સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🗞Date:-12/12/2019🗞👇🏻*

*12 ડિસેમ્બર, દિન વિશેષ*

*ટૂંકીવાર્તાના ભીષ્મ પિતામહ : ધૂમકેતુ*
*મૂળ નામ:-* ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
*જન્મ:-* 12 ડિસેમ્બર, 1892ના રોજ સૌરાષ્ટ્રના જલારામ ધામ વીરપુરમાં
*નિધન:-* 11 માર્ચ, 1965
1914માં મેટ્રિક અને 1920માં સ્નાતક
ગોંડલ રેલવે સ્કૂલમાં શરૂમાં નોકરી કરી
સાહિત્ય સર્જન :- તણખામંડળ ભાગ 1 થી 4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, આમ્રપાલી, ચંદ્રલેખા જેવા વાર્તા સંગ્રહ
જીવન પંથ અને જીવન રંગ જેવા આત્મકથાનકો લખ્યા છે.
ટૂંકી વાર્તા :- પોસ્ટ ઓફીસ, ભૈયાદાદા, ગોવિંદનું ખેતર, લખમી, હૃદયપલટો, પૃથ્વી અને સ્વર્ગ વગેરે.
ધૂમકેતુને 1935માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો.
1953માં નર્મદ ચંદ્રક એનાયત થયો હતો.

આજે સમાજશાસ્ત્રી જી.એસ. ઘુર્યેનો પણ જન્મદિવસ છે.

આજે ક્રિકેટર જશુ પટેલ અને મૈથીલીશરણ ગુપ્તની પુણ્યતિથિ છે.

●ઇસરોએ રડાર ઇમેજિંગ સેટેલાઇટ રિસેટ-2 આરબી-1 નામનો ઉપગ્રહ કયા રોકેટ દ્વારા લોન્ચ કર્યો
*PSLV-48*
*રિસેટ-2 આરબી-1 વાદળ અને અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે.*
*PSLV રોકેટનું 50 મુ ઉડ્ડયન અને શ્રીહરિકોટા 75મુ લોન્ચિંગ*
*અન્ય ચાર દેશના 9 સેટેલાઈટ પણ લોન્ચ કર્યા*

●ગોધરાકાંડ તથા એ પછીના કોમી રમખાણોની તપાસ પરનો અહેવાલ કોણે રજૂ કર્યો
*જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા પંચ*
*27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6ને આગ ચાંપવામાં આવી હતી*

●નાગરિકત્વ બિલ રાજ્યસભામાં તરફેણમાં 125, વિરુદ્ધમાં 105 મતથી પસાર.આ બિલ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના કયા છ ધર્મના શરણાર્થીઓને નાગરિકત્વ મળશે
*હિન્દુ, શીખ, પારસી, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધ*

●ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ
*સ્વિડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ*

●ચેમ્પિયન્સ લીગમાં (ફુટબોલ) ગોલ કરનાર સૌથી યુવા ફૂટબોલર કોણ બન્યો
*બાર્સેલોનાનો 17 વર્ષ 40 દિવસનો એન્સુ ફેટી*

●ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 400 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો
*રોહિત શર્મા*

●ભારત અને રશિયાનો યુદ્ધ અભ્યાસ ઇન્દ્ર-2019 ક્યાં શરૂ થયો
*ગોવાના દરિયા કિનારે*

●ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ અમ્પાયરિંગ કરવાનો રેકોર્ડ કોણ બનાવશે
*પાકિસ્તાનના અનુભવી અમ્પાયર અલીમ દાર*
*129મી ટેસ્ટમાં અમ્પાયરિંગ કરશે*

●9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

●ભારતે ઈઝરાયેલના કયા ઉપગ્રહનું શ્રીહરિકોટાથી લોન્ચિંગ કર્યું હતું
*ડુચિફટ-3*

●નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા
*ગિરિષચંદ્ર ચતુર્વેદી*

●કયા દેશમાં અતુલ્ય ભારત રોડ શો આયોજિત કરવામાં આવ્યો
*સિંગાપોર*

●ઈ-કોમર્સ ઇન્ડેક્સ-2019માં વિશ્વના તમામ દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમ પર આવ્યો
*નેધરલેન્ડ*

●વનસ્પતિ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા બદલ ડૉ.પદમેશ્વર ગોગોઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*સિઉ કા ફા એવોર્ડ*

●પુરુષ વન-ડે ઇન્ટરનેશનલના પ્રથમ મહિલા રેફરી કોણ બન્યા
*જી.એસ.લક્ષ્મી*

●પેરેલલ રન વે ધરાવતું દેશનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું
*બેંગલોર એરપોર્ટ*

●હરિયાણામાં મુર્રાહ પ્રજાતિની ભેંસ 'સરસ્વતી' એ 32.66 લિટર દૂધ આપીને રેકોર્ડ સર્જ્યો.

●એપલે સૌથી મોંઘુ કમ્પ્યૂટર 'મેક પ્રો' લોન્ચ કર્યું. કિંમત રૂ.37 લાખ.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-13-14/12/2019🗞👇🏻*

*13 ડિસેમ્બર, દિન વિશેષ*

*કળાના શહીદ : હાજી મહમદ અલરખા શિવજી*
*જન્મ :-* 13 ડિસેમ્બર, 1878ના રોજ ભુજમાં
*નિધન:-* 21 જાન્યુઆરી, 1921
મૂળ કચ્છના ઈસરા આશરી ખોજા
મુંબઈમાં સ્થાયી થયા
ગુજરાતી પત્રકારત્વ જગતમાં નવાચારી દ્રષ્ટિકોણના પ્રણેતા
તેમણે 1910માં 'ગુલશન' સામયિક દ્વારા પત્રકારત્વની શરૂઆત કરી.
તેમને 'સલીમ' ઉપનામે ઇમાનના મોતી, નૂરજહાંનો પ્રેમ, શીશ મહલ, રશીદા જેવા પુસ્તકો લખ્યા છે.

*14 ડિસેમ્બર, દિન વિશેષ*

*ધી ગ્રેટ શો મેન : રાજ કપૂર*
*જન્મ:-* 14 ડિસેમ્બર, 1924
*નિધન :-* 2 જૂન, 1988
પિતા :- પૃથ્વીરાજ કપૂર
રાજ કપૂરે 1935માં 'ઇન્કલાબ' થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી
1949માં ફિલ્મ 'આગ'નું નિર્માણ કરી સૌથી નાની વયના નિર્દેશક બન્યા અને આર.કે.સ્ટુડિયોનું નિર્માણ પણ કર્યું.
11 વખત ફિલ્મ ફેર એવોર્ડ, 3 વાર નેશનલ પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, પદ્મભૂષણથી પુરસ્કૃત

●સ્પેનિશ ફૂટબોલ ક્લબ લાલીગાએ ભારતમાં તેનો પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યો
*ભારતીય બેટ્સમેન રોહિત શર્મા*

●59 વર્ષની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાનનું સન્માન મળ્યું.ગુજરાત આ સન્માન મેળવનાર ભારતનું કેટલામું રાજ્ય બન્યું
*સાતમું રાજ્ય*

●આ વર્ષની શ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડીનો એવોર્ડ કોણે મળ્યો
*ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી*

●દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું
*કેનેડા*

●ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણને કેટલામું સ્થાન આપ્યું
*34મું*
*એન્જેલા મર્કેલ પ્રથમ નંબરે*
*HCL કોર્પોરેશનના CEO અને ડિરેક્ટર રોશની મલ્હોત્રા 54મા ક્રમે અને બાઈકોનના સ્થાપક કિરણ મજુમદાર 65મા ક્રમે*

●વિધવા પેન્શન યોજનાનું નવું નામ બદલીને શું કરવામાં આવ્યું
*ગંગા સ્વરૂપ બહેનોને સહાયતા યોજના*

●ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા
*વિરેન્દ્ર પટેલ*

●બ્રિટનમાં યોજાયેલ ચૂંટણીમાં કયા પક્ષની જીત થઈ
*કન્ઝર્વેટિવ પાર્ટીની*
*650 બેઠકવાળી હાઉસ ઓફ કોમન્સમાં બોરિસ જોનસનની પાર્ટીએ 364 બેઠકો પર જીત મેળવી*

●ભારતના સૌથી નાની વયના IPS કોણ બન્યા
*બનાસકાંઠાના સફિન હસન*

●વર્ષ 2019નો વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરુષ બેડમિન્ટન ખેલાડી કોણે જાહેર કરવામાં આવ્યો
*જાપાનનો કેન્ટો મોમોટા*

●2019ના વર્ષની શ્રેષ્ઠ મહિલા બેડમિન્ટન ખેલાડી તરીકેનો એવોર્ડ કોણે મળ્યો
*ચીનની ડબલ્સ સ્પેશ્યાલિસ્ટ ખેલાડી હ્યુએંગ યા કિયોંગ*

●સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખપદે કોણ ચૂંટાયા
*દુષ્યંત દવે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-15-16/12/2019🗞👇🏻*

*15 ડિસેમ્બર, દિન વિશેષ*

*ચૂંટણી સુધારક : ટી.એન.શેષાન*
*પૂરું નામ:-* તિરુનેલ્લાઈ નારાયણ ઐયર
*જન્મ:-* 15 ડિસેમ્બર, 1932ના રોજ જુના મદ્રાસ રાજ્યના પલક્કડ ખાતે
*નિધન:-* 10 નવેમ્બર, 2019
1954ના બેચના IAS
12 ડિસેમ્બર, 1990ના રોજ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
ચૂંટણી કમિશનર તરીકે તેઓએ ઇલેક્શન કાર્ડ, ચૂંટણી ખર્ચની મર્યાદા, ચૂંટણી દરમિયાન રોજના ખર્ચા રજૂ કરવા, ઓબ્ઝર્વરોની નિયુક્તિ જેવા મોડેલ કોડ ઓફ કંડક્ટ લાગુ કરી દેશમાં તંદુરસ્ત ચૂંટણી પ્રક્રિયા બનાવી હતી.
1977માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા અને હાર્યા હતા.


*ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા*
*જન્મ:-* 15 ડિસેમ્બર, 1976, સિક્કિમના ટીંકિટમમાં
1998માં અર્જુન એવોર્ડ
2008માં પદ્મશ્રી પુરસ્કાર
1992માં સુબ્રોતો કપમાં તેમને કરેલું ઉત્તમ પ્રદર્શન તેમના જીવન માટે સુંદર તક સાબિત થઇ અને તેઓ આગળ વધતા ગયા.
તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન પદે પણ રહી ચૂક્યા છે.

*16 ડિસેમ્બર, દિન વિશેષ*

*નાગરિક અધિકારોનો શહીદ : જીમ્મી લી જેક્શન*
*જન્મ:-* 16 ડિસેમ્બર, 1938ના રોજ અલાબામા રાજ્યના સીલ્માં પાસેના નાના નગર મેરિયનમાં
*નિધન:-* 1965
વિયેતનામ વિરુદ્ધ અમેરિકાના યુદ્ધમાં ભાગ લીધો હતો
જેક્શન અમેરિકામાં નાગરિક હક્કોની લડતથી પ્રોત્સાહિત થઈ મતદાતા માટેની ઝુંબેશમાં સક્રિય થયા હતા
જ્યારે જેક્શનને પેટમાં ગોળી મારી એ દિવસને અમેરિકાના ઈતિહાસમાં 'લોહિયાળ રવિવાર' તરીકે લુખ્યાત છે.
જેક્શન જ્યારે ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા ત્યારે તેમને ઉંમર માત્ર 27 વર્ષ હતી.

●16 ડિસેમ્બરવિજય દિવસ
16 ડિસેમ્બર, 1971ના રોજ 13 દિવસની લડાઈ પછી પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું હતું ને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું.

●સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*માર્ક બાઉચર*

●ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન રેસર જેમનું હાલમાં નિધન થયું
*પીટર સ્નેલ*

●મિસ વર્લ્ડ-2019 કોણ બની
*જમૈકાની ભારતીય મૂળની ટોની એન સિંહ*
*રાજસ્થાનની સુમન રાવ સેકન્ડ રનર અપ રહી*
*સુમન રાવે મિસ વર્લ્ડ એશિયા 2019નું ટાઈટલ જીત્યું*

●અંકલેશ્વરમાં યોજાયેલી શ્રીમાન, મિસ અને મીસીસ લોકપ્રિય ગુજરાત 2019 બ્યુટી સ્પર્ધામાં ગુજરાત રાજયકક્ષાની સૌંદર્ય સ્પર્ધા કોણે જીતી
*માળિયા હાટીના તાલુકાના ચોરવાડ પાસે આવેલા કાણેક ગામની યુવતી નિહારિકા યાદવે*

●ઇન્ડોનેશિયામાં યોજાયેલી અંડર-15 ના અંડર-17 એશિયા જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં કોણે અંડર-15માં ટાઈટલ જીત્યું
*ગુજરાતની તસમીન મીરે*

●ભારતની દરખાસ્તને પગલે યુનાઇટેડ નેશન્સે (UN) હવે કઈ તારીખે ઇન્ટરનેશનલ ટી ડે જાહેર કર્યો
*21 મે*

●અભિનેત્રી ગીતા સિદ્ધાર્થનું નિધન

●વિશ્વવારસો રાણકીવાવ વિરાસત સંગીત સમારોહનો પ્રારંભ થશે.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🏹દ્રોણાચાર્ય પુરસ્કાર🏹*

આ પુરસ્કાર *રમતગમતના પ્રશિક્ષક (કોચ)ને* પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમત આયોજનોમાં મેડલ વિજેતા ખેલાડીઓ તૈયાર કરવા બદલ એનાયત કરાય છે.

આ પુરસ્કારની *સ્થાપના 1985માં* કરાઈ હતી.

આ પુરસ્કાર અંતર્ગત ગુરુ *દ્રોણાચાર્યની કાંસ્ય પ્રતિમા, પ્રમાણપત્ર, પરંપરાગત વસ્ત્રો અને 5 લાખ રૂપિયા રોકડા* અર્પણ કરાય છે.


*🏹અર્જુન એવોર્ડ🏹*

અર્જુન એવોર્ડ *1961થી* શરૂ કરાયા છે.

પુરસ્કાર સ્વરૂપે *એક પ્રશસ્તિ પત્ર, અર્જુનની કાંસ્ય પ્રતિમા અને ૱5 લાખ રોકડા* આપવામાં આવે છે.

આ એવોર્ડ ચાર વર્ષ સુધી સતત અસાધારણ પ્રદર્શન કરવા બદલ એનાયત કરાય છે.


*🥇ખેલરત્ન પુરસ્કાર🥇*

*રમતગમતના ક્ષેત્ર* માં અપાતો સર્વોચ્ચ પુરસ્કાર

*1991-92* થી પ્રદાન કરાય છે.

આ પુરસ્કાર કોઈ રમતવીરને છેલ્લા ચાર વર્ષના તેના દમદાર અને અસાધારણ પ્રદર્શન બદલ અર્પણ કરવામાં આવે છે.

આ પુરસ્કારમાં *એક મેડલ, એક પ્રમાણપત્ર, પરંપરાગત પોશાક અને ૱7.50 લાખ* નું રોકડ ઇનામ અપાય છે.


*🥇ધ્યાનચંદ એવોર્ડ🥇*

આ પુરસ્કાર રમતગમતના ક્ષેત્રમાં જીવનભરની ઉપલબ્ધી માટે વર્ષ *2002થી* શરૂ કરાયેલો સર્વોચ્ચ પુરસ્કાર છે.

આ પુરસ્કાર ભારતના મહાન હોકી ખેલાડી *મેજર ધ્યાનચંદ* ના નામ પરથી એનાયત કરાય છે.

આ પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓને પણ એક કાંસ્ય પ્રતિમા, પરંપરાગત પોશાક અને *૱5 લાખ રોકડા* આપવામાં આવે છે.

આ પુરસ્કાર દર વર્ષે *માત્ર 3 લોકો* ને જ આપી શકાય છે.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya


💥રણધીર💥
*ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)*

ICJ સંયુક્ત રાષ્ટ્રનું પ્રધાન *ન્યાયિક અંગ* છે.

તેની *સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર દ્વારા 1945માં* કરાઈ હતી અને એપ્રિલ 1946માં તેણે કાર્ય કરવાનો આરંભ કર્યો હતો.

મુખ્યાલય :- *નેધરલેન્ડના ધ હેગ* ખાતેના પીસ પેલેસમાં

તેના વહીવટી ખર્ચાનું વહન સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરાય છે.

તેની *સત્તાવાર ભાષા અંગ્રેજી અને ફ્રેન્ચ* છે.

ICJમાં *15 જજ* હોય છે, જેમની નિમણૂક સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ દ્વારા *9 વર્ષ માટે* કરવામાં આવે છે. તેનું *કોરમ 9* છે.

ખૂબ વિવાદાસ્પદ કેસમાં ICJના બંધારણની *કલમ 31 અન્વયે 1 એડહોક જજની* નિમણૂકની જોગવાઈ છે.

ICJમાં પ્રથમ ભારતીય મુખ્ય ન્યાયાધીશ *ડો.નગેન્દ્રસિંઘ* હતા.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🏸BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ વિશે 🏸*

BWF : *Bedminton World Federation*

અગાઉ BWF એ IBF ચેમ્પિયનશિપ તરીકે ઓળખાતું હતું.

BWF ની *સ્થાપના 1977* માં થઈ છે.

વર્ષ 1983થી દર 3 વર્ષે આ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

પ્રથમ વખત વર્ષ 1977 આ ગેમ્સનું આયોજન માલમો સિટી ખાતે થયું હતું.

💥રણધીર💥
*ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) વિશે...*

●FATF *મની લોન્ડરિંગ (કાળા નાણાંને સફેદ કરવા)* સામે લડવા માટેનું *37 સભ્ય દેશો અને બે ક્ષેત્રીય સંગઠનો* યુરોપિયન યુનિયન (EU) અને ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલનો સમાવેશ કરતું *એક આંતરસરકારી સંગઠન* છે.

●તેની *સ્થાપના 1989માં* કરાઈ હતી.

●FATFનું *મુખ્યાલય ફ્રાન્સની રાજધાની પેરિસમાં* છે. FATFના વર્તમાન *વડા માર્શલ બીલિંગ્સ્લી* છે.

●FATFની સ્થાપનાનો આરંભિક ઉદ્દેશ *મની લોન્ડરિંગનો સામનો કરવા માટે નીતિ ઘડતરનો* હતો.

●વર્ષ 2001માં તેના કાર્યક્ષેત્રમાં આતંકવાદીને નાણાં પુરા પાડવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

● *સાઉદી અરેબિયા* તાજેતરમાં તેનું પૂર્ણ સદસ્ય બનતા હવે તેની સભ્ય સંખ્યા 38 થી વધીને 39 થઈ ગઈ છે.

● *FATF પ્લેનરી* : તે FATFની *સર્વોચ્ચ નિર્ણય સંસ્થા* છે.તેની બેઠક એક વર્ષમાં ત્રણ વખત મળે છે.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*એલિફન્ટા ઉત્સવ*

કલા અને સંસ્કૃતિના એલીફન્ટા ઉત્સવનો *આરંભ વર્ષ 2012માં* કરાયો હતો અને ત્યારથી તે મુંબઈમાં કલા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા દર વર્ષે યોજાય છે.

તે *ધારાપુરી દ્વીપ* (એલીફન્ટા ટાપુ તરીકે પણ ઓળખાય છે) પર યોજાય છે. જ્યાં એલીફન્ટાની ગુફાઓ આવેલી છે.

*મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમ (MTDC)* દ્વારા એલિફન્ટા ટાપુ પર આ વાર્ષિક ભવ્ય ઉત્સવનું આયોજન મહારાષ્ટ્ર સરકારના પ્રોત્સાહનથી કરવામાં આવે છે.

💥રણધીર💥
*ભૂચર મોરી વિશે...*

*ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના અંતિમ શાસક મુઝફ્ફરશાહ ત્રીજાના સેનાપતિ ઇતિમાદ ખાને અકબરને ગુજરાત પર ચઢાઈ કરવા આમંત્રણ આપતા લાંબા સમય પછી મુઝફ્ફરશાહ ત્રીજો નવાનગર એટલે જામનગરના રાજવી જામ સતાજીના શરણે ગયો હતો.*

*જે કારણોસર અકબરના ગુજરાતના સૂબા મિર્ઝા અકીક કોકા અને નવાનગર સેના વચ્ચે જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીનું યુદ્ધ ખેલાયું હતું.*

*નવાનગરના રાજવીએ મુઝફ્ફરશાહ ત્રીજાને બરડા ડુંગરમાં આશ્રય આપ્યો હતો.*

*ધ્રોલ ખાતે ગુજરાત સરકારે શહીદ વનની રચના કરેલી છે.મુઝફ્ફરશાહ ત્રીજો પડધરી પાસે આત્મહત્યા કરી મૃત્યુ પામે છે.*

💥રણધીર💥
*💸નાણાં પંચ વિશે...💸*

●તેની રચના *ભારતના રાષ્ટ્રપતિ* દ્વારા *બંધારણની કલમ 280* અંતર્ગત કરવામાં આવે છે. નાણાં પંચ *એક બંધારણીય સંસ્થા* છે.

●નાણાં પંચ મુખ્યત્વે *કરવેરાની આવકની કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણી* કરવા સહિતની ભલામણો કરે છે.

●નાણાં પંચની સ્થાપના *5 વર્ષના* સમયગાળા માટે *એક અધ્યક્ષ અને ચાર સદ્દસ્યો* મળીને *કુલ 5 સભ્યોના* સમાવેશ કરવામાં આવે છે.

●પ્રથમ નાણાં પંચની સ્થાપના *શ્રી કે.સી.નિયોગીના* અધ્યક્ષપદ હેઠળ *6 એપ્રિલ, 1952માં* કરાઈ હતી.

●15મા અર્થાત વર્તમાન નાણાં પંચની રચના *27 નવેમ્બર, 2017* ના રોજ *નંદકિશોરસિંઘ (એન.કે.સિંઘ)ની* અધ્યક્ષતામાં કરાઈ હતી.

💥રણધીર💥
*🔫NIA વિશે...🔫*

*●સ્થાપના:-* નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એકટ, 2008 અંતર્ગત.

*●વડુમથક:-* નવી દિલ્હી

*●કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત :-* કેન્દ્રીય ગૃહ મંત્રાલય

*●મુખ્ય કાર્ય:-* ભારતમાં વકરતા આતંકવાદને અટકાવવાનું

*●સ્થાપના સમયે DG:-* યોગેશ ચંદર મોદી

*●સ્થાપના કરવા પાછળનું કારણ:-* 2008ના મુંબઈ હુમલા બાદ કાઉન્ટર ટેરરિઝમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-17-18/12/2019🗞👇🏻*

*17 ડિસેમ્બર, દિન વિશેષ*

*લાભુબેન મહેતા*
*જન્મ:-* 17 ડિસેમ્બર, 1915ના રોજ લખતરમાં
*નિધન:-* 1994
ગુજરાતી પત્રકારત્વના સિંહ અમૃતલાલ શેઠના પુત્રી
જાણીતા સાહિત્યકાર મોહનલાલ મહેતા 'સોપાન' નાં પત્ની
તેમની પહેલી કૃતિ શરદબાબુની 'પથેર પાંચાલી'નો અનુવાદ હતો.
લખેલા પુસ્તકો:- જય જવાહર, તુલસીના પાન, પ્રેમમૂર્તિ કસ્તુરબા, બંદી, જીવન માંગલ્ય, સરદાર અને પંતજી, સંસાર માધુરી, આભ અને ધરતી, કવિવર ટાગોર, કલા અને કલાકાર, પારસમણિના સ્પર્શે (ગાંધી પ્રભાવિત વ્યક્તિઓનો ચરિત્રાત્મક પરિચય), મારા જીકાકા મારુ રાણપુર (અમૃતલાલ શેઠનું ચરિત્ર અને રાણપુરના સંસ્મરણો), 15 દિવસનો પ્રવાસ વગેરે.


*18 ડિસેમ્બર, દિન વિશેષ*

*સર તેજ બહાદુર સપ્રૂ *
*જન્મ:-* 18 ડિસેમ્બર, 1875ના રોજ ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે
*નિધન:-* 20 જાન્યુઆરી, 1949
અલીગઢ અને આગ્રામાં અભ્યાસ
LLB થઈ 1898માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી
તેઓ અંગ્રેજી ઉપરાંત ફારસી અને ઉર્દુના નિષ્ણાત હતા.
મહાત્મા ગાંધી અને લોર્ડ ઇર્વિન (1931), ગાંધી-આંબેડકર મતભેદો (1932)માં તેમણે મધ્યસ્થી કરી હતી.

●દેશના નવા આર્મી ચીફ કોણ બનશે
*લે.જનરલ મનોજ મુકુંદ નરવણે*
*વર્તમાન ચીફ બિપિન રાવતનું સ્થાન લેસે.તેઓ 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે.*

●ફોર્ચ્યુન ઇન્ડિયા 500ની યાદીમાં કઈ કંપની નંબર વન બની
*રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ*
*IOC સતત 10 વર્ષ ટોચ પર રહી હતી તેને પછાડી*

●તાજેતરમાં વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ ક્યાં કરાયું
*ઓડિશાના ચાંદીપુર ખાતેથી*
*તેને ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે*

●પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ જેમને હાલમાં ફાંસીની સજા ફટકારવામાં આવી
*પરવેઝ મુશર્રફ*
*તેમનો જન્મ 1943માં ભારતમાં દિલ્હીમાં થયો હતો*
*પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ શેઠની અધ્યક્ષતા હેઠળ ત્રણ જજોની બેચે સજા સંભળાવી*
*નવેમ્બર 2007માં બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ કટોકટી લાગુ કરવાના કેસમાં*

●વિશ્વ શ્રેષ્ઠ મશીનરી ઈક્વીપમેન્ટ્સ અને એન્જીનીયરીંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ રજૂ કરતું 16મુ 'મહાટેક-2019' એન્જીનીયરીંગ એક્ઝિબિશનનું આયોજન ક્યાં કરવામાં આવશે
*વડોદરા*

●સમગ્ર વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપ્યા બાદ કયા જહાજનું અલંગમાં ભંગાશે
*INS વિરાટ*

●ICC એવોર્ડ મહિલા ક્રિકેટર ઓફ ધ યર કોણે મેળવ્યો
*ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*
*આ એવોર્ડ મેળવનારી પ્રથમ ખેલાડી*
*પહેલા તેને આ એવોર્ડ 2017માં મળ્યો હતો*
*ભારતની સ્મૃતિ મંધાનાને ICC વન-ડે તથા ટી-20 ટીમમાં પસંદગી કરાઈ*
*ઓસ્ટ્રેલિયાની એલિસ હિલી વર્ષની સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2020 જારી કરવામાં આવ્યો. જેમાં જાતિ સમાનતામાં ભારત 153 દેશોમાં કેટલામાં ક્રમે છે
*112મા*
*ગત વર્ષે ભારત 108મા ક્રમે હતું*
*જાતિ સમાનતામાં વિશ્વના ટોચના પાંચ દેશ:- 1.આઈસલેન્ડ, 2.નોર્વે, 3.ફિનલેન્ડ, 4.સ્વિડન, 5.નિકારાગુઆ*
*WEFએ જેન્ડર ગેપ અંગે સૌપ્રથમ 2006માં રિપોર્ટ જારી કર્યો હતો ત્યારે ભારત 98મા ક્રમે હતું*

●વેસ્ટઇન્ડિઝના લેજન્ડરી ક્રિકેટર જેમનું હાલમાં નિધન થયું
*બાસિલ બુચર*

●હિન્દી, મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રીરામ લાગૂનું નિધન

●વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2020 રિપોર્ટમાં 190 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*63મો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔫જલિયાંવાલા બાગ નરસંહાર વિશે...🔫*

●અંગ્રેજ સરકારે દેશની આંતરિક સુરક્ષાના બહાના હેઠળ ભારતમાં *રોલેટ એક્ટ (ધ અનાર્કિઅલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઈમ એક્ટ ઓફ 1919)* પસાર કર્યો.જેનો વિરોધ સમગ્ર ભારતમાં કરવામાં આવ્યો.

●પંજાબના તત્કાલીન ગવર્નર *માઈકલ એડવાયરે* ખરાબ પરિસ્થિતિ જોઈ *જલંધરના* તત્કાલીન ઇન્ચાર્જ *બ્રિગેડિયર જનરલ કર્નલ એડવર્ક રેજિનાલ્ડ હેરી ડાયર (જનરલ ડાયર)* ને અમૃતસર બોલાવી લીધો હતો.

●આ દરમિયાન 10 એપ્રિલ , 1919ના રોજ પંજાબના લોકપ્રિય નેતાઓ *ડૉ.સૈફુદ્દીન કીચલુ અને ડૉ.સત્યપાલની* પંજાબના અમૃતસર ખાતેથી ધરપકડ કરવામાં આવી.

●ધરપકડ બાદ વિરોધ પ્રદર્શન તેમના *મિત્ર હંસરાજે* આગળ ધપાવ્યું.

●આ ધરપકડનો વિરોધ કરવા તથા પોતાના પ્રિય નેતાઓને છોડાવવા અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે *13 એપ્રિલ, 1919ના* રોજ *વૈશાખીના દિવસે (પાક લણની દિવસ)* એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

●આ દરમિયાન જનરલ ડાયરે અમૃતસરમાં *ધારા 144* લાગુ કરી દીધી હતી. જેનાથી સભામાં ભેગા થનારા લોકો અજાણ હતા.

●જનરલ ડાયર પોતાના શસસ્ત્ર સૈનિકો સાથે જલિયાંવાલા બાગ ખાતે પહોંચી ગયો અને ત્યાં ભેગા થયેલા લોકો પર કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વગર અંધાધૂંધ ગોળીબાર કરવાનો હુકમ કર્યો.

● *1650 રાઉન્ડ* ગોળીબારમાં હજારો ભારતીય શહીદ તથા ઘાયલ થયા.

●ઘણા લોકો જીવ બચાવવા ત્યાં રહેલા કૂવામાં પડ્યા જેને હાલમાં *શહીદ કૂવા* તરીકે ઓળખવામાં આવે છે.

●આ જઘન્ય અપરાધ બાદ અંગ્રેજ સરકારની ટીકા થતા તેમણે *લોર્ડ વિલિયમ હંટરની* અધ્યક્ષતામાં *કુલ 7 સભ્યોની* સમિતિ રચી. જેમાં *4 બ્રિટિશરો અને 3 ભારતીયો* હતા.

●હંટર કમિશનના અહેવાલ અનુસાર *કુલ 379* લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘાયલ થયા. હંટર કમિશને જનરલ ડાયરના આ અપરાધને *'અજાણતા થયેલી પ્રામાણિક ભૂલ'* ગણાવી.

●આ હત્યાકાંડની તપાસ માટે *કોંગ્રેસે પણ મદન મોહન માલવીયાની* અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કર્યું જેમાં *ગાંધીજી અને મોતીલાલ નેહરુ* પણ સભ્ય હતા.

●આ હત્યાકાંડ બાદ *ગાંધીજીએ 'કેસર-એ-હિન્દ' અને રવીન્દ્રનાથ ટાગોરે 'નાઈટહૂડ'ના* ખિતાબને પરત કર્યો હતો.

●આ ઉપરાંત *જમનાલાલ બજાજે રાયબહાદુરની* ઉપાધીનો ત્યાગ કર્યો. *સર શંકર નાયર* નામના ભારતીય આગેવાને વાઇસરોયની કારોબારીમાંથી રાજીનામું આપ્યું.

●આ ઘટના બાદ બ્રિટિશ સરકારે મૃતકોના પરિવારને *500-500 રૂપિયાની* સહાય કરી હતી.

●બ્રિટિશ સરકારે જનરલ ડાયરને તેમના આ કૃત્ય બદલ નોકરીમાંથી બરતરફ કર્યા પરંતુ ઈંગ્લેન્ડ પરત ફરતા *તલવાર અને 2000 પાઉન્ડ* આપી તેનું સન્માન કર્યું.

●થોડા સમય બાદ પેરેલિસિસના કારણે જનરલ ડાયરનું મૃત્યુ થયું.

*🔫જલિયાંવાલા બાગનો બદલો...🔫*

● *ઉધમસિંહ 1940માં રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીના લંડનના કૈકસ્ટન હોલમાં* યોજાયેલી બેઠકમાં *પંજાબના તત્કાલીન ગવર્નર માઈકલ એડવાયરની* હત્યા કરી.

●વર્ષો બાદ જલિયાંવાલા બાગનો બદલો લીધો. ત્યારબાદ 31 જુલાઈ, 1940ના ઉધમસિંહને ફાંસીની સજા આપવામાં આવી.

*🔫જલિયાંવાલા બાગ વિશે...🔫*

●જલિયાંવાલા બાગની જમીન *હિંમતસિંહ* નામના શીખ વ્યક્તિની હતી. જેના ગામનું નામ *જલ્લા* હતું.

●હિંમતસિંહના ગામના નામ પરથી આ મેદાનનું નામ જલ્લાવાલા અને ત્યારબાદ જલિયાંવાલા બાગ પડ્યું.

●વર્તમાન જલિયાંવાલા બાગની દેખભાળ *જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ* દ્વારા કરવામાં આવે છે. જેના ચેરમેન માનનીય વડાપ્રધાન હોય છે.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🛑ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) વિશે...🛑*

●FCI *એક વૈધાનિક સંસ્થા* છે. જેનું સંચાલન ભારત અને રાજ્ય સરકારો દ્વારા થાય છે.

●FCIની રચના *ફૂડ કોર્પોરેશન અધિનિયમ, 1964 હેઠળ 1965માં* કરવામાં આવી હતી.

●FCIનું *વડુમથક પહેલા ચેન્નાઇ* હતું પરંતુ ત્યાંથી *નવી દિલ્હી* સ્થળાંતરિત કરાયું છે.

💥રણધીર💥
*🅱બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) વિશે...🅱*

●બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) *એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ* છે.

●સ્થાપના:- *1875માં*

●કાર્યાલય:- *મુંબઈની *દલાલ સ્ટ્રીટમાં*

●બ્રિટિશ સરકારે *1927માં* BSEને *કામચલાઉ* સ્વીકૃતિ આપી હતી.

● *ભારત* સરકારે 31 ઓગસ્ટ, *1957ના* BSEને *કાયમી* સ્વીકૃતિ આપી હતી.

●વર્તમાનમાં *માર્કેટ કેપિટલાઈઝેશન* અનુસાર, BSE વિશ્વનું *10મું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ* છે.

●તેનું માર્કેટ કેપિટલાઈઝેશન *1.7 ખર્વ ડોલર* છે.

●BSEમાં *5,000થી વધુ* કંપનીઓ લિસ્ટેડ છે.

💥રણધીર💥
*🌳:એમેઝોન જંગલનું ક્ષેત્રફળ:🌳*

●આ જંગલોનું *60% જેટલો હિસ્સો બ્રાઝિલમાં* છે.

●એમેઝોન જંગલો *55 લાખ ચો.કિ.મી. જેટલા વિશાળ ક્ષેત્રમાં* ફેલાયેલા છે.

●જંગલનું કુલ ક્ષેત્રફળ યુરોપિયન યુનિયન (EU)ના દેશોના ક્ષેત્રફળ કરતા દોઢ ગણું છે.

*🌳: એમેઝોન જંગલનું મહત્વ :🌳*

●આ જંગલોને *પૃથ્વીના કે ધરતી ફેફસાંની ઉપમા* આપવામાં આવી છે.

●આ જંગલો *પુરી દુનિયાને 20% જેટલો ઓક્સિજન (O2) પૂરો પાડે* છે.

●આ જંગલોમાં *16,000 વનસ્પતિની જાતો* જોવા મળે છે.

● *39,000 કરોડ વૃક્ષોની જાતિ* આ જંગલમાં જોવા મળે છે.

● *જીવજંતુઓની 25 લાખથી વધારે પ્રજાતિ* અહીં વસે છે.

●આ જંગલોમાં *400 થી 500 આદિવાસી જાતિઓ વસવાટ* કરે છે. જેમાંથી 50% આદિવાસી પ્રજાતિઓ સાથે તો આજદિન સુધી દુનિયાનો કોઈ સંપર્ક થયો નથી.

💥રણધીર💥
*ઇન્ટરનેશનલ સ્ટાન્ડડર્સ ઓર્ગેનાઇઝેશન (ISO) અંગે...*

●ISO આંતરરાષ્ટ્રીય ધારાધોરણો નક્કી કરનારી સંસ્થા છે, તેમાં વિવિધ રાષ્ટ્રીય ધારાધોરણ સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ છે.

●ISOની *સ્થાપના 23 ફેબ્રુઆરી, 1947ના* કરાઈ હતી.

●ISOનું *વડુમથક સ્વિત્ઝર્લેન્ડના જિનીવામાં* છે.

●વર્તમાનમાં ISOના *164 સભ્ય દેશો* છે.

● *જ્હોન વોલ્ટર* તેના વર્તમાન અધ્યક્ષ છે.

💥રણધીર💥
*ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) વિશે...*

●ILOની *સ્થાપના 29 ઓક્ટોબર, 1919ના* કરાઈ છે.

●તેનું *મુખ્યાલય સ્વિત્ઝર્લેન્ડના જિનીવા* ખાતે છે.

●ILO સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ વિશેષ સંસ્થા છે.

●ILO એક ત્રિપક્ષીય સંગઠન છે.

●2019માં ILOના *100 વર્ષ પૂર્ણ* થયા. તેના કુલ *187 સદ્સ્યો* છે. જે પૈકીના 186 સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો પૈકીના અને 1 *કૂક આઈસલેન્ડનો* સમાવેશ થાય છે.

💥રણધીર💥
*ગ્રેફાઈટ વિશે ટૂંકમાં...*

●ગ્રેફાઈટ *કાર્બનનું સૌથી સ્થિર સ્વરૂપ* છે. ગ્રેફાઈટ *એકમાત્ર અધાતુ તત્ત્વ* છે જે *વિદ્યુતનું સુવાહક* છે.

●ગ્રેફાઈટ તેની સ્નિગ્ધ અનુભૂતિ બદલ સૂકા ઊંજણ (લુબ્રિકન્ટ) તરીકે પણ ઓળખાય છે.

●ગ્રેફાઈટના ઘણા ઔદ્યોગિક ઉપયોગો છે, વિશેષ કરીને જે ઉત્પાદનોને ખૂબ ઊંચા તાપની જરૂર હોય છે. તેમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.

● *પરમાણુ રિએકટરમાં* ગ્રેફાઈટનો ઉપયોગ *મોડરેટર* તરીકે કરી શકાય છે.

💥રણધીર💥
*🛑યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) અંગે...🛑*

●તેની *સ્થાપના 1964માં* રોકાણ, ફાઇનાન્સ, ટેકનોલોજી, એન્ટરપ્રાઈઝ વિકાસ અને સતત વિકાસના ક્ષેત્રોમાં વ્યાપાર અને રોકાણ તથા સંબંધિત મુદ્દાઓના સંકલિત ઉપયોગ માટે કરવામાં આવી છે.

●UNCTAD *સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA)નું* એક અંગ છે.

●UNCTADમાં *195 સભ્યો* છે. તેનું કાર્ય *વિકાસશીલ દેશોના વ્યાપાર, રોકાણ અને વિકાસની તકોને* મહત્તમ કરવાનું તથા કોઈ જાતના પક્ષપાત વગર સમાન ધોરણે વૈશ્વિક અર્થતંત્રમાં સામેલ થવાના તેઓનો પ્રયાસોમાં તેમને મદદરૂપ બનવાનું છે.

💥રણધીર💥