સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📚ગુજરાતી સાહિત્યના મહત્વના પ્રશ્નો📚*

1.ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
ગોવર્ધનરામ ત્રિપાઠી

2.'અડધી સદીની વાચનયાત્રા'ના સંપાદક કોણ છે
મહેન્દ્ર મેઘાણી

3.સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે
રમણભાઈ નીલકંઠ

4.સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો
અનુષ્ટુપ

5.સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે
નરસિંહરાવ દિવેટિયા

6.હથેળી પર બાદબાકી કોની કૃતિ છે
ચંદ્રકાન્ત બક્ષી

7.ગુજરાત સમાચારમાં વર્ષોથી કોલમ લખતા અને જૈન શાસ્ત્રના શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક કોણ છે
કુમારપાળ દેસાઈ

8.ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ છે
કાળચક્ર

9.'અંધારી ગલીમાં સફેદ ટપકાં' રચના કોણે કરી છે
હિમાંશી શેલત

10.નવનીત સમર્પણ સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે
ભારતીય વિદ્યાભવન

11.ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે
મોહનભાઇ પટેલ

12.દૈનિક પત્રોમાં 'વાતાયન' શ્રેણી લખનાર લેખક કોણ હતા
ચંદ્રકાન્ત બક્ષી

13.'કલા છે ભોજય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' પંક્તિના રચયિતા કોણ છે
કવિ કલાપી

14.'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું' નો ઉલ્લેખ કોની કૃતિમાં છે
સ્નેહરશ્મિ- સ્વર્ગ અને પૃથ્વી

15.'ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ' ના લેખક કોણ છે
ડૉ. એમ.એન.દેસાઈ

16.'જમો થાળ જીવણ જાઉં વારી' કોને લખેલું છે
બ્રહ્માનંદ સ્વામી

17.'મોજાને ચીંધવા સહેલાં નથી' નિબંધના રચયિતા કોણ છે
સુરેશ દલાલ

18.ઉમાશંકર જોશી સંસદના કયા ગૃહના સભ્ય હતાં
રાજ્યસભા

19.ગુજરાત વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન રહેલું છે
ધીરુભાઈ ઠાકર

20.ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલો નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલો
ચંદુલાલ બહેચરભાઈ પટેલ

21.'જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની ' કાવ્યના રચયિતા કોણ છે
રમેશ ગુપ્તા

22.ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો
વેણીના ફૂલ

23.ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી
ધરતીના અમી

24.નવલરામ પંડ્યા દ્વારા રચિત નવો છંદ કયો છે
મેઘછંદ

25.ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ
ચૌલાદેવી

👆અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાય ગયેલ પ્રશ્નો.●


💥રણધીર 💥


💥1 પ્રકાશ વર્ષ = 9.46×10^15 મીટર

💥અંતરનો સૌથી મોટો એકમ પારસેક છે. 1 પારસેક = 3.26 પ્રકાશ વર્ષ

💥શ્યાનતાના ગુણધર્મના કારણે પાણી કે કેરોસીન જેવા પ્રવાહી સહેલાઈથી વહી શકે છે. જ્યારે મધ,દિવેલ,એન્જીન ઓઇલ જેવા પ્રવાહી પ્રમાણમાં સહેલાઈથી વહેતા નથી.

💥ધ્વનિનો સૌથી વધુ વેગ ઘનમાં,ત્યારબાદ પ્રવાહી અને વાયુમાં હોય છે.

💥લાલ,લીલો,વાદળી એ પ્રાથમિક રંગો કહેવાય છે.મરૂન,મોરપીંછ,પીળો એ દ્વિતીય રંગો છે.

💥ચુંબકીય તીવ્રતાનો એકમ વેબર અથવા ટેસલા છે.ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં સૌથી ઓછું હોય છે.

*🌳વનસ્પતિ જગત🌴*

💥કઠોળનો રાજા ચણા

💥દાળની રાણી વટાણા

💥ફળોનો રાજાકેરી

💥અનાજનો રાજાઘઉં

💥અનાજની રાણીમકાઈ

💥મસાલાની રાણીઈલાયચી

💥વનોનો રાજાટીક વૃક્ષ

💥ઉજળું સોનુંકપાસ

💥ભારતનું સ્વર્ણિમ તંતુશણ

💥શાકાહારી માંસસોયાબીન

💥ફૂલની રાણીગ્લેડિયોલસ

💥શતાબ્દી વૃક્ષખજૂર

💥21મી સદીનું વૃક્ષલીમડો

💥કલ્પવૃક્ષનાળિયેર

💥ઈશ્વરીય ભોજનકોકોઆ

💥ચમત્કારી વૃક્ષકીવી


💥રણધીર 💥
ગાંધીજીનું ભારત આગમન
9 જાન્યુઆરી, 1915

ગાંધીજીનું ગુજરાત આગમન
25 મે, 1915

વિક્રમ સવંતની શરૂઆત કરનાર
વિક્રમાદિત્ય

શક સવંતની શરૂઆત કરનાર
કનિષ્ક

વિક્રમ સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
કારતક (અંતિમ માસ - આસો)

શક સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
ચૈત્ર (અંતિમ માસ - ફાગણ)


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*


કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે
ગુવાહાટી (આસામ)

ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે
વિશાખપટ્ટનમ(આંધ્ર પ્રદેશ)

ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
ગોવા

હવાઈ દળનું તાલીમ મથક તથા વૈજ્ઞાનિક સાધનો માટે પ્રખ્યાત સ્થળ
અંબાલા (હરિયાણા)

પાણીપતના ત્રીજા યુદ્ધની સ્મારક શિલા
કાલાઆમ (હરિયાણા)

તિબેટીયન બૌદ્ધ મઠ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે
મનાલી (હિમાચલ પ્રદેશ)

પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે કયું શહેર જાણીતું છે
શ્રીનગર

દુનિયાનું સૌથી ઊંચાઈ પર સ્થિત નિવાસી શહેર
લેહ

વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું વિમાની મથક
ચુશૂલ

ભગવાન બિરસા પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે
રાંચી (ઝારખંડ)

એક દેશ - કેટલીય દુનિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે
કર્ણાટક

ટીપુ સુલતાનનો દરિયા દોલત મહેલ ક્યાં આવેલો છે
શ્રી રંગપટ્ટનમ (કર્ણાટક)

ઓણમ તહેવારના સમયે કેરળના કયા શહેરની નૌકા સ્પર્ધા સુપ્રસિદ્ધ છે
આલખુજા

ભારતની સૌપ્રથમ મસ્જિદ ક્યાં સ્થિત છે
કોડુંગલુર (કેરળ)

રાજા માનસિંહ તોમર નિર્મિત મૃગનયની મહેલ ક્યાં આવેલો છે
ગ્વાલિયર

મંદિરોના શહેર તરીકે પ્રખ્યાત શહેર
ભુવનેશ્વર (ઓડિશા)

ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુના અગ્નિસંસ્કાર કરાયા હતા તે સ્થળ કયું
હુસૈની વાલા


💥રણધીર 💥
*🏏ખેલકૂદ ક્ષેત્રે પુરસ્કાર🏑*

*●રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર●*

આ પુરસ્કાર 1991-92 થી કોઈ પણ રમતમાં કોઈ પણ વર્ષે ઉત્કૃષ્ટ દેખાવ કરનારના સન્માન રૂપે આપવામાં આવે છે.

સૌપ્રથમ આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો.

*●અર્જુન પુરસ્કાર●*

આ પુરસ્કાર 1961થી દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને આપવામાં આવે છે.

પ્રત્યેક વર્ષ વધુમાં વધુ 15 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપી શકાય છે.

*●દ્રોણાચાર્ય પુરસ્કાર●*

આ પુરસ્કાર 1985થી ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને (કોચ)ને આપવામાં આવે છે.

*●ધ્યાનચંદ પુરસ્કાર●*

આ પુરસ્કાર 2002થી આપવામાં આવે છે. જેમને પોતાની રમતમાં નોંધપાત્ર દેખાવ કર્યો હોય તથા રમતમાંથી નિવૃત્તિ બાદ પણ રમતની પ્રગતિ માટે યોગદાન આપી રહ્યા હોય.


💥રણધીર💥
*પ્રશ્નજવાબ*


®K:ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી
મહિપતરામ રૂપરામ

®K : ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરીયમ ક્યાં સ્થપાયું હતું સુરત

®K: અમદાવાદ હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈમથકની દરજ્જો મળ્યો
26 જાન્યુઆરી,1991

®K: ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટીકાના સર્જક કોણ હતા
રુબિન ડેવિડ

®K : કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે
ઉત્તરાયણ

®K: ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા
13 વર્ષ

®K: મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા .માટે કેટલા કારીગરો રખાયા હતાં
1200

®K: અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી
ડાહ્યાભાઈ ઝવેરી

®K: ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા
સોમવાર

®K: કાંકરિયા તળાવ પર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે
સંત દાદુ દયાલ

®K: કયું સ્થાપત્ય 'અમદાવાદનું રત્ન' તરીકે ઓળખાય છે
રાણી સિપ્રીની મસ્જિદ

®K: ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે
ઝોંક

®K: ગુજરાતનો સૌથી વધુ(21 દિવસ) ચાલતો મેળો કયો છે
શામળાજીનો મેળો

®K: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કઈ સાલમાં શરૂ થયો
2003

®K :પોતે બનાવેલા માળામાં જ આરામ ફરમાવી શકતું પક્ષી
કાનકડીયા

®K:ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે
સાબર

®K: 'રાણા પ્રતાપ' તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં છે
સાબરકાંઠા

®K: ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ છે
રાજકોટ

®K: ગુજરાતમાં દેહદાનની શરૂઆત કોના દ્વારા થઈ
નાનાભાઈ ભટ્ટ

®K: શહીદ થયેલા સ્વાતંત્ર સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિની રચના કરી હતી
મૃત્યુનો ગરબો

®K: ગુજરાતમાં સૌથી લાંબી આગ્નેય ખડક-દીવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે
સરધાર

®K: સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે
ત્રિજ્યાકાર

®K: ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી હતી
કાંચળીયા

®K: પુરાણોમાં કઈ નદીને 'રુદ્રકન્યા' કહી છે
નર્મદા

®K: ગુજરાતીમાં છાપકામ માટે સર્વપ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા
જીજીભાઈ બહેરામજી છાપગર

®K: ત્રણેય દિલ્લી દરબાર વખતે હાજર રહેલા એકમાત્ર રાજવી કોણ હતા
કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજા

®K: ઉત્કૃષ્ટ કાષ્ટ કળાનો નમુનો ગણાતી ગોપાલદાસની હવેલી ક્યાં આવેલી છે
વસો(ખેડા જિલ્લામાં)

®K: નળ સરોવરની પક્ષી અભ્યારણ તરીકેની જાહેરાત ક્યારે થઈ
1969માં

®K: કચ્છનું કયું સ્થળ આહીર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે
ધનેતી

®K: ગુજરાતના રચના કાળે કવિ સુંદરમે કઈ કવિતાની રચના કરી
ગુર્જરી ભૂ

®K: રણમલ ચોકી કયા સ્થળે આવેલી છે
ઇડર

®K: ગુજરાતી નાટયકલાના આદ્યપતિ કોને ગણવામાં આવે છે
રણછોડરાય ઉદયરામ


💥રણધીર💥
*📖ગુજરાતી📖*

*અર્થાલંકાર : પેટા પ્રકારો*

આટલું હંમેશાં યાદ રાખો
------------------------------

*ઉદાહરણ*: રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

*1.ઉપમેય*: જે વસ્તુ પદાર્થ કે પ્રાણીને સરખાવવામાં આવ્યો હોય તે (મૂળ વસ્તુ). (રાધાનું મુખ)

*2.ઉપમાન*: ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે છે તે વસ્તુપદાર્થ કે પ્રાણી. (ચંદ્ર)

*3.સાધારણ ધર્મ* : જે વસ્તુ પદાર્થ કે પ્રાણી (ઉપમાન-ઉપમેય) વચ્ચેનો સામાન્ય ગુણ.(સુંદરતા)

*4.વાચક શબ્દ* : જે શબ્દ વડે ઉપમેય અને ઉપમાનની તુલના સુચવાય તે 'વાચક' શબ્દ.(જેવું)


💥રણધીર 💥
*📖ગુજરાતી📖*

*કર્તરી વાક્ય*:
જે વાક્યમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય એટલે કે કર્તા(ક્રિયા કરનાર) ની સક્રિયતા દર્શાવી હોય તે કર્તરી વાક્ય રચના કહેવાય.

*ઉદાહરણો*:

*1.અંકિત* પરીક્ષા આપે છે.
*2.હું* ગીત ગાઉ છું.
*3.મેં* દાખલો લખ્યો.
*4.અમે* પ્રવાસમાં ગયા.
*5.તું* ત્યાં ન જા.

*કર્મણિ વાક્ય*:
જે વાક્યમાં ગૌણ,સાધનભૂત અને ક્રિયાનો સહેનાર નાર હોય એટલે કે કર્મની મુખ્યતા કે પ્રધાનતા હોય એવી સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણિ વાક્યરચના કહેવાય છે.

*ઉદાહરણો*

*1.અંકિતથી* પરીક્ષા અપાય છે.
*2.મારાથી* ગીત ગવાય છે.
*3.મારાથી* દાખલો ગણાયો.
*4.અમારાથી* પ્રવાસમાં જવાયું.
*5.તારાથી* ત્યાં ન જવાય.

*ભાવે વાક્યરચના*:
● જો વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય તો તે વાક્ય ભાવે-રચના ગણાય છે, જેમ કે - 'તેનાથી રોજ વંચાય છે.'

●કર્મણિ રચનામાં અને ભાવે રચનામાં ફેર માત્ર આટલો જ હોય છે કે, ભાવે રચનામાં કર્મ હોતું નથી. જેમ કે - 'મામાથી આવી જવાયું' / 'રાજુથી રડી પડાયું'.

●ભાવે રચનામાં ક્રિયાપદનું 'આ' પ્રત્યય વાળું ખાસ વપરાય છે. જેમ કે - લખ+આ+શે = લખાશે; જમ+આ+શે = જમાશે;રમ+આ+શે=રમાશે.

● કર્તરિ રચનાનો કર્તા, ભાવે રચનામાં 'થી' અનુગ સાથે આવે છે. જેમ કે લેખકથી બોલાયું; દુકાનદારથી હસાયું.

*ભાવે વાક્યરચનામાં પરિવર્તન*

1.મમ્મી કશું બોલી નહિ.
મમ્મીથી કશું બોલાયું નહિ.

2.હું લખું ક્યાંથી?
મારાથી લખાય ક્યાંથી ?

3.નરેન હવે રોજ સવારે દોડશે.
નરેનથી હવે રોજ સવારે દોડાશે.

4.આનંદ સૂતાંસૂતાં વાંચશે.
આનંદથી સૂતાંસૂતાં વંચાશે.

5.રાજુ તો રડયે જતી હતી.
રાજુથી તો રડયે જવાતું હતું.


💥રણધીર 💥
*🌍જ્ઞાન કી દુનિયા🌎*

*યુ.એન.નાં અગત્યના અંગો*
~~~~~~~~~~~~

1. વર્લ્ડ બેંક (WB)
વડું મથક:વોશિંગ્ટન
સ્થાપના:1945

2.ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)
વડું મથક:વોશિંગ્ટન
સ્થાપના:1945

3.યુનેસ્કો (UNESCO)
વડું મથક: પેરિસ
સ્થાપના:1946

4.યુનિસેફ (UNICEF)
વડું મથક: ન્યૂ યોર્ક
સ્થાપના:1946

5.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)
વડું મથક:જિનીવા
સ્થાપના: 1948

6.ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનિઝેશન (ILO)
વડું મથક : જિનીવા
સ્થાપના:1920

7.ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)
વડું મથક:જિનીવા
સ્થાપના:1947

8.ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનિઝેશન (FAO)
વડું મથક : રોમ
સ્થાપના: 1945


💥રણધીર💥
*🌎જ્ઞાન કી દુનિયા🌍*

પદાર્થ નાના કણોના બનેલા છે ,એ સિદ્ધાંતનું પ્રથમવાર પ્રતિપાદન કરનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક
કણાદ

ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર
આર્યભટ્ટ

તરતા પદાર્થના નિયમોના શોધક, ઉચ્ચાલન અને પ્રકાશના પરાવર્તનના નિયમો શોધનાર તથા વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીતના શોધક
આર્કિમીડિઝ

દૂધને પેસ્ચુરાઇઝ્ડ કરવાની પદ્ધતિના શોધક
લુઇ પાશ્ચાર

આનુવંશિક ગુણો કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરે છે તેના નિયમો શોધનાર
મેન્ડલ જ્યોર્જ જ્હોન

વિદ્યુત ઉત્પાદન દ્વારા ગતિ-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરવાની રીત શોધનાર
માઈકલ ફેરાડે

બિનતારી સંદેશો મોકલવાની શોધ કરનાર
માર્કોની

એન્ટિબાયોટિક દવાઓના જનક તરીકે કોણ ઓળખાય છે
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

સુક્ષમદર્શક યંત્ર દ્વારા જીવનું સૃષ્ટિનું દુનિયાને દર્શન કરાવનાર
વાન લ્યુ વેન હોક

અણુનું વિભાજન કરી ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર
અર્નેસ્ટ રૂધરફોર્ડ


💥રણધીર💥
*ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો*

1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
જિલ્લો:જૂનાગઢ
સ્થાપના: 1975
વિસ્તાર: 258.71 ચો.કિમી.

2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
જિલ્લો:ભાવનગર
સ્થાપના:1976
વિસ્તાર:34.08 ચો.કિમી.

3.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
જિલ્લો:નવસારી
સ્થાપના:1979
વિસ્તાર: 23.99 ચો.કિમી.

4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
જિલ્લો :કચ્છનો અખાત,જામનગર
સ્થાપના:1982
વિસ્તાર:162.89 ચો.કિમી


💥રણધીર 💥
*🇮🇳ભારત: ટપાલ, તાર અને ટેલિફોન🇮🇳*

બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગસે 1 એપ્રિલ,1774ના રોજ બોમ્બે અને મદ્રાસથી પોસ્ટ ઑફિસ સેવાની શરૂઆત કરી.

ઇ.સ.1852માં સૌપ્રથમવાર સિંધ પોસ્ટ ઑફિસ(હાલ પાકિસ્તાન)માં ટપાલટિકિટનો ઉપયોગ કરવામાં આવ્યો.જે એશિયાની સૌપ્રથમ ટપાલટિકિટ હતી.

આધુનિક ટપાલ પદ્ધતિનો પાયો ડેલ હાઉસીએ નાખ્યો.આ માટે ઇ.સ.1854 માં 'પોસ્ટઓફિસ એકટ' પસાર કરવામાં આવ્યો.

પ્રથમવાર સમગ્ર ભારતમાં 1 ઓક્ટોબર ,1854ના રોજથી પોસ્ટ ટિકિટો દાખલ કરવામાં આવી.

ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવાનો આરંભ ઇ.સ. 1880માં કરવામાં આવ્યો.

ઇ.સ.1907 થી (RMS) રેલવેને ટપાલ સેવામાં સાંકળવામાં આવી તેમજ ઇ.સ.1911 થી હવાઈ ટપાલ સેવા શરૂ કરવામાં આવી.

સૌપ્રથમવાર તાર સેવા ઇ.સ.1851માં કોલકાતાથી થઈ.

એક શહેરમાંથી બીજા શહેરો સાથે ડાયરેકટ ડાયલિંગ (STD) કરી ટેલિફોન કરવાનો આરંભ ઇ.સ. 1960 થી થયો.

વિશ્વમાં સૌથી મોટું ટપાલ નેટવર્ક ભારતમાં છે.

ઝડપી ટપાલ સેવા માટે ઇ.સ.1972થી તાર-ટપાલ ખાતાએ પિનકોડ નંબર પ્રથા અમલમાં મૂકી છે.

ટપાલ વિતરણ કરતી સમગ્ર ભારતની મુખ્ય અને પોસ્ટ ઓફિસોને આઠ (8) ઝોનમાં વહેંચવામાં આવી છે.

1 ઓગસ્ટ , 1986 થી સ્પીડ પોસ્ટ સેવાનો ભારતમાં આરંભ થયો.

ઇ.સ. 1988 થી સ્પીડ પોસ્ટ મનીઓર્ડરની સેવાનો આરંભ થયો છે.

ટેલીફોનના સાધનો બનાવવાનાં કારખાનાં બેંગલુરુ, રાયબરેલી , નૈનીતાલ(ઉત્તરાખંડ), પાલઘાટ અને શ્રીનગરમાં આવેલા છે.

ટેલિપ્રિન્ટર બનાવવાનું કારખાનું ચેન્નઈમાં છે.


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*

1.'ધ ફાયર ઓફ મોડર્ન આર્ટ ઓફ ઇન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે
રાજા રવિવર્મા

2.26 નવેમ્બરને કોના જન્મદિન પર રાષ્ટ્રીય દુગ્ધ દિવસ ઉજવવામાં આવે છે
ડૉ. વર્ગીસ કુરિયન

3.ગૂગલની શરૂઆત કોને કરી હતી
1998માં લેરી બેજ અને સર્ગી બ્રેઈને
💥R.K💥
4.સયુંકત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ ભારતીય કોણ હતું
અટલ બિહારી વાજપેયી

5.સ્કોટલેન્ડ કયા દેશનો ભાગ છે
બ્રિટન

6.પ્રથમ એશિયન ગેમ્સ ક્યારે રમાયો હતો
1951 માં
💥R.K.💥
7.રાજસ્થાનનું રાજ્યપક્ષી કયુ છે
ગોદાવન

8.www (વર્લ્ડ વાઈડ વેબ) ની સ્થાપના ક્યારે થઈ હતી
12 માર્ચ ,1989 માં ચીમ બર્નસ લી દ્વારા

9.ગાંધીજીએ મદન મોહન માલવીયાને શુ કહ્યું હતું
મેન ઓફ ગોડ

10.વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સળંગ ચાર મેચમાં ચાર સદી કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ
કુમાર સંગાકારા(શ્રીલંકા)

11.ગાંધીજીના ખેપિયા તરીકે કોણ ઓળખાતું હતું
નારાયણભાઈ દેસાઈ
💥R.K💥
12.સિંહની વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થાય છે
1936 થી

13.માતામાંથી બાળકમાં HIV ચેપ ખતમ કરવામાં વિશ્વનો પ્રથમ દેશ કયો
ક્યૂબા

14.ઇ-ગ્રામ વિશ્વ ગ્રામની શરૂઆત કયા જિલ્લાથી થઈ હતી
અમરેલી

15.ઓન લાઈન વોટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનું પહેલું રાજ્ય કયું છે
ગુજરાત
💥R.K💥
16.આસામ રાજ્યનું પ્રાચીન નામ શું હતું
કામરૂપ

17.ફિલ્મ કલાકાર સંજીવ કુમારનું મૂળ નામ શું હતું
હરિભાઈ જરીવાલા

18.'દાદા મુનિ' ના નામે ઓળખાતા હિન્દી ફિલ્મ કલાકાર કોણ છે
અશોક કુમાર
💥R.K.💥
19.તમિલનાડુમાં આવેલું કંચનુંર મંદિર કયા ગ્રહને સમર્પિત છે
શુક્ર

20.ગાંધીજીનું પહેલું સમાચાર પત્ર કયું હતું
'ઈન્ડિયન ઓપિનિયન'(1930)

21.રાજીવ ગાંધી ખેલરત્ન મેળવનાર પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી કોણ
સાનિયા મિર્ઝા
💥R.K💥
22.ઝીકા વાયરસ સૌપ્રથમ કયા દેશમાં નોધાયો હતો
યુગાન્ડા(1947)

23.અમીબા નો સ્પેલિંગ
Amoeba

24.ઇ-મેઈલના શોધક
રે ટોમલિન્સન

25.પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દર મહિને કઈ તારીખે હોય છે
9 તારીખે

26.ગાંધીજીના ચશ્માં પર સ્વચ્છ ભારતનો લોગો બનાવનાર
અનંત ખાસબરદાર
💥R.K.💥
27.ગાંધીજી 'ટાઈમ પર્સન ઓફ ધ યર' ક્યારે બન્યા હતા
1930 માં

28.પંચ મહોત્સવ દર વર્ષે ક્યાં ઉજવાય છે
ચાંપાનેર અને પાવાગઢ

29.'સ્વિસ એક્સપ્રેસ' તરીકે કયો ટેનિસ ખેલાડી ઓળખાય છે
રોજર ફેડરર

30.બળદોની દોડ 'કાંબલા' કયા રાજયમાં થાય છે
કર્ણાટક


💥રણધીર 💥
*પ્રશ્નજવાબ*

1.ભારતમાં લઘુમતી ધરાવતા ધર્મો કયા કયા છે
મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,
બૌદ્ધ,જૈન

2.UPI નું પૂરું નામ......
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ

3.ગોરખા સમુદાય કયા દેશનો છે
પશ્ચિમ બંગાળ

4.કલે કોર્ટ કિંગ (ટેનિસ) તરીકે કયો ખેલાડી જાણીતો છે
નડાલ (સ્પેન)

5.RERA નું પૂરું નામ....
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ

6.ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારથી થઈ
2010

7.સૌથી પહેલા કયા દેશે ટેક્સ પ્રણાલી (GST) અપનાવી હતી
ફ્રાંસ

8.નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર 'ધ મેકિંગ ઓફ લિજેન્ડ' ના લેખક કોણ છે
બિંદેશ્વરી પાઠક

9.એશિયાની સૌથી મોટી ગૌશાળા ક્યાં આવેલી છે
પથમેડા (રાજસ્થાન)

10. કયા કમિશને 1945માં સુભાષચંદ્ર બોઝ માર્યા ગયા હોવાનો અહેવાલ આપ્યો હતો
શાહનવાઝ સમિતિ અને ખોસલા સમિતિએ

11.સિપુ ડેમ ક્યાં આવેલો છે
બનાસકાંઠા જિલ્લામાં

12.નેશનલ ફૂડ એકટ (NFA) ક્યારે ઘડાયો
2013

13.તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે
થાનગઢ

14.ઝંડા ગીતમાં શાંતિસુધાના સ્થાને પ્રેમસુધાનું સૂચન શ્યામલાલ ગુપ્તાને કોને કર્યું હતું
ગાંધીજીએ

15.મલાલા યુસુફઝઇના જીવન પર બની રહેલી બાયોપિકનું નામ શું છે
ગુલ મકઈ

16.વન ડે ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ સ્પિનર કોણ બન્યો
કુલદીપ યાદવ

17.આયુર્વેદ દિવસ ક્યારે મનાવામાં આવે છે
17 ઓક્ટોબર

18.કયા રાજાના શાસનથી જમ્મુ કાશ્મીર બે પાટનગર ધરાવતું રાજ્ય બન્યું છે
મહારાજા ગુલાબસિંહના

19.કયા દેશમાં યોગને રમતનો દરજ્જો મળ્યો
સાઉદી અરબ

20. દુલાભાયા કાગનું જન્મ અને મૃત્યુ સ્થાન મજાદર ગામ કયા નામે ઓળખાય છે
કાગધામ

21.'મીના' કયા દેશની સરકારી એજન્સી છે
ઇજિપ્ત

22.બિટ કોઈન એ શું છે
ડિજિટલ ક્રિપટો કરન્સી

23.કાપુ સમુદાય કયા રાજયમાં છે
આંધ્ર પ્રદેશ

24.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી કોના નામે છે
ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેકકુલમ (ઑસ્ટ્રેલિયા સામે 54 બોલમાં)

25.નિરજના કયા ગુજરાતી નાટક પરથી રોહિત શેટ્ટીએ 'ગોલમાલ' ફિલ્મ બનાવી
'અફલાતૂન'

26.LOC નું પૂરું નામ......
લાઈન ઓફ એકચુંઅલ કન્ટ્રોલ

27.T20 ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનારો વિશ્વનો પ્રથમ બોલર
ડ્વેન બ્રેવો (વેસ્ટ ઇન્ડીઝ)

28. ભગવદ ગીતાના શ્લોકોનું ઉર્દુમાં અનુવાદ કરનાર શાયર જેનું તાજેતરમાં નિધન થયું
અનવર જલાલપુરી

29.હોપમેન કપ કઈ રમત સાથે જોડાયેલ છે
ટેનિસ

30.વર્ગીસ કુરિયન કોના ભત્રીજા હતા
સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ વે પ્રધાન જ્હોન મંથાઈના

31.તમાકુ ઉત્પાદનો ઉપર સચિત્ર ચેતવણી કેટલા ટકા સાઈઝ યથાવત રખાઈ છે
85 %

32.ગાંધીજી પર 1100 દોહા અને 450 ગીતો કોને રચ્યા છે
કવિ ભૂદરજી

33.શેરપા એટલે શું
પર્વતારોહણના ગાઈડ

34.ગવર્નર બનનાર પહેલા ગુજરાતી મહિલા કોણ
કુમુદબેન જોશી

35.ગુજરાતમાં પહેલા મહિલા સમાજશાસ્ત્રી કોણ
ડૉ. તારાબહેન પટેલ


💥રણધીર 💥
*પ્રશ્ન જવાબ*

1. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ
ઇ.સ.1927 માં

2.સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું
7

3.ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું
સંસ્થાનિક સ્વરાજ્ય

4.કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિસ્ક્રમણ' સાથે સરખાવે છે
મહાદેવભાઈ દેસાઈ

5.સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી કયા દેશમાં પહોંચ્યા
જર્મની

6.સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકાર ક્યાં સ્થાપી
સિંગાપુરમાં

7.બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી
ફેબ્રુઆરી,1948માં

8.સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામ્યા હોવાનું મનાય છે
18 ઓગસ્ટ,1945 ના રોજ

9.મુંબઈમાં નૌકાવિગ્રહ ક્યારે થયો
ઇ.સ.1946 માં

10.'હિંદ સ્વાતંત્ર્ય ધારો' કોણે પસાર કર્યો
બ્રિટિશ પાર્લમેન્ટ


💥રણધીર ખાંટ💥
*પ્રશ્નજવાબ*

1.અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં કયા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ
ઇ.સ.1857 ના વર્ષે

2.બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો
16 ઓક્ટોબર, 1905

3.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવામાં આવ્યો
રાષ્ટ્રીય શોકદિન

4.કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે
લોર્ડ મિન્ટોને

5.'પાકિસ્તાનના સાચા સર્જક મહમદઅલી ઝીણા કે રહીમતુલ્લા નહિ; પરંતુ ____જ હતા.'
લોર્ડ મિન્ટો

6. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું
ભવાની મંદિર

7.'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'નું નામ બદલીને 'ગદર પાર્ટી' કોણે રાખ્યું
લાલા હરદયાળે

8.જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કોને કરી
ચંપક રમણ પિલ્લાઈએ

9.પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી આપી હતી
રાજા મહેન્દ્રપ્રતાપે

10.રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપ્યું હતું
ટ્રોટસ્કીએ

11.કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યાં
મોન્ટ-ફર્ડ

12.કયા એકટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાંતત્ર્ય નષ્ટ થયું
રોલેટ

13.રોલેટ એકટ દ્વારા ભારતીયોનો 'દલીલ,અપીલ અને વકીલનો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું
પંડિત મોતીલાલ નેહરુએ

14.કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો
ચિત્તરંજનદાસ મુનશીના

15.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી
અરવિંદ ઘોષે


💥રણધીર 💥

*🗿અભિલેખો🗿*
---------------------------

અભિલેખોના અધ્યયનને પૂરાલેખશાસ્ત્ર (એપિગ્રાફી) કહેવાય છે. ઉપરાંત તેના પ્રાચીન દસ્તાવેજોના તિથિઅધ્યયનને પુરાલિપિશાસ્ત્ર (પેલીઓગ્રાફી) કહેવાય છે.

હાથી ગુફા અભિલેખમાં 'ભારતવર્ષ'નો ઉલ્લેખ કરેલો છે.

એરણના અભિલેખમાં સતીપ્રથાનો પહેલો લેખિત પુરાવો મળે છે.

મૌર્ય, મૌયરેત્તર,ગુપ્તકાળના અભિલેખ 'કાર્પસ ઇન્સ્ક્રીપ્સન ઇડીકેરમ' નામની ગ્રંથમાળામાં સંકલિત કરાયા છે.




*🕳સિક્કાઓ🥇*
---------------------------

સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર (ન્યુમિસ્મેટિક્સ) કહેવાય છે.પ્રાચીન સિક્કાઓના અધ્યયનથી અનુમાન લગાવાય છે.

સૌથી પ્રાચીન સિક્કાઓને 'આહત' સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેને સાહિત્યમાં કાષાર્પણ કહેવાયું છે.

સર્વપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું.


💥💥

: *💥નદીઓના પ્રાચીન નામ💥*

🌊 રાવી નદીનું પ્રાચીન નામ - *પરુષણી*

🌊સતલજ નદીનું પ્રાચીન નામ - *શત્રદરી*

🌊ચીનાબ નદીનું પ્રાચીન નામ - *અસ્કીની*

🌊ઝેલમ નદીનું પ્રાચીન નામ - *વિતસ્તા*

🌊સરસ્વતી નદીનું પ્રાચીન નામ - *સુરસુતી*

🌊બિયાસ નદીનું પ્રાચીન નામ -*વિપાશા*


💥રણધીર 💥

*💥💥*

👉🏻ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે
મુંબઇ

👉🏻ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે
દિલ્હી

*All Admin Panel*

પ્રશ્નજવાબ
-----------------------------------
1.આધુનિક વિશ્વની એક હદયદ્રાવક ઘટના કઈ છે

પ્રથમ વિશ્વયુદ્ધ

2. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી

1 ઓગસ્ટ,1914

3.ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાંસે કયા પ્રદેશો ગુમાવ્યા હતા

આલસેસ અને લોરેન્સના પ્રદેશો

4.શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા

અફીણના

5.કયા દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું

જર્મની અને ઇટાલી

6.પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયાં હતા

ફ્રેન્કફર્ટ

7.યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો

જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો

8. કયા જર્મન લેખકે 'યુદ્ધને પવિત્ર કાર્ય ' ગણાવ્યું હતું

નિતસે

9. 'શક્તિમાનને જ જીવવાનો હક છે.' આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો

ટ્રીટસ્કે

10.'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી

સરબિયામાં

11. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી

વર્સેલ્સની સંધિ

12.22 જાન્યુઆરી,1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું

ફાધર ગેપોન નામના પાદરીના

13. 22 જાન્યુઆરી,1905 ના દિવસને રશિયાના ઇતિહાસમાં_________તરીકે ઓળખવામાં આવે છે

'લોહિયાળ રવિવાર'

14.ઇ.સ. 1917 માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ

'સમાજવાદી બોલશેવિક ક્રાંતિ'

15. રાષ્ટ્રસંઘ(The League Of Nations)ની સ્થાપના ક્યારે કરવામાં આવી

10 જાન્યુઆરી , 1920


💥રણધીર 💥
પ્રશ્ન જવાબ

1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયુ હતું

કોન્સ્ટેન્ટીનોપલ

2. 'કેપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોને કરી

બાર્થોલોમ્યુ ડાયઝે

3. વાસકો-દ-ગામા કયા દેશનો વતની હતો

પોર્ટુગલ

4. ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો

કોલંબસે

5. વાસકો-દ-ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે કરી

ઇ.સ.1498

6.કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ

પ્લાસીના

7.કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી

સર જ્હોન શૉરની

8. સૌપ્રથમ સહાયકારી યોજના કોને સ્વીકારી

નિઝામે

9. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી

સહાયકારી યોજના

10. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે

વિલિયમ બેન્ટિકની

11. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ

ડેલહાઉસીના

12. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો

અન્યાયી મહેસૂલનીતિથી

13. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો

મેકોલેના

14. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયાં શહેરોમાં શરૂ થઈ

મુંબઇ,ચેન્નઇ અને કોલકાતામાં

15. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ

ચાર્લ્સ વુડની



💥રણધીર 💥
*💻કમ્પ્યુટર🖥*
--------------------------
પ્રશ્નજવાબ

1.કમ્પ્યૂટર શબ્દ કયા શબ્દ પરથી બનેલો છે

ટૂ કમ્પ્યુટ પરથી(ગણતરી કરવી )

2. કી-બોર્ડ અને માઉસ પાસેથી ઇનપુટ મેળવી થતી પ્રક્રિયાને શુ કહેવાય છે

પ્રોસેસિંગ

3.પ્રથમ કેલ્યુલેટરનું નામ જણાવો

પાસ્કલાઈન

4. ચાર્લ્સ બેબેજની ઓળખ જણાવો.

કમ્પ્યૂટરના પિતા (સ્કોટ નિવાસી અંગ્રેજ ગણિતશાસ્ત્રી)

5. ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ છે

વિલિયમ શોકલી

6.કમ્પ્યૂટરની કઈ પેઢીમાં કી-બોર્ડ અને મોનિટરનો વિકાસ થયો

ત્રીજી પેઢીના કમ્પ્યૂટરમાં

7. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપ શેની બનેલી હોય છે

સિલિકોનની

8. માઈક્રોસોફ્ટ વર્ડમાં રીડુ કમાન્ડ માટે કઈ કી ની ઉપયોગ થાય છે

Ctrl+Y

9. કયા કમ્પ્યુટરને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે

સુપર કમ્પ્યુટર

10. LCD નું પૂરું નામ જણાવો

Liquid Crystal Display

11. બાઇનરી નંબર સિસ્ટમમાં કેટલા અંકોનો ઉપયોગ થાય છે

2

12. બાઇનરી નંબર સિસ્ટમમાં કયા અંકોનો ઉપયોગ થાય છે

0 અને 1

13. કમ્પ્યુટરની મેમરીના માપ માટે નો એકમ કયો છે

બીટ

14. પ્રથમ કમ્પ્યુટર તરીકે કયા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે

એનલોગ કમ્પ્યુટર

15. કમ્પ્યૂટરની ભાષાને કયા નામથી ઓળખવામાં આવે છે

યંત્ર ભાષા

16. માઉસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે

પોઇન્ટિંગ ડિવાઇસ

17. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપના શોધક કોણ છે

જેક કિલબી

18. વાઇરસ કઈ ભાષાનો શબ્દ છે

લેટિન

19. જટિલ ગણતરીઓ માટે ઉપયોગમાં લેવાતી કમ્પ્યૂટર લેંગ્વેજ઼ કઈ છે

ફોરટ્રેન(FORTRAN)

20. સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે

TB(ટેરા બાઈટ)

21. વેબસાઈટના પેજ પર સીધા જવા માટે ઉપયોગી લીન્ક કઈ છે

હાઇપર લિન્ક

22.POST નું પૂરું નામ આપો.

પાવર ઓન સેલ્ફ ટેસ્ટ

23. અન્ય કમ્પ્યૂટરમાંથી ફાઇલની નકલ કરવા માટેના કાર્યને શુ કહેવાય છે

ડાઉનલોડિંગ

24. એક નિબલ બરાબર કેટલા કેટલા બિટ થાય

4 બિટ

25. કમ્પ્યૂટરના પ્રોગ્રામમાં ખામી સર્જાય તેને શું કહેવામાં આવે છે

બગ

26. કમ્પ્યૂટરમાં કોઈ પણ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે

ડિરેક્ટરીમાં

27. CAD નું પૂરું નામ જણાવો.

કમ્પ્યૂટર એઇડેડ ડિઝાઇન

28. ચાલુ કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય છે

રિબુટિંગ

29.ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કયુ છે

BSNL

30.વિશ્વના પ્રથમ કમ્પ્યૂટર નેટવર્ક તરીકે કયા નેટવર્કને ઓળખવામાં આવે છે

ARPANET

31.માઈક્રોસોફ્ટ એક્સેલમાં કુલ કેટલી રો હોય છે

65,536

32.સૌપ્રથમ ટેલિફોન ડિરેક્ટરી બનાવનારું રાજ્ય કયુ છે

સિક્કિમ

33.ફાઇલમાંથી ડીલીટ કરેલા ડેટાને તરત પાછી મેળવવા વપરાતો વિકલ્પ કયો છે

અનડુ

34. કમ્પ્યૂટરમાં માઉસને ઇચ્છીત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શુ કહેવાય છે

પોઇટિંગ

35.ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ક્ષેત્રે યોગદાન આપનારા ગુજરાતના પનોતા પુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે

દેવાંગ મહેતા

36. બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોણ ઓળખાય છે

અગસ્ટા

37. CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે

650 MB (જો 650 MB ન આપેલું હોય તો 700 ધ્યાને લેવું)

38.PDFનું પૂરું નામ આપો.

પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ

39.ફુલ સ્ક્રીન જોવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે

F11

40.એક્સેલમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ થાય છે

400 %

41.પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો માટે શોર્ટ કટ કી કઈ છે

F5

42.ડોક્યુમેન્ટમાં માહિતીમાંથી કટ કરવા વપરાતી કી કઈ છે

Ctrl+X

43.માહિતીને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે

Ctrl+V

44.IBM નું પૂરું નામ જણાવો.

ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન

45.પરમ સુપર કમ્પ્યૂટર વિકસાવનાર સંસ્થા કઈ છે

C-DAC (પુણે)

46.ડોક્યુમેન્ટમાં સ્પેલ ચેક કરવા માટે વપરાતી કી કઈ છે

F7

47.કેપ્સલોક અને નમલોક કયા પ્રકારની કી કહેવાય

ટુગલ બટન

48. ઇન્ડિયાનું ડોમેઈન શુ છે

.in

49. માઉસના શોધક કોણ છે

ડગ્લાસ ઈંઝેલવર્ટ

50. વેબસાઈટ ઓપન કરતા આવતા પેજને શુ કહેવાય છે

હોમ પેજ


💥રણધીર ખાંટ💥