સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 21-22/08/2020🗞️*

●દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પહેલીવાર ટોપ-10 સ્વચ્છતા રેન્કિંગમાં ગુજરાતના કેટલા શહેરોનો સમાવેશ થયો
*✔️4*
*✔️સુરત બીજા, અમદાવાદ પાંચમા, રાજકોટ છઠ્ઠા અને વડોદરા દસમા ક્રમે*

*✔️સ્વચ્છતા સર્વેક્ષણ : 2020👇🏻*
*✔️મધ્ય પ્રદેશનું ઇન્દોર સતત ચોથી વખત નંબર વન*
*✔️બિહારનું પાટનગર પટણા સૌથી તળિયે*
*✔️100 થી વધુ સ્વચ્છ શહેરોની કેટેગરીમાં છત્તીસગઢ સૌથી સ્વચ્છ રાજ્ય*
*✔️100 થી ઓછા શહેરોની કેટેગરીમાં ઝારખંડ સૌથી સ્વચ્છ રાજ્ય*
*✔️40 લાખથી વધુ વસતીવાળા મેગાસિટીમાં અમદાવાદ પ્રથમ*
*✔️10 લાખ સુધીની વસતીની કેટેગરીમાં છત્તીસગઢનું અંબિકાપુર સૌથી સ્વચ્છ શહેર*
*✔️10 લાખથી વધુ વસતી ધરાવતા અને સ્વચ્છતાની કેટેગરીમાં સ્વનિર્ભર શહેરોમાં રાજકોટ પ્રથમ સ્થાને*
*✔️25,000ની વસતી ધરાવતા શહેરોની કેટેગરીમાં પાટણ ત્રીજું સ્વચ્છ શહેર જાહેર કરાયું*
*✔️ગંગા કિનારે આવેલું સૌથી સ્વચ્છ શહેર - વારાણસી*
*✔️શહેરની સ્વચ્છતામાં મહત્તમ નાગરિક ભાગીદારી - શાહજહાંપુર*
*✔️સ્વચ્છતાના મામલે ઝડપી પ્રગતિ કરનાર શહેર - જોધપુર*
*✔️10 લાખથી ઓછી વસતી ધરાવતું સ્વચ્છતા મામલે આત્મનિર્ભર શહેર - મૈસુર*
*✔️સૌથી સ્વચ્છ નાના શહેર - અંબિકાપુર અને બુરહાનપુર*
*✔️1 થી 3 લાખની વસતી ધરાવતું સૌથી સ્વચ શહેર - તિરુપતિ*
*✔️સૌથી સ્વચ્છ રાજધાની - નવી દિલ્હી*
*✔️સૌથી ઝડપથી સ્વચ્છ બનતી રાજધાની - લખનઉ*
*✔️સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ એરિયા - જલંધર, દિલ્હી અને મેરઠ*

●ગણોત ધારામાં સુધારાઓની ઘોષણા મુજબ ગુજરાતમાં હવે કૃષિ પશુપાલન યુનિવર્સિટી કે શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે કોની પૂર્વ મંજૂરી કે પરવાનગી લેવી પડશે નહીં
*✔️જિલ્લા કલેક્ટર*

●રશિયાના વિપક્ષી નેતા જેમને વિમાન પ્રવાસ વખતે ચ્હામાં ઝેર આપી મારી નાખવાનું કાવતરું ઘડાયું
*✔️એલેક્સી નાવાલ્ની*

●ખેલરત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓને ખેલકૂદ મંત્રાલયે પ્રાઈઝ મની વધારી👇🏻
*✔️ખેલરત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓને 7.5 ના બદલે 25 લાખ રૂપિયા મળશે*
*✔️અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીને 5 ને બદલે 15 લાખ રૂપિયા મળશે*
*✔️દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાને 5 ને બદલે 10 લાખ*
*✔️ધ્યાનચંદ એવોર્ડ વિજેતાને 5 ને બદલે 10 લાખ રૂપિયા મળશે*
*✔️ધ્યાનચંદ લાઈફટાઈમ એવોર્ડ વિજેતાને 5 ને બદલે 15 લાખ રૂપિયા*
*✔️ચાલુ વર્ષે કુલ 62 ખેલાડીઓ અને કોચને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે*
*✔️જેમાં 5 ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, 29ને અર્જુન એવોર્ડ, 13ને દ્રોણાચાર્ય એવોર્ડ અને 15ને ધ્યાનચંદ એવોર્ડ*
*✔️રોહિત શર્મા ખેલરત્ન મેળવનાર ચોથો ક્રિકેટર બનશે*

●સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી
*✔️આણંદની ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જોષી*
*✔️પ્રથમવાર આ એવોર્ડ કોઈ ગુજરાતીને મળશે*

●અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સૌથી વધુ ઝડપ અને સ્ફૂર્તિ ધરાવતી 19 વર્ષીય વાઘણનું મોત થયું. આ વાઘણનું નામ શું હતું
*✔️અનન્યા*
*✔️વાઘ-સિંહનું સરેરાશ આયુષ્ય 15 વર્ષ હોય છે*

●તાજેતરમાં બ્રિટન અને આયર્લેન્ડમાં કયું વાવઝોડું ત્રાટક્યું
*✔️એલેન*

●દેશના નવા ચૂંટણી કમિશનર પદે કોને નીમવામાં આવ્યા
*✔️પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમાર*

●સૌથી નાની વયે ટી20 ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર યંગેસ્ટ બોલર કોણ બન્યો
*✔️અફઘાનિસ્તાનનો સ્પિનર રશીદ ખાન*

●વાહનોની PUC સર્ટિફિકેટની ફીમાં વધારો👇🏻
*✔️ટુ વ્હીલર - 20 થી વધારી 30 ૱*
*✔️રીક્ષા - 25 થી વધારી 60 ૱*
*✔️ફોર વ્હીલર - 50 થી વધારી 80 ૱*
*✔️ટ્રક-બસ - 60 થી વધારી 100 ૱*

💥રણધીર💥
🌍અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્રધુની કઈ છે
*☑️પાલ્ક*

🌍રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે
*☑️મલેશિયા*

🌍'પમ્પાસ' નામનું ઘાસ ક્યાં થાય છે
*☑️દક્ષિણ અમેરિકા*

🌍કયા દેશની ભાષા ચકમા અને માઘ છે
*☑️બાંગ્લાદેશ*

🌍વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે
*☑️ભારત*

🌍વિશ્વમાં સૌથી મોટી 'મરડેકા મસ્જિદ' કયા દેશમાં છે
*☑️સાઉદી અરબ*

🌍વિશ્વમાં સૌથી વધારે કપાસ ઉત્પાદક દેશ કયો
*☑️અમેરિકા*

🌍પામીરની ગિરિમાળાઓની દક્ષિણે શું આવેલ છે
*☑️હિન્દુકુશ અને સુલેમાન પર્વતો*

🌍બે વિશાળકાય જળક્ષેત્રોને જોડતા સમુદ્ર જળનાં સાંકડા અને લાંબા પટ્ટાને શું કહે છે
*☑️સામુદ્રધુની*

🌍પેરિસના 'એફિલ ટાવર'ની ઊંચાઈ કેટલી છે
*☑️325 મીટર*

🌍ગ્રીનીચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે
*☑️લંડન*

🌍એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર ખાડી કઈ છે
*☑️બેરિંગ ખાડી*

🌍પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં કયો પ્રવાહ 'ઠંડા પ્રવાહ' તરીકે જાણીતો છે
*☑️હમ્બોલ્ટ*

🌍પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવવૃત્ત પાસે કલાકના આશરે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે
*☑️1600 કિમી.*

🌍આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી હોય છે
*☑️વાંકીચૂકી*

🌍એશિયા , આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોને કયા દેશો તરીકે ઓળખવામાં આવે છે
*☑️ત્રીજા વિશ્વના દેશો*

🌍યુક્રેઈનનો કયો ભાગ રશિયા સાથે 2014માં જોડાયો
*☑️ક્રીમિયા*

🌍ગુલાબી તળાવ 'લેક હિલિયર' ક્યાં આવેલું છે
*☑️પશ્ચિમ ઓસ્ટ્રેલિયા*

🌍ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા
*☑️રશિયનો*

💥R.K.💥
*🪐ભૂકંપ (Earthquake)🪐*

*◆વ્યાખ્યા :-* પૃથ્વીના પેટાળમાં થતા સંચાલનના કારણે ભૂ-સપાટીનો નબળો ભાગ ધ્રુજી ઉઠે છે જેને ભૂકંપ કહે છે.

*◆ભૂકંપ કેન્દ્ર (Focus) :-* જ્યાંથી પૃથ્વીના પેટાળમાં ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે.

*◆ભૂકંપ નિર્ગમન કેન્દ્ર (Epicenter) :-* ભૂકંપ કેન્દ્રની નજીક જે સ્થળે પૃથ્વી સપાટી પર ભૂકંપનો અનુભવ થાય છે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે.

☑️Focus અને Epicenter વચ્ચેના અંતરને Focal depth કહે છે.

*◆ભૂકંપ માપવાનું સાધન :-* સિસ્મોગ્રાફ

*◆ભૂકંપ માપવાનું એકમ :-* (1)મરક્યૂરી સ્કેલ અને (2)રિક્ટર સ્કેલ.

☑️ભૂકંપની આગાહી 10 સેકન્ડ પહેલા જ કરી શકાય.

*◆ભૂકંપના કારણો :-*
1.જ્વાળામુખીજન્ય ભૂકંપ.
2.વિભંગજન્ય ભૂકંપ.
3.ભૂસંતુલનજન્ય ભૂકંપ.

*◆ભૂકંપીય લહેરો :-*
1. P-Waves (પ્રાથમિક લહેરો)
2. S-Waves (દ્વિતીય લહેરો)
3. R-Waves (Love Waves) (ભૂપૃષ્ઠીય તરંગો) (આ તરંગો ભૂકંપમાં સૌથી વધુ નુકસાન કરે છે.)

*◆ભૂકંપીય ઝોન (2003 થી 4 ઝોન) :-*

*▶️ઝોન-4* 8 કે તેથી વધુ તીવ્રતા, સૌથી વધુ જોખમી વિસ્તાર

*▶️ઝોન-3* 6.1 કે તેથી વધુ તીવ્રતા, મધ્યમ જોખમનો વિસ્તાર

*▶️ઝોન-2* 6 કે તેથી ઓછી તીવ્રતા, ઓછો જોખમી વિસ્તાર

*▶️ઝોન-1* ક્યારેક જ ઓછી તીવ્રતાવાળો ભૂકંપ વિસ્તાર

💥રણધીર💥
*🚫ડિઝાસ્ટર મેનેજમેન્ટ full form🚫*

*NDMA* - National Disaster Management Authority

*NEC* - National Executive Committee

*NIDM* - National Institute of Disaster Management

*NDRF* - National Disaster Response Force

*SDMA* - State Disaster Management Authority

*DDMA* - District Disaster Management Authority.

💥 R.K.💥
*🌍ભૌતિક ભૂગોળ🌍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🌱સૌર પ્રણાલીની શોધ કોણે કરી હતી
*✔️કોપરનિક્સ*

🌱બ્રહ્માંડમાં વિસ્ફોટક તારો કોને કહેવાય છે
*✔️અભિનવ તારો*

🌱કોની વચ્ચે સરેરાશ અંતર 'એક ખગોળીય એકમ' કહેવાય છે
*✔️પૃથ્વી તથા સૂર્ય*

🌱સૂર્યના રસાયણના મિશ્રણમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે
*✔️71%*

🌱સુપરનોવા એટલે
*✔️એક મૃતઃપ્રાય તારો*

🌱ઉત્તરધ્રુવની શોધ કોણે કરી હતી
*✔️રોબર્ટ પિયરી*

🌱પૃથ્વી ક્યાં સ્થિત છે
*✔️શુક્ર અને મંગળની મધ્યમાં*

🌱કોણે સૌપ્રથમ પૃથ્વીનો પરિઘ માપ્યો
*✔️ઈરેસ્ટોસ્થનીજ*

🌱નાસાના કયા ગ્રહને સંબંધિત મિશનનું નામ 'જૂનો' છે
*✔️ગુરુ*

🌱'સી ઓફ ટ્રાન્ક્વીલીટી' ક્યાં છે
*✔️ચંદ્ર*

🌱ગ્રહ શું છે
*✔️એક પ્રકાશમાન પીંડ જે ચમકતો નથી*

🌱વલન પ્રક્રિયા શેનું પરિણામ છે
*✔️પર્વત નિર્માણકારી બળ*

🌱પૃથ્વીની સપાટી પર ભૂકંપના કેન્દ્રની ચોક્કસ ઉપરના બિંદુને શું કહેવાય છે
*✔️અધિકેન્દ્ર*

🌱ભૂકંપનું કારણ -
*✔️ટેકસોનિઝમ*

🌱મૌનાલોઆ શેનું ઉદાહરણ છે
*✔️સક્રિય જ્વાળામુખી*

🌱જ્વાલામુખ રિંગ ઓફ ફાયર કયા મહાસાગરને સંબંધિત છે
*✔️પ્રશાંત મહાસાગર*

🌱જ્વાળામુખીના કપ આકારના મુખને શું કહે છે
*✔️કેટર*

🌱આફ્રિકાના સર્વોચ્ચ પર્વત શિખર માઉન્ટ ફિલિમાંજરો ક્યાં સ્થિત છે
*✔️તંજાનિયા*

🌱ફ્રાન્સ તથા સ્પેનની વચ્ચે સીમા બનાવનાર પર્વત -
*✔️પૈરિનીજ*

🌱સમુદ્રી પવનો વહે છે
*✔️દિવસના સમયે*

🌱ડોલડ્રમ શું છે
*✔️ઉષ્ણકટિબંધીય પવન પટ્ટી*

🌱'સિરોકો' એક નામ કયા અર્થ માટે પ્રયુક્ત થાય છે
*✔️એક સ્થાનીય પવન માટે*

🌱'ફ્રન્ટલ રેઈનફોલ' શેના કારણે થાય છે
*✔️ચક્રવાતીય ગતિવિધિ*

🌱ટોરનેડો
*✔️એક અતિ નિમ્ન દબાણ કેન્દ્ર*

🌱વાદળોની દિશા તેમજ ગતિ માપવાવાળું યંત્ર કહેવાય છે
*✔️નેફોસ્કોપ*

🌱સમાન વરસાદવાળા ક્ષેત્રને જોડનારી રેખાને શું કહેવાય છે
*✔️આઈસોહાઈટ*

🌱'મોરેન' ક્યાં બને છે
*✔️હિમક્ષેત્ર*

🌱પૃથ્વીના સ્થળપૃષ્ઠનો કેટલો ભાગ રણપ્રદેશ છે
*✔️5મો*

*👆🏾અન્ય રાજ્યોની તથા ભારત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ભૌતિક ભૂગોળના પ્રશ્નો*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 23/08/2020 થી 25/08/2020🗞️*

●પેટ્રોલિયમ ઉત્પાદનમાં સાઉદી અરબને પાછળ ધકેલી કયો દેશ બીજા ક્રમનો ઉત્પાદક દેશ બન્યો
*✔️રશિયા*
*✔️અમેરિકા દૈનિક 1 કરોડ બેરલ સાથે પ્રથમ ક્રમે*

●જામનગરના કયા વિસ્તારમાં શિપબ્રેકીંગ યાર્ડ શરૂ કરવા સરકારે મંજૂરી આપી
*✔️સચાણા*

●દેશનું સૌપ્રથમ ટેક્સટાઈલ વર્ચ્યુઅલ એક્ઝિબિશન ફેબેક્સાનું ઇ-ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️અમદાવાદ*

●દેશમાં પહેલી જ વાર હાલરી ગધેડીના દૂધની પ્રથમ ડેરી ક્યાં બનશે
*✔️હરિયાણાના હિસાર ખાતે*

●ચીને પાકિસ્તાન માટે પ્રથમ ઉન્નત કયું યુદ્ધ જહાજ લોન્ચ કર્યું
*✔️ટાઈપ-054 AP*

●પૂર્વ ફૂટબોલ કેપ્ટન બાઇચૂંગ ભુટિયાના નામ પર સ્ટેડિયમ ક્યાં બન્યું
*✔️સિક્કિમના નામચી જિલ્લામાં*
*✔️દેશમાં પ્રથમ વખત કોઈ સ્ટેડિયમનું નામ ફૂટબોલરના નામ પર રખાયું.*

●કયા દેશમાં માર્કો અને લૉરા વાવાઝોડું ત્રાટક્યું
*✔️ક્યૂબા*

●બૈરુતમાં થયેલા વિસ્ફોટને પગલે લેબેનોનના પ્રધાનમંત્રી જેમને પદ પરથી રાજીનામું આપ્યું
*✔️હસન દીઆદ*

●દેશનો સૌથી લાંબો 1.8 કિમી. રિવર રોપ-વે કયા રાજયમાં શરૂ થયો
*✔️આસામ*
*✔️ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી ઉપર*

●તાજેતરમાં મનીતોંબીસિંહનું અવસાન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️ફૂટબોલ*

●પેરુના પ્રધાનમંત્રી તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️વલ્ટર રોઝર માલ્ટોસ રૂઇન*

●24 ઓગસ્ટવિશ્વ ગુજરાતી દિવસ
*✔️કવિ નર્મદનો જન્મદિવસ*

💥રણધીર💥
*📖ગુજરાતી વ્યાકરણ આધારિત સવાલો📖*

📚કઈ વિભક્તિ 'છૂટાં પડવાનો ભાવ' દર્શાવે છે
*✔️અપાદાન*

📚ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે
*✔️ત્રણ*

📚કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે
*✔️મિશ્રવાક્ય*

📚ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે
*✔️કરણ*

📚મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ............ કહે છે
*✔️કેવળપ્રયોગી*

📚વિશેષણને વિશેષ્યની આગળ મુકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય
*✔️અનુવાદ્ય*

📚વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને .......... કહે છે
*✔️મહાપ્રાણ*

📚'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે
*✔️છંદ*

📚કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે
*✔️વિધિવાક્ય*

📚ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે......
*✔️સંપ્રદાન*

📚પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે
*✔️સંબંધ*

📚સંજ્ઞાના પ્રકારો કેટલા છે
*✔️પાંચ*

📚'અપહ્ નુતિ' એટલે...
*✔️નકારવું*

📚ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે
*✔️છ*

📚મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે
*✔️કાકુ પ્રયોગ*

📚ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે
*✔️પાંચ*

📚ક્રિયાપદના મૂળરૂપને શું કહે છે
*✔️ધાતુ*

📚અધૂરી ક્રિયા દર્શાવનાર પદોને શું કહે છે
*✔️કૃદંત*

📚ગુજરાતી ભાષામાં અઘોષ વ્યંજનો કેટલા છે
*✔️13*

📚અનુગો શું દર્શાવવાનું કાર્ય કરે છે
*✔️વિભક્તિ*

📚ગુજરાતી ભાષામાં કેટલા શુદ્ધ કાળ છે
*✔️પાંચ*

📚અવાજનું નાદતત્ત્વ પ્રગટાવતા શબ્દોને શું કહેવાય
*✔️રવાનુકારી*

📚ગુજરાતી ભાષામાં કેટલા મિશ્રકાળ છે
*✔️બાર*

📚'બંને વસ્તુમાં રહેલો સમાન ગુણ' એટલે -
*✔️સાધારણ ધર્મ*

📚સંજ્ઞાના મુખ્ય વચનો કેટલા છે
*✔️બે*

📚ગુજરાતી ભાષામાં વિભક્તિના પ્રકારો કેટલા છે
*✔️સાત*

📚સંસ્કૃતમાંથી આવતા શબ્દોને કયા શબ્દો કહે છે
*✔️તત્સમ શબ્દો*

📚સંસ્કૃતમાંથી ઉદ્દભવીને ફેરફાર સાથે ગુજરાતીમાં આવેલા શબ્દોને શું કહે છે
*✔️તદભવ*

📚ગુજરાતી ભાષામાં કેટલા વ્યંજનો છે
*✔️34*

📚ગુજરાતી ભાષામાં કેટલી વિભક્તિઓ છે
*✔️આઠ*

📚ગુજરાતી ભાષામાં વ્યંજનના કેટલા વર્ગો છે
*✔️પાંચ*

📚ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે
*✔️પાંચ*

📚નામની પછી આવતા વિશેષણને કયું વિશેષણ કહે છે
*✔️વિધેય વિશેષણ*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-26/08/2020🗞️*

●ક્રિકેટ ઈતિહાસમાં 600 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર કોણ બન્યો
*✔️ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન*
*✔️600મી વિકેટ પાકિસ્તાનના અઝહરઅલીની લીધી*

●દુનિયાનો સૌથી ઝડપી માનવ કેલ્ક્યુલેટર કોણ બન્યો
*✔️હૈદરાબાદનો નિલકાંત ભાનુ પ્રકાશ*
*✔️સ્કોટ ફ્લેન્સબર્ગ અને શકુંતલા દેવીનો રેકોર્ડ પણ તોડ્યો*

●તાજેતરમાં ઓગસ્ટ્સ સેકન્ડ વાવાઝોડું કયા દેશમાં ત્રાટક્યું
*✔️બ્રિટન*

●હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જાહેરાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં 'અટલ ટનલ'નું ઉદ્દઘાટન કરશે.આ ટનલ લેહ-મનાલી હાઈ-વે પર પીર પંજાલ રેન્જમાં રોહતાંગ પાસ હેઠળ બનાવવામાં આવી રહી છે. તે દરિયાની સપાટીથી 3100 મીટરની ઊંચાઈ પર છે. તેની લંબાઈ કેટલી છે
*✔️8.8 કિમી.*

●70 વર્ષ પહેલા લુપ્ત માનવામાં આવતી ઊડતી ખિસકોલી હાલ ક્યાં નજરે પડી
*✔️ઉત્તરાખંડના ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં*

●આદિજાતિ બાબતોમાં મંત્રાલયે આદિજાતિ આરોગ્ય અને પોષણ પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલનું નામ શું છે
*✔️આરોગ્ય*
*✔️મંત્રાલયે આરોગ્ય અને પોષણ અંગેના આલેખ ઈ-ન્યૂઝલેટરનો પ્રારંભ પણ કર્યો.*

●માલીના રાષ્ટ્રપતિ જેમને સેનાના દબાણ હેઠળ રાજીનામું આપ્યું
*✔️ઈબ્રાહિમ બુબાકાર કેટા*

●BSFના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️રાકેશ અસ્થાના*
*✔️BSF પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદનું રક્ષણ કરે છે*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:- 27/08/2020 થી 31/08/2020🗞️*

●નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ નંબરે આવ્યું
*✔️ગુજરાત*
*✔️75.19 ગુણાંક સાથે ગુજરાત આખા દેશમાં નિકાસલક્ષી નીતિમાં મોખરે*
*✔️મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા ક્રમે*

●મહિલા ટી20 ક્રિકેટમાં 4 બોલમાં 4 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ખેલાડી કોણ બની
*✔️જર્મન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અનુરાધા ડેડાબલ્લાપુર*

●અમેરિકાના લુઈસિયા અને ટેક્સાસમાં 164 વર્ષનું સૌથી મોટું વાવાઝોડું આવ્યું.તેનું નામ શું
*✔️લૌરા*

●દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*✔️બાવી*

●ભારત કયા દેશ પાસેથી 1 અબજ ડોલરમાં બે આકાશી રેડાર એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (એવોક્સ) ખરીદશે
*✔️ઈઝરાયેલ*

●વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીનું ભવ્ય મંદિર ક્યાં બનાવાઈ રહ્યું છે
*✔️તેલંગણા*
*✔️120 કિલો સોનાની મૂર્તિ*
*✔️45 એકરમાં*
*✔️તેને સ્ટેચ્યુ ઓફ ઈકવાલિટી (સમાનતાની મૂર્તિ) નામ આપવામાં આવ્યું*

●જાપાનના વડાપ્રધાન જેમને માંદગીના કારણે રાજીનામું આપ્યું
*✔️શિંજો આબે*

●119 ટુર્નામેન્ટ જીતનાર બોબ અને માઈક બ્રાયન બ્રધર્સની જોડીએ હાલમાં નિવૃત્તિ લીધી.તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️ટેનિસ*

●વિશ્વનું સૌથી મોટું 1500 કરોડનું ટોય મ્યુઝિયમ(બાલ ભવન) દેશમાં કયા રાજ્યમાં બનશે
*✔️ગુજરાત*
*✔️11 લાખ રમકડાં હશે*
*✔️ગાંધીનગર નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીનમાં બનશે*

●રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ કઈ સંસ્થાને મળ્યો
*✔️ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ*
*✔️નિલેશ કુલકર્ણી આ સંસ્થાના સ્થાપક છે*

●હોલીવુડ ફિલ્મ 'બ્લેક પેંથર' ના અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️ચૈડવિક બોસમેન*

●ભારતે નાણાકીય વર્ષ 2019-20માં ખાદ્ય મસાલાની કેટલા ટન નિકાસ કરી
*✔️11,83,000 ટન*
*✔️ભારત 185 દેશમાં મસાલા મોકલે છે*
*✔️સૌથી વધુ 4,84,000 ટન મરચાની નિકાસ કરી*
*✔️બીજા ક્રમે જીરું*

●ટી20 ક્રિકેટમાં એક દિવસમાં સદી અને અડધી સદી બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*✔️બેલ્જિયમના બેટ્સમેન શહરયાર બટ્ટ*

●ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય દલિત મહિલા સાંસદ કોણ બની
*✔️સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની કૌશલ્યા વાઘેલા*

●ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં ભારતને સૌપ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો.આ ચેસ ઓલિમ્પિયાડમાં કયા દેશ સાથે ભારતને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યો
*✔️રશિયા*

●UAE દ્વારા કયા દેશના બહિષ્કાર માટે ઘડાયેલો 48 વર્ષ જૂનો કાયદો રદ કરવામાં આવ્યો
*✔️ઈઝરાયેલ*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-01/09/2020 થી 03/09/2020🗞️*

●1 થી 30 સપ્ટેમ્બરપોષણ માસ

●ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું
*✔️પ્રણવ મુખર્જી*
*✔️જન્મ :- 11 ડિસેમ્બર, 1935*
*✔️જન્મ સ્થળ :- પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના મિરાતી ગામ*
*✔️નિધન :- 31 ઓગસ્ટ, 2020*
*✔️1969માં રાજકારણમાં આવ્યા*
*✔️કલકત્તા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રીમાં એમ.એ.કર્યું.*
*✔️7 બજેટ રજૂ કર્યા*
*✔️2012 થી 2017 સુધી રાષ્ટ્રપતિપદે રહ્યા*
*✔️2019માં ભારત રત્ન એવોર્ડ*
*✔️1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા*
*✔️1982 થી 1984 દરમિયાન પ્રથમ વખત નાણાંમંત્રી બન્યા, બીજી વખત તેઓ મનમોહન સિંહની સરકારમાં 2009 થી 2012 સુધી નાણાંમંત્રી રહ્યા*
*✔️2004 થી 2006 સુધી દેશના સંરક્ષણ મંત્રાલય સંભાળ્યું*
*✔️1995 થી 1996 અને 2006 થી 2009 એમ બે વખત તેઓ વિદેશ મંત્રી પણ રહ્યા*

●રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાનગૃહ ક્યાં બનાવામાં આવ્યું હતું
*✔️ભરૂચ જિલ્લામાં*

●ભારતના પ્રથમ મહિલા કાર્ડિઓલોજિસ્ટ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*✔️પદ્માવતી*
*✔️લાડથી લોકો તેમને 'ગોડ મધર ઓફ કાર્ડિઓલોજિસ્ટ' કહેતા*

●કોરોનાના કારણે વિક્ષેપ પામેલી નેશનલ કેડેટ કોર્પસની કામગીરીને હવે વર્ચ્યુઅલ પદ્ધતિથી ગતિ આપવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*✔️DGNCC*

●વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હાલમાં જાહેરાત કરી હતી કે કયો ખંડ પોલિયોથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે
*✔️આફ્રિકન*

●તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઇપ એર્દોગને તાજેતરમાં જાહેરાત કરી હતી કે કાળા સમુદ્રના કાંઠે એક વિશાળ કુદરતી ગેસનો અનામત ભંડાર મળી આવ્યો છે. આ કુદરતી ગેસ ભંડારનો આશરે કેટલો વિસ્તાર શોધાયો છે
*✔️302 અબજ ક્યુબિક મીટર*

●કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય માનસિક આરોગ્ય પુનર્વસન માટે 13 ભાષામાં નવી ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહ્યું છે. આ હેલ્પલાઇનનું નામ શું છે
*✔️કિરણ*

●તાજેતરમાં કયા કમિશને સ્થળાંતરિત થયેલા કામદારોને સ્વરોજગારી આપવા માટે 700થી વધુ મધમાખી બોક્સનું વિતરણ કર્યું છે
*✔️ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશને*

●સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કયા રાજયમાં 45 હાઇવે પ્રોજેક્ટસનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો
*✔️મધ્યપ્રદેશ*

●વિશ્વમાં સૌથી વધુ વખત ડાઉનલોડ કરાયેલ સંપર્ક ટ્રેસિંગ એપ્લિકેશન કઈ બની છે
*✔️આરોગ્ય સેતુ*
*✔️એપ્લિકેશન ટીમે તાજેતરમાં 'ઓપન એપીઆઈ' સર્વિસ શરૂ કરી છે*

●બેંક બોર્ડ બ્યુરોએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર (MD) પદ માટે કોની ભલામણ કરી છે
*✔️અશ્વિની ભાટિયા*

●ભારત સરકારે ચીનની વધુ 118 એપ પર પ્રતિબંધ મૂક્યો. અત્યાર સુધીમાં કુલ કેટલી ચીની એપ પર બેન મુકવામાં આવ્યો
*✔️224*

●ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં ભારત કેટલામાં નંબરે છે
*✔️48મા*
*✔️પ્રથમ વખત આ ઇન્ડેક્સમાં ભારત ટોપ-50માં સામેલ થયું.*
*✔️2019માં ભારતનો 52મો ક્રમ હતો*
*✔️સ્વિત્ઝર્લેન્ડ પ્રથમ, સ્વીડન બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે*

●અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે 102મી મેચ જીતીને કોનો રેકોર્ડ તોડ્યો
*✔️ક્રિસ એવર્ટ*
*✔️US ઓપનમાં સૌથી વધુ મેચ જીતવાની સિદ્ધિ મેળવી*

●ઈસરોના અવકાશી ટેલિસ્કોપ એસ્ટ્રોસેટે બ્રહ્માંડમાં દુરની આકાશગંગા શોધી છે.આ આકાશગંગાને કામચલાઉ નામ શું આપવામાં આવ્યું
*✔️AUDFs01*
*✔️9.3 અબજ પ્રકાશવર્ષ દૂર છે*

●જમ્મુ કાશ્મીરમરે તાજેતરમાં જ GI ટેગ 'કાશ્મીર કેસર'ના ઈ-ટ્રેડિંગને પ્રોત્સાહન આપવા અને ગુણવત્તાવાળા કેસરને વ્યાપારિક પ્રોત્સાહન આપવા માટે એક નવું ઈ-હરાજી પોર્ટલ શરૂ કર્યું છે.

●ભારત સરકારે ટ્રાન્સજેન્ડર પર્સન (રાઈટ્સ પ્રોટેકશન) એક્ટ,2019 હેઠળ ટ્રાન્સજેન્ડર કાઉન્સિલની રચના કરી છે.

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:- 04/09/2020🗞️*

●હોલિવુડના ગુજરાતી મૂળના જાણીતા ફિલ્મ મેકર પાન મલિનની ગુજરાતી ફિલ્મ 8 ભાષાઓમાં ડબ થશે.આ ફિલ્મનું નામ શું છે
*✔️છેલ્લો શૉ*

●ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️રવિકુમાર ત્રિપાઠી*

●મહિલા અને પુરુષ ટીમોને એકસમાન વેતન આપનારો ચોથો દેશ કયો બન્યો
*✔️બ્રાઝીલ*
*✔️આ પહેલા ઓસ્ટ્રેલિયા, નોર્વે અને ન્યૂઝીલેન્ડ પુરુષ અને મહિલાઓને એકસમાન વેતન આપનાર દેશ બન્યા છે*

●હાલમ દક્ષિણ કોરિયામાં કયું વાવાઝોડું આવ્યું
*✔️મયસાક*

●ફોર્ચ્યુનની '40 અંડર 40' યાદીમાં કયા ભારતીયોનો સમાવેશ થાય છે
*✔️ઈશા અને આકાશ અંબાણી, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા લના CEO અદર પૂનાવાલા અને ભારતની અગ્રણી એજ્યુકેશન ટેકનોલોજી કંપનીના સહસ્થાપક બૈજુ રવિન્દ્રન*

●એકે-47 203 રાઈફલનું ભારતમાં ઉત્પાદન કરવા ભારત અને કયા દેશ વચ્ચે સમજૂતી થઈ
*✔️રશિયા*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 05/09/2020🗞️*

●અક્ષયકુમાર પબજીના જવાબમાં FAU-G ગેમ લોન્ચ કરશે. FAU-Gનું ફૂલ ફોર્મ શું છે
*✔️Fearless and United Guards*
*✔️ગેમથી મળનારી રેવન્યુનો 20% હિસ્સો ભારતના વીર ટ્રસ્ટને અપાશે.*

●ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અન્વયેના નિયમો તેમજ રેગ્યુલેશન 2011 હેઠળ રાજ્યમાં ગુટકા અને મસાલા વેચવા પરનો પ્રતિબંધ કેટલા વર્ષ લંબાવાયો
*✔️1 વર્ષ*
*✔️શૈક્ષણિક સંસ્થાની 100 મીટરની ત્રિજ્યામાં સિગારેટ તથા નિકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા પ્રતિબંધ*
*✔️ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર 2012માં ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મુકાયો હતો.*

●નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર દેશમાં ગયા વર્ષે (2019) માર્ગ અકસ્માતમાં રોજના સરેરાશ કેટલા લોકોએ જીવ ગુમાવ્યા
*✔️48*
*✔️ગુજરાતમાં રોજના 21 જણા અને અમદાવાદમાં રોજના બે જણા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો*

●ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાતની કઈ બે સંસ્થાઓને સ્થાન મળ્યું
*✔️ગાંધીનગર IIT (501-600ના બેન્ડમાં) અને એમ.એસ.યુનિવર્સિટી (1001મુ સ્થાન)*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 06/09/2020🗞️*

●કેન્દ્રની વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયે બિઝનેસ કરવામાં સરળતા (ઇઝ ઓફ ડુઈંગ)ની બાબતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેન્કિંગ જારી કર્યા.જેમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️10મા*
*✔️આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે, ઉત્તર પ્રદેશ બીજા અને તેલંગણા ત્રીજા ક્રમે*
*✔️2018માં ગુજરાત 5મા ક્રમે હતું.*

●જમ્મુ કાશ્મીરમાં કઈ નદી પર વિશ્વનો સૌથી મોટો રેલવે બ્રિજ બની રહ્યો છે
*✔️ચિનાબ*

●જાપાન પર કયું વાવઝોડું ત્રાટકવાની સંભાવના છે
*✔️હૈશેન*

●અમદાવાદના નવા કલેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️સંદીપ જનાર્દનપન્તી સાગલે*

💥રણધીર💥
*⚖️કાયદાઓ⚖️*

*👮🏻‍♂️IPC👮🏻‍♂️*
*(ભારતીય ફોજદારી અધિનિયમ, 1860)*
⬇️
*6 ઓક્ટોબર, 1860*
⬇️
*અમલ*
*1 જાન્યુઆરી, 1862*
*(ભારત સરકાર દ્વારા અધિસૂચિત જાહેરનામા દ્વારા 1950માં મંજૂરી)*
⬇️
*સમગ્ર ભારતમાં લાગુ પડે*
⬇️
*જમ્મુ કાશ્મીરમાં ભારતીય બંધારણના અનુચ્છેદ-370 હેઠળ IPC લાગુ પડતી નહોતી ત્યાં IPCના સ્થાને રણબીર દંડ સંહિતા અમલમાં હતી જે RPC ડોગરા વંશના રણબીરસિંહના સમયમાં લાગુ થઈ હતી પરંતુ 370 નાબૂદ થતા હવે જમ્મુ કાશ્મીરમાં RPCના સ્થાને IPC લાગુ પડશે.*
⬇️
*કુલ પ્રકરણ - 23*
⬇️
*કુલ કલમ - 511*


*👮🏻‍♂️CrPC👮🏻‍♂️*
*(ફોજદારી કાર્યરીતિ સંહિતા, 1973)*
⬇️
*1 એપ્રિલ, 1974*
⬇️
*સમગ્ર ભારતમાં લાગુ પડે પરંતુ પ્રકરણ - 8, 10, 11 ને લગતી હોય તે સિવાયની જોગવાઈઓમાં (નાગાલેન્ડ અને આદિજાતિ વિસ્તારોમાં લાગુ પડશે નહિ)*
⬇️
*કુલ પ્રકરણ - 37*
⬇️
*કુલ કલમ - 484*

*👮🏻‍♂️Evidence👮🏻‍♂️*
*(પુરાવા અધિનિયમ, 1872)*
⬇️
*1 સપ્ટેમ્બર, 1872*
⬇️
*સમગ્ર ભારતમાં લાગુ પડે*
⬇️
*કુલ પ્રકરણ - 11*
⬇️
*કુલ કલમ - 167*

*👮🏻‍♂️ભારતીય બંધારણ👮🏻‍♂️*
⬇️
*બંધારણ સભા દ્વારા મંજૂરી*
*26 નવેમ્બર, 1949*
⬇️
*અમલ*
*26 જાન્યુઆરી, 1950*
⬇️
*કુલ ભાગ - 25*
⬇️
*કુલ અનુચ્છેદ - 444*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:- 07/09/2020🗞️*

●UAEમાં રમાનાર IPL-2020ની કેટલામી સિઝનનો પ્રારંભ થશે
*✔️13મી*

●'કેરળના શંકરાચાર્ય' મનાતા સંત જેમનું હાલમાં નિધન થયું
*✔️કેશવાનંદ ભારતી*
*✔️તેઓ કાસરગોડના ઇડનીર મઠના વડા હતા*
*✔️કેશવાનંદે 1200 વર્ષ જુના ઇડનીર મઠની સંપત્તિને સંપાદનથી બચાવવા 29મા બંધારણીય સુધારાને પડકાર્યો હતો*

●UN એ પ્રથમ વખત 7 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી
*✔️ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લ્યુ સ્કાય*

●દુનિયાની સૌથી મોટી કેમલ હોસ્પિટલ ક્યાં શરૂ થઈ
*✔️સાઉદી અરબના અલ કાસિમના બરાઈદાહમાં*

●દેશની સૌથી ઊંડી ગુફા કઈ અને ક્યાં આવેલી છે
*✔️જયંતી ગુફા (મેઘાલયમાં)*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 08/09/2020🗞️*

●ભારત હાઈપરસોનિક સ્પીડ હાંસલ કરનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો
*✔️ચોથો*
*✔️ભારતે 7500 કિમી.ની ઝડપે પ્રહાર કરી શકતી મિસાઈલ ટેકનોલોજીનું પરીક્ષણ કર્યું.*
*✔️US, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બન્યો*

●નેશનલ સેમ્પલ સર્વે અનુસાર દેશમાં સાક્ષરતામાં સૌથી આગળ કયું રાજ્ય છે
*✔️96.2 % સાથે કેરળ પ્રથમ*
*✔️88.7 % સાથે દિલ્હી બીજા ક્રમે*
*✔️ગુજરાત 82.4 % સાથે નવમા ક્રમે*
*✔️ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર 89.4 % અને મહિલા સાક્ષરતા દર 74.8 % નોંધાયો*

●ભારત અને રશિયા વચ્ચે સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો. તેને શું નામ આપવામાં આવ્યું
*✔️ઇન્દ્ર*

●આ વર્ષે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે
*✔️ભારત*

●તાજેતરમાં ક્રિકેટર ડેવિડ કેપેલનું નિધન થયું. તેઓ કયા દેશના બોલર હતા
*✔️ઈંગ્લેન્ડ*

●હાલમાં જ યોજાયેલી 48મી એન્યુઅલ વર્લ્ડ ઓપન ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટમાં કોણ વિજેતા બન્યું
*✔️પી.ઇનીયન*

●તાજેતરમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી
*✔️સાઉદી અરેબિયા*

●કેથલિક ધર્મના વડા પૉપ ફ્રાન્સિસ દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેનું શીર્ષક શું છે
*✔️લેટ અસ ડ્રિમ*

●વારસારૂપ ઇમારતોના રક્ષણ અને પુનઃસ્થાપન માટે કયા રાજ્યમાં ખરડો પસાર કરવામાં આવ્યો
*✔️આસામ*

●કયા દેશમાં 30 વર્ષ જુના ઇસ્લામિક શાસનનો અંત આવ્યો અને લોકશાહીની સ્થાપના થઇ
*✔️સુદાન*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 09-10/09/2020🗞️*

●ભારતમાં રેડીઓ ટેલિસ્કોપના ફાધર ગણાતા જેમનું હાલમાં નિધન થયું
*✔️ડૉ.ગોવિંદ સ્વરૂપ*
*✔️1929માં મોરાદાબાદ ખાતે જન્મ થયો હતો*

●ગુજરાત રાજ્યમાં ઘુડખરની વસ્તી 37 % વધી કેટલી થઈ
*✔️6082*

●ફૂટબોલમાં 100 ઇન્ટરનેશનલ ગોલ કરનારો દુનિયાનો બીજો અને પ્રથમ યુરોપિયન ખેલાડી કોણ બન્યો
*✔️પોર્ટુગલનો રોનાલ્ડો*

●UNના રિપોર્ટ અનુસાર ભારતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો.1990માં 1.25 કરોડથી ઘટીને 2019માં કેટલો થયો
*✔️52 લાખ*

●10 સપ્ટેમ્બરવિશ્વ આપઘાત નિવારણ દિવસ
✔️દર વર્ષે 2003થી ઉજવાય છે

●વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર પેટન્ટ અને ટ્રેડમાર્ક ફાઈલિંગમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️60,865 પેટન્ટ સાથે 8મા*
*✔️23.66 લાખ પેટન્ટ સાથે ચીન વિશ્વમાં પ્રથમ*

●સેક્સ રેસિયો (સ્ત્રી-પુરુષ પ્રમાણ) 22 રાજ્યોમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️14મા*
*✔️ગુજરાતમાં ભણેલા-ગણેલા શહેરી વિસ્તારોમાં 1 હજાર પુરુષ સામે 843 સ્ત્રી, ગ્રામ્ય વિસ્તારમાં 956*
*✔️કેરળ 1048 સાથે પ્રથમ*

●ઓસ્ટ્રેલિયા સરકારે ભારત સાથેના વ્યાપારિક સંબંધોને આગળ વધારવા માટે કયા પૂર્વ ક્રિકેટરને ઓસ્ટ્રેલિયા-ભારત પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કર્યા
*✔️મેથ્યુ હેડન*

●ઇન્ટર યુનિવર્સિટી ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ, પૂનાના ખગોળવિદોએ બ્રહ્માંડમાં સૌથી દૂરના સ્ટાર આકાશગંગાઓમાંથી એકની શોધ મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી 'એસ્ટ્રોસેટ'ના ઉપયોગથી કરી છે.તેનું નામ શું રાખ્યું છે
*✔️AUD-Fs01*

●ટયુનિશિયાની સંસદે નવા વડાપ્રધાન તરીકે કોણે મંજૂરી આપી
*✔️હિચમે મેચીચી*

●કેન્દ્ર સરકારે નોકરીઓમાં ખેલાડીઓની ભરતી કરવા માટે રમતગમતની સંખ્યામાં કેટલી રમતોનો સમાવેશ કર્યો
*✔️20 રમત*

●જમ્મુ કાશ્મીરમાં રાજ્યના રાજભાષા અધિકારીક ભાષાઓના રૂપમાં કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે
*✔️ઉર્દુ, કાશ્મીરી, ડોંગરી, હિન્દી અને અંગ્રેજી*

●પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા
*✔️આનંદ બજાર ગ્રુપના અવિક સરકાર*

●ભારતના પ્રથમ મહિલા કાર્ડિયોલોજીસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*✔️ડૉ.એસ.આઈ.પદ્માવતી*
*✔️તેમને 1967માં પદ્મભૂષણ અને 1992માં પદ્મવિભૂષણ એવોર્ડ મળ્યા હતા*

●યુએસ અને પાકિસ્તાનમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત જેમનું હાલમાં અવસાન થયું
*✔️કે.એસ.બાજપાઈ*

●લંડનના માઈન્ડ સ્પોર્ટ્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર
*✔️એન.ભાનુપ્રકાશ જોવનાલગડ્ડા*

●યુકે સ્થિત ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા કરવામાં આવેલ વિશ્વના શ્રેષ્ઠ 400 વિશ્વ વિદ્યાલયોની યાદીમાં ભારતની કઈ બે યુનિવર્સિટીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (301 થી 350ની વચ્ચે નંબર) અને IIT રોપર (350 થી 400ની વચ્ચે નંબર)*

●વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ગ્લોબલ ઈનોવેશન ઇન્ડેક્સ 2020માં કયો દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️સ્વિત્ઝર્લેન્ડ*

●કયા રાજ્યની સરકારે ગંદગી ભારત છોડો અભિયાન શરૂ કર્યું
*✔️મધ્યપ્રદેશ*

●ટેનિસમાં સૌથી વધુ મેચ જીતનારી ખેલાડી કોણ બની
*✔️સેરેના વિલિયમ્સ*

●ગૂગલે પૂરની ચેતવણી આપવા માટે કયા દેશના જળ વિકાસ બોર્ડ સાથે સમજૂતી કરી
*✔️બાંગ્લાદેશ*

●ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર કયા દેશની સરકારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
*✔️બાંગ્લાદેશ*

●કયા મંત્રાલયે વોટર હીરોઝ શેર યોર સ્ટોરીઝ અભિયાન શરૂ કર્યું
*✔️જળ શક્તિ મંત્રાલયે*

●ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના કોચ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️ગેરી સ્ટીડ*

●દુનિયાનું સૌથી મોટું સોલર ટ્રી કયા રાજયમાં સ્થાપિત કરવામાં આવ્યું
*✔️પશ્ચિમ બંગાળ*

●તમિલનાડુનો કયો જિલ્લો સંપૂર્ણપણે ડિજિટલ અર્થવ્યવસ્થાવાળો બની ગયો
*✔️વિરુધુનગર*

●8 સપ્ટેમ્બરઆંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 11/12/13/09/2020🗞️*

●નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ
*✔️બોલીવુડ ફિલ્મ અભિનેતા પરેશ રાવલ*

●200 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી દેશની પ્રથમ કંપની કઈ બની
*✔️રિલાયન્સ કંપની*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રાજ્યોમાં 20,050 કરોડની મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરી
*✔️21 રાજ્યોમાં*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈ-ગોપાલા એપ પણ લોન્ચ કરી*

●અરવિંદ ફેશન લિમિટેડના અમેરિકી મેન્સ વેર બ્રાન્ડ એરોએ કયા બોલીવૂડના અભિનેતાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા
*✔️ઋત્વિક રોશન*

●અમેરિકાના સ્પેસક્રાફટને કઈ મૂળ ભારતીય અવકાશયાત્રીનું નામ અપાયું
*✔️કલ્પના ચાવલા*

●કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટઅપ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું જેમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️પ્રથમ*

●ભારતે તાજેતરમાં કયા દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં પરસ્પર લશ્કરી સહાયતા કરવા માટે કરાર કર્યા
*✔️જાપાન*

●ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25 જાહેર કરવામાં આવી. હેરિટેજ કિલ્લાઓ, મહેલો, મ્યુઝિયમો વિકસાવવા કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે
*✔️10 કરોડ*

●9 સપ્ટેમ્બરઇન્ટરનેશનલ ડે ટુ પ્રોટેક્ટ એજ્યુકેશન ફ્રોમ અટેક

●FSSAI એ સ્કૂલમાં જંકફૂડના વિજ્ઞાપનો પર પ્રતિબંધ મૂક્યો છે. FSSAIનું ફૂલ ફોર્મ શું
*✔️ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ્સ ઓફ ઈન્ડિયા*

●કયા શહેરના એરપોર્ટ પર ક્યુઆર કોડ આધારિત ચેક ઇન સિસ્ટમ શરૂ કરવામાં આવી
*✔️મુંબઈ એરપોર્ટ*

●અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કયા ક્રિકેટર પર 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો
*✔️નૂર મોહમ્મદ*

●ભારત સરકાર કઈ બેંક પાસેથી 50 કરોડ ડોલરની લોન લેશે
*✔️એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)*

●ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️સર ડેવિડ એટનબરો*

●કઈ બેંકને વિશ્વની સર્વશ્રેષ્ઠ બેંક જાહેર કરવામાં આવી
*✔️ડેવલોપમેન્ટ બેંક ઓફ સિંગાપોર (DBS)*
*✔️DBSનું હેડક્વાર્ટર - મરીના બે*

●કયું રાજ્ય વર્લ્ડબેંક પાસેથી 8.2 કરોડ ડોલરની લોન મેળવશે
*✔️હિમાચલ પ્રદેશ*

●કેરેબિયન પ્રીમિયર લીગ(CPL)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ (ચોથી વખત ચેમ્પિયન બની)*

●વૈશ્વિક આર્થિક સ્વતંત્રતા રેન્કિંગમાં 162 દેશોમાં ભારત કેટલામાં સ્થાન પર છે
*✔️105મા*
*✔️2018માં ભારત 79મા સ્થાન પર હતું*

●તાજેતરમાં કયા રાજ્યમાંથી 1.3 કરોડ વર્ષ જુના વાનરના અવશેષ મળ્યા
*✔️ઉત્તરાખંડ*

●IPL લીગમાં રમનાર પ્રથમ અમેરિકન ખેલાડી કોણ બનશે
*✔️અલી ખાન*
*✔️કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી*

💥રણધીર ખાંટ💥
*~🔥Newspaper Current🔥~*

*🗞Date:- 14/09/2020🗞*

●દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ માણા પાસ કયા રાજ્યમાં તૈયાર થઈ ગયો
*ઉત્તરાખંડ*
*18,192 ફૂટની ઊંચાઈ પર*
*આ પહેલો રોડ જે ઉપરથી નીચે સુધી બનાવાયો*

●રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી કઈ યોજના હેઠળ દરેક મહિલા જૂથને ૱1 લાખ સુધીની લોન વગર વ્યાજ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચ વગર અપાશે
*મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના*
*૱ 1 હજાર કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવા આયોજન*
*ગ્રામીણ વિસ્તારોના 50 હજાર - શહેરી વિસ્તારોના 50 હજાર એમ 1 લાખ મહિલા જૂથની જૂથ દીઠ 10 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.*
*યોજના માટે ૱175 કરોડનું બજેટ ફાળવાયું*
*ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત લાઈવલી હૂડ પ્રમોશન કંપની - શહેરી વિસ્તારોમાં ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન યોજનાના અમલની જવાબદારી*

●મહિલા યુએસ ઓપન(ટેનિસ)માં ચેમ્પિયન કોણ બની
*જાપાનની નાઓમી ઓસાકા (બીજી વખત)*

●મનરેગા મેન તરીકે જાણીતા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં નિધન થયું
*રઘુવંશ પ્રસાદ સિંહ*
*બિહારમાં આરજેડીના દિગ્ગજ નેતા*
*મનમોહન સિંહની સરકારમાં જેમના નેતૃત્વ હેઠળ મહત્વાકાંક્ષી મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી*
*1977માં તેઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા*

●અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં કયું વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે
*સેલી*

●ઉત્તર પ્રદેશમાં નવા દળની રચના કરવામાં આવી. તેનું નામ શું
*ઉત્તર પ્રદેશ વિશેષ સુરક્ષા દળ*
*વોરંટ વિના ધરપકડ કરી શકશે*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજયમાં પેટ્રોલિયમ સેક્ટરના ૱901 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન કર્યું
*બિહાર*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:- 15/09/2020🗞️*

●ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન (ABC)ના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા
*✔️લોકમત મીડિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર વિજય દર્ડા*

●જાપાનના નવા વડાપ્રધાન કોણ બનશે
*✔️યોશિહિદે સુગા*

●ડ્રોપ આઉટ રેશિયો (અધવચ્ચે ભણવાનું છોડી દેતા)માં દેશના મોટા 22 રાજ્યોમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️19મા*
*✔️દેશનો સરેરાશ ડ્રોપ આઉટ રેશિયો 12.6%*
*✔️ગુજરાતનો સરેરાશ ડ્રોપ આઉટ રેશિયો 17.8 %*
*✔️ગુજરાતના ગ્રામીણ વિસ્તારનો ડ્રોપ આઉટ રેશિયો 20.5 % જ્યારે શહેરી વિસ્તારનો ડ્રોપ આઉટ રેશિયો 13.8% છે.*
*✔️સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો પશ્ચિમ બંગાળમાં 23.5%*
*✔️સૌથી ઓછો ડ્રોપ આઉટ રેશિયો ઉત્તરાખંડમાં 3.4%*

●યુએસ ઓપન(ટેનિસ) પુરુષમાં કોણ વિજેતા બન્યું
*✔️ઓસ્ટ્રેલિયાનો ડોમિનિક થિએમ*
*✔️પ્રથમ વખત યુએસ ઓપન જીતી*
*✔️71 વર્ષ પછી કોઈ ખેલાડીએ પ્રથમ બે સેટ હાર્યા બાદ જીત મેળવી*

💥રણધીર💥