ સભ્યતા નહોતી
*હડપ્પા સભ્યતા*

●મિસરની સંસ્કૃતિનું સિંચન કઈ નદીએ કર્યું
*નાઈલ*

●હડપ્પાના ટેકરાનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો
*ચાર્લ્સ મેસન*

●હડપ્પીય લોકો ........ જાતિના હતા
*મિશ્ર*

●સિંધુ ખીણની સંસ્કૃતિની આધારશીલા ક્યારે મુકાઈ
*ઇ.પૂ.3500માં*

●હડપ્પા કાલીન સભ્યતાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે
*1.પ્રારંભિક કાળઇ.પૂ.3500 થી ઇ.પૂ.2800*
*2.મધ્ય કાળઇ.પૂ. 2809 થી ઇ.પૂ.2200*
*3.ઉત્તર કાળઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*

●હડપ્પા સંસ્કૃતિના લોકો તાંબાને બદલે કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા
*કાંસા*
*આથી તે કાંસ્યકાલીન સભ્યતા કહેવાય છે*

●હડપ્પા સભ્યતાના લોકો સોનું, ચાંદી ક્યાંથી મંગાવવામાં આવતું
*અફઘાનિસ્તાન તથા ઈરાન*

●હડપ્પા વાસીઓ તાંબું ક્યાંથી મંગાવતા
*રાજસ્થાન*

●હડપ્પાવાસીઓ......
*શંખ અને છીપલા કાઠિયાવાડના દરિયાકાંઠેથી તથા દેવદારનું લાકડું હિમાલયમાંથી પ્રાપ્ત કરતા*

●મેસોપોટેમિયાના કયા વિસ્તારમાં હડપ્પીય યુગની છાપ મળી છે
*દજલા અને ફરાતથી*

●શૃંગારના સાધનો ક્યાંથી ભારતમાં આવતા
*મેસોપોટેમિયા*

●મેસોપોટેમિયાના ઇ.પૂ.2350 આસપાસના શિલાલેખો પર લખ્યું છે કે તેમને મેલુહા સાથે વ્યાપારી સંબંધો હતા.મેલુહા કયા પ્રદેશનું પ્રાચીન નામ હોવાનું અનુમાન છે
*સિંધ પ્રદેશ*

●હડપ્પીય સભ્યતાના મહત્વના સ્થળો
*મોહેં જો ડેરો*
*ચહુન્દડો*
*ખંભાતની ખાડી સમીપ આવેલું લોથલ*
*રાજસ્થાનમાં આવેલું કાલીબંગા*
*હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું બનવાલી*

●હડપ્પીય સભ્યતાના પ્રારંભિક કાળના દર્શન ક્યાં થાય છે
*કાલીબંગા અને બનવાલીમાં*

●હડપ્પા નગરની વિશેષતા શી
*કાંસુ, માટી અને તાંબાના સાધનો, પકાવેલી ઈંટો, અલગ અલગ આકારની છાપ, તાંબાની બનેલી ઇક્કાગાડી (યાને એક ઘોડા વડે ચાલતી ઘોડાગાડી)*
*મોહેં જો ડેરો માંથી સ્ત્રીઓની મૂર્તિ વધુ મળી આવી છે જ્યારે હડપ્પા ખાતેથી પુરુષોની મૂર્તિ અધિક મળી આવી છે*

●મોહેં જો ડેરો એટલે
*મરેલાઓનો ટેકરો*
*મૂળ આ સિંધી શબ્દ છે*
*રખાલદાસ બેનર્જીએ 1922માં તેની શોધ કરી હતી*

●હડપ્પા કાળના ખેડાયેલા ખેતરો ક્યાંથી મળી આવેલ છે
*રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલી કાલીબંગા સાઈટ ખાતેથી*

●હડપ્પા લિપિ કેવી રીતે લખાતી
*જમણેથી ડાબે(ઉર્દુની જેમ)*
*આ લિપિ હજી ઉકેલી શકાઈ નથી*

●કાલીબંગા નામ શાથી પડ્યું
*કાળા રંગની બંગળી પરથી*

●સિંધુ સભ્યતાનું વ્યાપારિક કેન્દ્ર કયું હતું
*લોથલ*
*1954માં એસ.આર.રાવે શોધ્યું હતું*
*હડપ્પા યુગનું મહત્વનું વ્યાપારી બંદર હતું*
*અહીંથી વજનિયાં મળ્યા છે*
*214 મીટર બાય 36 મીટર બાય 3.3 મીટરનું ડોકયાર્ડ મળ્યું છે*

●હડપ્પા યુગની સભ્યતા તેની ........ માટે વખણાય છે
*નગર રચના*

●હડપ્પા યુગમાં મુખ્ય માર્ગ કેટલો પહોળો રહેતો
*33 ફૂટ*

●હડપ્પા યુગમાં અનાજનો સૌથી મોટો કોઠાર ક્યાં આવેલો છે
*મોહેં જો ડેરો*

●હડપ્પા કાળમાં ગટરની ઈંટોને એકબીજા સાથે જોડવા શેનો ઉપયોગ થતો
*ચુનાવાળી માટી*

●હડપ્પાની વૈદિક સભ્યતા કેવી હતી
*ગ્રામીણ*

●હડપ્પા સભ્યતાના લોકો કોની પૂજા કરતા
*માતૃદેવી*

●હડપ્પા કાળના લોકો આંખ કાનન રોગો મટાડવા શેનો ઉપયોગ કરતા
*માછલાના હાડકાં*
*હરણના શીંગડા, મૂંગા તથા લીંબડાના પાનનો પણ ઉપયોગ કરતા*

●હડપ્પા કાલીન લોકો તલ અને સરસવ કયા વિસ્તારમાં ઉગાડતા
*બનવાલી*

●હડપ્પા કાળમાં ટેક્સ રૂપે શુ વસુલવામાં આવતું
*અનાજ*

●પૃથ્વીના પટ પર કઇ સભ્યતાના લોકોએ સૌથી પહેલી વખત કપાસની ખેતી કરી
*હડપ્પા સભ્યતાના*

●યુનાનીઓએ કપાસને શું નામ આપ્યું હતું
*સિન્ડોન*
*તેની ઉત્પત્તિ સિંધુ શબ્દ પરથી થયેલી*

●હડપ્પા સભ્યતામાં ક્યાંના નિવાસીઓએ ઘોડા પડેલા
*સુરકોટડા*

●મિસરની સંસ્કૃતિના લોકો નાઈલ નદીની દેવી આઈસીસની પૂજા કરતા એવી રીતે હડપ્પન સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા
*ધરતી દેવી*

*🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞*

*🔥Coming up next પ્રાચીન ભારત લેખાંક-5👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-5*

*📝હડપ્પન સંસ્કૃતિસિંધુ ખીણની સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●હડપ્પીય સભ્યતાના લોકો વૃક્ષ, પશુ અને દેવતાઓની પૂજા કરતા, પરંતુ............
*દેવતાઓ માટે મંદિર બંધતા નહોતા*
*તેની સમકાલીન મિસર અને મેસોપોટેમિયા સભ્યતામાં મંદિરો બાંધવામાં આવતા*

●હડપ્પન સભ્યતાના લોકો .........
*ભૂતપ્રેતમાં માનતા*

●કયા વેદમાં રોગ અને ભૂતપ્રેતના નિવારણ માટે અનેક તંત્ર મંત્ર આપવામાં આવ્યા છે
*અથર્વવેદ*

●ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આર્યોએ રચ્યા છે જ્યારે અથર્વવેદ કોના દ્વારા રચવામાં આવ્યો હોવાનું કહેવાય છે
*આર્યેત્તર*

https://t.me/jnrlgk

*●સિંધુ ખીણની સભ્યતાના લોકો .....*
નૃત્યના શીખીણ હતા
નાચવા અને ગાવામાં કુશળ હતા
સંગીતમાં તેમની રુચિ હતી
તબલા જેવું વાદ્ય, ઢોલ અને વાજુ મળી આવ્યા છે
તેઓ મૂર્તિ બનાવવામાં માહેર હતા
ચિત્રકળામાં પણ પ્રવિણ હતા
આખલા અને ભેંસના ચિત્રો બનાવતા
માટીના વાસણ અને રમકડાં બનાવવામાં નિપુણ હતા
પથ્થર, ધાતુ અથવા હાથી દાંતની છાપ બનાવાતી હતી
મૂલ્યવાન રત્નોને આકાર આપી આભૂષણો બનાવતા
સોના, ચાંદી અને તાંબાનો ઉપયોગ કરતા

●સિંધુ ખીણની સભ્યતાની બે રાજધાની કઈ કઈ હતી
*1.હડપ્પાઉત્તરીય નગરોની અને 2.મોહેં જો ડેરોદક્ષિણીય નગરોની રાજધાની*

●સિંધુ સભ્યતાના લોકો........
*શાંતિપ્રિય હતા*

●સિંધુ સભ્યતાનો અવનતિકાળ કયો છે
*ઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*

●માર્શલ, એમ.આર. સાહની, રેઇક્સ વગેરે વિદ્વાનોના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો હતો
*પૂર અથવા ભૂકંપને કારણે*

●ઓરેલ સ્ટીન અને એમલાનંદ ઘોષના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો
*ક્લાઈમેટ ચેન્જને કારણે*

●ઇ.સ.1934માં ગાર્ડન ચાઇલ્સે સંભાવના વ્યક્ત કરી હતી કે હડપ્પીય સભ્યતાના પતન માટે કોનું આક્રમણ જવાબદાર છે
*આર્યોનું*

●ભારતમાં તામ્ર, કાંસ્ય બાદ કયા યુગની સંસ્કૃતિનો ઉદ્દભવ થયો
*લોહ યુગ*

https://t.me/jnrlgk

●વિશ્વમાં સૌપ્રથમ કઈ જાતિના લોકોએ લોઢાનો ઉપયોગ પ્રારંભ કર્યો
*હિત્તિ*
*આ જાતિ એશિયામાં વસતી હતી*

●તજજ્ઞોના મત મુજબ ભારતમાં લોઢાનો ઉપયોગ ક્યારે થયો
*ઇ.પૂ.1000માં*

●લોહ ઉદ્યોગનો પ્રારંભ કઈ સંસ્કૃતિથી થયો
*માળવા તેમજ બનાસ સંસ્કૃતિથી*

●કર્ણાટકના કયા વિસ્તારમાંથી ઇ.પૂ.1000ના લોખંડના અવશેષો મળ્યા
*ધારવાર ખાતેથી*

●અતરંજીખેડા ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે
*ધાતુ ગાળવાની ભઠ્ઠી*

●સોનપુર અને ચિરાંદ ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે
*છીની અને ખીલા*

●લોઢાની કોદાળી અને દાંતરડું ક્યાંથી મળી આવેલ છે
*જખેડા*

●દિલ્લી પાસે લોહયુગની એક સાઈટનું નામ છે...........
*હસ્તિનાપુર*
*અહીંથી ચોખાના, પશુઓના અને ઘોડાના હાડકાં મળ્યા છે*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-6👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
▪️પુરાતત્વવિદોએ સિંધુ નદીના ખીણ પ્રદેશમાં સંસ્કૃતિના સંશોધન માટે સૌપ્રથમ કયા સ્થળે ખોદકામ કરાવ્યું હતું
*✔️હડપ્પા*

▪️સિંધુ સંસ્કૃતિ તરફ 1826માં સર્વપ્રથમ કયા અંગ્રેજ વિદ્વાનનું ધ્યાન દોરાયું હતું
*✔️ચાર્લ્સ મેસન*

▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરવામાં પ્રેરક બનતા પ્રથમ પ્રાપ્ત અવશેષો કયા હતા
*✔️ઈંટો*

▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરનાર અંગ્રેજ વિદ્વાનોમાં કનિંગહામ હતા.તેઓ ભારતમાં સર્વપ્રથમ 1848માં કયા હોદ્દા પર હતા
*✔️એન્જીનીયર*

▪️હડપ્પાનું ખોદકામ કયા ભારતીય પુરાતત્વવિદના માર્ગદર્શન હેઠળ થયું હતું
*✔️દયારામ સાહની*

▪️મોહેં જો દડોના રસ્તાઓની મુખ્ય વિશેષતા શું હતી
*✔️90°ના ખૂણે મળતા*

▪️મોહેં જો દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે
*✔️લારખાના*

▪️હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે
*✔️મોન્ટગોમરી*

▪️મોહેં જો દડોમાં 12 મીટર લાંબું, 7 મીટર પહોળું અને 2 મીટર ઊંડા કુંડ વાળું જે વિશાળ બાંધકામ વાળા સ્થાપત્યના અવશેષ મળ્યા છે તેને........ કહે છે
*✔️સ્નાનાગાર*

▪️સિંધુ ખીણના લોકોની એક પ્રિય રમત કઈ હતી
*✔️સોગઠા (શતરંજ)*

▪️દક્ષિણ ગુજરાતમાં ભાગાતળાવ નામના સ્થળે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ભાગાતળાવ કઈ નદીના કિનારે આવેલું છે
*✔️કીમ*

▪️સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેશમાંથી ચાંદી, કલાઈ, સીસું અને સોનુ વગેરેની આયાત કરતા
*✔️અફઘાનિસ્તાન*

▪️સિંધુ સંસ્કૃતિના લોકો ભારતના કયા રાજ્યમાંથી તાંબું મેળવતા
*✔️રાજસ્થાન*

▪️ઉત્તરપ્રદેશના કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મોટા પ્રમાણમાં હાથ લાગ્યા છે
*✔️આલમગીરપુર*

▪️સિંધુ સંસ્કૃતિના રસ્તા આશરે કેટલા મીટર પહોળા રાખવામાં આવતા
*✔️3 થી 10 મીટર*

▪️ચંદીગઢ નજીક પંજાબમાં કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષ મળે છે
*✔️રૂપડ*

▪️સિંધુ સંસ્કૃતિના સમયમાં ભારતનું કાપડ બેબીલોનમાં કયા નામે ઓળખાતું
*✔️સિંધુ*

▪️સિંધુ સંસ્કૃતિના સમકાલીન સુમેર અને એલમ હાલના કયા દેશમાં આવેલા હતા
*✔️ઈરાક*

▪️મોહેં જો દડોના ખોદકામમાંથી ત્રણ મુખવાળા, યોગાસનમાં બેઠેલા એક દેવની મૂર્તિ મળે છે. આ મૂર્તિ વિદ્વાનો કયા દેવની હોવાનું જણાવે છે
*✔️શિવ*

▪️પુરાતત્વવિદોને કયા સ્થળના ખોદકામમાંથી પથ્થરની ઘંટીના અવશેષ મળે છે
*✔️લોથલ*

▪️હડપ્પામાંથી પ્રાપ્ત વાસણો કયા રંગના મળે છે
*✔️આછાં પીળાં*

https://t.me/jnrlgk*

💥 રણધીર💥
*🍁વન લાઈનર🍁*

🌸આર્યોનું મૂળ વતન ભારત હતું. એમ કહેનાર
*લોકમાન્ય ટિળક*

🌸મોટા ભાગના વિદ્વાનો આર્યોનું મૂળ વતન કયું ગણે છે
*મધ્ય એશિયા*

🌸કયા અંગ્રેજ વિદ્વાને ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે
*મેક્સમૂલર*

🌸આર્યો બહારથી આવીને સર્વપ્રથમ કયા પ્રદેશમાં સ્થિર થયા
*સપ્તસિંધુ*

🌸વેદયુગમાં ધર્મરક્ષક અધિકારીનું ફરજ કોણ બજાવતા
*પુરોહિત*

🌸વેદયુગમાં રાજાની સાથે વનમાં જનાર અધિકારી કયા નામે ઓળખાતો
*ગોવિકર્તા*

🌸'ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાઝ' નામે પુસ્તક કોણે લખેલું છે
*લોકમાન્ય ટિળક*

🌸ઋગ્વેદના નવમા મંડળના બધા સૂક્તો કોઈ એક જ દેવને ઉદ્દેશીને રચેલા છે. એ દેવનું નામ......
*સોમ*

🌸કયા વેદની રચના ગદ્ય-પદ્ય બંનેમાં થયેલી છે
*યજુર્વેદ*

🌸આર્યો ઉત્સવ પ્રસંગે 'સુરા' નામનું માદક પીણું પીતા. આ પીણું કઈ વનસ્પતિમાંથી બનતું
*જવ*

🌸વેદકાલીન સમયમાં આર્ય સ્ત્રી-પુરુષો જેનો નિયમિત ઉપયોગ કરતા તે 'નિવિ' અને 'વાસ'નો સંબંધ આધુનિક કઈ વસ્તુ સાથે છે
*વસ્ત્ર*

🌸વેદકાલીન સમાજમાં 'નિષ્ક' એ શું હતું
*નાણું(સિક્કો)*

🌸કોને 'પરમાત્માની વાણી' કહે છે
*ઉપનિષદોને*

🌸કોને 'વેદાંત' કહે છે
*ઉપનિષદો*

🌸ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે
*નાસદીય સૂકત*

🌸આર્યોના જીવનમાં 'બુદ્ધિનો પ્રદાતા દેવ' કોણ
*સૂર્ય*

🌸ઇન્દ્રને અસુરોનો સંહાર કરવામાં સહાય કરનાર દેવ તે
*મરુત*

🌸આર્યો પૃથ્વી ઉપર વરસાદ લાવવા કયા દેવની આરાધના કરતા
*પર્જન્ય*

🌸વેદ ગ્રંથોમાં ઉલ્લેખ પ્રમાણે સભા અને સમિતિ એ બે સંસ્થાઓને કયા દેવની પુત્રીઓ ગણવામાં આવી છે
*પ્રજાપતિ*

🌸કયા વેદના બે વિભાગ પડે છે
*યજુર્વેદ*

🌸આર્યો સ્વર્ગપ્રાપ્તિ માટે કયો યજ્ઞ કરાવતા
*બ્રહ્મયજ્ઞ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United States


💥Randheer Khant💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-6*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં લોહ યુગીન સ્થળ નાગદા અને એરણ કયા રાજયમાં આવેલું છે
*મધ્ય પ્રદેશ*
*ત્યાં કાળા રંગના વાસણોનો ઉપયોગ થતો*
*ભારતમાં પહેલી વખત બેધારી તલવાર અહીંથી મળી હતી*

●એરણ (મધ્ય પ્રદેશ)માં લોહ યુગના જે ઓજાર મળી આવ્યા છે તે કઈ સદી સુધીના છે
*ઇ.પૂ.800 થી ઇ.પૂ.100ના*

●મહિષદલ (પશ્ચિમ બંગાળ)માંથી ફાઉન્ડ્રિ મળી આવી છે. ફાઉન્ડ્રિ એટલે શું
*ધાતુ ઢાળવાનું કારખાનું*

https://t.me/jnrlgk

●દક્ષિણ ભારતમાં નવ-પાષાણ કાલીન વસ્તી તથા તામ્ર -પાષાણ કાળની વસતી લોહયુગના આરંભ સુધી જેમની તેમ હતી તે વસતી
*બ્રહ્મગિરી (મહારાષ્ટ્ર), પીક્લિહલ (કર્ણાટક), સંગનાકુલ્લુ (હિમાચલ પ્રદેશ), માસ્કી (કર્ણાટક), હલ્લુર (કર્ણાટક), પોયમપલ્લી (તમિલનાડુ)*

●ભારતમાં લોખંડનો સર્વપ્રથમ ઉપયોગ કયા વિસ્તારમાં થયો હતો
*દક્ષિણ ભારત*

●વિદ્વાવાનોના મત મુજબ લોહ યુગના લોકો ક્યાંથી આવ્યા હતા
*પામીર ઉચ્ચ પ્રદેશ તરફથી*

●કયા સ્થળેથી એવા પાત્રો મળ્યા છે જેમાં હથિયાર, ઓજાર, આભૂષણ અને અન્ય સામગ્રી સાચવવામાં આવતી હતી
*મદ્રાસના તિન્નેવેલી જિલ્લાના અદિચલ્લુરમાંથી*
*અહીંથી વસ્તુઓના સ્ટોરેજ માટેના પાત્રોની શરૂઆત થઈ*

●ઉત્તર ભારતમાં કયા સ્થળેથી એક મોટા પથ્થરવાળી સમાધિ મળી આવી છે
*બાંદા અને મિર્ઝાપુર*
*ઉત્તર ગુજરાતમાં દારાપુટમાં*
*દારાપુટમાં એક પ્રાર્થનાલય પણ મળી આવ્યું છે*

●કયા સ્થળેથી એવી સમાધિ મળી છે જેમાં મૃતકની સાથે તેના પાલતુ પશુઓની અસ્થિઓને પણ કુંભમાં મૂકીને દફન કરી દેવામાં આવી છે
*મહારાષ્ટ્રના બોલગાંવ અને ચિંગલપેટમાં*

●હડપ્પીય સંસ્કૃતિના પતન બાદ ભારતમાં કઈ સંસ્કૃતિનો ઉદય થયો
*વૈદિક સંસ્કૃતિ*

●આર્ય સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય
*શ્રેષ્ઠ*

●આર્ય શબ્દનો સૌપ્રથમ પ્રયોગ શેમાં થયો છે
*વેદોમાં*

●આર્યો પોતાના માટે આર્ય તથા તેમના વિરોધીઓને શું કહેતા
*દસ્યુ અથવા દાસ*

●આર્યો કયા કટિબંધના નિવાસી હતા
*શીતોષ્ણ કટિબંધ*
*દૂધ, માંસ અને ઘઉં તેમનો પ્રિય ખોરાક હતો*

https://t.me/jnrlgk

●આર્યો .......... પ્રિય હતા
*યુદ્ધ*

●પિતૃ, પિદર, પેટર તથા ફાદર અને માતૃ, માદર, મેટર તથા મધર શબ્દ અનુક્રમે કઈ ભાષાના છે
*સંસ્કૃત, ફારસી, લેટિન અને અંગ્રેજી*

●યુરોપીય ધારણા મુજબ આર્યો ક્યાંના છે
*યુરોપ*

●ડૉ. પી.ગાઇલ્સના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન કયું છે
*ઓસ્ટ્રીયા-હંગેરી (હિટલરનું વતન)*

●પેંકાના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન
*જર્મની*

●નેહરિંગના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન
*રશિયા*

●જર્મન વિદ્વાન મેક્સમૂલરના મત મુજબ આર્યોનું આદિ નિવાસસ્થાન કયું હતું
*મધ્ય એશિયા*

●લોહ યુગના કેટલાક સ્થળો
*ઢીબી (પશ્ચિમ બંગાળ), મહિષદલ (પશ્ચિમ બંગાળ), ચિરન્ડ (બિહાર), સોનપુર (બિહાર)*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-7👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
🍁બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત છે
*સ્પેન*

🍁2014ના ફિફા વર્લ્ડકપ માટેના દડાનું નામ શું રાખવામાં આવ્યું હતું
*બ્રાઝુકા*

🍁પહેલો ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવામાં આવ્યો હતો
*1948માં*

🍁મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે
*પઢાર*

🍁 કયા મેદાનમાં કેથકોરનો ડુંગર આવેલો છે
*વાગડના મેદાનમાં*

🍁મૈત્રકવંશનો કયો રાજા 'ધર્માદિત્ય' તરીકે ઓળખાય છે
*શીલાદિત્ય પહેલો*

🍁ભારતમાં બેન્કિંગ લોકપાલ નિયુક્ત કરવાનો અધિકાર કોની પાસે છે
*રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*

🍁ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ ક્યાં આવેલ છે
*પેરિસ-ફ્રાન્સ*

🍁ગુપ્ત વંશના કયા રાજાએ હુણોને ભારતમાં આક્રમણ કરતા રોક્યા હતા
*ચંદ્રગુપ્ત*

🍁તમિલનાડુ રાજ્યના રાજ્યપ્રાણીનું નામ શું છે
*નીલગીરી તહર*

🍁ગુજરાતમાં પ્રાગૈતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા
*રોબર્ટ બ્રુસ ફુટ*

🍁આઈએનએસ વિક્રમાદિત્ય નામના જહાજનું મૂળ રશિયન નામ શું હતું
*બાકુ*

🍁ચીન દેશે કઈ તારીખે એક સંતાનની નીતિ બદલવાનો નિર્ણય કરેલ હતો
*28 ડિસેમ્બર, 2013*

🍁વિયેતનામના ગાંધીવાદી રાષ્ટ્રપ્રમુખ કોણ હતા
*હો.ચી.મિન્હ*

🍁કૈલાશનાથ નામનું મંદિર કયા રાજવંશે બંધાવ્યું હતું
*પલ્લવ રાજવંશ*

🍁ઓડિશાના કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું
*નરસિંહ દેવ*

*🗞કળશ : દિવ્યભાસ્કર🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
'પીટર રેબિટ' બાળકો માટેનું આ પુસ્તક કોણે લખ્યું છે
*🖋બિચેસ્ટ્રીક્સ પોટર*

જ્યોર્જ બર્નાડ શોના 'પિગ્મેલીન' પરથી બનેલી ફિલ્મ કઈ
*🖋માય ફેર લેડી*

'ફાયબર રિસર્ચ સેન્ટર' ક્યાં આવેલું છે
*🖋કોઈમ્બતુર*

ભારતમાં રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું
*🖋કર્ણાટક*

બિહારના કયા જિલ્લાની સાક્ષરતા સૌથી ઓછી છે
*🖋કિશનગંજ*

બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર થયો
*🖋ઇ.સ.1972*

ભારતના કયા સમ્રાટે ગિરનારની તળેટીમાં શિલાલેખો કોતરાવ્યાં છે
*🖋અશોક*

દર વર્ષે નોબેલ પારિતોષિકો કયા દેશ તરફથી આપવામાં આવે છે
*🖋સ્વીડન*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🔫ISISનું ફુલ ફોર્મ
*💣ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા*

🔫અમેરિકાની સેનાએ બગદાદીને કયા સ્થળે મોતને ઘાટ ઉતાર્યો
*💣સીરિયાના બરીશા નામના ગામડામાં*

🔫 અમેરિકાની કઈ કમાન્ડો ટીમે બગદાદીને માર્યો હતો
*💣ડેલ્ટા ફોર્સ*

🔫બગદાદીનું મોત કેવી રીતે થયું
*💣બગદાદીનું મોત જ્યારે નજીક અને નિશ્ચિત દેખાયું ત્યારે તેણે તેની કમર ફરતે પહેરેલ આત્મઘાતી બૉમ્બ ધડાકો કરીને*

🔫અમેરિકાએ બગદાદીનું ઢીમ ઢાળવા માટેના મિશનનું કોડ નેમ શું આપ્યું હતું
*💣ઓપરેશન કેયલા મુલેર*
*💣કેયલા મુલેર 26 વર્ષીય સેવાભાવી અમેરિકન યુવતી હતી*

*🍁દેશ અને રાષ્ટ્રીય રમત🍁*

ઓસ્ટ્રેલિયાક્રિકેટ

જાપાનજુડો

ભારતહોકી

અમેરિકાબેઝબોલ

કેનેડાઆઈસ હોકી

ચીનટેબલ ટેનિસ

સ્પેનબુલ ફાઇટ

બ્રાઝીલફૂટબોલ

*🗞સંદેશ : અર્ધસાપ્તાહિક🗞*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥