સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🗞Date:-04/12/2019🗞👇🏻*

*4 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે ક્રિકેટર અમરસિંહ નકુમ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર.વેંકટરામન, પૂર્વ વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલનો જન્મ દિવસ છે.
આજે અભિનેતા દેવાનંદની પુણ્યતિથિ

*રાષ્ટ્રવાદી ઇતિહાસકાર : આર.સી.મજુમદાર*
*મૂળ નામ;-* રમેશચંદ્ર સી.મજુમદાર
*જન્મ:-* 4 ડિસેમ્બર, 1888માં આજના બાંગ્લાદેશના ફરીદપુર પાસે ખંડાપુરમાં
*નિધન:-* 1980માં કોલકાતામાં
કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા.
ભારતીય ઇતિહાસમાં લેખન (સર્જન):- પ્રાચીન ભારતમાં સંઘજીવન, ભારતનો પ્રારંભિક ઇતિહાસ, ચંપા : દૂર પૂર્વ અને સુવર્ણદ્વીપમાં ભારતની પ્રાચીન વસાહત, એડવાન્સ હિસ્ટરી ઓફ ઇન્ડિયા અને દિ હિસ્ટરી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ (સંપાદક - 11 ભાગ)

●હાલમાં ફિલિપાઈન્સમાં કયું વાવઝોડું ત્રાટક્યું
*કમ્મુરી*

●આર્જેન્ટિનાના સુપર સ્ટાર અને બાર્સેલોના ફૂટ ક્લબના લિયોનેલ મેસ્સીએ વિક્રમી કેટલી વાર બેલન ડી ઓર ઓર્ડર (ગોલ્ડન બોલ) જીત્યો
*છઠ્ઠીવાર*

●'વન નેશન, વન રેશનકાર્ડ' વ્યવસ્થા દેશમાં ક્યારથી લાગુ કરાશે
*1 જૂન, 2020*

●નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર પ્રથમ કાશ્મીરી મહિલા તથા જમ્મુની પ્રથમ મહિલા પાઈલટ અને ડેન્ટિસ્ટ મહિલાનું નામ
*હુમૈરા મુશ્તાક*

●ઉત્તર કોરિયામાં શાસક કિમ જોંગ ઉને કયા પ્રાંતમાં નવા શહેરનું ઉદ્દઘાટન કર્યું
*સામજિયોન પ્રાંતમાં*
*9 હજાર ફૂટની ઊંચાઈએ બરફના પર્વત પર*

●વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધવાનો દાવો કોણે કર્યો છે
*ચેન્નઈનો ઈજનેર શણમુગા સુબ્રમણ્યન*

●સ્વિટ્ઝર્લેન્ડમાં કયા ટેનિસ ખેલાડીને સન્માનમાં 20 ફ્રેન્કનો સિક્કો બનાવ્યો
*રોજર ફેડરર*
*જીવિત વ્યક્તિને સિક્કા દ્વારા સન્માનિત કરાયો હોય તેવો પ્રથમ કિસ્સો*

●લદાખ માટે વિન્ટર ગ્રેડનું વિશેષ ડીઝલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે
*ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન*
*આ શિયાળુ ગ્રેડ ડીઝલ માઇનસ 33 ડિગ્રી સે. તાપમાને પણ જામશે નહીં*

●ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વડા જી.ડી.સતીશ રેડ્ડીને કોના દ્વારા માનદ ફેલોશિપ આપવામાં આવી
*યુનાઇટેડ કિંગડમની રોયલ એરોનોટિકલ એકેડેમી દ્વારા*

●વર્ષ 2018 માટેનો બિહારી એવોર્ડથી કોણે નવાજવામાં આવ્યા
*રાજસ્થાનના લેખક મનીષ કુલશ્રેષ્ઠને*
*નવલકથા ' સ્વપ્નપશ' માટે એનાયત*
*આ એવોર્ડ કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા અપાય છે*

●ભારત સરકાર દ્વારા દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોને મર્જ કરવા જઈ રહી છે. આ માટે કઈ તારીખે બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
*29 નવેમ્બર, 2019*

●'ચાઈલ્ડ રિલીફ એન્ડ યુ' (CRY) એ તાજેતરમાં આપેલ અહેવાલ મુજબ ભારતમાં બાળકો સામેના ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે
*20%*
*આ અહેવાલ મુજબ બાળકો સામેના ગુનાઓમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પ્રથમ સ્થાને છે*

●ગુલાબી બોલથી 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો
*ઇશાંત શર્મા*
*બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ મેચમાં*

●સ્પેનના રાફેલ નડાલે સ્પેન માટે કેટલી વખત ડેવિસ કપ (ટેનિસ)નો ખિતાબ જીત્યો
*છઠ્ઠી વખત*
*શાપોવાલોવને હરાવ્યો*

●તમિલ સિનેમાના જાણીતા અભિનેતા જેમનું હાલમાં અવસાન થયું
*બાલાસિંગ*

●મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૈલાસ જોશીનું હાલમાં નિધન થયું. તેઓ કયા વર્ષ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા
*1977 થી 1978*

●તાજેતરમાં મુંબઇ પ્રેસ ક્લબના સ્થાપક સભ્ય જેમનું હાલમાં અવસાન થયું
*મધુ શેટ્ટી*
*તેઓ મુંબઇ મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર હતા*

●આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ.રેડ્ડીએ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો માટે કયો હેલ્પલાઇન નંબર જારી કર્યો
*14400*

●ગીધની સંખ્યા બચાવવા માટે કયા રાજ્યની સરકારે પ્રથમ ગીધ સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાનું નક્કી કર્યું
*ઉત્તર પ્રદેશ સરકારે મહારાજગંજમાં*

●કયા રાજ્યની કેબિનેટે દરેક પંચાયતમાં ઓછામાં ઓછા એક દિવ્યાંગ સભ્યની નિમણુક કરવાની મંજૂરી આપી છે
*છત્તીસગઢ*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-05-06/12/2019🗞👇🏻*

*5 ડિસેમ્બર, દિન વિશેષ*

*શાયર-એ-ઇન્કલાબ : જોશ મલીહાબાદી*
*મૂળ નામ :-* શબ્બીર હસનખાન
*જન્મ:-* 5 ડિસેમ્બર, 1894, મલીહાબાદમાં
*નિધન :-* 22 ફેબ્રુઆરી, 1982
ક્રાંતિકારી કવિતાઓ અને લેખો લખતા હતા.
આ કારણે તેમને શાયર-એ-ઈન્કલાબ બિરુદ આપ્યું હતું.
"કામ હૈ મેરા તવયુર નામ હૈ મેરા શબાબ, મેરા નામ ઇન્કલાબ, ઇન્કલાબ, ઇન્કલાબ"
"બાજ આયા મૈં રો ઐસે મજહબી તાઉન સે, ભાઈઓ કા હાથ તર હો ભાઈઓ કે ખૂન સે"

*6 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે ભારતશાસ્ત્રી મેક્સમૂલરનો જન્મદિન
બાબાસાહેબ આંબેડકર અને નેલ્સન મંડેલાની પુણ્યતિથિ

*વિરલ સંશોધક : ભૃગુરાય દુર્લભજી અંજારિયા*
*જન્મ:-* 6 ડિસેમ્બર, 1913, રાજકોટમાં
*નિધન:-* 7 ઓગસ્ટ, 1980, મુંબઈમાં
ગુજરાતી સાહિત્યમાં સર્જન :- કાન્ત વિશે, કલાંત કવિ, બીજા વિશે, રેષાએ રેષા ભરી જ્ઞાનઝંખા

●16 ડિસેમ્બરથી ફ્રી વાઈ-ફાઈ સેવા ક્યાં શરૂ થશે
*દિલ્હીમાં*

●લાંબા સમય સુધી વ્હાઇટ હાઉસનું કવરેજ કરનાર પત્રકાર કેટ બ્રેટનનું પુસ્તક
*ફ્રી મેલાનિયા- ધ અનઓથોરાઈઝડ બાયોગ્રાફી*

●ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર જેમનું હાલમાં અવસાન થયું
*બોબ વિલિસ*

●વિશ્વની સૌથી વધુ વેલ્યુએબલ કંપની 'આલ્ફાબેટ' ના CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી
*સુંદર પિચાઈ*
*આલ્ફાબેટ ગૂગલની પેરેન્ટ કંપની છે*

●'આયર્ન લેડી'ના નામે પ્રસિદ્ધ હંગેરીની સ્વિમર જેને હાલમાં 60મો ઇન્ટરનેશનલ ગોલ્ડ જીત્યો
*કેટિન્કા હોસજુ*

●2020માં દક્ષિણ આફ્રિકામાં રમાનાર અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની ભારતીય ટીમના મેનેજર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અનિલ પટેલ*

●યુનિસેફે પ્રિયંકા ચોપરાને કયા પુરસ્કારથી સન્માનિત કરી
*ડેની કેય માનવતાવાદી પુરસ્કાર*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🏏વર્ષ-2019માં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સિદ્ધિઓ🏏*

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની
*ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*

કયા દેશની મહિલા ટીમે ટી-20માં 3 વાર 200+ રન કરનાર પ્રથમ ટીમ બની
*ઓસ્ટ્રેલિયા*

કઈ મહિલા ખેલાડીએ મહિલા ક્રિકેટમાં એક જ ઇનિંગમાં 20 ચોગ્ગા ફટકારી રેકોર્ડ બનાવ્યો
*ઓસ્ટ્રેલિયાની બેથ મુનીએ*

મહિલા ટી-20 મેચમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર(149 રન નોટ આઉટ) કરનાર મહિલા ખેલાડી અને સદી ફટકારનાર પ્રથમ મહિલા વિકેટ કીપર કોણ બની
*ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટકીપર એલિસા હેલી*

કઈ મહિલા ક્રિકેટરે મેન્સ-વિમેન્સમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 13 ફાસ્ટેસ્ટ સદી ફટકારી
*ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ*

મેન્સ અને વિમેન્સ બંનેમાં ઓલરાઉન્ડર તરીકે સૌથી ઝડપી 3000 રન અને 150 વિકેટ મેળવનાર સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યું
*ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*
*110 વન-ડેમાં આ સિદ્ધિ મેળવી*

કયા દેશની મહિલા ટીમે સતત 18 વન ડે મેચમાં જીત મેળવી રેકોર્ડ સ્થાપિત કર્યો
*ઓસ્ટ્રેલિયા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*અગત્યની ઉત્પાદન પદ્ધતિઓ*

*🌡રસાયણ અને ઉત્પાદન પદ્ધતિ🌡*

★એમોનિયાહેબર પદ્ધતિ

★સલ્ફરફ્રાશ

★સલ્ફયુરિક એસિડસંપર્ક વિધિ

★નાઈટ્રિક એસિડઓસ્વાલ્ડ

★એસિટોનફિશન ટ્રોપ્સ

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-07-08/12/2019🗞👇🏻*

*7 ડિસેમ્બર, દિન વિશેષ*

*🇮🇳સશસ્ત્ર સેના ધ્વજ દિવસ🇮🇳*
7 ડિસેમ્બર, 1949થી આખા દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે.
🇱🇮ઘેરા લાલ અને વાદળી રંગના ધ્વજના સ્ટીકરની રકમ નક્કી હોય છે.🇱🇮
શરૂઆતમાં આ દિવસને ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, પણ 1993માં આ દિવસને 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' નામ આપવામાં આવ્યું.
ભારતીય શસ્ત્ર સેનામાં ત્રણેય પ્રમુખ પાંખ ભારતીય થલસેના, જળસેના અને વાયુસેના સામેલ છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય સશસ્ત્ર દળના સર્વોચ્ચ કમાન્ડર છે.ભારતીય સશસ્ત્ર દળ ભારત સરકારના રક્ષા મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે.

●બંધારણના ઘડવૈયા ભારતરત્ન ર્ડા. બાબાસાહેબ આંબેડકરનો 64મો મહાપરિનિર્વાણ દિન.

*8 ડિસેમ્બર, દિન વિશેષ*

*પ્રજ્ઞાચક્ષુ : પંડિત સુખલાલજી સંઘવી*
*જન્મ:-* 8 ડિસેમ્બર, 1880ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે
*નિધન:-* 2 માર્ચ, 1978
16મા વર્ષે શીતળાના રોગમાં આંખોની રોશની ગુમાવી
ચાર તીર્થકર, સમદર્શી આચાર્ય હરિભદ્ર, મારુ જીવનવૃત્ત, દર્શન અને ચિંતન, તત્વાર્થસૂત્ર, અધ્યાત્મવિચારણા, ભારતીય તત્વવિદ્યા વગેરે જેવા ગ્રંથો પંડિતજીનું ગુજરાતના વિદ્યાજગતમાં મહત્વપૂર્ણ યોગદાન છે.

●વિશ્વની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની કઈ બનશે
*સાઉદીની ઓઇલ કંપની અરામકો*

●ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અરવિંદ અગ્રવાલ*

●સ્પેનના મેડ્રિડમાં 200 દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા પર્યાવરણ સંમેલનના કાર્યક્રમ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ રિસ્ક ઇન્ડેક્સ 2020ના અહેવાલ મુજબ પર્યાવરણીય આડઅસરથી પીડાતા દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે
*પાંચમું*
*ભારતમાં વર્ષે 38 અબજ ડોલરનું નુકસાન*
*બદલાતા વાતાવરણની સૌથી ખરાબ અસર જર્મની અને કેનેડામાં થઇ રહી છે*

●હૈદરાબાદ ગેંગરેપના ચાર આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરનાર સાયબરાબાદના પોલીસ કમિશનર
*વી સી સજ્જનાર*

●દુષ્કાળ નક્કી કરવા નવી પદ્ધતિ અપનાવાશે.અંગ્રેજો વખતથી ચાલી આવતી કઈ જૂની પદ્ધતિ નાબૂદ કરાઈ
*આનાવારી*
*2016માં લાવેલી મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ નીતિ અમલમાં*

●દેશવ્યાપી સરવેમાં ક્રાઈમ પ્રિવેન્શન ડિટેક્શન અને નાગરિક સેવામાં દેશમાં બીજા ક્રમે ગુજરાતનું કયા શહેરનું પોલીસ સ્ટેશન બીજા ક્રમે આવ્યું
*મહિસાગર જિલ્લાનું બાલાસિનોર*

●2019નો નોબેલ પુરસ્કાર સમારોહ ક્યાં યોજાશે
*સ્વીડનના સ્ટોકહોમમાં*

●કયા રાજ્યની નવી હાઈકોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*રાજસ્થાન(જોધપુરમાં)*
*10.5 લાખ ચો.ફૂટમાં*
*ગોળાકાર ભવન*
*21 કોર્ટ રૂમ*
*242 પિલ્લર (સંસદ ભવનમાં 144 પિલ્લર છે)*
*220 કરોડ રૂપિયા ખર્ચ*

●ગુજરાત સરકારના નાણાં વિભાગના સચિવ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*પંકજ જોશી*

●ચીની વિજ્ઞાનીઓએ કયા બે પ્રાણીઓના DNA ભેગા કરી નવું હાઈબ્રીડ પ્રાણી પેદા કર્યું
*ડુક્કર અને વાંદરાના*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

🔥રણધીર🔥
*🔥CURRENT🔥*

*🗞Date:-09/12/2019🗞👇🏻*

*9 ડિસેમ્બર, દિન વિશેષ*

*કેમેરાનાં કસબી : હોમાય વ્યારાવાલા*

*જન્મ:-* 9 ડિસેમ્બર, 1913ના રોજ નવસારીના પારસી પરિવારમાં થયો હતો
*નિધન:-* 15 જાન્યુઆરી, 2012
મુંબઈમાં જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં ડિપ્લોમા થયા.
1938થી સામયિકમાં તસવીરકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી.
13ના આંકડા સાથે તેમને ખાસ લગાવ હતો.

●2019નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અભિજીત, તેમના પત્ની એસ્થર અને અમેરિકાના માઈકલ ક્રેમર તેમને મળેલ રકમમાંથી 6.8 કરોડ રૂપિયાનું દાન કઈ સંસ્થાને કરશે
*હાવર્ડ યુનિવર્સિટી એડમિનીસ્ટેશનની વીજફંડ સંસ્થાને વિકાસ રિસર્ચ માટે*

●ક્રિકેટની રણજી ટ્રોફીમાં કેટલી ટીમો ભાગ લેશે
*38*
*ચંદીગઢને પહેલીવાર સ્થાન મળ્યું*

●ગુજરાતની માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે
*સ્વિમિંગ*

●સ્પેનિશ લીગ (ફૂટબોલ)માં સૌથી વધુ હેટ્રિકનો વર્લ્ડ રેકોર્ડ કયા ખેલાડીએ સર્જ્યો
*મેસ્સીની 35મી હેટ્રિક*
*રોનાલ્ડોનો રેકોર્ડ તોડ્યો*

●અમેરિકાના ગન કલ્ચર સામે લડતી એક બહાદુર યુવતીનું નામ
*18 વર્ષીય એમા ગોંજાલિસ*

●દર વર્ષે ડિસેમ્બર મહિનાની કઈ તારીખે વર્લ્ડ સોઈલ ડે મનાવવામાં આવે છે
*5મી*

●ભારતમાં સૌપ્રથમ સમુદ્રી મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે
*ગુજરાતમાં લોથલ ખાતે*

●કયા દેશની ક્રિકેટ ટીમને એમસસીના સ્પ્રિટ ઓફ ક્રિકેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*ન્યૂઝીલેન્ડ*

●પ્રાણીઓના અધિકાર અને રક્ષણ માટે કામ કરતી સંસ્થા પીટાએ પર્સન ઓફ ધ યર એવોર્ડ કોણે જાહેર કર્યો
*જોકિન રાફેલ ફિનિક્સ*

●હાલમાં હોર્નબિલ મહોત્સવ ક્યાં આયોજિત થયો હતો
*નાગાલેન્ડ*

●હાલમાં આલ્ફાબેટ ઇન્કના CEO તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*સુંદર પિચાઈ*
*ગુગલ આલ્ફાબેટ ઇન્કની એક પ્રોડક્ટ છે*

●એશિયન ડેવલપમેન્ટ બેન્કના નવા અધ્યક્ષ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*માત્સુગુ અસકવાને*

●લિયોનેલ મેસ્સીએ કેટલામી વખત બેલેન ડી ઓર એવોર્ડ વિજેતા બન્યા
*છઠ્ઠી વખત*

●મોરેશિયસના રાષ્ટ્રપતિ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા
*પૃથ્વીરાજ રૂપનને*

●તમિલનાડુના માળખાગત વિકાસ માટે ADBએ કેટલી લોન મંજુર કરી છે
*206 મિલિયન ડોલર*

●ભારત અને ચીન વચ્ચે સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ યોજાશે.જેનું શીર્ષક શું છે
*હેન્ડ ઇન હેન્ડ*

●જી-20 દેશના નવા અધ્યક્ષ તરીકે કયા દેશને નિયુક્ત કરવામાં આવ્યું છે
*સાઉદી અરેબિયા*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-10-12-2019🗞👇🏻*

*10 ડિસેમ્બર, દિન વિશેષ*

*સી.રાજગોપાલાચારી*
*જન્મ:-* 10-12-1878
તેમનો જન્મ ત્યારની મદ્રાસ પ્રેસિડન્સીના સાલેમ જિલ્લાના (જે હવે તમિલનાડુ રાજ્યનો કૃષ્ણાગિરિ જિલ્લો છે) થોરાપલ્લી ગામે થયો હતો.
*મૃત્યુ:-* 25-12-1972
'રાજાજી'ના હુલામણા નામથી જાણીતા હતા.
1900માં તેમને વકીલાત શરૂ કરી હતી.
તેમણે કોંગ્રેસના નેતા , મદ્રાસ પ્રેસિડન્સીના વડા, મદ્રાસના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી.
1948માં લોર્ડ માઉન્ટબેટન ભારત છોડીને ગયા પછી ભારતીય ગવર્નર જનરલનું પદ શોભાવનાર તેઓ પ્રથમ ભારતીય હતા.

*પુરાતત્ત્વચાર્ય : હસમુખ સાંકળિયા*
*પૂરું નામ:-* હસમુખ ધીરજલાલ સાંકળિયા
*જન્મ:-* 10 ડિસેમ્બર, 1908, મુંબઈમાં
*નિધન :-* 28 જાન્યુઆરી, 1989
અનુસ્નાતક પુરાતત્વ શાસ્ત્ર સાથે મુંબઇ યુનિવર્સિટીથી કર્યું હતું.
લંડન યુનિવર્સિટીથી 1936માં પીએચડીની પદવી મેળવી
તેમની આત્મકથા 'બોર્ન ફોર આર્ક્યોલોજી, એન ઓટોબાયોગ્રાફી' , ગુજરાતીમાં 'પુરાતત્વના ચરણે' નામથી પ્રકાશિત થઈ.

●લોકસભામાં નાગરિકતા બિલ પસાર, બિલ કાયદો બની ગયા પછી કયા દેશોમાંથી ભારતમાં શરણ લેનારાઓને નાગરિકતા આપવામાં આવશે
*પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન*
*જો કે તેમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવશે નહીં*
*આ બિલ લોકસભામાં 311 વિરુદ્ધ 80 મતોથી પસાર થઈ ગયું*

●વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)એ 4 વર્ષ માટે કયા દેશને કોઈપણ પ્રકારની વર્લ્ડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાદ્યો છે
*રશિયા*

●સાઉથ એશિયન ગેમ્સ ક્યાં ચાલી રહી છે
*નેપાળના પોખરા ખાતે*

●સૌથી નાની વયે વડાપ્રધાન બની કોણે વિક્રમ સર્જ્યો
*યુરોપિયન દેશ ફિનલેન્ડની 34 વર્ષીય યુવતી સના મરિન*

●સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ના અહેવાલ પ્રમાણે 2019માં માનવ વિકાસ સુચકાંક મામલે 189 દેશોમાંથી ભારતનો રેન્ક કેટલામો છે
*129મો*
*નોર્વે ટોચ પર, સ્વિટ્ઝર્લેન્ડ બીજા ક્રમે*

●રણજી ટ્રોફીમાં 150 મેચ રમનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*વસીમ જાફર*

●9 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન

●એટલાન્ટા ખાતે યોજાયેલા કાર્યક્રમ મિસ યુનિવર્સ 2019નો ખિતાબ કોણે જીત્યો
*દક્ષિણ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ*

●દેશના રિઅલ એસ્ટેટના સૌથી અમીર બિઝનેસમેન કોણ બન્યા
*મૈક્રોટેક ડેવલપર્સના સ્થાપક મંગલ પ્રભાત લોઢા*
*નેટવર્થ 31,930 કરોડ રૂપિયા*

●કયા રાજ્યની સરકારે એન્ટિ ડિપ્રેસન્ટ સ્ક્વોડની સ્થાપના કરી
*આસામ*

●7 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ

●દુનિયાનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કયા સ્ટેશનને ઘોષિત કરવામાં આવ્યું
*અંદમાન નિકોબારમાં આવેલું એડરબિન*

●બાયોમેટ્રિક ડેટાના વ્યાપક અને આક્રમક ઉપયોગમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ નંબર પર છે
*ચીન*

●ભારત અને રશિયા વચ્ચે ટૂંક સમયમાં સૈન્ય અભ્યાસ યોજાશે.જેનું નામ શું રાખવામાં આવ્યું છે
*ઇન્દ્ર 2019*

●ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ અત્યારે ઐતિહાસિક સપાટી પર છે. ભારત સરકાર પાસે કેટલું વિદેશી હૂંડિયામણ છે
*45 અબજ ડોલર*

●તાજેતરમાં અભિનેત્રી શૈલી મોરિશનનું નિધન થયું. તેઓ કયા દેશના સુખ્યાત થિયેટર અને ટેલિવિઝન એક્ટ્રેસ હતા
*અમેરિકા*

●જમ્મુ કાશ્મીર વિશ્વવિદ્યાલયે ડૉક્ટરેટની માનદ ડિગ્રી કોણે આપી
*ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ*

●ઈરાકના વડાપ્રધાન જેમને હાલમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું
*એડલ અબ્દુલ મહદી*

●પહેલી ડિસેમ્બરે BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ કેટલામાં સ્થાપના દિનની ઉજવણી કરી
*55મો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-11/12/2019🗞👇🏻*

*11 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે આચાર્ય રજનીશ, શાયર રુસ્વા મઝલુમીનો જન્મ દિવસ છે.

આજે અંબુભાઈ પુરાણી, નાની પાલખીવાલા અને પંડિત રવિશંકરની પુણ્યતિથિ છે.

*ધ્યાનસ્થ ઈતિહાસકાર : એમ.એસ.કોમિસેરિયેટ*
*પૂરું નામ:-* માણેકશા સોરાબજી કોમિસેરિયેટ
*જન્મ:-* 11 ડિસેમ્બર, 1881
*નિધન:-* 25 મે, 1972 મુંબઈમાં
ગુજરાતની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
ગુજરાત કોલેજના મેગેઝિનના પહેલા સંપાદક તેઓ હતા.
ગુજરાતના ઇતિહાસને લગતા અનેક લેખો તેમને લખ્યા છે.
સરકારે તેમને આઈઈએસ (ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ) અને ખાન બહાદુરનો ઇલકાબ આપ્યો હતો.

●9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર ઊર્જા બચત સપ્તાહ

●હવે ગેરકાયદે શસ્ત્રો બનાવવા બદલ શસ્ત્ર સુધારા બિલ, 2019 અંતર્ગત જન્મટીપની સજા થશે.આ બિલ માટે બંધારણનો કેટલામો સુધારો કરાયો
*126 મો*

●ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*ઘનશ્યામ અમીન*

●ગુજરાતના ખેડૂતોની માથાદીઠ માસિક આવક ૱7926 સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*આઠમા*
*પંજાબ માસિક આવક ૱18059 સાથે દેશમાં પહેલા સ્થાને*

●નેપાળના પોખરા ખાતે યોજાયેલી 13મી સાઉથ એશિયન ગેમ્સમાં ભારત કુલ કેટલા મેડલ્સ સાથે ટોચના સ્થાન પર રહ્યું
*312 મેડલ્સ*
*174 ગોલ્ડ, 93 સિલ્વર અને 45 બ્રોન્ઝ*

●ભારતના પ્રથમ દરિયાઈ સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવશે
*ગુજરાતના લોથલમાં*
*પોર્ટુગીઝ મેરીટાઈમ મ્યુઝિયમના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવશે*

●કયા રેલવે સ્ટેશનને ખોરાકની ગુણવત્તાના મામલે દેશના સૌપ્રથમ 'Eat Right Station'નો દરજ્જો મળ્યો છે
*મુંબઈ રેલવે સ્ટેશન*

●મલયાલમ કવિ અક્કીતામ અચ્છુતન નંબુદ્રીને કેટલામો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો
*55મો*
*તેમની કેટલીક મુખ્ય રચનાઓ :- ખંડ કાવ્યા, કથા કાવ્યા, ચરિત કાવ્યા વગેર.*

●લેખક ટોની જોસેફે તેમના કયા પુસ્તક માટે 2019 શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પુરસ્કાર જીત્યો
*Early Indians : The Story of Our Ancestors and Where We Came From*

●અંગદાનની બાબતમાં કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો
*તમિલનાડુ*
*આ એવોર્ડ નેશનલ ઓર્ગન અને ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (નોટો) દ્વારા એનાયત કરાયો*

●કયા રાજ્યની સરકારે ગ્રામીણ વિસ્તારોમાં લેન્ડ બેન્કની સ્થાપનાને મંજૂરી આપી છે
*પંજાબ*

●હિમાચલ પ્રદેશે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ધર્મશાળામાં જાહેર સ્થળોએ આઉટડોર જિમ બનાવવાનો નિર્ણય લીધો છે.

●IIT ખડગપુર અને IIT ગાંધીનગરે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યૂઝિયમ્સના સહયોગથી ગાંધી પીડિયા બનાવવાનો નિર્ણય લીધો છે.

●તાજેતરમાં કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટ્સનો કાર્યભાર કોણે સંભાળ્યો
*ભારતીય એકાઉન્ટ્સ સર્વિસના અધિકારી સોમા રોય બર્મન*

●13મી એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ કોણે જીત્યો હતો
*આદર્શ એમ.એન.સિનિમોલે*
*ટ્રાઈથલોન રમતમાં*

●અંગદ વીરસિંહ બાજવા કઈ રમત સાથે સંકળાયેલ છે
*શૂટિંગ*

●શમીમ ખાને 2019ની કેન્સવિલે ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ જીતી.

●તાજેતરમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન યાસુહિરો નાકાસોનનું નિધન.

●PTIના પત્રકાર ભાસ્કર મેનનનું અવસાન.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-12/12/2019🗞👇🏻*

*12 ડિસેમ્બર, દિન વિશેષ*

*ટૂંકીવાર્તાના ભીષ્મ પિતામહ : ધૂમકેતુ*
*મૂળ નામ:-* ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
*જન્મ:-* 12 ડિસેમ્બર, 1892ના રોજ સૌરાષ્ટ્રના જલારામ ધામ વીરપુરમાં
*નિધન:-* 11 માર્ચ, 1965
1914માં મેટ્રિક અને 1920માં સ્નાતક
ગોંડલ રેલવે સ્કૂલમાં શરૂમાં નોકરી કરી
સાહિત્ય સર્જન :- તણખામંડળ ભાગ 1 થી 4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, આમ્રપાલી, ચંદ્રલેખા જેવા વાર્તા સંગ્રહ
જીવન પંથ અને જીવન રંગ જેવા આત્મકથાનકો લખ્યા છે.
ટૂંકી વાર્તા :- પોસ્ટ ઓફીસ, ભૈયાદાદા, ગોવિંદનું ખેતર, લખમી, હૃદયપલટો, પૃથ્વી અને સ્વર્ગ વગેરે.
ધૂમકેતુને 1935માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો.
1953માં નર્મદ ચંદ્રક એનાયત થયો હતો.

આજે સમાજશાસ્ત્રી જી.એસ. ઘુર્યેનો પણ જન્મદિવસ છે.

આજે ક્રિકેટર જશુ પટેલ અને મૈથીલીશરણ ગુપ્તની પુણ્યતિથિ છે.

●ઇસરોએ રડાર ઇમેજિંગ સેટેલાઇટ રિસેટ-2 આરબી-1 નામનો ઉપગ્રહ કયા રોકેટ દ્વારા લોન્ચ કર્યો
*PSLV-48*
*રિસેટ-2 આરબી-1 વાદળ અને અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે.*
*PSLV રોકેટનું 50 મુ ઉડ્ડયન અને શ્રીહરિકોટા 75મુ લોન્ચિંગ*
*અન્ય ચાર દેશના 9 સેટેલાઈટ પણ લોન્ચ કર્યા*

●ગોધરાકાંડ તથા એ પછીના કોમી રમખાણોની તપાસ પરનો અહેવાલ કોણે રજૂ કર્યો
*જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા પંચ*
*27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6ને આગ ચાંપવામાં આવી હતી*

●નાગરિકત્વ બિલ રાજ્યસભામાં તરફેણમાં 125, વિરુદ્ધમાં 105 મતથી પસાર.આ બિલ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના કયા છ ધર્મના શરણાર્થીઓને નાગરિકત્વ મળશે
*હિન્દુ, શીખ, પારસી, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધ*

●ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ
*સ્વિડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ*

●ચેમ્પિયન્સ લીગમાં (ફુટબોલ) ગોલ કરનાર સૌથી યુવા ફૂટબોલર કોણ બન્યો
*બાર્સેલોનાનો 17 વર્ષ 40 દિવસનો એન્સુ ફેટી*

●ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 400 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો
*રોહિત શર્મા*

●ભારત અને રશિયાનો યુદ્ધ અભ્યાસ ઇન્દ્ર-2019 ક્યાં શરૂ થયો
*ગોવાના દરિયા કિનારે*

●ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ અમ્પાયરિંગ કરવાનો રેકોર્ડ કોણ બનાવશે
*પાકિસ્તાનના અનુભવી અમ્પાયર અલીમ દાર*
*129મી ટેસ્ટમાં અમ્પાયરિંગ કરશે*

●9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

●ભારતે ઈઝરાયેલના કયા ઉપગ્રહનું શ્રીહરિકોટાથી લોન્ચિંગ કર્યું હતું
*ડુચિફટ-3*

●નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા
*ગિરિષચંદ્ર ચતુર્વેદી*

●કયા દેશમાં અતુલ્ય ભારત રોડ શો આયોજિત કરવામાં આવ્યો
*સિંગાપોર*

●ઈ-કોમર્સ ઇન્ડેક્સ-2019માં વિશ્વના તમામ દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમ પર આવ્યો
*નેધરલેન્ડ*

●વનસ્પતિ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા બદલ ડૉ.પદમેશ્વર ગોગોઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*સિઉ કા ફા એવોર્ડ*

●પુરુષ વન-ડે ઇન્ટરનેશનલના પ્રથમ મહિલા રેફરી કોણ બન્યા
*જી.એસ.લક્ષ્મી*

●પેરેલલ રન વે ધરાવતું દેશનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું
*બેંગલોર એરપોર્ટ*

●હરિયાણામાં મુર્રાહ પ્રજાતિની ભેંસ 'સરસ્વતી' એ 32.66 લિટર દૂધ આપીને રેકોર્ડ સર્જ્યો.

●એપલે સૌથી મોંઘુ કમ્પ્યૂટર 'મેક પ્રો' લોન્ચ કર્યું. કિંમત રૂ.37 લાખ.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-13-14/12/2019🗞👇🏻*

*13 ડિસેમ્બર, દિન વિશેષ*

*કળાના શહીદ : હાજી મહમદ અલરખા શિવજી*
*જન્મ :-* 13 ડિસેમ્બર, 1878ના રોજ ભુજમાં
*નિધન:-* 21 જાન્યુઆરી, 1921
મૂળ કચ્છના ઈસરા આશરી ખોજા
મુંબઈમાં સ્થાયી થયા
ગુજરાતી પત્રકારત્વ જગતમાં નવાચારી દ્રષ્ટિકોણના પ્રણેતા
તેમણે 1910માં 'ગુલશન' સામયિક દ્વારા પત્રકારત્વની શરૂઆત કરી.
તેમને 'સલીમ' ઉપનામે ઇમાનના મોતી, નૂરજહાંનો પ્રેમ, શીશ મહલ, રશીદા જેવા પુસ્તકો લખ્યા છે.

*14 ડિસેમ્બર, દિન વિશેષ*

*ધી ગ્રેટ શો મેન : રાજ કપૂર*
*જન્મ:-* 14 ડિસેમ્બર, 1924
*નિધન :-* 2 જૂન, 1988
પિતા :- પૃથ્વીરાજ કપૂર
રાજ કપૂરે 1935માં 'ઇન્કલાબ' થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી
1949માં ફિલ્મ 'આગ'નું નિર્માણ કરી સૌથી નાની વયના નિર્દેશક બન્યા અને આર.કે.સ્ટુડિયોનું નિર્માણ પણ કર્યું.
11 વખત ફિલ્મ ફેર એવોર્ડ, 3 વાર નેશનલ પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, પદ્મભૂષણથી પુરસ્કૃત

●સ્પેનિશ ફૂટબોલ ક્લબ લાલીગાએ ભારતમાં તેનો પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યો
*ભારતીય બેટ્સમેન રોહિત શર્મા*

●59 વર્ષની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાનનું સન્માન મળ્યું.ગુજરાત આ સન્માન મેળવનાર ભારતનું કેટલામું રાજ્ય બન્યું
*સાતમું રાજ્ય*

●આ વર્ષની શ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડીનો એવોર્ડ કોણે મળ્યો
*ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી*

●દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું
*કેનેડા*

●ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણને કેટલામું સ્થાન આપ્યું
*34મું*
*એન્જેલા મર્કેલ પ્રથમ નંબરે*
*HCL કોર્પોરેશનના CEO અને ડિરેક્ટર રોશની મલ્હોત્રા 54મા ક્રમે અને બાઈકોનના સ્થાપક કિરણ મજુમદાર 65મા ક્રમે*

●વિધવા પેન્શન યોજનાનું નવું નામ બદલીને શું કરવામાં આવ્યું
*ગંગા સ્વરૂપ બહેનોને સહાયતા યોજના*

●ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા
*વિરેન્દ્ર પટેલ*

●બ્રિટનમાં યોજાયેલ ચૂંટણીમાં કયા પક્ષની જીત થઈ
*કન્ઝર્વેટિવ પાર્ટીની*
*650 બેઠકવાળી હાઉસ ઓફ કોમન્સમાં બોરિસ જોનસનની પાર્ટીએ 364 બેઠકો પર જીત મેળવી*

●ભારતના સૌથી નાની વયના IPS કોણ બન્યા
*બનાસકાંઠાના સફિન હસન*

●વર્ષ 2019નો વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરુષ બેડમિન્ટન ખેલાડી કોણે જાહેર કરવામાં આવ્યો
*જાપાનનો કેન્ટો મોમોટા*

●2019ના વર્ષની શ્રેષ્ઠ મહિલા બેડમિન્ટન ખેલાડી તરીકેનો એવોર્ડ કોણે મળ્યો
*ચીનની ડબલ્સ સ્પેશ્યાલિસ્ટ ખેલાડી હ્યુએંગ યા કિયોંગ*

●સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખપદે કોણ ચૂંટાયા
*દુષ્યંત દવે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-15-16/12/2019🗞👇🏻*

*15 ડિસેમ્બર, દિન વિશેષ*

*ચૂંટણી સુધારક : ટી.એન.શેષાન*
*પૂરું નામ:-* તિરુનેલ્લાઈ નારાયણ ઐયર
*જન્મ:-* 15 ડિસેમ્બર, 1932ના રોજ જુના મદ્રાસ રાજ્યના પલક્કડ ખાતે
*નિધન:-* 10 નવેમ્બર, 2019
1954ના બેચના IAS
12 ડિસેમ્બર, 1990ના રોજ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
ચૂંટણી કમિશનર તરીકે તેઓએ ઇલેક્શન કાર્ડ, ચૂંટણી ખર્ચની મર્યાદા, ચૂંટણી દરમિયાન રોજના ખર્ચા રજૂ કરવા, ઓબ્ઝર્વરોની નિયુક્તિ જેવા મોડેલ કોડ ઓફ કંડક્ટ લાગુ કરી દેશમાં તંદુરસ્ત ચૂંટણી પ્રક્રિયા બનાવી હતી.
1977માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા અને હાર્યા હતા.


*ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા*
*જન્મ:-* 15 ડિસેમ્બર, 1976, સિક્કિમના ટીંકિટમમાં
1998માં અર્જુન એવોર્ડ
2008માં પદ્મશ્રી પુરસ્કાર
1992માં સુબ્રોતો કપમાં તેમને કરેલું ઉત્તમ પ્રદર્શન તેમના જીવન માટે સુંદર તક સાબિત થઇ અને તેઓ આગળ વધતા ગયા.
તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન પદે પણ રહી ચૂક્યા છે.

*16 ડિસેમ્બર, દિન વિશેષ*

*નાગરિક અધિકારોનો શહીદ : જીમ્મી લી જેક્શન*
*જન્મ:-* 16 ડિસેમ્બર, 1938ના રોજ અલાબામા રાજ્યના સીલ્માં પાસેના નાના નગર મેરિયનમાં
*નિધન:-* 1965
વિયેતનામ વિરુદ્ધ અમેરિકાના યુદ્ધમાં ભાગ લીધો હતો
જેક્શન અમેરિકામાં નાગરિક હક્કોની લડતથી પ્રોત્સાહિત થઈ મતદાતા માટેની ઝુંબેશમાં સક્રિય થયા હતા
જ્યારે જેક્શનને પેટમાં ગોળી મારી એ દિવસને અમેરિકાના ઈતિહાસમાં 'લોહિયાળ રવિવાર' તરીકે લુખ્યાત છે.
જેક્શન જ્યારે ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા ત્યારે તેમને ઉંમર માત્ર 27 વર્ષ હતી.

●16 ડિસેમ્બરવિજય દિવસ
16 ડિસેમ્બર, 1971ના રોજ 13 દિવસની લડાઈ પછી પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું હતું ને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું.

●સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*માર્ક બાઉચર*

●ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન રેસર જેમનું હાલમાં નિધન થયું
*પીટર સ્નેલ*

●મિસ વર્લ્ડ-2019 કોણ બની
*જમૈકાની ભારતીય મૂળની ટોની એન સિંહ*
*રાજસ્થાનની સુમન રાવ સેકન્ડ રનર અપ રહી*
*સુમન રાવે મિસ વર્લ્ડ એશિયા 2019નું ટાઈટલ જીત્યું*

●અંકલેશ્વરમાં યોજાયેલી શ્રીમાન, મિસ અને મીસીસ લોકપ્રિય ગુજરાત 2019 બ્યુટી સ્પર્ધામાં ગુજરાત રાજયકક્ષાની સૌંદર્ય સ્પર્ધા કોણે જીતી
*માળિયા હાટીના તાલુકાના ચોરવાડ પાસે આવેલા કાણેક ગામની યુવતી નિહારિકા યાદવે*

●ઇન્ડોનેશિયામાં યોજાયેલી અંડર-15 ના અંડર-17 એશિયા જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં કોણે અંડર-15માં ટાઈટલ જીત્યું
*ગુજરાતની તસમીન મીરે*

●ભારતની દરખાસ્તને પગલે યુનાઇટેડ નેશન્સે (UN) હવે કઈ તારીખે ઇન્ટરનેશનલ ટી ડે જાહેર કર્યો
*21 મે*

●અભિનેત્રી ગીતા સિદ્ધાર્થનું નિધન

●વિશ્વવારસો રાણકીવાવ વિરાસત સંગીત સમારોહનો પ્રારંભ થશે.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🏹દ્રોણાચાર્ય પુરસ્કાર🏹*

આ પુરસ્કાર *રમતગમતના પ્રશિક્ષક (કોચ)ને* પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમત આયોજનોમાં મેડલ વિજેતા ખેલાડીઓ તૈયાર કરવા બદલ એનાયત કરાય છે.

આ પુરસ્કારની *સ્થાપના 1985માં* કરાઈ હતી.

આ પુરસ્કાર અંતર્ગત ગુરુ *દ્રોણાચાર્યની કાંસ્ય પ્રતિમા, પ્રમાણપત્ર, પરંપરાગત વસ્ત્રો અને 5 લાખ રૂપિયા રોકડા* અર્પણ કરાય છે.


*🏹અર્જુન એવોર્ડ🏹*

અર્જુન એવોર્ડ *1961થી* શરૂ કરાયા છે.

પુરસ્કાર સ્વરૂપે *એક પ્રશસ્તિ પત્ર, અર્જુનની કાંસ્ય પ્રતિમા અને ૱5 લાખ રોકડા* આપવામાં આવે છે.

આ એવોર્ડ ચાર વર્ષ સુધી સતત અસાધારણ પ્રદર્શન કરવા બદલ એનાયત કરાય છે.


*🥇ખેલરત્ન પુરસ્કાર🥇*

*રમતગમતના ક્ષેત્ર* માં અપાતો સર્વોચ્ચ પુરસ્કાર

*1991-92* થી પ્રદાન કરાય છે.

આ પુરસ્કાર કોઈ રમતવીરને છેલ્લા ચાર વર્ષના તેના દમદાર અને અસાધારણ પ્રદર્શન બદલ અર્પણ કરવામાં આવે છે.

આ પુરસ્કારમાં *એક મેડલ, એક પ્રમાણપત્ર, પરંપરાગત પોશાક અને ૱7.50 લાખ* નું રોકડ ઇનામ અપાય છે.


*🥇ધ્યાનચંદ એવોર્ડ🥇*

આ પુરસ્કાર રમતગમતના ક્ષેત્રમાં જીવનભરની ઉપલબ્ધી માટે વર્ષ *2002થી* શરૂ કરાયેલો સર્વોચ્ચ પુરસ્કાર છે.

આ પુરસ્કાર ભારતના મહાન હોકી ખેલાડી *મેજર ધ્યાનચંદ* ના નામ પરથી એનાયત કરાય છે.

આ પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓને પણ એક કાંસ્ય પ્રતિમા, પરંપરાગત પોશાક અને *૱5 લાખ રોકડા* આપવામાં આવે છે.

આ પુરસ્કાર દર વર્ષે *માત્ર 3 લોકો* ને જ આપી શકાય છે.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya


💥રણધીર💥
*ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)*

ICJ સંયુક્ત રાષ્ટ્રનું પ્રધાન *ન્યાયિક અંગ* છે.

તેની *સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર દ્વારા 1945માં* કરાઈ હતી અને એપ્રિલ 1946માં તેણે કાર્ય કરવાનો આરંભ કર્યો હતો.

મુખ્યાલય :- *નેધરલેન્ડના ધ હેગ* ખાતેના પીસ પેલેસમાં

તેના વહીવટી ખર્ચાનું વહન સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરાય છે.

તેની *સત્તાવાર ભાષા અંગ્રેજી અને ફ્રેન્ચ* છે.

ICJમાં *15 જજ* હોય છે, જેમની નિમણૂક સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ દ્વારા *9 વર્ષ માટે* કરવામાં આવે છે. તેનું *કોરમ 9* છે.

ખૂબ વિવાદાસ્પદ કેસમાં ICJના બંધારણની *કલમ 31 અન્વયે 1 એડહોક જજની* નિમણૂકની જોગવાઈ છે.

ICJમાં પ્રથમ ભારતીય મુખ્ય ન્યાયાધીશ *ડો.નગેન્દ્રસિંઘ* હતા.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🏸BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ વિશે 🏸*

BWF : *Bedminton World Federation*

અગાઉ BWF એ IBF ચેમ્પિયનશિપ તરીકે ઓળખાતું હતું.

BWF ની *સ્થાપના 1977* માં થઈ છે.

વર્ષ 1983થી દર 3 વર્ષે આ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

પ્રથમ વખત વર્ષ 1977 આ ગેમ્સનું આયોજન માલમો સિટી ખાતે થયું હતું.

💥રણધીર💥
*ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) વિશે...*

●FATF *મની લોન્ડરિંગ (કાળા નાણાંને સફેદ કરવા)* સામે લડવા માટેનું *37 સભ્ય દેશો અને બે ક્ષેત્રીય સંગઠનો* યુરોપિયન યુનિયન (EU) અને ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલનો સમાવેશ કરતું *એક આંતરસરકારી સંગઠન* છે.

●તેની *સ્થાપના 1989માં* કરાઈ હતી.

●FATFનું *મુખ્યાલય ફ્રાન્સની રાજધાની પેરિસમાં* છે. FATFના વર્તમાન *વડા માર્શલ બીલિંગ્સ્લી* છે.

●FATFની સ્થાપનાનો આરંભિક ઉદ્દેશ *મની લોન્ડરિંગનો સામનો કરવા માટે નીતિ ઘડતરનો* હતો.

●વર્ષ 2001માં તેના કાર્યક્ષેત્રમાં આતંકવાદીને નાણાં પુરા પાડવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

● *સાઉદી અરેબિયા* તાજેતરમાં તેનું પૂર્ણ સદસ્ય બનતા હવે તેની સભ્ય સંખ્યા 38 થી વધીને 39 થઈ ગઈ છે.

● *FATF પ્લેનરી* : તે FATFની *સર્વોચ્ચ નિર્ણય સંસ્થા* છે.તેની બેઠક એક વર્ષમાં ત્રણ વખત મળે છે.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*એલિફન્ટા ઉત્સવ*

કલા અને સંસ્કૃતિના એલીફન્ટા ઉત્સવનો *આરંભ વર્ષ 2012માં* કરાયો હતો અને ત્યારથી તે મુંબઈમાં કલા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા દર વર્ષે યોજાય છે.

તે *ધારાપુરી દ્વીપ* (એલીફન્ટા ટાપુ તરીકે પણ ઓળખાય છે) પર યોજાય છે. જ્યાં એલીફન્ટાની ગુફાઓ આવેલી છે.

*મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમ (MTDC)* દ્વારા એલિફન્ટા ટાપુ પર આ વાર્ષિક ભવ્ય ઉત્સવનું આયોજન મહારાષ્ટ્ર સરકારના પ્રોત્સાહનથી કરવામાં આવે છે.

💥રણધીર💥
*ભૂચર મોરી વિશે...*

*ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના અંતિમ શાસક મુઝફ્ફરશાહ ત્રીજાના સેનાપતિ ઇતિમાદ ખાને અકબરને ગુજરાત પર ચઢાઈ કરવા આમંત્રણ આપતા લાંબા સમય પછી મુઝફ્ફરશાહ ત્રીજો નવાનગર એટલે જામનગરના રાજવી જામ સતાજીના શરણે ગયો હતો.*

*જે કારણોસર અકબરના ગુજરાતના સૂબા મિર્ઝા અકીક કોકા અને નવાનગર સેના વચ્ચે જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીનું યુદ્ધ ખેલાયું હતું.*

*નવાનગરના રાજવીએ મુઝફ્ફરશાહ ત્રીજાને બરડા ડુંગરમાં આશ્રય આપ્યો હતો.*

*ધ્રોલ ખાતે ગુજરાત સરકારે શહીદ વનની રચના કરેલી છે.મુઝફ્ફરશાહ ત્રીજો પડધરી પાસે આત્મહત્યા કરી મૃત્યુ પામે છે.*

💥રણધીર💥
*💸નાણાં પંચ વિશે...💸*

●તેની રચના *ભારતના રાષ્ટ્રપતિ* દ્વારા *બંધારણની કલમ 280* અંતર્ગત કરવામાં આવે છે. નાણાં પંચ *એક બંધારણીય સંસ્થા* છે.

●નાણાં પંચ મુખ્યત્વે *કરવેરાની આવકની કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણી* કરવા સહિતની ભલામણો કરે છે.

●નાણાં પંચની સ્થાપના *5 વર્ષના* સમયગાળા માટે *એક અધ્યક્ષ અને ચાર સદ્દસ્યો* મળીને *કુલ 5 સભ્યોના* સમાવેશ કરવામાં આવે છે.

●પ્રથમ નાણાં પંચની સ્થાપના *શ્રી કે.સી.નિયોગીના* અધ્યક્ષપદ હેઠળ *6 એપ્રિલ, 1952માં* કરાઈ હતી.

●15મા અર્થાત વર્તમાન નાણાં પંચની રચના *27 નવેમ્બર, 2017* ના રોજ *નંદકિશોરસિંઘ (એન.કે.સિંઘ)ની* અધ્યક્ષતામાં કરાઈ હતી.

💥રણધીર💥
*🔫NIA વિશે...🔫*

*●સ્થાપના:-* નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એકટ, 2008 અંતર્ગત.

*●વડુમથક:-* નવી દિલ્હી

*●કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત :-* કેન્દ્રીય ગૃહ મંત્રાલય

*●મુખ્ય કાર્ય:-* ભારતમાં વકરતા આતંકવાદને અટકાવવાનું

*●સ્થાપના સમયે DG:-* યોગેશ ચંદર મોદી

*●સ્થાપના કરવા પાછળનું કારણ:-* 2008ના મુંબઈ હુમલા બાદ કાઉન્ટર ટેરરિઝમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-17-18/12/2019🗞👇🏻*

*17 ડિસેમ્બર, દિન વિશેષ*

*લાભુબેન મહેતા*
*જન્મ:-* 17 ડિસેમ્બર, 1915ના રોજ લખતરમાં
*નિધન:-* 1994
ગુજરાતી પત્રકારત્વના સિંહ અમૃતલાલ શેઠના પુત્રી
જાણીતા સાહિત્યકાર મોહનલાલ મહેતા 'સોપાન' નાં પત્ની
તેમની પહેલી કૃતિ શરદબાબુની 'પથેર પાંચાલી'નો અનુવાદ હતો.
લખેલા પુસ્તકો:- જય જવાહર, તુલસીના પાન, પ્રેમમૂર્તિ કસ્તુરબા, બંદી, જીવન માંગલ્ય, સરદાર અને પંતજી, સંસાર માધુરી, આભ અને ધરતી, કવિવર ટાગોર, કલા અને કલાકાર, પારસમણિના સ્પર્શે (ગાંધી પ્રભાવિત વ્યક્તિઓનો ચરિત્રાત્મક પરિચય), મારા જીકાકા મારુ રાણપુર (અમૃતલાલ શેઠનું ચરિત્ર અને રાણપુરના સંસ્મરણો), 15 દિવસનો પ્રવાસ વગેરે.


*18 ડિસેમ્બર, દિન વિશેષ*

*સર તેજ બહાદુર સપ્રૂ *
*જન્મ:-* 18 ડિસેમ્બર, 1875ના રોજ ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે
*નિધન:-* 20 જાન્યુઆરી, 1949
અલીગઢ અને આગ્રામાં અભ્યાસ
LLB થઈ 1898માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી
તેઓ અંગ્રેજી ઉપરાંત ફારસી અને ઉર્દુના નિષ્ણાત હતા.
મહાત્મા ગાંધી અને લોર્ડ ઇર્વિન (1931), ગાંધી-આંબેડકર મતભેદો (1932)માં તેમણે મધ્યસ્થી કરી હતી.

●દેશના નવા આર્મી ચીફ કોણ બનશે
*લે.જનરલ મનોજ મુકુંદ નરવણે*
*વર્તમાન ચીફ બિપિન રાવતનું સ્થાન લેસે.તેઓ 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે.*

●ફોર્ચ્યુન ઇન્ડિયા 500ની યાદીમાં કઈ કંપની નંબર વન બની
*રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ*
*IOC સતત 10 વર્ષ ટોચ પર રહી હતી તેને પછાડી*

●તાજેતરમાં વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ ક્યાં કરાયું
*ઓડિશાના ચાંદીપુર ખાતેથી*
*તેને ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે*

●પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ જેમને હાલમાં ફાંસીની સજા ફટકારવામાં આવી
*પરવેઝ મુશર્રફ*
*તેમનો જન્મ 1943માં ભારતમાં દિલ્હીમાં થયો હતો*
*પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ શેઠની અધ્યક્ષતા હેઠળ ત્રણ જજોની બેચે સજા સંભળાવી*
*નવેમ્બર 2007માં બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ કટોકટી લાગુ કરવાના કેસમાં*

●વિશ્વ શ્રેષ્ઠ મશીનરી ઈક્વીપમેન્ટ્સ અને એન્જીનીયરીંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ રજૂ કરતું 16મુ 'મહાટેક-2019' એન્જીનીયરીંગ એક્ઝિબિશનનું આયોજન ક્યાં કરવામાં આવશે
*વડોદરા*

●સમગ્ર વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપ્યા બાદ કયા જહાજનું અલંગમાં ભંગાશે
*INS વિરાટ*

●ICC એવોર્ડ મહિલા ક્રિકેટર ઓફ ધ યર કોણે મેળવ્યો
*ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*
*આ એવોર્ડ મેળવનારી પ્રથમ ખેલાડી*
*પહેલા તેને આ એવોર્ડ 2017માં મળ્યો હતો*
*ભારતની સ્મૃતિ મંધાનાને ICC વન-ડે તથા ટી-20 ટીમમાં પસંદગી કરાઈ*
*ઓસ્ટ્રેલિયાની એલિસ હિલી વર્ષની સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2020 જારી કરવામાં આવ્યો. જેમાં જાતિ સમાનતામાં ભારત 153 દેશોમાં કેટલામાં ક્રમે છે
*112મા*
*ગત વર્ષે ભારત 108મા ક્રમે હતું*
*જાતિ સમાનતામાં વિશ્વના ટોચના પાંચ દેશ:- 1.આઈસલેન્ડ, 2.નોર્વે, 3.ફિનલેન્ડ, 4.સ્વિડન, 5.નિકારાગુઆ*
*WEFએ જેન્ડર ગેપ અંગે સૌપ્રથમ 2006માં રિપોર્ટ જારી કર્યો હતો ત્યારે ભારત 98મા ક્રમે હતું*

●વેસ્ટઇન્ડિઝના લેજન્ડરી ક્રિકેટર જેમનું હાલમાં નિધન થયું
*બાસિલ બુચર*

●હિન્દી, મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રીરામ લાગૂનું નિધન

●વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2020 રિપોર્ટમાં 190 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*63મો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥