સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે
નિરંજન ભગત

ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
11 ખિલાડીઓ અને 90 મિનિટ

નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે
માનેસર

શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો
અશફાક ઉલ્લાખાંએ

ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે
શ્રી મોરારજી દેસાઈ

આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી
26 નવેમ્બર,1949

વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું
3 વર્ષ અને 8 માસ

મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું
પ્રભાસ

પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું
અમદાવાદ

રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ
સ્ટોકહોમ-1972

ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા
એરિસ્ટોટલ

ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે
ભૂગા મધમાખી

💥રણધીર ખાંટ💥

પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું
રઘુવીર યાદવ

મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો
અવર ઇન્ડિયા

સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે
DART

ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો
સાબરમતી આશ્રમ

યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો
ક્રિમિયા

ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો
10 ડિસેમ્બર,1829

"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર
નીલ આર્મસ્ટ્રોંગ

દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી
ધરતી કે લાલ

દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે
કચ્છનું મોટું રણ

'ડમરો' કયા કુળની વનસ્પતિ છે
લેબિએટી

પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે
લાખ માટે

કયા સાગરકાંઠે લીલના જંગલો છે
ઓખાના

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
GSFC

ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો
અણહિલપુર

💥રણધીર ખાંટ💥

પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ
નેપાળના મહારાજા

જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો
કુસ્તી

ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા
રશિયનો

ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ
ઝાકિર હુસેન

પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું
ડૉ. પ્રફુલચંદ્ર રોય

પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ
16 કિ.મી./કલાક

મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો
સાર્જન્ટ હ્યુસન

'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે
સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ

પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે
દલચક્ર

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે
નૈતિક સૂચનો છે.

રણના ઊંચા ભાગને શું કહે છે
લૂણાસરી

આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી
સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી

દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું
માતા સુંદરિળ

ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ
TRAI

👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો


💥રણધીર ખાંટ💥
*વિવિધ ઝડપ*


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



*શરીરના અવયવોનું વજન*


મૂત્રપિંડ (દરેક)150 ગ્રામ

બરોળ175 ગ્રામ

સ્ત્રીનું હદય250 ગ્રામ

પુરુષનું હદય300 ગ્રામ

ડાબું ફેફસું400 ગ્રામ

જમણું ફેફસું460 ગ્રામ

સ્ત્રીનું મગજ1275 ગ્રામ

પુરુષનું મગજ1400 ગ્રામ

યકૃત1650 ગ્રામ



*અંતઃસ્રાવ ગ્રંથિઓ *


*માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

*ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

*પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

*પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી

💥રણધીર ખાંટ💥
*💵વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની SHORT TRICK💴*

'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો

*LESE (લેસે)*
L - લેબેનોન
E - ઈંગ્લેન્ડ
S - સિરિયા
E - ઈજિપ્ત



'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો

*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*

ઓ - ઓસ્ટ્રેલિયા
કે - કેનેડા
તા - તાઇવાન
ઉ(u) - USA
ન્યૂ - ન્યુઝીલેન્ડ
ફ્રી - ફીજી
ઝ - ઝિમ્બાબ્વે
હે - હોંગકોંગ



'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો

*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*

P - પાકિસ્તાન
M - મોરેશિયસ
શ્રી - શ્રીલંકા
N - નેપાળ
Bha - ભારત

ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.



'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો

*BIS*

B - બ્રાઝીલ
I - ઈરાન
S - સાઉદી અરેબિયા



'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો

*KFC*

K - ક્યૂબા
F - ફિલિપાઈન્સ
C - ચિલી



'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો

*K JULI (ok જુલી)*

K - કુવૈત
J - જોર્ડન
U - યુગોસ્લાવિયા
L - લિબિયા
I - ઈરાક



ગ્રીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.



નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન

સ્વીડન દેશનું ચલણી નાણું - ક્રોના



*દેશ અને ચલણી નાણું*

અફઘાનિસ્તાન અફઘાણી

ઇઝરાયેલ શેકેલ

ઇથિયોપિયા બીર

દક્ષિણ આફ્રિકારેન્ડ

નાઇજિરિયા નાઈરા

પોલેન્ડ ઝલોટી

બલગેરિયા લેવ

બાંગ્લાદેશટકા

મ્યાનમારક્યાત

કંબોડીયા રિએલ

ઘાનાસેદી

ચીન યુઆન

જાપાનયેન

તુર્કી લીરા

થાઈલેન્ડબેહટ

ભૂટાનગુલ્ટ્રમ

મલેશિયારિંગિટ

વિયેતનામડોંગ

સંયુક્ત આરબ અમિરાતદિરહામ

યુગાન્ડાશિલિંગ

રશિયારૂબલ

રોમેનિયાલેઉ

હંગેરીફોરિંટ


💥રણધીર ખાંટ💥
*🌎વિશ્વના ખંડો🌍*

*એશિયા*
સૌથી મોટો દેશ : ચીન
સૌથી નાનો દેશ : માલદીવ
દેશોની સંખ્યા : 47
લાંબી નદી : યાંગત્સેક્યાંગ

*આફ્રિકા*
સૌથી મોટો દેશ : અલજીરિયા
સૌથી નાનો દેશ : મેઓટી
દેશોની સંખ્યા : 54
લાંબી નદી : નાઈલ

*ઉત્તર અમેરિકા*
સૌથી મોટો દેશ : કેનેડા
સૌથી નાનો દેશ : સેન્ટપીર
દેશોની સંખ્યા : 23
લાંબી નદી : મિસિસિપી

*દક્ષિણ અમેરિકા*
સૌથી મોટો દેશ : બ્રાઝીલ
સૌથી નાનો દેશ : ફોકલેન્ડ દ્વીપ
દેશોની સંખ્યા : 12
લાંબી નદી : એમેઝોન

*યુરોપ*
સૌથી મોટો દેશ : રશિયા
સૌથી નાનો દેશ : વેટિકન સિટી
દેશોની સંખ્યા : 43
લાંબી નદી : વોલ્ગા

*ઓસ્ટ્રેલિયા*
સૌથી મોટો દેશ : ઓસ્ટ્રેલિયા
સૌથી નાનો દેશ : નૌરુ
દેશોની સંખ્યા : 14
લાંબી નદી : મરે ડાર્લિંગ

*એન્ટાર્કટિકા*
સૌથી મોટો દેશ : -
સૌથી નાનો દેશ : -
દેશોની સંખ્યા : -
લાંબી નદી : -


💥રણધીર ખાંટ💥
*🌳કુદરતી વનસ્પતિ🌳*
*ધોરણ:-9, સામાજિક વિજ્ઞાન*


🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે
*દસમું*

🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે
*ચોથું*

🌴ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે
*5000*

🌴ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફુલવાળા છોડ થાય છે
*15,000*
*જે વિશ્વના લગભગ 6% છે*

🌴હંસરાજ (ફર્ન),શેવાળ,કુંજાઈ વગેરે કેવી વનસ્પતિ છે
*અપુષ્પ વનસ્પતિ*

🌴આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે
*2000*

🌴કયા જંગલો બારેમાસ લીલાં રહેતા હોવાથી તેને નિત્ય લીલાં જંગલો પણ કહે છે
*ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો*

🌴ભારતમાં કયા જંગલોનું પ્રમાણ વધુ છે
*ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો*

🌴કયા વૃક્ષોના પાન લાંબા,અણીદાર અને ચીકાશવાળા હોય છે અને આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજ સંઘરી રાખે છે
*શંકુદ્રુમ*

🌴સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડાંમાંથી શું બનાવામાં આવે છે
*હોડી*

🌴ચીડના રસમાંથી શું બને છે
*ટર્પેન્ટઇન*

🌴લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*સર્પગંધા*

🌴હદયરોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*અર્જુન સાદડ*

🌴ખાખરાના પાનમાંથી શુ બનાવામાં આવે છે
*પતરાળા-પડિયા*

🌴ખેરના લાકડામાંથી શુ મળે છે
*કાથો*

🌴બીડી શેનાં પાનમાંથી બનાવામાં આવે છે
*ટીમરૂના પાનમાંથી*

🌴જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં મૂકી
*1952માં*

🌴સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો
*1980માં*

🌴ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી
*1988માં*

🌴1952ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ
*33%*

🌴ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે
*23%*

🌴ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે
*10%*

🌴I.U.C.N. નું પૂરું નામ
*ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર*

*🌴પર્યાવરણ વિષયક દિવસો🌴*
🌲21 માર્ચ વિશ્વ વન દિવસ
🌲22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ
🌲5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
🌲જુલાઈ માસ વન મહોત્સવ
🌲16 સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દિવસ

🌴વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી "વિશ્વ વન દિવસ" કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું હતું
*2011*

🌴જંગલ વિષયક સંશોધન કરનાર જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે
*દેહરાદૂન*


💥રણધીર ખાંટ💥
*મહત્વની કહેવતો*

૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખતવખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાનબહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11. કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે? પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

21. વખાણી ખીચડી દાંતે વળગે વખાણીએ તે જ ખરાબ નીવડે.

22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજાસારું નરસું સૌ સરખું

24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરેલોભ કરનાર છેતરાય છે.

25.હાથે તે સાથેજાતે કરીએ તે જ પામીએ.

26.એક પંથ ને દો કાજએક કામ કરતા બે કામ થાય.

27.ઘેર ઘેર માટીના ચૂલાકોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

28.મન ચંગા તો કથરોટમાં ગંગાઅંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

29.નહિ મામા કરતા કાણો મામો સારોકશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણીશોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

31.સાપ ગયા ને લિસોટા રહ્યાકાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

32.તેલ જુઓ ને તેલની ધાર જુઓસંજોગો જોઈને ધીરજથી કામ કરો.

33.ગામને મોઢે ગળણું ન દેવાયબધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?આવેલી તકને ન ગુમાવાય.

35.ઘર ફૂટયે ઘર જાયઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

💥રણધીર ખાંટ💥
*ખગોળ વિજ્ઞાન*


તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે
નિહારિકા

ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે
પ્રેમ અથવા સૌંદર્યની દેવી

પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
શુક્રને

જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે
પૃથ્વી

ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે
મંગળ

માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે
મંગળ

મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે
યુદ્ધનો દેવતા

કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે
ગુરુ

શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે
કાશીની વિભાજન રેખા

વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
નેપ્ચુન (વરુણ)

પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ
2006 થી

મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે
પ્લુટો

યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી
1781માં સર વિલિયમ હર્ષલે

પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે
કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.

પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે
શેરોન

કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી
બુધ અને શુક્રનો

ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે
સેલેનોલોજી (Selenology)

ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે
શાંતિસાગર


💥રણધીર ખાંટ💥
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી
બેનિટો મુસોલીની

ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું
લાકડાની ભારી અને કુહાડી

'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે
ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'

મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો
એક પક્ષ એક નેતા

ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો
કાળા રંગનો

મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું
રોમ-બર્લિન-ટોકિયો ધરીનું

'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું
24 ઓક્ટોબર,1929

જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી
રશિયા

દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું
1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ

કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇક્યારે
માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં

મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો
'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર

ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો
હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે

ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું
'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'

અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે
ભવાની મંદિર

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા
21

બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી
ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે

'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી
કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી

હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું
" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."


💥રણધીર ખાંટ💥
ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ક્યારે થઈ હતી
*1999*

નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા
*મલ્હાર*

ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ક્યારે બન્યા હતા
*1970*

ઉમાશંકર જોશીને 1967માં 'નિશીથ' રચના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નિશીથનો અર્થ શું થાય
*મધ્યરાત્રિનો દેવતા*

રવીન્દ્રનાથ ટાગોરે 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના કેટલા દેશોની મુલાકાત લીધી હતી
*13*

રવીન્દ્રનાથ ટાગોરે કુલ કેટલા કાવ્યોની રચના કરી છે
*2230*

નર્મદે ગુજરાતી સામાયિક "ડાંડિયો" ની સૌપ્રથમ શરૂઆત ક્યારે કરી હતી
*1864*

કનૈયાલાલ મુનશીનું એકમાત્ર નાટક કયું
*ધ્રુવસ્વામિની*

કનૈયાલાલ મુનશીએ રાજકારણમાંથી ક્યારે નિવૃત્તિ લીધી
*1960*

કવિ કલાપીનો રાજ્યાભિષેક કેટલા વર્ષની ઉંમરે થયો હતો
*21 વર્ષની*

બોટાદકર દામોદર ખુશાલદાસ 6 ધોરણના અભ્યાસ બાદ કેટલા વર્ષની વયે શિક્ષક બન્યા હતા
*13 વર્ષની વયે*

દત્તાત્રેય બાલકૃષ્ણ 'કાલેલકર' તરીકે શાથી ઓળખાયા
*વતન કાલેલી હોવાથી*

મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કયા વર્ષે બન્યા હતા
*1970માં*

મનુભાઈ પંચોળીનું અંતિમ અધ્યાય કયું છે
*આપણો વારસો અને વૈભવ*

ગોવર્ધનરામને કવિ ન્હાનાલાલે કેવા કવિ કહ્યા છે
*જગત સાક્ષર*


💥રણધીર ખાંટ💥
વિખ્યાત 'કૈલાશનાથ મંદિર' જે દ્રવિડ વાસ્તુકળાનો નમૂનો છે એ ક્યાં આવેલ છે
*કાંચિપુરમ*

રાજ્ય વહીવટના ક્ષેત્રમાં ચોલ રાજવંશનું મુખ્ય પ્રદાન છે
*એક સંગઠિત સ્થાનિક સ્વવહીવટમાં*

મગધમાં શાહી મૌર્યના તરત પછી ઉત્તરાધિકારી કોણ હતા
*શુંગ*

પાંડયોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર કયું હતું
*મદુરાઈ*

મહાન સમ્રાટ કનિષ્ક કયા વંશના હતા
*કુષાણ*

કનિષ્કના શાસનકાળમાં બૌદ્ધસભા કયા નગરમાં મળી હતી
*કાશ્મીર*

સાત વાહનોની રાજકીય ભાષા કઈ હતી
*પ્રાકૃત*

શક-કુષાણ યુગમાં સુવર્ણ-રજત સિક્કાઓનું પ્રમાણ હતું:
*14:1*

યુનાની,કુષાણ અને શકમાંથી અનેક લોકોએ હિન્દૂ ધર્મને બદલે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે-
*જાતિ પ્રથાથી વશ હિન્દૂ ધર્મ પ્રત્યે તેઓ આકર્ષિત થયા નહીં*

બુદ્ધની ઊભી પ્રતિમા કોના સમયમાં બનાવાઈ હતી
*કુષાણકાળ*

મૌર્ય પછી દક્ષિણ ભારતમાં સૌથી અસરકારક રાજ્ય કયું હતું
*સાતવાહન*

પ્રાચીન ભારતનો મહાન વ્યાકરણ લેખક પતંજલિ કોનો સમકાલીન હતો
*પુષ્યમિત્ર શુંગ*

ચૈત્ય.........
*પૂજા સ્થળ છે*

વિહાર..........
*નિવાસસ્થાન છે*

ત્રીજી શતાબ્દીમાં વારંગલ શા માટે પ્રખ્યાત હતું
*હાથીદાંતના કામ માટે*

હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વ પ્રથમ હતા
*મુદ્રાઓ*

સિંધુ ખીણની સભ્યતા અનાર્ય સભ્યતા હતી,કારણ કે -
*આ એક શહેરી સભ્યતા હતી*

સિંધુ ખીણની સભ્યતા લિપિ હતી
*અત્યાર સુધી સાચી ઓળખ હજુ સુધી થઈ શકી નથી*

હડપ્પાકાળની સભ્યતાનો વિશાળ કોઠાર (અનાજનો) ક્યાં મળ્યો
*મોહેં-જો-દડો*

જૈન ધર્મનું આધારભૂત બિંદુ છે-
*અહિંસા*

ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પહેલા બૌદ્ધ સંઘના નેતૃત્વ માટે કોને નિમ્યા હતા
*મહાકશ્યપ*

"જીવો અને જીવવા દો" કોણે કહ્યું
*મહાવીર સ્વામી*

કઈ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મૂકે છે
*સમૂહવાદી*

કઈ ભાષાનો વધારે પ્રયોગ 'બૌદ્ધવાદ'નાં પ્રચાર માટે કરવામાં આવ્યો
*પાલિ*

મહાવીરનો જન્મ કયા નામના ક્ષત્રિય ગોત્રમાં થયો હતો
*જનાત્રિકા*

'બુદ્ધ' શબ્દનો તાત્પર્ય (આશય) થાય છે:
*એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ*

જાતક પવિત્ર ગ્રંથ છે:
*બૌદ્ધનો*


💥રણધીર ખાંટ💥

*🖼ચિત્રકલા પ્રેમી🖼*
*(જન્મવર્ષ-નિધનવર્ષ) અને જન્મસ્થળ*

1.રવિશંકર રાવળ (1892-1977)
ભાવનગર

2.ચંદ્ર ત્રિવેદી
(1922-1994)
ભાવનગર

3.ભુપેન ખખ્ખર
(1934-2003)
મુંબઈ

4.કનુ દેસાઈ
(1907-1980)
અમદાવાદ

5.પિરાજી સાગરા
(1931-2014)
અમદાવાદ

6.ખોડીદાસ પરમાર
(1930-)
ભાવનગર

7.બંસીલાલ વર્મા "ચકોર"
(1917-2003)
ચોટીયા (જી.મહેસાણા)


💥💥

ગુજરાત રાજ્ય સરકારના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના એવોર્ડ્સ એનાયત કરે છે:-

*1.સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે

*2.એકલવ્ય એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે

*3.જયદીપસિંહજી એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ્સ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.


💥💥
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*


💥રણધીર ખાંટ💥
સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી
*વડતાલ*

કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે
*ડાકોર*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે
*બ્રહ્મસાવિત્રીનું*

ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો
*શિરીન ફોજદાર*

ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું
*ખંભાત*

ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું
*સજ્જન મહેતા*

સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો
*નાદિરશાહ*

ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે
*નેમ-રાજુલ ગુફા*

ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે
*સદનશાપીર*

કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા
*ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે
*ગુણભાખરી*

મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......
*ગલિયારા*

મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે
*મહેરાબ*

ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જ્યાં નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદના પ્રાંગણને શું કહેવાય
*સહન*


💥રણધીર ખાંટ💥
ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે
*પુરુષ સુક્ત*

ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે
*તૃષ્ણા*

શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા
*ઈટેરી સ્તૂપ*

જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે
*બાવા-પ્યારાની ગુફા*

કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો
*સંત માણેકનાથ*

ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું
*ઈલ્વ દૂર્ગ*

શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું
*વાગભટ્ટ*

શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે
*અંગારશા*

સમરથપુર કોનું પ્રાચીન નામ હતું
*ગિરનાર*

વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા
*કાશીનો દીકરો*

"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે
*શામળ*

'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે
*ઈંટોના સાત રંગ*

મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે
*કાકાની શશી*

ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે
*સંદેશક રાસ*

ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો
*હરિપ્રસાદ દેસાઈ*

નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા
*જ્યોતિન્દ્ર દવે*


💥રણધીર ખાંટ💥
અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે
*નં.8A*

મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે
*તાપી*

ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે
*દહેજ*

ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
*પંચમહાલ*

'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે
*હજીરા*

ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો
*ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*

IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી
*1969માં વડોદરા ખાતે*

મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે
*આલ્કોહોલ*

ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા
*વાલચંદ હિરાચંદ*

ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે
*ખેડા જિલ્લામાં*

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી
*ઇ.સ.1860*

હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે
*ખારાઘોડા*

મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે
*શેરડી*

આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે
*હોળીનો તહેવાર*

કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે
*ડેરી ઉદ્યોગ*

💥રણધીર ખાંટ💥

'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે
*રોઝ*

પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા
*મનુ*

'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે
*બૃહદારણ્ય ઉપનિષદમાં*

'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી
*આનંદપુરમાં*

'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો
*અબ્દુલ કાદિર બદાયુનીએ*

કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા
*એડવર્ડ સાતમાના*

કર્ણની પાલક માતાનું નામ શું હતું
*અનુરાધા*

કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે
*જૈન*


💥રણધીર ખાંટ💥
*રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં નિમણૂક પામતા સભ્યો*


*રાજ્યસભા*

12 સભ્યો

કલા,વિજ્ઞાન,સાહિત્ય,સમાજ-સેવા જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યક્તિઓ

આ સભ્યોની જરૂરિયાત

જો રાજ્યસભામાં નિષ્ણાત સભ્યો હશે તો દેશને દરેક ક્ષેત્રે આગળ વધવામાં મદદ મળશે



*લોકસભા*

2 સભ્યો

એન્ગલો-ઈન્ડિયન લોકો (એન્ગલો-ઇન્ડિયન એટલે જેની માતા ભારતીય હોય અને પિતા વિદેશી હોય)

આ સભ્યોની જરૂરિયાત

જો લોકસભામાં આ સભ્યો હશે તો દેશમાં રહેલા આ સમૂહને મદદ મળશે અને તેઓનો વિકાસ થશે


💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-13/01/2020🗞👇🏻~*

*📝13 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સંસ્કૃતિવિદ્ : પ્રિયબાળા શાહ*
*પૂરું નામ:-* પ્રિયબાળાબેન જીવણલાલ શાહ
*જન્મ:-* 13 જાન્યુઆરી, 1920, અમદાવાદમાં
*નિધન:-* 2011
1950માં 'વિષ્ણુધર્મોત્તર પુરાણ' શીર્ષકથી પીએચડીની પદવી હાંસલ કરી.
'ધ સન ઇમેજિસ' શીર્ષક તળે ડી.લિટ્ટની ડિગ્રી મેળવી.
વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ (આજની એચ.કે.કોલેજ) અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યા હતા.
*લખેલા પુસ્તકો:-* શ્રી વિષ્ણુધર્મોત્તર, પથ્થર બોલે છે, શ્રી અને સંસ્કૃતિ, ચાંદલો-બિંદી-તિલક, ટેમ્પલ્સ ઓફ ગુજરાત ટ્રેડિશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન, હિન્દુ મૂર્તિ વિધાન, તિબેટ, જૈન મૂર્તિ વિધાન જેવા 17 થી વધુ પુસ્તકો લખ્યા છે.
**

*અબુલફઝલ*
*જન્મ:-* 13 જાન્યુઆરી, 1551, આગ્રામાં
*પિતા:-* શેખ મુબારક
*મોટા ભાઈ:-* અબુલફૈઝી
*નિધન:-* ઇ.સ.1600 (ખૂન થયું હતું)
મોગલ શહેનશાહ અકબરના વિશ્વાસુ મંત્રી
'અકબરનામા'તેમનો મહત્વનો ફારસી ગ્રંથ છે.તેમાં અકબરનું શાસન વર્ણવાયું છે.
'આઈન-એ-અકબરી' માં અકબરનું રાજ્ય, રાજ્ય બંધારણ, ધર્મ વિષયક નીતિ રજૂ કરી છે.


●કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ પર તેનું નામ બદલીને શું કરવામાં આવશે
*શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ટ્રસ્ટ*

●BCCI ની વાર્ષિક પુરસ્કારોમા બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો પોલી ઉમરીગર એવોર્ડ કોણે અપાયો
*ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ*
*જસપ્રીત બુમરાહને દિલીપ સરદેસાઈ એવોર્ડ પણ મળ્યો*
*મહિલા ક્રિકેટરમાં પુનમ યાદવને બેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ*

●કયા દેશે દુનિયાનું સૌથી મોટું અને સંવેદનશીલ રેડિયો ટેલિસ્કોપ 3 વર્ષની ટ્રાયલ પછી શરૂ કર્યું
*ચીન*

●ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન્સી કોણ કરશે
*હરમનપ્રીત કૌર*

●ઓમાનના સર્વોચ્ચ શાસક સુલતાન કાબુસ અલ સઈદના અવસાન બાદ નવા શાસક તરીકે કોણે પદ સંભાળ્યું
*સુલતાન હલથામ બિન તારીક અલ સઈક*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-14/01/2020🗞👇🏾~*

*📝14 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*હાસ્યકાર વિનોદ ભટ્ટ*
*જન્મ:-* 14 જાન્યુઆરી, 1938, નાંદોદ (અમદાવાદ)
*નિધન:-* 2018
નાનપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા
કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં 'હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો'જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા
'પહેલું સુખ તે મૂંગી નાર'થી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરી
*લખેલાં પુસ્તકો:-* વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ્, ઇદમ ચતુર્થમ્, સુનો ભાઈ સાધો, વિનોદની નજરે, અને હવે ઇતિ-હાસ, નરો વા કુંજરો વા, શેખાદમ...ગ્રેટાદમ....,અમદાવાદ એટલે અમદાવાદ, અથથી ઇતિ, પ્રસંગોપાત્ત, વગેરે, વગેરે, વગેરે..., આંખ આડા કાન, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી, આજની લાત,
'વિનોદ વિમર્શ' ગુજરાતી ભાષાનું હાસ્યનું સૌપ્રથમ ગંભીર પુસ્તક છે.
'વિનોદની નજરે' પુસ્તકનું ચરિત્ર ચિત્રણ શૈલીના પુસ્તકોમાં જોટો જડે તેમ નથી
*સન્માન:-* 1989-રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક, નીલકંઠ પુરસ્કાર વગેરે.


●સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજયબીનું સ્થાન કોણે આપ્યું
*શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)*

●આ વર્ષે (વર્ષ 2020) રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*રાજકોટ ખાતે*

*●ઘવાયેલાં પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ~1962~*

●સ્પેનિશ સુપર કપ (ફુટબોલ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*રિયલ મેડ્રિડ (11મી વખત)*
*એટલેટિકો મેડ્રિડને હરાવ્યું*

●બ્રિટનમાં કયું વાવાઝોડું આગળ વધી રહ્યું છે
*બ્રેન્ડન*

●ફિલિપાઈન્સમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*તાલ જ્વાળામુખી*

●હાલના TRAI ના અધ્યક્ષ કોણ છે
*આર.એસ.શર્મા*

●દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવામાં આવે છે
*10મી જાન્યુઆરી*

●તાજેતરમાં જારી કરવામાં આવેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2020માં કયો દેશ પ્રથમ નંબર પર રહ્યો
*જાપાન*

●હાલમાં પ્રસિદ્ધ નૃત્યાંગના મીનતી મિશ્રાનું અવસાન થયું. તેઓ કયા રાજ્યના હતા
*ઓડિશા*

●હાલમાં વિશાખપટ્ટનમ ખાતે નૌસૈનિક અભ્યાસ આયોજિત થયો.તેનું નામ શું હતું
*મિલન*

●7મી રાષ્ટ્રીય આઈસ હોકી મહિલા ચેમ્પિયનશિપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*લડાખ ટીમ*

●કયા રાજયમાં લોકપ્રિય રથ મહોત્સવનો પ્રારંભ થયો
*તમિલનાડુ*

●SBI એ 2020માં ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*4.6%*

●હાલમાં દિલ્હી ભાજપ નેતા જય ભગવાન ગોયલે લખેલું કયું પુસ્તક મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે
*આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી*

●પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને લાહોર હાઇકોર્ટે ફાંસીની સજા માફ કરી.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
● .bmpબિટ મૅપ ઇમેજ - bit map image

● .jpg જૉઇન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ - Joint Photographic Experts group

● .png પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ - Portable Network Group

● .gif ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ - Graphics Interchange Format

● .tiff ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ - Tagged image File Format

💥રણધીર💥
*~👁‍🗨સામાન્ય જ્ઞાન👁‍🗨~*


◆ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે
*આચાર્ય દેવવ્રત*

◆યુનેસ્કોએ ભારતના કયા શહેરનો સમાવેશ 'વર્લ્ડ હેરિટેજ સાઈટ'માં કર્યો છે
*જયપુર*

◆'વિમ્બલ્ડન-2019'માં પુરુષ વિભાગમાં ચેમ્પિયન કોણ બન્યું છે
*યોકોવિચ*

◆હિન્દુ ધર્મના અઢાર પુરાણોના રચયિતા કોણ છે
*મહર્ષિ વેદવ્યાસ*

◆એશિયાનો સૌથી મોટો પશુમેળો કયા સ્થળે ભરાય છે
*સોનપુર*

◆ભારતમાં 'કૃત્રિમ પગ' માટે પ્રખ્યાત શહેર કયું છે
*જયપુર*

◆2 પાઉન્ડ = ..............ગ્રામ.
*900*

◆ભારતના કયા રાજ્યમાં લગ્ન નોંધણી અગાઉ HIVનું પરીક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે
*ગોવા*

◆ગુજરાતમાં સૌપ્રથમ 'હેલ્થ ATM' કયા શહેરમાં શરૂ થયું છે
*ભાવનગર*

◆અત્યાર સુધીમાં ભારતના કેટલા સ્થળોને યુનેસ્કોની 'વર્લ્ડ હેરિટેજ સાઈટ'માં સ્થાન મળ્યું છે
*38*

◆સ્વતંત્રતા દેવીનું પૂતળું અમેરિકાને કયા દેશે આપ્યું હતું
*ફ્રાન્સ*

◆ભારતનું 'રાષ્ટ્રીય જળચર પ્રાણી' કયું છે
*ડોલ્ફિન*

◆'વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ-2019'માં હેટ્રિકની કેટલી ઘટનાઓ નોંધાઈ હતી
*2*

◆'માનવ અધિકાર દિન'ની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે
*10 ડિસેમ્બર*

◆લોકસભાની કાર્યવાહી માટે કેટલા સંસદ સભ્યોની હાજરી જરૂરી હોય છે
*10 ટકા*

◆હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિની શોધ કયા દેશમાં થઈ હતી
*જર્મની*

◆લોકસભાના વર્તમાન સ્પીકર કોણ છે
*ઓમ બિરલા*

◆ભારતની પ્રખ્યાત ખેલાડી દુતીચંદ કઈ રમત સાથે સંકળાયેલ છે
*એથ્લેટીક્સ*

◆કપૂર એ કેવો પદાર્થ છે
*ઉર્ધ્વપાતી*

◆ફેસબુકનું વડુમથક ક્યાં આવેલું છે
*અમેરિકામાં*

◆વાતાવરણમાં ઓઝોન વાયુ (O3)ના ભંગાણ માટે કયો વાયુ મુખ્ય જવાબદાર છે
*CFC*

◆મનુષ્યના પાચનતંત્રનો સૌથી લાંબો ભાગ કયો છે
*નાનું આંતરડું*

◆પ્રખ્યાત તીર્થધામ 'અંબાજી' ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે
*દાંતા*

◆લેખક એલેક્ઝાન્ડર ફાર્બસને ગુજરાતી લખતા વાંચતા કોણે શીખવાડ્યું હતું
*દલપતરામ*

◆'આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન' કઈ તારીખે ઉજવવામાં આવે છે
*3 ડિસેમ્બર*

◆'જે વ્યક્તિને માણસ ઓળખતા આવડે છે, તે સફળ બિઝનેસમેન છે.'- આ વિધાન કોનું છે
*ચાણક્ય*

◆'આયુષ્યમાન ભારત' યોજના હેઠળ ગરીબ પરિવારોને કેટલા રૂપિયાનું વાર્ષિક હેલ્થ કવર મળે છે
*5 લાખનું*

◆ગુજરાતી ફિલ્મ 'કંકુ' કયા ગુજરાતી લેખકની નવલકથા પર આધારિત છે
*પન્નાલાલ પટેલ*

◆પુસ્તક : 'લિસનિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ' ના લેખક કોણ છે
*વૈકેયા નાયડુ*

◆માતા-પિતાની સેવાચાકરી નહીં કરનાર સંતાનને જેલની સજા થશે.- એવો કાયદો ભારતના કયા રાજ્યમાં અમલી બન્યો છે
*બિહાર*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-16-17/01/2020🗞👇🏻~*

*📝16 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સંગીતકાર ઓ.પી.નૈયર*
*પૂરું નામ:-* ઓમકાર પ્રસાદ નૈયર
*જન્મ:-* 16 જાન્યુઆરી, 1926 પાકિસ્તાનમાં લાહોરમાં
*નિધન:-* 2007
તેમની પહેલી ફિલ્મ 1949ની 'કનીજ'માં બેકગ્રાઉન્ડ સંગીતથી સંગીત યાત્રા શરૂ કરી.
કઝરા મોહબ્બતવાલા, યહ દેશ હૈ વીર જવાનો કા, એક પરદેશી મેરા દિલ લે ગયા, લે કે પહેલા પહેલા પ્યાર, બાબુજી ધીરે ચલના, કભી આર કભી પાર જેવા અનેક કર્ણપ્રિય ગીતો નૈયર સાહેબે આપ્યા છે.

આજે નાની પાલખી વાળાનો પણ જન્મ દિવસ છે.

આજે કવિ સુંદરજી બેટાઈ, પત્રકારત્વના ઇતિહાસકાર રતન રૂસ્તમ માર્શલ, ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક અને ઇતિહાસકાર એડવર્ડ ગીબનની પુણ્યતિથિ છે.


*📝17 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*એમ.જી.આર. : એમ.જી.રામચંદ્રન*
*પૂરું નામ:-* મરુધર ગોપાલન રામચંદ્રન
*જન્મ:-* 17 જાન્યુઆરી, 1917, શ્રીલંકાના કેન્ડીમાં
*નિધન:-* 24 ડિસેમ્બર, 1987 મદ્રાસમાં
તેઓની પહેલી ઓળખ અભિનેતા તરીકેની છે.
1936માં સાથી લીલાવથી ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો.
1950માં મન્થીરકુમારી ફિલ્મ દ્વારા તમિલ ફિલ્મોમાં પ્રકાશમાં આવ્યા.
1972માં ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
ડીએમકે પક્ષના સભ્ય, ધારાસભ્ય, એસઆઈડીએમકે (ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ) પક્ષની સ્થાપના અને તમિલનાડુના મુખ્યમંત્રી વગેરે એમ.જી.આર.ની રાજકીય વિકાસ અવસ્થાઓ હતી.
તેમના મુખ્યમંત્રી કાળ (1977-1987) દરમિયાન કન્યાઓ માટે સ્કૂલ બસ અને મધ્યાહન ભોજન યોજનાઓ અસ્તિત્વમાં આવી હતી.
લોક કલ્યાણકારી યોજનાઓના કારણે એમ.જી.આર. 'મક્કલ થીલાગલ' (લોકોનો રાજા) તરીકે જાણીતા બન્યા હતા.

આજે અમેરિકન ક્રાંતિના થિંક ટેન્ક બેન્જામિન ફ્રેન્કલીનનો પણ જન્મ દિવસ છે.


●15 જાન્યુઆરીસેના દિવસ
15 જાન્યુઆરી, 1949ના રોજ જનરલ કે.એમ.કરિઅપ્પાએ સેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે પદભાર સંભાળ્યું ત્યારથી સેના દિવસ ઉજવાય છે.

●દેશની ત્રીજી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ (IIS) ક્યાં નિર્માણ પામશે જેનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
*કલોલ તાલુકાના નાસ્મેદ ગામે*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કેટલામી આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવ્યો
*7મી*

●2019નો ICC ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ કોણે મળ્યો
*ઈંગ્લેન્ડના બેન સ્ટોકસને*
*રોહિત શર્મા વન-ડે અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ*
*વિરાટ કોહલીને સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ એવોર્ડ*

●પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા કોણ બની
*વેસ્ટઇન્ડિઝની જેક્લિન વિલિયમ્સ*

●આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કેટલામો 'ધર્મજ ડે' મનાવાયો
*14મો*

●ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ 1 કલાકથી વધુ મોડી પડે તો કેટલા રૂપિયા વળતર આપશે
*૱100*
*2 કલાકથી વધુ મોડી પડે તો ૱250 વળતર મળશે*

●કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સુરતના હજીરામાં કેટલામી હોવિત્ઝર વજ્ર ટી ગન રાષ્ટ્રને અર્પણ કરી
*51મી*
*એલ એન્ડ ટી અને દક્ષિણ કોરિયા સાથે મળીને નિર્માણ પામી*

●વિદેશી ધરતી પર 500 ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ટીમ કઈ બની
*ઈંગ્લેન્ડ*

●કયા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જલ્લિકટ્ટુ રમતનું આયોજન કરવામાં આવે છે
*તમિલનાડુ*

●ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ના ચેરમેનપદે કોણ બિન હરીફ ચૂંટાઈ આવ્યા
*ગોવિંદ પરમાર*

●કયા બે પુલિત્ઝર એવોર્ડ વિજેતા પત્રકારોએ ટ્રમ્પની ભૂલો અંગેનું પુસ્તક 'અ વેરી સ્ટેબલ જીનિયસ' લખ્યું છે
*ફિલિપ રૂકર અને કેરોલ લિયોનિંગ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥