સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🗞️Newspaper Current🗞️~*

*Date:-22/06/2020 થી 30/06/2020*

●હાલમાં મોબાઈલ પશુ દવાખાનાનો ક્યાંથી લોકાર્પણ કરવામાં આવ્યું
*✔️ગાંધીનગર*
*✔️1962 ઇમરજન્સી કોલ*

●કયા રાજયમાં ફરજ વખતે કોરોનાથી મૃત્યુ પામનાર પોલીસોને શહીદનો દરજ્જો આપવામાં આવશે
*✔️મહારાષ્ટ્ર*

●કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020ના વિશ્વના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં કોનો સમાવેશ થયો
*✔️નીતા અંબાણી*

●રણને ફેલાતું અટકાવવા માટે દર વર્ષે કઈ તારીખે વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન એન્ડ ડ્રાટ ઉજવવામાં આવે છે
*✔️17 જૂન*

●મનરેગા અંતર્ગત સૌથી વધુ નોકરી આપનારું રાજ્ય કયું બન્યું
*✔️ઉત્તરપ્રદેશ*

●કયા રાજ્યમાં દર વર્ષે ઉજવાતો શબરીમાલા મહોત્સવ આ વર્ષે કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો
*✔️કેરળ*

●કોવિડ-19ના દર્દીઓની સેવા માટે કયા રાજ્યની સરકારે કર્મીબોટ રોબોટ બનાવ્યા છે
*✔️કેરળ*

●કિર્ગીસ્તાનના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું તેમનું નામ શું
*✔️મુખમલ્દકલી અબીલ ગાઝીઐ*

●ફેસબુકે ઓનલાઈન બાળ યૌન શોષણ રોકવા માટે કયું અભિયાન શરૂ કર્યું
*✔️પ્રોજેક્ટ પ્રોટેક્ટ અભિયાન*

●કયા રાજયમાં હાલમાં રજપર્વ મનાવવામાં આવ્યો
*✔️ઓડિશા*

●હાલમાં ખેલરત્ન પુરસ્કારથી કઈ મહિલા ખેલાડીને સન્માનિત કરવામાં આવી
*✔️આસામની ઉડણપરી હિમા દાસ*
*✔️400 મીટરની દોડમાં 50.79 સેકન્ડમાં પુરી કરવાનો નેશનલ રેકોર્ડ તેના નામે છે*
*✔️તે 2000ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે*
*✔️આ અગાઉ અર્જુન એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂકી છે*

●આયોજન પંચના પૂર્વ સદસ્ય જેમનું હાલમાં અવસાન થયું
*✔️એ.બૈદનાથ*

●કયા રાજ્યની સરકાર દ્વારા ઓપરેશન ડેઝર્ટ ચેઝનો આરંભ કરવામાં આવ્યો
*✔️રાજસ્થાન*

●નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું.

●ડૉક્ટરોનું ઓનલાઈન કન્સલ્ટેશન મેળવવા માટે કઈ એપ બનાવવામાં આવી છે
*✔️આયુ એવમ સેહત સાથી એપ*

●વિશ્વભરમાં કઈ થીમ સાથે યોગ દિવસ મનાવવામાં આવ્યો
*✔️યોગા એટ હોમ-વિથ ફેમિલી*

●ગુજરાતના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️રાજેશ એચ.શુક્લા*

●WWEના સુપરસ્ટાર કુસ્તીબાજ 'ડેડમેન' તરીકે ઓળખાતા અંડરટેકરે નિવૃત્તિ જાહેર કરી. અંડરટેકર કયા દેશનો છે
*✔️અમેરિકા*

●વિદ્યાનગરના આદ્યસ્થાપક ભીખાકાકાનું પૂરું નામ શું છે
*✔️ભીખાભાઇ કુબેરભાઈ પટેલ*

●જાપાને સેકન્ડમાં ચાર લાખ અબજ ગણતરી કરી શકતું ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર બનાવ્યું તેનું નામ શું છે
*✔️ફુગાકુ*

●કેન ફિલ્મ ફેસ્ટિવલ માટે કઈ ગુજરાતી ફિલ્મ પસંદ થઈ
*✔️હેલ્લારો*

●ઉત્તર કોરિયાની તાનાશાહી કીમ જોંગનું સ્થાન તેની નાની બહેન સંભાળશે.તેનું નામ શું છે
*✔️કીમ યો જોંગ*

●ભારતને તાજેતરમાં આયર્લેન્ડ, મેક્સિકો અને નોર્વે સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે. ભારતનો કાર્યકાળ ક્યારથી શરૂ થશે
*✔️જાન્યુઆરી-2021થી*

●ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં જ વર્લ્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. ભારત આ અનુક્રમણિકામાં કેટલામાં ક્રમે છે
*✔️43મા*

●ઓડિશા ગામના લોકો દ્વારા નિર્મિત ટૂંકી ફિલ્મને કોવિડ-19 આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ-2020માં એક વિશેષ જ્યૂરી એવોર્ડ મેળવ્યો છે.આ ફિલ્મનું નામ શું છે
*✔️મૃત્યુપુરા રે જમરાજ*

●મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા IFLOWS-Mumbai નામની પૂર ચેતવણી સિસ્ટમ શરૂ કરવામાં આવી. આ સિસ્ટમ કેટલા કલાક અગાઉથી ચેતવણી રિલે કરશે
*✔️6 થી 72 કલાક*
*✔️ચેન્નઈ પછી મુંબઇ આવી સિસ્ટમ હાંસલ કરનાર બીજું શહેર છે*

●સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ 500 થી વધુ GST અને કસ્ટમ કચેરીઓમાં 'ઈ-ઓફીસ' એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન કોના દ્વારા વિકસાવવામાં આવી છે
*✔️નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)*

●કેન્દ્ર સરકારે 'આરોગ્યપથ' નામનું એક નવું હેલ્થકેર સપ્લાય ચેઇન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે
*✔️વૈજ્ઞાનિક અને ઔધોગિક સંશોધન પરિષદ (CSIR)*

●ડિજિટલ મ્યુઝિક પ્લેટફોર્મ ક્યુકી ડિજિટલ મીડિયાના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ જેમનું હાલમાં મોટરસાયકલ અકસ્માત બાદ અવસાન થયું
*✔️સમીર બંગારા*

●પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ કૃષ્ણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

●ભારતની કેટલી સહકારી બેંકો RBIના સીધા નિયંત્રણ હેઠળ આવશે
*✔️1540*

●મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બનશે
*✔️ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન ક્લેર કોનોર*
*✔️233 વર્ષના ઈતિહાસમાં તે પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે.સંગાકારાનું સ્થાન લેશે.*

●પંજાબ રાજ્યના પ્રથમ મહિલા ચીફ સેક્રેટરી કોણ બન્યા
*✔️વીની મહાજન*

●કયા દેશમાં હાલમાં 700 કિમી.લાંબો વીજળીનો શેરડો નોંધાયો
*✔️બ્રાઝીલ*

●આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવામાં આવે છે
*✔️23 જૂન*

●અમેરિકાએ ઇથોપિયામાં રાજદૂત
તરીકે કોની નિયુક્તિ કરી
*✔️ભારતીય મૂળના ગીતા પાસી*

●કયા રાજ્યની સરકારે કોવિડ-19ના દર્દીઓની ઓળખ કરવા માટે પ્રતિજન પરીક્ષણ શરૂ કરવાની ઘોષણા કરી
*✔️ઉત્તરપ્રદેશ*

●તાજેતરમાં ચીને નવી ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે. તેનું નામ શું છે
*✔️ડીસી/ઈપી*

●શહેરી ગરીબો માટે રોજગાર ગેરંટી યોજના શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️ઝારખંડ*

●હાલમાં કયા દેશમાં કોવિડ વોર્ન એપ શરૂ કરવામાં આવી જેનો ઉદ્દેશ નાગરિકોને કોવિડના ચેપ સામે આગોતરી ચેતવણી આપવાનું છે
*✔️જર્મની*

●વિશ્વ વ્યસન મુક્તિ દિવસ ક્યારે મનાવામાં આવે છે
*✔️26 જૂન*

●નાસાના વડામથકને પ્રથમ આફ્રિકી, અમેરિકી અશ્વેત મહિલા એન્જીનિયરનું નામ આપવામાં આવ્યું.તેનું નામ શું
*✔️મેરી જેક્સન*

●ગુજરાતના 8 જિલ્લા મળી દેશના કેટલા જિલ્લાઓમાં નશામુક્ત ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી
*✔️272*

●આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️માઈકલ માર્ટિન*

●ICC ની એલિટ પેનલમાં સ્થાન મેળવનાર સૌથી યુવા અમ્પાયર કોણ બન્યા
*✔️ભારતના નીતિન મેનન (36 વર્ષ)*

●મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીના કયા સેક્શન અંતર્ગત ભારતનો 59 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ લદાયો
*✔️69-A*

●30 જૂનવર્લ્ડ સોશિયલ મીડિયા ડે અને એસ્ટેરોઈડ ડે (લઘુગ્રહ દિવસ)



💥રણધીર💥
*●ખેલાડીઓની આત્મકથા●*

◆સચિન તેંડુલકરપ્લેઈંગ ઈટ માય વે

◆ટેસ્ટ ઓફ માય લાઈફયુવરાજ સિંહ

◆ધ રેસ ઓફ માય લાઈફમિલ્ખા સિંઘ
*~🗞️Newspaper Current~🗞️*

*Date:-01/07/2020 થી 08/07/2020*

●1 જુલાઈડોક્ટર્સ ડે

●ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની પુનઃનિમણૂક કરવામાં આવી
*✔️હિમાંશુ પંડ્યા*

●દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્કની શરૂઆત ક્યાં શરૂ થઈ
*✔️અમદાવાદ સિવિલમાં*

●IIT મુંબઈના વિદ્યાર્થીઓ અને સંશોધકોએ સ્વદેશી રીસીવર ચિપનું નિર્માણ કર્યું છે તેનું નામ શું
*✔️ધ્રુવ*

●મુંબઈ સ્ટોક એક્સચેન્જ 1.7 ટ્રીલિયન ડોલર સાથે દુનિયાનું કેટલામાં ક્રમનું સૌથી મોટું એક્સચેન્જ બની ગયું છે
*✔️10મા ક્રમનું*

●ચીને બાંગ્લાદેશના ઉત્પાદનોને નિકાસશુલ્કમાં કેટલા ટકાની છૂટ જાહેર કરી છે
*✔️97%*

●પીએમ કેર્સ ફંડમાંથી દરેક રાજ્યોને પ્રવાસી મજૂરો માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે
*✔️૱1000 કરોડની*

●ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માનવ સંશાધન મંત્રાલયે yukti 2.0ના નામે વેબ પોર્ટલ શરૂ કર્યું છે. yuktiનું પૂરું નામ શું
*✔️Young India Combating Covid With Knowledge, Technology and Innovation*

●ભારત રશિયા પાસેથી કયા 12 વિમાન ખરીદશે
*✔️મિગ-29*
*✔️હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસેથી 12 એસયુ-30 એમકેઆઈ વિમાન ખરીદશે*

●દેશમાં ખાનગી રેલગાડીઓનું સંચાલન ક્યારથી થઈ શકે છે
*✔️એપ્રિલ 2023*

●પાંચ ઈંનિંગમાં સદી કરવાનો રેકોર્ડ ધરાવતા વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️એવર્ટન વિક્સ*

●મ્યાનમારમાં કયા વિસ્તારમાં ભૂસ્ખલન થવાથી ઘણા લોકોના મોત થયા
*✔️કચિન પ્રદેશના પેકાન વિસ્તારમાં*

●રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન કયા વર્ષ સુધી રશિયાના પ્રમુખ પદે રહેશે
*✔️2036*

●હાલમાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું તેઓ કયા નામે પ્રખ્યાત હતા
*✔️માસ્ટરજી*

●ફેર એન્ડ લવલીએ નામ બદલીને શુ કર્યું
*✔️ગ્લો એન્ડ લવલી*

●ભારતીય રેલવેએ 251 વેગન સાથે 2.8 કિમી. લાંબી કઈ ટ્રેન દોડાવીને વિક્રમ રચ્યો
*✔️શેષનાગ ટ્રેન*
*✔️નાગપુરથી કોરબા વચ્ચે*

●કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગ અને પૂના સ્થિત IITM વિભાગે 40 કિમી.માં વીજળી પડશે કે કેમ તે દર્શાવવા એપ બનાવી છે. આ એપનું નામ શું
*✔️દામિની*

●વેન્ડર્સની સમૃદ્ધિ માટે એક વિશેષ પહેલ
*✔️પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ)*

●બેડમિન્ટનમાં સુપર ગ્રાન્ડસ્લેમ (9 મેજર ટાઈટલ) જીતનારો એકમાત્ર ખેલાડીએ સંન્યાસ લીધો. તેનું નામ શું
*✔️ચીનનો લિન ડેન*

●ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️શ્રીકાંત માધવ વૈદ્ય*

●વિશ્વના સૌથી મોટા 10,000 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ ક્યાં થયો
*✔️દિલ્હીમાં*

●ભારત અમેરિકા પાસેથી કયા ડ્રોન વિમાનો ખરીદશે
*✔️પ્રિડેટર-બી*

●ઓસ્કર વિજેતા ઈટાલિયન સંગીતકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️એનિઓ મોરિકોન*

●ઈઝરાયેલે કયો જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️ઓફેકે-16*

●એડોર્ડ ફિલિપે ફ્રાન્સના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. તેના સ્થાને નવા વડાપ્રધાન કોણે બનાવવામાં આવ્યા
*✔️જીનકાસ્ટેક્સ*

●કોવિડને ધ્યાને લઇને કયા રાજ્યની સરકારે વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળો આ વર્ષે મોકૂફ રાખ્યો છે
*✔️ઝારખંડ*
*✔️ઝારખંડની સોહરાઈ અને કોહબર આર્ટને GI ટેગ આપવામાં આવેલો છે.*
*✔️ઝારખંડની રાજ્ય સરકારે દૂરદર્શન સાથે મળીને સ્કૂલ સ્ટાર્ટ કરી છે*

●કોરોનાનો કચરો એકત્રિત કરવા કયા શહેરની સ્થાનિક સરકારે પીળા કલરની કચરા પેટી મુકવાનો નિર્ણય કર્યો છે
*✔️ઈન્દોર*

●વર્લ્ડ બેંકે MSME માટે કેટલા મિલિયન ડોલરનો ઇમરજન્સી રિસ્પોન્સ શરૂ કર્યો છે
*✔️750 મિલિયન ડોલર*

●દિલ્હી બાદ કયા રાજ્યની સરકારે પ્લાઝમા બેંક સ્થાપવાની ઘોષણા કરી
*✔️આસામ*

●કોરોનાને કારણે અદાલતો બંધ છે ત્યારે કયા રાજ્યની સરકારે જુનિયર વકીલો માટે ૱3000નું માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે
*✔️તમિલનાડુ*

●ભારતીય રેલવેએ દેશભરના 6000થી વધુ સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સ્થાપવા માટે રેલટેલ સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે. રેલટેલ શું છે
*✔️રેલટેલ એક સાર્વજનિક ક્ષેત્રની અંડરટેકિંગ (PSU) છે જે રેલવે મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે*

●29 જૂન,2020ના રોજ ભારત સરકાર અને વર્લ્ડ બેંકે કયા રાજયમાં શહેરી ગરીબોને પોસાય તેવા મકાનો પુરા પાડવાના કરાર પર હસ્તાક્ષર કર્યા
*✔️તમિલનાડુ*

●પરપ્રાંતીય મજૂરો માટે રોજગારની તકો ઉભી કરવા સમર્પિત કમિશનની રચના કયા રાજ્યએ કરી છે
*✔️મધ્યપ્રદેશ સરકારે*

●મધ્યપ્રદેશ રાજ્ય સરકારે 1 જુલાઈથી કયું અભિયાન શરૂ કર્યું છે જેમાં ડોર ટુ ડોર સરવે કરવામાં આવશે
*✔️કિલ કોરોના*

●ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ દિલ્હીમાં કયો સરવે કરવામાં આવશે જેમાં બ્લડ સેમ્પલનો ઉપયોગ થાય છે
*✔️સેરોલોજીકલ*

●ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISC)ના એન્જીનિયરોની ટીમે કયા પ્રોજેક્ટ હેઠળ સઘન સંભાળ એકમ (ICU) ગ્રેડ વેન્ટિલેટર બનાવ્યું છે
*✔️પ્રોજેક્ટ પ્રાણ*

●સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ડ્રગમુક્ત ભારત : વાર્ષિક એક્શન પ્લાન (2020-21) સૌ
થી વધુ અસરગ્રસ્ત કેટલા જિલ્લાઓ માટે શરૂ કર્યું છે
*✔️272 જિલ્લાઓ*

●કેન્દ્ર સરકારે કરપાત્ર ફ્લોટિંગ રેટ બચત બોન્ડ, 2020 શરૂ કરવાની જાહેરાત કરી છે. જેનો પ્રારંભિક વ્યાજદર કેટલો નક્કી કરવામાં આવ્યો છે
*✔️7.15%*

●ISROને તેના લિક્વિડ કુલિંગ એન્ડ હિટ ગારમેન્ટ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં આ કપડાથી અનુકૂલન રહે છે.



💥રણધીર💥
*~🗞 Newspaper Current🗞~*

*Date:-09/07/2020 થી 13/07/2020*

●'શોલે' ફિલ્મમાં સુરમા ભોપાલીનો રોલ કરીને જાણીતા થયેલા અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*જગદીપ જાફરી*

●સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ વાર્ષિક માછલી ઉત્પાદનમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું
*7.75 લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે તમિલનાડુ*
*ગુજરાત 7.49 લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે બીજા સ્થાને*

●રેડકોરલ કુકરી નામનો દુર્લભ પ્રજાતિનો સાપ કયા રાજયમાં જોવા મળ્યો જે છેલ્લે 1936માં દૂધવા જંગલોમાં જોવા મળ્યો હતો
*ઉત્તરપ્રદેશ*

●CBSE બોર્ડે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મફત પ્રશિક્ષણ માટે કઈ સોસિયલ સાઈટ સાથે સમજૂતી કરી
*ફેસબુક*

●ધ ડાયના એવોર્ડ 2020થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ફ્રિયા ઠકરાલ*
*રાજકુમારી ડાયનાનો વારસો જીવંત રાખવા માટે બ્રિટનની સરકાર 1999થી દર વર્ષે સામાજિક અને માનવતાવાદી કાર્યો કરવા માટે આ એવોર્ડ આપી રહી છે*

●ભારતીય રિઝર્વ બેન્કના ભુતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શુ છે
*ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર*

●તાજેતરમાં કયા દેશે કોલસાનો ઉપયોગ બંધ કરવાની ઘોષણા કરી છે
*જર્મની*

●4 જુલાઈધર્મચક્ર દિવસ , ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન દ્વારા આ દિવસ મનાવામાં આવે છે.

●બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સની યાદી મુજબ મુકેશ અંબાણી વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*નેટવર્થ 5.14 લાખ કરોડ રૂપિયા સાથે આઠમા ક્રમે*

●11 જુલાઈવિશ્વ વસ્તી દિવસ

●ટોપ 100 મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડના રિપોર્ટ અનુસાર જગતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં પ્રથમ ક્રમે કઈ બ્રાન્ડ છે
*416 અબજ ડોલર સાથે એમેઝોન પ્રથમ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એશિયાના સૌથી મોટા સોલર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*મધ્યપ્રદેશના રિવા ખાતે*

●આસામના કયા અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અપગ્રેડ કરવામાં આવશે
*દેહીગ પટકાઈ અભયારણ્ય*

●ભારતનું પહેલું એવું કયું રાજ્ય છે જે મફતમાં આરોગ્ય વીમો આપી રહ્યું છે
*મહારાષ્ટ્ર*

●મહારાષ્ટ્રમાં કેટલા જમ્બો કોવિડકેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે
*ચાર*
*મહારાષ્ટ્રમાં સંજય ગાંધી, ગૂગુમલ તથા નવેગાંવ નેશનલ પાર્ક આવેલા છે*

●ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટી કોણ બન્યા
*અમેરિકન અભિનેતા ડવેન જોનસન*

●બ્રિટનમાં પડદા પર સફળતા મેળવનારા પ્રથમ અશ્વેત અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*અર્લ કેમરન*

●ગોવાના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી જેમનું હાલમાં કોરોનાના કારણે અવસાન થયું
*સુરેશ ઓમાનકર*

●ગોવાના મોલેમ નેશનલ પાર્કને કયુ નામ આપવામાં આવ્યું
*મહાવીર નેશનલ પાર્ક*
*ગોવામાં બોન્ડલા અને કોટિગાંવ અભયારણ્ય આવેલા છે*

●નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને યુવાનોને ડિજિટલ સ્કિલ પ્રદાન કરવા કોની સાથે સમજૂતી કરી
*માઈક્રોસોફ્ટ*

●CBSE બોર્ડે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કેટલા ટકાનો કાપ મુક્યો છે
*30%*

●કોવિડ-19 સ્પેશિયલ ઈન્સ્યોરન્સ મેળવનાર ભારતની પ્રથમ ફિલ્મ કઈ હશે
*તાપસી પન્નુની લૂપ લપેટા*

●દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિ 'રસરંગ'માં 'પરિક્રમા' અને બુધવારની પૂર્તિ 'કળશ'માં તડ ને ફડ'ના કોલમ્નિસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*નગીનદાસ સંઘવી*
*જન્મ:-10-03-1920, સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે*
*નિધન:-12-07-2020*
*2019માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો*

●કઈ અમેરિકન કંપનીએ જિઓમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
*ક્વોલકોમ*
*0.15% શેર ખરીદશે*

●તાજેતરમાં કયા દેશોને શીતળા મુક્ત જાહેર કરવામાં આવ્યા
*માલદીવ અને શ્રીલંકા*

●તાજેતરમાં કયા પતંગિયાને ભારતનું સૌથી મોટું પતંગિયું ઘોષિત કરવામાં આવ્યું
*ઉત્તરાખંડમાં જોવા મળતું ગોલ્ડન બર્ડવિંગ*

●કયા રાજ્યએ કોરોના વિશે સટીક માહિતી આપવા માટે દ્રષ્ટિ અને બેરોજગાર યુવાનો માટે હોપ વેબ પોર્ટલ શરૂ કર્યું
*ઉત્તરાખંડ*

●હાલમાં ભારતના કયા બોક્સર IABA રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહ્યા
*અમિત પંઘાલ*

●કયા રાજયમાં દરવર્ષે લાઈવહરોવા તહેવાર મનાવામાં આવે છે
*મણિપુર*
*મિતેઈ જાતિના લોકો ઉમંગલાઈ નામના પરંપરાગત દેવતાને પ્રસન્ન કરવા પ્રયાસ કરે છે*

●કયા દેશમાં બલિ ચડાવાતા પશુઓ માટે ડિજિટલ હાટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું
*બાંગ્લાદેશ*

●તમામ ઘરોમાં LPG કનેક્શન પહોંચાડનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*હિમાચલ પ્રદેશ*

●ભારતે કયા દેશમાં સંસ્કૃત વિદ્યાલયનું નિર્માણ કર્યું
*નેપાળ*

●કયા દેશમાં દુનિયાની સૌથી પહેલી ગોલ્ડપ્લેટેડ હોટેલ બનાવવામાં આવી
*વિયેતનામ*

●2 જુલાઈવિશ્વ ખેલ પત્રકાર દિવસ

●વિઝડન મેગેઝીને ભારતના સૌથી કિંમતી ખેલાડી કોણે ઘોષિત કર્યા
*રવિન્દ્ર જાડેજા*

●ક્રેડિટ રેટિંગ એજન્સી ફિન્ચના અનુમાન મુજબ 2022માં ભારતનો GDP ગ્રોથ કેટલા ટકા રહેશે
*8%*

●પાકિસ્તાને પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ તરીકે કોની નિમણૂક કરી
*નિગાર જૌહર*

●પાકિસ્તાની મહિલા ક્રિકેટર જેને હાલમાં સંન્યા
સની ઘોષણા કરી
*સના મીર*

●કયા રાજયમાં 6 મહિના માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો
*નાગાલેન્ડ*

●આઈસલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*ગુડની જોહાનસન*



💥રણધીર💥
*~🗞️Newspaper Current🗞️~*

*Date:-14/07/2020 થી 16/07/2020*

●અમદાવાદમાં હવે માસ્ક ન પહેર્યું હોય કે જાહેરમાં થૂંકનારને દંડની રકમ ૱200 થી વધારી કેટલી કરાઈ
*✔️૱500*

●વિશ્વના સૌથી ધનવાન પદ્મનાભ મંદિરનું સંચાલન કયો પરિવાર કરશે
*✔️ત્રાવણકોર રાજ પરિવાર*

●દક્ષિણ આફ્રિકાના કયા દેશમાં નોવેલ એલીફન્ટ વાઇરસથી ઘણા હાથીઓના મોત થયા
*✔️બોત્સવાના*

●નગરપાલિકાઓના કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️રાજકુમાર બેનિવાલ*

●સુરીનામ દેશના રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે
*✔️ભારતીય મૂળના ચંદ્રિકા પ્રસાદ સંતોખી*

●બ્લુમબર્ગના રિયલ ટાઈમ બિલિયોનર ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી દુનિયાના કેટલામાં ક્રમના ઉદ્યોગપતિ બન્યા
*✔️72.2 અબજ ડોલર સાથે છઠ્ઠા ક્રમના*
*✔️જેફ બેઝોસ 184 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે*

●રાજ્યના ઓટો રીક્ષા ચાલકો માટે કયા રંગના એપ્રનનો યુનિફોર્મ હવે ફરજિયાત કરવામાં આવ્યો
*✔️વાદળી રંગ*

●હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કના ઉપાધ્યક્ષ કોણ બન્યા
*✔️પૂર્વ ચૂંટણી કમિશન અશોક લવાસા*

●ગૂગલ કેટલા કરોડનું રોકાણ જિઓમાં કરશે
*✔️33,737 કરોડ*

●ટેક્સ ચોરી રોકવા અને તેની જાણકારી મેળવવા માટે CGSTએ કઈ યોજના શરૂ કરી
*✔️કરમિત્ર*

●રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કેટલામી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
*✔️43મી*

●કઈ અમેરિકી કંપની ફ્લિપકાર્ટમાં ૱9000 કરોડનું રોકાણ કરશે
*✔️વોલમાર્ટ*

●ઈઝરાયેલે કયું સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કર્યું
*✔️ઓફેક 16*
*✔️આ ઉપગ્રહને સ્વદેશી રીતે વિકસિત શૈવ રોકેટ્સ દ્વારા અવકાશમાં ઉતારવામાં આવ્યો હતો.*

●કયા દેશે વિધાનસભાની કાનૂની સમિતિએ તાજેતરમાં ડ્રાફ્ટ એક્સપેટ ક્વોટા બિલને મંજૂરી આપી
*✔️કુવૈત*
*✔️જો આ ખરડો લાગુ કરવામાં આવે તો 8 લાખથી વધુ ભારતીયોને કુવૈતમાંથી નીકળવું પડે છે.*
*✔️સૂચિત બિલ મુજબ, ભારતીયોની વસતી 15% કરતા વધુ ન હોવી જોઈએ. કુવૈતની 4.3 મિલિયન વસતીમાંથી 3 મિલિયન એક્સપેટ છે.*

●ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોવિડ-19ની રસી વિકસાવવા માટે ભારત બાયોટેક સાથે ભાગીદારી કરી છે. આ રસીનું નામ શું છે
*✔️કોવાક્સિન*

●'ઇન્ડિયા ગ્લોબલ વીક 2020' નામની ત્રણ દિવસીય વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું
*✔️યુનાઇટેડ કિંગડમ*
*✔️આ પરિષદની થીમ હતી : 'ધ રિવાઈવલ : ઇન્ડિયા એન્ડ બેટર ન્યુ વર્લ્ડ'*
*✔️સંમેલનના પ્રથમ દિવસનું ઉદ્દઘાટન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.*

●માર્ચ, 2020માં કેન્દ્ર સરકારે 'વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના' (PMGKY)ની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત એપ્રિલથી જૂન સુધી ચોખા/ઘઉં રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ હેઠળ લાભાર્થીઓને આપવામાં આવે છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને ક્યાં સુધી લંબાવાની મંજૂરી આપી છે
*✔️નવેમ્બર,2020*

●જે કર્મચારી 15,000 ૱ સુધીનો માસિક પગાર મેળવે છે તેને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજનામાં જોડાવું ફરજિયાત છે.આત્મનિર્ભર યોજના હેઠળ સરકારે અગાઉ 24% યોગદાન આપવાની દરખાસ્ત કરી હતી. સરકાર આ માટે કેટલા કરોડ રૂપિયા ખર્ચ કરશે
*✔️4680*

●સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ કઈ સંસ્થા સાથે મ્યુચ્યુઅલ ડેટા એક્સચેન્જ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા
*✔️ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)*

●ભારતના સૌથી મોટા વીજ ઉત્પાદન ઉપકરણ ઉત્પાદક હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ કયા રાજયમાં 1.7 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે ભારતીય રેલવે સાથે પ્રોજેક્ટ બનાવ્યો છે
*✔️મધ્યપ્રદેશના બીના જિલ્લામાં*

●U.K. ના પ્રધાન ઋષિ સુનાકે તાજેતરમાં કળા, સંસ્કૃતિને સમર્પિત કેટલા બિલિયન પાઉન્ડનું બચાવ પેકેજ જાહેર કર્યું
*✔️1.7 બિલિયન પાઉન્ડ*


💥રણધીર💥
*~🗞️Newspaper Current🗞️~*

*Date:-17/07/2020 થી 23/07/2020*

*◆મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી બ્રહ્મલીન થયા.તેમનું મૂળ નામ શું હતું
*~✔️હીરજીભાઈ શામજીભાઈ માધાણી~*
*~✔️જન્મ :-28/05/1942~*
*~✔️જન્મસ્થળ :-ભુજ તાલુકાના ભારાસર ગામ~*
*~✔️બ્રહ્મલીન :- 16/07/2020~*
*~✔️સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 5મા વારસદાર હતા~*

*●ટયુનિશિયામાં 115 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે વડાપ્રધાને રાજીનામું આપ્યું તેમનું નામ શું
*~✔️એલિસ અલ-ફાખફા~*

*●HCL ટેકનોલોજીની ચેરપર્સન કોણ બની
*~✔️દેશની સૌથી શ્રીમંત મહિલા રોશની નાદર મલ્હોત્રા~*

*●ગુજરાત સમાચારના વિખ્યાત અને 'આચાર્યની આજકાલ' શીર્ષક હેઠળ આવતા તેમના પોકેટ કાર્ટુનોથી જાણીતા બનેલા કાર્ટૂનિસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*~✔️ઇન્દ્રદેવ આચાર્ય~*

*●લા લીગામાં કઈ ટીમ ચેમ્પિયન બની
*~✔️રિયલ મેડ્રિડ 34મી વખત ચેમ્પિયન~*
*~✔️બાર્સેલોના ટીમને હરાવી~*

*●હાલમાં UN ની કેટલામી વર્ષગાંઠ ઉજવાઈ
*~✔️75મી~*

*●ભારતની કોરોના રસી જેનું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગયું છે તેનું નામ શું
*~✔️કોવિક્સિન~*

*●રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં CBI તપાસ પર પ્રતિબંધ મૂક્યો છે. CBI પર પ્રતિબંધ મુકનારું રાજસ્થાન દેશનું કેટલામું રાજ્ય બન્યું
*~✔️ચોથું~*
*~✔️આ અગાઉ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળે પ્રતિબંધ મૂક્યો હતો~*

*●યુનાઇટેડ આરબ અમિરાત (UAE)એ આરબ રાષ્ટ્ર જગતનું પ્રથમ મંગળ મિશન લોન્ચ કર્યું તેનું નામ શું
*~✔️અમલ~*
*~✔️જાપાનના તાનેગાશિયા અવકાશ કેન્દ્ર ખાતેથી~*

*●ગ્રાહક સુરક્ષા કાયદાની નવી કડક જોગવાઈનો અમલ શરૂ થઈ ગયો છે. ખરાબ વસ્તુથી ગ્રાહકનું મોત થાય તો આરોપીને કેટલા વર્ષની કેદ થશે
*~✔️7 વર્ષની~*

●ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ
*~✔️સી.આર.પાટીલ~*

●મધ્યપ્રદેશના રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું
*~✔️લાલજી ટંડન~*

●WHO દ્વારા તાજેતરમાં કોરોના અંગે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓની સમીક્ષા કરવા માટે એક સ્વતંત્ર પેનલની રચના કરી છે. આ પેનલનું નેતૃત્વ કોણ કરશે
*~✔️ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન હેલેન ક્લાર્ક અને ભૂતપૂર્વ લિબેરીયન રાષ્ટ્રપતિ એલન જ્હોનસન સિર્લિફ~*

●કયા દેશના વડાપ્રધાને ચીનની દિગ્ગજ ટેકનોલોજી કંપની હુઆવેઈ ઉપર 5-G નેટવર્કમાંથી પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે
*~✔️યુ.કે ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન~*

●ફ્રાન્સ દરવર્ષે 14 જુલાઈએ તેનો કયો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે
*~✔️બેસ્ટિલ ડે~*
*~✔️તે 14 જુલાઈ , 1789ના રોજ બેસ્ટિલ ફોર્ટની ઘટનાની યાદ અપાવે છે~*

●આંધ્રપ્રદેશમાં અધિકારીઓ અને બિનસરકારી સંગઠનો (NGO)એ સાથે મળીને રાજ્યમાં અભિયાન શરૂ કર્યું હતું જેમાં અઠવાડિયા સુધી ચાલેલા આ અભિયાનનો હેતુ ગુમ થયેલા બાળકોને શોધવાનો તથા બાળમજૂરી અને ઘરકામમાં નોકર બનાવીને રખાતા બાળકોને શોધીને શાળાએ મોકલવાનો હતો.આ અભિયાનનું નામ શું છે
*~✔️ઓપરેશન મુસ્કાન~*

●કોવિડ-19 રોગચાળા સામે લડવાની લડતમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા આગામી દિવસોમાં કયું અભિયાન શરૂ કરશે જેમાં આ અભિયાનમાં મધ્યપ્રદેશ રાજ્યમાં માસ્ક નહિ પહેરનારા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
*~✔️રોકો-ટોકો~*

●ભારતીય રેલવેએ કયા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જનને લક્ષ્યમાં રાખ્યું છે
*~✔️2030~*

●સંયુક્ત આરબ અમિરાતે તાજેતરમાં જ તેની પ્રથમ મંગળ અભિયાન મોકલવાની યોજનાની જાહેરાત કરી અને તે કરનારો પ્રથમ આરબ દેશ બન્યો.આ મંગળ પ્રોજેક્ટનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે
*~✔️મોહમ્મદ બિન રશીદ સ્પેસ સેન્ટર (MBRSC)~*
*~આ અભિયાનને 'હોપ' નામ આપવામાં આવ્યું છે~*

●બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટની કઈ એક સ્વાયત્ત સંસ્થા દ્વારા દર્દીના નમુનાઓમાંથી કોરોના વાઇરસના સ્ટેબલ કલ્ચર્સ મેળવ્યા છે
*~✔️ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઈફ સાયન્સિસ~*

●10 જુલાઈ, 2020ના રોજ ચીનના નક્કર બળતણ વાહક કયા રોકેટને તેની પ્રથમ ફ્લાઇટ દરમિયાન 3 વર્ષના વિલંબ પછી નિષ્ફળતા મળી
*~✔️કુઈઝો-11~*

●Ministry of skill development and entrepreneurship દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક પોર્ટલ શરૂ કર્યું છે જે નોકરી આપવા માંગતા લોકો માટે ઉપયોગી છે. આ પોર્ટલનું નામ શું છે
*~✔️assem~*

●અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનસિક તણાવ કે તકલીફ અનુભવતા લોકો માટે કોરોના સાંત્વના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેલ્પલાઇન નંબર કયો છે
*~✔️14499~*

●ભારતીય સેનાએ હેલિકોપ્ટરથી લોન્ચ થઈ શકે એવી 'નાગ' મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.આ મિસાઈલ કયા નામે ઓળખાશે
*~✔️ધ્રુવાસ્ત્ર~*
*~✔️ઓડિશાના બાલાસોરમાં પરીક્ષણ કરવામાં આવ્યું~*

●ગુજરાતમાં કયા સ્થળે ઉત્ખનન દરમિયાન બૌદ્ધમુનિઓના ગુંબજ મળી આવ્યા
*~✔️વડનગર~*

●ફોર્બ્સ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલી રિયલ ટાઈમ બિલિયોનેર અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 75 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વમાં કેટલામાં ક્રમના ધનાઢ્ય બન્યા
*~✔️5મા~*
*~✔️185.8 અબજ ડો
લરની નેટવર્થ સાથે એમેઝોનના જેફ બેઝોસ યાદીમાં પ્રથમ સ્થાને~*

●દરવર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ ડે ક્યારે મનાવામાં આવે છે
*~✔️20 જુલાઈ~*
*~✔️1966 થી દરવર્ષે તેની ઉજવણી થાય છે~*
*~✔️1924માં આ દિવસે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી.~*
*~✔️પ્રચંડ બુદ્ધિ માંગતી આ રમત ભારતમાં શોધાયેલી છે.~*

●ફિફાએ 2022નો વિશ્વકપ કયા દેશમાં યોજવાની ઘોષણા કરી છે
*~✔️કતાર~*

●કયા દેશમાં મફત ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે
*~✔️બાંગ્લાદેશ~*

●કયા રાજ્યની સરકારે શિલ્પ તથા હસ્તકલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી
*~✔️ઓડિશા~*

●તાજેતરમાં જાણીતા ગણિતજ્ઞ સી.એસ.શેષાદ્રીનું નિધન થયું હતું. ભૂમિતિમાં તેમનું પ્રદાન અનન્ય છે.તેઓ કઈ શોધના કારણે ખ્યાત બનેલા
*~✔️કોન્સ્ટન્ટ~*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર કેટલામાં ક્રમની સૌથી લોકપ્રિય હસ્તી બની ગયા
*~✔️ત્રીજા~*
*~✔️તેઓ 6 કરોડ ફોલોઅર્સ ધરાવે છે~*

●જર્મનીના ફૂટબોલર જેને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી
*~✔️આન્દ્રે સુર્લે~*

●હંગેરી ગ્રાં.પ્રી.2020 ટાઈટલ કોણે જીત્યું
*~✔️બ્રિટનના રેસિંગ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન~*

●2020ના નેલ્સન મંડેલા પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*~✔️મોરિસાના કોયેટ અને મારીઆના વર્દીનો ઇનીસને~*

●દિલ્હી સરકારે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ અંતર્ગત એક વર્ષ સુધી કયા પાક પર પ્રતિબંધ મૂક્યો છે
*~✔️તમાકુ~*

●બ્લેક ફ્રાઈ ડે અને ડોન્ગ્રી ટુ દુબઇ ફેઈમ હુસેન ઝૈદીની નવી નવલકથા પ્રસિદ્ધ થઈ છે. તેનું શીર્ષક શું છે
*~✔️ધ એન્ડ ગેમ~*

●પાકિસ્તાનમાં કઈ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
*~✔️પબજી~*

●ભારતની સૌપ્રથમ કોરોના રસીનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*~✔️પટના એઈમ્સ ખાતે~*

●ગેબન દેશના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા
*~✔️ઓસુકા રેપોન્ડા~*


💥રણધીર💥
*~🗞️Newspaper Current🗞️~*

*~🔥Date :- 24/07/2020 થી 26/07/2020🔥~*

IPL ક્યાં રમાશે
*✔️UAE*

GCMMFના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️સાબર ડેરીના શામળજી પટેલ*
*✔️વાઈસ ચેરમેન તરીકે કચ્છ ડેરીના વાલમજી હુંબલ ચૂંટાઈ આવ્યા*

હાલમાં કયા રાજયમાં માસ્ક ન પહેરનારને 2 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ જાહેર કરવામાં આવ્યો
*✔️ઝારખંડ*

ભારત ફ્રાન્સ પાસેથી હેમર મિસાઈલ ખરીદશે.હેમરનું પૂરું નામ શું છે
*✔️હાઈલી એઝાઈલ મોડ્યુલર મ્યુનિશન એક્સ્ટન્ડેડ રેન્જ*

ISO સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ કયું બન્યું
*✔️અંબાજી(ISO 9001:2015)*
*✔️ISO (ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝડ ફોર સ્ટાન્ડર્ડ) બ્રિટિશ સંસ્થા દ્વારા આ સર્ટિફિકેટ અપાય છે*
*✔️આ સર્ટિ. 3 વર્ષ સુધી માન્ય રહે છે*

ચીને મંગળ પર રોવર મિશન ટુ માર્સ હેઠળ કયા રોકેટનું સફળ લોન્ચિંગ કર્યું
*✔️તિઆનવેન-વન*

ઈંગ્લેન્ડ-વેસ્ટઇન્ડિઝ વચ્ચે વિઝડન ટ્રોફી હવે નહિ રમાય.તેના સ્થાને આગામી કઈ ટેસ્ટ શ્રેણી રમાશે
*✔️રિચડર્સ-બોથમ ટ્રોફી*
*✔️વિઝડન ટ્રોફીની શરૂઆત 1963માં થઈ હતી.*

વિખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર જેમનું હાલમાં નિધન થયું
*✔️અમલાશંકર*
*✔️પશ્ચિમ બંગાળ સરકારે 2011માં તેમને બંગવિભૂષણ સન્માન આપ્યું હતું.*

વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી આત્મકથા લખશે.તેનું શીર્ષક શું છે
*✔️ધ મેન બિયોન્ડ ધ બિલિયન્સ*
*✔️સંદીપ ખન્ના અને વરુણ સુદ તેમની આત્મકથા લખશે.*

રેલવેમાં પહેલીવાર ભારતમાં જ બનેલું અત્યારસુધીનું સૌથી શક્તિશાળી 12 હજાર હોર્સપાવરનું એન્જીન દોડ્યું. આ એન્જીનનું નામ શું છે
*✔️વીએજી-12B*
*✔️દિલ્હીથી ફુલેરા સ્ટેશન*

હાલમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*✔️હન્ના*

ભારત અમેરિકાના બોઈંગ પાસેથી કયા વિમાનો ખરીદશે
*✔️પોસેડન-81*

ભારત સરકારે કયા દેશ સાથે ઇમરજન્સી ચિકિત્સા સેવા શરૂ કરવા સમજૂતી કરી છે
*✔️માલદીવ*

તાજેતરમાં વિખ્યાત નવલકથાકાર જુઆન માર્સેનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*✔️સ્પેન*

ઇલોન મસ્કની કંપની સ્પેસેક્સએ તાજેતરમાં દક્ષિણ કોરિયાના કયા સૈન્ય ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
*✔️NSC-2*

હાલમાં કયા રાજ્યમાં દુર્લભ પ્રજાતિનો પીળો કાચબો જોવા મળ્યો
*✔️ઓડિશા*

સિંગાપોરના સંશોધકોએ કયા દેશમાં 14 પગવાળા વિશાળ સમુદ્રી વંદાની ઓળખ કરી
*✔️ઇન્ડોનેશિયામાં*

કયા રાજ્યની સરકારે આરોગ્યશ્રી સ્વાસ્થ્ય સેવા યોજના લાગુ કરી
*✔️આંધ્રપ્રદેશ*

કયા દેશે લૂર્રડેસ રોમન કેથલિક ચર્ચની ઓનલાઈન તીર્થયાત્રાનું આયોજન કર્યું હતું જે આવું કરનારો તે દુનિયાનો સૌપ્રથમ દેશ બન્યો
*✔️ફ્રાંસ*

એસોચેમના આંકડા પ્રમાણે જૂન 2020માં ભારત મસાલાની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે
*✔️23%*

કયા રાજ્યની સરકારે બોટલપેક મિનરલ વોટર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે
*✔️હરિયાણા*

ભારતીય રેલવેની કઈ કોચ ફેક્ટરીએ કોવિડ-19ને નાથવા માટે પોસ્ટ કોવિડ કોચ વિકસિત કર્યો
*✔️કપૂરથલા કોચ ફેક્ટરી*

હાલમાં જાણીતા ક્રિકેટર બેરી જર્મનનું અવસાન થયું. તેઓ કયા દેશના ભૂતપૂર્વ કેપ્ટન હતા
*✔️ઓસ્ટ્રેલિયા*

કયા રાજ્યની સરકારે આશા અને આંગણવાડી વર્કર્સ માટે માસિક ફેમિલી પેન્શનની ઘોષણા કરી
*✔️ઓડિશા*

રિયલ મેડ્રિડ ફુટબોલ કલબે કેટલામી વખત લા લીગા ટાઈટલ કબજે કર્યું
*✔️34મી વખત*

ધ સ્પિરિટ ઓફ ક્રિકેટ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું
*✔️સુખ્યાત ક્રિકેટર સ્ટીવ વો*

UNના અહેવાલ પ્રમાણે ભારતની કુપોષિત બાળકોની સંખ્યામાં કેટલો ઘટાડો થયો
*✔️6 કરોડ*

કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયને પણ પેન્શન યોજનામાં સમાવવાનું યશસ્વી પગલું ઉઠાવ્યું છે
*✔️ઓડિશા*

💥રણધીર💥
*●ગાંધી સ્મારક સંગ્રહાલય* : સાબરમતી (અમદાવાદ)

*●ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ* : અમદાવાદ

*●ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ* : ભાવનગર

*●સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક* :અમદાવાદ

*●સરદાર પટેલ મ્યુઝિયમ* :વલ્લભ વિદ્યાનગર

*●સરદાર સંગ્રહાલય*: સુરત

*●આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ* : અમદાવાદ

*●આદિવાસી લોકકલા સંગ્રહાલય* : છોટા ઉદેપુર


💥રણધીર💥
*◆સ્થાપના અને સ્થાપક◆*

*●ગુજરાત કલાસંઘ (અમદાવાદ)* : રવિશંકર રાવળ

*●ગુજરાત કલામંદિર (ગોંડલ)* : મહંમદ અશરફ ખાન

*●કલાયતન (વલસાડ)* : ભીખુભાઈ ભાવસાર



*●'નટ મંડળ' અને 'નાટ્ય વિદ્યામંદિર'* : જયશંકર સુંદરી (ભોજક)

*●ભરત નાટ્યપીઠ મંડળી* : જશવંત ઠાકર

*●નાટ્યસંપદા* : કાંતિ મડિયા



*●દક્ષિણામૂર્તિ સંસ્થા (આંબલા, જિ. ભાવનગર)* : નાનાભાઈ ભટ્ટ

*●લોકભારતી સંસ્થા (સણોસરા, જિ. ભાવનગર)* : નાનાભાઈ ભટ્ટ



💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*~🗞️Date :- 27/07/2020 થી 31/07/2020🗞️~*

●ભારતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ પ્લાઝાનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું
*✔️દિલ્હીમાં*

●કયા રાજ્યની સરકારે પ્લાઝમા ડોનર્સને સરકારી નોકરીમાં પ્રાથમિકતા આપવાની ઘોષણા કરી
*✔️આસામ*

●કયા રાજ્યની સરકારે એક હજાર યોગ શાળાઓ ખોલી
*✔️હરિયાણા*

●ઓડિયા સિનેમાના સુપ્રસિદ્ધ અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️વિજય મોહંતી*

●ભારત-અમેરિકાની નૌસેના વચ્ચે યુદ્ધ અભ્યાસ યોજાયો હતો.આ કવાયતનું નામ શું
*✔️પાસેક્સ (પાસેજ એક્સરસાઇઝ)*
*✔️આ કવાયત અંદમાન-નિકોબારના દરિયામાં થઈ હતી.*

●દેશના કયા રાજયમાં બાળ મૃત્યુદર સૌથી ઊંચો છે
*✔️મધ્યપ્રદેશ*
*✔️મધ્યપ્રદેશમાં જન્મ લેતા દર એક હજારમાંથી 48 નવજાત શિશુઓના મૃત્યુ થાય છે*

●ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ જેમનું હાલમાં નિધન થયું
*✔️રમણિક અંબાણી*

●આધુનિક ઓલિમ્પિક ગેમ્સના જનક પિયર ડી કુબરટીએ ઓલિમ્પિક રીંગની ડિઝાઇન કયા વર્ષે બનાવી હતી
*✔️1913માં*

●રશિયાએ કઈ મિસાઈલનો સપ્લાય ચીન સાથે અટકાવ્યો
*✔️S-400*

●અમેરિકામાં હન્ના પછી કયું વાવાઝોડું ત્રાટક્યું
*✔️ડગલસ*

●બે વખત ઓસ્કાર વિજેતા રહી ચૂકેલા 'ગોન વિથ વિન્ડ'ના એક્ટ્રેસ જેમનું હાલમાં નિધન થયું
*✔️ઓલિવિયા દ હેવિલેન્ડ*

●'મધર ઇન્ડિયા' ફિલ્મની અભિનેત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️કુમકુમ*

●દેશના રેલવેમંત્રીએ કયું કાર્ડ લોન્ચ કર્યું
*✔️IRCTC SBI રૂપે કાર્ડ*

●મલેશિયાના પૂર્વ વડાપ્રધાન જેમને હાલમાં ભ્રષ્ટાચારના કેસમાં 12 વર્ષની જેલ થઈ
*✔️નજીબ રઝાક*

●29 જુલાઈવર્લ્ડ ટાઈગર ડે
*✔️જગતની 70% વાઘની વસ્તી એકલા ભારતમાં છે.*
*✔️2018ના આંકડા મુજબ ભારતમાં અત્યારે 2967 વાઘ છે*

●ચીને મંગળ પર પોતાનું સૌપ્રથમ સ્વતંત્ર મિશન લોન્ચ કર્યું.આ મિશનનું નામ શું છે
*✔️તિયાનવેન-1*

●2022માં એશિયન ગેમ્સ તથા વિન્ટર ઓલિમ્પિક કયા દેશમાં યોજાશે
*✔️ચીન*

●સુપ્રસિદ્ધ જેઝ ગાયિકા જેમનું તાજેતરમાં અવસાન થયું
*✔️એની રોસ*

●વર્ચ્યુઅલ અદાલતો દ્વારા સુનાવણી શરૂ કરવાનું દેશનું સૌપ્રથમ રાજ્ય કયું છે
*✔️મધ્યપ્રદેશ*
*✔️મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ મોબાઈલ હેન્ડવોશ સુવિધા સ્ટેશન ઊભા કરવામાં આવ્યા*

●શ્રીલંકાની મહિલા ક્રિકેટર જેને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી
*✔️શ્રીપાલી વેરાકોડી*

●બ્રિક્સ સંગઠનના સલાહકાર તરીકે કોણે નીમવામાં આવ્યા
*✔️ટીના ડાબી*

●ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ 500 વિકેટ લેનારો વિશ્વ ક્રિકેટનો કેટલામો બોલર બન્યો
*✔️7મો*

●કેન્દ્રીય અર્થ સાયન્સ મિનિસ્ટર ડૉ.હર્ષવર્ધને 24 કલાક હવામાનનું પૂર્વાનુમાન આપતી કઈ સરકારી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*✔️મૌસમ*
*✔️દેશના 450 શહેરોના હવામાનની સચોટ માહિતી આ એપ પર મળશે.*

●18 જુલાઈ, 2020ના રોજ જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા તમામ સભ્યોને કેટલા રૂપિયાના જીવન વીમાકવરની જાહેરાત કરી છે
*✔️25 લાખ રૂપિયા*

●વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજે તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં USS રોનાલ્ડ રીગન સાથે લશ્કરી કવાયતમાં ભાગ લીધો તેનું નામ શું
*✔️USS નિમિટ્ઝ*

●કરદાતાના વાર્ષિક નિવેદનની પ્રણાલીમાં તાજેતરમાં CBDTના આવકવેરા વિભાગે કરદાતાઓને ઝડપથી આવકવેરા વળતર ફાઇલ કરવામાં મદદ મળે એ માટે એક નવું કયું ફોર્મ રજૂ કર્યું છે
*✔️26 AS*

●કયા દેશની અધ્યક્ષતામાં જી20 દેશોના નાણાંપ્રધાનોએ અને સેન્ટ્રલ બેંક ગવર્નન્સની બેઠક મળી હતી
*✔️સાઉદી અરેબિયા*
*✔️ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો.*

●કેન્દ્રીય શિપિંગ મંત્રીએ તાજેતરમાં કોલકાતા બંદરથી અગરતલા માટે બાંગ્લાદેશના કયા બંદરથી પ્રથમ પરીક્ષણ કન્ટેનર જહાજને રવાના કર્યું
*✔️ચેટ્ટોગ્રામ*

●અમેરિકાના નાગરિક અધિકાર ચળવળના પ્રણેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️જ્હોન લુઈસ*

●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️2001ની બેચના ભારતીય મહેસુલ સેવા -આવકવેરા અધિકારી પી.પ્રવીણ સિદ્ધાર્થની*

●શેરી વિક્રેતાઓને લોન આપવા તાજેતરમાં કઈ એપ શરૂ કરવામાં આવી
*✔️પીએમ સ્વનિધિ એપ*

●ફ્રાન્સથી 5 રાફેલ યુદ્ધવિમાનો ભારત આવ્યા.આ વિમાનો કયા સ્ટેશને લેન્ડિંગ થયા
*✔️અંબાલા એરફોર્સ સ્ટેશને*

●માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શુ કરવામાં આવ્યું
*✔️શિક્ષણ મંત્રાલય*

●UAEનું હોપ, ચીનનું તિયાનવેન-1 લોન્ચ થયા પછી અમેરિકાનું કયું યાન મંગળ પર રવાના થઈ રહ્યું છે
*✔️પરસેવનર્સ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઈવેટ સેક્રેટરી કોણ બન્યા
*✔️હાર્દિક સતીષચંદ્ર શાહ*

●અમેરિકી સંસદે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની ધરોહરનો પ્રચાર કરવા એક ખરડો પ્રસાર કર્યો. આ ખરડાનું નામ શું છે
*✔️ગાંધી-કિંગ એક્સચેન્જ*

●ગોધન ન્યાય યોજના કયા રાજયમાં શરૂ કરવામાં આવી
*✔️છત્તીસગઢ*

●બનાસકાંઠા જિલ્લાના રીંછ અભયારણ્ય જેસોરનું મોડેલ કયા રાજ્યમાં અમ
લી બનાવવામાં આવશે
*✔️મહારાષ્ટ્ર*

●દેશમાં પોલીસનું નવું મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું
*✔️બીજું*
*✔️ગુનાના પ્રકાર પ્રમાણે ત્રણ ભાગમાં તેને વહેંચવામાં આવ્યું છે*
*✔️પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ*

●રશિયાના વૈજ્ઞાનીઓએ સાઈબીરિયાની પેશેવાલાવેટો સરોવરમાંથી લુપ્ત થઈ ચૂકેલા વુલીમેમથ કંકાલ શોધ્યું.આ પ્રજાતિ કયા પ્રાણીની છે
*✔️હાથી*

●ગુજરાતના નવા DGP પદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️આશિષ ભાટિયા*
*✔️શિવાનંદ ઝાની જગ્યાએ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશના સુપ્રીમ કોર્ટના બિલ્ડીંગનું ઉદ્દઘાટન કર્યું
*✔️મોરેશિયસ*



💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*~🗞️Date :-01/08/2020 થી 05/08/2020🗞️~*

●અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️સંજય શ્રીવાસ્તવ*
*✔️સુરતમાં પોલીસ કમિશનર તરીકે અજય તોમર*
*✔️વડોદરાના પોલીસ કમિશનર પદે આર.બી.બ્રહ્મભટ્ટ*

●દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા વ્યક્તિ જેમનું તાજેતરમાં નિધન થયું
*✔️અમરસિંહ*

●71મો વન મહોત્સવ-2020 ક્યાં મનાવામાં આવ્યો
*✔️રાજકોટ, આજી ડેમ સાઈટ*

●પ્રથમ ભારતીય ક્રિકેટ બોડી જેનું પોતાનું મ્યુઝિયમ હશે તે કયું સ્ટેડિયમ
*✔️મુંબઈ ક્રિકેટ એસોસિએશન વાનખેડે સ્ટેડિયમમાં*

●તાજેતરમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*✔️ઈસાયા*

●દેશમાં પ્રથમવાર કયા મહાનગરમાં કેટલાક ચાર રસ્તા પર પગે ચાલતા લોકો માટે સિગ્નલમાં મહિલા સબંધિત સંકેતનો પણ ઉપયોગ થશે
*✔️મુંબઈ*

●કયા રાજ્યની સરકારે ન્યાયિક સેવામાં અતિ પછાત વર્ગને 5 % અનામતની મંજૂરી આપી
*✔️રાજસ્થાન*

●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 વિજેતા કોણ બન્યું
*✔️લૂઇસ હેમિલ્ટન*
*✔️87મુ ટાઈટલ જીત્યું*

●શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ કોણ છે
*✔️મહંત નૃત્ય ગોપાલદાસ*

●ભારતના સહયોગથી કયા પડોશી દેશમાં ભારતના ખર્ચે શ્રી શ્રી જયકાલી માતર મંદિરનો જીર્ણોદ્ધાર થયો
*✔️બાંગ્લાદેશ*
*✔️બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર - રેવા ગાંગુલી દાસ*

●ભારતમાં કોવિડ-19ના વધતા જતા કોરોના કેસોનો સામનો કરવા માટે પૂણેની એક યુનિવર્સિટીએ દેશમાં જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે તબીબી બેડ અંગેની વિશેષ પ્રણાલી વિકસાવી છે એનું નામ શું
*✔️આશ્રય*

●કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને ભારતીય માનક બ્યુરોની કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે જે આ દ્વિભાષી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગ્રાહકો ISI ચિહ્નિત અને હોલમાર્ક કરેલા ઉત્પાદનોની પ્રામાણિકતા ચકાસી શકશે
*✔️બીઆઈએસ-કેર*

●નીતિ આયોગ દ્વારા ફેબ્રુઆરી-જૂન - 2020ના સમયગાળા માટે મહત્વકાંક્ષી જિલ્લાઓની યાદીમાં કયા જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે
*✔️છત્તીસગઢના બીજપુર જિલ્લાએ*
*✔️મેઘાલયના રિભોઈ જિલ્લાએ બીજું અને ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લો ત્રીજા ક્રમે*

●ભારત અને યુરોપિયન યુનિયન આગામી 5 વર્ષ માટે વૈજ્ઞાનિક સહયોગ માટેના કરારને નવીકરણ આપશે.આ કરારની શરૂઆતમાં કયા વર્ષે હસ્તાક્ષર કરવામાં આવી હતી
*✔️2001*

●કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન તાજેતરમાં જ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નન્સની વાર્ષિક સભામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કયા વિષય પર રાઉન્ડ ટેબલ ચર્ચા યોજવામાં આવી હતી
*✔️AIIB 2030 - સહાયક એશિયન ડેવલપમેન્ટ ધ નેકસ્ટ ડિકેડ*

●કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે દર વર્ષે 29 જુલાઈએ ઉજવવામાં આવતા ગ્લોબલ ટાઈગર ડેની પૂર્વ સંધ્યાએ ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટીમેશન સર્વે 2018 રિપોર્ટ જાહેર કર્યો છે. દેશમાં વાઘની સૌથી વધુ સંખ્યા કયા રાજ્યમાં છે
*✔️મધ્યપ્રદેશમાં (526 વાઘ)*
*✔️કર્ણાટકમાં 524 અને ઉત્તરાખંડમાં 442 વાઘ છે*

●ભારતની સૌથી જૂની ફ્લાઈંગ ક્લબમાંની એક બોમ્બે ફ્લાઈંગ ક્લબ ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મંજુર થયેલી પ્રથમ ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ બની.


💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*~🗞️Date :- 06/08/2020 થી 08/08/2020🗞️~*

●દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવામાં આવે છે
*✔️3 ઓગસ્ટ*

●ભારતીય રેલવેએ કયા રાજ્યના રેલવે સ્ટેશન પર ઓટોમેટિક લાઈટિંગ સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરી છે
*✔️મધ્યપ્રદેશ*

●પરમાણુ ઊર્જા મથક શરૂ કરનારો પહેલો આરબ દેશ કયો બન્યો
*✔️યુનાઈટેડ આરબ અમિરાત (UAE)*

●કેરળની કઈ પર્વત માળાને બાયોસ્ફિયર હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે
*✔️થુડીયુરુલીપ્પારા પર્વત માળા*
*✔️આ પર્વતમાળા અપ્રિતમ જૈવ વૈવિધ્ય ધરાવે છે*

●હરિયાણાએ અરાવલ્લીની પર્વતમાળા પર બીજ વાવવા માટે એરિયલ સિડિંગનો પ્રયોગ અમલમાં મુક્યો છે. એરિયલ સિડિંગ એટલે શું
*✔️આકાશમાંથી બીજ વેરીને કરવામાં આવતું વાવેતર*

●ભારતીય રેલવેએ ડોક્ટર અને દર્દી વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે રોબોટ બનાવ્યો છે. આ રોબોટનું નામ શું
*✔️રક્ષક*

●પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા લાઈફટાઈમ એક્સેલેન્સ પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️અશોક સહાની*

●કેન્દ્ર સરકાર વર્લ્ડ બેંક સાથે મળીને કયા ઉચ્ચ પ્રદેશને કૃષિ યોગ્ય ભૂમિમાં રૂપાંતરિત કરવા માટેની યોજના બનાવી રહી છે
*✔️ચંબલના ઉચ્ચ પ્રદેશને*

●સૌરવ ગાંગુલીના કોચ જેમનું તાજેતરમાં અવસાન થયું
*✔️અશોક મુસ્તાફી*

●દુનિયાની સૌથી વધુ વયની ફ્લાઇટ ઈન્સ્ટ્રક્ટર અને પાઈલટ કોણ બની
*✔️અમેરિકાની રોબિના એસટી*

●ભારતે જીવાણુ પ્રતિરોધક દવાઓના સંશોધન માટે કયા દેશ સાથે સમજૂતી કરી
*✔️બ્રિટન*

●દુનિયામાં સૌથી વધુ નેટવર્થ ધરાવતી કંપની કઈ બની
*✔️એપલ*

●કયા રાજ્યએ વૃક્ષારોપણની બાબતમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો
*✔️ઉત્તરપ્રદેશ*

●જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️મનોજ સિન્હા*
*✔️ગિરિષચંદ્ર મુર્મુની નિમણુક કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે નિમણુક કરાઈ*

●ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર ભાડભૂત બેરેજ યોજનાના બાંધકામનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-શુભારંભ કરવામાં આવ્યો. આ બેરેજની લંબાઈ કેટલી છે
*✔️1648 મીટર*
*✔️90 દરવાજા*
*✔️બેરેજ પર છ માર્ગીય પુલ*
*✔️૱ 5300 કરોડની યોજના*

●ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સમાં પ્રથમવાર ભારતની કઈ બે બ્રાન્ડનો સમાવેશ થયો
*✔️રિલાયન્સ અને TCS*
*✔️રિલાયન્સ બીજા નંબરે અને TCS 65મા નંબરે*
*✔️ઇન્ડેક્સમાં એપલ નંબર વન*

●વિજયભાઈ રૂપાણી સળંગ ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા
*✔️પાંચમા*
*✔️હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ, અમરસિંહ અને નરેન્દ્ર મોદી જ સતત ચાર વર્ષ પૂર્ણ કરી શક્યા છે*

●ખેતરો, બજાર અને ગ્રાહકો વચ્ચે અવિરત જોડાણ માટે ભારતની સર્વપ્રથમ કિસાન રેલને લીલીઝંડી આપવામાં આવશે. આ રેલ કયા બે સ્ટેશનો વચ્ચે દોડશે
*✔️દેવાલી-દાનપુર*

●હાલમાં ઈસાલા-પેરાહેરા ઉત્સવ કયા દેશમાં મનાવામાં આવ્યો
*✔️શ્રીલંકા*

●ચીને હાલમાં કઇ પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
*✔️કેરિયર કિલર*

●કયા દેશમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર બનશે
*✔️દુબઈ*

●બ્લુમબર્ગ બિલિયોનર્સની યાદી મુજબ 100 અબજ ડોલરની નેટવર્થ ધરાવનાર ત્રીજી વ્યક્તિ કોણ બન્યા
*✔️ઝુકરબર્ગ*

●સુરતમાં કોરોના વોર્ડમાં દર્દીઓને ભોજન-દવા રોબોટ આપશે.આ રોબોટનું નામ શું
*✔️સોના 1.5 અને સોના 2.5*
*✔️ELI કોવિડ-19 રોબોટ સ્ક્રીનીંગની કામગીરી કરશે*

●ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ (CCIT) પદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અમિત જૈન*

●વિશ્વ પ્રાકૃતિક સંરક્ષણ દિવસ ક્યારે મનાવામાં આવે છે
*✔️28 જુલાઈ*

●ટયુનિશિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️હીચેમ મચીચી*

●મધ્યપ્રદેશ સરકારે વિદ્યાર્થીઓ માટે કઈ મોબાઈલ એપ્લિકેશન બનાવી
*✔️ટોપ પેરેન્ટ*

●હોરર મુવીમાં અભિનય માટે જાણીતા અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️જ્હોન સેક્શન*

●ભારતે કયા દેશને 10 બ્રોડગેજ એન્જીનની ભેટ આપી
*✔️બાંગ્લાદેશ*

●દુનિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો
*✔️અબુધાબી*

●DRDOએ કઈ પ્રતિયોગીતાનો શુભારંભ કર્યો
*✔️ડેર ડ્રિમ 2.0*

●વિદેશમંત્રી એસ.જયશંકરે તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. જેનું શીર્ષક શુ છે
*✔️ધ ઇન્ડિયન વે સ્ટ્રેટેજીસ ફ્રોમ એન અનસર્ટેન વર્લ્ડ*

●ભારતની સર્વપ્રથમ મધ પરીક્ષણ લેબોરેટરી ક્યાં સ્થાપિત કરવામાં આવી
*✔️આણંદમાં*

💥રણધીર💥
*🇮🇳ભારતની જમીન સરહદ🇮🇳*

*1.ભારત-પાકિસ્તાન(રેડક્લિફ રેખા)*
*લંબાઈ :-* 3,323 કિમી.
*જોડાયેલા રાજ્યો :*
*~પંગુરાજ~*
●પંપંજાબ
●ગુગુજરાત
●રારાજસ્થાન
●જજમ્મુ કાશ્મીર

*2.ભારત-અફઘાનિસ્તાન (ડુરન્ડ રેખા)*
*【ભારતની સૌથી ટૂંકી રેખા】*
*લંબાઈ :-* 106 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* જમ્મુ-કાશ્મીર (1 રાજ્ય)

*3.ભારત-ચીન (મેકમોહન રેખા)*
*લંબાઈ :-* 3,488
*જોડાયેલા રાજ્ય :-5 રાજ્ય*
*~જસિ અહિ ઉત્તર~*
●જજમ્મુ કાશ્મીર
●સિસિક્કિમ
●અઅરુણાચલ પ્રદેશ
●હિહિમાચલ પ્રદેશ
●ઉત્તરઉત્તરાખંડ

*4.ભારત-નેપાળ*
*લંબાઈ :-* 1,751 કિમી.
*જોડાયેલ રાજ્ય :-5 રાજ્ય*
*~પસિ(પછી) ઉત્તર બિ ઉત્તરા~*
●પપશ્ચિમ બંગાળ
●સિસિક્કિમ
●ઉત્તરઉત્તર પ્રદેશ
●બિબિહાર
●ઉત્તરાઉત્તરાખંડ

*5.ભારત-ભૂટાન*
*લંબાઈ :-* 699 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ સિક્કા આપ~*
●અરુણઅરુણાચલ પ્રદેશ
●સિક્કાસિક્કિમ
●આઆસામ
●પપશ્ચિમ બંગાળ

*6.ભારત-મ્યાનમાર*
*લંબાઈ :-* 1,643 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ ના મમિ~*
●અરુણઅરુણાચલ પ્રદેશ
●નાનાગાલેન્ડ
●મમણિપુર
●મિમિઝોરમ

*7.ભારત-બાંગ્લાદેશ*
*લંબાઈ :-* 4,096 કિમી. (ભારતની સૌથી લાંબી રેખા)
*જોડાયેલ રાજ્ય :-* 5 રાજ્ય
*~AM PM T~*
●Aઆસામ
●Mમેઘાલય
●Pપશ્ચિમ બંગાળ
●Mમિઝોરમ
●Tત્રિપુરા

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

💥રણધીર💥
*●કેટલાક ઉપનામ●*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*●શ્રીનગર*
〰️પૃથ્વી પરનું સ્વર્ગ
〰️તળાવોનું શહેર

*●અમૃતસર*
〰️સ્વર્ણમંદિરનું શહેર
〰️ગોલ્ડન સિટી

*●કપૂરથલા*
〰️બગીચાઓનું શહેર

*●પાણિપત*
〰️વણકરોનું શહેર

*●મસૂરી*
〰️પર્વતોની રાણી

*●લખનૌ*
〰️નવાબોનું શહેર

*●કાનપુર*
〰️ઉત્તર ભારતનું માન્ચેસ્ટર

*●વારાણસી*
〰️મંદિરો અને ઘાટોનું શહેર

*●શારદા*
〰️કાળી નદી

*●બરેલી*
〰️સુરમાનગરી

*●કન્નોજ*
〰️સુગંધીઓનું શહેર

*●ગાઝીપુર*
〰️કાશીની બહેન

*●અલીગઢ*
〰️તાળાનગરી

*●આગ્રા*
〰️પેડાનગરી

*●કોસી નદી*
〰️બિહારનો શોક

*●કોલકાતા*
〰️ડાયમંડ હાર્બર
〰️મહેલોનું શહેર
〰️ભારતનું ટેલિવુડ

*●દામોદર નદી*
〰️બંગાળનો શોક

*●જમશેદપુર*
〰️ભારતનું પિટ્સબર્ગ
〰️સ્ટીલનગરી

*●ધનબાદ*
〰️કોલસાનગરી

*●નેતરહાર*
〰️પહાડોની રાણી

*●સિક્કિમ*
〰️ફળઉદ્યાનોનું સ્વર્ગ

*●છત્તીસગઢ*
〰️ધાનનો કટોરો

*●મધ્ય પ્રદેશ*
〰️સોયા પ્રદેશ

*●પીથમપુર*
〰️ભારતનું ડેટ્રોઇટ

*●આંધ્રપ્રદેશ*
〰️એશિયાના ઈંડાઓની ટોપલી

*●હૈદરાબાદ-સિકંદરાબાદ*
〰️જોડિયા શહેરો

*●ગોદાવરી નદી*
〰️વૃદ્ધ ગંગા

*●ચેન્નાઇ*
〰️સુપર પ્રસારિતનગર

*●મદુરાઈ*
〰️તહેવારોનું નગર

*●કોઈમ્બતુર*
〰️દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર

*●કાવેરી નદી*
〰️દક્ષિણ-ભારતની ગંગા

*●કેરળ*
〰️મસાલાઓનો બગીચો

*●કોચિન*
〰️પૂર્વનું વેનિસ
〰️અરબ સાગરની રાણી

*●નીલગીરીની ટેકરીઓ*
〰️બ્લૂ-માઉન્ટેન

*●બેંગલુરુ*
〰️ઇલેક્ટ્રોનિક શહેર
〰️ભારતનો બગીચો
〰️સિલિકોન વેલી

*●મૈસુર*
〰️કર્ણાટકનું રત્ન

*●મુંબઈ*
〰️ભારતનું આર્થિક પાટનગર
〰️સાત ટાપુઓનું શહેર
〰️ભારતનું પ્રવેશ દ્વાર
〰️સુતરાઉ કાપડની રાજધાની
〰️ભારતનું હોલીવુડ

*●પૂણે*
〰️ક્વિન ઓફ ડેક્કન

*●અમદાવાદ*
〰️ભારતનું બોસ્ટન
〰️ભારતનું માન્ચેસ્ટર

*●જયપુર*
〰️ગુલાબીનગરી
〰️ભારતનું પેરિસ
〰️પૂર્વનું પેરિસ

*●અજમેર*
〰️રાજસ્થાનનું હદય

*●ચિત્તોડ*
〰️રાજસ્થાનનું ગૌરવ

*●ઉદયપુર*
〰️તળાવોનું શહેર

*●માઉન્ટ આબુ*
〰️રાજસ્થાનનું સિમલા


💥રણધીર💥
●અંદામાનમાં સૌથી મોટો ટાપુ :- *મધ્ય અંદામાન*

●અંદામાનમાં સૌથી નાનો ટાપુ :- *રોસટાપુ*

●નિકોબારમાં સૌથી મોટો ટાપુ :- *બૃહદ નિકોબાર*

●નિકોબારમાં સૌથી નાનો ટાપુ :- *પિલોમિલ્લો ટાપુ*

💥💥