સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે
*લખવા/બોલવામાં*

'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય
*સામાસિક*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે
*લાઘવ*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે
*સમય/શક્તિનો*

શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે
*અર્થની*

સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે
*સઘન*

*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*


💥રણધીર ખાંટ💥
*વીર સાવરકર*

નામ : વિનાયક દામોદર સાવરકર

જન્મ : ૨૮ મે,૧૮૯૩

નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬

જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)

મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.

સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'

જ્યારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? પૂનામાં

કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?1937માં

*🔥CURRENT🔥*

*🔘Date:-13-08-2019👇🏻*

◆ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA)ના પ્રમુખ કોણ બનશે
*IIT ગાંધીનગરના સભ્ય ડૉ.ચંદ્રિમા શાહા*
*એકેડેમીના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પ્રમુખ બનશે*

●આંતરરાષ્ટ્રીય ટી-20 (મેન્સ-વિમેન્સ બંને)ક્રિકેટમાં કયા દેશની ટીમે સળંગ સૌથી વધુ 17 મેચમાં વિજય મેળવ્યો
*થાઈલેન્ડ મહિલા ટીમે રેકોર્ડ બનાવ્યો*

●ટ્રિપલ ડબલ મુવ (ટ્રિપલ ડબલ)ની સિદ્ધિ મેળવનારી સૌપ્રથમ મહિલા જિમનાસ્ટ કોણ બની
*અમેરિકાની સિમોન બાઈલ્સ*

●વન-ડે ક્રિકેટમાં વેસ્ટઇન્ડિઝ માટે સૌથી વધુ રન કરનાર ખેલાડી કોણ બન્યો
*ક્રિસ ગેલ*

●રોજર્સ કપ (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*મેન્સમાં રાફેલ નડાલ અને વિમેન્સમાં કેનેડાની બિયાંકા એન્ડ્રુસ્કુ*

●હાલમાં વિદેશમંત્રી એસ.જયશંકરે કયા દેશની યાત્રા કરી
*ચીન*
*ચીનના વિદેશમંત્રી- વાંગ યી*

●એર ઇન્ડિયા ઉત્તર ધ્રુવ પરથી ઉડીને અમેરિકા પહોંચનારી પહેલી ભારતીય એર લાઇન્સ બનશે.આ એર લાઇન્સ કયા બે સ્થળો વચ્ચેની છે
*દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો*

●બળાત્કારના કેસ માટે દેશમાં 2 ઓક્ટોબરથી ફાસ્ટ ટ્રેક કોર્ટનો આરંભ થશે. દેશમાં કુલ કેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થપાશે
*1023*
*પ્રથમ તબક્કામાં 777 અને દ્વિતીય તબક્કામાં 246 કોર્ટ કાર્યાન્વિત કરાશે*

●ભારતના કયા પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાહસ વીર બેઅર ગ્રીલ્સનું Man vs. Wild નું શૂટિંગ થયું
*ભારતના પ્રથમ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલું જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં*
*કોર્બેટ નેશનલ પાર્ક 1936માં જાહેર થયેલું ભારતનું પ્રથમ નેશનલ પાર્ક છે*
*1971માં પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત આ જંગલથી થઈ હતી*
*બ્રિટિશ જિમ કોર્બેટ મહાન શિકારી હતો*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કયા દેશ સાથે રફ ડાયમંડને પોલીસ કરવાના MoU કર્યા
*રશિયા*
*યાકુટિયાના ગવર્નર સાથે*

●રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 42મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.મુકેશ અંબાણીએ કંપનીના ઓઇલ એન્ડ કેમિકલ્સ બિઝનેસનો 20% હિસ્સો કઈ કંપનીને 1.15 લાખ કરોડ રૂપિયામાં વેચવાની જાહેરાત કરી
*સાઉદી અરેબિયાની કંપની અરામ્કો કંપનીને*

●અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા રોડ ઉપર વાહનની સ્પીડ કેટલી નક્કી કરાઈ છે
*ટુ વ્હીલર માટે 50, થ્રી વ્હીલર માટે 40, કાર માટે 60 અને ટ્રક સહિતના વાહનો માટે 40ની સ્પીડ નક્કી કરાઈ છે*
*ઓવર સ્પીડમાં જનારાને 2 વર્ષ સુધીની જેલ*
*રાજ્યમાં અમલ કરનારું અમદાવાદ પ્રથમ શહેર*

●ફીજી દેશની સુપ્રીમ કોર્ટના જજ કોણ બન્યા
*મદન લોકુરે*
*અન્ય દેશમાં જજ બનનારા પ્રથમ ભારતીય બન્યા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
●કબડ્ડીની રમતમાં બહેનો માટે એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે
*15*

●રાજધાનીનું કયું શહેર સૌથી જૂનું ગણાય છે
*દમાસ્ક*

●કયા વર્ષમાં બ્રિટિશ ઇન્ડિયાની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી હતી
*1912*

●વિલિયમ શેક્સપિયરે લખેલું છેલ્લું નાટક કયું
*ધ ટેમ્પટેસ્ટ*

●કયા ભારતીય ક્રિકેટરને સૌથી પહેલી હેટ્રિક વન-ડે વર્લ્ડકપમાં મળી હતી
*ચેતન શર્મા*

●ઓલિમ્પિક રમતોની શરૂઆત કયા શહેરથી થઈ હતી
*એથેન્સ*

●કયું વિટામિન ઘા રૂઝવવા માટે ઉપયોગી છે
*સી*

●દાદરા-નગરહવેલી આ કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની કઈ
*સેલવાસ*

●'રિપબ્લિક ગાર્ડ' આ નામનો સૈન્ય વિભાગ કયા દેશના લશ્કરમાં છે
*ઈરાક*

●આફ્રિકાનો ગોલ્ડ કોસ્ટ પ્રદેશ એટલે
*ઘાના*

●ભારતનું બંધારણ ઘડવામાં ડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા
*કનૈયાલાલ મુનશી*

●ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા
*નગીનદાસ ગાંધી*

●ગ્લોબલ ડિસેબીલીટી સમીટ તાજેતરમાં ક્યારે અને ક્યાં યોજાઈ
*આર્જેન્ટિનામાં 6-8 જૂન-2019*

●કિમ્બરેલ પ્રક્રિયા (KP) કયા અને કઈ વસ્તુ વિષય માટે તાજેતરમાં યોજાયેલ
*મુંબઇ હીરા માટે*

●'પબ્લિક વોટર એજન્સી ઓફ ધ યર'નું સન્માન કોણ ધરાવે છે
*નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)*

●બંધારણની તાજેતરમાં નાબૂદ થયેલ કલમ-370 કઈ તારીખે દાખલ થયેલ છે
*17 ઓક્ટોબર,1949*

●વેબ આધારિત સોફ્ટવેર 'પલ્હોસ્ટફા' (Palhostfa) કોના સંબંધિત છે
*રોગગ્રસ્ત જીવોમાં નવી દવાના ઉપયોગના સંશોધન માટે*

●જીનોટાઈપિંગ (Genotyping) માટે શેનો વિકાસ કરાયેલ છે
*ન્યુ યુનિવર્સલ ટાઈમર*

●વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO)નું પ્રથમ સંમેલન ક્યારે અને ક્યાં યોજાયું હતું
*જિનીવા, 24 સપ્ટેમ્બર-2013*

●મરાકેશ સંધિ (2013) કોની સાથે સંકળાયેલ છે
*વૈશ્વિક અંધજનો અને આંશિક અંધજનો*

●કોરલ ટ્રાયેન્ગલ વિશ્વના કુલ કેટલા સમુદ્રી વિસ્તારને આવરી લે છે
*કુલ છ દેશોના 1,32,636 km.*

●ભુવન ગંગા મોબાઈલ એપ કોની સાથે જોડાયેલ છે
*ગંગા નદીના પ્રદુષણ સ્રોતોનું જીઓ ટેગીંગ કરવા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-14-15-16/08/2019👇🏻*

●રાજ્યમાં MBBS પછી 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવાના હાલના નિયમ સુધારીને કેટલા વર્ષ કરવામાં આવ્યા
*1 વર્ષ*

●પી.ટી.ઉષાને કયા વર્ષમાં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા
*1985*

●73મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેન્દ્રએ વિશેષ સંગીત કયો વિડિઓ રજૂ કર્યું
*વતન*

●દુનિયાની સૌથી લાંબી LPG પાઇપલાઇન તરીકે કયા બે સ્થળોને જોડનારી 2757 km.નું નિર્માણ થશે
*ગુજરાતના કંડલા બંદરને ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથે*

●વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં ચીનમાં લજ્જા ગોસ્વામીએ શૂટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા.લજ્જા ગોસ્વામી ગુજરાતના કયા ગામની છે
*આણંદના જીટોડિયા ગામની*

●15મી ઓગસ્ટ 73મા સ્વતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ક્યાં કરવામાં આવી
*છોટા ઉદેપુર*
*નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂનાગઢના વિસાવદરમાં*

●2022માં બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં કઈ રમતને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું
*મહિલા ક્રિકેટ*

●FIM બાઇક રેસ વર્લ્ડકપનું વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસર કોણ બની
*ઐશ્વર્યા પિસ્સાયે*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલમાં કયા દેશની વિદેશયાત્રા કરી
*રશિયા*

●ભાષા નિર્દેશિકા એથનોલોગ અનુસાર વિશ્વમાં કુલ કેટલી ભાષાઓ વપરાય છે
*7111*
*પ્રશાંત મહાસાગર સ્થિત દ્વિતીય દેશ પાપુઆ ન્યૂ ગીનીમાં સર્વાધિક 840 ભાષાઓનો વપરાશ થાય છે*
*ભારત આ સૂચિમાં ચોથા સ્થાને છે.ભારતમાં 453 દેશી ભાષા વપરાય છે*
*અમેરિકામાં 335, ઓસ્ટ્રેલિયામાં 319*

●સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ-2019ને કયું વર્ષ ઘોષિત કરાયું છે
*દેશી ભાષાઓનું વર્ષ*

●ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ થંભાવી દીધી.

●ગુજરાતી પત્રકાર, લેખક જેમનું હાલમાં મુંબઈમાં નિધન થયું
*કાંતિ ભટ્ટ*

●ઓલ ઇન્ડિયા રેડીઓ પર ક્રિકેટ કોમેન્ટ્રીથી જાણીતા જેમનું હાલમાં નિધન થયું
*અનંત સેતલવાડ*

●બ્રિટનના વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી સૂક્ષ્મ સુવર્ણનું નિર્માણ કર્યું. તેની જાડાઈ માત્ર 0.47 નેનોમીટર છે.આ સૂક્ષ્મ સુવર્ણને શું નામ અપાયું છે
*ગોલ્ડન એલગી*

●નાસાએ સૌરમંડળથી 31 પ્રકાશવર્ષ દૂર રહેલા કયા ગ્રહની શોધ કરી
*GJ357d*

●પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*કાંદીકૂપ્પા શ્રીકાંત*

●બેલ્ટ એન્ડ રોડ ચાઈના હ્યુમન ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં કોણે જીત મેળવી
*કોલકાતાના સૂર્યશેખર ગાંગુલીએ*

●ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગટે પોલેન્ડ ઓપન કુસ્તી પ્રતિયોગીતામાં કેટલા કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડમેડલ જીત્યો
*53*

●રાજસ્થાન સરકારે ઉચ્ચ શિક્ષણના નવા મોડેલ RACEનું લોન્ચિંગ કર્યું.RACEનું ફુલ ફોર્મ શું છે
*Resource Assistance for Colleges with excelence*

●દિલ્હી સરકારે આર્કઈવ્ઝ અને આંબેડકર વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો
*મૌખિક ઈતિહાસ કાર્યક્રમ*

●મહારાષ્ટ્ર રાજ્યમાં અભિનેતા આમિર ખાને જનજાતિય પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તાલીમબદ્ધ કરતા રાજ્ય સરકારના કયા અભિયાનનું લોન્ચિંગ કર્યું
*મિશન શક્તિ અભિયાન*

●અમેરિકાએ કયા દેશને કરન્સી મેનીપ્યુલેટ ઘોષિત કર્યું
*ચીન*

●પ્રોફેશનલ્સ ક્રિકેટર્સ એસોસિએશનના 'પ્લેયર ઓફ ધ મંથ' તરીકે કયા ક્રિકેટરને પસંદ કરવામાં આવ્યા
*ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિનને*

●કાર્તિક બોઝ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે કયા પૂર્વ ભારતીય ક્રિકેટરને પસંદ કરાયા
*અરુણ લાલ*

●મોહાલીમાં ભારતની પ્રથમ કઈ થ્રિડી સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવી
*ઈંટેલાઈટ*

●ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કયા પુરસ્કારની ઘોષણા કરી
*વિક્રમ સારાભાઈ પાત્રકારિતા પુરસ્કાર*

●'વીર ચક્ર' પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા
*વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન*
*વર્ધમાને પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું હતું*
*સ્ક્વોડ્રન મીંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ*
*શહીદ પ્રકાશ જાધવને કીર્તિ ચક્ર*
*132 વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ*

●હાલમાં ક્રોસા વાવઝોડું કયા દેશમાં ત્રાટક્યું
*જાપાન*

●નેપાળમાં તાજેતરમાં શોધાયેલા એક તળાવે વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા તળાવનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ તળાવનું નામ શું છે
*કાજીન સરા તળાવ*
*5,200 મીટર ઊંચાઈ પર આવેલું છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:- 17-18/08/2019👇🏻*

●દેશનો સર્વોચ્ચ રમત ગમત એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોણે મળશે
*પહેલવાન બજરંગ પુનિયા અને પેરા એથ્લિટ દીપા મલિક*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા કોચ કોણ બન્યા
*ફરીથી રવિ શાસ્ત્રી*

●સુરતમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ (ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે) રમાશે.તે માટે સુરત ક્રિકેટ દ્વારા કયું સ્ટેડિયમ તૈયાર કરાયું
*લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ*

●વર્કે ફાઉન્ડેશનના 10 લાખ ડોલરના પુરસ્કાર વાળા 'ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2019' માં રનર અપ રહેનાર ભારતીય મહિલા ટીચર
*સ્વરૂપ રાવલ*

●એક દાયકામાં (1 જાન્યુઆરી, 2010 થી અત્યાર સુધી) ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટમાં 20 હજાર રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી (બેટ્સમેન) કોણ બન્યો
*વિરાટ કોહલી*

●પૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર જેમને હાલમાં દેવું વધી જતાં આત્મહત્યા કરી
*વીબી ચંદ્રશેખર*

●ભારતીય ક્રિકેટ ટીમે સતત કેટલામી શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું
*નવમી*

●ગુજરાતના કયા ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે
*રાજકોટના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈને*

*●ધ્યાનચંદ એવોર્ડ*
મેન્યુઅલ ફ્રેડરીક્સ (હોકી)
અરૂપ બાસક (ટેબલ ટેનિસ)
મનોજ કુમાર (કુસ્તી)
નિટ્ટેન કિરર્તાન (ટેનિસ)
લાલરેમસાન્ગ (Lalremsanga) (તીરંદાજી)

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કયા દેશના પ્રવાસે ગયા
*ભૂતાન*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપે કાર્ડ અને ભારતનું નેશનલ નોલેજ નેટવર્ક ભૂતાનમાં લોન્ચ કર્યું*
*ભૂતાનના વડાપ્રધાનડૉ. લોતે શેરિંગ*
*ભૂતાનના રાજાજીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[18/08, 11:52 am] Naresh Zala.: *⃣કોષ*⃣

શરીર નો બંધારણીય એકમ
સૌથી નાનો અને રચનાત્મક એકમ
નરી આંખે જોઈ શકાય નહીં.
શોધ રોબર્ટ હુક(કોચ) નામના વૈજ્ઞાનિક કરી .


*⃣કોષ-પેશી-અવયવ-તંત્ર-શરીર


*⃣એકકોશી સજીવ:-
જે સજીવ નું શરીર એક કોષ નું બન્યું હોઈ એ.
ઉ.દા.:-અમીબા,પેરામિશયમ
*⃣બહુકોશિય સજીવ :-
જે સજીવ નું શરીર એક કરતાં વધારે કોષ નું બન્યું હોઈ
ઉ.દા:-મનુષ્ય,વનસ્પતિ


નરેશ ઝાલા💐
[18/08, 11:56 am] Naresh Zala.: *⃣અગત્ય ના કોષ *⃣

શરીર નો સૌથી નાનો કોષ :-રુધીર કોષ

શરીર નો સૌથી મોટો કોષ :-ચેતાકોશ

પૃથ્વી પરનો સૌથી મોટો કોષ :-શાહમૃગ નું ઈંડુ

પૃથ્વી પરનો સૌથી નાનો કોષ :-માઈક્રો પ્લાઝમાં ગેલેસેપ્ટિક


નરેશ ઝાલા💐
[18/08, 12:15 pm] Naresh Zala.: *⃣પાચન તંત્ર*⃣

પાચન એટલે ખોરાક માંથી પોષક તત્વ અને પ્રવાહી અલગ કરવની ક્રિયા.

મુખ્ય અંગ:-
મુખ -અન્નનળી-જઠર-નાનું આંતરડું-મોટું આંતરડું-માળાશય

યકૃત અને સ્વાદુપિંડ

1)મુખ :-
જીભ માં લાળગ્રંથી થી ખોરાક ને નરમ બનાવે છે .
લાળગ્રંથી માં ટાયલીન નામનો અંતઃસ્ત્રાવ ઉતપન્ન થાય છે..
ખોરાક અન્નનળી મારફતે જઠર માં પહોંચે છે.

2)જઠર :-
જઠર માં HCL હાઇડ્રો ક્લોરિક એસિડ ઉતપન્ન થાય છે જે પાચન માટે જરૂરી છે.

3) નાનું આંતરડું:-
લંબાઈ 21 ફૂટ કે 7 મીટર
ખોરાક માંથી પોષક તત્વ ને અલગ કરી રુધિર માં ભેડવે છે.

4) મોટું આંતરડું:-

લંબાઈ 6 ફૂટ કે 2 મીટર
પાણી અને પ્રવહી ને અલગ કરે છે.
વધારા નો ખોરાક મળાશય માં જમા થાય છે.

5)યકૃત:-
શરીર ની સૌથી મોટી ગ્રંથી
વજન 1.5 કિ. ગ્રા
પિત્ત રસ ઉતપન્ન થાય છે.
ખોરાક ને એસિડ માંથી બેઇઝ માં રૂપાંતર કરે છે.
બાજુ માં પિતાશય આવેલું છે..જે હિપેરીન નામનો અંતઃ સ્રાવ ઉતપન્ન કરે..જે રુધીર ને પાતળું રાખે છે.

6)સ્વાદુપિંડ :-

ઇન્સ્યુલિન નામનો અંતઃ સ્ત્રાવ ઉતપન્ન કરે
જે રુધિર માં શર્કરા નું નિયમન કરે.
શર્કરા વધવાથી ડાયાબિટીસ (મધુપ્રમેહ )નામનો રોગ થાય છે.


નરેશ ઝાલા💐
[18/08, 12:40 pm] Naresh Zala.: *⃣શ્વસનતંત્ર*⃣
શ્વસનતંત્ર એટલે વાતાવરણ માંથી ઓક્સિજન ગ્રહણ કરી વતાવરણ ને CO2 પરત આપવાની ક્રિયા
મુખ્ય અંગ:-નાક-શ્વાસનળી-ફેફસાં-ઉદર પટલ

1)નાક :-
ઓક્સિજન ગ્રહણ કરે છે
નાક માં સ્લેષ્મ ગ્રંથી ચીકણો પદાર્થ ઉપન્ન કરે છે જે ધૂળ ના રજકણ અનેસૂક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશતા અટકાવે છે.

2)ફેફસાં:-
શરીર માં શંકુ આકાર ના બે ફેફસાં આવેલા છે
ડાબી બાજુનું ફેફસુ જમણી બાજુના ફેફસા કરતા નાનું હોઈ છે.
ફેફસા નું મુખ્ય કાર્ય લોહી ને શુદ્ધ કરવાનું છે.
લોહી માં CO2 દૂર કરી ને O2 ભેડવે છે.

નરેશ ઝાલા💐
[18/08, 12:53 pm] Naresh Zala.: *⃣રુધિરાભિસરણ તંત્ર*⃣

રુધિરાભિસરણ તંત્ર એટલે શરીર માં રુધિર નું પરિભ્રમણ
રુધિરાભિસરણ ની શોધ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનીકે કરી.
મુખ્ય અંગ:-હૃદય -ધમની-શીરા

1)હૃદય:-

ચાર ભાગ માં વહેચાયેલું છે
ઉપર ના બે ભાગ કર્ણક
નીચેના બે ભાગ ને ક્ષેપક કહે છે
રચના પંપ જેવી
પુખ્તવય માં 1 મિનિટ માં 72 ધબકારા થાય છે.
હૃદય નું કાર્ય અશુદ્ધ લોહીને ફેફસા સુધી પોહચાળવાનું અને શુધ્ધ લોહી ને અંગ સુધી પહોંચાડવુ.
એકમાત્ર અંગ જે 24 કલાક કાર્યરત

2)શીરા:-
અશુદ્ધ લોહી ને હૃદય સુધી લાવે છે.

3)ધમની:-
શુદ્ધ રુધિર ને અંગ સુધી લઈ જાય છે.
શીરા કે ધમની માં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટએટેક આવે છે.
બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ એ હાર્ટએટેક પછીની સારવાર પદ્ધતિ છે.


નરેશ ઝાલા 💐
[18/08, 1:11 pm] Naresh Zala.: *⃣રુધિર ના ઘટકો*⃣

1) રક્તકણો:-R.C.B.

લાલ રંગ ના બનેલા કણો જેનથી લોહી નો રંગ લાલ દેખાય છૅ.
જીવન કાળ 120 દિવસ
કાર્ય:-O2 અને CO2 નું વહન કરે છે.
રક્તકણ માં હિમોગ્લોબીન નામનું તત્વ રહેલુ છે જે ફક્ત ઓક્સિજન નું વહન કરે છે.

2)શ્વેતકણો:-W.B.C

સફેદ રંગ ના બનેલા શરીર ના સૈનિક કહેવાય
કાર્ય :- રોગ સામે રક્ષણ આપવાનું.
એઇડ્સ માં સંખ્યા ઘટી જાય છે.
પરું ના રૂપ માં જોવા મળે છે


3)ત્રાકકણો:-
રુધિર જામી જવાની ક્રિયા માં મદદ કરે છે
ડેન્ગ્યુ માં ત્રાકકણો ની સંખ્યા ઘટી જાય છે.
બ્લડ કેન્સર માપવના સાધન ને સ્ફીગ્મોમેનો મીટર કહે છે.

નરેશ ઝાલા💐
[18/08, 2:43 pm] Naresh Zala.: *⃣ચેતાતંત્ર*⃣

માનવ શરીર જુદા જુદા અંગ અને તંત્રો નું બનેલું છે,
આ તંત્રો વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમજ શરીર નું સમતોલન જાળવાનું કામ ચેતાતંત્ર કરે છે.
મુખ્ય અંગ:-મગજ -કરોડરજ્જુ-ચેતા

1)મગજ:-

પુખ્ત વય ના મનુષ્ય ના મગજ નું વજન 1300 થી 1400 ગ્રામ હોઈ છે.
મુખ્ય કાર્ય શરીર ના દરેક અંગ ને આદેશ આપવાનું અને સમતોલન જાળવવાનું છે.
મગજ નો રંગ જાંબલી
ત્રણ ભાગ માં વહેંચાયેલું છે:-

1.અગ્રમગજ:-
તે સૌથી વધારે ભાગ રોકે છે
આમા બોલવું,વિચારવું ,ઓળખવું,યાદ રાખવું અને અનુભવવું જેવી ક્રિયા ઓ

2.પશ્વ મગજ :-
નાનું મગજ કહેવાય છે.
પાચન ,શ્વસન,રુધિરાભિસરણ વગરે

3.મધ્યમગજ:-
હલન ચલન, સાથે સંકળાયેલા ક્રિયા ના કેન્દ્રો આવેલા છ
ે.


3)કરોડરજ્જુ:-
મગજ ના નીચેના ભાગે કરોડસ્તંભ માં કરોડરજ્જુ આવેલી છે.
કરોડરજ્જુનું કાર્ય આદેશ ને અંગ સુધી લઈ જવું અને સંવેદના ઓને મગજ સુધી પહોંચાડવાનું.
અચાનક બનતી ઘટના કે જેને પરિવર્તત ક્રિયા કહે છે.
ત્યારે અંગો ને આદેશ આપવાનું કામ કરોડરજ્જુ કરે છે.
પરાવર્તિત ક્રિયા ની શોધ માર્શલ હોલ નામના વૈજ્ઞાનિકે કરી .

નરેશ ઝાલા💐
[18/08, 3:04 pm] Naresh Zala.: *⃣સંવેદનગ્રાહી અંગો*⃣

1) નાક:-
નાક માં ગન્ધ પારખવાના ધ્રાણકોષો આવેલા હોઈ છે.

2)જીભ:-
સ્વાદ પારખવા માટે સ્વાદકલિકા આવેલી હોઈ છે.

3)કાન:-
ધ્વનિ તરંગ ને ગ્રહણ કરી ને સાંભળવનું હોઈ છે.
કાન માં સ
શેરુમિનસ નામની ગ્રંથી આવેલી હોઈ છે .જે ચીકણાં પ્રદાર્થ નો સ્રાવ કરે છે.જેથી સુક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશી શકે નહીં .

3) ચામડી:-
શરીર નું સૌથી મોટું અંગ
વધારા ના પાણી ને પરસેવા રૂપે બહાર કાઢી શરીર નું તાપમાન જાળવી રાખે છે.
ચામડી માં રંગ સાથે સંગ્રહાયેલ મેલેનીન નામનું તત્વ .
જેની માત્રા વધારે તો વ્યક્તિ કાળી/શ્યામ દેખાય .
જેની માત્રા ઓછી તો ગોરી/સફેદ દેખાય .

નોંધ:-આનુવાંશીક રીતે મેલેનીનના કણ ઉપન્ન ના થતાં હોય તો તે રોગ ને આલ્બીનિઝમ કહે છે.

5)આંખ:-
વ્યક્તિ કોઈ દૃશ્ય જોવે તો તેની પાછળ પ્રકાશ નું પરાવર્તન જરૂરી છે .


*⃣પારદર્શક પટલ:-
આંખ માં આવેલો કાચ જેવો ભાગ.
કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને આંખ માં પ્રવેશવા દે છે.

*⃣કિકી:-
કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને નેત્રમણિ સુધી લઈ જવાનું છે.

*⃣કણીનિકા:-
યોગ્ય પ્રમાણ માં નાની મોટી થઈ આંખ માં પ્રકાશ નું નિયંત્રણ કરે છે.

*⃣નેત્રમણિ:-(લેન્સ)
પ્રકાશ ના કિરણ નું વક્રીભવન કરી પ્રતિબિંબ ને નેત્રપટલ પર પાડે છે.
આંખ બદલવામાં આવે ત્યારે નેત્રમણિ બદલવામાં આવે છે.


*⃣નેત્રપટલ:-(લેટીના)
એક પડદો છે.
પ્રતિબિંબ ઝીલે છે.
આંખ માંથી નીકળતા આંસુ માં લાઈસોઝાઇમ એન્ઝાઇમ રહેલું છે..

નરેશ ઝાલા 💐
[18/08, 3:24 pm] Naresh Zala.: *⃣અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ*⃣

વિવિધ એમિનો એસિડ થી બનેલા હોઈ છે.
શરીર ની રાસાયણિક ક્રિયા સાથે સંકડાયેલા છે.


1)પ્રિચ્યુંટરી ગ્રંથી:-
મગજ માં આવેલી છે.
શરીર ની માસ્ટર ગ્રંથી કહેવાય છે.
કાર્ય:-શરીર નો વિકાસ અને વૃદ્ધિ કરવી .
શરીર ની મહાકાયતા અને વામનતા પર નિયંત્રણ રાખવું.
અન્ય ગ્રંથી પર નિયંત્રણ રાખવું.


2)થાઇરોઇડ ગ્રંથી:-
ગળા માં થાઈરોકશીન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
થાઈરોકશીન ની ઉણપ ને લીધે ગળા માં ગોઈટર નામનો રોગ થાય છે.
રોગ થી બચવા માટે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઇએ.

3)પેરાથાઇરોઇડ ગ્રંથી:-
ગળા માં આવેલી ગ્રંથી જે લોહી માં કેલ્શિયમ નું નિયંત્રણ કરે છે.

4)એડ્રિંનલ ગ્રંથી:-
એડ્રિંનાલિન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
પેટ માં આવેલી ગ્રંથી
કાર્ય:-સાહસિકો માં એડ્રિંનાલિંન અંતઃ સ્ત્રાવ વધારે ઉત્તપન્ન થાય છે.

નરેશ ઝાલા💐
[18/08, 3:29 pm] Naresh Zala.: *⃣સ્નાયુતંત્ર*⃣

સ્નાયુ એ પેશી ના બનેલા છે.
શરીર માં 400 થી 500 સ્નાયુઓ આવેલા છે.
સ્નાયુતંત્ર શરીર ને લચક આપે છે ને શરીર પર પડતા ઝાટકા સહન કરવવાનું કાર્ય.
સ્નાયુ એ સ્થિતિ સ્થાપકતા નો ગુણધર્મ ધરાવે છે .
સ્નાયુ માં લેક્ટિક એસિડ જમા થવાથી વ્યક્તિ ને થાક લાગે છે ..


નરેશ ઝાલા 💐
[18/08, 3:36 pm] Naresh Zala.: *⃣કાંકલતંત્ર*⃣

શરીર ને યીગ્ય આકાર અને આધાર આપે છે.
શરીર નું બંધારણ સાચવે છે .
હાડકા કેલ્શિયમ,ફોસ્ફરસ,અને કાર્બોનેટ ના બનેલા હોઈ છે.
પુખ્ત વય માં તેની સંખ્યા 206 કે 213 હોઈ છે.
બાળક જન્મે ત્યાર તેની સંખ્યા 300 જોવા મળે.
સૌથી નાનું હાડકું કાન માં હોઈ છે જેને સ્ટેપ્સ (પૅગડું) કહે છે.
સૌથી મોટું અને મજબૂત હાડકું સાથળ નું હોઈ છે જેને ફિમર કહે છે.

નરેશ ઝાલા💐
[18/08, 3:43 pm] Naresh Zala.: *⃣હાડકા ની સંખ્યા*⃣

માથામાં કુલ હાડકા:-29
-ખોપડી માં 8
-ચેહરા માં 14
-કાનમાં 6
-અન્ય. 1


છાતી માં કુલ હાડકા:-25
-12 જોડ પોસડી
-1 અન્ય

કારોડસ્તંભ માં 33 મણકા( હાડકાં)

હાથ અને પગ માં કુલ 120 હાડકાં

નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-19/08/2019👇🏻*

●19 ઓગસ્ટવર્લ્ડ ફોટોગ્રાફી દિવસ

●રેલવે સ્ટેશન, ટ્રેન સહિત રેલવે પ્રોપર્ટી તેમજ પેસેન્જરોની સુરક્ષા માટે રેલવેએ આધુનિક હથિયારોથી સજ્જ કયા કમાન્ડો ફોર્સ તૈયાર કરી
*કોરસ*
*2008ના મુંબઈ હુમલાના 11 વર્ષે RPF એ વિશેષ ફોર્સ બનાવી*

●તાજેતરમાં કયા રાજ્યના પંચામ્રિથમ(પંચામૃત)ને GI ટેગ આપવામાં આવ્યો
*તમિલનાડુ*
*તમિલનાડુનું પંચામૃત ફેમસ છે*
*જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી નામની સંસ્થા GI ટેગ આપે છે*

●સ્વચ્છ સર્વેક્ષણ 2020નો પ્રારંભ કોણે કર્યો
*નાગરિક ઉડ્ડયન તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ*
*તેમને સ્વચ્છ નગર એપ પણ લોન્ચ કરી*

●ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટ 2019ની યજમાની કોણ કરશે
*જમ્મુ કાશ્મીર*
*તેનો આરંભ શ્રીનગરમાં 12મી ઓક્ટોબરથી થશે*

●જાપાનનું કયું જહાજ બે દિવસની સદભાવના યાત્રા અંતર્ગત કોચ્ચિ પહોંચ્યું હતું
*જે.એસ.સજાનામી*

●આર્જેન્ટિનાના ભૂતપૂર્વ ફૂટબોલર જેમનું હાલમાં નિધન થયું
*જોઝેનિસ બ્રાઉન*
*ઉત્તમ ડિફેન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી*

●વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2019માં કયું રાજ્ય વિજેતા બન્યું
*રાજસ્થાન*

●હાલમાં ફૂટબોલર વેસ્લે સ્નેઈજ્ડરે સંન્યાસની ઘોષણા કરી.તે કયા દેશનો છે
*નેધરલેન્ડ*

●કયા ભારતીય શેફને ફ્રેન્ચ સન્માન પ્રાપ્ત થયું
*પ્રિયમ ચેટર્જી*
*તેઓ પશ્ચિમ બંગાળની જૂની ડિશીઝને ફ્રેન્ચ ઢાળ આપવા માટે પ્રખ્યાત હતા*

●એએએ (એશિયન એથ્લેટિક એસોસિએશન)ના એથ્લિટ કમિશનના વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી
*પી.ટી.ઉષા*
*તેઓ મૂળ કેરળના છે*

●વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ
*સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં*
*45 દેશના 357 ખેલાડી ભાગ લેશે*
*ભારતના 19 ખેલાડીઓ ભાગ લેશે*
*આ ચેમ્પિયનશિપની 25મી સિઝન શરૂ થઈ*

*●દુનિયાની એ પાંચ રમત, જેના વર્લ્ડકપ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય છે👇🏻*
1.ફુટબોલ, 2.ક્રિકેટ, 3.ટેનિસ, 4.હોકી અને 5.બેડમિન્ટન
ટેનિસનું ડેવિસ કપની શરૂઆત 1900માં, ફિફા વર્લ્ડકપ 1930માં, હોકી અને ક્રિકેટ વર્લ્ડકપ 1975માં અને બેડમિન્ટન ચેમ્પિયનશિપ 1977માં શરૂ થઈ હતી.

●કન્કશનથી રિપ્લેસ થનારો પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કોણ બન્યો
*ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ*

●ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ સબસ્ટીટ્યુટ થનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો
*ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના સ્થાને માર્નસ લબુચા*
*સ્મિથને માથામાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરનો બોલ વાગ્યો હતો*

●ટેસ્ટ ક્રિકેટમાં કન્કશન નિયમનો મતલબ શુ
*જો ટેસ્ટ મેચ દરમિયાન કોઈ ખેલાડીને માથામાં બોલ વાગવાથી ઇજા થાય અને તે મેચમાં ફરી ઉતારવાની સ્થિતિમાં ન હોય તો ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીને સામેલ કરી શકે છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*⃣ઉત્સર્ગ તંત્ર*⃣

👉શરીર માં રહેલો વધારાનો કચરો કે બિનઉપયોગી શરીર ની બહાર કાઢવાની ક્રિયા ને ઉત્સર્જન કહેવાય.
👉જેમાં ઉત્સર્ગ તંત્ર મદદ કરે છે.

👉મુખ્ય અંગ:-
કિડની-ફેફસાં-નાક-ચામડી

નોંધ :-ફેફસા,નાક,અને ચામડી આપડે આગળ ના ટોપિક માં જોઈ ગયા છીએ .

➡️કિડની:-(મૂત્રપિંડ)

👉શરીર માં વાલ ના દાણાં જેવી બે કિડની આવેલી છે.
👉કિડની માં અસંખ્ય સુક્ષ્મ વળી આવેલી છે.જેને નેફ્રોન કહે છે.

➡️કાર્ય:-
👉ગાળણ પદ્ધતિ દ્ધારા રુધિર ને શુદ્ધ કરે છે.
👉લોહી જ્યારે ગાળવામાં આવે ત્યારે તેમાંથી યુરિયા, યુરિક એસિડ, અને એમોનિયા પદાર્થ છુટા પડે છે.
👉જે વ્યક્તિ માં કિડની કાર્ય ના કરતી હોય તેવા વ્યક્તિ એ લોહી ને શુદ્ધ કરવા માટે ડાયાલિસીસ કરાવવું જોઈએ.
👉કિડની માં જોવા મળતી પથરી એટલે કેલ્શિયમ ઓક્ઝોલેટ નો ક્ષાર.


નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-20/08/2019👇🏻*

●20 ઓગસ્ટWorld Mosquito Day (વિશ્વ મચ્છર દિવસ)

●આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસના અહેવાલ મુજબ પ્રદુષક અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઇડ (SO2)ના ઉત્પાદનમાં કયો દેશ પહેલા ક્રમે છે
*ભારત*
*વિશ્વના કુલ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં એકલા ભારતનો હિસ્સો 15%થી વધુ છે*
*સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ પેદા કરતા ભારતના સ્થળોમાં ગુજરાતના કચ્છનો સમાવેશ*

●સતાધાર જગ્યાના મહંત જેમનું હાલમાં અવસાન થયું
*પૂજ્ય જીવરાજ બાપુ*

●હિન્દી ફિલ્મોના મશહૂર સંગીતકાર જેમનું હાલમાં અવસાન થયું
*ખૈયામ સાહેબ*
*તેમનું મૂળ નામ મહમ્મદ ઝહૂર ખૈયામ હતું*
*1977માં કભી કભી અને 1982માં ઉમરાવજાન માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો*
*2010માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
*તેમને 1947માં હીર રાંઝાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી*

●બિહારના પૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*જગન્નાથ મિશ્રા*

●એશિયાની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ યુથ ફુટબોલ ટુર્નામેન્ટ કઈ જેની હવે શરૂઆત થશે
*સુબ્રતો કપ*
*1960થી યોજાઈ રહ્યો છે*
*આ વર્ષે રેકોર્ડ 112 ટીમો ઉતરશે,જેમાં 16 વિદેશી ટીમો છે*
*ટુર્નામેન્ટમાં 3 એજ(age) ગ્રુપમાં રમાડવામાં આવશે (અંડર-14 બોયઝ,અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ)*

●સિનસિનાટી (ટેનિસ) ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું
*મેન્સમાં રશિયાનો ડેનિલ મેડવેદેવ અને વિમેન્સમાં અમેરિકન ખેલાડી મેડિસન કિસ*

●ફુટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક પર બની રહેલી ફિલ્મ કઈ
*મૈદાન : કિક્સ ઓફ ટુડે*
*અભિનેતા:-અજય દેવગણ*

●સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2019નો શુભારંભ કોણે કરાવ્યો
*ગજેન્દ્રસિંહ શેખાવત*
*તેઓ જોધપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને હાલ નવનિર્મિત જળશક્તિ મંત્રાલય સંભાળી રહ્યા છે*

●આંતરરાષ્ટ્રીય સેના સ્કાઉટ માસ્ટર્સ પ્રતિયોગીતામાં કયો દેશ વિજેતા બન્યો
*ભારત*
*આ આપણી 5મી જીત છે*
*સ્પર્ધા જેસલમેરમાં યોજાઈ હતી.*
*રશિયા,ચીન સહિત 8 દેશોએ ભાગ લીધો હતો*

●વરિષ્ઠ અભિનેત્રી વિદ્યા સિન્હાનું અવસાન થયું.મિસ બોમ્બે ટાઈટલ જીત્યા હતા

●ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
*શોપી*

●કુસ્તીની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા
*દિપક પુનિયા*
*તેઓ અહીં સુધી પહોંચનારા પ્રથમ ભારતીય કુસ્તીબાજ છે*
*તેમને રશિયાના 86 કિલોના ગેન્ડા એલિક શેબઝુકોવને ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં હરાવ્યા*

●શારીરિક વિકલાંગતા ક્રિકેટ વર્લ્ડકપમાં કયો દેશ વિજેતા બન્યો
*ભારત*
*ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું*

●ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ
*ચંદ્રિમા સાહા*
*2020-2022 સુધી કાર્યભાર સંભાળશે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*▪️શોધ અને શોધક▪️*

●ComputerCharles Babbage

●FacebookMark Zuckerberg

●Mozila Firefox Black Aaron Rozz, Dave Hyatt

●GoogleLarry Page and Sergey Brin

●G mail Paul Buchheit

●Yahoo Jerry Yang and David Filo

●Hike Kavin Bharti Mittal

●WhatsappJan Koum , Brian Acton

●Twitter Evan Williams, Jack Dorsey, Biz Stone, Noah Glass

●OrkutOrkut Buyukkokten

●You TubeChad Hurley, Jawed Karim, steve Chen

●SKYPENiklas Zennstrom

●www Tim Berners Lee

●Internet Robert E. Kahn & Vint Cerf

●wikipedia Jimmy Wales

💥Randheer💥
[20/08, 4:35 pm] Naresh Zala.: *⃣ વાવ ના પ્રકારો*⃣

Short Trick સૂત્ર: ન ભજવિ

ન- નંદા- એક મુખ- ત્રણ મજલા
ભ- ભદ્રા- બે મુખ- છ મજલા
જ-જયા- ત્રણ મુખ- નવ મજલા
વિ- વિજયા- ચાર મુખ- બાર મજલા

N.zala
[20/08, 4:35 pm] Naresh Zala.: યુનેસ્કો દ્રારા વલ્ડઁ હેરીટેઝ સાઈટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલ એશિયાના વલ્ડઁ હેરીટેઝ શહેરો

શ્રીલંકા-ગાલે શહેર
નેપાળ-ભક્તપુર
ભારત-અમદાવાદ, જયપુર

N.zala
*⃣રોગ અને કારણો *⃣

*⃣પ્રજીવ દ્ધારા થતા રોગ:-

મલેરિયા:-
👉પ્લાજમોડિયમ પ્રજીવ દ્ધારા થતો રોગ
👉કે જેનો ફેલાવો માદા એનો ફિલિસ મચ્છર દ્ધારા થાય છે.
👉મલેરિયા એ ચેતાતંત્ર પર અસર કરતો રોગ છે.

પાયોરિયા:-
👉દાંત ના પેઢામાં થતો રોગ

કાલા અજાર:-
👉એક પ્રકાર નો તાવ

નિંદ્રા રોગ:-
👉ઊંઘ સાથે સંકળાયેલ રોગ


નરેશ ઝાલા 💐