સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 20 : લગ્ન સંબંધી ગુના 【કલમ 493 થી 498】📚*

*🛑કલમ - 493 : કોઈ પુરુષે છેતરપિંડીથી કાયદેસર લગ્ન થયા હોવાનું માનવા પ્રેરિત પત્ની ભાવે સહવાસ કરવા અંગે*
✔️જે સ્ત્રીનું પોતાની સાથે કાયદેસર રીતે લગ્ન થયા ન હોય તેની સાથે છેતરપિંડી કરી પોતાની સાથે કાયદેસર લગ્ન થયા છે એમ મનાવીને સ્ત્રીને એવી માન્યતાથી પોતાની સાથે પત્ની ભાવે રહેવા અથવા સંભોગ કરવા પ્રેરે તો.

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 494 : પતિ અથવા પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવા*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 495 : આગલા લગ્નની હકીકત જે વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હોય તેનાથી છુપાવીને ગુનો કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 496 : જે વિધિથી કાયદેસર લગ્ન થયું ન ગણાય એવી લગ્નવિધિ કપટપૂર્વક કરી લેવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*★🛑કલમ - 497 : વ્યભિચાર*
✔️કોઈ સ્ત્રી બીજા પુરુષની પત્ની હોવાનું પોતે જાણતી હોય અથવા એમ માનવાને કારણ હોય તેમ છતાં તે પુરુષની સંમતિ કે ગર્ભિત સંમતિ વિના સંભોગ કરે અને એવા સંભોગથી બળાત્કારનો ગુનો થયો ન ગણાય તો તે વ્યભિચારનો ગુનો કરે છે.

*👉🏻નોંધ :-* તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા તથા ન્યાયમૂર્તિઓ આર.એફ.નરીમન, એ.એમ.ખાનવિલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઈન્દુ મલ્હોત્રાની બનેલી 5 જજોની બંધારણીય બેન્ચે વ્યભિચારને પુરુષો માટે સજાપાત્ર અપરાધ ગણાવતી ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી રદ કરી હતી.)

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 498 : પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવા અથવા લઈ જવા અથવા રોકી રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*📚IPC પ્રકરણ ~ 20 A : પતિ દ્વારા અથવા પતિના સગા દ્વારા ત્રાસ આપવા બાબત 【કલમ 498 A】📚*

*★🛑કલમ - 498 A : સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*👉🏻'★' નિશાનીવાળી મહત્વની કલમો છે*


💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚 IPC પ્રકરણ ~ 21 : બદનક્ષી 【કલમ 499 થી 502】📚*

*★🛑કલમ - 499 : બદનક્ષી*
✔️કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની આબરૂને હાનિ પહોંચાડવાના ઈરાદાથી એમ જાણવા છતાં અથવા માનવાને કારણ હોવા છતાં બોલેલા, વંચાશે એવા ઈરાદાવાળા શબ્દોથી અથવા ચેષ્ટાથી અથવા જોઈ શકાય એવી આકૃતિથી તેના ઉપર આળ મૂકે અથવા પ્રસિદ્ધ કરે તો તેણે તેની બદનક્ષી કરી કહેવાય.

*🛑કલમ - 500 : બદનક્ષી માટેની શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 501 : બદનક્ષીકારક હોવાનું જાણવામાં હોય તેવી બાબત છાપવા અથવા કોતરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 502 : બદનક્ષીકારક બાબતવાળી છાપેલી અથવા કોતરેલી વસ્તુ વેચવી*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*👉🏻'★' નિશાનીવાળી મહત્વની કલમ*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/01/2022 થી 26/01/2022🗞️*

23 જાન્યુઆરીનેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી, પરાક્રમ દિવસ

હાલમાં ભારતના મહાન ખેલાડી સુભાષ ભૌમિકનું નિધન થયું હતું.તેઓ કઇ રમત સાથે સંકળાયેલા હતા
*✔️ફૂટબોલ*
*✔️1970ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા*

11મી સદીના વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફૂટ ઊંચા 'સ્ટેચ્યુ ઓફ ઈકવલિટી'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા સ્થળે અનાવરણ કરશે
*✔️તેલંગણાના શમશાબાદ*

નેતાજીની 125મી જન્મજયંતી નિમિત્તે ઇન્ડિયા ગેટ ખાતે હોલોગ્રામની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું.અગાઉ આ સ્થળે કોની પ્રતિમા હતી
*✔️બ્રિટિશ શાસક જ્યોર્જ પંચમ*

25મી જાન્યુઆરી.2022થી કયા એક્ટનો અમલ શરૂ થયો
*✔️સરોગેસી રેગ્યુલેશન એક્ટ*
*✔️મહિલા જીવનમાં એક જ વાર સેરોગેટ મધર બની શકશે*
*✔️સરોગેસી કાયદાનો ભંગ કરનારને 10 વર્ષની સજાની જોગવાઈ અને ૱10 લાખનો દંડ*

25 જાન્યુઆરીરાષ્ટ્રીય મતદાતા દિવસ (આ વર્ષે 12મો) અને
નેશનલ ટુરિઝમ ડે

24 જાન્યુઆરીરાષ્ટ્રીય બાલિકા દિન

ICC એવોર્ડ 2021
*✔️પુરુષ શ્રેષ્ઠ ક્રિકેટર - શાહીન આફ્રિદી (પાકિસ્તાન)*
*✔️મહિલા શ્રેષ્ઠ ક્રિકેટર - ભારતની સ્મૃતિ મંધાના*

લખનઉની IPL ટીમનું નામ શું રાખવામાં આવ્યું
*✔️લખનઉ સુપર જાયન્ટ્સ*

એરિકસન મોબિલિટી રિપોર્ટ અનુસાર મોબાઈલ ઈન્ટરનેટ વપરાશમાં ભારતીયો વિશ્વમાં મોખરે છે.2021માં ભારતમાં ડેટાનો વપરાશ પ્રતિ વ્યક્તિ કેટલો છે
*✔️18.4 જીબી*
*✔️2020માં 13.3 જીબી હતો*

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજા કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ (CPI) (ભ્રષ્ટાચાર)માં ભારત કેટલામાં સ્થાને છે
*✔️85મા સ્થાને (40 પોઇન્ટ)*
*✔️ડેન્માર્ક, ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ 88 પોઇન્ટ સાથે સૌથી ઈમાનદાર દેશ*

હાલમાં કયા કેરેબિયન દ્વીપને બ્રિટનના આધિપત્યમાંથી મુક્તિ મળતા 55મો ગણતંત્ર દેશ બન્યો
*✔️બાર્બાડોઝ*

પદ્મ એવોર્ડ🏆👇🏾
*✔️4 વ્યક્તિઓને પદ્મવિભૂષણ એવોર્ડ*
*✔️17ને પદ્મભૂષણ એવોર્ડ*
*✔️107ને પદ્મશ્રી એવોર્ડ*
*✔️કુલ 128ને પદ્મ એવોર્ડ મળશે*

*✔️કુલ 8 ગુજરાતીઓને પદ્મ એવોર્ડ👇🏾*
1.પદ્મભૂષણ એવોર્ડસ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રે)
✔️ઉત્તર ગુજરાતમાં મોતી ચાંદુર ગામે 22 એપ્રિલ,1932માં જન્મ
✔️પૂર્વશ્રમનું નામ :- નાનાલાલ મોતીલાલ ત્રિવેદી

2.ખલિલ ધનતેજવી (મરણોત્તર) (સાહિત્ય-કળા-શિક્ષણ ક્ષેત્રે)
✔️વડોદરાના દિવંગત ગઝલકાર અને સાહિત્યકાર
✔️મૂળ નામ :- ખલિલ ઈસ્માઈલ મકરાણી
✔️જન્મ :- વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં
✔️નિધન :- 4 એપ્રિલ,2021

3.રમીલાબેન ગામીત (સામાજિક કાર્ય ક્ષેત્રે)

4.સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય ક્ષેત્રે)
✔️હીરા ઉદ્યોગપતિ
✔️અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની

5.ડૉ. લતાબેન દેસાઈ (મેડિસિન)
✔️ભગિની સંસ્થા શારદા મહિલા વિકાસ સોસાયટીની શરૂઆત કરી હતી.

6.ગુરુપ્રસાદ મહાપાત્ર (મરણોત્તર) (જાહેર સેવા ક્ષેત્રે)

7.માલજીભાઈ દેસાઈ (જાહેર બાબતો)
✔️ચાણસ્મા તાલુકાના લણવાના વતની

8.ડૉ. જે.એમ.વ્યાસ (સાયન્સ-એન્જીનીયરીંગ)
✔️ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને ફોરેન્સિક સાયન્સ લેબના એકમાત્ર વડા

*ચાર મહાનુભાવોને પદ્મવિભૂષણ🏆👇🏾*
1.પ્રભા અત્રે
✔️કળા ક્ષેત્રે, મહારાષ્ટ્ર

2.જનરલ બિપિન રાવત (મરણોત્તર)
✔️સિવિલ સર્વિસ ક્ષેત્રે, ઉત્તરાખંડ

3.રાધેશ્યામ ખેમકા (મરણોત્તર)
✔️સાહિત્ય શિક્ષણ, ઉત્તર પ્રદેશ

4.કલ્યાણસિંહ (મરણોત્તર)
✔️જાહેર જીવન, ઉત્તર પ્રદેશ

*પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મભૂષણ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો.*

રાજસ્થાનના પેરા એથ્લિટ દેવેન્દ્ર ઝાઝરિયા (જેવલીન થ્રો)ને પદ્મભૂષણ

નિરજ ચોપરા (એથ્લેટીક્સ) અને ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડ

મહિલા હોકી ખેલાડી વંદના કટારીયાને પદ્મશ્રી એવોર્ડ

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 22 : ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ 【કલમ 503 થી 510】📚*

*★🛑કલમ - 503 : ગુનાહિત ધમકી*
✔️કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ કે બીજી વ્યક્તિમાં હિત ધરાવતી હોય તેના શરીર, આબરૂ કે મિલકતને હાનિ પહોંચાડવાના ઈરાદાથી ધમકી આપે કે જેથી તે વ્યક્તિ ભયભીત થાય અથવા એવી ધમકીનો અમલ થતો અટકાવવા માટે પોતે જે કરવા કાયદેસર બંધાયેલી ન હોય તે કામ કરે અથવા જે કરવાનો પોતાને કાયદેસર હક હોય તે કામ ન કરે તેણે તે વ્યક્તિને ગુનાહિત ધમકી આપી ગણાય.

*🛑કલમ - 504 : સુલેહનો ભંગ કરવા ઉશ્કેરવા ઈરાદાપૂર્વક અપમાન કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 505 : સાર્વજનિક (જાહેર) બગાડ થાય તેવા વિધાનો (કથનો)*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 506 : ગુનાહિત ધમકી માટેની શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️ગુનાહિત ધમકી આપે તો
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ
✔️ધમકી મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા વગેરે કરવાની હોય તો
7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 507 : નનામા પત્રથી ગુનાહિત ધમકી*

*🔫શિક્ષા :-*
✔️ઉપરની કલમ હેઠળની શિક્ષા ઉપરાંત 2 વર્ષ સુધીની કેદ

*🛑કલમ - 508 : કોઈ વ્યક્તિને તેની ઉપર ઈશ્વરની અવકૃપા થશે એવું માનવા પ્રેરીને તેની પાસે કરાવેલું કૃત્ય*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 509 : કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારાયેલા શબ્દ કે કરેલી ચેષ્ટા અથવા કૃત્ય*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની સાદી કેદ અને દંડ

*🛑કલમ - 510 : પીધેલી વ્યક્તિનું જાહેરમાં ગેરવર્તન*

*🔫શિક્ષા :-*
✔️24 કલાક સુધીની સાદી કેદ અથવા ૱10 સુધીનો દંડ અથવા બંને

*'★'મહત્વની કલમ*

*📚IPC પ્રકરણ ~ 23 : ગુના કરવાની કોશિશ 【કલમ 511】📚*


*★🛑કલમ - 511 : આજીવન કેદની અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા*
✔️કોઈ વ્યક્તિ આ અધિનિયમથી આજીવન કેદ અથવા કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની અથવા કરાવવાની કોશિશ કરે અને એવી કોશિશ કરતાં ગુનો કરતાં ગુનો કરવા માટે કંઈ કૃત્ય કરે તેને એવી કોશિશ માટે આવા અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તો તે ગુન માટે ઠરાવેલી બેમાંથી કોઈ પ્રકારની યથા પ્રસંગ, આજીવન કેદની અથવા તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદતથી અડધી મુદ્દત સુધીની અથવા ગુના માટે ઠરાવેલી દંડની અથવા તે શિક્ષા કરવામાં આવશે.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ કેદની શિક્ષાની મુદતના અડધા ભાગની મુદ્દત સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*'★' મહત્વની કલમ*

💥રણધીર💥



*🙏🏽IPC સમાપ્ત🙏🏽*
*🔥Newspaper Current🔥*

*🗞️ Date:-28-29/01/2022🗞️*

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ સુપરસોનિક જેટ એક્સ-59 QSSTનું પરીક્ષણ કર્યું.આ વિમાન ઘોંઘાટ કર્યા વિના 1234 કિમી. પ્રતિ કલાકની ઝડપે ઉડશે.તેને શું નામ આપવામાં આવ્યું છે
*✔️સન ઓફ કોનકોર્ડ*

પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત થઈ ચૂકેલા હોકી ખેલાડી જેમનું હાલમાં નિધન થયું
*✔️ચરણજીત સિંહ*
*✔️1964ના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન હતા*

એર ઇન્ડિયાની માલિકી હવે તાતાની થઈ ગઈ. તાતા સન્સના ચેરમેન કોણ છે
*✔️એન.ચંદ્રશેખર*
*✔️એર ઈન્ડિયાનું સંચાલન તાતા સન્સની પેટા કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાશે.*
*✔️1932માં જેઆરડી તાતાએ એરલાઈન્સ શરૂ કરી હતી.*
*✔️1948માં સરકારે તેના 49% શેર ખરીદી 'એર ઈન્ડિયા' નામ રાખ્યું*

ભારતનો સૌથી ઊંચો વ્યક્તિ જે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયો
*✔️ધર્મેન્દ્રસિંહ પ્રતાપ (8 ફૂટ, 1 ઇંચ)*

અરૂણાચલ પ્રદેશથી લાપતા યુવક જેને ચીની સેનાએ ભારતને સોંપ્યો.તેનું નામ શું
*✔️મિરામ તેરામ*

હાલમાં કયા રાજયમાં 13 નવા જિલ્લાનું સર્જન કરવામાં આવ્યું
*✔️આંધ્રપ્રદેશ*
*✔️એક જિલ્લાને TDPના સ્થાપક NTRનું નામ આપાયું*

તાજેતરમાં મધ્ય એશિયાના કયા પાંચ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી શિખર બેઠક યોજી
*✔️ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજીકિસ્તાન*

કેન્દ્ર સરકારે ચીફ ઇકોનોમિક એડવાઇઝર (મુખ્ય આર્થિક સલાહકાર) તરીકે કોની નિમણુક કરી
*✔️ડૉ.વી.અનંત નાગેશ્વરનને*
*✔️તેઓ IIM અમદાવાદથી ગ્રેજ્યુએટ થયેલા છે*

દેશનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વિહિકલ ચાર્જિંગ સ્ટેશન ક્યાં બનશે
*✔️હરિયાણાના ગુરુગ્રામમાં*

હાલમાં ભારત પાસે કયા દેશે બ્રહ્મોસ મિસાઈલનો ૱2800 કરોડનો સોદો કર્યો છે
*✔️ફિલિપાઈન્સ*

ગ્રામ પંચાયત હવે ગ્રામ સચિવાલય અને તલાટી ગ્રામ પંચાયત સેક્રેટરી તરીકે ઓળખાશે.

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥ગુજરાતના ખેતી આધારિત ઉદ્યોગ🔥*

*◆સુતરાઉ કાપડ:-*
ગુજરાતમાં સુતરાઉ કાપડની કુલ 71 મિલો ચાલુ છે જેમાં 41 મિલો અમદાવાદમાં આવેલી છે.
આ ઉદ્યોગમાં કાચા માલ તરીકે મુખ્યત્વે કપાસ વપરાય છે.
ભારતનું 41% સુતરાઉ કાપડનું ઉત્પાદન એકલું અમદાવાદ જ કરે છે. આથી જ તેને "ભારતનું માન્ચેસ્ટર" કહે છે. ચાલુ કારખાનાઓની દ્રષ્ટિએ આ ઉદ્યોગ ગુજરાતમાં પાંચમા નંબરે છે.

*◆ગરમ કાપડ :-* વડોદરા અને જામનગર

*◆હોઝિયરી કાપડ :-* અરૂણોદય મિલ, મોરબી

*◆હાથશાળ અને યાંત્રિકસાળ:-* મુખ્ય કેન્દ્ર:- સુરત
આ ઉદ્યોગના વિકાસ માટે "ગુજરાત રાજ્ય હાથસાળ વિકાસ નિગમ"ની રચના કરવામાં આવી છે.

*◆આર્ટસિલ્કનું કાપડ :-* સુરત

*◆જરી ઉદ્યોગ :-* સુરત

ગુજરાતમાં કુલ ઉત્પાદનની માત્ર 5% જરી જ વપરાય છે.
જરીની સૌથી વધુ નિકાસ જર્મનીમાં થાય છે.
સુરત નજીક સ્થપાયેલ ઉધના ઉદ્યોગનગરમાં પણ પ્લાસ્ટિક જરીનું ઉત્પાદન થાય છે.

*◆ખાંડ ઉદ્યોગ :-*
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ઇ.સ.1956-57માં બારડોલી ખાતે સહકારી ક્ષેત્રે સ્થાપવામાં આવ્યું હતું. આ કારખાનું દેશનું તેમજ એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું કારખાનું છે.
ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ છઠ્ઠો છે તથા ગુજરાતમાં માથાદીઠ ખાંડનો વપરાશ 16 કિલો જેટલી છે.
ખાંડ ઉદ્યોગની અગત્યની આડપેદાશ જે કેમિકલ ઉદ્યોગ માટે અગત્યનો કાચો માલ "મોલેસિસ" મળી આવે છે. શેરડીમાં મોલેસિસનું પ્રમાણ 4 થી 4.5% હોય છે તથા મોલેસિસમાંથી આલ્કોહોલ બને છે.
આ ઉપરાંત ખાંડ ઉદ્યોગની આડપેદાશરૂપે ખાતર તરીકે ઉપયોગી એવું "પ્રેસપડ" પણ મળે છે.

*◆બીડી ઉદ્યોગ :-*
તમાકુના વાવેતરને લીધે આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં બીડી ઉદ્યોગના કેન્દ્રો આવેલા છે.

*◆તેલ ઉદ્યોગ:-*
1.મગફળી તેલ
જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ

2.વનસ્પતિ ઘી
ભાવનગર, પોરબંદર, અમદાવાદ

3.કપાસિયા તેલ
મહેસાણાના કડીમાં 50થી વધુ મિલો

*◆ફળ પેકિંગ ઉદ્યોગ :-*
દક્ષિણ ગુજરાતના ગણદેવી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ફળો અને રસ પેક કરવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

*પ્રશ્નો:*

1.ગુજરાતમાં સુતરાઉ કાપડના ઉદ્યોગનું કેન્દ્ર કયું છે
*✔️અમદાવાદ*

2.ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે
*✔️છઠ્ઠો*

3.ગુજરાતમાં સૌથી વધુ કપાસિયા તેલનું ઉત્પાદન ક્યાં થાય છે
*✔️મહેસાણા*

4.ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલનું ઉત્પાદન ક્યાં થાય છે
*✔️જૂનાગઢ*

5.કયા સ્થળે ફળફળાદિ પેકિંગ કરવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે
*✔️જૂનાગઢ અને ગણદેવી*

6.ગુજરાતમાં સૌથી વધુ વનસ્પતિ ઘીનું ઉત્પાદન ક્યાં થાય છે
*✔️ભાવનગર*

💥રણધીર💥
ભારતના કયા રાજ્યને "ડેરી રાજ્ય - ડેન્માર્ક" કહેવામાં આવે છે
*✔️ગુજરાત*

ગુજરાતમાં સૌથી વધુ દૂધ એકત્રીકરણ કઈ ડેરી દ્વારા કરવામાં આવે છે
*✔️દૂધસાગર ડેરી*

દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દેશમાં કયું સ્થાન ધરાવે છે
*✔️પ્રથમ*

ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી
*✔️1939, ચોર્યાસી (સુરત)*

ત્રિભુવનદાસ પટેલના ચેરમેનપદ હેઠળ "ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ." ની સ્થાપના ક્યારે કરવામાં આવી જે પાછળથી "અમૂલ" તરીકે ઓળખાઈ
*✔️1946*

સમગ્ર ભારતમાં ખાદ્ય કેસિનનું ઉત્પાદન કરતી એકમાત્ર ડેરી કઈ છે
*✔️અમૂલ*

ગુજરાતની કઈ ડેરી "ઇન્સ્ટ્ન્ટ મિલ્ક મિક્સ" નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે
*✔️બનાસ*

ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે
*✔️સાબરકાંઠા*

💥💥
*◆ડેરી ઉદ્યોગ:-*
દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
દેશમાં સહકારી માળખા દ્વારા દૂધ એકત્રીકરણમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધુ 30.94% છે.ગુજરાતમાં દૂધની સરેરાશ આવક 100 લાખ લીટર છે.
સૌથી વધુ દૂધ એકત્રીકરણ ગુજરાતમાં 👇🏾
1. દૂધસાગર ડેરી, મહેસાણા (25.27%)
2.અમૂલ (19.25%)

દૂધ ઉત્પાદનમાં ગુજરાત પાંચમું સ્થાન ધરાવે છે.
1.ઉત્તરપ્રદેશ 2.રાજસ્થાન 3.પંજાબ 4.આંધ્રપ્રદેશ 5.ગુજરાત

ગુજરાતને ભારતનું ડેન્માર્ક ગણી શકાય તથા ભારતનું "ડેરી રાજ્ય" કહેવામાં આવે છે.

*◆ગુજરાતમાં સૌપ્રથમ ડેરી:-*
ગુજરાતની સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ઈ.સ.1939માં શરૂ થઈ.

*◆અમૂલ ડેરી:-*
ઈ.સ.1946માં ત્રિભુવનદાસ પટેલના ચેરમેનપદ હેઠળ "ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ."ની સ્થાપના કરવામાં આવી.
ઇ.સ.1955માં યુનિસેફની મદદથી "આણંદ મિલ્ક યુનિયન લિ." (AMUL)ની સ્થાપના.જે એશિયાની સૌથી મોટી ડેરી છે.1960માં અમૂલ-2 અને 1996માં અમૂલ-3 એકમો શરૂ થયા.
અમૂલના શીતકેન્દ્રો કપડવંજ અને દેવ ખાતે આવેલા છે.
સમગ્ર ભારતમાં માત્ર અમૂલ ડેરી જ "ખાદ્ય કેસિન"નું ઉત્પાદન કરે છે.
ઢોરના ખાણ માટે આણંદ જિલ્લામાં "કંજરી" ખાતે પશુદાણનું કારખાનું જે "અમૂલ દાણ" તરીકે ઓળખાય છે.
ગુજરાતના સહકારી દૂધ ઉદ્યોગોએ "અમૂલ" અને "સાગર"ના માર્કાથી દૂધ અને તેની બનાવટોનું બજાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવ્યું છે.

*◆દૂધસાગર (મહેસાણા):-*
ઇ.સ.1964માં સહકારી ધોરણે મહેસાણા ખાતે "સાગર" નામના આધુનિક કારખાનાની સ્થાપના કરવામાં આવી.
મહેસાણા જિલ્લામાં "ઉબખલ" અને "બોરીયાવી" ખાતે "સાગરદાણ" તરીકે જાણીતા પશુદાણનું ઉત્પાદન કરતાં કારખાના આવેલા છે.
દૂધસાગરના શીતકેન્દ્રો વિહાર,કડી, ખેરાલુ,હંસપુર (મહેસાણા), હારીજ (પાટણ)માં આવેલાં છે.
આ ડેરીનું દૂધ છેક દિલ્હીમાં જાય છે.

*◆બનાસ ડેરી:-*
ઇ.સ.1969માં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી.
આ જિલ્લામાં પાલનપુર ખાતે બનાસ દાણનું ઉત્પાદન કરતું કારખાનું આવેલું છે.
બનાસ ડેરીના શીતકેન્દ્રો રાધનપુર (પાટણ), ખીમાણા, ધાનેરા, થરાદ,દાંતા (બનાસકાંઠા)માં આવેલાં છે.
આ ડેરી "ઇન્સ્ટન્ટ મિલ્ક મિક્સ" નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે.

*◆સાબર ડેરી:-*
ગુજરાતની સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સાબરકાંઠામાં આવેલી છે.
સાબર ડેરી હિંમતનગર (સાબરકાંઠા) ખાતે આવેલી છે તથા તેના શીતકેન્દ્રો - ખેડબ્રહ્મા, ધનસુરા, શામળાજી ખાતે આવેલા છે.
હિંમતનગરમાં "સાબરદાણ"નું કારખાનું આવેલું છે.
અમદાવાદમાં બે ડેરી "અજોડ" અને "આબાદ" આવેલી છે.
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ હસ્તક કટોસણ, વિરમગામ, પોલારપુર ખાતે શીતકેન્દ્રો આવેલા છે.
અમદાવાદના સરખેજમાં પશુદાણ માટે "રાજદાણ"નું ઉત્પાદન કરતું કારખાનું આવેલું છે.

*●ગુજરાતની ડેરીઓ:-*
1.કચ્છમાધાપર ડેરી (ભુજ)
2.બનાસકાંઠાબનાસ ડેરી (પાલનપુર)
3.સાબરકાંઠાસાબર ડેરી (હિંમતનગર)
4.અમદાવાદઅજોડ અને આબાદ ડેરી
5.ગાંધીનગરમધર ડેરી (મધુર)
6.પંચમહાલપંચામૃત ડેરી
7.વડોદરાબરોડા ડેરી
8.ભરૂચદૂધધારા ડેરી
9.સુરતસુમૂલ ડેરી
10.સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર ડેરી
11.ભાવનગરદૂધસરિતા ડેરી
12.અમરેલીચલાલા ડેરી (ચલાલા ગામ)
13.રાજકોટગોપાલ ડેરી
14.જૂનાગઢજૂનાગઢ ડેરી
15.જામનગરજામનગર ડેરી

💥રણધીર💥
*ગુજરાતની જમીનો*

1."અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા" મુજબ ગુજરાતમાં કુલ કેટલા પ્રકારની જમીન આવેલી છે
*✔️સાત*

2.જુના કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે
*✔️ગોરાટ જમીન*

3.નવા કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે
*✔️ભાઠાની જમીન*

4.કાંપની જમીનમાં કયા તત્વનું પ્રમાણ વધુ હોવાથી તે આલ્કલીવાળી બને છે
*✔️ફોસ્ફરસ*

5.ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન આવેલી છે
*✔️કાંપની જમીન*

6.કયા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે
*✔️જંગલોની જમીન*

7.કયા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી ઓછું હોય છે
*✔️રેતાળ જમીન*

8.ગુજરાતમાં પડખાઉ જમીન માત્ર ક્યાં જોવા મળે છે
*✔️ડાંગ*

9.ઊંડી કાળી જમીનને ઘેરો કાળો રંગ કયા ખનિજને આભારી છે
*✔️કેલ્શિયમ, મેગ્નેટાઈટ, ટીટાની ફેરસ*

10.કઈ જમીનને "સ્વયં ખેડાતી જમીન" કહેવાય છે
*✔️કાળી જમીન*

11.ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કયા જિલ્લામાં જોવા મળે છે
*✔️કચ્છ*

12.ગુજરાતમાં ક્ષારીય જમીનોની સુધારણા માટે ક્યારે "ખારલેન્ડ એક્ટ" ઘડવામાં આવ્યો
*✔️1963*

13.સૌરાષ્ટ્રમાં આવેલી "ધારની જમીન"માં કયો પાક વધુ લેવાય છે
*✔️મગફળી*

14.કયા વૃક્ષોનો ઉપયોગ જમીનમાં ક્ષાર ઘટાડવા થાય છે
*✔️જુલી-ફ્લોરા-કેસૂરી*

15.ડાંગરના પાક માટે કઈ જમીન જાણીતી છે
*✔️ક્યારીની જમીન*

16.ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળની જમીન કયા જિલ્લામાં આવેલી છે
*✔️બનાસકાંઠા*

17.ગુજરાતમાં સૌથી વધુ પડતર જમીન કયા જિલ્લામાં આવેલી છે
*✔️કચ્છ*

18.ગુજરાતમાં સૌથી ઓછી પડતર અને સૌથી વધુ જંગલો હેઠળની જમીન કયા જિલ્લામાં છે
*✔️ડાંગ*

19.પડખાઉ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે
*✔️નાઇટ્રોજન*

💥💥
*◆જમીનમાં ઘટકો:-*
હવા - 25%
ભેજ - 25%
સેન્દ્રિય પદાર્થ-5%
ખનિજ, ચીકણી માટી,ઝીણી રેતી,મોટી રેતી- 45%

મૂળ ખડકો ઉપરનો માતૃપદાર્થ સહિતનો જે ભાગ છે તેને જમીનનું *"રેગોલિથ"* કહે છે.

જમીનની ભેજ સંગ્રહ શક્તિ જમીનની છીદ્રાળુતા પર આધાર રાખે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલ રેતાળ કાંપની જમીન *"ગોરાડુ જમીન"* કહેવાય છે.

ઘઉં અને ડાંગર માટે ગોરાડુ જમીન વધુ અનુકૂળ હોય છે.

આણંદ અને ખેડા જિલ્લાની કાંપની જમીન *"બેસરની જમીન"* તરીકે ઓળખાય છે.

કાળી જમીન ટ્રેપના ખડકોના ઘસારણથી બનેલ છે.

પડખાઉ જમીનનું ધોવાણ વધુ થાય છે.

ક્ષારીય જમીન સુધારવા માટે ગુજરાતમાં *'ગુજરાત રાજ્ય ખાર-જમીન વિકાસ મંડળ'* મારફત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

વાસદ ખાતે આવેલી CSWR&T *"કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા"* કોતરોની જમીનોને સુધારવાનું કાર્ય કરે છે.

સૌથી મોટા કદનાં ખેતરો - 1.ડાંગ 2.કચ્છ

નાના જમીનના ટુકડાઓ ભેગા કરવાની સરકારી યોજના *"જમીન એકત્રીકરણ કાયદા-1947"*

ખેતરના અમુક ભાગને ગોચર માટે અનામત રાખવો તેને *"બીડ"* કહે છે.

💥રણધીર💥
◆જમીનનો નમૂનો લેવા કયું ઓજાર વપરાય છે
*✔️ઓગર*

◆સૌથી વધુ ભેજધારણ શક્તિ
*✔️માટીયાળ જમીન*

◆6.5થી ઓછા ph વાળી જમીન
*✔️અમ્લીય (એસિડિક)*

◆7.5થી વધારે ph વાળી જમીન
*✔️ભ્રામિક (બેઝિક)*

◆ગુજરાતમાં વાવેતર હેઠળનો ચોખ્ખો વિસ્તાર
*✔️52.68%*

◆સૌથી વધુ ખેતી હેઠળ જમી
*✔️1.બનાસકાંઠા 2.રાજકોટ*

◆સૌથી ઓછી ખેતી હેઠળ જમીન
*✔️1.કચ્છ (14.65%)*
*✔️2.ડાંગ (32.60%)*

◆પડતર જમીનનું સૌથી વધુ પ્રમાણ
*✔️કચ્છ*
*✔️સૌથી ઓછું-ડાંગ*

◆ગુજરાતમાં જંગલ હેઠળની જમીન
*✔️9.75%*

◆ભારતમાં જંગલ હેઠળની જમીન
*✔️24.0%*

◆ગુજરાતમાં સૌથી વધુ જંગલ હેઠળની જમીન
*✔️ડાંગ (58.5%)*

◆ગુજરાતમાં સૌથી વધુ કાયમી ગોચર
*✔️જૂનાગઢ અને ગીર સોમનાથ*

◆ગુજરાતમાં ઉજ્જડ અને ખેડી ન શકાય તેવી જમીન
*✔️13.56%*

💥રણધીર💥
1."સોનખત" અને "હીરાખત" શામાંથી બનાવેલા ખાતરો છે
*✔️માનવ મળમૂત્ર*

2.યુરિયા કયા પ્રકારનું ખાતર છે
*✔️એમાઇડ*

3.કયું ખાતર પાણીમાં ઓગળી જાય છે
*✔️સુપર ફોસ્ફેટ*

4.ગુજરાતમાં કુલ કેટલા "ખેત આબોહવાકીય વિભાગો" આવેલા છે
*✔️આઠ*

5.ઘઉંના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️સાતમું*

6.ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️અમદાવાદ*

7.ડાંગરના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️ચૌદમુ*

8.ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️ખેડા*

9.બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️ત્રીજું*

10.ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️બનાસકાંઠા*

11.ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે
*✔️સુરેન્દ્રનગર*

12.ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️ખેડા*

13.જીરું,વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️પ્રથમ*

14.ગુજરાત ફુલોના ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે
*✔️બારમું*

15.ગુજરાતમાં કેસર કરી માટે કયું શહેર જાણીતું છે
*✔️તાલાલા*

💥💥
*કૃષિ ક્રાંતિઓ*

🌾હરિયાળી ક્રાંતિધાન્ય ઉત્પાદન

🌾નીલી ક્રાંતિમત્સ્ય ઉત્પાદન

🌾ગુલાબી ક્રાંતિઝીંગા ઉત્પાદન

🌾સોનેરી ક્રાંતિફળ ઉત્પાદન

🌾શ્વેત/ધવલ ક્રાંતિદૂધ ઉત્પાદન

🌾ભૂખરી ક્રાંતિખાતર ઉત્પાદન

🌾પીળી ક્રાંતિતેલીબિયાં ઉત્પાદન

🌾લાલ ક્રાંતિમાંસ/ટામેટાં ઉત્પાદન

🌾બ્રાઉન/બ્લેક ક્રાંતિવૈકલ્પિક ઊર્જા ઉત્પાદન

🌾સિલ્વર ક્રાંતિઈંડા ઉત્પાદન

🌾મેઘધનુષ્ય ક્રાંતિસર્વાંગી વિકાસ

🌾વર્તુળ/ગોળ ક્રાંતિબટાટા ઉત્પાદન

💥💥
◆ખરીફ પાકચોમાસુ
✔️જૂનથી ઓક્ટોબર

◆રવિ પાકશિયાળુ
✔️નવેમ્બરથી માર્ચ

◆જાયદ પાકબે ઋતુઓ વચ્ચે લેવાતો પાક
✔️માર્ચથી જૂન

💥💥
ગુજરાતમાં 12 જેટલા પાક વિભાગો આવેલા છે.

ગુજરાતમાં સૌથી વધુ ઘઉં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ઉત્પાદિત થાય છે.
ગુજરાતમાં પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુર (મહેસાણા) અને બિનપિયત ઘઉંનું સંશોધનકેન્દ્ર અરણેજ (અમદાવાદ)માં આવેલું છે.

ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર આણંદ, ખેડા જિલ્લામાં થાય છે.
ભારતમાં ડાંગરના વાવેતર/ઉત્પાદનમાં ગુજરાત 14મો ક્રમાંક ધરાવે છે.

બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.(પ્રથમ રાજસ્થાન અને બીજું ઉત્તર પ્રદેશ)
ગુજરાતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં સૌથી વધુ મકાઈ પંચમહાલ જિલ્લામાં થાય છે.
રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના હેઠળ ગોધરા ખાતે "મકાઈ સંશોધન કેન્દ્ર" આવેલું છે.

ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ સૌથી વધુ ઉત્પાદન - સુરત જિલ્લામાં થાય છે.

ભારતમાં કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે,પરંતુ ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર :- 1.સુરેન્દ્રનગર જિલ્લો 2.વડોદરા જિલ્લો

ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર - રાજકોટ જિલ્લો
ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન - જૂનાગઢ જિલ્લો

ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન - 1.ખેડા 2.આણંદ જિલ્લાઓમાં થાય છે.

એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. (ભારતમાં 80 % ઉત્પાદન ગુજરાતમાં)

ભારતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થાય છે. ગુજરાત દેશમાં 13માં ક્રમે.

ગુજરાતમાં જીરું/વરિયાળી/ઈસબગુલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં જ્યારે ઉત્પાદન મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે નોંધાય છે.

ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર ખાતે થાય છે.
ડુંગળીમાં "એલિસ સલ્ફાઇડ" હોવાથી જીવાણુનાશક છે.
ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં

આફૂસ કેરી - વલસાડ જિલ્લામાં
કેસર કેરી - જૂનાગઢ જિલ્લામાં
જામફળ - ધોળકા (અમદાવાદ) અને ભાવનગર જિલ્લામાં
ચીકુ - વલસાડ અને ભાવનગર જિલ્લામાં
ખલેલા - કચ્છ
પપૈયા - ખેડા અને સુરત
ફૂલોની ખેતીમાં દેશમાં ગુજરાતનો 12મો ક્રમ છે.

💥રણધીર💥
*🪨ગુજરાતમાં ખનીજ આધારિત ઉદ્યોગો🪨*

*◆રસાયણ ઉદ્યોગ :-*
દેશના રસાયણના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 51% છે.
દેશના 78% મીઠું ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.

*◆સોડાઍશ-કોસ્ટિક સોડા*
ગુજરાત મોટા ભાગનું સોડાઍશનું ઉત્પાદન ધ્રાંગધ્રા કરે છે.
સુત્રાપાડા (વેરાવળ) ખાતે *'ગુજરાત હેવી કેમિકલ્સ'* નો પ્લાન્ટ આવેલો છે.
દેશમાં 50% કોસ્ટિક સોડાનું ઉત્પાદન ગુજરાત કરે છે.
દેશમાં 98% સોડાઍશનું ઉત્પાદન ગુજરાત કરે છે.
*1973માં વડોદરા ખાતે* GACL (Gujarat Alklies and Chemicals Limited) ની સ્થાપના કરવામાં આવી જે મીઠા આધારિત રસાયણોનો ભારતનો સૌથી મોટો ઉત્પાદક એકમ છે.

*◆ઓક્સિજન ગેસ*
દેશના 11.48% ઓક્સિજનનું ઉત્પાદન ગુજરાત કરે છે. ગુજરાતમાં લીંબડી (સુરેન્દ્રનગર) ખાતેની 'ગુજરાત ઓક્સિજન લિ.' તથા નરોડા (અમદાવાદ) ખાતેની 'હિન્દુસ્તાન ઓક્સિજન ગેસ કંપની' જે ઓક્સિજન, નાઇટ્રોજન અને એસિટિલિનનું ઉત્પાદન કરે છે.

"નવીન ફ્લોરિન ઇન્ડસ્ટ્રીઝ", ભેસ્તાન (સુરત) ફ્લોરોકાર્બન, એલ્યુમિનિઅમ ફ્લોરાઈડનું ઉત્પાદન કરે છે.
ગુજરાતમાં સલ્ફયુરિક એસિડનું ઉત્પાદન દેશના 14.04% છે.

બરોડા રેયોન કારખાનું ઉધના, સુરત ખાતે આવેલું છે.
આદર્શ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, ઉધના સુપર ફોસ્ફેટ જેવા મિશ્ર ખાતરો બનાવે છે.

લેનેક્સેસ કંપની, ઝઘડિયા રબર કેમિકલ્સનું ઉત્પાદન કરે છે.
રાલીસ પેસ્ટીસાઈડ્સ, ભરૂચ
ડાયએમોનિયમ ફોસ્ફેટનો પ્લાન્ટ સિક્કા, જામનગર

*◆દવા બનાવવાના કારખાના*
અતુલ - વલસાડ
એલેમ્બિક - વડોદરા
કૅડિલા - મોરૈયા,સાણંદ

અતુલનું વલસાડ ખાતેનું કારખાનું જાણીતું છે.
ગુજરાત દેશના કુલ ઉત્પાદનના 40% કરતાં વધુ ડાયસ્ફટ ઉત્પન્ન કરે છે.

ડાઈઝના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

અતુલની સલ્ફર બ્લેક ડાઇ દેશમાં સૌથી વધુ વપરાતી ડાઇ (57% ગુજરાતમાં ઉત્પાદન)

*◆પેટ્રો-કેમિકલ્સ ઉદ્યોગ:-*
ગુજરાતમાં સૌપ્રથમ *વડોદરા નજીક કોયલી રિફાઇનરી* અને GSFCની સ્થાપના કરવામાં આવી.
ભારતનો સૌપ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ *"ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ."* (IPCL) 1969માં વડોદરા ખાતે સ્થાપવામાં આવ્યો.
IPCL દ્વારા ખેતીમાં પ્લાસ્ટિકના ઉપયોગ માટે "પ્લાસ્ટિકલ્ચર વિકાસ કેન્દ્ર" શરૂ કરવામાં આવ્યું.

*◆રાસાયણિક ખાતર :-*
1962માં વડોદરા પાસે બાજવા ખાતે GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ)ની સ્થાપના જે એશિયાનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું કારખાનું છે.
1981માં ભરૂચ પાસે નર્મદાનગર (ચાવજ) ખાતે GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કંપની)ની સ્થાપના જેનો યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.
IFFCO (Indian Farmers Fertilizers Co-operative / ભારતીય ખેડૂત સહકારી ખાતર ઉદ્યોગ મંડળ) રાસાયણિક ખાતરના કારખાના કલોલ અને કંડલા ખાતે આવેલા છે.
KRIBHCO (Krishak Bharati Co-operative) રાસાયણિક ખાતરનું હજીરા ખાતે આવેલું છે.
ગુજરાત દેશના 40.84% ફોસ્ફેરીક ફર્ટિલાઈઝરનું ઉત્પાદન કરે છે. તથા નાઇટ્રોજન યુક્ત ખાતર દેશના 29.21% ઉત્પાદન કરે છે.

*◆સિમેન્ટ ઉદ્યોગ:-*
ગુજરાત અબુંજા સિમેન્ટ લિ. અને ગુજરાત હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ - વડનગર (અબુંજાનગર), કોડીનાર , જિલ્લો:-ગીર સોમનાથ
નર્મદા સિમેન્ટ ફેકટરી - નર્મદાનગર , ભરૂચ
અલ્ટ્રાટેક સિમેન્ટ (આદિત્ય બિરલા ગ્રુપ )- કોવાયા તાલુકા-રાજુલા તથા બાબરકોટ, તાલુકા જાફરાબાદ જિલ્લો :- અમરેલી
"ગુજરાત હિમાલય સિમેન્ટ કંપની" - રાણાવાવ, જિલ્લો :- પોરબંદર
એસોસિએટેડ સિમેન્ટ કંપની - પોરબંદર
સિમેન્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ - સિદ્ધિગ્રામ, તાલુકો-સુત્રાપાડા, જિલ્લો :- ગીર સોમનાથ જે પોર્ટલેન્ડ તથા PPC (પોર્ટલેન્ડ પોઝાલા સિમેન્ટ)નું ઉત્પાદન કરે છે.

*◆સિરેમિક ઉદ્યોગ :-*
ગુજરાતમાં સૌપ્રથમ સિરેમિક ઉદ્યોગની સ્થાપના 1912માં થઈ.
1919માં મોરબીમાં પરશુરામ પોર્ટરીઝ સ્થપાઈ.આ ઉપરાંત થાનગઢમાં સેનિટરી વેર્સનું એકમ આવેલું છે.
મેંગલોરી નળિયાં, ફાયરબ્રિક્સ, ફ્લોરિંગ ટાઇલ્સ માટે મોરબી જાણીતું છે.

*◆હીરા ઉદ્યોગ:-*
નરોડા (અમદાવાદ), મકરપુરા (વડોદરા), સચિન (સુરત) ખાતે ડાયમંડ પાર્કની સ્થાપના કરવામાં આવી છે.

ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક વસાહતો ભરૂચમાં આવેલી છે.


*◆એન્જીનિયરિંગ ઉદ્યોગો:-*
એન્જીનિયરિંગ ઉદ્યોગનું કેન્દ્ર :- અમદાવાદ
કાપડ ઉદ્યોગની મશીનરી :- અમદાવાદ, સુરેન્દ્રનગર
ફાઉન્ડ્રિ ઉદ્યોગ :- અમદાવાદ અને રાજકોટ
જહાજ ભાંગવાનો ઉદ્યોગ :- અલંગ (ભાવનગર), સચાણા (જામનગર)
વોટર હિટર :- સુરત
ઇલેક્ટ્રિક ઘડિયાળ :- મોરબી
ઓટોમોબાઇલ પાર્ટ્સ :- નડિયાદ
બ્રાસ પાર્ટ્સ :- જામનગર
વિશિષ્ટ પ્રકારનું લેથ :- જામનગર
ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને ઇલેક્ટ્રોનિક મશીનરી :- વડોદરા
મેટ્રો રેલવેના કોચ :- સાવલી, વડોદરા
ડીઝલ એન્જીન :- રાજકોટ
ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડીઝલ એન્જીન :- કલોલ
બોબિન, મશીન ટુલ્સ :- ભાવનગર
ખેતીનાં યંત્રો :- જૂનાગઢ
સ્ટેનલેસ સ્ટીલ :- કંડલા
ઇલેક્ટ્રોનિક પંપ :- અમદાવાદ
સ્ટીલ પાઈપ :- વટવા, ચાંદખેડા (અમદાવાદ)

દેશનો સૌપ્રથમ ગેસ આધારિત "સ્પોન્જ આર્યન પ્લાન્ટ" એસ્સાર ગુજરાત દ્વારા હજીરા, સુરત ખાતે.

*◆સાઈકલ ઉદ્યોગ :-*
"ગુજરાત સાઈકલ્સ લિમિટેડ" વાઘોડિયા, વડોદરા (GIIC અને હીરો સાઇકલ્સના સંયુક્ત સહકારથી સ્થપેલ)

*◆મોટર વાહન ઉદ્યોગ:-*
"જનરલ મોટર્સ"(2003), જે ઓપેલ કાર, શેવરોલે, ટવેરા કાર બનાવે છે.

*◆નૅનો-ટાટા (2010) :-* સાણંદ (વિરમગામ)

*◆ફોર્ડ (2014) :-* સાણંદ

*◆ટર્બાઇન બનાવવાનું કારખાનું :-* ગુજરાત પ્રાઈમ મૂવર્સ, હાલોલ, પંચમહાલ

ગુજરાત સરકાર દ્વારા *"ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ લિ."* મકરપુરા, વડોદરા ખાતે એકમ આવેલું છે.
1974માં વડોદરા ખાતે ઇલેક્ટ્રોનિક્સ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા "ઇલેક્ટ્રોનિક્સ ટેસ્ટ અને વિકાસ કેન્દ્ર" સ્થાપવામાં આવ્યું હતું.

*◆જહાજ બાંધવાનો ઉદ્યોગ (શિપયાર્ડ) :-*
ABG જહાજવાડો (1985), દહેજ, જિલ્લો :- ભરૂચ
ધ મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મસ્કોટ શિપયાર્ડ, જૂનું ભાવનગર બંદર, જિલ્લો :- ભાવનગર
"પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશૉર એન્જી. કંપની લિ." પીપાવાવ, જિલ્લો :- અમરેલી

*🪨ગુજરાતના ખનીજ આધારિત ઉદ્યોગો🪨*

ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે
*✔️78%*

ગુજરાત દેશના કેટલા ટકા સોડાઍશનું ઉત્પાદન કરે છે
*✔️98%*

એલ એન્ડ ટીના સ્ટીલ સ્ટ્રક્ચરના કયા સ્થળના કારખાનામાં સબમરીન પાર્ટ્સ બનાવવામાં આવે છે
*✔️હજીરા*

કયા સ્થળે ગુજરાતમાં ડાયમંડ પાર્ક આવેલા છે
*✔️નરોડા (અમદાવાદ), મકરપુરા (વડોદરા) અને સચિન (સુરત)*

ગુજરાતમાં કયા સ્થળે "ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ લિ."નું એકમ આવેલું છે
*✔️મકરપુરા*

ગુજરાતમાં કયા સ્થળે "લકી સ્ટુડિયો" આવેલો છે
*✔️હાલોલ*

ગુજરાતમાં કયા સ્થળે "વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો" આવેલો છે
*✔️ઉમરગામ*

💥રણધીર💥
*અર્ધ સંરક્ષણ દળો*


*સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)*

સ્થાપના : 1939
વડુમથક : નવી દિલ્હી
1949 પહેલા તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ કહેવાતું હતું.
CRPF અંતર્ગત RAF (રેપીડ એક્શન ફોર્સ) ની સ્થાપના કરાઈ (1992)


*ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)*

સ્થાપના : ચીનના આક્રમણ પછી 1962માં
મુખ્યાલય: નવી દિલ્હી



*સશસ્ત્ર સીમા બલ (SSB)*

સ્થાપના : 1963
2003 પહેલા તેનું નામ સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું.
હાલમાં તે ભારત-નેપાળ તથા ભારત-ભૂટાન સીમા પર સેવાઓ આપે છે.
જેના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ અર્ચના રામાસુંદરમ છે.



*બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)*

સ્થાપના : 1965
મુખ્યાલય : નવી દિલ્હી
મુખ્ય કાર્ય : દુશ્મન સેનાના ઘૂસણખોરોને રોકવાનું



*સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)*

સ્થાપના : 1969
મુખ્યાલય: નવી દિલ્હી
મુખ્ય કાર્ય : કેન્દ્ર સરકારના ઔધોગિક એકમો કે ઉદ્યમોમાં કર્મચારીઓ અને સંપત્તિનું રક્ષણ કરવાનું.



*નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)*

સ્થાપના : 1984માં આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે
તેમાં બે ગ્રુપ હોય છે:
1.સ્પેશિયલ એક્શન ગ્રુપ (સેનાના કર્મચારીઓ હોય છે.)
2.સ્પેશિયલ ગ્રુપ (જે તે રાજ્ય પોલીસના કર્મચારીઓ હોય છે.)
NSGને સામાન્ય રીતે બ્લેક કેટ તરીકે ઓળખવામાં આવે છે.
માનેસર (હરિયાણા) ખાતે તેનું તાલીમ કેન્દ્ર આવેલું છે.



*આસામ રાઈફલ્સ*

સ્થાપના : 1835
મુખ્યાલય: શિલોન્ગ
આ દેશનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ છે.
મ્યાનમાર અને ચીન સરહદ પર કાર્યરત છે.
તે પૂર્વોત્તર પ્રહરી તથા પહાડી લોકોના મિત્ર તરીકે પણ ઓળખાય છે.



*ગૃહ રક્ષાવાહિની*

સ્થાપના : 1962
મુખ્ય કાર્ય : હવાઈ હુમલા,આગ,રોગચાળા દરમિયાન તથા પોલીસની મદદ કરવાનું


💥રણધીર 💥
*🚫ડિઝાસ્ટર મેનેજમેન્ટ full form🚫*

*NDMA* - National Disaster Management Authority

*NEC* - National Executive Committee

*NIDM* - National Institute of Disaster Management

*NDRF* - National Disaster Response Force

*SDMA* - State Disaster Management Authority

*DDMA* - District Disaster Management Authority.

💥 R.K.💥