સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ાસી જવા દે તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 129 : રાજ્યસેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તે અંગે*
✔️કોઈ રાજ્યસેવક પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હતો અને કેદી અટકાયતમાં હતો ત્યારે ગફલતથી કેદી નાસી ગયો તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 130 : એવા કેદીને નાસી જવામાં મદદ કરવા, છોડાવવા કે આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને કાયદેસરના હવાલામાંથી નાસી જવા મદદ કરે કે સહાય કરે અથવા છોડાવે કે છોડાવવાની કોશિશ કરે અથવા નાસી ગયેલા કેદીને આશરો આપે કે છુપાવે અથવા તેને ફરીથી પકડવામાં સામનો કરે કે કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 7 : ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધી ગુના 【કલમ 131 થી 140】📚*

*●કલમ - 131 : બળવામાં મદદગારી કરવા અથવા કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા અંગે*
જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળના કોઈ અધિકારી કે સૈનિક, નાવિક, વિમાનીને બળવો કરવામાં મદદ કરે અથવા તેમને તેની રાજ્યનિષ્ઠા કે ફરજમાંથી ચલિત કરવાની કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.
ભૂમિદળ અધિનિયમ, 1950
નૌકાદળ શિસ્ત અધિનિયમ, 1934
હવાઈદળ અધિનિયમ, 1950

*🔫શિક્ષા :-*
જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*★●કલમ - 132 : બળવો કરવામાં મદદગારી (દુષ્પ્રેરણ) જો તેના પરિણામે બળવો થાય તો*
✔️જોઈ કોઈ વ્યક્તિ ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી, સૈનિક, નાવિક કે વિમાનીને બળવો કરવામાં મદદ કરે તે પરિણામે બળવો થાય તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
મોત અથવા જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 133 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં મદદગારી કરવા અંગે*
✔️તે શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
3 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 134 : એવા હુમલામાં મદદગારી (દુષ્પ્રેરણ), જો હુમલો થાય તો*
✔️ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી,સૈનિક, નાવિક કે વિમાનીને કોઈ ઉપરી અધિકારી ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં વ્યક્તિ મદદ કરે અને તેના પરિણામે હુમલો થાય તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
7 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ -135 : સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવામાં મદદગારી (દુષ્પ્રેરણ કરવા અંગે)*
✔️શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 136 : નાસી ગયેલાને આશરો આપવા અંગે*
✔️ત્રણેય ભારતીય સેનાના કોઈ પણ અધિકારી સૈનિક, નાવિક કે વિમાની નાસી આવ્યા હોય તેમ છતાં તેને આશરો આપે તો તે શિક્ષાને પાત્ર થશે.

✔️અપવાદ :- કોઈ પત્ની પોતાના પતિને આશરો આપે તો તે સંજોગોમાં આ જોગવાઈ લાગુ પડતી નથી.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 137 : માસ્ટરની ગફતલી વેપારી વહાણમાં નાસી જનાર છુપાયો હોય, તો*
✔️ત્રણેય ભારતીય સેનામાંથી નાસી જનાર વેપારી વહાણમાં છુપાયા હોય તે વહાણના માસ્ટર કે ઇન્ચાર્જ વ્યક્તિ પોતાની ફરજ બજાવવા ગફલત ન કરી હોત અથવા વહાણ પર શિસ્તનું બરાબર પાલન થયું હોત અથવા વહાણમાં છુપાયેલ વિશે જાણી શક્યા હોત અથવા છુપાયાની વાત તેઓ જાણતા ન હોત તો તે વ્યક્તિ દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️૱500 સુધીનો દંડ
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 138 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને નાફરમાનીનું કૃત્ય કરવામાં મદદગારી કરવા અંગે*
✔️જોઈ કોઈ વ્યક્તિ ત્રણેય ભારતીય સેનાના કર્મચારીઓને અમુક કૃત્ય નાફરમાનીના છે એમ જાણીને તેમાં મદદ કરે અને તેના પરિણામે નાફરમાનીનું કૃત્ય થાય તો તે વ્યક્તિ દંડ અથવા શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 138 (A) : રદ*

*●કલમ - 139 : અમુક અધિનિયમોને આધીન વ્યક્તિઓ*
✔️ત્રણેય ભારતીય સૈન્યના અધિનિયમ હેઠળ આધીન હોય તેવી કોઈપણ વ્યક્તિ આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબ કોઈ પણ ગુના માટે આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર નથી.

*●કલમ - 140 : સૈનિક, નાવિક કે વિમાનીને પોશાક પહેરવા અથવા તે વાપરતો હોય તેવું ટોકન રાખવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ સૈનિક, નાવિક, વિમાની ન હોવા છતાં માનવામાં આવે એવા ઈરાદાથી સૈનિક, નાવિક કે વિમાની પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખતો હોય તેવું ટોકન રાખે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા તે બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-18/12/2020 થી 23/12/2020🗞️*

●નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતરમાં કયો પુલ ખુલ્લો મુક્યો
*✔️કડાણા તાલુકાનો ઘોડિયાર પુલ*

●ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ કઈ રેલવે શરૂ થઈ
*✔️હલ્દીબાડી-ચિલ્હાટી રેલવે*

●તાજેતરમાં ઈસરોએ કયા કમ્યુનિકેશન ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
*✔️CMS-01*
*✔️42મો સેટેલાઈટ*

●ફિફાનો 2019-20નો શ્રેષ્ઠ ફૂટબોલર તરીકે કોની પસંદગી થઈ
*✔️બાયર્ન મ્યુનિખનો સ્ટ્રાઈકર રોબર્ટ લેવાનડોસ્કી*

●માનવીય આઝાદી સુચકાંક યાદીમાં 162 દેશોમાં ભારત કેટલામાં સ્થાને છે
*✔️11મા*

●ચમત્કાર, રામજાને જેવી ફિલ્મોના નિર્માતા જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*✔️પ્રવેશ સી મહેરા*

●ચીની અવકાશયાન જે હાલમાં ચંદ્ર પરથી 1.73 કિલોનો સેમ્પલ લઈને પાછું ફર્યું
*✔️ચાંગ ઈ-5*

●કયા મંદિરના પટાંગણમાં 1000 વર્ષ જૂનું બાંધકામ મળી આવ્યું
*✔️ઉજ્જૈનના મહાકાલ મંદિરના*

●કયા વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને ધોરણ-1માં એડમિશન આપી શકાશે
*✔️2023-24*

●દેશનો બીજો 'ગ્લાસ બ્રિજ' ક્યાં બન્યો
*✔️બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં*

●18 વર્ષ સુધી કોંગ્રેસના ખજાનચી રહેનારા નેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️મોતીલાલ વોરા*
*✔️મધ્યપ્રદેશના બે વાર મુખ્યમંત્રી પણ બન્યા હતા*
*✔️ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી*

●કેન્દ્રના આંકડા મુજબ ભારતમાં દીપડાની સંખ્યા કેટલી છે
*✔️12,852*
*✔️મધ્યપ્રદેશમાં સૌથી વધુ દીપડા*

●કયા રાજ્યની સરકારે 12મા ધોરણના વિદ્યાર્થીઓને 1.3 લાખ સ્માર્ટફોનનું વિતરણ કર્યું હતું
*✔️પંજાબ*

●કયા દેશને આગામી બે વર્ષ સુધી ઓલિમ્પિક્સ તથા બીજી તમામ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના રાષ્ટ્રગીત, ધ્વજ અને નામનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
*✔️રશિયા*

●23 ડિસેમ્બરનેશનલ ફાર્મર્સ ડે

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીને USના કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️લિજન ઓફ મેરીટ પુરસ્કાર*
*✔️ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પણ લિજન ઓફ મેરીટથી સન્માનિત કરાયા*
*✔️20 જુલાઈ, 1942 થી આ મેડલ આપવાની શરૂઆત થઈ હતી*

●ખેલ મંત્રાલયે યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી છે.

●અમિત પંચાલે જર્મનીમાં બોક્સિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.

💥રણધીર💥
*👮🏻‍♂️કોન્સ્ટેબલ👮🏻‍♂️*

*અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ત્રણેય કાયદાના પ્રશ્નો👇🏾*

*તારીખ :- 23/10/2016*

◆ભારતના પુરાવાના સંદર્ભે, સહતહોમતદાર કોને ગણી શકાય
*ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર*

◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ
*પાંચ*

◆'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે
*બખેડો*

◆'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ ગુનાની જાણ થાય છે.
*'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.*

◆ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે
*લોર્ડ મેકોલે*

◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ
*બે*

◆'અ' , 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે
*ગંભીર ઈજા*

◆ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે
*1 થી 511*

●'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે
*302*

●'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે.પરંતુ પેટીમાં ઘરેણાં નથી.અહીં 'અ' .............
*ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે*

●'અ' , 'બ'ની માલિકીના બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે
*બગાડ*

●પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે
*સી.આર.પી.સી.કલમ - 125*

●CRPCની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે
*એક વર્ષ*

◆CRPCની જોગવાઈઓ અનુસાર, કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને ,નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય
*જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટક્લાસ*

◆CRPCના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે
*ત્રીસ દિવસ*

◆CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે
*આરોપીને ગુના અંગેની જાણ કરવી*

◆"દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે
A)શિલાલેખ
B)ધાતુપત્ર
C)મુદ્રિત સામગ્રી
*D) ઉપરના તમામ A, B અને C*

◆ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે
*ઉલટ તપાસ સમયે*

◆સર તપાસ એટલે શું
*સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ*

💥R. K.💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 8 : જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના 【કલમ 141 થી 160】📚*

*★●કલમ - 141 : કાયદા વિરુદ્ધની કંપની*
✔️5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી
✔️એકઠા થયા ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે.

*★●કલમ - 142 : કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હોવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કોઈ મંડળીને કાયદા વિરુદ્ધની મંડળી બનાવે અને માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક તે મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તે કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય કહેવાય.

*★●કલમ - 143 : શિક્ષા*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય તો

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 144 : પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈને કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા અંગે*
✔️આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ નિપજાવવાનું સંભવ હોય તેવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થાય તો

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ : 145 - કાયદા વિરુદ્ધની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તેમાં જોડાવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જો વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેમ છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 146 : હુલ્લડ કરવું*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળી અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે મંડળીનો દરેક સભ્ય હુલ્લડ કરવાના ગુના માટે દોષિત છે.

*★●કલમ - 147 : હુલ્લડ કરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 148 : પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઈને હુલ્લડ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ થવાનો સંભવ હોય તે જાણવા છતાં એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરે તો

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 149 : કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે*
✔️કાયદા વિરુદ્ધની મંડળીના સમાન ઉદ્દેશ પાર પાડવા તે મંડળીનો કોઈ સભ્ય કોઈ ગુનો કરે અને તે પાર પાડવામાં ગુનો સંભવ હોવાનું તે મંડળીના સભ્યો જાણતા હોય તેવો ગુનો હોય તો તે કરતી વખતે મંડળીનો દરેક સભ્ય ગુના માટે દોષિત છે.

*🔫શિક્ષા :-*
✔️તે ગુના માટે હોય તે જ શિક્ષા

*●કલમ - 150 : કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા માટે વ્યક્તિઓને ભાડે રાખવા અથવા ભાડે રખાય તેમાં આંખ આડા કાન કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં બીજા કોઈ વ્યક્તિને પૈસા આપવાના કરીને રાખે કે રોકે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપી પ્રોત્સાહન પૂરું પાડે અથવા આંખ આડા કાન કરી ભાડે રાખે અને તે સભ્ય દ્વારા કોઈ ગુનો થાય તો તે મંડળીના સભ્ય તરીકે ભાડે રાખનારે પોતે ગુનો કર્યો છે તેમ શિક્ષા કરવામાં આવશે.

*🔫શિક્ષા :-*
✔️મંડળીના સભ્ય માટે અને મંડળનો કોઈ સભ્ય જે ગુનો કરે તે માટે હોય તે શિક્ષા થશે.

*●કલમ - 151 : 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ થયા પછી જાણી જોઈને તે મંડળીમાં ભળવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જાહેર શાંતિનો ભંગ થાય અથવા થવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ -152 : હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્યસેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 : હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવા અંગે : હુલ્લડ થાય તો, હુલ્લડ ન થાય તો*
✔️જો કોઈ વ્યક્તિની ઉશ્કેરણીથી હુલ્લડ કરવામાં આવે એવા ઈરાદાથી અથવા સંભવ હોવાનું જાણવા છતાં કોઈને દ્વેષબુદ્ધિથી કે મનસ્વીપણે ઉશ્કેરે અને હુલ્લડનો ગુનો બને તો અથવા ન બને તો.

*🔫શિક્ષા :-*
◆ગુનો બને તો
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆ગુનો ન બને તો
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 (A) : ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરે કારણોને લીધ
ે જુદાં જુદાં જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ જાળવી રાખવાને પ્રતિકુળ એવા કૃત્યો કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆જો ગુનો ધર્મસ્થાન વગેરેમાં કર્યો હોય
*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 (AA) : જાણી જોઈને કોઈ સરઘસમાં હથિયાર રાખવા અથવા હથિયાર સહિતની કોઈ સમૂહ કવાયત અથવા સમૂહ તાલીમમાં હથિયાર એકઠાં કરવા અથવા ધરાવવા બદલ શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અને 2000 ૱નો દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 (B) : રાષ્ટ્રીય એકતાને વિધાતક આક્ષેપો કે કથનો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ધાર્મિક, માનવજાતીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ કે જ્ઞાતિના સભ્યો હોય અને ભારતના સંવિધાન ઉપર ખરી શ્રદ્ધા ન રાખે અથવા સાર્વભૌમત્વ કે એકતાને પુષ્ટિ ન આપે અને એવો આક્ષેપ કરે અથવા પ્રસિદ્ધ કરે કે ઉપરના સભ્યો તરીકે તેની પાસેથી ભારતના નાગરિકના હકો અપાય નહીં અથવા હકો લઈ લેવા જોઈએ તેવું સૂચન કરે, કથન કરે, સલાહ, પ્રચાર, પ્રસિદ્ધ કરે અથવા ઉપરના સભ્યો માટે વિખવાદ, દુશ્મનાવટ, ધિક્કાર કે દુર્ભાવની લાગણી જન્માવે તો શિક્ષાપાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆ધાર્મિક સ્થાનમાં ગુનો થાય તો
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 154 : જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી હોય તેનો માલિક અથવા ભોગવટો કરનાર*
✔️કાયદા વિરુદ્ધની મંડળી દ્વારા જે જગ્યા-જમીન પર ગુનો થાય તો તે જગ્યાના માલિક કે તેના મેનેજર, એજન્ટને જાણમાં હોય કે ગુનો થયો છે, થવાનો સંભવ છે, થઈ રહ્યો છે તેવી બાબતોમાં પોલીસને બને તેટલી વહેલી તકે ખબર ન કરે અથવા તેને દાબી દેવા યોગ્ય ઉપાય ન કરે તો દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️૱1000 સુધીનો દંડ
✔️જામીની ગુનો

*●કલમ - 155 : જે વ્યક્તિના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેની જવાબદારી*
✔️જે જમીન અંગે કોઈ હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે દોષિત છે થશે.

*🔫શિક્ષા:-*
✔️દંડ

*●કલમ - 156 : જે માલિક અથવા ભોગવટો કરનારના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેના એજન્ટની જવાબદારી*
✔️જમીન અંગે હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે વ્યક્તિના એજન્ટના અથવા મેનેજરને આવું હુલ્લડ થવાનો સંભવ છે તેમ જાણવા છતાં તેને દાબી દેવા કાયદેસરના પગલાં ન લે તો તેના એજન્ટની જવાબદારી રહેશે અને દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️દંડ

*●કલમ - 157 : કાયદા વિરુદ્ધની મંડળી પૈસા આપવાના કરીને રાખેલી વ્યક્તિઓને આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિઓને કોઈ કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળવા, રાખવા, રોકવા અથવા પૈસા આપીને રાખી, રોકવામાં આવનાર છે તેવું જાણવા છતાં પોતાના ભોગવટાના કે હવાલાના કે પોતાના નિયંત્રણ હેઠળના ઘર કે જગ્યામાં આશરો આપે, આવવા દે, એકઠાં કરે તો તે વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 158 : કાયદા વિરુદ્ધની મંડળી અથવા હુલ્લડમાં ભાગ લેવા માટે પૈસા લેવાના કરીને રહેવા અંગે*
✔️કલમ - 141માં દર્શાવ્યા મુજબ કોઈ કૃત્ય કરે અથવા પૈસા લેવાના કરીને રહે અથવા રોકવાની તૈયારી બતાવે કે તેમ કરવાની કોશિશ કરે તે દોષિત થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

◆હથિયાર સજ્જ થઈને ફરે તો
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 159 : બખેડો*
✔️જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેઓએ બખેડો કર્યો કહેવાય. (આવી મારામારીથી જાહેર શાંતિમાં ખલેલ પહોંચી હોવી જોઈએ.)

*★●કલમ - 160 : બખેડો કરવા માટે શિક્ષા*
✔️જોઈ કોઈ વ્યક્તિ બખેડો કરે તો

*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની કેદ અથવા 100 ૱ દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 9 : રાજ્યસેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના【કલમ 161 થી 171】📚*

*◆કલમ - 161 થી 165 A ને 1988થી રદ કરેલ છે. તે માટે હવે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ, 1988ની કલમ - 31માં જોગવાઈ થયેલી છે.*

*●કલમ - 166 : કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાની અવજ્ઞા કરવા અંગે*
જો કોઈ રાજ્યસેવક તેની હેસિયતથી કાર્ય કરતો હોય અને કાયદાની અવજ્ઞા કરી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે તેવું સંભવ હોવાનું જાણવા છતાં અવજ્ઞા કરે તો દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિનિયમનો ગુનો
જામીની
પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 166 A : રાજ્યસેવકે કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા કરવા અંગે*
જો રાજ્યસેવક હોય તો વ્યક્તિ આવું કાંઈ કરે તો
A) ગુના બાબતની તપાસ કરવાના હેતુ માટે કોઈ વ્યક્તિને કોઈ સ્થળે હાજર રહેતા અટકાવે
B) કોઈ વ્યક્તિના હિતને નુકસાન કરીને આવી તપાસ કરવી જોઈશે તે રીતનું નિયમન કરતાં કાયદાના આદેશની અવજ્ઞા
C) ગુનાની ન્યાયિક નોંધ લેવા સંબંધી કોઈ માહિતીની નોંધ ન કરે

*🔫શિક્ષા :-*
ઓછામાં ઓછા 6 મહિનાની જે 2 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ

*●કલમ -166 B : ભોગ બનનારની સારવાર નહીં કરવા બદલ શિક્ષા*
જો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક મંડળો અથવા બીજી કોઈ વ્યક્તિ દ્વારા ચલાવાતી હોસ્પિટલનો હવાલો ધરાવતી જે વ્યક્તિ CRPC, 1973ની કલમ 357 Cની જોગવાઈનું ઉલ્લંઘન કરે તો

*🔫શિક્ષા :-*
1 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને

*●હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટા દસ્તાવેજ ઘડવા અંગે*
જો કોઈ રાજ્યસેવકને કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરવાની અથવા તેનું ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા હાનિ પહોંચશે એવો સંભવ હોવાનું જાણવા છતાં દસ્તાવેજ, ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઘડે, તૈયાર કરે અથવા ભાષાંતર કરે તો તે દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 168 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે કોઈ વેપાર કરવા અંગે*
જો કોઈ રાજ્યસેવક એવી હેસિયતથી વેપાર ન કરવાની પોતાની કાયદેસર ફરજ હોવા છતા વેપાર કરે તો દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 169 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માંગણી કરવા અંગે*
જો રણજીત નામક રાજ્યસેવક એવી હેસિયતથી અમુક મિલકત ન ખરીદવા કે તેની હરાજીમાં તેની માંગણી ન કરવાની પોતાના નામે અથવા બીજાના નામે અથવા સંયુક્ત રીતે અથવા ભાગીદારમાં તે પ્રકારની મિલકત ખરીદે કે હરાજીમાં માંગણી કરે તો રણજિત દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
મિલકત ખરીદી હોય તો તેની જપ્તી

*★●કલમ - 170 : રાજ્યસેવકનું ખોટું નામ ધારણ કરવા અંગે*
જો રણજિત નામક વ્યક્તિ જાણે છે કે પોતે પોલીસ અધિકારી નથી તેમ છતાં રણજિત ઢોંગ કરે અને હોદ્દા ધરાવતી અન્ય વ્યક્તિનું નામ ધારણ કરે અને રણજિત પોલીસ અધિકારીનું હોદ્દાની રૂએ કૃત્ય કરે અથવા કોશિશ કરે તો રણજિત દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિનિયમનો ગુનો
બિનજામીની
કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 171 : રાજ્યસેવક પહેરતો હોય તેવા પોષાક કપટી ઈરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા અંગે*
જો કોઈ વ્યક્તિ રાજ્યસેવકના અન્ય વર્ગનો ન હોય અને પોતે રાજ્યસેવકના તે વર્ગનો છે એમ માનવામાં આવે તેવા ઈરાદાથી રાજ્યસેવક પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખવાનું ટોકન રાખતો હોય તો તે દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
3 મહિના સુધીની કેદ અથવા 200 ૱ દંડ અથવા બંને

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 9 (A) : ચૂંટણીઓ સંબંધી ગુના 【કલમ 171 A (એ)થી 171 I (આઈ)】 📚*

*●કલમ - 171 A : 'ઉમેદવાર' ' ચૂંટણી વિષયક હકની વ્યાખ્યા'*

*★●કલમ - 171 B : લાંચ*

*●કલમ - 171 C : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ*

*●કલમ - 171 D : ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવા અંગે*

*★●કલમ - 171 E : લાંચ માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
સરભરા માટે માત્ર દંડ

*●કલમ - 171 F : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 171 G : કોઈ ચૂંટણીના સંબંધમાં ખોટું કથન*

*🔫શિક્ષા :-*
દંડ

*●કલમ - 171 H : કોઈ ચૂંટણી સંબંધમાં નાણાંની ગેરકાયદેસર ચુકવણી*

*🔫શિક્ષા :-*
૱ 500 સુધીનો દંડ

*●કલમ - 171 I : ચૂંટણીનો હિસાબ ન રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
૱ 500 સુધીનો દંડ

*'★' મહત્વની કલમો*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 10 : રાજ્યસેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા વિશે 【કલમ 172 થી 190】📚*

*●કલમ - 172 : સમન્સની બજવણીથી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 173 : સમન્સની બજવણી અથવા બીજી કાર્યવાહી અથવા તેની પ્રસિદ્ધિ અટકાવવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 174 : રાજ્યસેવકનો હુકમ ન માનીને ગેરહાજર રહેવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 174 A : જાહેરનામાના જવાબમાં હાજર ન રહેવા (બિનઉપસ્થિતિ) અંગે*

*🔫શિક્ષા :-*
3 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને
7 વર્ષની કેદ અથવા દંડ

*●કલમ - 175 : દસ્તાવેજ રજૂ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ રાજ્યસેવકને સમક્ષ દસ્તાવેજ રજૂ*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 176 : નોટિસ કે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ, રાજ્યસેવકને નોટિસ કે માહિતી ન આપે તો*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 177 : ખોટી માહિતી પૂરી પાડવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 178 : રાજ્યસેવક સોગંદ અથવા પ્રતીક્ષા લેવા વિવિધસર ફરમાવે ત્યારે એક કરવાની ના પાડવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 179 : પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્યસેવકને જવાબ આપવાની ના પાડવી*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 180 : કથન ઉપર સહી કરવાની ના પાડવા અંગે*

*🔫શિક્ષા :-*
3 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 181 : કોઈ રાજ્યસેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લેવડાવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ પાસે સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 182 : કોઈ વ્યક્તિને હાનિ પહોંચે એ રીતે કોઈ રાજ્યસેવક પાસે તેની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવાના ઈરાદાથી ખોટી માહિતી આપવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 183 : કોઈ રાજ્યસેવકના કાયદેસર અધિકારથી મિલકત લઈ લેવાની હોય ત્યારે તેનો સામનો કરવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 184 : રાજ્યસેવકના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં અડચણ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 185 : રાજ્યસેવકના અધિકારથી વેચવા કાઢેલી મિલકત ગેરકાયદેસર ખરીદવા અથવા તેની હરાજીમાં માંગણી કરે તો*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની કેદ અથવા ૱ 200 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 186 : જાહેર કાર્યો બજાવવામાં રાજ્યસેવકને અડચણ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 187 : રાજ્યસેવકને સહાય કરવા કાયદાથી બંધાયેલ હોય તેમ છતાં રાજ્યસેવકને સહાય ન કરવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 188 : રાજ્ય સરકારે રીતસર જાહેર કરેલા હુકમનું પાલન ન કરવા અંગે*

*🔫 શિક્ષા :-*
✔️6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱1000 દંડ અથવા બંને

*★●કલમ - 189 : રાજ્યસેવકને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 190 : કોઈ રાજ્યસેવકને રક્ષણ માટે અરજી કરતાં અટકે તે માટે કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*👉🏻'★' મહત્વની કલમો*


💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 11 : ખોટા પુરાવાના અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના 【કલમ 191 થી 229 A】📚*

*★●કલમ - 191 : ખોટો પુરાવો આપવા અંગે*
✔️રણજીત સામેના રાજેશના 1,000 ૱ના વાજબી દાવાના ટેકામાં ઇન્સાફી કાર્યવાહી વખતે સાહિલ ખોટી રીતે કહે છે કે મેં રાજેશનો દાવો વાજબી હોવાનો સ્વીકાર કરતા રણજીતને સાંભળ્યો હતો તો સાહિલે ખોટો પુરાવો આપ્યો કહેવાય.

*★●કલમ - 192 : ખોટો પુરાવો ઉભો કરવા અંગે*
✔️કોર્ટમાં સમર્થક પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે રણજીત પોતાની દુકાનના ચોપડામાં ખોટી નોંધ કરે છે તો રણજીતે ખોટો પુરાવો ઉભો કર્યો છે તેમ કહેવાય.

*★●કલમ - 193 : ખોટા પુરાવા માટે શિક્ષા*
✔️રણજીત સામેનો કેસ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલી આપવો જોઈએ કે કેમ તે નક્કી કરવા માટેની મેજિસ્ટ્રેટ સમક્ષની તપાસમાં જે ખોટું હોવાનું સાહિલ જાણતો હોય તેવું કથન તે સોગંદ ઉપર કરે છે, આ તપાસ ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો હોવાથી સાહિલ ખોટો પુરાવો આપે છે.

*👉🏻નોંધ:-*
લશ્કરી કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
કાયદાના આદેશ મુજબ તપાસ કરવામાં આવે તે ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
કોર્ટના આદેશ કે અધિકારથી તપાસ થાય તે ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.

*●કલમ - 194 : મોતની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*

*●કલમ - 195 : આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*

*●કલમ - 195 A : ખોટો કોઈ પુરાવો આપવા માટે કોઈપણ વ્યક્તિને ધમકી અથવા પ્રલોભન*

*●કલમ - 196 : જે પુરાવો ખોટો હોવાનું જાણવામાં હોય તેમ છતાં તેનો ઉપયોગ કરવા અંગે*

*●કલમ - 197 : ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરી આપવા અંગે*

*●કલમ - 198 : જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા પ્રમાણપત્ર તરીકે ઉપયોગ કરવા અંગે*

*●કલમ - 199 : કાયદા મુજબ પુરાવા તરીકે લઈ શકાય તેવા એકરારમાં કરેલી ખોટું કથન*

*●કલમ - 200 : એવો એકરાર ખોટો હોવાનું જાણવા છતાં તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરવો*

*●કલમ - 201 : ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપે તો*
✔️રણજીતે રાજેશનું ખૂન કર્યું હોવાનું જાણવા છતાં, તેને શિક્ષાથી બચાવવા સાહિલ લાશ સંતાડવામાં તેને મદદ કરે છે. તો સાહિલ 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ કેદની અને દંડને પાત્ર થશે.

*●કલમ - 202 : ગુનાની માહિતી આપવા માટે બંધાયેલી વ્યક્તિએ ઈરાદાપૂર્વક માહિતી ન આપે તો*

*●કલમ - 203 : થેયલા ગુના અંગે ખોટી માહિતી આપવા અંગે*

*●કલમ - 204 : પુરાવા તરીકે કોઈ દસ્તાવેજ રજૂ થતો અટકાવવા માટે તેનો નાશ કરે તો*

*●કલમ - 205 : કોઈ દાવામાં અથવા ફોજદારી કામમાં કોઈ કૃત્ય કરવા અથવા કાર્યવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરે તો*

*●કલમ - 206 : કોઈ મિલકતને જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તેને કપટપૂર્વક દૂર કરવા કે છુપાવવા અંગે*

*●કલમ - 207 : કોઈ મિલકત જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તે અંગે કપટપૂર્વક દાવો કરવા અંગે*

*●કલમ - 208 : લેણી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું થવા દેવું અંગે*

*●કલમ - 209 : કોર્ટમાં બદદાનતથી ખોટો કરવા અંગે*

*●કલમ - 210 : લેણી થતી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું મેળવવા અંગે*

*●કલમ - 211 : હાનિ પહોંચે એવા ઈરાદાથી ગુનાનું ખોટું તહોમતનામું મૂકે તો*

*★●કલમ - 212 : ગુનેગારને આશરો આપવા અંગે*
✔️પતિ અથવા પત્ની એકબીજાને આશરો આપે તેને આ જોગવાઈ લાગુ પડશે નહીં.

*●કલમ - 213 : ગુનેગારને શિક્ષાથી બચાવવા માટે બક્ષિસ વગેરે લેવા અંગે*

*●કલમ - 214 : ગુનેગારને બચાવવાના બદલામાં બક્ષિસ આપવા અથવા મિલકત કરવા અંગે*

*●કલમ - 215 : ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બદલ બક્ષિસ લેવા અંગે*

*●કલમ - 216 : કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફ્તાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા અંગે*

*●કલમ - 216 A : લૂંટારાઓ અથવા ધાડપાડુઓને આશરો આપવા શિક્ષા*

*●કલમ - 217 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાના આદેશની અવજ્ઞા કરવા અંગે*

*●કલમ - 218 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટું રેકર્ડ અથવા લખાણ બનાવે તો*

*●કલમ - 219 : ન્યાયિક કાર્યવાહીમાં રાજ્યસેવકે ભ્રષ્ટતાપૂર્વક કાયદાથી વિપરીત રિપોર્ટ વગેરે કરવા અંગે*

*●કલમ - 220 : પોતે કાયદાથી વિપરીત રીતે વર્તે છે એમ જાણતી હોય એવો અધિકાર ધરાવતી વ્યક્તિએ કોઈની ઇન્સાફી કાર્યવાહી માટે અથવા અટકાયતમાં મોકલવા અંગે*

*●કલમ - 221 : ગિરફ્તાર કરવા માટે બંધાયેલ રાજ્યસેવક ઈરાદાપ
ૂર્વક ગિરફ્તાર ન કરે તો*

*●કલમ - 222 : સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી વ્યક્તિને કરવા માટે બંધાયેલ રાજ્યસેવકે ઈરાદાપૂર્વક ગિરફ્તાર ન કરવા અંગે*

*●કલમ - 223 : રાજ્યસેવકની ગફલતથી કોઈ અટકાયતમાંથી અથવા કસ્ટડીમાંથી નાસી જાય*

*●કલમ - 224 : કોઈ વ્યક્તિએ પોતાની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*

*●કલમ - 225 : અન્ય વ્યક્તિની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*

*●કલમ - 225 A : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં રાજ્યસેવકે ગિરફ્તાર ન કરવા અથવા નાસી જવા દેવા અંગે*

*●કલમ - 225 B : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલાઓમાં કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે અથવા નાસી જવા કે છોડાવવા અંગે*

*●કલમ - 226 : રદ*

*●કલમ - 227 : શિક્ષા માફીની શરતનો ભંગ*

*●કલમ - 228 : રાજ્યસેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અથવા કાર્યવાહીમાં વિક્ષેપ કરવો*

*●કલમ - 228 A : અમુક ગુનાઓની ભોગ બનેલી વ્યક્તિની ઓળખ કરવા અંગે*

*●કલમ - 229 : કોઈ જ્યૂરર અથવા એસેસરનું ખોટું નામ ધારણ કરવા અંગે*

*●કલમ - 229 A : જામીન અથવા બોન્ડ ઉપર મુક્ત થયેલી વ્યક્તિ કોર્ટમાં ઉપસ્થિત ન રહે*

*👉🏻'★' મહત્વની કલમો*


💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 12 : સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના 【કલમ 230 થી 263 A】📚*

*★●કલમ - 230 : 'સિક્કા'ની વ્યાખ્યા*
✔️સિક્કો એટલે નાણાં તરીકે તે સમયે વપરાતી અને તે રીતે વપરાશમાં લેવા માટે કોઈ રાજ્યના અથવા કોઈ સાર્વભૌમ સત્તાના અધિકારથી, છાપ મારીને બહાર પાડેલી ધાતુ.

*✔️ભારતીય સિક્કા :-* ભારતીય સિક્કો એટલે નાણાં તરીકે વપરાશમાં લેવા માટે ભારત સરકારના અધિકારથી છાપ મારીને બહાર પાડેલી ધાતુઓ અને એ રીતે છાપ મારીને બહાર પાડેલી ધાતુની નાણાં તરીકે વપરાશ થતો બંધ હોય તો પણ તે આ પ્રકરણના હેતુ માટે ભારતીય સિક્કો તરીકે ચાલુ રહેશે.

*★●કલમ - 231 : ખોટા સિક્કા બનાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 232 : ખોટા ભારતીય સિક્કા બનાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 233 : ખોટા સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવા કે વેચવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 234 : ખોટા ભારતીય સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવા અથવા વેચવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 235 : ખોટા સિક્કા બનાવવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સાધન અથવા સામગ્રી કબજામાં રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️જો ભારતીય સિક્કો હોય તો 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 236 : ભારત બહાર ખોટા સિક્કા બનાવવામાં ભારતમાં મદદગારી (દુષ્પ્રેરણ)*

*★●કલમ - 237 : બનાવટી સિક્કાની આયાત અથવા નિકાસ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ -238 : બનાવટી ભારતીય સિક્કાની આયાત અથવા નિકાસ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 239 : સિક્કો બનાવટી છે એવી જાણ સાથે પોતાના કબજામાં હોય તે સિક્કો બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 240 : ભારતીય સિક્કો બનાવટી છે એવી જાણ સાથે પોતાના કબજામાં હોય તે સિક્કો બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 241 : પ્રથમ કબજામાં આવે ત્યારે જે બનાવટી હોવાનું આપનાર વ્યક્તિ જાણતી ન હોય એવો સિક્કો ખરા તરીકે વાપરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા બનાવટી સિક્કાની કિંમતની 10 ગણી રકમ સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 242 : પોતાના કબજામાં આવ્યો ત્યારે તે બનાવટી હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિએ કોઈ બનાવટી સિક્કો પોતાના કબજામાં રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 243 : પોતાના કબજામાં આવ્યો ત્યારે તે બનાવટી હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિ અને કોઈ ભારતીય સિક્કો પોતાના કબજામાં રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 244 : ટંકશાળામાં નોકરી કરતી વ્યક્તિએ કાયદાથી નક્કી કરેલા વજન અથવા મિશ્રણથી જુદા વજનના અથવા મિશ્રણના સિક્કા બને તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 245 : ટંકશાળામાંથી સિક્કા પાડવાનું સાધન ગેરકાયદેસર રીતે લઈ જવું*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ -246 : કપટપૂર્વક અથવા બદદાનતથી સિક્કાનું વજન ઓછું કરવા અથવા તેના મિશ્રણમાં ફેરફાર કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 247 : કપટપૂર્વક અથવા બદદાનતથી ભારતીય સિક્કાનું વજન ઓછું કરવા અથવા તેના મિશ્રણમાં ફેરફાર કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ -248 : કોઈ સિક્કો જુદા સિક્કા તરીકે ચલાવવાના ઈરાદાથી તેના દેખાવમાં ફેરફાર કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 249 : કોઈ ભારતીય સિક્કો જુદા સિક્કા તરીકે ચલાવવાના ઈરાદાથી દેખાવમાં ફેરફાર કરે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 250 : પોતાના કબજામાં હોય તે સિક્કામાં ફેરફાર થયો છે એવી જાણ સાથે તે બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 251 : પોતાના કબજામાં હોય તે ભારતીય સિક્કામાં ફેરફાર થયો છે એવી જાણ સાથે બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 252 : કોઈ સિક્કો પોતાના કબજામાં આવ્યો ત્યારે તેમાં ફેરફાર થયો હોવાનું જાણતી હોય એવી વ્યક્તિએ તે સિક્કો પોતાના કબજામાં રાખવો*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 253 : કોઈ ભારતીય સિક્કો પોતાના કબજામાં આવ્યો ત્યારે તેમાં ફેરફાર થયો હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિએ તે સિક્કો પોતાની પાસે રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 254 : કોઈ સિક્કો પ્રથમ વખત પોતાની પાસે આવ્યો ત્યારે તેમાં ફેરફાર થયો હોવાનું આપનાર વ્યક્તિ જાણતી ન હોય તે સિક્કો ખરા સિક્કા તરીકે આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા તે સિક્કાની કિંમતથી 10 ગણી રકમ સુધીનો દંડ

*★●કલમ - 255 : ખો
ટા સરકારી સ્ટેમ્પ બનાવવા*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 256 : ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા માટેના સાધન કે સામગ્રી પોતાની પાસે રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 257 : ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા માટેનું સાધન બનાવવું અથવા વેચવું*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 258 : બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 259 : બનાવટી સરકારી સ્ટેમ્પ પોતાની પાસે રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 260 : કોઈ સરકારી સ્ટેમ્પ બનાવટી છે તેમ જાણવા છતાં તેને સાચા તરીકે ઉપયોગ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 261 : સરકારને નુકસાન કરવાના ઈરાદાથી સરકારી સ્ટેમ્પવાળા કોઈ પદાર્થ ઉપરથી લખાણ ભૂંસી નાખવા અથવા કોઈ દસ્તાવેજ માટે વપરાયેલ સ્ટેમ્પ તેમાંથી કાઢી લે તો*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 262 : કોઈ સરકારી સ્ટેમ્પ અગાઉ ઉપયોગમાં લેવાયેલ છે તેવું જાણવા છતાં તેનો ફરી ઉપયોગ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 263 : સ્ટેમ્પનો ઉપયોગ થયો છે એમ દર્શાવતી કોઈ નિશાની ચેકી નાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 263 A : બનાવટી સ્ટેમ્પ પર પ્રતિબંધ*

*🔫શિક્ષા :-*
✔️૱ 200 સુધીનો દંડ

*'★' મહત્વની કલમો*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-24/12/2020 થી 31/12/2020🗞️*

●24 ડિસેમ્બરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ

●AIMPLBઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

●લદાખના ચાંગથાંગ સ્થિત મીઠા-ખારા પાણીના પરસ્પર જોડાયેલા બે તળાવોને વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યા.આ દેશની કેટલામી રામસર સાઈટ બની
*✔️42મી*
*✔️મીઠા પાણીનું 'સ્તાર્તાસાપુક સો' તળાવ અને ખારા પાણીનું 'સો કર' તળાવ*

●હાલમાં કેટલામી ગીતા જયંતિ ઉજવાઈ
*✔️5158મી*

●લોકડાઉનમાં જનતાની મદદ કરનારા સાંસદોમાં પ્રથમ કોણ આવ્યું
*✔️ઉજ્જૈનના ભાજપના સાંસદ અનિલ ફિરોજિયા*

●સેક્સ વર્કરોને વિના મૂલ્યે 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખા આપવાની યોજના
*✔️અન્ન બ્રહ્મ યોજના*

●સમસ્ત રબારી સમાજના મહંત જેમનું હાલમાં નિધન થયું
*✔️વિસનગરના તરભ સ્થિત વાળીના મહંત પૂજ્ય બળદેવ ગિરિજી બાપુ*

●બ્લુચિસ્તાનમાં પાકિસ્તાનના સૈન્યના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારી માનવાધિકાર કાર્યકર જેનું હાલમાં કેનેડામાં મોત થયું
*✔️કરીમા બલોચ*

●25 ડિસેમ્બરસુશાસન દિવસ

●2023નો હોકી વર્લ્ડકપ ક્યાં રમાશે
*✔️ભારતમાં*

●ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર જેમનું હાલમાં નિધન થયું
*✔️જોન એડ્રિચ*

●ઉત્તર પ્રદેશ પછી કયા રાજયમાં ધર્મ પરિવર્તન કરાવનારને કેદની સજા થશે
*✔️મધ્ય પ્રદેશ*

●પર્યાવરણ ક્ષેત્રે ઝાડવાવાળા બાપાની ઓળખ ઉભી કરનાર ઉપલેટા કાર્યકર જેમનું હાલમાં નિધન થયું
*✔️પ્રેમજીભાઈ પટેલ*

●ચીને પાકિસ્તાન સાથે 50 લશ્કરી શસસ્ત્ર કયા ડ્રોનનો સોદો કર્યો
*✔️વિંગ લૂંગ-2*

●દેશમાં પહેલીવાર કોઈ સ્ટેશન પર અલગથી પ્રાર્થના રૂમ ક્યાં બનાવાયો
*✔️ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન*

●કેન્દ્ર સરકારે ક્યાંની વાઈનરિઝને GI ટેગ આપ્યું
*✔️નાસિકની*

●સિરમ ઇન્સ્ટિટ્યૂટે ન્યુમોનિયાની પ્રથમ સ્વદેશી રસી બનાવી.આ રસીનું નામ શું છે
*✔️ન્યુમોસિલ*

●સિકલસેલ એનિમિયાના ગુજરાતના પ્રથમ દર્દી જેમનું હાલમાં નિધન થયું
*✔️વલસાડના બાવનભાઈ પટેલ*

●બ્લુમબર્ગ અહેવાલ મુજબ 2021ના ટોચના 17 દેશોમાં ઉભરતા બજારોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*✔️11મો*
*✔️થાઈલેન્ડ ટોચે*

●દેશની પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેનનો આરંભ ક્યાં થયો
*✔️દિલ્હી*

●'ગેમ ઓફ થ્રોન' ની ગેમ બનાવનાર ચીની ઉદ્યોગપતિ જેમને હાલમાં ઝેર આપી હત્યા કરવામાં આવી
*✔️લીન ચી*

●ફૂટબોલમાં પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી કોણ બન્યો
*✔️પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*
*✔️મ્યુનિચના રોબર્ટો લેવાન્ડોવસ્કીને પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ*

●થિરુવનંતપુરમમાં દેશની સૌથી નાની વયની 21 વર્ષની મેયર બની તેનું નામ શું
*✔️આર્યા રાજેન્દ્રન*

●IMFમાં સામેલ થનારો 190મો દેશ કયો બન્યો
*✔️અંડોરા*
*✔️અંડોરા યુરોપમાં આવેલો દેશ છે. ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે*

●ફોર્બ્સ દ્વારા વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોરર - 2020 રિપોર્ટ અનુસાર જાહેર સાહસોમાં ટોચનું સ્થાન કઈ કંપનીએ પ્રાપ્ત કર્યું
*✔️NTPC*

●કયા રાજ્યએ 2019માં દેશી પ્રવાસીઓને આકર્ષવામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️ઉત્તર પ્રદેશ*

●રાજસ્થાન ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના ધોરણોને ફુલફિલ કરનારું ભારતનું કેટલામું રાજ્ય બન્યું
*✔️છઠ્ઠું*

●ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે
*✔️ઓડિશા*

●અટલ બિહારી વાજપેયીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું
*✔️શિમલામાં*

●નીતિ આયોગે ક્લાઉડ સ્ટોરેજ સેવા લોન્ચ કરી છે જેનું નામ શું છે
*✔️ડિજી બોક્સ*

●ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી કયા રાજયમાં સ્થાપિત કરવામાં આવશે
*✔️ગુજરાત*

●ફિલ્મ ફેર OTT કેટેગરીમાં બેસ્ટ સિરીઝનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો
*✔️પાતાલ લોક*

●મરગાજી ઉત્સવ કયા મંદિરમાં મનાવામાં આવે છે
*✔️તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં થાનુમલાયન મંદિરમાં*

●ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️જ્હોન રીડ*

●ભારતમાં પ્રથમ વખત 3500 મીટરની ઊંચાઈએ હવામાન કેન્દ્રની રચના ક્યાં કરવામાં આવી
*✔️લેહમાં*

●ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ભારતના કયા ક્રિકેટરને મુગાલ મેડલ આપીને સન્માનિત કર્યો
*✔️અજિંક્ય રહાણે*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં તૈયાર કરાયેલો 351 કિમી. લાંબો ન્યુ ભાઉપુર- ન્યુ ખુર્જા ફેઈટ કોરિડોર દેશને સમર્પિત કર્યો
*✔️ઉત્તર પ્રદેશ*

●કયા રાજ્યમાં ધર્મ પરિવર્તન કરાવનારને 10 વર્ષની જેલ અને 50,000નો દંડનો કેબિનેટની ધાર્મિક સ્વતંત્રતા ખરડા 2020ને મંજૂરી આપવામાં આવી
*✔️મધ્યપ્રદેશ*

●ગર્ભપાતને મંજૂરી આપનાર પહેલો લેટિન અમેરિકન દેશ કયો બન્યો
*✔️આર્જેન્ટિના*

●તાજેતરમાં કવિ શમ્સુરહેમાન ફારૂકીનું નિધન થયું.

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 13 : તોલ અને માપ સંબંધી ગુનો 【કલમ 264 થી 267】📚*

*★●કલમ - 264 : તોળવા માટેના ખોટા સાધનનો કપટપૂર્વક ઉપયોગ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 265 : ખોટા તોલાનો અથવા માપનો કપટપૂર્વક ઉપયોગ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 266 : ખોટા તોલા અથવા માપ પોતાની પાસે રાખવા તે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 267 : ખોટા તોલા અથવા માપ બનાવવા કે વેચવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*'★' મહત્વની કલમો*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 14 : જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના 【કલમ 268 થી 294 A】📚*

*★●કલમ - 268 : જાહેર ત્રાસદાયક કૃત્ય*

*●કલમ - 269 : જિંદગીને જોખમકારક રોગોનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું બેદરકારી ભર્યું કૃત્ય કરે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 270 : જિંદગીને જોખમકારક રોગોનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું દ્વેષપૂર્ણ કૃત્ય થાય તો*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 271 : ક્વોરન્ટિન (અલગ પાડવાના) નિયમની વ્યાખ્યા*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 272 : વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 273 : ખાવાની કે પીવાની નુકસાનકારક વસ્તુઓ વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 274 : ઔષધિમાં ભેળસેળ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 275 : ભેળસેળ કરેલી ઔષધિ વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 276 : ઔષધિ હોય તેથી જુદા પ્રકારની ઔષધિ અથવા બનાવટી દવા તરીકે વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 દંડ અથવા બંને

*★●કલમ - 277 : જાહેર ઝરાનું અથવા જળાશયનું પાણી ગંદુ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 278 : હવાને, તંદુરસ્તી માટે નુકસાનકારક થાય એવું કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️૱500 સુધીનો દંડ

*★●કલમ - 279 : સરિયામ રસ્તા પર બેકાળજીથી વાહન ચલાવવા અથવા સવારી કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 280 : બેકાળજીથી વહાણ ચલાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 281 : ખોટો દીવો, નિશાની કે બોયું દેખાડવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 282 : સલામતી ન હોય તેવા અથવા હદ ઉપરાંત ભાર ભરેલા વહાણમાં ભાડું લઈ કોઈ વ્યક્તિને જળમાર્ગે લઈ જાય તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 283 : સરિયામ, ખુશ્કી કે તરી માર્ગમાં ભય ઉભો કરવા કે અડચણ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️૱200 સુધીનો દંડ

*●કલમ - 284 : ઝેરી પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 285 : આગ અથવા સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 286 : સ્ફોટક પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 287 : યંત્ર અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 288 : મકાનો પાડી નાખવા અથવા તેની મરામત કરવા અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 289 : પશુઓ અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 290 : અન્યથા જોગવાઈ કરવામાં આવી ન હોય તે દાખલામાં જાહેર ત્રાસદાયક કૃત્ય માટેની શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️૱200 સુધીનો દંડ

*●કલમ - 291 : ત્રાસદાયક કૃત્ય બંધ કરવાનો મનાઈ હુકમ થયા પછી તે ચાલુ રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 292 : અશ્લિલ પુસ્તકો વગેરેનું વેચાણ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️પ્રથમ વખત
2 વર્ષ સુધીની કેદ અને ૱ 2000 સુધીનો દંડ
✔️બીજી વખત
5 વર્ષ સુધીની કેદ અથવા ૱5000 સુધીનો દંડ

*●કલમ - 293 : તરુણ વ્યક્તિને અશ્લિલ વસ્તુઓ વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️પ્રથમ વખત
3 વર્ષ સુધીની કેદ અને ૱ 2000 સુધીનો દંડ
✔️બીજી વખત
7 વર્ષ સુધીની કેદ અને ૱ 5000 સુધીનો દંડ

*●કલમ - 294 : અશ્લિલ કૃત્યો અને ગીતો*

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 294 A : લોટરી કાર્યાલય રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️૱1000 સુધીનો દંડ

*👉🏻'★' મહત્વની કલમો*


💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*👮🏻‍♂️IPC પ્રકરણ ~ 15 : ધર્મ સંબંધી ગુના 【કલમ 295 થી 298】👮🏻‍♂️*
~~~~~~~~~~~~~~~~~~~
*★●કલમ - 295 : કોઈ વર્ગના લોકોના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી કોઈ ધર્મસ્થાનને હાનિ કરવા કે અપવિત્ર કરવામાં આવે તો*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 295 A : કોઈ વર્ગના લોકોના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાના ઈરાદાથી કરેલા હેતુપૂર્વક અને દ્વેષપૂર્ણ કૃત્યો*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 296 : ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 297 : કબ્રસ્તાન વગેરેમાં અપપ્રવેશ અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 298 : ધાર્મિક લાગણીઓ દુભાવવાના હેતુપૂર્વકના ઈરાદાથી શબ્દો ઉચ્ચારવા વગેરે અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*👉🏻 '★' મહત્વની કલમો*


💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 16 : માનવ શરીરને અસર કરતાં ગુના, જિંદગીને અસર કરતાં ગુના 【કલમ 299 થી 377】📚*
~~~~~~~~~~~~~~~~~~~

*📚કલમ 299 થી 348👇🏻📚*

*★●કલમ - 299 : ગુનાહિત મનુષ્યવધ*
✔️જો કોઈ વ્યક્તિ મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી અથવા જેથી મૃત્યુ નિપજવાનો સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતાના એવા કૃત્યથી મૃત્યુ નિપજાવે તેવો સંભવ છે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરીને મૃત્યુ નિપજાવે, તે ગુનાહિત મનુષ્યવધનો ગુનો કરે છે.

*★●કલમ - 300 : ખૂન*

*★●કલમ - 301 : જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય, તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાથી થતો ગુનાહિત મનુષ્ય વધ*

*★●કલમ - 302 : ખૂન માટે શિક્ષા*
✔️મોત અથવા જન્મટીપ અને દંડ

*●કલમ - 303 : આજીવન કેદના કેદીએ કરેલા ખૂનની શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️મોત

*●કલમ -304 : ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટે શિક્ષા*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંને

*●કલમ - 304 A : બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 304 B : દહેજ અપમૃત્યુ*
✔️કોઈ સ્ત્રીના લગ્ન થયાના 7 વર્ષની અંદર સામાન્ય સંજોગો હેઠળ તેને બાળી નાખી અથવા શારીરિક ઈજા અથવા બીજી રીતે મોત નિપજાવવામાં આવે અને એવું દર્શાવાય કે મૃત્યુની તરત પહેલા તેણીના પતિએ અથવા પતિના સગાઓ દ્વારા દહેજ (ડાવરી)ની માંગણીના સંબંધમાં સ્ત્રી ઉપર ક્રૂરતા આચરી છે અથવા હેરાન કરી છે તો એવું મૃત્યુ દહેજ અપમૃત્યુ કહેવાશે.એવા પતિએ અથવા સગાએ તેણીનું મૃત્યુ નિપજાવ્યું છે તેમ ગણાશે.

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષથી ઓછી ન હોય તેવી કેદ પરંતુ તે આજીવન કેદની પણ કરી શકાશે.

*●કલમ - 305 : બાળક અથવા પાગલ વ્યક્તિને આપઘાત કરવાનું દુષ્પ્રેરણ*
✔️18 વર્ષથી ઓછી વયની કોઈ વ્યક્તિ, પાગલ, સન્નિપાત થયો હોય તેવી વ્યક્તિ આપઘાત કરે અને કોઈ વ્યક્તિ તેને તેમ કરવાનું દુષ્પ્રેરણ કરે તો.

*🔫શિક્ષા :-*
✔️મોત અથવા જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 306 : આપઘાતનું દુષ્પ્રેરણ*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 307 : ખૂન કરવાની કોશિશ*

*🔫શિક્ષા :-*
✔️મોત અથવા જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 308 : ગુનાહિત માનુષવધ કરવાની કોશિશ*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 309 : રદ*
✔️આપઘાત કરવાની કોશિશ એવી કલમ હતી.

*★●કલમ - 310 : ઠગ*
✔️અધિનિયમ પસાર થયા પછી કોઈ વ્યક્તિ કોઈપણ સમયે ખૂન કરીને કે ખૂન સાથે લૂંટ કરવાના અથવા બાળ ચોરીના હેતુથી બીજી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની સાથે કાયમ તેની સાગરીત બનીને રહેતી હોય તેને ઠગ કહેવાય.

*●કલમ - 311 : ઠગની શિક્ષા*
✔️જન્મટીપ અને દંડ

*●કલમ - 312 : ગર્ભપાત કરાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 313 : સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 314 : ગર્ભપાત કરાવવાના ઈરાદાથી કરેલા કૃત્યથી મૃત્યુ નિપજાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 315 : બાળક જીવતું ન જન્મે અથવા જન્મ્યા પછી તે મરી જાય એમ કરવાના ઈરાદાથી કરેલું કૃત્ય*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 316 : ગુનાહિત મનુષ્યવધ ગણાય એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયું હોય એવા અજાત બાળકનું મૃત્યુ નિપજાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 317 : માતા કે પિતાએ અથવા બાળકની સંભાળ રાખનારી વ્યક્તિએ 12 વર્ષથી ઓછી વયના બાળકને આરક્ષિત મૂકી દે કે ત્યજી દે તો*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 318 : મૃતદેહનો છૂપી રીતે નિકાલ કરીને જન્મ છુપાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 319 : વ્યથા*
✔️જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજાવે તેણે તેને વ્યથા કરી કહેવાય.

*★●કલમ - 320 : મહાવ્યથા*
✔️નીચે જણાવેલા પ્રકારની વ્યથાને મહાવ્યથા કહેવાય.
1. પુરુષત્વનો નાશ
2. બેમાંથી કોઈ આંખની જોવાની શક્તિનો કાયમને માટે નાશ
3. બેમાંથી કોઈ કાનની સાંભળવાની શક્તિનો કાયમને માટે નાશ
4. કોઈ અવયવ કે સાંધાનો નાશ
5. કોઈ અવયવ કે સાંધાની શક્તિનો નાશ અથવા કાયમી ખોટ
6. મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
7. હાડકાંનું અથવા દાંતનું ભાંગી જવું અથવા ખસી જવું
8. જેથી જિંદગી જોખમમાં મુકાય અથવા વ્યથા ભોગવનારને 20 દિવસ સુધી સખત શારીરિક પીડા થાય અથવા તેનું રોજીંદુ કામકાજ કરવા તે અશક્તિમાન બને તેવી વ્યથા.

*★●કલમ - 321 : સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા અંગે*

*★●કલમ - 322 : સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા અંગે*

*●કલમ - 323 : સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલ
મ - 324 : ભયંકર હથિયાર કે સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 325 : સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 326 : ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 326 A : એસિડ વગેરેના ઉપયોગથી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️ઓછામાં ઓછી 10 વર્ષની પરંતુ જે આજીવન કેદ સુધી થઈ શકે અને દંડ

*●કલમ - 326 B : સ્વેચ્છાપૂર્વક એસિડ નાખવો અથવા એસિડ નાખવાનો પ્રયત્ન કરવો*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષની પરંતુ 7 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ

*●કલમ - 327 : બળજબરીથી મિલકત કઢાવી લેવા એ કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 328 : ગુનો કરવાના ઈરાદાથી ઝેર વગેરેથી વ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 329 : બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 330 : બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 331 : બળજબરીથી કબૂલાત કરવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 332 : રાજ્યસેવકને પોતાની ફરજ બજાવતો રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 333 : રાજ્યસેવકને પોતાની ફરજ બજાવતાં રોકવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 334 : ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 335 : ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️4 વર્ષ સુધીની કેદ અથવા ૱2000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 336 : બીજાઓની જિંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકે એવું કૃત્ય*

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા ૱250 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 337 : બીજાઓની જિંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવા કૃત્યથી વ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 338 : બીજાઓની જિંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકાય એવા કૃત્યથી મહાવ્યથા કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

~~~~~~~~~~~~~~~~~~~

*📚ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત 【કલમ 339 થી 348】📚*

*★●કલમ - 339 : ગેરકાયદે અવરોધ*
✔️જ્યાં થઈને જવાનો રણજીતને હક હોય તે રસ્તો બંધ કરવાનો પોતાને હક હોવાનું શુદ્ધબુદ્ધિથી પોતે માનતો ન હોવા છતાં રાજેશ તેમાં અડચણ ઉભી કરે છે, આથી રણજીત ત્યાંથી પસાર થઈ શકતો નથી તો રાજેશે રણજીતનો ગેરકાયદે અવરોધ કરે છે.

*★●કલમ - 340 : ગેરકાયદે અટકાયત*
✔️ચારે તરફ દીવાલો વાળી જગ્યાની અંદર રણજીતને પ્રવેશ કરાવીને રાજેશ તેને પુરી દે છે. આ રીતે દીવાલોની નિશ્ચિત સીમા બહાર કોઈ દિશામાં રણજીત જઈ શકતો નથી તો રાજેશ રણજીતને ગેરકાયદે અટકાયતમાં રાખે છે તેમ કહેવાય.

*●કલમ - 341 : ગેરકાયદે અવરોધ માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 342 : ગેરકાયદે અટકાયત માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 343 : 3 કે તેથી વધુ દિવસો સુધી ગેરકાયદે અટકાયત*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 344 : 10 કે તેથી વધુ દિવસો સુધી ગેરકાયદે અટકાયત*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 345 : જેને કાઢી મુકવાની રિટ કાઢવામાં આવી હોય તે વ્યક્તિની ગેરકાયદે અટકાયત*

*🔫શિક્ષા :-*
✔️અન્ય કોઇ કલમ હેઠળ તે જેટલી મુદતની કેદને પાત્ર હોય તે ઉપરાંત 2 વર્ષ સુધીની કેદ

*★●કલમ - 346 : ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત*

*🔫શિક્ષા :-*
✔️અન્ય કોઈ કલમ હેઠળ તે જેટલી મુદતની કેદને પાત્ર હોય તે ઉપરાંત 2 વર્ષ સુધીની કેદ

*●કલમ - 347 : બળજબરીથી મિલકત કઢાવી લેવા અથવા ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે ગેરકાયદેસર અટકાયત*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 348 : બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે ગેરકાયદે અટકાયત*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*👉🏻'★' મહત્વની કલમો*

*IPC પ્રકરણ - 16ની કલમ 349 થી 377 આવતી પોસ્ટમાં*

*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 16📚*

*📚ગુનાહિત બળ અને હુમલો 【કલમ 349 થી 358📚*

*★🛑કલમ - 349 : બળ*
✔️જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગતિમાન કરે, તેની ગતિમાં ફેરફાર કરે કે તેની ગતિ બંધ કરે અથવા તેના શરીરના કોઈ ભાગ સાથે અથવા તેણે પહેરી હોય કે તેની પાસે હોય તેવી કોઈ વસ્તુ સાથે કોઈ પદાર્થ સંસર્ગમાં આવે અને એ રીતે એવા સંસર્ગથી સ્પર્શેન્દ્રીયને અસર થાય તો બીજી વ્યક્તિ ઉપર બળ વાપર્યું છે.તેમ કહેવાય

*★🛑કલમ - 350 : ગુનાહિત બળ*

*★🛑કલમ - 351 : હુમલો*
✔️માત્ર શબ્દો ઉચ્ચારવાથી હુમલાનો ગુનો બનતો નથી પરંતુ ઉચ્ચરેલા શબ્દો, તેની ચેષ્ટા અને તૈયારીને એવું સ્વરૂપ આપી શકે કે જેથી તે ચેષ્ટા અને તૈયારી હુમલો ગણાય.

*🛑કલમ - 352 : ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધી સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*🛑કલમ - 353 : રાજ્યસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 354 : કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️ઓછામાં ઓછી 1 વર્ષની કેદ કે જે 5 વર્ષ સુધી થઈ શકે તેવી કે અને દંડ

*★🛑કલમ - 354 A : જાતીય સતામણી અને જાતીય સતામણી માટેની શિક્ષા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની થઈ શકે તેવી કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 354 B : કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઈરાદાથી તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️ઓછામાં ઓછા 3 વર્ષની પરંતુ જે 7 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ

*🛑કલમ - 354 C : વોયરિઝમ (બીજાના જનનેન્દ્રીયો અને સંભોગ જોઈને લૈંગિક તૃપ્તિ મેળવવી)*

*🔫શિક્ષા :-*
✔️પ્રથમ વખત
ઓછામાં ઓછા 3 વર્ષની પરંતુ જે 3 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ
✔️બીજી વખત
ઓછામાં ઓછી 3 વર્ષની પરંતુ જે 7 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ

*🛑કલમ - 354 D : પીછો કરવો*

*🔫શિક્ષા :-*
✔️પ્રથમ વખત
3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️બીજી વખત
5 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 355 : ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય કોઈ વ્યક્તિનું અપમકાન કરવાના ઈરાદાથી હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવું*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 356 : કોઈ વ્યક્તિ પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતા હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવું*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*🛑કલમ - 357 : કોઈ વ્યક્તિને ગેરકાયદે અટકાયતમાં રાખવાની કોશિશ કરતાં તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવું*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*🛑કલમ - 358 : ગંભીર ઉશ્કેરાટને કારણે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 200 સુધીનો દંડ અથવા બંને

~~~~~~~~~~~~~~~~~~~

*📚અપહરણ, અપનયન, ગુલામી અને વેઠ 【કલમ 359 થી 374】📚*

*★🛑કલમ - 359 : અપહરણ*
✔️અપહરણના બે પ્રકાર છે.
1.ભારતમાંથી અપહરણ 🛑(કલમ - 360)
2.કાયદેસરના વાલીપણામાંથી અપહરણ 🛑(કલમ - 361)

*★🛑કલમ - 362 : અપનયન*
✔️જો કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અમુક જગ્યાએ જવાની બળજબરીથી ફરજ પાડે અથવા કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તેણે તે વ્યક્તિનું અપનયન કર્યું કહેવાય.

*★🛑કલમ - 363 : અપહરણ કરવા માટેની શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️બેમાંથી કોઈપણ અપહરણ કરે તો 7 વર્ષ સુધીની કેદ અને દંડ

*★🛑કલમ - 363 A : ભીખ માંગવા માટે કોઈ સગીરનું અપહરણ કરવા અથવા તેને અપંગ બનાવવા અંગે*
✔️સગીર એટલે
પુરુષ :- 16 વર્ષથી ઓછી વયની વ્યક્તિ
સ્ત્રી :- 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ કેદ અને દંડ

*🛑કલમ - 364 : ખૂન કરવા માટે અપહરણ અથવા અપનયન કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડ

*🛑કલમ - 364 A : મુક્તિ દંડ વગેરે માટે અપહરણ*

*🔫શિક્ષા :-*
✔️મોત અથવા જન્મટીપ અને દંડ

*🛑કલમ - 365 : કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદાથી અપહરણ અથવા અપનયન કરવા અંગે*


*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 366 : કોઈ સ્ત્રીને લગ્ન વગેરે કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા, અપનયન કરવા અથવા દબાણ કરવા અંગે*


*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 366 A : સગીર બાળા મેળવી આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 366 B : વિદેશમાંથી બાળાને આયાત કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 367 : કોઈ વ્યક્તિને મહાવ્યથા કે ગુલામી વગેરેનો ભોગ બનાવવા માટે તેનું અપહરણ કે અપનયન કરવું*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*🛑કલમ - 368 : અપહરણ કરેલી કે અપ