સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 07/10/2022 થી 15/10/2022🗞️*

*વર્ષ 2022નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર👇🏻*
✔️ફ્રાન્સની લેખિકા એની એર્નોકસને
✔️સાહસ અને સમાજની વાસ્તવિકતા ઉજાગર કરતું લેખન કરવા બદલ

*વર્ષ 2022નો શાંતિનું નોબેલ પારિતોષિક👇🏻*
✔️બેલારુસના માનવાધિકારી વકીલ એલેશ બાલિયાત્સકી, રશિયન માનવાધિકારી સંગઠન 'મેમોરિયલ' અને યુક્રેનના માનવાધિકાર સંગઠન 'સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને
✔️માનવાધિકાર કાર્યકરોએ મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે કામગીરી કરી

*વર્ષ 2022નો અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક👇🏻*
✔️અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓ બેન બર્નાનકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ ડાઈબવિંગને
✔️આર્થિક કટોકટી સામે લડવાની પદ્ધતિનો અને બેન્કિંગ સિસ્ટમનો અભ્યાસ કરવા બદલ

દેશનું સર્વપ્રથમ 24 કલાક સૌરઊર્જા વાપરતું ગામ કયું બન્યું
*✔️સૂર્ય મંદિર માટે જાણીતું મોઢેરા*

તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️90મો*

37મી નેશનલ ગેમ્સ 2023માં ક્યાં યોજાશે
*✔️ગોવા*

9 ઓક્ટોબરવર્લ્ડ પોસ્ટ ડે

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું તાજેતરમાં નિધન થયું.તેમના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા
*✔️પૈતૃક ગામ સેફઈમાં*

ઉત્તર અમેરિકા, વેનેઝુએલામાં આવેલું વાવાઝોડું
*✔️જુલિયા*

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બનશે
*✔️50મા*

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષપદે કોની નિમણૂક થઈ
*✔️રોજર બિન્ની*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મહાકાલ લોક'નું અનાવરણ ક્યાં કર્યું
*✔️મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરે*

36મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવનો સમાપન સમારંભ ક્યાં થયો
*✔️સુરત*
*✔️પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે*
*✔️કેરળના સાજન પ્રકાશ શ્રેષ્ઠ પુરુષ એથ્લેટ*
*✔️કર્ણાટકની હાશિકા રામચંદ્ર શ્રેષ્ઠ મહિલા એથ્લિટ*
*✔️મહારાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ્ય*
*✔️સર્વિસીસે સતત ચોથા વર્ષે ટ્રોફી જીતી*
*✔️ગુજરાત 49 મેડલ્સ સાથે 12મા ક્રમે*
*✔️ગુજરાતના 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ = કુલ 49 મેડલ્સ*

વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બન્યો
*✔️હરિયાણામાં ગુરુગ્રામ ખાતે*

ભારતના ચૂંટણી પંચના 'નેશનલ આઈકન' તરીકે કોણે જાહેર કરવામાં આવ્યા
*✔️અભિનેતા પંકજ ત્રિપાઠી*

યુવા લેખકોને માર્ગદર્શન આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઈ યોજના 2 ઓક્ટોબર, 2022ના રોજ શિક્ષણ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*✔️YUVA 2.0*

તમિલનાડુમાં લુપ્તપ્રાય કઈ પ્રજાતિનું દેશનું પ્રથમ અભયારણ્ય બનાવવામાં આવ્યું
*✔️સ્લેન્ડર લોરિસ*

કયા રાજ્યની સરકારે ચારથી વધુ સંતાન હશે તો સરકારી સુવિધા નહિ આપવાનો નિર્ણય કર્યો છે
*✔️મણિપુર*

ભારત સહિત વિશ્વમાં કઈ તારીખે વિશ્વ રીંછ દિવસ તરીકે મનાવાશે
*✔️12 ઓક્ટોબર*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/10/2022 થી 21/10/2022🗞️*

મહિલા એશિયા કપ ટી20માં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી કેટલામી વાર ચેમ્પિયન બની
*✔️7મી વાર*

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં 121 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️107માં*
*✔️ભારતમાં બાળ મૃત્યુદર 4.6% થી ઘટી 3.3% થયો*

16 ઓક્ટોબરવિશ્વ એનેસ્થેસિયા દિવસ
✔️પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરનારા પડદા પાછળના હીરો

તાજેતરમાં કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટીનો એવોર્ડ મળ્યો
*✔️હૈદરાબાદ*

39 હજાર જેટલા જાદુના શૉ કરનાર પ્રખ્યાત જાદુગર જેમનું હાલમાં નિધન થયું
*✔️ઓ.પી.શર્મા*

માલવાહક ટ્રેનમાં પ્રથમવાર એલ્યુમિનિઅમ કોચ લાગ્યા.આ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી લીલી ઝંડી આપી
*✔️ભુવનેશ્વર*

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ કયા પુસ્તકનું વિમોચન ગાંધીનગરથી કર્યું
*✔️મોદી@20 - સપના થયા સાકાર*
*✔️આમુખ લતા મંગેશકરે લખ્યું છે*

એરબસ અને તાતા સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ક્યાં સ્થાપશે
*✔️ધોલેરા*

વિશ્વને ORSની ભેટ આપનાર બાળકોના ડોક્ટર જેમનું હાલમાં નિધન થયું
*✔️ડૉ.દિલીપ મહાલનોબિસ*

પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા
*✔️36મા*

ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટીના ગ્રીક સ્ટાન્ડર્ડ પરથી કમ્પ્યુટરના આધારે વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓની યાદી બની.જેમાં વિશ્વની ટોપ 10માં એકમાત્ર કઈ ભારતીય અભિનેત્રીની સમાવેશ થાય છે
*✔️દીપિકા પદુકોણ (9મા ક્રમે)*
*✔️જુડી કોમહ પ્રથમ ક્રમે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન, વન ફર્ટિલાઈઝર સ્કીમ લોન્ચ કરી. કિસાન સંમેલનમાં 'ભારત' નામનું ખાતર લોન્ચ કર્યું.ખાતર માટેની આ સ્કીમ કયા નામે ઓળખાશે
*✔️પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના*

ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો-2022નો પ્રારંભ થયો.તેનું ઉદ્દઘાટન કોના હસ્તે થયું
*✔️સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ*

ભારતમાં ઇન્ટરપોલની બેઠક ક્યાં યોજાઈ
*✔️દિલ્હી*

સ્વીડનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️ઉલ્ફ ક્રિસ્ટર્સન*

ફૂટબોલનો બેલોન ડીઓર એવોર્ડ
*✔️મેન્સ કેટેગરીમાં કરીમ બેન્ઝેમાએ પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો*
*✔️વિમેન્સ કેટેગરીમાં સ્પેનની એલેક્સિયા પુતેલાસે આ એવોર્ડ જીત્યો*

હાલમાં કયા દેશે 307 પ્રાચીન કલાકૃતિ ભારતને પરત કરી
*✔️અમેરિકા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન ક્યાંથી કર્યું
*✔️અડાલજ*

*📙મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ📙*

●૱૧૦,૦૦૦ કરોડનું શાળાકીય શિક્ષણ મિશન

●શાળાઓમાં વિશ્વકક્ષાની સુવિધાઓ, ધોરણદીઠ શિક્ષક, ધોરણદીઠ વર્ગખંડ

●પ્રથમ તબક્કામાં ૱૫,૫૬૭ કરોડનાં કાર્યોનો શુભારંભ

●૧.૫ લાખ સ્માર્ટ કલાસરૂમ, ૨૦,૦૦૦ કમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM લેબોરેટરી (અટલ ટીંકરિંગ લેબ્સ) બનાવાશે

●એક્સલન્સ અભ્યાસક્રમમાં ધો.૧ થી અંગ્રેજી વિષય અને ધો.૬ થી દ્વિ-ભાષીય શિક્ષણ

કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️મલ્લિકાર્જુન ખડગે*

પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેનું અભિયાન મિશન લાઈફનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્યાંથી થશે
*✔️સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે*
*✔️યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ હાજર રહેશે*

બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે કેટલા દિવસ વડાપ્રધાન પદે રહ્યા પછી રાજીનામું આપ્યું જે બ્રિટનના સૌથી ટૂંકો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન બન્યા
*✔️45 દિવસ*

નાણાંનો હિસાબ જાહેર સભા યોજીને આપનાર રાજ્યનું પ્રથમ ગામ કયું બનશે
*✔️પાટણ જિલ્લાનું અડિયા ગામ*

21 ઓક્ટોબરપોલીસ સંભારણા દિવસ

માઈક્રોસોફ્ટના સત્ય નડેલાને યુએસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં કયો ભારતીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*✔️પદ્મભૂષણ*

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ ક્યાં યોજાશે
*✔️મધ્યપ્રદેશ*

ખેડૂતોના ખેતરમાં પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માટે સોલાર આધારિત કરંટવાળી વાડ માટે રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે
*✔️15,000*

*💵આર્થિક સહાય યોજના💵*

*●સંત સુરદાસ યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને માસિક ૱1000 આપવામાં આવે છે.

*●ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા દિવ્યાંગ વ્યક્તિને ૱1000 આપવામાં આવે છે.

●બૌદ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાય યોજનામાં બૌદ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ પ્રકારની 50 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને સહાય આપવામાં આવે છે.

●દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ દિવ્યાંગ વિદ્યાર્થીને અપાતી શિષ્યવૃત્તિની રકમમાં દરેક સ્તરે ૱500 નો વધારો કરવામાં આવેલ છે.

*●ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના* હેઠળ 60 થી 79 વર્ષના લાભાર્થીઓને માસિક ૱1000 આપવામાં આવે છે.

●80 કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક ૱1250 આપવામાં આવે છે.
●નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય પેન્શન યોજના હેઠળ 60 થી 74 વર્ષના લાભાર્થીઓને માસિક ૱750 સહાય આપવામાં આવતી હતી અંત્યેષ્ઠી માટે તેઓના વારસદારોને ૱5000 ની સહાય આપવાની નવી યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-22/10/2022 થી 31/10/2022🗞️*

ગૂજરાત વિદ્યાપીઠના કેટલામાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતે પદભાર સંભાળ્યો
*✔️12મા*

ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા
*✔️જ્યોર્જિયા મેલોની*

23 ઓક્ટોબર, 20227મો આયુર્વેદ દિવસ

અયોધ્યામાં કેટલા દીવા પ્રગટાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
*✔️15.76 લાખ દીવા*

તાજેતરમાં ઇસરોએ કઈ કંપનીના 36 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરી પોતાના પ્રથમ કોમર્શિયલ મિશનને સફળતા અપાવી
*✔️યુકેની કંપની વન વેબના*
*✔️શ્રીહરિકોટાથી લોન્ચ કરાયા*

સૌરઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે આવ્યું
*✔️ત્રીજા*
*✔️ગુજરાતે 1767.58 મિલિયન યુનિટ ઉત્પાદન કર્યું*
*✔️રાજસ્થાન 5509.88 મિલિયન યુનિટ સાથે પ્રથમ*
*✔️કર્ણાટક 2551.03 યુનિટ સાથે બીજા ક્રમે*

તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું
*✔️સિતરંગ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે દિવાળી ક્યાં ઉજવી
*✔️કારગિલ*

બ્રિટનના વડાપ્રધાન કોણ બન્યા
*✔️ભારતીય મૂળના રિશી સુનક*
*✔️બ્રિટનમાં પ્રથમ હિન્દુ વડાપ્રધાન*

સ્વિત્ઝર્લેન્ડના IQ એર દ્વારા વાયુ ગુણવત્તા સુચકાંક જાહેર કરવામાં આવ્યો જેમાં દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર કયું
*✔️દિલ્હી*
*✔️વિશ્વના ટોચના 10 શહેરોમાં ભારતના 8 શહેર*

વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ગુજરાતમાં કયા બનશે.
*✔️વડોદરા*

ઇલેક્ટ્રોનિક્સ પોલિસી2022 થી 2028

આયુષમાન ભારત યોજના નોંધણીમાં કયું રાજ્ય ટોચ પર છે
*✔️મધ્યપ્રદેશ*
*✔️મફત સારવાર કરાવવામાં તમિલનાડુ ટોચે*

369 ફૂટની વિશ્વની સૌથી ઊંચી ભગવાન શિવની મૂર્તિનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું
*✔️રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં નાથદ્વારામાં*
*✔️'વિશ્વાસ સ્વરૂપમ' નામ રાખવામાં આવ્યું*

વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન ચલાવવાનો વિક્રમ કયા દેશમાં સર્જાયો
*✔️સ્વિત્ઝર્લેન્ડ*
*✔️1.9 કિમી લાંબી*

ગુજરાતનું સૌપ્રથમ ડીઝલ પંપમુક્ત ગામ કયું બન્યું
*✔️સુરતના ઓલપાડ તાલુકામાં આવેલું ભાંડુત ગામ*

26 ઓક્ટોબરથી 6 નવેમ્બરસતર્કતા જાગૃતિ સપ્તાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં)*

31 ઓક્ટોબરરાષ્ટ્રીય એકતા દિવસ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 01-02/11/2022 🗞️*

*📒નવેમ્બર માસના વિશેષ દિવસ📒*

●1 નવેમ્બરમધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સ્થાપના દિવસ

●5 નવેમ્બરવિશ્વ રેડિયોગ્રાફી દિવસ

●7 નવેમ્બરરાષ્ટ્રીય કેન્સર જાગરૂકતા દિવસ, બાળસુરક્ષા દિવસ

●9 નવેમ્બરરાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, ઉત્તરાખંડ સ્થાપના દિવસ

●10 નવેમ્બરવિશ્વ વિજ્ઞાન દિવસ

●11 નવેમ્બરરાષ્ટ્રીય શિક્ષા દિવસ

●12 નવેમ્બરવિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

●14 નવેમ્બરબાળ દિવસ, ડાયાબીટીસ દિવસ

●15 નવેમ્બરબિરસા મુંડા જયંતી

●16 નવેમ્બરરાષ્ટ્રીય પ્રેસ દિવસ

●20 નવેમ્બરઆંતરરાષ્ટ્રીય બાળ દિવસ

●24 નવેમ્બરગુરુ તેગબહાદુર શહીદી દિવસ

●26 નવેમ્બરરાષ્ટ્રીય બંધારણ દિવસ

તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વાયુસેના વચ્ચે જોધપુરમાં યોજાયેલી સંયુક્ત કવાયતની 7મી આવૃત્તિનું નામ શું
*✔️ગરૂડ*

RBIએ લોન્ચ કરેલી ડિજિટલ કરન્સીનું નામ
*✔️સીબીડીસી*

દાહોદ નજીક ગલાલિયાવાડ ગામેથી કઈ જ્ઞાતિનો 5 ઇંચનો ઝેરી કરોળિયો મળ્યો
*✔️ટેરંટુલા જ્ઞાતિનો*

મુંબઈમાં હાઈસ્પીડ પેસેન્જર શિપનું લોકાર્પણ કરાયું તેનું નામ શું
*✔️નયન-11*

વન-ડે ક્રિકેટ ઈતિહાસની સૌપ્રથમ વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમનું હાલમાં અવસાન થયું
*✔️એલન થોમ્સન*

દેશની પ્રથમ એલ્યુમિનિયમ ડબ્બાવાળી સ્વદેશી માલગાડીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી ઉદ્દઘાટન કર્યું
*✔️ઓડિશામાં ભુવનેશ્વર રેલવે સ્ટેશને*

દક્ષિણ કોરિયાના જેજુમા આયોજિત ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર્સ AIPH-2022 ખાતે 'વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ-2022' ભારતના કયા શહેરે જીત્યો
*✔️હૈદરાબાદ*

ઈબોલા વાઈરસે માથું ઉંચકતા કયા દેશમાં તાત્કાલિક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી
*✔️યુગાન્ડા*

વિશ્વના ટોચના 2 ટકા શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોમાં ભારતના કેટલા વૈજ્ઞાનિકોને સ્થાન આપવામાં આવ્યું
*✔️52 વૈજ્ઞાનિકો*
*✔️ભારત 21મા ક્રમે*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-03/11/2022 થી 07/11/2022🗞️*

વિશ્વની પહેલી મહિલા ક્વાડ્રપ્લીજિક રેસિંગ ડ્રાઈવર કોણ બની
*✔️બ્રિટનની નથાલી મેકગ્લોઈન*
*✔️ક્વાડ્રપ્લીજિક એવા લોકો હોય છે જેમને લકવાને કારણે ગરદનથી નીચેનું સમગ્ર શરીર કામ કરતું નથી.*

તાજેતરમાં સ્વદેશી ટેકનોલોજી પર આધારિત બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર એડી-1નું સફળ પરીક્ષણ ક્યાંથી કરાયું
*✔️ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી*

આઝાદ ભારતના પ્રથમ મતદાર જેમનું હાલમાં નિધન થયું
*✔️શ્યામ શરણ નેગી (હિમાચલ પ્રદેશ)*

સ્ત્રીસશક્તિકરણના વિરલ ઉદાહરણ સમા અને સેવા સંસ્થાના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*✔️ઈલાબેન ભટ્ટ*

*💥ઈલા રમેશ ભટ્ટ💥*

*●જન્મ:-* 7 સપ્ટેમ્બર,1933
*●જન્મસ્થળ:-* અમદાવાદ
*●પિતા :-* સુમંતરાય ભટ્ટ (વકીલ)
*●માતા :-* વનલીલા વ્યાસ
*●પતિ :-* રમેશ ભટ્ટ
*●અભ્યાસ :-* BA, LLB (ડિપ્લોમા ઇન લેબર એન્ડ કો-ઓપરેટિવ્સ)
*●નિધન:-* 2 નવેમ્બર, 2022
બાળપણ સુરત શહેરમાં વીત્યું.
એમ.ટી.બી. કોલેજ (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)માંથી અંગ્રેજીમાં બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી.
એક ભારતીય સહકારી સંગઠન, કાર્યકર્તા અને ગાંધીવાદી હતા.
તેમના જાણીતા વાક્યો :- "લડાઈ કરતાં વધુ સખત મહેનત જરૂરી છે."
"તે કાયર છે જે શસ્ત્રોનો ઉપયોગ કરે છે."
તેમને 1972માં સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEWA)ની સ્થાપના કરી હતી અને 1972 થી 1996 સુધી તેના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.
7 માર્ચ 2015 થી 2022 સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા.
રેમન મેગ્સેસે એવોર્ડ (1977)
1979માં વિમેન વર્લ્ડ બેન્કિંગની સ્થાપના કરી
રાઈટ લાઈવલીહુડ એવોર્ડ (1984)
પદ્મશ્રી (1985)
પદ્મભૂષણ (1986)
1986માં રાજ્યસભાના સભ્ય બન્યા
તેમને હાર્વર્ડ (2001માં)અને યેલ યુનિવર્સિટી બંને દ્વારા માનદ પદવી એનાયત કરવામાં આવી.
2010માં હિલેરી ક્લિન્ટન ગ્લોબલ ફેરનેસ એવોર્ડ અને જાપાનનું 'નિવાનો પીસ પ્રાઈઝ'
2011માં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અને રેડકલીફ મેડલ
2016માં ગાંધી આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ
વિદ્યાપીઠના કુલપતિ પદેથી મુક્ત થનારા અને રેમન મેગ્સેસે પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા ગુજરાતી મહિલા છે.

બ્રિટનની પાર્લામેન્ટમાં કયા સાહિત્યકાર અને પત્રકારને 'અહિંસા એવોર્ડ' એનાયત થશે
*✔️ડૉ.કુમારપાળ દેસાઈ*
*✔️ગુજરાતની પ્રથમ વ્યક્તિ બનશે*

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) સૂચકાંકમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️પાંચમા*

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ક્રિકેટ ટી20)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️મુંબઈ*
*✔️હિમાચલને હરાવ્યું*

વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર પર્ફોમન્સ 'ધનુ યાત્રા'ની શરૂઆત કયા રાજ્યમાં થઈ
*✔️ઓડિશા*

ગુજરાતી સાહિત્યના પીઢ સાહિત્યકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️મોહમ્મદ વલીભાઈ માંકડ*
*✔️જન્મ :-* 13 ફેબ્રુઆરી,1928, પાળીયાદમાં
✔️તેમની પ્રથમ કૃતિ અખંડઆનંદ
✔️2008માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો
✔️2018માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.
✔️ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે નિમાયા હતા.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-08/11/2022 થી 13/11/2022🗞️*

સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને (EWS)ને કેટલા ટકા અનામતનો લાભ આપવાના કેન્દ્ર સરકારના આદેશને મંજૂરી મળી
*✔️10%*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના લોગો તરીકે કયું પ્રતીક લોન્ચ કર્યું
*✔️કમળ*
*✔️થીમ :- વસુધૈવ કુટુમ્બકમ*

જોધપુરમાં ચાલી રહેલ ભારત અને ફ્રાન્સ વચ્ચેની વાયુદળની કવાયત
*✔️ગરૂડ*
*✔️આ વર્ષે 7મી આવૃત્તિ*

તાજેતરમાં RBIએ લોન્ચ કરેલી ડિજિટલ કરન્સી CBDCનું ફૂલ ફોર્મ શું થાય
*✔️સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી*

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ દેશના કુલ 163 શહેરોમાં સૌથી પ્રદૂષિત શહેર કયું છે
*✔️બિહારનું કટિહાર*

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા
*✔️50મા*
*✔️તેમના પિતા વાય.વી.ચંદ્રચુડ દેશના 16મા ચીફ જસ્ટિસ હતા*

મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 કયા દેશમાં યોજાશે
*✔️ભારત*

ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બાસમતી ચોખાની નવી જાત વિકસાવી છે જે સૂકા ખેતરોમાં પણ ઉગશે.આ નવી સુધારેલી જાતનું નામ શું
*✔️પૂસા બાસમતી 1882 (પીબી-2)*

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર કોણ બન્યા
*✔️અશોક કુમાર*

અમેરિકામાં ભારતીય મૂળના મહિલા જેઓ મેરિલેન્ડના ગવર્નર બન્યા
*✔️અરુણા મિલર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતમાં પ્રથમ અને દેશમાં 5મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે
*✔️મૈસુર અને ચેન્નઈ*

ISROએ નવા અને ભારે રોકેટ લોન્ચ વેહિકલ માર્ક-3 (LVM-3)ની ક્ષમતા વધારીને કેટલી કરી
*✔️450 કિલો*

અમેરિકાના ફ્લોરિડામાં આવેલ વાવાઝોડું
*✔️નિકોલ*

કયા રાજયમાં સરકારી નોકરીઓમાં 77% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી
*✔️ઝારખંડ*

તાજેતરમાં મહિલા રગ્બી વર્લ્ડકપ ચેમ્પિયન કઈ ટીમ બની
*✔️ન્યૂઝીલેન્ડ (છઠ્ઠી વખત)*
*✔️ઈંગ્લેન્ડને હરાવ્યું*

ICCના ચેરમેન તરીકે બિનહરીફ કોણ ચૂંટાયા
*✔️ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે*

ભારતીય મૂળના નોબેલ પારિતોષિક વિજેતા જેમને હાલમાં બ્રિટનનો પ્રતિષ્ઠિત ઓર્ડર ઓફ મેરીટ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️પ્રોફેસર વેન્કી રામકૃષ્ણન*

💥💥
*📙ધોરણ-12 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના શબ્દો📙*

*શબ્દાર્થ*
●સાંઠીકપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી
●કૂબોઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
●ટોયામણછોડને પાણી સીંચવું તે
●ગજચોવીસ તસુનું માપ
●પસાયતોગામનો ચોકિયાત, રક્ષક
●કોશલોખંડનું જમીન ખોદવાનું ઓજાર
●હાટદુકાન, બજાર
●ઇસ્કોતરોજૂની લાકડાની પેટી
●ખાંપણમૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર
●લીરોવસ્ત્રનો ટુકડો
●નિમિષઆંખનો પલકારો
●હુતાશનઅગ્નિ, વહ્ નિ
●ગાભરીભયભીત
●વિરજસ્વચ્છ
●મહિષપાડો
●સેજવાપથારી
●ધ્રુવસ્થિર
●ખડગતલવાર
●ખેપસફર
●પરિગ્રહીભેગું કરનાર
●યાચકમાગણ
●ઉલાળધરાળ ન હોવુંઆગળ-પાછળની ચિંતા ન હોવી
●કંચુકીકાંચળી, કમખો
●વંત્યાકવેંગણ, રીંગણાં
●અભિરામઆનંદરામ
●સમદરદરિયો, સમુદ્ર
●ઓબાળઉબાળો, બળતણ
●સૈયરસખી
●તાગવુંમાપવું
●શોણિતલોહી
●મહાત કરવુંહરાવવું
●કલેવરશરીર, ખોળિયું
●વડવાનલસમુદ્રમાં લાગતો અગ્નિ
●વપુશરીર
●અનુજનાનો ભાઈ
●દયિતપ્રિય,
●ધ્રુતિધીરજ
●રિપુદુશ્મન
●અનિરુદ્ધરોકેલું
●ડાંફમોટું પગલું
●દંડૂકાટૂંકી લાકડી
●કેફનશો
●તાસીરપ્રકૃતિ, સ્વભાવ
●મજૂસપેટી, પટારો
●ચાટકૂતરાને ખાવા નાખવાનું સાધન
●અછો વાનાં કરવાંઅતિશય લાડ કરવા
●કુટિરઝૂંપડી
●અહૂરસમય સંજોગ પ્રમાણે
●ફડશટુકડો
●દાખડોતકલીફ
●ઉપાલંભઠપકો
●યોજનચારગાઉ
●બિરંજગળ્યો ભાત
●ઉઘરણુંઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ
●ઉપકૃતઆભારવશ
●ભોરસવાર
●પ્રવર્તનપ્રચાર, પ્રસાર
●ઓઘપૂર


*રૂઢિપ્રયોગ*

★દેન દેવીહિમ્મત હોવી
★ખરખરો કરવોશોક વ્યક્ત કરવો
★ગળચવાં ગળવાંબોલતા અચકાવું
★કળી જવુંજાણી જવું
★મહેર ચડવુંસામસામે સ્પર્ધામાં ઉતરવું
★ભાંજગડ ચાલવીમનોમંથન અનુભવવું
★થોથવાઈ જવુંભાવાવેશમાં બોલી ન શકતું
★ગળગળા થઈ જવુંરડમસ થઈ જવું
★હાથ-વાટકો થવુંનાના મોટા કામમાં ઉપયોગી થવું
★વંઠી જવુંહાથથી જવું, બગડી જવું
★લાંઠી કરવીમજાક કરવી
★માથું ફોડીને લોહી કાઢવુંસખત મહેનત કરવી
★ઘોડા ગંઠ્યા કરવુંમનોમંથન કરવું, કલ્પના કરવી
★ચણચણાટી થવીતાલાવેલી થવી
★હાથફેરો કરવોચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી
★સોપો પડી જવોશાંતિ છવાઈ જવી
★છોભીલું પડવુંશરમ, સંકોચ થવો
★હવાઈ કિલ્લા બાંધવામોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી
★ગઈ ગુજરી ભૂલી જવીભૂતકાળ ભૂલી જવો
★લોહી ઉકળી ઊઠવુંગુસ્સે થવું
★પગ મણમણના થઇ જવામન ખિન્ન થઈ જવું

💥💥
*કતાર 22મો ફિફા વર્લ્ડકપ*

🏀વર્લ્ડકપમાં ડેબ્યુ કરનાર કતાર 80મો દેશ બનશે.80 દેશમાં યુરોપના 34, ઓસિનિયાનો એક, સાઉથ અમેરિકાના નવ, નોર્થ અમેરિકાના 11, એશિયાના 12 તથા આફ્રિકાના 13 દેશનો સમાવેશ થાય છે.
🏀વિશ્વની 32 ટીમો ભાગ લેશે, 64 મુકાબલા, આઠ સ્ટેડિયમ.
🏀ફિફા વર્લ્ડકપની શરૂઆત 1930માં થઈ હતી.
🏀ફિફા વર્લ્ડકપમાં રમનાર સૌથી ઓછી વયનો ખેલાડી નોર્મન વ્હાઇટ સાઈડ છે જેને માત્ર 17 વર્ષની વયે 1982ના વર્લ્ડકપમાં ગોલ કર્યો હતો.
🏀એન્ટોનિયો કારબાઝાલે સર્વાધિક વર્લ્ડકપમાં ભાગ લીધો છે.
🏀અત્યાર સુધી બ્રાઝિલ હાઈએસ્ટ પાંચ વખત ટ્રોફી જીતી ચૂક્યું છે.જર્મની અને ઈટાલી ચાર વખત ચેમ્પિયન બન્યા છે.આર્જેન્ટિના, ફ્રાન્સ અને ઉરુગ્વે બે બે વખત ચેમ્પિયન બન્યા હતા. ઈંગ્લેન્ડ અને સ્પેન એક એક વખત ટ્રોફી પોતાના નામે કરી છે.
🏀2018નો ફિફા વર્લ્ડકપ રશિયામાં રમાયો હતો અને ફ્રાંસે ફાઇનલ મેચમાં ક્રોએશિયાને હરાવ્યું હતું.
🏀1930માં શરૂ થેયલા ફિફા વર્લ્ડકપનો યજમાન દેશ ઉરુગ્વેએ આર્જેન્ટિનાને હરાવી ટ્રોફી જીતી હતી.
🏀એડિડાસ કંપનીએ કતાર વર્લ્ડકપ માટે નવો બોલ તૈયાર કર્યો છે અનવ તેનું નામ અલ રિહલા રાખ્યું છે. આ નામનો અરબી ભાષામાં અર્થ યાત્રા કે સફર એવો થાય છે.
🏀2026ના ફિફા વર્લ્ડકપની યજમાની કેનેડા,મેક્સિકો તથા અમેરિકા કરશે.
🏀1950માં ભારતે ફિફા વર્લ્ડકપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, કારણ કે ફિફાના નિયમો અનુસાર ભારતે શૂઝ પહેરીને રમવાનું હતું પરંતુ ભારતીય ખેલાડીઓને શૂઝ વિના રમવાની આદત હતી.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-14/11/2022 થી 20/11/2022🗞️*

14 નવેમ્બરબાળ દિવસ, વર્લ્ડ ડાયાબિટીસ ડે

ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં કઈ ટીમ વિજેતા બની
*✔️ઈંગ્લેન્ડ (ટી20માં બીજી વખત ચેમ્પિયન બની)*
*✔️પાકિસ્તાન ટીમને હરાવ્યું*
*✔️ફાઈનલ મેલબર્ન રમાઈ હતી*
*✔️ભારતીય ટીમ સેમી ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો*

રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તો તેની સામે ફરિયાદ માટે ચૂંટણી કમિશને કઈ એપ લોન્ચ કરી
*✔️cVIGIL*

પ્રસાર ભારતીના નવા CEO કોણ બનશે
*✔️ગૌરવ દ્વિવેદી*

G20નું 17મુ શિખર સંમેલન ક્યાં યોજાયું
*✔️ઇન્ડોનેશિયાના બાલી ખાતે*

ફોર્બ્સ દ્વારા ટોપ 20 એશિયાઈ મહિલા ઉદ્યોગપતિઓની યાદીમાં કઈ ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ થાય છે જેઓ કોવિડ-19 મહામારી દરમિયાન સર્જાયેલી સમસ્યાઓ વચ્ચે પોતાના કારોબારમાં વધારો કર્યો હોય
*✔️1.સોમા મંડલ (સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)ના પ્રથમ મહિલા ચેરપર્સન), 2.નમિતા થાપર (એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના CEO) અને 3.ગઝલ અલદા*

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ દુનિયાની વસતી 8 અબજની થઈ ગઈ. જે મુજબ વિશ્વની 800 કરોડમી બાળકીનો જન્મ કયા દેશમાં થયો
*✔️ફિલિપાઈન્સ*

કયા રાજ્યની સરકારે કૃષ્ણાગિરિ અને ધર્મપુરીના આરક્ષિત જંગલોના વિસ્તારને કાવેરી વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું
*✔️તમિલનાડુ*

ભારતે કયા દેશ સાથે વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે
*✔️ફીજી*

ઇન્ડોનેશિયાએ ભારતને એક G20ની અધ્યક્ષતા ભારતને સોંપી.ભારત એક વર્ષ G20નું અધ્યક્ષ રહેશે.G20 ભારતની થીમ શું છે
*✔️એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય*

IIM અમદાવાદના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️પંકજ પટેલ*
*✔️14મા ચેરપર્સન બનશે*
*✔️કુમાર મંગલમ બિરલાનું સ્થાન લેશે*
*✔️ગુજરાતી તરીકે ચોથા ચેરપર્સન બનશે*

તાજેતરમાં જાપાનના દરિયામાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ તેનું નામ શું છે
*✔️માલાબાર-22*

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૌથી ભારે અને શક્તિશાળી રોકેટનું લોન્ચિંગ કર્યું તેનું નામ શું છે
*✔️અર્ટેમીસ-1*

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️ડો.સી.વી.આનંદ બોઝ*

તાજેતરમાં દેશનું પહેલું પ્રાઈવેટ રોકેટ લોન્ચ થયું તેનું નામ શું છે
*✔️વિક્રમ-એસ*
*✔️સ્કાયરૂટ કંપની દ્વારા બનાવાયેલું*
*✔️મિશનનું નામ 'પ્રારંભ'*
*✔️શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી*
*✔️વજન-545 કિલો*
*✔️બે ઉપગ્રહ ભારતીય અને એક વિદેશી*

*'નો મની ફોર ટેરર'ની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ
*✔️દિલ્હી*

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા
*✔️ધનરાજ નથવાણી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કયા પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું
*✔️દોનીપોલો એરપોર્ટ*

તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાને હાલમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️ગાંધી મંડેલા એવોર્ડ*

ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️નિવૃત્ત IAS અરૂણ ગોયલ*

સંધ્યા દેવનાથન મેટા ઇન્ડિયાની કમાન સંભાળશે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/11/2022 થી 25/11/2022🗞️*

આંતરરાષ્ટ્રીય જળ વાયુ સંમેલન ક્યાં યોજાયું
*✔️ઈજિપ્તના શર્મ-અલ-શેખ શહેરમાં*

હાલમાં બ્રિટનના મિનિસ્ટર બેરોનેસ સ્કોટ દ્વારા અહિંસા એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️કુમારપાળ દેસાઈ*

રસના ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️અરિઝ પીરોઝ શાહ*

તાજેતરમાં ચૂંટણી કમિશનરનો ચાર્જ કોણે સંભાળ્યો
*✔️અરુણ ગોયલ*

અમદાવાદ બોપલ ખાતે 1500 કિલો વજનની 80 ફૂટ ઊંચી કોની પ્રતિમા તૈયાર કરાઈ
*✔️જૈન ધર્મના જયઘોષસૂરીશ્વરજી*

વિજય હઝારે વન ડે મેચ ટ્રોફીમાં લિસ્ટ-એમાં ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કોણે કર્યો
*✔️તમિલનાડુ ટીમના ક્રિકેટર નારાયણ જગદીશન (277 રન)*
*✔️આંધ્રપ્રદેશ ટીમ સામે*

તાજેતરમાં સાર્બિયાનો નોવાક જોકોવિચ એટીપી ફાઇનલ્સમાં કેટલામી વાર ચેમ્પિયન બન્યા
*✔️છઠ્ઠી વખત*

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 'પૂર્વોત્તર સ્વાભિમાન ઉત્સવ'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*✔️આસામની રાજધાની ગુવાહાટીમાં*

તાજેતરમાં કયા દેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપથી જાનમાલનું નુકસાન થયું છે
*✔️ઇન્ડોનેશિયા*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર સંધિ કરી
*✔️ઓસ્ટ્રેલિયા*

નાસાએ ચંદ્ર પર પ્રથમ ઉડાન માટે મેગા રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે
*✔️આર્ટેમિસ-1*

ક્લાઈમેટ પ્રોટેકશન માટે વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં ક્રમે આવ્યું
*✔️8મા*
*✔️પ્રથમ ત્રણ સ્થાન ખાલી*

અજિત મોહનના રાજીનામા બાદ મેટા ઇન્ડિયાના હેડ કોણ બન્યા
*✔️સંધ્યા દેવનાથન*

તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️અરવિંદ વિરમાણી*

મેન્સ ફિફા વર્લ્ડકપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પ્રથમ મહિલા રેફરી કોણ બન્યા
*✔️ફ્રાન્સની સ્ટેફની ફ્રેપર્ટ*

મલેશિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️અનવર ઇબ્રાહિમ*

ઈસરોના RH 200 સાઉન્ડિંગ રોકેટનું 200મુ સફળ લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું
*✔️તિરુવનંતપુરમના થુમ્બાથી*

પાકિસ્તાનના નવા આર્મી ચીફ પદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અસીમ મુનીર*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 26/11/2022 થી 30/11/2022🗞️*

26 નવેમ્બરરાષ્ટ્રીય દૂધ દિવસ, ડૉ. વર્ગીસ કુરિયનની 101મી જન્મજયંતી

ચૂંટણી પંચ દ્વારા 'પર્વ આવ્યું રે.....' થીમ સોંગ પસંદ કરવામાં આવ્યું છે. આ ગીત કોના દ્વારા લખવામાં આવ્યું છે
*☑️IAS અધિકારી મનીષ બંસલ દ્વારા*
*☑️હાલ ચૂંટણી પંચ દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે*

તમામ જિલ્લામાં 5G નેટ ધરાવતું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું
*☑️ગુજરાત*
*☑️રિલાયન્સ જિયોએ ગુજરાતમાં ટ્રુ 5G નેટવર્ક લોન્ચ કર્યું.*

ત્રણ વખત કેરમ વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય કોણ બન્યું
*☑️રશ્મિ કુમારી*

ગુજરાતના કેટલા કલાકારો સહિત કુલ 128ને સંગીત નાટ્ય એવોર્ડ જાહેર કરવામાં આવ્યો
*☑️ગુજરાતના 4 કલાકારો*
*☑️રાષ્ટ્રીય સંગીત નાટ્ય અકાદમીએ 2019, 2020 અને 2021ના વર્ષ માટે આ પુરસ્કારોની જાહેરાત કરી*
*☑️ભારતના સાંસ્કૃતિક મંત્રાલયની જાહેરાત પ્રમાણે જે કલાકારોની વય 75ની નજીક છે તેમને આ એવોર્ડ આપવામાં આવશે*
*☑️ગુજરાતના દર્શનાબહેન ઝવેરી, મંજુબહેન મહેતા, શંકરભાઇ ધારજીયા અને મહેશ ચંપકલાલને આ એવોર્ડ મળશે*

વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ભારતે મુખ્ય મહેમાન તરીકે કોણે આમંત્રણ આપ્યું
*☑️ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસિને*

તાજેતરમાં ઇસરોએ પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-સી 54 (PSLV) દ્વારા 9 સેટેલાઇટ ક્યાંથી અંતરિક્ષમાં તરતા મુક્યા
*☑️શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી*
*☑️ભૂતાનનો 1 સેટેલાઇટ અને ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા તૈયાર થયેલા સેટેલાઇટ 'આનંદ'નો પણ સમાવેશ*

હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ IPL-2022ની ફાઇનલમાં સૌથી વધુ દર્શકોની હાજરી માટે ગિનિસ બુકમાં સામેલ કરવામાં આવ્યું.આ ફાઇનલમાં કુલ કેટલા દર્શકો હાજર હતા
*☑️1,01,566 દર્શકો*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમને પોતાના ગુરુ માનતા તેમનું તાજેતરમાં તાજેતરમાં નિધન થયું
*☑️રાસ બિહારી મણિયાર*

તાજેતરમાં ડેવિસ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*☑️કેનેડા*

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અક્રમની આત્મકથા
*☑️સુલ્તાન - આ મેમોઈર*

દેશના પ્રથમ ખાનગી રોકેટ લૉન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️શ્રીહરિકોટા*

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદે કોની વરણી કરવામાં આવી
*☑️અજય પટેલ*

વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રની ટીમ તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે કયા બોલરના એક ઓવરમાં 7 છગ્ગા ફટકારી વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
*☑️શિવા સિંઘ (ઉત્તરપ્રદેશ)*
*☑️અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં*

ભારતીય સેનાએ ગરૂડને દુશ્મનોના ડ્રોનનો શિકાર કરવા માટે તાલીમ આપી. આ ગરૂડનું નામ શું છે
*☑️અર્જુન*

💥💥
*📝ડિસેમ્બર મહિનાના મહત્વના દિવસો📝*

1 ડિસેમ્બરવિશ્વ એઇડ્સ દિવસ

2 ડિસેમ્બરરાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ

3 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ

4 ડિસેમ્બરભારતીય નૌસેના દિવસ

5 ડિસેમ્બરવિશ્વ મુદ્રા દિવસ

7 ડિસેમ્બરસશસ્ત્ર સેના ધ્વજ દિવસ, નાગરિક ઉડ્ડયન દિવસ

9 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસ

10 ડિસેમ્બરમાનવ અધિકાર દિવસ

14 ડિસેમ્બરરાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

16 ડિસેમ્બરવિજય દિવસ

18 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ

23 ડિસેમ્બરકિસાન દિવસ

24 ડિસેમ્બરગ્રાહક અધિકાર દિવસ

29 ડિસેમ્બરજૈવ વિવિધતા દિવસ

💥💥
*📒ધોરણ-12 : ગુજરાતી : લેખક અને કવિ📒*

ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ.
'શામળશાહનો વિવાહ, હાર, હૂંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચારિત્રાત્મક રચનાઓ છે.
તેમને ઝૂલણા છંદમાં પ્રભાતિયાં લખ્યા છે.

ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો.
જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા.
વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1/2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ ; ઘૂંઘવતાં પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોત વગેરે વાર્તાસંગ્રહો ; રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્યસંગ્રહો આપ્યા છે.
ચોપાટીને બાંકડે હળવી શૈલીના નિબંધો, વાર્તાવિમર્શ, શાહમૃગ સુવર્ણમૃગ વગેરે વિવેચનસંગ્રહો આપ્યા છે.
તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે.

ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો.
રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને આખ્યાનો રચ્યા.
ઓખાહરણ, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુઆખ્યાન, સુદામાચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ વગેરે આખ્યાનો આપ્યા.
તેઓ કવિ શિરોમણિનું સન્માન પામ્યા છે.

વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરિ ભાવે હતું.
તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો.
ગીતા પ્રવચનો, કુરાનસાર, શિક્ષણવિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ જેવા પુસ્તકો લખ્યા છે.
ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા.

શ્રી ધના ભગત ધોળા ગામ, તા. ઉમરાળાના વતની હતા.
તેમનું આખું નામ ધનાભગત હરિભગત કાકડીયા હતું.

નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ (સૌરાષ્ટ્ર)માં થયો હતો.
ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક તથા લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા.
રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલવેલ્લુ, હળવા ફૂલ, કાગળના કેસૂડાં એમના નોંધપાત્ર પુસ્તકો છે.
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો. એમણે ત્રણ વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી.

વિનોદીની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો.
'રસદ્વાર' નિબંધસંગ્રહ
આરસીની ભીતર, કાર્પાસી અને બીજી વાતો, દિલ દરિયાનાં મોતી, અંગુલિનો સ્પર્શ જેવા વાર્તાસંગ્રહ
શિશુરંજના, મેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું, સફરચંદ બાળસાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે.

કવિવર ઉમાશંકર જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો.
વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંતવર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્યસંગ્રહો છે.આ બધાં જ કાવ્યો 'સમગ્ર કવિતા' નામે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયા છે.
'પુરાણોમાં ગુજરાત' તેમનો સંશોધન ગ્રંથ
'અખો : એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચનગ્રંથો છે.
'શ્રાવણી મેળો' તેમજ 'વિસામો' તેમના નવલિકાગ્રંથો છે.
'ગોષ્ઠિ' તેમજ 'ઉઘાડી બારી' તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે.
'આંદામાનમાં ટહુક્યા મોર', 'યુરોપયાત્રા', 'ચીનમાં 54 દિવસ' અને 'યાત્રી' તેમના પ્રવાસપુસ્તકો છે.
'સાપના ભારા' તથા 'હવેલી' એકાંકીના સંગ્રહો છે.
'હદયમાં પડેલી છબીઓ'ના બે ભાગ, 'ઈસામુ શિદા અને અન્ય' તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે.
તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે તેમના 'નિશીથ' કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
'કવિની શ્રદ્ધા' વિવેચનગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગૃહ અને ગ્રામજીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો.
તેમને 'સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી' અને 'શૈવલિની' નો સમાવેશ થાય છે.
'રાસ' પ્રકારની રચનાઓ પણ આપી છે.

સૂક્ષ્મ સાહિત્યસૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુન્દરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો.
'અર્યન' (પ્રબોધ ભટ્ટ સાથે), 'સંસૃતિ', 'ભદ્રા' કાવ્યસંગ્રહો આપ્યા છે.
'ફૂલ ફાગણનાં' ગીતસંગ્રહ
'દીપમાલા' મુક્તક સંગ્રહ
'કંઠ ચાતકનો સને પ્રાણ બપૈયાનો' પદસંગ્રહો આપ્યા છે.
'સત્યકથા : 1, 2, 3' , 'સત્વશીલ' , 'મારાં મોટી બા અને બીજી સત્યકથાઓ' તથા 'મારી મા' જેવા વ્યક્તિચરિત્રો આપ્યા છે.
'સત્વશીલ'ને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે.
ધીરૂબહેન ગોરધનભાઇ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો.
'અધુરો કોલ', 'એક લહર' , 'વિશ્રભકથા' અને 'જાવલ' એમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે.
'વડવાનલ' , 'શિમળાનાં ફૂલ' , 'વાવંટોળ' , 'વમળ' , 'કાદંબરીની મા' , 'સંશયબીજ' એમની નવલકથાઓ છે.
'વાંસનો અંકુર' , 'આંધળી ગલી' , 'આગંતુક' , 'અનુસંધાન' અને 'એક ભલો માણસ' તેમની લઘુનવલકથાઓ છે.
'પરદુઃખભંજન પેસ્તનજી' , 'ગગનનાં લગન' તેમના હાસ્યરસના પુસ્તકો છે.
'પંખીનો માળો' , 'પહેલું ઇનામ' અને 'વિનાશને પંથે' તેમના નાટ્યના સંગ્રહો છે.
'મનનો મોરલો' અને 'માયાપુરુષ' એ બે સંગ્રહો રેડિયોનાટિકાનાં છે.
ધીરૂબહેને 'ભવની ભવાઈ' ફિલ્મનું પટકથાલેખન પણ કર્યું છે.
'નમણી નાગરવેલ' એમનો એકાંકી સંગ્રહ છે.
'બતકનું બચ્ચું' , 'અંડેરીગંડેરી ટીપરીટેન' તેમજ 'મિત્રાના જોડકણાં' તેમના બાળસાહિત્યના પુસ્તકો છે.

જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટ (સૌરાષ્ટ્ર)માં થયો હતો.
'ભારતીય કાવ્યસિદ્ધાંત' અને 'પ્લેટો- એરિસ્ટોટલની કાવ્યવિચારણા' , 'ઉપક્રમ' , 'અનુક્રમ' એ એમના પ્રકાશનો છે.
'આસ્વાદ અષ્ટાદશી' એ જુદાં જુદાં કાવ્યો પરના આસ્વાદ-વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે.

શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી છે.તેમનું વતન જૂનાગઢ
'યાયાવરી' તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે.
તેમનું સમગ્ર કાવ્યસર્જન 'ઘર સામે સરોવર' નામે પ્રકાશિત થયું છે.

'ઇવા ડેવ' ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો.
'આગંતુક' , 'તરંગિણીનું સ્વપ્ન' , 'તહોમતદાર' તેમના ટૂંકીવાર્તાના સંગ્રહો છે.
'ઈસુના ચરણે' નામની લઘુનવલ પણ આપી છે.

નિરંજન નરહરિ ભગત અમદાવાદના વતની છે.
'છંદોલય' , 'કિન્નરી' , 'અલ્પવિરામ' , '33 કાવ્યો' વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમનાં બધા કાવ્યો 'છંદોલય બૃહત્' ગ્રંથમાં સંગ્રહાયાં છે.

દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો.
'સૂકી ધરતી, સૂકા હોઠ' , 'આંસુભીનો ઉજાસ' , 'મીરાંની રહી મહેક' , 'આ કાંઠે તરસ' , 'પીઠે પાંગર્યો પીપળો' , 'ઊંડા ચીલા' , 'મને પૂછશો નહીં' તેમની પ્રશસ્ય નવલકથાઓ છે.
'રાતોરાત' , 'સરનામું' અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ' તેમની નવલિકા ગ્રંથો છે.
'લાગણીનાં ફૂલ' , 'છવિ' તથા 'સુગંધ સંબંધોની' તેમના રેખાચિત્રના સંગ્રહો છે.
'વાત એક માણસની'માં ચરિત્ર નિબંધો છે.
'આ ભવની ઓળખ' , 'દિવા તળે ઓછાયા' , 'ભીતર ભીતર' તેમજ 'શિક્ષક કથાઓ'માં સંસ્મરણોની અનુભવકથાઓ છે.

આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ.
તેઓ 'સુદર્શન' અને 'વસંત' સામયિકોના તંત્રીપદે પણ હતા.
'સાહિત્યવિચાર' અને 'કાવ્યતત્વવિચાર' તેમના સાહિત્યમીમાંસાના ગ્રંથો છે.
'દિગ્દર્શન' , 'વિચારમાધુરી' , 'આપણો ધર્મ' , 'હિન્દુ વેદધર્મ' ગ્રંથોમાં તેમણે ધર્મ અને સિદ્ધાંતોની ચર્ચા કરી છે.
'ધર્મવર્ણનો' જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે.
'હિન્દુધર્મની બાળપોથી' અને 'નીતિશિક્ષણ'માં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે.
'શ્રીભાષ્ય' અને 'સુદર્શન ગ્રંથાવલિ' તેમનાં સંપાદનો છે.

મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી-ઈડર (જિ.સાબરકાંઠા) ખાતે થયો હતો.
'કાગળને પ્રથમ તિલક' , 'ત્રાણ' તેમજ 'બે પંક્તિના ઘરમાં' એમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે.
'જળ અભિષેક' , 'આંતરયાત્રા' , 'એક સાંવરિયો બીજો બાવરિયો' , 'રૂપિયાનો રાણી ને ડોલરિયો રાજા' એમના નાટકો છે.

ઇન્દુલાલ ફુલચંદ ગાંધી મકનસર(મોરબી)ના વતની છે.
'તેજરેખા' , 'જીવનનાં જળ' , 'ખંડિત મૂર્તિઓ' , 'શતદલ' , 'ગોરસી' , 'ઈંધણાં' , 'ઉન્મેષ' એમનાં કાવ્યસંગ્રહો છે.

શ્રી કિશોર મકવાણાનો જન્મ ધોળકામાં થયો હતો.
' સ્વામી વિવેકાનંદ' , 'સામાજિક ક્રાંતિના મહાનાયક : ડૉ.બાબાસાહેબ આંબેડકર' , 'સમર નહિ, સમરસતા' , 'સ્વાભિમાનનાં તીર્થસ્થાનો' , 'રમણ મહર્ષિ' , 'મળવા જેવા માણસ' - એ એમના પુસ્તકો છે.

એન્ટવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ નાટ્યકાર તેમજ વાર્તાકાર હતા.
'ધ સીગલ' , 'ધ એરી ઓરયાર્ડ' એમનાં વિશ્વવિખ્યાત નાટકો છે.
તેમની વાર્તા 'The bet'નો 'શરત' નામે અનુવાદ ડૉ.રમેશ ઓઝાએ કર્યો છે.

બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોર. વતન કોલકાતા - જોરાસાંકો.
'ગીતાંજલી'નાં કાવ્યો માટે નોબેલ પારિતોષિક મળેલું. (1913)
'ગોરા' એમની સુખ્યાત નવલકથા છે.

દરબારશ્રી પુંજાવાળા એભલવાળાનો જન્મ સાંણથળી જિ.અમરેલી ખાતે થયો હતો.
'આતમરામની અમરવેલડી' , 'પીયૂષ-ઝરણાં' , '19 વાર્તાઓ તથા 6 સંત-ચરિત્રો' એમનાં પુસ્તકો છે.

💥💥
*📖પદ્ય સાહિત્યસ્વરૂપો📖*


*🖊️1.આખ્યાન🖊️*
આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, અવતારની કથા, પુણ્યશાળી ચારિત્રોની કથા કે ભક્તોની કથામાં લોકભોગ્ય ફેરફારો કરીને આલેખન કરે છે.
એમાં વીર, કરુણ, અદ્ભૂત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે.
તેના એક પ્રકરણને 'કડવું' નામ અપાય છે.
મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી. તે 'આખ્યાનનો પિતા' કહેવાય છે.
ત્યારબાદ નાકરે તેને આગળ વધાર્યું અને પ્રેમાનંદે તેને સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું.

*🖊️2.પદ🖊️*
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઊર્મિકાવ્ય એટલે પદ.
એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે.
નરસિંહ મહેતાના પદો પ્રભાતિયાં તરીકે જાણીતા છે.

*🖊️3.મધ્યકાળનાં અન્ય સ્વરૂપો🖊️*
મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરીને છેક દયારામ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું છે.
આ ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ, શામળની પદ્યવાર્તાઓ, ભોજાના ચાબખા, ધીરાની કાફી, દયારામની ગરબીઓ મુખ્ય છે.

*🖊️4.ખંડકાવ્ય🖊️*
સમગ્ર કથાપ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય.
ખંડકાવ્યમાં પ્રકૃતિની આલેખન હોય છે. તેમાં છંદોનું પણ વૈવિધ્ય હોય છે.
ગુજરાતી સાહિત્યમાં કવિ 'કાન્ત' 'ખંડકાવ્યના પિતા' કહેવાય છે.

*🖊️5.સૉનેટ🖊️*
ઈટાલી દેશમાં ઉદ્દભવેલો આ ઊર્મિકાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો છે.
સૉનેટ ચૌદ પંક્તિનું હોય છે.
બ.ક.ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સૉનેટ 'ભણકારા' રચ્યું હતું.

*🖊️6.હાઈકુ🖊️*
જાપાનમાંથી ઊતરી આવેલો કાવ્યપ્રકાર હાઈકુ છે.
5-7-5 અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો વિચાર ચિંતાનપ્રદ બની રહે છે.
'સ્નેહરશ્મિ'નું નામ હાઈકુ માટે જાણીતું છે.
એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે.

*🖊️7.ગઝલ🖊️*
તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઊતરી આવી છે.
ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ, વગેરે વિષયો મુખ્ય હોય છે.
તેના મુખ્ય બે પ્રકારો છે - 'ઇશ્કેહકીકી' એટલે ઈશ્વર તરફનો પ્રેમ અને 'ઇશ્કેમિજાજી' એટલે પ્રિયતમા તરફનો સ્નેહ.
તેની પ્રત્યેક બે પંક્તિ શેર કહેવાય છે.
ગઝલનો પહેલો શેર મત્લા અને છેલો શેર મક્તા કહેવાય છે.

💥💥
*📖ગદ્ય સાહિત્યસ્વરૂપો📖*

*1.🖊️નવલકથા🖊️*
તેને અંગ્રેજીમાં 'Novel' કહે છે.
ઇ.સ.1866માં શ્રી નંદશંકર મહેતાએ 'કરણઘેલો' નવલકથા લખી.તેને પ્રથમ નવલકથાનું સન્માન મળ્યું છે.
નવલકથા કલ્પનોત્થ સાહિત્યપ્રકાર છે.

*🖊️2.નવલિકા🖊️*
નવલિકા એટલે ટૂંકીવાર્તા.
જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં, વાર્તાશૈલીએ નિરૂપવું તે.
આજની ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'ની 'ગોવાલણી' વાર્તાથી થયો હતો.

*🖊️3.નાટક🖊️*
નાટકમાં સર્જક, અભિનેતાઓ અને પ્રેક્ષકો એમ ત્રણની અપેક્ષા હોય છે.
નવલકથા જેમ મોટી વાર્તા છે, તેમ નાટકમાં વિસ્તૃત વૃતાંત હોય છે.
નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી.સમય અને વૃતાંત બંને રીતે તેમાં ટૂંકાણ હોય છે.

*🖊️4.નિબંધ🖊️*
નિબંધ એટલે નિઃબંધ. કોઈપણ પ્રકારના બંધન વિના જે-તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ જ નિબંધ.
કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો એ નિબંધના લક્ષણો છે.
'મંડળી મળવાથી થતા લાભ' એ પ્રથમ નિબંધ લખી નર્મદે શુભારંભ કર્યો હતો.

*🖊️5.જીવનચરિત્ર🖊️*
વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ એટલે જીવનચરિત્ર.
જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણાં જ જીવનચરિત્રો લખાયાં છે.એક જ વ્યક્તિ વિશે એકથી વધારે લેખકો દ્વારા પણ જીવનચરિત્રો લખાય છે.

*🖊️6.આત્મકથા🖊️*
વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા.
આત્મકથા પૂરી લખી શકાતી નથી. તે જીવનમાં અમુક વર્ષોથી કથા જ બની રહે છે.
'મારી હકીકત' એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી.
ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' વિશ્વવિખ્યાત બની છે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/12/2022 થી 07/12/2022🗞️*

WHOએ 'મન્કીપોક્સ'નું નામ બદલીને શું કર્યું
*✔️એમપોક્સ*

રમત પુરસ્કાર 2022
*✔️ટેબલ ટેનિસ સ્ટાર શરત કમલ અચંતને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ*
*✔️25 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો*
*✔️ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારિવાનને અર્જુન એવોર્ડ*
*✔️મૂળ રાજકોટની અને મહારાષ્ટ્ર તરફથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીને અર્જુન એવોર્ડ*

ટોયોટો કીર્લોસ્કર મોટરના વાઈસ ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️વિક્રમ કીર્લોસ્કર*

15મી ગુજરાત વિધાનસભાની રચના પ્રથમ તબક્કામાં કેટલા મતક્ષેત્રોમાં મતદાન થયું
*✔️89*

સમગ્ર રાજ્યની મતદાર યાદીમાં પ્રથમ નામ ધરાવતા મતદાર
*✔️ભાટી ચંપાબેન લાખાજી (કચ્છના અબડાસા બેઠકના કપુરાશી-લખપત ગામના)*

ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ દિવસે જ સૌથી વધુ રન 506 કયા દેશની ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઈંગ્લેન્ડ*
*✔️પાકિસ્તાન સામે*
*✔️રાવલપિંડી ખાતે*

બાળકને જન્મ આપતી વખતે દેશમાં દર વર્ષે 1 લાખે કેટલી માતાઓ મૃત્યુ પામે છે
*✔️97*
*✔️આસામમાં સૌથી વધુ 195 અને મધ્યપ્રદેશમાં 173 માતાના મૃત્યુ*

ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકના ગીર વિસ્તારમાં આવેલ બાણેજ તીર્થધામના એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું. આ મતદારનું નામ શું છે
*✔️મહંત હરિદાસ ગુરુ દર્શનદાસ બાપુ*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટના 172 દેશોના સર્વે કરવામાં આવ્યો જે મુજબ રહેવા માટે વિશ્વના સૌથી મોંઘા શહેરો કયા છે
*✔️ન્યૂયોર્ક અને સિંગાપોર*

વિજય હજારે ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️સૌરાષ્ટ્ર*
*✔️મહારાષ્ટ્રને હરાવ્યું*
*✔️સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ*
*✔️અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ હતી*

તાજેતરમાં બ્લેક-નેપ્ડ ફિઝન્ટ પિજન પક્ષી 140 વર્ષ બાદ ફરીથી મળ્યું.અમેરિકાના પક્ષી નિષ્ણાત જોર્ડન બોએરર્સ અને તેની ટીમે પૂર્વ પપુઆ ન્યુ ગિનીના કયા ટાપુ પર આ પક્ષી જોવા મળ્યું
*✔️ફર્ગ્યુસન ટાપુ*
*✔️આ પક્ષી છેલ્લે 1882માં દેખાયું હતું*

5 ડિસેમ્બરવિશ્વ જમીન દિવસ
થીમ :- જમીન જ્યાં ખોરાક બને છે

નાસાનું કયું યાન પૃથ્વી તરફ પરત ફરી રહ્યું છે
*✔️ઓરાયન*

ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઈને હાલમાં સાનફ્રાન્સિસ્કો ખાતે વર્ષ 2022ના કયા ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️પદ્મ ભૂષણ*

કયા રાજયમાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં હોર્નિબલ મહોત્સવની શરૂઆત થઈ
*✔️નાગાલેન્ડ*

3 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ
1992માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

કોણ ક્યાં મતદાન કરશે
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ*
*✔️અમિત શાહ નારણપુર*
*✔️મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજથી*

કયો દેશ પોતાની સંસ્કૃતિ સાથે જોડવા દરેક યુવાનને ૱18 હજાર આપશે
*✔️જર્મની*

તાજેતરમાં ઇન્ડોનેશિયામાં કયો જ્વાળામુખી ફાટ્યો
*✔️સેમેરુ જ્વાળામુખી*

ભારત અમેરિકા પાસેથી સૌથી આધુનિક કયા ડ્રોન ખરીદશે
*✔️એમક્યુ-9 બી પ્રિડેટર*

દેશનો પ્રથમ વર્ટિકલ બ્રિજ ક્યાં બની રહ્યો છે
*✔️રામેશ્વરમ*
*✔️તમિલનાડુને જોડતો 2.05 કિમી લાંબો*

ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ અને વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરાયું
*✔️હૈદરાબાદના બેગમપેટમાં*

પહેલીવાર ભારતની અધ્યક્ષતામાં G-20 દેશોની મુખ્ય શેરપા સભા ક્યાં થઈ
*✔️ઉદયપુર*

વર્ષ 2022 ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર કયો શબ્દ ઘોષિત કરવામાં આવ્યો
*✔️ગોલ્બિન મોડ*
*✔️આ શબ્દનો અર્થ :- પોતાની જાત સાથે થોડા વધારે પડતાં દયાળુ બનીને થતું આળસુ વર્તન*

ભારતની આઝાદી-વિભાજન મુદ્દે 'ફ્રીડમ એટ મિડનાઈટ' બુક લખનારા જાણીતા લેખક જેમનું હાલમાં નિધન થયું
*✔️ફ્રાન્સના ડોમિનિક લેપિયર*
*✔️આ પુસ્તકના સહ લેખક હેનરી કોલીન્સ હતા*

સંયુકત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ એવોર્ડ 'ચેમ્પિયન ઓફ ધ અર્થ'થી કોણે નવાજવામાં આવ્યા
*✔️ડૉ.પૂર્ણિમા દેવી બર્મન*
*✔️આ એવોર્ડની શરૂઆત સ્થાપના 2005માં થઈ હતી.*

ફોર્બ્સ યાદી : એશિયાના મોટા દાનવીરોમાં કયા ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે
*✔️ગૌતમ અદાણી, શિવ નાદર અને અશોક સુતા*

તાજેતરમાં જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગીન્દર કે. અઘલનું નિધન થયું. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ (ઈરમા) કયા વર્ષ દરમિયાન ચેરમેનપદે રહ્યા હતા
*✔️2006 થી 2012*

ઓસ્ટ્રેલિયામાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના સુપરસ્ટાર તરીકે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને ગણિત (STEM)ના ટોચના 60 વૈજ્ઞાનિકોની યાદીમાં કયા ત્રણ ભારતીય મૂળની મહિલાઓને સ્થાન મળ્યું છે
*✔️નિલીમા કડીયાલા, ડૉ.અન્ના બાબુરામણી અમે ડૉ.ઈન્દ્રાણી મુખર્જી*

તાજેતરમાં કયા ત્રણ એરપોર્ટ પર યાત્રિકો માટે પેપરલેસ ડીજી યાત્રા શરૂ કરવામાં આવી
*✔️દિલ્હી, બેંગલુરુ અને વારાણસી*
તાજેતરમાં ભારતે કયા પડોશી દેશને 100 મિલિયન અમેરિકન ડોલરની સહાય કરી
*✔️માલદીવ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-08/12/2022 થી 13/12/2022🗞️*

મુંબઈ ખાતે કેટલામો એશિયન ફિલ્મ ફેસ્ટિવલ મનાવામાં આવશે
*✔️19મો*
*✔️5 ગુજરાતી ફિલ્મો દર્શાવાશે*

ફોર્બ્સની 100 મોસ્ટ પાવરફુલ વિમેનના લિસ્ટમાં કેટલી ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું
*✔️છ*
*✔️નાણાં પ્રધાન નિર્મલા સીતા રામનનો પણ સમાવેશ*
*✔️રશિયા-યુક્રેન યુદ્ધમાં કુનેહપૂર્વકની કામગીરી બજાવનારા ઉર્સુલા વાન ડેર યાદીમાં ટોચના સ્થાને*

ટાઈમ મેગેઝીને 'પર્સન ઓફ ધ યર' તરીકે કોને જાહેર કર્યા
*✔️ઝેલેન્સ્કી*

હાલમાં કયા બે રાજ્યો વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે
*✔️મહારાષ્ટ્ર અને કર્ણાટક*

તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ કેટલી બેઠકો જીતી
*✔️156*
*✔️1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી*

ચૂંટણી પંચે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું નામ બદલીને નવું કયું નામ આપવાની મંજૂરી આપી
*✔️ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)*

તાજેતરમાં ભારતના સ્વદેશી ડ્રોન 'તપસ' એ સતત 18 કલાક ઉડ્ડયન કર્યું. 'તપસ' નું પૂરું નામ શું છે
*✔️ટેક્નિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ બિયોન્ડ હોરાઈઝન્સ*

નેપાળમાં લણણી અંત થવા પૂર્વે કયો ઉત્સવ ઉજવાય છે
*✔️જયપુ ડે*

તાજેતરમાં તમિલનાડુમાં કયું ચક્રવાતી વાવાઝોડું આવ્યું
*✔️મેન્ડોસ*

આમ આદમી પાર્ટી દેશમાં કેટલામી નેશનલ પાર્ટી બની
*✔️9મી*
*✔️નેશનલ પાર્ટી બનવા ત્રણ માપદંડોમાંથી કોઈ એક માપદંડમાં ખરા ઉતરવું પડે*
*1.લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં કુલ બેઠકની 2% બેઠકોમાં વિજય પ્રાપ્ત થવો જોઈએ*
*2.લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓમાં 4 રાજ્યોમાં ઓછામાં ઓછા 6% વોટશેર જરૂરી*
*3.ચાર રાજ્યમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મેળવનાર પાર્ટી નેશનલ પાર્ટી બની શકે*
*આમ આદમી પાર્ટીને દિલ્હી, પંજાબ, ગોવા અને ગુજરાતમાં 6% વોટશેર મળ્યો*

ભારતીય સૈન્ય અને મલેશિયાના દળો વચ્ચે મલેશિયાના ક્લુઆંગના પુલાઈ વિસ્તારમાં સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવ્યું હતું. આ કવાયતનું નામ શું છે
*✔️હરિમાઉ શક્તિ 2022*

10 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ

તાજેતરમાં વન-ડે ક્રિકેટ મેચમાં કયા ભારતીય ખેલાડીએ 126 બોલમાં ફાસ્ટેસ્ટ બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઈશાન કિશન*
*✔️બાંગ્લાદેશ સામે*
*✔️સૌથી યુવા વયે બેવડી સદીનો પણ રેકોર્ડ બનાવ્યો*

11 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
થીમ :- વુમન મુવ માઉન્ટેન

ભારતીય ઓલિમ્પિક સંઘના સૌપ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*✔️પી.ટી.ઉષા*

આર્ટન કેપિટલ યાદી મુજબ સૌથી શક્તિશાળી પાસપોર્ટવાળા દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️69મા*
*✔️વિશ્વનો સૌથી તાકતવર પાસપોર્ટ UAEનો*
*✔️બીજા ક્રમે 11 દેશો*

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️સુખવિંદર સિંહ સૂક્ખુ*
*✔️હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી*
*✔️મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી*

3200 કિમી.ની મા નર્મદા સેવા પરિક્રમા કોણ કરી રહ્યું છે
*✔️દાદા ગુરૂ (સંત સમર્થ ગુરૂ*

વિશ્વની સૌથી મોટી પ્રકાશન કંપની પેગ્વિન રેન્ડમ હાઉસે ભારતીય મૂળના કયા વ્યક્તિની વચગાળાના CEO તરીકેની નિમણૂક કરી
*✔️નિહાર માલવીયા*

કર્ણાટકના અમુક મંદિરોમાં 300 વર્ષથી કરાતી સલામ આરતીનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️સંધ્યા આરતી*

ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
*✔️18મા*

સીજેઆઈ ડી.વાય.ચંદ્રચુડે બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા. હવે સર્વોચ્ચ અદાલતમાં જજોની સંખ્યા કેટલી થઈ
*✔️28*
*✔️સીજેઆઈ સહિત સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સ્વીકૃત પદોની સંખ્યા 34 છે*

નાસાના આર્ટેમિસ મિશનનું ઓરિયન ચંદ્ર પરથી પરત ફર્યું.

💥💥