સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-03/03/2020🗞👇🏻~*

*📝3 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*જમશેદજી તાતા*
*જન્મ:-* 3 માર્ચ, 1839 , નવસારીમાં
*નિધન:-* 1904
નવસારી અને મુંબઈમાં શિક્ષણ લીધું હતું.
હોંગકોંગમાં અનુભવ પ્રાપ્ત કરી પ્રયોજકિય પ્રવૃત્તિ શરૂ કરી.
1869માં મુંબઈમાં એલેક્ઝાન્દ્રા, 1877માં એમ્પ્રેસ, 1886માં સ્વદેશી અને 1903માં અમદાવાદમાં એડવાન્સ મિલ શરૂ કરી.
તાતા લાઈન નામથી વહાણવટા કંપની ચાલુ કરી પણ જમશેદજીનું અસલ હીર તો લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં ઝળકી ઉઠ્યું હતું.
તેમની કાર્યયોજનાના ભાગરૂપે 1907માં તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (ટીસ્કો)ની સ્થાપના થઈ હતી પણ તે પહેલાં તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.

આજે (3 માર્ચ) ટેલીફોનના શોધક ગ્રેહામ બેલ, હાસ્યકાર જશપાલ ભટ્ટી, સ્વતંત્રતા સૈનિક ફુલચંદભાઈ શાહ, ક્રિકેટર એમ.એલ.જયસિન્હાનો જન્મદિવસ અને નામાંકિત સાહિત્યકાર હરિ નારાયણ આપ્ટે, શાયર ફિરાક ગોરખપુરી અને ક્વિઝ ક્રિકેટર માર્ટિન ક્રોવની પુણ્યતિથિ છે.


●3 માર્ચ, 1946 વલ્લભવિદ્યાનગરની સ્થાપના

●ભારતીય સ્પેસ એજન્સી દેશનો પ્રથમ જિયો ઇમેજિંગ સેટેલાઈટ GSLV-F10ની મદદથી લોન્ચ કરશે.આ સેટેલાઈટનું વજન કેટલું છે
*2268 કિલોગ્રામ*

●ગુજરાતમાં ઢોલ મેળો ક્યાં ભરાય છે
*દાહોદ*

●જમ્મુમાં ઐતિહાસિક સિટી ચોકને કયા નામે ઓળખવામાં આવશે
*ભારત માતા ચોક*
*જ્યારે સર્ક્યુલર રોડ ચોકનું નામ બદલીને 'અટલ ચોક' કરાયું*

●દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું ઇન્ફન્ટ્રી (પગપાળા સેના)નું મ્યુઝિયમ નિર્માણ ક્યાં થયું
*મધ્યપ્રદેશના ઇન્દોરના મહુમાં*

●ભારત ચાર 'સ્વાતિ વેપન લોકેટિંગ રડાર' કયા દેશને વેચશે
*આર્મેનિયા*

●લંડનના ગુજરાતી સાપ્તાહિક ગરવી ગુજરાતના તંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*રમણિકલાલ સોલંકી*


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For More Gk and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[02/03, 7:32 pm] Naresh Zala.: *⃣SEBI*⃣

પૂરું નામ :-સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
સ્થાપના :-12એપ્રિલ 1988
30 જાન્યુઆરી 1992 માં સેબી એક્ટ દ્વારા વૈધાનિક સત્તા આપવામાં આવી.
મુખ્ય મથક:-મુંબઈ
અધ્યક્ષ :-અજય ત્યાગી (RBI ના પ્રતિનિધિ તરીકે )
સભ્યો :-5

મુખ્ય કાર્ય:-sebi ને મૂડી બજાર પર અંકુશને તેની વૃદ્ધિને પ્રોત્સાહન તેમજ નિયંત્રણ રાખવાનું કાર્ય 1992 ના એક્ટ હેઠળ સોંપવામાં આવ્યું છે.

સત્તાઓ :-
sebi ના ધારા ની કલમ-11માં સત્તાઓ આપવામાં આવી છે.
જેમાં...
સુરક્ષા બજાર માં થતી ગેરરીતિ ઓ દૂર કરવી.
શેર બજારમાં /કોઈ બીજા જામીનગીરીઓ ના બજાર માં વ્યાપાર નું નિયમન કરવું.
શેર દલાલો, શેર ફેરબદલી દલાલો, ભરણાના બેન્કરો, વ્યાપારી બેન્કરો, રોકાણ સલાહકારો, બીજા મધ્યસ્થિઓ બજાર સાથે કોઈ પણ રીતે સંકળાયેલા હોઈ તેની નોંધ કરી ને કર્યો નું નિયમન કરવું.
સ્વ નિયંત્રણકારી સંસ્થાઓનું પ્રવર્તન અને નિયંત્રણ કરવું.

Naresh zala💐
[03/03, 1:12 am] Naresh Zala.: *⃣IRDA*⃣

પુરુનામ:-ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી
સ્થાપના :-1999
મુખ્ય મથક:-હૈદરાબાદ, તેલંગાણા
અધ્યક્ષ :-સુભાષચંદ્ર ખૂંટીયા
સભ્યો :-10

મુખ્ય કાર્ય:-વીમા ધારકોના હિત નું રક્ષણ થઈ શકે અને વીમા ઉદ્યોગ નું નિયમન અને તેની વૃદ્ધિ કરવા માટે..
👉લોકસભા માં ડિસેમ્બર 1999માં આ કાયદા ને માન્યતા મળી ને 2000 માં વીમા ઉદ્યોગ તરીકે આ કાયદો અમલ માં આવ્યો.
👉જેને "વીમા નિયમન અને વિકાસ સત્તા "તરીકે ઓળખવામાં આવે છે.

*⃣કાર્યો :-
વીમા ધારકો ના હિત નું રક્ષણ કરવું.
વીમા ઉદ્યોગ ને મજબૂત કરવો.
અર્થતંત્ર નો વિકાસ કરવો.
વીમો ઉતારનારાઓ, ઉતરાવનારાઓ અને મધ્યથી સંસ્થા ઓ નું ઓડિટ કરવું.


Naresh zala💐
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-04/03/2020🗞👇🏻~*

*📝4 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*શહેર સૂબા : જયંતી ઠાકોર*
*જન્મ:-* 4 માર્ચ, 1913 , જામનગર જિલ્લાના લાલપુર ખાતે
*નિધન:-* મે, 2004
17 વર્ષની વયે સત્યાગ્રહમાં જોડાયા હતા.
ધોલેરા સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો.
અમદાવાદમાં સરકાર સંચાલિત આર.સી.હાઈસ્કૂલના મકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સભાબંધીનું ઉલ્લંઘન પણ કર્યું હતું.
1932 થી 1942 દરમિયાન તેમણે ચાર વાર જેલની સજા પણ ભોગવી હતી.
1942ના ભારત છોડો આંદોલનમાં તેઓએ લોક સમૂહની આગેવાની લઈ કરેલા કામો બદલ અમદાવાદની જનતાએ તેમને 'શહેર સૂબા'નો ખિતાબ આપ્યો હતો.
1946માં અમદાવાદના કોમી હુલ્લડો વખતે તેમને મન મુકીને કોમી એખલાસ માટે પ્રવૃત્તિઓ કરી હતી.

આજે (4 માર્ચ) રોજ અભિનેત્રી દીના પાઠક, હિન્દી નવલકથાકાર ફનીશ્વરનાથ રેણુ, આરબ મુસાફર અને ઇતિહાસકાર તહકિક-ઇ-હિન્દ જેવા અદ્દભુત ગ્રંથના કર્તા અલ બરૂની, પોર્ટુગીઝ રાજકુમાર હેન્ની દિ નેવિગેટરનો જન્મદિવસ અને ક્રાંતિકારી લાલા હરદયાલ અને લોકસભાના પૂર્વ સ્પીકર પી.એ.સંગમાની પુણ્યતિથિ છે.


●સિદ્ધપુરમાંથી મળી આવેલી વંશાવલીમાં ઉલ્લેખ મુજબ આદ્ય કવિ નરસિંહ મહેતાના જમાઈ કુંવરબાઈના પતિનું નામ શું હતું
*વત્સલ ઓઝા*

●અમેરિકન થિંક ટેન્ક ગ્લોબલ ફાયનાન્સિયલ ઇન્ટેગ્રીટીના અહેવાલ મુજબ ભારત 83.5 અબજ ડોલર સાથે વેપાર આધારિત ગેરકાયદે નાણાં પ્રવાહમાં 135 દેશોમાં કેટલામાં ક્રમે છે
*ત્રીજા*
*ચીન પ્રથમ અને મેક્સિકો બીજા ક્રમે*

●દર વર્ષે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે ક્યારે મનાવામાં આવે છે
*3 માર્ચ*

●આયર્લેન્ડના વડાપ્રધાન જેમને હાલમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
*લીઓ વરાડકર*

●25 ફેબ્રુઆરી, 2020ના રોજ ઈજિપ્તના પૂર્વ શાસક મોહમ્મદ હોસ્ની મુબારકનું અવસાન થયું હતું. તેઓ કયા સમય સુધી ઈજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર હતા
*1981 થી 2011*

●તાજેતરમાં કયા દેશને FATF 'ગ્રે સૂચિ' પર સૂચિબદ્ધ કરવામાં આવ્યું
*મોરેશિયસ*

●ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે લશ્કરી કવાયત શરૂ થઈ હતી.તેનું નામ શું હતું
*ઈન્દ્રધનુષ*

●ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ RAISE-2020 નવી દિલ્હીમાં યોજાશે.RAISEનું ફૂલ ફોર્મ શું છે
*Responsible AI For Social Empowerment*

●કઈ યોજના દ્વારા આઠ નવા સંસદભવન બનાવવામાં આવશે
*સેન્ટ્રલ વિસ્તા*

●તાજેતરમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ-2020નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*નવી દિલ્હી*

●નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ બ્રુનેઇમાં શોધેલી ગોકળગાયની એક પ્રજાતિને કોનું નામ આપ્યું છે
*સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ*

●કયા રાજ્યની સરકાર રાજ્યના તમામ બજારો અને સુગર મિલોમાં અટલ કિસાન મજદૂર કેન્ટીન ખોલશે જેમાં કેન્ટીનમાં ખેડૂતો અને મજૂરોને પ્લેટ દીઠ 10 રૂપિયામાં સસ્તો આહાર આપવામાં આવશે
*હરિયાણા*

●ભારતના નવા આર્મી હેડક્વાર્ટરનું નામ શું રાખવામાં આવ્યું
*થલસેના ભવન*

●રામમંદિર સંકુલ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા
*નૃપેન્દ્ર મિશ્રા*

●IRCTCએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારતીય રેલવે એક વિશેષ યાત્રાધામ ટુરિસ્ટ ટ્રેન શ્રીરામાયણ એક્સપ્રેસ ચલાવશે જે ભગવાન રામ સાથે સંકળાયેલા તીર્થસ્થાનોને આવરી લેવામાં આવશે.

●ડિપાર્ટમેન્ટે ઓફ ટેલિકોમ્યુનિકેશને તાજેતરમાં 5-G હેકાથોન લોન્ચ કર્યું છે.


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Update👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-05/03/2020🗞👇🏻~*

*📝5 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કર્ણાટકના મહાન ગાયિકા : ગંગુબાઈ હંગલ*
*જન્મ:-* 5 માર્ચ, 1913, કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાના શુકવારદાપેતે ખાતે દેવદાસી પરિવારમાં
*નિધન:-* 21 જુલાઈ, 2009
ગરીબાઈ, લિંગ અને જાતીય ભેદભાવો સામે ઝઝૂમતા ગંગુબાઈએ પોતાની સંગીતકાર તરીકેની યાત્રા તય કરી હતી.
બચપણમાં ગ્રામોફોન શોખ હતો, તેના અવાજની નકલ પણ કરતા.
તેમણે ભૈરવ, તોડી, ભીમપલાસી, પૂરીયા, ધનશ્રી જેવા શાસ્ત્રીય રાગમાં કૌવત દાખવ્યું હતું.
તેમણે પદ્મશ્રી, પદ્મવિભૂષણ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, કર્ણાટક યુનિવર્સિટી ડૉક્ટરેટની પદવી એમ અનેક રીતે સન્માન થયું છે.
તેમણે 'મેરે જીવન કા સંગીત' શીર્ષકથી આત્મવૃતાંત પણ લખ્યું છે.


●ગુજરાત હાઇકોર્ટમાં 4 નવા જસ્ટિસે શપથ લીધા તેમના નામ
*ગીતા ગોપી, ઇલેશ વોરા, ડૉ.અશોકકુમાર જોશી અને રાજેન્દ્ર એમ.સરિન*

●કયા દેશમાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ માટે ટ્રેનયાત્રા મફત કરવામાં આવી
*બ્રિટન*

●ઉત્તરાખંડ સરકારે ગ્રીષ્મકાલીન પાટનગર કયા શહેરને બનાવ્યું
*ગૈરસેંણ*
*એટલે કે ઉનાળા દરમિયાન તમામ કામ દહેરાદૂનના સ્થાને ગૈરસેંણથી કરશે*

●ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE) દ્વારા તૈયાર કરાયેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ 'આદિત્ય'નું પૂરું નામ શું છે
*અકમ્પ્લિસિંગ ડ્રિમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ એડમિનિસ્ટ્રેટર્સ*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર કોણ બન્યા
*ભૂતપૂર્વ સ્પિનર સુનિલ જોશી*

●500 ટી-20 મેચ રમનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*વેસ્ટઇન્ડિઝનો કેરોન પોલાર્ડ*


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-06/03/2020🗞👇🏻~*

*📝6 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*હુમાયુ*
*મૂળ નામ:-* નસીરુદ્દીન મહંમદ હુમાયુ
*જન્મ:-* 6 માર્ચ, 1508માં કાબુલ મુકામે
*પિતા:-* બાબર
*માતા:-* માહમ સુલતાના
*હુમાયુ શબ્દનો અર્થ:-* ભાગ્યશાળી
તે તુર્કી અને ફારસી ભાષાનો સારો જાણકાર હતો.
બાબરના નિધન બાદ 30 ડિસેમ્બર, 1530ના રોજ હુમાયુ ભારતનો નવો મુઘલ શાસક બન્યો.
ઇ.સ.1541માં તેણે હિન્દાલના ગુરુ મીર અલી અકબરની પુત્રી હમીદોબા બેગમ સાથે લગ્ન કર્યા હતા.
હમીદોબાનો બેગમે અકબરને જન્મ આપ્યો.
હુમાયુની સાવકી બહેને હુમાયુનામા લખ્યું હતું.
ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના હુમાયુએ કરી હતી.
*હુમાયુ દ્વારા લડાયેલાં મુખ્ય યુદ્ધ:-*
કાલિંજર પર આક્રમણ-1531
દોહરિયાનું યુદ્ધ
ચુનારનું યુદ્ધ-1532
ગુજરાત સાથે સંઘર્ષ-1535 થી 1536
ચૌસાનું યુદ્ધ-15 જૂન, 1539
કન્નૌજ અથવા બિલગ્રામનું યુદ્ધ-17 મે, 1540
શેરશાહના મૃત્યુ બાદ જૂન, 1555માં હુમાયુએ સરહિન્દના યુદ્ધમાં શેરશાહના વંશજોને હરાવ્યા હતા.તેમ જ ફરી વાર ભારતનો સુલતાન બન્યો હતો.

*નિધન:-* હુમાયુએ દિલ્હીના જૂના કિલ્લા દીનપનાહમાં શેરમંડલ નામે પુસ્તકાલય તૈયાર કરાવ્યું હતું.
24 જાન્યુઆરી, 1556માં સાંજની પ્રાર્થનાના સમયે આ પુસ્તકાલયમાં જ પડી જવાને કારણે તેનું નિધન થયું હતું.


*દૈવી કલાકાર : માઈકલ એન્જલો*
*પૂરું નામ:-* માઈકલ એન્જલો ડી લુંડીકીવો બ્યોનેરોત્તી સીમોની
*જન્મ:-* 6 માર્ચ, 1475 , ઈટાલીના ફ્લોરેન્સના ટસ્કની ખાતે
*નિધન:-* 18 ફેબ્રુઆરી, 1564
યુરોપિયન નવજાગૃતિકાળના મહાન મૂર્તિકાર, વાસ્તુકાર, ચિત્રકાર અને કવિ હતા.
તેઓ નવજાગૃતિ સમય દરમિયાન સ્થળાંતરો કરતા આખરે રોમમાં સ્થાયી થયા હતા.
જીવનનો એકમાત્ર ધ્યેય મૂર્તિ નિર્માણ પ્રવૃત્તિઓને બનાવ્યું.
તેની ખ્યાતિ સાંભળી પોપ દ્વિતીય જુલિયસે રોમમાં પોતાના અંતિમ વિશ્રામના મકબરા માટે મૂર્તિઓ બનાવવાનું કામ તેમણે સોંપ્યું હતું.પણ વિરોધીઓની કાન ભંભેરણીને કારણે માઈકલને મહેલમાંથી કાઢી મુકાયો.

આજે (6 માર્ચ) નોબેલ વિજેતા અમેરિકી સાહિત્યકાર પર્લ બક અને રાજ્યશાસ્ત્રી કીર્તિદેવ દેસાઈનો પણ જન્મદિવસ છે.


●સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માજી મહામંત્રી અને પેરુના વડાપ્રધાન જેમનું હાલમાં અવસાન થયું
*જેવિયર પેરેઝ દ કુયાર*
*તેમણે UNના મહામંત્રી તરીકે 1982 થી 1991 સુધી સેવા આપી હતી*

●કયા પ્રોજેકટ હેઠળ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દરેક જિલ્લાના મુખ્ય મથકોને CCTV નેટવર્ક હેઠળ આવરી લેવાશે
*વિશ્વાસ પ્રોજેકટ*

●ફ્રીડમ ઇન ધ વર્લ્ડ રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે
*83મો*
*ભારતીય લોકશાહીમાં લોકોને ઓછી સ્વતંત્રતા છે*

●ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ની 2023ની બેઠક ભારતના કયા શહેરમાં થશે
*મુંબઈ*
*છેલ્લે ભારતને આ બેઠક 1983માં દિલ્હીમાં મળી હતી ત્યારબાદ 2023માં ભારતને યજમાની કરવાની તક મળી છે*


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝આણંદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●એશિયાની સૌથી મોટી અમૂલ દૂધ ડેરી આણંદમાં આવેલી છે.

●જે અમૂલ ડેરીની સ્થાપક તરીકે ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે. જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી. અમૂલ ડેરી પહેલાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલની સલાહથી થકી થઈ હતી.

●આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલનું હતું.

●અમૂલનું માર્કેટિંગ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF) સાંભળે છે.

●નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)નું મુખ્ય મથક આણંદમાં આવેલું છે.

●લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં NDDB ની સ્થાપના થઇ હતી.

●દેશમાં ખ્યાતનામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA) આણંદ ખાતે આવેલી છે.

●શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે આણંદની ગણના થાય છે.

●શ્વેત ક્રાંતિના મુખ્ય વ્યક્તિ ડો.વર્ગીસ કુરિયન અમૂલ ડેરી સાથે જોડાયેલા હતા.

●ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

●વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જાય છે.

●વલ્લભ વિદ્યાનગરમાં કાચ ઉદ્યોગ વિકસેલો છે.

●ગુજરાતમાં સૌપ્રથમ વખત ઇ.સ.1958માં આણંદના લુણેજમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા.

●આણંદ જિલ્લામાં આવેલું કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન છે.

●ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.જ્યાં તાળાં અને પતંગ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે.

●પ્રાચીન સમયથી ખંભાત એક સમૃદ્ધ બંદર છે.

●માર્કોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

●મોગલ બાદશાહ અકબર અને જહાંગીરે ખંભાતમાં દરિયા દર્શન કર્યું હતું.

●ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ધુવારણ આણંદ જિલ્લામાં આવેલું છે.

●ધુવારણ તાપ વિદ્યુત મથકની સ્થાપના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના કાર્યકાળમાં થઈ હતી.

●બહારવટિયાઓને સાથ આપવાના આરોપસર બોરસદની પ્રજા પર નખાયેલ પોલીસ ખર્ચના કારણે ઇ.સ.1923માં બોરસદ સત્યાગ્રહ થયો હતો.

*આણંદ જિલ્લાના મહત્વના સ્થળો*

●વાલ્મી સંસ્થા (WALMI- Water and Land Management Institute-આણંદ)

●પાપડ ઉદ્યોગ માટે જાણીતું સ્થળ - ઉત્તરસંડા

●અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મથક (બોચાસણ)

●ફુલમાતા મંદિર (બોરસદ)

●જુમ્મા મસ્જિદ (ખંભાત)

●તોરણ માતા મંદિર (બોરસદ)

●જ્ઞાનવાળી વાવ (ખંભાત)

●કાકાની કબર (ખંભાત)

●નારેશ્વર તળાવ (ખંભાત)

●આરોગ્ય માતાનું ધામ (પેટલાદ)

●ભારત છોડો આંદોલનમાં ગોળીબર થયો હતો તેવું સ્થળ - અડાસ

●ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન - સોજિત્રા

👉🏻 Continue.....

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝દાહોદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●દાહોદ જિલ્લાનું દેવગઢબારિયા જૂનું રજવાડી શહેર છે.*

*●ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.*

*●ઇ.સ.1618માં મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો.*

*●દાહોદમાં પ્રતિવર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.*

*●દાહોદ જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી છે.*

*●દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મકાઈના ઉત્પાદન માટે જાણીતો છે.*

*●ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.*

*●2 ઓક્ટોબર-1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ દાહોદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો.*

*●રતનમહાલ રીંછ અભયારણ્ય લીમખેડા ખાતે આવેલું છે.*

*👉🏻 Continue....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝છોટા ઉદેપુર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●વર્ષ-2013માં નવરચિત જિલ્લાઓ મુજબ છોટા ઉદેપુર જિલ્લાની રચના થઈ.*

*●1857નાં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.*

*●છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા હાંફેશ્વર સ્થળેથી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે.*

*●છોટા ઉદેપુરમાં ફ્લોરસ્પારનો મોટો જથ્થો મળી આવે છે અને કડીપાણીમાં ફ્લોરસ્પારના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.*

*●લાકડાંના કલાત્મક ફર્નિચર અને રમકડાં માટે છોટા ઉદેપુર જિલ્લાનું સંખેડા જાણીતું છે.*

*●ડોલોમાઈટ (લીલા રંગનો આરસ) છોટા ઉદેપુર જિલ્લાના છુછાપુરામાંથી મળી આવે છે.*

*👉🏻Continue....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝મહિસાગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●વર્ષ-2013માં જાહેર નવરચિત સાત જિલ્લાઓ મુજબ મહિસાગર જિલ્લાની રચના થઈ.*

*●પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી મહિસાગરની રચના થઈ.*

*●મહિસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર પાસે રૈયોલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળનાં ડાયનાસોરનાં ઈંડા મળી આવ્યા છે.*

*●લોકવાયકા અનુસાર પાંડવો લુણાવાડા ખાતે આવેલા લુણેશ્વર મંદિરમાં રહ્યા હશે તેવું મનાય છે.*

*●ગોકુલનાથના પગલાં વીરપુરમાં આવેલાં છે.*

*👉🏻Continue....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝સાબરકાંઠા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●હિંમતનગરનું જૂનું નામ અહમદનગર હતું.બાદશાહ, અહમદશાહે જેમ સાબરમતી નદીના કિનારે અહમદાબાદની રચના કરી હતી તેમ હાથમતી નદીના કિનારે અહમદનગરની રચના કરી હતી. જે સમયાંતરે હિંમતનગર તરીકે ઓળખાયું.*

*●ઈડર તાલુકામાં આવેલું આરસોડિયા ચિનાઈ માટી માટે જાણીતું છે.*

*●સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી કર્કવૃત પસાર થાય છે. (હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી)*

*●દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.*

*●રાજસ્થાનના પુષ્કર સિવાય બીજું એક બ્રહ્માજીનું મંદિર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલું છે.*

*●જે ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદિર પણ આવેલું છે, જેને અંબાજી માતાનું મૂળ સ્થાનક માનવામાં આવે છે.*

*●બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર પ્રાંતિજમાં આવેલા છે.*

*●સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતેથી શિલાલેખો મળી આવ્યા છે.*

*●સાબર ડેરી હિંમતનગરમાં આવેલી છે. (સ્થાપક - ભોળાભાઈ પટેલ)*

*●રણમલ ચોકી સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ છે.*

*●કાજીવાવ હિંમતનગરમાં આવેલી છે.*

*●જામા મસ્જિદ હિંમતનગર ખાતે આવેલી છે.*

*👉🏻Continue.....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝અરવલ્લી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●15 ઓગસ્ટ, 2013નાં રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી તે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાની રચના થઈ.*

*●સૌથી પ્રાચીન મનાતી પર્વતીય શ્રેણી અરવલ્લીના નામ પરથી જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે.*

*●મેશ્વો નદીના કિનારે શામળાજી તીર્થધામ આવેલું છે. જ્યાં આદિવાસીઓનાં મેળા તરીકે ઓળખાતા શામળાજીનાં મેળાનું આયોજન થાય છે.*

*●બૌદ્ધ લોકો રહેતા હોય તેવું સ્થળ દેવની મોરી શામળાજીની નજીક આવેલું છે.*

*અરવલ્લી જિલ્લાના મહત્વના સ્થળો*

*●દેવાયત પંડિતની સમાધિ :- મોડાસા*

*●જૈન તીર્થ સ્થળ:- ભિલોડા*

*●હીરવાવ, વણઝારીવાવ :- મોડાસા*

*●કર્માબાઈનું તળાવ :- શામળાજી*

*●ગાંધીજીનું સમાધિ સ્થળ :- મહાદેવ બાકરોલ (ઝુમ્મર અને મેશ્વો નદીના કિનારે*

*👉🏻Continue...*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝અમરેલી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●અમરેલી જીલ્લામાં આવેલું લાઠી સુરતાની વાડીનો મીઠો મોરલોના કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.*

*●અમરેલી જિલ્લાનું જાફરાબાદ મત્સ્યોદ્યોગ માટે તેમજ જાફરાબાદી ભેંસો માટે જાણીતું છે.*

*●અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે તોલમાપના કાંટાનો ઉદ્યોગ વિકસેલો છે.*

*●સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જીલ્લામાં આવેલું છે.*

*●કાંતિલાલ વોરા કે જેઓ કે.લાલ જાદુગર તરીકે જાણીતા છે, તેઓ બગસરા સાથે સંબંધિત છે.*

*●અમરેલી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતાનું જન્મસ્થળ છે.*

*●સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના તાબા હેઠળના અમરેલીએ સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું.*

*~અમરેલી જીલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*●મહાત્મા મૂળદાસની સમાધિ - અમરેલી*

*●પાંડવ કુંડ - બાબરા*

*●ચાંચ બંગલો - રાજુલા*

*●અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી - રાજુલા*

*●શિયાળ બેટનું મંદિર - જાફરાબાદ*

*●ભુરખિયા હનુમાન મંદિર - ભુરખિયા (લાઠી)*

*●સંત વેલનાથની સમાધિ અને કુકાશાપીરની દરગાહ - ખડખડ*

*●ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય - અમરેલી*

*●ચાવંડ દરવાજો - લાઠી*

*●ખોડિયાર ડેમ - ધારી*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝પોરબંદર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ પોરબંદર જિલ્લાની રચના થઈ.*

*●પોરબંદર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ (કીર્તિમંદિર) છે.જે કીર્તિમંદિર ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે તેને બંધાવ્યું હતું.*

*●પોરબંદરને 'બર્ડ સિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●માણાવદરથી નવી બંદર વચ્ચેનો ભાગ ઘેડ તરીકે ઓળખાય છે. જે ઘેડનો ભાગ પોરબંદર જિલ્લામાં આવેલો છે. ઘેડ પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે.*

*●પોરબંદરને 'સુદામાપુરી' તરીકે ઓળખવામાં આવે છે.*

*~પોરબંદર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*●નેહરુ પ્લેનેટોરિયમ (તારામંદિર - પોરબંદર)*

*●ગાંધી સ્મૃતિ*

*●ભારત મંદિર*

*●હર્ષદ માતાનું મંદિર - મિયાણી*

*●બાયો વિલેજ ગામ - મોછા*

*●બરડો ડુંગર*

*●માધવરાય મંદિર - માધવપુર*

*●રાજા ભોજ અને શેઠ જગડુશા સાથે સંબંધિત સ્થળ - મિયાણી*

*●સાંદિપની આશ્રમ અને સાંદિપની વિદ્યાનિકેતન*

*●સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રી - રાણા વાવ*

*●પોરબંદર પક્ષી અભયારણ્ય*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝બોટાદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●વર્ષ-2013માં જાહેર નવરચિત સાત જિલ્લાઓ પૈકી બોટાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો.*

*●બોટાદ જિલ્લાની રચના ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી થઈ છે.*

*●બોટાદ જિલ્લાને સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર (ગેટ વે ઓફ કાઠિયાવાડ) તરીકે ઓળખવામાં આવે છે.*

*●બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું મુખ્ય મથક છે.*

*●ચોટીલામાં જન્મ, પરંતુ બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રહેલું છે.*

*●બોટાદમાં દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે.*

*●બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળાનંદજી મહારાજે કરી હતી.*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-07/03/2020🗞👇🏻~*

*📝7 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*બૃહદ પરિક્રમા : બાલમુકુંદ દવે*
*જન્મ:-* 7 માર્ચ, 1916 , વડોદરામાં
*નિધન:-* 28 ફેબ્રુઆરી, 1993
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું.
મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ સસ્તું સાહિત્ય કાર્યાલય સાથે જોડાયા.
નવજીવન સામયિક દ્વારા પણ તેઓએ લાંબો સમય પત્રકારત્વ ખેડ્યું હતું.
ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ 'લોકજીવન'ના સંપાદક બન્યા હતા.
દરમિયાન વેણીભાઈ પુરોહિતની મિત્રતાથી બાલમુકુંદની કવિ પ્રતિભા નિખરી હતી.
બાલમુકુંદ દવેની કવિતાના પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ પ્રધાન વિષયો રહ્યા છે.
ધ્રુવાખ્યાન, સોન ચંપો, ઘરમાં ગંગા, ઝરમરિયા, પરિક્રમા, પ્યાસ અને પરબ, અલ્લક દલ્લક વગેરે તેમના ગ્રંથો છે.
ફંફોસ્યું સૌ ફરી ફરીને હાથમાં લાગ્યું ખાસ્સું (જૂનું ઘર ખાલી કરતાં), હરિનો હંસલો, ઝાકળની પિછોડી, શ્રાવણ નિતર્યો વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે.
તેમાં બાલમુકુંદ દવેની 'હરિનો હંસલો' ઘણી પ્રસિદ્ધ રચના છે.

આજે (7 માર્ચ) નરિમાન કોન્ટ્રાકટર, કવિ અજ્ઞેયજીનો જન્મદિવસ અને ગોવિંદ વલ્લભ પંત અને વિખ્યાત ગાયિકા અમીરબાઈ કર્ણાટકીની પુણ્યતિથિ છે.


●મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા
*બિમલ ઝુલકા*

●દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 માર્ચ*

●મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઈટ ખનિજ ક્યાંથી મળી આવ્યું
*ગુજરાતના કચ્છના આશાપુરાના સ્થાનક માતાના મઢમાં*
*બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઈટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ*

●વર્લ્ડ મેરેથોન ચેલેન્જ પુરી કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*આદિત્ય રાજ*
*આ સ્પર્ધામાં સ્પર્ધકોએ 7 દિવસમાં, 7 મહાદ્વીપમાં 7 મેરેથોનમાં હિસ્સો લેવાનો હોય છે*

●યસ બેંકમાં નાણાકીય ગેરરીતી પછી રિઝર્વ બેંકે અનેક પ્રતિબંધ લગાવ્યા છે.યસ બેન્કના સ્થાપક કોણ છે
*રાણા કપૂર*

●હુરુન રિચ લિસ્ટ 2020ની યંગેસ્ટ સેલ્ફમેન બિલિયોનરની યાદીમાં સ્થાન મેળવનાર ભારતીય
*રિતેશ અગ્રવાલ*

●પ્રથમ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો પ્રારંભ ક્યાં થયો
*જમ્મુના ગુલમર્ગમાં*

●વિશ્વ પ્રસિદ્ધ સામયિક ટાઈમે સદીની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદી જાહેર કરી. જેમાં કઈ બે ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
*અમૃતા કૌર અને ઇન્દિરા ગાંધી*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢથી ખેડૂતોને દિવસે વીજળી આપવા ગુજરાત સરકારે જાહેર કરેલી કઈ યોજનાનો આરંભ કરાવશે
*દિનકર*

●તાજેતરમાં જાહેર થયેલા FIH (ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી) રેન્કિંગમાં કયો દેશ પ્રથમ નંબર પર રહ્યો
*બેલ્જિયમ*
*ભારતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું*

●કયા રાજ્યની વિધાનસભાને ઇ-વિધાન બનાવી દેવામાં આવ્યું
*અરૂણાચલ પ્રદેશ*

●સાઉદી અરેબિયાનું ગ્રીન કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*એમ.એ.યુસુફઅલી*
*તેઓ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન છે*

●મધ્યપ્રદેશમાં અનોખો મરચાં મહોત્સવ પ્રતિ વર્ષ કયા શહેરમાં યોજાય છે
*કસરવાદ શહેરમાં*

●મધ્યપ્રદેશના કયા અભયારણ્યને ઇકો સેન્સેટિવ જાહેર કરવામાં આવ્યો
*ચંબલ અભયારણ્ય*

●વર્લ્ડ બેંકે કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે
*1 કરોડ 20 લાખ ડોલર*
*એશિયન ડેવલપમેન્ટ બેંકે 40 લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે*

●108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાશે
*પુણે*

●અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી
*હરિયાણા*

●કયા રાજ્યની સરકારે ઓનલાઈન ફૂડ સપ્લાય પર રોક લગાવવાની જાહેરાત કરી છે
*પંજાબ*

●જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીને કયું નામ આપવામાં આવ્યું છે
*મહારાજા સૂરજમલ*

●તાજેતરમાં બૌદ્ધ ધર્મ ગુરુ શુદ્ધાનંદ મહાત્રોનું નિધન થયું હતું.

●બેડમિન્ટન ખેલાડી તસમીન મીર મહેસાણાના છે.


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For More GK and Current Update 👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝મોરબી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●નવરચિત સાત જિલ્લાઓ મુજબ મોરબી જિલ્લાની રચના થઈ.*

*●મોરબી જિલ્લાની રચના રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી થઈ છે.*

*●ભારતભરમાં દીવાલ ઘડિયાળો અને ચિનાઈ માટીના વાસણો તેમજ મેંગલોરી નળિયા બનાવવા માટે મોરબી જાણીતું છે. જે મોરબી સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે.*

*●ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ પટેલના શાસનમાં વર્ષ 1979માં મોરબી પાસે મચ્છુ નદી પર આવેલા મચ્છુ ડેમ તૂટી ગયો હતો.*

*●અમર પેલેસ મોરબીના વાંકાનેરમાં આવેલું છે.*

*●મણિમંદિર પણ મોરબીમાં આવેલું છે.*

*●આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા પણ મોરબી જિલ્લામાં આવેલું છે.*

*●શ્રીમદ્દ રાજચંદ્રની જન્મભૂમિ વવાણિયા મોરબી જિલ્લામાં આવેલું છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝નર્મદા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો બનાવવામાં આવ્યો.*

*●નર્મદા જિલ્લામાં નવાગામ પાસે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે.*

*●ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી હતી.*

*●સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ પાસે આવેલું છે.*

*●નર્મદા જિલ્લાને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.*

*●એક હજાર બારીવાળો રાજમહેલ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલો છે.*

*●હરસિદ્ધ માતાનું મંદિર પણ રાજપીપળા ખાતે આવેલું છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝તાપી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 2007માં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના થઈ.*

*●તાપી નદી તાપી જિલ્લાના હરણફાળ સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે.*

*●કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.*

*●તાપી જિલ્લામાં તાપી નદી પર ઉકાઈ બંધ આવેલો છે.*

*●તાપી જિલ્લાનું વાલોદ સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.*

*●ગાયકવાડનો મહેલ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલો છે.*

*●પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલો છે.*

*●વલ્લભસાગર સરોવર તાપી જિલ્લામાં આવેલ છે.*

*●જુગતરામ દવેનો આશ્રમ વેડછી તાપી જિલ્લામાં આવેલ છે.*

*●લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા પ્રેરિત અને નારાયણ દેસાઈ દ્વારા સ્થાપિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય તાપી જિલ્લાના વેડછી ખાતે આવેલ છે.*

*●લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું તાપી જિલ્લાના વાલોદ ખાતે આવેલું છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝નવસારી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો.*

*●ભારતનાં ગ્રાન્ડ ઓલ્ડમેન દાદાભાઈ નવરોજી અને ઉદ્યોગ માંધાતા જમશેદજી તાતાનું જન્મસ્થળ નવસારી છે.*

*●અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેને નેશનલ હાઈ-વે નંબર 228 (નવો હાઈ-વે નંબર-64) અપાયો છે.*

*●ગુજરાતની પુસ્તક નગરી તરીકે નવસારીને ઓળખવામાં આવે છે.*

*●ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ પૈકી એક નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે.*

*●નવસારી જિલ્લાનું ગણદેવી ગોળ માટે જાણીતું છે.*

*●રમણીય દરિયા કિનારો ઉભરાટ નવસારી જિલ્લામાં આવેલો છે.*

*●કસ્તુરબા સેવાશ્રમ નવસારી જિલ્લાના મરોલી ખાતે આવેલો છે.*

*●સતી મંદિર નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલ છે.*

*●ગરમ પાણીના ઝરા માટેનું જાણીતું સ્થળ ઉનાઈ નવસારી જિલ્લામાં આવેલું છે.*

*●ગાંધી કુટીર સંસ્થા નવસારી જિલ્લાના કરાડી ખાતે આવેલ છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝ડાંગ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઇ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.*

*●ડાંગ વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.*

*●ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન થાય છે.*

*●ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.*

*●સાપુતારા શબ્દનો અર્થ સાપનો નિવાસ થાય છે.*

*●સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે.*

*●ડાંગ જિલ્લામાં વસતી મુખ્યત્વે આદિવાસીઓની છે.ડાંગ જિલ્લાની વરલી ચિત્રકલા જાણીતી છે.*

*●ડાંગના પ્રવેશદ્વાર તરીકે વઘઈને ઓળખવામાં આવે છે.*

*●ડાંગ જિલ્લામાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.*

*●કસ્તુરબા ગાંધીને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર પૂર્ણિમાબેન પકવાસાએ સાપુતારામાં ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.*

*●પૂર્ણિમાબેન પકવાસાને 'ડાંગના દીદી' તરીકે ઓળખવામાં આવે છે.*

*●ગાંધીજીએ પૂર્ણિમાબેનને હથિયાર રાખવાની છૂટ આપી હતી.*

*●મધમાખી ઉછેર કેન્દ્ર ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું છે.*

*●વાઘબારી, ત્રિફળા વન અને દીપકલા ઉદ્યાન પણ સાપુતારામાં આવેલું છે.*

*👉🏻Continue...*


💥રણધીર💥