સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥CURRENT🔥~*

*~_🗞Date:-01/01/2020_🗞~*

*📝1 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લઘુ ગાંધી : મકનજીબાબા*
*પૂરું નામ:-* મકનજી કોટાભાઈ ચૌધરી
*જન્મ:-* સુરત જિલ્લાના બેડકૂવા ગામે
વેડછી ગામમાં શિક્ષક હતા
દાંડીકૂચમાં તેમણે 'અરુણ ટુકડી'માં ભાગ લીધો હતો
હિન્દ છોડો આંદોલન દરમિયાન તેઓએ વાલોડ મથકે કામ કર્યું

*'ગાંધીજીના હનુમાન' : મહાદેવભાઈ દેસાઈ*
*જન્મ:-* સરસ ગામમાં (સુરત)
ગાંધીજીના અંગત મંત્રી
'શુક્રતારક' તરીકે જાણીતા બન્યા હતા
'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એવું બહુમાન મેળવ્યું હતું
*મહત્વની કૃતિઓ:-* ગોખલેના વ્યાખ્યાનો, ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ, વિથ ગાંધીજી ઈન સિલોન, મહાદેવભાઈની ડાયરી 1 થી 12 (ગાંધીજી અંગેની નોંધો)-(દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કૃતિ-1955), બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ, બે ખુદાઈ ખિદમતગાર

●દેશમાં 10 લાખથી વધુ વસતીવાળા શહેરોમાં સ્વચ્છતા મામલે કયું શહેર ટોપ પર રહ્યું
*મધ્યપ્રદેશનું ઇન્દોર*
*સ્વચ્છતામાં ટોપ-20માં ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ- સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા*

●ભારતભરમાં જંગલો અને વન આચ્છાદિત વિસ્તારની સ્થિતિ દર્શાવતો ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ-2019 મુજબ ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારમાં કેટલા ટકાનો વધારો થયો
*7.57*

●ભારતમાં બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા. ભારત CDS નિયુક્ત કરનારો કેટલામો દેશ બન્યો
*5મો*
*અમેરિકા, બ્રિટન, ચીન અને ફ્રાન્સ પછી*

●અમદાવાદમાં કેટલામો 'સપ્તક' શાસ્ત્રીય સંગીત મહોત્સવ પ્રારંભ થયો
*40મો*
*આ મહોત્સવની શરૂઆત 1980માં થઈ હતી*

●શિક્ષણ વિભાગના GCERT વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ-4, 6 અને 7ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ગુજરાત એચિવમેન્ટ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવેમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવ્યો
*64.37% સાથે નર્મદા જિલ્લો*

●બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ક્યાંની છે
*મહેસાણા*

●વાયુ પ્રદૂષણ સામે જાગૃતિ સર્જવા ભારતીય રેલવેએ કયા રેલવે સ્ટેશન પર 'ઓક્સિજન પાર્લર' શરૂ કર્યું
*નાસિક રેલવે સ્ટેશન*

●ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે
*ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ફાજિલનગર વિભાગમાં*

●કેન્દ્રીય મંત્રીમંડળે રોહતાંગ ટનલને દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ આપવાની મંજૂરી આપી દીધી છે. આ ટનલની કુલ લંબાઈ કેટલી છે
*8.8 કિમી*
*3000 મીટરની ઊંચાઈએ*

●ઢાકામાં રજત જયંતિ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કયા ભારતીય પુરાતત્વવિદનું સન્માન કરવામાં આવ્યું
*ડૉ.રામચંદ્રન નાગાસ્વામી*

●દેશના આગામી વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*હર્ષવર્ધન શ્રિગલા*
*વિજય ગોખલેનું સ્થાન લેશે*

●કયા રાજ્યની સરકારે તાજેતરમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે કિસાન લોન માફી યોજનાને મંજૂરી આપી
*મહારાષ્ટ્ર*

●કયા રાજ્યની સરકારે 2020ને સુશાસન ઠરાવના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
*હરિયાણા*

●ઈંધણ ફેલાવાના કારણે ઈક્વાડોરે કયા આઇલેન્ડ પર કટોકટી જાહેર કરી છે
*ગોલપાગોસ આઇલેન્ડ*

●કયા પ્રોજેક્ટ હેઠળ એમેઝોન અવકાશમાં 3000થી વધુ ઉપગ્રહોનું લોન્ચિંગ કરશે
*પ્રોજેક્ટ કુઈપર*

●બાંગ્લાદેશ જુનિયર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સિરીઝ-2019નું પુરુષ સિંગલ્સ કોણે જીત્યું
*ભારતીય મિસનામ મીરાબા લુવાંગ*

●એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડી FICCI ના અધ્યક્ષ બન્યા.

●તાજેતરમાં સિનેમેટોગ્રાફર કે.કે.રામચંદ્રબાબુનું અવસાન થયું. તેઓ મલયાલમ સિનેમા સાથે સંકળાયેલા હતા.

●તાજેતરમાં વિદુષી સવિતા દેવીનું અવસાન થયું. તેઓ બનારસ ઘરાનાના હતા.તેઓ શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત હતા.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*📝રૂઢિપ્રયોગ-અર્થ📝*

*ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ*

◆અવળા પાસા પડવા
ગણતરી ઊંધી પડવી

◆એકના બે ન થવું
મક્કમ રહેવું, હઠ ન છોડવી

◆એક લેવું ને બે મેલવું
ખૂબ વઢવું

◆એકડા વગરના મીંડા
તદ્દન વ્યર્થ, મૂલ્યહીન

◆એકડો કાઢી નાખવો
અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન લેવું

◆નવ ગજના નમસ્કાર
દૂર રહેવું

◆નવ ગજની જીભ હોવી
બહુ બોલ બોલ કરવું

◆બત્રીશીએ ચઢવું
વગોવાવું, લોકચર્ચાનો વિષય બનવું

◆બારમો ચંદ્રમા હોવો
અણબનાવ હોવો

◆બાર વાગી જવા
આફત આવી પડવી

◆બારનું ચોથ કરવું
અણઘડપણામાંથી કામ ઊંધું મારવું

◆બે પાંદડે થવું
ઠરી ઠામ થવું

◆બે પૈસાનો જીવ થવો
શ્રીમંત થવું

◆ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું
નવી શરૂઆત, પાછલું ભૂલવું

◆સોળ આની
પૂરેપૂરું

◆ઇકોતેર પેઢી તારવી
બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

◆ખાતું સરભર કરવું
બદલો લેવો

◆ત્રિરાશિ માંડવી
ગણતરી કરવી

◆ધકેલ પંચા દોઢસો કરવું
ખોટી રીતે વિલંબ કરવો

*વિજ્ઞાનના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ*

●અન્નપાણી ઝેર થઈ જવા
અતિશય દુઃખમાં હોવું

●અબખે પડવું
અરૂચિ થવી

●આકડે મધ
સહેલાઇથી દુર્લભ વસ્તુ મળવી

●આગમાં ઘી નાખવું
પરિસ્થિતિને વધારે ખરાબ કરવી

●આદુમાં સૂંઠ થવી
અતિશય ક્ષય થવો

●ઓરડે તાળા દેવા
વંશવેલો અટકાવવો, નિઃસંતાન થવું

●કસ કાઢવો
સખત મહેનત કરાવવી

●કાંચીડાની માફક રંગ બદલવો
જલદી વિચાર બદલાવા

●ખાટું મોળું થઈ જવું
બગડી જવું

●ખારી દાઢ થવી
લાલચ થવી

●ગગનમાં ઉડવું
મિથ્યાભિમાન દાખવવું

●ચકલા ચૂંથવા
નજીવા કામમાં ખાલી માથું મારવું

●છાશમાં પાણી ઉમેરવું
વાત વધારીને કહેવી

●ગ્રહણ વખતે સાપ કાઢવો
અણીને સમયે નડતર ઊભું કરવું

●દાળ ગળવી
મતલબ પાર પડવો

●નખ જેવું હોવું
વિસાત વિનાનું હોવું

●મગજમાં રાઈ ભરાવી
અભિમાન થવું

●ભેજાનું દહીં થવું
સખત શ્રમથી મગજ થાકી જવું

*📖👆🏻ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના શૈક્ષણિક પ્રવાહોને વાચા આપતું સામયિકમાંથી👆🏻📖*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-02/01/2020🗞👇🏻~*

*📝2 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ક્રિકેટર રમણ લાંબા*
*જન્મ:-* 2 જાન્યુઆરી, 1960, ઉત્તરપ્રદેશના મેરઠમાં
*નિધન:-* 1998
બાંગ્લાદેશના ક્રિકેટના વિકાસમાં લાંબાનું મસમોટું પ્રદાન રહ્યું છે
ટેસ્ટ ક્રિકેટમાં કારકિર્દી 17 જાન્યુઆરી, 1987થી 25 નવેમ્બર, 1987
વન-ડે ક્રિકેટમાં અઢી વર્ષ સુધી રમ્યા તેમાં કંઈ વિશેષ સીમા ચિહ્નો નથી તેનું કારણ લાંબાનું સતત ઇજાગ્રસ્ત થતા રહેવું
રણજી ટ્રોફીમાં અંદાજે 17 વર્ષની કારકિર્દીમાં 53.91ની સરેરાશ 22 સદી, 5 બેવડી સદી, 312ના સર્વોચ્ચ સ્કોર સાથે 6262 રન બનાવ્યા
23 ફેબ્રુઆરી,1998ના રોજ રમાયેલી એક મેચમાં ફોરવર્ડ શોર્ટલેગ પર ઓવરના ત્રણ જ બોલ બાકી હતા તેથી ઓવર પુરી થયે હેલ્મેટ પહેરીશ તેમ વિચારી વગર હેલ્મેટ ઉભા રહ્યા.માથામાં જોરદાર શોટ વાગ્યો, 'હું તો મરી ગયો'ની ચીસ સાથે તેઓ પેવેલિયન તરફ ભાગ્યા થોડા સમયમાં કોમામાં સરી પડ્યા અને અપૂરતી મેડિકલ સુવિધાઓના કારણે ત્રણ દિવસ પછી રમણ લાંબાનું અવસાન થયું.

*શીખ ધર્મના દસમા ગુરુ : શ્રી ગુરુ ગોવિંદસિંહ*
*જન્મ:-* પોષ સુદ સાતમ વિક્રમ સંવત 1723ના પટણા શહેરમાં
*પિતા:-* ગુરુ તેગબહાદુર
*માતા:-* ગુજરીજી
પિતા તેગ બહાદુર ઢાકા હોઈ *શીખ પંડિત કૃપાલે તેમને શસ્ત્રશાસ્ત્ર શીખવ્યા*
કહેવાય છે કે ગુરુજીના જન્મ દિવસે તે સમયના પ્રસિદ્ધ મુસ્લિમ સંત ભીખનશાહે પશ્ચિમના બદલે પૂર્વ તરફ મુખ રાખી નમાજ પઢી.
ભારતીય શાસ્ત્રો અને શાહનામાનો તેમણે અભ્યાસ કર્યો.શીખોની પરીક્ષા લીધી.પાંચ બલિદાન માંગ્યા. જે 'પંચ પ્યારા' કહેવાયા.
પિતા તેગ બહાદુરનો ઔરંગઝેબે વધ કર્યો
ખાલસા પંથની રચના કરી
ઇ.સ.1699 વૈશાખીના દિને કેશ, કાંસકો, કડું, કચ્છા અને કિરપાણ એમ પાંચ કક્કા તૈયાર કર્યા
પાઘડી બાંધવાની ફરજિયાત કરી
આપણે સૌ સિંહના સંતાન છીએ માટે નામ પાછળ રાય-દાસ કઢાવી તેમણે સિંહ મુકાવ્યું.
સ્ત્રીઓના નામની પાછળ 'કૌર' એટલે કે રાજકુમારી લખવાનું જાહેર કરી તેમને પણ સન્માન આપ્યું.
રાષ્ટ્રીય એકતાને આદર્શ તેમના પ્રથમ પાંચ પ્યારા દેશના જુદા જુદા ધર્મ અને પ્રદેશના હતા.તેમાં જાતિભેદ ન હતો.
1.દયારામ ખત્રી-લાહોર
2.ધર્મદાસ જાટ-દિલ્હી
3.સાહેબસિંહ નાઈ-બિહાર (વિદર્ભ)
4.હિંમતસિંહ ઝીવર-કહાર (જગન્નાથપુરી)
5.મોહકચંદ છીબા (ધોબી) દ્વારકા-ગુજરાત
તેમણે 'ગ્રંથસાહેબ'ને જ ગુરુ માનવાનો આદેશ આપ્યો.
*નિધન:-* આજીવન સંઘર્ષ ખેલી તેઓ ઇ.સ.1708માં અવસાન પામ્યા.

●ભારત મનુષ્યને અંતરિક્ષમાં મોકલનારો દુનિયાનો કેટલામો દેશ બનશે
*ચોથો*
*અમેરિકા, ચીન અને રશિયા પછી*

●રાજ્યના સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકા વધારો કરાયો
*5%*
*7મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું 12% થી વધી 17% થયું*

●પ્રથમ વખત વાઘની જેમ સિંહની ગણતરી રાજ્યના કેટલા જિલ્લાઓમાં થશે
*સાત*

●4 દિવસીય આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ ક્યાં થયો
*વડોદરા*

●'વન નેશન વન રેશનકાર્ડ' યોજના કેટલા રાજ્યોમાં શરૂ થઈ
*12*

●ગુજરાતના કયા પાંચ જીલ્લાઓમાં મેડિકલ કોલેજો ક્યાં સ્થપાશે
*પંચમહાલ, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ અને મોરબી*

●ઈસરોએ સૂર્યનું નિરીક્ષણ કરવા માટે કયું સ્પેસ્ક્રાફ્ટ અવકાશમાં સૂર્ય તરફ મોકલવાનો નિર્ણય કર્યો છે
*આદિત્ય-એલવન (L1)*

●1943માં 30મી ડિસેમ્બરે સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્વતંત્ર ભારતનો ધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો જેની તાજેતરમાં 76મી વર્ષગાંઠ ઉજવવામાં આવી
*પોર્ટબ્લેર*

●કયા રાજ્યમાં રબંગ પુલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*અરૂણાચલ પ્રદેશ*

●કોનેરુ હમ્પી વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.તેઓ કયા રાજ્યના છે
*આંધ્રપ્રદેશ*

●નાસાની મહિલા અવકાશયાત્રી જેમને અંતરિક્ષમાં સૌથી ઝાઝા સમય સુધી રહેનારી નારી તરીકે વિક્રમ સ્થાપિત કર્યો તેનું નામ શું છે
*ક્રિસ્ટિના કોચ*
*અગાઉ પેગી વિસ્ટને સર્જેલો 289 દિવસનો રેકોર્ડ તોડ્યો*

●તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક 'ડ્રિમ્સ ઓફ અ બિલિયન : ઇન્ડિયા ધ ઓલિમ્પિક ગેમ્સ' ના લેખક કોણ છે
*નલિન મહેતા*

●બ્રિટન દ્વારા નાઈટહૂડના ખિતાબથી કોણે સન્માનિત કરવામાં આવશે
*ક્લાઈવ લોઈડ*

●સી.કે.નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*કૃષ્ણમાચારી શ્રીકાંતને*

●કયા દેશે પોતાની પર્સનલ ઈન્ટરનેટ સિસ્ટમ ઊભી કરી
*રશિયા*

●લોસાર મહોત્સવ ક્યાં મનાવામાં આવી રહ્યો છે
*લદાખ*

●લિવિંગ લિજેન્ડ લિયેન્ડર પેસે 2020માં સંન્યાસ લેવાની ઘોષણા કરી.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*સામાન્ય જ્ઞાન કસોટી*


●નીચેનામાંથી કયા શહેરની બે બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી રાજ્યની પ્રથમ મહિલા બની છે
A. અમદાવાદ
B. વડોદરા
*C. સુરત*
D. રાજકોટ

●વર્ષ 2019માં શાંતિ નોબેલ પુરસ્કાર મેળવનાર એબી અહેમદ અલી કયા દેશના વડાપ્રધાન છે
A. ઈરાક
*B. ઇથોપિયા*
C. ઇન્ડોનેશિયા
D. ઈરાન

●તાજેતરમાં ઈટાલીમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા દોડવીર કોણ બની
*A. દૂતીચંદ*
B. હિમાદાસ
C. સરિતા ગાયકવાડ
D. વી.કે.સિન્હા

●આંતરરાષ્ટ્રીય કક્ષાનું અને ભારતનું બીજું સર્પદંશ સંશોધન કેન્દ્ર ગુજરાતના કયા સ્થળે શરૂ કરવામાં આવશે
*A. ધરમપુર*
B. વલસાડ
C. કપરાડા
D. ઉમરગામ

●ગુજરાતનો કયો એકમાત્ર દરિયા કિનારો જે ચુનાની ટેકરીઓથી ઘેરાયેલો છે
A. વેરાવળ
*B. ગોપનાથ*
C. જામનગર
D. વલસાડ

●મહાત્મા ગાંધીજીના વૈચારિક ગુરુ કોણ હતા
A. શ્રીમદ રાજચંદ્ર
B. રા.વિ.પાઠક
C. ગોપાલકૃષ્ણ ગોખલે
*D. લિયો ટોલ્સટોય*

●ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ બનાવવામાં આવશે
*A. ગુવાહાટી*
B. ઈટાનગર
C. ઈમ્ફાલ
D. દિગ્બોઈ

●ગુજરાતના કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે
A. સિંહ
B. ઘુડખર
*C. સાબર*
D. વાઘ

●કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો
*A. ઔરંગઝેબ*
B. અકબર
C. બહાદુરશાહ ઝફર
D. હુમાયુ

●કયા ગુજરાતી સાહિત્યકારે અતિ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદને 'આર્યોના જનજીવનની આરસી' કહી છે
*A. મનુભાઈ પંચોળી*
B. રઘુવીર ચૌધરી
C. ઉમાશંકર જોશી
D. ગો.મા. ત્રિપાઠી

●સૂર્યમંડળના કયા ગ્રહને 'પાઘડીયો ગ્રહ' તરીકે ઓળખાય છે
A. ગુરૂ
B. શુક્ર
*C. શનિ*
D. બુધ

●આદિ માનવોના વસવાટ માટેનું જાણીતું સ્થળ ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે
A. ઉત્તરપ્રદેશ
*B. મધ્યપ્રદેશ*
C. મહારાષ્ટ્ર
D. રાજસ્થાન

●ગુજરાતનું કયું ગામ વિશ્વનું પ્રથમ વ્યસનમુક્ત ગામ બન્યું
*A. ભેખડિયા*
B. કવાંટ
C. જામળા
D. જામપુર

●આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે
A. સુરેન્દ્રનગર
*B. મોરબી*
C. રાજકોટ
D. જૂનાગઢ

●ગુજરાતના કેટલા જિલ્લાને દરિયા કિનારો સ્પર્શે છે
A. 10
B. 13
*C. 15*
D. 9

●તાજેતરમાં નવું કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના પ્રથમ લેફ. ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
A. ગિરીશચંદ્ર મુર્મૂ
*B. આર.કે.માથુર*
C. સતપાલ માલિક
D. અજિત દાભોલ

●દેશના ડિજિટલ નકશાનો આંતરિક હિસ્સો બનનાર બંજરી ગામ કયા રાજયમાં આવેલું છે
A. ગુજરાત
*B. મધ્યપ્રદેશ*
C. ઉત્તરપ્રદેશ
D. રાજસ્થાન

●પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કયું ખનિજ મળી આવ્યું છે
A. લોખંડ
B. તાંબું
*C. મેગેનીઝ*
D. અબરખ

●ગુજરાતી કવિ સિતાંશુ યશચંદ્રને મધ્યપ્રદેશની સરકારે કયું સન્માન એનાયત કર્યું છે
*A. કબીર સન્માન*
B. નર્મદ સન્માન
C. નરસિંહ મહેતા
D. મીરાં સન્માન

●યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેરનો દરજ્જો પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ શહેર કયું છે
A. જયપુર
*B. અમદાવાદ*
C. વારાણસી
D. વડોદરા

●તાજેતરમાં અમિતાભ બચ્ચનને કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે
*A. દાદાસાહેબ ફાળકે*
B. ભારતરત્ન
C. રેમન મેગ્સેસ
D. એકપણ નહિ

●ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કાર્યરત થયું છે
A. ધોલેરા
*B. પીપાવાવ*
C. કંડલા
D. દહેજ

●એક જ ક્રિકેટ વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ છે
A. વિરાટ કોહલી
B. કુમાર સંગાકારા
*C. રોહિત શર્મા*
D. ક્લેટ વોલકોટ્ટ

●પેરાલિમ્પિક ગેમ્સમાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે
*A. દીપા મલિક*
B. પારૂલ પરમાર
C. કે.જેનિથા એન્ટો
D. નિધિ મિશ્રા

●તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશની એરફોર્સ સાથે ગરૂડ કવાયત યોજી હતી
A. જાપાન
*B. ફ્રાન્સ*
C. બાંગ્લાદેશ
D. ચીન

●તાજેતરમાં ગુજરાતની પ્રથમ ફોરેન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરવામાં આવી છે
*A. અમદાવાદ*
B. ગાંધીનગર
C. વડોદરા
D. ભાવનગર

●જળનીતિ અપનાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે
A. મિઝોરમ
B. ગુજરાત
*C. મેઘાલય*
D. મધ્યપ્રદેશ

●ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું
A. મહાદેવી
*B. ગૌતમી*
C. અહલ્યા
D. યશોધા

●બંધારણની કલમ 370 બંધારણના કયા વિભાગમાં સામેલ કરવામાં આવી છે
A. વિભાગ-18
B. વિભાગ-20
*C. વિભાગ-21*
D. વિભાગ-25

●ભારતીય સેનાએ કયા દેશ પાસેથી ટેન્ક વિરોધી સ્પાઈક મિસાઈલો ખરીદવા માટેનો ઓર્ડર આપ્યો છે
A. જાપાન
B. ફ્રાન્સ
*C. ઈઝરાયેલ*
D. અમેરિકા

●ભારતના પ્રથમ અંધ મહિલા IAS અધિકારી પ્રાંજલ પાટિલ અર્નાકુલમ જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.તે જિલ્લો કયા રાજયમાં આવેલો છે
A. તમિલનાડુ
B. આંધ્રપ્રદેશ
C. કર્ણાટક
*D. કેરળ*

●તાજેતરમાં રાજ્યનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો કયો જાહેર કરવામાં આવ્યો
A. અમદાવાદ
*B. ગાંધીનગર*
C. મહેસાણા
D. પાટણ

●ગુજરાતી ભાષાની શ
્રેષ્ઠ ફિલ 'રેવા' ધ્રુવ ભટ્ટની કઈ નવલકથા પર આધારિત બની છે
*A. તત્વમસિ*
B. સમુદ્વાન્તિકે
C. અકૂપાર
D. અતરાપી

●ગુજરાતી પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું હુલામણું નામ શું હતું
A. ચકોર
*B. બચુ*
C. ઘનશ્યામ
D. ચેતન

●ભારતની કઈ એથ્લેટીક્સ 'ધીંગ એક્સપ્રેસ' તરીકે ઓળખાય છે
A. પી.ટી.ઉષા
B. સરિતા ગાયકવાડ
*C. હિમાદાસ*
D. દૂતીચંદ

●કયા વેદમાં 'સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ'નો ઉલ્લેખ જોવા મળે છે
A. અથર્વવેદ
B. સામવેદ
C. યજુર્વેદ
*D. ઋગ્વેદ*

●'નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન' આ પંક્તિના રચયિતા કોણ છે
A. કલાપી
*B. બ.ક.ઠાકોર*
C. સુન્દરમ્
D. નરસિંહ દિવેટિયા

●ગુજરાતમાં ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે
*A. બનાસકાંઠા*
B. સાબરકાંઠા
C. અરવલ્લી
D. દાહોદ

💥રણધીર💥
*🌊વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે :-🌊*
1. કચ્છ
2. મોરબી
3. જામનગર
4. દેવભૂમિ દ્વારકા
5. પોરબંદર
6. જૂનાગઢ
7. ગીર સોમનાથ
8. અમરેલી
9. ભાવનગર
10. અમદાવાદ
11. આણંદ
12. ભરૂચ
13. સુરત
14. નવસારી
15. વલસાડ
●ગુજરાતમાં નાની-મોટી 185 નદીઓ આવેલી છે.

●ભૂપૃષ્ઠ અને આબોહવા જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓના કારણે ગુજરાતના નદી તંત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

1.કચ્છનું નદીતંત્ર, 2.સૌરાષ્ટ્રનું નદીતંત્ર, 3.તળગુજરાતનું નદીતંત્ર

નદીતંત્રના પ્રકારો મુજબ કચ્છનું નદીતંત્ર- *શુષ્ક નદીતંત્ર*

સૌરાષ્ટ્રનું નદીતંત્ર- *અપકેન્દ્રીય / ત્રિજ્યાકાર નદીતંત્ર*

તળગુજરાતનું નદીતંત્ર- *વૃક્ષાકાર / પાદયાકાર નદીતંત્ર*

કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.

💥રણધીર💥
*◆અલ્લાહ બંધ :-*

આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયાં. દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઊપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો. અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું. એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.

*◆સૂરજબારી બંધ :-*

કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.

💥રણધીર💥
*🌪પાછા ફરતા મોસમી પવનોની ઋતુ:-🌪*

ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે.
ચોમાસાની ઋતુ દરમિયાન નૈઋત્યના ભેજવાળા પવનો અરબ સાગર પરથી પ્રવેશતા હોય છે. તે વાતાવરણની દબાણની પરિસ્થિતિ બદલાતા જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફરવા લાગે છે.

💥રણધીર💥
*🏜જમીનના ઘટકો🏜*

હવા - 25%
ભેજ - 25%
સેન્દ્રીય પદાર્થ - 5%
ખનીજ, ચીકણી માટી, ઝીણી રેતી, મોટી રેતી - 45%

*◆યાદ રાખો:-*

ખેતીની જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ - 5%

ખેતીની જમીનમાં ખનીજ પદાર્થનું પ્રમાણ - 45%

કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ - 60-70%

સૌથી વધુ સેન્દ્રીય પદાર્થ - જંગલની જમીનમાં

રેતાળ જમીનમાં છિદ્રાવકાશ સૌથી વધુ હોય છે.

જમીનનો નમૂનો લેવા કયું ઓજાર વપરાય છે ? - ઓગર

સૌથી વધુ ભેજ ધારણ શક્તિ - માટીયાળ જમીનમાં

ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી લંબાઈ - 15 થી 25 સે.મી.

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*~🗞Date:-03/01/2020🗞~*

*📝3 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*મહાનાયિકા : સાવિત્રીબાઈ ફૂલે*
*જન્મ:-* 3 જાન્યુઆરી, 1831, મહારાષ્ટ્રના નયગાંવમાં
*નિધન:-* 10 માર્ચ, 1897
19મા સૈકાના મહાનાયિકા, ભારતમાં પહેલી પેઢીના નારીવાદી કર્મશીલ અને મરાઠીના આદ્ય કવયિત્રી
તેમના લગ્ન 9 વર્ષની વયે જોતિબા ફૂલે સાથે થયા હતા
જોતિબા ફૂલેએ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ સાવિત્રીબાઈને નિયુક્ત કર્યા હતા. પણ તે જમાનામાં શિક્ષિકા સાવિત્રીબાઈની સફર સહેલી ન હતી.ઘરથી શાળાએ જતા તેમના પર રૂઢિચુસ્તો, છાણ-મળ-મૂત્ર વગેરે ફેંકતા.તેમને જવાબ આપવા તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય તો શાળાએ જઈ બીજી પહેરી શકાય.
આ સંઘર્ષ યાત્રાએ સાવિત્રીબાઈને સુધારક બનાવ્યા.પતિનાં સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે જેવા લિંગ અને જ્ઞાતિને આધારે ચાલતા સામાજિક દુષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો.
વિધવાઓએ ફરજિયાત માથું મુંડાવવા જેવી કુરીતિઓ વિરુદ્ધ તો તેઓએ હજામો સામે પણ આંદોલન કર્યું હતું.

આજે ભારતની આઝાદીનો માર્ગ મોકળો કરનાર ક્લેમેન્ટ એટલીનો પણ જન્મ દિવસ છે.

આજે સાહિત્યકાર વેણીભાઈ પુરોહિત અને સ્વતંત્રતા સેનાની સુશીલાબેન નાયરની પુણ્યતિથિ છે.



●રેલવે સંબંધી તમામ કામ માટે હવે કયો એક જ હેલ્પલાઇન નંબર
*139*

●ચીનમાં દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈસ્પીડ સ્માર્ટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડી
*બેઇજિંગ અને ઝાંગજિયાકો*

●ગુજરાતની 54.9% મહિલાઓ એનિમિયાથી પીડાય છે.દેશભરમાં ગુજરાત કેટલામાં સ્થાને છે
*13મા*
*ડાંગમાં સૌથી વધુ 72.3%*
*સુરતમાં સૌથી ઓછું 39%*
*રક્તકણોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઉંમર પ્રમાણે ખૂબ જ ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે*

●ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ ક્યાં બનાવાઈ
*અમદાવાદમાં કાંકરિયા ખાતે*

●ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન જેમને હાલમાં નિવૃત્તિ લીધી
*સુનીતા લકડા*

●યુનિસેફનો અહેવાલ : વિશ્વભરમાં નવા વર્ષના પ્રારંભે 4 લાખ બાળકો જન્મ્યા. સૌથી વધુ ભારતમાં 67,385 બાળકો જન્મ્યા, વિશ્વવિક્રમ

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
ભૂકંપ વિશેનું વિજ્ઞાન *સિસ્મોલોજી*

ભૂકંપ માપવાનું સાધન *સિસ્મોગ્રાફ*

ભૂકંપનું માપન *રિક્ટરસ્કેલ*

ભૂકંપનો વ્યાસ માપવા માટે *મરક્યુરી સ્કેલ*

ભૂકંપની લહેરો ત્રણ પ્રકારની છે:-
1.પ્રાથમિક લહેરો (P-Waves)
2.સેકન્ડરી લહેરો (S-Waves)
3.લંબગત લહેરો (L-Waves)

💥રણધીર💥
*ઉચ્ચપ્રદેશોના પ્રકારો*

◆અંતરાપર્વતીય :
બે પર્વતોની વચ્ચે આવેલા

◆પર્વતપદીય :
પર્વત અને મેદાન વચ્ચે આવેલા

◆તટીય :
સમુદ્રના કિનારાના ભાગના

◆મહાદ્વિપીય :
ઘસારણના કારણે બનેલા

◆ગુંબદાકાર :
પ્લેટોની હલન-ચલનના કારણે જમીનનો ભાગ ઉપસી આવે તે

*ઘસારણથી રચાયેલા મેદાનો*

●લોએસ :
જમીનના ઘસારાથી રચાયેલ

●કાર્સ્ટ :
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

●સમપ્રાય :
સમુદ્ર કિનારાના મેદાનો

●ગ્લેશિયર્સ :
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

●રણપ્રદેશ :
રેતીના કણોથી રચાયેલા મેદાનો

💥રણધીર💥
*વાતાવરણમાં રહેલા અગત્યના વાયુઓનું પ્રમાણ*

★નાઇટ્રોજન - 78%

★ઓક્સિજન - 21%

★ઓર્ગોન - 0.93%

★કાર્બન ડાયોક્સાઇડ - 0.03%

💥રણધીર💥
*વિશ્વના જાણીતા ઉષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો :*
બન્ની : કચ્છ (ભારત)
સહારા : ઉત્તર-મધ્ય અમેરિકા
કમ્પાઝ : બ્રાઝીલ
લાનોસ : વેનેઝુએલા (દક્ષિણ આફ્રિકા)

*વિશ્વના જાણીતા સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો :*

પ્રેયરી : યુ.એસ.એ., કેનેડા
પમ્પાસ : આર્જેન્ટિના
વેલ્ડ : દક્ષિણ આફ્રિકા
ડાઉન્સ : ઓસ્ટ્રેલિયા
સ્ટેપી : એશિયા

ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે
*અરવલ્લી*

ભારતની સૌથી યુવા પર્વતમાળા કઈ છે
*હિમાલય*

💥રણધીર💥
*વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં*

1.ક્ષોભાવરણ 16 થી 18 કિમી.

2.સમતાપ આવરણ 18 થી 35 કિમી.

3. મધ્ય આવરણ 80 કિમી.

4. આયનાવરણ 200 કિમી.

5. બાહ્યાવરણ 400 કિમી. થી 800 કિમી.

*ઈગ્લુ, જ્યુપીક, ઉમીયાક શું છે*

*ઈગ્લુ:-* એસ્કિમો લોકો શિયાળામાં બરફના ઘરમાં રહેતા હોય છે તેને ઈગ્લુ તરીકે ઓળખવામાં આવે છે.

*જ્યુપીક:-* એસ્કિમો લોકો ઉનાળામાં ચામડાના તંબુમાં રહે છે. જેને જ્યુપીક કહે છે.

*ઉમીયાક:-* એસ્કિમો લોકો શિકાર કરવા માટે જે હોડી અથવા ગાડીનો ઉપયોગ કરે છે તેને ઉમીયાક કહે છે.

💥રણધીર💥
*🕳કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ🕳*

*🕳શોર્ટ ટ્રીક : એબીલીપી🕳*

*1. એન્થ્રેસાઈટ :-* 90% થી પણ વધુ કાર્બન.

*2. બીટુમીન્સ:-* 60-90% કાર્બન.

*3.લિગ્નાઈટ:-* 40-60% કાર્બન.

*4.પીટ:-* 40% થી પણ ઓછું કાર્બન.

💥💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-04/01/2019~*

*📝4 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લુઈ બ્રેઈલ*
*જન્મ:-* 04/01/1809, કુપ્રે ગામમાં (ફ્રાન્સ)
*નિધન:-* 06/01/1951
ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા.
બાળવયે પિતાની લોઢાની અણીદાર આર લઈને રમતાં- રમતાં અકસ્માતે એની આર એમની આંખમાં ભોંકાઈ અને એક આંખ ફૂટી ગઈ. ચેપને લીધે બીજી આંખ પણ જતી રહી. તેથી ચાર વર્ષની નાની વયે તેઓ સંપૂર્ણ અંધ બની ગયા.
પેરિસની અંધ શાળામાં દાખલ થયા અને શિક્ષણ પૂરું કર્યું. એ પછી એ જ શાળામાં શિક્ષક બન્યા.
1829માં તેમણે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લિપિ વિકસાવી.તેમણે શોધેલી આ પદ્ધતિ વિશ્વભરમાં 'બ્રેઈલ' તરીકે જાણીતી થઈ.આ લિપિ માત્ર છ ટપકાં પર જ રચાયેલી છે.
તેઓ ઉત્તમ પ્રકારના સંગીતકાર પણ હતા અને પેરિસના સર્વશ્રેષ્ઠ ઓર્ગેનિસ્ટોમાં તેમની ગણના થતી હતી.આમ, લૂઈ બ્રેઈલ પ્રજ્ઞાચક્ષુઓ માટે આંખ બન્યા.


*ગાંધીવાદી અર્થશાસ્ત્રી : જે.સી.કુમારાપ્પા*
*મૂળ નામ:-* જોસેફ ચેલાદુરાઈ કોર્નેલિયસ કુમારાપ્પા
*જન્મ:-* 4 જાન્યુઆરી, 1892, તમિલનાડુના થન્જાવુરમાં ઈસાઈ પરિવારમાં
*નિધન:-* 30 જાન્યુઆરી, 1960
અર્થશાસ્ત્ર અને ચાર્ટર એકાઉન્ટસીના ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન ગયા.
સમયાંતરે ભારતના આર્થિક પ્રવાહો વિશે લેખો લખવાનું ચાલુ કર્યું.
1928માં અમેરિકાની સિરાક્સ અને કોલમ્બિયા યુનિવર્સિટીઓમાં બિઝનેસ મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
1929માં મહાત્મા ગાંધીના પ્રભાવમાં ગ્રામોદ્યોગ, ગ્રામ સ્વરાજ, ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત વગેરેના ચુસ્ત સમર્થક બન્યા.
ગૂજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું.

આજે સર આઈઝેક ન્યૂટન, અભિનેત્રી નિરૂપા રોયનો પણ જન્મદિન છે.

આજે ગોવર્ધનરામ ત્રિપાઠી અને ઉપેન્દ્ર ત્રિવેદીની પુણ્યતિથિ છે.



●અમેરિકી હુમલામાં ઈરાની સેનાના ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ કુદ્સ ફોર્સના જનરલ જેમનું મોત થયુ તેમનું નામ શું
*કાસીમ સુલેમાની*

●રાજસ્થાનમાં નાગોરના પાંચલા સિદ્ધા ગામમાં કયો આંતરરાષ્ટ્રીય ઉત્સવ ચાલી રહ્યો છે
*માં*

●તાજેતરમાં જાહેર થયેલા FSI રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૌથી વિશાળ વનવિસ્તાર કયા રાજયમાં આવેલો છે
*મધ્યપ્રદેશ*

●એસડીજી સુચકાંક 2019-20માં ભારતનો સ્કોર કેટલો છે
*60*
*એસડીજીનું ફૂલ ફોર્મ :- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ*
*તે યુએન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તમામ સભ્ય દેશોએ અનુસરવાના થાય છે.*

●કયા રાજયમાં ધાનુ જાત્રા મહોત્સવનો પ્રારંભ થયો હતો
*ઓડિશા*
*ધાનુ જાત્રા સૌથી મોટું ઓપન એર થિએટ્રીકલ પર્ફોમન્સ છે.*
*ઓડિશાના બારાગઢ શહેરમાં 8 કિલોમીટરની ત્રિજ્યામાં આ નાટય આધારિત મહોત્સવ ઉજવવામાં આવે છે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🍾વ્હિસ્કી, વાઈન, બીયર, જીન, શેમ્પેઈન, ફેની, શેડર, વોડકા અને સ્કોચ વચ્ચેનો તફાવત🍷🍻*

*🍷વ્હિસ્કી:-* ઘઉં, જવ, જુવારમાંથી બને છે. કડવી હોય છે. ઓલ્કોહોલનું પ્રમાણ 34-40% હોય છે.

*🍷વાઈન:-* દ્રાક્ષમાંથી બને છે. સ્વાદમાં તુરી હોય છે. આલ્કોહોલનું પ્રમાણ 40 થી 45% હોય છે.

*🍷બીયર:-* જવમાંથી બને છે. આલ્કોહોલનું પ્રમાણ 5% હોય છે.

*🍷જીન:-* લેડી ડ્રિન્ક, દેખાવમાં પાણી જેવું હોય છે. દુર્ગંધ રહિત હોય છે.

*🍷શેમ્પેઈન:-* ફ્રાન્સમાં આવેલો વિસ્તાર છે.જ્યાંની દ્રાક્ષમાંથી આ પીણું બને છે. મોંઘુ હોય છે.

*🍷રોડર:-* કેનેડામાં સફરજનમાંથી બને છે.

*🍷ફેની:-* કાજુમાંથી બને છે.

*🍷વોડકા:-* ફ્રાન્સમાં બને છે. પાણી જેવું હોય છે.

*🍷સ્કોચ:-* ઘઉંમાંથી બને છે.

💥R.K.💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-05-06/01/2020🗞👇🏻~*

*📝5 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ક્રાંતિવીર : બારિન્દ્રકુમાર ઘોષ*
*જન્મ:-* 5 જાન્યુઆરી, 1880 લંડનમાં પાસે કોયડનમાં
*નિધન:-* 18 એપ્રિલ, 1959
મહાન ક્રાંતિકારી અને અધ્યાત્મ પુરુષ શ્રી અરવિંદના નાના ભાઈ
શિક્ષણ દેવગઢ અને પટણામાં
1902માં ક્રાંતિકારી ગતિવિધિઓમાં ઝંપલાવનાર બારિન્દ્ર 1906માં 'યુગાંતર' પત્રના સ્થાપક બન્યા.
અંગ્રેજ અધિકારી કિંગ્સફોર્ડની હત્યાનું કાવતરું કે જે અલીપુર કાવતરા કેસ તરીકે જાણીતું છે તેમાં તેમની ધરપકડ થઈ પછી તે સજા જન્મટીપમાં ફેરવવામાં આવી.જે તેમણે અંદામાનની સેલ્યુલર જેલમાં કાપી અને 1920માં છૂટ્યા પછી પત્રકારત્વ શરૂ કર્યું.


*📝6 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*નાટ્યકાર : વિજય તેંડુલકર*
*જન્મ:-* 6 જાન્યુઆરી, 1928 મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં
*નિધન:-* 19 મે, 2008
તેમને 6 વર્ષની ઉંમરે પહેલી વાર્તા લખી હતી.
11 વર્ષની વયે પહેલું નાટક લખ્યું અને ભજવ્યું.
'ઘાસીરામ કોતવાલ'(6 હજારથી વધુ વખત ભજવાયેલું) નાટકની સફળતા પછી ભારતીય સાહિત્ય જગતમાં તેમનું નામ ગુંજતું રહ્યું.
સમયાંતરે ગિદ્ધે ગિદ્ધે, ઢાઈ પન્ને, શાતાતા ! કોર્ટ ચાલુ આહે, કમલા, કન્યાદાન જેવા અનેક નાટકો રચ્યાં.
અર્ધસત્ય, નિશાંત, આક્રોશ જેવી ફિલ્મોની પટકથા પણ લખી હતી.

આજે 'દિ પ્રોફેટ'ના સર્જક ખલિલ જિબ્રાનનો પણ જન્મ દિવસ છે.

આજે બ્રહ્મકુમાર ભટ્ટ, કવિ લાભશંકર ઠાકર, ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડર રોઝવેલ્ટની પુણ્યતિથિ છે.


●ઈસરોનું અંતરિક્ષ માટે નવું કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું
*કર્ણાટક*

●અમેરિકાએ સુલેમાનીને મારી નાખવા કયું ડ્રોન વાપર્યું હતું
*એમ-ક્યુ રેપ્ટર ડ્રોન*
*આ ડ્રોન અમેરિકાની કંપની જનરલ એટોમિક્સ એરોનોટિક સિસ્ટમ (GAAS) દ્વારા તૈયાર કરાયેલું*

●વર્ષ 2020માં અમદાવાદમાં કેટલામો ફ્લાવર-શોનો પ્રારંભ થયો
*8મો*
*2013માં ફ્લાવર-શો નો પ્રારંભ થયો હતો*

●દુનિયાનું સૌથી મોટું ખીલેલું ફૂલ ક્યાંથી મળ્યું
*ઇન્ડોનેશિયાના સુમાત્રા આઇલેન્ડ પરથી*
*ફુલનું નામ:- રેફલિસિયા*
*વ્યાસ:- 4 ફૂટ*

● ભારતના પૂર્વ ઓલ રાઉન્ડર જેમને હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
*ઈરફાન પઠાણ*

●પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર કોણે આપવામાં આવશે
*રાજસ્થાનના જયપુરના હદયેશ્વર ભાટીને*

●દક્ષિણ અમેરિકાનું સૌથી ઊંચું શિખર અકોંકાગોઆ હાલમાં ભારતની કઈ પર્વતારોહકે સર કર્યું
*હરિયાણાના હિસારના ફરીદપુર ગામની વિશ્વપ્રસિદ્ધ પર્વતારોહક અનિતા કુંડુંએ*

●જૂનાગઢના ભવનાથ તળેટીમાં કેટલામી અખિલ ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
*35મી*

●નૌકાદળની 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' અને 'બિગ ડેટા લેબોરેટરી'નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*જામનગર*

●ન્યૂઝીલેન્ડનો લિયો કાર્ટર એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર વિશ્વનો કેટલામો બેટ્સમેન બન્યો
*સાતમો*
*સુપર સ્મેશ ટી-20માં*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥