સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝કચ્છ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ભારતને આઝાદી મળતા કચ્છના મહારાજા મહારાવે ભારતમાં ભળવાની માંગણી કરી જે કારણોસર કચ્છ વિસ્તારનો ભારતમાં ચાર વર્ગોના રાજ્ય પૈકી C વર્ગના કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ થયો.*

*●ભારત અને પાકિસ્તાનના ભાગલા થતા નિર્વાસિતોનો જટિલ પ્રશ્ન હતો, જે પ્રશ્નના નિવારણ માટે કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઊભાં થયા હતા.*

*●કચ્છ જિલ્લામાં લખપતથી જખૌ સુધીના વિસ્તારમાં સિરક્રીક આવેલું છે, જે ભારત-પાકિસ્તાનનો એક વિવાદિત પ્રશ્ન છે, સિરક્રીક દેશનું પશ્ચિમ દિશાએ અંતિમ બિંદુ છે.*

*●કચ્છ જિલ્લાના માંડવીથી કંડલા વચ્ચેના વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલો આવેલા છે.*

*●બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, તેથી તે નદીઓને કુંવારિકા કહેવામાં આવે છે.*

*●કચ્છમાં પચ્છમ બેટ, ખદીર બેટ, ખાવડા ટાપુ વગેરે સ્થળો આવેલા છે.*

*●ભારત-પાકિસ્તાનના ભાગલા થતાં કરાંચી બંદરની ખોટ પૂરવા સરકારે કંડલા બંદરને વિકસાવ્યું હતું, જે કંડલા બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે, કંડલા બંદરનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ સંભાળે છે.*

*●કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે.*

*●ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે.*

*●ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા (મુક્ત વ્યાપાર ક્ષેત્ર) કચ્છ જિલ્લામાં આવેલું છે.*

*●ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો કચ્છ જિલ્લો (406 કિમી.) ધરાવે છે.*

*●દેશનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલું છે.*

*●ધોળાવીરા, સુરકોટડા, દેશળપર જેવા ઐતિહાસિક સ્થળો કચ્છ જિલ્લામાં આવેલા છે.*

*●કંઠીનું મેદાન અને વાગડનું મેદાન કચ્છ જિલ્લામાં આવેલું છે.*

*●ગુજરાતની 185 નદીઓ પૈકી સૌથી વધુ 97 નદીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે.*

*●ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં થાય છે.*

*●કચ્છના નાના રણમાં ઘુડખર જોવા મળે છે. જે ઘુડખરોના રહેઠાણનું એકમાત્ર સ્થળ છે.*

*●શિયાળાની ઋતુમાં કચ્છના મોટા રણમાં વ્યાપક પ્રમાણમાં સુરખાબ પક્ષીઓ ઉતરી આવે છે.*

*●ગુજરાતમાં સૌથી વધુ મેન્ગ્રોવ જંગલો (789 ચો.કિમી.) ધરાવતો જિલ્લો કચ્છ છે.*

*●ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી વધુ ઘેટાં-બકરાંની પશુ સંપત્તિ ધરાવતો જિલ્લો છે.*

*●કચ્છ જિલ્લાના ધોરડો ખાતે પ્રતિ વર્ષ કચ્છ રણોત્સવ ઉજવાય છે.*

*●કચ્છ જિલ્લામાં આવેલો બન્ની વિસ્તાર ઊંચા ઘાસ માટે જાણીતો છે.*

*●સુરીન્દ્ર નામક વાદ્યસંગીત કચ્છ જિલ્લા સાથે સંકળાયેલું છે.*

*●26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપનું ઉદગમ બિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાનું ધ્રાંગ ગામ હતું.*

*●કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો સૂરજબારી પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે.*

*~કચ્છ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*નારાયણ સરોવર - લખપત*

*આયના મહેલ - ભુજ (રામસંગ માલવે બંધાવેલો)*

*ભારતીય સંસ્કૃતિ દર્શન લોકકલા મ્યુઝિયમ - ભૂજ*

*મહારાવસિંહ મદનસિંહજી મ્યુઝિયમ - ભૂજ*

*મહારાજ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ અને દલપતસિંહજી કોતરણીવાળી છત્રીઓ- ભૂજ*

*આરબનો હજીરો - ભૂજ*

*હમીરસર તળાવ - ભૂજ*

*પન્ના મસ્જિદ - ભૂજ*

*જેસલ-તોરલની સમાધિ - અંજાર*

*ટી.બી.સેનેટોરિયમ - માંડવી*

*સંત મેકરણદાદાની સમાધિ*

*બળવંતસાગર બંધ - સુથરી*

*ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા*

*અદાણી પોર્ટ - મુંદ્રા*

*ત્રિકમસાહેબની સમાધિ - રાપર*

*ઐતિહાસિક સ્થળ ધોળાવીરા - ભચાઉ*

*આશાપુરા માતાનો મઢ - ગઢશીશા (કચ્છના રાજ પરિવારના કુળદેવી)*

*કોટાયર્કનું સૂર્યમંદિર - કોટાય (કાઠીઓએ બંધાવેલું)*

*ગંગાજી-જમનાજી કુંડ - રામપરા વેકરા*

*સિદ્ધરાજ જયસિંહે કોતરાવેલા શિલાલેખ - ચોખંડા મહાદેવ- ભદ્રેશ્વર*

*કોટેશ્વર મહાદેવનું મંદિર - નારાયણ સરોવર પાસે*

*ગોરખનાથની સમાધિ - ધીણોધર ડુંગરપર*

*જોગણીદેવી મંદિર - શ્રાદ્ધ માટે જાણીતું - વીરા*

*નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય - લખપત*

*ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી - ભૂજ*

*સૂડી-ચપ્પા માટે જાણીતું સ્થળ - અંજાર*

*પ્રાગ મહેલ - ભૂજ*

*શરદબાગ પેલેસ - ભૂજ*

*કચ્છ મ્યુઝિયમ - ભૂજ*

*અણગોરગઢ શિવમંદિર - ભૂજ*

*કચ્છ અભયારણ્ય - અબડાસા*

*વિજય પેલેસ - માંડવી*

*જૈન પંચતીર્થ - જખો*

*કંથકોટનો કિલ્લો - કંથકોટ*

*રમણીય દરિયા કિનારો - માંડવી*

*કચ્છનું પેરિસ અને કચ્છનો હરિયાળો પ્રદેશ - મુંદ્રા*

*સુરખાબનગર અભયારણ્ય - રાપર*

*પાંડવકુંડ - ભદ્રેશ્વર*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝પાટણ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●પાટણ જિલ્લાનું મૂળ નામ અણહિલપુર પાટણ છે.*

*●ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાના પિતા જયશિખરી ચાવડાનું રાજ પંચાસર પરત મેળવ્યા પશ્ચાત પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી.*

*●જે પાટણ ગુજરાતમાં ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશની રાજધાની હતી.*

*●વર્ષ 2000માં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી પાટણની રચના થઈ.*

*●પાટણના પટોળા પ્રખ્યાત છે, જેમાં બેવડી ઇક્ત શૈલીનો ઉપયોગ થાય છે.*

*●પાટણ ઉપરાંત બાલી અને ઇન્ડોનેશિયામાં બેવડી ઇક્ત શૈલીનો ઉપયોગ થાય છે.*

*●માનવામાં આવે છે કે 'ગુજરાતના અશોક' તરીકે જાણીતા રાજા કુમારપાળ પૂજા માટે રોજ નવો ઝભ્ભો પહેરવા જૈનોના પટોળા મંગાવતા હતા પરંતુ કુમારપાળને માલુમ પડતા જે વપરાયેલું કાપડ પાટણ મોકલાય છે, ત્યારે કુમારપાળે યુદ્ધ કરી દક્ષિણ મહારાષ્ટ્રના રાજાને હાર આપી પટોળાના 700 જેટલા વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા હતા.*

*●સોલંકી વંશના ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણમાં જમીનથી નીચે સાત માળ ઊંડી રાણકીવાવ બંધાવી હતી, જેને રાણીની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●જે રાણકી વાવનો વર્ષ-2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ થયો છે.રાણકી વાવ આ પ્રકારની યાદીમાં સ્થાન પામનાર ગુજરાતનું બીજું સ્થળ છે.*

*●ગુજરાતનો સૌથી પ્રતાપી શાસક મનાતા સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવની રચના કરાવી હતી અને તેના ફરતે 1008 શિવાલયો બંધાવ્યા હતા.જે જોવાલાયક છે.*

*●સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીએ સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલયની રચના કરાવી હતી. રુદ્ર મહાલયનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તેનું નિર્માણ મૂળરાજ સોલંકીના સમયમાં પૂર્ણ થઈ શક્યું નહોતું.*

*●સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. નજીક કપિલ આશ્રમ આવેલો છે. માન્યતા મુજબ પરશુરામ અને કપિલ મુનીએ તેના માતાનું શ્રાદ્ધ બિંદુ સરોવરમાં કરેલું.*

*●વનરાજ ચાવડાએ જૈનો માટે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ દેરાસર બંધાવી આપ્યું હતું. જે પંચાસરા પાર્શ્વનાથ દેરાસરમાં શાસક વનરાજ ચાવડાની પ્રતિમા આવેલી છે.*

*●સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●સિદ્ધપુર ખાતે આયોજિત કાત્યોકના મેળામાં મોટાપાયે ઊંટની લે-વેચ થાય છે.*

*●પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.*

*●સિદ્ધપુર ખાતે આવેલું કીર્તિધામ સ્મશાન કેન્દ્ર ઈન્ટરનેટથી જોડાયેલું છે, જેથી અગ્નિસંસ્કાર અન્ય દેશમાં પણ જોઈ શકાય છે.*

*~પાટણ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*સહસ્ત્રલિંગ તળાવ*

*હેમચંદ્રાચાર્ય સ્મારક*

*રુદ્ર મહાલય - સિદ્ધપુર*

*ભવાઈના વેશ લખનાર અસાઈત ઠાકર સાથે સંકળાયેલું શહેર - સિદ્ધપુર*

*ગુજરાતમાં રાજપૂતોની રાજધાની - પાટણ*

*હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી - પાટણ*

*બિંદુ સરોવર અને અલ્પા સરોવર - સિદ્ધપુર*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝અમદાવાદ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●અમદાવાદનું પ્રાચીન નામ 'રાજનગર' હતું.*

*●અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં સૌપ્રથમ આશાવલ રાજાઓનું રાજ હતું.*

*●જે વિસ્તારને સોલંકી વંશના કર્ણદેવ સોલંકીએ જીતી કર્ણાવતી નગરની સ્થાપના કરી.*

*●બાદશાહ અહમદશાહ (મૂળ નામ - નાસીરુદ્દીન અહમદશાહ) રાજધાનીની શોધમાં હતા જ્યારે તેઓએ હાલના અમદાવાદમાં સસલાંને કૂતરા પાછળ દોડતું જોયું ત્યારે બાદશાહ અહમદશાહે અમદાવાદમાં રાજધાની સ્થાપવાનો નિર્ણય લીધો. જેથી કહેવાય છે કે 'જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા'.*

*●બાદશાહ અહમદશાહ ઇચ્છતો હતો કે જે વ્યક્તિઓએ કોઈપણ દિવસ બપોરની નમાજ ન પાડી હોય તેવા લોકો દ્વારા શહેર આબાદ બને તે માટે અહમદાબાદની સ્થાપના કરવી.*

*●ચાર વ્યક્તિઓએ ઇ.સ.1411માં અહમદાબાદની સ્થાપના કરી. જે ચાર વ્યક્તિઓમાં બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ટટ્ટુ ગંજબક્ષ, મલિક અહમદ અને અહમદ કાઝીનો સમાવેશ થાય છે. સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષે અહમદાબાદનો પાયો નાખ્યો.*

*●એલિસ બ્રિજના પૂર્વ છેડે જ્યાં માણેક બુરજની જગ્યા છે ત્યાં અમદાવાદના કોટની પહેલી ઈંટ મુકાઈ અને ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો.*

*●મહંમદ બેગડાએ શહેર ફરતે કોટ બનાવી બાર દરવાજા મૂક્યા હતા.*

*●ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું અને હાલમાં અમદાવાદને ગુજરાતનાં આર્થિક પાટનગર તરીકે ઓળખવામાં આવે છે.*

*●અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર અને ભારતનું બોસ્ટન કહેવામાં આવતું.*

*●અમદાવાદ રાજ્યમાં વસતીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અને શહેર છે.*

*●અમદાવાદ દેશમાં વસતીની દ્રષ્ટિએ સાતમા ક્રમાંકનું શહેર છે.*

*●ગુજરાતનું સૌથી લાંબું રેલવે સ્ટેશન અમદાવાદ (કાળુપુર)માં આવેલું છે.*

*●સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક (એરપોર્ટ) અમદાવાદમાં આવેલું છે.(26 જાન્યુઆરી, 1991)*

*●ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે.*

*●ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ (શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ) છે.જે એશિયાની પણ સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે.*

*●ગુજરાતનું સૌથી મોટું નળ સરોવરઅમદાવાદ જિલ્લામાં આવેલું છે.*

*●ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાય છે.*

*●જે વૌઠાના મેળામાં મોટાપાયે ગધેડાની લે-વેચ થાય છે.*

*●અમદાવાદનો ભાલ વિસ્તાર ભાલિયા ઘઉં માટે જાણીતો તેમજ અમદાવાદ જિલ્લો ઘઉંના ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ સ્થાને છે.*

*●વૌઠામાં સાત નદીઓનો સંગમ થાય છે.*

*●ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ કમલા નેહરુ ઝુઓલોજીકલ પાર્ક કાંકરિયા અમદાવાદ ખાતે આવેલો છે.*

*●અમદાવાદ ખાતે સાબરમતી નદી પર 24 મીટર પહોળો પુલ આવેલો છે.*

*●ગુજરાતમાં જામફળના ઉત્પાદન માટે અમદાવાદ જિલ્લાનું ધોળકા અને ભાવનગર જાણીતા છે. ધોળકાનાં જામફળ વખણાય છે.જે કારણોસર જામફળનાં ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો મોખરે છે.*

*●ગુજરાતની પ્રથમ કોલેજ અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ છે.*

*●પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું સ્થળ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે.*

*●અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ ચીમનભાઈ હતા.*

*●મોગલ બાદશાહ જહાંગીરની ગુજરાત યાત્રા દરમિયાન મરકી (પ્લેગ)નો રોગ ફાટી નીકળતા જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેણે અમદાવાદને ગર્દાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.*

*●ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે સૌપ્રથમ અમદાવાદમાં કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી.*

*●ગુજરાતના હદય તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.*

*●ગુજરાત સરકારે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવ્યું છે.*

*●ગુજરાત સરકાર સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર દર વર્ષે જાન્યુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે.*

*●અમદાવાદ નજીક આવેલું સાણંદ હાલમાં ઓટો હબ બનવા જઈ રહ્યું છે. જ્યાં ટાટા નેનો, ફોર્ડ વગેરે જેવી મલ્ટિનેશનલ કંપનીઓએ પોતાના પ્લાન્ટ સ્થાપ્યા છે.*

*●અમદાવાદ જિલ્લાના વાસંદા ખાતે પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે.*

*●અમદાવાદમાં આવેલ થલતેજ ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જે કારણોસર થલતેજ ટેકરાને અરવલ્લીની પૂંછ તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષ અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથ યાત્રા નીકળે છે. જે જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.*

*●મુઘલ શાસન સમયે અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલી શાહી ટંકશાળામાં મુઘલ બાદશાહોના અને રાશિવાળા સિક્કાઓ પાડતા હતા.*

*●અમદાવાદમાં સાબરમતી નદી પર 5 પુલ આવેલા છે.*

*●અમદાવાદ નજીક આવેલું સરખેજ ગળી માટે જાણીતું છે.*

*●રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર માંડલ ખાતે આવેલું છે.*

*●ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સૌપ્રથમ ગુજરાત વિધાનસભામાં દસમી વિધાનસભાની ચૂંટણીમાં
વર્ષ 1998માં અમદાવાદ જિલ્લાની માંડલ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા.*

*●એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે, જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.*

*~અમદાવાદ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*સિદી સૈયદની જાળી*

*બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો (બાદશાહના હજીરામાં બાદશાહ અહમદશાહને દફનાવવામાં આવ્યા.)*

*ઝૂલતા મિનારાની મસ્જિદ (કુત્બુદ્દીન અહમદશાહે બંધાવેલી - કાળુપુર)*

*હઠીસિંહના દેરા (અમદાવાદના મોટા વેપારી હતા)*

*સાયન્સ સિટી (ગુજરાતનું પ્રથમ થ્રિડી થિયેટર)*

*જામા મસ્જિદ (અમદાવાદ-ગુજરાતની સૌથી મોટી મસ્જિદ)*

*દરિયાખાનનો ઘુમ્મટ (ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ)*

*પતંગ મ્યુઝિયમ (સ્થાપક નાનુભાઈ શાહ)*

*સરખેજનો રોજો (સંત શેખ અહમદ ખટ્ટગંજ બક્ષનો રોજો, મહંમદ બેગડો અને મુઝફ્ફરશાહ બીજાની કબરો)*

*શાહ આલમનો રોજો (જ્યાં મેળો ભરાય છે)*

*સરદાર પટેલ મ્યુઝિયમ (સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક - મોતીશાહી મહેલ હતો, સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા.)*

*સાબરમતી આશ્રમ (ગાંધીજીનું હદયકુંજ નામક નિવાસસ્થાન)*

*ISRO*

*અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (ATIRA) (કાપડ ક્ષેત્રે સંશોધન કરતી દેશની એકમાત્ર સંસ્થા)*

*રાણી સિપ્રીની મસ્જિદ (મહંમદ બેગડાની રાણી અસનીએ બંધાવેલી)*

*રાણી રૂપમતિની મસ્જિદ (મહંમદ બેગડાની રાણીએ બંધાવેલી)*

*નિરમા યુનિવર્સિટી*

*વેદ મંદિર (વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિર - સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ)*

*ઈસ્કોન (ISKCON - ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ)*

*કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રહાલય (હૉજે કુત્બ - કુત્બુદ્દીન અહમદશાહે બંધાવેલું)*

*ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર (શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું)*

*શાહીબાગ (શાહીબાગના બંગલામાં સૌપ્રથમ ગુજરાતનું રાજભવન કાર્યરત હતું.)*

*ત્રણ દરવાજા (બાદશાહ અહમદશાહે બંધાવેલા)*

*નગીનાવાડી (કાંકરિયા તળાવની વચ્ચે)*

*નરસિંહ મહેતા સરોવર (વસ્ત્રાપુર)*

*ચીમનલાલ ગિરધરદાસ રોડ (સી.જી.રોડ)*

*નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ (NID)*

*યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સીનેગોગ - ખમાસા*

*ભાગવત વિદ્યાપીઠ*

*દાદા હરિની વાવ (અસારવા)*

*લૉ ગાર્ડન, ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, દિલ્હી દરવાજા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ટંકશાળા , પરિમલ ગાર્ડન , ધોલેરા બંદર, મુનસર તળાવ (વિરમગામ), ચંડોળા તળાવ, માનવ મંદિર, સરદાર બાગ, લાલ દરવાજો, પાંચ કૂવા મંદિર, ઉત્તમ ડેરી, ઓપન એર ડ્રાઇવ ઇન સિનેમા, પિરાણા તીર્થધામ, વિઠ્ઠથ બંદર, ગંગાસર તળાવ (વિરમગામ), મલાવ તળાવ (ધોળકા)*

*👉🏻https://t.me/jnrlgk*



💥રણધીર💥
*~🔥CURRENT🔥~*


*~🗞Date:-10/03/2020🗞👇🏻~*

*📝10 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*પરંપરાભંજક ચિત્રકાર : ભૂપેન ખખ્ખર*
*જન્મ:-* 10 માર્ચ, 1934 , મુંબઈમાં
*નિધન:-* 8 ઓગસ્ટ, 2003
મુંબઈ યુનિવર્સિટીથી સ્નાતક થયા.
પ્રારંભે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહ્યા હતા.
વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં જોડાયા હતા.
1965થી સોલો ચિત્ર પ્રદર્શન અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોની શરૂઆત કરી હતી.
તેઓના ચિત્ર પ્રદર્શનો લંડન, બર્લિન, ટોકિયો વગેરે સ્થાને યોજાયો હતો.
તેમની કળા સાધનાનું ધ રોયલ પેલેસ ઓફ આમ્સટરડેમમાં એવોર્ડ, સ્ટાર ફાઉન્ડેશનની ફેલોશીપ અને પદ્મશ્રી એમ અનેક રીતે સન્માન થયું છે
તેમના જીવન અને કાર્ય વિશે પુસ્તકો પણ લખાયા છે.

આજે (10 માર્ચ) જૂની રંગભૂમિના નટ અને દિગ્દર્શક માસ્ટર કાસમભાઈ મીર, એચડીએફસી બેન્કના સ્થાપક હસમુખ પારેખ, રશિયાના રાજા એલેક્ઝાન્ડર ત્રીજાનો જન્મદિવસ અને સાવિત્રીબાઈ ફૂલે અને અર્થશાસ્ત્રી કે.ટી.શાહનો નિર્વાણ દિન છે.


●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ શસ્ત્રોની આયાત મામલે 2015-2019 વચ્ચે વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે
*બીજા*
*સાઉદી અરેબિયા પ્રથમ ક્રમે*
*ભારતે સૌથી વધુ શસ્ત્રો રશિયા પાસેથી ખરીદ્યા*

●રેડક્રોસ સોસાયટી અને અમદાવાદ પોલીસની પહેલ દ્વારા કયા નંબર પર ફોન કરી સામાન્ય નાગરિક બ્લડ મેળવી શકશે
*100*

●ગુજરાતમાં ફ્લાઈંગ કારનું કોમર્શિયલ ઉત્પાદન માટે ગુજરાત સરકારે કયા દેશ સાથે કરાર કર્યા
*નેધરલેન્ડ*

●વુમન્સ ડે ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 7 મહિલાઓને પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપવાની વાત કરી હતી. તેમાંથી મોદીના આ સન્માનને કોણે અસ્વીકાર કર્યો હતો
*મણિપુરની 9 વર્ષની ક્લાઈમેટ ચેન્જ પર અવાજ ઉઠાવનારી લિસિપ્રિયા કંગુજમે*



●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK And Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*


*~🗞Date:-12-13/03/2020🗞👇🏻~*

*📝12 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*દાંડીકૂચના ચિત્રકાર : કનુ દેસાઈ*
*જન્મ:-* 12 માર્ચ, 1907 , ભરૂચમાં, ઉછેર અમદાવાદમાં
*નિધન:-* 8 ડિસેમ્બર, 1980
દાંડીકૂચના ચિત્રો કંડારનાર
1921માં યોજાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા.
કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી કળા શિક્ષણ પ્રાપ્ત કર્યું.
1930માં ગાંધીજીના જીવન માટે મહાભિનિસ્ક્રમણ સમી દાંડીકૂચ શરૂ થતાં તેના ચિત્રો દોર્યા, તેનું આલ્બમ કુમાર કાર્યાલય દ્વારા બહાર પડ્યું હતું.
1938માં હરિપુરામાં યોજાયેલી મહાસભામાં ડેલીગેટ બનવા સાથે અધિવેશન સ્થળને સુશોભિત કરવાનું કામ પણ તેમણે કર્યું.
તેમના કળાકીય સર્જનો 'જીવન મંગલ' અને 'નૃત્યરેખા' શીર્ષક તળે પ્રકાશિત થયા.


*📝13 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ફર્સ્ટ વુમન ઓફ ઇન્ડિયન શિપિંગ : સુમતિ મોરારજી*

*જન્મ:-* 13 માર્ચ, 1909 , મુંબઈમાં
*મૂળ નામ:-* યમુના
*પિતા:-* મથુરદાસ ગોકુળદાસ
*પતિ:-* નરોત્તમ મોરારજી
તેઓ મથુરદાસના છ દીકરાઓ પૈકી એકમાત્ર દીકરી હતા.
*નિધન:-* 27 જૂન, 1998
13 વર્ષની ઉંમરે સુમતિજીના લગ્ન થયા હતા.
તેમનો વિવાહોત્સવ અઠવાડિયા સુધી સ્થાનિક સમાચારપત્રોમાં ચમકતો રહ્યો હતો.
લગ્ન પછી પતિએ તેમનું નામ સુમતિ રાખ્યું હતું.સુમતિન મતલબ 'સદબુદ્ધિ' થાય છે.
હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં નિપુણ હતા.
1923માં પતિએ સ્થાપેલી સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા.
1946માં કંપનીની સંપૂર્ણ કમાન સંભાળી લીધી હતી અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણથી સ્થપાયેલી આ કંપનીને અંગ્રેજ અમલની તુખામી વચ્ચે વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી હતી.
ઉદ્યોગ સાહસિકતા જ્યારે માત્ર પુરુષોનો જ ઇજારો ગણાતો હતો ત્યારે એક મહિલાએ વહાણવટા ક્ષેત્રે કાઠું કાઢ્યું અને આ નવાચારી મહિલાનું નામ સુમતિ મોરારજી.

આજે (13 માર્ચ) રમણભાઈ નીલકંઠનો જન્મદિવસ અને નાના ફડણવીસની પુણ્યતિથિ છે.


●13 માર્ચ વર્લ્ડ સ્લીપ(ઊંઘ) ડે

●એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા
*મુકેશ અંબાણી*
*ચીનના જેક મા બીજા ક્રમે*

●150 વર્ષ જૂની પરંપરા મુજબ ધૂળેટીએ ખાસડાયુદ્ધ ક્યાં યોજાય છે
*વિસનગર*

●ભારતીય તટરક્ષક દળે ગોવામાં સારેકસ 2020નું આયોજન કર્યું છે. સારેક્સનું ફૂલ ફોર્મ શું છે
*સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ*

●ટોકિયો ઓલિમ્પિકસ માટે ક્વોલિફાઈ થનારી ભારતની પ્રથમ બોક્સર કોણ બની
*પૂજા રાની*

●અટૂકલ પોંગાલા મહોત્સવ ક્યાં યોજાયો હતો જે વિશ્વમાં મહિલાઓનો સૌથી મોટો ઉત્સવ છે
*તિરુવનંતપૂરમ*

●કોરોનાથી દેશમાં પ્રથમ મોત કયા રાજ્યમાં નોંધાયું
*કર્ણાટક*

●વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોના વાઈરસ (કોવિડ-19)ને વૈશ્વિક મહામારી જાહેર કરી.



●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*મહત્વના કૂવા*

◆દેરાણી-જેઠાણી કૂવો પાટણ

◆બહાદુરશાહનો કૂવો પાટણ

◆નવઘણ કૂવો જૂનાગઢ

◆ભમ્મરિયો કૂવો મહેમદાવાદ

◆ઝરમરિયો કૂવો વડનગર
*●ડેરી અને સ્થાપક●*


*◆અમૂલ ડેરી આણંદ◆*
સ્વપ્નદ્રષ્ટા :- સરદાર વલ્લભભાઈ પટેલ

સ્થાપક :- ત્રિભુવનદાસ પટેલ

સ્થાપના :- 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. તરીકે થઈ હતી.

*◆બનાસ ડેરી પાલનપુર - બનાસકાંઠા◆*

સ્થાપક :- ગલબાભાઈ નેનજીભાઈ પટેલ

સ્થાપના :- 1969

*◆દૂધસાગર મહેસાણા◆*

સ્થાપક :- માનસિંહ પટેલ

*◆સાબર ડેરી હિંમતનગર - સાબરકાંઠા◆*

સ્થાપક :- ભોળાભાઈ પટેલ

💥💥
*●એન્જીનીયરીંગ ઉદ્યોગ●*


*◆કાપડ ઉદ્યોગની મશીનરી :-* અમદાવાદ અને સુરેન્દ્રનગર

*◆બોબીન ફેક્ટરી:-* અમદાવાદ, ભાવનગર અને બિલિમોરા

*◆વોટરહીટર:-* સુરત

*◆ઓટોમોબાઇલ પાર્ટ્સ:-* નડિયાદ

*◆બ્રાસ પાર્ટ્સ:-* જામનગર

*◆રેઝર, સાયકલ ડાયનેમો, બોલપેન, ઘડિયાળ કવર:-* રાજકોટ

*◆ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને યંત્રો:-* વડોદરા

*◆રેડિયો, ટ્રાન્ઝિસ્ટર:-* કલોલ

*◆ખેતીનાં યંત્રો:-* જૂનાગઢ

*◆ડીઝલ એન્જીન:-* રાજકોટ

*◆ઇલેક્ટ્રિક ઘડિયાળ:-* મોરબી

*◆વિશિષ્ટ પ્રકારના લેથ:-* જામનગર

*◆મશીન ટુલ્સ:-* ભાવનગર

*◆સ્ટેઇનલેસ સ્ટીલ:-* કંડલા

*◆સ્ટીલ ટ્યુબ:-* વટવા-ચાંદખેડા (અમદાવાદ)

*◆મેટ્રો રેલવેના ડબ્બા:-* સાવલી (વડોદરા)- દિલ્હી મેટ્રો રેલના ડબ્બા અહીં બન્યા.

*◆ફાઉન્ડ્રિ ઉદ્યોગ:-* અમદાવાદ, રાજકોટ

*◆ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ઇલેક્ટ્રોનિક મશીનરી:-* વડોદરા

💥R.K.💥
*●ઓક્સિજન●*


તેનું અણુસૂત્ર 'O2' છે.
ઓક્સિજન વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે.
ઓક્સિજન પાણીમાં અલ્પદ્રાવ્ય છે.
દાહનપોષક વાયુ છે.

*◆ઉપયોગ◆*

ફેફસાના રોગો કે દમથી પીડાતા દર્દીઓ માટે વપરાતા પમ્પમાં 'સોડિયમ પેરોકસાઈડ'ની ગોળી હોય છે.(જે પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન મુક્ત કરે છે.)
સબમરીનમાં હવા શુદ્ધ રાખવા સોડિયમ પેરોકસાઈડ વપરાય છે.
ધાતુ કાપવા માટે અને વેલ્ડીંગ કરવા માટે 'ઓક્સિએસેટેલીન' વપરાય છે.
'ક્લોરીન' અને 'સલ્ફયુરિક એસિડ'ની બનાવટમાં ઓક્સિજન વપરાય છે.
હોસ્પિટલના સિલિન્ડરરોમાં 'ઓક્સિજન અને હિલિયમ'નું મિશ્રણ હોય છે.

લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે.
કાટ લાગવાથી લોખંડનું વજન વધે છે.
ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન છૂટો પડે છે.

💥💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-14-15/03/2020🗞👇🏾~*

*📝14 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*દંતકથા સમા વૈજ્ઞાનિક : આલ્બર્ટ આઈન્સ્ટાઈન*
*જન્મ:-* 14 માર્ચ, 1879 , જર્મનીમાં યુમમાં યહૂદી પરિવારમાં
*નિધન:-* 18 એપ્રિલ, 1955
જન્મ સમયે તેમનું માથું સાધારણ બાળક કરતા ઘણું મોટું હતું.
નાનપણમાં ઠોઠ ગણાતા આલ્બર્ટનો ઉછેર સ્વિટ્ઝર્લેન્ડના મ્યુનિચમાં થયો હતો.
તેઓએ પ્રાગ, બર્લિન, હોલેન્ડ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું અને ભૌતિકશાસ્ત્રમાં યોગદાનની પીઠીકા તૈયાર કરી.
પ્રકાશની કવાંટમ થિયરી, થિયરી ઓફ રિલેટિવિટી, બ્રોવનિયન મુવમેન્ટ જેવી અનેક વૈજ્ઞાનિક શોધખોળો તેમની સિદ્ધિ છે.
પોતાને નાસ્તિક નહીં પણ સંશયવાદી તરીકે ઓળખાવતા.
યહૂદી હોવાથી હિટલરે તેમને જર્મનીમાંથી હાંકી કાઢ્યા હતા.
તેમને 1921માં નોબેલ પારિતોષિક મળ્યું.


*📝15 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કાંશીરામ*
*જન્મ:-* 15 માર્ચ, 1934 , પંજાબના ખવાસપુરમાં
*નિધન:-* 9 ઓક્ટોબર, 2006
ભારતીય રાજનીતિમાં બહુજન વિચારધારાનો પ્રભાવ પાથરનાર બહુજન નાયક
વિજ્ઞાનમાં સ્નાતક હતા.
બાબાસાહેબ આંબેડકરથી ગાઢ રીતે પ્રભાવિત રહેલા કાંશીરામે દલિત-શોષિત સમાજ સંઘર્ષ સમિતિની સ્થાપનાથી જાહેર જીવનની શરૂઆત કરી.
1971માં દલિત ઉત્થાનના હેતુસર નોકરી ત્યાગી હતી.
1973માં ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન (બામસેફ)ની રચના દ્વારા તેમણે પછાત વર્ગોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો.
1985માં બહુજન સમાજ પક્ષની સ્થાપના અને વિકાસ પછી તેઓ બહુજન સમાજના નાયક તરીકે ઉભરી આવ્યા હતા.
તેમણે 'ચમચા યુગ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
તેમણે આપેલા સૂત્રો:-
"જિસકી જીતની સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી" અને "જો બહુજન કી બાત કરેગા, વો દિલ્હી પર રાજ કરેગા"

આજે (15 માર્ચ) ગંગાસતી, ગઝલકાર શૂન્ય પાલનપુરી અને નારાયણ દેસાઈની પુણ્યતિથિ છે.


●15 માર્ચ વિશ્વ ગ્રાહક દિવસ

●દેશમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત કર્ણાટક રાજ્યમાં થયું.બીજું મોત ક્યાં થયું
*દિલ્હીમાં*

●દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટેનું રેન્કગ જાહેર કરવામાં આવ્યું. જેમાં અમદાવાદ કયા ક્રમે છે
*બીજો*
*સુરતને 5મો અને વડોદરા 9મા નંબરે*
*આગ્રા શહેર પ્રથમ*

●રણજી ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*સૌરાષ્ટ્ર પહેલી વાર ચેમ્પિયન બની*
*બંગાળનો હરાવ્યું*
*સૌથી વધુ વિકેટ ઝડપનાર :-સૌરાષ્ટ્ર ટીમનો બોલર જયદેવ ઉનડકટ (67 વિકેટ)*
*સૌથી વધુ રન બનાવનાર :- અરુણાચલ પ્રદેશનો રાહુલ દલાલ (1340 રન)*

●ગીર ગાયમાં IVF દ્વારા દેશના પ્રથમ વાછરડાનો જન્મ ક્યાં થયો
*રાજકોટ*

●ગોળફેરિયાનો મેળો ક્યાં ભરાય છે
*છોટા ઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામે*

●વિશ્વનો પ્રથમ એવો કયો દેશ બનશે કે જ્યાં ફોટો ID નહીં, માત્ર ચહેરો બતાવવો પડશે
*સિંગાપોર*

●દર વર્ષે વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવામાં આવે છે
*12 માર્ચ*


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*⃣ઝવેરી બેહનો *⃣

મણિપુરી નૃત્ય માં પારંગત ચાર બેહનો

નયના
રંજના
સુવર્ણા
દર્શના

ગુરુ :-બિપિન સિંહ

ઝવેરી બેહનો માં સૌથી નાના બહેન દર્શના ઝવેરી અત્યરે મણિપુરી નર્તન ક્ષેત્રે સક્રિય છે. તેમના પ્રયાસો થી આજ ભારત ની યુવતી ઓ મણિપુરી નૃત્ય માં રસ લેતી થઈ ગયી..

તેમને "મણિપુરી ના નૃત્યો "નામનો મહત્વ નો ગ્રંથ આપ્યો છે .
ઈ. સં. 2002 માં તેમને "પધ્મશ્રી "પુરસ્કાર મળ્યો હતો..
*⃣તારંગા *⃣

જૈન તીર્થ
અરવલ્લી ગિરીમાડા નો ભાગ છે.
મેહસાણા જિલ્લા માં ખેરાલુ તાલુકા ના ટીમ્બા ગામ ની નજીક.
તારંગા ની મુખ્ય ટેકરી નું શિખર સમુદ્ર સપાટી થી 486 મી. ઊંચાઈ ધરાવે છે.
રૂપેણ નદી તારંગા ની ટેકરીઓ માંથી નીકળે છે.
આર્ય ખપુંટા ચાર્ય ના સમકાલીન વેણી વત્સ રાજ નામે બૌદ્ધ ધર્માનુયાયી રજા એ ગીરી ઉપર તારા ઉપર તારાપુર નગર વસાવ્યું હતું.
આ ડુંગર પર કુમાર પાળે અજિત નાથ નું મંદિર બનાવ્યું હતું.
આ મંદિર 24 હાથ ઊંચું અને 101 આંગળ ઊંચા શ્રી અજિત નાથ પ્રભુ ની પ્રતિમા સ્થાપના કરવામાં આવી છે.
અજિતનાથ જૈન મંદિર થી દોઢ માઈલ ના અંતરે તારણી માતા નું સ્થાનક આવેલું છે.
તેની બાજુ માં ધરાણ દેવી નું સ્થાનક છે.
તારંગા ણી ટેકરી ઓ માં taamrvarna પથર પર બોધિવૃક્ષ ની ચાર બૌદ્ધ મૂર્તિ ઓ કંડારેલી છે જે ગુફા ઓ જોગીડા ની ગુફા તરીકે ઓળખાય છે.

એકંદરે કહી શકાય કે પ્રકૃતિ, ઉત્કૃષ્ટ કલા અને ધર્મ ભાવના નો ત્રિવેણી સંગમ એટલે તારંગા તીર્થ.....
*⃣પાવાગઢ *⃣
જિલ્લો :-પંચમહાલ
તાલુકો :-હાલોલ
વર્તમાન પૂર્વે 5 થી 6 કરોડ વર્ષ પૂર્વે જ્વાળામુખી ના વિસ્ફોટ થી તેની રચના થઇ હતી.
- પ્રાચીન અભિલેખો માં તેનું નામ 'પાવક-ગઢ (fire hill)' છે.

દંતકથા:-વિશ્વામિત્ર નામના ઋષિ કામધેનુ ગાય સાથે ત્યાં રહેતા હતા. એકવાર ગાય ત્યાં ચારવા ગઈ તેને પોતાના દૂધ વડે ખીણ ભરી દીધી. તે જાણી ને ઋષિ એ ખીણ પુરી દેવા ભગવાન ને પર્થના કરી. ભગવાને મોટો પર્વત મોકલ્યો. તેના 3/4 ભાગ થી ખીણ પુરાઈ ગયી. બાકી નો 1/4 ભાગ પર્વત રૂપે રહ્યો.

તે "પા ગઢ " કે "પાવાગઢ "તરીકે ઓળખાયો.

પાવાગઢ ની તળેટી ની ઊંચાઈ 728 મી. છે.
પર્વત 42 ચો કી.મી. વિસ્તાર માં ફેલાયેલો છે.
તેમાં બેસાલ્ટ પ્રકાર નો ખડક મુખ્ય છે.
કાલિકા માતાનું મંદિર આવેલું છે. જે 51 શક્તિપીઠ માં નું એક છે.
સદનશાહ ની દરગાહ આવેલી છે.
તેની ખીણ માંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. જે ગુજરાત ની "મગરો ની નદી" કહેવાય છે.
પર્વત પર "તેલિયું ", "છાછીયું ",અને "દુધિયું "ત્રણ તળાવો આવેલા છે.

અગિયારમી સદી માં ચંદ બારોટે પાવાપતિ તરીકે તુઆર કુળ ના રામ ગૌર નો ઉલ્લેખ કર્યો છે.
ઈ. સં. 1300 માં અહીં મેવાડ થી આવેલા ચૌહાણ રાજપૂતો નું રાજ્ય સ્થપાયું.
1484 માં મહમદ બેગડો એ રજા પતાઈ રાવળ ને હરાવી ને સેનાપતિ ડુંગરશી ને મારી નાખ્યા હતા.
ચાંપાનેર ને તેને ગુજરાત નું બીજું પાટનગર બનાવ્યું હતું.
1535 માં સુલતાન બહાદુરશાહ ને હરાવી ને મુગલ સેહનશાહ હુમાયુ એ પાવાગઢ કબ્જે કર્યો હતો.
પરંતુ બહાદુરશાહે પુનઃ જીતી લીધો હતો.
1727 માં મરાઠા સરદાર કૃષ્ણાજી એ અને સને 1761 માં સિંધિયા એ પાવાગઢ પર પ્રભુત્વ મેળવ્યું હતું.
1803 માં સિંધિયા પાસે થી અંગ્રેજો એ પાવાગઢ કબ્જે કર્યું હતું.
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-16/03/2020🗞👇🏻~*

*📝16 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*આંધ્રના પિતા : પોટ્ટી શ્રીરામુલુ*
*જન્મ:-* 16 માર્ચ, 1901, જુના મદ્રાસ પ્રાંતના નેલ્લોર જિલ્લામાં
*નિધન:-* 15 ડિસેમ્બર, 1952
મદ્રાસમાં સેનેટરી એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ગ્રેટ ઇન્ડિયન પેનીનસુલાર રેલવેમાં નોકરીમાં જોડાયા હતા.
1928માં પત્ની અને નવજાત શિશુના અવસાન પછી નોકરી છોડી આઝાદીના જંગમાં ઝંપલાવ્યું.
મીઠા સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન ઉપરાંત ગાંધીવાદી રચનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું.
આઝાદી પછી તેઓ ગ્રામ પુનઃનિર્માણ, દલિતોના મંદિર પ્રવેશ અને આંધ્રના નવા રાજ્યની રચના માટે સક્રિય થયા હતા.
આંધ્રનું ભાષાના ધોરણે નવું રાજ્ય રચાવું જોઈએ તેવી માંગ સાથે પોટ્ટી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા.
ઉપવાસ દરમિયાન જ તેમનું મોત થયું હતું.
તેમની શહીદીએ જબરદસ્ત લોકજુવાળ ઉભો કર્યો.તેની સામે ઝૂકી કેન્દ્ર સરકારે 3 દિવસમાં જ આંધ્રના નવા રાજ્યની જાહેરાત કરવી પડી.
ભારતમાં ભાષાના ધોરણે રાજ્ય નિર્માણની પ્રક્રિયામાં શ્રીરામુલુનું બલિદાન મોટું કારણ બન્યું હતું.
"જો મારી પાસે શ્રીરામુલુ જેવા 11 વધુ સ્વતંત્રતા સૈનિકો હોય તો હું એક વર્ષમાં આઝાદી મેળવી લઉં."ગાંધીજી.


●ગોળગધેડાનો મેળો ક્યાં ભરાય છે
*દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે*

●પ્રદૂષણના નિયમોનો ભંગ કરવામાં કયા રાજ્યના સૌથી વધુ ઉદ્યોગો છે
*ગુજરાતના 41 ઉદ્યોગો*
*બીજા ક્રમે મહારાષ્ટ્ર*

●ક્રિકેટમાં એકમાત્ર દેશમાં પ્રથમ મહિલા ડકવર્થ લુઈસ મેનેજર
*રાજકોટની હેમાલી દેસાઈ*

●તાજેતરમાં કયા રાજયમાં ફગલી ઉત્સવ મનાવામાં આવ્યો હતો
*હિમાચલ પ્રદેશ*
*પાક લણણીનો દિવસ આવે તે પહેલાં દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે દર વર્ષે કુલ્લુના કિસાનો આ ઉત્સવ મનાવે છે.*

●સોલર રૂફ ટોપ લગાવવામાં દેશમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે
*ગુજરાત*

●તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે મહિલાઓ સાથે પક્ષપાત કરવામાં દુનિયાભરમાં અવ્વલ નંબર પર કયો દેશ છે
*પાકિસ્તાન*

●ઇન્ડિયા કોસ્ટગાર્ડની પ્રથમ મહિલા ડી.આઈ.જી. કોણ બની
*નૂપુર કુલશ્રેષ્ઠ*

●બીબીસી દ્વારા ઇન્ડિયા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ ઈયર 2019 થી કોણે સન્માનિત કરવામાં આવી
*પી.વી.સિંધુ*

●7મા ડોક્ટર એમએસ સ્વામીનાથન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*વી.પ્રવીણ રાવ*

●સ્વીડનના અભિનેતા મેક્સ વોન સિડોનું અવસાન.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*📝19 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*આચાર્ય જે.બી.કૃપલાની પુણ્યતિથિ*


*પૂરું નામ:-* જીવતરામ ભગવાનદાસ કૃપલાની

પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર સેનાની, સમાજસેવક, ગાંધીવાદી અને પર્યાવરણવિદ હતા.

*જન્મ:-* 11 નવેમ્બર, 1888ના રોજ હૈદરાબાદના સિંધ પ્રાંતમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો હતો.

પ્રાથમિક શિક્ષણ સિંધમાં જ પૂર્ણ કર્યું.

કોલેજનું શિક્ષણ તેમણે મુંબઈની વિલ્સન કોલેજ , કરાંચીની ડી.જે.કોલેજમાં, તેમજ પુણેની ફર્ગ્યુસન કોલેજમાં

ઇ.સ.1912માં તેઓએ એમ.એ.પૂર્ણ કર્યા પછી મુઝફ્ફરપુરની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરી હતી.

તેમણે સુચેતા કૃપલાની સાથે લગ્ન કર્યા હતા.

ગાંધીજીના ખાસ કહી શકાય તેવા વ્યક્તિ હતા.

ઇ.સ.1917માં તેમને ચંપારણ સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ દરેક સત્યાગ્રહમાં ભાગ લેતા.

ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠમાં ઇ.સ.1923માં આચાર્ય તરીકે જોડાયા હતા અને ઇ.સ.1927 સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા હતા.

મેરઠ મુકામે આશ્રમ સ્થાપી ખાદી અને ગ્રામોદ્ધારનું કાર્ય શરૂ કર્યું.

આ આશ્રમથી 700 ઉત્પાદન કેન્દ્રો અને 20,000 ગામડામાં ક્રાંતિકારી લોકોને કામે લગાડ્યા હતા.

ઇ.સ.1942ની 'હિન્દ છોડો' લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ બંધારણ સભાનો હિસ્સો રહ્યા હતા અને બંધારણ સભાની ઝંડા સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.

આ ઉપરાંત સાહિત્યના ક્ષેત્રમાં તેમણે 'ભારતવર્ષ કી વિભૂતિયાં' નામના પુસ્તકની રચના કરી હતી અને વિજિલ નામના સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું હતું.આ ઉપરાંત તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.

*નિધન:-* તેઓ 19 માર્ચ, 1982ના રોજ 93 વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન પામ્યા હતા.
ભારત સરકાર દ્વારા 11 નવેમ્બર, 1989ના રોજ આચાર્ય કૃપલાનીના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

*~🔥CURRENT🔥~*

*~🗞Date:-17/03/2020🗞👇🏻~*

*📝17 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*અંતરિક્ષની પરી : કલ્પના ચાવલા*
*જન્મ:-* 17 માર્ચ, 1962માં હરિયાણાના કરનાલમાં
*નિધન:-* 1 ફેબ્રુઆરી, 2003
રાકેશ શર્મા પછીના બીજા ભારતીય અને ભારતનાં પહેલા મહિલા અંતરિક્ષ યાત્રી
ચાર ભાઈ બહેનોમાં સૌથી નાના હતા.
કલ્પનાનું હુલામણું નામ મોન્ટુ હતું.
કરનાલમાં સ્ફુલિંગ અને ચંદીગઢથી ઇજનેરીનો અભ્યાસ કર્યો.
1982માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસથી એરોસ્પેસ એન્જીનીયરીંગમાં પદવી અને 1988માં પીએચડીની ડિગ્રી મેળવી.
1988માં નાસા સાથે જોડાયા હતા.
1991માં અમેરિકન નાગરિક બન્યા હતા.
કલ્પના ચાવલાએ તેમની પહેલી અંતરિક્ષ યાત્રા 19 નવેમ્બર, 1997માં કરી.
લગભગ 10.4 મિલિયન માઈલ અંતર અને 372થી વધુ કલાકો સ્પેસમાં રહ્યા.
તેમણે 2003માં કરેલી અંતરિક્ષ યાત્રા સફળ ન રહી.1 ફેબ્રુઆરી, 2003ના રોજ તેમનું યાન પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરતા જ તૂટી પડ્યું.
કલ્પના ચાવલાએ કહ્યું હતું કે 'હું અંતરિક્ષ માટે બની છું, પ્રત્યેક ક્ષણ અંતરિક્ષ માટે વિતાવી છે અને તેના માટે જ મરીશ.' જેવા ખુદ કલ્પનાના શબ્દો સાચા પડ્યા.


●મુંબઈથી કયા સ્થળ વચ્ચે હાલમાં રો-રો ફેરી શરૂ કરવામાં આવી
*માંડવા*

●કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસના મુદ્દે કયો નવો હેલ્પલાઇન નંબર જારી કર્યો
*1075*
*જૂનો 011-23978046 પણ કાર્યરત છે*

●હમિંગબર્ડથી પણ નાના ડાયનાસોરની દસ કરોડ વર્ષ જૂની ખોપરી ક્યાંથી મળી આવી
*મ્યાંમાર*

●અફઘાનિસ્તાનના બીજી વખત રાષ્ટ્રપતિ કોણ બન્યા
*અશરફ ઘની અહમદઝાઈ*

●દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 માર્ચ*

●તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા કોમેડિયન જેમનું નિધન થયું
*અમાનુલ્લા ખાન*

●ધોરણ દસની ચાલતી બોર્ડની પરીક્ષામાં ફક્ત એક વિદ્યાર્થી માટે શાળા ક્યાં ફાળવવામાં આવી
*ગોંડલ*

●અયોધ્યાનો ચુકાદો આપનાર પૂર્વ CJI રંજન ગોગોઈ રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-18/03/2020🗞👇🏻~*

*📝18 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ચોકલેટી અભિનેતા : શશી કપૂર*
*મૂળ નામ:-* બલવીરરાજ.
*જન્મ:-* 18 માર્ચ, 1938, કોલકાતામાં
*પિતા:-* પૃથ્વીરાજ કપૂર
*નિધન:-* 4 ડિસેમ્બર, 2017
પ્રારંભિક શિક્ષણ મુંબઈની ડોન બોસ્કો સ્કૂલમાં
શરૂઆતમાં ધરમપુત્ર, ચાર દિવારી, પ્રેમપત્ર જેવી ફિલ્મો કરી પણ કપૂર ખાનદાનની અભિનય આભામાંથી બહાર ન આવી શક્યા.
જબ જબ ફૂલ ખીલે, વક્ત જેવી ફિલ્મથી તેઓ ચમક્યા.
તેમની જાણીતી ફિલ્મોમાં કભી કભી, સત્યમ શિવમ સુંદરમ, શાન, અંજામ, ઘર એક મંદિર, દો ઓર દો પાંચ, કાલા પથ્થર, ત્રિશૂલ, દીવાર, અનાડી, સુહાના સફર, સિંદૂર જેવી ફિલ્મો ઉપરાંત 160 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો.
તેમણે ત્રણ વાર ફિલ્મ ફેર એવોર્ડ, પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થયા હતા.

આજે (18 માર્ચ) રેન્ડલ ક્રેમર, રુડોલ્ફ ડીઝલ, ક્રિકેટર એકનાથ સોલકર, સ્વતંત્રતા સૈનિક વામન ગોપાલ જોશી, રાજનેતા રફી એહમદ કિડવાઈ, ઇન્દ્રજીત ગુપ્તાનો જન્મદિવસ તથા સ્વર નિયોજક અજિત મર્ચન્ટની પુણ્યતિથિ છે.


●મૂડીઝે ભારતની જીડીપી ગ્રોથ ઘટાડી કેટલા ટકા કર્યો
*5.3%*

●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI(ના નવા ડેટા મુજબ, છેલ્લા પાંચ વર્ષ (2015-2019) દરમિયાન શસ્ત્રોનો મોટો નિકાસકાર દેશ કયો હતો
*અમેરિકા*
*બીજા ક્રમે રશિયા*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કોરોના વાઈરસની અસરનો સામનો કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કયું પ્લેટફોર્મ શરૂ કર્યું
*કોવિડ એક્શન પ્લેટફોર્મ*

●વર્લ્ડ બેંકે કોરોના વાઈરસની આર્થિક અસરોથી લડત દેશોને મદદ કરવા કેટલા રૂપિયાની આઓવાની જાહેરાત કરી
*12 અબજ ડોલર*

●બીએસએફના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો કોણે સોંપાયો
*ITBP ના ડાયરેક્ટર જનરલ એસ.એસ.દેસવાલને*

●સ્પેનના યુવા ફૂટબોલ કોચ જેમનું હાલમાં કોરોના વાઈરસથી મોત થયું
*ફ્રાન્સિસ્કો ગાર્સિયા*

●ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (DIA)ના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ.ઢીલ્લોન*

●તાજેતરમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર(CIC) તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*બિમલ જુલ્કા*

●મહારાષ્ટ્ર રાજ્ય સરકારે તાજેતરમાં ઔરંગાબાદ એરપોર્ટનું નામ બદલીને શું રાખ્યું છે
*છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ*

●કોરોના વાઈરસ સામે લેવાતી સાવચેતીઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પંજાબ સરકારે તાજેતરમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી તેનું નામ શું છે
*કોવા પંજાબ*

●'હું પણ ડિજિટલ છું' નામનું ડિજિટલ સાક્ષરતા અભિયાન શરૂ કરવાનો નિર્ણય કયા રાજ્યએ કર્યો છે
*કેરળ*

●તાજેતરમાં ફેસબુક ઇન્ડિયાના નવા કોમ્યુનિકેશન હેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*સિસ્કોના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ બિપાશા ચક્રવર્તી*

●કઈ બેંકે તાજેતરમાં તમામ બચત બેંક ખાતાઓ માટે લઘુતમ બેલેન્સ રકમની આવશ્યકતા દૂર કરી છે
*સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા*

●ક્યૂએસ વર્લ્ડ રેન્કિંગ અનુસાર કઈ બે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT)એ વિશ્વની ટોચની 50 એન્જીનીયરીંગ કોલેજોમાં સામેલ છે
*મુંબઇ અને દિલ્હી*
*મુંબઈ 44મા અને દિલ્હી 47મા ક્રમે છે*

●હાલમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ પહેલીવાર બંગાળને હરાવી ચેમ્પિયન બની.ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી
*રાજકોટ*

●IIT મદ્રાસે લાઇસન્સ વિનાના માનવરહિત ડ્રોન સામે લડવા માટે કૃત્રિમ ગુપ્તચર સંચાલિત ડ્રોન બનાવ્યો છે.


●Newspaper CURRENT👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-19/03/2020🗞👇🏻~*

*📝19 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ગાંધીવાદી ગાયક : નારાયણ મોરેશ્વર ખરે*
*જન્મ:-* 19 માર્ચ, 1884 , મહારાષ્ટ્રના સતારા જિલ્લાના તાસ ગામે
*નિધન:-* 1970
તેમના સંગીતના ગુરુ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે હતા.
1912માં ગુરુ આજ્ઞાથી મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની જવાબદારી સંભાળી હતી.
તેઓ સંગીતના કિરાના ધરાનાના હતા.
1912માં અમદાવાદમાં પણ સંગીત મંડળની સ્થાપના કરી હતી.
1918માં અમદાવાદ આવી મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આશ્રમમાં સંગીત શિક્ષક તરીકે પ્રવૃત્તિઓ સંભાળી હતી.
ગુજરાતનો ગૌરવ પુરસ્કાર અને શાસ્ત્રીય સંગીતના માનપત્રો દ્વારા તેમનું સન્માન થયું છે.


*📝19 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*આચાર્ય જે.બી.કૃપલાની પુણ્યતિથિ*


*પૂરું નામ:-* જીવતરામ ભગવાનદાસ કૃપલાની
પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર સેનાની, સમાજસેવક, ગાંધીવાદી અને પર્યાવરણવિદ હતા.
*જન્મ:-* 11 નવેમ્બર, 1888ના રોજ હૈદરાબાદના સિંધ પ્રાંતમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
પ્રાથમિક શિક્ષણ સિંધમાં જ પૂર્ણ કર્યું.
કોલેજનું શિક્ષણ તેમણે મુંબઈની વિલ્સન કોલેજ , કરાંચીની ડી.જે.કોલેજમાં, તેમજ પુણેની ફર્ગ્યુસન કોલેજમાં
ઇ.સ.1912માં તેઓએ એમ.એ.પૂર્ણ કર્યા પછી મુઝફ્ફરપુરની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરી હતી.
તેમણે સુચેતા કૃપલાની સાથે લગ્ન કર્યા હતા.
ગાંધીજીના ખાસ કહી શકાય તેવા વ્યક્તિ હતા.
ઇ.સ.1917માં તેમને ચંપારણ સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ દરેક સત્યાગ્રહમાં ભાગ લેતા.
ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠમાં ઇ.સ.1923માં આચાર્ય તરીકે જોડાયા હતા અને ઇ.સ.1927 સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા હતા.
મેરઠ મુકામે આશ્રમ સ્થાપી ખાદી અને ગ્રામોદ્ધારનું કાર્ય શરૂ કર્યું.
આ આશ્રમથી 700 ઉત્પાદન કેન્દ્રો અને 20,000 ગામડામાં ક્રાંતિકારી લોકોને કામે લગાડ્યા હતા.
ઇ.સ.1942ની 'હિન્દ છોડો' લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ બંધારણ સભાનો હિસ્સો રહ્યા હતા અને બંધારણ સભાની ઝંડા સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.
આ ઉપરાંત સાહિત્યના ક્ષેત્રમાં તેમણે 'ભારતવર્ષ કી વિભૂતિયાં' નામના પુસ્તકની રચના કરી હતી અને વિજિલ નામના સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું હતું.આ ઉપરાંત તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.
*નિધન:-* તેઓ 19 માર્ચ, 1982ના રોજ 93 વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન પામ્યા હતા.
ભારત સરકાર દ્વારા 11 નવેમ્બર, 1989ના રોજ આચાર્ય કૃપલાનીના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


●ભૂમિદળ સૈનિકોની સંખ્યા મામલે વિશ્વની સૌથી મોટી સેના કયા દેશની બની
*ભારત*
*ઉત્તર કોરિયા બીજા અને ચીન ત્રીજા ક્રમે*

●મધ્યપ્રદેશના કયા અભયારણ્યને ઇકો સેન્સેટિવ જાહેર કરવામાં આવ્યો
*રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય*

●108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાશે
*પુણે*

●અખિલ ભારતીય પોલીસ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી
*હરિયાણા*

●કયા રાજ્યની સરકારે ઓનલાઈન ફૂડ સપ્લાય પર રોક લગાવવાની જાહેરાત કરી છે
*પંજાબ*

●તાજેતરમાં બૌદ્ધ ધર્મગુરુ શુદ્ધાનંદ મહાત્રોનું નિધન થયું.


●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-20-21-22/03/2020🗞👇🏾~*

*📝20 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*સિદ્ધાંતનિષ્ઠ વિવેચક : વિશ્વનાથ ભટ્ટ*

*જન્મ:-* 20 માર્ચ, 1898, ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો.
*નિધન:-* 27 નવેમ્બર, 1968
અમરેલીથી મેટ્રિક અને 1920માં ભાવનગરની શામળદાસ કોલેજથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતક થયા.
1920માં મહાત્મા ગાંધી પ્રેરિત અસહકારના જુવાળમાં ભણતર છોડ્યું.
તેઓ 1922-1952 એટલે કે ત્રણ દાયકા સુધી અવિશ્રાંતપણે વિવેચન પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા હતા.
વિવિધ સામયિકોમાં વિવેચન લેખો અને પછી તેનું ગ્રંથ સ્વરૂપ એમ ગુજરાતી વિવેચન સાહિત્યમાં માતબર યોગદાન આપ્યું હતું.
સાહિત્ય સમીક્ષા, વિવેચન મુકુર, સાહિત્યનો સ્વાધ્યાય, નિકશરેખા જેવા વિવેચન ગ્રંથો ઉપરાંત વીર નર્મદ ચરિત્ર ગ્રંથ નિબંધમાલા, પારિભાષિક શબ્દકોશ અને નર્મદનું મંદિર : પદ્ય વિભાગ, નર્મદનું મંદિર : ગદ્ય વિભાગ જેવા પુસ્તકો લખ્યા છે.

આજે (20 માર્ચ) પ્રાચ્યવિદ કર્નલ જેમ્સ ટોડ, કળા ઇતિહાસવિદ ઉમાકાન્ત શાહ, વિરાંગના ઉષા મહેતાનો જન્મદિવસ અને હોકીના પૂર્વ કપ્તાન જયપાલસિંઘ અને કટાક્ષ લેખનના કુંવર ગણાયેલા ખુશવંતસિંહનો નિર્વાણ દિન છે.


*📝21 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*નારી હકોના ચેમ્પિયન : પુષ્પાબહેન મહેતા*

*જન્મ:-* 21 માર્ચ, 1905ના રોજ પ્રભાસ પાટણમાં
*પિતા:-* હરિપ્રસાદ દેસાઈ
*નિધન:-* 2 એપ્રિલ, 1988
તેમના પિતા બ્રિટિશ અને જૂનાગઢની નવાબીમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા.
વાંચનનો શોખ ધરાવતા પુષ્પાબેન પ્રભાસ પાટણ અને મહાલક્ષ્મી ફિમેલ કોલેજમાં ભણ્યા.
શાળામાં 14 વર્ષની ઉંમરે ક્ષમા, દયા અને કૃપા વિશે સતત ત્રણ કલાક બોલ્યા હતા.
તેઓ ગાંધીજીથી ગાઢ રીતે પ્રભાવિત હતા.
પુષ્પાબેન સૌરાષ્ટ્ર ધારાસભા, મુંબઈ ધારાસભા, સૌરાષ્ટ્ર બંધારણ સભાના, 1970માં રાજ્યસભાના સભ્ય પણ હતા.
રાજ્યસભામાં તેમણે ગર્ભપાત વિરોધી બિલ રજૂ કર્યું હતું.
આઝાદી પછીની ગુજરાતની જાહેર જીવનની મોટાભાગની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત અને જમનાલાલ બજાજ સહિતના પુરસ્કારોથી સન્માનિત થયા હતા.

આજે (21 માર્ચ) ઉસ્તાદ બીસ્મિલ્લાહ ખાન, અભિનેતા અરવિંદ પંડ્યાનો પણ જન્મદિવસ છે


*📝22 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કવિ શિરોમણી : સુન્દરમ*

*મૂળ નામ:-* ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
*જન્મ:-* 22 માર્ચ, 1908 , ભરૂચ જિલ્લાના મીયામાંતર ગામે
*નિધન:-* 13 જાન્યુઆરી, 1991
પ્રારંભિક શિક્ષણ મીયામાંતર, આમોદમાં લઈ ગુજરાત વિદ્યાપીઠથી સ્નાતક થયા હતા.
ભાષાવિશારદ પણ થયા અને સોનગઢમાં અધ્યાપન શરૂ કર્યું.
સુન્દરમની પછીની પ્રવૃત્તિઓમાં 1945માં અમદાવાદ જ્યોતિસંઘ અને અરવિંદ આશ્રમ પોંડિચેરીના ગુજરાતી ત્રિમાસિક 'દક્ષિણા'ના તંત્રી રહ્યા હતા.
તેમના વ્યક્તિત્વ અને સર્જન પર ગાંધી અને અરવિંદનો ઘેરો પ્રભાવ હતો.
તેઓ ગાંધી આશ્રમમાં એમને મળેલા હુલામણા નામ બાલાસુંદરમ શબ્દમાંથી પાછલો ટુકડો સુંદરમ ઉપનામ (તખલ્લુસ) તરીકે સ્વીકાર કર્યો હતો.
તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના કવિ છે.
કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, યાત્રા, વસુધા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે, જે પૈકીના કાવ્ય મંગલા માટે રણજિતરામ સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો.
તેઓનું અન્ય એક ઉપનામ 'કોયા ભગત' પણ હતું.
1969માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.

*●મુખ્ય રચનો:-*

*કાવ્યસંગ્રહો:-* કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા

*બાલ કાવ્યો:-* રંગ રંગ વાદળીયાં

*નવલકથા:-* પાવકના પંથે

*વાર્તા સંગ્રહો:-* હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી

*ચરિત્ર:-* શ્રી અરવિંદ મહાયોગી

*નિબંધ:-* ચિદંબરા, સા વિદ્યા

*પ્રવાસ:-* દક્ષિણાયન

*નાટ્યસંગ્રહ:-* વાસંતી પૂર્ણિમા

*વિવેચન:-* અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન

*આશ્રમ જીવન પહેલાં:-* ભગવદજ્જુકીયમ, મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ, શ્રી અરવિંદ ઘોષ - મહાકાવ્ય 'સાવિત્રી' , ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયઘડી, વિદેહીઓના વાર્તાલાપો

*પ્રાપ્ત કરેલા સન્માન:-*

1934 - રણજિતરામ સુવર્ણ ચંદ્રક
1946 - મહિડા પારિતોષિક
1955 - નર્મદ સુવર્ણ ચંદ્રક
1968 - સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
1987 - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન


●ચીનમાં કોરોના વાઈરસ અંગે લોકોને જણાવનાર ડોક્ટરનું નામ
*ડૉ.લી. વેંગલિયાંગ*

●નોવેલ કોરોના વાઈરસ શોધનાર ડૉક્ટરનું નામ
*ડૉ.જહાંગ જિયાંગ*

●કયા વાઇરસથી કોરોના ફેલાય છે
*સાર્સ-CoV-2 વાઈરસથી*

●પૂર્વ ફુટબોલ ખેલાડી જેમનું હાલમાં નિધન થયું
*પ્રદીપ કુમાર બેનર્જી*

●21 માર્ચઆંતરરાષ્ટ્રીય વન દિવસ

●22 માર્ચવિશ્વ જળ દિવસ
રિયો ડી જાનેરોમાં 1992માં યોજવામાં આવેલ પર્યાવરણ તથા વિકાસના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસની વાત કરવામાં આવી હતી ત્યારથી 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.