સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) વિશે...*

●BARC ભારતની અગ્રણી પરમાણુ સંશોધન સવલત છે. તેનું *વડુમથક મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ટ્રોમ્બેમાં* છે.

●પરમાણુ રીએક્ટરો અને ટેકનોલોજી માટે તમામ પ્રકારની સંશોધનાત્મક અને વિકાસ પ્રવૃત્તિઓને મજબૂત અને સુદૃઢ કરવા ભારત સરકારે *1954માં એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ, ટ્રોમ્બે (AEET)ની* સ્થાપના કરી હતી.

● *ડૉ.હોમી જહાંગીર ભાભાના* 1966માં નિધન બાદ સરકારે AEETનું પુનઃનામકરણ ભાભા એટમિક રિસર્ચ સેન્ટર કર્યું હતું.

💥રણધીર💥
♨️હરિવંશરાયની પ્રથમ પત્નીનું નામ શું છે
*✔️શયામા*

♨️મહાત્મા ગાંધીની દાંડીયાત્રા સાબરમતીથી દાંડી સુધી કેટલા કિમી. સુધીની હતી
*✔️385*

♨️કઈ પંચવર્ષીય યોજનાથી બેકારી નિર્મૂલન પર ભાર આપવામાં આવે છે
*✔️બીજી*

♨️દર્શના મવેતનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે
*✔️મણિપુરી*

♨️ગ્રામર ઓફ પોલિટિક્સ પુસ્તકના લેખકનું નામ શું
*✔️હરોલ્ડ લાસ્કી*

♨️ગાંધીજી પર કેટલી ગોળી છોડવામાં આવી હતી
*✔️3*

♨️ભારતમાં સૌપ્રથમ ગુલાબનો છોડ કોણ લાવ્યું હતું
*✔️બાબર*

♨️લોસર મહોત્સવ કયા જનસમૂહનો છે
*✔️તિબેટ*

♨️ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી ક્યાં આવેલ છે
*✔️ગોવા*

♨️અવકાશ માટે સંકળાયેલી 'મુનપેરીજ' ઘટનામાં કોના વચ્ચેના અંતર માટે ઘટાડો થાય છે
*✔️ચદ્ર અને પૃથ્વી વચ્ચેનું*

♨️ગુજરાત વિધાનસભાના પ્રથમ પ્રમુખ કોણ
*✔️કલ્યાણજી મહેતા*

♨️રાષ્ટ્રગાન જન-ગણ-મન ક્યારે રચાયું અને ક્યારે બંધારણ સભાએ સ્વીકાર્યું
*✔️1912 અને 24 જાન્યુઆરી,1950ના રોજ સ્વીકાર્યું*
*🔥CURRENT🔥*

*🗞Date:-19-20/12/2019🗞👇🏻*

*19 ડિસેમ્બર, દિન વિશેષ*

*ગુજરાતના રાજકુમાર : ગોપાળદાસ દેસાઈ*
*નામ:-* દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈ
*જન્મ:-* 19 ડિસેમ્બર, 1887માં વસોમાં
*નિધન:-* 5 ડિસેમ્બર, 1951
ગોપાળદાસ ઢસા પાસે રાય સાંકળીના જાગીરદાર હતા.આ જાગીર તેમને 1920-22ના અસહકાર આંદોલનમાં ભાગ લેવા બદલ અંગ્રેજોએ છીનવી લીધી હતી.
ગુજરાત કક્ષાએ થયેલી મોટાભાગની સંસ્થાકીય પ્રવૃત્તિઓ જેવી કે વડોદરા રાજ્ય પ્રજા પરિષદ, કાઠિયાવાડ રાજકીય પરિષદ, હરિપુરા કોંગ્રેસ અને સ્વાતંત્ર્યની બધી જ લાડતોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. આઝાદીની ઘણી લડતોમાં ભાગ લેવા બદલ ઘણી વખત જેલમાં પણ ગયા હતા.

આ ઉપરાંત આજે કસ્તુરભાઈ લાલભાઈ, પાંડુરંગ ગણેશ દેશપાંડે અને શૂન્ય પાલનપુરીનો પણ જન્મદિન છે.

આજે ઉમાશંકર જોશી, ચુનીભાઈ વૈદ્ય, અશફાકઉલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલની પુણ્યતિથિ છે.

*20 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે રસાયણ શાસ્ત્રના જનક થોમસ ગ્રેહામનો જન્મ દિન

આજે પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલ અને કચ્છના ઈતિહાસકાર જયરામદાસ નયગાંધીની પુણ્યતિથિ છે.

*રંગભૂમિ કલાકાર : શાંતા ગાંધી*
*જન્મ:-* 20 ડિસેમ્બર, 1917 મહારાષ્ટ્રના નાસિકમાં
*નિધન:-* 6 ફેબ્રુઆરી, 2002
નાટકોમાં તેમને લોકનાટ્યનું ભવાઈ સ્વરૂપ પસંદ હતું.
તેમના રઝિયા સુલતાન અને જસમા ઓડણ નાટકો વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા.
તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનના સ્થાપક સભ્ય હતા.

●રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ 2019 ગુજરાતી ભાષામાં કોણે મળશે
*વિખ્યાત હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને*
*તેમના પુસ્તક "મોજમાં રહેવું રે" માટે*
*રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ 23 ભાષા માટેના એવોર્ડ જાહેર કર્યા*

●કોંગ્રેસ સાંસદ શશી થરૂરને બ્રિટિશ કાળ પર અંગ્રેજીમાં લખેલા કયા પુસ્તક માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળશે
*'એન ઓરા ઓફ ડાર્કનેસ : ધ બ્રિટિશ અમ્પાયર ઇન ઇન્ડિયા' માટે*
*આ સિવાય હિન્દી સાહિત્યકાર નંદકિશોર આચાર્ય અને ઉર્દુના શાફે કિદવાઈને પણ આ એવોર્ડ મળશે*

●ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2 હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો
*કુલદીપ યાદવ*
*બે કે તેથી વધુ હેટ્રિક ઝડપનાર છઠ્ઠો ખેલાડી*
*કુલદીપ યાદવે અગાઉ ઓસ્ટ્રેલિયા અને હવે વેસ્ટઇન્ડિઝ સામે હેટ્રિક ઝડપી*
*શ્રીલંકાનો લસિથ મલિંગા સૌથી વધુ વખત (3 વાર) હેટ્રિક લેનાર બોલર*

●ભારત તરફથી વન-ડેમાં હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારી કોની વચ્ચે થઈ
*રોહિત શર્મા અને કે.એલ.રાહુલ(227 રન, વેસ્ટઇન્ડિઝ સામે)*

●સૌથી વધુ વૈજ્ઞાનિક લેખો પ્રસિદ્ધ કરવામાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*ત્રીજા*

●કોલકાતામાં આયોજિત મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જીઓ કિંગ એન્ડ ક્વિન 2019 સૌંદર્ય પ્રતિયોગીતામાં મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બ્યુટી વિથ બ્રેઇનનો એવોર્ડ કોણે જીત્યો
*અમદાવાદના વ્યવસાયે ડોક્ટર એવા ડો.અંબલી પટેલ*

●બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના કેબિનેટમાં કયા ત્રણ ભારતવંશી છે
*ગૃહમંત્રી પ્રીતિ પટેલ, કેબિનેટ મંત્રી આલોક શર્મા અને ટ્રેઝરીના મુખ્ય સચિવ ઋષિ સુનાક*

●સરદાર પટેલ નેશનલ પોલીસ એકેડેમીના વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અતુલ કરવાલ*

●તાજેતરમાં કયા દેશમાં આતંકી હુમલામાં 70 જેટલા સૈનિકોના મોત થયા
*નાઈઝર*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*યુરોપિયન કંપનીઓનું ભારતમાં આગમન*

◆પોર્ટુગીઝ1498

◆અંગ્રેજ1600

◆ડચ1602

◆ડેનિસ1616

◆ફ્રેન્સ1664

◆સ્વીડિશ1731

💥રણધીર💥
*યુરોપિયનોની ભારતમાં પહેલી કોઠી*

*★પોર્ટુગીઝ*કોચીન (કેરળ), 1503

*★ડચ* મૂછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ), 1605

*★અંગ્રેજ*સ્વેલી હેલ (સુરત), 1613

*★ડેનિસ*ત્રાવણકોર (તાંજોર), 1620

*★ફ્રેન્ચ* સુરત (ગુજરાત), 1668

💥રણધીર💥
*1857ના વિપ્લવના મુખ્ય કેન્દ્રો અને અગ્રણી લડવૈયા*

■દિલ્હી
બહાદુરશાહ-2, જફર બખ્તરખાં

■કાનપુર
નનાસાહેબ પેશ્વા

■લખનૌ
પૂર્વનવાબની બેગમ હઝરત મહલ, બિરજિસ કાદરી

■ઝાંસીગ્વાલિયર
રાણી લક્ષ્મીબાઈતાત્યા ટોપે

■બિહાર- જગદીશપુર
કુંવરસિંહ (જગદીશપુરના જાગીરદાર, 82 વર્ષની ઉંમરે), અમરસિંહ

■બરેલી
બહાદુરખાન

■ફૈજાબાદ
મૌલવી અહમદુલ્લા

■અલાહાબદ
લિયાકત અલી

■ફતેહપુર
અઝીમુલ્લા

■સુલતાનપુર
શહીદ હસન

■રેવાડી
રાવ તુલારામ

■ઝજ્જર
નવાબ અબ્દુલ રહેમાન ખાન

■સંભલપુર
સુરેન્દ્ર સાહિ, ઉજ્જવલ સાહિ

■કુલ્લુ
રાણા પ્રતાપસિંહ, વિરસિંહ

■બરાકપુર
મંગલ પાંડે


💥રણધીર💥
*🛑ગુજરાતમાં 1857ના સંગ્રામના મુખ્ય કેન્દ્રો🛑*

●અમદાવાદ, ગોધરા, પાટણ, ખેરાલુ, ખેડા, દ્વારકા, ઓખા, વિજાપુર, સાબરકાંઠા

★1857ના સંગ્રામમાં ગુજરાતમાં બ્રિટિશ રાજને બરોડાના ગાયકવાડ, ઈડરના રાજા અને રાજપીપળાના રાજાનું સમર્થન મળ્યું હતું.

◆1857ના વિદ્રોહ ટાણે ગુજરાતમાં ગરબડદાસ મુખી, જોધા માણેક અને મૂળુ માણેક તથા મગન ભૂખણ (વૈષ્ણવ) જેવા મહત્વના નેતાઓ ઉપરાંત સાબરકાંઠાના પાંડરવાડા ગામના આદિવાસીઓ અને ઓખામંડળના વાઘેરોએ પણ અંગ્રેજો સાથે સશસ્ત્ર લડત ચલાવી હતી.

💥રણધીર💥
*📖1857 પર આધારિત પુસ્તકો📖*


*📖ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ*
વિનાયક દામોદર સાવરકર

*📖ધ ગ્રેટ રિબેલિયન*
અશોક મહેતા

*📖સિપોય મ્યુનિટી એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857*
આર.સી.મજુમદાર

*📖એઇટીન ફિફટી સેવન📖*
એમ.એસ.સેન

*📖રિબેલિયન-1857📖*
પી.સી.જોશી

*📖હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન મ્યુટિની📖*
ટી.આર.હોમ્સ

*📖કોલેજ ઓફ ધ ઇન્ડિયન મ્યુટિની📖*
સર સૈયદ અહેમદ ખાન

💥રણધીર💥
*અંગ્રેજોના સામાજિક સુધારા માટેના મહત્વના કાયદા*

*સતીપ્રથા નિષેધ કાનૂન*
1829
વિલિયમ બેન્ટિક
તેના દ્વારા સતીપ્રથા પર પ્રતિબંધ મુકાયો

*નવજાત કન્યા હત્યા પ્રતિબંધ*
1795
જોન શોર
નવજાત કન્યાઓની હત્યાને પ્રતિબંધિત કરાઈ

*સંમતિ આયુ અધિનિયમ*
1891
લેન્સડાઉન
12 વર્ષથી ઓછી વયના બાળકોનાં લગ્ન પર પ્રતિબંધ

*બાળહત્યા નિરોધક કાનૂન*
1802
વેલેસ્લી
નવજાત શિશુની હત્યા પર પ્રતિબંધ

*શારદા એક્ટ*
1930
ઇરવિન
છોકરાઓ માટે વિવાહની લઘુતમ વય 18 અને છોકરીઓની વય 14 નિર્ધારિત કરાઈ

*હિંદુ વિધવા પુનર્વિવાહ એક્ટ*
1856
ડેલહાઉસી
વિધવા-વિવાહને માન્યતા અપાઈ

*હિંદુ મહિલા સંપત્તિ કાનૂન*
1937
ઓકલેન્ડ
હિંદુ મહિલાઓને સંપત્તિના અધિકાર અપાયા

💥રણધીર💥
*રતિલાલ બોરીસાગર*
*જન્મ:-* 31 ઓગસ્ટ, 1938
*જન્મ સ્થળ:-* સાવરકુંડલા
*અભ્યાસ:-* એમ.એ.,બી.એડ., પી.એચ.ડી.
*જીવનસાથી:-* સુશીલાબહેન
*માતા:-* સંતોષબહેન
*પિતા:-* મોહનલાલ
*કૃતિઓ:-* મરક-મરક (1977), આનંદ લોક (1983), લાલ વંદના
વ્યવસાયે શિક્ષક, પ્રોફેસર સાવરકુંડલા કોલેજ હતા.
તાજેતરમાં તેમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ 2019 મળવાની ઘોષણા કરવામાં આવી છે.તેમના પુસ્તક *મોજમાં રહેવું રે* માટે આ એવોર્ડ મળશે.
*ગોળમેજી પરિષદ*

*બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી (Round table conference) પરિષદો બોલાવી.*

*🛑પ્રથમ ગોળમેજી પરિષદ🛑*

●પરિષદનો આશય *સાયમન કમિશનના રિપોર્ટ પર વિચાર* કરવાનો હતો.

*●સમય:-* 12 નવેમ્બર, 1930 થી 19 જાન્યુઆરી, 1931

●ભારતનું *89 સભ્યોનું* પ્રતિનિધિમંડળ *'વાઇસરોય ઓફ ઇન્ડિયા' નામના જહાજમાં* પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયું.

●પરિષદનું *જ્યોર્જ પંચમે ઉદ્દઘાટન* કર્યું.

●કોંગ્રેસે આ પરિષદમાં ભાગ લીધો ન હતો.

*●રામસે મેકડોનાલ્ડ તેના અધ્યક્ષ* હતા.

*🛑બીજી ગોળમેજી પરિષદ🛑*

*●સમય:-* 7 સપ્ટેમ્બર, 1931 થી 1 ડિસેમ્બર, 1931

●કોંગ્રેસના *એકમાત્ર પ્રતિનિધિ ગાંધીજી* હતા.

●તેઓ *એસ.એસ.રાજપૂતાના નામના જહાજમાં* બેસીને લંડન ગયા હતા.

●આ દરમિયાન ગાંધીજીએ લંડનમાં કિંગ્સેહોલમાં પ્રવાસ કર્યો.

●અંગ્રેજ સરકારે *આ પરિષદમાં અનુસૂચિત જાતિને અલગ મતદાર મંડળ આપવાનો આગ્રહ* કર્યો.

●ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની.

*🛑ત્રીજી ગોળમેજી પરિષદ🛑*

*●સમય:-* 17 નવેમ્બર, 1932 થી 24 ડિસેમ્બર, 1932

●તેમાં *કુલ 46 પ્રતિનિધિઓએ* ભાગ લીધો.

●કોંગ્રેસ ગેરહાજર રહી.

*●તેજ બહાદુર સપ્રુ* અને *આંબેડકર* ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા નેતા હતા.

●તેમની ધરપકડ કરવામાં આવી અને *કોંગ્રેસને ગેરકાયદે સંસ્થા જાહેર કરવામાં આવી.*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*💀અવશેષોનો સમય નક્કી કરવાની પદ્ધતિ💀*

*કાર્બન ડેટિંગ*

રેડીયો કાર્બન પદ્ધતિ
કાર્બન C-14
એક વિકિરણશીલ કાર્બન છે જે તમામ પ્રકારના જીવોમાં છે.
સજીવના મૃત્યુ બાદ કાર્બન ફરીવાર વાતાવરણમાં ભળવા માંડે છે.

*પરાગ વિશ્લેષણ પદ્ધતિ*

વનસ્પતિના અવશેષોની ઉંમર નક્કી કરવા માટે
આ અનુમાન આધારે કાશ્મીર અને રાજસ્થાનમાં ઇ.સ.પૂર્વ 7000-6000માં પણ ખેતી થતી હતી.

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-21-22/12/2019🗞👇🏻*

*21 ડિસેમ્બર, દિન વિશેષ*

*વસ્તુલક્ષી ઈતિહાસકાર : લિયોપોન્ડ વોન રાંકે*
*જન્મ:-* 21 ડિસેમ્બર, 1795, જર્મનીના સેકસ પરગનામાં વિશ ખાતે
*નિધન:-* 1886
"હું પહેલા ઇતિહાસકાર છું અને પછી કેથોલિક છું."
1817 થી 1925 સુધી શિક્ષક
1825માં તેમની નિયુક્તિ બર્લિન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે
રાંકેનું પહેલું પુસ્તક લેટિન અને ટ્યુટોનિક પ્રજાનો ઇતિહાસ હતું.
તે પછી યુરોપ અને વિશ્વ ઇતિહાસને લગતા 100થી વધુ પુસ્તકો લખ્યા.


*22 ડિસેમ્બર, દિન વિશેષ*

*રસકવિ : રઘુનાથ બ્રહ્મભટ્ટ*
*જન્મ:-* 22 ડિસેમ્બર, 1892, નડિયાદમાં
*નિધન:-* 25 જુલાઈ, 1983
ભગવાન બુદ્ધ પર 16 વર્ષની ઉંમરે નાટક લખ્યું.
તેમણે લખેલા ગીતોમાં સૂર્યકુમારી, ભાવિ પ્રભાતિયાં, ઉષાકુમારી, સ્નેહમુદ્રા, અજાતશત્રુ અને જય સોમનાથ જેવાં નાટકોનો સમાવેશ થાય છે.
મધુવનમાં ઝૂલે તારી બાલા જોગણ કોઈ તરસ્યાને પાણી પાશો, એક જ લટ વિખરાણી, નવી દુનિયા વસાવીશું, મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવાં ગીતોએ જનમાનસને વિશેષ આકર્ષિત કર્યા છે.

*ગણિતશાસ્ત્રી : શ્રીનિવાસ રામાનુજન*
*જન્મ;-* 22 ડિસેમ્બર, 1887, તમિલનાડુના નાનકડા ગામમાં
*મૃત્યુ:-* 26 એપ્રિલ, 1920
1903માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી
મદ્રાસમાં કારકુન તરીકે જોડાયા
તેમણે ગણિતના 3,884 પ્રમેયોની શોધ કરી
ગણિતની અદ્ભૂત સંખ્યા પાઇ ઉપર તેમણે કામ કર્યું અને તેનાં મૂલ્યો શોધવાના સૂત્રો બનાવ્યા.

●સાયરસ મિસ્ત્રીને કઈ નેશનલ કંપનીએ તેમને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે બહાલ કરવાનો આદેશ આપ્યો
*લૉ એપેલેટ ટ્રીબ્યુનલ*

●તાજેતરમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કઈ ભારતીય મૂળની યુવતીએ ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરી મિસ ઈંગ્લેન્ડ બની
*ડૉ.ભાષા મુખર્જી*

●મિસ અમેરિકા 2020નો ખિતાબ કોણે જીત્યો
*અમેરિકાના વર્જિનિયાની રહેવાસી બાયોકેમિસ્ટ કેમિલી શ્રિયર*

●હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખપદે કોનો વિજય થયો
*યતીન ઓઝા*

●આનંદ મહિન્દ્રા પહેલી એપ્રિલ 2020ના રોજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું પ્રમુખપદ છોડી દેશે ત્યારબાદ એપ્રિલ 2021માં આ કંપનીના એમડી કોણે બનાવાશે
*અનિલ શાહ*

●કયા રાજ્યએ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવામાફી જાહેર કરી
*મહારાષ્ટ્ર*

●વિશ્વની પ્રથમ રોબોટ એમ્પ્લોયમેન્ટ એજન્સી કયા દેશમાં તૈયાર કરવામાં આવી
*ઈઝરાયેલ*

●સૂર્યમાળાની બહાર મળી આવેલા એક તારા અને તેના ઉપગ્રહને અનુક્રમે કયા ભારતીય નામો આપવામાં આવ્યા
*'વિભા' અને 'સંતમસ'*

●અમેરિકાના ફેશન મેગેઝીને જી-ક્યૂએ દરેક ક્ષેત્રની સેલિબ્રિટીને દાયકાના સૌથી સ્ટાઈલિસ્ટ પુરુષ તરીકે કોની પસંદગી કરી
*સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરર*

●ATPએ સ્પોર્ટ્સમેનશીપ એવોર્ડ કોણે આપ્યો
*સ્પેનિશ ખેલાડી નડાલને*
*નડાલ અને એશ્લી બાર્ટીને ITF વર્લ્ડ ચેમ્પિયન 2019 જાહેર કર્યા*
*ઇટાલીનો બેરેન્ટિની મોસ્ટ ઈમ્પ્રુવ્ડ પ્લેયર ઓફ ધ યર*
*બ્રિટિશ ટેનિસ ખેલાડી એન્ડી મરે 2019ના કમબેક પ્લેયર ઓફ ધ યર*

●ફિફા ટીમ ઓફ ધ યર કઈ ટીમ બની
*બેલ્જિયમ (સતત બીજા વર્ષે)*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-23/12/2019🗞👇🏻*

*23 ડિસેમ્બર, દિન વિશેષ*

*ચૌધરી ચરણસિંહ*

●તેમના જન્મ દિવસ નિમિત્તે 23 ડિસેમ્બર- રાષ્ટ્રીય ખેડૂત દિવસ

●સ્વતંત્ર ભારતના પાંચમા અને વ્યક્તિ તરીકે છઠ્ઠા વડાપ્રધાન બનનાર (1979-80).

●ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન, કેન્દ્રીય નાણાંમંત્રી જેવા પદ શોભાવનાર

●લોકસભામાં ક્યારેય પણ હાજરી ન આપનાર તેઓ એકમાત્ર વડાપ્રધાન

●ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં આવેલી છે

●ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનૌમાં આવેલું છે.

●'કિસાન ઘાટ' ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ છે.

*●લિખિત પુસ્તકો:-* ઇન્ડિયાસ ઇકોનોમિક પોલિસી : ધી ગાંધીયન બ્લુપ્રિન્ટ, ઇકોનોમિક નાઈટમેર ઓફ ઇન્ડિયા : ઇટ્સ કોસીસ એન્ડ ક્યોર, કો-ઓપરેટિવ ફાર્મિંગ એક્સ રેયડ

*ઔદ્યોગિક ક્રાંતિના જનક : રિચાર્ડ આર્કરાઈટ*
*જન્મ:-* 23 ડિસેમ્બર, 1732, ઈંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના પ્રિસ્ટન ખાતે
*નિધન:-* 3 ઓગસ્ટ, 1792
13 સંતાનોમાં સૌથી મોટા
તેમણે 1760ના અરસામાં કાપડ વણવાનું મશીન બનાવવાની શરૂઆત કરી જેનું વિકસિત સ્વરૂપ સ્પિનિંગ ફ્રેમ અને વોટર ફ્રેમ હતા.
1775માં ઓછા બળથી ચાલતા કારડિંગ મશીન બનાવ્યા.
તેમણે યુરોપમાં કારખાના પદ્ધતિનો આવિષ્કાર કર્યો
વિશ્વમાં ફેક્ટરી પદ્ધતિના જનકનું બિરુદ પામ્યા.


●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019માં વિજેતા કોણ બની
*વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયા*

●ખેલ મહાકુંભ-2019નો સમાપન સમારોહ ક્યાં યોજાયો
*અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે*
*ખેલ મહાકુંભનો આરંભ 2010થી કરાયો*

●અમેરિકાના પહેલા મહિલા ચીફ ટેકનોલોજી ઓફિસર કોણ બન્યા
*IIT ખડગપુરના મોનિશા ઘોષ*

●સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલમાં હાલમાં કયા વાવાઝોડાએ તબાહી મચાવી
*એલ્સા અને ફેબિયન વાવાઝોડું*

●ક્યૂબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ કેનલે 43 વર્ષ પછી તે દેશમાં વડાપ્રધાનન તરીકે કોની નિમણુક કરી
*મરેરો ક્રુઝ*
*1976 બાદ પ્રથમ વખત વડાપ્રધાનની નિમણુક*

●ભારતે વિન્ડિઝને સતત કેટલામી વન-ડે ક્રિકેટ સિરીઝમાં હરાવ્યું
*10મી*

●અબુધાબીમાં રમાયેલી મુબાડાલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ કોણે જીતી
*નડાલે(પાંચમી વખત(*
*સિત્સિપાસને હરાવ્યો*

●રોહિત શર્માએ ઓપનર તરીકે 1 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરી કોનો 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો
*શ્રીલંકાના જયસુર્યાનો*

●પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ કતાર ઇન્ટરનેશનલ કપમાં કેટલા કિલોગ્રામ ભારવર્ગમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ મેડલ મેળવ્યો
*49 કિલોગ્રામ*

●લોટરી પર જીએસટી કાઉન્સિલે કેટલા ટકા જીએસટી વસુલવાનો નિર્ણય કર્યો છે
*28%*

●વિજ્ઞાન અને એન્જીનીયરીંગ પર સૌથી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત કરનારો દેશ કયો બન્યો
*ચીન*

●તાજેતરમાં ઇન્ટરનેશનલ માઈગ્રન્ટ ડે (આંતરરાષ્ટ્રીય વસાહતી દિવસ) ક્યારે મનાવાયો
*18 ડિસેમ્બર*

●તાજેતરમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું
*ઓડિશા*

●હાલમાં કઈ અભિનેત્રીને WEF ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*દીપિકા પદુકોણ*

●હાલમાં મહિલા ક્રિકેટર લૌરા માર્શે નિવૃત્તિની ઘોષણા કરી.તે કયા દેશની છે
*ઈંગ્લેન્ડ*

●શતરંજમાં એકાધિક વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલા વિશ્વનાથ આનંદે તેની આત્મકથાનું અનાવરણ કર્યું.તેની આત્મકથાનું નામ શું છે
*માસ્ટરમાઈન્ડ*

●હાલમાં 5 દિવસ સુધી તાનસેન સમારોહ ક્યાં યોજાયો
*ગ્વાલિયરમાં*

●એચડીએફસી બેંકે 100 અબજ ડોલરની માર્કેટ કેપિટલનો આંકડો ક્રોસ કર્યો.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🖌ગુજરાતના ચિત્રકલાકારો🖌*

ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો
*ઈ.સ.1892માં ભાવનગરમાં*

ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
*બિલ્વમંગલ*

રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1935માં*

રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી
*ઇ.સ.1924*

રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો
*અજંતા (ઇ.સ.1926માં)*

ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો
*કપડવંજ*

શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી
*ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*

શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો
*ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*

શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે
*રંગોના રાજા*

ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે
*શ્રી યગ્નેશ્વર શુક્લ*

શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો
*વાલિયા (ભરૂચ જિલ્લો)*

રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો
*મા અને બાળક*

ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે
*શ્રી રસિકલાલ પરીખ*

રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે
*કલાસાધના*

કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો
*ચોટીલા*

શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."
*ગાંધીજીએ*

ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી
*શ્રી બંસીલાલ વર્મા*

જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું
*જવાહરલાલ નહેરુ*

ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા
*'નગરભૂષણ'*

બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઇ.સ.1994*

ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો
*મોહનપુર ગામમાં (વલસાડ)*

ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી
*શ્રી જશુભાઈ નાયક*

શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે
*પોટ્રેટના રાજા*

શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર*

'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે
*ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*

"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે
*શ્રી નટુભાઈ પરીખ*

"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે
*શ્રી રવિશંકર રાવળ*

શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો
*બાંધણી ગામ (જી.ખેડા)*

ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે
*શ્રી કનૈયાલાલ યાદવ*

શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો
*રતલામ*

શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ
*'ચકોર'*

*🔥CURRENT🔥*

*🗞Date:-24/12/2019🗞👇🏻*

*24 ડિસેમ્બર, દિન વિશેષ*

*ગાંધીજીનો બાબલો : નારાયણ દેસાઈ*
*જન્મ:-* 24 ડિસેમ્બર, 1924, વલસાડ
*નિધન:-* 15 માર્ચ, 2015
'ગાંધીજીના હનુમાન' અને અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર
તેમનો ઉછેર અમદાવાદના ગાંધી આશ્રમ અને સેવાગ્રામમાં થયો.
ગાંધી આશ્રમ એ જ જન્મ પછીનું એમનું રહેઠાણ હતું.
વર્ષ 1933માં ગાંધીજી સાથે વર્ધામાં વસવાટ કર્યો હતો.
સેવાગ્રામની બુનિયાદી શાળા અને વેડછીની ગ્રામ શાળામાં શિક્ષણકાર્ય કર્યું.
*મહત્ત્વની કૃતિઓ:-* મોહનને મહાદેવ, મા ધરતીને ખોળે, જયપ્રકાશ નારાયણ, ગાંધી વિચારો જૂનવાણી થઈ ગયા?, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ (પિતા મહાદેવભાઈનું જીવન ચરિત્ર), મારૂં જીવન એ જ મારી વાણી (ગાંધીજી ઉપર), માટીનો માનવી, વેડછીનો વડલો.

આ ઉપરાંત આજે મહમ્મદ રફી, સાને ગુરુજીનો પણ જન્મદિવસ છે.

આજે જયભિખ્ખુ, એમ.જી.રામચંદ્રન અને વાસ્કો-દ-ગામાની પુણ્યતિથિ છે.

●66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ એક્ટર એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોણે આપ્યા
*આયુષ્યમાન ખુરાના અને વિકી કૌશલ*

●2019-20 માટે ફિક્કીના નવા અધ્યક્ષ કોણ બન્યા
*એપોલો હોસ્પિટલના જોઈન્ટ એમડી સંગીતા રેડ્ડી*

●એસોચેમના પ્રમુખ કોણ બન્યા
*હીરાનંદાણી જૂથના સહસ્થાપક અને એમડી ડૉ.નિરંજન હીરાચંદાણી*

●અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલા દેશના નવા વિદેશ સચિવ બનશે.

●13મી ડિસેમ્બરે રાજ્યસભાનું કેટલામું સત્ર સંપન્ન થયું
*250મુ*

●બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના કેટલા પોલિટિશિયન્સ ચૂંટાઈ આવ્યા
*15*

●હાલમાં ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ડૂ ફિલ્મ ડે મારાકેચથી કઈ અભિનેત્રીને સન્માનિત કરવામાં આવી
*પ્રિયંકા ચોપરા*

●બ્રિટન પછી કયો દેશ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયો
*પોલેન્ડ*

●વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિમાં પ્રથમ સ્થાન કઈ મહિલાને આપવામાં આવ્યું
*જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ*

●દર વર્ષે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કઇ તારીખે મનાવામાં આવે છે
*14 ડિસેમ્બર*

●આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*12 ડિસેમ્બર*

●ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર કેટલા ટકા રહેવાનું અનુમાન જારી કર્યું છે
*5.6%*

●36મી આંતરરાષ્ટ્રીય ભૌગોલિક મહાસભા (ઇન્ટરનેશનલ જ્યોગ્રાફીકલ કોંગ્રેસ) કયા દેશમાં યોજાશે
*ભારતમાં*

●એશિયન ડેવલપમેન્ટ બેંકે ચાલુ વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*5.1%*

●આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ દેશના કેટલા સ્મારકોને મસ્ટ સી(must see)ની યાદીમાં મુક્યા છે
*138*

●કયા દેશમાં સર્વપ્રથમ કમર્શિયલ ઇલેક્ટ્રિક વિમાને ઉડાન ભરી
*કેનેડા*

●તાજેતરમાં અમેરિકા અને UAE વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો હતો. તે અભ્યાસનું નામ શું હતું
*આયરન યુનિયન-12*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-25/12/2019🗞👇🏻*

*25 ડિસેમ્બર, દિન વિશેષ*

*અટલબિહારી વાજપેયી*
*જન્મ:-* 25 ડિસેમ્બર, 1924, ગ્વાલિયર માં
*મૃત્યુ:-* 16ઓગસ્ટ, 2018

તેમના જન્મ દિવસ નિમિત્તે- *25 ડિસેમ્બર-રાષ્ટ્રીય સુશાસન દિવસ* (National Good Governance Day)
*વર્ષ 2015ના ભારત રત્ન* થી સન્માનિત
સ્વતંત્ર ભારતના *10માં અને વ્યક્તિ તરીકે 11માં વડાપ્રધાન* બનનાર
વડાપ્રધાન પદે *સૌથી ઓછા સમયગાળા એટલે કે 1996માં માત્ર 13 દિવસ વડાપ્રધાન* પદે રહેનારા વ્યક્તિ
*મોરારજીભાઈ દેસાઈની સરકારમાં વિદેશમંત્રી* પદ શોભાવેલું.
જનસંઘ રાજકીય પક્ષના સહસ્થાપકો પૈકીના એક છે.
*જનતા સંઘનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટી* કરાયું.
*લોકસભામાં 9 વખત રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર*
*વર્ષ 1998માં પોખરણ ખાતે ભૂગર્ભમાં પાંચ અણુ ધડાકાઓ* નું અણુ પરીક્ષણ કરનાર.
*ભારત-પાકિસ્તાન સંબંધો સુધારવા વર્ષ 1999માં દિલ્હી-લાહોર બસ સેવાનો* ઐતિહાસિક નિર્ણય લઈ સેવા શરૂ કરાવનાર.
તેઓના કાર્યકાળમાં *ઇન્ડિયન એર લાઇન્સના વિમાન IC-814નું અપહરણ થયું* અને તે વિમાનને અફઘાનિસ્તાન લઈ જવાયું.તે સમયે આતંકી મૌલાના મસુદ અઝહરને જેલમાંથી મુક્ત કરવો પડ્યો હતો. જે સમયે વિદેશમંત્રી પદે જસવંતસિંહ ફરજ બજાવતા હતા.
*નેશનલ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (સુવર્ણ ચતુર્ભુજ-ગોલ્ડન ક્વોર્ડિલેટરલ) અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના* વાજપેયીની માનીતી યોજનાઓ છે.
*વર્ષ 2001માં સંસદ ઉપર હુમલો થયો* અને આતંકવાદી અફઝલ ગુરુને વર્ષ 2013માં ફાંસી અપાઈ.
*વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા કાંડ* થયો.
રાજ્યસભામાં સંબોધન સમયે *ડો. મનમોહન સિંહે અટલબિહારી વાજપેયીને ભારતીય રાજનીતિના ભીષ્મપિતામહ* તરીકે ઓળખાવ્યા છે.
તેઓએ શિક્ષણમાં સુધારો લાવવા *વર્ષ 2001માં સર્વ શિક્ષા અભિયાનની* શરૂઆત કરી હતી.

*માનવધર્મી : દુર્ગારામ મંછારામ મહેતા*
*જન્મ:-* 25 ડિસેમ્બર, 1809, સુરતમાં વડનાગરા જ્ઞાતિમાં
*નિધન:-* 1876
19મા સૈકામાં દુર્ગારામે પુસ્તક પ્રચારક મંડળી, માનવ ધર્મસભા જેવી સંસ્થાઓના માધ્યમથી વિધવા વિવાહ, નાત-જાતના બંધનો, ભૂત-પ્રેતના ચમત્કારો વગેરે મુદ્દે જબરદસ્ત વાતાવરણ તૈયાર કર્યું હતું.
1844માં મીઠા વેરા વિરુદ્ધ સુરતમાં આંદોલન પણ ચલાવ્યું હતું.
રોજનીશીરૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય દુર્ગારામને જાય છે.
દુર્ગારામ મહેતાએ 'માનવ ધર્મસભા'ની સ્થાપના કરી હતી.
ઇ.સ.1826માં સુરતમાં તેઓએ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી.
*મહત્ત્વની કૃતિઓ:-* રોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારાના પત્રો

આ ઉપરાંત આજે પંડિત મદનમોહન માલવિયા, સંત વિચારક કેદારનાથ, ધર્મવીર ભારતી અને સંગીતકાર નૌશાદનો જન્મદિન છે.

●ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે ક્યાંના લોકભવનમાં તેમની 25 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*લખનઉ*
*દેશમાં અટલજીની આ સૌથી ઊંચી પ્રતિમા હશે*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલબિહારી ચિકિત્સા યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે*

●બ્લુમબર્ગ બીલિયોનેર ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણી દુનિયાના કેટલામાં ક્રમના ધનપતિ બન્યા
*12મા*
*કુલ સંપત્તિ 60.8 અબજ ડોલર (4331.24 અબજ રૂપિયા)*
*113 અબજ ડોલર સાથે બિલ ગેટ્સ નંબર વન*

●ઇન્ડિયન બોક્સિંગ લીગમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*ગુજરાત જાયન્ટ્સ*
*પંજાબ પેન્થર્સને હરાવ્યું*

●ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બનશે
*બિપિન રાવત*

●તાજેતરમાં કયા દેશે તેનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મુક્યો
*ઈથિયોપિયા*
*70 કિગ્રા વજનનો આ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ હવામાનને લગતી માહિતી પૂરી પાડશે*

●એકપણ બાળક રહી ન જાય તે માટે કયા રાજ્યની સરકારે વેક્સિંગ ઓન વ્હીલ્સ અભિયાનની શરૂઆત કરી
*તેલંગણા*

●જનરલ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*દેવેશ શ્રીવાસ્તવ*

●તાજેતરમાં લેખક એલ.એસ.શેષગિરી રાવનું નિધન થયું. તેમનું કઈ ભાષામાં માતબર પ્રદાન કર્યું છે
*કન્નડ*
*ખાસ કરીને કન્નડ-ઈંગ્લીશ ડિક્શનરી તૈયાર કરી*

●તાજેતરમાં છઠ્ઠો કતાર ઇન્ટરનેશનલ વેઇટ લીફટીંગ કપ યોજાયો હતો. તેમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીત્યો.તેઓ ક્યાંના છે
*ઈમ્ફાલ*

●તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*20 ડિસેમ્બર*

●કયા દેશે ગાંધી નાગરિકતા શિક્ષા પુરસ્કાર શરૂ કરવાની ઘોષણા કરી છે
*પોર્ટુગલ*

●તાજેતરમાં પિનાક ગાઈડેડ રોકેટ પ્રણાલીનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*ઓડિશા ખાતે*

●કયો દેશ ભારતીય ફાર્માકોપિયાને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો
*અફઘાનિસ્તાન*
*ફાર્માકોપિયા એટલે એક એવું પુસ્તક કઈ દવામાં કયા કયા રસાયણો કેટલી માત્રામાં હોય છે તેના વિશે માહિતી આપવામાં આવેલી હોય છે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-26/12/2019🗞👇🏻*

*26 ડિસેમ્બર, દિન વિશેષ*

*અભય સાધક : બાબા આમ્ટે*
*મૂળ નામ:-* મુરલીધર દેવીદાસ આમ્ટે
*જન્મ:-* 26 ડિસેમ્બર, 1914, મહારાષ્ટ્રના વર્ધા પાસે હિંગલગઢ ખાતે
*નિધન:-* 9 ફેબ્રુઆરી, 2008
ગાંધીજીએ તેમને 'અભય સાધક' નામ આપ્યું હતું.
15 ઓગસ્ટ, 1943માં રક્તપિતિયાઓની સેવા માટે વર્ધામાં સેવા યજ્ઞ કરી આનંદવન નામની સંસ્થા શરૂ કરી.
બાબાનું નામ પર્યાવરણ સમતુલાની જાગૃતિ, નર્મદા બચાવો આંદોલન, વન સંરક્ષણ અને ભારત જોડો અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે.

●દેશની પ્રથમ લાંબા અંતરની સીએનજી બસ સર્વિસ કયા બે સ્થળો વચ્ચે દોડશે
*દિલ્હીથી દહેરાદૂન*

●હાલમાં કયા દેશમાં ફનફાન વાવઝોડું આવ્યું
*ફિલિપાઈન્સ*

●NRC, CAA વિવાદ વચ્ચે કયા રાજયમાં પહેલું ડિટેન્શન સેન્ટર તૈયાર થયું
*કર્ણાટક*

●કિન્નરો માટે દેશના પ્રથમ વિશ્વવિદ્યાલયનો પાયો ક્યાં નંખાયો
*ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના નકટહા મિશ્ર ગામમાં*

●11,000 કિમીની ઝડપે ત્રાટકી શકતા વિશ્વના પ્રથમ હાઇપર સોનિક મિસાઈલનું પરીક્ષણ કયા દેશે કર્યું
*રશિયા*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ જળ સંગ્રહ યોજના ગુજરાત સહિત સાત રાજ્યોમાં લોન્ચ કરી
*અટલ જલ યોજના*
*ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં*

●ચોરી થયેલ માલમતા પરત મેળવવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે છે
*તમિલનાડુ*
*ગુજરાત 19મા ક્રમે*

●સાઉથ કોરિયાના જિન્જુ શહેરમાં ઉડતા જીવજંતુના અવશેષ મળી આવ્યા છે. આ અવશેષો 100 મિલિયન વર્ષ જુના હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ જીવાશ્મિના દેખાવના આધારે તેને શું નામ આપવામાં આવ્યું છે
*ગંગનમ સ્ટાઇલ*

●દર વર્ષે રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે મનાવામાં આવે છે
*23 ડિસેમ્બર*

●પાકિસ્તાનના 27મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*ગુલઝાર અહમદ*

●ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન 2019નું વર્લ્ડ ચેમ્પિયન ટાઈટલ કોણે જીત્યું
*રાફેલ નડાલ*

●તાજેતરમાં બહાદુરી માટે ભારત પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યો
*આદિત્ય કે.*

●દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવામાં આવે છે
*22 ડિસેમ્બર*

●ઇન્ડિયા સાયબર કોપ ઓફ ધ ઈયર કોણે જાહેર કરવામાં આવ્યા
*બી.પી.રાજુ*

●UWW દ્વારા જુનિયર રેસલર ઓફ ધ યર કોણે જાહેર કરવામાં આવ્યા
*દિપક પુનિયા*

●પશ્ચિમ આફ્રિકાના 8 દેશોએ પોતાના ચલણનું નામ બદલીને શું રાખ્યું છે
*ઈકો*

●સંસ્કૃત ભાષા માટે અનન્ય યોગદાન આપવા બદલ બાંગ્લાદેશ સરકારે કોણે સન્માનિત કર્યા
*આર.નાગાસ્વામીને*

●કયા દેશે સ્પેસ કોર્સનો શુભારંભ કર્યો
*અમેરિકા*

●ICC ટી-20 રેન્કિંગમાં મેગન સ્કટ ટોચના સ્થાને

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-27-28/12/2019🗞👇🏻*

*27 ડિસેમ્બર, દિન વિશેષ*

*શંકરલાલ બેન્કર*
*જન્મ:-* 27 ડિસેમ્બર, 1889, સુરતમાં
*નિધન:-* 7 જાન્યુઆરી, 1985
મજૂર-ગાંધીવાદી નેતા શંકરલાલ બેન્કર
અનુસ્નાતક થઈ બ્રિટન ગયા
1915માં સ્વદેશ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા
1917-18ની અમદાવાદ કાપડ મિલ મજૂરોની ચળવળથી પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરનારા શંકરલાલ બેન્કરે રોલેટ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, હોમરૂલ આંદોલન જેવા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
સ્વતંત્રતા આંદોલનની ચાલતી ખાદી, મજૂર ઉત્કર્ષ, અસ્પૃશ્યતા નિવારણ, સામાજિક જાગૃતિ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ શંકરલાલ બેન્કરે અગ્રેસર ભૂમિકામાં હતા.

આજે ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલીબ, વેદ મંદિરોના સ્થાપક સ્વામી ગંગેશ્વરનંદ, હડકવાની રસીના શોધક લૂઈ પાશ્વરનો પણ જન્મ દિવસ છે.

આજે કવિ પૂજાલાલ દલવાડી અને અમરીશ પુરીની પુણ્યતિથિ છે.

*28 ડિસેમ્બર, દિન વિશેષ*

*શેરબજારના ભીષ્મ પિતામહ : ધીરુભાઈ અંબાણી *
*મૂળ નામ:-* ધીરજલાલ હીરાચંદ અંબાણી
*જન્મ:-* 28 ડિસેમ્બર, 1932, જૂના જૂનાગઢ રાજ્યના ચોરવાડમાં
*પિતા:-* હીરાચંદ ગોરધણ અંબાણી
*માતા:-* જમનાબેન
*નિધન:-* 6 જુલાઈ, 2002ના રોજ મુંબઈ ખાતે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક

1885ના વર્ષે આજ દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ની સ્થાપના થઇ હતી.

આજે અરુણ જેટલી, અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન અને નેપાળના રાજા બિરેન્દ્રનો જન્મ દિન છે.

આજે અભિનેતા ફારૂખ શેખ, સમજશાસ્ત્રી જી.એસ.ઘુર્યે અને સુમિત્રાનંદન પંતની પુણ્યતિથિ છે.

●કેન્દ્ર સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો. જેમાં ટોચના 10 મોટા રાજ્યોમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*છઠ્ઠા*
*તમિલનાડુ મોખરે*
*મહારાષ્ટ્ર બીજા ક્રમે*
*કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરી મોખરે*

●ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના કુલપતિ તરીકે કોની પુનઃનિમણૂક કરવામાં આવી
*નવીન શેઠ*

●રશિયાએ હાલમાં અર્વેગાર્દે ઇન્ટરસેપ્ટર હાઇપરસોનિક મિસાઈલ રેજીમેન્ટને સેનામાં સામેલ કરી.આ મિસાઈલ કેટલા કિમીની ઝડપથી લક્ષ્યને ભેદી શકે છે
*33,000*
*આ મિસાઈલની ઝડપ અવાજની ઝડપ કરતા 27 ગણી સ્પીડ*
*2.48 માઇલ પ્રતિ સેકન્ડની સ્પીડ*

●ઝારખંડના કેટલામાં મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેને શપથ લીધા
*11મા*
*તેઓ ઝારખંડની દુમકા અને બરહેટ બંને બેઠકોથી વિજેતા*

●અમેરિકી ટેલિકોમ આયોગમાં પ્રથમ ભારતીય ચીફ ટેકનોલોજી ઓફિસર કોણ બનશે
*મોનિષા ઘોષ*

●હાલમાં કયા રાજયમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનો આરંભ થયો
*છત્તીસગઢના રાયપુરમાં*

●UN એ 'દશકાની મોસ્ટ ફેમસ ટીનએજ' કોણે જાહેર કરી
*મલાલાને*

●'બહાદુર' નામે ઓળખાતા કયા ફાઇટર વિમાનોને ભારતીય વાયુસેનાએ નિવૃત્ત કર્યા
*મિગ-27*
*આ વિમાનોના ઉત્પાદક:- મિખોયાન ગુરુવીચ, રશિયા*
*મિગ-27 વિમાનો વાયુસેનામાં સામેલ:- 1985*

●ભારતના કયા બોક્સરને નાડાએ ડોપ ટેસ્ટમાં ફેલ થતા 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
*સુમિત સાંગવાન*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-29/12/209🗞👇🏻*

*29 ડિસેમ્બર, દિન વિશેષ*

*સુપરસ્ટાર : રાજેશ ખન્ના*
*જન્મ:-* 29 ડિસેમ્બર, 1942 પંજાબના અમૃતસરમાં
*નિધન:-* 18 જુલાઈ, 2012
રાજેશ ખન્નાનું મૂળ નામ જતીન
તેમનો ઉછેર ચુનીલાલ ખન્નાએ કર્યો હતો
તેમની પહેલી ફિલ્મ 'આખરી ખત'
આરાધના ફિલ્મથી તેમને સુપરસ્ટારનું બિરુદ મળ્યું.
તેમણે 120 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો

આજે વ્યોમેશચંદ્ર બેનરજી અને રામાનંદ સાગરનો પણ જન્મદિવસ છે.

●અરુણ જેટલીના 66મા જન્મદિવસે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અરુણ જેટલીના પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*પટણા*

●કયા રાજ્યની સરકારે ત્રણ તલાક પીડિતાઓને આવતા વર્ષે 6 હજાર પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તરપ્રદેશ*

●ચેન્નઈ નગર નિગમ યુવાનોને સિક્રેટ એજન્ટ બનાવીને શહેરની ખામીઓ સુધારવા માટે એક એપ તૈયાર કરી છે. આ એપનું નામ શું છે
*ચેન્નઈ સિક્રેટ એજન્ટ એક્સ*
*આ એપ સાંસદ અઝાગુ પંડિયા રાજાએ તૈયાર કરી છે*

●એમસી મેરિકોમે ઓલિમ્પિક ટ્રાલયલમાં કોણે હરાવી
*નિખત ઝરીનને ત્રીજી વખત હરાવી*
*51 કિલો કેટેગરીમાં*

●પાકિસ્તાને બે સીટ વાળુ ફાઇટર જેટ સૈન્યમાં સામેલ કર્યું.તેનું નામ શું
*જેએફ-17*

●ચીને તેના સૌથી ઉન્નત અને સૌથી ભારે કયા કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કર્યું
*શિજિયાન-20*
*લોન્ગ માર્ચ-5 નામના રોકેટથી*
*વજન:-8000 કિલો*

●મોબાઈલ ઈન્ટરનેટની સૌથી વધુ સ્પીડ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*127મો(11.27 સ્પીડ)*
*દક્ષિણ કોરિયા 117.79 સ્પીડ સાથે પ્રથમ ક્રમે*

●ફિક્સ બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*68મો (38.00 સ્પીડ)*
*સિંગાપોર 193.11 સ્પીડ સાથે પ્રથમ ક્રમે*

●કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2017માં સિલ્વર મેડલ જીતનારી ભારતની કઈ વેઈટલિફ્ટરને નાડાએ 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
*સીમા*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥