સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*●એન્જીનીયરીંગ ઉદ્યોગ●*


*◆કાપડ ઉદ્યોગની મશીનરી :-* અમદાવાદ અને સુરેન્દ્રનગર

*◆બોબીન ફેક્ટરી:-* અમદાવાદ, ભાવનગર અને બિલિમોરા

*◆વોટરહીટર:-* સુરત

*◆ઓટોમોબાઇલ પાર્ટ્સ:-* નડિયાદ

*◆બ્રાસ પાર્ટ્સ:-* જામનગર

*◆રેઝર, સાયકલ ડાયનેમો, બોલપેન, ઘડિયાળ કવર:-* રાજકોટ

*◆ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને યંત્રો:-* વડોદરા

*◆રેડિયો, ટ્રાન્ઝિસ્ટર:-* કલોલ

*◆ખેતીનાં યંત્રો:-* જૂનાગઢ

*◆ડીઝલ એન્જીન:-* રાજકોટ

*◆ઇલેક્ટ્રિક ઘડિયાળ:-* મોરબી

*◆વિશિષ્ટ પ્રકારના લેથ:-* જામનગર

*◆મશીન ટુલ્સ:-* ભાવનગર

*◆સ્ટેઇનલેસ સ્ટીલ:-* કંડલા

*◆સ્ટીલ ટ્યુબ:-* વટવા-ચાંદખેડા (અમદાવાદ)

*◆મેટ્રો રેલવેના ડબ્બા:-* સાવલી (વડોદરા)- દિલ્હી મેટ્રો રેલના ડબ્બા અહીં બન્યા.

*◆ફાઉન્ડ્રિ ઉદ્યોગ:-* અમદાવાદ, રાજકોટ

*◆ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ઇલેક્ટ્રોનિક મશીનરી:-* વડોદરા

💥R.K.💥
*●ઓક્સિજન●*


તેનું અણુસૂત્ર 'O2' છે.
ઓક્સિજન વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે.
ઓક્સિજન પાણીમાં અલ્પદ્રાવ્ય છે.
દાહનપોષક વાયુ છે.

*◆ઉપયોગ◆*

ફેફસાના રોગો કે દમથી પીડાતા દર્દીઓ માટે વપરાતા પમ્પમાં 'સોડિયમ પેરોકસાઈડ'ની ગોળી હોય છે.(જે પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન મુક્ત કરે છે.)
સબમરીનમાં હવા શુદ્ધ રાખવા સોડિયમ પેરોકસાઈડ વપરાય છે.
ધાતુ કાપવા માટે અને વેલ્ડીંગ કરવા માટે 'ઓક્સિએસેટેલીન' વપરાય છે.
'ક્લોરીન' અને 'સલ્ફયુરિક એસિડ'ની બનાવટમાં ઓક્સિજન વપરાય છે.
હોસ્પિટલના સિલિન્ડરરોમાં 'ઓક્સિજન અને હિલિયમ'નું મિશ્રણ હોય છે.

લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે.
કાટ લાગવાથી લોખંડનું વજન વધે છે.
ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન છૂટો પડે છે.

💥💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-14-15/03/2020🗞👇🏾~*

*📝14 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*દંતકથા સમા વૈજ્ઞાનિક : આલ્બર્ટ આઈન્સ્ટાઈન*
*જન્મ:-* 14 માર્ચ, 1879 , જર્મનીમાં યુમમાં યહૂદી પરિવારમાં
*નિધન:-* 18 એપ્રિલ, 1955
જન્મ સમયે તેમનું માથું સાધારણ બાળક કરતા ઘણું મોટું હતું.
નાનપણમાં ઠોઠ ગણાતા આલ્બર્ટનો ઉછેર સ્વિટ્ઝર્લેન્ડના મ્યુનિચમાં થયો હતો.
તેઓએ પ્રાગ, બર્લિન, હોલેન્ડ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું અને ભૌતિકશાસ્ત્રમાં યોગદાનની પીઠીકા તૈયાર કરી.
પ્રકાશની કવાંટમ થિયરી, થિયરી ઓફ રિલેટિવિટી, બ્રોવનિયન મુવમેન્ટ જેવી અનેક વૈજ્ઞાનિક શોધખોળો તેમની સિદ્ધિ છે.
પોતાને નાસ્તિક નહીં પણ સંશયવાદી તરીકે ઓળખાવતા.
યહૂદી હોવાથી હિટલરે તેમને જર્મનીમાંથી હાંકી કાઢ્યા હતા.
તેમને 1921માં નોબેલ પારિતોષિક મળ્યું.


*📝15 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કાંશીરામ*
*જન્મ:-* 15 માર્ચ, 1934 , પંજાબના ખવાસપુરમાં
*નિધન:-* 9 ઓક્ટોબર, 2006
ભારતીય રાજનીતિમાં બહુજન વિચારધારાનો પ્રભાવ પાથરનાર બહુજન નાયક
વિજ્ઞાનમાં સ્નાતક હતા.
બાબાસાહેબ આંબેડકરથી ગાઢ રીતે પ્રભાવિત રહેલા કાંશીરામે દલિત-શોષિત સમાજ સંઘર્ષ સમિતિની સ્થાપનાથી જાહેર જીવનની શરૂઆત કરી.
1971માં દલિત ઉત્થાનના હેતુસર નોકરી ત્યાગી હતી.
1973માં ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન (બામસેફ)ની રચના દ્વારા તેમણે પછાત વર્ગોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો.
1985માં બહુજન સમાજ પક્ષની સ્થાપના અને વિકાસ પછી તેઓ બહુજન સમાજના નાયક તરીકે ઉભરી આવ્યા હતા.
તેમણે 'ચમચા યુગ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
તેમણે આપેલા સૂત્રો:-
"જિસકી જીતની સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી" અને "જો બહુજન કી બાત કરેગા, વો દિલ્હી પર રાજ કરેગા"

આજે (15 માર્ચ) ગંગાસતી, ગઝલકાર શૂન્ય પાલનપુરી અને નારાયણ દેસાઈની પુણ્યતિથિ છે.


●15 માર્ચ વિશ્વ ગ્રાહક દિવસ

●દેશમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત કર્ણાટક રાજ્યમાં થયું.બીજું મોત ક્યાં થયું
*દિલ્હીમાં*

●દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટેનું રેન્કગ જાહેર કરવામાં આવ્યું. જેમાં અમદાવાદ કયા ક્રમે છે
*બીજો*
*સુરતને 5મો અને વડોદરા 9મા નંબરે*
*આગ્રા શહેર પ્રથમ*

●રણજી ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*સૌરાષ્ટ્ર પહેલી વાર ચેમ્પિયન બની*
*બંગાળનો હરાવ્યું*
*સૌથી વધુ વિકેટ ઝડપનાર :-સૌરાષ્ટ્ર ટીમનો બોલર જયદેવ ઉનડકટ (67 વિકેટ)*
*સૌથી વધુ રન બનાવનાર :- અરુણાચલ પ્રદેશનો રાહુલ દલાલ (1340 રન)*

●ગીર ગાયમાં IVF દ્વારા દેશના પ્રથમ વાછરડાનો જન્મ ક્યાં થયો
*રાજકોટ*

●ગોળફેરિયાનો મેળો ક્યાં ભરાય છે
*છોટા ઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામે*

●વિશ્વનો પ્રથમ એવો કયો દેશ બનશે કે જ્યાં ફોટો ID નહીં, માત્ર ચહેરો બતાવવો પડશે
*સિંગાપોર*

●દર વર્ષે વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવામાં આવે છે
*12 માર્ચ*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*⃣ઝવેરી બેહનો *⃣

મણિપુરી નૃત્ય માં પારંગત ચાર બેહનો

નયના
રંજના
સુવર્ણા
દર્શના

ગુરુ :-બિપિન સિંહ

ઝવેરી બેહનો માં સૌથી નાના બહેન દર્શના ઝવેરી અત્યરે મણિપુરી નર્તન ક્ષેત્રે સક્રિય છે. તેમના પ્રયાસો થી આજ ભારત ની યુવતી ઓ મણિપુરી નૃત્ય માં રસ લેતી થઈ ગયી..

તેમને "મણિપુરી ના નૃત્યો "નામનો મહત્વ નો ગ્રંથ આપ્યો છે .
ઈ. સં. 2002 માં તેમને "પધ્મશ્રી "પુરસ્કાર મળ્યો હતો..
*⃣તારંગા *⃣

જૈન તીર્થ
અરવલ્લી ગિરીમાડા નો ભાગ છે.
મેહસાણા જિલ્લા માં ખેરાલુ તાલુકા ના ટીમ્બા ગામ ની નજીક.
તારંગા ની મુખ્ય ટેકરી નું શિખર સમુદ્ર સપાટી થી 486 મી. ઊંચાઈ ધરાવે છે.
રૂપેણ નદી તારંગા ની ટેકરીઓ માંથી નીકળે છે.
આર્ય ખપુંટા ચાર્ય ના સમકાલીન વેણી વત્સ રાજ નામે બૌદ્ધ ધર્માનુયાયી રજા એ ગીરી ઉપર તારા ઉપર તારાપુર નગર વસાવ્યું હતું.
આ ડુંગર પર કુમાર પાળે અજિત નાથ નું મંદિર બનાવ્યું હતું.
આ મંદિર 24 હાથ ઊંચું અને 101 આંગળ ઊંચા શ્રી અજિત નાથ પ્રભુ ની પ્રતિમા સ્થાપના કરવામાં આવી છે.
અજિતનાથ જૈન મંદિર થી દોઢ માઈલ ના અંતરે તારણી માતા નું સ્થાનક આવેલું છે.
તેની બાજુ માં ધરાણ દેવી નું સ્થાનક છે.
તારંગા ણી ટેકરી ઓ માં taamrvarna પથર પર બોધિવૃક્ષ ની ચાર બૌદ્ધ મૂર્તિ ઓ કંડારેલી છે જે ગુફા ઓ જોગીડા ની ગુફા તરીકે ઓળખાય છે.

એકંદરે કહી શકાય કે પ્રકૃતિ, ઉત્કૃષ્ટ કલા અને ધર્મ ભાવના નો ત્રિવેણી સંગમ એટલે તારંગા તીર્થ.....
*⃣પાવાગઢ *⃣
જિલ્લો :-પંચમહાલ
તાલુકો :-હાલોલ
વર્તમાન પૂર્વે 5 થી 6 કરોડ વર્ષ પૂર્વે જ્વાળામુખી ના વિસ્ફોટ થી તેની રચના થઇ હતી.
- પ્રાચીન અભિલેખો માં તેનું નામ 'પાવક-ગઢ (fire hill)' છે.

દંતકથા:-વિશ્વામિત્ર નામના ઋષિ કામધેનુ ગાય સાથે ત્યાં રહેતા હતા. એકવાર ગાય ત્યાં ચારવા ગઈ તેને પોતાના દૂધ વડે ખીણ ભરી દીધી. તે જાણી ને ઋષિ એ ખીણ પુરી દેવા ભગવાન ને પર્થના કરી. ભગવાને મોટો પર્વત મોકલ્યો. તેના 3/4 ભાગ થી ખીણ પુરાઈ ગયી. બાકી નો 1/4 ભાગ પર્વત રૂપે રહ્યો.

તે "પા ગઢ " કે "પાવાગઢ "તરીકે ઓળખાયો.

પાવાગઢ ની તળેટી ની ઊંચાઈ 728 મી. છે.
પર્વત 42 ચો કી.મી. વિસ્તાર માં ફેલાયેલો છે.
તેમાં બેસાલ્ટ પ્રકાર નો ખડક મુખ્ય છે.
કાલિકા માતાનું મંદિર આવેલું છે. જે 51 શક્તિપીઠ માં નું એક છે.
સદનશાહ ની દરગાહ આવેલી છે.
તેની ખીણ માંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. જે ગુજરાત ની "મગરો ની નદી" કહેવાય છે.
પર્વત પર "તેલિયું ", "છાછીયું ",અને "દુધિયું "ત્રણ તળાવો આવેલા છે.

અગિયારમી સદી માં ચંદ બારોટે પાવાપતિ તરીકે તુઆર કુળ ના રામ ગૌર નો ઉલ્લેખ કર્યો છે.
ઈ. સં. 1300 માં અહીં મેવાડ થી આવેલા ચૌહાણ રાજપૂતો નું રાજ્ય સ્થપાયું.
1484 માં મહમદ બેગડો એ રજા પતાઈ રાવળ ને હરાવી ને સેનાપતિ ડુંગરશી ને મારી નાખ્યા હતા.
ચાંપાનેર ને તેને ગુજરાત નું બીજું પાટનગર બનાવ્યું હતું.
1535 માં સુલતાન બહાદુરશાહ ને હરાવી ને મુગલ સેહનશાહ હુમાયુ એ પાવાગઢ કબ્જે કર્યો હતો.
પરંતુ બહાદુરશાહે પુનઃ જીતી લીધો હતો.
1727 માં મરાઠા સરદાર કૃષ્ણાજી એ અને સને 1761 માં સિંધિયા એ પાવાગઢ પર પ્રભુત્વ મેળવ્યું હતું.
1803 માં સિંધિયા પાસે થી અંગ્રેજો એ પાવાગઢ કબ્જે કર્યું હતું.
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-16/03/2020🗞👇🏻~*

*📝16 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*આંધ્રના પિતા : પોટ્ટી શ્રીરામુલુ*
*જન્મ:-* 16 માર્ચ, 1901, જુના મદ્રાસ પ્રાંતના નેલ્લોર જિલ્લામાં
*નિધન:-* 15 ડિસેમ્બર, 1952
મદ્રાસમાં સેનેટરી એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ગ્રેટ ઇન્ડિયન પેનીનસુલાર રેલવેમાં નોકરીમાં જોડાયા હતા.
1928માં પત્ની અને નવજાત શિશુના અવસાન પછી નોકરી છોડી આઝાદીના જંગમાં ઝંપલાવ્યું.
મીઠા સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન ઉપરાંત ગાંધીવાદી રચનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું.
આઝાદી પછી તેઓ ગ્રામ પુનઃનિર્માણ, દલિતોના મંદિર પ્રવેશ અને આંધ્રના નવા રાજ્યની રચના માટે સક્રિય થયા હતા.
આંધ્રનું ભાષાના ધોરણે નવું રાજ્ય રચાવું જોઈએ તેવી માંગ સાથે પોટ્ટી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા.
ઉપવાસ દરમિયાન જ તેમનું મોત થયું હતું.
તેમની શહીદીએ જબરદસ્ત લોકજુવાળ ઉભો કર્યો.તેની સામે ઝૂકી કેન્દ્ર સરકારે 3 દિવસમાં જ આંધ્રના નવા રાજ્યની જાહેરાત કરવી પડી.
ભારતમાં ભાષાના ધોરણે રાજ્ય નિર્માણની પ્રક્રિયામાં શ્રીરામુલુનું બલિદાન મોટું કારણ બન્યું હતું.
"જો મારી પાસે શ્રીરામુલુ જેવા 11 વધુ સ્વતંત્રતા સૈનિકો હોય તો હું એક વર્ષમાં આઝાદી મેળવી લઉં."ગાંધીજી.


●ગોળગધેડાનો મેળો ક્યાં ભરાય છે
*દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે*

●પ્રદૂષણના નિયમોનો ભંગ કરવામાં કયા રાજ્યના સૌથી વધુ ઉદ્યોગો છે
*ગુજરાતના 41 ઉદ્યોગો*
*બીજા ક્રમે મહારાષ્ટ્ર*

●ક્રિકેટમાં એકમાત્ર દેશમાં પ્રથમ મહિલા ડકવર્થ લુઈસ મેનેજર
*રાજકોટની હેમાલી દેસાઈ*

●તાજેતરમાં કયા રાજયમાં ફગલી ઉત્સવ મનાવામાં આવ્યો હતો
*હિમાચલ પ્રદેશ*
*પાક લણણીનો દિવસ આવે તે પહેલાં દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે દર વર્ષે કુલ્લુના કિસાનો આ ઉત્સવ મનાવે છે.*

●સોલર રૂફ ટોપ લગાવવામાં દેશમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે
*ગુજરાત*

●તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે મહિલાઓ સાથે પક્ષપાત કરવામાં દુનિયાભરમાં અવ્વલ નંબર પર કયો દેશ છે
*પાકિસ્તાન*

●ઇન્ડિયા કોસ્ટગાર્ડની પ્રથમ મહિલા ડી.આઈ.જી. કોણ બની
*નૂપુર કુલશ્રેષ્ઠ*

●બીબીસી દ્વારા ઇન્ડિયા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ ઈયર 2019 થી કોણે સન્માનિત કરવામાં આવી
*પી.વી.સિંધુ*

●7મા ડોક્ટર એમએસ સ્વામીનાથન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*વી.પ્રવીણ રાવ*

●સ્વીડનના અભિનેતા મેક્સ વોન સિડોનું અવસાન.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*📝19 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*આચાર્ય જે.બી.કૃપલાની પુણ્યતિથિ*


*પૂરું નામ:-* જીવતરામ ભગવાનદાસ કૃપલાની

પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર સેનાની, સમાજસેવક, ગાંધીવાદી અને પર્યાવરણવિદ હતા.

*જન્મ:-* 11 નવેમ્બર, 1888ના રોજ હૈદરાબાદના સિંધ પ્રાંતમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો હતો.

પ્રાથમિક શિક્ષણ સિંધમાં જ પૂર્ણ કર્યું.

કોલેજનું શિક્ષણ તેમણે મુંબઈની વિલ્સન કોલેજ , કરાંચીની ડી.જે.કોલેજમાં, તેમજ પુણેની ફર્ગ્યુસન કોલેજમાં

ઇ.સ.1912માં તેઓએ એમ.એ.પૂર્ણ કર્યા પછી મુઝફ્ફરપુરની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરી હતી.

તેમણે સુચેતા કૃપલાની સાથે લગ્ન કર્યા હતા.

ગાંધીજીના ખાસ કહી શકાય તેવા વ્યક્તિ હતા.

ઇ.સ.1917માં તેમને ચંપારણ સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ દરેક સત્યાગ્રહમાં ભાગ લેતા.

ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠમાં ઇ.સ.1923માં આચાર્ય તરીકે જોડાયા હતા અને ઇ.સ.1927 સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા હતા.

મેરઠ મુકામે આશ્રમ સ્થાપી ખાદી અને ગ્રામોદ્ધારનું કાર્ય શરૂ કર્યું.

આ આશ્રમથી 700 ઉત્પાદન કેન્દ્રો અને 20,000 ગામડામાં ક્રાંતિકારી લોકોને કામે લગાડ્યા હતા.

ઇ.સ.1942ની 'હિન્દ છોડો' લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ બંધારણ સભાનો હિસ્સો રહ્યા હતા અને બંધારણ સભાની ઝંડા સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.

આ ઉપરાંત સાહિત્યના ક્ષેત્રમાં તેમણે 'ભારતવર્ષ કી વિભૂતિયાં' નામના પુસ્તકની રચના કરી હતી અને વિજિલ નામના સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું હતું.આ ઉપરાંત તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.

*નિધન:-* તેઓ 19 માર્ચ, 1982ના રોજ 93 વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન પામ્યા હતા.
ભારત સરકાર દ્વારા 11 નવેમ્બર, 1989ના રોજ આચાર્ય કૃપલાનીના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

*~🔥CURRENT🔥~*

*~🗞Date:-17/03/2020🗞👇🏻~*

*📝17 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*અંતરિક્ષની પરી : કલ્પના ચાવલા*
*જન્મ:-* 17 માર્ચ, 1962માં હરિયાણાના કરનાલમાં
*નિધન:-* 1 ફેબ્રુઆરી, 2003
રાકેશ શર્મા પછીના બીજા ભારતીય અને ભારતનાં પહેલા મહિલા અંતરિક્ષ યાત્રી
ચાર ભાઈ બહેનોમાં સૌથી નાના હતા.
કલ્પનાનું હુલામણું નામ મોન્ટુ હતું.
કરનાલમાં સ્ફુલિંગ અને ચંદીગઢથી ઇજનેરીનો અભ્યાસ કર્યો.
1982માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસથી એરોસ્પેસ એન્જીનીયરીંગમાં પદવી અને 1988માં પીએચડીની ડિગ્રી મેળવી.
1988માં નાસા સાથે જોડાયા હતા.
1991માં અમેરિકન નાગરિક બન્યા હતા.
કલ્પના ચાવલાએ તેમની પહેલી અંતરિક્ષ યાત્રા 19 નવેમ્બર, 1997માં કરી.
લગભગ 10.4 મિલિયન માઈલ અંતર અને 372થી વધુ કલાકો સ્પેસમાં રહ્યા.
તેમણે 2003માં કરેલી અંતરિક્ષ યાત્રા સફળ ન રહી.1 ફેબ્રુઆરી, 2003ના રોજ તેમનું યાન પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરતા જ તૂટી પડ્યું.
કલ્પના ચાવલાએ કહ્યું હતું કે 'હું અંતરિક્ષ માટે બની છું, પ્રત્યેક ક્ષણ અંતરિક્ષ માટે વિતાવી છે અને તેના માટે જ મરીશ.' જેવા ખુદ કલ્પનાના શબ્દો સાચા પડ્યા.


●મુંબઈથી કયા સ્થળ વચ્ચે હાલમાં રો-રો ફેરી શરૂ કરવામાં આવી
*માંડવા*

●કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસના મુદ્દે કયો નવો હેલ્પલાઇન નંબર જારી કર્યો
*1075*
*જૂનો 011-23978046 પણ કાર્યરત છે*

●હમિંગબર્ડથી પણ નાના ડાયનાસોરની દસ કરોડ વર્ષ જૂની ખોપરી ક્યાંથી મળી આવી
*મ્યાંમાર*

●અફઘાનિસ્તાનના બીજી વખત રાષ્ટ્રપતિ કોણ બન્યા
*અશરફ ઘની અહમદઝાઈ*

●દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 માર્ચ*

●તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા કોમેડિયન જેમનું નિધન થયું
*અમાનુલ્લા ખાન*

●ધોરણ દસની ચાલતી બોર્ડની પરીક્ષામાં ફક્ત એક વિદ્યાર્થી માટે શાળા ક્યાં ફાળવવામાં આવી
*ગોંડલ*

●અયોધ્યાનો ચુકાદો આપનાર પૂર્વ CJI રંજન ગોગોઈ રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-18/03/2020🗞👇🏻~*

*📝18 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ચોકલેટી અભિનેતા : શશી કપૂર*
*મૂળ નામ:-* બલવીરરાજ.
*જન્મ:-* 18 માર્ચ, 1938, કોલકાતામાં
*પિતા:-* પૃથ્વીરાજ કપૂર
*નિધન:-* 4 ડિસેમ્બર, 2017
પ્રારંભિક શિક્ષણ મુંબઈની ડોન બોસ્કો સ્કૂલમાં
શરૂઆતમાં ધરમપુત્ર, ચાર દિવારી, પ્રેમપત્ર જેવી ફિલ્મો કરી પણ કપૂર ખાનદાનની અભિનય આભામાંથી બહાર ન આવી શક્યા.
જબ જબ ફૂલ ખીલે, વક્ત જેવી ફિલ્મથી તેઓ ચમક્યા.
તેમની જાણીતી ફિલ્મોમાં કભી કભી, સત્યમ શિવમ સુંદરમ, શાન, અંજામ, ઘર એક મંદિર, દો ઓર દો પાંચ, કાલા પથ્થર, ત્રિશૂલ, દીવાર, અનાડી, સુહાના સફર, સિંદૂર જેવી ફિલ્મો ઉપરાંત 160 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો.
તેમણે ત્રણ વાર ફિલ્મ ફેર એવોર્ડ, પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થયા હતા.

આજે (18 માર્ચ) રેન્ડલ ક્રેમર, રુડોલ્ફ ડીઝલ, ક્રિકેટર એકનાથ સોલકર, સ્વતંત્રતા સૈનિક વામન ગોપાલ જોશી, રાજનેતા રફી એહમદ કિડવાઈ, ઇન્દ્રજીત ગુપ્તાનો જન્મદિવસ તથા સ્વર નિયોજક અજિત મર્ચન્ટની પુણ્યતિથિ છે.


●મૂડીઝે ભારતની જીડીપી ગ્રોથ ઘટાડી કેટલા ટકા કર્યો
*5.3%*

●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI(ના નવા ડેટા મુજબ, છેલ્લા પાંચ વર્ષ (2015-2019) દરમિયાન શસ્ત્રોનો મોટો નિકાસકાર દેશ કયો હતો
*અમેરિકા*
*બીજા ક્રમે રશિયા*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કોરોના વાઈરસની અસરનો સામનો કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કયું પ્લેટફોર્મ શરૂ કર્યું
*કોવિડ એક્શન પ્લેટફોર્મ*

●વર્લ્ડ બેંકે કોરોના વાઈરસની આર્થિક અસરોથી લડત દેશોને મદદ કરવા કેટલા રૂપિયાની આઓવાની જાહેરાત કરી
*12 અબજ ડોલર*

●બીએસએફના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો કોણે સોંપાયો
*ITBP ના ડાયરેક્ટર જનરલ એસ.એસ.દેસવાલને*

●સ્પેનના યુવા ફૂટબોલ કોચ જેમનું હાલમાં કોરોના વાઈરસથી મોત થયું
*ફ્રાન્સિસ્કો ગાર્સિયા*

●ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (DIA)ના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ.ઢીલ્લોન*

●તાજેતરમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર(CIC) તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*બિમલ જુલ્કા*

●મહારાષ્ટ્ર રાજ્ય સરકારે તાજેતરમાં ઔરંગાબાદ એરપોર્ટનું નામ બદલીને શું રાખ્યું છે
*છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ*

●કોરોના વાઈરસ સામે લેવાતી સાવચેતીઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પંજાબ સરકારે તાજેતરમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી તેનું નામ શું છે
*કોવા પંજાબ*

●'હું પણ ડિજિટલ છું' નામનું ડિજિટલ સાક્ષરતા અભિયાન શરૂ કરવાનો નિર્ણય કયા રાજ્યએ કર્યો છે
*કેરળ*

●તાજેતરમાં ફેસબુક ઇન્ડિયાના નવા કોમ્યુનિકેશન હેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*સિસ્કોના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ બિપાશા ચક્રવર્તી*

●કઈ બેંકે તાજેતરમાં તમામ બચત બેંક ખાતાઓ માટે લઘુતમ બેલેન્સ રકમની આવશ્યકતા દૂર કરી છે
*સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા*

●ક્યૂએસ વર્લ્ડ રેન્કિંગ અનુસાર કઈ બે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT)એ વિશ્વની ટોચની 50 એન્જીનીયરીંગ કોલેજોમાં સામેલ છે
*મુંબઇ અને દિલ્હી*
*મુંબઈ 44મા અને દિલ્હી 47મા ક્રમે છે*

●હાલમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ પહેલીવાર બંગાળને હરાવી ચેમ્પિયન બની.ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી
*રાજકોટ*

●IIT મદ્રાસે લાઇસન્સ વિનાના માનવરહિત ડ્રોન સામે લડવા માટે કૃત્રિમ ગુપ્તચર સંચાલિત ડ્રોન બનાવ્યો છે.


●Newspaper CURRENT👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-19/03/2020🗞👇🏻~*

*📝19 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ગાંધીવાદી ગાયક : નારાયણ મોરેશ્વર ખરે*
*જન્મ:-* 19 માર્ચ, 1884 , મહારાષ્ટ્રના સતારા જિલ્લાના તાસ ગામે
*નિધન:-* 1970
તેમના સંગીતના ગુરુ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે હતા.
1912માં ગુરુ આજ્ઞાથી મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની જવાબદારી સંભાળી હતી.
તેઓ સંગીતના કિરાના ધરાનાના હતા.
1912માં અમદાવાદમાં પણ સંગીત મંડળની સ્થાપના કરી હતી.
1918માં અમદાવાદ આવી મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આશ્રમમાં સંગીત શિક્ષક તરીકે પ્રવૃત્તિઓ સંભાળી હતી.
ગુજરાતનો ગૌરવ પુરસ્કાર અને શાસ્ત્રીય સંગીતના માનપત્રો દ્વારા તેમનું સન્માન થયું છે.


*📝19 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*આચાર્ય જે.બી.કૃપલાની પુણ્યતિથિ*


*પૂરું નામ:-* જીવતરામ ભગવાનદાસ કૃપલાની
પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર સેનાની, સમાજસેવક, ગાંધીવાદી અને પર્યાવરણવિદ હતા.
*જન્મ:-* 11 નવેમ્બર, 1888ના રોજ હૈદરાબાદના સિંધ પ્રાંતમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
પ્રાથમિક શિક્ષણ સિંધમાં જ પૂર્ણ કર્યું.
કોલેજનું શિક્ષણ તેમણે મુંબઈની વિલ્સન કોલેજ , કરાંચીની ડી.જે.કોલેજમાં, તેમજ પુણેની ફર્ગ્યુસન કોલેજમાં
ઇ.સ.1912માં તેઓએ એમ.એ.પૂર્ણ કર્યા પછી મુઝફ્ફરપુરની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરી હતી.
તેમણે સુચેતા કૃપલાની સાથે લગ્ન કર્યા હતા.
ગાંધીજીના ખાસ કહી શકાય તેવા વ્યક્તિ હતા.
ઇ.સ.1917માં તેમને ચંપારણ સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ દરેક સત્યાગ્રહમાં ભાગ લેતા.
ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠમાં ઇ.સ.1923માં આચાર્ય તરીકે જોડાયા હતા અને ઇ.સ.1927 સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા હતા.
મેરઠ મુકામે આશ્રમ સ્થાપી ખાદી અને ગ્રામોદ્ધારનું કાર્ય શરૂ કર્યું.
આ આશ્રમથી 700 ઉત્પાદન કેન્દ્રો અને 20,000 ગામડામાં ક્રાંતિકારી લોકોને કામે લગાડ્યા હતા.
ઇ.સ.1942ની 'હિન્દ છોડો' લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ બંધારણ સભાનો હિસ્સો રહ્યા હતા અને બંધારણ સભાની ઝંડા સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.
આ ઉપરાંત સાહિત્યના ક્ષેત્રમાં તેમણે 'ભારતવર્ષ કી વિભૂતિયાં' નામના પુસ્તકની રચના કરી હતી અને વિજિલ નામના સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું હતું.આ ઉપરાંત તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.
*નિધન:-* તેઓ 19 માર્ચ, 1982ના રોજ 93 વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન પામ્યા હતા.
ભારત સરકાર દ્વારા 11 નવેમ્બર, 1989ના રોજ આચાર્ય કૃપલાનીના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


●ભૂમિદળ સૈનિકોની સંખ્યા મામલે વિશ્વની સૌથી મોટી સેના કયા દેશની બની
*ભારત*
*ઉત્તર કોરિયા બીજા અને ચીન ત્રીજા ક્રમે*

●મધ્યપ્રદેશના કયા અભયારણ્યને ઇકો સેન્સેટિવ જાહેર કરવામાં આવ્યો
*રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય*

●108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાશે
*પુણે*

●અખિલ ભારતીય પોલીસ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી
*હરિયાણા*

●કયા રાજ્યની સરકારે ઓનલાઈન ફૂડ સપ્લાય પર રોક લગાવવાની જાહેરાત કરી છે
*પંજાબ*

●તાજેતરમાં બૌદ્ધ ધર્મગુરુ શુદ્ધાનંદ મહાત્રોનું નિધન થયું.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-20-21-22/03/2020🗞👇🏾~*

*📝20 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*સિદ્ધાંતનિષ્ઠ વિવેચક : વિશ્વનાથ ભટ્ટ*

*જન્મ:-* 20 માર્ચ, 1898, ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો.
*નિધન:-* 27 નવેમ્બર, 1968
અમરેલીથી મેટ્રિક અને 1920માં ભાવનગરની શામળદાસ કોલેજથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતક થયા.
1920માં મહાત્મા ગાંધી પ્રેરિત અસહકારના જુવાળમાં ભણતર છોડ્યું.
તેઓ 1922-1952 એટલે કે ત્રણ દાયકા સુધી અવિશ્રાંતપણે વિવેચન પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા હતા.
વિવિધ સામયિકોમાં વિવેચન લેખો અને પછી તેનું ગ્રંથ સ્વરૂપ એમ ગુજરાતી વિવેચન સાહિત્યમાં માતબર યોગદાન આપ્યું હતું.
સાહિત્ય સમીક્ષા, વિવેચન મુકુર, સાહિત્યનો સ્વાધ્યાય, નિકશરેખા જેવા વિવેચન ગ્રંથો ઉપરાંત વીર નર્મદ ચરિત્ર ગ્રંથ નિબંધમાલા, પારિભાષિક શબ્દકોશ અને નર્મદનું મંદિર : પદ્ય વિભાગ, નર્મદનું મંદિર : ગદ્ય વિભાગ જેવા પુસ્તકો લખ્યા છે.

આજે (20 માર્ચ) પ્રાચ્યવિદ કર્નલ જેમ્સ ટોડ, કળા ઇતિહાસવિદ ઉમાકાન્ત શાહ, વિરાંગના ઉષા મહેતાનો જન્મદિવસ અને હોકીના પૂર્વ કપ્તાન જયપાલસિંઘ અને કટાક્ષ લેખનના કુંવર ગણાયેલા ખુશવંતસિંહનો નિર્વાણ દિન છે.


*📝21 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*નારી હકોના ચેમ્પિયન : પુષ્પાબહેન મહેતા*

*જન્મ:-* 21 માર્ચ, 1905ના રોજ પ્રભાસ પાટણમાં
*પિતા:-* હરિપ્રસાદ દેસાઈ
*નિધન:-* 2 એપ્રિલ, 1988
તેમના પિતા બ્રિટિશ અને જૂનાગઢની નવાબીમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા.
વાંચનનો શોખ ધરાવતા પુષ્પાબેન પ્રભાસ પાટણ અને મહાલક્ષ્મી ફિમેલ કોલેજમાં ભણ્યા.
શાળામાં 14 વર્ષની ઉંમરે ક્ષમા, દયા અને કૃપા વિશે સતત ત્રણ કલાક બોલ્યા હતા.
તેઓ ગાંધીજીથી ગાઢ રીતે પ્રભાવિત હતા.
પુષ્પાબેન સૌરાષ્ટ્ર ધારાસભા, મુંબઈ ધારાસભા, સૌરાષ્ટ્ર બંધારણ સભાના, 1970માં રાજ્યસભાના સભ્ય પણ હતા.
રાજ્યસભામાં તેમણે ગર્ભપાત વિરોધી બિલ રજૂ કર્યું હતું.
આઝાદી પછીની ગુજરાતની જાહેર જીવનની મોટાભાગની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત અને જમનાલાલ બજાજ સહિતના પુરસ્કારોથી સન્માનિત થયા હતા.

આજે (21 માર્ચ) ઉસ્તાદ બીસ્મિલ્લાહ ખાન, અભિનેતા અરવિંદ પંડ્યાનો પણ જન્મદિવસ છે


*📝22 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કવિ શિરોમણી : સુન્દરમ*

*મૂળ નામ:-* ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
*જન્મ:-* 22 માર્ચ, 1908 , ભરૂચ જિલ્લાના મીયામાંતર ગામે
*નિધન:-* 13 જાન્યુઆરી, 1991
પ્રારંભિક શિક્ષણ મીયામાંતર, આમોદમાં લઈ ગુજરાત વિદ્યાપીઠથી સ્નાતક થયા હતા.
ભાષાવિશારદ પણ થયા અને સોનગઢમાં અધ્યાપન શરૂ કર્યું.
સુન્દરમની પછીની પ્રવૃત્તિઓમાં 1945માં અમદાવાદ જ્યોતિસંઘ અને અરવિંદ આશ્રમ પોંડિચેરીના ગુજરાતી ત્રિમાસિક 'દક્ષિણા'ના તંત્રી રહ્યા હતા.
તેમના વ્યક્તિત્વ અને સર્જન પર ગાંધી અને અરવિંદનો ઘેરો પ્રભાવ હતો.
તેઓ ગાંધી આશ્રમમાં એમને મળેલા હુલામણા નામ બાલાસુંદરમ શબ્દમાંથી પાછલો ટુકડો સુંદરમ ઉપનામ (તખલ્લુસ) તરીકે સ્વીકાર કર્યો હતો.
તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના કવિ છે.
કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, યાત્રા, વસુધા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે, જે પૈકીના કાવ્ય મંગલા માટે રણજિતરામ સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો.
તેઓનું અન્ય એક ઉપનામ 'કોયા ભગત' પણ હતું.
1969માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.

*●મુખ્ય રચનો:-*

*કાવ્યસંગ્રહો:-* કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા

*બાલ કાવ્યો:-* રંગ રંગ વાદળીયાં

*નવલકથા:-* પાવકના પંથે

*વાર્તા સંગ્રહો:-* હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી

*ચરિત્ર:-* શ્રી અરવિંદ મહાયોગી

*નિબંધ:-* ચિદંબરા, સા વિદ્યા

*પ્રવાસ:-* દક્ષિણાયન

*નાટ્યસંગ્રહ:-* વાસંતી પૂર્ણિમા

*વિવેચન:-* અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન

*આશ્રમ જીવન પહેલાં:-* ભગવદજ્જુકીયમ, મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ, શ્રી અરવિંદ ઘોષ - મહાકાવ્ય 'સાવિત્રી' , ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયઘડી, વિદેહીઓના વાર્તાલાપો

*પ્રાપ્ત કરેલા સન્માન:-*

1934 - રણજિતરામ સુવર્ણ ચંદ્રક
1946 - મહિડા પારિતોષિક
1955 - નર્મદ સુવર્ણ ચંદ્રક
1968 - સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
1987 - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન


●ચીનમાં કોરોના વાઈરસ અંગે લોકોને જણાવનાર ડોક્ટરનું નામ
*ડૉ.લી. વેંગલિયાંગ*

●નોવેલ કોરોના વાઈરસ શોધનાર ડૉક્ટરનું નામ
*ડૉ.જહાંગ જિયાંગ*

●કયા વાઇરસથી કોરોના ફેલાય છે
*સાર્સ-CoV-2 વાઈરસથી*

●પૂર્વ ફુટબોલ ખેલાડી જેમનું હાલમાં નિધન થયું
*પ્રદીપ કુમાર બેનર્જી*

●21 માર્ચઆંતરરાષ્ટ્રીય વન દિવસ

●22 માર્ચવિશ્વ જળ દિવસ
રિયો ડી જાનેરોમાં 1992માં યોજવામાં આવેલ પર્યાવરણ તથા વિકાસના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસની વાત કરવામાં આવી હતી ત્યારથી 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.
●20 માર્ચવિશ્વ ઓરલ હેલ્થ દિવસ

●નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપનાર જલ્લાદનું નામ
*પવન*

●કોરોના વાઈરસના કારણે કયા રાજયમાં શ્રમિક, ફેરિયા અને રીક્ષાચાલકોને ૱1000ની સહાય તથા BPL પરિવારને 20 કિલોગ્રામ ઘઉં અને 15 કિલોગ્રામ ચોખા વિના મૂલ્યે આપશે
*ઉત્તરપ્રદેશ*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[22/03, 5:29 pm] Naresh Zala3: *️⃣Corona*️⃣

➡️દુનિયાના સૌથી ફાસ્ટ કમ્પ્યૂટરે કોરોનાવાઈરસની રસી માટે ઉપયોગી 77 કેમિકલની ઓળખ કરી*

➡️આ સુપર કમ્પ્યૂટરની સ્પીડ કોઈ પણ સ્માર્ટ લેપટોપ કરતાં 200 ક્વેડ્રિલિયન (1 પછી 24 શૂન્ય) પ્રતિ સેકન્ડ વધારે છે
કોરોના સામે રક્ષણ માટે ઉપયોગી કમ્પાઉન્ડની ઓળખનું મોડેલ રિસર્ચર *મિકોલ્સ સ્મિથે* વિકસાવ્યું.
8000 વિવિધ કમ્પાઉન્ડ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમાંથી *77* ની ઓળખ થઈ

➡️COVID-19 અર્થાત કોરોના વાઈરસે 180થી વધારે દેશોમાં પગ પસારો કર્યો છે. વાઈરસને લીધે દુનિયાભરમાં 10 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી આ ભેદી વાઈરસની કોઈ દવા કે રસી શોધાઈ નથી. તેવામાં ફરી અમેરિકાથી રાહતના સમાચાર સામે આવ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ પર આધારિત IBM- દુનિયાના સૌથી ફાસ્ટ સુપર કમ્પ્યૂટરે 77 એવા કેમિકલ્સની ઓળખ કરી છે, જે વાઈરસને ફેલાવતા રોકશે. *ઓક રિઝ નેશનલ* લેબોરેટરીનાં પ્રકાશિત મેડિકલ જર્નલ મુજબ આ દવા તાત્કાલિક રીતે રાહત આપી શકે છે.

➡️ સ્માર્ટ લેપટોપ કરતાં સુપર કમ્પ્યૂટર 10 લાખ ગણું ઝડપી છે
અમેરિકાના ઊર્જા વિભાગ દ્વારા વર્ષ 2014માં સમિતિનું ગઠન વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે કરવામાં આવ્યું હતું. તેમાં આ સુપર કમ્પ્યૂટરને ડેવલપ કરવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ અમેરિકાની ઓક રિઝ નેશનલ લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે. આ સુપર કમ્પ્યૂટરની સ્પીડ કોઈ પણ સ્માર્ટ લેપટોપ કરતાં 200 ક્વેડ્રિલિયન (1 પછી 24 શૂન્ય) પર સેકન્ડ વધારે છે અને 10 લાખ ગણું વધારે પાવરફુલ છે. તેણે 77 એવા કેમિકલની ઓળખ કરી છે, *જે કોરોનાવાઈરસને શરીરની અન્ય કોશિકાઓમાં ફેલાવતા રોકે છે.*

➡️અનેક પ્રયોગો કોરોના સામે રક્ષણ માટે ઉપયોગી કમ્પાઉન્ડની ઓળખ કરાઈ
આ સુપર કમ્પ્યૂટર પર અનેક પ્રકારના પ્રયોગો કરી કયા કમ્પાઉન્ડ કોરોના સામે રક્ષણ માટે ઉપયોગી છે તે રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં 8000 વિવિધ કમ્પાઉન્ડ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમાંથી સમિટે 77ની ઓળખ કરી છે. આ પ્રોટીન, *વાઈરસના પ્રોટીન* પર અટેક કરી તેનો અન્ય કોશિકાઓમાં ફેલાવતા રોકે છે.

➡️આ પ્રયોગ માટેનું મોડેલ રિસર્ચર *મિકોલ્સ સ્મિથે* વિકસાવ્યું છે.
રિસર્ચમાં સામેલ ટીમ આ મોડેલ પર વધારે પ્રયોગ કરીને ક્યા કમ્પાઉન્ડ કોરોના સામે સંપૂર્ણ રક્ષણ આપશે તેની શોધ કરશે. ઓક રિઝ નેશનલ લેબોરેટરીના ડિરેક્ટર જેર્મી સ્મિથના જણાવ્યા અનુસાર, હાલના રિસર્ચના પરિણામો એ પુરવાર નથી કરતા કે કોરોનાની રસી શોધી લેવામાં આવી છે પરંતુ તે રસી શોધવા માટે ઘણા ઉપયોગી છે.
[22/03, 5:32 pm] Naresh Zala3: **️⃣નિર્ભયા કેસ અંગે દાખલ કરેલી ક્યુરેટિવ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી: ક્યુરેટિવ પિટિશન એટલે શું?*

*️⃣*ક્યુરેટિવ પિટિશન અરજી શું છે?*

➡️તે એક ઉપચારાત્મક અરજી છે. તે સજા ફેરફારની અરજી ફગાવાયા બાદ કરવામાં આવે છે. આ અરજીઓ બંધારણના અનુચ્છેદ 142 હેઠળ કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત દ્વારા રિવ્યુ પિટિશન નામંજૂર થયા પછી તે દાખલ કરવામાં આવે છે.

➡️ક્યુરેટિવ પિટિશનની વિભાવનાને ભારતના બંધારણના અનુચ્છેદ 137 દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આર્ટિકલ 145 સુપ્રીમ કોર્ટને પોતાના ચુકાદાઓની સમીક્ષા કરવા સક્ષમ બનાવે છે.

*️⃣*આર્ટિકલ 145*

➡️ તે સુપ્રીમ કોર્ટને કોર્ટની કાર્યવાહી અને કાર્યવાહીના નિયમન માટેના નિયમો બનાવવાની સત્તા આપે છે. નિયમોમાં કોર્ટમાં કાર્યવાહી, કાર્યવાહી સ્થગિત રાખવા, જામીન આપવી વગેરે શામેલ છે. બંધારણના અર્થઘટનના હેતુ માટે બેસવા માટેની ખંડપીઠમાં ન્યાયાધીશોની ઓછામાં ઓછી સંખ્યા 5 હોવી જોઇએ તે પણ આ આર્ટીકલ મુજબ છે.
*રીવ્યુ પિટિશન (સમીક્ષા પિટિશન)*

➡️સમીક્ષાની અરજીઓ બંધારણના અનુચ્છેદ 137 હેઠળ દાખલ કરવામાં આવે છે જે સુપ્રીમ કોર્ટને તેના પોતાના ચુકાદાની સમીક્ષા કરવા માટે સક્ષમ બનાવે છે. સુપ્રીમ કોર્ટના નિયમો, 1966 હેઠળ, આ અરજીઓ ચુકાદાના 30 દિવસની અંદર દાખલ કરવી જોઈએ.

Naresh zala💐
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-23-24-25/03/2020🗞👇🏻~*

*📝23 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*રામમનોહર લોહિયા*

*જન્મ:-* 23 માર્ચ, 1910 ફૈઝાબાદ પાસે અકબરપુરમાં
*નિધન:-* 12 ઓક્ટોબર, 1967
1929માં કોલકાતાથી સ્નાતક થયા.
પી.એચ.ડી.થવા જર્મની ગયા.
યુરોપ નિવાસ દરમિયાન તેમણે ભારતીય રાષ્ટ્રવાદના પ્રચાર માટે સંગઠન પણ રચ્યું.
ભારત આવ્યા પછી ગાંધી પ્રભાવમાં જીવન દેશ માટે સમર્પિત કર્યું.
અનેક આંદોલનોમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો.
1934માં કોંગ્રેસ સમાજવાદી પક્ષના એક સ્થાપક સભ્ય બન્યા.
આઝાદી બાદ તેઓ સમાજવાદી રાજનીતિ, લિંગભેદનો અંત, નાતજાતના નિવારણ માટે રોટી-બેટી વ્યવહારની હિમાયત જેવા અનેક મુદ્દે સક્રિય રહ્યા હતા.

આજે (23 માર્ચ) મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનો શહીદ દિવસ છે.


*📝24 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*સંત કવિ છોટાલાલ કાળીદાસ ત્રવાડી ઉર્ફે કવિ છોટ્મ*

*જન્મ:-* 24 માર્ચ, 1812 , આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ ગામે
*નિધન:-* 5 નવેમ્બર, 1885
તેમના પૂર્વજોએ મલાતજ ગામ વસાવ્યું હતું.
કવિ છોટમે 17 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતા, નાના ભાંડુઓની જવાબદારી તેમના શિરે આવી પડી હતી.
કૌટુંબિક જવાબદારીઓ અદા કરવા તલાટીની નોકરી કરી હતી.
તેઓ જ્ઞાન યોગ અને ભક્તિ યોગના ઉપાસક હતા.
તેમનું જીવન ઘડતર સંત પુરુષોત્તમના સાંનિધ્યમાં થયું હતું.
લોકબોલીના આ કવિએ 400 ઉપરાંત પદ, 35 જ્ઞાન કાવ્યો અને 20 આખ્યાનોની રચના કરી હતી.

આજે (24 માર્ચ) કવિ લલિત, બૌદ્ધ સાહિત્યના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વેણી માધવ બરૂઆ, બ્રિટિશ રાજ્યશાસ્ત્રી હેરાલ્ડ લાસ્કી અને 16મા સૈકાના ઈંગ્લેન્ડના વિશ્વ વિખ્યાત રાણી એલિઝાબેથ પહેલાનો નિર્વાણ દિન છે.



*📝25 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*અંબાલાલ સાકરલાલ દેસાઈ*

*જન્મ:-* 25 માર્ચ, 1844ના રોજ જુના ખેડા જિલ્લાના અલીણા ગામે બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિમાં
*નિધન:-* 1914
ગાંધી પહેલાના ગાંધી ગણાતા.
બી.એ.,એમ.એ. થયા ગુજરાતી સમાજમાં તેઓ પહેલા અનુસ્નાતક હતા.
વકીલાતનો અભ્યાસ પણ કર્યો, પરંતુ વકીલાત કરવાને બદલે શિક્ષકનો પવિત્ર વ્યવસાય સ્વીકાર્યો.
અમદાવાદની સૌથી જૂની ગુજરાત કોલેજમાં પણ અધ્યાપન કાર્ય કર્યું હતું.
તેઓ ગુજરાતમાં આર્થિક રાષ્ટ્રવાદના પ્રણેતા પણ કહેવાય છે.
20મા સૈકાના પ્રારંભે મહાત્મા ગાંધી જે વાતો દેશ સમક્ષ કરવાના હતા તેમાંની સ્વદેશી અને વિદેશી બહિષ્કારને લગતી વાતો અને વ્યવહારુ અમલ તેઓ 19મા સૈકાના ઉત્તરાર્ધમાં જ કરી ચુક્યા હતા.
નડિયાદમાં સ્વદેશી મિલની પણ સ્થાપના કરી હતી.


●ગુજરાતમાં કોરોના વાઈરસથી પહેલું મૃત્યુ કયા શહેરમાં થયું
*સુરત*

●અતિ જળ સંકટ ધરાવતા વિશ્વના 17 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*13મા*

●24 માર્ચવિશ્વ ટીબી દિવસ

●મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા
*શિવરાજસિંહ ચૌહાણ*
*ચોથી વખત CM તરીકે શપથ લીધા*

●20 માર્ચવિશ્વ ચકલી દિવસ

●21 માર્ચવિશ્વ કવિતા દિવસ

●ચીનમાં હાલમાં નવો હંતા વાઈરસ ફેલાયો જેનાથી 1નું મોત થયું.આ વાઈરસ કયા પ્રાણી દ્વારા ફેલાતો ચેપી વાઈરસ છે
*ઉંદર*

●જાપાનના વડાપ્રધાન કોણ છે
*શિન્જો આબે*

●IOCના અધ્યક્ષ કોણ છે
*થોમસ બાક*

●ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ હવે કોરોના વાઈરસના કારણે ક્યારે રમાશે
*2021*

●અમેરિકામાં બનેલી પહેલી કોરોના વેક્સિન MRNA-1273 નો ટેસ્ટ સૌપ્રથમ મહિલા પર ટેસ્ટ કરાયો.આ મહિલાનું નામ શું છે
*જેનિફર હોલર*

●7,660 કરોડના ખર્ચે 780 કિમીના લાંબા ગ્રીન નેશનલ હાઇવે પ્રોજેક્ટના નિર્માણને કેબિનેટે તાજેતરમાં મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટમાં કયા ચાર રાજ્યોમાં વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સુધારણા સામેલ છે
*હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશ*

●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગોવાના દિવંગત મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપી પુસ્તક લોન્ચ કર્યું.આ પુસ્તકનું નામ શું છે
*ઈન્વિન્સિબલ : એ ટ્રીબ્યુટ ટૂ મનોહર પર્રિકર*
*મનોહર 2014 થી 2017 સુધી ભારતના સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી.*

●ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ સંસદમાં 'માય એકાઉન્ટર્સ' શીર્ષક હેઠળ લખાયેલા પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકના લેખક કોણ છે
*ભાલચંદ્ર મુંગેકર*
*ભાલચંદ્ર મુંગેકર એક ભારતીય અર્થશાસ્ત્રી, સામાજિક કાર્યકર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય છે.*

●માઈક્રોસોફ્ટ ઇન્ડિયા અને નાસ્કોમ ફાઉન્ડેશને 'ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા' અભિયાન શરૂ કરવા ભાગીદારી કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ શું છે
*દિવ્યાંગજનો માટે સમાન તકો સર્જવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો*

●કયા દેશના વડાપ્રધાને તાજેતરમાં જાહેરાત કરી હતી કે અર્થતંત્રને કોરોના વાઈરસથી બચાવવા માટે 4 બિલિયન ડોલરનું એન્ટિ ક્રાઇસીસ ફંડ બનાવવામાં આવશે
*રશિયા*

●16 માર્ચ, 2020ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યના પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્ત
કર્યા.ગોગોઈ ભારતના કેટલામાં ન્યાયાધીશ હતા
*46મા*

●આ વર્ષે ચમેલી દેવી જૈન એવોર્ડ માટે કોણે પસંદ કરવામાં આવ્યા છે
*'ધ વાયર'ના પત્રકાર અરફા ખાનમ શેરવાની અને સ્વતંત્ર પત્રકાર રોહિણી મોહનને*
*અહેવાલ આપવા માટે અરફાની પસંદગી કાશ્મીર અને ઉત્તરપ્રદેશના એવોર્ડ માટે કરવામાં આવી છે.*
*જ્યારે રોહિણીને આસામના NRP પરના તપાસ કવરેજ માટે એનાયત કરાયો.*
*ચમેલી દેવી જૈન એવોર્ડ 1981 થી પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કલાકારોને રજૂ કરાયો છે.*
*ચમેલી દેવી જૈન એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સમુદાય સુધારક હતા.*

●જાહેર સંપત્તિને કરાતા નુકસાનના કિસ્સામાં તોફાની તત્વો પાસેથી વસુલવાની દિશા સર્જતો વટહુકમ કયા રાજયમાં કરવામાં આવ્યો
*ઉત્તરપ્રદેશમાં*

●કયા રાજ્યના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 'આરોગ્ય મિત્ર' બનાવવામાં આવશે અને 'કૌશલ સતરંગ' કાર્યક્રમ શરૂ કરવામાં આવશે
*ઉત્તરપ્રદેશ*

●પ્રખ્યાત કવિ અને મલયાલમ વિદ્વાન જેમનું તાજેતરમાં અવસાન થયું
*પુથુસારી રામચંદ્રન*
*2013માં કેન્દ્ર સરકાર દ્વારા શાસ્ત્રીય ભાષા તરીકે મલયાલમની માન્યતા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-26-27/03/2020🗞👇🏾~*

*📝26 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*આધુનિક મીરાં : મહાદેવી વર્મા*

*જન્મ:-* 26 માર્ચ, 1907, ફરૂખાબાદમાં હોળીના દિવસે
*નિધન:-* 11 સપ્ટેમ્બર, 1987
તેમના પરિવારમાં બસો વર્ષથી કોઈ દીકરી જન્મી હોય તો તે મહાદેવી વર્મા
જબલપુરથી સ્નાતક અને અલ્હાબાદથી અનુસ્નાતક થયા.
વિદ્યાર્થીવસ્થામાં કવિતા લખવી શરૂ કરી, આવી એક સ્પર્ધામાં ઈનામમાં ચાંદીનો કટોરો પ્રાપ્ત થયેલો જે મહાત્મા ગાંધીને ભેટ આપી દીધેલો.
મહાદેવીનો સમાવેશ હિન્દીના ચાર પ્રમુખ છાયાવાદી કવિઓમાં થાય છે.
તેમણે નૌહાર, રશ્મિ, નીરજા, સાંધ્યગીત, દીપશીખા, યામાં, સપ્તપૂર્ણા, અતીત કે ચલચિત્ર, , ઝડપી સ્મૃતિ કી રેખાએ, દ્રષ્ટિબોધ, નિલાંબરા, આત્મિકા, વિવેચનાત્મક ગદ્ય, ક્ષણદા જેવા પુસ્તકો લખ્યા છે.

"હિન્દી ભાષા કે સાથ હમારી અસ્મિતા જુડી હુઈ હે, હમારે દેશ કી સંસ્કૃતિ ઓર રાષ્ટ્રીય એકતા કી હિન્દી ભાષા સંવાહિકા હે." હિન્દી માટે સન્માન ધરાવનાર મહાદેવી વર્માના શબ્દો છે.


*📝27 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કવિ હેમંત દેસાઈ*

*જન્મ:-* 27 માર્ચ, 1934, બીલીમોરા ખાતે
*નિધન:-* 2 ઓક્ટોબર, 2011
વિનયન સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સુધી અભ્યાસ કર્યો હતો.
તેઓની વ્યવસાયિક કારકિર્દી શાળામાં શિક્ષક અને કોલેજમાં અધ્યાપક સુધી રહી હતી.
તેમણે ઈંગિત, મહેક નજરોની ગહેક સપનાની, સોનલ મૃગ જેવા કાવ્ય ગ્રંથો અને અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિ નિરૂપણ કવિતાની સમજ અને શબ્દાશ્રય વિવેચનના ગ્રંથો રચ્યા છે.
તેઓ કવિલોક સામયિકના તંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહ્યા હતા.
કુમાર ચંદ્રક, કલાપી એવોર્ડ વગેરેથી તેમનું સન્માન થયું હતું.

'સરજી બાજી મળી હોવા છતાં હું હાર પામું છું, અહીં હાર્યા પછીથી એ રમતનો સાર માનું છું'


*●કોરોના સામે ટ્રમ્પનું 2 લાખ કરોડનું ડોલર પેકેજ*
*અમેરિકામાં દરેક યુવાનને 1200 ડોલર અને બાળકને 500 ડોલર*

*●ભારતમાં 80 કરોડ લોકોને 2 ૱ કિલો ઘઉં અપાશે.*

*●થૂંકવાથી પણ વાઈરસ ફેલાતો હોવાથી ઉત્તરપ્રદેશમાં ગુટખાના ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.*

*●કોમિક બુક સિરીઝ 'એસ્ટ્રિક્સ'ના સહ સર્જક અને કાર્ટૂનિસ્ટ આલ્બર્ટ ઉદેરઝોનું નિધન*

*●1950 અને 1960ના દાયકામાં બરસાત, આન, દીદાર જેવી ફિલ્મો કરનારી અભિનેત્રી નિમ્મીનું નિધન*
*અસલ નામ નવાબ બાનો*

*●લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુ સેવાઓ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો*
*હેલ્પલાઈન નંબર 1070 તથા 079-23251900*

*●ભારતમાં કોરોનાની આર્થિક મહામારીને રોકવા ગરીબોને 1.7 લાખ કરોડનું પેકેજ*
*80 કરોડ ગરીબોને રાશન ઉપરાંત 5 કિલો ઘઉં-ચોખા અને 1 કિલો કઠોળ અપાશે*
*PM કિસાન સન્માન નિધિ અંતર્ગત 8.69 કરોડ ખેડૂતોને સીધા ખાતામાં ૱2000 અપાશે.*
*પેરામેડિક્સ, આશા વર્કર્સ સને ડોક્ટર માટે 3 મહિના સુધી વ્યક્તિદીઠ ૱50 લાખનો મેડિકલ વીમો*
*વૃદ્ધો , વિધવા, દિવ્યાંગોને બે હપ્તામાં ૱1000 ની સહાય*
*20 કરોડ મહિલાઓને આગામી ત્રણ મહિના સુધી દર મહિને 500 ૱ જનધન ખાતામાં જમા આપી દેશે*
*BPL પરિવારોને 8.3 કરોડ મહિલાઓને ઉજ્જ્વલા યોજના હેઠળ 3 મહિના સુધી મફત ગેસ સિલિન્ડર મળશે.*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-28-29-30-31/03/2020🗞👇🏾~*

*📝28 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*સાપુરજી સક્લાતવાલા*

*જન્મ:-* 28 માર્ચ, 1874 , મુંબઈમાં પારસી પરિવારમાં
*નિધન:-* 1936
સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા, બેરિસ્ટર થયા અને વકીલાત શરૂ કરી.
તાતા કંપનીમાં કામ શરૂ કર્યું બ્રિટન ગયા ઈંગ્લેન્ડમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને સંગઠિત કર્યા.
1097માં બ્રિટિશ મહિલા સાથે લગ્ન કર્યા.
1909માં માન્ચેસ્ટરમાં સ્વતંત્ર મજૂર પક્ષમાં સક્રિય થયા.
સાપુરજીને 1917ની રશિયાની બોલ્શેવિક ક્રાંતિએ ખાસ્સા પ્રભાવિત કર્યા.દરમિયાન વિશ્વભરના સામ્યવાદી વિચારકોના સંપર્કમાં આવ્યા.
ભારતીય હોમ રૂલ લીગના સભ્ય બન્યા.
1921માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ગ્રેટ બ્રિટન સ્થાપી તેના નેજા નીચે બ્રિટિશ ધારાસભાના ત્રીજા એથનીક ભારતીય બન્યા.તેમની પહેલા દાદાભાઈ નવરોજી અને માન્ચેરજી ભાવનગરી આ પદ પર રહ્યા હતા.
1929માં ધારાસભાની ચૂંટણી હાર્યા.


*📝29 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*અભિનેતા ઉત્પલ દત્ત*

*જન્મ:-* 29 માર્ચ, 1929, બાંગ્લાદેશના બારીસાલ ખાતે
*નિધન:-* 19 ઓગસ્ટ, 1993

કોલકાતા યુનિવર્સિટીમાં સ્નાતક અને ગૌહાટી યુનિવર્સિટીના અનુસ્નાતક હતા.
રિપોર્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
અંગ્રેજીનાં શિક્ષક પણ થયા હતા.
1949માં લિટલ થિયેટર ગ્રુપની સ્થાપના કરી.
કલ્લોલ, લુહા મનોબ, તાઇનાર ટોલાર, મહા વિદ્રોહ જેવા નાટકો કર્યા.
તેમના નાટકોનો પ્રધાન વિષય સામ્યવાદ પ્રચાર રહ્યો છે.
તેઓએ 40 વર્ષની કારકિર્દીમાં 100 ઉપરાંત બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું.
તેમણે ફિલ્મનો નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ અને સંગીત નાટક અકાદમી એવોર્ડ, ઉત્પલ દત્ત નાટ્યોત્સવ વગેરેથી સન્માન થયું.


*📝30 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*દેવિકા રાની*

*જન્મ:-* 30 માર્ચ, 1908, મદ્રાસ પ્રાંતના વિશાખાપટ્ટનમમાં વોલ્તેરમાં
*નિધન:-* 8 માર્ચ, 1994

પિતા પ્રાંતના પહેલા સર્જન અને કાકા કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હતા.
દેવિકા રાની પ્રારંભિક શિક્ષણ મેળવી ઇંગ્લેન્ડ ગયા.ત્યાં નાટ્ય શિક્ષણ લીધું અને ફિલ્મોમાં અભિનય કરવાના નિર્ધાર સાથે ભારત આવ્યા પણ પરિવારને તે સહેજે મંજુર ન હતું.
1928માં દેવિકા રાનીનો પરિચય નિર્માતા હિમાંશુ રોય સાથે થયો અને તેમણે દેવિકાને ફિલ્મી પડદે પ્રસ્તુત કર્યા.
બંનેની પહેલી ફિલ્મ 'કર્મા' હતી તે પછી તો તેમણે સાવિત્રી, ઈજ્જત, અછૂત કન્યા, જન્મભૂમિ, જીવન નૈયા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.
પદ્મશ્રી, સોવિયેત લેન્ડ નહેરુ પુરસ્કાર અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી તેમનું સન્માન થયું.


*📝31 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ડોક્ટર આનંદીબાઈ જોષી*

*જન્મ:-* 31 માર્ચ, 1865, પુણેમાં
*પતિ:-* ગોપાળરાવ
*બાળપણનું નામ:-* યમુના
*નિધન:-* 12 માર્ચ, 1887
ભારતમાં મેડિકલની પહેલી પદવી પ્રાપ્ત કરનાર
પતિએ આનંદીબાઈ નામ આપ્યું.
14મા વર્ષે માતા બનેલા આનંદીબાઈનો પુત્ર જન્મના 10મા દિવસે મૃત્યુ પામ્યો અને તેમણે કસમયે થતાં મોતને નિવારવા ડોક્ટર થવાનું નક્કી કર્યું.
પતિ ગોપાળરાવે તેમણે મરાઠી, સંસ્કૃત અને અંગ્રેજી શીખવ્યું.
1883માં અમેરિકાની પેનસીલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો.
અમેરિકાના ઠંડુ વાતાવરણના કારણે તબિયત બગડવાથી તેમનું 22 વર્ષની ઉંમરે અવસાન થયું.


*●રિઝર્વ બેંકે રેપોરેટમાં 0.75% ઘટાડો કર્યો તે સાથે રેપોરેટ 4.4% પર પહોંચ્યો.*

*●બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને આરોગ્ય મંત્રી મેટ હોનકાક કોરોના પોઝિટિવ*

*● મૂડીઝે ભારતનો ગ્રોથરેટ 5.3% થી ઘટાડી 2.5% કર્યો*

*●વૈશ્વિક આધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાના વડા ડૉ.જનકીદેવીનું નિધન*

*●કોરોના વાઈરસને હરાવવા માટે ભારતીય સૈન્યે 'ઓપરેશન નમસ્તે'ની શરૂઆત કરી.*

*●હોલિવૂડમાં કોરોના વાઈરસથી પહેલું મોત નોંધાયું, એક્ટર માર્ક બ્લમનું નિધન*

*●ભારતીય શોટપુટ ખેલાડી નવીન ચિકારા ડોપિંગમાં દોષિત, 4 વર્ષ માટે સસ્પેન્ડ*

*●કોરોના સામે લડવા ભારતને અમેરિકાની 29 લાખ ડોલરની સહાય*

*●સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાઈરસથી નિધન*

*●કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો કોરોનામાંથી સાજા થયા.*

*●કોરોના વાઈરસથી અર્થતંત્રને થઈ રહેલા નુકસાનથી ચિંતિત જર્મનીના હેસે રાજ્યના નાણામંત્રી થોમસ શાફરે આપઘાત કર્યો.*


https://t.me/jnrlgk*

💥રણધીર💥
*Idioms & Phrases*

1. Sweeping Statement – Thoughtless statement (SO(Audit), 1997)
2. All at sea – Puzzled (SO(Audit), 1997)
3. Enough rope – Enough freedom for action (SO(Audit), 1997)
4. By fits and start – Irregularly (SO(Audit), 1997)
5. Fell foul of – Got into trouble with (SO(Audit), 1997)
6. Token strike – Short strike held as warning (SO(Audit), 1997)
7. Face the music – Get reprimanded (SO(Audit), 1997)
8. Look down upon – Hate intensely (SO(Audit), 1997)
9. Flogging a dead horse – Wasting time in useless effort (SO(Audit), 1997)
10. Under a cloud – Under suspicion (SO(Audit), 1997)
11. Green thumb – To have a natural interest (SO(Audit), 2001)
12. Played havoc – Caused destruction (SO(Audit), 2001)
13. No love lost between – Not on good terms (SO(Audit), 2001)
14. Fair and square – Honest (SO(Audit), 2001)
15. A white elephant – Costly or troublesome possession (SO(Audit), 2001)
16. Out and out – Totally (SO(Audit), 2001)
17. On the cuff – On credit (SO(Audit), 2001)
18. Does not hold water – Cannot be believed (SO(Audit), 2001)
19. A wild goose chase – Futile search (SO(Audit), 2001)
20. In a tight corner – In a difficult situation (SO(Audit), 2001)
21. Going places – Talented and successful (SO(Audit), 2003)
22. In cold blood – A murder done without intention (SO(Audit), 2003)
23. Off and on – Occasionally (SO(Audit), 2003)
24. Hard and fast – Strict (SO(Audit), 2003)
25. Took to heels – Run away in fear (SO(Audit), 2003)
26. To keep up – To keep in touch (SO(Audit), 2003)
27. Make a clean breast – Confess without reserve (SO(Audit), 2003)
28. Heads will roll – Transfers will take place (SO(Audit), 2003)
29. Make no bones about – Do not have any hesitation in anything (SO(Audit), 2003)
30. Take after – Resembles (SO(Audit), 2003)
31. To starve off – Postpone (SO(Audit), 2003)
32. To give a piece of mind – To reprimand (SO(Audit), 2003)
33. Rest on laurels – To be complacent (SO(Audit), 2003)
34. Pay through nose – Pay an extremely high price (SO(Audit), 2003)
35. Draw on fancy – Use imagination (SO(Audit), 2003)
36. Turn an honest living – Make an legitimate living (SO(Audit), 2005)
37. Give the game away – Give out the secret (SO(Audit), 2005)
38. Cheek by jowl – Very near (SO(Audit), 2005)
39. Give in – Yield (SO(Audit), 2005)
40. Run riot – Act without restraint (SO(Audit), 2005)
41. Go through fire and water – Undergo any risk (SO(Audit), 2005)
42. Talking through hat – Talking nonsense (SO(Audit), 2005)
43. Put up with – Tolerate (SO(Audit), 2005)
44. By fits and starts – Irregularly (SO(Audit), 2005)
45. Reading between the lines – Understanding the hidden meaning (SO(Audit), 2005)
46. Get the sack – dismissed from (SO(Audit), 2006)
47. Pros and cons – Considering all the facts (SO(Audit), 2006)
48. By leaps and bounds – Very Quickly (SO(Audit), 2006)
49. In the good books –In favour with boss (SO(Audit), 2006)
50. In the long run – Ultimately (SO(Audit), 2006)
51. To be always one’s beck and call – At one’s disposal (ready to serve one’s master) (SO(Audit),
2006)
52. Turn a deaf year – Disregard/ignore/refuse (SO(Audit), 2006)
53. At one’s wit’s end – Puzzled/confused/perplexed (SO(Audit), 2006)
54. To fight tooth and nail – To fight in a determined way for what you want (SO(Audit), 2006)
55. The green-eyed monster – Used as a way of talking about jealousy (SO(Audit), 2006)
56. Set the record straight – Give a correct account (SO(Audit), 2007)
57. Good Samaritan – Helpful person (SO(Audit), 2007)
58. Bad blood – Angry feeling (SO(Audit), 2007)
59. To go to the whole hog – To do it completely (SO(Audit), 2007)
60. Lay out – Spend (SO(Audit), 2007)
61. Laying off – Dismissal from jobs (SO(Audit), 2007)
62. Leaps and bounds – At rapid pace (SO(Audit), 2007)
63. Spilling the beans – Revealing the information indiscreetly (SO(Audit), 2007)
64. Carry out – Execute (SO(Audit), 2007)
65. Went to the winds – Dissipated/ To be utterly lost (SO(Audit), 2008)
66. Ins and outs – Full details (SO(Audit), 2008)
67. A white elephant – A costly but useless possession (SO(Audit), 2008)
68. Fed up – Annoyed (SO(Audit), 2008)
69. In the good books – In favour with (SO(Audit), 2008)
70. Sharp practices – Dishonest means (SO(Audit), 2008)
71. In high spirits – Full of hope and enthusiasm (SO(Audit), 2008)
72. Shake in shoes – Tremble with fear (SO(Audit), 2008)
73. Fits and starts – Not regularly (SO(Audit), 2008)
74. Close shave – Narrow shave (SO(Audit), 2008)
75. Take with a grain of salt – To listen to something with considerable doubt (TA(IT & CE), 2004)