સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/05/2022 થી 20/05/2022🗞️*

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેમનું હાલમાં કાર ક્રેશમાં નિધન થયું
*✔️એન્દ્રુ સાયમંડસ*

ભારતીય બેડમિન્ટન ટીમે હાલમાં પહેલીવાર કઈ ટુર્નામેન્ટ જીતી ઈતિહાસ રચ્યો
*✔️થોમસ કપ ટુર્નામેન્ટ*
*✔️ઇન્ડોનેશિયાની ટીમને હરાવી*

હાલમાં ગૌતમ અદાણીએ કયા દેશની સિમેન્ટ કંપનીનો હિસ્સો ખરીધો
*✔️સ્વિત્ઝર્લેન્ડ*

પૉપ ફ્રાન્સિસે હાલમાં કોણે સંત જાહેર કર્યા જેઓ આ ઉપાધિ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા
*✔️દેવસહાયમ પિલ્લઈ*

મુંબઈના મઝગાવ ડોકયાર્ડમાં 7400 ટન વજનના કયા યુદ્ધ જહાજનું લોન્ચિંગ કરવામાં આવ્યું જે જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ લોન્ચ કરવામાં સક્ષમ છે
*✔️INS સુરત*

હાલમાં કાંચનજંઘા સર કરી કઈ મહિલાએ ઈતિહાસ રચ્યો જે 8000 મીટરથી વધુ ઊંચાઈના 5 શિખરો સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા
*✔️મહારાષ્ટ્રના સતારાના પ્રિયંકા મોહિતે*

ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️એલિઝાબેથ બોર્ન*

17 મેવર્લ્ડ હાઇપરટેન્શન દિવસ અને વિશ્વ ટેલિકોમ એન્ડ ઇન્ફર્મેશન દિવસ

હાલમાં ભારતે કયા દેશ પાસે 695 મેગાવોટ વીજળી પ્લાન્ટ સહિત 6 કરારો કર્યા
*✔️નેપાળ*

હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કયા બે જહાજનું લોન્ચિંગ કર્યું
*✔️INS ઉદયગિરી અને INS સુરત*

હાલમાં કરવામાં આવેલ સર્વે મુજબ ગીરમાં કેટલા સિંહ છે
*✔️736*

ફ્રાન્સમાં કાન્સ ફેસ્ટિવલમાં ભારતને 'કન્ટ્રી ઓફ ઓનર'નું બહુમાન મળ્યું હોય એવો પ્રથમ દેશ બન્યો.આ કાન્સ ફેસ્ટિવલ કેટલામો છે
*✔️75મો*

રેલવેના કયા ઝોન દ્વારા કેટલીક ટ્રેનોમાં પરીક્ષણના આધાર પર 'બેબી બર્થ'ની શરૂઆત કરી
*✔️ઉત્તર રેલવે*

IPLના ઈતિહાસમાં પ્રથમ વખત કઈ ટીમે પ્રથમ ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વગર 20 ઓવર સુધી બેટિંગ કરી
*✔️લખનઉ સુપર જાયન્ટ્સ*

નાટોમાં સભ્યપદ માટે કયા બે દેશોએ અરજી કરી
*✔️ફિનલેન્ડ અને સ્વીડન*

DRDOએ સૌપ્રથમ સ્વદેશી એન્ટીશિપ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશાના બાલાસોર ખાતે*

ભારતની 25 વર્ષીય યુવા બોક્સર જે હાલમાં 52 કિ.ગ્રા.કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ભારતની 5મી મહિલા બોક્સર બની
*✔️નિખત ઝરીન*
*✔️થાઈલેન્ડની જુટેમાસ જિતપોંગને હરાવી*

દેશની પ્રથમ સરકારી હ્યુમન લાઈબ્રેરી ગુજરાતના કયા જિલ્લાની કલેક્ટર ઓફીસ ખાતે ખુલ્લી મુકવામાં આવી
*✔️જૂનાગઢ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/05/2022 થી 26/05/2022🗞️*

વિશ્વનું સૌથી મોટું ઝૂ ક્યાં બની રહ્યું છે
*✔️જામનગર*

ઓસ્ટ્રેલિયામાં નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️એન્થની આલ્બનિઝ*

IT કંપની ઇન્ફોસીસે CEO અને MD તરીકે કોની નિમણૂક કરી
*✔️સલિલ પારેખ*

400 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ ઇવેન્ટમાં 3 મિનિટ 56.40 સેકન્ડ પુરી કરી કોને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઓસ્ટ્રેલિયન સ્વિમર ટીટમસ*

દિલ્હીના નવા ઉપરાજ્યપાલ કોણે બનાવાયા
*✔️વિનયકુમાર*

વડીલો માટે રાજ્યનું પ્રથમ ડે-કેર સેન્ટર ક્યાં શરૂ થયું
*✔️સુરત*

ભારતની 10 લાખ આશાવર્કર સ્વયંસેવિકા બહેનોને WHO દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*✔️ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ*

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં વિશ્વમાં ભારત કયા સ્થાને છે
*✔️54મા*
*✔️પ્રથમ સ્થાને જાપાન, દ્વિતીય અમેરિકા અને ત્રીજા સ્થાને સ્પેન*

હાલમાં ગુજરાત-ઉત્તરપ્રદેશ મૈત્રી દિવસ ક્યાં ઉજવાયો
*✔️લખનઉ*

હાલમાં જાપાનમાં કવાડ બેઠક પૂર્ણ થઈ.ક્વાડનું ફૂલ ફોર્મ શું છે
*✔️ક્વાડ્રિરેટલ સિક્યોરિટી ડાયલોગ*

ગગનયાન મિશન માટે ઈસરોએ હ્યુમન રેટેડ રોકેટવાહકનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાંથી કર્યું
*✔️આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી*

કાશ્મીરના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણના રિપોર્ટિંગથી પુલિત્ઝર એવોર્ડ કોણે મળ્યો
*✔️સના ઈરશાદ*

યુનાનના હેરાક્લિયોનમાં IWF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*✔️હર્ષદા શરદ ગરૂડે*

સોમાલિયામાં નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️હસન શેખ મહમ્મદ*

પ્રોજેક્ટ લાયન હેઠળ કયા ડુંગર પર સિંહોના વસવાટ માટે વધારે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
*✔️પોરબંદર નજીક બરડા ડુંગર*

મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ, 8 મહત્વના નિર્ણય👇🏾
1. નોટબંધી (8 નવેમ્બર, 2016)
2. સર્જીકલ સ્ટ્રાઈક (28-29 સપ્ટેમ્બર, 2016)
3. GST (1 જુલાઈ, 2017)
4. ત્રણ તલાક (1 ઓગસ્ટ, 2019)
5. કલમ 370 (5 ઓગસ્ટ, 2019)
6. CAA (10 જાન્યુઆરી, 2020)
7. સરકારી બેંકોનું મર્જર (1 એપ્રિલ, 2020)
8. કૃષિ કાયદો પાછો ખેંચ્યો (19 નવેમ્બર, 2021)

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-27/05/2022 થી 31/05/2022🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ડ્રોન શો 'ભારત ડ્રોન મહોત્સવ' નો પ્રારંભ ક્યાંથી કર્યો
*✔️દિલ્હીના પ્રગતિ મેદાનમાં*

હાલમાં રાષ્ટ્રીય મેંગો મહોત્સવ ક્યાં યોજાયો
*✔️ગાંધીનગર*

લેખિકા ગીતાંજલી શ્રીને તેમની કઈ હિન્દી નવલકથા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બુકર ઇનામ મેળવનાર પહેલા ભારતીય બન્યા
*✔️ટોમ્બ ઓફ સેન્ડ (રેત સમાધિ)*

હાલમાં કચ્છમાં અબડાસા તાલુકામાં પહેલીવાર લઠેડીમાં પહેલીવાર કઈ દુર્લભ વનસ્પતિ જોવા મળી
*✔️સુડીયો*

હાલમાં દેશમાં કયા સ્થળે સોનાનો સૌથી મોટો ભંડાર મળ્યો
*✔️બિહારના જમુઈ જિલ્લામાં*

મહિલા ટી20 ચેલેન્જમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️સુપરનોવાઝ (કેપ્ટન :-હરમનપ્રીત)*
*✔️વેલોસિટી ટીમને હરાવી*

હાલમાં રશિયાએ અણુ શસ્ત્ર લઈ જઈ શકે તેવી કઈ હાઇપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
*✔️ઝિરકોન*

IPLની સિઝન 15 વર્ષ 2022માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ગુજરાત ટાઈટન્સ*
*✔️રાજસ્થાન રોયલ્સને હરાવ્યું*

31 મેવિશ્વ તમાકુ નિષેધ દિવસ

કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે સરકાર દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને કેટલા રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે
*✔️૱4000*
*✔️5 લાખ સુધી મફત ઈલાજ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/06/2022 થી 03/06/2022🗞️*

*🗂️જૂન મહિનાના દિન વિશેષ🗂️*

●1 જૂનવિશ્વ દૂધ દિવસ

●3 જૂનવિશ્વ સાઈકલ દિવસ

●7 જૂનવિશ્વ ખાદ્ય દિવસ

●8 જૂનવિશ્વ મહાસાગર દિવસ અને વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ

●12 જૂનવિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ

●14 જૂનવિશ્વ રક્તદાન દિવસ

●18 જૂનવિશ્વ પિકનિક દિવસ

●જૂન મહિનાનો ત્રીજો રવિવારફાધર્સ ડે

●20 જૂનવિશ્વ શરણાર્થી દિવસ

●21 જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ (વર્ષનો સૌથી મોટો દિવસ)

●23 જૂનઆંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ

નાણાકીય વર્ષ 2022માં દેશનો આર્થિક વૃદ્ધિદર કેટલા ટકા નોંધાયો
*✔️8.7%*

નાગાલેન્ડ બાદ દેશની બીજી ઈ-વિધાનસભા કયા રાજયમાં બની
*✔️ઉત્તરપ્રદેશ*

કયા દેશના રણમાંથી બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટના પુરાવા મળી આવ્યા
*✔️ઈજિપ્ત*

એશિયા હોકી કપમાં ભારતીય મેન્સ ટીમે કયા દેશની ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો
*✔️જાપાન*

હાલમાં મેક્સિકોમાં આવેલ વાવાઝોડું
*✔️અગાથા*

તાજેતરમાં સ્વદેશી બનાવટના કયા હેલિકોપ્ટરનો ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું
*✔️એએચએલ એમકે 3*

તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશને જોડતી ત્રીજી કઈ ટ્રેન શરૂ કરવામાં આવી
*✔️મિતાલી એક્સપ્રેસ*

દેશમાં હવે દરેક ધ્વજ કયા કાપડનો હશે અને મશીન દ્વારા જ તૈયાર થશે
*✔️પોલીયેસ્ટર*

હાલમાં પંડિત ભજન સોપોરીનું નિધન થયું.તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા
*✔️સંતૂરવાદક*
*✔️તેઓ સેન્ટ ઓફ સંતૂર તરીકે જાણીતા હતા*

3 જૂન વિશ્વ સાઈકલ દિવસની આ વર્ષની થીમ શું છે
*✔️પર્યાવરણ અને પ્રદુષણ ઘટાડો*

કઈ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે
*✔️પ્રધાનમંત્રી કિસાન યોજના*

માછીમારો અને મત્સ્ય પાલક ખેડૂતોના આર્થિક હિત માટે સમર્પિત કઈ યોજના છે
*✔️પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના*

કઈ યોજના હેઠળ નોંધાયેલા નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને લઘુત્તમ ૱3000 મળે છે
*✔️પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના*

💥💥
*📚ધોરણ :- 11 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક પરીક્ષાલક્ષી મહત્વના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ📚*

●પેરપેરવી, તજવીજ, વ્યવસ્થા
●થાનકસ્થાન
●કૌતુકબુદ્ધિકુતૂહલ જાગ્રત કરે એવી બુદ્ધિ
●માનિનીસ્વમાની સ્ત્રી
●પેંગડાઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં
●પલાણઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક
●અણવટસ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું
●વીંછિયાપગની આંગળીનું ઘરેણું
●આભરણઅલંકાર, આભૂષણ, શણગાર
●શ્યામાજુવાન સ્ત્રી
●અભ્રવાદળ
●બેરખાબેરખી, કાંડા ઉપર પહેરવાનું ઘરેણું
●કભાયઓઢો અંગરખા જેવું એક વસ્ત્ર
●સ્વસ્તિકલ્યાણકારી
●તકરારઝઘડો, કજિયો, ટંટો
●ઓવરોકિનારો
●ભૂરમૂર્ખ, લુચ્ચું
●પોલકુંસ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર
●પોઢણશયન
●મતીરાંચિભડાં
●ટાંપનજર
●વરાંપ્રસંગો
●વિહગયુગ્મપંખીનું જોડું
●રમણવિલાસ, ક્રીડા
●વિટપડાળી
●આવલીહાર, પંક્તિ
●શુચિશુદ્ધ, પવિત્ર
●મુદિતઆનંદિત
●પ્રદોષસંધ્યાકાળ
●જવનિકાપડદો
●યામિનીરાત્રી
●પરિરંભઆલિંગન
●ગાત્રઅંગ
●રુજપીડા, વેદના
●આત્મશ્લાઘાઆપવખાણ, પોતે જ પોતાના વખાણ કરવા
●ગમાણઢોરને નીરણ નીરવા માટે બાંધેલી જગ્યા
●સિલકબાકી વધેલી રકમ
●કૃતાંતયમ, કાળ, મૃત્યુ
●દીપ્તિપ્રકાશ
●દર્પઅભિમાન
●અસિતલવાર, ખડગ
●ભૂપરાજા
●કુઠારકુહાડો, ફરસી
●પછીતઘરની પાછલી ભીંત
●ઘરવખરીઘરને લગતો સરસામાન
●અંતરસપાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે
●મજહબધર્મ
●મતુંસહી
●શિરાવવુંસવારનો નાસ્તો કરવો


*રૂઢિપ્રયોગ*
■નસેનસમાં ઉતરી જવુંજીવનમાં વણાઈ જવું
■પુરાણ નીકળવુંએક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી
■આકુળવ્યાકુળ થવુંખૂબ ગભરાઈ જવું
■બાર વગાડી દેવાસામે વાળાનું આવી બનવું, આફતરૂપ બનવું
■વાત પકડાઈ જવીસત્યનો ખ્યાલ આવી જવો
■પોબારા ગણી જવુંનાસી જવું
■પાશેરામાં પહેલી પૂણીતદ્દન શરૂઆત
■વાત ઉડાવી દેવીનિરાંત કે શાંતિ થવી
■વગે કરવુંવ્યવસ્થિત કરવું
■મનોરથ મનમાં રહી જવોમનની ધારણા-મુરાદ પુરી ન થવી
■પ્રાણ નિચોવવાખૂબ પરિશ્રમ કરવો
■ભાજીમૂળા માનવાવાતને સરળ જાણવી
■જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવાંજીવવાની આશા ન હોવી
■ધનોત-પનોત નીકળી જવુંસર્વશ્વ નાશ પામવું
■મોઢાં ચડી જવાંરિસાઈ જવું
■હદયનો કૂચો કરી નાખવોલાગણીઓ કચડી નાખવી
■છેલ્લે પાટલે બેસવુંઆત્યંતિક નિર્ણય લેવો

💥💥
❤️❤️👌👌👌
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04/06/2022 થી 08/06/2022🗞️*

પોલેન્ડમાં જામનગરના કયા પૂર્વ રાજવીનું નામ એક ટ્રામને આપવામાં આવ્યું
*✔️જામ દિગ્વિજયસિંહ*

વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સરકારના સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ એપ મારફતે e-FIR કરવાનો નિર્ણય કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો
*✔️ગૃહ વિભાગ*

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યના બિનવન વિસ્તારમાં કરવામાં આવેલી 5મી વૃક્ષ ગણતરીના રિપોર્ટ અનુસાર કયા જિલ્લામાં પ્રતિ હેકટર સૌથી વધુ વૃક્ષો આવેલા છે
*✔️આણંદ જિલ્લામાં પ્રતિ હેક્ટર 71.44 વૃક્ષ*
*✔️સુરેન્દ્રનગર પ્રતિ હેક્ટર 4.50 વૃક્ષ સાથે સાવ નીચે*
*✔️ગુજરાતમાં ગ્રીન કવર 11.52%, દેશમાં 24.16%*
*✔️રાજ્યમાં 39.75 કરોડ વૃક્ષો*

રજીસ્ટ્રાર જનરલના રિપોર્ટ મુજબ દેશમાં દર કેટલા નવજાત શિશુ પૈકી તેના પ્રથમ જન્મ દિવસ અગાઉ મૃત્યુને ભેટે છે
*✔️36*

ભારતીય નૌકાદળે હાઈસ્પીડ મિસાઈલ કયા બે વહાણને 32 વર્ષ સેવા પછી નિવૃત્ત કર્યા
*✔️INS નિશાંક અને INS અક્ષય*

હાલમાં ફ્રેન્ચ ઓપન મેન્સ ટાઈટલ કોણે જીત્યું
*✔️સ્પેનના રાફેલ નડાલે 14મી વખત જીત્યું*
*✔️નોર્વેના કેસ્પર રુડને હરાવ્યો*

22મો આઈફા એવોર્ડ ક્યાં યોજાયો
*✔️અબુધાબી*
*✔️શ્રેષ્ઠ ફિલ્મ :- શેરશાહ*
*✔️બેસ્ટ એક્ટર :- વિકી કૌશલ (ફિલ્મ સરદાર ઉધમસિંહ માટે)*
*✔️બેસ્ટ એક્ટ્રેસ :- ક્રિતી સેનોન (ફિલ્મ મિમિ માટે)*

ઓબીસી-ઈબીસી-વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવી
*✔️યશસ્વી*
*✔️ફૂલ ફોર્મ :- યંગ એચિવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા ફોર ઓબીસી એન્ડ અધર્સ*

તાજેતરમાં ભારતે પરમાણુ હુમલો કરવા સક્ષમ કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️અગ્નિ-4*
*✔️ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર સફળ પરીક્ષણ કર્યું*
*✔️આ મિસાઈલની મારક ક્ષમતા 4000 કિમી છે*

દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય લૉ યુનિવર્સિટી ક્યાં બનાવાશે
*✔️ગોવા*

વિશ્વબેન્કના નવા માપદંડો અનુસાર હવે પ્રતિદિન કેટલા રૂપિયાથી ઓછી આવક વાળા હવે ગરીબ મનાશે
*✔️૱167*
*✔️હાલ 147 ૱ થી ઓછી આવક ધરાવનાર ગરીબ મનાય છે*

2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શરૂ કરેલી સ્માર્ટ વિલેજ યોજના પુરસ્કારની રકમ 1 કરોડથી ઘટાડીને કેટલી કરવામાં આવી
*✔️૱ 5 લાખ*

યેલ સેન્ટર ફોર એનવાયરમેન્ટલ લૉ એન્ડ પોલિસી અને કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઇન્ફોર્મેશન નેટવર્કના પ્રકાશિત 2022 પર્યાવરણ પ્રદર્શન ઇન્ડેક્સમાં 180 દેશોમાંથી કયો દેશ ટોચ પર છે
*✔️ડેન્માર્ક*

💥💥
*📚ધોરણ :- 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના પરીક્ષાલક્ષી શબ્દો📚*

*સમાનાર્થી શબ્દો : શબ્દાર્થ*

●કરજદેવું
●ખોડમોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું
●જૂજવાજુદા, અલગ
●જથરવથરઅવ્યવસ્થિત
●આંગળાઆંગળીઓથી લીંપણમાં કરાતી ભાત
●ક્ષીણઘસાયેલું, નબળું
●અકરાંતિયુંધરાય નહિ એવું, વધારે પડતું ખાનારું
●શાશ્વતનિત્ય
●ગહવરબખોલ, ગુફા
●પ્રપાતધોધ
●લાવણ્યસુંદરતા
●પાશફાંસલો
●સાંતીહળ
●વંઝી બાંધવીખપટિયાં બાંધવા
●પલ્લવપાંદડું
●સબૂરધીરજ
●નવેરીબે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા
●ઝોબોબેભાન થઈ જવું
●મિજબાનીઉજાણી
●કૂવાથંભવહાણના સઢનો થાંભલો
●પગરણઆરંભ
●પરમાર્થપરોપકાર
●વિરલદુર્લભ
●મોળીડોફેંટો
●બેરખાંરૂદ્રાક્ષની માળા
●અકોટાંસોપારી ઘાટનું ઘૂઘરીના ઝૂમખાવાળું કાનનું ઘરેણું
●સંઘેડાંહાથીદાંત, લાકડાં વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર
●વાણીહાટવાણિયાની દુકાન
●બોખકોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું
●ઠોલવુંતોડી ખાવું
●ગોલાપાદાસપણું
●મોંસૂઝણુંવહેલી સવાર
●શેલુંકિંમતી વસ્ત્ર
●કોઢગમાણ, ઢોરને બાંધવાની જગ્યા
●સૂંડલોટોપલો
●ઉપરણુંખેસ, ખભે નાખવાનું વસ્ત્ર
●મમતજીદ
●ચોપાડઓશરી
●છાપકુંહથેળીમાં સમાય એટલું
●હોરોધરપત, શાંતિ
●સરાયાંફળદ્રુપ
●કુંભીમકાનની થાંભલી
●દોદળોખોખરો
●ગોજપાપ

*વિરુદ્ધાર્થી શબ્દો*
◆સ્વાધીનતા × પરાધીનતા
◆આજ્ઞા × અવજ્ઞા
◆હાનિ × લાભ
◆સ્મરણ × વિસ્મરણ
◆શુદ્ધિ × અશુદ્ધિ
◆સાંભરવું × વિસરવું
◆શીતળ × ઉષ્ણ
◆અસલ × નકલ
◆વ્યક્ત × અવ્યકત
◆મૂંગું × વાચાળ
◆સોહામણું × ડરામણું
◆શ્રેષ્ઠ × કનિષ્ઠ
◆પવિત્ર × અપવિત્ર
◆પ્રસન્ન × અપ્રસન્ન
◆સહિત × રહિત
◆ઉદાર × કંજૂસ
◆સાવધ × ગાફેલ
◆સ્નિગ્ધ × કઠણ
◆આધ્યાત્મિક × સાંસારિક
◆શાશ્વત × નાશવંત
◆અકરાંતિયું × મિતાહારી
◆વિકરાલ × સુંદર
◆તમોમય × તેજોમય
◆મંદ × જલદ
◆વિરામ × અવિરામ
◆વિકાસ × વિનાશ
◆ભય × અભય
◆ભપકો × સાદગી
◆કોલાહલ × નીરવ
◆હેત × ધિક્કાર
◆દુર્ગમ × સુગમ
◆મજબૂત × તકલાદી
◆ઊઘડવું × કરમાવું
◆ભોળું × કપટી
◆ખીજ × પ્રસન્નતા
◆દીર્ઘ × લઘુ
◆ઉત્કર્ષ × અપકર્ષ
◆નમકહરામ × નમકહલાલ
◆કંગાલ × સમૃદ્ધ
◆શાણા × અણસમજુ
◆શ્રદ્ધા × અશ્રદ્ધા

*રૂઢિપ્રયોગ*
■જીભ ન ઉપડવીબોલવાની હિંમત ના હોવી
■હરખપદૂડા થઈ જવુંઆનંદથી ગાંડાઘેલા થઈ જવું
■સમસમી જવુંધૂંધવાઈ જવું
■હૈયું ભરાઈ આવવુંદુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું
■વહારે ધાવુંસહાય કરવા આગળ વધવું
■ગોઠી જવુંફાવટ આવવી
■હૈયું કકળી ઊઠવુંહદયમાં દુઃખ થવું
■પનારે પડવુંમાથે પડવું
■આયુધારા વહેવીજીવતા રહેવું
■ડિંગ થઈ જવુંઆશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું
■ગળે ડૂમો બાઝી જવોગળગળા થઈ જવું
■રૂંવાડાં ઊભાં કરી દેવારોમાંચિત થઈ જવું
■વાતોના ગાડાં ભરવાઅતિશય વાતો કરવી
■ધરમનો થાંભલો ખરી પડવોકોઈ જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું
■આગને ઠારી શકેવિઘ્નોને શાંત કરવાં, પાર કરવાં

*તળપદા શબ્દો*
★અરજવિનંતી
★દોઢીદેવડી, દરવાજા પાસેની જગ્યા
★ખાજખોરાક
★ઓચ્છવઉત્સવ
★વૃથાનકામું
★ખોળિયુંશરીર
★માંજરબિલાડો
★એરુ આભડ્યોસાપ કરડવો
★અસતરીસ્ત્રી
★જુદ્ધયુદ્ધ
★ઢાંઢોબળદ
★ધરવતૃપ્તિ

💥રણધીર💥
*📚ધોરણ-6 : ગુજરાતી (દ્વિતીય સત્ર) પાઠ્યપુસ્તકમાંથી કેટલાક અગત્યના શબ્દાર્થ📚*

●આલુંઆછી ભીનાશ ધરાવતું
●છલી વળવુંઉછળી ઊઠવું, ઊભરાઈ જવું
●મોલપાક
●દિગ્મૂઢઆશ્ચર્યચકિત
●વિકટકઠિન
●અમોઘમૂલ્યવાન
●ચાપધનુષ્યની પણછ
●ભૂષણઘરેણું
●અભિરામમનોહર
●પરિતાપસંતાપ
●અધરનીચલો હોઠ
●જોધયોદ્ધો
●પ્રસ્વેદપરસેવો
●નિશિચરરાક્ષસ
●અંજલિખોબો, પોશ
●બટકણીસહેલાઈથી તૂટી જાય એવી
●દવાતખડીયો, શાહી ભરવાનું સાધન
●ચાટલુંદર્પણ, અરીસો
●સોણલાંસ્વપ્ન
●મર્મરધીમો અવાજ
●ટૂકોપર્વતનાં અનેક સળંગ શિખરો
●ચરોતરલીલોછમ
●દોહ્યલીમુશ્કેલ, અઘરી, દુર્લભ
●અવધૂતવૈરાગી બાવો
●નેસભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાંનું ગામ, નેસડો
●કરગઠિયાંલાકડાના નાના નાના ટુકડા
●ડણકસિંહની ગર્જના
●ઓસાણયાદ
●રેઢુંરખડતું,
●બલિહારીખૂબી
●ઘુરકાટગુસ્સામાં પાડેલી બૂમ
●ઘૂઘવેગર્જવું તે
●છત્રરક્ષણ કરનાર, પાલક
●વૃથાફોગટ
●લહિયોલખવાનું કામ કરનાર માણસ
●સનાતનપ્રાચીન કાળથી ચાલી આવતું
●ધૂપસુગંધી દ્રવ્ય
●પરવારફુરસદ, નવરાશ
●સાળકાપડ વણવાનું ઓજાર
●અમી છલકાવુંહેત ઊભરાવું


*રૂઢિપ્રયોગ*
◆મોં પડી જવુંઉદાસ થઈ જવું
◆સડક થઈ જવુંસ્તબ્ધ થઈ જવું
◆જાત ઘસવીબીજા માટે દુઃખ વેઠવાં
◆પ્રાગડ ફૂટવુંપરોઢિયું થવું
◆રસ પડવોમજા આવવી
◆ચોંકી ઊઠવુંચમકી જવું
◆જીવ અડધો થઈ જવોચિંતાથી વિહવળ થઈ જવું
◆દિલનો ટુકડો હોવુંખૂબ વહાલા હોવું
◆ઝંખવાણા પડી જવુંછોભીલા પડી જવું, ખસિયાણા પડી જવું
◆ઠાવકાઈથી કહેવુંગંભીરતાથી કહેવું
◆મોતિયા મરી જવાહોશ ગુમાવવો, હિંમત હારી જવી
◆ભરાઈ પડવુંફસાઈ જવું
◆દરિયાવદિલ હોવુંઉદાર દિલવાળા હોવું
◆અમીવાદળી ઊઠવીકૃપા થવી, મહેર થવી
◆ઓડનું ચોડ થવુંધારણા કરતાં સાવ ઊંધું થવું
◆એકડિયા-બગડિયાની જેમશિખાઉની જેમ
◆વાતોના વડાં કરવાંનકામી લાંબી વાતો કરવી

💥રણધીર💥
*📚ધોરણ-7 : ગુજરાતી પાઠ્યપુસ્તક (દ્વિતીય સત્ર) માંથી કેટલાક અગત્યના શબ્દાર્થ📚*

*શબ્દ સમજૂતી*

●સોડ્યપડખું
●લ્હાણખુશાલીના પ્રસંગે અપાતી ભેટ
●નઠારુંખરાબ
●ઘેરિયાઘેરૈયા, હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ
●ગેણિયોઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ
●લોલવિલોલસૌંદર્યો
●સગથળીબૂટની અંદર નાખવામાં આવતું નરમ-છૂટું પડ
●પરમાણુંમાપ
●વેણવચન
●વિષાદખેદ, નિરાશા, શોક
●વાધરીચામડાની સાંકડી પટ્ટી કે દોરી
●ક્ષુલ્લકથોડું, અલ્પ, તુચ્છ
●ગ્રામમાતાગામડાની સ્ત્રી
●સુરખીઆછી લાલાશ
●મૃદુકોમળ
●કૃષિકખેડૂત
●દ્રવ્યવાનશ્રીમંત, ધનવાન
●કાતળીશેરડીના સાંઠાનો નાનો ટુકડો
●ઘૂનોઊંડા પાણીવાળી જગ્યા
●શેલારોપાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો મારવો તે
●બેલાડજોડું
●વેકૂરરેતી
●તદબીરયુક્તિ, ઉપાય
●શિરસ્તોપ્રથા, રિવાજ
●દેશાવરપરદેશ
●પારખુંપરીક્ષા
●ખેરાતદાન
●યાચકમાગણ
●ચેહમડદાની ચિતા
●ઈરખાઈર્ષા
●ઘાંઘોઉતાવળો
●ગમ ખાવોખામોશી રાખવી
●ઓશિયાળા મોઢેશરમિંદા મોઢે
●હવિયજ્ઞમાં હોમવાનું દ્રવ્ય
●સમિધયજ્ઞનાં લાકડાં
●ઔદાર્યઉદારતા
●દબડાવવુંધમકાવવું


*રૂઢિપ્રયોગ*
◆ગળગળા થઈ જવુંલાગણીથી હૈયું ભરાઈ જવું
◆જીવ રેડી દેવોમન પરોવીને કામ કરવું
◆આઘાત છવાઈ જવોદુઃખની તીવ્ર લાગણી થવી
◆વેતરણમાં પડવુંજોઈતી ગોઠવણ કરવી
◆ઝીણા જીવના હોવુંકરકસરિયા હોવું
◆જીવ પરોવી દેવોએક ચિત્ત થઈ જવું
◆સંચળ થવોઅવાજ થવો
◆કારી ન ફાવવીયુક્તિ સફળ ન થવી
◆પાકા ઘડે કાંઠા ન ચડેયોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે
◆લાજ જવીઆબરૂ જવી
◆ગેડ બેસવીમનમાં ગોઠવાવું
◆મનમાં સમસમી રહેવુંધૂંધવાઈ ઊઠવું
◆ખૂંટો બેસાડવોપાયો નાખવો

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 09/06/2022 થી 14/06/2022🗞️*

2026માં પહેલી બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*✔️સુરત-બીલીમોરા*

હાલમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
*✔️મિતાલી રાજ*
*✔️232 વન-ડે રમનાર (વર્લ્ડ રેકોર્ડ)*
*✔️7805 રન બનાવનાર*
*✔️કેપ્ટન તરીકે 155 વન-ડે*
*✔️16 વર્ષની વયે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી*
*✔️ટી20 ફોર્મેટમાં સદી ફટકારનારી દેશની પહેલી મહિલા ક્રિકેટર*

હાલમાં 105 કલાકમાં 75 કિમી. હાઈ વે બનાવવા બદલ ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો.આ હાઈ વે કયા બે સ્થળો વચ્ચે બનાવવામાં આવ્યો
*✔️અમરાવતી થી અકોલા (મહારાષ્ટ્ર)*

ઇન્ટરનેશનલ એજન્સી અહેવાલ સર્વે અનુસાર વિશ્વના સૌથી મોંઘા 20 શહેરોમાં કયું શહેર ટોચ પર છે
*✔️હોંગકોંગ*
*✔️બીજા ક્રમે ન્યુયોર્ક અને ત્રીજા ક્રમે જિનીવા*
*✔️ભારતનું એકપણ નહિ*

સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત કયા ક્રમે છે
*✔️બીજા*

હાલમાં રણજી ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમના ટોચના નવ બેટ્સમેનોએ અડધી સદી નોંધાવી
*✔️બંગાળ ટીમ*
*✔️ઝારખંડ સામે*

હાલમાં ભારતે કયા દેશ સાથે 2030 વિઝન સ્ટેટમેન્ટ સાઈન કરીને સંરક્ષણ સપોર્ટના કરાર કર્યા
*✔️વિયેતનામ*

ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ 2023માં દેશની પ્રથમ નંબરની સંસ્થા કઈ બની
*✔️બેંગલુરુની IISC (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ)*
*✔️વિશ્વમાં 155માં સ્થાને*

હાલમાં રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કઈ ટીમે રનની રીતે સૌથી મોટા અંતરનો વિજયનો રેકોર્ડ નોંધાવ્યો
*✔️મુંબઈ ટીમ*
*✔️ઉત્તરાખંડને 725 રનથી હરાવ્યું*

હાલમાં કયા દેશમાંથી 40 ચિત્તાઓ લાવવામાં આવ્યા અને જામનગરમાં પ્રાણી સંગ્રહાલયમાં મુકવામાં આવ્યા
*✔️દક્ષિણ આફ્રિકા*

નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થાનોના દર્શન કરાવતી ટ્રેન શરૂ કરવામાં આવી. આ ટ્રેનનું નામ શું છે
*✔️ભારત ગૌરવ ટ્રેન*

નવસારીમાં કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શિક્ષક સાથે મુલાકાત કરી. આ શિક્ષકનું નામ શું છે
*✔️જગદીશભાઈ નાયક*

હાલમાં INS ખુકરી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદ્દઘાટન કોણે કર્યું
*✔️અમિત શાહે*

ફિફા ફૂટબોલ વર્લ્ડકપ 2022 ક્યાં રમાશે
*✔️કતાર*
*✔️પ્રથમવાર કોઈ ગલ્ફ દેશમાં આયોજન*

14 જૂનવિશ્વ રક્તદાન દિવસ

એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં મૃત્યુ થયું. આ હાથીનું નામ શું હતું
*✔️ભોગેશ્વર*

હાલમાં કઈ યુનિવર્સિટીમાં ગુજરાત સેન્ટરની સ્થાપના કરવામાં આવી
*✔️લદાખ યુનિવર્સિટી*

હાલમાં ખેલો ઈન્ડિયા ગેમ્સ 2022નું સમાપન કરવામાં આવ્યું. આ ગેમ્સમાં ગુજરાત કયા સ્થાને રહ્યું
*✔️14મા સ્થાને*
*✔️ગુજરાતના કુલ 24 મેડલ (4 ગોલ્ડ, 11 સિલ્વર, 9 બ્રોન્ઝ)*
*✔️હરિયાણા કુલ 137 મેડલ સાથે પ્રથમ*

ગુજરાતના સૌપ્રથમ ગ્રાન્ડમાસ્ટર જેમને ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેના વરિષ્ઠ ટ્રેનર જાહેર કરવામાં આવ્યા
*✔️તેજસ બાકરે*

1978માં બેંગકોકમાં યોજાયેલી એશિયન ગેઈમ્સમાં 5 હજાર મીટર અને 10 હજાર મીટરની દોડમાં બે ગોલ્ડ મેળવનાર દોડવીર જેમનું હાલમાં અવસાન થયું
*✔️હરિચંદ*

હાલમાં ભારતે કયા દેશને ભગવાન બુદ્ધના અવશેષો મોકલ્યા
*✔️મોંગોલિયા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-15/06/2022 થી 19/06/2022🗞️*

ભારતીય રેલવેએ દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા સુધી કુલ 3000 કિમીની રેલવેલાઈનને કવચ સિસ્ટમથી સજ્જ કરશે.આ કવચ સિસ્ટમ શું છે
*✔️ટ્રેનો વચ્ચેની ટક્કર રોકવા માટેની અભેદ્ય ટેક્નોલોજી*

વડોદરાની રાષ્ટ્રીય રેલવે પરિવહનનું નામ બદલીને શું કરવામાં આવશે
*✔️ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત તુકારામ મંદિરનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️પુણે નજીક દેહુ ખાતે*

વર્લ્ડ કોમ્પિટિટીવનેસ ઇન્ડેક્સમાં 63 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️37મા*
*✔️નોર્વે પ્રથમ સ્થાને*

વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં કયું શહેર ટોચ પર છે
*✔️શાંઘાઈ*

કર્મચારી ખેતી કરે તે માટે કયા દેશમાં સરકારી કર્મીને સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરી શકશે
*✔️શ્રીલંકા*

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામા ક્રમે છે
*✔️135મા*
*✔️આઈસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ*

તાજેતરમાં પૃથ્વી-2 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ ક્યાં કરાયું
*✔️ઓડિશાના ચાંદીપુર ખાતે*

ભારત ગૌરવ યોજના હેઠળ દેશની પહેલી ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડાવાઈ
*✔️તમિલનાડુના કોઈમ્બતુરથી મહારાષ્ટ્રના શિરડી સુધી*

તાજેતરમાં કયા દેશની ટીમે વન-ડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઈંગ્લેન્ડ*
*✔️નેધરલેન્ડ સામે 50 ઓવરમાં ચાર વિકેટે 498 રન બનાવ્યા*
*✔️ત્રણ ખેલાડીઓની સદી*

રુક્મિણી-કૃષ્ણ સર્કિટ કયા બે રાજ્યો વચ્ચે બનશે
*✔️ગુજરાત અને અરુણાચલ પ્રદેશ*

*🔥Newspaper ર*

ચિલ્ડ્રન યુનિવર્સિટીના નવા કુલપતિ કોણ બન્યા
*✔️ડૉ.હર્ષદ પટેલ*

ડાકોરમાં રણછોડરાયજીની કેટલામી રથયાત્રા નીકળશે
*✔️250મી*

હાલમાં નરેન્દ્ર મોદીએ રામ બહાદુર રાય દ્વારા લિખિત કયા પુસ્તકનું વિમોચન કર્યું
*✔️ભારતીય સંવિધાન અનકહી કહાની*

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*✔️સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ*

અમદાવાદ સ્થિત ઝાયડ્સ લાઈફના ચેરમેન પંકજ પટેલની RBI સેન્ટ્રલ બોર્ડમાં નિમણૂક કરવામાં આવી.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-20/06/2022 થી 25/06/2022🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 44મા ચેસ ઓલિમ્પિયાડની મશાલ રિલે ક્યાંથી લોન્ચ કરી
*✔️મહાબલિમ ખાતે*

હાલમાં ગુજરાત હાઇકોર્ટેના સિનિયર જસ્ટિસ આર.એમ.છાયાની કઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ
*✔️ગૌહાટી (આસામ)*

21 જૂન, 2022 આઠમા યોગ દિવસની થીમ શું હતી
*✔️માનવતા માટે યોગ*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસે ક્યાં યોગ કર્યા
*✔️કર્ણાટકના મૈસુર પેલેસમાં*

ગુજરાત રાજ્ય કક્ષાનો યોગ દિવસ ક્યાં મનાવાયો
*✔️સાબરમતી રિવરફ્રન્ટ પર*

હાલમાં ગુજરાતમાં કયા સ્થળેથી પેટાળમાંથી લિગ્નાઈટ કોલસાનો જથ્થો મળી આવ્યો
*✔️ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગામોના પેટાળમાંથી*

ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ થઈ
*✔️રુચિકા કંબોજ*

તાજેતરમાં I2U2 સંમેલન બનવા જઈ રહ્યું છે. I2U2 એટલે
*✔️I2ઈન્ડિયા- ઈઝરાયેલ, U2US-UAE*

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમવાર પ્રસ્તાવમાં કઈ ભાષાનો ઉલ્લેખ કર્યો
*✔️હિન્દી*

23 થી 25 જૂન, 2022 રાજ્યમાં કેટલામો શાળા પ્રવેશોત્સવ
*✔️17મો*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*✔️વડગામ તાલુકાના મેમદપુર ગામથી*

રહેવા માટે વિશ્વના 173 શહેરોની યાદીમાં સૌથી શ્રેષ્ઠ કયું શહેર છે
*✔️વીએના*
*✔️દિલ્હી 112 અને મુંબઈ 117મા સ્થાને*

તાજેતરમાં ઈસરોએ ભારતનો આધુનિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-24નું ક્યાંથી સફળ લોન્ચિંગ કર્યું
*✔️દક્ષિણ આફ્રિકાના ફ્રેન્ચ ગુયાનાના કૌરોઉ ખાતેથી*

DRDO અને ભારતીય નૌકાદળે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું ક્યાંથી સફળ પરીક્ષણ કર્યું
*✔️ઓડિશા ચાંદીપુર ખાતે*

નીતિ આયોગના નવા CEO કોણ બન્યા
*✔️પરમેશ્વર અય્યર*
*✔️અમિતાભ કાંતની જગ્યા લેશે*

બુડાપેસ્ટ ખાતેની વર્લ્ડ ચેમ્પિયનશિપની મેન્સ 200 મીટર બટરફલાય ઇવેન્ટમાં 1 મિનિટ 50.34 સેકન્ડમાં પુરી કરી કોને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
*✔️હંગેરીના ક્રિસ્ટોફ મિલાક*

ઈંગ્લેન્ડમાં એલિઝાબેથ દ્વિતીયના શાસનનો રેકોર્ડ : 70 વર્ષથી રાજગાદી સાંભળી ઉત્સવ મનવાયો

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-26/06/2022 થી 30/06/2022🗞️*

તાજેતરમાં બાંગ્લાદેશના સૌથી લાંબા પુલનું વડાપ્રધાન શેખ હસીનાએ ઉદ્દઘાટન કર્યું.આ પુલનું નામ શું છે
*✔️પદ્મા*

મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ-2022 નો ખિતાબ કોણે જીત્યો
*✔️બ્રિટનમાં રહેતી ગુજરાતી મૂળની ખુશી પટેલ*

દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ડાયનાસોર મ્યુઝિયમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાં કર્યું
*✔️બાલાસિનોરના રૈયોલી ખાતે*

તાજેતરમાં ક્રિકેટ રણજી ટ્રોફીમાં કઈ ટીમ પ્રથમવાર વિજેતા બની
*✔️મધ્યપ્રદેશ*
*✔️મુંબઈને હરાવ્યું*
*✔️મધ્યપ્રદેશ ટીમનો કેપ્ટન - આદિત્ય શ્રીવાસ્તવા*
*✔️બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ફાઇનલ મેચ રમાઈ હતી*

તાજેતરમાં જી-7 શિખર સંમેલન ક્યાં યોજાયું
*✔️જર્મની*

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નવા ચેરમેન કોણ બન્યા
*✔️નીતિન ગુપ્તા*

હાલમાં એટર્ની જનરલ કોણ છે જેમને વધુ એક કાર્યકાળ મળી શકે છે
*✔️કે.કે.વેણુગોપાલ*

રિલાયન્સ જિયોના મુકેશ અંબાણીએ રાજીનામું આપતા નવા ચેરમેન કોને નિયુક્ત કરાયા
*✔️આકાશ અંબાણી*

પદ્મભૂષણ ઉદ્યોગપતિ અને શાપુરજી પાલોનજી ગ્રુપના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️પલોનજી મિસ્ત્રી*

હાલમાં ક્રિકેટર ઇયાન મોર્ગને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે
*✔️ઈંગ્લેન્ડ*

દેશમાં કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડશે
*✔️1 જુલાઈ, 2022*

મહારાષ્ટ્રના કયા બે સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી
*✔️ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ*

કઈ યુનિવર્સિટીમાં MA ઇન હિન્દુ સ્ટડીઝ કોર્સ શરૂ કરવામાં આવ્યો
*✔️નર્મદ યુનિવર્સિટી*

30 જૂનવર્લ્ડ સોશિયલ મીડિયા ડે

મન્કીપોક્સથી પ્રથમ મોત કયા દેશમાં નોંધાયું
*✔️નાઇજિરિયા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/07/2022 થી 03/07/2022🗞️*

*📚જુલાઈ મહિનાના વિશેષ દિવસ📚*

1 જુલાઈરાષ્ટ્રીય ચિકિત્સક દિવસ, રાષ્ટ્રીય ડાક કર્મચારી દિવસ, ચાર્ટર્ડ એકાઉન્ટસ ડે, જીએસટી દિવસ

2 જુલાઈવિશ્વ યુએફઓ દિવસ

9 જુલાઈરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ

11 જુલાઈવિશ્વ વસતી દિવસ

12 જુલાઈરાષ્ટ્રીય સાદગી દિવસ

15 જુલાઈવિશ્વ યુવા કૌશલ્ય દિવસ

20 જુલાઈઆંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ

23 જુલાઈરાષ્ટ્રીય પ્રસારણ દિવસ

24 જુલાઈઆવકવેરા દિવસ, રાષ્ટ્રીય અભિભાવક દિવસ

26 જુલાઈકારગિલ વિજય દિવસ

28 જુલાઈવિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ, વિશ્વ હિપેટાઇટિસ દિવસ

29 જુલાઈવિશ્વ વાઘ સંરક્ષણ દિવસ

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️એકનાથ શિંદે*
*✔️નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ*

જગન્નાથજી મંદિરની કેટલામી રથયાત્રા નીકળી
*✔️145મી*

દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ક્યાં કર્યો
*✔️ગુજરાતના જૂનાગઢમાં*

ફિલિપાઈન્સના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️માર્કોસ જુનિયર*

શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પર્ફોમન્સ ગ્રેડિંગ રિપોર્ટ અનુસાર સરકારી ભણતરમાં ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ નંબરે છે
*✔️જૂનાગઢ*

કયા રાજયમાં દર મહિને 1 જુલાઈ, 2022થી 300 યુનિટ મફત વીજળી મળશે
*✔️પંજાબ*
*✔️31 ડિસેમ્બર, 2021થી પહેલાના દરેક વીજળી બીલ માફ*

ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના નવા વડા કોણ બન્યા
*✔️મૂળ ભારતીય ટી.રાજા કુમાર*

💥💥