સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
1.બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે
A. ભારત
B. ઈન્ડિયા
C. ઈન્ડિયા અને ભારત
D. ઈન્ડિયા એટલે કે ભારત

2.ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે
A. ભાગ-3
B. ભાગ-4
C. ભાગ-2
D. ભાગ-4ક

3.બંધારણમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે
A. કલ્યાણકારી રાજ્ય
B. આધુનિક રાજ્ય
C. ઉદારમતવાદી રાજ્ય
D. મૂડીવાદી રાજ્ય

4.શિક્ષણનો અધિકાર તે:-
A. મૂળભૂત અધિકાર છે.
B. કાનૂની અધિકાર છે.
C. વહીવટી અધિકાર છે.
D. કુદરતી અધિકાર છે.

5.રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે
A. લોકસભાના સ્પીકર
B. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
C. રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર
D. વડાપ્રધાન

6.ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાંપંચની રચના કરવામાં આવે છે
A. 280
B. 380
C. 353
D. 253

7.લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે
A. 5%
B. 10%
C. 15%
D. 20%

8.પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો
A. 90મો
B. 91મો
C. 92મો
D. 93મો

9.વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે
A. ન્યાયતંત્ર
B. સરકાર
C. સંસદ
D. ચૂંટણીપંચ

10.કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો
A. 1962
B. 1960
C. 1958
D. 1956

11. કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે
A. અનુચ્છેદ 20,21
B. અનુચ્છેદ 20,22
C. અનુચ્છેદ 19,20
D. અનુચ્છેદ 19,21

12. 18 કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે
A. 325
B. 324
C. 323
D. 326

13. રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે
A. 42મા
B. 44મા
C. 45મા
D. 46મા

14. ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કોલમો હતી
A. 8 અને 395
B. 12 અને 461
C. 10 અને 495
D. 9 અને 398

15. બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું
A. માગસર વદ 8, વિક્રમ સંવત 2006
B. માગસર સુદ 7, વિક્રમ સંવત 2006
C. માગસર સુદ 5, વિક્રમ સંવત 2006
D. કારતક સુદ 7, વિક્રમ સંવત 2006

16. કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું
A. 26
B. 36
C. 46
D. 56

17.વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે
A. મુખ્યમંત્રી
B. વિધાનસભા અધ્યક્ષ
C. રાજ્યપાલ
D. નાયબ મુખ્યમંત્રી

18.વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી
A. મદ્રાસ
B. બોમ્બે
C. કલકત્તા
D. દિલ્હી

19. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે
A. કલમ-153
B. કલમ-155
C. કલમ-154
D. કલમ-156

20.ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે
A. રાષ્ટ્રપતિ
B. લોકસભા અધ્યક્ષ
C. ચેરમેન
D. પ્રધાનમંત્રી

21.'પ્રશાસનિક પ્રક્રિયા સાર્વત્રિક છે' કોણે કહ્યું છે
A. હેનરી ફેયોલ
B. લોર્ડ રિપન
C. ક્રિસ્ટોફર પોલીટ
D. ઓ.જી.સ્ટાહેલ

22.વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોણે લાગુ પડે છે
A. ધંધાના પ્રકારોને
B. સંસ્થાના માળખાને
C. ઔદ્યોગિક સંબંધોને
D. મજૂરીની નીતિને

23.એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ/આલેખ વધુ અનુકૂળ ગણાય
A. પાઈ આકૃતિ
B. વૃત્તાંસ આલેખ
C. પાસ પાસેની સ્તંભ આકૃતિ
D. સ્તંભાકૃતિ

24.14માં નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા
A. ડૉ. વાય.વી.રેડ્ડી
B. ડૉ. એમ.ગોવિંદરાય
C. સુશ્રી સુષ્માનાથ
D. શ્રી અજય નારાયણ ઝા

25."રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્યસરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામુહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે
A. જવાહરલાલ નહેરુ
B. લાલબહાદુર શાસ્ત્રી
C. ક.મા.મુનશી
D. બી.આર.આંબેડકર

https://t.me/jnrlgk

💥રણધીર💥
■હરિવંશરાયની પ્રથમ પત્નીનું નામ શું છે
*શ્યામા*

■મહાત્મા ગાંધીની દાંડીયાત્રા સાબરમતીથી દાંડી સુધી કેટલા કિમી. સુધીની હતી
*385*

■કઈ પંચવર્ષીય યોજનાથી બેકારી નિર્મૂલન પર ભાર આપવામાં આવે છે
*બીજી*

■દર્શના મવેતનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે
*મણિપુરી*

■ગ્રામર ઓફ પોલિટિક્સ પુસ્તકના લેખકનું નામ શું
*હેરોલ્ડ લાસ્કી*

■ગાંધીજી પર કેટલી ગોળી છોડવામાં આવી હતી
*3*

■ભારતમાં સૌપ્રથમ ગુલાબનો છોડ કોણ લાવ્યું હતું
*બાબર*

■લોસર મહોત્સવ કયા જનસમૂહનો છે
*તિબેટ*

■ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી ક્યાં આવેલ છે
*ગોવા*

■અવકાશ માટે સંકળાયેલી 'મુનપેરીજ' ઘટનામાં કોના વચ્ચેના અંતર માટે ઘટાડો થાય છે
*ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું*

■ગુજરાત વિધાનસભાના પ્રથમ પ્રમુખ કોણ
*કલ્યાણજી મહેતા*

■રાષ્ટ્રગાન જન-ગણ-મન ક્યારે રચાયું અને ક્યારે બંધારણ સભાએ સ્વીકાર્યું
*1912 અને 24 જાન્યુઆરી,1950ના રોજ સ્વીકાર્યું*

■બ્રિટિશ શાસન સમયમાં 'ભારત છોડો ઠરાવ' કઈ તારીખે થયો
*8મી ઓગસ્ટ-1942*

■સપ્ટેમ્બર માસનો છેલ્લો દિવસ કયા દિવસ તરીકે મનાવાય છે
*વિશ્વ હદય દિવસ*

■"સારે જહાં સે અચ્છા"ની ધૂન કોણે તૈયાર કરી
*પંડિત રવિશંકર*

■વાતાવરણમાં કઈ ઊંચાઈ વચ્ચે ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય છે
*20 to 40 KM.*

■ગુજરાતનો વહીવટ ગુજરાતી ભાષામાં જ ચાલશે તેવો અધિનિયમ કયા નામે ઓળખાય છે
*રાજભાષા અધિનિયમ*

■ઓઝોન દિવસ કઈ તારીખે ઉજવાય છે
*16મી સપ્ટેમ્બર*

■બ્રહ્માંડનો સૌથી પ્રાચીન અણુ કયો
*હિલિયમ હાઈડ્રાઈડ*

■ઓપરેશન સનરાઈઝ-2 કોની સાથે સંકળાયેલ છે
*ભારત-મ્યાનમાર સેનાનું સંયુક્ત અભિયાન*

■ચંદ્રયાન-2 ને પ્રક્ષેપિત કરનાર રોકેટનું નામ
*જીએસેલવી. માર્ક-3*

https://t.me/jnrlgk

💥રણધીર💥
1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે
*33 %*

તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે
*ત્રીજા ભાગની*


ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*સામાજિક ન્યાય*

તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*કારોબારી સમિતિ*


💥💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*


💥રણધીર ખાંટ💥
[08/08, 7:09 pm] Naresh Zala.: *⃣કટિબંધ*⃣

પૃથ્વી પર તાપમાનના આધારે કટીબંધ ની વહેંચણી થયેલ છે.

1)ઉષ્ણ કટિબંધ:-
કર્કવૃત્ત(23.5 ઉત્તર અક્ષાંશ)અને મકરવૃત્ત(23.5 દક્ષિણ અક્ષાંશ)વચ્ચે આવેલા વિસ્તાર ને ઉષ્ણ કટિબન્ધ કહેવાય છે .

●આ વિસ્તાર માં સૂર્ય ના કિરણો સીધાં પડતા હોવાના કારણે તાપમાન વધારે હોય છે.

2) સમશીતોષણ કટિબન્ધ :-
23.5 ઉત્તર અક્ષાંશ થી 66.5 ઉત્તર અક્ષાંશ તેમજ 23.5 દક્ષિણ અક્ષાંશ થી 66.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલા વિસ્તાર ને સમશીતોષણ કટિબન્ધ કહે છે.

3)શીત કટિબન્ધ :-
66.5 ઉત્તર અક્ષાંશ થી 90°ઉત્તર અક્ષાંશ તેમજ 66.5 દક્ષિણ અક્ષાંશ થી 90° દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલા વિસ્તારને શીત કટિબંધ કહે છે.

●અહીં 6 મહિના રાત અને 6 મહિના દિવસ જોવા મળે છે.
●શીત કટિબન્ધ ના વિસ્તાર માં અકાશ માં રંગબેરંગી પટ્ટા ઓ જોવા મળે છે જેને "અરોરાપ્રકાશ"(સુમેરુ જ્યોત)કહે છે.
●ઉત્તર ધ્રુવ માં થતા પ્રકાશને "અરેરાબોરીઓલિશ" કહે છે.
●દક્ષિણ ધ્રુવ માં થતા પ્રકાશ ને "અરેરા ઓસ્ટ્રીયોલીશ" કહે છે.


નરેશ ઝાલા
[08/08, 7:33 pm] Naresh Zala.: *⃣વસ્તી*⃣

ભારત માં વસ્તી ગણતરી ની શરૂઆત 1872 માં "લોર્ડ મેયો" ના કાર્યકાળ માં થઈ.
ભારત માં નિયમિત રુપે વસ્તી ગણતરી ની શરૂઆત 1881 માં "લોર્ડ રિપન" ના કાર્યકાળ માં થઇ.
સ્વતંત્ર ભારત ની વસ્તી ગણતરી 1951 માં થઈ ત્યારે વસ્તી ગણતરી આયુક્ત R.A ગોપાલા સ્વામી હતા .
દશકીય વસ્તી ગણતરી ની શરૂઆત 1790 થી અમેરિકા માં થઈ.
1801 માં ઇંગ્લેન્ડ માં વસ્તી ગણતરી નો પ્રારંભ થયો.


*⃣નોંધ:-ભારતીય બંધારણ માં અનુ..246 મુજબ દેશ ની વસ્તી ગણતરી કરવાની જવાબદારી "સંધ સરકાર" ને સોંપવામાં આવી છે.જે બંધારણ ની 7 મી સૂચિ માં છે.

વસ્તી ગણતરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના આધીન કાર્યરત છે.

જેનો ઉચ્ચતમ અધિકારી ભારત ના "રજીસ્ટર " અને વસ્તી ગણતરી આયુક્ત હોઈ છે..


નરેશ ઝાલા
*🔥CURRENT🔥*

*🔘Date:-06/08/2019👇🏻*

◆હાલમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કઈ કલમ રદ કરવામાં આવી
*370*
*વિધાનસભાનો કાર્યકાળ હવે 6 નહીં પણ 5 વર્ષનો હશે*
*જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા હશે,લદાખમાં નહીં હોય*
*જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી 22 જિલ્લા હતા હવે 20 થશે*
*લદાખમાં 2 જિલ્લા હશે.લેહ અને કારગિલ*
*હવે દેશમાં 28 રાજ્ય અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ હશે*

◆કલમ-370 રદ કરવા માટે રાજ્યસભામાં બંને પક્ષે કેટલા વોટ પડ્યા
*તરફેણમાં 125 અને વિરોધમાં 61*

◆કલમ-370 રદ કરવા માટે લોકસભામાં બંને પક્ષે કેટલા વોટ પડ્યા
*તરફેણમાં 370 વિરોધમાં 70*

◆કલમ-370માં કયો ખંડ છોડીને તમામ જોગવાઈ બદલવામાં આવી
*ખંડ-1*

◆વોશિંગટન ઓપન ટાઈટલ (ટેનિસ) કોણે જીત્યું
*ઓસ્ટ્રેલિયાનો નિક કિર્ગીયોસે*

◆ટેસ્ટમાં પાંચેય દિવસ બેટિંગ કરનાર 10મો બેટ્સમેન કોણ બન્યો
*ઈંગ્લેન્ડનો રોરી બર્ન્સ*
*ઓસ્ટ્રેલિયા સામે પાંચેય દિવસ બેટિંગ કરી*

◆ભારતના પાંચેય દિવસ બેટિંગ કરનાર બેટ્સમેન👇🏻
*એમ એલ જયસિમ્હા*
*રવિ શાસ્ત્રી*
*ચેતેશ્વર પુજારા*

◆હાલમાં બોલર ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*દક્ષિણ આફ્રિકા*

◆કયા દેશમાં મહિલાઓ હવે 20 અઠવાડિયા સુધીના ભ્રુણનો ગર્ભપાત કરાવતો કાયદો પસાર કરવામાં આવ્યો
*ન્યૂઝીલેન્ડ*

◆ભારતમાં કુલ કેટલા અબજપતિ છે
*119*
*અમેરિકામાં સૌથી વધુ 737*

◆ન્યૂઝીલેન્ડે ક્રિકેટર ડેનિયલ વેટ્ટોરીની કયા નંબરની જર્સી રિટાયર્ડ કરી
*11*

◆કોયના ડેમ કયા રાજયમાં આવેલો છે
*મહારાષ્ટ્ર*

*🇮🇳જમ્મુ કાશ્મીર વિશેષ👇🏻🇮🇳*

◆જમ્મુ કાશ્મીર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન અમલમાં આવતા કાશ્મીર ભારતનો હિસ્સો ક્યારે બન્યું
*26 ઓક્ટોબર,1947*

◆જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ક્યારે દાખલ થઈ
*17 ઓક્ટોબર,1949*
*જે અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં અલગ બંધારણ, ઝંડો નક્કી કરાયા*

◆જમ્મુ કાશ્મીરમાં 35A કલમ ક્યારે દાખલ થઈ
*14 મે, 1954*
*બહારના લોકોના નાગરિક બનવા પર રોક લાગી*

◆1846માં અંગ્રેજ પાસેથી કાશ્મીર ખરીદી જમ્મુ કાશ્મીર કયા રાજાએ બનાવ્યું
*મહારાજા ગુલાબસિંહ*
*આ કરાર અમૃતસર સંધિ નામથી જાણીતો છે*

◆મહારાજા હરિસિંહ વિરુદ્ધ કાશ્મીરમાં આંદોલન ક્યારે થયું હતું
*1931*

◆ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સની રચના કોણે કરી હતી
*1932માં શેખ અબ્દુલ્લા*

◆કાશ્મીરના રાજા હરિસિંહે ભારતમાં વિલય માટે સંધિ પર હસ્તાક્ષર ક્યારે કર્યા હતા
*26 ઓક્ટોબર,1947*

◆રાજા હરિસિંહ કાશ્મીરના રાજા ક્યારે બન્યા હતા
*1925*

◆"જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી સમસ્યાને ધ્યાનમાં લેતા ભારતનું બંધારણ ત્યાં લાગુ પાડવું શક્ય નથી." આ વિધાન કોનું છે
*ગોપાલસ્વામી આયંગર*

◆કલમ 370ની જોગવાઈનો ઉગ્ર વિરોધ કરતા ઓગસ્ટ 1952માં જમ્મુમાં વિશાળ રેલીનું આયોજન કરી કોણે કહ્યું હતું કે, તેઓ તેમને ભારતીય બંધારણ પ્રાપ્ત કરાવશે અથવા તે હેતુની પૂરતી માટે પોતાના જીવનનું બલિદાન કરશે
*ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી*

◆કલમ-370 કોણે બનાવી હતી
*ગોપાલસ્વામી આયંગર*

◆"સરદાર પટેલ નહેરુની ચાલબાજી સમજી શક્યા ન હતા." આ વાક્ય સરદાર પટેલના જીવનચરિત્રમાં કોણે લખ્યું છે
*ગોપાલકૃષ્ણ ગાંધી*

◆હંગામી અને વિશેષ જોગવાઈઓ સાથે કામ પાર પાડતા બંધારણના કયા ભાગમાં જમ્મુ કાશ્મીરની કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી
*પાર્ટ 21*

◆કલમ 370 નાબૂદ થતા કાશ્મીરમાં હવે ઇન્ડિયન પિનલ કોડ અમલી બનશે.આ પહેલા કઈ સંહિતા અમલમાં હતી
*રણવીર દંડ સંહિતા*

◆ડોગરા રાજવંશના શાસક રણવીરસિંહના નામે રણવીર દંડ સંહિતા 1932માં અમલમાં મુકવામાં આવી હતી. આ સંહિતા કોણે તૈયાર કરી હતી
*થોમસ બેંબિટન મેકોલ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*🔘Date:-07/08/2019👇🏻*

*◆ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું હદયરોગના હુમલાથી અવસાન👇🏻*
જન્મ:-14 ફેબ્રુઆરી,1952
નિધન:-6 ઓગસ્ટ,2019
જન્મસ્થળ:-હરિયાણાના અંબાલામાં
સંસ્કૃત અને પોલિટિકલ સાયન્સમાં સ્નાતક
સ્વરાજ કૌશલ સાથે લગ્ન
1977માં પહેલી ચૂંટણી હરિયાણાના અંબાલા બેઠક પરથી જીત
દેશના પહેલા મહિલા વિદેશ પ્રધાન
દિલ્હીના પહેલા મહિલા મુખ્યપ્રધાન
16મી લોકસભામાં વિદિશાથી ચૂંટાયા હતા
1998માં નવી દિલ્હીના તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા
1999માં બેલ્લારી લોકસભા બેઠક પરથી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા જેમાં પરાજય થયો

◆ફિલ્મ અભિનેતા ગુલશન ગ્રોવરે અંગ્રેજી પત્રકાર રોશમિલા ભટ્ટાચાર્ય સાથે મળીને લખેલી પોતાની આત્મકથા
*બેડમેન*

*◆જામનગરનો જન્મદિવસ👇🏻*
ઇ.સ.1540માં શ્રાવણ સુદ-7 ને બુધવારના રોજ જામશ્રી રાવળ દ્વારા સ્થાપના
છોટે કાશી,સૌરાષ્ટ્રનું પેરિસ ઉપનામો મેળવી ચૂક્યું છે
2019માં 479મો જન્મદિવસ

◆ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઓછી વયે ડેબ્યુ કરનાર ખેલાડી કોણ
*વોશિંગટન સુંદર*

◆દુલીપ ટ્રોફી(ક્રિકેટ)માં પ્રિયાંક પંચાલ ઇન્ડિયા રેડ ટીમનું નેતૃત્વ કરશે.પ્રિયાંક પંચાલ ગુજરાતના ક્યાંનો વતની છે
*અમદાવાદ*

◆ક્યૂ એસ બેસ્ટ સ્ટુડન્ટ રેન્કિંગ મુજબ વિશ્વમાં વિદ્યાર્થીઓ માટે સૌથી શ્રેષ્ઠ શહેર કોને ગણવામાં આવ્યું છે
*લંડન*
*ભારતીય સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ શહેર બેંગલુરુ*

◆આશિયાન દેશોના વિદેશ મંત્રીઓની 52મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*થાઈલેન્ડના બેંગકોકમાં*

◆ભારતે યુનાઇટેડ કિંગડમની સાથે મળીને ઇનોવેશન ફોર ક્લીન એર નામની ઝુંબેશ ક્યાં શરૂ કરી
*બેંગલુરુ*

◆વેસ્ટ બેંગાલ ક્લબ દ્વારા સ્થાપનાની 100મી વર્ષગાંઠના અવસરે ભારતના કયા મહાન ક્રિકેટરનું ભારત ગૌરવથી સન્માન કરવામાં આવ્યું
*કપિલ દેવ*

◆જર્મન ગ્રાન્ડ પ્રિક્સ 2019 કોણ જીત્યું
*રેડ બ્લ્યુના ડ્રાઇવર મેક્સ વરસેપટન*
*બીજી વખત જીતી*

◆કયા પાકિસ્તાની ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો
*મોહમ્મદ આમિર*

◆ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન રિપોર્ટ 2018 મુજબ ભારતમાં કેટલા વાઘ છે
*2967*
*આ રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિને જાહેર કર્યો હતો*
*મધ્યપ્રદેશમાં 526 વાઘ, કર્ણાટકમાં 524, ઉત્તરાખંડમાં 442, મહારાષ્ટ્રમાં 312, તમિલનાડુમાં 264 વાઘોની સંખ્યા છે*
*છત્તીસગઢ અને મિઝોરમમાં વાઘોની સંખ્યામાં ઘટાડો થયો*
*2006 પછી આ ચોથી વાઘ ગણના હતી*

◆મેઘાલય વિધાનસભાના સ્પીકર અને રાજ્યના પૂર્વ મંત્રી તથા યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ જેમનું હાલમાં નિધન થયું
*કૂપર રોયું*

◆કાફે કોફી ડે ના સંસ્થાપક વી.જી.સિદ્ધાર્થનું નિધન થયું. તેમને એબીસી નામે કોફી ટ્રેડિંગ કંપનીની સ્થાપના ક્યારે કરી હતી
*1993*

◆ભારતના નવા નાણાંસચિવ તરીકે સુભાષચંદ્ર ગર્ગના સ્થાને કોની નિયુક્તિ કરવામાં આવી
*રાજીવ કુમાર*

◆લોકલેખા સમિતિના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*લોકસભામાં કોંગ્રેસના ફ્લોર લીડર અતિરંજન ચૌધરી*

◆બોર્ડર સિક્યુરિટી ફોર્સના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*વી.કે.જોહરી*

◆પાકિસ્તાન દ્વારા 1000 વર્ષ જુના કયા મંદિરને 72 વર્ષ પછી હિંદુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું
*સવાલા તેજાસિંહ મંદિર*

◆રિંગ શૂટ Skydive જંપ લગાવનારા ભારતીય વાયુ સેનાના પ્રથમ પાઈલટ કોણ બન્યા
*વિંગ કમાન્ડર તરૂણ ચૌધરી*
*mig 71 હેલિકોપ્ટરમાંથી 2590.8 મીટરની ઊંચાઈ પરથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી*

◆રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાને ગુજરાત, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેસીસ પર લોન્ચ કરવામાં આવી
*વન નેશન,વન રાશનકાર્ડ*

◆પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતામાં કયું અભિયાન લોન્ચ કર્યું
*સેવ ગ્રીન સ્ટે ક્લીન*

◆ઈ-ગવર્નન્સ ઉપર 22મા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં થયું
*મેઘાલયના શિલોંગમાં*

◆હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ મહોત્સવમાં સરદાર બનવા માટે કયા દેશને આમંત્રણ આપ્યું
*નેપાળ*

◆મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગ દ્વારા કઈ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે કરાર કરવામાં આવ્યા
* Whatsapp*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

* Date:-08-09/08/2019👇🏾*

◆8 ઓગસ્ટરાષ્ટ્રીય કૃમિનાશક દિવસ

◆હાલમાં જે.ઓમ પ્રકાશનું નિધન થયું. તેઓ કોણ હતા
*ફિલ્મ નિર્માતા*

◆નર્મદામાં સ્ટેચ્યુ પાસે કેટલા એકરમાં જંગલ સફારી બનશે
*100 એકરમાં*

◆ભારત સરકાર દ્વારા દેશમાં વેધર એડવાઈઝરી ફોર ફાર્મર ફિલ્ડ નામનો પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ દેશના કેટલા જિલ્લાના ખેડૂતોને હવામાનની જાણકારી એક મેસેજથી તેમની ભાષામાં મળી જશે
*ત્રણ*
*મધ્યપ્રદેશના ભોપાલ, મહારાષ્ટ્રના નાંદેર અને ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો*

◆ફોર્બ્સે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું. સતત ચોથા વર્ષે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી કોણ
*અમેરિકાની સેરેના વિલિયમ્સ (207 કરોડ)*
*ભારતની પી.વી.સિંધુ 39 કરોડ રૂપિયા સાથે 13મા સ્થાને*

◆એક વર્ષમાં દિલ્હીના ત્રણ મુખ્યમંત્રીઓના નિધન થયા.તેમના નામ
*1.મદનલાલ ખુરાના, 2.શીલા દીક્ષિત અને 3.સુષ્મા સ્વરાજ*

◆9 ઓગસ્ટઆંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

◆મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આદિવાસી દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી
*દાહોદ*

◆ટી-20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો
*સાઉથ આફ્રિકાનો કોલીન એકરમેન*
*7 વિકેટ લીધી*
*ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાં શ્રીલંકન સ્પિનર અજંથા મેન્ડિસે રેકોર્ડ 8 રનમાં 6 વિકેટ ઝડપી છે*

◆હાલમાં ભારત રત્ન એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભુપેન હજારીકા*

◆સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાસિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. અમલા મૂળ ક્યાંનો વતની છે
*સુરત (ગુજરાત)*

◆આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતા જાતિ પ્રમાણપત્ર માટેનો કાયદો વિધાનસભામાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો
*તા.28/03/2018*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*Date:-10-11/08/2019👇🏾*

◆10 ઓગસ્ટવિશ્વ સિંહ દિવસ અને વર્લ્ડ લેઝી ડે (આળસુ દિવસ)

◆વિશ્વ સિંહ દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવે છે
*2007*

*◆2018 માટે 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત👇🏾*
હિન્દી ફિલ્મો 'ઉરી : ધ સર્જીકલ સ્ટ્રાઈક'ના કલાકાર વિકી કૌશલ અને 'અંધાધૂન' ફિલ્મના કલાકાર આયુષ્યમાન ખુરાનાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર
ઉરી ફિલ્મ માટે આદિત્ય ધર સર્વશ્રેષ્ઠ નિર્દેશક
અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'પેડમેન' સામાજિક મુદ્દા પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મ

◆66મા નેશનલ એવોર્ડમાં પ્રાદેશિક ભાષાની શ્રેણીમાં કઈ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો
*નર્મદાની પરિક્રમાનો અનુભવ કરાવતી ફિલ્મ 'રેવા'*
*'રેવા' ફિલ્મની વાર્તાના લેખક ધ્રુવ ભટ્ટ છે*

◆કઈ ગુજરાતી ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો
*હેલ્લારો*
*આ ફિલ્મ કચ્છની પૃષ્ઠ ભૂમિકા પર આધારિત છે*

◆NADA(નાડા)નું full ફોર્મ
*નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી*

◆શારદા ચીટ ફંડ કૌભાંડ કેસ કયા રાજ્યનો છે
*પશ્ચિમ બંગાળ*

◆અયોધ્યામાં ભગવાન શ્રી રામની કેટલા મીટર ઊંચી મૂર્તિ બનશે
*251 મીટર*

◆કોંગ્રેસના પ્રમુખ કોણ બન્યા
*સોનિયા ગાંધી*

◆ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર વિશ્વનો સૌથી વજનદાર ખેલાડી કોણ બનશે
*143 કિલોનો વેસ્ટઈન્ડિઝનો રહકીમ કોર્નવોલ*

◆હાલમાં લેકિમા વાવાઝોડું કયા દેશમાં ત્રાટક્યું
*ચીન*

◆20મા આઈફા એવોર્ડનું આયોજન ક્યાં થશે
*મુંબઈ*
*વર્ષ 2000માં આઈફાની શરૂઆત થઈ હતી*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*Date:-12/08/2019👇🏾*

◆ઇન્ટરનેશનલ શ્રી ભગવદ્દ ગીતા મહોત્સવ ક્યાં યોજયો
*બ્રિટિશ સંસદમાં*

◆IIT મદ્રાસે સમુદ્રના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે NIOT સાથે કરાર કર્યા. NIOT નું full ફોર્મ શું છે
*નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓસન ટેક્નોલોજી*

◆સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કયા રાજ્યની સરકારે નેધરલેન્ડ સાથે સમજૂતી કરી છે
*ઉત્તર પ્રદેશ*

◆હાલમાં ઈ-રોજગાર સમાચાર કોણે લોન્ચ કર્યું
*પર્યાવરણ વન અને ક્લાઈમેટ ચેન્જ પ્રધાન પ્રકાશ જાવડેકર*

◆મિસ વર્લ્ડ ડાયવર્સીટીનો ખિતાબ કોણે જીત્યો
*નાજ જોશી*
*તે ટ્રાન્સજેન્ડર છે અને 3 વખત આ ટાઇટલ જીતી ચુકી છે*
*આ ખિતાબ મોરેશિયસમાં યોજાય છે*

◆તાજેતરમાં ડિએગો ફોરલાને ફુટબોલમાંથી સંન્યાસ લીધો. તે કયા દેશનો છે
*ઉરુગ્વે*
*21 વર્ષ સુધી ફૂટબોલ રમ્યા*

◆ટી-20 ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનાર ભારતીય બેટ્સમેન કોણ બન્યો
*વિરાટ કોહલી*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે
*લખવા/બોલવામાં*

'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય
*સામાસિક*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે
*લાઘવ*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે
*સમય/શક્તિનો*

શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે
*અર્થની*

સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે
*સઘન*

*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*


💥રણધીર ખાંટ💥
*વીર સાવરકર*

નામ : વિનાયક દામોદર સાવરકર

જન્મ : ૨૮ મે,૧૮૯૩

નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬

જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)

મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.

સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'

જ્યારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? પૂનામાં

કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?1937માં

*🔥CURRENT🔥*

*🔘Date:-13-08-2019👇🏻*

◆ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA)ના પ્રમુખ કોણ બનશે
*IIT ગાંધીનગરના સભ્ય ડૉ.ચંદ્રિમા શાહા*
*એકેડેમીના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પ્રમુખ બનશે*

●આંતરરાષ્ટ્રીય ટી-20 (મેન્સ-વિમેન્સ બંને)ક્રિકેટમાં કયા દેશની ટીમે સળંગ સૌથી વધુ 17 મેચમાં વિજય મેળવ્યો
*થાઈલેન્ડ મહિલા ટીમે રેકોર્ડ બનાવ્યો*

●ટ્રિપલ ડબલ મુવ (ટ્રિપલ ડબલ)ની સિદ્ધિ મેળવનારી સૌપ્રથમ મહિલા જિમનાસ્ટ કોણ બની
*અમેરિકાની સિમોન બાઈલ્સ*

●વન-ડે ક્રિકેટમાં વેસ્ટઇન્ડિઝ માટે સૌથી વધુ રન કરનાર ખેલાડી કોણ બન્યો
*ક્રિસ ગેલ*

●રોજર્સ કપ (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*મેન્સમાં રાફેલ નડાલ અને વિમેન્સમાં કેનેડાની બિયાંકા એન્ડ્રુસ્કુ*

●હાલમાં વિદેશમંત્રી એસ.જયશંકરે કયા દેશની યાત્રા કરી
*ચીન*
*ચીનના વિદેશમંત્રી- વાંગ યી*

●એર ઇન્ડિયા ઉત્તર ધ્રુવ પરથી ઉડીને અમેરિકા પહોંચનારી પહેલી ભારતીય એર લાઇન્સ બનશે.આ એર લાઇન્સ કયા બે સ્થળો વચ્ચેની છે
*દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો*

●બળાત્કારના કેસ માટે દેશમાં 2 ઓક્ટોબરથી ફાસ્ટ ટ્રેક કોર્ટનો આરંભ થશે. દેશમાં કુલ કેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થપાશે
*1023*
*પ્રથમ તબક્કામાં 777 અને દ્વિતીય તબક્કામાં 246 કોર્ટ કાર્યાન્વિત કરાશે*

●ભારતના કયા પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાહસ વીર બેઅર ગ્રીલ્સનું Man vs. Wild નું શૂટિંગ થયું
*ભારતના પ્રથમ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલું જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં*
*કોર્બેટ નેશનલ પાર્ક 1936માં જાહેર થયેલું ભારતનું પ્રથમ નેશનલ પાર્ક છે*
*1971માં પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત આ જંગલથી થઈ હતી*
*બ્રિટિશ જિમ કોર્બેટ મહાન શિકારી હતો*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કયા દેશ સાથે રફ ડાયમંડને પોલીસ કરવાના MoU કર્યા
*રશિયા*
*યાકુટિયાના ગવર્નર સાથે*

●રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 42મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.મુકેશ અંબાણીએ કંપનીના ઓઇલ એન્ડ કેમિકલ્સ બિઝનેસનો 20% હિસ્સો કઈ કંપનીને 1.15 લાખ કરોડ રૂપિયામાં વેચવાની જાહેરાત કરી
*સાઉદી અરેબિયાની કંપની અરામ્કો કંપનીને*

●અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા રોડ ઉપર વાહનની સ્પીડ કેટલી નક્કી કરાઈ છે
*ટુ વ્હીલર માટે 50, થ્રી વ્હીલર માટે 40, કાર માટે 60 અને ટ્રક સહિતના વાહનો માટે 40ની સ્પીડ નક્કી કરાઈ છે*
*ઓવર સ્પીડમાં જનારાને 2 વર્ષ સુધીની જેલ*
*રાજ્યમાં અમલ કરનારું અમદાવાદ પ્રથમ શહેર*

●ફીજી દેશની સુપ્રીમ કોર્ટના જજ કોણ બન્યા
*મદન લોકુરે*
*અન્ય દેશમાં જજ બનનારા પ્રથમ ભારતીય બન્યા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
●કબડ્ડીની રમતમાં બહેનો માટે એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે
*15*

●રાજધાનીનું કયું શહેર સૌથી જૂનું ગણાય છે
*દમાસ્ક*

●કયા વર્ષમાં બ્રિટિશ ઇન્ડિયાની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી હતી
*1912*

●વિલિયમ શેક્સપિયરે લખેલું છેલ્લું નાટક કયું
*ધ ટેમ્પટેસ્ટ*

●કયા ભારતીય ક્રિકેટરને સૌથી પહેલી હેટ્રિક વન-ડે વર્લ્ડકપમાં મળી હતી
*ચેતન શર્મા*

●ઓલિમ્પિક રમતોની શરૂઆત કયા શહેરથી થઈ હતી
*એથેન્સ*

●કયું વિટામિન ઘા રૂઝવવા માટે ઉપયોગી છે
*સી*

●દાદરા-નગરહવેલી આ કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની કઈ
*સેલવાસ*

●'રિપબ્લિક ગાર્ડ' આ નામનો સૈન્ય વિભાગ કયા દેશના લશ્કરમાં છે
*ઈરાક*

●આફ્રિકાનો ગોલ્ડ કોસ્ટ પ્રદેશ એટલે
*ઘાના*

●ભારતનું બંધારણ ઘડવામાં ડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા
*કનૈયાલાલ મુનશી*

●ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા
*નગીનદાસ ગાંધી*

●ગ્લોબલ ડિસેબીલીટી સમીટ તાજેતરમાં ક્યારે અને ક્યાં યોજાઈ
*આર્જેન્ટિનામાં 6-8 જૂન-2019*

●કિમ્બરેલ પ્રક્રિયા (KP) કયા અને કઈ વસ્તુ વિષય માટે તાજેતરમાં યોજાયેલ
*મુંબઇ હીરા માટે*

●'પબ્લિક વોટર એજન્સી ઓફ ધ યર'નું સન્માન કોણ ધરાવે છે
*નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)*

●બંધારણની તાજેતરમાં નાબૂદ થયેલ કલમ-370 કઈ તારીખે દાખલ થયેલ છે
*17 ઓક્ટોબર,1949*

●વેબ આધારિત સોફ્ટવેર 'પલ્હોસ્ટફા' (Palhostfa) કોના સંબંધિત છે
*રોગગ્રસ્ત જીવોમાં નવી દવાના ઉપયોગના સંશોધન માટે*

●જીનોટાઈપિંગ (Genotyping) માટે શેનો વિકાસ કરાયેલ છે
*ન્યુ યુનિવર્સલ ટાઈમર*

●વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO)નું પ્રથમ સંમેલન ક્યારે અને ક્યાં યોજાયું હતું
*જિનીવા, 24 સપ્ટેમ્બર-2013*

●મરાકેશ સંધિ (2013) કોની સાથે સંકળાયેલ છે
*વૈશ્વિક અંધજનો અને આંશિક અંધજનો*

●કોરલ ટ્રાયેન્ગલ વિશ્વના કુલ કેટલા સમુદ્રી વિસ્તારને આવરી લે છે
*કુલ છ દેશોના 1,32,636 km.*

●ભુવન ગંગા મોબાઈલ એપ કોની સાથે જોડાયેલ છે
*ગંગા નદીના પ્રદુષણ સ્રોતોનું જીઓ ટેગીંગ કરવા*

https://t.me/jnrlgk

💥રણધીર💥