સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🏑મેજર ધ્યાનચંદ🏑*

*જેમના નામે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અપાશે તે હોકીવીર ધ્યાનચંદ કોણ છે*

ઓલિમ્પિકમાં ભારતને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અપાવનારી એકમાત્ર પ્રતિભા.

જન્મ :- 29 ઓગસ્ટ, 1905ના રોજ અલ્હાબાદમાં

ધ્યાનચંદનું મૂળ નામ ધ્યાનસિંઘ હતું.

29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવાય છે.

'હોકીના જાદુગર' થી જાણીતા થયેલા.

વિક્ટોરિયા કોલેજ, ગ્વાલિયરમાંથી તેઓ સ્નાતક થયેલા.

માત્ર 17 વર્ષની ઉંમરે બ્રિટિશ આર્મીમાં જોડાઈ ગયા હતા.

1922માં તેમણે આર્મીમાંથી હોકી રમવાનું શરૂ કર્યું.

સુબેદાર મેજર તિવારીએ તેમના હાથમાં હોકી સ્ટીક પકડાવી હતી.

તેમની સ્પોર્ટ્સ ટેલેન્ટ જોઈને 1927માં લાન્સ નાયક બનાવી દેવામાં આવ્યા હતા.

તેમના ભાઈ રૂપસિંહ પણ તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમતા.

1928માં પહેલી વખત ભારતીય હોકી ટીમે એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. હોલેન્ડ સામેની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા 3 - 0 થી વિજેતા બની તેમાં બે ગોલ ધ્યાનચંદે ફટકાર્યા હતા.

1935માં ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલિયા અનવ ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી.ત્યાં એડીલેડમાં ડોન બ્રેડમેને કહેલું, બેટ્સમેન જેમ રન બનાવે તેમ ધ્યાનચંદ ગોલ ફટકારે છે.

લોસ એન્જલસમાં ઓલિમ્પિકમાં ફાઇનલ મેચમાં ભારત અને અમેરિકા વચ્ચે ટક્કર થઈ હતી.તેમાં ભારતીય ટીમે અમેરિકાને 24-01 થી હરાવી દીધી.

જર્મનીના હિટલરે ધ્યાનચંદને કહ્યું હતું કે હું તમને જર્મન સેનામાં કર્નલનું પદ આપીશ.જર્મની તરફથી હોકી રમો, ધ્યાનચંદે ઓફરનો સવિનય ઇનકાર કર્યો હતો.

ધ્યાનચંદના પુત્ર અશોક પણ હોકીના ખેલાડી હતા.

નેધરલેન્ડમાં ધ્યાનચંદની અસામાન્ય રમત જોઈને તેમની હોકી તોડીને ચેક કરવામાં આવી કે ક્યાંક તેમાં ચુંબક તો નથી ને?

💥®💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-10/08/2021 થી 15/08/2021🗞️*

9 ઓગસ્ટવિશ્વ આદિવાસી દિવસ

10 ઓગસ્ટવર્લ્ડ લાયન ડે (વિશ્વ સિંહ દિવસ) અને વિશ્વ જૈવ ઈંધણ દિવસ

ટોક્યો ઓલિમ્પિક 2020માં સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી કોણ છે
*✔️અમેરિકાનો સેલેબ ડ્રેસલ (સ્વિમિંગમાં 5 ગોલ્ડ મેડલ)*

લોકસભામાં OBC લિસ્ટમાં સુધારા માટે રાજ્યોને અધિકાર આપતું કેટલામું બંધારણીય સુધારા બિલ પાસ થયું
*✔️127મું*
*✔️તરફેણમાં 385 વિરુદ્ધ 0 મત*

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત ક્યાં કર્યું
*✔️નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક જીતનગર ખાતે*

હાલમાં જાપાનમાં આવેલ વાવાઝોડું
*✔️લ્યુપીટ*

એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દર વર્ષે કઈ તારીખે નીરજ ચોપરાના સન્માનમાં જેવલિન થ્રો ડે ઉજવશે
*✔️7 ઓગસ્ટ*

ગુજરાત રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને કેટલી થઈ
*✔️674*

12 ઓગસ્ટવર્લ્ડ એલીફન્ટ ડે

7 ઓગસ્ટવિશ્વ હાથશાળ દિવસ

9 ઓગસ્ટનાગાસાકી દિવસ

13 ઓગસ્ટવિશ્વ અંગદાન દિવસ

કેસરી કુસ્તી દંગલમાં કોણ વિજેતા બન્યા
*✔️ઉત્તરાખંડના લાભાંશુ શર્મા*

અમેરિકાના કુસ્તીબાજ જેમનું હાલમાં નિધન થયું
*✔️બોબી ઈટન*

ઈસરોએ શ્રીહરિકોટા ખાતે આવેલ સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી કયો ઉપગ્રહ લોન્ચ કર્યો જે નિષ્ફળ ગયો
*✔️GSLV-F10 EOS-03*
*✔️ઇસરોએ ફેબ્રુઆરી મહિનામાં બ્રાઝિલનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ એમેઝોનિયા-1 અને તેની સાથે 18 ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલ્યા હતા*

સબરીમાલા કેસમાં ચુકાદો આપનાર જસ્ટિસ જેઓ હાલમાં નિવૃત્ત થયા
*✔️રોહિંટન ફ્લી નરિમાન*
*✔️2015ના શ્રેયા સિંઘલ કેસમાં IT એક્ટની કલમ 66A નાબૂદ કરાઈ હતી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાહનને લગતી કઈ પોલિસી બનાવી
*✔️વાહન સ્ક્રેપિંગ પોલિસી*
*✔️જો જૂનું વાહન ભંગારમાં આપવાનું હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ લેવું પડશે*
*✔️નવી ખરીદી પર 15% ફાયદો*
*✔️1 ઓક્ટોબરથી નવી પોલિસી લાગુ*
*✔️ફિટનેસ 15 વર્ષ પછી દર વર્ષે આ સર્ટિફિકેટ લેવું પડશે*
*✔️મહત્તમ 3 વાર લઈ શકાશે*
*✔️વાહન સ્ક્રેપ કરવાનો દેશનો પ્રથમ પ્લાન્ટ અલંગમાં શરૂ થશે*

બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ બેડમિન્ટન એકેડેમી ક્યાં શરૂ કરશે
*✔️આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમ ખાતે*

પોલીથીન બેગની જાડાઈ 50 માઇક્રોનથી વધારી કેટલી કરવામાં આવી
*✔️120 માઇક્રોન*
*✔️1 જુલાઈ, 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ*

વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન કઈ બની
*✔️ટિકટોક*

તાજેતરમાં સુધા મૂર્તિનું નવું પુસ્તક પ્રકાશિત થયું તેનું શીર્ષક શું છે
*✔️હાઉ ધ અર્થ ગોટ ઈટ્સ બ્યુટી*

ઉત્તરાખંડ રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુક કરી
*✔️હોકી પ્લેયર વંદના કટારીયા*

જમ્મુ કાશ્મીરમાં સાયક્લોથોન આયોજિત કરવામાં આવી. જેનું શીર્ષક શું છે
*✔️પેડલ ફોર ડલ*

આંતરરાષ્ટ્રીય સેના ખેલ 2021ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે
*✔️રશિયા*

ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️મોહમ્મદ મોખબર*

ભારત અને UAE વચ્ચે તાજેતરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો જેનું શીર્ષક શું હતું
*✔️ઝાએદ તલવાર 2021*

72મો વન મહોત્સવ-2021
*✔️મારુતિનંદન વન*
*✔️સ્થળ :-કલગામ, તાલુકો:- ઉમરગામ જિલ્લો :- વલસાડ*

અમેરિકાના 'ઇન્ડિયાસ્પોરા' દ્વારા વિશ્વભરમાં ફેલાયેલા દાનવીરોની યાદી જાહેર કરાઈ.વિશ્વના ટોચના 100 પરોપકારી ભારતીય બિઝનેસમેનમાં મોખરે કોણ છે
*✔️ગૌતમ અદાણી*

દર વર્ષે 14 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલા થવાથી કયો દિવસ યોજવાની જાહેરાત કરી
*✔️વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ*

કયા મંદિરના પ્રસાદને તાજેતરમાં ફાઈવ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું જે દેશનું પ્રથમ મંદિર બન્યું
*✔️ઉજ્જૈનના મહાકાલ મંદિરનો પ્રસાદ લાડુ*

બોમ્બે હાઇકોર્ટે IT નિયમોમાં ડિજિટલ મીડિયા સંબંધિત કઈ બે જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો
*✔️કલમ 9 (1) અને 9 (3)*

ભેજવાળી જમીનને રક્ષિત કરવાના લિસ્ટમાં ગુજરાતના કયા બે સ્થળોને રામસર યાદીમાં સ્થાન અપાયું
*✔️મહેસાણાના થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણ તળાવ*
*✔️આ ઉપરાંત હરિયાણાના પણ બે સ્થળોને સ્થાન આપવામાં આવ્યું. સુલતાનપુર નેશનલ પાર્ક અને ભીંડાવાસ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીને સ્થાન આપવામાં આવ્યું.*
*✔️આમ, 2021 માં ભારતના કુલ ચાર સ્થળોને રામસર યાદીમાં સ્થાન આપવામાં આવ્યું*
*✔️1971માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર કર્યો હતો*

IIT જોધપુરે સૌથી ઓછા ખર્ચે વોટર પ્યુરીફિકેશન યુનિટનું નિર્માણ કર્યું.

તાજેતરમાં અનુપમ શ્યામ તથા કેરળના પ્રસિદ્ધ મૂર્તિકાર પી.એસ.બેનર્જીનું નિધન થયું.

💥રણધીર💥
*એશિયન રમતોત્સવ (એશિયાડ)*

એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે
*ભારતીય પ્રો.જી.ડી.સોંધી*

એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી
*1949માં દિલ્હીમાં*

એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે
*ચાર વર્ષે*

એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે
*ઝળહળતો સૂર્ય*

16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો
*મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*

17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો
*દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*

18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે
*ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*

17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું
*કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*

એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું
*1951માં દિલ્હી (ભારત)*

પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું
*51 મેડલ સાથે બીજા સ્થાને*

17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું
*હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*

18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે
*જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*

પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો
*11*


💥રણધીર💥
*🇮🇳આઝાદીનો અમૃત મહોત્સવ🇮🇳*

*🇮🇳દેશની સિદ્ધિઓની સૂત્રધાર 75 સંસ્થાઓ🇮🇳*

*1️⃣ચૂંટણી પંચ : લોકશાહીની રખેવાળ સંસ્થા*
✔️સ્થાપના :- જાન્યુઆરી 1950
✔️1951-52 માં લોકસભાની પહેલી ચૂંટણી યોજાઈ હતી

*2️⃣લોકસભા : દેશની સત્તામાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ*
✔️સ્થાપના :- એપ્રિલ 1952
✔️દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી 1952માં પુરી થઈ.
✔️17 એપ્રિલ-1952ના રોજ આઝાદ ભારતની લોકસભાનું પહેલું ઐતિહાસિક સત્ર મળ્યું.

*3️⃣રાજ્યસભા : સત્તાનું સંતુલન બનાવતી સભા*
✔️સ્થાપના :- 3 એપ્રિલ 1952
✔️રાજ્યસભાની પ્રથમ બેઠક 13 મી 1952ના રોજ મળી.
✔️આઝાદી પહેલાં રાજ્યસભાનું અસ્તિત્વ કાઉન્સિલ ઓફ સ્ટેટ નામથી હતું.

*4️⃣સુપ્રીમ કોર્ટ*
✔️સ્થાપના :- જાન્યુઆરી 1950
✔️28મી જાન્યુઆરી, 1950ના રોજ ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાનું નામકરણ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા થયું.
✔️સુપ્રીમ કોર્ટનું સૂત્ર :- યતો ધર્મસ્તતો જય:

*5️⃣આયોજન પંચ : સર્વાંગી વિકાસની રૂપરેખા તૈયાર કરનારી સંસ્થા*
✔️સ્થાપના :- 15મી માર્ચ 1950
✔️1951-52 થી 1955-56માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ પડી હતી.
✔️2014માં કેન્દ્ર સરકારે એ જ કાર્ય માટે નીતિ આયોગની સ્થાપના કરી.

*6️⃣હવામાન વિભાગ : દેશના વાતાવરણની તાસીર તપાસતી એજન્સી*
✔️સ્થાપના 1875
✔️1875માં સત્તાવાર રીતે જ ભારતીય હવામાન વિભાગની સ્થાપના થઇ અને હેનરી ફ્રાન્સિસ બ્લેનફર્ડ નામના જાણકારને આ વિભાગનું સંચાલન સોંપાયું.
✔️1944માં તેનું મુખ્યાલય દિલ્હીમાં ખસેડાયુ.

*7️⃣એએસઆઈ : સાંસ્કૃતિક ધરોહરની રખેવાળ સંસ્થા*
✔️સ્થાપના :- 1861
✔️ગુજરાતની કામગીરી વડોદરા સર્કલ અંતર્ગત થઈ રહી છે.

*8️⃣કેગ : સરકારના વહીવટો પર નજર રાખતી સંસ્થા*
✔️CAG :- કમ્ટ્રોલર ઇમદ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા
✔️સ્થાપના :- 1858
✔️ભારતના બંધારણની કલમ 148માં કેગને ખાસ અધિકારો મળ્યા છે.
✔️1971માં કાયદામાં ફેરફાર કરીને કેગને વધુ સત્તા અપાઈ હતી.

*9️⃣ઈસરો : અવકાશ તરફ ઉડાન*
✔️સ્થાપના :- ઓગસ્ટ 1969
✔️ચંદ્ર પર પાણી છે એ શોધી કાઢનારી ઈસરો વિશ્વની પ્રથમ સ્પેસ એજન્સી છે.
✔️ઈસરોએ 1975માં પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો.

*🔟ડીઆરડીઓ (DRDO - ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) :*
✔️સ્થાપના :- 1958
✔️સૂત્ર :- બલસ્ય મૂલં વિજ્ઞાનમ્ એટલે કે બળનું મૂળ વિજ્ઞાન છે.

*1️⃣1️⃣રિઝર્વ બેંક : ચલણી સિક્કા અને નોટો છાપવાનો સર્વોચ અધિકાર :*
✔️સ્થાપના :- જાન્યુઆરી 1949
✔️1935માં રિઝર્વ બેંકને ઊંચા મૂલ્યોની ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર અપાયો હતો.

*1️⃣2️⃣UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) : જાહેર સેવામાં ગુણવત્તાના ઊંચા ધોરણ*
✔️સ્થાપના :- ઓક્ટોબર 1926
✔️1926માં ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન નામથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી.

*1️⃣3️⃣જીએસઆઈ (જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા) : પૃથ્વીના પેટાળમાં પરીક્ષણ*
✔️સ્થાપના :- માર્ચ 1851

*1️⃣4️⃣નેશનલ આર્કાઈવ્ઝ : દેશની રેકોર્ડ બુક*
✔️સ્થાપના :- 1891
✔️1891માં ઈમ્પિરિયલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટના નામથી તેનો પ્રારંભ થયો.
✔️સરકારી રેકોર્ડ્સ આ સંસ્થા સંભાળે છે.
✔️આ સંસ્થામાં 1848થી દસ્તાવેજો સાચવવામાં આવ્યા છે.

*1️⃣5️⃣ઇન્ટેલિજન્સ બ્યુરો*
✔️સ્થાપના :- ઓગસ્ટ 1947
✔️તેની સ્થાપના 1887માં થઈ હતી, પરંતુ એક ગુપ્તચર તંત્રને હોય એવું માળખું તેને 1909માં આપવામાં આવ્યું. તે વખતે તેનું નામ હતું : ઇન્ડિયન પોલિટિકલ ઇન્ટેલિજન્સ ઓફીસ
✔️તેનું સૂત્ર છે : જાગૃતં અહર્નિશ

*1️⃣6️⃣યુજીસી (UGC - યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ)*
✔️સ્થાપના :- ડિસેમ્બર 1953
✔️આઝાદી પછી 1948-49માં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની આગેવાનીમાં યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના કરવામાં આવી હતી.
✔️કેન્દ્ર સરકારે 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનો ઠરાવ પસાર કર્યો હતો.
✔️1956માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ પસાર કરીને ફંડ ફાળવવામાં આવ્યું હતું.

*1️⃣7️⃣ભૂમિદળ : Motto :- સર્વિસ બીફોર સેલ્ફ*
✔️સ્થાપના :- 1895
✔️બ્રિટિશ ઇન્ડિયન આર્મીના નામથી 1858માં લશ્કરની આ પાંખ અસ્તિત્વમાં આવી હતી.
✔️કે.એમ.કરિઅપ્પાએ અંગ્રેજ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી 15 જાન્યુઆરી 1949ના દિવસે આર્મીનો ચાર્જ સંભાળ્યો હતો.એ દિવસે જ બ્રિટિશ ઇન્ડિયન આર્મીનું નામકરણ ઇન્ડિયન આર્મી થયું.એ દિવસે દર વર્ષે આર્મી દિવસ મનાવવામાં આવે છે.

*1️⃣8️⃣નૌકાદળ : Motto - શં નો વરુણ: એટલે કે વરુણદેવ કલ્યાણ કરે!*
✔️સ્થાપના :- જાન્યુઆરી 1950

*1️⃣9️⃣વાયુદળ : મુદ્રાલેખ - નભઃ સ્પૃશં દીપ્તમ્*
✔️સ્થાપના - ઓક્ટોબર 1932

*2️⃣0️⃣NDRF - નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ*
✔️સ્થાપના - 2006
✔️સૂત્ર :- આપદા સેવા સદૈવ
✔️2005માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પસાર થયો.
✔️NDRFની 13 બટાલિયન છે.

*2️⃣1️⃣CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) : સંરક્ષણ અને સુરક્ષા*
✔️સ્થાપના -10 માર્ચ 1969
*2️⃣2️⃣સેન્ટ્રલ વિજિલન્સ કમિશન : કૌભાંડો સામે લાલ આંખ*
✔️સ્થાપના :- 1964
✔️સરકારમાં થતાં ભ્રષ્ટાચારને રોકવા માટે આ એજન્સીની સ્થાપના થઈ હતી.
✔️2003માં સંસદમાં કાયદો બનાવીને આ સંસ્થાને વધુ સત્તા અપાઈ.
✔️આવી એજન્સી સ્થાપવાની ભલામણ સંથાનમ સમિતિએ 1962માં કરી હતી.

*2️⃣3️⃣એનસીસી (NCC)*
✔️સ્થાપના :- એપ્રિલ 1948
✔️સૂત્ર :- એકતા અને અનુશાસન

*2️⃣4️⃣IDSA (ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ) : સંરક્ષણ ક્ષેત્રની થિંક ટેન્ક*
✔️સ્થાપના :- નવેમ્બર 1965

*2️⃣5️⃣એનએચબી (નેશનલ હાઉસિંગ બેંક) : હાઉસિંગ ફાયનાન્સની રેગ્યુલેટરી એજન્સી*
✔️સ્થાપના :- જુલાઈ 1988
✔️હાઉસિંગ લોનમાં સર્વોચ્ચ સરકારી સંસ્થા છે.

*2️⃣6️⃣એક્ઝિમ બેંક : આયાત-નિકાસ પર નિયમ*
✔️સ્થાપના :- 1982

*2️⃣7️⃣પોલીસ ફોર્સ : અનેકવિધ જવાબદારી ઉપાડતી એજન્સી*
✔️સ્થાપના :- 1948
✔️1906માં ઇમ્પિરિયલ પોલીસના નામે આ એજન્સી શરુ થઈ હતી, પરંતુ 1948માં ઇન્ડિયન પોલીસ સર્વિસના નવા નામકરણ સાથે તેને ઓલ ઇન્ડિયા સર્વિસનો ભાગ બનાવાઈ હતી.

*2️⃣8️⃣કોસ્ટગાર્ડ : દરિયાકાંઠાનું સુરક્ષા કવચ*
✔️સ્થાપના :- ફેબ્રુઆરી - 1977
✔️1978માં સંસદના બંને ગૃહોમાં કોસ્ટગાર્ડ એક્ટ પસાર થયો હતો.

*2️⃣9️⃣FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)*
✔️સ્થાપના : ઓગસ્ટ - 2011
✔️2006માં કાયદો પસાર થયો હતો.
✔️મુખ્યાલય :- દિલ્હી

*3️⃣0️⃣ટ્રાઈ (TRAI - ધ ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા) : કોમ્યુનિકેશન રેગ્યુલેટરી*
✔️સ્થાપના - ફેબ્રુઆરી 1997
✔️2000માં ટ્રાઈ એક્ટમાં સુધારો કરાયો હતો.

*3️⃣1️⃣ડીએમઆઈ (ડિરેકટોરેટ ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેકશન) : કૃષિ પ્રોડક્ટનો માપદંડ*
✔️સ્થાપના :- 1937
✔️કૃષિને લગતી ચીજવસ્તુઓને એગમાર્ક આપે છે.

*3️⃣2️⃣ઈરડા (IRDA - ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ) : પોલિસીની રેગ્યુલેટરી બોડી*
✔️સ્થાપના :- 1999
✔️1999માં મલ્હોત્રા કમિટીએ આવી રેગ્યુલેટરી ઓથોરિટી સ્થાપવાની ભલામણ કરી હતી.

*3️⃣3️⃣બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ): પ્રોડક્ટનો માપદંડ*
✔️સ્થાપના :- ડિસેમ્બર 1986
✔️ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન (ISI) ના નામથી 1986માં તેની સ્થાપના થઇ.
✔️2016માં BIS નામકરણ કરાયું.
✔️હેડક્વાર્ટર :- દિલ્હી

*3️⃣4️⃣સેબી (SEBI - ધ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) : રોકાણકારોની સલામતી*
✔️સ્થાપના :- જાન્યુઆરી 1992
✔️આમ તો તેની શરૂઆત 1988થી જ થઈ ગઈ હતી, પરંતુ તેને કાયદાકીય બનાવતો એક્ટ 1992માં પસાર થયો હતો.

*3️⃣5️⃣નાબાર્ડ (NABARD - નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) : ગ્રામીણ બેન્કની વડી સંસ્થા*
✔️સ્થાપના :- 1982

*3️⃣6️⃣સીડબી (સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા):*
✔️સ્થાપના :- એપ્રિલ - 1990

*3️⃣7️⃣માહિતી આયોગ (માહિતી અધિકારનો કાયદો) : નાગરિકોના માહિતી અધિકારનું જતન*
✔️સ્થાપના : 2005
✔️સંસ્થામાં એક મુખ્ય માહિતી કમિશ્નર અને 10 માહિતી કમિશ્નર કાર્ય કરે છે. એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.

*3️⃣8️⃣પ્રસાર ભારતી : સાંસ્કૃતિક અદાન-પ્રદાન*
✔️સ્થાપના :- નવેમ્બર 1997
✔️ઓલ ઇન્ડિયા રેડિયો-આકાશવાણીની શરૂઆત ભારતમાં 1927માં થઈ હતી.
✔️દૂરદર્શનનો પ્રારંભ 1959માં થયો.
✔️આખરે પ્રસાર ભારતી એક્ટ પસાર કરીને 1997માં ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનો હવાલો પ્રસાર ભારતીને સોંપવામાં આવ્યો હતો.

*3️⃣9️⃣સાહિત્ય અકાદમી : સાહિત્યની પ્રોત્સાહક સંસ્થા*
✔️સ્થાપના :- માર્ચ 1954
✔️નવી દિલ્હીમાં રવીન્દ્ર ભવનમાં આ સંસ્થાનું મુખ્યાલય આવેલું છે.

*4️⃣0️⃣માનવ અધિકાર (નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન):*
✔️સૂત્ર :- સર્વે ભવન્તુ સુખિન (બધા સુખી થાવ)
✔️સ્થાપના :- ઓક્ટોબર 1993

*4️⃣1️⃣આન્સી (એંથ્રોપોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા) : માણસનું સાંસ્કૃતિક કનેક્શન શોધતી સંસ્થા*
✔️સ્થાપના :- 1945
✔️મુખ્યાલય :- કોલકાતા

*4️⃣2️⃣એનસીડબલ્યુ (NCW - નેશનલ કમિશન ફોર વુમન) : મહિલાઓ મુદ્દે ચર્ચા*
✔️સ્થાપના :- જાન્યુઆરી 1992

*4️⃣3️⃣એનસીપીસીઆર (NCPCR)*
✔️સ્થાપના :- માર્ચ 2007
✔️છ સભ્યોની સમિતિ આ સંસ્થાનું સંચાલન કરે છે.

*4️⃣4️⃣એનસીપી : (NCP-નેશનલ પોપ્યુલેસન કમિશન)*
✔️સ્થાપના :- 2000
✔️વડાપ્રધાન આ કમિશનના ચેરમેન હોય છે.

*4️⃣5️⃣ICCR : (ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન) : ભારત બહાર સાંસ્કૃતિક અદાન-પ્રદાન*
✔️સ્થાપના :- એપ્રિલ 1950
✔️હેડક્વાર્ટર :-નવી દિલ્હી
✔️ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના પ્રયાસોથી આ સંસ્થા બની.

*4️⃣6️⃣સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા : દેશની સર્વોચ્ચ સ્પોર્ટ્સ બોડી*
✔️સ્થાપના :- 1984

*4️⃣7️⃣NMMA (નેશનલ નિશન ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ એન્ટિક્વિટીસ) : જીવંત સાંસ્કૃતિક વારસાની જાળવણી*
✔️સ્થાપના - 2007

*4️⃣8️⃣ઇપીએફ : (સામાજિક સુરક્ષા સંસ્થા) કર્મચારીઓનું ભવિષ્ય*
✔️સ્થાપના : માર્ચ-1952

*4️⃣9️⃣લલિત કલા અકાદમી : લલિત કલાની જાળવણી*
✔️સ્થાપના- ઓગસ્ટ 1954
✔️નવી દિલ્હીમાં રવીન્દ્ર ભવનમાં
*5️⃣0️⃣સીએસઆઈઆર (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ) : વિજ્ઞાનનું સર્વાંગી સંશોધન*
✔️સ્થાપના - સપ્ટેમ્બર 1942

*5️⃣1️⃣નમામિ (નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રીપ્ટ): હસ્તપ્રતોનો ડેટાબેઝ*
✔️સ્થાપના : ફેબ્રુઆરી - 2003

*5️⃣2️⃣સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ : દવાના અસરકારક પ્રયોગ*
✔️સ્થાપના : 1951
✔️હેડક્વાર્ટર :- લખનઉ

*5️⃣3️⃣મેડિકલ કાઉન્સિલ : સ્વાસ્થ્યના માપદંડો બનાવતી સંસ્થા*
✔️સ્થાપના : 1933
✔️1956માં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ પસાર કરીને તેને કાયદાકીય સ્ટેટ્સ આપવામાં આવ્યું હતું.
✔️2020માં આ સંસ્થાને વિખેરી નાખવામાં આવી હતી. તેના સ્થાને નવી સંસ્થા નેશનલ મેડિકલ કમિશન અસ્તિત્વમાં આવી હતી.

*5️⃣4️⃣એનએસડી (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા) : નાટ્યકલાને પ્રોત્સાહન*
✔️સ્થાપના - 1959
✔️મુખ્યાલય - દિલ્હી

*5️⃣5️⃣FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા) : ફિલ્મ સર્જકો સર્જતી સંસ્થા*
✔️સ્થાપના - 1960
✔️પુણેમાં આ સંસ્થા આવેલી છે.

*5️⃣6️⃣એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) : ફિલ્મોને ફંડ આપતી એજન્સી*
✔️સ્થાપના - 1975

*5️⃣7️⃣એનસીસીડી (નેશનલ સેન્ટર ફોર કોલ્ડ ચેઇન ડેવલપમેન્ટ)*
✔️સ્થાપના - 2012

*5️⃣8️⃣ઓટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયા : પરમાણુ સજ્જતા આપનારી સંસ્થા*
✔️સ્થાપના : ઓગસ્ટ - 1948
✔️1958માં સરકારે વિશેષ કાયદો બનાવીને આ કમિશનને વધુ સત્તા આપી હતી.
✔️1983માં ઓટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની સ્થાપના પણ કરવામાં આવી હતી.

*5️⃣9️⃣બીસીએએસ (ધ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી) : નાગરિક ઉડ્ડયનની સુરક્ષા*
✔️સ્થાપના : જાન્યુઆરી - 1978

*6️⃣0️⃣આઈસીએઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ) : કૃષિ અંગેના સંશોધનો*
✔️સ્થાપના : જુલાઈ - 1929
✔️2006માં બર્ડ ફ્લૂ વેક્સિન આ સંસ્થાએ વિકસાવી હતી.

*6️⃣1️⃣આરડીએસઓ (રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન) : રેલવેની સલાહકાર સમિતિ*
✔️સ્થાપના : 1957

*6️⃣2️⃣એનએચએઆઈ (NHAI) : દેશના માર્ગો પર નજર*
✔️સ્થાપના : 1995
✔️1988માં આ સંસ્થા બનાવવા માટે કાયદો પસાર થયો હતો.

*6️⃣3️⃣આઈઆઈએમ : મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ એજ્યુકેશન*
✔️સ્થાપના : 1961
✔️સૌપ્રથમ 1961માં કોલકાતા અને અમદાવાદ એમ બે શહેરોમાં IIM શરૂ થઈ હતી.
✔️2016માં જમ્મુમાં IIM શરૂ થઈ હતી.

*6️⃣4️⃣IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) : ટેકનોલોજીના એક્સપર્ટ આપનારી સંસ્થા*
✔️સ્થાપના - 1951
✔️સરકારે IIT એક્ટ પસાર કરીને 1951માં ખડગપુરમાં પ્રથમ IIT બનાવી હતી.

*6️⃣5️⃣આધાર (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા - UIDAI) : દેશને ખાસ ઓળખ આપનારી એજન્સી*
✔️સ્થાપના - જાન્યુઆરી 2009
✔️ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન વિભાગ હેઠળ કાર્યરત
✔️12 આંકડાનો યુનિક નંબર
✔️આધારકાર્ડ વિશ્વની સૌથી વિશાળ બાયોમેટ્રિક્સ આઈડી સિસ્ટમ ગણાય છે.

*6️⃣6️⃣સીએસઓ (સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓફીસ) : આંકડાકીય માહિતીનો સંગ્રહ*
✔️સ્થાપના 1951
✔️CSO સરકારી આંકડા માટે જવાબદાર છે.

*6️⃣7️⃣ક્યુસીઆઈ (ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) : સ્વદેશી પ્રોડક્ટની ગુણવત્તા સુધરી*
✔️સ્થાપના - 1997

*6️⃣8️⃣સીએફએસઆઈ (CFSI) : બાળકોની ફિલ્મોને મહત્વ મળ્યું*
✔️સ્થાપના - 11 મે 1955

*6️⃣9️⃣એફઆઈઆર (ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) : વૈન્યસૃષ્ટિનો વૈજ્ઞાનિક અભિગમ*
✔️સ્થાપના - 1906
✔️પર્યાવરણનું સંશોધન કરતી દેશની સૌથી જૂની સંસ્થા છે.
✔️દહેરાદૂનમાં આવેલી છે.

*7️⃣0️⃣IIP (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજીંગ)*
✔️સ્થાપના - 1966
✔️Motto - પેકેજીંગ ફોર બેટર લિવિંગ

*7️⃣1️⃣IIMC : માસ મીડિયા એજ્યુકેશન*
*✔️સ્થાપના - ઓગસ્ટ 1965

*7️⃣2️⃣એસટીપીઆઈ (સોફ્ટવેર ટેકનોલોજી પાર્કસ ઓફ ઇન્ડિયા) : સોફ્ટવેરની નિકાસ*
✔️સ્થાપના - 1991

*7️⃣3️⃣જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)કાઉન્સિલ : એક દેશ , એક ટેક્સની શરૂઆત*
✔️સ્થાપના - જુલાઈ 2016
✔️GST 2017થી લાગુ થયો.

*7️⃣4️⃣સીસીઆઈ (કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા) : તંદુરસ્ત સ્પર્ધાને ઉત્તેજન*
✔️સ્થાપના - ઓક્ટોબર 2003
✔️2002માં કોમ્પિટિશન એક્ટ પસાર થયો હતો.

*7️⃣5️⃣આરએનઆઈ (રજીસ્ટર ઓફ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા) : પ્રકાશન સંસ્થાઓની નોંધણી*
✔️સ્થાપના - જુલાઈ 1956
✔️1953માં પહેલું પ્રેસ કમિશન બનાવવામાં આવ્યું હતું.

*🗞️ગુજરાત સમાચાર : રવિપૂર્તિ🗞️*

💥રણધીર💥
*રક્ષાબંધન*

મહારાષ્ટ્ર રાજ્યમાં રક્ષાબંધનને *'નાળિયેરી પૂર્ણિમા'* તરીકે ઓળખવામાં આવે છે.

જમ્મુમાં રક્ષાબંધનમાં મુખ્ય પરંપરા પતંગ ઉડાડવાની છે.પતંગની દોરીને અહીં *'ગટ્ટુ દોર'* કહેવામાં આવે છે.

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આ શુભ દિવસને *'ઝુલન પૂર્ણિમા'* કહેવામાં આવે છે.

નેપાળમાં રક્ષાબંધનના તહેવારના બે નામ છે, અને તે છે *'દોરો'* અને *'જનાઈ પૂર્ણિમા'*.

હરિયાણામાં રક્ષાબંધનના તહેવારને *'સલોનો'* કહેવામાં આવે છે.

રાખડીનો સૌથી જૂનો ઇતિહાસ સંવત 300નો આસપાસનો છે.તે સમય દરમિયાન ભારત પર એલેક્ઝાન્ડર દ્વારા કરવામાં આવ્યું હતું. એ સમયે રાજા પુરૂ ખૂબ આક્રમકતા સાથે લડી રહ્યા હતા. તેથી એલેક્ઝાન્ડરની પત્ની રોકસાનાએ રાજા પુરૂને એક પવિત્ર દોરો એટલે કે રાખડી મોકલી અને વિનંતી કરી કે યુદ્ધમાં તેના પતિને નુકસાન ન પહોંચાડે.

મધ્યકાલીન યુગમાં જ્યારે રાજપૂતો મુઘલો સામે લડી રહ્યા હતા ત્યારે ચિત્તોડની રાણી કર્ણાવતીએ શાંતિ અને સંવાદિતા સાધવાના પ્રયાસમાં શક્તિશાળી બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી.

ઇ.સ.1905માં બ્રિટિશ સામ્રાજ્યએ બંગાળ રાજ્યને જાતિ અને ધર્મના આધારે વિભાજીત કરવાનું નક્કી કર્યું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે દરેક જાતિઓ વચ્ચેના બંધનને મજબૂત કરવા માટે રાખડીની ઉજવણીની શરૂઆત કરી અને સૌને અંગ્રેજો સામે એક થવા માટેનો સંદેશો આપ્યો.

💥💥
1.ઈકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો
*✔️એન્સ્ર્ટ હેકેલ*

2. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં અદમ્ય સાહસ બતાવનારા લોકોને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે
*✔️અમૃતાદેવી બિશ્નોઈ પુરસ્કાર*

3. કયા શહેરને ટાઇગર ગેટ વે ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે
*✔️નાગપુર*

4.ખાસ જંગલી ગધેડાઓ માટે ભારતમાં પ્રસિદ્ધ અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*✔️ગુજરાત*

5.ધ્વનિમાપન કરવામાં આવે છે....
*✔️ડેસીબલ*
*ભારતના આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક*

*નવા નિમાયેલા રાજ્યપાલો👇🏾*

*1️⃣મધ્યપ્રદેશશ્રી મંગુભાઈ છગનભાઈ પટેલ (ગુજરાતના)*

*2️⃣કર્ણાટકશ્રી થાવરચંદ ગેહલોત*

*3️⃣મિઝોરમશ્રી હરિબાબુ કમભમપતિ*

*4️⃣હિમાચલ પ્રદેશશ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર*

*બદલી કરી નવા નિમાયેલા રાજ્યપાલશ્રીઓ👇🏾*

*5️⃣ગોવાશ્રી પી.એસ.શ્રીધરન*
*✔️પહેલા મિઝોરમના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

*6️⃣ત્રિપુરાશ્રી સત્યદેવ નારાયણ આર્ય*
*✔️પહેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

*7️⃣ઝારખંડશ્રી રમેશ બઇસ*
*✔️પહેલા ત્રિપુરાના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

*8️⃣હરિયાણાશ્રી બંડારૂ દત્તાત્રેય*
*✔️પહેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16/08/2021 થી 25/08/2021🗞️*

અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદેન્દ્ર ટંડન 120 લોકો સાથે કયા વિમાનમાં જામનગર આવ્યા
*✔️એરફોર્સનું ગ્લોબમાસ્ટર*

દેશનું પ્રથમ સોલાર વિલેજ જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
*✔️મોઢેરા*

ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલીને કયું નામ આપવામાં આવશે
*✔️હરિગઢ*
*✔️મૈનપુરીનું નામ બદલીને મયનનગરી અને ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવામાં આવશે*
*✔️અગાઉ અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ આયોધ્યા કરવામાં આવ્યું હતું*

19 ઓગસ્ટવર્લ્ડ ફોટોગ્રાફી ડે

દેશમાં વાઘની સંખ્યા કેટલી છે
*✔️2967*
*✔️સિંહની સંખ્યા - 674*

વર્લ્ડ જુનિયર કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં ચાલી રહી છે
*✔️રશિયા*

20 ઓગસ્ટવિશ્વ મચ્છર દિવસ

હરિયાણા રાજ્ય સરકારે કયા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો
*✔️ગોરખધંધા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે ભારત સરકારની પ્રસાદમ યોજના અંતર્ગત સમુદ્ર કિનારે કેટલા કિમી. લાંબા વોક વે નું ઉદ્દઘાટન કર્યું
*✔️1.48 કિમી.*
*✔️અહલ્યાબાઈ મંદિરમાં વિકાસકામના ખાતમુહૂર્ત કર્યું*
*✔️પાર્વતી માતાજી મંદિરનું ભૂમિપૂજન કર્યું*

દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક વાહન હાઈ વે કયો બન્યો
*✔️દિલ્હી-ચંદીગઢ*

ટોક્યો પેરાલિમ્પિકમાં 2020માં ભારતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો
*✔️9 રમતમાં 54 ખેલાડી*
*✔️પેરાલિમ્પિકમાં શોટપૂટ ખેલાડી ટેક ચંદ ભારતીય ટીમના ધ્વજવાહક બન્યા*
*✔️ભારતે 1968થી પેરાલિમ્પિકમાં ભાગ લેવાનું શરૂ કર્યું*
*✔️1972માં હેડલબર્ગ, જર્મનીમાં યોજાયેલી પેરાલિમ્પિકમાં ભારતના મુરલીકાન્ત પેટકરે 50 મી. ફ્રી સ્ટાઇલમાં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.*

IPS સહિત પેરા મિલિટરી દળોમાં દિવ્યાંગોની કેટલા ટકા અનામત નાબૂદ કરવામાં આવી
*✔️4%*

તાજેતરમાં મેક્સિકોમાં આવેલ વાવાઝોડું
*✔️ગ્રેસ*

ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️કલ્યાણસિંહ*
*✔️જન્મ :- 5 જાન્યુઆરી, 1932*
*✔️જન્મસ્થળ :- અલીગઢનું મધૌલી ગામ*
*✔️નિધન :- 21 ઓગસ્ટ, 2021*
*✔️ઉત્તર પ્રદેશના બે વખત મુખ્યમંત્રી બન્યા હતા*
*✔️2014 થી 2019 રાજસ્થાનના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી*

ભારતનો સૌપ્રથમ સ્મોગ ટાવર ક્યાં ઉભો કરાયો
*✔️દિલ્હી*

21 ઓગસ્ટવિશ્વ વરીષ્ઠ નાગરિક દિવસ

ભારતે રશિયા પાસેથી કઈ રાઇફલ ખરીદવા સોદો કર્યો
*✔️AK-103 એસોલ્ટ રાઇફલ*

કયા સ્ટેડિયમનું નામ નિરજ ચોપરાના નામ પરથી ઘોષણા કરવામાં આવી છે
*✔️પુણે સ્ટેડિયમ*

ભૂવિજ્ઞાન ક્ષેત્રે સહયોગ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી
*✔️અમેરિકા*

20 ઓગસ્ટઅક્ષય ઊર્જા દિવસ

કેન્દ્ર સરકારે બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનો ડેટાબેઝ જાળવવા કયું પોર્ટલ લોન્ચ કરશે
*✔️ઈ-શ્રમ*

રશિયાની કઈ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ભારત ખરીદશે
*✔️એસ-400*
*✔️રશિયાનું યુદ્ધજહાજ ક્રિવાક 2023 સુધી મળશે*

ભારત કયા દેશ પછી વિશ્વની બીજા નંબરની વનસ્પતિ જર્મ પ્લાઝમા બેંક સ્થાપી
*✔️જાપાન*

પાકિઝા ક્રિકેટ લીગનું આયોજન કયા દેશમાં થવાનું છે
*✔️અફઘાનિસ્તાન*

કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને રેલવે, હાઇવે, એરપોર્ટનો હિસ્સો વેચવા નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન (MNP) લોન્ચ કરી.

તાજેતરમાં જાણીતા એથ્લેટીક્સ કોચ ઓમ નામ્બિયારનું નિધન થયું.

💥રણધીર💥
*📚રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી📚*

*📚આ વર્ષે (2021)ઝવેરચંદ મેઘાણીનું 125મું જન્મવર્ષ*

*🖋️જન્મ:-28 ઓગસ્ટ, 1896, ચોટીલા*

*🖋️માતા :- ધોળીબાઈ*

*🖋️પિતા :- કાળીદાસ*

*🖋️પત્ની :- દમયંતીબહેન , ચિત્રાદેવી*

*🖋️અભ્યાસ :- બી.એ. (સંસ્કૃત), શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર*

*🖋️વ્યવસાય :- સંપાદક, સાહિત્યકાર, નાટ્યકાર, કવિ, લેખક, લોકસાહિત્યના સંશોધક*

*🖋️હુલામણું નામ :- દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો*

*🖋️સર્જન :-👇🏾*
*🖋️પ્રથમ કૃતિ :- કુરબાનીની કથાઓ*
*🖋️સંકલન :- સૌરાષ્ટ્રની રસધાર*
*🖋️પ્રથમ કાવ્યસંગ્રહ :- વેણીનાં ફૂલ, 1926*
*🖋️4 નાટ્યસંગ્રહ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઈતિહાસ કથા, 13 જીવનચરિત્ર*

*🖋️સિદ્ધિ :- રણજિતરામ સુવર્ણચંદ્રક, 1928*
*🖋️ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા, 1930*
*🖋️કૃતિ 'માણસાઈના દીવા' ને મહીડા પારિતોષિક, 1946*

*🖋️ખિતાબ :- રાષ્ટ્રીય શાયર*

*🖋️અવસાન :- 9 માર્ચ, 1947 (50 વર્ષ), બોટાદ*

*📚વિશેષ :-👇🏾*
'છેલ્લો કટોરો' કાવ્ય સંપાદકના પ્રેસમાં એક કલાકમાં લખાયું, જે અમૃતલાલ શેઠે મુંબઈ મોકલ્યું હતું.

દાંડી કૂચ અને ધોલેરા સત્યાગ્રહ નિમિત્તે મેઘાણી રચિત દેશભક્તિના 15 ગીતોનો સંગ્રહ પ્રકાશિત થયો - 'સિંધુડો'. જે બ્રિટિશ સરકારે આ સંગ્રહને જપ્ત કર્યો હતો.

'ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન' ગાંધીનગરમાં નિર્મિત થશે.

જન્મભૂમિ ચોટીલામાં મેઘાણી મ્યુઝિયમ બનશે.

મેઘાણીના બીજા પત્ની ચિત્રાદેવી નેપાળના હતા.

14 વર્ષની હીરબાઈની 'ચારણ કન્યા' વાળી ઘટના 1928ના વર્ષમાં બની હતી.

ઝવેરચંદ મેઘાણીને કુલ નવ સંતાનો હતા.


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 26/08/2021 થી 29/08/2021🗞️*

ઉત્તરાખંડ રાજ્યએ કળા, પ્રવાસ અને સંસ્કૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યો
*✔️ઇન્ડિયન આઈડલ-12 ના વિજેતા પવનદીપ રાજન*

23 ઓગસ્ટઆંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર નિર્મૂલન દિવસ

આજીવિકા સહાયતા યોજના કયા રાજયમાં શરૂ કરવામાં આવી
*✔️મણિપુર*

કયા રાજ્યની સરકારે રમત-ગમત ક્ષેત્રે મોટાભાગે પ્રતિભાખોજ અભિયાન શરૂ કર્યું
*✔️મધ્યપ્રદેશ*

અયોધ્યાની એક સડકને કોનું નામ આપવામાં આવ્યું
*✔️કલ્યાણસિંહ*

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી ચેરમેન કોણે બનાવાયા
*✔️અજીજુલ્લાહ ફજલી*

ભારતનું સર્વપ્રથમ આલ્કોહોલ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું
*✔️ગોવા*

દેશનું સૌથી ઊંચું હર્બલ ગાર્ડન કયા રાજ્યમાં બનાવવાંમાં આવ્યું
*✔️ઉત્તરાખંડ*

IPLમાં રમનારા સિંગાપોરના પ્રથમ ક્રિકેટર કોણ છે
*✔️ટીમ ડેવિડ*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે સેફ સિટીઝ ઇન્ડેક્સ 2021 હેઠળ દુનિયાના 60 સૌથી સુરક્ષિત શહેરની યાદી જાહેર કરી. જેમાં દુનિયાનું સૌથી સુરક્ષિત કયું શહેર ટોપ પર છે
*✔️ડેન્માર્કની રાજધાની કોપનહેગન*
*✔️દિલ્હી 48મા અને મુંબઈ 50મા સ્થાને*
*✔️ડિજિટલ સુરક્ષામાં સિડની અને હેલ્થમાં ટોક્યો પ્રથમ સ્થાને*

ગુજરાત હાઈકોર્ટના કયા બે જસ્ટિસની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા
*✔️ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી*
*✔️જસ્ટિસ બેલા ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરાઈ*

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ કરાઈ
*✔️પંકજકુમાર*

શુગર કો-ઓપરેટિવ્સને નિર્દિષ્ટ મંડળીમાંથી બાકાત કરતો કયો કાયદાકીય સુધારો રદ કરવામાં આવ્યો
*✔️કલમ 74C*

આમ્ર્ડ ફોર્સ મેડિકલ સર્વિસીઝ (AFMS)ના પ્રથમ મહિલા ડીજી કોણ બન્યા
*✔️શીલા સામંતા મથાઈ*

ઝવેરચંદ મેઘાણી ગુજરાત સાહિત્ય અકાદમી ભવનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-ખાતમુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું
*✔️ગાંધીનગર*

ભારતીય વાયુ સેના (IAF) કયા દેશ પાસેથી 70 હજાર એકે-103 અસોલ્ટ રાઇફલ ખરીદશે
*✔️રશિયા*

કયા દેશમાં આવેલા 'ટ્રેન એ લાન્સ નૂબ્સ' રેલવે ટ્રેક વિશ્વ વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો
*✔️આર્જેન્ટિનાના સાલ્ટામાં આવેલો*
*✔️રંગીલા પર્વતો વચ્ચેથી પસાર થાય છે.*

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા માટે ચાલવાઈ રહેલ મિશનનું નામ
*✔️મિશન દેવી શક્તિ*
*✔️જલિયાંવાલા બાગનું મુખ્ય સ્થળ જ્વાલા સ્મારકનું પુનઃનિર્માણ કરાયું અને અહીં સ્થિત તળાવને 'લીલી તળાવ' તરીકે રીડેવલપ કરાયું*

આણંદ NDDB દ્વારા ખેડૂતોને સરકારી પશુધન યોજનાઓ વિશે માહિતી આપવા કઈ એપ લોન્ચ કરાઈ
*✔️ઈ-ગોપાલા*

*💥રણધીર💥*
G 20 details information..👍❤️
*🙏🏻ડાકોર : માખણચોરનો ઈતિહાસ🙏🏻*

*👉🏾ખેડા જિલ્લામાં રણછોડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક તીર્થધામ ડાકોર આવેલું છે. શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર આવ્યા તેની પાછળ એવી કથા છે કે ડાકોરમાં વીરસિંહ અને રતનબાને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રાજપૂત બોડાણા હતા.વિજયસિંહ બોડાણા અને તેના પત્ની ગંગાબાઈ દ્વારકા પગપાળા ગયા હતા. દ્વારકા પહોંચીને જ્યારે દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે ભક્ત બોડાણાએ જોયું કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સોનાના આભૂષણથી સુશોભિત છે અને તે સિવાય તેના પર તુલસીમાળા રાખવામાં આવી છે. ભગવાન બોડાણાએ વિચાર્યું કે ભગવાન દ્વારકાધીશને તુલસી પસંદ છે તેથી તેમણે નક્કી કર્યું કે જ્યારે પણ દર્શને આવશે ત્યારે તુલસીનો છોડ લઈને આવશે.*

*👉🏾ભક્ત બોડાણા દ્વારકા જઈને ભગવાનની તુલસી વડે પૂજા કરતા હતા.72 વર્ષ સુધી આ ક્રમ ચાલુ રહ્યો.પરંતુ શરીર જીર્ણ થવા લાગતા પરિસ્થિતિને પારખીને ભગવાને બોડાણાને સ્વપ્નમાં ફરીથી જ્યારે દ્વારકા આવે ત્યારે ગાડું લઈને આવવા જણાવ્યું , જેથી તેઓ (દ્વારકાધીશ) ગાડામાં બેસીને તેમની સાથે ડાકોર આવી શકે.ગરીબ બોડાણા ગાડું લઈને ગયા ત્યારે દ્વારકાધીશ મંદિરના પૂજારીઓએ ગાડું લઈને આવવાનું કારણ પૂછતાં બોડાણાએ કહ્યું કે ભગવાનને હું મારી સાથે ડાકોર લઈ જવા આવ્યો છું. આ સાંભળીને પૂજારીઓએ મંદિરને તાળાં મારી દીધા જેથી બોડાણા મંદિરમાં પ્રવેશ જ ન કરી શકે.જોકે, ભગવાનની લીલા ન્યારી છે.તેઓ મૂર્તિ સ્વરૂપે બોડાણા સમક્ષ પ્રગટ થઈને ગાડામાં બેસી ડાકોર ચાલી નીકળ્યા.ભગવાન શ્રી કૃષ્ણએ વૃદ્ધ ભક્ત બોડાણાને આરામ કરવા જણાવ્યું અને પોતે ગાડું હંકાવ્યું હતું.*

*👉🏾(લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉમરેઠ સુધી ગાડું ચલાવ્યું.બોડાણા જાગ્યા ત્યારે ડાકોર પહોંચવા આવ્યા હતા. ભગવાને આરામ કરવાનું નક્કી કર્યું અને ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલા બિલેશ્વર મહાદેવના મંદિર પાસે વિશ્રામ માટે રોકાયા ત્યાં ભગવાને દાતણ કરવા માટે લીમડાની એક ડાળમાંથી દાતણ તોડ્યું હતું એ ડાળીના સ્પર્શના કારણે લીમડાની એ ડાળ મીઠી થઈ ગઈ. આજેય આખો લીમડો કડવો છે, પરંતુ ભગવાનનો સ્પર્શ પામેલી એ ડાળી મીઠી છે.)*

*👉🏾ગાડું ચલાવીને એક જ રાતમાં તેઓ દ્વારકાથી ડાકોર સવારમાં આવી પહોંચ્યા.દ્વારકામાં મંદિરમાં પૂજારીઓએ દ્વાર ખોલ્યા ત્યારે તેમણે બોડાણા પર શંકા ગઈ અને મૂર્તિની શોધમાં દ્વારકાથી ડાકોર આવી પહોંચ્યા.બોડાણાએ ભયભીત થઈને ભગવાનના આદેશથી પ્રતિમાને ગોમતી તળાવમાં સંતાડી દીધી.ત્યારબાદ બોડાણાએ પૂજારીઓને સત્યથી વાકેફ કર્યા.ત્યારે હાંસી ઉડાવતા પૂજારીઓએ કહ્યું કે જો તેમણે (બોડાણા) ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું, કારણ કે પૂજારીઓ જાણતા હતા કે આ ગરીબ બોડાણા આટલું સોનું ક્યારેય નહીં આપી શકે અને શ્રી કૃષ્ણની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.બોડાણા પાસે સોનાના નામે તેમની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી.ગોમતીતટે મૂર્તિને ત્રાજવાના એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં આ વાળી મુકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિના વજન કરતાં પણ વધારે થયું અને આ વાળી લઈને પૂજારીઓ ત્યાંથી વિદાય થયા.*

*👆🏻સંદેશના અંક સંસ્કારમાંથી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 30-31/08/2021🗞️*
*&*
*🗞️01/09/2021 થી 06/09/2021🗞️*

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કઈ એપ લોન્ચ કરી
*✔️ખેલ ઇન્ડિયા એપ*

હાલમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*✔️ઈડા*

લદાખમાં 18699 ફૂટની ઊંચાઈએ વિશ્વનો સૌથી ઊંચો રોડ બનશે જે લેહના કયા સરોવરને જોડશે
*✔️પેંગોંગ*

ગૂગલ-એપલ એપ સ્ટોરનો ઇજારો ખતમ કરવા પહેલી વખત કયા દેશમાં બિલ પાસ કરીને નિર્ણય લેવાયો
*✔️દક્ષિણ કોરિયા*

અફઘાનિસ્તાનથી અમેરિકા પરત ફરી રહેલો અંતિમ અમેરિકી કમાન્ડર
*✔️ક્રિસ ડોનાહુ*

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર જેને હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
*✔️ડેલ સ્ટેન*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોની 125મી જન્મજયંતી નિમિત્તે ૱125નો સ્મારક સિક્કો જાહેર કર્યો
*✔️શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ*
*✔️ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) ના સ્થાપક*
*✔️તેમણે 'હરે કૃષ્ણા આંદોલન' પણ ચલાવ્યું હતું.*

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો
*✔️પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારનું નેતૃત્વ કોણ કરશે
*✔️મુલ્લા અબ્દુલ ગની બરાદર*

બે પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લિટ્ કોણ બની
*✔️અવની લેખરા*
*✔️50 મીટર રાઇફલ સ્પર્ધામાં*

30 ઓગસ્ટરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ

ભારત અને જર્મનીની નૌસેનાએ કયા અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસ કર્યો
*✔️એડનના અખાતમાં*

હાલમાં કયા દેશની અદાલતે 996 ઓવરટાઈમ પ્રથા ગેરકાયદે ઘોષિત કરી
*✔️ચીન*
*✔️996 એટલે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું*

બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2021ના વિજેતા કોણ બન્યા
*✔️મેક્સ વર્સ્ટપન*

ઓડિશા સરકારે બીજું પટનાયક ખેલ પુરસ્કારથી કોણે સન્માનિત કર્યા
*✔️અમિત રોહિદાસ*

નેપાળના નવા નૌસેના પ્રમુખ કોણ બન્યા
*✔️પ્રભુ શર્મા*

29 ઓગસ્ટરાષ્ટ્રીય ખેલ દિવસ

તમામ વયસ્કોનું રસીકરણ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️હિમાચલ પ્રદેશ*

ટોક્યો પેરાલિમ્પિકનું સમાપન :ભારતે કેટલા મેડલ જીત્યા
*✔️5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ = 19 મેડલ*
*✔️ભારત મેડલ ટેલીમાં 24મા ક્રમે*
*✔️ચીને 96 ગોલ્ડ, 60 સિલ્વર અને 51 બ્રોન્ઝ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું*

*🏆ટોક્યો પેરાલિમ્પિક મેડલ્સના ભારતના વિજેતાઓ :-👇🏾*

*🥇5 ગોલ્ડ મેડલ🥇*
1.અવની લેખરા (10 મી. એર રાયફલ સ્ટેન્ડિંગ)
2.પ્રમોદ ભગત (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)
3.કૃષ્ણા નાગર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)
4.સુમિત અટીલ (પુરુષ ભાલાફેંક)
5. મનીષ નરવાલ (મિક્સ 50 મી. પિસ્તોલ)

*🥈8 સિલ્વર મેડલ🥈*
1.ભાવિકા પટેલ (મહિલા સિંગલ્સ કક્ષા-4 ટેબલ ટેનિસ)
2.સિંહરાજ (મિક્સ 50 મી. પિસ્તોલ)
3. યોગેશ કથુરિયા (ડિસ્ક થ્રો)
4. નિષાદ કુમાર (ઊંચી કૂદ T47)
5. મરીયપ્પન થગાવેલુ (ઊંચી કૂદ T63)
6. પ્રવીણ કુમાર (ઊંચી કૂદ T64)
7. દેવેન્દ્ર ઝાઝરિયા (ભાલાફેંક F46)
8. સુહાસ યતિરાજ (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL4)

*🥉6 બ્રોન્ઝ મેડલ🥉*
1. અવની લેખરા (મહિલાઓની 50 મી. રાઇફલ)
2. હરવિંદર સિંહ (પુરુષની વ્યક્તિગત તીરંદાજી)
3. શરદ કુમાર (ઊંચી કૂદ T63)
4. સુંદરસિંહ ગુર્જર (ભાલાફેંક (F46)
5. મનોજ સરકાર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL3)
6. સિંહરાજ (પુરુષની 10 મી. એર પિસ્તોલ)

*🥈ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર જીત્યો. તે મહેસાણા નજીકના ગામની છે.*


વતનપ્રેમ યોજના :- દેશ-વિદેશના ગુજરાતીઓના 60 % અને સરકારના 40 %

તાજેતરમાં લેખક બુદ્ધદેવ ગુહાનું નિધન થયું.

ઇન્દોરની મુક બધિર યુવતી વર્ષા ડોંગરેએ મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી.

જાણીતા ટીવી સ્ટાર અને બિગ બોસ સિઝન-13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટએટેકથી અવસાન થયું.

💥રણધીર💥
1.ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈ વે કયો
*✔️એનએચ 35*

2.રંગૂન શહેર કઈ નદી પર આવેલું છે
*✔️ઇરાવદી*

3. કેન્યા દેશની રાજધાની કઈ
*✔️નૈરોબી*

4. પવનાર સાથે કયા સત્યાગ્રહીનું નામ સંકળાયેલું છે
*✔️વિનોબા*

5. રાજસ્થાનનું કોટા શહેર કઈ નદી પર વસેલું છે
*✔️ચંબલ*

6.આગ્રાના તાજમહેલની ઊંચાઈ કેટલા મીટર છે
*✔️54 મીટર*

7. ખાવડા ગિરિમથક કયા જિલ્લામાં આવેલું છે
*✔️કચ્છ*

8.ઈક્વેડોરનું ચલણ કયું
*✔️સુકર*

9. 'ષ°ઢ' શબ્દનો અર્થ
*✔️નપુંસક*

10.'ગોલ્ડન ગર્લ' એ કઈ ખેલાડીની આત્મકથા છે
*✔️પી.ટી.ઉષા*

💥💥
👉🏿આખ્યાનના બીજ વાવ્યા
✔️નરસિંહ મહેતા

👉🏿આખ્યાનના પિતા
✔️કવિ ભાલણ

👉🏿ઉત્તમ આખ્યાન લખનાર
✔️પ્રેમાનંદ