સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/05/2023 થી 15/05/2023🗞️*

જળશક્તિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશના 13 રાજ્યોમાં જળસ્ત્રોતનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય કયું છે
*☑️ગુજરાત*
*☑️ગુજરાત 99.7% જળસ્ત્રોતનો ઉપયોગ કરે છે*
*☑️ગુજરાતમાં 54,059 જળસ્ત્રોતોમાંથી હાલ 53,903થી સિંચાઈ થાય છે*
*☑️99.93% સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને*

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો
*☑️યુજવેન્દ્ર ચહલ*

IPL ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી (50 રન)કરનાર બેટ્સમેન કોણ બન્યો
*☑️યશસ્વી જયસ્વાલ*
*☑️13 બોલમાં 50 રન કર્યા*
*☑️કોલકાતા નાઈટ રાઈડર્સ સામે*
*☑️યશસ્વી જયસ્વાલ રાજસ્થાન તરફથી રમે છે*

બેન્કોમાં દાવા વગરની કરોડો રૂપિયાની થાપણોના માલિકને શોધવા માટે રિઝર્વ બેન્ક 1લી જૂનથી 100 દિવસ માટે ખાસ અભિયાન શરૂ કરશે.આ અભિયાનનું નામ શું છે
*☑️100 દિવસ 100 પેજ*

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડે કઈ સેવાનું લોકાર્પણ કર્યું જેનાથી આ સુવિધાથી 24 કલાક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કેસ દાખલ કરી શકાશે
*☑️ઈ-ફાઇલિંગ 2.0*

12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ ડે
*☑️પ્રતિ 1 હજાર લોકોએ નર્સની સૌથી વધુ સંખ્યા જર્મનીમાં (12.9)*
*☑️ભારત 10મા ક્રમે (1.5)*

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંથી કરાવ્યો
*☑️ગાંધીનગરના વલાદથી*

સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ ભારતમાં પ્રતિ 1 લાખ પ્રસૂતિએ માતા મૃત્યુદર કેટલો છે
*☑️97*
*☑️ગુજરાતમાં આ દર 57નો છે*
*☑️વિશ્વમાં આ દર 223 છે*

ગુજરાતના એકમાત્ર ગરીબી રેખા હેઠળ જીવતા પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ રાઠોડનું અવસાન થયું. તેઓ 1967માં કઈ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા
*☑️ખેડબ્રહ્મા*

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવીનું કેરળના સમુદ્ર કિનારેથી ૱ 12,000 કરોડનું 2500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું.આ ઓપરેશનનું નામ શું છે
*☑️ઓપરેશન સમુદ્રગુપ્ત*

કયા રાજ્યની સરકારે વસતી વધારવા માટે બેથી વધુ સંતાનો પર પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે તથા અન્ય ફાયદા પણ મળશે
*☑️સિક્કિમ*
*☑️1 જાન્યુઆરી 2023થી યોજના લાગુ મનાશે*

નેપાળના પર્વતારોહક જેમને તાજેતરમાં 26મી વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી
*☑️પાસંગ દાવા શેરપા*
*☑️કામી રીતાના રેકોર્ડની બરાબરી કરી*

ઇન્ડિયન નેવીમાં સમાવિષ્ટ કરાયેલુ નવું યુદ્ધ જહાજ જેના પરથી બ્રહ્મોસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું
*☑️INS મારમુગાઓ (માર્મુગોઆ)*
*☑️આ જહાજ 75% સ્વદેશી બનાવટનું છે*
*☑️P-15 બ્રાવો પ્રોજેક્ટનું બીજું જહાજ છે*

15 મેવિશ્વ પરિવાર દિવસ

નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સરવે ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️40મા*

કેન્દ્રીય તપાસ સંસ્થા CBIના નવા ડિરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️કર્ણાટકના DGP પ્રવીણ સૂદ*

ટ્વિટરના નવા સીઈઓ
*☑️લિન્ડા યાકારિનો*

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં રજીસ્ટ્રેશન ધરાવતા વેપારીઓને દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકે તેવું સોફ્ટવેર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્સીસ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું. આ સોફ્ટવેરનું નામ શું છે
*☑️અદ્વૈત*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/05/2023 થી 22/05/2023🗞️*

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા ચેરમેન કોણ બન્યા
*☑️શિક્ષણવિદ મનોજ સોની*
*☑️તેઓ અગાઉ એમ.એસ.યુનિવર્સિટી તથા ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે*

માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત દેશની પ્રથમ ઇન્ટરસિટી બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી
*☑️દિલ્હીમાં*
*☑️દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેશન પરથી લીલીઝંડી આપવામાં આવી*

17 મેહાઇપર ટેંશન ડે

સુદિરમન કપ કઈ રમત માટે રમાય છે
*☑️બેડમિન્ટન*

હિન્દુજા જૂથના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*☑️શ્રીચંદ પરમાનંદ હિન્દુજા (એસ.પી.હિન્દુજા)*

18 મેવર્લ્ડ મ્યુઝિયમ ડે

નેપાળના પર્વતારોહક જેમને તાજેતરમાં 27મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વવિક્રમ સર્જ્યો
*☑️કામી રિતા શેરપા*

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*☑️સિદ્ધારમૈયા*
*☑️ડી.કે શિવકુમાર ડેપ્યુટી સીએમ*

કિરણ રિજિજુને હટાવી નવા કાયદા મંત્રી કોણે બનાવાયા
*☑️અર્જુન રામ મેઘવાલ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા રાજયમાં પહેલી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી
*☑️ઓડિશા*
*☑️પુરી-હાવડા વચ્ચે*

માધવસિંહ સોલંકીની સરકારમાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલા જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️હસમુખ પટેલ*

તાજેતરમાં જી-7 દેશોની બેઠક ક્યાં મળી હતી
*☑️જાપાનના હિરોશિમામાં*

75 વીઘામાં દેશનો સૌથી મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ ક્યાં બનશે
*☑️રાજકોટ*

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️બ્રાયન બૂથ*
*☑️1956ની ઓલિમ્પિક હોકી ટીમમાં પણ સામેલ હતા*

ભારતે 100 કલાકમાં 100 કિમી. (112 કિમી.) રસ્તો તૈયાર કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો.આ રસ્તો ક્યાં બનાવવામાં આવ્યો
*☑️ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસ વેની નજીક હાઈ-વે 34 પર*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*☑️જાપાનના હિરોશિમામાં*

તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં કયા તળાવનું લોકાર્પણ કર્યું
*☑️છારોડી તળાવ*

22 મેઆંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ

બાર્સોલોનાની સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં મેન્સ તથા વિમેન્સ ટીમે ટાઇટલ જીત્યું.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/05/2023 થી 31/05/2023🗞️*

રાજ્ય સરકારની દીપડાની વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં દીપડાની વસતી કેટલી છે
*☑️1850 કરતા વધુ*
*☑️ગુજરાતમાં 7 વર્ષમાં 32% દીપડા વધ્યા*
*☑️દર વર્ષે 4.65% વૃદ્ધિ થઈ*
*☑️સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દીપડા*

જેવલિન થ્રોમાં વિશ્વનો નંબર વન ખેલાડી કોણ બન્યો
*☑️નીરજ ચોપરા*
*☑️આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથલીટ બન્યો*
*☑️ગ્રેનેડાના એન્ડરસન પીટર્સને પાછળ રાખ્યો*

પ્રથમવાર સાઉદી અરબની અવકાશયાત્રી જે તાજેતરમાં સ્પેસએક્સ ખાનગી રોકેટ દ્વારા સ્પેસમાં પહોંચી
*☑️રય્યાના બરનાવી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા બે દેશોના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ફીજી અને પાપુઆ ન્યુ ગિની*

ગુજરાત રાજ્યમાં ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં કયો જિલ્લો પ્રથમ આવ્યો
*☑️નવસારી*
*☑️બીજા ક્રમે રાજકોટ*
*☑️ત્રીજા ક્રમે અમદાવાદ*
*☑️10 વિવિધ કામગીરીને ધ્યાને લઇ પરિણામ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હેરિસ પાર્કનું નામ બદલીને શુ કર્યું
*☑️લિટલ ઇન્ડિયા*

સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️અભિનેતા આયુષ્યમાન ખુરાના*

રીડિંગ લાઉન્જ ધરાવતું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું
*☑️વારાણસીનું લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ*

વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ કોણે મળશે
*☑️બલ્ગેરિયન લેખક જ્યોર્જી ગોસ્પાડીનોવને તેમની નવલકથા 'ટાઈમ શેલ્ટર' માટે*
*☑️ભૂતકાળની સ્મૃતિઓને વર્તમાનમાં જીવંત કરતી બલ્ગેરિયન ભાષામાં લખાયેલી નવલકથા*
*☑️આ ભાષાના પુસ્તકને પ્રથમવાર ઇનામ મળ્યું*

વિશ્વના સૌથી કંગાળ અને દુઃખી 157 દેશોની યાદીમાં કયો દેશ પ્રથમ ક્રમે છે
*☑️ઝિમ્બાબ્વે*
*☑️ભારત 103મા ક્રમે*
*☑️હેપ્પીએસ્ટ ગણાતું ફિનલેન્ડ 109મા ક્રમે*

પ્રથમવાર 'મેંગો ડે' ક્યાં મનાવવામાં આવશે
*☑️જૂનાગઢ*

CBIના વડા તરીકે કોણે ચાર્જ સંભાળ્યો
*☑️કર્ણાટકના પૂર્વ DGP પ્રવીણ સૂદે*

સૌથી લાંબા ગીત તરીકે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કયા ગીતને સ્થાન મળ્યું
*☑️શ્રીરામચરિત માનસ*
*☑️વારાણસીના ડૉ.જગદીશ પિલ્લઈએ 138 કલાક, 41 મિનિટ, 2 સેકન્ડ ગાયું*

તાજેતરમાં વર્તમાનપત્રમાં 'ડામ' શબ્દ ચર્ચામાં હતો.તે શું છે
*☑️મોબાઈલ વાઇરસ*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો
*☑️75 રૂપિયાનો*
*☑️44 મિમી વ્યાસ, 34.65 ગ્રામ વજન*
*☑️સિક્કાની એક બાજુ અશોકસ્તંભ*
*☑️50% ચાંદી, 40% તાંબું, 5% નિકલ, 5% ઝિંક*

ગુજરાત પ્રિન્સિપાલ ઇન્કમટેક્સ ચીફ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️હરિન્દર બીર સિંઘ ગિલ*

કેન્દ્રીય તકેદારી આયુક્ત (CVC) તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️પ્રવિણકુમાર શ્રીવાસ્તવ*

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ઓડિટર જનરલ પદે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ભારતના કંપટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ગિરીશચંદ્ર મુર્મુ*

ઈસરોએ શ્રીહરિકોટાથી કયા 2232 કિલો વજનના નેવિગેશન સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું
*☑️NVS-01*

IPL સિઝન-16માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ચેન્નઈ સુપરકિંગ્સ*
*☑️CSK 5મી વખત ચેમ્પિયન બની મુંબઇ ઇન્ડિયન્સની બરાબરી કરી*
*☑️ગુજરાતને હરાવ્યું*
*☑️ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી*

ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ પદે કોની ફરીથી નિયુક્તિ કરવામાં આવી
*☑️શશીપાલ રાજપૂત*

આસામને પહેલી વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી.આ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*☑️આસામના ગુવાહાટીથી પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડી સુધી*

તુર્કીયેની પ્રમુખપદની ચૂંટણીમાં કોણ ફરીથી ચૂંટાયા
*☑️રેસેપ તૈયબ એર્દોગન*

ક્રિકેટર સચિન તેંડુલકર કયા રાજ્યના 'સ્માઈલ એમ્બેસેડર' બન્યા
*☑️મહારાષ્ટ્ર*

તાજેતરમાં UPSCના સભ્ય કોણ બન્યા
*☑️ગુજરાત કેડરના 1988ની બેચના IAS અધિકારી બી.બી.સ્વૈન*

પૃથ્વીના ઇતિહાસ અને ભવિષ્યના રોમાંચક સંશોધન માટે NASAએ કઈ કંપની સાથે હાથ મિલાવ્યા
*☑️IBM કંપની*

સ્વિસ ફર્મ IQAir એ તાજેતરમાં 'વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ-2022' બહાર પાડ્યો. તે અનુસાર વિશ્વના ટોપ 50 પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે
*☑️39 શહેરો*
*☑️ભારત 2022માં વિશ્વનો 8મો સૌથી પ્રદૂષિત દેશ, ગયા વર્ષે 5મા સ્થાને હતો*
*☑️પાકિસ્તાનનું લાહોર સૌથી પ્રદૂષિત શહેર, બીજા ક્રમે ચીનનું હોટન*
*☑️ઓસ્ટ્રેલિયાના કેનબેરાની હવા સૌથી સ્વચ્છ*

75 વર્ષ પછી પવિત્ર સેંગોલ (રાજદંડ) સંસદમાં સ્થાપિત કરાશે.
☑️ઉદ્દઘાટન વખતે લોકસભા સ્પીકરની બેઠક પાસે સ્થાપિત
☑️પવિત્ર સેંગોલ (રાજદંડ) 14 ઓગસ્ટ, 1947ની રાત્રે 10.45 વાગ્યે પં.નેહરુએ સત્તાનું હસ્તાંતરણ કરતી વેળાએ અંગ્રેજોએ સોંપ્યો હતો.
☑️1978થી અલ્હાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો.
☑️રાજદંડ ચાંદીનો છે.વજન- 800 ગ્રામ (ગોલ્ડ પ્લેટેડ), લંબાઈ- 5 ફૂટ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗒️જૂન માસના મહત્વપૂર્ણ દિવસ🗒️*

3 જૂનવિશ્વ સાઇકલ દિવસ

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

જૂન માસનો ત્રીજો રવિવારફાધર્સ ડે

21 જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ

*🗞️Date:-01/06/2023 થી 03/06/2023🗞️*

વિશ્વની સૌથી મોટા ખાદ્યાન્ન સંગ્રહ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. આ યોજના માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે
*☑️૱1 લાખ કરોડ રૂપિયા*
*☑️અનાજ સંગ્રહ વધારી 700 લાખ ટન કરવાની સરકારની યોજના*

મહારાષ્ટ્રનું અહમદનગર હવે કયા નામે ઓળખાશે
*☑️અહલ્યા નગર*
*☑️આ અગાઉ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું હતું*

તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યના 16 જિલ્લાના કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા
*☑️35 ગામો*
*☑️સરકાર દરેક ગામને 5 લાખ રૂપિયાનું ઇનામ આપશે*
*☑️સ્માર્ટ ગામોને ગ્રામીણ સંસ્કૃતિના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે*
*☑️2 થી 6 હજારની વસતી ધરાવતા ગામોની પસંદગી*

તાજેતરમાં ભારત અને નેપાળ દેશ વચ્ચે મહત્વના 7 કરાર કરવામાં આવ્યા.તેમાં કયા સેક્ટર ઉઓર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
*☑️પાવર સેકટર*
*☑️ભારત નેપાળમાં 3 હાઈડ્રો પાવર પ્રોજેકટ હાથ ધરશે*
*☑️વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે (પ્રચંડ) બિહારના બાથનાહાથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની કાર્ગો ટ્રેનને લીલી ઝંડી આપી*

અમેરિકા, ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગીગા પ્રોજેકટ કયા રાજ્યમાં સ્થપાશે
*☑️ગુજરાત*
*☑️સાણંદમાં પ્લાન્ટ શરૂ થશે*
*☑️તાતા ગ્રુપ સાથે સરકારે કરાર કર્યા*

બનાસ ડેરીના ફરીથી બિનહરીફ ચેરમેન કોણ બન્યા
*☑️શંકર ચૌધરી*

ત્રણ દિવસીય રાષ્ટ્રીય રામાયણ મહોત્સવ ક્યાં ચાલી રહ્યો છે
*☑️છત્તીસગઢના રાયપુરમાં*

ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન પોલિસી મુજબ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
*☑️45%*

ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી જુનિયર મેન્સ હોકી એશિયા કપ રેકોર્ડ કેટલામી વાર ટાઇટલ જીત્યું
*☑️ચોથી વાર*

યુરોપા લીગ ફૂટબોલ : રોમાને હરાવી સેવિલા ટીમ 7મી વખત ચેમ્પિયન.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04/06/2023 થી 09/06/2023🗞️*

તાજેતરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત કયા રાજ્યમાં થયો
*☑️ઓડિશા (બાલાશોર)*

તાજેતરમાંજાપાનમાં આવેલ ચક્રવાતી તોફાન
*☑️મવારે*

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

હિન્દી મરાઠી ફિલ્મોના પીઢ અભિનેત્રી જેમનું હાલમાં નિધન થયું
*☑️સુલોચના*
*☑️300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો*

તાજેતરમાં વન-ડે ઈતિહાસમાં 400મી મેચ જીતવાનો રેકોર્ડ કયા દેશે બનાવ્યો જે વિશ્વનો પાંચમો દેશ બન્યો
*☑️શ્રીલંકા*

સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયર્મેન્ટ 2023ના રિપોર્ટ અનુસાર દેશમાં પર્યાવરણ સુરક્ષામાં ગુજરાત કયા ક્રમે છે
*☑️બીજા*
*☑️તેલંગણા પ્રથમ*

પર્યાવરણવિદ ભૂતપૂર્વ IFS અધિકારી જેમનું તાજેતરમાં અવસાન થયું
*☑️મનોજ મિશ્રા*
*☑️યમુના નદીને પુનર્જીવિત કરવા જળ અભિયાન શરૂ કર્યું હતું*

નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2023ની યાદી મુજબ દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં મેનેજમેન્ટ શ્રેણીમાં સતત ચોથા વર્ષે કઈ સંસ્થા પહેલા ક્રમે આવી
*☑️અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A)*
*☑️ગુજરાત યુનિવર્સિટી 61મા ક્રમે*
*☑️IIT-મદ્રાસ દેશની પ્રથમ નંબરબી શૈક્ષણિક સંસ્થા, પાંચમી વખત ટોચ પર*

ધારાવાહિક 'મહાભારત'માં શકુનીનું પાત્ર ભજવનાર કલાકાર જેમનું હાલમાં નિધન થયું
*☑️ગુફી પેન્ટલ*

તાજેતરમાં ફૂટબોલર જલાટન ઇબ્રાહિમોવિચે નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ કયા દેશના છે
*☑️સ્વીડન*

તાજેતરમાં દક્ષિણ કોરિયાના યેચીનોનમાં એશિયન અંડર-20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ડેકલાથોન ઇવેન્ટમાં કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો કે જે તેઓ આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા
*☑️સુનિલ કુમાર*

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને કયા દેશ દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️સૂરીનામ*
*☑️આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા*
*☑️સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ તેમને 'ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઇન ઓફ યલો સ્ટાર' એવોર્ડ આપ્યો*

7 જૂનવર્લ્ડ ફૂડ સેફટી ડે

ઇંગ્લેન્ડના ધ ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે.જેમાં બ્રિટિશ ઇન્ડિયન એવા કઈ મહિલાએ ભારતનું રાષ્ટ્રગીત ગાયું
*☑️ગીતાબા ઝાલા*

વિશ્વના ટોચના 20 સૌથી વાયુ પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે
*☑️15*
*☑️પાકિસ્તાનનું લાહોર સૌથી વધુ પ્રદૂષિત*

કયા દેશમાં વિમાનમાં ચડતા પહેલા પેસેન્જરનું વજન કરવામાં આવશે
*☑️ન્યુઝીલેન્ડ*

ભારત તાજેતરમાં 13 દેશોનો સંગઠન ધરાવતા સેન્ટ્રલાઈઝડ લેબોરેટરી નેટવર્ક (CLN)નું સભ્ય બન્યું.તેનો હેતુ શું છે
*☑️રોગચાળા દરમિયાન રસીઓનું પરિક્ષણ કરવાનું*

અમેરિકાના નેતૃત્વ હેઠળના મેરિટાઇમ ફોર્સમાંથી કયો દેશ બહાર થયો
*☑️યુનાઇટેડ આરબ અમીરાત (UAE)*

બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર પ્રવાસીઓના રહેવા માટે દુનિયાનું સૌથી મોંઘુ શહેર કયું બન્યું
*☑️ન્યૂયોર્ક*
*☑️બીજા ક્રમે હોંગકોંગ, ત્રીજા જીનીવા, ચોથું લંડન અને પાંચમું સિંગાપોર*

દુનિયાનો પહેલો દેશ જ્યાં ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે
*☑️ઇઝરાયેલ*

દૂરદર્શનના જાણીતા ન્યુઝ એન્કર જેમનું તાજેતરમાં અવસાન થયું
*☑️ગીતાંજલિ અય્યર*
*☑️1975થી દૂરદર્શન સાથે જોડાયેલા હતા અને 2005માં નિવૃત્ત થયા હતા*

ફૂડ સેફટી ઇન્ડેક્સ 2023 અનુસાર આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️છઠ્ઠા*
*☑️કેરળ પહેલા ક્રમે*

રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*☑️સુરત*
*☑️21 જૂન - વિશ્વ યોગ દિવસની થીમ :- એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ*

મિસ વર્લ્ડ -2023 સ્પર્ધાનું આયોજન કયા દેશમાં થશે
*☑️ભારત*

તાજેતરમાં DRDO દ્વારા ઓડિશા દરિયા કિનારે ડૉ.એપીજે અબ્દુલ કલામ દ્વિપ ખાતે કઈ નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
*☑️અગ્નિ પ્રાઈમ*
*☑️2000 કિમી. રેન્જ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-10/06/2023 થી 16/06/2023🗞️*

10 જૂનવિશ્વ નેત્રદાન દિવસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️શક્તિસિંહ ગોહિલ*

જુનિયર મહિલા હોકી એશિયા કપમાં ભારતીય ટીમે કયા દેશની ટીમને હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું
*☑️દક્ષિણ કોરિયા*
*☑️દક્ષિણ કોરિયા જુનિયર મહિલા હોકી એશિયા કપ 4 વખત ચેમ્પિયન બની ચૂક્યું છે*
*☑️જાપાનના કાકામીગહારામાં ફાઈનલ રમાઈ હતી*

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં ભારતને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઓસ્ટ્રેલિયા*

સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર કયો પુરુષ ટેનિસ ખેલાડી બન્યો
*☑️સર્બિયાનો નોવાક જોકોવિચ*
*☑️તાજેતરમાં ફ્રેન્ચ ઓપનનું પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીત્યું*
*☑️23મુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ*
*☑️નોર્વેના કેસ્પર રુડને હરાવ્યો*
*☑️રાફેલ નડાલ 22 વખત, રોજર ફેડરર 20 વખત, પેટ સેમ્પ્રાસ 14 વખત ગ્રાન્ડસ્લેમ જીતી ચુક્યા છે*

12 જૂનબાળમજૂરી નિષેધ દિવસ

કર્ણાટક રાજ્યમાં કઈ યોજના હેઠળ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરવામાં આવી
*☑️શક્તિ યોજના*

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પ્રોજેકટ એપ્રોવલ બોર્ડ (PAB)ના આંકડા મુજબ 2021-22માં રાષ્ટ્રીય સરેરાશ સ્કૂલ ડ્રોપ આઉટ રેટ કેટલો છે
*☑️12.6%*
*☑️ગુજરાતમાં 17.85%*

વર્લ્ડ ઓફ સ્ટેટીસ્ટીક્સ અનુસાર વિશ્વના ટોચના 5 અર્થતંત્રમાં ભારતીય અર્થતંત્રનું કદ કેટલા ટ્રીલિયન ડોલર થયું
*☑️3.75 ટ્રીલિયન ડોલર (૱3.07 લાખ કરોડ રૂપિયા)*
*☑️1.અમેરિકા, 2.ચીન, 3.જાપાન, 4.હોંગકોંગ, 5.ભારત*

અંડર-20 ફૂટબોલ વર્લ્ડકપમાં ઇટાલીને હરાવી કઈ ટિમ ચેમ્પિયન બની
*☑️ઉરૂગ્વે*

14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

પોતાની બ્રોડબેન્ડ સેવા શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️કેરળ*
*☑️K-FON અથવા કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક*

ડચ નોબેલ ગણાતા પ્રતિષ્ઠિત સ્પીનોઝા પુરસ્કાર માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી
*☑️પ્રોફેસર જોયિતા ગુપ્તા*

ઓસ્ટ્રેલિયન કંપની કમ્પેટના અભ્યાસ અનુસાર વિશ્વમાં રોજ સરેરાશ કેટલા અકસ્માત થાય છે
*☑️13.50 લાખ*
*☑️ભારત 17માં ક્રમે*
*☑️જાપાનીઝ ડ્રાઈવરો સૌથી સુરક્ષિત*

ભારત અમેરિકા પાસેથી કયા 30 ડ્રોન ખરીદશે
*☑️પ્રિડેટર ડ્રોન MQ 9B*
*☑️25 હજાર કરોડનો ડ્રોન સોદો*

તાજેતરમાં રીંછની વસતી ગણતરી કરવામાં આવી જે મુજબ બનાસકાંઠા જિલ્લાના જેસોર અભ્યારણમાં બાલાજી અંબાજી અભ્યારણમાં રીંછોની સંખ્યા 121થી વધીને કેટલી થઈ
*☑️358*
*☑️રાજ્યના 7 જિલ્લામાં રીંછની હાજરી*

કો-ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે બિન હરીફ કોણ ચૂંટાયા
*☑️અજય પટેલ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-17/06/2023 થી 22/06/2023🗞️*

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીનું નામ બદલીને હવે શું કરવામાં આવ્યું
*☑️પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી*

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા નીકળી
*☑️146મી*
*☑️યાત્રાધામ ડાકોરમાં 251મી રથયાત્રા*

પુરુષ ડબલ્સની કઈ ભારતીય જોડીએ ઇન્ડોનેશિયન પાન સુપર 1000 બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી પ્રથમ ભારતીય બન્યા
*☑️સાત્વિક સાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટી*

વર્ષ 2021 માટેનું ગાંધી શાંતિ પુરસ્કાર કોણે આપવામાં આવશે
*☑️ગીતા પ્રેસ ગોરખપુર*
*☑️આ પુરસ્કારમાં 1 કરોડ રૂપિયા રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે*
*☑️1923માં ગીતા પ્રેસની સ્થાપના થઇ હતી*

જાસૂસ એજન્સી RAWના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️રવિ સિંહા*
*☑️છત્તીસગઢ કેડરના 1988 બેચના વરિષ્ઠ IPS અધિકારી*

ભારતે કઈ સ્વદેશી મિસાઈલ વિયેતનામને ભેટ આપી
*☑️કૃપાણ*

એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ફેન્સર કોણ બન્યા
*☑️ભવાની દેવી*

તાજેતરમાં કયા દેશમાંથી 3000 હજાર વર્ષ જૂની તલવાર મળી
*☑️જર્મની*

21મી જૂનનવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
☑️થીમ :- Yoga for Harmony and peace
☑️વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ન્યૂયોર્કમાં યોગ કરવામાં આવ્યા.

દક્ષિણ કોરિયામાં યોજવામાં આવેલ અંડર-20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં 1500 મીટર દોડમાં કઈ મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો
*☑️લક્ષિતા સંડીલા*

RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️સ્વામીનાથન જાનકીરામન*

ઝિમ્બાબ્વે માટે વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સદી કોણે ફટકારી
*☑️સિકંદર રઝા (54બોલમાં)*

કયા રાજ્યએ જાહેરાત કરી છે કે પદ્મ પુરસ્કાર વિજેતાઓને માસિક પેંશન અને વોલ્વોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે
*☑️હરિયાણા*

સુરતમાં એકસાથે કેટલા લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ રચ્યો
*☑️1.53 લાખ લોકો*

'અમૂલ ગર્લ'ના સર્જક જેમનું હાલમાં નિધન થયું
*☑️સિલ્વેસ્ટર દા કુન્હા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/06/2023 થી 30/06/2023🗞️*

અમેરિકન કંપની માઈક્રોન ગુજરાતમાં 6760 કરોડના ખર્ચે ચીપ પ્લાન્ટ ક્યાં સ્થાપશે
*☑️સાણંદ*

૱4000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ક્યાં બનશે
*☑️લોથલ*

અમદાવાદમાં એક સેકન્ડમાં એક ક્વોડ્રિલિયન (1 પાછળ પંદર મીંડા) ગણતરી કરી શકતું અને 1000 GBની રેમ ધરાવતું સુપર કમ્પ્યુટર ઈસરોના વડા પી.સોમનાથના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું.આ કમ્પ્યૂટરનું નામ શું છે
*☑️પરમ વિક્રમ*

સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષામાં 22 સર્જકોની બાળ સાહિત્ય પુરસ્કાર તથા 20 વ્યક્તિની યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી. ગુજરાતી ભાષામાં કોની પસંદગી કરવામાં આવી
*☑️રેખાબેન પ્રહલાદરાવની બાળ સાહિત્ય પુરસ્કાર માટે પસંદગી*
*☑️સાગર શાહ યુવા પુરસ્કાર માટે*
*☑️સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક*
*☑️આ પુરસ્કારમાં 50 હજાર રૂપિયા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઇજિપ્ત*
*☑️ઓર્ડર ઓફ નાઇલથી સન્માનિત કરવામાં આવ્યા*

તાજેતરમાં કયા દેશે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવ્યો
*☑️મોરોક્કો*

તાજેતરના કૅગના રિપોર્ટ અનુસાર હાલ રાજ્યમાં પ્રતિ 1000 છોકરાઓ સામે છોકરીઓનો જન્મદર કેટલો છે
*☑️918*

1977 પછી બિપરજોય વાવાઝોડું કેટલા દિવસ ચાલેલું સૌથી લાંબું વાવાઝોડું બન્યું
*☑️13 દિવસ*

લિથિયમ આયન બેટરી અને રેન્ડમ એક્સેસ મેમરી (રેમ)ના સહ સંશોધક વિજ્ઞાની જેમનું હાલમાં નિધન થયું
*☑️જ્હોન ગુડઈનફ*
*☑️2019માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું*
*☑️મોબાઈલ-લેપટોપની બેટરીના જનક*

બર્લિનમાં ચાલી રહેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*☑️202 મેડલ*
*☑️76 ગોલ્ડ, 75 સિલ્વર, 51 બ્રોન્ઝ*

26 જૂનઆંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD)ના રિપોર્ટ 2023 અનુસાર સ્પર્ધાત્મક ઇન્ડેક્સના મોરચે ભારત કેટલામાં ક્રમે છે
*☑️40મા*
*☑️પ્રથમ ક્રમે ડેન્માર્ક*

મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ બ્યુટી કોન્ટેસ્ટ કોણે જીતી
*☑️દક્ષિણ અમેરિકાના ગુયાના દેશની અરુણા સુખદેવે*

ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અજય પટેલ*

30 જૂનસોશિયલ મીડિયા ડે

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-07-2023 થી 08-07-2023🗞️*

ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ડૉ.નીરજા ગુપ્તા*

કઈ ટીમને હરાવી ભારત કબડ્ડીમાં એશિયન ચેમ્પિયનશિપમાં 8મી વખત ચેમ્પિયન બન્યું
*☑️ઈરાન*
*☑️9 સિઝનમાં 8મુ ટાઇટલ જીત્યું*
*☑️ભારતનો કેપ્ટન - પવન સહરાવત*

BCCIના એન્ટી કરપ્શન યુનિટના નવા વડા કોણ બન્યા
*☑️કે.કે.મિશ્રા*

કેન્દ્ર સરકારે સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયાના કોનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ વધાર્યો
*☑️તુષાર મહેતા*

લુસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ કેટલા મીટર જેવેલીન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો
*☑️87.66 મીટર*

ગીરની કેસર કેરી બાદ ગુજરાતની કઈ કેરીને GI ટેગ મળશે
*☑️વલસાડી આફૂસ*

ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર કોણ બન્યા
*☑️અજિત અગરકર*

ભારતે કઈ ટીમને હરાવી SAAF ચેમ્પિયનશિપમાં 9મી વખત ચેમ્પિયન બન્યું
*☑️કુવૈત*

કયા દેશે બેથી વધુ બાળકો પેદા કરનારને 5000 ૱ આપવાની જાહેરાત કરી છે
*☑️નેપાળ*

જાપાનથી આવનારી શિંકાસેન N-5 શ્રેણીની બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*☑️અમદાવાદ-મુંબઈ*

ગુજરાતના સ્વીમર જેમને નેશનલ સ્વિમિંગમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચારેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો
*☑️આર્યન નેહરા*

વિશ્વ હવામાન સંગઠનના સૂત્રો મુજબ પૃથ્વી પરનો સૌથી ગરમ દિવસ કયો રહ્યો
*☑️3 જુલાઈ,2023*
*☑️અલ-નીનોને કારણે તાપમાન 17.01 નોંધાયું*

તાજેતરમાં અમેરિકાએ એનો કેટલામો સ્વતંત્ર દિવસ ઉજવ્યો
*☑️247મો*

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક થઈ
*☑️સુશ્રી સુનિતા અગ્રવાલ*

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વર્ષ 2021-22નો PGI (પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ) 2.0 જાહેર કરવામાં આવ્યું. જેમાં ગુજરાતનો સ્કોર 1000માંથી 599 પોઇન્ટ સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*☑️5મા*

કયા રાજ્યની સરકારે 45 થી 60 વર્ષની વયના વિધુર અને પ્રૌઢ અપરણિતોને માસિક 2750 ૱ પેન્શન ચુકવવાની જાહેરાત કરી છે
*☑️હરિયાણા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-09-07-2023 થી 20-07-2023🗞️*

લોકમાન્ય ટિળક સ્મારક ટ્રસ્ટ તરફથી અપાતો 41મો લોકમાન્ય તિલક પુરસ્કાર આ વર્ષે કોને અપાશે
*☑️વડાપ્રધાન નરેન્દ્ર મોદીને*

માછલી ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️પ્રથમ ક્રમે*

અંડર-21 ફૂટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઈંગ્લેન્ડ*
*☑️સ્પેનને હરાવ્યું*

કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીએ કેનેડા ઓપન ટાઇટલ જીત્યું
*☑️લક્ષ્ય સેન*

અમદાવાદમાં યોજાયેલી 49મી નેશનલ મહિલા ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું
*☑️પદ્મિની રાઉત*

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા
*☑️ગ્રાન્ડ કોર્સ ઓફ ધ લીઝન ઓફ ઓનર*
*☑️ભારત અને ફ્રાન્સ વચ્ચે UPI સમજૂતી પણ થઈ*

ભારતનું ચંદ્રયાન-3 LMV3-M4 રોકેટ દ્વારા ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું
*☑️શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સ્ટેશનેથી*
*☑️લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન*

તાજેતરમાં ભારતે કયા દેશને 43 એમ્બ્યુલન્સ અને 50 સ્કૂલ બસ ભેટ આપી
*☑️નેપાળ*

વિમ્બલડન ચેમ્પિયન પુરુષ👇🏻
*☑️સ્પેનનો અલકારાઝે ચેમ્પિયન*
*☑️યોકોવિચને હરાવ્યો*

વિમ્બલડન ચેમ્પિયન મહિલા👇🏻
*☑️ચેક રિપબ્લિકની માર્કેટા વોંન્ડરૂસોવા પ્રથમવાર ચેમ્પિયન*
*☑️ટયુનિશિયાની જાબેરને હરાવી*

યુનિકોર્ન સ્ટાર્ટ અપ (એક અબજ ડોલર)ની ક્લબમાં પ્રવેશેલી પ્રથમ મહિલા કોણ બની
*☑️રાધિકા ધાઈ*

દુલીપ ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️સાઉથ ઝોન (12મી વખત ચેમ્પિયન બન્યું)*
*☑️વેસ્ટ ઝોનને હરાવ્યું*

ચંદ્રયાન-3 રોકેટનો મુખ્ય ભાગ ક્યાં બન્યો છે
*☑️જામનગર*

નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલા ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે
*☑️47.84 લાખ*

દેશની પ્રથમ મહિલા મસ્જિદ ક્યાં બનશે
*☑️જમશેદપુર*

તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પૂંછમાં સિંધરા વિસ્તારમાં સુરક્ષા દળોએ કયા ઓપરેશન હેઠળ 4 આતંકવાદી ઠાર કર્યા
*☑️ઓપરેશન ત્રિનેત્ર-2*

કેરળના પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️ઓમાન ચાંડી*
*☑️2004 થી 2006 અને 2011 થી 2016 દરમિયાન કેરળના મુખ્યમંત્રી પદે રહ્યા હતા*
*☑️1970થી સતત 12 વિધાનસભા ચૂંટણી જીત્યા હતા*

બોલિવૂડનો 69મો ફિલ્મફેર એવોર્ડ વિતરણ સમારોહ 2024માં કયા રાજ્યમાં યોજાશે
*☑️ગુજરાત*

તાજેતરમાં કયા દેશે ભારતને તેની 105 પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી
*☑️અમેરિકા*

રેલવે સુરક્ષા દળ(RPF)ના નવા ડિરેકટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️IPS મનોજ યાદવ*

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતનો પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*☑️80મા ક્રમે*
*☑️ભારતીયો 57 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે*
*☑️સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી*
*☑️સિંગાપોરના પાસપોર્ટથી 192 દેશમાં વિઝા વિના પ્રવેશ*

ગુજરાતમાં દેશનું પ્રથમ ખાનગી સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ ક્યાં ઉભું કરવામાં આવશે
*☑️મહેસાણા જિલ્લામાં*
*☑️વન વેબ ઇન્ડિયા કંપની અને સરકાર વચ્ચે MoU*

ભારત અને UAE પોતાની કરન્સીમાં વેપાર કરશે.

💥💥
*🔥 Newspaper Current🔥*

*🗞️Date:-21-07-2023 થી 31-07-2023🗞️*

કયા રાજ્યમાં 'રાજ્ય મેળા પ્રાધિકારણ ખરડો' પસાર કરવામાં આવ્યો જ્યાં મેળો યોજવો હશે તો વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે
*☑️રાજસ્થાન*

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા
*☑️સુનિતા અગ્રવાલ*
*☑️ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા*
*☑️આ પહેલા સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા*

તાજેતરમાં બેડમિન્ટનમાં કઈ ભારતીય જોડીએ કોરિયા ઓપનનું ટાઇટલ જીત્યું
*☑️સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી*

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ભગવાન શ્રી રામની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો
*☑️108 ફૂટ*

ટ્વિટરના લોગોમાં ચકલીને બદલે હવે કયો લોગો લોન્ચ કરવામાં આવ્યો
*☑️X (એક્સ)*

ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી
*☑️અનિતા કરવાલ*

ચીનના વિદેશમંત્રી જેઓ રહસ્યમય રીતે લાપતા છે
*☑️કિન ગૈગ*

કેન્દ્રીય રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો કેટલા ટકા છે
*☑️17.9%*

અમદાવાદના 36માં પોલીસ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️જ્ઞાનેન્દ્રસિંહ મલિક*

10 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવશે જેની થીમ શું છે
*☑️આ જ સમય છે - યોગ્ય સમય છે*

29 જુલાઈઆંતરરાષ્ટ્રીય વાઘ દિવસ

અમેરિકાની સ્વીમર જેમને હાલમાં 16મો ગોલ્ડ મેડલ જીતી માઈકલ ફેલ્પ્સને પાછળ રાખ્યો
*☑️કેટી લેડેકી*

તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાની ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું
*☑️આસામ*

તાજેતરમાં ઈસરો દ્વારા કયા રોકેટની મદદથી સિંગાપોરના સાત સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યા
*☑️PSLV-C56*
*☑️PSLV રોકેટની 58મી ઉડાન*

દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં કયું અભિયાન શરૂ કરવામાં આવશે
*☑️મેરી માટી મેરા દેશ*

500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા
*☑️વિરાટ કોહલી*

ફિફા વિમેન્સ વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે
*☑️ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં*

💥💥
*🗒️ઓગસ્ટ મહિનાના દિન વિશેષ🗒️*

6 ઓગસ્ટહિરોશિમા દિવસ, ફ્રેન્ડશીપ ડે (પહેલો રવિવાર)

10 ઓગસ્ટવિશ્વ સિંહ દિવસ

12 ઓગસ્ટઆંતરરાષ્ટ્રીય યુવા દિવસ

13 ઓગસ્ટવિશ્વ અંગદાન દિવસ

19 ઓગસ્ટવિશ્વ ફોટોગ્રાફી દિવસ

26 ઓગસ્ટમહિલા સમાનતા દિવસ

29 ઓગસ્ટરાષ્ટ્રીય ખેલ દિવસ
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-08-2023 થી 15-08-2023🗞️*

ભારતમાં પ્રથમવાર વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*☑️બેંગલુરુ*

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં દર શુક્રવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવશે
*☑️નિરામય દિવસ*

અમેરિકાની ટી20 લીગમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️એમઆઈ ન્યૂયોર્ક*
*☑️સિએટેલ ઓરકસને હરાવ્યું*

15મી ઓગસ્ટે રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ક્યાં કરવામાં આવી
*☑️વલસાડ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુણે ખાતે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️લોકમાન્ય ટિળક*

સમગ્ર દેશના સર્વશ્રેષ્ઠ બાલ મંદિરનો એવોર્ડ કોણે મળ્યો
*☑️ગુજરાતના ભાવનગરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને*

તાજેતરમાં રૂસ્તમ સોરાબજીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*☑️ક્રિકેટ*

બોલીવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર જેમને તાજેતરમાં આત્મહત્યા કરી
*☑️નીતિન દેસાઈ*
*☑️તેઓ ચાર નેશનલ એવોર્ડ વિજેતા હતા*
*☑️દેવદાસ, લગાન, હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મોથી જાણીતા હતા*

ગુજરાત રાજ્યમાં 74માં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે
*☑️પંચમહાલ*
*☑️મુખ્યમંત્રીના હસ્તે જેપુરા - વન કવચનું લોકાર્પણ કરવામાં આવશે*
*☑️1.1 હેક્ટર વિસ્તારમાં*

9 ઓગસ્ટવિશ્વ આદિવાસી દિવસ
*☑️રાજ્યના 27 વનબંધુ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે*

તાજેતરમાં FBIના ફિલ્ડ કાર્યાલયના પ્રમુખ કોણ બન્યા
*☑️ભારતીય અમેરિકન મહિલા મહિલા શોહીની સિંહા*

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU)માં પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️રાજુલ ગજ્જર*

ગુજરાતના સૌપ્રથમ ગ્રે વોટર પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી
*☑️ભરૂચના શુકલતીર્થ ખાતે*

9 થી 15 ઓગસ્ટ'મેરી મિટ્ટી, મેરા દેશ' કાર્યક્રમ ઉજવાયો.

તાજેતરમાં કયા રાજ્યના જિલ્લા વધારીને 50 કરવામાં આવ્યા
*☑️રાજસ્થાન*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'મારી માટી, મારો દેશ' અભિયાનની પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*☑️તાપીના ગુણસદા ગામથી*

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*☑️26 મેડલ*
*☑️11 ગોલ્ડ, 5 સિલ્વર, 10 બ્રોન્ઝ*
*☑️11 ગોલ્ડમાંથી 8 ગોલ્ડ શૂટિંગમાં મેળવ્યા*
*☑️ચીનના ચેંગડુ શહેરમાં ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું*

10 ઓગસ્ટવિશ્વ સિંહ દિવસ

કયો દેશ લૂના-25 ચંદ્ર મિશન લોન્ચ કરશે
*☑️રશિયા*

અભ્યાસક્રમોમાં આદિવાસી વિદ્યાર્થીઓની ફી કેટલા રૂપિયાથી વધુ હશે તો એ રાજ્ય સરકાર ચૂકવશે
*☑️6 લાખથી વધુ*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સૌથી લાંબી સ્પીચ આપી રેકોર્ડ સર્જ્યો. તેમને કેટલો સમય સ્પીચ આપી
*☑️2 કલાક 13 મિનિટ*

બ્રિટિશ યુગના કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરતા ત્રણ બિલ લોકસભામાં રજૂ
ઇન્ડિયન પીનલ કોડ (IPC),1860ના બદલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023
ક્રિમિનલ પ્રોસીઝર કોડ (CRPC) 1898ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023
ઇન્ડિયન એવિડન્સ એક્ટ, 1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય (BS), 2023

ગુજરાતમાં નેશનલ વિજેતા નિવૃત્ત રમતવીરોને મહિને કેટલા રૂપિયા પેન્શન મળશે
*☑️ત્રણ હજાર*
*☑️ગુજરાતના વતની હોય અને 50 વર્ષથી વધુ ઉંમરના હોય*
*☑️35 વર્ષ સુધીમાં નેશનલ એવોર્ડ મેળવ્યો હોય*

પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન કોણ બન્યા
*☑️બલુચિસ્તાનના અવામી પાર્ટીના સેનેટર અનવર ઉલ હક*
*☑️પાકિસ્તાનના આઠમા કાર્યવાહક વડાપ્રધાન*

એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીમાં ભારત કેટલામી વાર ચેમ્પિયન બન્યું
*☑️ચોથી વખત*
*☑️ફાઇનલમાં મલેશિયાને હરાવ્યું*

વિશ્વના પ્રથમ નેનો ડીએપી (પ્રવાહી) પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત ક્યાં કર્યું
*☑️કંડલામાં ઇફકો ખાતે*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ મંદિરનું ભૂમિ પૂજન ક્યાં કર્યું
*☑️મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં*

જીવન વીમા નિગમના મેનેજીંગ ડિરેક્ટર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*☑️આર.દોરાઈસ્વામી*

બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા જારી કરાયેલ યાદી મુજબ વિશ્વની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી 100 કંપનીઓમાં ભારતની એકમાત્ર કઈ કંપનીનો સમાવેશ થાય છે
*☑️તાતા*
*☑️69મા ક્રમે*

આઝાદીના અમૃત મહોત્સવમાં જાગૃતતા અભિયાનહર ઘર હેલ્થી માય એફએમ - સંસ્કૃતિ મંત્રાલયે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16-08-2023 થી 31-08-2023🗞️*

કેન્દ્ર સરકારે નહેરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને શુ કર્યું
*☑️પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય*

કઈ યોજના હેઠળ 30 લાખ કારીગરોને પ્રથમ તબક્કામાં 1 લાખ અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયાની લોન 5%ના વ્યાજદરે આપવામાં આવશે
*☑️વિશ્વકર્મા યોજના*

અનક્લેઈમ્ડ ડિપોઝીટ માટે RBIએ કયું પોર્ટલ લોન્ચ કર્યું
*☑️ઉદ્દગમ પોર્ટલ*

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ ગઈ
*☑️હંગેરીની રાજધાની બુડાપેસ્ટ ખાતે*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કોલકાતા ખાતેથી કયું યુદ્ધજહાજ લોન્ચ કર્યું
*☑️INS વિધ્યગિરી*

દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં ખુલ્લી મુકાઈ
*☑️બેંગલુરુ*

મહારાષ્ટ્રના પ્રથમ ઉદ્યોગરત્ન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઉદ્યોગપતિ રતન તાતાને*

19 ઓગસ્ટવર્લ્ડ ફોટોગ્રાફી ડે

વર્લ્ડ ઓફ સ્ટેટીસ્ટિકસે વસતીની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 20 શહેરોની યાદી જાહેર કરી જેમાં સૌથી વધુ વસતી કયા શહેરમાં છે
*☑️જાપાનના ટોક્યોમાં*
*☑️દિલ્હી વિશ્વનું ત્રીજું સૌથી મોટું શહેર*
*☑️બીજા નંબરે ઇન્ડોનેશિયાનું જકાર્તા*
*☑️પાંચમા નંબરે મુંબઈ*

મહિલા ફૂટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️સ્પેન*
*☑️ઈંગ્લેન્ડ*
*☑️ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ફાઈનલ રમાઈ હતી*

BSFના ઇન્સ્પેક્ટર જનરલ (IG) પદે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️પિયુષ પટેલ*

વિશ્વના ટોચના 50 ધનવાન શહેરોમાં કયું શહેર પહેલા ક્રમે છે
*☑️ટોક્યો*
*☑️મુંબઈ 37મા ક્રમે*
*☑️દિલ્હી 39મા ક્રમે*

વૈશ્વિક ડાયરેક્ટ સેલિંગ રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️11મા ક્રમે*
*☑️3.23 અબજ ડોલર ડાયરેક્ટ સેલિંગ*

રાજસ્થાનમાં છઠ્ઠો ટાઇગર રિઝર્વ કયા વિસ્તારમાં મળ્યો
*☑️કરૌલી-ધોસપુરના જંગલોમાં*
*☑️ક્ષેત્રફળ 1058 વર્ગ કિમી.*
*☑️દેશમાં કુલ 56 ટાઇગર રિઝર્વ વિસ્તાર થયા*

તાજેતરમાં બ્રિક્સ (BRICS) દેશોની 15મી બેઠક ક્યાં મળી
*☑️દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં*

ઈસબગુલના કુલ ઉત્પાદનમાં ગુજરાત દેશના રાજ્યોમાં કેટલા ટકા ઉત્પાદન સાથે ટોચના ક્રમે છે
*☑️90 ટકા*

ચૂંટણી પંચ દ્વારા નેશનલ આઇકોન કોણે બનાવવામાં આવ્યા
*☑️સચિન તેંડુલકર*

24 ઓગસ્ટગુજરાતી ભાષા દિવસ

ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાવાળો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો
*☑️પહેલો*

નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અનુસાર કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરેલ રેન્કિંગમાં સ્વચ્છ હવા ધરાવતા શહેરોની યાદીમાં દેશમાં સૌથી સ્વચ્છ હવા કયા શહેરની છે
*☑️ઇન્દોર*
*☑️વડોદરા 7મા ક્રમે*
*☑️અમદાવાદ 8મા ક્રમે*
*☑️સુરત 13મા ક્રમે*

બ્રિક્સ (BRICS) દેશોના જૂથમાં કયા નવા 6 દેશ જોડાયા
*☑️1.આર્જેન્ટિના, 2.ઇજિપ્ત, 3.ઇથોપિયા, 4.ઈરાન, 5.સંયુક્ત આરબ અમિરાત અને 6.સાઉદી અરબ*
*☑️હવે બ્રિક્સ પ્લસ તરીકે ઓળખાશે*
*☑️આ છ દેશ 1 જાન્યુઆરી,2024થી બ્રિક્સમાં જોડાશે*

વર્ષ 2021 માટે જાહેર થયેલા 69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર👇🏻
*☑️શ્રેષ્ઠ અભિનેતાઅલ્લુ અર્જુન (પુષ્પા : ધ રાઈઝ)*
*☑️શ્રેષ્ઠ અભિનેત્રીઆલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને ક્રિતી સેનન (મિમી)*
*☑️શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મછેલ્લો શો (દિગ્દર્શક પાન નલીન)*
*☑️શ્રેષ્ઠ ફીચર ફિલ્મરોકેટ્રી-ધ નમ્બી ઇફેક્ટ*
*☑️શ્રેષ્ઠ દિગ્દર્શકનિખિલ મહાજન (ગોદવરી ધ હોલી વોટર)*
*☑️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મસરદાર ઉધમ*
*☑️RRR ફિલ્મને સૌથી વધુ 7 એવોર્ડ*
*☑️ગંગુબાઈ અને સરદાર ઉધમને 5 એવોર્ડ*

ગુજરાતના કયા સ્થળને એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યું
*☑️ધોળાવીરા*

રાજ્ય વાઈલ્ડ લાઈફ બોર્ડના આંકડા અનુસાર ગુજરાતમાં👇🏻
*☑️211 ડોલ્ફીન*
*☑️2143 ગીધ*
*☑️358 રીંછ*
*☑️2274 દીપડા*
*☑️કાળિયારની સંખ્યા ઘટી*
*☑️વરુ અને ઝરખની વસતી ગણતરી પ્રથમ વખત થઈ*

ચેસ વર્લ્ડકપમાં કોણ ચેમ્પિયન બન્યું
*☑️મેગ્નસ કાર્લસન*
*☑️ભારતના આર. પ્રજ્ઞાનનંદાની હાર*

નેશનલ સ્માર્ટ સીટી એવોર્ડ 2022માં દેશની 100 ટોચની સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમે કયું શહેર છે
*☑️ઇન્દોર*
*☑️સુરત બીજા ક્રમે*

ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતના રેકોર્ડ કેટલા ખેલાડીઓ ઉતરશે
*☑️634 ખેલાડીઓ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રીસના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર*

ચંદ્રના દક્ષિણ ધ્રુવના જે હિસ્સામાં ચંદ્રયાન ઉતર્યું તે સ્થળને શું નામ આપવામાં આવ્યું
*☑️શિવશક્તિ પોઇન્ટ*
*☑️દેશમાં દરવર્ષે 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ (નેશનલ સ્પેસ ડે) તરીકે ઉજવાશે*
*☑️2019માં જે સ્થળે ચંદ્રયાન-2 ઉતર્યું તે તિરંગા પોઇન્ટ તરીકે ઓળખાશે*

વર્લ્ડ એથ્લેટીક્સ ટોક્યોમાં નીરજ ચોપરાએ કેટલા મીટરનો થ્રો કરી ગોલ્ડ જીતનાર પહેલા ભારતીય બન્યા
*☑️88.17 મીટર*

30 ઓગસ્ટવિશ્વ વ્હેલ શાર્ક દિવસ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં OBCને 27% અનામત કયા પંચની ભલામણથી આપવામાં આવી
*☑️જસ્ટિસ ઝવેરી પંચ*

જમ્મુ કાશ્મીરના કયા બે પ્રકારના મધને GI (જીઆઈ) ટેગ આપવામાં આવ્યો
*☑️ડોડા જિલ્લાના ભદ્રવાહ રાજમા અને રામબન જિલ્લાના સુલાઈ મધને*

કયા રાજયમાં નવા હિન્દુ લગ્ન અધિનિયમ અનુસાર વકીલ આત્મસન્માન લગ્ન કરાવી શકશે
*☑️તમિલનાડુ*

💥💥
*🔥સપ્ટેમ્બર મહિનાના દિન વિશેષ🔥*

5 સપ્ટેમ્બરશિક્ષક દિન

14 સપ્ટેમ્બરહિન્દી દિવસ

15 સપ્ટેમ્બરરાષ્ટ્રીય ઈજનેર દિવસ

16 સપ્ટેમ્બરવિશ્વ ઓઝોન દિવસ

24 સપ્ટેમ્બરવિશ્વ નદી દિવસ

27 સપ્ટેમ્બરવિશ્વ પર્યટન દિવસ
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-09-2023 થી 11-09-2023🗞️*

રેલવે બોર્ડના પ્રથમ મહિલા CEO અને ચેરપર્સન કોણ બન્યા
*☑️જયા વર્મા સિંહા*

રેમન મેગ્સેસે એવોર્ડ માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે
*☑️આસામના કેન્સર નિષ્ણાત ડૉ. રવિ કન્નન*

GST ચોરી રોકવા 'મેરા બિલ, મેરા અધિકાર' યોજના ક્યાંથી ચાલુ કરવામાં આવી
*☑️વાપી*

અમેરિકાના કયા રાજ્યમાં ઓકટોબરને હિન્દુ હેરિટેજ મહિનો ઉજવવામાં આવશે
*☑️જ્યોર્જિયા*

કયા સ્થળે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી પર બનેલા દેશના પ્રથમ 700 મેગાવોટ પરમાણુ રીએક્ટરે સંપૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કર્યું
*☑️ગુજરાતના કાકરાપાર ખાતે*

તાજેતરમાં ભારતીય નૌસેનાનું અત્યાધુનિક યુદ્ધજહાજ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ શું
*☑️મહેન્દ્રગિરી*

અમેરિકા સ્થિત 2023ના ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેંકરના રિપોર્ટ કાર્ડ અનુસાર વિશ્વના શ્રેષ્ઠ બેન્ક વડા કોણે જાહેર કરવામાં આવ્યા
*☑️RBIના ગવર્નર શક્તિકાંત દાસ*

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*☑️મનીષ દેસાઈ*

ભારતનું પહેલું સૌરમિશન જે તાજેતરમાં શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી PSLV- C 51 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
*☑️આદિત્ય એલ-1*

દેશભરમાં સપ્ટેમ્બર માસને કયા માસ તરીકે ઉજવવામાં આવે છે
*☑️રાષ્ટ્રીય પોષણ માસ*

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કયા પ્રોગ્રામ હેઠળ કચ્છની પાંચ સહિત ગુજરાતની 205 કેન્દ્રીય રક્ષિત પુરાતત્વીય સાઈટનો સમાવેશ કરાયો
*☑️એડોપ્ટ એ હેરિટેજ 2.0*

તાજેતરમાં પૂર્વ ક્રિકેટર હિથ સ્ટ્રીકનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*☑️ઝિમ્બાબ્વે*

850 ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર કોણ બન્યો
*☑️પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

8 સપ્ટેમ્બરવિશ્વ સાક્ષરતા દિવસ

ગુજરાત સાક્ષરતામાં દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️નવમા*

10 સપ્ટેમ્બરગ્રાન્ડ પેરેન્ટ્સ ડે

આફ્રિકન દેશ જ્યાં તાજેતરમાં 6.8 તીવ્રતાના ભૂકંપથી ઘણી જાન માલની હાનિ પહોંચી
*☑️મોરક્કો*

તાજેતરમાં ઓપનર તરીકે સૌથી વધુ સદીનો રેકોર્ડ કોણે બનાવ્યો
*☑️ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે (46 સદી)*

જી-20માં તાજેતરમાં કયા યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો
*☑️આફ્રિકન યુનિયન (55 દેશો)*

10 સપ્ટેમ્બરવિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

યુએસ ઓપન (ટેનિસ) મહિલા સિંગલ્સ ટ્રોફી કોણે જીતી
*☑️અમેરિકાની કોકો ગોફ*
*☑️બેલારુસની એરીના સબાલેન્કાને હરાવી*

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષની જી-20ની અધ્યક્ષતા કયા દેશને સોંપી
*☑️બ્રાઝિલ*
*☑️બ્રાઝિલ રાષ્ટ્રપ્રમુખ લુઈસ ઇનાસિયો લુલા દા સિલ્વાને*

ગ્રીસમાં ડેનિયલ વાવાઝોડું

તાઇવાનમાં હાઈકુઈ વાવાઝોડું

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12-09-2023 થી 24-09-2023🗞️*

ભારત અને ઇજિપ્ત વચ્ચે હવાઈદળની ચાલી રહેલી સંયુક્ત કવાયતનું નામ
*☑️બ્રાઇટ સ્ટાર*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરપદે કોણ ચૂંટાયા
*☑️પ્રતિભા જૈન*
*☑️48મા મેયર બન્યા*
*☑️જતીન પટેલ ડેપ્યુટી મેયર*

તાજેતરમાં વન-ડે ક્રિકેટ ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી 13 હજાર રન કોણે પુરા કર્યા
*☑️વિરાટ કોહલી*
*☑️276 ઇનિંગમાં*

બાસ્કેટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*☑️જર્મની*
*☑️સર્બિયાને હરાવ્યું*

યુએસ ઓપન મેન્સ (ટેનિસ) ચેમ્પિયન કોણ બન્યા
*☑️સર્બિયાનો નોવાક જોકોવિચ*
*☑️24મો ગ્રાન્ડસ્લેમ જીત્યો*
*☑️ડેનિયલ મેદવેદેવને હરાવ્યો*

વર્લ્ડ ઇન્ડયુઅરન્સ ચેમ્પિયનશિપ (ઘોડેસવારી)માં સફળતા મેળવનાર પહેલી ભારતીય મહિલા કોણ બની
*☑️નિદા અંજુમ ચેલ*
*☑️120 કિમી.નું અંતર 7.29 કલાકમાં કાપ્યું*

ભારતે પહેલું C-295 ટ્રાન્સપોર્ટ પ્લેન ક્યાંથી મેળવ્યું
*☑️સ્પેન*

15 સપ્ટેમ્બરધનસંચય દિવસ

માસ્ટરકાર્ડ ઇન્ડિયાના અધ્યક્ષપદે કોની વરણી કરવામાં આવી
*☑️રજનીશ કુમાર*

ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું ટ્રાફિક સિગ્નલ ફ્રી શહેર કયું બન્યું
*☑️કોટા શહેર*

15 સપ્ટેમ્બરઆંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ

11 સપ્ટેમ્બરરાષ્ટ્રીય વન શહીદ દિવસ

નોબેલ પુરસ્કારની રકમ 7.5 કરોડથી વધારીને કેટલી કરવામાં આવી
*☑️8 કરોડ રૂપિયા*

ગુજરાત સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે કોની નિમણૂક કરી
*☑️આર.એમ.છાયા*

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના વચગાળાના ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️રાહુલ નવીન*

પીએમ વિશ્વકર્મા યોજના👇🏻
☑️વિશ્વકર્મા ભાઈ-બહેનોને ૱ 3 લાખ સુધી વિના ગેરંટી લોન
☑️૱ 15 હજાર સુધીની ટૂલકિટ
☑️તાલીમ અને ૱ 500 પ્રતિ દિવસ સ્ટાઈપેન્ડ
☑️18 પ્રકારના પારંપરિક કારીગરો શિલ્પકારોને મળશે લાભ

પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં આવેલું રવીન્દ્રનાથ ટાગોરનું ઘર શાંતિ નિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું. આ સાથે ભારતના કુલ કેટલા સ્થળને વૈશ્વિક ઓળખ મળી
*☑️41 સ્થળ*

18 સપ્ટેમ્બરવિશ્વ વાંસ દિવસ

એશિયા કપ ક્રિકેટમાં ભારત કેટલામી વાર ચેમ્પિયન બન્યું
*☑️8મી વખત*
*☑️શ્રીલંકાને હરાવ્યું*
*☑️ફાઈનલ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ*

આંતરરાષ્ટ્રીય મેચમાં એક ઓવરમાં ચાર વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યા
*☑️મોહમ્મદ સિરાજ*
*☑️શ્રીલંકા સામે*

સંસદ વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતના બિલને કેબિનેટની મંજૂરી અપાઈ.આ અધિનિયમનું નામ શું છે
*☑️નારી શક્તિ વંદન અધિનિયમ*
*☑️19 સપ્ટેમ્બર, 2023ના રોજ*
*☑️કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે રજૂ કર્યું*
*☑️તરફેણમાં 454 અને વિરોધમાં બે મત*

એશિયન ગેમ્સ 2023👇🏻
☑️19મી એશિયન ગેમ્સ
☑️ચીનના હાંગઝોઉમાં
☑️ભારતના 655 ખેલાડીઓએ ભાગ લીધો
☑️ભારતના ખેલાડીઓનો 33 રમતમાં ભાગ

બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર વિશ્વની ટોચની 50 હોટલોની યાદીમાં ટોચના ક્રમે કઈ હોટલ છે
*☑️ઇટલીની પાસાલાકવા*
*☑️આગ્રાની ઓબેરોય અમરવિલાસ 45મા ક્રમે*

10 થી 12 જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટની થીમ શું છે
*☑️ગેટ વે ટુ ધ ફ્યુચર*
*☑️ગાંધીનગરના મહાત્મા મંદિરમાં*

21 સપ્ટેમ્બરવર્લ્ડ અલ્ઝાઈમર ડે

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે આદિગુરુ શંકરાચાર્યની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*☑️108 ફૂટ*
*☑️મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે*

સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવારવર્લ્ડ રીવર (નદી) ડે

આર્થિક સ્વતંત્રતા સુચકાંકમાં 165 દેશોની યાદીમાં ભારતનો ક્રમ
*☑️87*

વર્લ્ડ ફૂડ પ્રાઇઝના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન નોર્મન ઈ.બોર્લોગ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી
*☑️ઈન્ટરનેશનલ રાઈસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાની ડૉ.સ્વાતિ નાયક*
*☑️ડાંગરની જાતને વિકસાવવા બદલ*
*☑️40 વર્ષથી ઓછી વયના અપવાદરૂપ વિજ્ઞાનીઓને આ એવોર્ડ આપવામાં આવે છે*

ભારત સરકારે વર્ષ 2023ના સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે કયા ગામની પસંદગી કરી
*☑️આસામના વિશ્વનાથ ઘાટની*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-25-09-2023 થી 30-09-2023🗞️*

26 સપ્ટેમ્બરવિશ્વ બધિર દિવસ

તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હસ્તે 'એકમેવ ધીરુભાઈ અંબાણી' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તકના લેખક કોણ છે
*☑️પરિમલ નથવાણી*

મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કયો ફોન વાપરે છે
*☑️રૂદ્રા*

એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ભારતે કયા દેશની ટીમને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
*☑️શ્રીલંકા*

દેશની પ્રથમ મુકબધીર વકીલ જેમને સુપ્રીમમાં પ્રથમ વખત મુખ્ય ન્યાયાધીશ સમક્ષ દલીલો કરી
*☑️સારા સની*

દેશની પ્રથમ હાઈડ્રોજન ફ્યુઅલ બસ ક્યાં લોન્ચ કરવામાં આવી
*☑️દિલ્હી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાયની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું
*☑️72 ફૂટ*

27 સપ્ટેમ્બરવિશ્વ પર્યટક દિવસ

એશિયન ગેમ્સમાં ભારતની ઘોડેસવારી ટીમે 41 વર્ષ પછી ગોલ્ડ જીત્યો.આ ટીમના ખેલાડીઓ
*☑️કચ્છનો વિપુલ હદય છેડા, દિવ્યકીર્તિસિંહ, અંશુ અગ્રવાલ, સુદીપ્તિ હાજેલા*

તાજેતરમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કયા અભિનેત્રીને સન્માનિત કરવામાં આવ્યા
*☑️વહીદા રહેમાન*
*☑️આ એવોર્ડ અત્યાર સુધી માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે*

ગુજકોમાસોલે કેળના થડમાંથી ફાઇબર બનાવવાનો પ્લાન્ટ ક્યાં નાખ્યો
*☑️ભરૂચ જિલ્લાના વગુસણા ખાતે*

તાજેતરમાં કયા બે રાજ્યો વચ્ચે કાવેરી જળ વિવાદ ચાલી રહ્યો છે
*☑️કર્ણાટક-તમિલનાડુ*

બીજી ઓકટોબરે ગાંધી જયંતી ગુજરાતમાં કયા દિવસ તરીકે ઉજવાશે
*☑️સ્વચ્છ ભારત દિવસ*

ટી20 ક્રિકેટમાં 300+ રન કરનાર પ્રથમ ટીમ કઈ બની
*☑️નેપાળ (314 રન)*
*☑️મંગોલિયા વિરુદ્ધ*
*☑️ટી20માં 273 રને મેચ જીત્યા એ પણ રેકોર્ડ બનાવ્યો*
*☑️ટી20 ક્રિકેટમાં નેપાળના કુશલ માલાએ 34 બોલમાં સદી ફટકારી રોહિત શર્માનો 35 બોલમાં સદીનો રેકોર્ડ તોડ્યો*
*☑️નેપાળના દીપેન્દ્ર એરીએ 9 બોલમાં અડધી સદી ફટકારી યુવરાજસિંહની 12 બોલમાં અડધી સદીનો રેકોર્ડ તોડ્યો*

યુકેના ટાઈમ્સ હાયર એજ્યુકેશનના રિપોર્ટ અનુસાર વિશ્વની શ્રેષ્ઠ 250 યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની કેટલી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો
*☑️91 યુનિવર્સિટી*
*☑️બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભારતની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી*

29 સપ્ટેમ્બરવર્લ્ડ હાર્ટ ડે

ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો એવોર્ડ કયા ગામને એનાયત કરવામાં આવ્યો
*☑️ગુજરાતના જામનગર જિલ્લાના ખીજડિયા ગામને*

મહાન કૃષિ વિજ્ઞાની અને હરિયાળી ક્રાંતિના જનક જેમનું હાલમાં નિધન થયું
*☑️એમ.એસ.સ્વામીનાથન*
*☑️પૂરું નામ :- માનકોમ્બુ સામ્બાસિવાન સ્વામીનાથન*
*☑️જન્મ :- 07-08-1925*
*☑️નિધન :- 28-09-2023*
*☑️મળેલ સન્માન👇🏻*
●1961શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ
●1965મેન્ડલ મેમોરિયલ
●1967પદ્મશ્રી
●1971રેમન મેગ્સેસે
●1972પદ્મભૂષણ
●1986આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ સાયન્સ એવોર્ડ
●1987વર્લ્ડ ફૂડ પ્રાઈઝ
●1989પદ્મવિભૂષણ
●1991પ્રાઈઝ ફોર એન્વાયરમેન્ટલ એચિવમેન્ટ
●1999ઇન્દિરા ગાંધી એવોર્ડ
●2000ફોર ફ્રીડમ એવોર્ડ

GPSCના પૂર્વ અધ્યક્ષ દિનેશ દાસા UPSCના સભ્ય બન્યા.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-10-2023 થી 09-10-2023🗞️*

*📋ઓક્ટોબર મહિનાના મહત્વપૂર્ણ દિવસ📋*

*●1 ઓક્ટોબરવૃદ્ધજન દિવસ*

*●2 ઓક્ટોબરગાંધી-શાસ્ત્રી જયંતી*

*●8 ઓક્ટોબરવાયુસેના દિવસ*

*●16 ઓક્ટોબરવિશ્વ ખાદ્ય દિવસ*

*●30 ઓક્ટોબરવિશ્વ બચત દિવસ*

*●31 ઓક્ટોબરરાષ્ટ્રીય એકતા દિવસ*

વર્ષ 2023નું મેડિસિનનું નોબેલ પારિતોષિક કોણે અપાશે
*☑️હંગેરીના કેટલિન કેરિકો અને અમેરિકાના ડ્રૂ વિઝમેન*
*☑️બંને વૈજ્ઞાનિકોએ કોરોનાની વેકસીન શોધી હતી*
*☑️બંને વૈજ્ઞાનિકોએ વાયરસના આરએનએનો ઊંડો અભ્યાસ કર્યો હતો*

વિશ્વનો સૌપ્રથમ ડિજિટલ પાસપોર્ટ કયા દેશે લોન્ચ કર્યો
*☑️ફિનલેન્ડ*
*☑️ડિજિટલ પાસપોર્ટ વાસ્તવમાં એક મોબાઈલ એપ્લિકેશન છે*

1 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ

સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયાનો વર્ષ 2023ના અહેવાલ મુજબ નોકરિયાત ગુજરાતીઓનો સરેરાશ પગાર કેટલો છે
*☑️13,266 ૱*
*☑️દેશમાં 19મા ક્રમે*
*☑️દિલ્હી વાસીઓનો સૌથી વધુ 23,580 પગાર*

તાજેતરમાં ડેપ્યુટી નેવી ચીફ કોણ બન્યા
*☑️તરૂણ સોબતી*

2 થી 8 ઓક્ટોબરવન્યજીવ સપ્તાહ

તાજેતરમાં સ્લોવાકિયાના વડાપ્રધાન કોણ બન્યા
*☑️રોબર્ટ ફિકો*

એશિયન ગેમ્સ ગોલ્ફમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા કોણ બની
*☑️અદિતિ અશોક*

તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આઠમો ખંડ શોધ્યાનો દાવો કરે છે. આ ખંડનું નામ શું છે
*☑️ઝીલેન્ડીયા*

તાજેતરમાં માલદીવના નવા પ્રમુખ કોણ બન્યા
*☑️મોહમ્મદ મુઈજ્જુ*

ફિઝિક્સ નોબેલ 2023 કયા વૈજ્ઞાનિકોએ એનાયત કરવામાં આવશે
*☑️અમેરિકન વૈજ્ઞાનિક પિયરે આગોસ્તિની, જર્મનીના ફેરેન્સ ક્રોઝ અને સ્વિડનના એની એલ હુઈલર*
*☑️પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિ શીલતાનો અભ્યાસ કરવા માટે પ્રકાશના ઓટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓને ધ્યાને લઈ આ એવોર્ડ અપાયો*

4 ઓક્ટોબરવર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે

ઈરાની કપ (ટેસ્ટ ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️રેસ્ટ ઓફ ઇન્ડિયા*
*☑️સૌરાષ્ટ્રને હરાવ્યું*

કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર)નોબેલ પારિતોષિક કોણે એનાયત કરવામાં આવ્યો
*☑️ત્રણ અમેરિકન વૈજ્ઞાનિક માઉન્દી બાવેન્ડી, લુઇ બ્રુસ અને એલેકસાઈ એકિમોવને*
*☑️ક્વોન્ટમ લાઈટનું સંશોધન કરવા બદલ*
*☑️આ શોધને કારણે જ LED TV, કમ્પ્યુટર, મોબાઈલને લાઈટ મળે છે*

ICCનો કેટલામો વર્લ્ડકપ વન ડે ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ
*☑️13મો*
*☑️અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ*

વર્ષ 2023નો સાહિત્યનો નોબેલ પારિતોષિક
*☑️નોર્વેના લેખક જોન ફોસ્સેને*
*☑️નાટક, વાર્તાથી માંડી બાળસાહિત્ય, કવિતા સુધી યોગદાન*
*☑️પ્રથમ નવલકથા 'રેડ એન્ડ બ્લેક' 1983માં પ્રકાશિત થઈ હતી*

વન ડે વર્લ્ડકપમાં પહેલીવાર કઈ ટીમના તમામ 11 ખેલાડીઓએ ડબલ ડિજિતમાં સ્કોર નોંધાવ્યો
*☑️ઇંગ્લેન્ડ*

પરિવારમાં એક દીકરી હશે તો કયા રાજ્યની સરકારે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે
*☑️હિમાચલ પ્રદેશ*

વર્ષ 2023નો શાંતિ માટેનો નોબેલ પારિતોષિક
*☑️ઈરાનમાં મહિલાઓના હક માટે આંદોલન કરનારા ચળવળકાર-પત્રકાર નરગિસ મોહમ્મદીને*

7 ઓક્ટોબરવર્લ્ડ કોટન (કપાસ) ડે
*☑️દેશમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે*

ઉત્તર અમેરિકામાં ગાંધીજીને સમર્પિત પ્રથમ મ્યુઝિયમ ક્યાં ખુલ્લું મુકવામાં આવ્યું
*☑️હ્યુસ્ટન*

તાજેતરમાં કયા બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું
*☑️પેલેસ્ટાઈન અને ઈઝરાયલ*
*☑️પેલેસ્ટાઈનના ઈસ્લામિક આતંકી સંગઠન 'હમાસે' ઈઝરાયલ પર હુમલો કર્યો*

વિજ્ઞાનના ક્ષેત્રમાં 'ડચ નોબેલ' કહેવાતો સ્પિનોઝા પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*☑️ભારતીય મૂળના પ્રોફેસર જોઈતા ગુપ્તા*
*☑️આ નેધરલેન્ડનું સર્વોચ્ચ સન્માન છે*

એશિયન પેરા ગેમ્સ 2023 ક્યાં યોજાશે
*☑️ચીનના હાંગજુ ખાતે*

ICC વન ડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન કયા દેશની ટીમે કર્યો
*☑️સાઉથ આફ્રિકા (50 ઓવરમાં 428 રન)*
*☑️વન ડે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી સાઉથ આફ્રિકાના માર્કરામે ફટકારી (49 બોલમાં), શ્રીલંકા સામે*

એશિયન ગેમ્સ 2023👇🏻
*☑️ભારતના કુલ 107 મેડલ*
*☑️38 ગોલ્ડ, 28 સિલ્વર, 41 બ્રોન્ઝ = 107 મેડલ*
*☑️મેડલ ટેલીમાં ભારત ચોથા ક્રમે*
*☑️ભારતના કુલ 253 ખેલાડીઓએ મેડલ જીત્યા*
*☑️ઓવરઓલ અત્યાર સુધીની 19 એશિયન ગેમ્સમાં ભારતે 183 ગોલ્ડ સહિત કુલ 779 મેડલ્સ મેળવ્યા*
*☑️મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે ચીન (201 ગોલ્ડ, 111 સિલ્વર, 71 બ્રોન્ઝ)*
*☑️બીજા ક્રમે જાપાન અને ત્રીજા ક્રમે દક્ષિણ કોરિયા*

2026માં એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થશે
*☑️જાપાન*
*☑️ઐચી અને નગોયા શહેરમાં*

9 ઓક્ટોબરવિશ્વ ટપાલ દિવસ

રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ કયા નામે ઓળખાશે (નામ બદલવામાં આવ્યું)
*☑️નિરંજન શાહ સ્ટેડિયમ*

91મા વાયુસેના દિવસ પર દેશમાં પ્રથમવાર કયા મહિલા અધિકારીએ પરેડની કમાન સંભાળી
*☑️શાલીજા ધામી*